Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કાંઈ સમજણનો અંશ છે, તેનું અવલંબન લઈ જીવ જો આગળ વધે તો પ્રકાશની માત્રા વધતી જાય, પુરુષાર્થની માત્રા પણ વધે અને વિરોધી કર્મોનો પ્રબળભાવ ઓછો થાય તો પરતંત્ર હોવા છતાં અમૂક અંશે તે ધાર્યું કરી શકે છે. આખી ગાથા પ્રેરક ગાથા છે. એક પ્રકારે પ્રેરણા આપવામાં આવી છે કે સદ્ગુરુની ભકિતથી અને તેના ઉપદેશને સમજવાથી આધ્યાત્મિક વિકાસ ઉદ્ભવે છે.
અહીં એક ખાસ વાત લક્ષમાં લઈ આ ગાથા આપણે પૂરી કરશું. પુરુષાર્થ એટલે શું?
પ્રમાદ અને પુરુષાર્થ : વ્યવહારદશામાં કોઈ માણસ બહુજ કામ કરતો હોય, રાત દિવસ તનતોડ મહેનત કરી, ભોગ ઉપભોગના સાધન તથા ધનરાશિ પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયાસ કરતો હોય, તો તેને સાંસારિક લોકો પુરુષાર્થ ગણે છે પરંતુ તે ખરેખર પુરુષાર્થ નથી. આ કર્મના ઉદયભાવનો જ પ્રભાવ છે. સાચો પુરુષાર્થ એ જ છે કે કર્મ દ્વારા ઉત્પન્ન થતાં મોહાદિ ભાવો સાથે યુધ્ધના સ્તર પર લડી મિથ્યાત્વ આદિ ભાવોનું દમન કરી, તપ ત્યાગ કરવો ઘટે અથવા તેના માટે જે કાંઈ સમયનો કે બુધ્ધિનો ભોગ આપવો, પડે તે જ સાચો પુરુષાર્થ છે.
વ્યવહારદશાના પુરુષાર્થને જ્ઞાનીઓએ પ્રમાદ કહ્યો છે. પ્રમાદનો અર્થ ફકત આળસ જ નથી. આળસ ઉપરાંત મોહાદિ ભાવમાં રમણ કરી, કર્મબંધ થાય એવો પુરુષાર્થ કરે તે પણ પ્રમાદ જ છે. તે પાપજનક હોવાથી તે પુરુષાર્થ નથી. પુરુષ એટલે આત્મા અને અર્થ એટલે સાર્થકતા. જે કાર્યથી આત્મકલ્યાણની સાર્થકતા થતી હોય, અર્થાત જેનાથી કલ્યાણનો અર્થ સિધ્ધ થતો હોય તે સાચો પુરુષાર્થ છે. પુરુષાર્થની સાચી વ્યાખ્યા સાધકોએ લક્ષમાં રાખવી ઘટે છે.
એ જ રીતે ગુરુસેવામાં પણ જે વ્યકિત ગુરુની ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરી અટકી જાય છે. બધી રીતે બાહ્ય શાતા ઉપજાવે છે પરંતુ ગુરુનું જ્ઞાન લેવા તત્પર થતાં નથી. જ્ઞાનમાર્ગથી દૂર રહી કેવળ બાહ્ય સેવાથી સંતોષ માને છે, તે સાચા અર્થમાં ગુરુસેવા નથી. આ સેવાથી કશું અહિત થતું નથી, પરંતુ તત્ત્વપ્રાપ્તિ પણ થતી નથી. આ વસ્તુના અનુસંધાનમાં જે સિધ્ધિકારે કહ્યું છે કે “સદ્ગુરુના ઉપદેશ વણ” જે કહ્યું છે તે સાચી ગુરુસેવાનો ભાવ ઈગિત કરે છે. અર્થાત્ ઉપદેશને સમજવો તે જ ગુરુભકિત છે એમ કહેવાનું તાત્પર્ય છે.
સમગ્ર ગાથા જ્ઞાનપૂર્વકના ભકિતયોગની જ વ્યાખ્યા કરે છે. જ્ઞાનાત્મક ભકિતયોગ તે વાસ્તવિક ભકિત છે. અહીં જે ઉત્કાન્તિની રેખા ખેંચી છે તે આખી રેખામાં જ્ઞાનના મોતી છે અને તેમાં ભકિતનો દોરો પરોવવામાં આવ્યો છે. અહીં આપણે આટલો વિચાર કરી આ ૧રમી ગાથાના ઉલ્બોધનને પચાવી ૧૩મી ગાથામાં પ્રવેશ કરશું
૧૩મી ગાથાના ભાવથી વિષયાંતર થઈ કવિરાજ હવે તત્ત્વના અસ્તિત્ત્વ વિષે એક તાત્વિક ચર્ચા શરુ કરે છે. જેની પૃષ્ઠભૂમિ નિહાળી તે ઉપર વિચાર કરશું. .
Illultill
l[ lણ //] મ[lણ આપણ!Pilurદા પાણllywાણાનક lllllhiારા ૧૯
-
- રકકકકકારા:રા કઢાર , તા .
પntly 4