Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 410
________________ મોક્ષમાર્ગનું પ્રતિબિંબ છે, એટલે અહીં જ્ઞાનાત્મક શબ્દ મૂકયો છે. “સમજાય એમ કહેવાથી સાધકને આત્માર્થી બન્યા પછી સાચી પરિસ્થિતિ સમજમાં આવે છે, પરતું હજુ મોક્ષમાર્ગની યાત્રા બાકી છે અને તેમાં આરુઢ થવાની સાધનાનો શુભારંભ છે. માર્ગ પર્વતની ટોચ સુધી જાય છે. તે માર્ગને તે નિહાળે છે. આખો માર્ગ તેને સમજાય છે. સમજયા પછી હવે તે માર્ગમાં આરોહણ કરવા માટે શુભારંભ કરે છે. સમજવું તે પહેલી પ્રાથમિક જ્ઞાનાત્મક ક્રિયા છે અને ત્યારપછી મોહનીય કર્મના પડદા જેમ હટતા જાય તેમ તેમ આચારાત્મક, ચારિત્રાત્મક ભાવોનું જાગરણ થતાં ક્રમશઃ તે જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. અહીં કહેવાનું તાત્પર્ય છે કે “સમજાય’ શબ્દ બહુ જ સમજણપૂર્વક મૂકેલો છે. સમજવાથી કાર્યની પૂર્ણાહુતિ થતી નથી, પરંતુ સમજાય છે ત્યારે દિશા નિશ્ચિત થઈ જાય છે. આ ૪૨ ગાથાના પૂર્વાર્ધમાં સુવિચારણા અને મોક્ષમાર્ગની સમજણ, એ બને મહત્ત્વપૂર્ણ ઉપદેશ છે. મોક્ષમાર્ગની સમજણ એ સુવિચારણાનું સુફળ છે. સુવિચારણા તે એક પ્રકારની ગુણશ્રેણી છે. અહીં આ જોડી આત્માર્થીના બે નેત્ર હોય અને તેમાંથી નિર્મળ જયોતિ પ્રગટ થતી હોય એવા ભાવ દર્શાવી જાય છે ૪૧ ગાથા પરિપૂર્ણ અને ૪૨ મી ગાથાનો પૂર્વાધ એ બધાનો સારાંશ : અત્યાર સુધીનો સંપૂર્ણ ઉપદેશ ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાનમાર્ગથી ભરેલો છે. અત્યાર સુધીના આત્મસિધ્ધિના બધા પદોમાં બરાબર વ્યવહાર અને નિશ્ચયનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આધ્યાત્મિક જ્ઞાનશ્રેણીની સાથે વ્યવહારને પણ ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આરંભમાં જ શાસ્ત્રકારે કોઈ ક્રિયાજડ અને કોઈ શુષ્કજ્ઞાની, આમ બને એકાંગી પર આકરી ટકોર કરીને બન્નેનું સમતોલપણું જાળવ્યું છે, તે જ જિનેશ્વરનો આદિકાળથી ચાલ્યો આવતો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. અને જે એકાંગી ભાવની સમાલોચના કરી હતી અને તેની જડતા અને શુષ્કતા બન્નેનું નિવારણ કરતાં કરતાં ઘણું જ સમતોલપણું જાળવ્યું છે. બધા પદોમાં સ્પષ્ટ ઉત્કૃષ્ટ ભાવ તરી આવે છે. સવ્યવહાર તે માનવ જીવનની દાંડી છે. આત્મજ્ઞાન તે જીવનની પરિપકવ દષ્ટિ છે. તેમ જણાવતા બંને અંગો દ્રવ્ય અને ભાવે આદરણીય છે, આવકાર્ય છે, આચરણીય છે. સિધ્ધ શેય ભાવે જાણવા યોગ્ય છે અને તે ધ્રુવ સત્ય છે એમ જણાવતા કવિરાજ ખરેખર સાચા હીરાના પારખી છે. તે રીતે અહીં તેઓ ધર્મ રત્નના પણ પારખી છે. ધન્ય છે તેમની આ વાણી ! પ્રથમ ભાગનો ઉપસંહાર : અહીં ૪૧ ગાથા સુધી એકધારું ધ્યાન આપી અંતે અર્ધી ગાથામાં મોક્ષમાર્ગ સમજાય છે તેમ કહીને આ વિષયને પરિપૂર્ણ કર્યો છે. મતાર્થીના પણ જે લક્ષણો બતાવ્યા છે તે પણ કોઈ ટીકાભાવે અનુચિત ભાવે કથન કર્યું નથી પરંતુ જીવાત્મા સાચે માર્ગે વળે તેવી તેની પૃષ્ટ ભૂમિ છે. મતાર્થના લક્ષણો કે આત્માર્થીના લક્ષણો અને કલ્યાણ સ્વરુપ છે. મતાર્થ તે હેય છે, ત્યાગવા યોગ્ય છે અને આત્માર્થ તે ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. આમ સ્પષ્ટ કરી તેઓએ આ અધ્યાત્મ દર્શનને ઘણું જ પ્રાંજલ બનાવી સરળ ગુજરાતીમાં કવિતારૂપે પ્રગટાવ્યું છે. એક પ્રકારની તે નિર્મળ સરિતા છે. શુધ્ધ આત્મપ્રદેશથી પ્રવાહિત થયેલું ઝરણું છે. તેઓ સ્વયં આ સત્યના ઉજ્ઞાતા છે. આ રીતે વ્યાખ્યાતા, વ્યાખ્યાન અને તેના પાત્ર, 5:53.",

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412