Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જોઈ શકે છે. વ્યકિત કયાં ઉભો છે તેનું તેને ભાન થાય છે. સામાન્ય રૂપે મનુષ્ય અન્ય વ્યકિતનું જ મૂલ્યાંકન કરતો હોય છે. તેના જ ગુણ અવગુણ જોતો હોય છે. પરંતુ પોતા વિષે સર્વથા અજાણ હોય છે. કદાચ પોતાના વૈભવનું જ્ઞાન હોય પરંતુ પોતાની આંતરિક અને માનસિક સ્થિતિ શું છે તે સમજતો ન હોય, અથવા સમજવા માટે નિમિત્ત ન હોય તેને માટે આત્મસિધ્ધિનું આ પ્રકરણ અરિસો છે. જેમાં વ્યકિતનું પ્રતિબિંબ જોઈ શકાય છે. અહીં મતાર્થના લક્ષણ પૂર્ણ થાય છે અને પાછલી ગાથાઓનું પ્રયોજન શું હતું, શાસ્ત્રકારે તેનો હેતુ બતાવીને તેનો સદ્ઉપયોગ કરવાની સૂચના પણ આપી છે. કોઈપણ કાવ્યના પ્રયોજન, ઉત્પત્તિ, વિસ્તાર અને પરિણામ એ ચાર અંશ મુખ્ય હોય છે. સાહિત્યના પણ આ ચાર અંશ પ્રધાન છે.
(૧) પ્રયોજન : આ સાહિત્યખંડનું પ્રયોજન કોઈ વ્યકિત પૂરતુ સીમિત નથી. પરંતુ સાર્વભૌમ પ્રયોજન છે. બધા લક્ષણો પરિપૂર્ણ એક જ વ્યકિતમાં હોય તેમ પણ સમજવાનું નથી. તેમજ લક્ષણની માત્રા પણ અલ્પ અધિક હોઈ શકે છે તે ખાસ લક્ષમાં લેવાનું છે. અલ્પ રસવાળા મતાર્થભાવો શીઘ્ર નષ્ટ થઈ શકે છે. અહીં આ સાહિત્ય ખંડનું પ્રયોજન સમગ્ર સમાજને દ્દષ્ટિગત રાખી તેના હીન અને ગાઢ પરિણામોને સમજીને કરવામાં આવ્યું છે, રાખવામાં આવ્યું છે. કદાચ સર્વથા મતાર્થ દૂર ન થઈ શકે તો પણ આંશિક રૂપે મતાર્થ પીગળી જાય, ઓછો થાય, કેટલાક કુલક્ષણ સર્વથા નાબુદ થાય તેનું પ્રયોજન રાખીને આખ્યાન કરવામાં આવ્યું છે. ૩૩મી ગાથામાં પ્રયોજનની સ્પષ્ટતા પણ કરી છે. “મતાર્થ જાવા, કાજ”, અર્થાત્ મતાર્થ જાય તેવું ઈચ્છીએ છીએ. જાય તો સારું, કદાચ સર્વથા ન જાય તો આગળ ઉપર જાય. ભવિષ્યમાં પણ તેનું કલ્યાણ થાય, તેવો આ ગૂઢ શબ્દ મૂકવામાં આવ્યો છે. ‘જાવા કાજ' અર્થાત્ જાવા માટે સૂચના આપી છે. આજ કે કાલ કે કાલાન્તરે આ બધા દુર્લક્ષણો છોડવા માટે આ આખ્યાન કર્યું છે. દસ ગાથાના સાહિત્યખંડનું પ્રયોજન સ્પષ્ટ છે.
(૨) ઉત્પત્તિ : આવા ઉચ્ચકોટિના ભાવનો ઉદ્ભવ કૃપાળુ દેવના અંતઃકરણથી થયેલો છે તે સ્પષ્ટ હકીકત છે. આવા ભાવોનો ઉદ્ભવ કયારે થયો ? જયારે તેઓ ઉચ્ચ કોટિના આધ્યાત્મિક કેન્દ્રમાં બિરાજીત થયા અને આત્મસિધ્ધિના પ્રાથમિક દોહામાં "કરૂણા ઉપજે જોઈ" એટલે તેમનું અંતર અજ્ઞાની જીવો માટે કરૂણાથી ભરાઈ ગયું, ત્યારે તેઓએ આ કરૂણાના પ્રવાહને આધીન થઈને આ ગાથાઓનું ઉચ્ચારણ કર્યું છે. સામાન્ય રીતે લૂલા-લંગડા કે ભૂખ્યા માણસોને જોઈને કરૂણા ઉપજે છે. તેને ખાવાનું, વસ્ત્ર કે થોડા ઘણા પૈસા પણ આપી દે છે. પરંતુ તે કરૂણાથી જીવની કાયમી બિમારી જતી નથી પરંતુ આવા સદ્ગુરુ જેવા મહાન ઉપકારી આત્માઓને જીવોમાં અજ્ઞાન, કષાયભાવ, વિપરીતભાવ અને સુષુપ્તભાવોને જોઈને અસલી કરૂણા પ્રગટ થાય છે, તેમનું હૃદય દ્રવી ઉઠે છે અને ત્યારપછી જે કાંઈ વાણી અને વર્તન પ્રગટ થાય તે સમાજનો અમૂલ્ય ખજાનો બને છે, લાખો જીવોના કલ્યાણનું નિમિત્ત થાય છે, લાખો જીવોનું કલ્યાણ થાય છે. આ છે ઉત્પત્તિનું નિમિત્ત, ઉદ્ભવના સચોટ કારણ.
વિસ્તાર : જયારે ગ્રંથ ઉદ્ભવ પામે, અંકુરિત થાય અને સર્વથા યોગ્ય હોય તો સ્વતઃ તેનો વિસ્તાર થાય છે. જેમ યોગ્ય વૃક્ષ અંકુરિત થયા પછી વિરાટરૂપ ધારણ કરે છે, લાખો પાંદડા તેમાં
૩૨૭