Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પાડવામાં આવ્યું છે અથવા તેને વ્યવધાનશીલ બનાવ્યો છે ત્યારે આત્મતત્ત્વનો હળવો પ્રકાશ પ્રગટ થાય છે, આ એક પ્રકારનું અપૂર્વકરણ છે. જીવાત્માએ જે રોશનીનો અનુભવ કર્યો નથી, તે પ્રગટ થતાં તેને વિશિષ્ટ આનંદનો અનુભવ થાય છે. અસ્તુ.
આ જ કેન્દ્ર એવું છે કે જ્યાં આનંદની સાથે એક વતરે વા વંટી નગતી હૈ અર્થાત્ ભૂલાવા માટે એક વિચિત્ર સ્થિતિ સામે આવે છે, કારણ કે જીવાત્માએ જે પ્રકાશ જોયો છે તેને વિશેષરૂપે જાણવા, જોવા કે સમજવા માટે આકુળતા પેદા થાય છે. આ વખતે ભિન્ન ભિન્ન પ્રકારના ધર્મગુરુઓ, શાસ્ત્રો કે અંધવિશ્વાસજનક એવી છાયાવાદી વાતો અથવા વિશિષ્ટ પ્રકારના વિકલ્પવાળી ઈન્દ્રજાળ સામે આવે છે. જેમ કોઈ ગ્રાહક માર્કેટમાં જાય, પરંતુ આખી માર્કેટ જો ઠગ. વેપારીઓની હોય, સૌ જુદા જુદા પ્રકારની કપટ ભરેલી માયાવાદી વાતોથી આ ગ્રાહકને ખેંચવા પ્રયાસ કરે, ત્યારે સાચો વેપારી કોણ છે તેનું પરીક્ષણ જીવ માટે અઘરું છે.
તે જ રીતે કલ્યાણના ઈચ્છુક અંતરાત્માની ભૂમિકાને સ્પષ્ટ કરવા માટે અધીર અથવા જગતની વિશિષ્ટ શકિતઓને પામવા કે સમજવાની ભાવનાવાળા જીવો ઈશ્વરીય ગુણોનો આભાસ મેળવવા શ્રધ્ધા અને ભકિતયુકત પોતાની અર્પણ ભાવના હોવા છતાં કલ્યાણાર્થી જીવ જો ખરેખર તેના પુણ્યનો ઉદય ન હોય તો કોઈ માયાવી જાળમાં ફસાય છે અને પુનઃ મિથ્યાત્વનો ઉદય થાય કે કષાય ભાવોનું પુનઃ જાગરણ થાય અથવા પોતે પુણ્યમાર્ગમાંથી ટ્યુત થઈ પાપમાર્ગમાં ઢળી પડે તેવી સ્થિતિ થાય છે. આવે અવસરે આ કલ્યાણાર્થી આત્માર્થી બને અને તેનું જ્ઞાન જાગૃત હોય, વિવેકશકિત ખીલી હોય, સાથે પ્રબળ પણ્યનો ઉદય હોય તો તે જીવ મોક્ષમાર્ગ માટે કે સાચા માર્ગનું અવલંબન કરવા માટે તત્પર બને છે. આવા આત્માને જ અહીં કવિરાજ આત્માર્થી કહે છે. અર્થાત્ જેને જ્ઞાન પામવું છે તે જીવને આ અવસરે યોગ્ય ગુરુનું કે યોગ્ય સમ્યદ્રષ્ટિનું માર્ગદર્શન મળે, તે માર્ગદર્શન સચોટ હોય તો હળુકર્મી આ આત્માર્થીને સ્પર્શ કરી જાય છે અને આવા સમ્યક દૃષ્ટા ગુરુદેવ તેમના પરમ ઉપકારી બને છે. અર્થાત્ આવા આત્માર્થી જીવો માટે સ્પષ્ટ ઉઘાડી કિતાબનું પ્રદર્શન આવશ્યક છે. ' અર્થાતુ સ્પષ્ટ સમજી શકાય તેવી મોક્ષમાર્ગની વ્યાખ્યા માટે કોઈ જરૂરી આખ્યાન કરવું નિતાંત કલ્યાણકારી છે. એટલે જ અહીં કૃપાળુ ગુરુદેવ પોતાને પરોક્ષમાં રાખી સ્વયં કહે છે કે અહીં અગોપ્ય અર્થાત્ જેમાં જરાપણ કોઈ બનાવટ નથી કે કોઈ વસ્તુ છૂપાવવામાં આવી નથી. પરંતુ સ્પષ્ટ પ્રગટ મોક્ષમાર્ગના ભાવોનો ઉલ્લેખ છે. તેવો માર્ગ અહીં ભાખ્યો છે. જો કે “ભાખ્યો શબ્દમાં ભૂતકાળ છે. પરંતુ આગળના પ્રકરણમાં સ્વયં ભાખશે, તે ભવિષ્યકાળનું અવલંબન કરી પોતાના હૃદયમાં તે ભાવો સ્પષ્ટ અંકિત થઈ ગયા છે તેથી ભૂતકાળ શબ્દનો પ્રયોગ કર્યો છે. વરના એમ કહેવું પડત કે (ભાખશું અહીં અગોપ્ય) પરંતુ અહીં ભાખશું એવા ભવિષ્યકાળ શબ્દનો. ઉલ્લેખ ન કરતા ભૂતકાળવાચી શબ્દનો ઉલ્લેખ કર્યો છે તેથી સ્પષ્ટ થાય છે કે આ માર્ગ તેમના. હૃદયમાં સ્થાપિત થયેલો છે. અથવા ભૂતકાળમાં તીર્થંકરદેવોએ જે મોક્ષમાર્ગ સ્થાપ્યો હતો, ભાખ્યો હતો તેનું અહીં અમે ઉદ્ઘાટન કરી એકદમ ઉઘાડી રીતે તેમનું દર્શન કરાવશું. આમ આ ભાખ્યો શબ્દ જે ભૂતકાળવાચી છે તે ઘણો જ મહત્વપૂર્ણ છે. ભાખ્યો શબ્દથી કવિરાજ ત્રિકાળવર્તી સ્થાપિત