Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે. કારણ
કે
,
''
:
: :
: : : : :
::
::
::
::::
::
આ ખેદનો જન્મ થયા પછી તેની કોઈપણ પ્રવૃત્તિમાં પોતાનો સ્વાર્થ ન હોવાથી પ્રાણીમાત્ર પ્રત્યે દયાનો ભાવ જાગૃત થાય છે. જેમ નીતિશાસ્ત્રમાં લખ્યું છે પરોપકારાય સતામ્ વિભૂતયઃ' અર્થાત સજજનોની સંપતિ પરોપકાર માટે હોય છે. તેમ આ આત્માર્થીને જે કાંઈ યોગ પ્રાપ્ત થયેલા છે કે પુણ્યના ઉદયથી તેમની પાસે બાહ્ય કે આંતરિક પરિબળ છે તે બધાના હવે ઉપયોગ શું? હવે તેમની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કેવી થઈ જાય છે ? આ બધા પ્રશ્નોનો જવાબ શાસ્ત્રકાર એક શબ્દમાં આપે છે કે પ્રાણીદયા.
પ્રાણીદયા : પ્રાણીદયા શું છે ? તેનો આપણે વિચાર કરીએ. પ્રાણીદયાના ઘણા પ્રકારો સ્કૂલ અને ભૌતિક રીતે પણ અસ્તિત્વ ધરાવે છે. જયારે એક પક્ષમાં તે કરુણાના ભાવો છે. પ્રાણીદયામાં શું પ્રાણીઓ માટે કાંઈ કરવાનું છે? કે કેવળ પ્રાણીઓ માટે માત્ર સદ્ભાવ રાખવાનો છે? આ દયાભાવ પણ શું છે ?તે પણ ધાર્મિક દ્રષ્ટિએ મોટો વિવાદાત્મક પ્રશ્ન બની ગયો છે. પ્રાણીદયા કરવી કે ન કરવી. બીજા જીવોની બાહ્ય સેવા કરવી કે ન કરવી. ઈત્યાદિ વિષયો ઉપર ઘણા સંપ્રદાયના પણ જન્મ થયા છે. પ્રાણીદયાનો અર્થ કેવળ પ્રાણીઓ પ્રત્યે કરુણા છે કે તેની સેવા પણ કરવાની છે ? દયા શબ્દમાં અહિંસાના ભાવો ભરેલા છે. દયાના પક્ષ છે. કોઈને નુકશાન ન કરવું અને તેના પ્રત્યે કોમળભાવ રાખવો તે અભાવાત્મક દયા છે. જયારે તે જીવો માટે કાંઈક કરવું, સેવા બજાવવી, સુખ શાંતિ આપવી તે દયાનો વિધેયાત્મક અર્થ છે અર્થાતુ તેમાં પુણ્ય પ્રવૃત્તિનો પણ ભાવ ભરેલો છે. અહીં આપણે પ્રાણીદયા વિષે ટૂંકમાં તાત્વિક રીતે વિવેચન કરી પ્રકાશ નાંખવા પ્રયાસ કરશું
પ્રાણીદયાનો પ્રશ્ન થોડો આંટીઘૂંટીવાળો છે. આધ્યાત્મિક શાસ્ત્રો એમ કહે છે કે કોઈ પણ પ્રાણીને દુઃખ ન આપવું, તેની હિંસા ન કરવી, તેની દયા પાળવી, તેને ઉપદ્રવ ન કરવો ઈત્યાદિ. કશું ન કરવારૂપ નિષેધાત્મક રીતે અથવા નકારાત્મકરૂપે પ્રાણીદયાની વ્યાખ્યા કરે છે. હિંસાથી દૂર રહેવું, કઠોર ભાવથી દૂર રહેવું તેટલી વ્યાખ્યા કરવાથી અહિંસાને નિષ્ક્રિયતા મળે છે. જયારે પ્રાણીદયાનો બીજો પક્ષ વિધેયરૂપ છે અર્થાત્ બીજા પ્રાણીને સુખ આપવું, તેની સેવા કરવી, તેને દુઃખમાંથી મુકત કરવા માટે પ્રયાસ કરવો, અન્નદાન આપવું કે વસ્ત્ર ઈત્યાદિ સાધનોની સહાય કરવી. આમ અહિંસાને કે પ્રાણીદયાને સક્રિય માને છે અને પુણ્યકર્મો સ્થાપિત કરી ધર્મશાળા કે અન્નશાળા બાંધી માનવ સમાજને સહાયતા કરવાના કેન્દ્ર ઊભા કરે છે અસ્તુ.
અહીં પ્રાણીદયાના મૂળમાં શું તત્ત્વ છે ? અને કવિરાજ સ્વયં અધ્યાત્મયોગી છે અને આખું આત્મસિદ્ધશાસ્ત્ર એ પણ અધ્યાત્મશાસ્ત્ર છે અને તેમાં ૩૮ મી ગાથા સ્વરૂપે પ્રાણીદયાનો નિર્દેશ કરે છે.
જૈન શાસ્ત્રોમાં જ્યાં અશાતાવેદનીયકર્મ બંધનના કારણોની ચર્ચા કરી છે ત્યાં ન મારવું, ન હિંસા કરવી, ન દુઃખ દેવું તો અશાતાવેદનીયકર્મ બંધાતું નથી, તે પ્રમાણે કથન છે અને તેનાંથી વિપરીત દુઃખ ઈત્યાદિ દેવાથી અશાતાવેદનીયકર્મ બંધાય છે. જયારે આશાતાવેદનીયકર્મનો બંધ પડતો નથી ત્યારે સ્વતઃ શાતાવેદનીય બંધાય છે. શું ન કરવું તેનો સ્પષ્ટ ઉપદેશ છે, પરંતુ શું કરવું તેનો નિર્દેશ નથી. આમતત્ત્વદર્શન હોવા છતાં પુણ્યબંધના કારણોમાં અન્નપુણ્ય, પાણપુણ્ય,
& ૩૬૯ હેર