Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 400
________________ ઘરેણા કહેવાય અને સાચા ઘરેણા પણ ઘરેણા શબ્દથી બોલાય પણ બંને શબ્દમાં ઘણું અંતર છે. માનવ જીવનને ઉપયોગી એવો સામાન્ય નૈતિક બોધ એ પણ બોધ ગણાય છે અને તે પણ વ્યવહારિક જીવનમાં ઉપયોગી હોય છે પરંતુ આ બોધ સામાન્ય સુખ દુઃખના કારણભૂત છે. તે ત્યાં જ સીમિત થઈ જાય છે. દીર્ઘકાળ સુધી આત્મજ્ઞાન રુપે સ્થાયી થઈ જીવને મુકિત પ્રદાન કરવામાં બહુ ઉપયોગી થતો નથી, પરંતુ સાચા ઘરેણા જેવો અથવા સાચા હીરા જેવો સરુનો બોધ તે માનવ જીવનનું એક ઉજજવળ પાસું છે. એટલું જ નહીં પરંતુ તે જન્મ જન્માંતરની કર્મજાળને છેદીને અમર સ્થિતિને પ્રાપ્ત કરાવી શકે તેવો નિત્ય અને શાશ્વત દેવાધિદેવોએ આપેલો વીતરાગ ભાવ ભરેલો બોધ છે. આ બોધ આત્મજ્ઞાનના બીજ જેવો છે. જેને જેને સાહિત્યમાં બોધિબીજ પણ કહે છે અને આ બોધરુપી બીજમાંથી અભૂત જ્ઞાનદશા પ્રગટ થાય છે. બોધનો આવો મહિમા કહ્યા પછી બોધનું સાક્ષાત્ સ્વરુપ વાગોળીએ. પ્રથમ સદ્ગુરુ બોધ લખ્યું છે તેમાં છઠ્ઠી વિભકિત લુપ્ત થયેલી છે, કાવ્યની દ્રષ્ટિએ પરિહાર કર્યો છે, પરંતુ વાકયાર્થ છે કે સદ્ગુરુનો બોધ. જો કે સદ્ગુરુ સ્વયં સાક્ષાત્ બોધરુપ છે, અર્થાત સદ્ગુરુ બોધનું મૂર્તરૂપ છે. છઠ્ઠી વિભકિતનો અધ્યાહાર ન લઈએ તો ગાથાનો સાક્ષાત્ પદ સદ્ગુરુ બોધ એમ ગવાયું છે. સદ્ગુરુ રુપ બોધ, સદ્ગુરુનું જે કાંઈ હલનચલન છે અર્થાત્ એનું જે કાંઈ મૂર્તિમાન રુપ છે, અથવા તેના મુખમંડળ પર જે ભાવ પથરાયા છે, તે બધા ભાવો બોધાત્મક છે. વેદાન્તામાં કહ્યું છે કે “મૌન ઉપથિસતિ' અર્થાતુ સિદ્ધ પુરુષો વણબોલે મૌનથી પણ ઉપદેશ આપે છે. તેમના વચન વાણી તો બોધ છે, સદ્ગુરુ બોધ ફકત વચનાત્મકરૂપ જ નથી પરંતુ ત્રિયોગાત્મક છે અર્થાત્ સદગુરુના મન–વાણી અને કર્મ ત્રણેય યોગ બોધરુપ છે. સદ્ગુરુ શબ્દની વ્યાખ્યા પૂર્વમાં ખૂબ જ વિસ્તારથી કહી ગયા છીએ, તેથી અહીં એટલું જ કહેશું કે સત્ એટલે શુધ્ધ. શુદ્ધ વ્યવહારને પામેલા હોય, તે સગુરુ શબ્દ ઊંચાઈનો દ્યોતક છે. અહીં આપણે સદ્ગુરુ બોધનો સામાન્ય અર્થ જાણી લીધો છે. બોધ શબ્દ ઘણા પાસા ધરાવે છે. સુબોધ, અવબોધ, અંતર્બોધ, પરમબોધ, ઈત્યાદિ બોધના વિવિધ પાસા છે. બોધ કેવળ શ્રવણરુપ નથી પણ શ્રવણ થયા પછી જેમાં અર્થની સમજ છે, તેવું જ્ઞાન કે બુધ્ધિ બોધ બને છે, જો આ બોધ ક્ષણિક હોય તો પૂર્ણ લાભકારી નથી. એટલે શાસ્ત્રકારોએ અવબોધ શબ્દ મૂકયો છે. અવબોધ શબ્દ સીમાવાચી છે. બોધ થયા પછી તે સ્થાયી રહે, ટકી રહે, અંતરમાં ઉતરી જાય અને ઘણા કાળ સુધી, ઘણા ક્ષેત્રમાં કે ઘણા જન્મો સુધી જે જળવાઈ રહે ત્યારે તે અવબોધ બને છે, નિમિત્તભાવે ઉદ્ભવેલો બોધ અને જ્ઞાનવરણીયકર્મના ક્ષયોપશમથી નિર્મળ થયેલું જ્ઞાન અને જયારે એકાકાર થાય છે ત્યારે અંતબેધ બને છે. આ અંતર્બોધ વિશુધ્ધ થયા પછી પરમાત્માના દર્શન કરાવે કે પરમાત્મા પ્રત્યેનો નિર્મળ પરિણામ જાગૃત કરાવે ત્યારે તે પરમબોધ બને છે. પ્રથમ ક્ષણે થયેલો બોધ ક્રમિક વિકાસ કરતાં કરતાં ઘણા પાસામાં પલટાઈને પરમબોધ જેવી કક્ષા સુધી જાય છે અસ્તુ. સામાન્ય બોધમાં ગુણવત્તાનો વિવેક થયા પછી સુબોધની તારવણી થાય છે. જેમ કોઈએ ઘઉં ખરીદ્યા, ત્યારે બધા ઘઉં ગ્રાહ્ય બન્યા, પરંતુ તેમાંથી કચરો, કાંકરા નીકળી જાય ત્યારે ઘઉંની શુધ્ધ કાર: ૩૮૭ ease

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412