Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११०६
* ટૂંકસાર *
: શાખા - ૯ :
દરેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. સર્વ દ્રવ્યમાં પ્રતિક્ષણ ઉત્પાદાદિ તાત્ત્વિક છે. તેથી આત્મામાં દોષનાશ, ક્ષાયિકગુણની ઉત્પત્તિ અને આત્મત્વરૂપ ધ્રુવતાને કેળવવા પ્રયત્ન કરવો. (૯/૧-૨)
ઉત્પાદાદિ ત્રણે એક સાથે રહી શકે છે. સોનાનો ઘટ નાશ પામે અને તે સોનાનો હાર બને ત્યારે સુવર્ણદ્રવ્ય તો ધ્રુવ જ છે. માત્ર કાર્યની અપેક્ષાએ ઉત્પાદાદિમાં ભેદ પડે છે. (૯/૩-૪) પરંતુ ઈષ્ટપર્યાયનાશ દુઃખનું કારણ છે. માટે ‘દ્રવ્ય જ સત્ છે, ઉત્પાદ-વ્યય મિથ્યા છે' આવી દ્રવ્યવાદીની વાત સાચી નથી. (૯/૫)
બૌદ્ધમતે કાર્યભેદનું કારણ સંસ્કારભેદ છે, ઉત્પાદાદિ નહિ. અહીં તેનું ખંડન કરેલ છે. (૯/૬) આગળ શાનાદ્વૈતવાદની સમીક્ષા કરેલ છે. (૯/૭-૮)
ગ્રંથકાર ઉત્પાદાદિની સિદ્ધિ દૂધ-દહીં-ગૌરસના દૃષ્ટાંતથી કરે છે. અન્વય, વ્યતિરેક, પ્રમેયત્વ, શેયત્વ વગેરેમાં પણ અનેકાંત છે. તેને સમજીને દૃઢ કરવાથી સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. (૯/૯) હાજર એવા ઘટમાં પણ પ્રત્યેક સમયે ઉત્પાદાદિ ત્રણ દેખાય છે. આથી જ ‘વિમાળ ધૃતમ્' વાક્ય સંગત થાય છે. આ વાતને વ્યવહારનયથી અને નિશ્ચયનયથી સમજીને સામેની વ્યક્તિ જે રીતે જે નયને સ્વીકારે તે રીતે તેની સંગતિ કરવી. (૯/૧૦-૧૧-૧૨-૧૩)
કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ગુણમાં તથા સિદ્ધ ભગવંતમાં પણ પ્રતિક્ષણ ઉત્પાદાદિ ત્રણ સિદ્ધ થાય છે. આપણો પણ સતત નાશ થઈ રહેલ છે તેમ જાણી આરાધનામાં લીનતા કેળવવી. (૯/૧૪-૧૫-૧૬-૧૭)
એક વસ્તુ બીજી અનેક વસ્તુની સાથે સંકળાયેલ છે. માટે પ્રત્યેક વસ્તુમાં અનેકવિધ ઉત્પાદાદિ સંભવે છે. માટે આપણી સાથે સંલગ્ન વસ્તુને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી. (૯/૧૮) ઉત્પત્તિના (૧) પ્રયોગજન્ય, (૨) વિસસાજન્ય અને (૩) ઉભયજન્ય એમ ત્રણ પ્રકાર છે. વિસ્રસાજન્ય ઉત્પત્તિ (અ) સમુદાયજન્ય અને (બ) ઐકત્વિક છે. પરમાણુઓ ભેગા થવાથી સમુદાયજન્ય ઉત્પત્તિ થાય. યશુક તૂટે તો ઐકત્વિક રૂપે અણુની ઉત્પત્તિ થાય. ધર્માસ્તિકાય વગેરેમાં પણ જીવસંયોગાદિ દ્વારા ઐકત્વિક ઉત્પત્તિ થાય. તે પરનિમિત્તક અને સ્વનિમિત્તિક છે. આમ જીવમાં રહેલ કેવળજ્ઞાન પ્રયત્નથી જન્ય = પ્રાપ્ય છે' - તેમ જાણી તે વિશે પ્રયત્ન કરવો. (૯/૧૯-૨૦-૨૧-૨૨-૨૩)
વિનાશ સમુદાયજન્ય અને અર્થાન્તરપ્રાપ્તિરૂપ છે. તે વિનાશના બે પ્રકાર છે. (૧) પ્રાયોગિક અને (૨) સ્વાભાવિક. પ્રાયોગિક વિનાશ માત્ર સમુદયજનિત હોય. સ્વાભાવિક વિનાશ (અ) સમુદયજનિત અને (બ) એકત્વિક એમ બે પ્રકારે હોય. તે બન્નેમાં પ્રાયોગિક અને સ્વાભાવિક એવા બન્ને સમુદયજનિત વિનાશ (A) સમુદયવિભાગ અને (B) અર્થાંતરગમન - એમ બે પ્રકારે છે. અંધકાર એ પ્રકાશનો રૂપાંતર પરિણામ છે. તથા એક અણુમાં બીજા અણુનો સંબંધ એ અર્થાન્તર પરિણામ જાણવો. સંયોગથી અણુનો નાશ થાય છે. કર્મસંયોગથી અને કર્મવિભાગથી બન્ને પ્રકારે આત્માનો નાશ થઈ શકે. તેમાંથી કર્મવિભાગથી આત્માના નાશ માટે પ્રયત્ન કરવો. (૯/૨૪-૨૫-૨૬)
ધ્રૌવ્યમાં બે પ્રકાર જાણવા. ઋજુસૂત્રનય સ્થૂલ ધ્રૌવ્યને માને છે. સંગ્રહનય સૂક્ષ્મ ધ્રૌવ્યને સ્વીકારે છે. આત્મગુણો સૂક્ષ્મૌવ્યમય સ્વરૂપે અનુભવાય તે માટે પ્રયત્ન કરવો. (૯/૨૭)
આત્માનું ઉત્પાદાદિમય તાત્ત્વિક સ્વરૂપ અનુભવી સુયશને પ્રગટાવવાનો છે. (૯/૨૮)