Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તિલકના હોય, મંત્રો ઉચ્ચારણોના હોય કે વેશભૂષાના હોય, કે ઉઠવા બેસવાની કોઈ પધ્ધતિના હોય, તે બધામાં એક વિશેષ પ્રકારનો આગ્રહ રાખીને કેમ જાણે આ જ કોઈ મોક્ષ કે મુકિતનો માર્ગ હોય કે ભકિતનું નિશાન હોય તેવા ભાવ પ્રગટ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ ભગવાન મહાવીરે અંતિમ ઉપદેશમાં સ્પષ્ટ કહ્યું છે. ગૌતમસ્વામી અને કેશીસ્વામીના સંવાદમાં સાધુની વેશભૂષામાં અંતર હોવાથી, જયારે કેશીસ્વામીએ પૂછ્યું, ત્યારે ચાર જ્ઞાનના ધણી પરમશ્રુતજ્ઞાની એવા શ્રી ગૌતમસ્વામી કહે છે કે “તો નિક પ્રયોગન” અર્થાત્ વ્યવહાર જ વેશભૂષાનું પ્રયોજન છે. મોક્ષમાર્ગમાં વેશભૂષાનું સ્થાન નથી. છતાં પણ જૈન સંપ્રદાયોમાં અને બીજા એવા અન્ય સંપ્રદાયોમાં પણ, વેશભૂષાનો પ્રચંડ આગ્રહ સેવાતો હોય છે અને આવા લૌકિક વ્યવહારને મોક્ષમાર્ગના ઉપાસ્ય તત્ત્વો સાથે જોડી દેવામાં આવે છે. જે આપણા શાસ્ત્રકારને પણ ખરેખર ખટકયું છે. જેથી આવા અજ્ઞાન ભરેલા બાહ્ય વ્યવહારને તેમણે એક પ્રકારનો મહાગ્રહ કહ્યો છે અને તેનો ત્યાગ કરવા માટે સલાહ આપી છે.
૨૭મી ગાથામાં આપણે બંને બિંદુ ઉપર સામાન્ય અર્થઘટન કર્યું. હવે તેને વધારે ઝીણવટથી જોવા કોશિષ કરશું.
પ્રથમ પ્રશ્ન એ છે કે જીવાત્મા આવું આચરણ શા માટે કરે છે? શ્રુતજ્ઞાન સંબંધી તેના વિપરીત વિચારો કેવી રીતે જન્મે છે ? એ જ રીતે બાહ્ય આગ્રહોમાં જીવ શા માટે ફસાય છે? આ પ્રશ્નોની પાછળ જે ભૂમિ છે તેનું અહીં દિગ્દર્શન આપ્યું નથી, પરંતુ એ વાત નિશ્ચિત ભૂમિકાના આધારે જ આ બધી વિકૃતિ અસ્તિત્વ ધરાવે છે. પ્રથમ દ્રષ્ટિએ જ્ઞાનનો રસ્તો એ જ્ઞાનાવરણીયકર્મના શુધ્ધ ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ જીવાત્મા જો ક્રમશઃ આરાધક તત્વોથી વંચિત હોય અને બાળ તપસ્યાથી કે અકામ નિર્જરાથી જ્ઞાનાવરણકર્મોનો ક્ષયોપશમ થયો હોય પરંતુ મિથ્યાત્વ મોહનીયની પ્રબળતાથી એ ક્ષયોપશમમાં જે નવનીત હોવું જોઈએ તેનો અભાવ હોય, તો તેનું જ્ઞાન સમ્યગું હોતું નથી. જૈનદર્શનમાં અને અન્ય ઉચ્ચકોટીના દર્શનમાં સમ્યગૃષ્ટિને જ મહત્ત્વ આપે છે. સમદષ્ટિના અભાવે ફકત બૌધ્ધિક વિકાસ થયો હોય તો પણ જીવાત્માની ગાડી કોઈ બીજા માર્ગે ચડી જાય છે અને તેનો ગુરુઓને પણ બોધ નથી. તે જે સૂત્ર પકડાવે તેને જ જ્ઞાનનો માર્ગ માની અથવા ઉચ્ચકોટીનું જ્ઞાન માની તેમાં રમણ કરે છે. અહીં એક તાતી વસ્તુ સમજવાની છે કે સામાન્ય ક્ષયોપશમ થયા પછી બુધ્ધિ કેવા પ્રકારની થશે તે નૈમિત્તિક ભાવો છે. પાણી પ્રાપ્ત થયા પછી તે જે રંગ સાથે સંબંધ ધરાવે છે, જેવો રંગ નાખે તે રંગ પાણી ધારણ કરે છે. ક્ષયોપશમ એ સામાન્ય ધર્મવાળું પાણી છે અને તેમાં જેવું જેવું નિમિત્ત મળે તેવા આંદોલન પેદા થાય છે. જો એ વખતે સદ્ગનો યોગ હોય અને સમદષ્ટિનું નિમિત્ત હોય તો ક્ષયોપશમ યોગ્ય જ્ઞાનનો પ્રકાશ આપે છે. અરીસો તો અરીસો છે, તેમાં દુર્જન કે સજજન જે કોઈ મુખ દેખે તેવું પ્રતિબિંબ પેદા થાય છે. ક્ષયોપશમ એ સામાન્ય દર્શન છે એટલે અહીં આવા સામાન્ય ક્ષયોપશમવાળા જીવોને દેવાદિગતિમાં ભંગાળના પાઠો ભણાવે અને તેમાં અટકી રહે તો તે બની રહે છે. જીવની કાષાયિક ભૂમિકા, કર્મોના ક્ષયોપશમ અને ઉચ્ચકર્મોની ભૂમિકા એ પ્રધાન તત્ત્વો છે. આવા જ નિમિત્તથી બાહ્ય આગ્રહોમાં લોભકષાયનો ઉદય ભળે છે અને