Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
Catalog link: https://jainqq.org/explore/005937/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ [Iশ্লান্তি માવાણ • રચયિતા છે સહાત્મ સ્વરૂપ પરમ કૃપાળદેવ શ્રીમદ્ રાજચંદ્ર ૦ લાખ્રકાર છે ગોંડલ ગચ્છ શિરોમણી પરમ પૂજય જયંતિલાલજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ વીતરાગાય નમઃ શ્રી આત્મસિદ્ધિ મહાભાષ્ય ભાગ - ૧ : મૂળ રચયિતા : શ્રીમદ્ રાજચંદ્ર : ભાષ્યકાર : ગાંડલ ગચ્છ શિરોમણિ પરમ પૂજય જયંતિલાલજી મહારાજ સાહેબ : પ્રકાશક : 'શ્રી શાંતાબેન ચીમનલાલ બાખડા પરિવાર Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન તારીખ : ૦૪–૧૦–૨૦૦૯, કલકતા નેતાજી સ્ટેડીયમ પ્રથમ આવૃત્તિ : પ્રત – ૧૦૦૦ : પ્રાપ્તિ સ્થાનઃ (૧) શ્રી પ્રમોદભાઈ ચીમનલાલ બાખડા ૧૧/એ, આર્મનીયમ સ્ટ્રીટ, ૧ લા માળે, કલકત્તા – ૭. મોબાઈલ : ૯૩૩૯૭ ૪૮૯૧૩ (૨) પેટરબાર : પૂજય તપસ્વીશ્રી જગજીવન મહારાજ મનો ચિકિત્સાલય પેટરબાર. (૩) મુંબઈ : પારસધામ, ઘાટકોપર (ઈસ્ટ) મુંબઈ (૪) શ્રી પ્રવિણભાઈ કોઠારી, એ/૪૦૧, માણેક એપાર્ટમેન્ટ, ૯/૧૨, જાગનાથ પ્લોટ, જાગનાથ મંદિર પાસે, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ. ફોન : ૦૨૮૧-૨૪૬૦૦૩). મોબાઈલ : ૯૮૯૮૫ ૬૫૪૨૯ મુદ્રકઃ પરમ પ્રિન્ટર્સ, કોલેજ ચોક, ગોંડલ- ૩૬૦૩૧૧ (ગુજરાત-ભારત) ફોન: ૦ર૮પ-રર૪પ૯૩, રર૦૩૯૩. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ નમોનમઃ હે પ્રભુ ! નિગોદથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી વર્તમાનકાળ પર્યત જે જે ભાવનારૂપ પુરુષો અને જ્ઞાની પુરુષો આ જીવના ક્રમિક આત્મદશાના ઈષ્ટ વિકાસમાં નિષ્કારણ કરૂણા કરી ઉપકારભૂત થયા છે તે સર્વ ભગવંતોને અત્યંત વિનયભકિત સહ વંદન કરું છું, વંદન કરું છું. શબ્દમાં સમાય નહીં, એવો તું મહાન, કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન ગજુ નથી એવું કહે આ જબાન કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન.” મારામાં એવી કોઈ શકિત-જ્ઞાન કે આવડત નથી કે પૂર્ણનું વર્ણન કરી શકું. ફકત ભકિતવશ બે શબ્દ કહેવાનો પ્રયાસ આપની કૃપા થકી કરું છું. જયારે આત્મસિધ્ધિ શાસ્ત્રનું લખાણ થતું હતું ત્યારે પૂ.ગુરુદેવના મુખમાંથી જે જ્ઞાન રૂપી ધોધનો પ્રવાહ વહેતો હતો ત્યારે અમે કયાં છીએ, શું થઈ રહ્યું છે વગેરે કંઈ પણ ભાન રહેતું નહીં તે અમારા એક એક રોમરોમ કોઈ અદ્ભુત આનંદથી પલ્લકિત થઈ ઉઠતા. જેનો કેફ (નશો) કલાકો સુધી રહેતો. જાણે સાક્ષાત પરમાત્મા દેશના પ્રકાશી રહ્યા છે ને તે ધ્વનિને તેના પ્રકાશ પૂંજમાં અમે સ્નાન કરી ધન્ય બની રહ્યા છીએ એવો અનુભવ થતો. લખાણ બાદ અંદરથી સહજ અહોભાવ, કૃપાભાવ પ્રગટતો અહો ! અહો ! શ્રી સદ્ગુરુ કરૂણાસિંધુ અપાર, આ પામર પર પ્રભ કર્યો. અહો ! અહો ! ઉપકાર એ પ્રગટ થતો. તે વખતનું દ્રશ્ય યાદ કરતા પણ જાણે અનંતા કર્મોની નિર્જરા થતી હોય તેવો ભાસ થાય છે. અમારા અનંત જન્મોના અનંતા અનંતા પૂણ્યનો ઉદય કે પૂ.ગુરુદેવના ખૂબ ખૂબ ઋણી છીએ. એમના અનંતા ગુણો કરી, તેવા જ ગુણોના અંશ પ્રગટ થઈ પરમાર્થ માર્ગમાં આગળ વધીએ એજ પ્રાર્થના-વિનંતી. છેક પરિપૂર્ણ દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી આવા જ નિમીતો મળતા રહે, તે ઉપાસના કરતા કરતા અમે પણ સર્વ કર્મની નિર્જરા કરી શુધ્ધ-બુધ્ધને પૂર્ણદશા પ્રાપ્ત કરીએ એ ભાવ સાથે ફરી એકવાર પૂ.ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. - નીરૂબેન પીપળીયા Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧ ૫. ૯૪ ૧ ૩૩ ૩૦૯ ગાથા પદ પેજ | ગાથા પદ પેજ ૦૧ જેહ સ્વરૂપ સમજ્યા વિના... ૦૧ | ૨૨ હોય મુમુક્ષુ જીવ તે... ૨૫૭ વેર વર્તમાન આ કાળમાં... ૨૩ હોય મતાર્થી તેહને.. ૨૫ ૦૩ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. ૪૩ | ૨૪ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં... ૨૭૧ ૦૪ બાહ્યક્રિયામાં રાચતાં.. ૬૩ | ૨૫ જિનદેહ પ્રમાણને.. ૨૭૫ ૦૫ બંધ મોક્ષ છે કલ્પના... ૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં.. ૨૮૦ ૦૬ વૈરાગ્યાદિ સફળ તો.... ૨૭ દેવાદિ ગતિ ભંગમાં.. ૨૮૬ ૦૭ ત્યાગ–વિરાગ ન ચિત્તમાં.. ૧૧૨ | ૨૮ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું.. ૨૯૨ ૦૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. ૧૨૩ ૨૯ અથવા નિશ્ચયનય ગ્રહે... ૨૯૯ ૦૯ સેવે સદ્ગુરુ ચરણને.. ૧૩૩ ૩૦ જ્ઞાનદશા પામ્યો નહીં. ૧૦ આત્મજ્ઞાન સમદર્શિતા.... ૧૪૪ ૩૧ એ પણ જીવ મતાર્થમાં... ૩૧૫ ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં.. ૧૫ | ૩૨ નહીં કષાય ઉપશાંતતા... ૩૧૯ ૧૨ સગુરુના ઉપદેશ વણ.. ૧૭૫ | ૩૩ લક્ષણ કહ્યા મતાર્થના. ૧૩ આત્માદિ અસ્તિત્ત્વના.... ૧૮૦ ૩૪ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું... ૩૩૦ ૧૪ અથવા સદ્ગુરુએ કહ્યા. ૧૮૭ ૩૫ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો... ૩૩ ૧૫ રોકે જીવ સ્વછંદ તો.... ૩૬ એક હોય ત્રણકાળમાં... ૩૪૫ ૧૬ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી.. ૨૦૬ | ૩૭ એમ વિચારી અંતરે. ૩૫૪ ૧૭ સ્વચ્છેદ મત આગ્રહ તજી... ૨૧૫ ૩૮ કષાયની ઉપશાંતતા.... ૩૬૨ ૧૮ માનાદિક શત્રુ મહા... ૨૨૨ ૩૯ દશા ન એવી જ્યાં સુધી... ૩૭૩ ૧૯ જે સદ્ગુરુ ઉપદેશથી... ૨૩૨ | ૪૦ આવે જ્યાં એવી દશા.... ૨૦ એહવો માર્ગ વિનયતણો.... | ૪૧ જ્યાં પ્રગટે સુવિચારણા... ૩૯૨ ૨૧ અસગુરુ એ વિનયનો... ૪ર ઉપજે તે સુવિચારણા.. ૩૯૫ ૩ર૬ ૧૯૫ ૩૮૫ ૨૪o | Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપતિનું પ્રતિબિંબ સ્વ. રપ પરંભાઇ? બાખડી RIકવન બી મનલાલ 1 GDISI પરમ ઉપકારી ગુરુ, ગોંડલગચ્છ શિરોમણી, પરમ દાર્શનિક, નેત્રજ્યોતિ પ્રદાતા, પૂર્વભારત ઉધ્ધારક, પૂજ્યવર શ્રી જયંતિલાલજી મ.સા.એ આપણા પર અનંત ઉપકાર કરીને, અમારા માતુશ્રી તપસ્વી શાંતાબેન બાખડાની અંતરની મનોભાવના તથા અમારા પરિવારની વિનંતીને માન્ય રાખીને, સમસ્ત જીવોના કલ્યાણ અર્થે પોતાની જ્ઞાનધારા રૂપી વિપુલ ઝરણું વહાવીને સમસ્ત જનસમુદાય સહેલાઇથી સમજી શકે તેવી ગંભીર ભાષામાં અલૌકિક રીતે શ્રી આત્મસિદ્ધિનું વિવેચન આલેખિત કર્યું છે. તેમને અમારા કોટિ કોટિ વંદન... આ કામમાં શ્રી પ્રવીણભાઇ મહેતાએ અમને પરમ અર્થમાં માર્ગદર્શન આપી, સાચી સમજણ આપી અમારા પર ખૂબ ખૂબ ઉપકાર કર્યો છે. તેમનું અમારા પર જે ઋણ છે તે કોઇ પણ હિસાબે ચૂકવી શકાય તેમ નથી. માત્ર ભક્તિભાવે તેઓશ્રીને પણ વંદન કરું છું. - આ આત્મસિધ્ધિ મહાભાગના લેખન કાર્યમાં શ્રીમતી નીરૂબેન પીપલીયા, શ્રીમતી રેણુકાબેન પોપટાણી તથા શ્રી રમેશભાઇ બાખડાએ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને સહયોગ આપ્યો છે. તે સહુનો ખૂબ ખૂબ આભાર... સહુથી વિશેષ ઉપકાર એ છે કે ડો. આરતીબાઇ મહાસતીજીએ આ ગ્રંથનું પુનર્વાચન કરી, ભૂલો સુધારી શુદ્ધિકરણ કર્યું છે. ખરેખર ! તેઓએ મોટો ઉપકાર કર્યો. - પૂ. ગુરુદેવે આ ગ્રંથના પ્રકાશન માટે અમોને ભાવપૂર્વક સ્વીકૃતિ આપીને અમોને ધન્યાતિધન્ય બનાવ્યા છે. આ મહાભાગની અધુરી ગાથાઓ પૂ. ગુરુદેવ શીધ્રતઃ પૂરી કરાવે અને તેનો લાભ પણ અમોને મળે તેવી ભાવના પ્રગટ કરું છું. આ ઉપરાંત ગાંડલ સંપ્રદાય વરિષ્ઠા પૂ. ગુલાબબાઈ મહાસતીજી આદિ ઠાણા તેમજ પૂ. મૂકત લીલમ ગુરુણીમૈયા ના સુશિષ્યા પૂ. પુષ્પાબાઈ મહાસતીજીએ આ શુદ્ધિકરણમાં સહયોગ આપેલ છે. તે બદલ તેમનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. : આવાયક અંગુલી નિર્દેશક આ મહાભાષ્ય સામાન્ય જિજ્ઞાસુ ભાઇઓ-બહેનોને માટે દુર્બોધ્ય છે પરંતુ ઊંડા અભ્યાસી માટે તથા અભ્યાસ કરનાર, ભણનાર, ભણાવનાર માટે અધ્યયનયુકત હોવાથી અત્યંત ઉપકારી છે. - શાંતાબેન ચીમનલાલ બાખડા પરિવાર, કલકત્તા. Page #7 -------------------------------------------------------------------------- ________________ પુનર્વાચકનું મંતવ્ય તીર્થ સમ પેટરબારની એ પાવનધરા.... ગાંડલ ગચ્છ શિરોમણી, ઉર્જા પુષ, પરમ આદરણીય પૂ.બાબાજીનું વાત્સલ્ય વહાવતું સાંનિધ્ય... શાસન અરૂણોદય પૂ.શ્રી નમ્રમુનિ મ.સા. ઠા.ર તથા વિરલપ્રજ્ઞા પૂ.વીરમતીબાઈ મ. આદિ ઠા. ૬ એ ૪૦-૪૦ દિવસ સુધી માણેલો સ્વાધ્યાયનો અપૂર્વ આનંદ... આવી કલકત્તા ચાતુર્માસ માટેના વિહારની ઘડી... તે દિવસે પ્રાતઃકાલે પૂ.ગુરુદેવે અમોને સ્વાધ્યાયની મસ્તીની પરંપરાને અખંડ જાળવી રાખવા માટે જાણે આદેશ આપ્યો કે “માં ‘આત્મસિદ્ધિ મહાભાષ્ય' ગ્રંથનું મેટર તૈયાર થઈ ગયું છે. જો તમારી અનુકૂળતા હોય, તો તેનું પુનર્વાચન કરી શુદ્ધિકરણ કરી આપો.' વિહારયાત્રા કઠિન, સમયાભાવ, તેમ છતાં પૂ.ગુરુદેવના આદેશને મારા માટે કલ્યાણકારી આજ્ઞારૂપે સ્વીકારીને શિરોધાર્ય કરી લીધો. વિહાર દરમ્યાન સમય ફાળવીને વાંચનનો પ્રારંભ કર્યો. મમ શ્રદ્ધાસિંધુ તપસમ્રાટ ગુરુદેવ પૂ.શ્રી રતિલાલજી મ.સા.ની કૃપાએ તથા ભાવયોગિની ગુણીમૈયા પૂ.શ્રી લીલમબાઈ મ.ના સ્વાધ્યાયમય સાંનિધ્યે આગમભાવોની યત્કિંચિત્ સમજણ પ્રાપ્ત કરી છે, તેના આધારે એક એક ગાથાના ગહનતમ વિસ્તૃત ભાવોનું કેળવ વાંચન જ નહીં પરંતુ તેની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કર્યો. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુઃખ અનંત.. તેના ભાવો વાંચતા જ પરમાત્માની અંતિમદેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ગાથા કાવત્તડવિજ્ઞ પુરિસા સÒ તે તુવરવવા નું અનુસંધાન થયું. જયાં સુધી અવિદ્યા, સ્વરૂપનું અજ્ઞાન કે ભ્રાંતિ છે, ત્યાં સુધી સર્વ પ્રવૃત્તિઓ દુઃખ અને દુ:ખની પરંપરાનું સર્જન કરે છે. આ જ વાસ્તવિકતા છે, આ જ સત્ય છે અને આ સત્યનો સ્વીકાર તે જ સાધનાનું પ્રથમ સોપાન છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર જિનેશ્વરકથિત મોક્ષમાર્ગની સાધનાના અનુભવી સાધકના મુખમાંથી પ્રવાહિત થયેલી અજગ્નધારા છે, તેથી તેનું ગાન કરતાં પદે પદે પરમાત્મા પ્રતિ શ્રદ્ધાનો ભાવ દ્રઢતમ થાય, સાધનાનો માર્ગ સ્પષ્ટ થાય, તન – મન અને સમગ્ર જીવન તેઓશ્રીના ચરણોમાં સહેજે ઝૂકી જાય છે. સોનામાં સુગંધ ભળે તેમ સાધનાની પરિપકવતાને પામેલા, ઉચ્ચકોટિના સાધક પૂ.ગુરુદેવ પોતાની આગવી સૂઝબૂઝથી, વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને, અનેકાંત દ્રષ્ટિથી, વ્યવહાર અને નિશ્ચયનો સમુચિત સમન્વય કરીને, એક–એક પદના ભાવોને ઉદ્દઘાટિત કરીને આત્મસિદ્ધિ શાસ્ત્રને નવો ઓપ આપ્યો છે. જયાં જયાં યોગ્ય લાગે ત્યાં વિષયના સ્પષ્ટીકરણ માટે સ્વયં પૂર્વપક્ષ ઊભો કરી ત્યાર પછી તેનો ઉત્તરપક્ષ અર્થાતુ ગાથાના ભાવોને પ્રદર્શિત કર્યો છે. આ પ્રકારની પદ્ધતિ પાઠકોને પણ અંતરના ઊંડાણમાં લઈ જાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ મહાભાષ્યના આ વિભાગમાં ૧ થી ૪૨ ગાથાનો સમાવેશ કર્યો છે. તેનો વિષય આત્માના છ પદની પૂર્વભૂમિકારૂપ છે. તેમાં મતાર્થી અને આત્માર્થીના લક્ષણોના વિસ્તૃત ભાવો પાઠકો માટે સ્વયંની વાસ્તવિકતાને માપવા માટે બેરોમીટર સમાન છે. સાધક સ્વયં જો જાગૃત હોય, તો પોતાના મનોભાવમાં રહેલા આંશિક પણ મતાર્થીના ભાવો હોય, તો તેને ઓળખી, તેનો ત્યાગ કરી આત્માર્થી બનાવી શકે તેમ છે. વ્યવહાર અને નિશ્ચય, ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાનના વિષયોની સ્પષ્ટ સમજણ પાઠકોને નિશ્ચયનું લક્ષ અને નિશ્ચયનું પ્રાધાન્ય દ્રઢતમ કરાવી શુદ્ધ વ્યવહાર તરફ પ્રેરિત કરે છે. પૂ.ગુરુદેવની પ્રજ્ઞા તીક્ષ્ણ અને દાર્શનિક છે, ગુરુકૃપાના બળે તેઓ જ્ઞાનસાગરના તળ સુધી પહોંચીને મોતીને મેળવવા સક્ષમ છે. તેઓશ્રીના ભાવોમાં સહજતા અને સરળતા છે, વિચારમાં વિશાળતા અને તટસ્થતા છે, તેઓની દ્રષ્ટિ ગુણગ્રાહી છે, તેથી જ ભિન્ન ભિન્ન વિચારધારાઓમાંથી પણ અભેદભાવે સારભૂત અખંડ આત્મતત્વની શુદ્ધિ અને સિદ્ધિનો માર્ગ નિર્દોષપણે પ્રગટ કર્યો છે. આ મહાભાષ્યનું અવગાહના કરીને એટલું જ કહી શકાય કે આત્મસિદ્ધિ મહાભાષ્ય એટલે પૂ.બાબાજીની અનુપેક્ષાનો અમૃતકુંભ... આત્મસિદ્ધિ મહાભાષ્ય એટલે દર્શનશાસ્ત્રનો અધ્યાત્મશાસ્ત્ર સાથેનો સંબંધદર્શન યંત્ર.. આત્મસિદ્ધિ મહાભાષ્ય એટલે વ્યવહાર અને નિશ્ચયનો સુભગ સમન્વય... અંતે પૂ.ગુરુદેવ આ મહાભાષ્યના પુનવૉચનની અણમોલી તક મને આપી, તેને હું મારા સવાયા સદ્ભાગ્ય માનું છું. તે માટે પૂ.ગુરુદેવ પ્રતિ ઉપકારનો ભાવ પ્રગટ કરું છું. તેઓશ્રીનું સ્વાથ્ય પૂર્ણતઃ નિરામય રહે અને આ મહાભાષ્ય શીધ્રતઃ પૂર્ણતાને પામે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી વિરામ પામુ છું. - પૂ.શ્રી વિરમતીબાઈ મહાસતીજી - પૂ.શ્રી બિંદુબાઈ મહાસતીજી - પૂ.શ્રી આરતીબાઈ મહાસતીજી - પૂ.શ્રી સુબોધિકાબાઈ મહાસતીજી - પૂ.શ્રી પૂર્ણાબાઈ મહાસતીજી – પૂ.શ્રી પૂર્વીબાઈ મહાસતીજી અંતરની શુભેચ્છા માનવતાના મસીહા પૂ.ગુરુદેવ પાનું ફરે ને દિલડું ઠરે તેવું આત્મસિદ્ધિ મહાભાષ્ય પુસ્તક પરનું વિવેચન આપે સુંદર શૈલીમાં કર્યું છે. અત્યંત આનંદાનુભૂમિદાયક આલેખન છે. સુઘડ અને સુગમ છે. કૃતિ અતિ પ્રસંશનીય છે. પુસ્તકના પાને પાને તેના એકેક પેરેગ્રાફ પરમાત્માની મજાની વાતોરૂપી ગંગા વહી રહી છે, એના કાંઠે બેસી તેના મધુરજળને આસ્વાદવાની મજા આવશે, જેમ બિંદુઓનો સરવાળો એટલે મહાસાગર. કિરણોનો સમૂહ એટલે દીવાકર, ગુલાબોનું મિલન એટલે ગુલઝાર તેમ આત્મસિદ્ધિ પુસ્તક એટલે જ્ઞાનનો રત્નાકર. આ પુસ્તકને જેમ જેમ વાંચવામાં આવે તેમ તેમ કયારેય ન સાંભળેલા, ન જાણેલા નવા નવા પદાર્થો જાણવા મળશે. આવા જ્ઞાનસભર પુસ્તકો જનજન સુધી પહોંચે અને સૌને આપના આધ્યાત્મિક ભાવોનો લાભ મળે. - સંપ્રદાય વરિષ્ઠા પૂ.ગુલાબબાઈ મહાસતીજી Page #9 -------------------------------------------------------------------------- ________________ શાસન અરૂણોદય પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની ભાવ અનુમોદના... નિ.) જ્ઞાનની Iનનો વાવસાગર આત્મજ્ઞાન અને આત્મશુધ્ધિનો સમન્વય જેમનામાં સહજ પ્રતીત થાય એવા પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.ના ભાવનો મહાસાગર એટલે આત્મસિધ્ધિ મહાભાષ્ય, જગત અને જીવના ભેદજ્ઞાનને ઉત્કૃષ્ટ કક્ષાની દાર્શનિકતા સભર, ભાવો સભર એમની જ્ઞાનરશ્મિ પ્રગટાવતી દરેક વિષયની છણાવટ ખરેખર અભિનંદનીય છે. શ્રીમદ્ રાજચંદ્રજીની જ્ઞાનધારાને પૂજ્ય ગુરુ ભગવંતે ઉજાગર કરતા મહાભાષ્યની. રચના કરી જૈન સમાજને તેમના જ્ઞાનનું અમૃતપાન કરાવ્યું છે. અમારા પેટરબારમાં પૂજ્ય ગુરુભગવંતના સાંનિધ્યે ૪૦ દિવસની સ્થિરતા દરમ્યાન જે જ્ઞાનામૃતનું પાન તેમણે કરાવેલ તે અનન્ય હતું. ગોંડલગચ્છ અને સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજના પરિવારના ગૌરવવંતા પૂજ્યવર ગુરુભગવંત શ્રી જયંતમુનિ મ.સા. એટલે માનવતા - દાર્શનિકતા અને આંતરસુઝના ત્રિવેણી સંગમ સમા મહામાનવ... અમારા જન્મદિવસના મહોત્સવ અવસરે શ્રી આત્મસિધ્ધિ મહાભાષ્યનું પ્રકાશન પરમ ગુરભકત શ્રી બાખડા પરિવાર અનન્ય લાભ લઇ પ્રકાશિત કરી રહ્યાં છે ત્યારે કલકત્તાના નેતાજી ઇન્ડોર સ્ટેડીયમમાં ૧૧૦૦૦ થી વધુ માનવમહેરામણ આ ગ્રંથસર્જનની ભવ્ય અનુમોદના કરી રહેલ છે. તમષ્ઠા, સર્વન! Gીજળનારાષ્ટ્રમાં ભાવભયન -શાસન અરૂણોદય પૂ. ગુરુદેવશ્રીનમ્રમુનિ મ.સા. Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમ દાર્શનિક ગોંડલગચ્છ શિરોમણી પૂ. શ્રી જયંતમુનિજી મ.સા. ભાવ ઊર્મિયુકત મંતવ્ય ચિંતન – મનનની પૂર્વગાથા – વરસોથી આત્મસિદ્ધિના છૂટાછવાયા પદો સાંભળતા અને ગાતા ગાતા મનમાં પ્રમોદભાવ ઉપજતો હતો. આમ તો બચપણથી જ શ્રીમજી વિષે ઘણો અનુરાગ હતો. તેમાં પણ ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી અને ગાંધીજીએ તેમને અધ્યાત્મગુરુ તરીકે સ્વીકાર્યા પછી ઉત્કંઠામાં વધારો થયો હતો. ધીરે - ધીરે જૈનમુનિ તરીકે દીક્ષા લીધી પછી આત્મસિદ્ધિ અને અપૂર્વ અવસર જેવા રૂડા પદો અખંડ રીતે સાંભળ્યા પછી તે બાબત સ્વાભાવિક ચિંતન થતું હતું. પૂજ્ય તપસ્વીજી મહારાજ નિરંતર ‘અપૂર્વ અવસર’ ગાતા હતાં ત્યારે તેમની પ્રસન્નતા પણ મારા મનને પ્રમોદ આપતી હતી. તે સમયે ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે તેમનું શુભ નામ સમાજમાં ગૂંજતું હતું. તેઓ તત્ત્વચિંતક હોવાથી તેમની તાત્ત્વિક પ્રતિભાએ અમારી દાર્શનિક બુદ્ધિનું આકર્ષણ કર્યું. | દર્શનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ થયા પછી આત્મસિદ્ધિમાં પૂર્વપક્ષ રૂપે ઘણાં પ્રશ્નો ઊભા કરી તેના ઉત્તરપક્ષ રૂપે જવાબ મેળવી આત્મસિદ્ધિના પદ ઉપર એક નવો ઓપ અપાતો હતો. આ બધું થવાથી મનમાં થયા કરતું હતું કે સ્વતંત્ર રીતે તટસ્થબુદ્ધિએ આત્મસિદ્ધિ ઉપર ઊંડાણથી પ્રકાશ નાંખવાની જરૂર છે. આત્મસિદ્ધિના પ્રેમી લોકો જે સામાન્ય જ્ઞાન ધરાવતા, તે ખરેખર શ્રધ્ધાથી આત્મસિદ્ધિ ગાતા પરંતુ તેના ગંભીર અર્થો કે આત્મદોહન થાય તેવા ભાવો સમજી શકતા નહીં. આ બધાં અનુરાગી ભાઇઓ જેમ જેમ પરિચયમાં આવવા લાગ્યા, તેમ તેમ લાગ્યું કે આત્મસિદ્ધિનું મંથન થાય તો ખરેખર, આત્મસિદ્ધિ એક રત્નાકર છે અને તેમાંથી રત્નો સિવાય ઉચ્ચ કોટિના માણેક-મોતી પણ સાંપડે તેમ છે પરંતુ હજુ લેખની ઉપાડવામાં આવી ન હતી. | અમારા સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણગુરુ આદિ ગુરુવર્યોની કૃપા અને કૃપાળુ ગુરુદેવની અમૃતદ્રષ્ટિ કે આ વિકલ્પ એક સંકલ્પ રૂપે ફેરવાયો. આત્મસિદ્ધિ ઉપરના મહાભાગના બીજ રોપાયા પરંતુ બીજને સિંચન કરવા માટે કોઇ સ્નેહી ભક્તની અપેક્ષા હતી. જો કે તેને માટે કોઇ ઇચ્છા કે કોઇ પૂર્વ અભિલાષા કે મનોગત્ ભાવના ન હતી પરંતુ આ બીજ સહજ ભાવે જ સિંચિત થવાના હતાં એટલે આત્મસિદ્ધિના પ્રેમી શાંતાબેન બાખડી અને તેના પુત્ર પરિવારે સહેજે અપીલ કરી કે આપશ્રી જ્ઞાનભાવે લખાણ કરાવો, આત્મસિદ્ધિ પર વિસ્તૃત વિવેચનપૂર્વકનો ગ્રંથ પ્રકાશિત થાય, તેવી અમારી ભાવના છે. તેમની હાર્દિક ભાવે પ્રગટ થયેલી ભાવનાની સ્વીકૃતિ થઇ ગઇ. મનમાં એક એવો આયામ ઉદ્ભવ્યો કે આત્મસિદ્ધિ ઉપર જે કાંઇ દાર્શનિક ષ્ટિ છે અને જે કાંઇ આધ્યાત્મિકભાવ છે તે બધાં ભાવોને સિધ્ધિકારે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પીરસ્યા છે અને તેમાં જે કાંઇ તાણાવાણા Page #11 -------------------------------------------------------------------------- ________________ ગૂંથ્યા છે તેના પ્રત્યેક તંતુનું મંથન કરી આ દિવ્ય વસ્ત્રને અધ્યાત્મ પ્રેમી લઘુબંધુઓની સામે ધરવું જેથી આત્મસિદ્ધિના રચયિતા જે મહાન દિવ્ય પુરુષ છે તેના દિવ્ય દર્શન થઇ શકે. આત્મસિદ્ધિમાં પૂર્વપક્ષ રૂપે પ્રશ્ન ઉત્પન્ન કરી પછી ઉત્તર રૂપે વિવેચન કરવામાં આવ્યું છે. સામાન્ય બુધ્ધિનો માણસ એમ ન સમજે કે આત્મસિદ્ધિ ઉપર કોઇ વિપરીત સમાલોચના કરી છે. શાસ્ત્રના ગૂઢ રહસ્યને સમજવા માટે પૂર્વપક્ષ ઊભો કરવામાં આવે છે અને તે પ્રશ્નોને સમજીને વિધિવત્ નિરાકરણ કરવામાં આવે છે. પૂર્વપક્ષનું અવલંબન કરવાથી પદોમાં છૂપાયેલા રહસ્યમય ગૂઢ ભાવો પ્રગટ થાય છે. પૂર્વપક્ષ અન્ય દર્શનોના સિધ્ધાંતોના આધારે પણ પ્રગટ કરી ઉત્તરપક્ષમાં જૈન સિધ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. આખી આત્મસિદ્ધિમાં જ્યાં જ્યાં મહાનતત્ત્વોમાં શ્રીમદ્જીની કાવ્યકલાના દર્શન થયા છે ત્યાં ત્યાં એ વાતનો ઉલ્લેખ કરેલો છે. આખું આત્મસિધ્ધિશાસ્ત્ર એક સળંગ પ્રાસાદિતભાવોથી ભરેલું છે. તેમાં ગુજરાતી ભાષાના વ્યવહારના ઘણા જૂના શબ્દોનો ભરપૂર પ્રયોગ થયો છે. આ શબ્દો તળપદી હોવાથી ઘણું સરસ આકર્ષણ પણ જન્માવે છે. કેટલીક જગ્યાએ આ શબ્દોથી વ્યંજના પણ ઉભરતી હોય છે. આત્મસિદ્ધિના સામાન્ય ભાવોને પ્રગટ કરતા કેટલાક ગ્રંથો છે, પરંતુ ગાથાના કે કડીના પ્રત્યેક શબ્દ પર ઊંડુ ધ્યાન આપી તેને કોઇએ માર્મિક વિવેચન કર્યું હોય તેવું લક્ષમાં નથી. જ્યારે આ મહાભાગ્યમાં બધાં દાર્શનિક ભાવોને પણ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ગ્રહણ કરીને ઊંડું વિવેચન કરવામાં આવ્યું છે. ખૂબીની વાત તો એ છે કે આત્મસિદ્ધિમાં જે કાંઇ પ્રત્યક્ષભાવો છે તેના કરતા પરોક્ષભાવો અને અધ્યાર્થ ઉપદેશ ઘણો જ સમાયેલો છે. જે આ મહાભાષ્યમાં ખોલી ખોલીને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે અને જ્યારે આ ભાવો ખોલવામાં આવ્યા છે ત્યારે એવી અનુભૂતિ થઇ છે કે મહાન નિર્મળ આત્મા કવિશ્રી સાક્ષાત પ્રગટ થતા હોય અને તેમના વણકથેલા ભાવોને જ્યારે શબ્દ દેહ અપાતો હતો ત્યારે તે અભૂત, પ્રસન્ન મુદ્રામાં જાણે આશીર્વાદ વર્ષાવતા હતાં. - આત્મસિધ્ધિમાં જ્યાં જ્યાં શાબ્દિક અપૂર્ણતા કે દાર્શનિક દ્રષ્ટિએ વ્યામિ દોષ જોવામાં આવ્યાં ત્યાં ત્યાં ઉલ્લેખ કર્યો છે. પરંતુ કોઇ પ્રકારનું ખંડાત્મક વિવેચન કર્યા વિના તેનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી નિરાકરણ કરવામાં આવ્યું છે. સાધ્ય – સાધનાના પૂરા સંબંધ ન જળવાયા હોય અથવા કાર્ય-કારણની વ્યામિ ન જણાતી હોય તેવા સ્થાનોમાં થોડો ઉલ્લેખ કરીને તેના તાત્પર્યાર્થ પ્રગટ કરી વાસ્તવિક ભાવો જણાવ્યાં છે. આ મહાભાષ્ય હોવાથી બધી દષ્ટિએ કાવ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સાથે સાથે અન્ય ભારતીય દર્શનોનું તુલનાત્મક અધ્યયન આપ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આત્મસિદ્ધિનું પ્રધાન લક્ષ આત્મા, પરમાત્મા કે શુધ્ધ જીવાત્મા જ છે. તેથી તે લક્ષને બરાબર જાળવીને બધી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. સમગ્ર આત્મસિદ્ધિના સ્વયં પોતે નિર્માતા છે. તથાપિ કવિશ્રીએ પોતે પોતાને ક્યાંય પ્રગટ કર્યા નથી. સદ્ગુરુ માટે જે વ્યાખ્યા કહેલી છે તે આ કઠિન કાળમાં તેમના જેવા બીજા સર કયાંથી ઉપલબ્ધ થાય ? એટલે પરોક્ષ રૂપે સદ્ગુરુ તરીકે તેઓ સ્વયં અમૃતવાણી વરસાવે છે. આત્મસિધ્ધિ તેમની જ રચના હોવાથી તે સ્પષ્ટ જ છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ જે કાંઇ ઉપદેશ છે તે તેમનો પોતાનો જ ઉપદેશ છે. પરંતુ તેઓએ સહજ ભાવે સ્વીકૃતિ આપી છે કે આ શાસ્ત્રમાં જિનનો માર્ગ છે, તે સનાતન સત્ય છે. એ જ મોક્ષમાર્ગને દ્રષ્ટિગત રાખીને હકીકતમાં તેઓએ દેવાધિદેવના આધ્યાત્મિક ભાવોને ઉજાગર કર્યા છે. પુનઃ સાધના શુષ્કજ્ઞાનમાં કે ક્રિયાની જડતામાં અટવાઇ ન જાય, તેથી તેમાંથી નીકળવા માટે આત્મસિદ્ધિના પ્રારંભમાં જ ચેતવણી આપી છે. મૂળમારગને ફરીથી સ્વસ્થ અને સાદી ભાષામાં અર્પણ કરનાર તેઓ એક કાંતણા છે. તેમનું કથન પણ બધી દષ્ટિએ ન્યાયયુક્ત અને પ્રામાણિક કથન છે. મહાભાગનું વિવેચન કરતી વખતે જે આનંદનું ઝરણું પ્રવાહિત થતું હતું અને “સ્વાન્તઃ સુખાય” જેવો અનુભવ થતો હતો તેથી દર્શનની ઊંચ શ્રેણીના ભાવે આખું મહાભાષ્ય અક્ષર દેહ પામ્યું. અમે પ્રથમ જ કહ્યું છે કે આ ગ્રંથ સામાન્ય જન ગણ ભોગ્ય નથી પરંતુ વિદ્વાનભોગ્ય છે. એક રીતે આ અભ્યાસનો ગ્રંથ છે. આત્મસિદ્ધિ ઉપરનો બહુષ્ટિ ધરાવતો અને સૂક્ષ્મભાવે આલેખાયેલો નિબંધ છે. ભવિષ્યમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ “અનંતકાલઃ વિપુલા ચ પૃથ્વી.” આ સિદ્ધાંતને આધારે યોગ્યતાવાળા પાત્રો સ્વયં અધ્યયન કરી સમય સમય પર મહાભાગના ભાવોને ઉજાગર કરતા રહેશે. પ્રસિદ્ધિનું કોઇ લક્ષ નથી. શ્રી માનતુંગ આચાર્ય જેવાએ પોતાના ગૂઢ ભાવ ભરેલા કાવ્ય સત્પુરુષોની સભામાં હાસ્યનું નિમિત્ત બનશે તેમ કહીને લઘુતાના ભાવો પ્રગટ કર્યા છે. તો અહીં પણ એ જ કહેવાનું મન થાય છે કે ખરેખર આ લખાણ પરમ વિદ્વાનોની સભામાં આદરણીય કદાચ ન પણ બને પરંતુ તેની અવહેલના તો થશે જ નહીં, કારણ કે આમાં એક સત્પુરુષના ભાવોનું કથન મૂકેલું છે. આચાર્યશ્રી વિશ્વાસની સાથે એમ કહે છે કે પ્રભુનું નામ હોવાથી મારું સ્તોત્ર આદર પામશે જ. તેવા વિશ્વાસ સાથે આ મહાભાષ્ય પણ પ્રકાશ પાથરશે, મનમાં જરાપણ સંશય નથી. મહાભાગનું વિવરણ મનોભૂમિમાં તરંગિત થઇ અક્ષરદેહ આપવા માટે તત્પર હતું ત્યારે એને ઝીલીને ખૂબ સુંદર શૈલીમાં અને સારા અક્ષરોમાં લખીને જેમ ગાયનું દૂધ સારા પાત્રમાં ગુણવાન સંચિત કરે તેમ આપણા સમાજના ગુણવાનબહેન નીરૂબેને પ્રથમ આ ભાવોને ઝીલવા માટે લેખિનીને પૂરી જાગૃત રાખીને અક્ષરદેહ આપવામાં જે સહયોગ આપ્યો તે લખાવવા કરતા પણ વધારે પ્રસંશનીય હતો. પછી જેમ ગંગમાં જમના ભળે તે રીતે સાધુ - સંતોની સેવામાં અહર્નિશ રહી જે ઘડાયા છે અને તત્ત્વોનું મર્મ સમજી શકે છે તેવા સુવ્રતા બેન શ્રી આભાબેન નિરૂબેનના પ્રવાહમાં ભળ્યા અને લેખિનીના આ પ્રવાહને વણથંભ્યો રાખીને ઉત્તમ સાહિત્ય સેવા બજાવી. વચમાં ત્રુટિ પડતા આ ગ્રંથના જે પ્રેરક છે તેવા શાંતાબેન બાખડાની સુપુત્રી રેણુકાબેન પણ થોડો સમય આપી યશના ભાગી બન્યા છે. બધી અંતરાય એક સાથે ન આવે તે માટે રમેશભાઇ બાખડા પ્લેટફોર્મ પર આવ્યાં હતાં અને યથાસંભવ કાર્ય કરી આ સાહિત્ય સરોવરમાં સ્નાન કરી રહ્યાં હતાં. મહાભાગના આ જલપ્રવાહમાં સાધક સ્વયં સ્નાન કરે અને વધારે નિમગ્ન થશે તો તેને વધારે આત્મશાંતિનો અનુભવ થશે તેવી આશા છે. પૂજ્ય તપસ્વી જગજીવનજી મહારાજ ચલ ચિકિત્સાલયના આ શાંત વાતાવરણમાં, ઘણા વ્યાવહારિક કાર્યો ચાલતા હોવા છતાં વીરકૃપાથી અને તપસ્વીજી મહારાજની કૃપાથી જે આ અવસર મળ્યો છે તે અમારે માટે એક અણમોલ ઘટના છે અને લાગે છે કે આ સાક્ષાત પ્રભુની અને તપસ્વીજી મહારાજની કૃપાનું ફળ છે. ‘વિકી સ્વાધ્યાય ભવન’ જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી આ ભવનમાં નિરંતર ધાર્મિક અને આધ્યાત્મિક ઉપાસનાઓ ચાલુ જ રહી છે અને તેવા જ પવિત્ર સ્થાનમાં આ મહાભાગનું લખાણ તૈયાર થયું છે, તે સ્થાનના દિવ્ય પુદ્ગલો અવશ્ય નિમિત્તરૂપ બન્યા છે. આજના યુગમાં સાહિત્ય તૈયાર થયા પછી તેનું પ્રકાશન બધી દષ્ટિએ ઘણુ જ દુર્લભ હોય છે. આર્થિક પ્રશ્નની સાથે સાથે ધ્યાન આપી શ્રમ કરનારા સુપાત્ર જીવો ઉપલબ્ધ થવા પણ ઘણાં જ દુર્લભ છે ત્યારે આ મહાભાગના પ્રકાશનમાં સ્વતઃ બાખડા પરિવારે પૂરો રસ લઇને આખો માર્ગ બનાવી દીધો છે. મહાભાગનું લખાણ ચાલુ હતું ત્યારે ગોંડલગચ્છના શાસન અરૂણોદય પ્રભાવશાળી, લઘુસંત પૂ. નમ્રમુનિ મ.સા. તથા સેવાભાવી શ્રી પિયુષમુનિ મ.સા. મુંબઇ જેવી મહાનગરીમાં ધર્મનો પ્રકાશ પાથરી પૂર્વભારતમાં પધાર્યા તેમની સાથે વિહારયાત્રામાં વિદુષીરત્ના આગમવિહારીણી શ્રી વીરમતીબાઇ સ્વામી, શ્રી પૂર્ણાબાઇ સ્વામી, શ્રી બિંદુબાઈ સ્વામી, ડો. આરતીબાઇ સ્વામી, શ્રી સુબોધિકાબાઇ સ્વામી તથા શ્રી પૂર્વીબાઇ સ્વામી આદિ સતી શ્રેષ્ઠાઓએ પેટરબારને સ્પર્શ કરી ચક્ષુચિકિત્સાલયમાં પદાર્પણ કર્યું અને ચાલીસ દિવસ સુધી અહીં સ્થિરતા કરીને અધ્યયન અધ્યાપનમાં ભાગ લઇ એક નવી જ ચેતના આપી છે. આ લખાણ ઉપર તેઓનો ષ્ટિપાત થતાં અમારી સાહિત્ય સાધનામાં દ્વિગુણો ભાવ પ્રગટ થઇ ગયો હતો. આ પ્રથમ ભાગનું લખાણ લગભગ પરિપૂર્ણ થવા આવ્યું હતું ત્યારે તેઓની સૂચના ઘણી જ ઉપકારી નિવડી, ખાસ કરીને ૩૫૦ પાના જેટલા લખાણમાં શિર્ષકનો અભાવ હત થા લખાણને શુદ્ધ કરવાનું હતું. તે કાર્યમાં આભાબેને અમારી પ્રેરણા અનુસાર શિપેક લખીને મહાસતીજી આરતીબાઇને પરિશુદ્ધ કરવા આપ્યું. તેઓએ આટલા બધાં ઉગ્ર વિહાર વચ્ચે પણ અનેક પરિષહોનો સામનો કરી રહ્યાં હતાં ત્યારે સમય કાઢીને આખુ વાંચન પરિપૂર્ણ કર્યું તે ઉપકાર તો કોઇ રીતે ભૂલી શકાય તેમ નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં સમગ્ર સાહિત્ય નિર્માણમાં અને મહાભાષ્યના વિવેચનમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે જે જે ભાઇઓ – બહેનો અહીં રહીને ઉપકારી બન્યા છે કે સહયોગી બન્યા છે તેમનું સન્માન કરતા આંતરિક મન હર્ષ પામે છે, જેમાં અહીં સેવા સંસ્થાના અધ્યક્ષ મહોદયા શ્રીમતી પુષ્પાદેવી જૈન બધી રીતે ધ્યાન રાખી શાતા ઉપજાવીને આ કાર્યમાં વેગ આપતાં હતાં. આ રીતે ભારતીબેન પારેખ તેઓ સંત – સતીઓની સેવામાં રહી ભક્તિથી ઘડાયેલા છે. તેઓ પોતાનું કર્તવ્ય બજાવી ઉપકારી બન્યા છે. સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રાણલાલભાઇ મહેતા અવારનવાર આવી આ કાર્યના લેખા જોખા કરી ઉત્સાહમાં વૃધ્ધિ કરતા હતાં. અમારા સંત સાધુ મંડળમાં સેવામાં સંનિષ્ઠ, વૈયાવચ્ચના પારંગત અરૂણમુનિજી મહારાજ, સુરેશમુનિજી મહારાજ જે રીતે જાળવણી કરતા હતાં અને ધ્યાન આપતા હતાં તેથી લખાણનું કાર્ય સુગમ બની રહેતું હતું. અહીં બિરાજીત આપણા સાધ્વીજી ગીતધારા દર્શનાબાઇ સ્વામી તથા સ્વાતીબાઇ સ્વામી બંને ઠાણાઓ આ કાર્ય માટે અહોભાવ વ્યક્ત કરી લખાણનું મહત્ત્વ સમજાવતા. આવો સાધુ-સંતનો જે સહયોગ મળ્યો છે તે શબ્દમાં કેમ ઉતારી શકાય ? જેમના ઉત્કૃષ્ટ ભાવ છલકે છે તથા જરા પણ સંકોચ રાખ્યા વિના ઉદાર હૃદયથી બધી રીતે લાભ લેવા માટે સદા તત્પર રહે છે તે પ્રમોદભાઇ બાખડા નિરંતર આવીને લખાણની ઉઘરાણી કરતા રહેતા. લખાણ સુંદર સારી રીતે તૈયાર થાય તેવી ભાવના સાથે ભાવભર્યું પ્રેશર પણ આપતાં હતાં. લાગે છે કે તેમના આ ભાવપ્રેશરથી આ લખાણ એક રીતે જલ્દી તૈયાર થયું ગણાય અને જે રીતે તૈયાર થયું છે તેમાં તેમની ભક્તિ પ્રેરણા ઝળકતી રહી છે. આવા રૂડા શ્રાવકને આશીર્વાદ સિવાય શું આપી શકાય ? તેઓએ તેમના ભક્ત પિતા ચીમનભાઇ બાખડાની કીર્તિ ઉપર કળશ ચડાવ્યો છે અને હજુ આગામી બીજા ભાગ પ્રગટ થાય તે માટે ઘણાં આતુર છે અને બોલે છે કે ત્રણે ભાગ પ્રગટ નહીં થાય ત્યાં સુધી મને સંતોષ નહીં થાય. હકીકતમાં તેનો અસંતોષ ઘણાં અસંતોષનું કારણ બનશે. આ ટૂંકી પ્રસ્તાવના લખી ઘણાં અભિવ્યક્ત ઉન્મુખ ભાવનો સંકોચ કરી સંતોષ માન્યો છે અને લાગે છે કે કોઇ એવા નિકટવર્તી ભક્તનો ઉલ્લેખ રહી ગયો હોય તો તેમના માટે ક્ષમાપ્રાર્થી થવા સિવાય અન્ય ઉપાય નથી. જો કે આવા ભક્ત આત્મા ક્યારેય દુઃખ ન માને સ્વાભાવિક છે. સમગ્ર આત્મસિધ્ધિના વિવેચનમાં અમે મહાતત્ત્વોના આધ્યાત્મિક સંત શ્રીમદ્ઘ રાજચંદ્રજી માટે અલગ અલગ શબ્દોના પ્રયોગ કર્યા છે, ક્યારેક કવિશ્રી પણ લખ્યું છે. લગભગ બધાં જ સ્થાનમાં શાસ્ત્રકાર, સિધ્ધિકાર, કૃપાળુ ગુરુદેવ, તત્ત્વવેતા ઇત્યાદિ શબ્દોનો પ્રયોગ કર્યો છે. કાવ્ય દ્દષ્ટિએ તેઓ કવિહૃદય હતાં તેથી કવિશ્રી કહીને સંતોષ માન્યો છે. જ્યારે ગ્રંથના રચયિતા તરીકે ખરેખર તેઓ સાહિત્ય ઘડવૈયા હતાં તેથી તેઓ શાસ્ત્રકાર કે સિધિકાર તરીકે વાસ્તવિક પદ ધરાવતા હતાં. તેઓએ જે જ્ઞાનવૃષ્ટિ કરી છે અને કૃપા વર્ષાવી છે તેથી કૃપાળુ ગુરુદેવ તરીકે ભક્તો તેમને જાણે છે અને હકીકતમાં તેઓ તેવા જ પદથી વિભૂષિત હતાં... અસ્તુ..... અમો એ ગુણાનુસારી યથાર્થ શબ્દનો પ્રયોગ કરી મહાભાષ્ય લખવામાં તેમને તે રીતે દ્દષ્ટિ સન્મુખ રાખ્યા છે. આ લેખન દરમ્યાન કોઇ અગમ્યશક્તિ પ્રેરણા આપી રહી છે. ધારા પ્રવાહ ભાવોની અભિવ્યક્તિ કરે છે તેવો અનુભવ થતો હતો અને આ અગમ્ય શક્તિ તે વિશ્વની આંતરચેતના છે. આ આંતર ચેતના પણ કોઇ સિધ્ધલોકથી જોડાયેલી છે તેમ ઉપરથી દિવ્યભાવનો પ્રવાહ જાણે આપણા તરફ વહેતો હોય એ રીતે એક પ્રકાશની રેખા જોઇ શકાતી હતી. ખરેખર આ અગમ્યતત્ત્વ એ જ્ઞાનનું સાચુ ધરાતલ છે એટલે તેનો અનંત અનંત ઉપકાર માની આ ભાવ ઊર્મિને સમાપ્ત કરી વિરામ લઇ રહ્યાં છીએ. પૂ. જયંતમુનિ, પેટરબાર તા. ૨૪-૦૮-૦૯ અક્ષરન્યાસ : આભાબેન ભીમાણી Page #14 -------------------------------------------------------------------------- ________________ /+ णमो वीतरागाय नमः ॥ શ્રી ચૈતન્યઘન આત્મ સ્વરૂપ અનંત સિધ્ધ ભગવંતોને નમસ્કાર સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ શ્રી સદગુરવે નમો નમ: ૐ શ્રી મહાવીરાય નમો નમ: ૐ શ્રી વીતરાગાય નમો નમ: ૐ શ્રી ગુરુદેવાય નમો નમ: ૐ શ્રી ભગવતી બ્રાહ્મી લિપયે ઉલિપયે નમઃ ૐ શ્રી શારદાયે નમઃ / આત્મ સિધ્ધિ મહાભાષ્ય ગાથા - ૧V 'જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, 'સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. I આત્મસિદ્ધિ શાસ્ત્ર વસ્તુતઃ એક પ્રકારનું વિવેક શાસ્ત્ર છે. આત્મા તો સ્વયં સિદ્ધ છે. તેના સંબંધી જે સામાન્ય જ્ઞાન થાય તેને વ્યવહાર દ્રષ્ટિએ 'આત્મસિદ્ધિ કહે છે. આત્મસિદ્ધિનો અર્થ છે આત્મસિદ્ધિનું જ્ઞાન. અહિં આપણે ગીતકારે, અર્થાત્ મહાન પવિત્ર આત્મા શ્રીમદ્ રાજચંદ્રએ જે પદો સ્વતઃ ફૂરિત ગાન કરી પ્રગટ કર્યા છે, તેના પ્રથમ પદ ઉપર વિવેચન કરીશું. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુઃખ અનંત” અહીંથી શુભારંભ થાય છે. સામાન્ય રીતે ભકતજન જે સ્વરૂપનો અર્થ આત્માનું સ્વરૂપ કરે છે, અર્થાત્ આત્મ સ્વરૂપ સમજ્યા વિના તેવો ભાવ તારવે છે પરંતુ આ ટૂંકો અર્થ થઈ જાય છે. ગંભીરપણે વિચાર કરતા લાગે છે “જે સ્વરૂપ સમજ્યા વિના” નો અર્થ વ્યાપક અને વિશાળ છે. ફકત આત્મા જ નહીં પરંતુ બધા દ્રવ્યોનું સ્વરૂપ સમજ્યા વિના અને વિશ્વનું સ્વરૂપ સમજ્યા. વિના આ જીવ ઘણા દુઃખ પામ્યો છે.. સ્વરૂપની વ્યાખ્યા : આત્મ તત્ત્વ તો બહુ દૂરની વાત છે, પરંતુ ખરી રીતે તેમણે પુદ્ગલનું અથવા આ જડ જગતનું સ્વરૂપ સમજી લેવાની જરૂર હતી. જે પદાર્થો પ્રત્યક્ષ છે અને નાશવાન છે, તે જીવના સુખનું કારણ બની શકતા નથી, તેવા સંયોગી પદાર્થનું પણ સ્વરૂપ સમજી લેવાની જરુર હતી. ભૌતિક જગતમાં અજ્ઞાનને કારણે જીવ વધારે ફસાયેલો છે. તેના સ્વરૂપને સમજતો નથી Page #15 -------------------------------------------------------------------------- ________________ અને આ પદાર્થો મને સુખ આપશે, તેની કલ્પનાથી તેના સ્વરૂપને સમજ્યા વિના જીવ દુઃખ પામે છે, એટલે જ કવિએ અહીં ઠીક જ કહ્યું છે “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.” પુદ્ગલના સ્વરૂપને સમજવું એટલું જરૂરી છે, જેટલું ચેતનનું તત્ત્વ સમજવું જરૂરી છે. તે જ રીતે બાકીના બધા દ્રવ્યોનું સ્વરૂપ પણ જાણવું આવશ્યક છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે “જે સ્વરૂપ” એ પદમાં ઘણો વિશાળ અર્થ સમાયેલો છે. આત્મ સ્વરૂપને સમજતા વાર લાગશે, પરંતુ સંયોગી પદાર્થના સ્વરૂપને પ્રત્યક્ષ સમજી શકાય તેમ છે. “જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એના કારણે આ જીવ અનંત દુઃખનો અનુભવ કરે છે. સંસારના સ્વરૂપને સમજી લેતા સહજ મુકિત થાય છે અને સ્વરૂપને સમજ્યા વિના વ્યર્થ બેમતલબ દુઃખની પરંપરાઓ જન્મે છે જેનો અંત નથી. એટલે અહીં “અનંત' શબ્દ વાપર્યો છે. પૂર્વ પક્ષ :- આ પદમાં સમજ્યા વિના અર્થાત્ અજ્ઞાનને કારણે જીવ દુઃખ પામ્યો તેવું કથન છે પરંતુ ખરેખર તો જ્ઞાનનો ક્ષયોપશમ થયા પછી જ જીવ દુઃખ પામે છે. અજ્ઞાન તો સુખનું કારણ છે. ડૉકટર ઓપરેશન કરે છે ત્યારે પણ મનુષ્યને જ્ઞાનશૂન્ય કરે છે અને જ્ઞાનશૂન્ય થયા પછી દુઃખ પામતો નથી, નિદ્રાધીન થયેલો જીવ પણ દુઃખને ભૂલી જાય છે, તો અહીં અજ્ઞાનને દુઃખનું કારણ કેમ કહ્યું? અવ્યવહારરાશીના જીવોથી લઈ એકેન્દ્રિય જીવો અજ્ઞાનદશામાં હોવાથી જાજું દુ:ખ પામતા નથી, પરંતુ સમજ આવ્યા પછી જ દુઃખનું વેદન કરે છે. તો અહીં કવિ અજ્ઞાનને દુઃખનું કારણ કહી રહ્યાં છે તો તે કેવી રીતે? બીજો પ્રશ્ન એ પણ છે કે મોહદશા દુઃખનું કારણ છે, મોહ ન હોત તો જીવ દુઃખ પામતો નથી. અહીંયા સાધારણ શારીરિક દુઃખનું કારણ અશાતાવેદનીય છે. જ્યારે અજ્ઞાન એ તો જ્ઞાનાવરણીયનું ફળ છે. તો “સમજયા વગર” અર્થાત્ અજ્ઞાનથી દુઃખ થાય છે એ કથનનો અર્થ કે ભાવાર્થ વધારે ઊંડો હોવો જોઈએ. ઉત્તરપક્ષ :- પૂર્વપક્ષની શંકા બરાબર છે. વર્તમાનકાળની અપેક્ષાએ દુઃખના સાક્ષાત્ કારણ બીજા હોય છે, પરંતુ અહીં કવિરાજ વર્તમાન કાળના દુઃખની વાત કરતા નથી. અનંત દુઃખ પામ્યો તેમાં ‘અનંત’ શબ્દ, એ દુઃખનું વિશેષણ નથી પરંતુ “અનંત’ એ કાળનું વિશેષણ છે. અર્થાત્ અનંત કાળથી દુઃખ ભોગવે છે. દુઃખ નાનું મોટું હોય એનું અહીં કથન નથી. પરંતુ અનંત કાળથી જીવ દુઃખમય અવસ્થામાં રહેલો છે, તો તેનું મૂળ કયાં છે? દુઃખનું સાક્ષાત કારણ મોહ કે અશાતાવેદનીય હોય શકે છે. પરંતુ આ દુઃખના કારણો અનંત કાળથી આત્મા સાથે સંબંધ ધરાવે છે. તેના કારણોનો અહીં વિચાર કર્યો છે. જેમ કોઈ અન્ય વ્યકિતને દંડ પ્રહાર કરે અને સાક્ષાત્ તે પ્રહાર દુઃખનું કારણ બને, પરંતુ વ્યકિત દંડ પ્રહાર શા માટે કરે છે, તેનું કારણ તપાસવાથી મૂળ કારણ નજરમાં આવે છે. એ જ રીતે આ જીવ અનંત કાળથી જન્મ મૃત્યુના દુઃખ ભોગવે છે, એના જે કંઈ સાક્ષાત્ કારણો છે તેની પાછળ તત્ત્વની સમજનો અભાવ છે અને આ સમજના અભાવે કરી જીવ ઘણા કાળ સુધી ભટકતો રહે છે, “દુ:ખ પામે છે.” એટલે અહીં કહે છે કે દ્રવ્ય સ્વરૂપને Page #16 -------------------------------------------------------------------------- ________________ સમજયા વિના દુઃખની પરંપરા બની રહે છે છતાં નવાઈની વાત એ છે કે આ જીવ જે દુ:ખ પામે છે તેને દુઃખ સમજતો નથી. અર્થાત્ હું અનંત કાળથી દુઃખ પામું છું તેનો પણ તેણે સ્વીકાર કર્યો નથી પરંતુ જ્ઞાનના ક્ષેત્રમાં આવ્યા પછી સહજ તેના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આવા દુઃખનું કારણ શું છે અને આ આસકિત શા માટે ? ત્યારે અહીં સિદ્ધિકાર કહે છે કે ભાઈ! સ્વરૂપને સમજ્યા વિના જીવ દુઃખ પામે છે. ખરેખર, અહીં દુઃખ પામ્યો એવું એકવચનથી જણાવ્યું છે. ઉપદેશાત્મક કાવ્યના આધારે વસ્તુતઃ અહીં એકવચનનો અર્થ એક “જીવ' દુઃખ પામ્યો એવો નથી, પરંતુ બહુવચનનો અર્થ છે, અર્થાત્ ઘણા જીવો દુઃખ પામ્યા એવો ભાવ છે. સિદ્ધાંતની દ્રષ્ટિએ સિદ્ધાંત સર્વવ્યાપી હોય છે અને બધાને ન્યાય એક સરખો લાગુ થાય છે. અનંત દુઃખ પામ્યાનો અર્થ અનંત કાળનું દુઃખ અનંત જ થઈ જાય. વચમાં જે કંઈ સુખ પામ્યો છે અને દેવગતિ ઈત્યાદિના પુણ્ય ભેગા કર્યા છે. કયારેય પણ સ્વરૂપની સમજણ ન હતી છતાં સુખ ભોગવતો હતો, એ સુખ અનંત કાળની યાત્રામાં નગણ્ય છે. એક લાખ રુપિયાના કર્જાની સામે એક રુપિયાનું લેણું નગણ્ય ગણાય. અને બીજી દષ્ટિએ, આ બધા પુણ્યભોગના સુખ વાસ્તવિક સુખ તો હતા જ નહીં. જેથી આધ્યાત્મયોગી કવિ તે સુખને પણ દુઃખમાં જ ગણે છે. વ્યવહારિક રીતે જેમ બાજરાના ખેતરમાં બે છોડ ઘઉંના હોય તો પણ તેને બાજરાનું જ ખેતર કહેવાય, તેમ આ અનંત દુઃખના ખેતરોમાં પુણ્યના બે છોડ કોઈ વિશાતમાં નથી. હા ! અહીં એક વાત ધ્યાનમાં લેવાની છે. જે જીવો સમ્યગુદષ્ટિ થયા છે અને સ્વરૂપને સમજ્યા છે, તે દુઃખ પામતા નથી, તેવો અન્યથા કથનનો ભાવ સ્પષ્ટ છે. પછી તે ઈન્દ્ર આદિ દેવરાજના સુખમાં હોય કે નરકાદિ દુઃખમાં હોય કે તિર્યંચ ગતિમાં હોય અથવા મનુષ્ય ગતિની અવસ્થામાં હોય, તો પણ આવા સ્વરૂપને સમજેલા જીવને દુઃખ થતું નથી. ભલે વર્તમાનકાળે સાક્ષાત્ તેમને અશાતા આદિના ઉદય હોય અને તે દુઃખનું વેદન કરે તો પણ તે જીવ સ્વયંમ્, સમજણના બળે દુઃખને પચાવી લે છે, અને સુખનો અનુભવ કરે છે. હાર્દનું રહસ્ય : સ્પષ્ટ એ થયું કે સુખ “સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” તેની વિપરીત લાઈન આ પ્રમાણે બોલાશે “તે સ્વરૂપને સમજ્યા પછી, પામ્યો જીવ સુખ અનંત” આ આત્મસિદ્ધિના પહેલા શ્લોકનું હાર્દ છે. મૂળ લાઈન નેગેટીવ છે. જ્યારે આ બીજી લાઈન પોઝીટીવ છે. કવિરાજને અનંત જીવો દુઃખમાં સબડતા દેખાયા એટલે તેમણે નેગેટીવ ઉચ્ચારણ કર્યું છે. સાથે સાથે “જે જીવો સુખ પામ્યા છે” તેવું તેમનું મૌન વકતવ્ય અહીં પ્રગટ થાય છે. આગળ વધીને ગીતકાર કહે છે – “સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત". અહીં વસ્તુતઃ કોઈનો ઉલ્લેખ નથી. સગુરુએ કોને સમજાવ્યું ? સદ્ગુરુ સ્વયં કોણ છે એ બન્ને નામ અધ્યાહાર છે. જેથી આ પદનો અર્થ ઘણો વ્યાપક છે. કોઈ વ્યકિત વિશેષને માટે ઉલ્લેખ નથી. પણ સદ્ગુરુએ સમસ્ત સુપાત્ર જીવોને આ પદ સમજાવ્યું છે. જેમ સમજનાર અને સમજાવનાર બને નામો ગુપ્ત છે. એ રીતે પદનો અર્થ પણ ગુપ્ત ન રાખવામાં આવતા પદની વ્યાખ્યા આગળ થશે, અર્થાત્ કયું પદ સમજાવ્યું? તે વસ્તુ મહત્વપૂર્ણ છે. પદનો અર્થ, સ્થાન, ભૂમિકા અથવા ૩ ||શાયરી Page #17 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત નિત્ય તત્ત્વ, કોઈ અદ્ભુત દ્રવ્ય જે કોઈ પણ પ્રકારના બાહ્ય પ્રભાવોથી મુકત છે, તેવું જ્ઞાનમય અપૂર્વ તત્ત્વ છે. જેને સમજવાથી જીવ અનંત સુખને પ્રાપ્ત કરે છે પરંતુ અહીં સ્વયં જીવ તે પદને સમજી શકયો નથી, તેથી ગુરુનું અવલંબન મળ્યું છે, અને ગુરુએ સમજાવ્યું છે. ભકિત યોગ ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરી તેવા ગુરુને સદ્ગુરુ કહ્યાં છે. સામાન્ય નીતિ માર્ગમાં સ્થિર , કરે તેને અથવા જીવનનું ઘડતર કરે માર્ગદર્શન આપે તેને ગુરુ કહેવામાં આવે છે પરંતુ અપૂર્વ એવા અનોખા તત્ત્વ, પરમ તત્ત્વનો સ્પર્શ કરાવે, બધા વિકલ્પોથી મુકત કરી એક નિશ્ચિત લક્ષ પર લઈ જાય તેને સદ્ગુરુ કહ્યા છે. શ્રી સરુ પર પ્રશસ્તિ :- શ્રી “ગુરુ” શબ્દ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ભરેલું ગુણયુકત પૂજનીય પદ છે. શબ્દકોષમાં ગુરુ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ મળે છે. વ્યવહાઅિર્થ તો ઘણા ઘણા છે, પરંતુ અહીં તેનું પ્રયોજન નથી. સામાન્યપણે ધર્મક્ષેત્રમાં જે ગુરુ પદે આવે છે, તેને ધર્મગુરુ કહેવામાં આવે છે. ભારતવર્ષમાં જે કાંઈ ઉપાસનાઓ છે. તે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગમાં સમાયેલી છે. જ્ઞાનયોગમાં શુધ્ધ પરમાત્મા તરફ જવા માટે અથવા સમજવા માટે જે કોઈ તત્ત્વ વિચારણા છે તે બધી સાધના જ્ઞાનયોગમાં આવે છે. કર્મયોગ મનુષ્યના જીવનને નિયંત્રિત સત્કર્મમાં વાળે છે. વધારે ઊંડાઈમાં ન જતાં, માનવજીવનનો સાચો ઉપયોગ થાય અને સ્વપરનું હિત થાય તેવા આસકિતરહિત કર્મન, ક્રિયાશીલતાને કર્મયોગ કહેવામાં આવે છે. ત્યારબાદ પોતાના બધા અહંકારનો ત્યાગ કરી, સ્વામીત્ત્વનો ત્યાગ કરી, પ્રભુના ચરણમાં કે ગુરુના ચરણમાં લયલીન બની જવું તેને ભકિતયોગ કહેવામાં આવે છે. આ ત્રણ સાધનાના આધારે ધર્મગુરુઓ પણ ત્રણ ભાગમાં વિભક્ત થાય છે. (૧) જ્ઞાનયોગી ધર્મગુરુ (૨) સત્કર્મની શિક્ષા દેનાર કર્મયોગી ધર્મગુરુ (૩) ભકિતયોગી ધર્મગુરુ. ભકતોનું બધુ સ્વામીત્વ લઈ સર્વથા તેને અધિકારરહિત બનાવી ગુરુ શરણમાં રહેવું તે બધા ભકિતયોગી ગુરુ છે. બધા ધર્મગુરુઓના લક્ષ ઠીક ન હોય તો ધર્મથી વૈભવ પણ મેળવી શકાય છે. સામ્રાજયની પણ સ્થાપના થઈ શકે છે. ધર્મને નામે મોટી સત્તા પણ હાથ કરી શકાય છે. ફલતઃ ધર્મ કે ધર્મગુરુના નામે મોટા યુધ્ધ પણ થયા છે, લડાઈ થઈ છે. માનવ સંહાર પણ થયો છે અને ઈતિહાસ કલંકિત પણ થયો છે. જેથી શાસ્ત્રકારોએ ધર્મગુરુમાં પણ દષ્ટિપાત કરી “ગુરુ” શબ્દનો ઉપયોગ કર્યો છે. સદ્ગુરુ એટલે ભકતના કલ્યાણને જ અનુલક્ષીને જે કાંઈ માર્ગદર્શન આપે, જેમાં પોતાના સુખ સાહ્યબીનો વિચાર ન હોય, તેમજ કોઈ પ્રકારનો ભૌતિક સ્વાર્થ ન હોય. જે કાંઈ સાધનોની ઉપલબ્ધિ છે તે પણ ગુરુ ભકતના હિતમાં ખર્ચ કરે અને તે પણ જ્ઞાનાત્મક પ્રેરણા રૂપે જ કરે, સ્વયં નિર્લેપ અને નિષ્કામ રહી, જે કાંઈ અર્થબોધ કે શબ્દબોધ કરાવે છે, અથવા ધ્યાન નિષ્ઠામાં શિષ્યને સ્થિર કરે છે અને આ સ્થિરતા લાવવા માટે પોતાને કેન્દ્રમાં ન રાખી પરમાત્માને રાખે છે, તે સરુની કોટિમાં આવે છે. અહીં શાસ્ત્રકાર પણ તેવા જ નિર્મળ આત્મા છે. તેઓ ગુરુ અને સરુનો ગંભીર અર્થ કરી સદ્ગુરુને જ આરાધ્ય બનાવ્યા છે તેથી અહીં “સમજાવ્યું તે વદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત". Page #18 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુને ચરણે સમર્પણ કરી જ્ઞાનયોગની સાથે ઉચ્ચ કોટિનો ભકિતયોગ પણ અભિવ્યકત કર્યો ! છે. હવે પછી જે કાંઈ પણ તેના કર્મ ભોગ બાકી હશે, તે સ્વતઃ સત્કર્મ બની રહેશે. તેથી સદ્દગુરુના ચરણમાં નમસ્કાર, એ પદમાં ત્રિયોગનો સુયોગ ઉદ્ભવ્યો છે. આખો યોગમાર્ગ જે સ્વતઃ પવિત્ર છે. આ જ્ઞાન, ભકિત અને કર્મ તે યોગના અલંકાર છે. ભારતવર્ષના બધા સંપ્રદાયોની બધી સાધના કયાંય ને કયાંય અષ્ટાંગ યોગ સાથે જ સંબંધ ધરાવે છે. “સદ્ગુરુ” શબ્દ પણ અલંકાર ભરેલા યોગથી વિભૂષિત એવા “મહાપુરુષનું દર્શન કરાવે છે. આ દર્શનનો જ્યારે ઉભરો આવે છે ત્યારે સદ્ગુરુને ભગવંત કહી ભગવાન સ્વરૂપે નિહાળી પોતાના નમસ્કારનું નિશાન કેટલું પવિત્ર અને શુધ્ધ છે તે આ સદ્ગુરુ ભગવંત” એવા બે શબ્દોથી સોનાની થાળીમાં રહેલા માણેકની જેમ ઝળકી રહેલ છે. અસ્તુ. વ્યવહારમાં તો બધા ભકતો પોતાના ગુરુને સદ્ગુરુ માની ભકિત કરતા હોય છે, પરંતુ અહીં સગુરુનું વર્ણન ભકિતયોગથી ન કરતા જ્ઞાનયોગથી કર્યું છે. અર્થાત્ ગુરુએ જ્ઞાન આપ્યું છે, સમજ આપી છે. શાશ્વત તત્ત્વનો નિર્ણય કરાવ્યો છે અને એક અપૂર્વ ઉપલબ્ધિ જેને કહી શકાય એવા અમોઘ, અખંડ, અવિનાશી ચૈતન્ય દ્રવ્યનું ભાન કરાવ્યું છે. તેથી તે ગુરુને સદ્ગુરુ કહીને કવિરાજ સ્વયં સદ્ગુરુને નમસ્કાર કરે છે. સદ્ગુરુ વ્યાપકતા : અહીં એ પ્રશ્ન થાય છે કે વસ્તુતઃ “આત્મસિદ્ધિ' કર્તા કવિરાજ સ્વયમ્ સદ્ગુરુનું સ્થાન શોભાયમાન કરે છે અને પરોક્ષ રૂપે ભકતોના શબ્દો ઉચ્ચારે છે કે સદ્ગુરુએ આ પદ સમજાવ્યું છે. જે કોઈ સમજી શકયા છે તે બધા “ભકતની શ્રેણી” માં આવે છે. અને સદ્ગુરુ પ્રત્યે અહોભાવ વ્યકત કરે છે. બીજો અર્થ એ પણ છે કે પ્રાચીનકાળમાં જે કોઈ તત્ત્વગ્રાહી, મહાન સિધ્ધ પુરુષ સાધના દ્વારા વ્યાખ્યા કરી આ પદ કહી ગયા છે, આવા એક જ સિધ્ધ પુરુષ હોય એવું નથી, પરંતુ પરંપરામાં ભારતવર્ષમાં અધ્યાત્મ સંસ્કૃતિનું અવલંબન લઈ અને ખાસ કરીને નિગ્રંથ પ્રવચન જેમાં ફકત આત્મલક્ષ શ્રેણી રહેલી છે, તેમાં જે કોઈ આત્મતત્ત્વને પ્રદર્શિત કરનાર મહાપુરુષો થયા છે, તેમાંથી કોઈ પણ એક મહાપુરુષના વચનને અવલંબી તેમનું પ્રવચન સમજી પોતાની સાધનાથી તે પદ સમજી શકયા છે. જેવી રીતે કવિરાજ પોતે જે પોતાની સાધનાથી તે પદને સમજી શકયા છે, તેમ છતાં પણ તેઓ ગુરુને સન્માન આપતા “તે મહાપુરુષે આ પદ સમજાવ્યું છે, એમ ઉચ્ચારી જેણે આ પદ સમજાવ્યું છે તેને સદ્ગુરુ માની પ્રણામ કરે છે. હવે તેમનાથી જે કોઈ આ પદને સમજશે તેઓ પણ હું સમજ્યો છું, એવો અહંકાર ન કરતાં સદ્ગુરુએ આ પદ સમજાવ્યું છે, તેમ નમ્રભાવને વરીને વ્યવહાર દષ્ટિએ સગુરુને નમસ્કાર કરી, સ્વયમ્ “માન કષાયથી” ભકત પોતાને અલગ રાખે તેવી આ પદમાં સ્પષ્ટ નિર્મળ પ્રેરણા આપી છે. અંતર ગુરુ – અંતર શિષ્ય : હવે આપણે થોડા આગળ જઈએ. ઉપરમાં જે કાંઈ વિવેચન કર્યું કે “ભકત અને સદ્ગ” એવા બે વ્યકિતની વ્યવહાર કલ્પના સાથે વિવેચના કરી છે, પરંતુ આ વ્યવહારદશાથી ઉપર ઊઠીને અધ્યાત્મમાં પ્રવેશ કરીને અનુપમ એવો અહોભાવ પ્રકાશિત થાય છે. જુઓ ! આત્મા સ્વયમ્ નિરંતર જ્ઞાન પરિણામને ભજનાર, એક ચેતન્ય દ્રવ્ય છે અને કર્મ ચેતના શાંત થતાં જ્ઞાનચેતનાના ઝબકારા થવા લાગે છે. ધીરે ધીરે જ્ઞાનચેતના Page #19 -------------------------------------------------------------------------- ________________ બહારના કોઈ પણ નિમિત્તનો આશ્રય લીધા વિના સ્વયં પોતાના જનક એવા ચેતન દ્રવ્યનું તે જ્ઞાનચેતનાની પર્યાયમાં દર્શન થાય છે અને જ્ઞાનચેતના વિપુલ અહોભાવથી ઝૂમે છે, એક પ્રકારે નાચી ઉઠે છે અને તેને એમ લાગે છે કે કોઈ પણ એવા અગૂઢ, સ્પષ્ટ, પ્રગટ ચેતન દ્રવ્યમાંથી મને તે પદનું ભાન થઈ રહ્યું છે અને ભાન કરાવનાર જ્ઞાતા તત્ત્વ પણ તેમાં જ બિરાજમાન છે. આમ પર્યાય સ્વયમ્ ભકત બનીને ચૈતન્ય એવા પદને સમજીને જે જ્ઞાતૃભાવથી આ પદના દર્શન થયા છે તે જ્ઞાતાતત્ત્વને સદ્ગુરુ માની, સ્વયમ્ તેમાં ભકિતથી પ્રવાહિત થઈ તે જ્ઞાતૃતત્ત્વ પ્રત્યે સદ્ગુરુનો ભાવ અભિવ્યકત કરી નમસ્કાર કરે છે, નમી પડે છે. આમ ગુરુ (સમજાવનાર) પદ તે શુધ્ધ ચૈતન્ય દ્રવ્ય અને ભકત એ સમજનાર જીવ પરિણામ આ ત્રિપુટી એક જ અધિષ્ઠાનમાં રહીને પરસ્પર જ્ઞાનયોગ અને ભકિતયોગનો ખેલ કરી પરમ આનંદ પામે છે. આ છે ઉપરના પદનું રહસ્ય. આ રહસ્ય” ના કારણે સમજનાર કે સમજાવનાર કોઈનુંય નામકરણ કયાંથી થઈ શકે ? આ તો સૈકાલિક શુધ્ધ જ્ઞાન પ્રવાહ છે. આ એક પદની વધારે વ્યાખ્યા કરીએ તો ઘણા અધ્યાત્મ શાસ્ત્રોનું મંથન થાય છે. પરંતુ અહીં ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે તે પદને સમજાવનાર અને સમજનાર, બને ધન્ય થયા છે. સમજાવનાર તરીકે સદ્ગુરુ પોતાની સંપતિનું (જ્ઞાનનું) વિતરણ કરી ધન્ય થયા છે જ્યારે ભકત આ જ્ઞાન સંપદાનું દાન મેળવીને મહા ઉપકારના પાત્ર બન્યા છે, તેથી તે પણ ધન્ય છે. પણ આ બન્નેને ધન્ય કરનાર તો તે પદ છે, જે પદ સદ્ગુરુએ સમજાવ્યું છે અને સમજયા પછી, સાંભળ્યા પછી, આપણે બધા પણ નમસ્કાર કરીને તે પદની વિશેષ વ્યાખ્યા સાંભળવા માટે આતુર થયા છીએ. ઉપરમાં સદ્ગુરુ મહિમાની વ્યાખ્યા કરતા ભકિતયોગ પ્રદર્શિત થાય છે. પરંતુ આગળ વધીને શાસ્ત્રકાર સદ્દગુરુ ભગવંત કહે છે. અહીં સદ્ગુરુને ભગવાન શબ્દની ઉપમા આપવામાં આવી છે, અથવા તેઓ સદ્ગુરુને ભગવાન રૂપે જુએ છે. ભગવાન શબ્દની સાર્થકતા ઃ અહીં આ આપણે “ભગવાન” શબ્દની થોડી સંક્ષિપ્ત વ્યાખ્યા કરીશું. “ભગવાન” શબ્દ એ ભારતવર્ષનો સૌથી વ્યાપક શબ્દ છે. ફકત ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં પણ “ભગવાન” શબ્દ ભિન્ન ભિન્ન રૂપે પ્રસિદ્ધિ પામ્યો છે. લગભગ બધા જ અવતારો ભગવાન રૂપે જ પ્રસિદ્ધિ પામ્યા છે. જ્યારે કેટલાક ગુરુઓ પણ પોતાને ભગવાન રૂપે પ્રસિદ્ધિ અપાવી ભકતોના મનને સંતોષ અપાવે છે. જેઓ ભગવાન નથી હોતા, તેઓને પણ ભગવાનની ઉપમા આપવામાં આવે છે. સાક્ષાત ભગવાન છે તેમ કહેવામાં આવે છે. વસ્તુતઃ “ભગવાન” શબ્દનું શું મહત્વ છે? “ભ” શબ્દ “ભાગ્ય’ વાચી છે. “ભ” નો અર્થ ભાગ્ય’ થાય છે. ભાગ્ય શબ્દમાં પણ ભગુ રહેલો છે. ભમ્ નો અર્થ એક પ્રકારનો પુણ્યોદય થાય છે. આવા ઉચ્ચ કોટિના પુણ્ય ધરાવતા વ્યકિતને કોઈ કાળમાં “ભગવાન” તરીકે સંબોધવામાં આવતા હતા. ધીરે ધીરે ભગવાન શબ્દ ઈશ્વરવાદી બન્યો, ઈશ્વરવાદનો ઉદય થતા ભગવાન શબ્દ ઈશ્વરના અર્થમાં રુઢ થઈ ગયો, પરંતુ ભગવાન શબ્દનો “મોહ’ એટલો અધિક હતો કે જેઓ ઈશ્વરવાદી ન હતા, તેઓ પણ પોતાના અવતાર કે ગુરુને ભગવાન કહેવા લાગ્યા. આ રીતે ભગવાન શબ્દ ઘણો દ્રઢમૂળ થયો છે, પરંતુ આ શબ્દની પાછળ એક ભય પણ રહેલો છે જેને - ૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ *** *** * *** *** ** * ** “ગુરુડમરી' કહેવામાં આવે છે. ભગવાન રૂપે અસ્તિત્ત્વ પામ્યા પછી ભકતોને સર્વથા પરાધીન રૂપે બનાવી ગુરુની એક આશા માત્ર જ સત્ય છે, તેવું સમજાવી જીવનું જે સ્વતંત્ર તત્ત્વ છે, તેના ઉપર એક પ્રકારે પ્રહાર થઈ જાય છે, જેને માનસિક ગુલામી કહી શકાય. આત્મા સ્વતંત્ર છે. ગુરુ પદ કે અરિહંત પદ એ આત્મામાં જ સમાયેલું છે અરિહંત અને સિદ્ધ એ પણ સ્વપદે આત્મામાં જ નિહિત છે. અન્ય વ્યકિતને ભગવાન કે સગુરુ માની માર્ગદર્શન મેળવવા સુધી અથવા તેમની ભકિત કરવા સુધી સામાન્ય વ્યવહાર દષ્ટિએ આદરણીય ગણી શકાય, પરંતુ પરમ નિશ્ચયની, દષ્ટિએ અંતરમાં બિરાજમાન સદ્ગુરુને કે ભગવાનને ઓળખવા જ જોઈએ અને જેણે પોતાના અંતરમાં બિરાજમાન સરુને આ રીતે ઓળખ્યા છે, તેને બાહ્ય દષ્ટિએ સદ્ગુરુ માની ભગવાન) શબ્દનું સંબોધન કરી વિનયભાવે નમસ્કાર કરવા, તે અયોગ્ય ન કહી શકાય. પરંતુ પોતાનું સ્વચિંતન છોડીને જો કોઈ પરાધીનતાનો સ્વીકાર કરે છે તો તેઓ પોતે જ પોતાનો મુકિત માર્ગ અવરોધે છે. ભગવાનનો અર્થ સર્વેસર્વા કોઈ વિધાતા છે, તેવો ન કરતા (કલ્પના) કોઈ મહા પુણ્યયોગી જીવ છે, જેના અંતરમાં પ્રકાશ થયો છે. આગળ ચાલીને જેઓ ઘાતી કર્મોથી મુકત થયા છે, તેવા યથાખ્યાત ચારિત્રવાન અરિહંતો કે અવતારી પુરુષો ભગવાન પદને શોભાવે છે. અહીં આપણે એક દાર્શનિક પ્રશ્નનો પણ વિચાર કરી લઈએ – જૈનો કે જે કોઈ પોતાને અનીશ્વરવાદી કહે છે તે પણ મોટી ભૂલ છે. ઈશ્વરની વ્યાખ્યા પોતાની રીતે કરવી જરૂરી છે. અનીશ્વરવાદી કહેવાથી નાસ્તિકતાની ગંધ આવે છે. ઈશ્વરની વ્યાપકતા : સામે ચાલીને ઈશ્વર જેવા મહાન તત્વનો અસ્વીકાર કરવો તે પોતાના પગમાં કુહાડો મારવા જેવું છે. જૈનદર્શન ખરેખર શું અનીશ્વરવાદી છે? ઈશ્વરનો અર્થ શકિતમાન અથવા ઐશ્વર્યવાન થાય છે. બધા દ્રવ્યો શકિતથી ભરપૂર છે. છ દ્રવ્યો સ્વયં ઈશ્વર તુલ્ય છે. છ યે દ્રવ્યો મળીને અથવા છયે દ્રવ્યોના પ્રભાવથી વિશ્વનું સંચાલન થઈ રહયું છે. એટલે બધા દ્રવ્યોમાં કે કણકણમાં ઈશ્વર પ્રત્યક્ષ થાય છે. જૈનદર્શન અનુસાર પણ બધા ભૂતમાં (જેવાકે) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં પણ આત્મતત્ત્વ સમાયેલું છે અને એ બધા ઈશ્વર તુલ્ય છે. તો ઈશ્વર કર્તા નથી એમ કહેવું કેટલું નાસમજ છે ! સાચી રીતે ઈશ્વરની વ્યાખ્યા કરી ઈશ્વરનો સ્વીકાર કરવામાં અહંકારનો ત્યાગ થાય છે. અને આસ્તિકતાની સુગંધ ફેલાય છે. અતઃ આત્મવાદી દર્શન આત્માનો સ્વીકાર કરે અને ઈશ્વરનો સ્વીકાર ન કરે એ કેટલો બધો વિરોધાભાસ છે ! અહીં જુઓ ! કેટલું સુખદ આશ્ચર્ય છે કે કવિરાજ સ્વયં સદ્દગુરુમાં ઈશ્વરના દર્શન કરે છે અને તેમને ભગવાન કહીને સંબોધ્યા છે, તેથી આ પદ પણ ધન્ય થઈ ગયું છે. નમસ્કારનું મહત્વ : અહીં “નમસ્કાર કરવામાં આવે છે. આપણે ટૂંકમાં નમસ્કાર પદની વ્યાખ્યા કરી આગળ પદોને સ્પર્શીશું. નમસ્કાર તે ભારતની અતિ પ્રાચીન પરંપરા છે- જો કે વિશ્વના બીજા દેશોમાં બધી જગ્યાએ નમસ્કારની પરંપરા વ્યાપ્ત નથી. અન્ય દેશોમાં બધી જગ્યાએ ત્યાંની પ્રજા પરસ્પર ભિન્ન ભિન્ન રીતે સદ્ભાવ વ્યકત કરે છે. મુસ્લીમ પ્રજા નમસ્કારથી Page #21 -------------------------------------------------------------------------- ________________ વિમુખ છે. સલામ આલેકુમ કહે છે. પરંતુ તેમાં હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કારની પરંપરા જોવામાં આવતી નથી જ્યારે ભારતવર્ષમાં ધર્મ અને નમસ્કાર એક સાથે અનન્ય ભાવે જોડાયેલા છે. નમસ્કાર ન હોય ત્યાં ધર્મનો અભાવ માનવામાં આવે છે. જુઓ તો ખરા ! જૈનદર્શન અને તેના મહામંત્રો નમસ્કારથી જ શરુ થાય છે. જેમ કે “નમો અરિહંતાણં”. અહીં નમસ્કાર કર્યા પછી જ ‘અરિહંત ભગવંતનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. “આત્મસિદ્ધિ ના પહેલા પદમાં પણ કવિરાજે “નમસ્કાર પદ' નો ઉપયોગ કર્યો છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. સદ્ગુરુ ભગવંતને નમસ્કાર કરીને અહંકારનું વિસર્જન કર્યું છે. “નમસ્કાર' નો અર્થ છે કે અહંકાર કે માનકષાયનું વિસર્જન, “સમજાવ્યું” તે પદમાં જે વ્યકિતને આ પદ સમજાયું છે, તેમની સમજ નિર્મળ રહે અને અહંકારથી વિમુકત રહે તે માટે સાથો સાથ “નમસ્કાર પદની” સ્પર્શના કરી છે. હવે આપણે નમસ્કાર શબ્દના ઊંડાણમાં જઈ તેની વાસ્તવિક વ્યાખ્યા કરીશું. હાથ જોડવા, મસ્તક નમાવવું કે ભકિત ભરેલા શબ્દો બોલવા તે બાહ્ય નમસ્કાર છે. બાહ્ય નમસ્કાર પણ બહુજ વિધિવતુ અને સૌમ્યભાવે પ્રગટ કરવાનો શિષ્ટાચાર છે. બાહ્ય નમસ્કારના ભાવ સામાન્ય, ધાર્મિક સમાજમાં જોવામાં આવે છે. “અષ્ટાંગ નમસ્કાર” અને પંચાગ નમસ્કાર અને તે પણ ત્રિવિધ નમસ્કાર. આમ નમસ્કાર કરવાની બાહ્ય પ્રક્રિયાને તે તે સંપ્રદાયોમાં નિશ્ચિત કરેલી છે, અને તે પણ જોવામાં સૌમ્ય અને સદ્ભાવયુકત સગુણી લાગે છે. પરંતુ એટલા માત્રથી તે નમસ્કાર પર્યાપ્ત થતા નથી. ભાવનમસ્કાર અથવા આંતર નમસ્કાર એક અલૌકિક ચીજ છે. તે ભાવ બાહ્ય નમસ્કાર સાથે કયા ? પ્રગટ થાય છે અને કયારેક અપ્રગટ રહે છે પરંતુ તે જીવાત્માને ખૂબજ કૂણો બનાવી લક્ષ તરફ લઈ જાય છે. જો કે આંતર નમસ્કારને શબ્દોથી પ્રગટ કરવા કઠિન છે, સૂક્ષમ ભાવો શબ્દાતીત હોય છે, છતાં પણ યથાસંભવ રીતે આંતર નમસ્કારને આપણે શબ્દ દેહ આપી સમજવા પ્રયાસ કરીશું. અહંકારથી નમસ્કારનું વિઘટન : નમસ્કાર એ આંતરિક પરિણામોની વ્યવસ્થા છે. આત્માની અંદર જે કાંઈ અસંખ્ય પરિણતિઓ થાય છે. તે મુખ્યતાએ બે ભાગોમાં વિભકત છે. જ્ઞાનચેતના અને કર્મચેતના. કર્મચેતના પણ ઘણી ભૂમિકાવાળી છે. જેમાં કૃષ્ણલેશ્યાથી લઈ શુકલલેશ્યા સુધીના પરિણામો સમાયેલા છે. તેવી જ રીતે ઉપશમ ભાવ અથવા ક્ષયોપશમ ભાવવાળી હજારો પરિણતિઓ તારતમ્ય ભાવવાળી છે અને એ જ રીતે ક્ષાયિક ભાવોમાં પણ ભૂમિકા પરત્વે તારતમ્ય ભાવ હોય છે. આપણે નમસ્કારની વ્યાખ્યા કરી રહયા હતા અને તે પણ સૂમ ભાવે. નમસ્કારની આંતરિક ભૂમિકા સ્પર્શવાનો શાબ્દિક પ્રયાસ કરી રહ્યા છીએ. હવે જુઓ ! આત્માની કેટલીક પરિણતિઓ સામ્યતા ધરાવે છે, જ્યારે તેથી વિપરીત પરિણિતીઓ પરસ્પર વિરોધી ભાવ ધરાવે છે અને તેમાંય મુખ્યત્વે અહંકારયુકત માનકષાયવાળી કર્મચેતના રૂ૫ પરિણતિ છે, તે મહાપુરુષોના દર્શન કે તેમના જ્ઞાન ચેતનામય યોગ્ય ભાવોને અથવા મહા વિભૂતિવાળા યોગીને તથા તેમના દર્શનને રોકનારી હોય છે. આ કર્મચેતના પ્રબળ વિનયયોગના પરિણામથી અને પ્રબળ ભાવનાત્મક શાંતિમય ભાવોથી વિલુપ્ત અથવા સર્વથા નામશેષ થઈ જાય i[ ફાયાદિ III Page #22 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યારે જીવ નમી પડે છે, અર્થાત્ કઠોર ભાવો લુપ્ત થઈ જાય છે અને પ્રબળ જિજ્ઞાસાનો ઉદ્ભવ થાય છે. વિનય શબ્દનો અર્થ પણ ફકત બાહ્ય નમસ્કાર જેટલો સીમિત નથી. વિનયનો અર્થ જ્ઞાન છે. વિનય એટલે વિશેષ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે આતુરતા છે તેને વિનય કહેવામાં આવ્યો છે. વિનયથી દ્રવ્ય નમસ્કાર સુધીની કડી : વિનય પ્રગટ થયા પછી આગળનો માર્ગ સ્વચ્છ અને સરળ બની જાય છે. વિનય ભાવની ચરમ પરિણતિ તે નમસ્કાર છે અને આ નમસ્કાર બાહ્ય અંગોમાં પણ પ્રફૂરિત થાય છે. જેમ સોનાને અગ્નિનો સંયોગ થતાં તેના અંદરના ગુણો ચમકી ઉઠે છે, તે જ રીતે બાહ્ય તપોમય મૂર્તિના અથવા તપસ્વી આત્માના સંયોગથી અંતરમાં પ્રગટ થયેલો વિનયભાવ અંગે અંગમાં વિકસિત થતાં બધા અંગો નમ્ર થઈ, ઢીલા થઈ ભાવ પ્રગટ કરવા માટે ઝુકે છે અને બાહ્ય નમસ્કારનું સ્વચ્છ રૂપ દષ્ટિગોચર થાય છે. આમ નમસ્કાર એ એક પ્રકારની અતિ નિર્મળ નિર્વદ્ય પુણ્યક્રિયા છે, પુનિત ક્રિયા છે અને આવું આ નિર્મળ પુણ્ય, એ પવિત્ર આશ્રવ હોવાથી, તે શુભાશ્રવ હોવાથી આત્મવિકાસની શ્રેણીમાં આગળ પણ સહાયક થાય છે. આ જ ભાવોના અનુસંધાનમાં કવિરાજ ' સમજાવ્યું તે પદ નમું' એમ કહી સલ્લુરુના શરણમાં ઢળી પડયા છે અથવા જે ભકત આ સ્વરૂપને સમજ્યો છે તે પણ એ જ રીતે નમનશીલ બની જાય છે, તેમાં કોઈ શંકા નથી. આત્મસિદ્ધિનું આ પહેલું પદ ધર્મનો જે પ્રથમ પાયો છે તેની વ્યાખ્યા કરી પુણ્યમય ભાવોથી પુણ્યાતીત ભાવો સુધી લઈ જશે. નમસ્કારમાં ન ધાતુ રહેલો છે. શબ્દકોષના આધારે તેનો અર્થ નમવું થાય છે અને નીચે ઉતરવું પણ થાય છે. અર્થાત્ ધરાતલ પર આવવું. બંગાળી ભાષામાં તો “નામીયે છી” “ઉતરું છું.” એવા અર્થમાં છે. “નમ્ ધાતુ સાથે “કાર” શબ્દ તે કર્તા વાચી છે નમન કરનાર અથવા તે કાર શબ્દ ક્રિયાવાચી પણ છે, નમનની ક્રિયા. આ બન્ને ભાવ નમસ્કાર શબ્દમાં છે. જો આપણે બીજો અર્થ લઈએ તો વિભાવ રૂપી વિકારના શિખરેથી નીચે ઊતરી ધરાતલ ઉપર આવવું અથવા પોતાના ઘરમાં પહોંચવું તેવો શુદ્ધ અર્થ થાય છે. બહાર ભટકેલો જીવ નમસ્કારથી વંચિત છે. આ અર્થમાં નમસ્કાર એ “શુદ્ધ આત્મસ્વરૂપનું રમણ' એવો અર્થ પ્રગટ કરે છે. નમસ્કાર રહિત વ્યકિત ઠેકાણે આવ્યો જ નથી. તે બહિર્મુખ છે, પરંતુ સદ્ગુરુના દર્શન થતા તેમની અંદર નમસ્કારની ક્રિયા થાય છે અને તે સદ્ગુરુને નમે છે. તેને હાથ જોડી પ્રણામ કરે છે. એટલો જ ટૂંકો અર્થ નથી, પણ સદ્ગુરુ જેવું સમજયા પછી પોતે પણ રમણ કરે છે, તેવો ભાવ પ્રગટ થાય છે. આવું આ સર્વોત્તમ પદ વચમાં રહી શિષ્ય અને સદ્ગુરુને એકાકાર કરી દે છે. છેલ્લે આ પદની વિશેષતા “સમજાવ્યું તે પદ”, બન્નેને એકરૂપ કરી ગુરુ શિષ્યને એક સૂત્રમાં બાંધે છે. જૂઓ તો ખરા ! પદની વિશેષતા. પદનું ગાંભીર્ય : પદ શું છે? તે તો સ્વયં કવિરાજ પ્રકાશિત કરી રહયા છે. પરંતુ તે પહેલા પદની સમજનું લક્ષ બતાવ્યું છે. અહીં એક પદમાં લક્ષવેત્તા, લક્ષ, લક્ષણ અને ફલશ્રુતિ ચારેય ભાવોની અભિવ્યકિત કરી છે, લક્ષવેત્તાની બન્ને અવસ્થાનું ધોતન છે. પ્રથમ લક્ષવેત્તા અજ્ઞાની છે, તે પદની સમજ નથી, તે લક્ષવેત્તાની પૂર્વ અવસ્થા છે. અને પદ સમજયા પછી Page #23 -------------------------------------------------------------------------- ________________ એમનું હૃદય ઉલ્લસિત થયું છે, શાંતિનો અનુભવ થયો છે, અમીના ઓડકાર આવ્યા છે અને તેના ભાવોની ઉર્મિ ઉદ્ભવી રહી છે. તે લક્ષવેત્તાની ઉત્તર અવસ્થા છે. અર્થાત્ જ્ઞાનની બન્ને બાજુ છે, જ્ઞાનદશા અને અજ્ઞાન દશા, પરંતુ આ દશાનો ધારક અહીં લક્ષવેત્તા તરીકે અપ્રગટ રૂપે વર્ણિત છે. અહીં લક્ષવેત્તા પછી તેમનું જે લક્ષ છે એ પદ . આ પદ તે કોઈ આધ્યાત્મિક અવસ્થાનું પ્રતિષ્ઠાન છે, અધિષ્ઠાન છે. અધિકરણ ઉપાદાનની દષ્ટિએ શુધ્ધ ઉપાદાન રૂપ આત્મદ્રવ્ય છે. આવું આ પદ તે લક્ષ છે. લક્ષ વિહિન લક્ષવેત્તા વસ્તુતઃ અલક્ષી જ રહે છે. શાસ્ત્રોમાં આ માટે ચૌભંગી પ્રસિદ્ધ છેઃ (૧) લક્ષ લક્ષિતા, (૨) લક્ષ અલક્ષિતા, (૩) અલક્ષ લક્ષિતા, (૪) અલક્ષ અલક્ષિતા. સૌથી શુદ્ધ પદ એક નંબરમાં છે તે છે લક્ષ – લક્ષિતા. જેમ સાધ્યના આધારે સાધનનો નિર્ણય થાય છે. તેમ લક્ષના આધારે લક્ષવેત્તા ચોક્કસ જગ્યા પર પહોંચે છે, લક્ષ કે સાધ્યનો નિર્ણય કરવો એ સર્વોપરી અતિ આવશ્યક અંગ છે. તે જ સમ્યકત્વ પરિણતિ છે. અહીં ‘પદ' શબ્દથી લક્ષનું વિધાન કર્યું છે. આ લક્ષને લક્ષવેત્તાની વચ્ચે પર્યાય રૂપે તેના લક્ષણો પ્રગટ થાય છે. લક્ષણ એટલે સાધનાની સાથે ઉદ્ભવતી ઉપક્રિયાઓ છે. જેમ વરસાદ થવાનો હોય ત્યારે લક્ષણો પ્રગટ થાય છે, ઠંડી હવા ચાલે છે, આકાશ છવાય જાય છે, કાળા વાદળાઓ ઘેરાય છે, તેથી સામાન્ય માણસ પણ સમજે છે કે વરસાદના લક્ષણો દેખાય છે. કુતરો કરડવાનો હોય, શિકારી જાનવર શિકાર ઉપર ઝપટવાનો હોય ત્યારે પૂર્વમાં બધા લક્ષણ પ્રગટ થાય છે. આ લક્ષણો જેમ પૂર્વકાલિન છે તેમ ઉત્તરકાલિન પણ હોય છે. વરસાદ થયા પહેલાના લક્ષણ અને વરસાદ થયા પછીના લક્ષણો ઉપરથી કહી શકાય કે અહીં વરસાદ થયો હતો. એ જ રીતે આત્માર્થી જ્યારે આત્માની સન્મુખ થાય છે અને તેનું લક્ષ ઝબકવા લાગે છે તેની પૂર્વમાં તે સાધકની અંદર ઘણા સારા લક્ષણો ઉદ્ભવે છે. સૂર્ય ઉગ્યા પહેલા પૂર્વમાં અરુણોદય થાય છે. ઉષા ખીલી ઉઠે છે. તે જ રીતે આત્માર્થીના પુણ્યનો ઉદય થાય તે, પહેલા આવા ભાવાત્મક શુભ લક્ષણો દેખાય છે, જેને આપણે ધર્મક્રિયા તરીકે કે ભકિત તરીકે સંબોધન કરીએ છીએ. ઉપાડે તેની તલવાર ઃ અહીં લક્ષવેત્તા સમજનાર જીવ છે. લક્ષ તે પદ છે, નમન તે લક્ષણ છે અને આ પદ સમજવાથી અનંત કાળનું દુઃખ લુપ્ત થશે તે તેની ફલશ્રુતિ છે. તેમ અહીં આધ્યાત્મયોગી કવિરાજે આત્મસિદ્ધિના પહેલા પદમાં જ ચારે ભાવની અભિવ્યકિત કરી અપ્રગટ રૂપે અદભૂત શૈલીથી ઉબોધન કર્યું છે. અત્રે અપ્રગટ રૂ૫ એટલા માટે કહીએ છીએ કે આ કોઈ વ્યકિત વિશેષની સાધના નથી, પરંતુ ઉપાડે તેની તલવાર છે. જે ભાગ્યશાળી જીવ આ લક્ષ તરફ વળે છે, તે બધા લક્ષવેત્તાની કોટિમાં આવશે અને જે પદોનું આગળ વર્ણન કરવાના છે, તે અત્યારે અપ્રગટ છે, તે આત્મતત્ત્વ છે. અને નમનની ક્રિયા પ્રગટ હોવા છતાં નમનકર્તાની ગેરહાજરીથી અપ્રગટ રૂપે વર્ણિત છે અને ફલશ્રુતિ છે તે તો સદાને માટે અપ્રગટ રહેવાની છે. કેવલી ભગવાનને પણ જે શાંતિ ઉપલબ્ધ છે, તે શબ્દોથી ભાખી શકાતી નથી. શબ્દો પોતે અપૂર્ણ અવસ્થાવાળા છે. સાધના નિમિત્ત માત્ર છે. જેમ છત્રી વરસાદના પાણીને રોકે છે પરંતુ તે વરસાદ લાવી શકતી નથી, નિમિત્ત માત્ર છે, તેમ શબ્દ અને શાસ્ત્રો એ બોધના નિમિત્ત માત્ર છે. બોધ શાંતિ અને શુદ્ધ અવસ્થા તે આત્માની પોતાની છે, ગોપ્ય સંપતિ છે. શાસ્ત્રોમાં પણ જ્યાં જ્યાં મહાતપસ્વીના કે mm 90 mm Page #24 -------------------------------------------------------------------------- ________________ મહાજ્ઞાનીના વર્ણન આવે છે ત્યાં ગુપ્ત બ્રહ્મચારી, ગુપ્ત તપસ્વી, ગુપ્ત જ્ઞાની તેવા શબ્દોનો પ્રયોગ થયો છે. તે ઘણા ગૂઢ અર્થને સૂચવે છે અસ્તુ. અહીં આપણે આત્મસિદ્ધિના પ્રથમ પદને વિશેષ રૂપે નિહાળીએ છીએ, ત્યારે તેના શબ્દાતીત ભાવો અને બોધ સ્વયં જ્ઞાનગમ્ય બની મન, ઈન્દ્રિય, પ્રાણને એક નિશ્ચિત દિશામાં લઈ જાય છે અને આ દિશા તે જ આત્મસિદ્ધિના આગળના પદો છે. ધન્ય છે ! આત્મસિદ્ધિના સૂત્ર –પાત કરનાર એ નિર્મળ આત્માને ! ‘સદ્ગુરુ' શબ્દના જે આધ્યાત્મિક ભાવો છે તેનું થોડું સ્પષ્ટીકરણ. પૂર્વપક્ષ :- બધી જગ્યાએ ભગવાનને, ગુરુઓને નમસ્કાર કરવામાં આવે છે. તે શા માટે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કશો ઉપકાર કરતું નથી, તેવી જ રીતે એક આત્મા બીજા આત્માને કશું આપી શકતો નથી. જો આવી વ્યવસ્થા હોત તો તીર્થંકર ભગવાન અનંત શકિતના સ્વામી છે. બધાને કર્મરહિત પલવારમાં કરી દેત, પરંતુ તેવું કરી શકતા નથી. તો આ પરસ્પર દર્શન, વંદનથી ફાયદો શો ? શું શ્રવણ માત્ર જ પર્યાપ્ત નથી ? જીવ સાંભળીને, સમજી પોતાનું કલ્યાણ કરે, પરંતુ નમન કે વંદનની જાળમાં શા માટે ફસાય ? તેનું કોઈ પ્રયોજન દેખાતું નથી. આ દૃષ્ટિએ આમાં કશો ભૌતિક લાભ કે બીજો કોઈ વ્યવહારિક કે ખાસ આર્થિક લાભ જોવામાં આવતો નથી. અધ્યાત્મશાસ્ત્રમાં ગુરુઓનું આટલું મહત્ત્વ કેમ ? વ્યાવહારિક ધર્મમાં તો ગુરુ એક પારિવારિક વ્યકિત બની જાય છે અને તેના હિતાહિત સબંધો સ્થાપિત છે. તો અધ્યાત્મ ક્ષેત્રમાં ગુરુનું શું પ્રયોજન ? ઉત્તરપક્ષ : પૂર્વપક્ષની શંકા બરાબર છે. વસ્તુતઃ સ્વતંત્ર દ્રવ્યો પરસ્પર નિરાળા છે, તો ભૌતિક દૃષ્ટિએ ગુરુને વંદન કરવાનું કોઈ મૂલ્ય નથી પરંતુ અહીં એક ગૂઢ સિદ્ધાંત રહેલો છે. જે પૂર્વપક્ષની દૃષ્ટિથી બહાર છે. આ છે જ્ઞાન ધ્યેયનો સિદ્ધાંત. જ્ઞાન સ્વયં નિષ્ક્રિય હોવા છતાં તે પારંપારિક રીતે સક્રિય પણ છે. દા.ત. જેમ કે સામે સર્પ છે (સર્પ) પરંતુ સર્પના દર્શન થતાં વ્યકિતને ‘સર્પ’નું જ્ઞાન થાય છે. આ જ્ઞાન થવાથી સર્પ ઉપર કોઈ પ્રભાવ પડતો નથી, પરંતુ સર્પના દર્શન થતાં જ સર્પ વિષેનું જ્ઞાન સક્રિય થાય છે અને વ્યકિતને સર્પથી બચવા પ્રેરણા આપે છે. અર્થાત્ જ્ઞાનની એક પરિણતિ થાય છે. આમ સાપ અને સાપના દ્રષ્ટા જોનાર બન્ને સ્વતંત્ર હોવા છતાં સર્પ રૂપી જ્ઞેય જ્ઞાનમાં સમાયેલું છે અને આ શેયાત્મક સર્પ આત્મરૂપી દ્રવ્યમાં સ્વયં પરિણિત કરે છે. આ ઘણો જ ઊંડો સિદ્ધાંત છે. (જોનાર) બન્ને સ્વતંત્ર હોવા છતાં જેથી જ્ઞાન, શેયનો સિદ્ધાંત સ્પષ્ટ થશે. જ્ઞાનનું મહત્વ : જેમકે દર્શન શાસ્ત્રમાં સામાન્ય રીતે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિનું અનુમાન થાય છે. પરંતુ વસ્તુતઃ ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થતું નથી. ધૂમ્ર જ્ઞાનાત્ અગ્નિ જ્ઞાનમ્. અર્થાત્ ધૂમાડાના જ્ઞાનથી અગ્નિનું જ્ઞાન થાય છે, ધૂમાડાથી નહીં. (૨) ભગવાનની મૂર્તિથી કલ્યાણ થાય છે, તે બાહ્ય દષ્ટિ છે. મૂર્તિથી કલ્યાણ થતું નથી. પરંતુ મૂર્તિના જ્ઞાનથી કલ્યાણ થાય છે. જે જીવને આનું જ્ઞાન નથી કે આ કોની મૂર્તિ છે ? તો તેને માટે મૂર્તિ અને પત્થર બન્ને સરખું છે. અર્થાત્ મૂર્તિજ્ઞાનાત્ વ ાનં। આ રીતે સ્વતંત્ર દ્રવ્યો જ્ઞાનના માધ્યમથી જ્ઞેય રૂપે ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં પ્રવેશ કરે છે. અહીં એક રહસ્યમય વાત સમજવાની છે તે આ પ્રમાણે છે. જે પદાર્થનું જ્ઞાન થાય છે તે પદાર્થના ગુણધર્મોની પરિણતિ સાથે સાથે થાય છે જેવી જાતના વિચાર થાય તેવી ઉદયભાવ કે ક્ષયોપશમભાવની પરિણતિ થાય છે. જ્ઞાન સ્વયમ નિષ્ક્રિય હોવા છતાં તેની પાછળ ક્રિયાના ડબ્બા જોડાય છે. આ અનંતકાળની પ્રક્રિયા છે. જેવા વિચાર તેવી પરિણતિ “જ્ઞાનાનુરિતિ ”. “ગતિ જ્ઞાનનું અનુસરણ કરે છે. આ બહુ જ રહસ્યમય સિદ્ધાંત સ્પષ્ટ પ્રગટ નથી પરંતુ શાસ્ત્રકારોએ તે સિદ્ધાંતના આધારે જ દર્શન, વંદન, નમસ્કાર, પૂજા અને ભકિતયોગ ઊભો કર્યા છે. આ સિદ્ધાંતના આધારે પૂર્વપક્ષનું સર્વથા નિરાકરણ થઈ જાય છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. સદ્ગુરુને નમસ્કાર શા માટે ? એ પ્રશ્નનો ઉત્તર આપણે આપી રહ્યા છીએ. અહીં ગુરુ–ગુરુમાં છે અને શિષ્ય-શિષ્યમાં છે. ગુરુ પોતાનું ગુરુત્ત્વ શિષ્યોને આપી શકતા નથી અને શિષ્ય પોતાનું શિષ્યત્વ ગુરુને આપી શકતા નથી. છતાં ગુરુ શિષ્યનો એક અનન્ય ભાવ ઉદ્ભવ્યો છે, તે જ્ઞાનના આધારે છે. જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે તો તે પ્રતિબિંબ દર્પણની સંપત્તિ બને છે, તેમ શિષ્યના વિનય રૂપ જ્ઞાનમાં ગુરુનું પ્રતિબિંબ પડતા ગુરુ સ્વયમ્ શિષ્યમાં પ્રવેશ કરી ગયા અને એ જ રીતે શિષ્યની ભકિત જોઈને ગુરુએ એમને પોતાના જ્ઞાનમાં ગ્રહણ કર્યા, એટલે શિષ્ય ગુરુમાં પ્રવેશ કરી ગયો. આમ જ્ઞાનના માધ્યમથી એક અપૂર્વ ભાવ પર્યાય બને છે જે અવર્ણનીય છે. જબ જીણું ગર્ભવાસ અવતરીયો; ઉદર્વ ચિનુ મન લાયો (પાયો)” તારણ સ્વામી લખે છે કે “જબ જિનેશ્વર માના ગર્ભમાં (ઉદરમાં) આવ્યા, ત્યારે મારું મન ઊર્ધ્વગતિને પ્રાપ્ત થયું. વસ્તુતઃ ભગવાનના ગર્ભાગમન અને તારણ સ્વામીના કાળને તો મોટું અંતર છે. ત્યારે પોતે જ સ્વયં સ્પષ્ટીકરણ આપ્યું છે કે આ કયો ગર્ભાવાસ ? એક માતાનું ઉદર તે સ્થૂળ ગર્ભાવાસ છે, જ્યારે મનુષ્યનું મન પણ સૂક્ષ્મ ગર્ભાવાસ છે અને આ મનરૂપ ગર્ભાવાસમાં અથવા કહો આ જ્ઞાનમાં જ્યારે જિનેશ્વર પધાર્યા અને મારા જ્ઞાનમાં તેમનું સ્વરૂપ ઝળકયું ત્યારે મારું મન ઊર્ધ્વગતિને પ્રાપ્ત થયું. આ કથનમાં પણ જ્ઞાન શેયનો સિદ્ધાંત સમાયેલો છે. વિશ્વ દ્રવ્યભાવે સ્થૂળ રૂપે બધા દ્રવ્યોમાં જ્યારે ય રૂપે અથવા બધા દ્રવ્યો કે વિશ્વનું સ્વરૂપ જ્ઞાનમાં અર્થાત્ આત્મામાં સમાયેલું છે, એટલે જ્યારે આધ્યાત્મિક શાસ્ત્રોમાં અભેદભાવના શિખર સર કરી યોગી પરમભાવમાં પ્રવેશ કરે છે, ત્યારે જ્ઞાતા, જ્ઞાન અને શેય આ બધા તત્ત્વો એક સ્વરૂપ બની જાય છે અને એક અખંડ દ્રવ્યમાં પરમ નિશ્ચયભાવે સમાયેલા છે. અહો ! અહો ! કેવી છે આ જ્ઞય વ્યવસ્થા ! જોય રૂપે તીર્થકર તમારા અંતઃકરણમાં પ્રગટ રૂપે પ્રગટ થાય છે. જે ગુરુ કે દેવાધિદેવને નમસ્કાર કરીએ છીએ ત્યારે પદાર્થના સ્વરૂપના આધારે આત્મામાં શુદ્ધ પરિણતિનો પ્રારંભ થાય છે. આ છે જ્ઞાનના ઉત્તરવર્તી ચારિત્ર પર્યાયો. અશુદ્ધ પદાર્થના ચિંતનથી તે જ રીતે અજ્ઞાનના ઉત્તરવર્તી મોહના પરિણામોનો પણ પ્રારંભ થાય છે. સતી સીતાજીના ચારિત્રનો વિચાર કરતા ચારિત્રની ઉજ્જવળ પર્યાય ખીલે છે. એથી વિપરીત કોઈ અશુદ્ધ પાત્રનો વિચાર કરતા કામાદિ વિકારોના ભાવ ખીલે છે. નમન' એ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની પહેલી કડી છે. એટલે જ અહીં આપણા યોગીરાજ પાપા ૧૨ પાસ Page #26 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રીએ પ્રથમ કાવ્યમાં જ પ્રથમ કડી રૂપે નમસ્કારનો ભાવ પ્રગટ કરી “નમું શ્રી સદ્ગુરુ ભગવંત” આ શબ્દો ઉચાર્યા છે. ઉપસંહાર : આપણે સૂક્ષ્મ રીતે આખા પદ ઉપર ઊંડું વિવેચન કર્યા પછી, સામાન્ય પાઠકને માટે ફરીથી એક ટૂંકી સમીક્ષા સાથે ભાવાર્થ પ્રગટ કરશું, જે આત્મસિદ્ધિનો અર્થ પ્રસિદ્ધ ed “જે સ્વરૂપ સમજયા વિના”, અર્થાત્ શુદ્ધાત્મા એવા સિદ્ધ પ્રભુનું, અરિહંત ભગવાનનું કે સ્વયં આ દેહમાં, નિર્વાસિત આત્મતત્ત્વનું સ્વરૂપ સમજયા વિના આ જીવ અનંત કાળથી જન્મ મૃત્યુના દુઃખો ભોગવે છે પરંતુ અહીં ખ્યાલ રાખવો ઘટે છે કે આત્મતત્ત્વનું સ્વરૂપ સમજવું જેટલું જરૂરી છે, એથી પણ વધારે જરૂરી આ સંસારનું સ્વરૂપ કે બધા દ્રવ્યનું સ્વરૂપ તેમાંય ખાસ કરીને પુદ્ગલનું સ્વરૂપ કે દ્રશ્યમાન જગતનું સ્વરૂપ સમજવું તે ઘણું જ મહત્વપૂર્ણ છે. બધા દ્રવ્યોનું સ્વરૂપ સમજે તો જ જીવ તેમાંથી છૂટો પડે. આત્મસ્વરૂપ તો બહુ દૂર છે, પરંતુ પૌદ્ગલિક સ્વરૂપ સામે જ છે. તો હે ભાઈ ! તું સંસારના સ્વરૂપને સમજી લે, અન્યથા આ માયાવી જગતને સમજયા વિના અનંતકાળથી જીવ જન્મ મૃત્યુની જાળમાં ફસાયેલો છે. કેવળ જન્મ મૃત્યુ નહિં, પણ આધિભૌતિક, આધિદૈહિક અને આધ્યાત્મિક ત્રિવિધ દુઃખનો સામનો કરી રહેલ છે અને તેની જ મથામણમાં મૂલ્યવાન માનવ જીવન નિષ્ફળ ચાલ્યું જાય છે. તેથી અહીં કવિરાજ સૂચના આપે છે કે મહત્વપૂર્ણ એવા પદને અર્થાત્ તત્ત્વને સમજી લે. અહીં પદનો અર્થ સ્થાન પણ થાય છે અને તારતમ્ય ભાવે આત્માની એક પછી એક નિરંતર ઉદ્ભવતી દશાઓ પણ પદમાં આવે છે અને આ બધી અવસ્થાની પાર કરી ગયેલા એવા સિદ્ધ ભગવંતો પણ આ પદમાં જ નિહિત છે. પદનો વ્યાપક અર્થ કરીએ તો બ્રહ્માંડના બધા કેન્દ્ર બિંદુઓ કોઈ એક પ્રકારે વિભિન્ન પદમાં અધિષ્ઠિત છે. અહીં કવિરાજે “પદ' એકવચનમાં કહ્યું છે પણ તે બધા પદને અનુલક્ષીને વ્યાપક અર્થમાં કહ્યું છે. જેથી આ પદનું મહત્ત્વ અનંતકાળના દુઃખથી મુકિત અપાવનારું છે, તેવી ગેરન્ટી સાથે પોતાને જે અમીના ઓડકાર આવ્યા છે તે બીજા પદમાં વ્યકત કરે છે. “સમજાવ્યું તે પદ” કહીને પોતે સદ્ગુરુના ચરણમાં ઢળી પડયા છે અને હર્ષની અભિવ્યકિત કરે છે, ત્રિવિધ નમસ્કાર કરીને સંતુષ્ટિનું પાન કરે છે. આવા આત્મસિદ્ધિના પ્રથમ પદમાં શુદ્ધ અવસ્થાનું સ્વચ્છ રીતે સ્પષ્ટીકરણ કર્યું છે. પદની એક અજ્ઞાત અવસ્થા અને એક જ્ઞાત અવસ્થા. અજ્ઞાત અવસ્થામાં અનંત દુઃખ છે અને જ્ઞાત અવસ્થામાં તે દુઃખની મુકિતનો માર્ગ સ્પષ્ટ દેખાય છે. અને આ બને અવસ્થાના દ્યોતક એવા સદગુરુ છે. વસ્તુતઃ સદ્ગુરુ એ પ્રકાશસ્તંભ છે. તે સ્વયં કશું કરતા નથી પરંતુ તેનાથી ઉદ્ભવતો પ્રકાશ સ્વતઃ માર્ગદર્શન આપે છે અને પ્રતિફળ રૂપે ભકતને નમસ્કાર કરવાના રહે છે. જ્ઞાન અને નમન એ ગુરુ શિષ્યની લેવડ દેવડનો મુખ્ય વ્યાપાર છે. ગુરુથી જ્ઞાનપ્રાપ્તિ અને શિષ્યની અર્પણતા, આ યોગને જ શાસ્ત્રકારોએ ભકિત કહી છે. ભકિતયોગમાં કૃપાપાત્ર થયા પછી ઈશ્વર પ્રત્યેનું કે ગુરુ પ્રત્યેનું સમર્પણ એ સમકક્ષાની ક્રિયા છે. અહીં સદ્ગુરુને ભગવંત કહીને કવિરાજે સદ્ગુરુને ભગવાનના સ્થાને સ્થાપ્યા છે. એટલે પ્રભુ પ્રત્યેનું સમર્પણ અને ગુરુ ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેનું સમર્પણ (બલ્કી ગુરુ પ્રત્યેનું સમર્પણ તેને ઈશ્વર પ્રત્યે સમર્પણ કરતા પણ સંતોએ વધારે મહત્વ આપ્યું છે.) “ગુરુ ગોવિંદ દોનો ખડે” એમ કહીને ગુરુને ગોવિંદ કરતા આગળ રાખ્યા છે. અહીં પણ યોગીરાજ કવિશ્રીએ સદ્ગુરુ ભગવંત કહીને તેવી જ ઉત્તમ કક્ષાની ભકિતની અભિવ્યકિત કરી છે. આખા પદ ઉપર આટલું ઊંડું વિવેચન કર્યા પછી આ પુનઃશિક્ષા સામાન્ય પાઠક માટે ઉપકારી થશે, એટલે ફરીથી ઉલ્લેખ કર્યો છે. હવે આપણે અહીં બીજા પદની ભૂમિકાને સમજી આગળ કવિના મહત્વપૂર્ણ ચિંતનના પૃથક્કરણનો સ્પર્શ કરશું. ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ર 'વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપઃ 'વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોય. || પૃષ્ઠ ભૂમિ : આ બીજા કાવ્ય પદ ઉપર વિવેચન કરતા પહેલા, આપણે આ કાવ્યની પૃષ્ઠ ભૂમિનો ખ્યાલ કરશું. કેવલ જૈનધર્મ જ નહિં, પરંતુ આત્મકલ્યાણ અને અધ્યાત્મના ભાવોવાળા અન્ય અન્ય સંપ્રદાયવાળામાં પણ વિષમતા જોવામાં આવી અને જૈન તત્ત્વજ્ઞાનના સાધકો પણ મૂળ લક્ષ મૂકી અન્ય અન્ય ભાવોથી પ્રેરિત થઈ ધર્મ ઉપાસના કરવા લાગ્યા, એટલે જ શ્રીમદ્ભા અન્ય પદોમાં પણ આ હકીકત જોવા મળે છે, જેમ કે સર્વ ભાવથી દાસિન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત મૂચ્છ નવ હોય જો અપૂર્વ અવસર લક્ષ હીનતા : આ પદમાં પણ એ જ ધ્વનિ પ્રગટ થાય છે કે બીજા કારણોથી પ્રેરિત થઈ જીવ આરાધનાના નામે દેહનું પોષણ કરે છે. જે દેહ સંયમનો હેતુ છે તેને પણ ભોગનો હેતુ માની લીધો છે. જ્યાં દેહમાં અને તેની ક્રિયામાં આટલા વિપરીત ભાવ થયા છે, તો પછી આત્મલક્ષ છોડીને અધ્યાત્મક્ષેત્રમાં પણ અન્ય અન્યભાવોનું પોષણ થાય તે કેવી વિટંબણા છે ? કેમ જાણે મોક્ષમાર્ગ ખોઈ નાંખ્યો હોય અથવા કેમ જાણે ગાડી આડે પાટે ચાલતી હોય તેવી રીતે આ ધર્મનો રથ પણ લક્ષવિહિન બની મોક્ષમાર્ગથી ટ્યુત થઈ ગયો છે તેવો આભાસ થતાં, કવિરાજે બહુધા આ ક્રિયા થઈ રહી છે એમ કહી ખરેખર જે આત્મસાધક છે તેઓને આ લાંછનથી મુકત કરી ધર્મના ક્ષેત્રની વિટંબણાનો ઉલ્લેખ કર્યો છે. પોતાના જીવનકાળ દરમ્યાન જૈન ધર્મની ઘણી શાખાઓ અસ્તિત્ત્વ ધરાવતી હતી. તે બધી શાખાઓ મોક્ષમાર્ગી છે અને જૈન ધર્મનું પ્રધાન લક્ષ પણ મોક્ષ છે, તો પણ આ બધી શાખાઓએ મોક્ષમાર્ગ છોડીને પ્રાયઃ વિપરીત ગતિ કરી ધર્મનું ઉત્તમ લક્ષ એક પ્રકારે તરછોડી દીધું હોય તેવો આભાસ થતો હતો અને સાચા ઉપાસકને આ પરિસ્થિતિ અકળાવનારી નીવડે છે, કારણ કે આત્મસાધક ફકત પોતાના જ કલ્યાણનો વિચાર ન કરતા સમગ્ર સમાજના ઉત્થાનની કલ્પના કરે છે અને એ માટે જ કવિરાજે આ અવહેલનાને નિહાળી બહુ જ સૌમ્ય શબ્દોમાં “મોક્ષમાર્ગ બહુ લોપ” એવો સહજ ઉદ્ઘોષ કર્યો છે. કોઈ પણ પ્રકારના આરોપાત્મક શબ્દો ન ઉચ્ચારતા તેમજ કોઈ પણ પ્રકારની ખંડનાત્મક લાગણીને અવકાશ આપ્યા વિના “મોક્ષ માર્ગ બહુ લોપ” એમ કહીને એક પ્રકારની સામાજિક સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે અને સમાજની આ અધ્યાત્મ માર્ગની નાતંદુરસ્તીને લક્ષમાં લઈને તેને સ્પષ્ટ કરવા માટે એક સચોટ નિર્ણય પણ કર્યો છે. આમ આ આખું પદ ઘણું જ ગંભીર છે અને વ્યકિત અને સમાજના ઉત્થાન માટે પૂરી જવાબદારી સ્વીકારે છે. આટલી પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યા પછી હવે આપણે શબ્દશઃ સંપૂર્ણ દોહાના હાર્દને તપાસશું Page #29 -------------------------------------------------------------------------- ________________ AH! Wall અને ભાવાર્થની સાથે ગૂઢાર્થને પ્રગટ કરવા પ્રયાસ કરીશું. વર્તમાન કાળનો સામાન્ય અર્થ : અહીં “વર્તમાન કાળે” શબ્દનો ઉપયોગ કર્યો છે. તો આ વર્તમાન કાળ' કયો સમજવો ? શું પોતાના જીવનકાળને જ વર્તમાનકાળ કહેવો ? કે પંચમ આરાના કાળને વર્તમાનકાળ કહેવો ? અથવા ભારતવર્ષમાં પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે તેને શું વર્તમાનકાળ તરીકે સંબોધવામાં આવી છે? જો કે આપણે પૃષ્ઠભૂમિમાં થોડો ઉલ્લેખ કર્યો છે. જૈન સમાજની બધા સંઘોની જે પરિસ્થિતિ છે અને જે રૂ૫ દષ્ટિગોચર થઈ રહ્યું છે તેને વર્તમાનકાળ કહીને સંબોધવામાં આવ્યું છે ? વર્તમાનના બાહ્ય (આ) વ્યવહારિક અર્થ કર્યા પછી વસ્તુતઃ કાવ્યનો આત્મા તેના શાબ્દિક ભાવોથી ઉપર ઉઠીને આધ્યાત્મિક ભાવોને પણ સ્પર્શ કરતો હોય છે. જૈનશાસ્ત્રોમાં પણ એક ખૂબી છે કે કોઈ પણ અધ્યયન કે શાસ્ત્રની શરૂઆત થાય છે ત્યાં પ્રાયઃ “તેof alણે તેને સમજી એમ કહીને જ કાળનો ઉલ્લેખ કરે છે. એ જ રીતે અહીં પણ કાળનો ઉલ્લેખ કર્યા પછી જ આગમના રહસ્યો ખૂલ્યા કરે છે. અહીં પણ આચાર્ય પ્રવર જેવા સાધક આત્માએ સહજ ભાવે કાળવાચી વર્તમાનકાળ શબ્દનો પ્રારંભમાં ઉલ્લેખ કર્યો છે, તે પણ યોગાનુયોગ એક અપૂર્વ ઉલ્લેખ થયો છે. હવે આપણે “કાળ” દ્રવ્યના ઉદરમાં પ્રવેશ કરશું. સામાન્ય પ્રમાણે કાળના ત્રણ ભેદ વિશ્વપ્રસિદ્ધ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન. વસ્તુતઃ ભૂત અને ભવિષ્ય, એ લુપ્ત થયેલી કે અનુદિત પર્યાયોનો ઉલ્લેખ કરે છે. જ્યારે વર્તમાન કાળ” જ અસ્તિત્ત્વ ધરાવતી ગુણધર્મયુકત પર્યાયનો ઉલ્લેખ કરે છે. અહીં મૌલિક પ્રશ્ન એ છે કે શું કાળને ખંડ ખંડ કરી શકાય? અથવા આ ખંડ ખંડ થયેલો કાળ શું એક દ્રવ્ય તરીકે (રૂપે) કલ્પી શકાય ? છ દ્રવ્યોના અસ્તિત્ત્વમાં પણ પાંચેય દ્રવ્યો ત્રિકાલવર્તી અખંડ દ્રવ્ય છે. જ્યારે કાળ” ના વિષયમાં દાર્શનિકોમાં ઘણો જ મતમતાંતર ઉત્પન્ન થયેલો છે. કાળ” ને અખંડ દ્રવ્ય કહેતા ઘણા આચાર્યોએ સંકોચ અનુભવ્યો છે તેને લગભગ દ્રવ્ય તરીકે સ્વીકારવાનો પણ નિષેધ કર્યો છે. ત્યારે બીજી પરંપરા કાળને સ્વતંત્ર દ્રવ્ય માની તેનો ઉલ્લેખ કરે છે પરંતુ તે ખંડ ખંડ દ્રવ્ય છે અખંડ દ્રવ્ય નથી. અર્થાત્ સમયની પરંપરા છે. જેમ કોઈ વૃક્ષ ઉપર બેઠેલા હજારો પક્ષી એક એક કરીને ઉડી જાય છે. તે બન્ને પક્ષીઓ વચ્ચે કોઈ “લીંક નથી. તે રીતે કાળ દ્રવ્યોના અસંખ્ય કે અનંત સમય એક પછી એક પસાર થાય છે પરંતુ બે સમયનો પરસ્પર કોઈ સંબંધ નથી, તેવો સમય પ્રવાહ છે. જો કે આ કાળદ્રવ્યની કલ્પના એક દ્રવ્યને આશ્રિત છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આખુંય બૌદ્ધદર્શન પણ આ સમયની પરંપરાને જ સ્વીકાર કરીને સમગ્ર વિશ્વના અખંડ અસ્તિત્ત્વનો નિષેધ કરે છે. વાસનામય પરંપરાઓ એક પછી એક ચાલ્યા જ કરે છે અને તેમાંજ સમગ્ર ભાવો સમાયેલા છે. તેવું જણાવી વાસનામુકત બની સમગ્ર વિશ્વને ક્ષણિક સમજે તેની મુકિત થઈ જાય છે. આ છે કાળ દ્રવ્યની લીલા. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. કાળનું આંતર સ્વરૂપ : વસ્તુતઃ કાળના શું ભૂત, ભવિષ્ય કે વર્તમાન એવા ખંડ કરી શકાય una manomenemalonauscando a S usana Page #30 -------------------------------------------------------------------------- ________________ એમ છે? તેનો આધાર શું છે? કોને ભૂતકાળ કહેવો? કોને વર્તમાન કાળ કહેવો? તે ખરી રીતે જ્ઞાતાના જ્ઞાન ઉપર આધારિત છે. જ્ઞાતા પોતે પોતાના વિકલ્પથી હતું, છે અને થશે તેવો વિકલ્પ કરીને પદાર્થની અંદર પણ ભૂત, ભવિષ્યની સ્થાપના કરે છે. દ્રવ્યની જે પર્યાય થાય છે તેનો કાળ પણ સામાન્ય રીતે અસંખ્ય સમયમાંથી એક સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. આ પર્યાયની કલ્પના પણ વિકલ્પનાત્મક જ્ઞાનનું પરિણામ છે. જેનું અસ્તિત્ત્વ આપણા જ્ઞાનમાંથી હટી ગયું તેને ભૂત કહીયે છીએ. એક ક્ષણની ક્રિયા પણ ભૂતકાળ છે અને પાછળનો અનંત કાળ પણ ભૂતકાળ છે. આમ ભૂતકાળ અસીમ છે. તે જ રીતે એક ક્ષણ પછી થનારી પર્યાયને ભવિષ્ય કહી પાછળ નો આવનારો કાળ પણ અનંત છે. એટલે ભવિષ્ય પણ અસીમ છે. આ દષ્ટિએ વર્તમાનકાળ એક જ સમયનો નિશ્ચિત થાય છે. અને જ્ઞાતા તો તેને પકડી પણ શકતો નથી. જેથી સખનયના ચતુર્થ ભંગમાં “અવકતવ્ય ની સ્થાપના કરી છે. વેદાંતમાં પણ માયા અર્થાત્ પદાર્થના સ્વરૂપને અનિર્વચનીય કહ્યું છે. આમ વર્તમાનકાળનો નિર્ણય તેમાંય શુદ્ધ વર્તમાનકાળનો નિર્ણય અસંભવ થઈ જાય છે કારણ કે કેવળજ્ઞાનને છોડીને સામાન્ય ખંડજ્ઞાનમાં ઉદ્ભવેલી પર્યાયનું ક્ષણાંતરે ભાન થાય છે અર્થાત્ પદાર્થનો શુદ્ધ વર્તમાનકાળ અને તેની શુદ્ધ પર્યાય જ્યારે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે તે પર્યાય તો ભૂત રૂપે બદલી ગઈ છે. આ ઘણી જ જીણી વાત છે પ્રતિબિંબીય, પ્રતિબિંબ અને પ્રતિબિંબનો વિવેક આ ત્રણેય તત્ત્વ સમસમયવર્તી હોય તો જ શુદ્ધ વર્તમાનકાળ ગ્રાહ્ય બને, પરંતુ આ સંભવ લાગતું નથી. એટલે વર્તમાનકાળનો વસ્તુતઃ વિકલ્પ જ કરવો રહયો. અને જે વ્યકિત વર્તમાનકાળના વિકલ્પ કરે છે તે વિકલ્પના આધારે, પોતાના જીવિતવ્યને આધારે કે ઐતિહાસિક ઘટનાના આધારે અમુક વસ્તુ મર્યાદા સુધી વર્તમાનકાળ ને લંબાવે છે. જો કે આ વર્તમાનકાળનો નિર્ણય સાપેક્ષ છે. એટલે તેનું મહત્વ પણ સામાન્ય, ધૂળ, વ્યવહારિક અને કલ્પિત બની રહે છે. વ્યવહારિક દષ્ટિએ જે દેખાય છે તેને વર્તમાનકાળ કહેવામાં આવે છે. દ્રષ્યથી અદ્રશ્ય થતાં તેને ભૂતકાળ કહી સંબોધવામાં આવે છે, આ બધા વિકલ્પોને આધારે કાળને આશ્રિત કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ થાય છે. અહીં આપણે વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ' તે પદમાં સાધારણ વર્તમાન કાળ ગણી શકાય પરંતુ અહીં કવિરાજ કાળને મહત્વ આપી રહ્યા નથી બહુધા મોક્ષમાર્ગ લુપ્ત થયો છે, મોક્ષમાર્ગનું અસ્તિત્ત્વ આવૃત્ત બન્યું છે. ખરેખર સૂર્ય લુપ્ત થતો નથી. પરંતુ વાદળાથી ઢંકાય છે. તે જ રીતે મોક્ષમાર્ગ લુપ્ત થતો નથી, પરંતુ વિપરીત ઉપદેશોના આધારે આવૃત્ત બને છે. આ રીતે અહીં આ ઢંકાયેલા મોક્ષમાર્ગનું જ મુખ્ય કથન છે. ‘વર્તમાન આ કાળ' કહેવાનો અર્થ પાછલા ભૂતકાળમાં આ મોક્ષમાર્ગ વધારે સ્પષ્ટ હતો તેમ કવિને જણાય છે. આ ભૂતકાળ મહાવીરસ્વામી સુધીના કે ત્યાર પછીના કેવલી ભગવંતના સમય સુધીનો ભૂતકાળ ગણીએ તો ત્યાર પછીના વિભિન્ન થયેલા સંપ્રદાયના આધારે જ મોક્ષમાર્ગ આવૃત્ત થયો છે. તે બધો કાળ વર્તમાનકાળની શ્રેણીમાં હોય તેવું કથન લાગે છે. તેમ છતાં આ મોક્ષમાર્ગ સર્વથા લુપ્ત થયો છે, તેવું કથન નય અને પ્રમાણના જ્ઞાતા, જ્ઞાનના ભંડાર એવા કવિવર્ય સાપેક્ષ ભાવે જ કથન કરે છે. તે બહુ લોપ થયો છે. બહુનો અર્થ બહુધા, મોટા ભાગે KERALATASARADAN mm Page #31 -------------------------------------------------------------------------- ________________ અને ભિન્ન ભિન્ન સંપ્રદાયના આધારે લુપ્ત થયો હોય એવું કથન કરી મોક્ષમાર્ગ પર આવેલા આવરણને કે મોક્ષમાર્ગની લુપ્તતાને મહત્ત્વ આપી મોક્ષમાર્ગ સમજવો તે જરૂરી છે તેવો સંકેત મળે છે. આમ ‘વર્તમાનકાળ" શબ્દ થોડું મહત્વ ધરાવે છે. વર્તમાનકાળ' શબ્દનો ઉલ્લેખ કરવાથી એક ગંભીર ભાવ પણ રહેલો છે. આ તર્કસિદ્ધ વ્યાખ્યા છે. કોઈ પણ દુઃષમ પરિણામ વર્તમાનકાળમાં ત્યારે જ પ્રગટ થાય, જ્યારે ભૂતકાળમાં તેના બીજ વવાયા હોય. ઈતિહાસ કહો, વિજ્ઞાન કહો, તર્કશાસ્ત્ર કહો અથવા પ્રકૃતિની સમરચના કહો આ એક સાર્વભૌમ સિદ્ધાંત છે. કોઈ પણ ભૂતકાળની ઘટનાઓ જ વર્તમાનકાળમાં પ્રગટ થતી હોય છે. કોઈ પણ ક્રિયાનો પરિપાક થતા, જૈનગણનાને આધારે અથવા અલ્પબહત્વ સિદ્ધાંતના આધારે, એક પરિપાક કરોડો વર્ષે પણ ફલિત થતો હોય અને એક પરિપાક કેટલાક અંતર્મુહુર્તના આધારે પણ ફલિત થતો હોય, તેને જૈન દર્શનમાં વિપાક કહેવામાં આવે છે, કર્મસિદ્ધાંતમાં તો સ્પષ્ટ ગણના કરવામાં આવી છે કે ઘણા કોટાનકોટિ વર્ષોની સ્થિતિવાળા કર્મ ફલિત થતા હોય છે. જડ પદાર્થોમાં પણ આ સિદ્ધાંત વ્યાપ્ત થાય છે. પાતાળથી લઈને સમગ્ર વિશ્વમાં અને આ પૃથ્વીના ઉદરમાં પદાર્થોના જે સ્વતઃ પરિવર્તનો થાય છે તેને આધારે વર્તમાનકાળમાં તેના પરિણામો મંજભાવે કે વિસ્ફોટ રૂપે પ્રગટ થતા હોય છે. ઈતિહાસની દૃષ્ટિએ પણ સમાજમાં માનવજાતિના સમૂહમાં કે સંસ્કૃતિમાં કોઈ પણ વિકૃતિ એક દિવસના આધારે પ્રગટ થતી નથી પરંતુ ભૂતકાળમાં જેના બીજ વવાયા છે, તેવા ભાવો વર્તમાન રૂપે દષ્ટિગોચર થાય છે. તો હવે અહીં આપણે “આત્મસિદ્ધિના બીજા પદનું સામાન્ય મૂલ્યાંકન ન કરતા ગંભીરભાવે તેનો ગૂઢાર્થ સમજવો રહ્યો. અહીં સિદ્ધિકાર કહે છે કે મોક્ષમાર્ગની લુપ્તતા વર્તમાનકાળમાં દષ્ટિગોચર થઈ રહી છે. આ લોપ્ય મોક્ષમાર્ગ વર્તમાનકાળનું ફળ છે, એમ ન માનતા ગંભીરતાથી તેનો વિચાર કરીયે તો તેના મૂળ ભૂતકાળ સુધી ફેલાયેલા છે, અને તેનું જ કવિને સંવેદન છે, કે વર્તમાનકાળ મોક્ષમાર્ગના અભાવે કેવો દુઃષિત થયો છે ! હવે આપણે આ કથનના ભૂતકાળનો થોડો વિચાર કરશું અને ભૂતકાળના ઈતિહાસમાં પ્રવેશ કરીશું. કવિશ્રીનું આ કથન કેટલું બધુ મહત્ત્વનું છે તેનું મંથન કરીશું. ઐતિહાસિક ધારા : “ભગવાન મહાવીર પછીના બે હજાર વર્ષનો ઈતિહાસ અધ્યાત્મવાદની ધારા મંદ થઈ છે અને ક્રિયાકાંડનું મહત્વ વધ્યું છે, તે વાત સ્પષ્ટ થાય છે. જો કે શાસ્ત્રકાર સ્વયં આ વાતનો આગળમાં ઉલ્લેખ કરવાના છે. એટલે આપણે અહીં ઈતિહાસ ઉપર એક સળંગ દષ્ટિપાત કરીશું”. ભારતના અન્ય સંપ્રદાયો, સનાતન ધર્મની શાખાઓ અને વેદ વિહિત માર્ગ, યજ્ઞના કે બીજા વ્યવહારિક શુદ્ધિના કર્મકાંડમાં ગૂંથાઈ ગયા હતા અને તેમાંય ધર્મને નામે હિંસાનો પણ પ્રવેશ થયો હતો, સાથે સાથે ધર્મના નામે મહિલાઓનું ઉત્પીડન અને સતીત્વ જેવી ભયંકર પ્રથાઓ અસ્તિત્વમાં આવી હતી. વેદાંતીનો અને સાંખ્યનો શુદ્ધ અધ્યાત્મવાદ પણ પ્રાપ્યઃ લુપ્ત હતો. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષની સંસ્કૃતિ જે મૂળમાં અધ્યાત્મમૂલક હતી. આત્મતત્ત્વની સ્થાપના અને આત્માથી પરમાત્મા સુધી જવાનો પરમાર્થ કે યોગમાર્ગ જાણે કર્મકાંડની અટવીમાં ખોવાઈ ગયો હતો પુનઃ આત્મવાદનું બ્યુગલ બજાવવાની જરૂર હતી. પુનઃ ધર્મનો ઉદ્ઘોષ કરવાની જરૂર હતી. જેમ માનતુંગ મહારાજે કહ્યું છે કે: સદ્ ધર્મરાજ જય ઘોષણ ધોષક સનક, ગંભીરતારરવ પૂરિત દિગ્વિભાગ.” અર્થાત્ આચાર્યોએ પણ અનુભવ કર્યો હતો કે પ્રચંડ ઉદઘોષ થયો છે અને આ ઉદ્ઘોષ ભગવાન ઋષભદેવના સમયથી ચાલ્યો આવે છે. અહીં પણ પુનઃ અધ્યાત્મમાર્ગનો પ્રવેશ કરી, કઠોર ત્યાગ, તપસ્યા સાથે સિદ્ધાંતની સ્થાપના કરવાની જરૂર છે. કેવા નિસ્પૃહ, નિર્લિપ્ત ત્યાગભાવની આવશ્યકતા હતી, જેની આપણા મહાન યોગીરાજ કવિશ્રીએ સ્વયં “અપૂર્વ અવસર” માં જે પદ ગાયું છે. એકાંકી વિચરતો, વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભ નE પરમ મિત્રનો જાણે પામ્યા યોગ છે. આવો જ ત્યાગ માર્ગ તે વખતે પણ પ્રફૂરિત થયો હતો અને જિનેશ્વરોએ ધર્મમાંથી હિંસાને વિદાય આપી કર્મકાંડ કે કોરા જ્ઞાનના વાદળા હટાવી, શુદ્ધ મોક્ષમાર્ગની સ્થાપના કરી હતી. પરંતુ કાળ ક્રમમાં મહાનત્યાગી અને જ્ઞાનીના નિર્વાણ પછી ધર્મની ગાદી પુનઃ કર્મકાંડ અને અર્થરહિત ધર્મચર્ચાઓમાં અટવાઈ પડી, એટલું જ નહી, આ આખો માર્ગ પૂલ સંપ્રદાયની દષ્ટિએ પણ વિભકત થતો ગયો અને દિગંબર અને શ્વેતાંબર જેવી શાખાઓ, તેની સેંકડો પ્રશાખાઓ ઉદ્ભવી, પણ તેમાં નિષ્ઠાપૂર્વક, રાગદ્વેષ રહિતની સાધનાનો પ્રાયઃ અભાવ દેખાતો હતો. જ્ઞાન અને તપસ્યા બને અહંકારના શિકાર થતા હતા. ઊંચે, નીચે, આસન ઉપર બેસવા માટે મોટી ખેંચતાણ હતી કે જેનો મોક્ષ માર્ગમાં સર્વથા અભાવ હોય છે. આ બધી ધારાઓએ જૈન ધર્મની અને ભારતીય અધ્યાત્મધારાની મંદતા કરી. ધર્મના નામે સમાજને ખંડ ખંડ કર્યો. આવી પરિસ્થિતિમાં સાધારણ નિઃસ્પૃહ એવા સાધકને વર્તમાનકાળની વિષમતા દષ્ટિગોચર થતી હતી અને એમ લાગતું હતું કે શું મોક્ષમાર્ગ લુપ્ત થયો છે ? શાંતિનો સંદેશ દેતા અધ્યાત્મનો સ્વર કેમ સાંભળવા મળતો નથી ? આ પરિસ્થિતિને તેઓએ “વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ” એમ કહી પોતાની અંતર્થ્યથા વ્યકત કરી હતી. વર્તમાનકાળની સાથે ‘આ’ શબ્દ જોડવામાં આવ્યો છે. અર્થાત્ આંગળી ચિંધીને ઉલ્લેખ કર્યો છે. એટલે લાગે છે કે કવિએ કંઈક વિશેષ વાતનો ઉલ્લેખ કર્યો છે. જેને “આ કાળ” એમ કહ્યું છે. હવે આપણે વર્તમાનકાળની આ ભૌતિક વ્યાખ્યા કર્યા પછી અને પૂર્વમાં તર્કયુકત પ્રમાણિક વ્યાખ્યા કર્યા પછી બન્નેનો અહીં શું સુમેળ છે; તેવો વિચાર કરી આગળ વધીશું. દષ્ટિગત પરિસ્થિતિ : અહીંયા ‘વર્તમાન કાળ' એમ કીધું છે. તો ‘આ’ એક દષ્ટિવાચક Page #33 -------------------------------------------------------------------------- ________________ સર્વનામ છે. દષ્ટિવાચક સર્વનામનો ઉપયોગ વકતા ત્યારે જ કરે છે જ્યારે તેમની નજર સામેની કોઈ ઘટના હોય છે. તો અહીં વિચારવું ઘટે છે કે ‘આ’ સર્વનામ કોના માટે છે? કાવ્યમાં કે ભાષામાં કોઈ નામ માટે સર્વનામનો ઉપયોગ થાય છે. તેથી વિચારતા વર્તમાનકાળ અર્થનો શબ્દ જ બદલી જાય છે અને દૃષ્ટિ સામે જે સંપ્રદાયો, ધર્મગુરુઓ કે ધર્મને નામે પરિગ્રહની વ્યાખ્યા કરનારાઓ એવા મિથ્યાત્વથી ઘેરાયેલા જીવો છે, તે જીવોને સ્પષ્ટ રીતે ઉલ્લેખિત ન કરતા ‘આ’ શબ્દ કહીને તેમને સંબોધ્યા છે. અને તેઓ વર્તમાન છે, સામે છે એટલે વર્તમાન કાળ' એમ કહીને તેમને પરોક્ષ રીતે ઈશારો કરી તેમના વ્યકિતત્ત્વને જરાપણ ઠેસ પહોંચાડયા વિના તેઓના કારણે મોક્ષમાર્ગ બહુધા લુપ્ત થયો હોય તેવું મંતવ્ય રજુ કર્યું છે. અહીં આપણે જરા વિચારશું કે એકાંત સ્વાર્થને વશીભૂત થઈ અથવા અજ્ઞાનના કારણે અથવા પારલૌકિક સુખ મળશે એવા હેતુસર કેટલાક વિપરીત ઉદ્ધોધન કરતા હોય છે. વસ્તુતઃ ધર્મનો લક્ષ વર્તમાન જીવનને સ્વચ્છ કરી જ્ઞાનમય બની પ્રત્યક્ષ મુકિતનો અનુભવ કરવો અને છેવટે દેહ લય થતાં જીવ પણ મુકિતગામી બને તે લક્ષ હોય છે. આ લક્ષથી વિપરીત જતા ધર્મ આડંબરથી, પરિગ્રહથી, અંધશ્રદ્ધાથી કે એવી કોઈ લાલસા ભરેલી સુખમય જીંદગી મળે એવા હેતુઓથી ધર્મ એક પ્રકારે પોતાના સ્વરૂપથી દૂર થઈ જાય છે. માટે ‘આ’ શબ્દ કહી જે કોઈ સામે છે તેમને પણ જાણે સાચો મોક્ષમાર્ગ સમજવા માટે આમંત્રણ અપાયું હોય તેવી સૂચના છે અસ્તુ. - હવે અહીં આપણે “મોક્ષમાર્ગ' શબ્દ ઉપર વિચાર કરશે. આ બીજી ગાથામાં કવિરાજ આત્મસિદ્ધિનું જે મુખ્ય સાધ્ય છે તેમનો ઉલ્લેખ કર્યો છે. કોઈ પણ શાસ્ત્રમાં સંપૂર્ણ શાસ્ત્રનું લક્ષ શું છે ? નિશાન શું છે ? મુખ્ય સાધ્ય શું છે ? એ પ્રધાન વિષય હોય છે. શાસ્ત્રકાર આરંભમાં જ આ લક્ષનો ભાવ પ્રગટ કરે છે. અહીં પણ સંપૂર્ણ “આત્મસિદ્ધિનું લક્ષ એ “મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગમાં બે શબ્દો છે :- સાધ્ય અને સાધન, ધ્યેય અને ઉપાસના. સાધ્ય સાધનની કડી : “મોક્ષ' તે સાધ્ય છે. અને શુધ્ધ માર્ગ તે તેનું સાધન છે. મોક્ષ તે ધ્યેય છે, માર્ગ તેની ઉપાસના છે. કવિરાજે બહુજ સિફતથી એક જ શબ્દમાં બન્નેનો ઉલ્લેખ કરી પ્રમાણશાસ્ત્રની દષ્ટિએ કે તર્કશાસ્ત્રની દષ્ટિએ બહુ સંયમપૂર્વક આ ભાવ પ્રગટ કર્યો છે, જે અતિ પ્રશંસનીય છે. સાહિત્યની દષ્ટિએ આવા ગૂઢ ભાવોને યોગ્ય શબ્દથી પ્રગટ કરવા તે વકતાની ઉચ્ચ કોટિની કુશળતાનું દ્યોતક છે. મોક્ષ” – મોક્ષનો અર્થ મુકિત થાય છે. આ મુકિત ભાવ ઉપર આપણે અહીં ગંભીરતાથી વિચાર કરીશું. કોણ કોનાથી મુકત થાય છે? મુકિત સ્વતઃ થાય છે કે કોઈ મુકિત કરનાર છે ? મુકિત એ ઘણા જન્મો પછીની કોઈ સિદ્ધિ છે કે પ્રત્યક્ષ વર્તમાન સ્થિતિમાં પણ મુકિતનો અનુભવ થઈ શકે છે ? અર્થાત્ સાક્ષાત મુકિત થાય છે? મુકિતના બે પ્રકાર છે. (૧) પારંપારિક મુકિત અને (૨) સાક્ષાત્ મુકિત. પારંપારિક મુકિત સહજ પ્રાપ્ત થનારી અવસ્થા છે. જ્યારે સાક્ષાતમુકિત તે પ્રબળ પુરુષાર્થનું પરિણામ છે. જીવ જો સાક્ષાત્ મુકિતનો અનુભવ કરે તો તે તેના પ્રબળ જ્ઞાનયોગથી કે નિર્મોહ દશાથી, ભયંકર કર્મોથી નિર્જરા થતાં પારંપારિક મુકિત પણ નિકટવર્તી થઈ જાય છે. ઘણા ઘણા જન્મો પછી મળે તે Page #34 -------------------------------------------------------------------------- ________________ પારંપારિક મુકિત છે અસ્તુ. અવે અહીં આપણે “સાક્ષાત્ મુકિત શું છે ? તેના ભાવનું અનુગમન કરીએ. મુકિતનું સ્વરૂપ : “મુકિત' ની સ્થિતિ શબ્દગમ્ય નથી છતાં પણ આધ્યાત્મિક શબ્દોથી તેને પ્રગટ કરતા પણ પરમાનંદ નીપજે તેવી સ્થિતિ છે. જીવ જડ જગતથી કે દ્રશ્યમાન જગતથી મનોયોગ દ્વારા કે શુદ્ધ જ્ઞાનયોગ દ્વારા જ્યારે છૂટો પડે ત્યારે પદાર્થના ગુણધર્મો છોડી આત્માના ગુણધર્મોને ગ્રહણ કરનારી જ્ઞાનેન્દ્રિયમાં કેન્દ્રિત થાય છે તેને ખબર પડે છે કે પંચ વિષયવાળા પદાર્થો કરતા આ જ્ઞાનેન્દ્રિયો સ્વયં આનંદજનક કે દુ:ખજનક છે. ત્યારબાદ તે જ્ઞાનેન્દ્રિયથી પણ ઉપર ઉઠે છે. ત્યારે મન રૂપી કોષમાં પ્રવેશ કરે છે. હવે તેને સમજાય છે કે બધી ઈન્દ્રિયોની લગામ મનમાં છે. મન સ્વતઃ ઘણી પ્રબળ નોઈન્દ્રિય છે. મનની સ્થિરતા થતા તે વિશેષ પ્રકારની આનંદની અનુભૂતિ કરે છે. શરીરમાં રહેલા પ્રાણમય કોષ સ્વતઃ પોતાનું કામ કરી રહ્યા છે અને દેહાદિ સમસ્ત તંત્ર સ્વતંત્ર છે, તેવું ભાન થતાં મનોયોગ દ્વારા પ્રાપ્ત થતી આનંદની અનૂભૂતિથી પણ ઉપર ઉઠીને જ્ઞાનમય કોષમાં પ્રવેશ કરે છે. - હવે તેને લાગે છે કે મન, પ્રાણ, ઈન્દ્રિયો એ બધા સ્વતંત્ર દ્રવ્યો છે. જ્ઞાન તે મારું સ્વરૂપ છે. ભકતામર સ્તોત્રમાં જેમ ગાયું છે. “જ્ઞાન સ્વરૂપ મમતમ્ પ્રવતિ સંતઃ” ત્યાર બાદ જ્ઞાનનું અધિષ્ઠાન એવા અનંત શકિતના ધારક શાશ્વત, નિત્ય, આત્માનું તેમને ભાન થતાં અને નિશ્ચયપૂર્વક જ્ઞાન દ્વારા નિર્ણય થતાં તે પરમાત્મ તત્ત્વને જાણે છે. ત્યારે તે સ્વયં બધા સંયોગોથી મુકત છે, કર્મ ચેતનાથી મુકત છે, ઉદયભાવો પ્રવાહિત થઈ અસ્ત થઈ રહ્યા છે. તેમાં જાણે પોતાનું કશું કર્તુત્વ નથી એવી ચેતનામય આનંદ લહેરીનો ઉદય થતાં જાણે પોતે સાક્ષાત્ મુકિતનો અનુભવ કરે છે. જેમ ચિંતામણી પાશ્ર્વનાથ ભગવાનની સ્તુતિમાં આચાર્યશ્રીએ ગાયું છે “હસ્તયોઃ ક્રિીડંતી મુકિત”. અર્થાત્ મારા બન્ને હાથમાં મુકિત રમી રહી છે. એવો સાક્ષાત મુકિતનો અનુભવ થાય છે અને આનંદમય કોષમાં પ્રવેશ કરી જીવાત્મા અનંત વિશ્રામનો અનુભવ કરે છે. જાણે સંસારની જાળમાંથી છૂટો પડી આજે મુકત બની પોતાને ઘેર આવ્યો છે. ત્યાં તેને સમાધિ ગુણો એકત્રિત થઈને વધાવે છે. આત્મા અહો ભાવ ! અહો ભાવ ! એમ કહી સિદ્ધાલયની મુકિતમાં પહોંચ્યા પહેલા જ આત્મા રૂપી જે પ્રત્યક્ષ સિદ્ધાલય છે તેમાં પહોંચીને પોતાના સિદ્ધ સ્વરૂપનું દર્શન થતા “નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં” એવા સિદ્ધ ભગવંતોને જે નમસ્કાર કર્યા છે તેમાંના એક “સિદ્ધ ભગવાન' અહીં પ્રત્યક્ષ થઈ ગયા છે ને તેનું મિલન એ એક પ્રત્યક્ષ મુકતદશા છે. આ છે સાક્ષાત્ મુકિત. - હે ! ભાઈ, આવી પવિત્ર ઉજ્જવળ મુકિતનો માર્ગ પણ કેવો ઉત્તમ નિરાળો, શુદ્ધ અને સુગંધ ભરેલો હોય તેમ કલ્પી શકાય તેમ છે. તે માર્ગમાં કોઈ નાટકીય તત્ત્વ હોતા નથી, પરંતુ આ રાજમાર્ગ, સ્થાયી, હીરામોતી ભરેલી શિલાઓથી નિર્મિત થયેલો હોય તેવો ઉત્તમ માર્ગ છે. અહીં કવિશ્રી “મોક્ષમાર્ગ' એક શબ્દમાં બન્નેને સંકેલીને તેની લુપ્તતા વિષે આશ્ચર્ય અનુભવે છે. ખરું પૂછો તો મુકિતનો લોપ નથી થયો, પરંતુ આ મુકિતનો માર્ગ લુપ્ત થયો હોય અથવા આ સાચો માર્ગ હોવા છતાં ખોટા માર્ગ દેખાડી વ્યકિતના મનમાં કે એના જ્ઞાનમાં માર્ગનો લોપ Page #35 -------------------------------------------------------------------------- ________________ કરી દેવાતો હોય છે. મુકિત પણ છે ને માર્ગ પણ છે. આ બન્ને તત્ત્વો ત્રિકાળવર્તી છે પરંતુ જ્ઞાનમાં ભ્રમ થવાથી વ્યકિતના મનમાં અજ્ઞાનને કારણે માર્ગ લુપ્ત થાય છે. અહીં આપણે માર્ગ વિષે ને માર્ગના લોપ વિષે બને ભાવોથી વિચાર કરીશું. માર્ગની ગવેષણા : મહાન આચાર્ય ઉમાસ્વાતિજીએ મોક્ષમાર્ગની સ્પષ્ટ વ્યાખ્યા આપી છે. “ સ ર્જનશાનવારિત્રાળ મોક્ષમા” ! આ રત્નત્રયીને તેમણે “મોક્ષમાર્ગ” તરીકે વર્ણવ્યો છે. જો કે અહીં પણ બને શબ્દો સંયુકત છે. મોક્ષ અને મોક્ષમાર્ગ. આપણે અહીં સ્પષ્ટપણે “માર્ગનો વિચાર કરીશું. ગંતવ્ય સ્થાન અને ગમનનો રસ્તો. તેમાં ગમનના રસ્તાને માર્ગ કહેવામાં આવે છે. ભૌતિક દષ્ટિએ માર્ગ અને ગંતવ્ય સ્થાન બને ભિન્ન ભિન્ન હોય છે પરંતુ અહીં અલૌકિક માર્ગની વ્યાખ્યા છે. માર્ગ બે પ્રકારના છે. એક માર્ગ વ્યવહારિક દૃષ્ટિએ લક્ષની નિકટ લઈ જાય છે, જેમ જેમ ગંતા કદમ કદમ આગળ વધે તેમ તેમ ગંતવ્ય નિકટ આવે છે. આ માર્ગને આપણે વ્યવહારિક માર્ગ કહીએ છીએ. જ્યારે નિશ્ચયમાર્ગનું સ્વરૂપ જુદુ છે. આ માર્ગના ઉદરમાં લક્ષ પણ આંશિક રીતે સમાયેલું છે. માર્ગના જેટલા “ભાવ” છે તેટલા “ભાવ” લક્ષના પણ છે. દા.ત. જેમ પૂરીને કડાઈમાં તળવામાં આવે ત્યારે પૂરી પૂરેપૂરી પાકે તે લક્ષ છે. પૂરીને પકાવવાનો માર્ગ તે અગ્નિ તથા ગરમ તેલ છે પરંતુ અહીં “લક્ષ' અને માર્ગને તાદાત્મ ભાવ છે. પ્રત્યેક ક્ષણે માર્ગની એક એક અવસ્થા લક્ષનું નિર્માણ કરતી જાય છે. અર્થાત્ પ્રત્યેક પળે આ ગરમ તેલ પૂરી સાથે એકમેક થઈને પૂરીને પકાવતું જાય છે. અહીં સાધન અને સાધ્ય એક અપેક્ષાએ તદાકાર છે. આનો અર્થ એ થયો કે સાધ્યની અપરિપકવ અવસ્થાને માર્ગની પ્રત્યેક ક્ષણની સાધના પરિપકવ બનાવતી જાય છે. આમ માર્ગ અને લક્ષ બને એકાકાર હોવા છતાં પર્યાય ભેદે બને ભિન્ન ભિન્ન અવસ્થાને ભજે છે. આ વાત અનુભવગમ્ય હોવાથી શબ્દમાં ઉતારવી કઠિન છે છતાં આપણે અહીં પ્રયાસ કરી રહ્યા છીએ. હવે આપણે આ આધ્યાત્મિક માર્ગને જોઈએ. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની ત્રિવેણી, મોક્ષમાર્ગ છે. તે માર્ગનું અવલંબન લઈ સાધક એ માર્ગ ઉપર પ્રયાણ કરે છે. અર્થાત્ ક્ષણે ક્ષણે વર્ધમાન પરિણામોને અનુભવતો આગળ વધે છે અને પ્રત્યેક ક્ષણે તેને પોતાની મુકિતનું પણ ભાન થતું જાય છે. અર્થાત્ કોઈને કોઈ કર્મ ચેતનાથી તે મુકત થતો હોય તેવું લાગે છે. જેમ કોઈ કરજદાર લાખ રુપિયાનો કર્થો ધરાવે છે ત્યારે કરજ દેનાર તેને પોતાને ત્યાં કામ આપીને એમ કહે કે તારા રોજના ૫૦૦ રૂપિયા જમા થશે. આ કરજદાર તે માર્ગનું અવલંબન લઈ ચાકરી શરું કરે છે. જેમ જેમ તેના ચાકરીના દિવસો વધતા જાય છે, તેમ તેમ તે મુકત થતો જાય છે. આમ તેની સાધના અને કર્જમુકિત બને તાદાત્મય ભાવે અનુભવાય છે. આવા બીજા સ્થૂળ દ્રષ્ટાંતો આપી શકાય. અહીં સાધક પણ આ સમ્યગદર્શન આદિ ત્રિવેણીમાં જેમ જેમ સ્નાન કરતો જાય છે, તેમ તેમ તેના કર્મબંધનના મળ છુટા પડતા જાય છે અને પોતાની આંશિક મુકિતનો તે અનુભવ કરે છે. આ ત્રિવેણીનો માર્ગ જ્યારે સોળે કળાએ ખીલી જાશે, ત્યારે પરિપૂર્ણ મુકિતનો પરિપાક થતાં આત્મતત્ત્વ સંપૂર્ણ પરમાત્મા રૂપે પ્રકાશી ઊઠે છે. અહીં આપણે માર્ગની વ્યાખ્યાને સૂક્ષ્મ ભાવે નિહાળી રહ્યા હતા. અહીં માર્ગ કહેવાનો અર્થ ૨૨ - Page #36 -------------------------------------------------------------------------- ________________ એટલો જ છે કે લક્ષની નિકટવર્તી થવાનો અને લક્ષના આંશિક અનુભવો સાથે આગળ વધતી જતી જે સ્વભાવદશા છે, તેને જ માર્ગ કહ્યો છે._ માર્ગ બરાબર છે કે કેમ તેને માટે માઈલસ્ટોન, કે બીજી સૂચના આપનારા બોર્ડ લાગેલા હોય અથવા કોઈ નિર્દેશક સાચા માર્ગને આંગળી ચીંધીને બતાવતા હોય એવા કોઈ પણ નિમિત્ત હોય અથવા ગંતા તે દિશામાંથી પ્રકાશ આવી રહ્યો છે કે દિશાને આધારે સ્વયમ્ માર્ગનો નિર્ણય કરી સાચે માર્ગે જતો હોય તો અહીં નિમિત્ત અને સ્વતઃ પોતાનું બૌધિક નિમિત્ત, એ બન્નેના આધારે જે સાચા પગલા ભરાય તેને માર્ગ કહેવામાં આવે છે. એક માર્ગ એવો છે કે જનાર જતો રહે છે. તે માર્ગ પોતાની જગ્યાએ પડયો રહે છે. જ્યારે એક માર્ગ એવો છે કે જનાર પોતાની અંદર માર્ગને સંકેલી દે છે. અર્થાત્ માર્ગને સાથે લઈને ચાલે છે. અહીં સ્પષ્ટ સમજાય એવું છે કે માર્ગને સાથે લઈને ચાલવાનો અર્થ જ્ઞાનાત્મક ભાવ છે. અર્થાત્ માર્ગ જ્ઞાનમાં સંકેલાય છે અને માર્ગનું જ્ઞાન સાથે ચાલે છે. એટલે માર્ગ પણ સાથે ચાલે છે તેમ કહેવું અનુચિત નથી. ભૌતિક માર્ગમાં પણ જનાર પોતાના મનમાં માર્ગનું ચિત્ર લઈને જ આગળ વધતો હોય છે અસ્તુ. અહીં તો આધ્યાત્મિક જ્ઞાનાત્મક માર્ગ છે અને આખો માર્ગ અનુભવગમ્ય છે. અનુભવ માટે સમાવિષ્ટ થયેલો છે, અનુભવને આધારે આ માર્ગ મુકિત તરફ લઈ જાય છે. મુકિતનો અનુભવ પણ કરાવે છે, મુકત દશામાં સ્નાન પણ કરાવે છે. કેવો આ અલૌકિક મોક્ષ માર્ગ છે ! અહીં માર્ગ કહેવાનો મતલબ ઉચ્ચ કોટિની સાધન વ્યવસ્થા છે, શુદ્ધ સાધનો છે અને આ શુદ્ધ સાધનને જ માર્ગ કહ્યો છે. મંજીલે જવાનો માર્ગ મંજીલ ઉપર જનારના અનુભવમાં, શકિતમાં અને જ્ઞાનમાં સમાયેલો છે. કોઈ પ્રકારની કચાશ કોઈ બાહ્ય નિમિતોથી પૂર્તિ થતી હોય તો તેનું આંશિક મહત્ત્વ છે અને તેનો પણ માર્ગમાં સમાવેશ કરી દેવામાં આવે છે. - સાધન અને માર્ગ શબ્દમાં સૂક્ષ્મ તફાવત એ છે કે સાધન કરણ રૂપ છે. કોઈ પણ કાર્યમાં કર્તા, કારણ, કરણ અને કર્મ, એ બધાનો વિવેક થાય છે અને કરણને સાધન તરીકે સ્વીકારે છે. અહીં ધ્યાનમાં એ રાખવાનું છે કે કરણની જેમ અધિકરણ પણ મહત્વપૂર્ણ છે. અધિકરણ કરણની કોટિમાં આવે છે. માર્ગ શબ્દનો પ્રયોગ કરવામાં અધિકરણનો પણ ઉલ્લેખ થાય છે. અર્થાત કોઈ ભૂમિકા ઉપર રહી તે ભૂમિકાને આધારે સાધક આગળ વધે છે ને પ્રત્યેક ભૂમિકાનો ત્યાગ કરતો જાય છે. આ ભૂમિકા એક પ્રકારે સાધકનું અધિકરણ છે. જેમ બાહ્ય માર્ગ કોઈ ભૂમિ ઉપર અંકિત છે, ભૂમિ માર્ગનું અધિકરણ છે, ચાલનાર વ્યકિત તે અધિકરણ ભૂમિનું એક એક ડગલું પાર કરતો જાય છે, નવી ભૂમિકાને સ્પર્શ કરતો જાય છે ત્યારે આવા લોમવિલોમ ભાવોને સમજવા માટે “માર્ગ' એમ કહીને કરણ અને અધિકરણ બંનેનો ઉલ્લેખ થયો છે. રત્નત્રય પણ એવો એક માર્ગ છે જે આત્મતત્વની કોઈ એક પર્યાયાત્મક ભૂમિકાનો આધાર લઈ સાધક આગળની ભૂમિકાની ગવેષણા કરે છે, આગળની ભૂમિકાને સ્પર્શ કરે ત્યારે એક ભૂમિકાનો ત્યાગ કરે છે અને આ લોમ વિલોમ સ્પર્શ અને ત્યાગ બને અવસ્થા માટે જે પુરુષાર્થ થઈ રહ્યો છે તેનું અહીં માર્ગ તરીકે સંબોધન કર્યું છે. માર્ગ એક પ્રકારની શુદ્ધ ઉપયોગ અવસ્થા Bll illumilીરી Page #37 -------------------------------------------------------------------------- ________________ તો છે જ પરંતુ તેની સાથે યોગની શુભ અવસ્થાઓ પણ પ્રગટ થાય છે, તેમાં બાહ્ય યોગ સત્કર્મ રૂપે બાહ્ય વ્યાપારમાં જોડાય છે. આ રીતે શુદ્ઘ ઉપયોગ તથા શુભ યોગ, આ બંને અવસ્થાઓ સ્વતઃ. મુકિતનો માર્ગ બની રહે છે. માર્ગ શબ્દ કહેવાથી જ એ પ્રગટ થાય છે કે માર્ગ કોઈ શાશ્વત તત્ત્વ છે, ત્રિકાળવર્તી તત્ત્વ છે. વિશ્વમાં નિશ્ચિત થયેલો રસ્તો છે. અનેક તીર્થંકરોની ઉપદષ્ટિ થયેલો માર્ગ છે. આ માર્ગ લુપ્ત થતો નથી. અહીં માર્ગ કહેવાનો એટલો જ મતલબ છે કે પરોક્ષ રીતે માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા અપાય છે. તે માર્ગનું અવલંબન આપવા માટે માર્ગને અનુકુળ શુદ્ધ પુરુષાર્થની જરુર છે. ક્રમિક ઉત્થાન : માર્ગ શાશ્વત છે. જ્યારે જીવાત્મા આવા શાશ્વત ભાવો આત્મામાં સંચિત કરે છે. તેને પર્યાય રૂપે પ્રગટ કરી માર્ગના શુકન કરે છે અથવા માર્ગ ઉપર પગલા પાડે છે અને તેવા જીવને માટે અહીં શાસ્ત્રકારે માર્ગ શબ્દ કહી તેનો સાચો માર્ગ કયો છે તેનો અંગુલિનિર્દેશ કર્યો છે અને માર્ગમાં પગલું મુકતા જ માર્ગની અલૌકિકતા અને તેની પ્રમાણિકતા સાધકને અથવા માર્ગમાં ચાલતા પુરુષને અનન્ય ભાવે આકર્ષિત કરે છે. જેમ કોઈ હિમગિરી ઉપર આરુઢ થવા માટે જ્યારે ઉપર ચડવાની શરુઆત કરે અને આ અટવીમાં રહેલા સાચા માર્ગનું અવલંબન કરી જેમ જેમ ઉપર ચઢતો જાય છે, તેમ તેમ તેને ત્યાંની અલૌકિક શીતળ હવાનો સ્પર્શ થાય ત્યારે આ આરોહકને સુખાનુભૂતિ થવા લાગે છે અને તેના મનમાં અહોભાવ પ્રગટ થાય છે. વસ્તુતઃ એક માર્ગ સમતલ અવસ્થામાં જાય છે. એક માર્ગ નીચેના પ્રદેશોમાં જાય છે. જ્યારે એક માર્ગમાં આરોહણ છે, અથવા ઊંચે ઉઠવાની અવસ્થા છે. તે જ રીતે અહીં એક માર્ગ સમ અવસ્થામાં રહી સાધકને સમભાવનો અનુભવ કરાવે છે, નિમ્નગામી માર્ગનો ત્યાગ કરાવે છે. ત્યારબાદ આગળ ચાલીને આરોહણ ભાવ ચાલુ થાય છે, અને હિમાલયની ચોટી ઉપર જવાનો પુરુષાર્થ શરુ થાય છે. આ છે ઊર્ધ્વગામી માર્ગ. અહીં જે મોક્ષ માર્ગનો ઉલ્લેખ છે તે માર્ગ પણ સામાન્ય ભૂમિકાથી સાધકને ઊંચો લઈ ઊર્ધ્વગામી માર્ગ દ્વારા ગુણસ્થાનની શ્રેણીઓનું આરોહણ કરાવી ક્ષયોપશમ, ઉપશમના બધા કેન્દ્રોને પાર કરી ક્ષાયિક ભાવોના ઊંચા શિખર ઉપર લઈ જનારો છે. આ ઊર્ધ્વગામી માર્ગ સ્વયં વિરામ પામી જીવને સિદ્ધ દશાની અવસ્થામાં પહોંચાડી દે છે. ત્યાં માર્ગ અને માર્ગનું લક્ષ એકાકાર થઈ જાય છે. બીજી રીતે કહેવું જ હોય તો માર્ગ પર્યાપ્ત થઈ જાય છે અટકી જાય છે. માર્ગનું કર્તવ્ય પુરુ કરી માર્ગ સ્વયં માર્ગીને અગમ્ય એવા અલૌકિક સ્થાને કે હવે જ્યાં માર્ગની જરુર નથી તેવા અપૂર્વ, અનંત સુખાત્મક સ્થાનમાં પહોંચાડી ત્યાં રામ રામ કરી માર્ગ પાછો વળે છે અથવા પોતાની જગ્યાએ ઊભો રહીને માર્ગીને વિદાય કહે છે. માર્ગનું આટલું ઊંડુ વિવેચન કર્યા પછી અહીં કાવ્યકારે ‘મોક્ષ માર્ગનો બહુ લોપ' એવો શબ્દ વાપર્યો છે. તો વસ્તુતઃ માર્ગ તો શાશ્વત છે તેનો ‘લોપ' થઈ શકતો નથી તો અહીં લોપ કહેવાનું તાત્પર્ય શું છે ? શબ્દોમાં વાચ્યાર્થ કરતા ગૂઢાર્થનું મહત્વ વધારે હોય છે. અહીં જે ‘લોપ' કહ્યો છે તે કોઈ જીવના અજ્ઞાનને આશ્રિત કહ્યો છે. જેમ રુમમાં પડેલી ઘડિયાળ કોઈ કારણથી ત્યાં જનારને દેખાતી નથી અને તે માને છે કે ઘડિયાળ ખોવાઈ ગઈ છે, અથવા લુપ્ત થયેલી છે તો એનો અર્થ એટલો જ છે કે તે વ્યકિતના જ્ઞાનમાં આવરણ આવી જતાં જ્ઞાનમાંથી લુપ્ત થઈ છે. ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ ઘડિયાળ પોતાના અસ્તિત્ત્વમાં બરાબર છે. તે જ રીતે અહીં કેટલાક મુમુક્ષુ જીવો મોક્ષના અભિલાષી હોવા છતાં સમ્યકત્વના અભાવે સાચા માર્ગને પકડી શકતા નથી. તો તેવા જીવોના જ્ઞાનને આધારે તેના પૂરતો જ તે માર્ગ લુપ્ત થયો છે, તેવો શબ્દ પ્રયોગ થાય છે. વસ્તુતઃ આ શબ્દ સત્યથી દૂર છે, કારણ કે મોક્ષમાર્ગ તો ત્રિકાળી સત્ય છે. તેનો લોપ થવાનો સંભવ નથી. અનંત કાળથી અનંત મોક્ષગામી જીવો આ જ માર્ગથી મુકિત પામ્યા છે અને આગળ પામતા રહેશે. આ માર્ગ તો શાશ્વત સત્ય છે. જેથી કવિને “વર્તમાન આ કાળમાં” એમ કહેવું પડયું. જો કે આપણે વર્તમાનકાળની પણ સૂક્ષ્મ વ્યાખ્યા કરી ગયા છીએ. જેથી અહીં મોક્ષ માર્ગ લુપ્ત થયો છે તેમ કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ કરતા કહેવું જોઈએ કે આવા સાચા સાધક લુપ્ત થયા છે અથવા તેમની ક્ષાયોપશમિક, જ્ઞાનજન્ય બુદ્ધિના અસ્તિત્ત્વમાં તેને માટે માર્ગની સમજ લુપ્ત થઈ જાય છે. જેમ કોઈ કમળાના રોગીને ઉજ્જવલ પ્રકાશ પણ પીળો દેખાય છે. પ્રકાશ તો સત્ય જ છે પરંતુ તે બિમારને માટે તેના આવરણને કારણે તેના પૂરતો તેની નજરથી તે લુપ્ત થઈ જાય છે. ' લખતા શું છે ? અહીં “મોક્ષ માર્ગ લોપ” કહેવામાં આવ્યો છે, તે કોઈ વ્યકિતના આધારે કહેવામાં આવ્યો છે બધા સાધકો માટે લુપ્ત થતો નથી. તેથી જ કવિશ્રી સ્વયં સચેત છે. તેઓએ બહુ' શબ્દ વાપર્યો છે. “બહુ શબ્દથી જ સ્પષ્ટ થાય છે કે મોક્ષમાર્ગ શાશ્વત છે. કોઈ અજ્ઞાની જીવના આધારે જ લુપ્ત છે. હવે આપણે જરા લુપ્ત થનારી ક્રિયામાં ઊંડાઈથી વિચાર કરીએ કે મોક્ષમાર્ગ કયારે લુપ્ત થઈ શકે? ભૌતિક રીતે, સ્કૂલ દષ્ટિએ આવો સવળો ઉપદેશ આપનાર ઉપદેશકો માટે આરોપ થઈ શકે છે કે તેઓ મોક્ષમાર્ગને લુપ્ત કહે છે. અથવા મોક્ષ માર્ગથી લુપ્ત થયા છે પરંતુ આ બાહ્ય નિમિત્ત કારણો છે. વાસ્તવિક કારણ જીવની આંતરદશા છે અને આંતરદશામાં કર્મનો ખેલ ચાલતો હોય છે. જેમાં જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વમોહનીયકર્મ રૂપ બે પ્રચંડ તટ છે. જે દ્રષ્ટા સામે વિપરીત નાટક ઊભું કરે છે. અને ઉદયમાન પરિણામોથી જીવના સમ્યફ બોધને આવરે છે. મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ યથાર્થ ભાવે પરિપકવ ન થઈ હોય ત્યાં સુધી જીવાત્મા પુરુષાર્થ કરવા માટે નબળો પડે છે. અહીં પુરુષાર્થની એક તક છે, જીવાત્મા કોઈ કોઈ નિમિત્તનું કે સ્વતઃ પોતાનું અવલંબન કરી અપૂર્વકરણનો સ્પર્શ કરે છે. એટલા માટે જ ઉમાસ્વાતિએ સ્પષ્ટ કર્યું છે કે “ત૬ નિસાત્ માનદ્ વા અહીં મોક્ષશાસ્ત્ર સ્પષ્ટ કરે છે કે જીવ કોઈ નિમિત્તથી અથવા પોતાના સ્વબળે કરી પોતાના જ નિમિત્તના આધારે આત્મસ્વરૂપનો આશ્રય મેળવે છે. સ્વબળે પોતાનો આશ્રય એટલે શું? અહીં સ્વયં જે આત્માનું અધિષ્ઠાન છે તે ઘણા સ્વાભાવિક ચારિત્રના પરિણામો વર્તતા હોય છે પાછલા વૈરાનુબંધના અભાવે કે એવા બીજા કોઈ પણ કષાયોના અભાવે સ્વતઃ સંસારથી સંતુષ્ટ |||||||||||III wil|BHAI[LI[Tillu||||||||||||||||||||||T illlllllHISHHHHAlink થાપાના ૨૫ બાદ Page #39 -------------------------------------------------------------------------- ________________ થયા પછી એક યથાર્થ પરિણમન જેવી અવસ્થા જીવમાં આવતી હોય છે. જેમ ઉપદ્રવ વગરનું પાણી પોતાની મેળે નિર્મળ થતું હોય છે, તેવી રીતે ઉપદ્રવ અવસ્થામાં વિભાવનું તાંડવ ઓછું થતાં એક સમ અવસ્થા આવે છે. આ સમ અવસ્થા તે શુદ્ધ સ્વરૂપની પૂર્વભૂમિકા છે. જેમ સૂર્યોદય થયા પહેલા અરુણોદય થાય છે અને ફળ પાકયા પહેલા તેની મીઠી સૌરભ ફેલાય છે. એમ કોઈ પણ પદાર્થની કે જીવની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય, તે પહેલા તેની અનુકુળ એવી પૂર્વ અવસ્થાઓ પણ હોય છે. અનંત કાળક્રમમાં કયારેક કર્મોના વિક્ષેપના અભાવે અને મોહનીય આદિ કર્મોની સ્થિતિ લઘુ થતાં આવી શાંતિમય પૂર્વ અવસ્થાઓ પ્રગટ થાય છે અને આ પૂર્વ અવસ્થાના પ્રતિબિંબ જીવાત્માના જ્ઞાનમાં પડે છે, ત્યારે કોઈ પણ નિમિત્તનું અવલંબન કર્યા વિના સ્વતઃ સ્વબળે કે અનુકુળ પર્યાયોનું અવલંબન કરી જીવ પુરુષાર્થ કરે છે. ઉમાસ્વાતીએ નિઃસર્ગ શબ્દથી આ અવસ્થાનું વર્ણન કર્યું છે. કષાયો બહુધા શેષ થતાં સ્વતઃ જે ભાવ પ્રગટ થાય તે નિઃસર્ગભાવ છે, પ્રાકૃતિક ભાવ છે. આ ભાવના અવલંબનથી જીવ શુદ્ધ ભાવને પ્રાપ્ત કરે છે. જો આ ભાવ ન આવ્યો હોય અને આ ભૂમિકાનો સ્પર્શ થયો ન હોય તો એ જીવ માટે મોક્ષમાર્ગ લુપ્ત થાય છે. આ છે એની આંતર્દશાની લુપ્ત થવાની અવસ્થા. લુપ્ત થવાનું આ અત્યંતર કારણ છે. આ અવસ્થામાં અર્થાત્ પુરુષાર્થ કરવાના સમયે, વિપરીત ઉપદેશકોના કારણે વિપરીત બુદ્ધિનું પ્રતિબિંબ પડે અને મોક્ષ માર્ગ લોપાય તો નિમિત્ત માત્રથી તે ઉપદેશક આરોપનો અધિકારી બને છે. વસ્તુતઃ ઉપદેશક પણ એક વ્યકિત જ છે અને તેને મિથ્યાત્ત્વ આદિ પ્રબળ ભાવો વર્તે છે. એટલે તેને માટે મોક્ષમાર્ગ લુપ્ત થઈ જાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગનો લોપ થતો જ નથી. પરંતુ આવા કોઈ આત્યંતર કર્મજન્યના કારણે જીવોની દૃષ્ટિમાં માર્ગ અવરોધાતો હોય છે. આવા અવરોધોમાં ઘણી વખત બાહ્ય નિમિત્ત નિમિત્તરૂપે ભાગ ભજવતા હોય છે. જ્યારે વાસ્તવિક દશા નિરાળી જ છે. જે વકતાની દૃષ્ટિમાં સાચા માર્ગની તેમને ઉપલબ્ધિ થઈ છે. તેને કરુણામય ભાવોથી વ્યથા થાય છે કે શું આ સાચો માર્ગ ખોવાય ગયો છે ? આવા કરુણાભાવથી સ્થૂળ શબ્દો તેમના મુખથી સરી પડે છે, જે વ્યવહારનયને આશ્રિત ઉદ્ભવેલા શબ્દો છે પરંતુ આપણે સાચા અર્થમાં તેની વ્યાખ્યા કરી વસ્તુતઃ લોપનો ભાવ સમજીએ તો જ આ પદથી ઉપકાર થાય તેવું છે. અહીં સ્થિતિ એવી થઈ છે કે કોઈ માણસ આંખ બંધ કરીને એમ કહે કે અંધારુ છે અને પ્રકાશનો લોપ થઈ ગયો છે. વાસ્તવ પ્રકાશનો લોપ થયો નથી. પોતે જ આંખ બંધ કરી છે. જેથી એ વ્યકિત માટે, તે તે સમય પૂરતો પ્રકાશનો લોપ થયો છે. લોપ થવા પાછળનું આ સત્ય સમજાય તો સાધક સતર્ક બની શકે તેમ છે. અહીં આપણે લોપની વ્યાખ્યા સાથે માર્ગની વ્યાખ્યા કરી છે. કારણ કે લોપ થયો તે વિશેષણ માર્ગનું છે. મોક્ષ લુપ્ત થયો છે તેવું કહેવાનું તાત્પર્ય નથી, પણ માર્ગ લુપ્ત થયો છે તેવું કહેવાનું તાત્પર્ય છે. હવે આપણે આ મહાન યોગીરાજના ઉત્તમ શબ્દો જે ગૂઢભાવે ગવાયા છે તેના ઉજ્જવળ પાસાને સ્પર્શ કરી રહ્યા છીએ. આ બીજી ગાથાના પૂર્વાર્ધમાં જે મુખ્ય શબ્દ છે તે મોક્ષ ૨૬ IF AH Page #40 -------------------------------------------------------------------------- ________________ છે. મોક્ષ એ જૈન દર્શનનું પરમ સાધ્ય મનાયું છે. ભારતવર્ષમાં જે આધ્યાત્મદર્શનો છે તે બધા મોક્ષવાચી છે. મુકિત એ ભારતવર્ષનું અંતિમ લક્ષ છે. જો કે પાછળથી કેટલાક વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રેમલક્ષણા ભકિતને આધીન થઈ તેઓએ મોક્ષને નકાર્યો છે, તેઓએ મુકિત કરતા ભકિતને અધિક મહત્વ આપ્યું છે, અને ત્યાં સુધી ગાય કે “જનમ જનમ માંગું ભકિત રે, ન ચાહું મુકિત રે.” પરંતુ આ પ્રકારનું કથન કરનારા સંપ્રદાયો બહુ ઓછા છે તેમ જ આવી ભકિતની પાછળ પણ તે જ આચાર્યોએ ફળશ્રુતિરૂપે મુકિતનું જ વર્ણન કર્યું છે. જૈન દષ્ટિએ મોક્ષ : મુકિત કે મોક્ષ અધ્યાત્મશાસ્ત્રોનું એક સાર્વભૌમ લક્ષ છે. જૈનદર્શન પણ આવા મોક્ષને વિશેષ રૂપે સ્થાન આપી મોક્ષની વ્યાખ્યામાં ઘણા સુધારા કરી મોક્ષના સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે કારણકે કેટલાક દર્શનો મોક્ષમાંથી પણ જીવ પુનઃ અવતરણ કરે છે તેવા સિધ્ધાંતનું પ્રતિપાદન કરે છે, અને મોક્ષના પણ સાયુજ્યમુકિત, સાંગોપાંગમુકિત એવા ભેદ કરી મોક્ષમાં પ્રકાર પાડે છે પરંતુ જૈન દર્શન આ બધા સિદ્ધાંતોનું અવલંબન ન લેતા સ્વસ્થપણે અખંડ મોક્ષની વ્યાખ્યા કરે છે. અને આગળના અનંતકાળ માટે મોક્ષમાં જીવની સમ અવસ્થા બની રહે છે, ત્યાં કોઈ અન્ય ઈશ્વરીય સામ્રાજય છે તેવું ન માનતા, સમગ્ર મુકત જીવો પરસ્પર સામ્ય યોગને પ્રાપ્ત થયા છે ત્યાં જ્ઞાનાત્મક દશા છોડીને સિદ્ધ તત્ત્વોની સર્વથા નિષ્ક્રિયતાને મુખ્યરૂપે સ્થાપે છે. હવે તે જીવોને જગત સાથે કશું કતૃત્વ નથી, આ જગતના જે ઉત્પતિ, સ્થિતિ, લયના ભાવો ભજવાય છે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ આ જીવોનો સંપર્ક નથી, સંશય નથી, કર્તૃત્વ નથી, તે જીવો સર્વથા અસંગ રહી શાશ્વત ભાવે સ્વસ્વરૂપમાં સમાવેશ કરી નિરંતર એક સ્વસ્થિતિને પ્રાપ્ત થયા છે. અર્થાત્ પરમાત્મદશાને વર્યા છે, આવા મુકત જીવો માટે જૈનદર્શનમાં તેમના મુખ્ય મહામંત્રમાં નમો સિદ્ધાણં' એવો ભકિતયુકત શબ્દ રાખી તે મુકત જીવોને વંદન કર્યા છે. આ મોક્ષ એ જૈનદર્શનનું અંતિમ લક્ષ છે. પૂર્વમાં આપણે મુકિત વિષે ઘણી વ્યાખ્યા કરી ગયા છીએ. અહીં મોક્ષ માટે શાસ્ત્રોકત પ્રામાણિક વ્યાખ્યાની ચર્ચા કરશું. ઉમાસ્વામીએ મોક્ષ માટે ‘ન લિયો મોલ' અર્થાત્ સપૂર્ણ કર્મોનો નાશ થવો તે મોક્ષ છે. સંપૂર્ણ કર્મો કહેવાનો અર્થ છે શુભાશુભ બને કર્મો અર્થાત્ પાપાશ્રય કે પુન્યાશ્રવના આધારે જે કાંઈ શુભાશુભ કર્મો અને બંધના ઉદય હતા તે બધા વિપાકોનો સર્વથા ક્ષય કરી જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે તે સ્થિતિના આધારે શાસ્ત્રકારે કર્મક્ષયને જ મોક્ષ કહ્યો છે. અહીં થોડી દાર્શનિક ચર્ચા કરશું. અભાવનું દર્શન : મોક્ષ તે અભાવાત્મક તત્ત્વ છે. અર્થાત્ આપણે ત્યાં અભાવનું અસ્તિત્ત્વ હોતું નથી. અભાવને આશ્રી દર્શનશાસ્ત્રોમાં પ્રચંડ તત્ત્વ ચર્ચાઓ થઈ છે. ન્યાયદર્શન અભાવને સ્વતંત્ર તત્ત્વ માને છે અને કહે છે કે જેમ પદાર્થનું અસ્તિત્ત્વ છે તેમ અભાવનું પણ અસ્તિત્વ છે. પરંતુ અન્ય દર્શનોમાં ને ખાસ કરીને જૈનદર્શનમાં આ વસ્તુનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જે અધિકરણમાં અભાવ થયો છે તે અધિકરણનો અભાવ શબ્દથી પરોક્ષ ઉલ્લેખ થાય છે. અર્થાત હથેળીમાં ગોળનો અભાવ છે. તો તેનો અર્થ એ થયો કે ગોળનો અભાવ હથેળીમાં છે. કારણ કે હાથ એ તે સમય પૂરતુ ગોળનું અધિકરણ હતું. આગળ ચાલીને અભાવના નાશ થયા પહેલાના , છા!!|| હા શાળાની બાળા ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રાગુભાવ, નાશ થયા પછીના પ્રધ્વસાભાવ તેવા અનિત્ય ભાવ અને કેટલાક સાદિસાંત ભાવ, જ્યારે કેટલાક અનાદિ અનંતા ભાવ, આમ અભાવનું એક વિશદ શાસ્ત્ર બૌદ્ધિક રીતે અસ્તિત્વમાં આવ્યું છે. જૈનદર્શનમાં સાદિ અનંત અર્થાત્ જેની આદિ છે પણ હવે અંત નથી. તેવા અભાવને મોક્ષમાં ગણવામાં આવ્યો છે. અર્થાત્ કર્મોનો ક્ષય થયો તેની આદિ છે, પરંતુ આ ક્ષયનો પુનઃ ક્ષય થતો નથી. એટલે તે અનંતકાળ સુધી શાશ્વત ભાવે ટકશે. હકીકતમાં અભાવ એ પદાર્થ નથી. પણ જીવાત્મા એ કર્મોનું અધિકરણ છે. અને કર્મોનો ક્ષય જીવરૂપ અધિકરણમાં થયો છે, તેથી આ અભાવ શબ્દથી ભાવાત્મક જીવનો પરોક્ષ ભાવે ઉલ્લેખ થાય છે. ઉમાસ્વામી મહાન દાર્શનિક છે. એટલે તેઓએ કર્મોના સંપૂર્ણ ક્ષયને મોક્ષ કહીને શાશ્વત એવા અક્ષય આત્માની વ્યાખ્યા કરી છે. જ્યાં સંપૂર્ણ ક્ષય છે ત્યાં સામે સંપૂર્ણ અક્ષય તત્ત્વ પણ છે. જૈન સિદ્ધાંત અનુસાર અભાવાત્મક તત્ત્વ ભાવાત્મક પદાર્થનું જ ધોતન કરે છે. ક્રોધનો ક્ષય કે અભાવ એ ક્ષમાનું સૂચક છે. આમ અભાવ શબ્દ હકીકતમાં ભાવાત્મક છે. આવો ભાવપૂર્ણ મોક્ષ તે મુમુક્ષુ જીવોનું લક્ષ છે. આ મોક્ષ સ્વયં આત્મા સ્વ-પ્રજ્ઞાથી તેનો અનુભવ કરી હવે કોઈ પ્રકારના કાર્યો અવશેષ ન હોવાથી આનંદમય કોષમાં પ્રવેશ કરી જાય છે, અને ત્યાં જ્ઞાન અર્થાત્ પરમ જ્ઞાન, આનંદ અર્થાત પરમાનંદ, બન્ને એકાકાર બની પરમાત્મ સ્વરૂપના અધિકારી બની અનંત કાળ માટે સ્થિર થાય છે. જુઓ તો ખરાઆ કેવી છે ઉત્તમ આનંદ લહરીની શાશ્વત અવસ્થા ! આ મુકિત એ કેવળ શાબ્દિક નથી અને કેવળ અભાવાત્મક નથી, પરંતુ જેને જન્મ મૃત્યુના ચક્કર કહે છે, તેનાથી નિરાળી એક અદ્ભુત અવસ્થા છે. હવે ફકત તેને કાળ અને ક્ષેત્રનું બંધન છે. વસ્તુતઃ જૈનદર્શન આકાશદ્રવ્યને બંધનનું કારણ ન માનતા ધર્માસ્તિકાય જેવા એક દ્રવ્યને સમગ્ર પદાર્થને મર્યાદિત કરે તેવું ગુણાત્મક દ્રવ્ય માને છે. આ ધર્માસ્તિકાયનું બંધન અને હવે અનંતકાળ સુધી કાળ તેને એકજ અવસ્થામાં રાખશે, તેવું કાળનું કાલ્પનિક બંધન છે. વસ્તુતઃ આ મુકત જીવોને બંધન અને અબંધન એવો કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભેદ લાગુ પડતો નથી. અસ્તુ. - પ્રત્યક્ષ મુકિત અંતિમ મુકિતનું કારણ કે અહીં આપણે જે વ્યાખ્યા કરી તે સંપૂર્ણ મોક્ષની વ્યાખ્યા કરી. જ્યારે વસ્તતઃ જીવ જે જે ઉદય ભાવોથી મુકત થાય, ત્યાં પણ મુકિતનું સર્જન થાય છે, આવી ક્રમિક ગુણસ્થાન આશ્રિત મુકિતઓ આ મહામકિતનું કારણ છે. અત્યારે સાધક માટે પ્રત્યક્ષ મુકિતનું અધિક મહત્ત્વ છે. પ્રત્યક્ષ મુકિત એ સાધનાનું લક્ષ છે. જીવ તેમાં જ ગોથા ખાઈ શકે છે. એટલે સાચો માર્ગ ન મળે તો આ પ્રત્યક્ષ મુકિતનો અનુભવ જીવ ન કરે અને શુદ્ધ પર્યાયનો અનુભવ ન થાય ત્યાં સુધી સમ્યગુદર્શનનો પણ પ્રાર્દભાવ ન થાય. અહીં જે મોક્ષમાર્ગની લોપ થયાની હકીકત છે તે વસ્તુતઃ પ્રત્યક્ષ સાધનાને આશ્ચિત જીવને જે મુકિત મળવી જોઈએ તે અનુભવતો નથી, તેથી તેને લોપ કહીને સાચી દિશા આપવામાં આવી છે. સંપૂર્ણ મોક્ષ તો શાશ્વત છે. જ્યારે વર્તમાન મુકિત એ આરાધ્ય છે. ક્ષયોપશમ, ઉપશમના આધારે તે મુકિત હાનિવૃદ્ધિવાળી છે અને ક્ષાયિક ભાવોના આધારે તે સમ અવસ્થાવાળી પણ છે, પરંતુ આવી આ પર્યાયાત્મક નિર્મળ મુકિતના ભાવો ઘણું જ મહત્ત્વ ધરાવે છે. તેના ઉપર જો Page #42 -------------------------------------------------------------------------- ________________ આવરણ આવે અથવા તેની સાધનાનો માર્ગ અજ્ઞાનના કારણે લોપ થયો હોય તો મહામુકિત મળે જ કયાંથી ! જેમ કોઈ સ્વર્ણકાર મૂળમાં જ પીતળને સોનું માની સોનાના અલંકાર તૈયાર કરે, તો જ્યાં ઉપાદાન ખોટું છે, ત્યાં સાચો અલંકાર બને જ કયાંથી ? સંપૂર્ણ મોક્ષ તો આનુષંગિક પરિણામ છે. જ્યારે આરાધ્ય મોક્ષ તો જીવના પુરુષાર્થની ઉપલબ્ધિ છે અને આવા આરાધ્ય મુકિતના પગથિયા એક પછી એક ચઢતા જાય તો જીવ સ્વતઃ મોક્ષ નગરમાં પ્રવેશ કરે છે. આમ મોક્ષ એ ઘણી જ નાજુક વસ્તુ છે અને પ્રાપ્ત કરવામાં ભિન્ન ભિન્ન પ્રકારના માયાવી આવરણો આડા આવે છે. જેને પરા અને અપરા એવી બે શકિતમાં વિભાગ કરવામાં આવ્યા છે. મોક્ષમાર્ગના આરાધકને પરાની ઉપલબ્ધિ સાથે અપરાની ઉપલબ્ધિ વહેલી થવા લાગે છે. અર્થાત્ શુદ્ધ ફળની જગ્યાએ બાહ્ય ફળો જલ્દી મળવા લાગે છે, જેવા કે સન્માન, બહુમાન સારા પદાર્થોની પ્રાપ્તિ વગેરે બાહ્ય ફળો મળે છે, ક્ષમાના, નિરહંકારના, નમ્રતાના, જ્ઞાનના, સમજના જે કારણો છે તે પરાશકિત છે. એટલે જ કહ્યું છે કે : "अपराम् विहाय परां जे अवलंबते ऊर्ध्वगतिम् प्राप्नोति” अपराम् विहाय अपराम् अवलंबतेते अधः રાન્તિ’ આનો અર્થ થયો કે અપરાને છોડીને જે પરાને ભજે તે ઊર્ધ્વગતિ પામે અને પરાને છોડી જે અપરાને ભજે તે અધોદશાને પામે, આ વાકયોથી સમજી શકાય છે કે મોક્ષ કે મુતિ કેવી બુદ્ધિમત્તાપૂર્વકની તારવણી છે. કેટલી નાજુક પગદંડી છે ! અહીં માર્ગ લુપ્ત થવાનો પૂરો સંભવ છે. માયાવી જીવો મોક્ષના નામે માયાજાળ પાથરે છે. તેથી જ કવિરાજ કહે છે કે “મોક્ષમાર્ગ બહુ લોપ”, અસ્તુ. અહીં આપણે મોક્ષ વિષે તત્ત્વ વિચારણા કરી અને આ અખંડ દ્રવ્યની ઉપલબ્ધિ માટે જે શાશ્વત માર્ગ છે તેનું મહત્વ શું છે તેનું કથન સ્વયં સિદ્ધિકાર પ્રગટ કરશે, તે ભાવો સાથે આગળ વધશું. સારાંશ :મુકિત શબ્દ એ અભાવાત્મક તો છે જ અને જે રીતે જૈન તત્ત્વજ્ઞાનની થિયરી છે તે રીતે પરોક્ષ રીતે વિધેયાત્મક પણ બતાવ્યું છે. પરંતુ તેમાં એક મહત્વપૂર્ણ કડી રહી જાય છે કે,મુકિતમાં બે દ્રવ્યો કે બે તત્ત્વો જુદા પડે છે. ઉમાસ્વામીએ સંપૂર્ણ કર્મક્ષયને મોક્ષ કહ્યો તેમાં પણ અધ્યાહાર તો છે જ. કર્મનો ક્ષય તે મોક્ષ છે કે ક્ષયનું પરિણામ તે મોક્ષ છે. વસ્તુતઃ કર્મના ક્ષયનું પરિણામ જ મોક્ષનું સ્વરૂપ છે. તો અહીં બે દ્રવ્યો છૂટા પડે છે. એક શુદ્ધ આત્મ તત્ત્વ અને બીજા ભૌતિક અથવા ભાવાત્મક અશુદ્ધ ઉપદાનરૂપ વિભાવો. આ બંને છૂટા પડે છે. તો પ્રશ્ન એ થાય છે કે કર્મ ને આત્માનો સંબંધ કેવો હતો ? શું કર્મ અને આત્મા વચ્ચે સંયોગ સંબંધ છે ? કે બીજો કોઈ સમવાય જેવો સંબંધ છે ? કે ગુણ દ્રવ્યાત્મક તાદાત્મ્ય સંબંધ છે ? અને આ સંબંધનો વિચ્છેદ થાય છે તેને ઈષ્ટ માની મોક્ષરૂપે સ્વીકારવામાં આવે છે. આત્મા અને કર્મનો અવાસ્તવિક સંબંધ : વસ્તુતઃ આત્મા અરૂપી છે અને દ્રવ્યકર્મો રૂપી છે. તે બન્ને વચ્ચે સંયોગ સંબંધ સંભવતો નથી. બીજી રીતે કર્મ આત્માની સાથે તાદાત્મ્ય પણ થઈ શકતા નથી, કારણ કે ગુણ અને દ્રવ્યોનો જ તાદાત્મ્ય સંભવે છે. કર્મ કે કર્મના પરિણામો કે કર્મચેતના તે આત્માના ગુણ નથી. તેથી તાદાત્મ્ય પણ કહી શકાય નહીં. તો આવા સંબંધોને જૈન ૨૯ FREE Page #43 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિએ કોઈ પ્રકારના સ્થાયી સંબંધ કે સમવાય સંબંધ પણ સ્વીકાર્યા નથી. આથી નિશ્ચય થાય છે કે કર્મના પરિણામો કર્મમાં જ શમી જાય છે. પરમ નિશ્ચયમાં કર્મ અને આત્માનો કોઈ સંબંધ. સંભવતો નથી. નિશ્ચયરૂપે આત્મા મત જ છે. મોક્ષ શબ્દનો તેની સાથે પ્રયોગ કરવો તે વ્યાવહારિક દૃષ્ટિ છે. ખરેખર તો કર્મોનો જ મોક્ષ થઈ જાય છે. કર્મોની જ મુકિત થાય છે. જેમ પેટીમાં રાખેલો હીરો પેટીમાં બંધ હોવા છતાં પોતાના સ્વરૂપમાં તે અખંડ છે, એટલે તેણે સ્વરૂપ ગુમાવ્યું નથી. આ હીરાને મુકત કરવો તેનો વાસ્તવિક અર્થ એ જ છે કે પેટીને જ મુકત કરવી. - પેટી પોતાની બંધન અવસ્થાથી મુકત થઈ, તેવી રીતે કર્યો પણ આશ્રવ, બંધ કે ઉદય જે પરિસ્થિતિમાં હતા તેમાંથી તેઓ મુકત થઈ ગયા છે. આત્મા તો સૈકાલિક હીરો છે અને તેનું આવરણ તે ક્ષયોપશમ આદિ જ્ઞાનો દ્વારા જીવ અનુભવે છે અથવા તેને કર્મજન્ય કડવા મીઠાં શુભાશુભ ભાવોનો અનુભવ થાય છે અને તેથી આત્મા બંધાયેલો છે તેવું અનુભવે છે. 11 વસ્તુતઃ ઉલ્ટી ગણતરી કરવાથી જે પ્રવાહે કર્મો બંધાયા છે તે પ્રવાહે ચાલ્યા જવાના છે. આ કર્મોનું આગમન અને ગમન તે સાધનાનો વિષય એટલા માટે છે કે જીવાત્મા અથવા તેના ખંડ | જ્ઞાનો જે વેદાત્મક સ્થિતિનો અનુભવ કરે છે અને તેમાંથી મુકત થવા માંગે છે. આમ આત્મા સંબંધી જે સંપૂર્ણ નિશ્ચયાત્મક જ્ઞાનનો અભાવ છે તેનાથી પણ મુકત થવાનું છે. સૂર્ય વાદળાથી મુકત થાય તેવી સ્થિતિ છે. અંધકાર તે આત્મબંધનનું પરિણામ નથી, કારણ કે તે બંધાયેલો જ નથી. પરંતુ એ કર્મજન્ય પરિણામ છે. આ દૃષ્ટિથી જોતાં કોઈ પ્રકારના સંબંધનો પરમ નિશ્ચયમાં વિચ્છેદ થતો નથી પરંતુ કર્મો પોતે જ સંપૂર્ણ ક્ષયગામી થવાથી મુકિતનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય અહીં જે “મોક્ષમાર્ગ બહુ લોપ” એમ કહ્યું છે તે આ દષ્ટિએ કહ્યું છે કે પરમાત્માનો શુદ્ધ નિર્ણય પણ ખંડજ્ઞાનમાં પ્રકાશિત ન થાય અને મતિ આદિ જ્ઞાનો બીજા ભાવોથી આવૃત હોય તો મોક્ષમાર્ગ લોપ થાય તેમાં નવાઈ જેવું નથી. અહીં જે ભાવો વ્યકત કર્યા છે તે કેવળી ગમ્ય છે, છતાં પણ મતિજ્ઞાનને આધારે આ વિવરણ આપવામાં આવ્યું છે. બીજી કડીનાં ઉત્તરાર્ધમાં પ્રવેશ કરતા સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રકાર વિશેષ લક્ષ રાખી આત્માર્થી જીવને માટે વિશેષરૂપે ઉપદેશ આપી રહ્યા છે. સ્પષ્ટ કહ્યું છે કે “આત્માર્થીને વિચારવા'. અહીં આપણે આ પદની પાછળ રહેલા ગંભીર ભાવોને તપાસવા રહયા. આત્માર્થી નું વિવેચન : પ્રથમ પ્રશ્ન એ છે કે આત્માર્થી કોને કહેવો? બીજો પશ્ન એ છે કે શું વિશેષ ભૂમિકાવાળા જીવને કે આધ્યાત્મિક દૃષ્ટિએ આંતરદશામાં આગળ વધેલા જીવને આત્માર્થી કહેવામાં આવે છે ? કે વ્યવહાર દષ્ટિએ પોતાને મુમુક્ષુ માને છે તેવા જીવને અહીં આત્માર્થી ગણવા ? ત્રીજો પ્રશ્ન એ છે કે આત્માર્થી શબ્દને છૂટો પાડવાથી આત્મા અને અર્થ એવા બે ભાવ સામે આવે છે. આત્મા સ્વયં અર્થી છે, કે આત્માથી ભિન્ન એવું કોઈ અર્થ છે? આત્મા અને અર્થીનું અધિષ્ઠાન શું એક જ છે ? જ્યાં ઉપદેશ અપાય છે તે ફકત આત્માર્થી જ વિચારી શકે તેવો છે કે સર્વભોગ્ય છે ? આ પદથી ભાવ એવો નીકળે છે કે જે આત્માર્થી હોય તે જ આ વિચારને યોગ્ય છે પરંતુ, ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ તે આત્માર્થી જ્યાં અટકી ગયો છે ત્યાંથી આગળ વધવા માટે આગળનો ઉપદેશ ઉપકારી થશે તેવો ભાવ છે. શું મોક્ષમાર્ગ એ વિચારનો વિષય છે કે અનુભવનો વિષય છે ? અહીં વિચારવા માટે એમ કહ્યું છે તેનો અર્થ વિચારનો વિષય તો છે જ પરંતુ અધ્યાહાર ભાવે આગળ ચાલીને આ માર્ગ અનુભવગમ્ય છે તે સ્પષ્ટ થશે. ફકત વિચારનો જ વિષય હોય તો તે બૌધિક સંપદા છે. એટલા માટે અહીં જો કે વિચારની સાથે આત્માર્થીને જોડયા છે. અર્થાત્ જે આત્માર્થી ન હોય તે તર્ક આદિથી કે કેવળ બુદ્ધિ સંપદાથી આ બધા વિષયોને વિચારે પરંતુ તેના માટે એ કલ્યાણ સ્વરૂપ બને અને ન પણ બને. પરંતુ આત્માર્થી હોય તો આ વિચારણા કલ્યાણ સ્વરૂપ બને તે સમજાય તેવું છે. અસ્તુ. અહીં આપણે આત્માર્થીને વિચારવા એ શબ્દ ઉપર ઉર્પયુકત ઘણા પ્રશ્નો પ્રદર્શિત કર્યા છે. અને ચિંતનની ગહનતાનો માર્ગ ખુલ્લો કર્યો છે. હવે તે ચિંતનની ઊંડાઈમાં પ્રવેશ કરી તેનો વ્યવસ્થિત વિચાર કરીએ કારણ કે પરમ પવિત્ર આ શાસ્ત્રના પ્રણેતા યોગીરાજ એ કોઈ સામાન્ય કથનના આધારે પ્રેરિત થયા નથી. પરંતુ હૃદયથી સહજ સ્કૂરાયમાન થયેલી ચિંતનની ધારા આવા પાવન જીવોને લક્ષ તરફ લઈ જવા માટે ખરી પડી છે. આખું શાસ્ત્ર કોઈ એક વિશેષ લક્ષને ધ્યાનમાં રાખી પ્રરૂપાયું છે. આ વિશેષ લક્ષ તે આત્માર્થી જીવોને શુદ્ધ વિચાર માટે શુદ્ધ ભોજન પીરસવું અને આત્મ કલ્યાણનો માર્ગ ખુલ્લો મુકવો. આ જ પદમાં સ્વયં અગોપ્ય શબ્દનો પ્રયોગ કરે છે. અર્થાત્ આ રાજમાર્ગને છૂપાવવાં જેવો નથી. સ્પષ્ટ પ્રગટપણે ઝળકી રહયો છે તેને ખુલ્લો કરવો છે. અસ્તુ. આત્માર્થીની પૂર્વભૂમિકા આત્માર્થીની આંતરિક ભૂમિકા શું હોઈ શકે? જીવ કયારે આત્માર્થી બને છે? જીવાત્મામાં તેની ભાવ પરિણતિઓ અને કર્મના ક્ષયોપશમ આદિ ભાવો કે ઉપશમ ભાવો પરિણત થયા પછી જીવનો કાળ પરિપકવ થાય છે. એક પછી એક બિન્દુ ખુલતા જાય છે. આ આખી સાંકળમાં બાહ્ય નિમિતો ઉપકારી થતા હોય છે પરંતુ પ્રબળભાવે તેનું ઉપાદાન જ ઉપકારી થાય છે. સૌથી મોટી વાત છે કે વિષય કષાયના ફળ જ્યારે જીવ જુએ છે કષાયની થપ્પડ લાગે છે, વિષયના બધા કાંટા હાનિકારક નિવડે છે ત્યારે જીવની વિષય કષાયની ખૂમારી ઓછી થાય છે અને તેની મીઠાશ પણ કડવાશમાં બદલે છે. આવા કોઈ પુણ્યયોગી જીવને કષાયના કુપ્રભાવના દર્શન થાય છે. તેની સાથે જ તેની સામે કોઈ શાશ્વત ભૂમિકા હોવી જોઈએ તેવી તેને ઊંડી ભૂખ લાગે છે, અથવા ઝંખના થાય છે અથવા પ્રબળ ઈચ્છાશકિત વિષય કષાયને નિરાધાર કરી સાચો આધાર પૂરો પાડે તેવા તત્ત્વને ઈચ્છે છે. જીવ જ્યારે આ ભૂમિકામાં આવે છે ત્યારે સંસારનું કડવું ચિત્ર તેના મનમાં અંકિત થાય છે. આ બધી ક્રિયા સ્વતઃ પ્રેરિત હોય છે. સંતોના ઉપદેશ આદિ અથવા બાહ્ય ઉપદ્રવો નિમિત્ત બની તેમને પાછો વાળે છે અને પોતે સ્વભૂમિકામાં રમણ કરવા ઉત્સુક થાય તેવી અભિલાષા પ્રવર્તે છે પરંતુ તેને સ્પષ્ટ થયું નથી કે જીવનનો સાચો આધાર શું છે ? શાશ્વત તત્ત્વ શું છે ? આ અફાટ સમુદ્રના તરંગો ઉછળે છે, તે શમે છે એવા અનિત્ય ભાવોની પાછળ કોઈ નિત્ય તત્ત્વ શું છે ? તેની શોધ છે, પણ હજી સ્પષ્ટતા નથી. આ બધી અભિલાષા પાછળ મોહનીય કર્મના ઉપશમ પરિણામો અવશ્ય જોડાયેલા માણના કાકા કાલાવાડ ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ હોય છે. મોહનીયના ઉપશમભાવો સ્વતઃ કર્મનો પરિપાક થયા પછી નીપજતા હોય છે. કયારેક તીવ્ર જ્ઞાનાદિના પ્રહારથી તે અકાળે પણ ઉપશમે છે. આપણે મોહનીય કર્મોના તારતમ્ય ભાવને સમજી લઈએ. મોહનીય કર્મ તે આક્ષેપ અને વિક્ષેપ બન્ને પ્રકારના ઉદય ભાવોને ભજે છે. કેટલાક કર્મો આક્ષેપકારી હોવાથી ગુણોને ઢાંકે છે, જ્યારે કેટલાક કર્મો આક્ષેપ અને વિક્ષેપ બન્ને પ્રકારના ઉદયવાળા હોવાથી ગુણોને ઢાંકે છે અને વિક્ષેપ ઊભો કરી ઉપદ્રવ કરે છે. મોહનીય કર્મ આવા પ્રકારનું વિલેપાત્મક કર્મ છે. અનાદિ કાળ થી કર્મના સંયોગે તે કર્મ સાથે જોડાયેલું છે. તેનાથી ઉપજતા વિભાવો જીવને જ્ઞાનેન્દ્રિયો દ્વારા કે વેદાત્મક ભાવો દ્વારા મનોયોગ દ્વારા ભોગવાય છે. તેની વેશ્યાઓ બની કાયયોગ અને વચન યોગ ઉપર પણ તેનો પ્રભાવ જોવામાં આવે છે. આવા વિભાવોના સ્વાદથી ઘેરાયેલો જીવ પુનઃ પુનઃ ઉ૫ભાવના મીઠા ફળ ભોગવીને રાજી થાય છે અને કડવા ફળ આવે ત્યારે બીજા મીઠા ફળની ચાહના કરે છે. આમ આર્તધ્યાનના બન્ને પાયામાં તેનું રમણ રહ્યા કરે છે. ઈષ્ટ સંયોગમાં સુખવૃત્તિ, ઈષ્ટ વિયોગમાં દુઃખવૃત્તિ, અનિષ્ટ સંયોગમાં દુઃખવૃત્તિ અને અનિષ્ટ વિયોગમાં રાજીપો આ ચારે ભાંગામાં ખેલવાથી તેને બીજી કોઈ આધ્યાત્મિક ભૂમિકાનું ભાન નથી. તેથી એક મોહનીય કર્મના ભોગથી તેને જ અનુકુળ મોહનીય કર્મ ભાવો બાંધીને તૈયાર રાખે છે. આમ તેનો મોહપથ સતત લંબાતો જાય છે. આને જ શાસ્ત્રકારે અનંતાનુબંધી કહેલ છે. જેમ કોઈ કરજદાર કરજો લઈ એ કર્જાને ભરવા માટે બીજો કરજો કરે અને ત્યાર પછી તેની કરજો લેવાની પરંપરા ચાલુ રહે અને તે સદા કરજદાર જ બની રહે. કર્જામાંથી મુકત થાય જ નહીં. બીજા જન્મમાં પણ તેવી લાળ શરુ કરે. આ જ રીતે આ મોહનીય કર્મથી ઘેરાયેલો જીવ નાટકનો અંત કરે નહીં. કોઈ એવા પુણ્યના યોગથી એવી સ્થિતિ આવે કે તેનો પ્રગટ જ્ઞાનભાવ અથવા કોઈ એવા ઉચ્ચકોટિના નિમિત્ત આ મોહરૂપી ચોરને જ ઓળખાવી આપે અને તેને સમજાય કે આ અનિત્ય કષાય વિષયોના ખેલથી ભિન્ન એવું કોઈ શાશ્વત તત્ત્વ હોવું જોઈએ. આ છે જીવની સર્વ પ્રથમ ઊર્ધ્વગામિતાની પ્રથમ શ્રેણી, આ છે મોક્ષમાર્ગનું પહેલું પગથિયું, આ છે મુકિતની દિશાનું પહેલું સુચન. એક પ્રકારનું અદ્વિતીય, અનુપમ, યથાર્થ ભાવોનું જાગરણ છે. આને અપૂર્વ સ્થિતિ પણ કહી શકાય. છે. Wઅપૂર્વકરણની વ્યાખ્યા : શાસ્ત્રોકત પદ્ધતિ પ્રમાણે જીવમાં બે વખત અપૂર્વકરણની સ્થિતિ નીપજે છે. એક મિથ્યાત્વનું વમન કર્યા પહેલા મિથ્યાત્વ વમન કરવાની સ્થિતિ થાય અને જીવ સમભાવો તરફ વળે ત્યારે અપૂર્વકરણ થાય છે. અને બીજું અપૂર્વકરણ એ આઠમા ગુણસ્થાને જીવ જ્યારે મોક્ષમાર્ગનો નિર્ણય કરી પ્રથમવાર ઊર્ધ્વદશાનો નિર્ણય કરે છે ત્યારે અપૂર્વ ભાવ થાય છે. ધન્ય છે આ શાસ્ત્રજ્ઞ આચાર્યો અને તે મહાપ્રજ્ઞ પુરુષોના સૂક્ષ્મ ચિંતનને ! જેમણે જીવની પૂર્વ પીઠિકાનું વર્ણન કર્યું છે ! આ ભૂમિકા જ્યારે તૈયાર થાય ત્યારે જીવાત્મા આત્માર્થી બને છે. આ રીતે આપણે આત્માર્થી શબ્દની પૂર્વભૂમિકાનો વિચાર કરી તેની આંતરિક દશાને સ્પષ્ટ કરી અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે મોહની આ અખંડ લીલામાં અપૂર્વ ભાવોથી જે છિદ્ર REANO ANTER wonen 32 Agunan Page #46 -------------------------------------------------------------------------- ________________ પાડવામાં આવ્યું છે અથવા તેને વ્યવધાનશીલ બનાવ્યો છે ત્યારે આત્મતત્ત્વનો હળવો પ્રકાશ પ્રગટ થાય છે, આ એક પ્રકારનું અપૂર્વકરણ છે. જીવાત્માએ જે રોશનીનો અનુભવ કર્યો નથી, તે પ્રગટ થતાં તેને વિશિષ્ટ આનંદનો અનુભવ થાય છે. અસ્તુ. આ જ કેન્દ્ર એવું છે કે જ્યાં આનંદની સાથે એક વતરે વા વંટી નગતી હૈ અર્થાત્ ભૂલાવા માટે એક વિચિત્ર સ્થિતિ સામે આવે છે, કારણ કે જીવાત્માએ જે પ્રકાશ જોયો છે તેને વિશેષરૂપે જાણવા, જોવા કે સમજવા માટે આકુળતા પેદા થાય છે. આ વખતે ભિન્ન ભિન્ન પ્રકારના ધર્મગુરુઓ, શાસ્ત્રો કે અંધવિશ્વાસજનક એવી છાયાવાદી વાતો અથવા વિશિષ્ટ પ્રકારના વિકલ્પવાળી ઈન્દ્રજાળ સામે આવે છે. જેમ કોઈ ગ્રાહક માર્કેટમાં જાય, પરંતુ આખી માર્કેટ જો ઠગ. વેપારીઓની હોય, સૌ જુદા જુદા પ્રકારની કપટ ભરેલી માયાવાદી વાતોથી આ ગ્રાહકને ખેંચવા પ્રયાસ કરે, ત્યારે સાચો વેપારી કોણ છે તેનું પરીક્ષણ જીવ માટે અઘરું છે. તે જ રીતે કલ્યાણના ઈચ્છુક અંતરાત્માની ભૂમિકાને સ્પષ્ટ કરવા માટે અધીર અથવા જગતની વિશિષ્ટ શકિતઓને પામવા કે સમજવાની ભાવનાવાળા જીવો ઈશ્વરીય ગુણોનો આભાસ મેળવવા શ્રધ્ધા અને ભકિતયુકત પોતાની અર્પણ ભાવના હોવા છતાં કલ્યાણાર્થી જીવ જો ખરેખર તેના પુણ્યનો ઉદય ન હોય તો કોઈ માયાવી જાળમાં ફસાય છે અને પુનઃ મિથ્યાત્વનો ઉદય થાય કે કષાય ભાવોનું પુનઃ જાગરણ થાય અથવા પોતે પુણ્યમાર્ગમાંથી ટ્યુત થઈ પાપમાર્ગમાં ઢળી પડે તેવી સ્થિતિ થાય છે. આવે અવસરે આ કલ્યાણાર્થી આત્માર્થી બને અને તેનું જ્ઞાન જાગૃત હોય, વિવેકશકિત ખીલી હોય, સાથે પ્રબળ પણ્યનો ઉદય હોય તો તે જીવ મોક્ષમાર્ગ માટે કે સાચા માર્ગનું અવલંબન કરવા માટે તત્પર બને છે. આવા આત્માને જ અહીં કવિરાજ આત્માર્થી કહે છે. અર્થાત્ જેને જ્ઞાન પામવું છે તે જીવને આ અવસરે યોગ્ય ગુરુનું કે યોગ્ય સમ્યદ્રષ્ટિનું માર્ગદર્શન મળે, તે માર્ગદર્શન સચોટ હોય તો હળુકર્મી આ આત્માર્થીને સ્પર્શ કરી જાય છે અને આવા સમ્યક દૃષ્ટા ગુરુદેવ તેમના પરમ ઉપકારી બને છે. અર્થાત્ આવા આત્માર્થી જીવો માટે સ્પષ્ટ ઉઘાડી કિતાબનું પ્રદર્શન આવશ્યક છે. ' અર્થાતુ સ્પષ્ટ સમજી શકાય તેવી મોક્ષમાર્ગની વ્યાખ્યા માટે કોઈ જરૂરી આખ્યાન કરવું નિતાંત કલ્યાણકારી છે. એટલે જ અહીં કૃપાળુ ગુરુદેવ પોતાને પરોક્ષમાં રાખી સ્વયં કહે છે કે અહીં અગોપ્ય અર્થાત્ જેમાં જરાપણ કોઈ બનાવટ નથી કે કોઈ વસ્તુ છૂપાવવામાં આવી નથી. પરંતુ સ્પષ્ટ પ્રગટ મોક્ષમાર્ગના ભાવોનો ઉલ્લેખ છે. તેવો માર્ગ અહીં ભાખ્યો છે. જો કે “ભાખ્યો શબ્દમાં ભૂતકાળ છે. પરંતુ આગળના પ્રકરણમાં સ્વયં ભાખશે, તે ભવિષ્યકાળનું અવલંબન કરી પોતાના હૃદયમાં તે ભાવો સ્પષ્ટ અંકિત થઈ ગયા છે તેથી ભૂતકાળ શબ્દનો પ્રયોગ કર્યો છે. વરના એમ કહેવું પડત કે (ભાખશું અહીં અગોપ્ય) પરંતુ અહીં ભાખશું એવા ભવિષ્યકાળ શબ્દનો. ઉલ્લેખ ન કરતા ભૂતકાળવાચી શબ્દનો ઉલ્લેખ કર્યો છે તેથી સ્પષ્ટ થાય છે કે આ માર્ગ તેમના. હૃદયમાં સ્થાપિત થયેલો છે. અથવા ભૂતકાળમાં તીર્થંકરદેવોએ જે મોક્ષમાર્ગ સ્થાપ્યો હતો, ભાખ્યો હતો તેનું અહીં અમે ઉદ્ઘાટન કરી એકદમ ઉઘાડી રીતે તેમનું દર્શન કરાવશું. આમ આ ભાખ્યો શબ્દ જે ભૂતકાળવાચી છે તે ઘણો જ મહત્વપૂર્ણ છે. ભાખ્યો શબ્દથી કવિરાજ ત્રિકાળવર્તી સ્થાપિત Page #47 -------------------------------------------------------------------------- ________________ જે જિનેશ્વરોએ ભાખ્યો છે તે માર્ગનો જ પોતે ઉલ્લેખ કરશે તેમ કહીને પોતાના વ્યકિતત્ત્વને નિરાળુ રાખી તેમાં જરા પણ અહંકારનો સંશ્લેષ આંવવા દીધો નથી. આપણે જરા હવે ‘ભાખ્યો' શબ્દમાં ઊંડાઈથી તેના તળિયા સુધી જવા કોશિષ કરશું. વિશ્વચક્ર એ કાળચક્ર સાથે જોડાયેલું છે. તેમાં ત્રિકાળવર્તી પર્યાયોનો આભા થાય છે, અને આ પર્યાયો ક્રમબદ્ધ પોતાનું પ્રકાશન કરતી હોય છે. તેમાં શાશ્વતા નિયમોનું જરાપણ ઉલ્લંઘન થતું નથી. જેને શાશ્વત સત્ય કહેવામાં આવે છે. અનંત ભૂતકાળ એક ક્ષણના વર્તમાનકાળની ઉદ્ઘાટિત પર્યાયનો આધાર છે. અર્થાત્ ભૂતકાળ તે સમગ્ર કાળચક્રનો આધાર સ્તંભ છે. વર્તમાનને ભવિષ્ય ગતિમાન બને, ગતિમાન બનશે તે બન્ને કાર્યશીલતા ભૂતકાળની બનેલી સ્થિર પર્યાયોનો આભાસ માત્ર છે. એટલે ભૂતકાળ આગામી ભવિષ્યકાળના બધા માનસચિત્રોનો સત્ય કે અસત્ય મિત્રોનો સાક્ષી બને છે. જે સિદ્ધાંતના આધારે ભૂતકાળમાં જીવની કે પદાર્થોની દુર્દશા થઈ છે અને જે સિદ્ધાંતોના આધારે જીવાત્માની કે પુદ્ગલની શુભ અને શુદ્ધ દશાઓ પ્રગટ થઈ છે તે બધી દશાઓથી જ અથવા તે દશાઓના આધારે જ અથવા તે દશાઓમાં કહેવાયેલા સિદ્ધાંતો પ્રમાણે, વર્તમાનકાળની કે ભવિષ્યકાળની દશાઓનું અર્થઘટન થશે તે નિર્વિવાદ સત્ય છે. વસ્તુતઃ કાળના ત્રણ ભેદ કરવા તે એક પ્રકારનો વિકલ્પ જ છે. કણ કણ હોવા છતાં કાળ અખંડ રીતે પોતાનું કાર્ય કર્યે જાય છે, અથવા પદાર્થો તે રીતે પરણત થતા હોય છે. આપણે બૌધ્ધિક રીતે સમજવા માટે ભૂતકાળનું અવલંબન કરીએ છીએ અસ્તુ. અહીં ‘ભાખ્યો' શબ્દ કહીને કવિરાજે ભૂતકાળનું અવલંબન કરી એક મહાસત્યનો ઉપદેશ આપ્યો છે. ભાષ્યો શબ્દ અહીં કૈં ઘણોજ મહત્વપૂર્ણ બની ગયો છે અને સ્વયં ત્રિકાળી સત્યના આધારે વ્યાખ્યા કરી રહયા છે કે કરશે તેવો નિર્ણય આપ્યો છે, તેથી જ તેઓએ હું ભાખીશ કે અમે ભાખશું એવો એકપણ વ્યકિતવાદી શબ્દનો ઉપયોગ ન કરતા અનંત જ્ઞાનીઓએ જે ભાવ ભાખ્યો છે તેને ફકત અગોપ્ય અથવા ઉઘાડો કરવા માટે અથવા તે ભાવના તાળાને સમ્યજ્ઞાનની ચાવી લગાડી ખુલ્લુ કરવા માટે પોતે એક ઉપકારી, તટસ્થ સમ્યગ્દષ્ટા હોય તેવો ભાવ ‘ભાખ્યો' શબ્દ કહીને પ્રગટ કર્યો છે અસ્તુ. અહીં ‘અત્ર’ શબ્દ કહ્યો છે. વસ્તુતઃ આ શબ્દ સર્વત્ર વાચી છે. છતાં પણ અત્ર અહીં કહ્યો છે. તો ‘અત્ર' કહેવામાં શાસ્ત્રકારનું શું તાત્પર્ય છે તે સમજવું ઘણું જ જરૂરી છે, કારણ કે આ અત્ર શબ્દ સ્થાનવાચી છે. વ્યાકરણમાં યત્ર, તત્ર, અત્ર, સર્વત્ર, કુત્ર એ બધા સપ્તમી વિભકિતના ઉપલક્ષણવાળા શબ્દો છે અને તે બધા શબ્દોમાં ભિન્ન ભિન્ન પ્રકારના નાના મોટા તથા વ્યાપક અર્થો ભરેલા છે અને તે શબ્દો સ્થાનવાચી હોવા છતાં ઉપલક્ષણથી કયારેક કાળવાચી પણ બનીને પરોક્ષ બોધ કરાવે છે. તે જ રીતે કાળવાચી થવા ઉપરાંત કાળ અને સ્થાન બંનેના આધારે તે ભાવોનો પણ સ્પર્શ કરે છે. ભાવોનું અધિષ્ઠાન દ્રવ્ય હોય છે. એટલે આ બધા સર્વનામ અંતે દ્રવ્ય સુધી પહોંચે છે અને દ્રવ્યની જે અખંડ સ્થિતિ છે તેનું પણ ગુપ્તભાવે પ્રદર્શન કરે છે. આગળમાં કવિરાજે વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ” એમ કહીને તેની વિરુદ્ધમાં આ ‘અત્ર' શબ્દ આવ્યો છે. વર્તમાનકાળમાં બહુલોપ એમ કહીને અહીં અર્થાત્ અત્ર કહીને તે લોપની ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિરુદ્ધમાં અગોપ્ય એવા મોક્ષમાર્ગનું પ્રદર્શન કરશે. અત્ર શબ્દ સ્વતઃ કાળવાચી બન્યો છે અને વર્તમાનકાળના વિરુદ્ધમાં પોતે પણ વર્તમાનકાળને આશ્રીને જ લુપ્ત થયેલા માર્ગને ઉદ્ઘાટિત કરશે. આમ ‘અત્ર’શબ્દ પણ સામાન્ય વ્યવહારમાં વર્તમાનકાળ વાચી બન્યો છે. વર્તમાનકાળની મહત્તા : આપણે પાછળની પંકિતઓમાં કહી ગયા કે અનંત ભૂતકાળ એ વર્તમાનકાળનો પાયો છે. આમ હોવા છતાં પણ અતિ સૂક્ષ્મ દૃષ્ટિએ એવંભૂતનયના આધારે કહેવું પડશે કે અનંત ભૂતકાળ પણ વર્તમાનકાળના એક ક્ષણમાં સમાયેલો છે. અર્થાત્ સમગ્ર વિશ્વ અને તેના બધા દ્રવ્યો ગમે તેટલા પુરાણા હોવા છતાં, બધા વર્તમાનકાળમાં સંકલિત થયેલા છે. એક ક્ષણનો વર્તમાનકાળ સમગ્ર વિશ્વનું પ્રતિબિંબ છે. જે કોઈ ઉદ્ઘાટિત પર્યાયો છે તે વર્તમાનકાળમાં પ્રત્યક્ષ થાય છે, અને અનુદઘાટિત એવી અનંત પર્યાયો પણ પરોક્ષભાવે વર્તમાનકાળમાં સંકેલાણી હોય છે. જે રીતે ભૂતકાળ વર્તમાનકાળમાં સમાયેલો છે, તે જ રીતે અનંત ભવિષ્યકાળ વર્તમાનકાળ માં જ પોતાનું અસ્તિત્ત્વ ધરાવે છે, કારણ કે અહીં આપણે એક ધ્રુવ સિદ્ધાંતનો ઉલ્લેખ કરીએ છીએ. (જે વર્તમાનકાળમાં નથી, તે અનંત ભૂતકાળમાં પણ નથી અને જે વર્તમાનકાળમાં નથી, તે અનંત ભવિષ્યકાળમાં પણ નથી) ભૂતકાળનું અનંત અસ્તિત્ત્વ અને ભવિષ્યકાળનું પણ અનંત અસ્તિત્ત્વ તેનું એકમાત્ર પ્રમાણ માત્ર વર્તમાન જ છે. જે છે તેમાં જ શાશ્વત ભાવો પણ છે અને અશાશ્વત ભાવો પણ છે. જે વર્તમાનમાં નથી તે ભૂત, ભવિષ્યમાં પણ નથી. પરંતુ આ સિદ્ધાંત સ્યાદ્વાદ સપ્તભંગીના ન્યાય પ્રમાણે સ્યાદ્ નાસ્તિની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી તે સમજવું રહ્યું. આ કાળગતિની વાત અતિ ગૂઢ હોવાથી ઘણા અર્થમાં શબ્દાતીત છે. અને તેથી તેને સપ્તભંગીના ચતુર્થ ભંગમાં અભિવ્યકત કરવી પડે તેમ છે અને તે છે સ્યાદ્ અવકતવ્ય. અવકતવ્ય પદ ઉપર આગળ વિવેચન આવશે. અસ્તુ. અહીં આપણે ‘અત્ર' શબ્દની વ્યાખ્યામાં કવિરાજે વર્તમાનકાળનો આશ્રય લીધો છે. છતાં પણ આ ‘અત્ર' શબ્દ ત્રિકાળવાચી છે અને ત્રિકાળવાચી હોય તો તે ત્રૈકાલિક સિધ્ધાંત બને છે. અત્રનું તાત્પર્ય : ‘અત્ર’ શબ્દની કાળવાચી વ્યાખ્યા કર્યા પછી આપણે સ્થાનનું અવલંબન પણ વિચારીએ. જે સ્થાનમાં અને જે ક્ષેત્રમાં અજ્ઞાન, મિથ્યાત્ત્વ, અવિવેકના આધારે મોક્ષમાર્ગ લુપ્ત થઈ ગયો છે તેવા આ ભરતક્ષેત્રમાં અથવા કૃપાળુ ગુરુદેવ જે ક્ષેત્રમાં ઊભા છે તેની આસપાસના ક્ષેત્રમાં તેમને જે મોક્ષમાર્ગનો લોપ દેખાય છે તેને આશ્રીને તેઓ કહે છે કે અહીં અમે અર્થાત્ આ ક્ષેત્રમાં અમે અગોપ્ય ભાવે મોક્ષમાર્ગનું વિવેચન કરશું. આમ ‘અત્ર' શબ્દ વર્તમાનક્ષેત્રને આશ્રીને પણ ઉલ્લેખ પામ્યો છે પરંતુ પરોક્ષ રીતે કાળ ને ક્ષેત્ર એ બન્ને પોતાની રીતે દુષિત થતા નથી. તે કાળમાં અને તે ક્ષેત્રમાં વર્તમાને જે સમાજ છે તે સમાજ ગુણદોષનો ભાગી બને છે. જે ક્ષેત્રમાં મિથ્યાત્ત્વનો વિકાસ થયો છે તે વસ્તુતઃ ક્ષેત્રનો વિકાસ નથી, પણ ધર્મના નામે પ્રસ્ફૂટિત થયેલા છે અને વિપરીત ભાવે આત્મકલ્યાણનો અવરોધ થાય તેવા ભાવો જે લોકો પ્રદર્શિત કરે છે અને તેના આત્મામાં, મનમાં, વિચારમાં જે પ્રદૂષણ જન્મ્યા છે તે બધાને લલકારીને ‘અત્ર' શબ્દ કહીને સંબોધ્યા છે. અર્થાત્ આ ક્ષેત્રમાં અને આ કાળમાં આવા વિકસિત થયેલા ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ વિપરીત ભાવોથી મોક્ષમાર્ગના આરાધક જીવો ઉપર એક પ્રકારે અજ્ઞાનનો પડદો છવાય છે. વસ્તુતઃ મોક્ષમાર્ગનો લોપ થતો નથી તે આપણે પાછળ કહી ગયા છીએ. પરંતુ મોક્ષમાર્ગ સ્પષ્ટ સમજવાની બુદ્ધિનો લોપ થાય છે અને તે સામે રહેલા ક્ષેત્રમાં અને દષ્ટિગોચર થતાં કાળમાં સ્પષ્ટ જણાય છે. આંધળો માણસ પોતે જોઈ શકતો નથી પણ જે જોઈ શકે છે તેને આંધળાના અંધાપાનું ભાન સ્પષ્ટપણે થાય છે, તે રીતે જે મિથ્યાત્વથી ઘેરાયેલો છે તેને પોતાનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી, પરંતુ જે સમ્યગું દ્રષ્ટા છે તે તેની અવરુદ્ધ દશાને જોઈ શકે છે અને આવા અવરુદ્ધ થયેલા જીવો ચારે તરફ ફેલાયેલા છે તેથી “અત્ર' કહીને તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. મોક્ષમાર્ગ અને તેનું જ્ઞાન તો મહાવિદેહક્ષેત્ર અને બીજા ઘણા ક્ષેત્રોમાં સજીવ છે પરંતુ આ ભરતક્ષેત્રમાં તેનો બહુધા અભાવ થયો છે તેથી અત્ર' શબ્દ મૂકયો છે. આ “અત્ર' શબ્દથી જે કોઈ સમ્યદ્રષ્ટા જીવ છે તેનો જરાપણ અવિનય થતો નથી અને જે લોકો અવરુદ્ધ થયેલા છે તેને પણ ઠેસ પહોંચાડયા વિના બહુજ સહજભાવે “અત્ર' શબ્દ મૂકીને અવરુદ્ધ દશાને જ દુષિત બતાવી છે અને તે જીવને આદર આપી તેમાંથી મુકત કરવા માટે એક પ્રકારનો કરુણાભાવ પ્રગટ થયો છે. જે આગળના દોહાઓમાં સ્પષ્ટપણે આવશે. અહીં તો આપણે અત્ર શબ્દની વિશેષતા ઉપર જ ધ્યાન આપી રહયા છીએ. વ્યવહાર અને તત્ત્વદષ્ટિએ ઘણો જ વ્યાપક અને વિધિનિષેધનો સ્પર્શ કરી કાળ અને ક્ષેત્રની અચૂક મર્યાદાનું ભાન કરાવી, ક્ષેત્ર કે કાળને આશ્રિત જીવોને ઉબોધન કરવા માટે કવિરાજે એક વિલક્ષણ પ્રયોગ કર્યો છે. જો આમાંથી અત્ર શબ્દ બાદ કરીયે તો આત્મસિદ્ધિના બીજા પદનું મૂલ્ય ઘણા અંશે ઘટી જાય તેમ છે. તેથી અમે અહીં પાઠકને “અત્ર' શબ્દ ઉપર ગંભીરતાથી વિચારવા માટે તેમાં જોડાયેલી તત્ત્વશ્રેણીનો ઉલ્લેખ કર્યો છે અને મોક્ષમાર્ગની અને તેના અવરોધની વ્યાપકતા અને મર્યાદા બંનેનું અહીં ભાન કરાવ્યું છે. અસ્તુ. હવે આપણે આગળ “ભાખ્યો અગોપ્ય' એ શબ્દ ઉપર વિવેચન કરશું. તે પહેલા અત્રનો સામાન્ય અર્થ એ છે કે અહીં એટલે આ આત્મસિદ્ધિમાં આ આત્મ કાવ્યમાં તેનું વિવેચન કરશું. વર્તમાનકાળમાં જે માર્ગ લુપ્ત થયો છે અથવા મિથ્યાત્વની ભાવનામાં અટવાઈ ગયો છે તે બાબત સ્પષ્ટ ઘટસ્ફોટ કરી આત્મહત્ત્વનું નિરૂપણ કરી આ કાવ્યમાં અમે અગોપ્ય ભાવે વિવેચન કરશું. અગોપ્યનો ગંભીર અર્થ : અગોણનો અર્થ છે સામાન્ય રીતે જે છૂપાવવા લાયક નથી. અંધારામાં રાખવા લાયક નથી. ગુપ્ત રાખવાનું જેનું પ્રયોજન નથી તેને અગોપ્ય કહી શકાય પરંતુ અગોપ્ય શબ્દનો આ સામાન્ય અર્થ આ મહાન તત્ત્વજ્ઞાન માટે અપર્યાપ્ત છે. જેથી અહીં અગોપ્ય વિષે ઊંડી ડૂબકી લગાવવાની જરુર છે. ગોપ્ય એટલે ગુપ્ત રાખવા લાયક. ખરું પૂછો તો પ્રકૃતિ જગતમાં આત્મતત્ત્વ સ્વયં ગોપ્ય છે. તે ઘણું જ ઊંડાણમાં રહેલું છે, સામાન્ય ઈન્દ્રિયજ્ઞાનથી પ્રત્યક્ષ થાય તેવું નથી. તેમજ બીજા Page #50 -------------------------------------------------------------------------- ________________ કોઈ બાહ્ય શબ્દોથી પણ તેની ગોપ્યતા પ્રગટ થઈ શકે તેમ નથી. આવુ ગૂઢ તત્ત્વ અંતર નિહિત છે. ઉપનિષદમાં પણ કહ્યું છે કે " अणोरणीयान् महतो महीयान, धर्मस्य तत्त्वं निहितं गुहायां, तमकरतु पश्यति वितशोक धातु प्रसादात महीमानां मात्मनः " આ શ્લોક તો ઘણોજ ગંભીર છે. તેનું પૂર્ણ વિવેચન તો અહીં પ્રસ્તુત કરવું બહુ આવશ્યક નથી પરંતુ સારું લખ્યુ છે કે ધર્મનું તત્ત્વ ગુફામાં છૂપાવીને રાખેલું છે. અર્થાત્ તે ગોપ્ય છે. ગોપ્ય હોવા છતાં તે વીતશોક છે, અર્થાત્ વીતરાગ છે તે નિર્મળ અધ્યાત્મ પરિણામોથી આ મહિમાવાળા, મહિમા ભરેલા આત્મતત્ત્વને જોઈ શકે છે. તેથી અહીં ગોપ્ય અને અગોપ્ય બંને ભાવો પ્રગટ કર્યા છે. કવિશ્રીએ અહીં જે અગોપ્ય શબ્દ મૂકયો છે તે તાત્ત્વિક દષ્ટિએ નહીં પરંતુ વિપક્ષી મતાંતરોમાં જેઓએ મોક્ષમાર્ગને ગૂંગળાવ્યો છે તેને સ્પષ્ટ પ્રગટ કરી દર્શાવવાની બાહેંધરી આપી છે. અર્થાત્ અગોપ્ય ભાવે આ તત્ત્વનું તેઓ નિરૂપણ કરશે. ઉપરના વિવેચનથી સ્પષ્ટ થયું કે બે પ્રકારે મોક્ષમાર્ગ ગોપ્ય બને છે. (૧) સ્વતઃ સહજ પ્રાકૃતિક રીતે તે આત્મતત્ત્વ અથવા મોક્ષમાર્ગ ઘણોજ ગોપ્ય છે, ઊંડાઈમાં રહેલો છે અને નિર્મળ પરિણામોથી જ તેને અગોપ્ય રૂપે નિહાળી શકાય તેમ છે. (૨) મતમતાંતરો દ્વારા મિથ્યાત્ત્વની આંધીમાં મોક્ષમાર્ગ ગોપ્ય બની ગયો છે અર્થાત્ જોઈ શકાતો નથી. વિપરીત રીતે તેની પ્રરૂપણા થઈ રહી છે, તેથી તે સહજ વિવેક રહિત સામાન્ય જીવ માટે ગોપ્ય બની જાય છે. વિવેકશીલ બુદ્ધિવાન જીવો પણ મુંઝાય જાય અને તર્કને આધારે જેમ જેમ વધારે અટવાય તેમ તેમ તે માર્ગ દૃષ્ટિથી અગોચર થઈ જાય છે. પ્રથમ ગોપ્યતા તે સ્વાભાવિક છે. જ્યારે આ બીજી ગોપ્યતા તે વિકૃતદશાનું પરિણામ છે. અર્થાત્ વિકૃત ચક્રવ્યૂહમાં ફસાય છે. રામકૃષ્ણ પરમહંસે ઠીક જ કહ્યું છે એક તર્કવાદી મુશ્કેલથી તરી શકે કે ન પણ તરી શકે અને બીજાને પણ તર્કવાદમાં ભૂલા પાડે છે. જ્યારે એક શ્રદ્ધાયુકત ભકત આ ગોપ્ય તત્ત્વનું અવલંબન કરી સહજ તરે છે અને બીજાને તારે છે અને અંતે પ્રત્યક્ષ આત્મદર્શન પામે છે. અસ્તુ. અહીં આપણે ગોપ્ય શબ્દના ભાવાર્થ, ગૂઢાર્થ અને શબ્દાર્થનું વિવેચન કર્યું. હવે શબ્દના આધારે ગોપ્ય શબ્દના મૂળની તપાસ કરીએ. મૂળમાં ‘ગોપ' શબ્દ રહેલો છે. ‘ગો’ એટલે ઈન્દ્રિયો અને ‘પ' એટલે તેનું પાલન કરનાર. ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા એવો આત્મદેવ તેને ‘ગોપ' કહ્યો છે. જ્યારે વ્યવહારમાં ‘ગો’ એટલે ગાય, તેમનું પાલન કરનાર ગોવાળને ગોપ કહ્યો છે. પ્રથમ આપણે ગોપ શબ્દનો આધ્યાત્મિક અર્થ લઈ આત્મદેવનો ઉલ્લેખ કરશું. આ આત્મદેવ ગોપ છે. તેનાથી નિષ્પન્ન થયેલો શબ્દ ગોપ છે. ગોપ્યનો ભાવ બન્ને પક્ષમાં અર્થનું ઉદ્ઘાટન કરે છે. સ્વપક્ષમાં આત્મદેવે પોતાના અનંત ગુણાત્મક શુદ્ધ ભાવોને પોતાના ઉદરમાં છીપાવીને રાખેલા છે અને મોહદશાવાળા જીવો માટે તે ખરેખર ગોપ્ય છે. જેમ કોઈ ગૃહસ્વામી હીરાનો હાર તિજોરીમાં જાળવીને, સાચવીને મૂકે અને સામાન્ય કોઈ દુષ્ટ ચોરની નજર ન પડે તેનું ધ્યાન રાખે અથવા ચોરોને કલ્પના જ ન આવે કે અહીં આવો કિંમતી હાર છે. તો તે હાર ગોપ્ય બની જાય છે. પરંતુ ૩૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ કોઈ અંતર્દષ્ટા મહાત્માને વિશિષ્ટ જ્ઞાન હોય તો તેના માટે અથવા જે ખરેખર હારનો દુરુપયોગ ન કરે તેવા વ્યકિત માટે અગોપ્ય છે. આમ ગોપ્ય તે મહત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી વધારે મહત્વપૂર્ણ અગોપ્ય ભાવ છે. ગોખ તે શ્રધ્ધાનો વિષય છે અને અગોખ તે જ્ઞાનના અનુભવનો વિષય છે. જેમ કૃપાળુદેવે અન્ય કાવ્યોમાં કહ્યું છે કે જ્ઞાનમાં જેણે અનુભવ્યું અર્થાત્ તે તેને પ્રત્યક્ષ થયું છે. આમ ગોપ્ય અને અગોપ્ય બને મહત્વપૂર્ણ છે પરંતુ અહીં મતાંતરથી મિથ્યાત્વભાવો દ્વારા તેઓએ આત્મતત્ત્વને ગોખ રાખ્યું છે, અથવા તેની સમજથી દૂર હોવાથી ગોપ્ય બની રહ્યું છે. જેથી તેઓ આત્મતત્ત્વનો પ્રસાદ પીરસી શકતા નથી. પરંતુ તેઓ ધર્મના નામે બીજી બીજી વાતો પરસે છે અને મૂળમાર્ગ ગોપ્યનો ગોપ્ય રહી જાય છે, તેથી કવિશ્રી બાહેંધરીપૂર્વક કહેવા માંગે છે કે આ કાવ્યમાં તે ગોપ્યને અગોપ્ય ભાવે અથવા સ્પષ્ટરૂપે પ્રદર્શિત કરશું. જો કે તેઓએ ભાખ્યો' શબ્દનો પ્રયોગ કરીને બન્ને વાત કહી છે. અગોપ્ય કહેવાઈ ગયું છે. તેનો અહીં ફરીથી ઉલ્લેખ કરશું. આમ વિચાર કરવાથી “અગોપ્ય' શબ્દ સમ્યગુષ્ટા માટે કે આંતદ્રષ્ટા માટે કે આંતરયોગી માટે, સ્વરૂપમાં રમણ કરનાર માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. જો કે અહીં ‘ભાખ્યો” અત્ર ગોપ્ય” એમ કહ્યું હોત તો પણ સરવાળો એક જ આવતા, પરંતુ અહીં “અગોપ્ય” તે પ્રદર્શિત વાણીનું વિશેષણ છે અને ગોખે' તે આત્માનું વિશેષણ છે. આત્મતત્ત્વ તો ગોપ્ય જ છે પરંતુ તેને અગોપ્ય શબ્દોથી પ્રગટ કરશું એમ કહી અગોપ્ય તે ક્રિયા વિશેષણ છે તેમ સમજવાનું છે. જેમ કે કોઈ કહે કે આ પહાડમાં ખજાનો ગુપ્ત પડયો છે. તેને અમે સ્પષ્ટ રીતે બતાવશું. તો ગુખ તે ખજાનાનું વિશેષણ છે અને સ્પષ્ટ રીતે બતાવશું તે ક્રિયાનું વિશેષણ છે. માટે અહીં ભૂલવું ન જોઈએ છે કે કવિરાજે અહીં “અગોપ્ય’ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો છે? તેઓ તો અંતર્ધ્વષ્ટા હતા એટલે ગોપ્યને ગોપ્ય રાખી તેને અગાપ્ય વાણીમાં પ્રગટ કર્યો છે. તેમ કહી તેઓએ અગોપ્ય શબ્દથી બહુજ મહત્વપૂર્ણ એવા આત્મતત્ત્વનું વ્યાન કર્યું છે અને સાથે સાથે આ અગોપ્ય’ શબ્દથી મતાંતરની ઈન્દ્રજાળ છેદી નાંખી છે, અથવા ઈન્દ્રજાળમાં ફસાઈને ગોપ્ય તે ગોપ્ય રહી જાય અને જે ગોપ્ય નથી તેવા અન્ય અગોપ્ય ભાવોમાં સાધક ફસાય ન જાય તે માટે સ્વતઃ આ નિષેધાત્મક શબ્દથી ફેલાયેલી વિધેયાત્મક મોહજાળને તેઓએ શૂન્ય કરી છે. અગોપ્ય શબ્દથી અમારું આંતર્મન નાચી ઉઠયું છે કે આ શબ્દ કેટલો ગૂઢ ભાવે પ્રયુકત થયો છે ? આગળ આપણે વ્યાકરણની દષ્ટિએ પણ આ શબ્દ ઉપર બીજો કેટલોક પ્રકાશ નાંખીએ. અતિ મહત્વપૂર્ણ એવી આ બીજી ગાથાને વાગોળતા વાગોળતા આગળ વધશું. અહીં ગોપ્ય શબ્દ અને અગોપ્ય શબ્દ પરસ્પર વિરોધી શબ્દ નથી. કેટલાક તત્ત્વો એવા છે કે જેને નિષેધાત્મક શબ્દ જોડવાથી અભાવ સૂચક બને છે. ક્યારેક વિરોધાત્મક પણ બને છે પરંતુ આ બંને પક્ષોનો ત્યાગ કરીને કયારેક આવા શબ્દો પરસ્પર પૂરક બને છે. અહીં ગોપ્ય શબ્દ એ જ કક્ષાનો છે. વ્યવહારિક દષ્ટિએ આપણે ગોપનો અર્થ ગોવાળ કર્યો હતો અને ગોવાળ જે ચીજો જતનથી સાચવીને રાખે તે બધી ગોપ્ય ગણાય છે. ઘી, દૂધ, માખણ, નવનીત વગેરે. સાથે સાથે ગોખમાં ગોપાલન પણ આવી જાય છે પરંતુ આ અગોપ્ય તત્ત્વની જે ભાવોથી જાણકારી થાય છે અને જે Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યકિત માટે તે ગુપ્ત રહી શકતા નથી તેવા વ્યકિત માટે તે બધી ચીજ અગોપ્ય બની રહે છે. આ દષ્ટિએ ઘી, દૂધ, માખણ વગેરેના ગુણધર્મોને જાણનારું જે જ્ઞાન છે તે અગોપ્ય છે. અર્થાત્ અહીં ગોપ્ય તે વિષય છે અને અગો તેનું જ્ઞાન છે. આમ બન્ને શબ્દો પરસ્પર પૂરક છે. આ જ રીતે મોક્ષમાર્ગ કે સૂક્ષ્મ આત્મજ્ઞાન તે ઘણું જ ગોપ્ય જ્ઞાન છે. અર્થાત્ જેવા તેવા નાસમજ માણસો સામે ઉદ્ઘાટન કરવા જેવું પણ નથી. આ ગોપ્ય તત્ત્વને જે સ્પષ્ટ રીતે જાણે છે અથવા જે જ્ઞાનમાં આ ગોપ્ય તત્ત્વ ઝળકે છે, તે જ્ઞાનને માટે મોક્ષમાર્ગ અગોપ્ય છે. અગોપ્ય તે આધ્યાત્મિક ભાવો છે અને ગોપ્યભાવ તેનો વિષય છે. આમ પરસ્પર ગોપ્ય અને અગોપ્ય પૂરક તત્ત્વ બની રહે છે. જેમ કે આપણે કહીયે કે આ વેદ્ય છે અથવા વેદવા લાયક છે. તેમાં ઘણા વિદ્યગુણો છૂપાયેલા છે. પરંતુ વેધ ભાવોને જે પ્રગટ કરી શકે છે તેના માટે તે વેધ નથી પણ અવેધ છે. આ દષ્ટિએ અર્થઘટન કરવાથી પરસ્પર વિરોધી દેખાતા શબ્દો પરસ્પર પૂરક બની જાય છે. રાજનીતિના ઘણા સૂત્રો જનતા માટે ગોપ્ય હોય, પરંતુ રાજનીતિનું સંચાલન કરનાર તે પ્રણેતાઓ માટે આ બધા ગુણો અગોપ્ય બની રહે છે. આ એક વ્યવહારદષ્ટિએ આપણે વ્યાખ્યા કરી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ, વ્યાકરણ નિયમને અનુસરનાર આ શબ્દોના, આધ્યાત્મિક ભાવો પણ સટીક, સાર્થક છે. હવે આપણે અહીં મૂળ વિષય ઉપર આવીએ. કયારેક સર્વથા ગોખ રાખવાથી જનસમૂહ એવા ભાવો પ્રતિ સંપૂર્ણતઃ શ્રદ્ધાશીલ બને, કયારેક સર્વથા નાસ્તિક બને, કયારેક શંકાશીલ બને અથવા મતિભ્રમ થવાથી મિથ્યાત્ત્વની જાળમાં અટવાય અને વ્યાખ્યા કરનારાઓ, આ તત્ત્વ બહુજ ગૂઢ છે, એમ કહીને શ્રધ્ધાળુ જીવોને અંધારામાં રાખી તેમને સમ્યફ શ્રદ્ધાથી દૂર રાખે છે આવી પરિસ્થિતિમાં પુનઃ અગોપ્ય એવું જે જ્ઞાન છે, તે જ્ઞાન દ્વારા પ્રકાશ પાથરી જેમ સૂર્યોદયથી અંધકારનું છેદન થાય, તે રીતે અગોપ્ય ભાવે સ્પષ્ટ નિર્દેશન કરવાથી મિથ્યાત્વરૂપી અંધકાર લય પામે છે. અહીં સમ્યગુદણ એવા કપાળુ દેવ પોતાને પરોક્ષમાં રાખી અગોપ્ય ભાવે ઘટસ્ફોટ કરી, તત્ત્વનું નિર્દેશન કરવાની બાહેંધરી આપી, જેમાં જરાપણ વક્ર ભાવો નથી, તેવા સીધા, સરળ છતાંપણ ગૂઢ ગંભીર જ્ઞાનાત્મક ભાવોને ભકિતનો ઓર ચઢાવી અહીં પ્રગટ કરશે અથવા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે ? તેવું અંગોપ્ય શબ્દથી સચોટ નિદાન કર્યું છે. જેમ કોઈ સારા ડોકટરને કોઈ રોગીના ગંભીર રોગની | અથવા રોગના મૂળ જાણકારી મળ્યા પછી તેને માટે તે રોગ હવે ગૂઢ કે ગોખ રહ્યો નથી પરંતુ તેના જ્ઞાનમાં સ્પષ્ટ નિદાન થયું છે, અને નિદાન થયા પછી ડૉકટર સ્પષ્ટપણે અગોપ્ય ભાવે આ રોગની પૂરી પરિસ્થિતિને વાગોળી તેના ઉપચારનું નિશ્ચિત માર્ગદર્શન આપે છે. તો ભાઈ ! આવા આધ્યાત્મિક રોગ, જેને આધ્યાત્મિક દુઃખ ગણવામાં આવે છે અને જે દુઃખ આધિભૌતિક કે આધિદૈવિક બન્ને પ્રકારના દુઃખ કરતા પણ અધિક ભયંકર છે, તેવા આધ્યાત્મિક દુઃખને દૂર કરવા માટે ઊંટવૈધુ કરનારા, રોગના મૂળને જાણ્યા વિના નિદાન કરી વિપરીત દવાઓ આપી રોગને મટાડવાની જગ્યાએ વૃધ્ધિ કરાવે તેવા આંબર ગુરુઓ કે અધ્યાત્મ જગતના કહેવાતા ઉદ્ધારક આત્માઓ વસ્તુતઃ મોક્ષમાર્ગ ઉપર કે સાચી સાધના ઉપર પડદો નાંખતા હોય છે, અને તે માર્ગ સ્વતઃ ગોપ્ય બની રહે છે. (ગોપ્ય શબ્દનો બન્ને પક્ષનો વિચાર આપણે KRAUNALULEGARE 36 mm Page #53 -------------------------------------------------------------------------- ________________ થા પૂર્વમાં કરી ગયા છીએ.) અહીં કવિશ્રી આ પડદાને ઊંચો કરીને અગોપ્ય ભાવે સ્પષ્ટ પ્રગટરૂપે મોક્ષમાર્ગનો પ્રકાશ કરશે. અહિંયા આપણે તપાસીએ કે આ મોક્ષમાર્ગ શું છે ? જો કે સ્વયં આત્મસિદ્ધિશાસ્ત્ર આ વિષય ઉપર ઊંડો પ્રકાશ પાથરશે, પરંતુ તે પહેલા જે વિષય ઉપર આગળ ચર્ચા થવાની છે તેની થોડી રૂપરેખાનું આલેખન કરીયે. સંસ્કાર અને બુદ્ધિની કાર્યશીલતા : સંસારમાં મનુષ્ય એ એક એવું પ્રાણી છે જે સામાન્ય રીતે બુદ્ધિપ્રધાન ગણાય છે, પરંતુ ઘણા અંશે તે બુદ્ધિપ્રધાન હોવા છતાં તે બહુ અંશે સંસ્કારપ્રધાન છે. મનુષ્ય જીવનની સમગ્ર ક્રિયાશીલતા, બુદ્ધિ અને સંસ્કારને આધારે ચાલે છે. આમ હોવા છતાં પણ એક એવું તત્ત્વ છે, જે ફકત જીવનનો જ નહીં, પૂરી સંસ્કૃતિનો અને સમગ્ર શાશ્વત સાધનાનો પણ અધાર છે અને તે છે શ્રદ્ધા. આ શ્રદ્ધાને ભિન્ન ભિન્ન રૂપે બધા શાસ્ત્રોમાં કે સાધનાઓમાં વ્યાપક સ્થાન આપવામાં આવ્યું છે. ભકિતયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભારતીય સંસ્કૃતિના આ ત્રણ સામાન્ય યોગ ઉપરાંત જૈનધર્મના જ્ઞાન, ચારિત્ર અને દર્શન જે ત્રિયોગ સાધના છે તે બધા યોગોના મૂળમાં ભારોભાર શ્રદ્ધાને અવકાશ છે. એમ કહો કે સાધનાનું આખું શિખર આશ્રદ્ધને પાયા ઉપર જ ઉભું છે. શ્રદ્ધા ડોલે બધું ડોલે છે. શ્રધ્ધા સ્થિર થાય, ત્યારે બધુ સ્થિર થાય. પરંતુ, પ્રકૃતિના પરિણમન નિયમમાં આ શ્રદ્ધા બે ભાવમાં વહન કરે છે. યથાર્થ અને વિપરીત. જેમ કોઈ એક નદી યથાર્થ વહન કરતી હોય તો તે હિતકારી નીવડે છે પણ વિપરિત વહન થાય તો ગામ, દેશને ડૂબાડે છે. તેમ શ્રદ્ધામાં વિપરીત શ્રદ્ધાનું ભારોભાર જોખમ છે. જીવનની સાધનામાં અથવા જૈનદર્શનમાં, પ્રધાનરૂપે બે તત્ત્વોની સ્થાપના કરી છે. શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધા ભાવાત્મક છે, ગુણાત્મક છે અને અખંડ છે. ત્યારે ચારિત્ર ક્રિયાશીલ છે, ખંડ ખંડ સાધ્ય છે અને કયારેક રૂપાત્મક પણ છે, આ બન્ને તત્ત્વો સાધના રૂપી અથવા મોક્ષરૂપી વૃક્ષના જબરજસ્ત મૂળ છે. જે અમૃત રસ ગ્રહણ કરી આત્મરૂપી વૃક્ષમાં અમૃતરૂપી ફળોનું સર્જન કરે છે. જેથી શ્રદ્ધાને આવકાર્ય માની તેની પૂર્ણ સ્થાપના કરી છે. યોગ્યતા અનુસાર ચારિત્રનો આદર કરી તેની આવશ્યક સ્થાપના કરી છે. આથી સમજાય છે કે શ્રદ્ધા, એ પ્રધાન તત્ત્વ છે. આ શ્રદ્ધા અને ચારિત્રને સ્પષ્ટ કરનાર જ્ઞાન તત્ત્વ છે. આ બન્ને માર્ગોને જો સાચું માર્ગદર્શન મળે તો જ એ જ્ઞાન સમ્યગુ જ્ઞાન છે, વરના જ્ઞાન પણ અજ્ઞાન છે. આટલી પૂર્વભૂમિકા કર્યા પછી એ નિશ્ચિત થયું કે આ ત્રિવેણી શ્રદ્ધા, ચારિત્ર અને જ્ઞાન અથવા જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર, આ રત્નત્રય મુકિતનો માર્ગ છે. શ્રદ્ધાનો દર્શન શબ્દથી પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક વિશેષ વાત – દર્શન શબ્દ જૈન તત્ત્વજ્ઞાનમાં ઘણી વખત વ્યાખ્યાકારને ગૂંગળાવે છે. સાધારણ અભ્યાસી એ સ્પષ્ટ કરી શકતી નથી કે દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું દર્શન અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું દર્શન, આ બન્ને દર્શન એક છે કે અલગ અલગ છે. સાધારણ પરંપરામાં બન્નેને જુદા જુદા માની પ્રવાહ પ્રમાણે ઉલ્લેખ થતો હોય છે પરંતુ વ્યાખ્યાકારને વસ્તુતઃ તેનું સ્પષ્ટ ભાન નથી. તો અહીં આ બાબતનો ટૂંકો ઘટસ્ફોટ કરશું. તારા ૪૦ મા Page #54 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ:” તેવો મોક્ષસૂત્રનો ઉમાસ્વામીનો બુલંદ ઉદ્ઘોષ, જે ૭ આપણા ગરુદેવે ઝીલ્યો છે, જેને વિષે તેઓ અગોપ્ય ભાવે વર્ણન કરશે, અથવા સાચું નિદાન આપી, સાચી ઔષધિનું પણ માર્ગર્દશન કરશે. જેના ઉપર વિવેચન થવાનું છે તે મુખ્ય વિષય જ્ઞાન અને શ્રદ્ધાનો છે. તેના ઉપર મનુષ્ય જીવનનું આખુ તંત્ર ગોઠવાયેલું છે. દર્શનની મીમાંસા : દર્શન એ જ્ઞાનની પૂર્વભૂમિકાનો સામાન્ય બોધ છે. જેને દાર્શનિકોએ દર્શન શબ્દથી અવબોધ કરાવ્યો છે. જ્ઞાનની ઉત્પતિનો ક્રમઃ– (૧) દર્શન – છે નું ભાન (૨) વ્યંજના અવગ્રહ કંઈકનું ભાન કંઈક છે નું ભાન આ લાગે છે. (યથાર્થ અથવા અયથાર્થ, ધર્માત્મક અથવા સત્યાત્મક) નિર્ણય, આ છે (યથાર્થ અથવા અયથાર્થ) (૩) અર્થાવગ્રહ (૪) ઈહા (૫) અવાય (૬) ધારણા સંસ્કાર કાયમની સ્મૃતિ અથવા અવધિવાળી સ્મૃતિ જ્ઞાનનો ઉત્ત્પતિ ક્રમ :- કોઈપણ જ્ઞાનના ક્ષયોપશમ પહેલા તત્સંબધી સામાન્ય બોધ થવો આવશ્યક છે. જેને દાર્શનિક ભાષામાં દર્શન કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રમાં વર્ણિત પાંચે જ્ઞાન સાથે પણ દર્શન જોડાયેલું છે. જેમ કે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન, આ બન્ને દર્શન મતિ અને શ્રુતની પૂર્વભૂમિકાનું વહન કરે છે. જ્યારે અવધિદર્શન તે અવધિજ્ઞાનની પૂર્વ ભૂમિકા છે અને એ જ રીતે કેવલજ્ઞાનમાં પણ કેવલદર્શન થવું આવશ્યક છે. મનઃપર્યયજ્ઞાનને છોડી બધા જ્ઞાનો દર્શનની અપેક્ષાવાળા છે. મન:પર્યયજ્ઞાન સ્વયં વિશેષજ્ઞાન હોવાથી તેને દર્શનની અપેક્ષા નથી. આમ જ્ઞાનની પૂર્વમાં દર્શન બહુજ મહત્વપૂર્ણ આધ્યાત્મિક ભાવ છે. દર્શનના અભાવમાં જ્ઞાનનો પ્રવાહ અટકી જાય છે. દર્શન થયા પછી અજ્ઞાન, સંશય, ધર્માત્મક જ્ઞાન એવી બધી ભૂમિકાઓ આવે છે. પરંતુ અહિં તેનું વિશેષ વર્ણન ન કરતા દર્શન ઉપર ટૂંકો પ્રકાશ આપશું. - - - દર્શન :- દર્શનનો બોધ બે પ્રકારની અવસ્થાવાળો છે. (૧) સમ્યક્ અને (૨) મિથ્યા. દર્શન પોતે મિથ્યા પણ નથી અને સમ્યક્ પણ નથી. પરંતુ સમ્યગ્ભાવ સાથે જોડાય ત્યારે તે સમ્યગ્ દર્શન બની જાય છે અને મિથ્યા ભાવો સાથે જોડાય ત્યારે મિથ્યાદર્શન બની જાય છે. જેમ કોઈ ખાનદાન ઘરની નિર્દોષ કન્યા કોઈ ચરિત્રવાન પુરુષ સાથે જોડાય ત્યારે તેનું જીવન ઉત્કૃષ્ટ બની જાય છે અને એ જ કન્યા કોઈ દુષ્ટ પુરુષ સાથે જોડાય તો તેનું જીવન આદરણીય રહેતું નથી. તે જ રીતે દર્શન એ નિર્દોષ ભાવ છે. દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે સમ્યક્ હોય છે. અને દર્શન મોહનીયના ઉદયથી જે ભાવો ઉદ્ભવે છે તે મિથ્યા હોય છે. એક મોહાત્મક અને સંસારની માયાવાળો ભાવ છે, જ્યારે બીજો નિર્મોહ દશાવાળો, અધ્યાત્મમૂલક આત્મદૃષ્ટિ ભરેલો સમ્યક્ ભાવ હોય છે. અહીં દર્શન મોહનીયમાં ‘દર્શન’ શબ્દનો ઉપયોગ કરવાનું એટલું જ પ્રયોજન હતું કે આ કર્મ નિર્દોષ દર્શનમાં મોહ તત્ત્વનું વિષ ઘોળે છે અને દર્શન મિથ્યા બની જાય છે. ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ અહિં પાઠકે સ્પષ્ટ સમજી લેવાની જરુર છે કે દર્શન બે નથી. પરંતુ દર્શનમોહનીયના ઉદય અને ક્ષયોપશમના કારણે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉદ્દભવેલુ દર્શન બે ભાગમાં વિભકત થઈ જાય છે. જેને આપણે મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શન તરીકે ઓળખીએ કરીયે છીયે. જેમ જ્ઞાન બે પ્રકારનું નથી, પણ મિથ્યાત્વના આધારે જ્ઞાન મિથ્યાજ્ઞાન બની જાય છે. જ્યારે સમ્યક ભાવોના આધારે જ્ઞાન સમ્યગુજ્ઞાન બની જાય છે. તે જ રીતે દર્શનનું પણ સમજવું રહ્યું. ઘણા ભાઈઓ બહેનો દર્શનની વ્યાખ્યા કરવામાં ગુંગળાઈ છે અને બોલી નાંખે છે કે દર્શનાવરણીય કર્મનું દર્શન જુદું છે અને દર્શનમોહનીયનું દર્શન જૂદું છે. જ્યારે હકીકતમાં આમ નથી. પરંતુ સ્પષ્ટ બોધના અભાવે આમ વ્યાખ્યા થતી હોય છે. જેથી આ બોલનો સ્પષ્ટ ખુલાસો કરી ધારણા કરાવવામાં આવી છે. અસ્તુ. અહીં આપણે મોક્ષમાર્ગ બાબત થોડો વિચાર કરી રહ્યા હતા, અને આ મોક્ષમાર્ગમાં સમ્યક દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રની ત્રિવેણી પ્રધાન તત્ત્વ છે. આ માર્ગને કવિશ્રી અગોપ્ય ભાવે અર્થાત્ તેમની આભામાં જરાપણ અંધારુ નથી, બધું સ્પષ્ટ દષ્ટિગોચર દેખાય છે, તેથી અગોપ્ય ભાવે બતાવી “ભાખ્યો અત્ર અગોપ્ય” એવું આત્મસિદ્ધિનું અમર વાકય આ બીજી કડીમાં ઝળકી રહયું છે. આપણે અહીં “ભાખ્યો” “અત્ર' અને “અગોપ્ય” એ ત્રણેય શબ્દો ઉપર અત્યંત ઊંડાણથી અતિ દુર્લભ એવી સૂક્ષ્મ ચર્ચા શબ્દનયના આધારે, ગુણાત્મક ભાવોને આધારે અને ગૂઢ ભાવોને આધારે સ્પષ્ટ કરી છે. હવે ત્રીજી કડીમાં પ્રવેશ કરવાનો અવસર આવ્યો છે, જેનું વિવેચન આગળ થશે. Is ૪૧ લી. " Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા = ૩ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ ॥ અહીં આપણે ત્રીજી ગાથાનો સૂત્રપાઠ કરી રહ્યા છીએ. કવિશ્રીએ અગોપ્ય ભાવે મોક્ષમાર્ગ પ્રદર્શિત કરવાની બાહેંધરી આપી છે. પણ તે પહેલા ગુંગળાયેલી પરિસ્થિતિને પ્રગટ કરતા સમ્યક્ પરિણમનના અભાવે સ્થૂલ ક્રિયાકાંડમાં અને ખોટી તત્ત્વ ચર્ચાઓમાં વિભકત થયેલા સાધકોનું અહીં દર્શન કરાવે છે. જ્ઞાન અને ક્રિયાની એકાંગતા અનાદરણીય : કોઈ ક્રિયાજડ થઈ રહ્યા'' એમ કહેવામાં શાસ્ત્રકાર ખૂબજ સાવધાન છે. ભરતક્ષેત્રમાં અને તે સિવાયના મહાવિદેહઆદિ ક્ષેત્રોમાં જે સાધકો છે, જે સમ્યક્ પ્રકારે મોક્ષમાર્ગમાં આરુઢ થયેલા છે, તેની જરાપણ અવહેલના ન થાય તે રીતે અહીં ‘કોઈ’ શબ્દ વાપર્યો છે. વસ્તુતઃ ‘કોઈ' શબ્દ કોઈ કોઈનો વાચક છે. અર્થાત્ હજારોમાં કોઈ કોઈ સાધક જડતા પામ્યા છે અને ફકત ક્રિયાનું અવલંબન કરી સંતોષ અનુભવે છે. જ્યારે આપણે કોઈ શબ્દ વાપરીયે ત્યારે તે બહુ અલ્પ સંખ્યા વાચક હોય છે. જેમ કોઈ કહે કે આ ગામમાં કોઈ કોઈ દરિદ્ર છે, અથવા કોઈ માણસો ખોટે રસ્તે ચડેલા છે. તેનો અર્થ જ એ છે કે બહુ જ થોડા માણસો ખોટે રસ્તે છે. અધિક માણસો સારે રસ્તે છે, એવો પ્રતિઘોષ થાય છે. અહીં “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” અર્થાત્ બહુ થોડા માણસો એવા છે, કોઈ એટલે કેટલાક એમ સમજવું જોઈએ. અજ્ઞાની જીવો ક્રિયાજડ પણ થઈ રહ્યા છે અને શુષ્કજ્ઞાની પણ થઈ રહ્યા છે. આમ કવિરાજે આ વિપરીત અવસ્થાવાળા જીવોને બે ભાગમાં વિભકત કર્યા છે. એક ક્રિયાજડ અને એક શુષ્કજ્ઞાની પરંતુ તેનું કારણ પ્રદર્શિત કર્યું નથી. આગળની કડીઓમાં તેઓ ક્રિયાજડનું વિવરણ આપે છે. તે જ રીતે શુષ્કજ્ઞાનીનું પણ વિવરણ આપે છે પરંતુ તેના વાસ્તવિક આધ્યાત્મિક કારણોનું વિશ્લેષણ કર્યું નથી કે જીવ કયા કારણથી ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની કેમ બને છે ? આપણે અહીં તેનું વિશ્લેષણ આગળ ઉપર કરશું. હાલ આખી ગાથાનો વ્યવસ્થિત શબ્દાર્થ થયા પછી દાર્શનિક દૃષ્ટિકોણથી ઊંડા ભાવોનું આવેદન કરશું અસ્તુ. અહીં ક્રિયાજડ હોવા છતાં તેઓ મોક્ષના અર્થ છે, એ સ્પષ્ટ કહયું છે. વસ્તુતઃ અસંખ્ય ક્રિયાજડ જીવો બધા મોક્ષના અર્થી હોતા નથી. તેને કારણે તેઓ સાંસારિક ફળની ઉપાસના કરતા હોય છે, અને એ જ રીતે શુષ્કજ્ઞાની જીવો પણ બધા મોક્ષમાર્ગના અભિલાષી હોતા નથી અને પોતાના શુષ્કજ્ઞાનના પ્રભાવે બુધ્ધિવાદના અખાડામાં ઉતરીને અન્યને પરાસ્ત કરવાની ભાવના સાથે પોતાના અહંકારનું પોષણ કરતા હોય છે. અહીં આપણા યોગીરાજે તેવા ક્રિયાજડ અને તેવા શુષ્કજ્ઞાનીને પડતા મૂકયા છે, જેઓ મોક્ષમાર્ગના અભિલાષી હોવા છતાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનના આધારે મોક્ષમાર્ગની ઉપાસના કરતા હોય તેવું સ્પષ્ટ કહ્યું છે અસ્તુ. આવા ક્રિયાજડ જીવોનું શુભ લક્ષણ એ છે કે તેઓ મોક્ષના અભિલાષી છે અને એ જ રીતે શુષ્કજ્ઞાની પણ મોક્ષની ચર્ચા કરે છે, મોક્ષમાર્ગનું અવલંબન લે છે. યોગીરાજે ખૂબજ શુભ ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ભાવનાથી આ લોકોને સાચા ઉપદેશથી વાળી શકાય છે તેવું મંતવ્ય પ્રગટ કર્યું છે, કારણ કે તેનું લક્ષ ઠીક છે પણ સાધનમાં ભૂલ છે. સિદ્ધાંત એવો છે કે સાધ્ય સાધન સમતુલ્ય હોવા જોઈએ. સાધ્યને અનુકૂળ સાધન હોય તો જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીં ચૌભંગી કહેવાથી વધારે સ્પષ્ટ થશે. સાધન અને સાધ્યની ચૌભંગી : (૧) સાધ્ય પણ ખોટું અને સાધન પણ ખોટું. (૨) સાધ્ય ખોટું અને સાધન સાચું. (૩) સાધ્ય સાચું અને સાધન ખોટું. (૪) સાધ્ય સાચું અને સાધન પણ સાચું. આખી ચૌભંગીમાં પ્રધાનતા સાધનની છે. સાધન અર્થાત્ તે માર્ગની ઉપાસના ઠીક હોય તો બધુ બરાબર થઈ શકે છે. અહીં ત્રીજા ભંગનું અવલંબન કરી વિવેચન આપ્યું છે કે મોક્ષમાર્ગની અભિલાષા તે સાધ્ય ઠીક છે, પરંતુ ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાન બંને સાધન વિપરીત છે. એક અંશમાં જ ખરાબી છે તેથી સુધરવાનો અવકાશ ઘણો છે, અને લાગે છે કે આવા જીવોના `કલ્યાણ માટે આત્મસિદ્ધિ પ્રસ્તુત થઈ રહી છે. “માને મારગ મોક્ષનો' એ વાકયમાં બે ભાવ રહેલા છે. એક મોક્ષ અને એક મોક્ષની માન્યતા. વસ્તુતઃ એક મોક્ષ તો અભાવાત્મક સચોટ તત્ત્વ છે. મોક્ષ પછી જે સ્વરૂપ ખીલે છે તે સત્ ભાવાત્મક છે. કર્મ છૂટા પડયા પછી જે અવસ્થા ઉત્પન્ન થાય છે તેને પણ ઉપલક્ષણથી મોક્ષ જ કહેવામાં આવે છે. આમ મોક્ષ એક હકીકત છે અને મોક્ષ સંબંધી માન્યતા તે સાચી અને ખોટી વિભિન્ન પ્રકારની હોઈ શકે છે. અહીં પ્રશ્ન એ છે કે ક્રિયાજડને કારણે આ વિપરીત માન્યતા જન્મે છે કે વિપરીત માન્યતાના આધારે ક્રિયાજડતા ઉદ્ભવે છે ? એ જ રીતે વિપરીત માન્યતાને કારણે જીવ શુષ્કજ્ઞાની બન્યો છે કે શુષ્કજ્ઞાનના કારણે વિપરીત માન્યતા જન્મે છે ? આમાં પરસ્પર કાર્ય કારણનો સંભવ છે. દા.ત. વૈદરાજ ખોટી ધારણાને આધારે ખોટી દવા આપે છે કે રોગ સંબંધી ખોટી ધારણાને કારણે ખોટી દવા આપે છે. અર્થાત્ રોગનું નિદાન થયા વિના અથવા રોગનું વિપરીત નિદાન થવાથી વિપરીત દવા અપાય છે, અને નિદાન ઠીક હોય છતાં દવા સંબંધી ધારણા ગલત હોય તો પણ પરિણામ ખરાબ આવે છે. આ રીતે દાર્શનિક દષ્ટિએ ભાવાત્મક જગતમાં હજારો ક્રિયાકલાપો, કાર્ય–કારણના ભાવે પ્રવર્તિત થતાં હોય છે. તે જ રીતે અહીં પણ મોક્ષ સચોટ હોવા છતાં તેની માન્યતા અને ખોટા સાધનોના કારણે જ જીવ સાચો માર્ગ ગ્રહણ કરી શકતો નથી, તેથી ક્રિયાજડતા કે શુષ્કજ્ઞાનનો ઉદ્ભવ થાય છે. આ બધી પરિસ્થિતિથી કવિના હૃદયમાં કરુણા પ્રગટે છે. એ કરુણા પુણ્યમય કરુણા છે. અર્થાત્ નિર્દોષ, પવિત્ર, પ્રાસાદિક કરુણા છે. આ પરિસ્થિતિનું દર્શન કરતા સ્વતઃ કરુણા જન્મે છે. અહીં કરુણા કોને જન્મે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તે સ્પષ્ટ થાય છે કે જે કોઈ સાચું જાણનાર સમ્યગ્દષ્ટા, જ્ઞાની આત્મા આ પરિસ્થિતિને જુએ, ત્યારે તે જીવો પ્રત્યે કરુણાભાવ જાગૃત થાય છે, અર્થાત્ કરુણા દ્રવી ઉઠે છે. અહીં કરુણાને કોઈ ઉપજાવે છે, અથવા હું કરુણા કરુ છું તેવો અહંકારયુકત કોઈ ભાવ નથી પરંતુ સ્વતઃ કરુણાની ક્રિયાશીલતા વિષે ઉલ્લેખ કર્યો છે. જેમ સૂર્ય તપે, ત્યારે બરફ પીગળે છે ૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ તે જ રીતે આ વિપરીત ભાવના સંતાપથી જ્ઞાનીની કરુણા દ્રવી ઉઠે છે. કરુણાનો સ્વતઃ ઉદ્ભવ થાય છે. અહીં આપણે આખી ગાથાના ચારે પદોનો શાબ્દિક અર્થ કર્યા પછી હવે તેના ગૂઢાર્થમાં પ્રવેશ કરશું અને પાઠકને સ્પષ્ટ થાય તે માટે જરુર પડે ત્યાં પૂર્વપક્ષ ને ઉત્તરપક્ષ રૂપે વિવેચન આપી ભાવોને પ્રગટ કરવા કોશિષ કરશું. પૂર્વપક્ષ : “અહીં કોઈ ક્રિયાજડ થઈ રહ્યાં” એમ કહ્યું છે. વસ્તુતઃ આ બન્ને શબ્દ વિરુદ્ધ છે. જ્યાં ક્રિયા હોય ત્યાં જડતા ન હોય અને જ્યાં જડતા હોય ત્યાં ક્રિયા ન હોય. જડતા શબ્દ નિષ્ક્રિય ભાવ અને શૂન્યભાવ ભાવનો ધોતક છે. જ્યારે ક્રિયા એ સક્રિય ભાવ, ચંચળભાવ અને જડતારહિત કર્મશીલ ભાવની દ્યોતક છે. ક્રિયાનો અર્થ જ ચલિતભાવ થાય છે. તો અહીં કોઈ ક્રિયાથી જડ થઈ રહયા છે તે મંતવ્ય બરાબર લાગતું નથી. જેમ કોઈ કહે કે અગ્નિ ઉપર મુકેલું પાણી ઉકળતું નથી. તો તે વિપરીત લાગે છે. કારણ કે અગ્નિ એ ક્રિયાશીલ છે અને તે પાણીને પણ ક્રિયાશીલ બનાવે છે. આ જ રીતે જ્યાં જડ ભાવો છે ત્યાં ક્રિયાનો સંભવ નથી. જેમ આ મંદિરનો પીલર સ્થિર છે, અર્થાત્ જડભાવે ઊભો છે. તેનો અર્થ જ છે કે ત્યાં ક્રિયાશીલતા નથી. તો કવિ અહીં કહે છે કે “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” તે તર્ક દષ્ટિએ યોગ્ય લાગતું નથી. તે જ રીતે શુષ્કજ્ઞાની શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં પણ જ્ઞાનમાં શુષ્કતા કેવી રીતે આવી શકે ? જે વિષય રહિત તત્ત્વો હોય તેને જ શુષ્ક કહી શકાય. જ્ઞાન કયારેય પણ વિષય રહિત હોતું નથી. તેવા જ્ઞાન કે જ્ઞાનીને શુષ્કજ્ઞાની કહેવા એ એક પ્રકારનો રુઢિવાદ લાગે છે. હકીકતમાં જ્ઞાન શુષ્ક હોઈ જ ન શકે. માટે અમારું મંતવ્ય છે કે આ બન્ને પદોને તર્ક દષ્ટિએ માન્ય રાખી શકાય તેવા નથી. આમ કહીને પૂર્વપક્ષ વિરામ પામ્યો. પૂર્વાચાર્યોએ ચાર દષ્ટિની સ્થાપના કરી છે. મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરીજીએ ચારે દષ્ટિનું વિવેચન પણ કર્યું છે ને વર્તમાન કવિશ્રીએ ગુજરાતી પદમાં કરુણાભાવનો ઉલ્લેખ કર્યો છે. દીન કૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ શ્રોત વહે”. તે જ રીતે આપણા પરમ કૃપાળુદેવે પણ “કરુણા ઉપજે જોઈ શબ્દ દ્વારા કરુણા દષ્ટિનો ઉલ્લેખ કર્યો છે. ઉત્તર પક્ષ : પૂર્વપક્ષનું જે કથન છે તે શબ્દાર્થની દષ્ટિએ કે તર્ક દૃષ્ટિએ ઠીક છે પરંતુ અહીં શબ્દાર્થ, રુઢાર્થ કે ભાવાર્થ લેવાનો નથી. પરંતુ અહીં તાત્પર્યાર્થ લેવાનો છે. જે કોઈ શાસ્ત્રનું કથન હોય તેમાં તાત્પર્યાર્થિનું મહત્વ સૌથી વધારે છે. દર્શનશાસ્ત્રમાં તાત્પર્યને જ મીમાંસા કહેવામાં આવે છે. તાત્પર્યનો અર્થ છે કે વકતાનું લક્ષ શું છે ? તે શું કહેવા માંગે છે ? તે શબ્દોનો અર્થ કઈ જગ્યાએ યોગ્ય રીતે અન્વય પામે છે ? તેની વિચારણા કરવી. અસ્તુ. જડતાનો સાચો અર્થ ? હવે આપણે અહીં મૂળ વાત પર આવીએ. “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” તેમાં જડ શબ્દ વપરાયો છે. સાધારણ રીતે અચેતન પદાર્થોને જડ કહેવામાં આવે છે. જયારે અહીં કોઈ સાધક જીવાત્માને જડ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ એ થાય છે કે આ જડ શબ્દ ઉપમાવાચી છે. અચેતન પદાર્થ વિવેકશૂન્ય હોય છે. જડ પદાર્થ ક્રિયાશીલ હોય ત્યારે પણ તેમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવેકશૂન્યતા હોય છે. જેમ કોઈ વ્યકિત માલિકની તલવારથી માલિકનું માથુ કાપે તો તેમાં તલવાર જરાપણ આનાકાની કરતી નથી. અર્થાત્ તે ક્રિયાશીલ બન્યા પછી પણ વિવેકશૂન્ય છે. જડનો અર્થ ફકત નિષ્ક્રિયા પૂરતો સીમીત નથી પરંતુ તે વિવેકશૂન્યતાનો દ્યોતક છે. વિવેકશૂન્ય હોવાથી સત્, અસત, ધર્મ—અધર્મ કે સ્વભાવ–વિભાવનો ભેદ પારખી શકાતો નથી. ક્રિયા છે, પરંતુ લક્ષહીન ક્રિયા છે. ક્રિયાના આચરનાર વિવેકશૂન્ય બની ક્રિયા કરે છે, અથવા તેમનો વિવેક પણ વાસ્તવિક વિવેક ન હોવાથી વિપરીત વિવેક હોય તો તે પણ વિવેકશૂન્યની બરાબર જ છે. એક વૈદ શું રોગ છે ? તેનો વિવેક કરી શકતા નથી, અથવા રોગનું વિપરીત નિદાન કરે તો બન્ને અવસ્થામાં તેમની વિવેકશૂન્યતા જ છે. અહીં જડનો અર્થ વિવેકશૂન્યતા થાય છે. હવે આપણે વિચારીએ કે આવા વ્યકિતને જડ કહેવાનું શું તાત્પર્ય છે ? કારણ કે બધા જડ પદાર્થો પણ ગુણહીન હોતા નથી. જડ પદાર્થો પણ પોતાના ગુણધર્મોના આધારે સંસારનો ઉપકાર જ કરતા હોય છે, અને વસ્તુતઃ જો નિરીક્ષણ કરીને જોઈએ તો જડ પદાર્થ સ્વયં હાનિકારક હોતા નથી પરંતુ જીવાત્માના કે પ્રાણીઓના દુર્ભાવ કે ભૂતકાળના દુષ્કર્મ ઉદય પામે ત્યારે તેઓ જડ પદાર્થથી ઉત્પન્ન થતા સંકટના શિકાર બને છે. વરના આખું પુદગલ દ્રવ્ય પરમાણુથી લઈ અને મહાસ્કન્ધ સુધી વિશ્વના નિર્માણમાં અને બધા કાર્યોમાં પોતાની ગુણવત્તાને આધારે ઘણો મોટો સહયોગ પૂરો પાડે છે. જ્ઞાનીઓનું મહાપ્રવચન પણ ભાષા પ્રદ્ગલોના નિમિત્ત પામીને જ પ્રગટ થાય છે. તીર્થંકરોનો મહાપુણ્યમય દેહ પણ જડ દ્રવ્યોના આધારે બનેલો છે. સ્વતઃ જડ પદાર્થ પોતાના ગુણધર્મ અને ગુણ પર્યાયોના આધારે સંપૂર્ણ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તે જડ હોવા છતાં તેના દુષ્પ્રભાવ ચેતન દ્રવ્યના આધારે જ ઉદ્ભવે છે. એટલે એકાંતે જડ કહેવાથી જડ દ્રવ્યો ઉપર કોઈપણ પ્રકારનો આરોપ મૂકી શકાય તેમ નથી, કવિરાજે અહીં આવા સાધકને જડ કહયા છે. તે પોતાના ગુણધર્મોથી વિચલિત થઈ, પર દ્રવ્યોના ગુણધર્મ જેવું આચરણ કરે છે, તેથી તે જડ ન હોવા છતાં જડનું પ્રતિબિંબ બની જાય છે. અહીં ફકત ક્રિયા કરનારા જીવને જડ કહ્યા છે તેનો અર્થ એ છે કે તેમની ક્રિયાઓનું પ્રતિફળ ચેતનને પણ ઉપકારી નથી અને જડને પણ ઉપકારી નથી. વિવેકશૂન્યતાના આધારે જલ તાડનમ્ જેવી સ્થિતિ પેદા થાય છે. જેમ કોઈ નદીને કિનારે બેસેલો માણસ હાથમાં લાકડી લઈ વગર કારણે પાણીમાં લાકડી મારતો રહે તો તે ફળશૂન્ય ક્રિયાનો ધારક છે. તે જ રીતે અહીં ક્રિયાજડનો અર્થ એ થાય છે કે ક્રિયા કરે છે તે ફળ રહિત છે અને વિવેકશૂન્ય છે. હવે આપણે જરા ક્રિયા વિષે વિચાર કરીએ. સાધારણ ધાર્મિક આચરણને ધર્મક્રિયા કહેવામાં આવે છે, આ ક્રિયા તે નાના મોટા વ્રતોના આધારે, માન્યતાના આધારે, વિધિ વિધાનના આધારે કે ગુરુઓના આદેશના આધારે આચરવામાં આવતી હોય છે. સામાન્ય ક્રિયાનો આધાર મન, વચન ને કાયાનો યોગ છે. યોગ નિતા ાિવિયા નનયોઃ । ક્રિયા માત્ર તે યોગની પ્રવૃતિ છે અને યોગની બધી પ્રવૃત્તિ ક્રિયાજનક છે. અર્થ એ થયો કે યોગની પ્રવૃતિ એ ક્રિયા છે અને ક્રિયાનો આધાર યોગ છે. મૂળ શાસ્ત્રોના આધારે કેટલીક ક્રિયાઓ એવી છે કે સ્વથા અર્થાત્ સ્વતઃ થાય છે. જેમ કે પુદ્ગલ દ્રવ્યની ક્રિયા. આ ક્રિયા યોગ જનિતપણ નથી. સંપૂર્ણ પુદ્ગલ દ્રવ્ય સદા ૪૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ સર્વદા ક્રિયાશીલ હોય છે. અર્થાત્ નિરંતર સક્રિય હોય છે. એક ક્ષણ પણ એવી નથી કે એક પરમાણુ પણ એવો નથી કે પુગલનો એક પ્રદેશ પણ એવો નથી કે જ્યાં નિરંતર ક્રિયા ન થતી હોય. આમ પગલની ક્રિયા સ્વતંત્ર ચાલતી હોય છે. તે કયારેક જીવાત્માના જ્ઞાનમાં સાકાર હોય છે અને કયારેક અજ્ઞાત ભાવે પણ ચાલતી જ રહે છે. આ બધી ક્રિયાઓ સાકારભાવે ચાલતી હોય અને જ્ઞાનમાં તેનું પ્રતિબિંબ પડતું હોય ત્યારે જીવાત્મા પોતાના અહંકાર આદિ વિકારી પરિણામોને આધારે આ ક્રિયાઓ હું કરું છું એવો મિથ્યાભાવ પણ વર્તતો હોય છે. મિથ્યાભાવ હોય કે ન હોય, ક્રિયાનો પ્રવાહ નિરંતર ચાલુ છે. પરંતુ આ બધા પુદ્ગલો જ્યારે જીવના યોગરૂપે પરિણમે છે અને જીવ જ્યારે તે યોગનો સ્વામી બને છે અર્થાત્ યોગનો ધારક બને છે, સયોગી હોય છે ત્યારે યોગની ક્રિયાઓ જીવાત્માની ક્રિયારૂપે વિકારીભાવ સાથે જોડાય છે અને પુલની ક્રિયાશીલતામાં એક નવો પ્રવાહ આવે છે. V યોગ ક્રિયાનું વિભાજન : યોગની આ ક્રિયાઓ બે રીતે પ્રવાહિત થાય છે પાપરૂપે કે પુણ્યરૂપે, સંયમરૂપે કે અસંયમ રીતે, વ્રતરૂપે કે અવ્રત રૂપે, ધર્મ રૂપે કે અધર્મ રૂપે ક્રિયા વિભકત બની એક નાનકડો વિવેક ઉભો કરે છે. કયારેક આ વિવેક ન પણ હોય તો પણ સંસ્કારના આધારે, ઓળસંજ્ઞાના આધારે ક્રિયાનો પ્રવાહ પ્રવાહિત બની રહે છે. બાહ્ય ભાવે આ ક્રિયાના પ્રવાહને સારો–નરસો કહી ધર્મ-અધર્મની ક્રિયા તરીકે સંબોધવામાં આવે છે. વસ્તુતઃ આ બધી ક્રિયાના પ્રવાહમાં તેમનું લક્ષ નિશ્ચિત હોય કે સંસારની મોહજાળમાંથી મુકત થવાનો નિર્ણય હોય તેવું બરાબર હોતું નથી. આમ લક્ષહિન ક્રિયાને ધર્મક્રિયા રૂપે કે મોક્ષની સાધનારૂપે આચરવામાં આવતી હોય છે. ક્રિયાનો રંગ એટલો ઘાટો હોય છે કે કર્તાથી ક્રિયાનું મહત્વ વધી જાય છે. કર્તા ગૌણ બની જાય છે અને આ ક્રિયા એ જ મારું રૂપ છે એમ માની કર્તા પોતાનો વિવેક છોડી ક્રિયામાં તદ્રુપ બની જાય છે. આખું ક્રિયાજગત જે રીતે કામ કરે છે, તે ક્રિયાજગત ન્યારું હોય છે. જ્યારે વ્યકિતનું આ નાનકડું ક્રિયા અનુષ્ઠાન તેને ઘેરી લે છે. જેમ કોઈ પુરુષ કોઈ સ્ત્રીને મોહાધીન હોય તો પોતાનું બધું અસ્તિત્ત્વ ભૂલી આ મોહના ભાજનને જ મહત્વ આપે છે. તેમ અહીં આ કર્તા ક્રિયાને જ પ્રધાન માની, ક્રિયા જ સર્વસ્વ છે એમ માની, ક્રિયાના સ્વરૂપનો પણ વિચાર કર્યા વિના કે આ ક્રિયા સાવધ છે કે નિર્વધે છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે, રાગ મિશ્રિત છે કે વીતરાગ ભાવવાળી છે, તેનો વિવેક ખોઈ નાંખે છે અને ક્રિયા સ્વતઃ વિવેકશૂન્ય બને છે, તેમ ક્રિયાનો કર્તા પણ વિવેકશૂન્ય બની જાણે જડ જેવો બની જાય છે. વસ્તુતઃ કોઈ પણ વ્યકિત જડ જેવો બની શકતો નથી, જડ થઈ શકતો પણ નથી. જડ જેટલા ગુણધર્મોનું પણ આચરણ કરી શકતો નથી. ફકત વિવેકશૂન્યતાના આધારે જ તેને જડ જેવો કહ્યો છે. અહીં સ્પષ્ટ એ થયું કે ક્રિયાના કારણે જડતા આવે છે અને જડતાને આધારે ક્રિયા ઉદ્ભવે છે. આમ પરસ્પર ક્રિયા અને જડતા બન્ને એકબીજાના પૂરક બની જાય છે. તેથી કવિરાજને આ દશા જાણે બહુજ અકળાવતી હોય તેમ પોતાના સભ્ય જ્ઞાનના આધારે ફકત કરુણાને જન્મ આપે છે અને જડતા રહિત શુદ્ધ ક્રિયા અથવા ચેતનમય ક્રિયાના આધારે જડતાનો વિભેદ કેમ નિષ્પન્ન થાય તેવા ભાવથી આવા ઉપાસક જીવોને માટે કૃપાની વૃષ્ટિ કરવા કવિરાજ તત્પર થયા છે. કામ કરી Page #61 -------------------------------------------------------------------------- ________________ . “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” આ પદ વર્તમાન ધર્મક્ષેત્રમાં અને ખાસ કરીને આધ્યાત્મિક ઉચ્ચ કોટિના સંપ્રદાયોમાં પણ આત્મચિંતનના અભાવે જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેને અનુલક્ષીને જે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા એમ કહ્યું છે. વસ્તુતઃ બ્રહ્માંડમાં અને સંપૂર્ણ માનવ લોકમાં ક્રિયા અને જડ પદાર્થોનું પ્રવર્તન એટલું બધુ વ્યાપક છે, એટલો બધો વિસ્તાર એમાં ભરેલો છે કે સંપૂર્ણ ક્રિયાકલાપના આધારે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા છે તે લાગુ પાડી શકાય તેમ નથી. કારણ કે સંપૂર્ણ જીવરાશિ જડ સાથે તદ્રુપ થઈને જ ક્રિયા કરતા હોય છે. તે જીવવાની ક્રિયા હોય કે પરસ્પર ઉપકાર કરવાની, બચવાની, સહયોગ કરવાની કે મોહાવિષ્ટ થઈ યુદ્ધ કરવાની ક્રિયા હોય અને હિંસા આદિ પાપક્રિયાઓ તથા દયામય કરુણાની ક્રિયાઓ વ્યાપક અર્થમાં ચાલતી હોય છે. તેમાં તે બધા જીવો જડ સાથે જોડાયેલા છે. એટલે અહિં સંપૂર્ણ બ્રહ્માંડના આધારે આ કથન નથી, પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં અને ખાસ કરી અધ્યાત્મ ક્ષેત્રમાં કવિરાજની જ્યાં સુધી દષ્ટિ ફેલાયેલી છે ત્યાં સુધી તેને ઘણા જીવો આવા વિવેકશૂન્ય ક્રિયાના કારણે જડ જેવા પ્રતિભાષિત થયા છે અને તેની જડતાને ખંખેરવા માટે સ્વયં જીવ ચૈતન્યમય છે તેવો પ્રતિબોધ આપવા માટે આ અપૂર્વ શબ્દ મૂકયો છે કે “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” અસ્તુ. અહીં ક્રિયાજડની વ્યાખ્યા પછી આપણે ઊંડાઈથી શુષ્કશાનીની વ્યાખ્યા પણ યથાસંભવ કરવા પ્રયાસ કરશું. શુષ્કજ્ઞાનીની વ્યાખ્યા પહેલા, ક્રિયા ઉપર થોડો તાત્ત્વિક પ્રકાશ નાંખશું. દાર્શનિક દષ્ટિએ ક્રિયા શું છે? અને ક્રિયાનો વ્યાપક અર્થ જાણ્યા પછી ધાર્મિક ક્ષેત્રમાં ધર્મક્રિયા કોને કહેવામાં આવે છે તે લક્ષમાં લેવા જેવું છે. કર્તાની ક્રિયા : વસ્તુતઃ ક્રિયા બે શકિતની આધારે ઉદ્ભવે છે. (૧) સ્થાનાંતર અને (૨) કાલાંતરના આધારે પદાર્થોમાં કે દ્રવ્યમાં જે ક્ષણિક પરિવર્તન થાય છે, તે બધા પરિવર્તનો ક્રિયારૂપે પ્રત્યક્ષ થાય છે. ક્રિયા એક પ્રકારનું પરિવર્તન છે. જેને જૈન દર્શનમાં પર્યાય કહેવામાં આવે છે. પર્યાય એટલે દ્રવ્યનું જે નિરંતર પરિવર્તન થાય છે, અને તેમાં ઓછીવતી ગુણવત્તા પ્રગટ થાય છે તેને ક્રિયા રૂપે જોવામાં આવે છે. ક્રિયાનો આધાર દ્રવ્ય સ્વયં છે. જેને ઉપાદાન કારણ કહેવામાં આવે છે પરંતુ આવા પરિવર્તનો સાથે નિમિત્તભાવે જે શકિત જોડાય છે તેને કર્તા ગણવામાં આવે છે. અને સ્થૂળ રીતે તે કર્તા ક્રિયાનો જનક બની જાય છે. કર્તૃત્ત્વ ધર્મ તે પદાર્થનો ધર્મ પણ છે અને કોઈ જીવંત વ્યકિતનો પણ ધર્મ છે. જો કે વ્યવહારિક ક્ષેત્રમાં પદાર્થને કર્તાની સંજ્ઞા આપવામાં આવી નથી પણ એટલા માટે જ કર્તાની વ્યાખ્યામાં, દર્શન શાસ્ત્રમાં “જ્ઞાનેચ્છા તિમત્તે તત્ત્વ' આ સૂત્રમાં જ્ઞાન, ઈચ્છા અને કૃતિ, કૃતિનો અર્થ પ્રયાસ, યત્ન. આ ત્રણે તત્ત્વ મળીને કર્તાનું રૂપ ધારણ કરે છે. આ વ્યાખ્યા પ્રમાણે જીવ અથવા ચૈતન્ય એ જ કર્તા બની શકે. કારણ કે જ્ઞાન અને ઈચ્છા એ બે ભાવ જડ પદાર્થમાં નથી અને એટલા માટે જ ઈશ્વરવાદમાં જ્યાં સ્વતઃ ક્રિયાઓ થાય છે. જેમ કે સમુદ્રના મોટા તોફાનો, મોટા ઉલ્કાપાત કે મોટી વર્ષા એ બધા કાર્યોમાં સાધારણ જીવની હાજરી હોતી નથી, તેથી ત્યાં ઈશ્વરની સ્થાપના કરવામાં આવી છે અને ઈશ્વર સ્વયં જ્ઞાન, ઈચ્છા અને કૃતિના ભંડાર છે. અસ્તુ. Page #62 -------------------------------------------------------------------------- ________________ આ ચર્ચામાં વધારે ઊંડાણમાં ન જતાં અહીં આપણે એટલું જ કહેવાનું છે કે જૈનદર્શન પ્રમાણે બધા દ્રવ્યો ક્રિયાશીલ છે. પછી તે નૈમિત્તિક હોય કે સ્વાભાવિક હોય, પરંતુ ક્રિયારહિત કોઈ પદાર્થ નથી. આ ક્રિયા સમયને આધારે પરિવર્તન પામે છે અને સ્થાનને આધારે ગતિશીલ બને છે. એટલે ગતિ અને પરિવર્તન એ બંને ક્રિયાના આધાર છે. અહીં આપણે ધર્મક્રિયાની વાત કરી રહ્યા છીએ. જે જીવાત્મા જ્યારે ધર્મ – અધર્મનો વિવેક કરે છે અથવા પાપ-પુણ્યની માન્યતા સ્વીકારે છે ત્યારે તેને અનુકૂળ તેવી મન-વચન અને કાયાની ક્રિયાઓ શરુ થાય છે. ક્રિયા એ ભૌતિક તત્ત્વ છે, તેની સાથે ભાવોનો આર્વિભાવ થાય છે, ત્યારે તે ક્રિયા ધર્મક્રિયા હોઈ શકે, અને એ જ રીતે ક્રોધાદિ સહિતની ક્રિયા કલંકિત થાય તો તેને પાપક્રિયા કહેવામાં આવે છે. વસ્તુતઃ ક્રિયા એક યોગોનું સંચલન છે. પરંતુ તેમાં જે ભાવો વણાય છે તે જ મુખ્યરૂપે મૂલ્યાંકન પામે છે. આમ ક્રિયાને ધર્મક્રિયા સાથે સંબંધ થાય છે અને ક્રિયા તે સાધારણ રૂપે વ્યકિતની સંપતિ બની જાય છે. ક્રિયાની જડતા : ક્રિયા જ્યારે નિરંતર થાય છે, ત્યારે તેમાં ભાવોની પ્રધાનતા ઘટી જાય છે અને સંસ્કારને આધારે તે ક્રિયાઓ ચાલતી જ રહે છે. ત્યારે ક્રિયામાં એક પ્રકારની જડતા ઉદ્ભવે છે. જો કે આ જડ શબ્દ કે જડતા શબ્દ બિસ્કુલ અયોગ્ય છે. પરંતુ વ્યવહારમાં અનુપયોગી, વિવેકશૂન્ય જડ કહીને બોલાવાય છે જેથી આપણે પણ જડતા કહીયે છીએ. યોગીરાજે પણ જડ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપર આપણે કહી ગયા છીએ કે ક્રિયામાં જડતા સંભવતી નથી. જડનો અર્થ નિષ્ક્રિય થાય છે. માટે ક્રિયાશીલ તત્ત્વને જડ કહેવા એ તર્કદ્રષ્ટિએ વિરુદ્ધ છે. પ્રાણ વગરની ક્રિયા એક સમાન ચાલતી રહે અને તેનાથી જે પરિણામ ઉત્પન્ન થવું જોઈયે તે ન થાય તે ક્રિયાને અથવા તે ક્રિયાના આચરનારને વ્યર્થ કહી શકાય છે. જેમ કે કોઈ ચક્કીમાં અનાજ પીસાઈ રહ્યું છે, અનાજ ખતમ થઈ ગયું, તો પણ એકલી ચક્કી ચાલતી રહે તો તે સ્થિતિને સર્વથા નિરઉપયોગી અને હાનિકારક કહેવી જોઈયે. એ જ રીતે અહીં ધર્મક્રિયામાં ગુણવત્તાનો અભાવ થવાથી તે ક્રિયા વ્યર્થ બની જાય છે. અર્થાત્ હાનિકારક પણ બને છે અને તેને કોઈ મુકિતનો માર્ગ માને તો તે બહુજ ભૂલમાં છે એમ કહેવું જોઈએ. આ ધર્મક્રિયાઓ આચરણરૂપે, પૂજાપાઠ રૂપે, જાપ રૂપે કે બીજી કોઈ પારસ્પરિક (ટ્રેડિશનલ) રીતે ચાલતી હોય કે મોટી તીર્થયાત્રા રૂપે ગતિશીલ હોય પરંતુ તેમાં વિવેકનો અભાવ હોય તો તેવા ક્રિયાધારકને અહીં મહાન આત્મા શ્રીમદ્ “કોઈ ક્રિયાજડ” થઈ રહયા એમ કહે છે. અસ્તુ. આટલી ક્રિયાની વ્યાખ્યા કર્યા પછી, આપણે બીજો જે કટાક્ષ જે શુષ્કજ્ઞાની રૂપે મૂકવામાં આવ્યો છે તેનું આત્યંતર નિરીક્ષણ કરશું. ક્રિયાજડ પછી સાથોસાથ શુષ્કજ્ઞાની શબ્દ મૂકયો છે, અને આ રીતે બે ભાવ વિભકત કર્યા છે. કારણ કે બહુ પ્રાચીન સમયથી “જ્ઞાન વિયાખ્યાં મોક્ષ” ! જીવાત્મા કે કોઈપણ જીવરાશિ જ્ઞાન અને પ્રવૃતિ અર્થાત્ ક્રિયાથી યુકત હોય છે. જીવ સમ્યગુદષ્ટિ ન બને ત્યાં સુધી જ્ઞાન એ અજ્ઞાન બની રહે છે અને ક્રિયા પણ પ્રાયઃ પાપ બંધનનું કારણ બને છે પરંતુ અજ્ઞાની જીવોમાં કષાયોનો ક્ષયોપશમ થાય કે કષાય મંદ થાય ત્યારે તે ક્રિયા : 32: 53::::: Page #63 -------------------------------------------------------------------------- ________________ : - 8 પુણ્યબંધનું પણ કારણ બને છે, પરંતુ આ પુણ્ય સર્વથા નિર્મળ હોતું નથી. અસ્તુ. / અહીં આપણે જ્ઞાન અને ક્રિયા એ જીવ સાથે જોડાયેલા બે ભાવ છે. જેને જૈન દર્શનમાં ઉપયોગ અને યોગ કહેવામાં આવે છે. ઉપયોગ તે જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે અને યોગ તે ક્રિયાશીલ હોય છે. આ રીતે નિહાળતા જ્ઞાન અને ક્રિયા, તે ઉપયોગ અને યોગનું સ્વરૂપ છે. “યોગઃ ક્રિયાશીલ” યોગ સદા ક્રિયાશીલ હોય છે. જૈન સાધનામાં સમિતિ અને ગુપ્તિનું પ્રમુખ સ્થાન છે. સમિતિ તે પ્રવૃત્તિમય છે અને ગુપ્તિ તે નિવૃત્તિમય છે. એટલે જ્યારે યોગ શુભ રીતે પ્રવર્તમાન હોય અને ઉપયોગ શુદ્ધ હોય ત્યારે તે સમિતિ કહેવાય છે અને યોગ જ્યારે નિવૃત્તિમય હોય અને શુદ્ધ ઉપયોગ હોય ત્યારે તે ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ તે ક્રિયાની નિવૃત્તિ છે. પરંતુ આ કથન તારતમ્યભાવે કહેવામાં આવ્યું છે. કારણ કે યોગની પ્રવૃત્તિ અનાવશ્યક હોય તેને ઘટાડીને તેની માત્રા ઓછી થાય અથવા સ્થૂળ રીતે યોગ શાંત થાય અને તે પણ ફકત વચન અને કાયાના યોગ પૂરતું સીમિત છે. મનોયોગ તે પણ અનાવશ્યક વિકલ્પોથી મુકત થઈ એકાગ્ર ધ્યાનરૂપ થાય, ત્યારે આ ત્રણે યોગો ગુપ્તિમય બને છે. પરંતુ વાસ્તવિક સૂક્ષ્મ દૃષ્ટિએ યોગ સર્વથા ક્રિયાહીન બનતા નથી. પ્રત્યેક ક્ષણે ત્રણે યોગની સૂમ ક્રિયા ચાલુ રહે છે અને આ સૂક્ષ્મક્રિયા તેરમા ગુણસ્થાન સુધી સયોગી કેવળી રૂપે પણ ક્રિયાશીલ હોય છે. જ્યારે મુકત આત્મા ચૌદમા ગુણસ્થાનનો સ્પર્શ કરે અને અયોગી અવસ્થા આવે ત્યારે યોગનો જ અભાવ થતાં ક્રિયાનો અભાવ થઈ જાય છે અને એકાકી શુદ્ધ નિર્મળ જ્ઞાન ટકી રહે છે. આમ ચૌદમા ગુણસ્થાને જ્ઞાન અને ક્રિયાની જોડી વિખૂટી પડે છે. કહેવાનું તાત્પર્ય થયું કે સાંસારિક અવસ્થામાં જીવની બે મુખ્ય શકિતઓ જ્ઞાન અને ક્રિયા અથવા ઉપયોગ અને યોગ તે બરાબર સંકળાયેલા રહે છે. જ્ઞાન તે નિષ્ક્રિય છે. અર્થાત્ ઉપયોગ નિષ્ક્રિય છે, અને યોગ તે ક્રિયાશીલ છે. જ્ઞાનની ક્રિયાશીલતા : જ્ઞાનને નિષ્ક્રિય કહ્યું છે તે બીજી કોઈ સ્થૂળ ક્રિયા કરતું નથી. પરંતુ સ્વતઃ પોતાની પર્યાય કરે છે. આમ પરમ નિશ્ચયની દષ્ટિએ જ્ઞાન જ્ઞાનની ક્રિયાથી યુકત છે. જ્ઞાનને નિષ્ક્રિય કહેવાનો અર્થ એટલો જ છે કે તે બીજા દ્રવ્યોમાં સંચાલિત થતું નથી કે સંચાલન કરતું નથી. પરંતુ દ્રષ્ટારૂપે, જ્ઞાતારૂપે તે નિરાળુ રહે છે. આમ જ્ઞાન અને ક્રિયાનો સ્પષ્ટ વિવેક થયા પછી અહીં જ્ઞાનના બે પ્રકાર કહ્યા છે. શુષ્કજ્ઞાની અને ઉચિતજ્ઞાની. જ્યારે કવિ શુષ્કજ્ઞાની તરીકે કોઈને સંબોધન કરે છે, ત્યારે જેઓ શુષ્કશાની નથી, તેવા જ્ઞાનીને અશુષ્કજ્ઞાની, ઉચિતજ્ઞાની, સમ્યગુજ્ઞાની કે યથાર્થ જ્ઞાની શબ્દોથી સંબોધવા જરૂરી છે. સાધારણ રૂપે જ્ઞાન અને અજ્ઞાનના બે ભેદ સ્પષ્ટ છે. તે દષ્ટિએ શુષ્કજ્ઞાની એ અજ્ઞાનીની કોટિમાં ગણી શકાય. આમ અજ્ઞાનદશામાં રહેલા જીવ કોઈ ક્રિયાજડ છે તો કોઈ શુષ્કજ્ઞાની છે, તેમ શાસ્ત્રકારનું કથન છે. અસ્તુ. શુષ્કજ્ઞાન : હવે આપણે શુષ્કજ્ઞાન શું છે તેના ઉપર થોડો વિચાર કરીએ. જેમ ક્રિયામાં વિવેકશૂન્યતા છે તે ક્રિયાજડ કહેવાય છે. તે જ રીતે જ્ઞાન અથવા બૌધ્ધિક તર્કમાં અથવા બુદ્ધિ ભરેલી તર્કયુકત વાણીમાં વિવેકનો અતિરેક થાય અથવા તર્કનો આશ્રય છોડી કુતર્કનો આશ્રય કરી બુદ્ધિ જ્યારે ભ્રમજાળમાં ફસાય ત્યારે તે કોરો જ્ઞાની બની જાય છે. અર્થાત્ તેના વાદવિવાદ કે TERSELLESIASISUSTUSSUUNASHLESERSLENS yo Page #64 -------------------------------------------------------------------------- ________________ તર્કજાળથી તેમના આત્મામાં આવવો જોઈએ તે ઉપશમભાવ કે ઉપશાંતિ કે નિર્મોહદશાનો ભાવ કે નિર્મમત્વ પ્રગટ થતું નથી. “જ્ઞાનસ્ય ફલમ્ વિરતિ” જ્ઞાનનું ફળ મોહનો વિરામ કે ઉપશમભાવ છે, અથવા વિરકિત છે, રતિની રમણતા ઘટી વિરતિનો આનંદ ઉપજે તે છે, પરંતુ આવો વિવાદ ભરેલો વ્યકિત કુતર્કનો આશ્રય કરી બધા દ્રવ્યોની ગતિવિધિનો શુદ્ઘ નિર્ણય કર્યા વિના દ્રવ્યોના સ્વભાવનો સચોટ નિર્ણય કર્યા વિના પોતાની આગ્રહ બુદ્ધિથી જેમ ફાવે તેમ સ્થાપના કરી નાસ્તિકવાદના સિદ્ધ્તો કે મિથ્યાવાદના સિદ્ધાંતોનું અવલંબન કરી સ્વયં શુદ્ધ ચૈતન્ય તત્ત્વની અવહેલના કરે અને જે સ્થિતિમાં પોતે પહોંચ્યો છે તે વિપરીત સ્થિતિને મોક્ષમાર્ગ સમજી બંધમાર્ગનું અવલંબન કરે છે તે શુષ્કજ્ઞાની કહેવાય છે. આ એક ઈશારો માત્ર અમે આપ્યો છે. પરંતુ શુષ્કજ્ઞાનનું શાસ્ત્ર ઘણું જ વિસ્તાર પામેલું છે અને વિશ્વના મોટા ભાગના બુદ્ધિવાદીઓ શુષ્કજ્ઞાનના શિકાર બન્યા છે. સાધુતાનો માર્ગ છોડી, વિરકિતને પરિહરી બુદ્ધિના બળે સ્વયં ભ્રમિત થઈ બીજા અલ્પ બુદ્ધિજીવીઓને ભ્રમિત કરે તે વાસ્તવિક શુષ્કજ્ઞાની છે. શુષ્કજ્ઞાનમાં અહંકારની પ્રધાનતા છે. પોતે સમજ્યો છે તેમાં હવે વધારે સમજવાની ગુંજાઈશ નથી, એવો કઠોરભાવ જન્માવી સ્વયં જ્ઞાનનો દરવાજો બંધ કરે છે. આંવા જીવને શુષ્કજ્ઞાની કહી શકાય. શુષ્કનો અર્થ સૂકાયેલુ એવો થાય છે. શુષ્યનો અર્થ ખાલી પણ થાય છે અને કોરો પણ થાય છે. અહીં ચાર લાઈનમાં એક વાસ્તવિક ઘટનાનો આપણે ઉલ્લેખ કરશું. મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવજી અધ્યાત્મમાં રમણતા કરતા હતા, એકવાર જ્ઞાનના અહંકારમાં ગળાબૂડ ચૈતન્યદેવ નામક સાધુને જ્ઞાનદેવને પત્ર લખવાનો અવસર આવ્યો ત્યારે મૂંઝવણથી કશુ સંબોધન લખી શકયો નહીં. પૂજ્ય લખે તો પોતે નાનો બની જાય અને કોઈ પણ સંબોધન વિના ફકત જ્ઞાનદેવ લખે તો તેની અવિદ્વતા પ્રગટ થાય. આવા ડરથી તેણે કોરો કાગળ કવરમાં બંધ કરી જ્ઞાનદેવને મોકલ્યો. જ્યારે જ્ઞાનદેવે કવર ખોલ્યું ત્યારે આશ્ચર્ય સાથે થોડું મોઢું મલકાવી તેમના ત્યાગી બેન મુકતાબેનને આ કાગળ આપ્યો અને પૂછયું કે બેન આમાં શું લખ્યુ છે ? વાંચો. ત્યારે મુકતાબેને કહ્યું કે ગુરુદેવ ! ચૈત્યાનંદે આ પત્રમાં લખ્યું છે કે હું વેદ વેદાંત ઘણું ભણ્યો, સંસ્કૃતિ સાહિત્ય, અને બીજા બધા વિદ્યાના ગ્રંથોનો અભ્યાસ કર્યો પરંતુ હું કોરો ને કોરો રહી ગયો છું. મુકતાબેન જેવા વિરકત ત્યાગીના મુખથી આ વચનો સાંભળી સૌ હસી પડયા. આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે ઘણું ભણતર હોવા છતાં જીવ કોરો રહી જાય છે. અર્થાત્ શુષ્કજ્ઞાની બની જાય છે. અનુમાન શાસ્ત્રમાં અવ્યાપ્તિ, અલ્પવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ એવા ત્રણ દોષોનું વર્ણન છે. જેમાં ગુણધર્મ બિલ્કુલ ન હોય, અથવા ગુણધર્મ ઓછો હોય તે અલ્પ વ્યાપ્તિમાં આવે છે. જ્યારે ગુણધર્મનો અતિરેક થાય ત્યારે તે અતિવ્યાપ્તિમાં આવે છે. શુષ્કજ્ઞાનીમાં પણ લગભગ અતિવ્યાપ્તિનો દોષ હોય છે. તેમની બુદ્ધિ નિશ્ચિત ગુણધર્મનો નિર્ણય કર્યા વિના, વિવેકનો અતિરેક કરી લગભગ અનિર્ણય જેવી અવસ્થામાં જ ગૂંચવાય જાય છે, તેને શુષ્કજ્ઞાની કહેવામાં આવે છે. આટલી સામાન્ય વ્યાખ્યા કર્યા પછી હવે શાસ્ત્રીય દૃષ્ટિએ અને કર્મ સિદ્ધાંત પ્રમાણે ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ શુષ્કજ્ઞાન શું છે ? તે પણ સમજવું જોઈએ. જૈનદર્શનમાં પાંચ જ્ઞાન કહેલા છે. તેમાં મન:પર્યય તથા કેવળજ્ઞાન નિશ્ચિત રૂપે જ્ઞાન છે. જ્યારે મતિ, શ્રુત અને અવધિ આ ત્રણેય જ્ઞાનની બે અવસ્થા છે. જ્ઞાન અને અજ્ઞાન. અહીં આપણે ખાસ મહત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ કરશું. સાધારણ રૂપે અજ્ઞાનની બે અવસ્થા છે. તે લગભગ ઘણા ચિંતકને સ્પષ્ટ હોતી નથી. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન ઢંકાયેલું રહે, ત્યાં તે જ્ઞાનનો અભાવ હોય તો તેને અજ્ઞાન કહેવાય છે. પરંતુ જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ થયા પછી મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન સમ્યક્ નિર્ણયના અભાવે, યથાર્થ ભાવના અભાવે જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાન કહેવાય છે. અહીં આપણે બે નામ સ્પષ્ટ રીતે આપીએ છીયે. (૧) ઉદયભાવી અજ્ઞાન અને (૨) ક્ષયોપશમભાવી અજ્ઞાન. સામે પડેલી દોરી કે સાપ એ બન્નેનો અભાવ, તે નેત્રહીન માણસ જોઈ શકતો નથી. કારણ કે તેને જ્ઞાનના સાધનનો અભાવ છે. આ ઉદયભાવી અજ્ઞાન છે. પરંતુ નેત્ર હોવા છતાં દોરીમાં સાપનું કે સાપમાં દોરીનું અયથાર્થ ભાન કરે તો તે ક્ષયોપશમભાવી અજ્ઞાન છે. ક્ષયોપશમભાવી અજ્ઞાનના સંશય, ભ્રમ કે વિપરીત નિર્ણય જેવા ઘણા તારતમ્ય ભાવો ઉદ્ભવે છે. આમ આ બીજી કોટિનું અજ્ઞાન તે ભ્રમાત્મક હોય છે. અહીં બુદ્ધિનો અથવા મતિજ્ઞાનનો કે શ્રુતજ્ઞાનનો વિશાળ ક્ષયોપશમ હોય, પરંતુ મોહાદિ કર્મના પ્રભાવે આખું તેનું આ જ્ઞાનતંત્ર અજ્ઞાન બની જીવને સંશય કે ભ્રમાત્મક ભાવોમાં રમાડે છે અને તે ભ્રમાત્મક ભાવોનું ફળ જીવને મુકત થવામાં જરાપણ ઉપકારી થતું નથી. આવા બૌધ્ધિક ભાવોને શુષ્ક અર્થાત્ કોરા અજ્ઞાનના ભાવો કહી શકાય. અહીં શાસ્ત્રકારે શુષ્કજ્ઞાની એવો શબ્દ વાપર્યો છે. પરંતુ તર્કદષ્ટિએ શુષ્કજ્ઞાની સંભવતો નથી. ખરો શબ્દ શુષ્ક અજ્ઞાની મૂકવો જોઈતો હતો, કારણ કે આવા કોરા બૌધ્ધિક જીવોને જ્ઞાની કહીને સંબોધી શકાય નહિ. વાસ્તવિક રીતે, તે શુષ્ક અજ્ઞાની છે અને આ અજ્ઞાન કે ભ્રમ મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન પૂરતું સીમિત નથી, પરંતુ અવધિજ્ઞાનમાં પ્રવેશ કરી વિભંગજ્ઞાન રૂપે પણ . પરિણમે છે, ત્યાં પણ શાસ્ત્રકારે તેને વિભંગજ્ઞાની કહ્યો છે. પરંતુ ખરેખર તે પણ વિભંગ અજ્ઞાની છે. આ તો કટાક્ષ વાકય છે, જેમ કોઈ નિર્ધન પોતાને ધની માનતો હોય અને મોટી વાત કરતો હોય, તે વ્યકિત સભામાં આવે ત્યારે વ્યંગ ભાષામાં એમ કહેવાય કે મોટા શેઠ પધાર્યા (આવો આવો મોટા શેઠ.) પરંતુ આ શેઠ શબ્દ તેના માટે કટાક્ષ છે. કોઈ બુદ્ધિવાદી ભ્રમિતને મોટો વિદ્વાન ગણી સંબોધવામાં આવે તો તે પણ કટાક્ષ છે. વસ્તુતઃ પહેલો શેઠ તે મોટો નિર્ધની છે અને આ મોટો વિદ્વાન તે મૂરખ છે, એવો અર્થ કરવામાં આવે છે. તેમ અહીં શુષ્કઅજ્ઞાનીને જ્ઞાની કહીને એક પ્રકારનો ભંગ કરવામાં આવ્યો છે. અસ્તુ. /આપણે અહીં શાસ્ત્રીય રૂપે આવા ભ્રમિત વ્યક્તિની વ્યાખ્યા કરી રહયા હતા. જો આવી સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ક્ષયોપશમ, મિથ્યાત્વ મોહનીયનો પ્રબળ ઉદય અને તેની સાથે ચારિત્ર મોહનીયનો ઉદય હોવાથી મોહની પ્રબળતા, આ ત્રિદોષ ભેગા થવાથી તે શુષ્કજ્ઞાની બને છે. મિથ્યાત્વ, ઉદયભાવી અજ્ઞાન અને મોહ આ ત્રિપુટી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યક્ ચારિત્રની ઘાત કરનારી સંહારક ત્રિપુટી છે અને આ ત્રિપુટીના શિકાર તે શુષ્કજ્ઞાની બને છે. ક્રિયાજડ કરતા શુષ્કજ્ઞાની વધારે ઘાતક છે. અહીં આપણે એક ચૌભંગી આપશું. પર DJFA Page #66 -------------------------------------------------------------------------- ________________ P (૧) કોઈ ક્રિયાજડ છે પણ શુષ્કજ્ઞાની નથી. (૨) શુષ્કજ્ઞાની છે પણ ક્રિયાજડ નથી. (૩) ક્રિયાજડ પણ છે અને શુષ્કજ્ઞાની પણ છે. (૪) ક્રિયાજડ પણ જડ’નથી અને શુષ્કજ્ઞાની પણ નથી. આ ચોથો ભંગ દ્વિવિધ છે. (૧) એકેન્દ્રિયાદિ સ્થાવર જીવો તથા વિકલ અવસ્થાવાળા જીવો અને (૨) ચોથા ગુણસ્થાન પછી સમ્યમ્ અવસ્થા પણ હોય છે. ચોથા ભંગનો પ્રથમ ભાંગો અવિકસિત અવસ્થા છે ને બીજો ભંગ વિકસિત અવસ્થા છે. અવિકસિત અને વિકસિત અવસ્થાની વચ્ચે બાકીના ત્રણેય ભાંગી જોવા મળે છે. આ રીતે આપણે અહીં શાસ્ત્રીય દષ્ટિએ શુષ્કજ્ઞાનીની વ્યાખ્યા કરી. હવે આગળ શુષ્કજ્ઞાની કહેવામાં અધ્યાત્મયોગીનું શું તાત્પર્ય છે તેનું વિવરણ કરશું. અહીં જ્ઞાનની ચર્ચા ચાલે છે ત્યારે જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનની ઉપયોગિતા અને જ્ઞાનથી થતાં આઘાત-પ્રત્યાઘાત પણ સમજવા જોઈએ. આમ જ્ઞાન અને પરિજ્ઞાન આ બે શબ્દથી સમજાશે , જ્ઞાનને જાણવું એ પણ જ્ઞાન છે અને જ્ઞાનના પાર્શ્વવર્તી બધા ભાવોને સમજવા તે પરિજ્ઞાન છે. વસ્તુતઃ એકલું જ્ઞાન જીવ માટે બહુ ઉપકારી હોતું નથી. જ્ઞાન ફકત જાણવાનું કામ કરે છે. ઘણી વખત અજ્ઞાન અવસ્થામાં પણ જીવ અલ્પ સમય માટે શાંતિનો ઉપભોગ કરતો હોય છે. જે . જીવાત્મા માટે સુખ દુઃખ કે મોહાદિ કરનારા કે બંધન કરનારા બીજા ઘણા કારણો છે. જેનાથી જીવ અનંત કાળથી દુઃખ ભોગવે છે, પરાધીન છે અને જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છે. આ બધી મોહજાળમાંથી મુકત થવા માટે એકલું જ્ઞાનતત્ત્વ પર્યાપ્ત નથી, કારણ કે જ્ઞાન તો નિષ્ક્રિય જ્ઞાતા તત્ત્વ છે. પરંતુ જ્ઞાન થયા પછી જે પરિબળો જીવાત્મા ઉપર આઘાત કરે છે તે પરિબળનો પરિહાર કરવા માટે બીજા આવશ્યક ઉપકારી ઘણા ગુણો જરૂરી છે અને એ ગુણોની પર્યાય ન ખીલે ત્યાં સુધી જ્ઞાન અપંગ, વિકલાંગ બની રહે છે. આવા જ્ઞાનને શુષ્કજ્ઞાન કહેવાય. શુષ્ક જ્ઞાન સ્વયં જીવને બુદ્ધિવાદમાં ઉલજાવે તો છૂટવાની જગ્યાએ તે વધારે ફસાતો જાય છે. આવું જ્ઞાન બીજા ગુણોની અવગણના કરી અહંકાર આદિ દોષોનું અવલંબન કરે છે અને તેથી એ શુષ્કશાની જીવ ફળ વગરના વૃક્ષ જેવો લીલોછમ હોવા છતાં પોતાનો કે બીજાનો ઉપકાર કરી શકતો નથી. આ વૃક્ષના બધા પાંદડાં સૂકાઈ જતાં સૂકાયેલા ઝાડની જેમ છાંયો પણ આપી શકતો નથી. સૂકાયેલી વસ્તુને શુષ્ક કહેવાય છે. એમ આ શુષ્કશાની શીતળતાનો પણ અનુભવ કરતો નથી. જે સરોવરમાં પાણી ન હોય તો એવું સુકાયેલું સરોવર એક અનાવશ્યક ખાડા જેવું ઉપકારને બદલે નુકશાનકર્તા પણ બની શકે છે. તેમ આ શુષ્કજ્ઞાની સૂકાયેલા સરોવર જેવો છે. અહીં વસ્તુતઃ જ્ઞાન સાથે શુષ્ક વિશેષણ બંધ બેસતુ નથી. કારણ કે જ્ઞાન કયારેય પણ સુકાતું નથી અને તેથી તેવો અજ્ઞાની જીવ પણ સૂકાતો નથી. તે બુદ્ધિવાદની ક્રિયાથી ભરેલો હોય છે. અહીં શુષ્ક શબ્દનો શબ્દાર્થ ન કરતાં ભાવાર્થ ગ્રહણ કરી શુષ્કનો અર્થ નિરર્થક, વ્યર્થ, અર્થહીન, નિર્ગુણ, અનુપકારી, નિષ્ફળ, અવ્યાવહારિક, લક્ષહીન અને મિથ્યાભાવથી સયુંકત એવો વિશાળ અર્થ કરવો પડશે. ઉર્પયુકત બધા વિશેષણો જે વ્યકિતની સાથે જોડાય તે આ શાસ્ત્રકારની દષ્ટિએ શુષ્કશાની છે. શુષ્કજ્ઞાની કહેવાથી એ વાત તરફ આપણું લક્ષ દોરવામાં આવ્યું છે કે કોરો બુદ્ધિવાદ હાર પ૩ 2:30 Page #67 -------------------------------------------------------------------------- ________________ તે આત્મસાધના નથી અને કોરુ જ્ઞાન બહુજ કલ્યાણરૂપ પણ નથી. વસ્તુતઃ જ્ઞાન એ માર્ગદર્શક છે. પરંતુ જ્યાં સુધી તે સમ્યગુજ્ઞાન ન બને ત્યાં સુધી તે મોક્ષમાર્ગની સાધનાનું અંગ બની શકતું નથી. ખરું પૂછો તો સમ્યગુજ્ઞાનમાં પણ બે શબ્દો છે. સમ્યગુ અને જ્ઞાન. જેમ આપણે કહીએ કે શુદ્ધ દૂધ. તો ત્યાં પણ બે શબ્દ છે. શુદ્ધતા અને દૂધ. ગમે તેવું અશુદ્ધ દૂધ ઉપકારી નથી તેવી જ રીતે અહીં જ્ઞાનમાં સમ્યગુભાવ ન જોડાય ત્યાં સુધી જ્ઞાન ઉપકારી નથી. અને આ સમ્યક શબ્દ તે સૂક્ષ્મ ચારિત્રનો પણ બોધક છે. કારણ કે અનંતાનુબંધી કષાય એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે. મિથ્યાત્વ મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્ર મોહનીયની આ ચારેય પ્રકૃતિનો વિલય થવો જરૂરી છે. તેનો વિલય થતાં ચારિત્રના સૂક્ષ્મ ગુણો બીજ રૂપે પ્રગટ થાય છે. એ બધા તત્ત્વો મળીને સમ્યક ઉત્પન્ન થતાં જ્ઞાનમાં તેનો ઉમેરો થાય છે, જ્ઞાન સાથે જોડાય છે. અર્થાત્ જ્ઞાન તદ્રુપ બની જાય છે, આ વખતે એકલું જ્ઞાન નહીં, પણ આ બધા મિથ્યાત્વ અને કષાયના વમન પછીના ઉદ્ભવેલા ભાવો જીવને ઉપકારી થાય છે. એક અપેક્ષાએ કેવળજ્ઞાનનું પણ કોઈ મોટું પ્રયોજન નથી. જ્ઞાનનો સ્વભાવ છે કે અનંત દ્રવ્ય પર્યાયોને જાણે છે તેથી તે કેવળ જ્ઞાન રૂપે પ્રકાશી ઉઠે છે. પરંતુ મુખ્ય ઉપકારક તો ઘાતી કર્મોનો ક્ષય થયા પછી જે નિર્મોહ, અખંડ, અવિનાશી, ગુણાત્મક, સ્વરૂપ શુદ્ધિની નિર્મળ ગંગા વહે છે, તે જ જીવને ઉપકારી છે. અસ્તુ. શુદ્ધજ્ઞાનનું બંધન : અહીં કહેવાનું તાત્પર્ય છે કે સાધનાના આરંભમાં જ સાધકને ભાન થવું જોઈએ કે જ્ઞાન છોડીને બીજા નિર્મમત્વ નિર્મોહ દશાના ભાવો મોક્ષમાર્ગમાં ઉપકારી છે અને તે માટે “ સ ર્જન વારિત્રાળ મોક્ષમાળા” તેવું ઉમાસ્વામીનું મોક્ષશાસ્ત્રનું સ્વર્ણાકિંત મુકતાફલ જડિત અપૂર્વ સૂત્ર છે તે સાધક માટે પરમ ઉપકારી છે. આ સૂત્રનો મહિમા સમજ્યા વિના કે તેની અવગણના કરી કેવળ બુદ્ધિ પ્રયોગથી જે જીવો અર્થ રહિત ચર્ચામાં જોડાય છે, તેમને , શુષ્કજ્ઞાની કહીને કુપાળુ ગુરુદેવે એક જરૂરી ટકોર કરી છે અને બીજી ટકોર એ છે કે દુઃખની વાત એ કે જ્ઞાની આ બધા તર્કવાદને મોક્ષનો માર્ગ માને છે. આમ તેમની બેવડી દુર્દશા છે અને $ આ બેવડી દુર્દશાનું નિરીક્ષણ કરવાથી આવા ઉપકારી ભગવત્ સ્વરૂપ પુરુષને કરુણા ઉપજે છે. પરંતુ તેઓએ મને કરુણા ઉપજે છે એમ ન કહેતા જે કોઈ આ દશાને જોશે તેને પણ કરુણા ઉપજે તેવી સ્થિતિ છે. આખા કટાક્ષનું તાત્પર્ય એ જ છે કે શુષ્કજ્ઞાની બનવું તે ઉલમાંથી નીકળી ચૂલમાં જવા જેવું છે. પાછળ આપણે કહી ગયા, તેમાં ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાન એ બને ઊંડા શલ્ય છે અને તેની ચિકિત્સા વિના એ જીવને એવો ફટકારો કરે છે અને એવી પીડા આપે છે કે તેનો વિચાર કરતા જ કરુણા પ્રગટે. “માને મારગ મોક્ષનો” આ પદમાં મોક્ષ શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને સાથે સાથે મોક્ષની વિપરીત માન્યતાનો આભાસ આપ્યો છે. મોક્ષ અને મોક્ષનો મારગ બને વિષે વિપરીત કલ્પના પ્રવર્તતી હોય છે. અહીં માર્ગ વિષે વિપરીત માન્યતાનો ઉલ્લેખ કર્યો છે. આ માન્યતા અર્થાત્ વિપરીત માન્યતા બે રીતે અસ્તિત્ત્વ ધરાવે છે. કોઈ વ્યકિત જાણી બુઝીને પણ વિપરીત ભાવનો પ્રચાર કરે અને કોઈ વ્યકિત અજાણતા સહજ ભાવે વિપરીત ભાવને સાચો માની તેનું અવલંબન શશ મા શાળાજા:શાશtter પ૪ શાળ Page #68 -------------------------------------------------------------------------- ________________ કરે. આ પદમાં તેવા ભોળા જીવો અથવા સહજ વિપરીત ભાવોમાં ફસાયેલા જીવોનો ઉલ્લેખ હોય તેવું સ્પષ્ટ જણાય છે અને આ વિપરિત માન્યતાના બે હથકંડા છે. ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાન. જો કે આ સિવાય પણ બીજા એવા ઘણા ભાવો છે કે જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. વિપરીત ભાવોને ભજતા હોય છે, જેને બાલ તપસ્વી કહેવામાં આવે છે. અર્થાત્ ઘોર તપશ્ચર્યા કર્યા પછી પણ તેમને સાચી દિશા ઉપલબ્ધ હોતી નથી અને આવા બાલ તપસ્વી પુનઃ મોહદિ ભાવોમાં આસકત બની અનંત સંસારનો માર્ગ ઉભો કરે છે. અસ્તુ. 'અહીં મોક્ષમાર્ગના અવલંબનમાં જે વિકાર છે અને સાચી દિશા નથી તેનો ઉલ્લેખ કરવા માટે મોક્ષ શબ્દનો પણ ઉલ્લેખ કર્યો છે. મોક્ષ સંબંધી વિચારણા : સર્વ પ્રથમ આપણે મોક્ષના સ્વરૂપનો વિચાર કરીએ. અહીં ત્યારબાદ તદ્ સંબંધી માન્યતા વિષે પણ ઉલ્લેખ કરશું. બહુજ પ્રાચીનકાળથી મોક્ષ એ ભારતવાસીઓનો એક ઉપામ્ય ભાવ ગણાયો છે. ફકત જૈન જ નહીં, પરંતુ ભારતના અધિકતર ધર્મો મોક્ષના આધારે જ પોતાની સાધનાઓનું વિવરણ કરે છે. જ્યારે કેટલાક તત્ત્વચિંતક મોક્ષને નકારી કાઢે છે અને મુકત થવાથી શું લાભ? અનંત કાળ માટે નિષ્ક્રિય સમઅવસ્થામાં નિરાનંદી ભાવે ટકી રહેવું એમને આવકાર્ય લાગતું નથી. તેથી આવા સંપ્રદાય મોક્ષની વિરુદ્ધમાં પણ ફેંસલો આપી “પ્રભુના ભકતો ચાહે ન મુકિત, ચાહે ભવોભવ ભકિત” આવા સૂત્રો પ્રસારિત કર્યા છે અને ભકિત માર્ગને પ્રધાનતા આપી છે. છતાં પણ તેઓ રહી રહીને એમ જ કહે છે કે સાચી ભકિતનું પરિણામ મુકિત જ છે. આમ ભારતવર્ષના ધર્મો માટે મોક્ષ એક પ્રધાન લક્ષ બની બધી સાધનાઓને કેન્દ્રભૂત કરે છે. અન્ય દર્શનોમાં મોક્ષના પણ વિભિન્ન રૂ૫ છે. સાંનિધ્ય મુકિત ઈત્યાદિ. અહીં તેનું વિવરણ આપ્યું નથી, પરંતુ ઈશારો કર્યો છે કે મોક્ષના વિભિન્ન રૂપો છે. જ્યારે બૌદ્ધ દર્શનમાં મુકિતનો અર્થ સર્વથા પોતાનું અસ્તિત્ત્વ મિટાવી શૂન્યમાં લીન થઈ જવું એવો ભાવ પ્રદર્શિત કર્યો છે. જ્યારે જૈન દર્શન મોક્ષનું સાંગોપાંગ વિવરણ કરી એક નિશ્ચિત અવધારણા આપે છે. મોક્ષનો સામાન્ય અર્થ એ છે કે જન્મ મૃત્યુના ચક્રથી મુકત થવું. સદાને માટે આત્મ સ્વરૂપમાં લીન બની મન, વચન, કાયાના યોગોથી રહિત થઈ, શાશ્વત સ્થિતિને ધારણ કરી લેવી અને વિશ્વનું પ્રતિબિંબ આત્મામાં અથવા જ્ઞાનમાં ઝળકતું રહે તો પણ આ વિશ્વના દુન્યવી તત્ત્વોથી જરાપણ પ્રભાવિત થયા વિના શુદ્ધ સ્વરૂપ જળવાય રહે એવી એક નક્કર સ્થિતિને મોક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. મોક્ષ એ સંસારનું અંતિમ સત્ય છે. સંસારનું સત્ય તે સાપેક્ષ સત્ય છે. અથવા Relative truth છે. જ્યારે મોક્ષની સ્થિતિ તે Real truth છે. મોક્ષ એ નિરપેક્ષ સત્ય છે. તે કોઈપણ પ્રમાણોથી સિદ્ધ થાય તેવું ન હોવા છતાં સ્વતઃ સિદ્ધ પરિસિદ્ધ છે. સમસ્ત ઈશ્વરી ભાવો આ મુકતદશામાં સમાયેલા છે. વ્યવહારનું માયાવી સ્વરૂપ કે વ્યવહારની જે કાંઈ ગતિવિધી છે તેનું કારણ બને છે. પરંતુ અહીં સમસ્ત વ્યવહારનો પરિલોપ થવાથી વ્યવહારથી પર એવી પરમ શાશ્વતદશા મોક્ષની ઉત્તમ, શુદ્ધ, પ્રવાહમય એક, અખંડ, અવિનાશી, નિર્વિશેષ ધારા છે. કહો કે જેને વાસ્તવિક ગંગા કહી શકાય તેવી પુનિત પાવન ગંગા એ મોક્ષની સ્થિતિ છે. મારા પપ થાય Page #69 -------------------------------------------------------------------------- ________________ જો કે આ બધું શબ્દાતીત છે. છતાં અમે સાહસ કરીને મોક્ષને પ્રદર્શિત કરવા ભાવવાહી શબ્દો મૂકયા છે. મોક્ષ વિષે વિપરીત માન્યતા બહુ ઓછી જોવામાં આવે છે પરંતુ મોક્ષ વિશે અજ્ઞાન એ એક જીવ રાશિનો ફેલાયેલો વ્યાપક ભાવ છે. મોક્ષ વિષે વિપરીત કલ્પના કરવી એ સુગમ્ય નથી. અતઃ મોક્ષ વિશે જે અજ્ઞાન છે તેને પ્રગટ કરવાથી મોક્ષની અભિલાષા જન્મે એ સ્વાભાવિક છે પરંતુ મોક્ષની અભિલાષા જમ્યા પછી તેના માર્ગ વિષે વિભિન્ન માન્યતાઓ સામાન્યથી લઈ બુદ્ધિમાન વ્યકિતઓને મિથ્યા જાળમાં રોકી રાખે છે. મોક્ષ સંબંધી જેને સહેજ કલ્પના નથી, તેઓને વિપરીત કલ્પનાનો સ્પર્શ થતાં તે મિથ્યા ભાવમાં સપડાય તે સ્વાભાવિક છે. મોક્ષની માન્યતાને વિશે જનસમૂહમાં જે મિથ્યાભાવ પ્રચલિત થયા છે અને તેનાથી પ્રભાવિત થઈ તેઓ વધારેમાં વધારે સંસારચક્રમાં કહો કે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાય છે. અસ્તુ. લક્ષ હોવા છતાં લક્ષ હીનતા : અહીં આપણે મોક્ષ સંબંધી અને તેની માન્યતા સંબંધી સામાન્ય વિચાર કર્યા પછી મોક્ષ વિષે શાસ્ત્રીય, આધ્યાત્મિક અને તાત્ત્વિક વિચાર કરશું. પૂર્વમાં આપણે કહી ગયા છીએ કે મોક્ષ અભાવાત્મક તત્ત્વ છે. મોક્ષ થયા પછી સ્વાભાવિક સ્થિતિ જન્મ છે. તે ભાવાત્મક તત્ત્વ છે. પરંતુ ઉપલક્ષથી તેને પણ મોક્ષ કહેવામાં આવે છે. હકીકતમાં શાસ્ત્રીય ભાવો સંપૂર્ણ કર્મના ક્ષયને મોક્ષ માને છે. ક્ષય એ અભાવ છે. કોઈ વસ્તુનો ક્ષય થાય અર્થાત્ ત્યાં તેનો અભાવ પ્રગટ થાય છે. જીવ અને કર્મનો અનાદિ કાળનો જે સંયોગ છે તે સંયોગનો અંત આવે, જડમૂળથી તેનો ક્ષય થાય અને ફરીથી તે સંયોગ ઉદ્ભવે નહીં ત્યારે તેને મોક્ષ કહેવામાં આવે છે. વસ્તુતઃ કર્મોનો ક્ષય તે આત્માના શુદ્ધ પરિણામોનો પરિપાક છે. કર્મો ક્રમશઃ જીવાત્માના વિભાવરૂપ પરિણામો સાથે સંબંધ ધરાવે છે. અને તે પરિણામોની હાનિ વૃદ્ધિ અનુસાર કર્મમાં હાનિ વૃદ્ધિ કે પાપ પુણ્યની આવૃત્તિ થાય છે. જ્યારે જીવાત્મા ગુરુકૃપાએ કાળલબ્ધિનો પરિપાક થયા પછી સમ્યગ્રજ્ઞાનના નિર્ણયે વિશુદ્ધ પરિણામોને કે વિશુદ્ધ આત્મપર્યાયોને પ્રગટ કરે છે ત્યારે કર્મ ખરવાની અથવા નાશ થવાની એક નવી જ પ્રક્રિયા શરુ થાય છે અને તે પ્રક્રિયામાં ક્રમશઃ કર્મોની સ્થિતિ અને પ્રબળતા ઘટતી જાય છે. આત્મસ્થિતિ બળવત્તર થતી જાય છે. અને ઘણા જન્મોની લડાઈને અંતે જીવાત્મા એક એવા કેન્દ્ર ઉપર પહોંચે છે કે જ્યાં જે સમસ્ત પ્રબળ ભાવે યથાખ્યાત ચારિત્રનું અવલંબન, કરી ઘાતી કર્મો ઉપર છેલ્લો ફટકો મારી, જડમૂળથી તેને ઉખેડી, અરિહંત પદમાં પ્રવેશ કરી, મુકિતની પૂર્વ અવસ્થાનો આનંદ મેળવી, નિરામય બની, કર્મોથી સર્વથા નિર્ભય બની મોક્ષભાવને ભજે છે, પરંતુ હજી કર્મની ઉત્તરક્રિયા બાકી છે. એટલે છેવટે અયોગી ભાવોનું સંવરણ કરી છેલ્લો પ્રહાર કરી બાકીના ચાર અઘાતી કર્મોને પણ વિદાય આપી કર્મોનો પરિપૂર્ણ ક્ષય કરી મોક્ષની ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરે છે. આમ બે ભાગમાં વિભકત એવી મોક્ષદશા કે મુકિતદશા જે પ્રગટ થઈ છે અને જેના પરિણામે અનંત ગુણધારક આત્મદ્રવ્ય નિરાળુ બની શુદ્ધ ભાવોને ભજે છે તે સાક્ષાત્ મોક્ષ છે. મોક્ષ વિશે લગભગ બહુ મતભેદ નથી. મુખ્ય મતભેદ એ છે કે મુકત જીવ પુનઃ સંસારમાં આવી શકે કે કેમ ? એવો જ એક એવો મત છે કે શુદ્ધ આત્મા પુનઃ અવતાર ધારણ કરે છે. બાદો ૫૬ હાજરી Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્યારે શુદ્ધ પરમ મોક્ષવાદી દર્શન શુદ્ધ આત્માનું પુનઃ અવતરણ માનતા નથી. અવતરણમાં ઈચ્છા પ્રબળ કારણ છે. જ્યારે આ મુકત જીવો ઈચ્છા રહિત હોવાથી અને ઈચ્છાના કારણોનો પણ ક્ષય થવાથી તેઓને પુનઃ સંસારમાં આવવાનું પ્રયોજન રહેતું નથી. અસ્તુ. એ વાત નિર્વિવાદ છે કે મોક્ષમાં શાશ્વત, અનંત આનંદની સ્વતઃ નિષ્પત્તિ થઈ છે તેથી આવા આત્માઓ નિજાનંદી અથવા પૂર્ણાનંદી બની સદાને માટે સ્થિર થઈ ગયા છે. મોક્ષ એ ધ્રુવ સત્ય છે, પરંતુ અહીં જે અંધારામાં છે, વિપરીત માન્યતાને કારણે મોક્ષ માર્ગની પણ વિપરીત સ્થાપના કરે છે તેવા સમગ્ર સમાજ કે ધર્મગુરુને લક્ષમાં રાખી “માને મારગ મોક્ષનો આ કટાક્ષ કર્યો છે. આ પદમાં “માન'નો અર્થ વ્યાપક છે. આ કથન કોઈ વ્યકિત વિશેષ માટે નથી. જે મોક્ષમાર્ગ વિષયક વિપરીત માને છે અને મનાવે છે તે સર્વનો તેમાં સમાવેશ થઈ જાય છે. આ તર્કસિધ્ધ સિદ્ધાંત છે કે માન્યતા અવળી હોય તો પરિણામ અવળું જ આવે. પ્રકૃતિ સ્વયં ભૂલનું પરિણામ આપે છે. મનુષ્યની બદ્ધિ છોડીને વિશ્વના અણુ અણુમાં સત્ય ભરેલ છે. સર્વ સાથે प्रतिष्ठितं અથોતુ સમગ્ર વિશ્વ કે તેના બધા દ્રવ્યો કોઈ શાશ્વત સિદ્ધાંતના આધારે ક્રિયાશીલ હોય છે. કોઈપણ દ્રવ્ય અથવા પદાર્થ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી શકતો નથી અને તેને જ શાશ્વત સત્ય અથવા સનાતન સત્ય કહેવામાં આવે છે. બૌદ્ધિક રીતે આ સિદ્ધાંતોનું અવલંબન કર્યા વિના સિદ્ધાંત વિરુદ્ધ માન્યતા ધારણ કરે તો પરિણામ વિપરીત અથવા અન્યથા થાય. અહીં પણ માન્યતારૂપી સાધન પર જ જોર દેવામાં આવ્યું છે. મનુષ્યની માન્યતા તે આધ્યાત્મિક પરમ સાધન છે. પરંતુ વિટંબના એ છે કે માન્યતા શુદ્ધ રૂપે જળવાઈ રહેતી નથી. તેમાં ઉદય ભાવના, પરિણામો ભળી જવાથી માન્યતામાં વિકાર કે વિભાવ વૃદ્ધિ પામે છે. જેમ શુદ્ધ પાણીના ઝરણામાં મેલું પાણી ભળે તો પાણીની શુદ્ધતા ઘવાય છે કે વિપરીત દશાને ધારણ કરે છે. માન્યતા એક પ્રકારનો જ્ઞાન ગુણનો પર્યાય ભાવ છે. ઉદયમાન કષાયભાવો, અવ્રત આદિ ભાવો કે મોહાત્મક ભાવો તેમાં જોડાય જતાં માન્યતા વિકૃત બને તે સ્વાભાવિક છે. આવી માન્યતાને ત્રણ ભાગમાં આપણે વિભકત કરી શકીએ. (૧) મૂઢ માન્યતા (૨) કદાગ્રહ યુકત કે હઠાગ્રહ યુકત માન્યતા કે માન કષાયના કારણે માન્યતા સાથે અહંકાર રહેવાથી અનાદરણીય માન્યતા. મૂઢ માન્યતા તે સાધારણ જીવોને સ્પર્શ કરે છે, જ્યારે હઠાગ્રહી માન્યતા તેવા ક્ષયોપશમવાળા કષાયભાવથી રંજિત વ્યકિતઓને સ્પર્શ કરે છે. અને (૩) જેમાં તર્કયુકત સત્યનો સ્વીકાર કરવાની ક્ષમતા ન હોય તેવી અહંકારયુકત માન્યતા. આ બધી માન્યતાના કારણે જીવ મોક્ષ માર્ગનો સચોટ નિર્ણય કરી શકતો નથી અને જે રીતે વર્તે છે તેને જ મોક્ષનો માર્ગ માને છે. આમ કૃપાળુ દેવે અવળે માર્ગે ચઢેલા જીવોને “માને મારગ મોક્ષનો” કહીને જાગૃત થવા” એક પ્રકારે ઉચ્ચ કોટિનું સૂચન કરેલું છે. વન અટવીમાં ભટકેલો માણસ સાચો માર્ગ કયો છે એ પ્રાપ્ત ન થવાથી ઘણું ચાલ્યા પછી પણ ભટકતો જ રહે છે. આ છે એક પ્રકારની દુર્દશા ! આધ્યાત્મિક દુર્દશાની કરૂણા : આ દુર્દશા સ્વતઃ જ્ઞાનીઓ માટે કરૂણાનું ભાજન બને છે. વસ્તુતઃ કરૂણા દ્રવિત થવી એ જીવની કોમળતા અને કષાય રહિત ભાવોથી ઉત્પન્ન થતી દયામય એક ધારા છે. આ ધારા માટે ઘણા નિમિત્તો હોય છે. દુઃખી જીવોને જોઈને પણ કરુણા ઉપજે છે, III IIIBll laal ||Iકાર લીધlI nય લીધl II || Hall ll હાલોલ IIulia માલદીfillinકાળી પ૭ ગયાll Page #71 -------------------------------------------------------------------------- ________________ અભાવગ્રસ્ત માણસોને જોઈને પણ દયા ઉપજે છે, બધા સાધનો હોવા છતાં તે પુરુષાર્થ કરી શકતો નથી તે પણ કરૂણાનું ભાજન છે. પરંતુ આ બધી કરૂણાઓ લૌકિક અને વ્યવહારિક છે. આધ્યાત્મિક જગતમાં સુખી કે દુઃખી અવસ્થાનું ખાસ મૂલ્યાંકન થતું નથી. તે જ રીતે બિમાર કે સ્વસ્થ વ્યકિતઓની શારીરિક અવસ્થા પણ બહુ મહત્વ ધરાવતી નથી. આ બધી ક્ષણિક અવસ્થા છે અને જ્ઞાનના અભાવમાં વિકૃત બનતી હોય છે. પરંતુ અહીં જે કરૂણાજનક સ્થિતિની ચર્ચા છે તે અલૌકિક અને પારલૌકિક છે. અર્થાત્ જીવને કાળચક્રના કે ભવચક્રના બંધનમાંથી મુકત થવા ન દે તેવી મિથ્યા માન્યતા જીવ માટે મહા ભયંકર છે, કારણ કે આ ખોટી માન્યતા જીવને પોતાના સ્વરૂપથી જ દૂર રાખે છે. પોતાના આધ્યાત્મિક ખજાનાથી વંચિત રાખી બાહ્ય સુખોની અભિલાષામાં જોડે છે. આ માન્યતા મનુષ્યને એક પ્રકારે લાચાર સ્થિતિમાં મૂકે છે તે છતાં પોતે વિકલાંગ નથી, લાચાર નથી અને અજ્ઞાનમાં. ઘેરાયેલો નથી, તેવું ભાન કરાવે છે. જે માર્ગ ગ્રાહ્ય નથી તે માર્ગને મોક્ષનો માર્ગ સમજી, ગ્રાહ્ય માની, અગ્રાહ્યને ગ્રાહ્ય તરીકે સ્વીકારે છે. તે જૈનદર્શનમાં એક પ્રકારનું ઘોર મિથ્યાત્વ ગણાય છે. આવા જીવોને જોઈને જ્ઞાની પુરુષોને જે કરુણા દ્રવે છે તે કરુણા ક્ષણિક કે લૌકિક નથી, પરંતુ સદા માટે વહેતી અલૌકિક ભાવે ઘણા જીવોને કરૂણાભાજન બનાવી તેમને તારવાની કે ઉદ્ધાર કરવાની તન્મયતા સેવે છે. ધન્ય છે આ કરુણાને ! આ કરૂણા એક પ્રકારે કરૂણાભાવ છે. સાચી સેવાનું જ ઉપકરણ છે. આપણા યોગીરાજને આવી પવિત્ર કરૂણાની ધારા વહેતી થવાથી તેઓ સ્વયં દયાભાવથી ઓતપ્રોત થઈ જે ભાવો પ્રગટ કરે તે કેવા અલૌકિક હશે તે આપણે આગળની કડીઓમાં જોઈશું. પરંતુ અહીં તો આ કરૂણાના દર્શન કરવા એ જ ખરું મહત્વપૂર્ણ છે. અહીં એક જ પદમાં મુખ્ય ત્રણ ભાવો પ્રગટ કરવામાં આવ્યા છે. (૧) મોક્ષ (૨) અવળી માન્યતા (૩) ઉત્તમ કરૂણા (૪) આ કરૂણાના દર્શન (૫) કરૂણાપૂર્વક તે દુર્ભાગી જીવોને નિહાળીને તેમના કલ્યાણનો વિચાર કરવો. અહીં જે નંબરમાં પવિત્ર કરણાનો ઉલ્લેખ કર્યો છે તે કરુણા પણ દર્શનીય ને આદરણીય છે. આવી યોગ્ય કરુણા બધા જીવોમાં હોતી નથી પરંતુ આવા મહાન વ્યકિતને તેની સાધનાને પરિણામે આ કરૂણા ઉપજે છે. તીર્થકરોને પણ આવી અનંત કરૂણાના અધિષ્ઠાતા કહેવામાં આવ્યા છે. વસ્તુતઃ સંસારને તારનારા કે સાચો બોધ આપનાર વ્યકિત કઠોર હોતા નથી. તેઓ કરુણામય માતૃહૃદયવાળા, વહાલ ભરેલા, જીવ માત્ર પ્રત્યે ઊંડો સદ્ભાવ ધરાવે છે, એવા વ્યકિત મૃદુ વૃત્તિવાળા હોય છે. ગ્રી : અહીં હવે શાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરીએ. આ કરૂણાભાવ શું છે? આધ્યાત્મિક જગતમાં કરુણા માટે બે મત પ્રચલિત થઈ ગયા છે. એક મત એવો છે કે આ શુભ ભાવ છે, એક પ્રકારનો પાવાદtતા પ૮ દાદા Page #72 -------------------------------------------------------------------------- ________________ વિકારી ભાવ છે. તે શુભ આશ્રવ છે અને બંધનનું કારણ પણ છે. કરુણા તે એક પ્રકારનો યૌગિક વિભાવ છે. કરુણાના ભાવ અંતિમ ચાર લેશ્યામાં જ આવે છે. પઘલેશ્યા અને શુકલેશ્યામાં સ્વભાવનિષ્ઠ આધ્યાત્મિક પરિણામ છે. તેમાં સાત્ત્વિક નિર્વધતા વર્તે છે. જ્યારે પિઘલેશ્યાથી નીચેની લેશ્યાઓમાં કારુણિક ભાવ હોવા છતાં તે સર્વથા નિર્વધ કે સાત્ત્વિક હોતી નથી. તે રજોગુણયુકત હોય છે અને આ વિશ્લેષણને આધારે કરૂણાને શુભ ભાવ માની લગભગ ત્યાજયગણવામાં આવે છે. આ થયો એક મત. જ્યારે બીજો મત એવો છે કે દયા, ક્ષમા, કરુણા, એ બધા આધ્યાત્મિક શુભ આત્મિક ગુણો છે. આત્મતત્ત્વ ફકત જ્ઞાન સ્વરૂપ જ નથી. તે જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ તે ઉપરાંત આત્મતત્ત્વમાં બીજા અસંખ્ય ચારિત્રિક ગુણો, સ્થાયી ગુણો કે પારિણામિક ભાવવાળા ગુણો નિત્ય વર્તે છે. આ બધા ગુણો જો ન હોય તો એકલુ જ્ઞાન લૂલ લંગડુ છે અથવા કહો કે જ્ઞાન આત્માનું પ્રતિનિધિત્વ કરી શકતું નથી. જ્ઞાન તે આત્મા છે. જ્ઞાનમાં આત્માની વ્યંજના છે. પરંતુ આત્મામાં જ્ઞાનની ભજના છે. અર્થાત્ જ્ઞાન સિવાય બીજા ગુણો પણ વર્તે છે. જ્યાં બીજા ગુણો છે ત્યાં જ્ઞાન અવશ્ય વર્તે છે, કારણ કે બન્ને એકાધિકરણ છે. કરૂણા વગરનું જ્ઞાન એક પ્રકારનો કઠોર ભાવ છે. જ્યારે મૃદતા તે માન કષાયનો અભાવ થતાં જીવનો સ્વાભાવિક પરિણામ છે. કઠોરતા તે કષાયિક ભાવ, જ્યારે મૃદતા તે અષાયિક ભાવ છે. મૃદતા એ જ કોમળતા છે અને કોમળતા એ જ કરૂણા છે. આમ બીજા મતે કરૂણાને વિભાવ કે શુભભાવ માત્ર ન કહેતા તે આત્માની શુદ્ધ પર્યાય છે. આ મહાન યોગીરાજના મનમાં જે કરૂણા ઉપજે છે. તે તેમની નિર્મળ, જ્ઞાનયુકત, કોમળ દયામય પર્યાય છે અસ્તુ. હવે આપણે કર્મ દષ્ટિએ કરૂણાનો વિચાર કરીએ કે કરૂણા કયારે ઉપજે? ભલે તે શુભ ભાવ હોય કે શુદ્ધ ભાવ હોય, પરંતુ તે મોહનીય કર્મનો ક્ષયોપશમ થયા પછી ખીલી ઉઠતી એક નિર્મળ પર્યાય છે. જે અહિંસાનું બીજુ રૂપ છે. જ્યાં કરૂણા હોય ત્યાં જ અહિંસા હોઈ શકે. તે અહિંસા એ શ્રાવકનું અણુવ્રત, સંતોનું મહાવ્રત અને અરિહંતોનું યથાર્થ વ્રત છે. નીચેથી લઈ ઉપર સુધીની સર્વ સ્થિતિમાં અહિંસા વ્યાપ્ત છે અને અહિંસા એ કરુણાનો જ બીજો પર્યાય છે. શ્રી કેદારનાથ પંડિતે ઠીક જ ગાયુ છે. તેઓ જૈન દર્શનના અભ્યાસી હતા અને અન્ય દર્શનના પણ અભ્યાસી હતા. બીન કરૂણા ઉપજે, ન વ્રત ઉપજે ન સાધના વ્રત વ્રતની જનની ગુણવતી માતા એ કરુણાને જાણે રે આમ જો કરૂણાને શુભભાવ માની જૈનસાધનામાંથી બાકાત કરવામાં આવે અથવા તેને પુણ્યભાવ કહીને આશ્રવ માની છોડવાની વાત કરે તો તે એક અંધકારમાંથી નીકળી મહાઅંધકારમાં જવા જેવી વાત છે. કરુણારહિત સમગ્ર જૈનદર્શન ખોખલું બની જશે. જૈન ક્રાન્તિ, જૈન ઈતિહાસ, જૈનસાધના એ પ્રાણી માત્રની કરૂણામાંથી પ્રગટ થઈ છે. જ્યારે મોહનીયકર્મના કષાયભાવો ઉપશમ્યા હોય, નોકષાય ભાવથી જીવ વિરામ પામ્યો હોય, મિથ્યાદર્શન કે મિથ્યાજ્ઞાન શાંત થયું હોય અને ગુરુભકિતનો ઉદય થયો હોય. આવા ત્રિવેણી સંગમ વખતે જ જીવમાં કરૂણાનો ઉદય થાય છે. પાણીનું એક બિંદુ પણ પાણી જ છે અને જલધારા ધરાવતી નદી પણ પાણી જ છે અને દાવા પ૯ ના Page #73 -------------------------------------------------------------------------- ________________ બહોળો વારિનિધિ સમુદ્ર પણ પાણી જ છે. તેમ કરૂણા એક બિંદુથી વિસ્તાર પામે છે એક જીવ પ્રત્યે દયાનો ઉદ્ભવ થતાં ક્રમશઃ થતાં ઘણા જીવો પ્રત્યે કરૂણા ઉદ્ભવ્યા પછી સમગ્ર ત્રણ લોકના સૂક્ષ્મ સ્થૂળ તમામ જીવરાશિ સાથે સમુદ્રના પાણીની જેમ કરુણા વિસ્તાર પામે છે. પુચ્છિસુર્ણમાં ઠીક જ કહ્યું છે. “વર્ડ્ઝ ઞદે યં તિષિ વિજ્ઞાપુ, તા ૧ ને થાવર ને ય પાળ' અર્થાત્ ઊર્ધ્વ દિશા અને અધોદિશા, અને તિર્યંગદિશા અર્થાત્ સમગ્ર દિશામાં રહેલા સ્થાવર અને ત્રસ પ્રાણીઓને શાંતિ આપી શકે તેવો કરૂણામય સિદ્ધિાંત ભગવાન મહાવીરે સ્થાપિત કર્યો છે અને આજે આ આત્મસિદ્ધિની ત્રીજી કડીમાં મહાન યોગીરાજ કૃપાળુ ગુરુદેવના અંતરમાં તે જ શુદ્ધ નિર્મળ કરુણા ઉપજી છે. અસ્તુ. Plz B અહીં બન્ને પ્રકારની શુભ, શુદ્ધ કરૂણાની તારતમ્ય ભાવે વ્યાખ્યા કરી આપણે કરૂણાને નિહાળી રહ્યા છીએ. કરૂણાનું દર્શન કરતા જ કારુણિક ભાવો ઉદ્ભવે છે અને જ્યારે કરૂણા સાક્ષાત્ પ્રગટ થાય ત્યારે જડતા કે શુષ્કજ્ઞાન લુપ્ત થઈ જાય છે. જે કરુણાની વાત ચાલે છે તે કરુણા વસ્તુતઃ બે ભાગમાં વિભકત છે. એક વ્યાવહારિક અને એક આધ્યાત્મિક. પ્રાણીના શરીરની પીડા કે બાહ્ય દુઃખોને જોઈને જે કરુણા ઉપજે તે શરીર સંબંધી ભૌતિક કરૂણા છે. આ કરૂણાના પરિણામે જીવને કદાચ પુણ્યનો યોગ હોય તો દુઃખ વિમુકત થાય પરંતુ તેનો કાયમી ઉપકાર થતો નથી. પુનઃ તે જીવ અજ્ઞાનદશાના કારણે તેવા દુઃખોમાં સપડાતો રહે છે પરંતુ સમ્યગ્દષ્ટિ જીવનું લક્ષણ છે કરુણામય વ્યવહાર, તેથી જ્ઞાની જીવો પણ આ વ્યાવહારિક કરૂણાને સહજભાવે અપનાવે છે અને પુણ્યના બંધ કરે છે. પરંતુ આ કરૂણા વાસ્તવિક નિર્જરાનો હેતુ બની શકે નહીં. બને તો પણ બહુ જ અલ્પ નિર્જરા નો હેતુ બને અને તે પણ અકામ નિર્જરાનો હેતુ બને છે. શારીરિક કરૂણા સામાન્ય રૂપે ધર્મનો આધાર માનવામાં આવે છે અને બધા પુણ્યક્ષેત્રો આવી કરૂણાને આધારે મોટા ઉપકારી કાર્યો કરતા હોય છે. અસ્તુ. કરુણાનું મંગલમય રૂપ : કરુણાનો બીજો ભાગ તે આધ્યાત્મિક કરુણા છે. અર્થાત્ ફકત શરીરની પીડા નહીં, પરંતુ મિથ્યાત્ત્વ, કષાય કે અવ્રતને આધીન થઈ જીવ તે અનંત પીડા ભોગવે છે તે પીડાને દૂર કરવા માટે જ્ઞાની પુરુષો મુકિતનો માર્ગ અપનાવી તેમના પ્રત્યે કરુણાની દૃષ્ટિ અપનાવી તેમનો આધ્યાત્મિક ઉપકાર કરે છે. આ કરુણા એ સભ્યજ્ઞાનની શુદ્ધ ધારામાંથી ઉદ્ભવેલી આધ્યાત્મિક કરુણા છે. આ કરુણા તે આત્માના સ્વરૂપમાં સમાવિષ્ટ થયેલી સ્વભાવ પર્યાય છે. પ્રથમ પ્રકારની કરુણા મોહાત્મક પણ હોઈ શકે છે. તેમાં શુભ બંધન વધારે થાય છે. જ્યારે આ આધ્યાત્મિક કરુણા તે ઉત્તમ નિર્જરાનો હેતુ છે ઉપરાંત શ્રેષ્ઠ ઉચ્ચ કોટિનું, નિર્મળ અને નિર્વધ પુણ્ય બાંધે છે. જે પુણ્ય આગળ ચાલીને મોક્ષમાર્ગમાં સહાયક બને છે. સામાન્ય જીવોની આધ્યાત્મિક અજ્ઞાન ભરેલી દુર્દશાને જોઈ આ જ્ઞાનાત્મક કરુણા ઉપજે છે. જ્યારે જીવના બાહ્ય દુઃખો જોઈને તેમનું ભલુ થાય તે રીતે તે સદ્ભાવ ભરેલી લાગણીરૂપ કરુણા છે. જો કે આ શારીરિક કરુણાને પણ નકારી શકાય તેમ નથી. કારણ કે પુણ્યત્માઓનો સ્વભાવ અને પ્રવૃત્તિ બધી રીતે ઉપકારી અને સૌનું ભલુ થાય એવી સદ્ભાવ ભરેલી હોય છે. ५० Page #74 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પ્રથમ પ્રકારની શારીરિક કરુણાના ફળરૂપે સામાન્ય દાન ઈત્યાદિ ઉપકારી ઉપકરણો આપવા રૂપી સીમિત હોય છે, જ્યારે આધ્યાત્મિક કરુણાનું ફળ તે જીવોના અનંતકાળના દુઃખો મટાડી તેમને શાશ્વત સુખ પ્રાપ્ત થાય જેમાં બાહ્ય સાધન નથી પણ સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવો ભરેલા છે. તેવી આ કરુણાથી જીવની દશા બદલાય જ જાય છે અને જેમ કાળી દાળ છડી દાળ બની જાય તેમ આ જીવ કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં આવી શુકલ લેશ્યા અને શુકલ ધ્યાનનો સ્પર્શ કરે તેવું આ કરુણાનું મહાફળ છે તેમ જ તેના ભૌતિક દુઃખો પણ મટે છે. આ રીતે આધ્યાત્મિક કરુણા તે સ્વયં ત્રિવિધ ફળ આપનારી છે. આધ્યાત્મિક સુખ અને ભૌતિક સુખ. આધ્યાત્મિક સુખનો પ્રભાવ જ એવો છે કે આધિભૌતિક દુઃખ માટે અને કદાચ પૂર્વ જન્મના અશુભ કર્મના ઉદયથી દુઃખ ન મટે તો પણ તેનો પ્રભાવ તો અવશ્ય માટે અને જીવ જરાપણ ગુંગળાય નહીં અને અશુભ કર્મનું વેદન કરતા સમભાવે વેદન કરી તે મહાનિર્જરાને પણ પામે છે. ખરું પૂછો તો આ આધ્યાત્મિક કરુણા એ ત્રિવિધ ફળ આપનારી છે. (૧) આધ્યાત્મિક કરૂણાનો સુધાર અર્થાત્ શુદ્ધ પરિણમન. (૨) કષાયાદિ ભાવોનું ઉપશમન. (૩) અઘાતિ કર્મોના ઉદયને ટાળી પુણ્ય પ્રકૃતિનો ઉદય કરાવે અથવા પ્રબળ પાપનો ઉદય હોય તો પણ તેને નિર્જરાનો હેતુ બનાવે. ઉત્તમ કરૂણા : આધ્યાત્મિક કરુણા તે અમૃત વર્ષા છે. અહીં આપણા મહાન યોગીરાજ આવી કરૂણાને પ્રાપ્ત કરી અથવા કરૂણાને આધીન થઈ, નિર્મળ કરૂણાનો સ્પર્શ કરી “કરૂણા ઉપજે જોઈ” એમ બોલી ઉઠયા છે. જો કે અહીં કોને કરૂણા ઉપજી એમ સ્પષ્ટ કર્યું નથી. જેમ આગળ પણ શુષ્કજ્ઞાની કે ક્રિયાજડ કોણ એમ સ્પષ્ટ કર્યું નથી, તેમ કોઈ વ્યકિત કે સંપ્રદાયનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આ બધા ગુણો સ્વયં આકાશમાં હોતા નથી, કોઈ વ્યકિત કે આત્માના આધારે ઉદ્ભવે છે. અહીં તે અધ્યાહાર છે તેમ સમજવું જોઈએ. આત્મસિદ્ધિના રચયિતા સ્વયં બોલે છે કે “કરૂણા ઉપજે જોઈ તેનો અર્થ એ છે કે પરમકૃપાળુ દેવને જ આ કરુણા ઉપજી છે અને ખરેખર તેઓ આવી નિર્મળ કરૂણાના અધિકારી છે. સાધારણ જીવમાં આવી જ્ઞાનાત્મક કરૂણા હોતી નથી, પરંતુ ઉચ્ચ કોટિના આત્મદર્શી પુરુષોને જ આ આધ્યાત્મિક કરૂણા ઉપજે છે અને પરોક્ષ રીતે તેઓ કહે છે કે ફકત પોતે જ નહીં પરંતુ આવા આત્મદર્શી જે જે પુરુષો હોય તેને આવી પરિસ્થિતિ જોઈને કરુણા ઉપજે એ સ્વાભાવિક છે. અહીં આપણે આત્મસિદ્ધિના કર્તાને જ આ કરુણાના ભાજન માનીએ છીએ. જેમ વૈદરાજ રોગીના દુઃખને નિહાળી ઉપચારનું વર્ણન કરે છે અથવા ઉપચારનું આયોજન કરે છે, તે જ રીતે આ ઉચ્ચ કોટિના જ્ઞાની ગુરુ હવે જીવોનો ઉધ્ધાર થાય તેવા સાધનારૂપ સાચી પરિસ્થિતિને સ્પર્શ કરે તેવા સચોટ ઉપાય પ્રદર્શિત કરવા તત્પર થયા છે, જેને આપણે આગળની ગાથાઓમાં નિહાળી શકશું. ઉપસંહાર : અહીં ત્રણ ગાથાનું સૂક્ષ્મ વિવેચન કર્યા પછી થોડો ઉપસંહાર કરી આગળ વધશું. આ ત્રીજી ગાથામાં મુખ્ય તત્ત્વ ક્રિયાજડતા, શુષ્કજ્ઞાન, મોક્ષમાર્ગની વિપરીત માન્યતા અને ૬૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી ઉપજતી નિર્મળ કરૂણા, આ ચાર તત્ત્વ પ્રધાન છે. ચારમાં ત્રણ તત્ત્વો પરિહાર્ય અથવા હેય તત્ત્વો છે, છાંડવા જેવા, છોડવા જેવા છે અને તે જ્ઞાનીના નિશાન ઉપર છે. આડી અવળી બીજી વાત ન કરતા આ ત્રણેય મહાબંધનની ત્રિપુટી તોડવાનો પ્રયાસ, એ ભગીરથ પ્રયાસ છે. ચોથુ તત્ત્વ તે માધ્યમ અથવા ઉપકરણ છે. આ ઉપકરણનો પ્રયોગ કરનાર જીવાત્મા કે શુદ્ધ આત્મા તે નિત્ય છે જેનું આ ગાથામાં વર્ણન થયું નથી. પરંતુ હેય તત્ત્વોને ટાળવા માટે સર્વ પ્રથમ કરૂણારૂપ ઉપકરણ આગળ આવ્યું છે. જો કરૂણા ન ઉપજે તો આવો નિર્મળ ઉપકાર કરવાની ભાવના જ ન જાગે. તેથી અહીં સિધ્ધિકારે મુખ્ય ઉપકરણ કરૂણાનો જ સ્પર્શ કર્યો છે. ગાથાને સમજનાર વ્યકિતએ આ ચારેય ભાવોની ગુણવત્તાને પારખવી જોઈએ. ક્રિયાજડતા તે જ્ઞાનનો અભાવ સૂચવે છે, શુષ્કજ્ઞાન તે જ્ઞાનનો અતિરેક બતાવે છે અને વિપરીત માન્યતા તે આ બન્નેનું કુફળ બતાવે છે. જેમ છેડામાં ગાંઠ પડે તો સોયના નાકામાંથી પાર ન થાય, તેમ વિપરીત માન્યતાની ગાંઠ પડે તો સરલ રસ્તો અવરોધાય. આ વિપરીત માન્યતાનું જે લક્ષ બતાવ્યું છે તે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ ઉત્તમ છે, પણ માન્યતા અવળી છે. અવળી માન્યતાને આધારે મોક્ષમાર્ગ અવરોધાય છે. જેમ દર્પણના કાચમાં ચકલી અજ્ઞાનના કારણે ચાંચ મારે અથવા કાચની બોટલમાં રહેલી માખી સામે આકાશ દેખાય છે છતાં આવરણને કારણે મુકત થઈ શકતી નથી. એમ મોક્ષમાર્ગ સ્વચ્છ હોવા છતાં ખોટી માન્યતાના કારણે જીવ ગુંગળાય છે. આ પરિસ્થિતિ જોઈને મૂર્ખ માણસને હસવું આવે, પણ જ્ઞાનીઓને કરૂણા આવે. મૂર્ખ વ્યકિત બીજાના દુઃખોને જોઈ હસે અથવા તેની પરાધીનતા ઉપર અશ્રુપાત ન કરતા હાસ્યનો કટાક્ષ કરે. ત્યારે જ્ઞાની પુરુષને દયા ઉપજે, કરૂણા ઉપજે અને તેને સાચો માર્ગ બતાવવાની ઉત્કંઠા ઉપજે. તે આ ત્રીજી ગાથામાં સ્પષ્ટ થાય છે. ખરેખર આવી કરૂણા આ મહાયોગીને ઉપજી છે અને અજ્ઞાન ફલિત દુઃખોને મટાડવા માટે આત્મસિદ્ધિની સરિતા આગળ વહી છે જેનું હવે આપણે આચમન કરશું. ર Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪ 'બાહુકિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ 'જ્ઞાનમાર્ગનિષેધતા, તેહ ક્રિયા જડ આઈ 1 પાછળની કડીમાં ક્રિયાજડતાનો ઉલ્લેખ થયો છે. તે ક્રિયાજડતા શું છે? તેની વ્યાખ્યા સ્વયં સિદ્ધિકાર કરી રહ્યા છે. આપણે પાછળમાં ક્રિયાજડતા ઉપર ઘણો પ્રકાશ નાંખ્યો છે. તેમાં વધારો કરતા અહીં રચયિતા ક્રિયાજડતાના પરોક્ષભાવે બે ભેદનો ઉલ્લેખ કરી રહયા છે. પ્રારંભમાં જ કહ્યું કે બાહ્યક્રિયા અર્થોપત્તિથી બીજી આંતરક્રિયા પણ હોવી જોઈએ. જો કે આ જ પદમાં આંતરક્રિયાને ન સમજવાની વાત કરી છે, પરંતુ તે આંતરક્રિયા તો આધ્યાત્મિક ભાવે પ્રરૂપી છે. જ્યારે ક્રિયાજડતામાં બાહ્યક્રિયા એવો શબ્દ પ્રયોગ કર્યો છે. બાહ્ય ક્રિયા તે જડતાની જનક હોય શકે, પરંતુ સાથે સાથે પ્રશ્ન થાય છે કે શું આવી કોઈ અંતરક્રિયા પણ જડતાને જન્મ ન આપી શકે? જેમ કોઈ બાહ્યક્રિયામાં રાચે છે, તેમ અંતર ક્રિયામાં પણ રાચી શકે છે. આ પ્રશ્નનું સમાધાન કરતા પહેલા આપણે બાહ્યક્રિયાની વ્યાખ્યા કરશું. - બાહ્મક્રિયા અને આંતરક્રિયાનું મૂલ્યાંકન : અહીં “બાહ્યક્રિયામાં રાચતા” એટલું જ કહયું છે. પરંતુ બાહ્યક્રિયા શું છે? તેનું સ્પષ્ટ વિવેચન નથી. બાહ્યક્રિયા કોને કહેવાય? બાહ્રક્રિયા અને અંતરક્રિયાની ભેદરેખા શું છે? બાહ્રક્રિયાનો આરંભ કયાંથી થાય છે? મનુષ્યમાં કે પ્રાણીમાં અને ખાસ કરીને મનધારી જીવમાં ક્રિયાના ચારથી પાંચ કેન્દ્ર છે. આત્મા સ્વયં અધ્યવસાયરૂપ આધ્યાત્મિક ક્રિયા કરે છે. એ જ રીતે મનોયોગમાં માનસિક ક્રિયા થાય છે. ત્યારબાદ વચનયોગથી વિવિધ પ્રકારના પૂજા, પાઠ, મંત્ર, જાપ, સ્વાધ્યાય, સ્તવન ઈત્યાદિ ક્રિયાઓ જન્મે છે, જે ધર્મક્રિયા રૂપે ગણવામાં આવે છે. ત્યારપછી ચોથું સેકટર અથવા કેન્દ્ર તે સ્વયં કાયયોગ અર્થાત્ દેહ છે. શરીરની બધી ક્રિયાઓ કાયયોગની ક્રિયાઓ છે. જેમાં આસન, પ્રાણાયામ, પ્રણામ, નમસ્કાર, ધ્યાન ઈત્યાદિ ક્રિયાઓ સમાવિષ્ટ છે. આ સિવાય જીવની પ્રેરણાથી ભૌતિક ક્ષેત્રોમાં અથવા એકદમ બાહ્ય જગતમાં પણ ક્રિયાઓ ઊભી કરવામાં આવે છે. જેમાં પૌલિક ક્રિયાની પ્રધાનતા છે. દ્રવ્યપૂજા, દ્રવ્યોની રચના, મંદિરની સ્થાપના કે એવા પદાર્થોને અનુસરી સ્કૂલ ક્રિયાઓનો જન્મ થાય છે. કયારેક આ ક્રિયાઓ ઉભયયોગી હોય છે. અર્થાત્ કાયાનો યોગ અને પુદ્ગલનો યોગ તેમાં સમાવિષ્ટ હોય છે. આ રીતે જીવાત્માના સૂક્ષ્મ કેન્દ્રોમાંથી ઉદ્ભૂત ક્રિયાઓ મનવચન-કાયાની સીમાઓને પાર કરી દ્રવ્યોને પણ સ્પર્શ કરે છે. આ બધી ક્રિયાઓના બે પાસા છેઃ વિધેયાત્મક અને નિષેધાત્મક. કેટલીક ક્રિયાઓ સક્રિય હોય છે, તે વિધિ ક્રિયાઓ છે, જ્યારે કેટલીક ક્રિયાઓનો અભાવ કરી અક્રિયાત્મક ભાવ ઉદ્ભવે ત્યારે તેને નિષેધ ક્રિયા કહેવામાં આવે છે. જેમ કે કોઈ મૌન રાખે કે કોઈ હલન-ચલન બંધ કરે, આ બધી નિષેધાત્મક ક્રિયાઓ પણ ધર્મક્રિયામાં ગણાય છે. અહીં એ પ્રશ્ન થશે કે આ બધા ક્રિયાચક્રમાં કે ક્રિયાના વર્તુળમાં બાહ્ય ક્રિયાઓને કઈ જગ્યાએથી અંકિત કરવામાં આવે. જેમ કોઈ ગોળ ચક્ર હોય કે ગોળ વીંટી હોય કે કોઈ ગોળ પણ ૬૩ વાર Page #77 -------------------------------------------------------------------------- ________________ થાળી હોય તો આ ગોળાઈનો આરંભ કઈ જગ્યાએથી ગણવો એ એક તાર્કિક પ્રશ્ન છે. તેમ અહીં પણ બાહ્ય ક્રિયાઓની આરંભશીલતા શું છે? અથવા તેનો આરંભ ક્યાંથી છે? તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અહીં સિધ્ધિકારે બાહ્ય ક્રિયા એટલું જ કહયું છે અને આગળ ચાલીને જ્ઞાનમાર્ગનો નિષેધ કરે, ભેદ વિજ્ઞાન ન કરે અથવા આંતરિક દષ્ટિએ સૂમ વિવેકનો ઉદ્ભવ ન થાય, તેવી સ્થિતિમાં બધી ક્રિયાઓ બાહ્ય ક્રિયાઓ બની રહે છે. એ શાસ્ત્રકારનું મંતવ્ય સ્પષ્ટ થાય છે. અને જેથી સ્વયં કહે છે કે “જ્ઞાનમાર્ગ નિષેધતા” જે કાંઈ ક્રિયાઓ થાય તે બધી ક્રિયાજડતા હોય તેમ સ્પષ્ટ કરે છે. પરંતુ ફકત જ્ઞાનમાર્ગનો નિષેધ એટલું જ નહીં, પણ સાથે “અંતરભેદ ન કાંઈએ બીજી શરત રાખી છે. પરંતુ આ વાકયમાં એક અધ્યાહાર શબ્દ પણ છે. “અંતરભેદ ન કાંઈ” તેમાં અંતરભેદ જાણે ન કાંઈ તેમ ઉમેરવું રહ્યું. કારણ કે “અંતરભેદ ન કાંઈ” તેમાં અંતરભેદ તો છે જ પરંતુ જીવ તેને જાણતો નથી. તેથી અંતરભેદ ન કાંઈ એમ કહ્યું છે. આમ ક્રિયાજડની વ્યાખ્યામાં ત્રણભાવ સ્પષ્ટ થાય છે. (૧) બાહ્ય ક્રિયામાં રાચવું. (૨) અંતર ભેદ ન જાણવો અથવા અંતર ભેદનો અભાવ. (૩) જ્ઞાન માર્ગનો નિષેધ. આ ત્રિપુટી સંમિલિત થઈ ક્રિયાજડતાને જન્મ આપે છે અને સ્વયં કહે છે કે આવા ત્રિયોગી જીવ. અહીં ક્રિયાજડ કહ્યા છે અને ક્રિયાજડતાનું વજન વધારી તેને ઉત્પન્ન કરનારી આ ત્રિપુટી ઘણી જ પ્રબળ અને વ્યાપક છે. તેથી ક્રિયા જડત્ત્વનું મૂળ પણ ખૂબજ ઊંડું અને ઘણું પ્રબળ છે તે સ્પષ્ટ થાય છે. | શબ્દોનું આટલું વિવેચન કર્યા પછી વસ્તુતઃ બાહ્ય ક્રિયાનું આંતરિક સ્વરૂપ શું છે ? અને બાહ્ય ક્રિયા શા માટે હાનિકર છે ? બાહ્ય ક્રિયા થવાથી જડતા કેમ ઉદ્ભવે છે તે મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એક આવશ્યક તાર્કિક ખુલાસો :- બાહ્ય ક્રિયાઓ બે પ્રકારની છે. એક સાક્ષાત્ બાહ્ય ક્રિયા અને એક કેવલ વ્યર્થ નાટકીય બાહ્ય ક્રિયા. જેમાં તત્ત્વોનો અભાવ ન હોય છતાં પણ બાહ્ય ક્રિયાની વ્યંજના પ્રગટ થાય છે. જેમ રંગભૂમિ ઉપર કોઈ સાધુનો વેષ લઈને કોઈ નટ સાક્ષાત્ સાધુનો ભાવ રાખી એક પછી એક ધર્મક્રિયાનું પ્રદર્શન કરે, ત્યારે તે નટ પણ જાણે છે કે આ બાહ્ય ક્રિયા છે, વ્યર્થ ક્રિયા છે અને દ્રષ્ટાઓ પણ જાણે છે કે આ અર્થ રહિત સાધુતા છે. છતાં તે ક્રિયાઓને નિહાળી તેનાથી પ્રભાવિત થતાં હોય છે. આ ક્રિયાને સ્પષ્ટ બાહ્ય ક્રિયા કહી શકાય. આ જ રીતે હવે આપણે આગળ વધીએ તો છલયુકત (કપટયુકત) ક્રિયા પણ બાહ્ય ક્રિયામાં જ આવે છે. કોઈ કપટધારી સાધુઓ કે બીજા કોઈ આશયથી ભકિત પ્રદર્શિત કરતા ભકતો, જેમાં કપટ સાથે લોભ પણ ભરેલો છે. છતાં પણ તેઓ પૂજનીય બની ધર્મક્રિયાઓનું આચરણ કરે છે અને કરાવે છે. તો આવી કપટયુકત ક્રિયાઓ પણ બાહ્ય ક્રિયામાં જ સમાવિષ્ટ થાય છે. ત્યારબાદ ત્રીજા નંબરની બાહ્ય ક્રિયા જેમાં તત્ત્વજ્ઞાનનો અભાવ છે, સાધકો કપટ કે સ્વાર્થથી રહિત છે છતાં પણ આત્મવિવેકના અભાવે, સંસ્કારવશ કે પરંપરાની દૃષ્ટિએ તે જે ક્રિયાનું આચરણ કરે છે તે બધી ક્રિયાઓ પણ બાહ્ય ક્રિયા ગણાય છે. = ૬૪ - Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપયુકત દષ્ટિથી બાહ્ય ક્રિયાનું બહુજ વ્યાપક ક્ષેત્ર બની રહે છે. અહીં તો ધર્મક્રિયાને અનુલક્ષીને બાહ્ય ક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. સંસારિક ક્ષેત્રમાં પણ હજારો વિવેક વગરની બાહ્ય ક્રિયાઓ ચાલતી હોય છે. આ બાહ્ય ક્રિયાઓના કારણે સાધારણ ગૃહસ્થનું નીતિમય જીવન પણ હાનિ પામે છે, ખંડિત થાય છે કે તેમાં બીજા દોષોનો ઉદ્ભવ થાય છે. આમ બાહ્ય ક્રિયા દેખીતી રીતે હાનિકારક છે અને આગળ ચાલીને તે જડતાને જન્મ આપે છે. આ થયો બાહ્ય ક્રિયાનો એક પક્ષ, અથવા એક દષ્ટિએ નિરીક્ષણ, પરંતુ જૈનદર્શન એ સ્યાદ્વાદયુકત અનેકાન્તવાદી દર્શન છે. જેથી કોઈપણ ભાવ કે તત્ત્વને એક દષ્ટિથી ન નિહાળતા, અનેક દષ્ટિથી નિહાળવાનું સૂચન કરે છે. અનેક દષ્ટિથી નિહાળવું તે સ્યાદ્વાદ છે. જૈનદર્શનમાં સ્યાદ્વાદ ઉપર સંપૂર્ણ ભાર મૂકવામાં આવ્યો છે. તો બાહ્ય ક્રિયાનો બીજો પક્ષ પણ નિહાળવો રહ્યો. શું બાહ્ય ક્રિયા એકાંત હાનિકારક છે? કે તેમાં કાંઈ ગુણવતા પણ છે ? કારણ કે સંપૂર્ણ જીવરાશી જે કાંઈ ક્રિયાઓ કરે છે તે બધી ક્રિયાઓ બુદ્ધિપૂર્વકની હોતી નથી. પરંતુ સંસ્કારજન્ય હોય છે. નાનું બાળક જ્યાં સુધી સમજુ ન થાય ત્યાં સુધી તેની બધી ક્રિયાઓ સંસ્કારજન્ય કે આદેશજન્ય હોય છે. પરંતુ તે બધી ક્રિયાઓ બાળકના નિર્માણમાં મોટો ભાગ ભજવે છે. નાનું બાળક રમવાની નાની પાંચ રૂપિયાની રમકડાની મોટર ચલાવે છે. તે મોટર ચલાવવાની બાહ્ય ક્રિયા કરે છે. પરંતુ આ બાહ્ય ક્રિયા તેને સાચી ક્રિયા સુધી પહોંચાડવામાં સહાય રૂપ બને છે. જો આપણે આ દષ્ટિથી નિહાળશું તો બાહ્ય ક્રિયાનો ઉજ્જવળ પક્ષ દષ્ટિગોચર થશે. ભગવાન બુધે આપેલી શિક્ષા ઃ અહીં એક ભગવાન બુદ્ધના જીવનનો બહુજ નાનો પ્રસંગ લેશું તો તે ઉચિત ગણાશે. ભગવાન બુદ્ધ યાત્રામાં હતા ત્યારે હજારો રાજા-મહારાજાઓ, શેઠ શાહુકાર તેની સાથે ચાલી રહ્યા હતા. તે વખતે રસ્તા ઉપર રમતો એક નાનો બાળક સામે આવ્યો, તેણે ભગવાન બુદ્ધને ભિક્ષા આપવાની ચેષ્ટા કરી અને ધૂળનો એક ખોબો ભરી દીધો. ભગવાન બુદ્ધ પાત્ર ધરવા ગયા, ત્યાં બધા માણસોએ પેલા બાળકને ધમકાવી રોકવાની કોશિષ કરી. ભગવાન બુદ્ધ સૌને રોકયા અને કહ્યું કે તેને આગળ આવવા દો અને પોતાના પાત્રામાં ભિક્ષા રૂપે ધૂળ ગ્રહણ કરી. ત્યારબાદ બુદ્ધ સૌને ઉપદેશ આપતા કહ્યું કે જો આ બાળકને આપવાની વૃતિ થઈ છે, પણ તેને વિવેક નથી, પરંતુ તેની દાન ભાવનાને રોકવી ન જોઈએ, જે બાળક આજે ધૂળ આપે છે તે વિવેક જાગૃત થતાં સોનું પણ આપી શકે છે, તેની દાનશીલતાને ખીલવા દો. આ તેની બાહ્ય ક્રિયા આગળ ચાલીને સાચી ક્રિયાની જનક બની શકે છે. સૌને સત્ય સમજાયું. આ રીતે બાહ્યક્રિયાના અહીં ઉજ્જવળ પક્ષને પણ સ્યાદ્વાદ દષ્ટિએ, ઊંડાણથી તપાસશું, અને ત્યારબાદ ન્યાયબુદ્ધિના તરાજુ પર વજન કરીને ખરેખર કઈ બાહ્યક્રિયા જડતાની જનક છે, તે ઉપર દષ્ટિપાત કરશું. બાહ્યક્રિયા સ્વયં દોષી નથી, કારણ કે ક્રિયાશીલતા તે પદાર્થનો સ્વભાવ છે. પછી તે બાહ્રક્રિયા હોય કે આંતરક્રિયા હોય. નામ ગમે તે આપો, પરંતુ ક્રિયા તે ક્રિયા છે. જે ક્રિયામાં રાગ –ષ કે ઈર્ષ્યાનો સંબંધ જોડાય છે તેવી બાહ્ય ક્રિયાઓ અનર્થકારી બને છે. દૂષિત આંતરક્રિયાના આધારે જ બાહ્યક્રિયા દૂષિત બને છે. ક્રિયા એક પ્રકારે ચક્રવ્યુહ છે. જેને આજના વિજ્ઞાનની ભાષામાં સાયકલ કહેવામાં આવે છે. તમામ ૬૫ કી. Page #79 -------------------------------------------------------------------------- ________________ જેમ રસ્તા ઉપર કોઈ મોટર ગાડી ચાલે છે. મોટરગાડીમાં ક્રિયાશીલતા વ્યાપ્ત થયેલી છે. પરંતુ આ ક્રિયાનો ઉદ્ભવ ડ્રાઈવરના માનસ ક્ષેત્રમાંથી શરુ થાય છે. વધારે મૂળ તપાસો તો. ડ્રાઈવરને જેણે આજ્ઞા કરી છે અર્થાત્ ઓર્ડર આપ્યો છે, તેના અંતઃકરણમાં ઉભૂત ઈચ્છા વાણીરૂપે પરિણત થતાં તે વચનક્રિયા, ડ્રાઈવરની શ્રવણક્રિયા થાય. તે ડ્રાઈવરના માનસ ક્ષેત્રને પ્રવૃત્ત કરે છે. ત્યાર બાદ ડpઈવરની શારીરિક ક્રિયાનો આરંભ થાય છે અને આ શારીરિક ક્રિયાને આધારે ગાડીનું મશીન સંચાલિત થાય છે. મશીનની ધમધમવાની ક્રિયા પછી તેના પાવરથી ગાડીના બધા ચક્રો ગતિમાન થાય છે. પરંતુ આ ડ્રાઈવીંગ ક્રિયા દુષિત કયારે થાય? ડ્રાઈવરની અનઆવડત, અજ્ઞાન, મદ્યપાન કે પ્રમાદ આદિથી ડ્રાઈવીંગ ક્રિયા દુષિત થાય છે. અહીં આપણે ગાડીની ક્રિયાને કે મશીનની ક્રિયાને બાહ્ય ક્રિયા કહિએ તો તેના મૂળમાં રહેલી માનસ ક્રિયાઓને અંતરક્રિયા કહેવી જોઈયે. આમ ક્રિયાના બે પક્ષ છે. પરંતુ કેટલાંક ક્ષેત્રો એવા પણ છે કે જયાં આંતરક્રિયાનો એક વખત આરંભ થયા પછી ઉત્તર કાળમાં આંતરક્રિયા બંધ થયા પછી પણ સંસ્કારના બળે બાહ્ય ક્રિયાઓ ચાલતી રહે છે. ધર્મક્ષેત્રમાં પણ ઉદાહરણ બંધબેસતું થાય જેના ઉપર કવિરાજનો કટાક્ષ છે, તેવી ધાર્મિક બાહ્ય ક્રિયા પણ પ્રવર્તતી હોય તેવું જોવામાં આવે છે. કોઈ ધર્મગુરુઓ દ્વારા આદેશ મળ્યા પછી, તે આદેશનું તાત્પર્ય જાણ્યા વિના કે વિવેકનો ઉપયોગ કર્યા વિના આ આદેશને ચરિતાર્થ કરવા માટે સાધક આદેશ અનુસાર ધર્મક્રિયા કરવા પ્રેરિત થાય છે. પછી તે વચનયોગની ક્રિયા હોય કે કાયયોગની હોય. કારણ કે પ્રાયઃ વચનયોગ અને કાયયોગની ક્રિયાઓને જ બાહ્યક્રિયા કહી શકાય. આ બન્ને ક્રિયાઓ નિરંતર ચાલુ રહે છે. અહીં પણ તેની માનસ ક્રિયા અથવા આંતરક્રિયા જોડાયેલી છે. આંતરક્રિયા જોડાયેલી હોવા છતાં કયારેક અસંયુકત થાય છે અને તેમાંથી ઉપયોગ હટી જાય છે. ઉપયોગ ન હોવા છતાં બાહ્ય ક્રિયાઓ ચાલુ રહે છે. આમ બાહ્ય ક્રિયાનું ક્ષેત્ર ભાજ્ય, અવિભાજ્ય, વિભકત કે સંયુકત ભાવે ચાલતું રહે છે. ખાસ કરીને બાહ્ય ક્રિયાનો મતલબ એ છે કે પોતે તો ઠીક પણ અન્ય વ્યકિત આ ક્રિયાઓને જોઈ શકે છે અને જ્યારે અન્ય વ્યકિત આ ક્રિયાને જુએ છે ત્યારે તેને માટે સારો કે નરસો અભિપ્રાય પણ આપે છે. આ અભિપ્રાય પણ સાધકના કાનમાં પ્રવેશ કરી તેના મનોયોગમાં સારા અભિપ્રાયને આધારે એક પ્રકારે રતિભાવ ઊભો કરે છે આ માનસિક રતિ ખુશીમાં પ્રવર્તમાન થઈ બીજા પણ માનાદિ કષાયોનું પોષણ કરે છે. એટલા માટે જ કવિરાજે બાહ્ય ક્રિયા ઉપર પ્રહાર ન કરતા બાહ્ય ક્રિયામાં રાચતા' એવો શબ્દ વાપર્યો છે. રાચતા એટલે રમણ કરતા, રાચતા એટલે તેનો આનંદ લેતા, તે ક્રિયાથી સંતોષ માની સાધનાની ઈતિશ્રી કરતાં અને તે રતિભાવમાં આસકત બની આ બાહ્ય ક્રિયાને પ્રમુખ સ્થાને સ્થાપે છે. આમ બાહ્ય ક્રિયા દુષિત નથી પરંતુ તેનાથી ઉપજતા આસકિત ભાવો કે રતિભાવોથી તે દુષિત થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે જીવનમાં આવા રતિભાવ કે આનંદભાવ હોય, પરંતુ અહીં તો આ આનંદ ભાવને મોક્ષમાર્ગનું નામ આપી સાધક ત્યાં અટકી જાય છે. આ રીતે બાહ્યક્રિયા તે મહા વિપર્યયનું આલંબન બની જાય છે. બાહ્ય ક્રિયા વિશે આટલુ સ્કૂલ વિવેચન કર્યા પછી આપણે શાસ્ત્રીય દષ્ટિએ ક્રિયા વિષે condemned SS Page #80 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ પાપક્રિયા પુણ્યક્રિયા કે ધર્મક્રિયા વિષે વિચાર કરીયે. જૈન દર્શનમાં પરંપરાથી ક્રિયાના પાંચ પ્રકાર માનવામાં આવે છે. (૧) કાયિકી (૨) અધિકરણકી (૩) પ્રાષિકી (૪) પારિતાપનિકી (૫) પ્રાણાતિપાતિની. કોઈ વ્યકિત જ્યારે કોઈ પાપક્રિયા કરે, ત્યારે તે ઘણી ક્રિયામાંથી પાર થાય છે. કાયાનું હલન-ચલન કરે, લાઠી આદિ હથિયાર ઉપાડે, પછી મનમાં દ્વેષ કરે, ત્યારબાદ પ્રહાર કરે ને પરિતાપ ઉપજાવે અને છેવટે એ જીવને મૃત્યુ પમાડે. આમ પાપક્રિયાનો એક ક્રમ છે. આ પાપક્રિયા તે સર્વથા વજર્ય છે. પાપક્રિયામાં પણ આંતરક્રિયા ને બાહ્યક્રિયા, એવા બે વિભાગ સ્પષ્ટ દેખાય છે. આ વિવેચન શ્રેણીના આધારે પુણ્યક્રિયામાં પણ વિભિન્ન પ્રકારની ક્રિયાઓ ઉદ્ભવે. છે દાન દેવા કે બચાવવાની ઈચ્છા, પદાર્થને ગ્રહણ કરી આપવાની ભાવના, ત્યારબાદ મનમાં હું ઉપકાર કરું છું એવી વૃત્તિનો આશ્રય લે અને ત્યાર પછી જીવને સુખ ઉપજાવે અને છેવટે એ જીવને પૂરો અધિકાર આપી દે અને પોતે સંતોષ માને કે મેં પુણ્યકર્મ કર્યું છે. આ પુણ્યક્રિયામાં પણ આંતર અને બાહ્ય બને પ્રકાર જોઈ શકાય છે. બાહ્મક્રિયા અને આંતરક્રિયાનો ઊંડો સંબંધ : હવે આગળ ચાલીને સાધક ધર્મક્રિયામાં પ્રવેશ કરે, સહુ પ્રથમ તેને ધર્મક્રિયા કરવાની ઈચ્છા જન્મે છે. ત્યારબાદ ધર્મને અનુકુળ એવા સ્થાન, સાધન કે ઉપકરણનો આશ્રય ગ્રહણ કરે છે અને છેવટે પોતે ગ્રહણ કરેલી ક્રિયાને નિરંતર ચાલુ રાખી ધર્મ સંસ્કારોને જન્મ આપે છે, અને ત્યારબાદ ઉચ્ચ કોટિનો ત્યાગ ગ્રહણ કરી તે ઉપવાસ આદિ કઠોર વ્રતને ગ્રહણ કરી ધર્મક્રિયાના અંતિમ બિંદુનો સ્પર્શ કરે છે. આ ધર્મક્રિયામાં પણ આંતરક્રિયા અને બાહ્યક્રિયા એવા બે ભાવ દષ્ટિગોચર થાય છે. બાહ્યક્રિયા વખતે કષાયની મંદતા, શ્રધ્ધાનો ઉદ્ભવ અને પુણ્યનો યોગ, આ ત્રિવેણી સંગમ થતા તે સાધક ક્રિયાશીલ બને છે. પરંતુ અહીં વિવેકશૂન્યતા હોવાથી તત્ત્વની સ્પર્શના ન હોય, સ્વભાવ વિભાવનું ભેદજ્ઞાન ન હોય, શુધ્ધ પરિણતિનો કે સમ્યગુજ્ઞાનનો અભાવ હોય, ત્યારે આ બધી ક્રિયાઓ સંસ્કારજન્ય બની જેમ કોઈ જડ પદાર્થની ક્રિયા થતી હોય છે, તેમ જડતાને જન્મ આપે છે. જૈનોએ પ્રતિક્રમણના બે ભેદ કર્યા છે. દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવપ્રતિક્રમણ. આ બંને પ્રકારના પ્રતિક્રમણમાં ભાવ પ્રતિક્રમણ જ સાર્થક અને સફળ છે. તેમ છતાં શાસ્ત્રકારે દ્રવ્ય પ્રતિક્રમણને વ્યર્થ કહ્યું નથી, કારણ કે જેમાં શબ્દ અને અર્થનો સંપૂર્ણ વિવેક હોય, જેમાં સચોટ ઉપયોગ પરોવાયેલો હોય, એક ક્ષણનો પણ પ્રમાદ ન હોય, પ્રતિક્રમણના ભાવો સાથે આત્મા તદ્રુપ બની ગયો હોય, ત્યારે આવું શુદ્ધ ભાવ ભરેલું પ્રતિક્રમણ સોળે આના સાર્થક છે. બાકી દ્રવ્ય પ્રતિક્રમણમાં બાહ્યક્રિયાનો આભાષ થાય છે અને આ બાહ્ય ક્રિયાઓ અમે પ્રતિક્રમણ કર્યું છે એવો સંતોષ માની ત્યાં ધર્મની ઈતિશ્રી કરે છે. બાહ્ય ક્રિયાનો અર્થ છે જે સંપૂર્ણ સાર્થક નથી તેવી ક્રિયા, યથા– (૧) નિરર્થક ક્રિયા, (૨) વ્યર્થ ક્રિયા, (૩) અનર્થ ક્રિયા, (૪) નિઃસાર ક્રિયા, જે ક્રિયામાંથી સાર્થકભાવ લગભગ નીકળી ગયો હોય તે ક્રિયા નિરર્થક બને છે. પરંતુ વિશેષભાવ લુપ્ત થયો નથી. જ્યારે વિશેષભાવ લુપ્ત થાય ત્યારે તે ક્રિયા વ્યર્થ બને છે અને વ્યર્થ બન્યા પછી વધારે વિવેકશૂન્યતા થાય તો તે ક્રિયા અનર્થનું કારણ બને છે, અર્થાત્ હાનિકર બને છે. અને આ બધા પ્રકારોમાંથી ક્રિયાનો સંતોષ માની સાધક પાર થતો હોય ત્યારે તેને ખરેખર કોઈ તત્ત્વપ્રાપ્તિ કે શાળાના ૬૭ ના Page #81 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યાનુભૂતિ થતી નથી. ત્યારે તે છેવટે નિઃસાર અર્થાતુ સાર રહિત, રસરહિત, તત્ત્વરહિત, ફળ રહિત, ગુણરહિત ક્રિયા બની જાય છે. આ બધી ક્રિયાઓ બાહ્યક્રિયા તરીકે સંસારમાં અસ્તિત્ત્વ ધરાવે છે પરંતુ મોટું દુઃખ તો એ જ છે કે આવી ક્રિયાઓમાં જીવ રમણ કરી રાચે છે, આનંદ માને છે અને મિથ્થા સંતોષ માની તેમાં અટવાઈ રહે છે. તે ભયંકર વિટંબના છે અને કવિરાજને આ જ વાતનો મોટો ખટકો છે કે જીવ બાહ્ય ક્રિયામાં રાચે છે. વધારે કહેવું હોય તો નાચે છે પણ કહી શકાય. અસ્તુ. આમ શાસ્ત્રોકત રીતે પણ ઉપયોગરહિત ક્રિયાના ઘણા જ વિવેચન પ્રકરણો જોવા મળે છે. પરંતુ વર્તમાન ગુરુઓ તેને વિષે જરાપણ ધ્યાન આપ્યા વિના બાહ્યક્રિયાને ધર્મ માની વિશાળ પ્રમાણમાં અનુષ્ઠાનો કરી, દ્રવ્યભાવે સાધના કરાવી, ભાવ ઉપાસના પ્રત્યે દુર્લક્ષ રાખે છે. તેથી ધર્મના ક્ષેત્રમાં એક વિશાળ વિપરીત ભાવોનો અંધકાર વ્યાપ્ત થયો છે. હવે આપણે બાહ્ય ક્રિયાને સાંગોપાંગ જોયા પછી તેના પ્રભાવ વિશે થોડો વિચાર કરશે અને તેને બાહ્ય ક્રિયા શા માટે કહેવામાં આવે છે તેની તર્કયુકત વિવેચના કરશું. - બાહ્ય અને આંતર ક્રિયાનો સુમેળ : અહીં સિદ્ધિકારે લખ્યું કે “આંતરભેદ ન કાંઈ”. આપણે આગળ કહી ગયા તેમ એક તો આંતરક્રિયાના અસ્તિત્ત્વનો અભાવ અને બીજું આંતરક્રિયાના જ્ઞાનનો અભાવ, એમ બન્ને અર્થ નીકળે છે. વસ્તુતઃ શાસ્ત્રકારને આંતરક્રિયામાં “ અંતર ભેદ ન કાંઈ” એમ લખ્યું છે તેનું તાત્પર્ય શું છે? એમ સમજી લેવાથી સ્વતઃ બાહ્યક્રિયાનું નિરૂપણ થઈ જશે. જેમ કોઈ અતિથિ જમવા આવે. જમાડવાની બધી ક્રિયા કરે. સારું ખાવાનું પણ પીરસે. છતાં સમજદાર મહેમાન ભોજનની ક્રિયા કે ભોજનની સામગ્રી ન જોતાં, ભોજન આપનારના ભાવનો વિશેષ ખ્યાલ કરે છે, તેનો આંતરિક પ્રેમ કેટલો છે તે જાણવાની ઉત્કંઠા રાખે છે. આ ઉદાહરણમાં ઘર માલિકની ભાવના તે આંતરક્રિયા છે અને બાકીની બધી બાહ્ય ક્રિયા છે. તે જ રીતે “આંતરભેદ ન કાંઈ” આ પદમાં આત્મવિવેકનો અથવા આત્મજ્ઞાનનો અથવા સ્વસ્વરૂપનો નિર્ણય કરવાનો ઈશારો છે. સ્વસ્વરૂપને કે સ્વપરનો કે બધા દ્રવ્યોનો વિભેદ જાણ્યો ન હોય, તો આંતરભેદ ઉદ્ભવતો નથી. આંતરભેદનો મતલબ છે. અંતરમાં સ્વ એટલે આત્મા પરિણતિ જે ચાલી રહી છે તે પરિણતિમાં વિભાવયુકત અને સ્વભાવયુકત પર્યાયો પ્રવર્તમાન જ છે. એક પર્યાય ઉદયભાવ છે, અર્થાત્ કર્મજનિત છે, મોહાદિક વિભાવોથી યુકત છે, જ્યારે બીજી શુકલપર્યાય તે કર્મજનિત નથી પરંતુ ક્ષયોપશમ–ઉપશમ કે ક્ષાયિક ભાવોના આધારે પ્રવર્તમાન પર્યાય છે. આ ભેદને જાણવો, તે સૂત્રકાર આવશ્યક સમજે છે. આ આંતર્ ક્રિયાનો ભેદ છે. ભેદ એટલે વિભિન્નતા, સારા નરસા પણ. ઉપર્યુકત કથનમાં એક સૂક્ષ્મ જ્ઞાનની તત્ત્વદષ્ટિ પારખી લેવાની નિતાંત આવશ્યકતા છે. આંતરિક ક્ષેત્રમાં સાધારણ રીતે બે ભાવોનું કથન સહુ જાણે છે. ઉદયભાવ અને સ્વભાવ. પરંતુ અહીં આપણે જરા ઊંડાઈથી વિચાર કરીએ, કે કર્મનો ઉદય આત્મદ્રવ્યને કેવી રીતે પ્રભાવિત કરી શકે? કર્મના બધા ઉદયો શરીરના સ્થૂળ દ્રવ્યો ઉપર પોતાની પરિણતિનો પ્રભાવ પાથરી શકે, પરંતુ ચૈતન્યદ્રવ્ય અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. તેને કર્મ કેવી રીતે પ્રભાવિત કરી શકે? શાસ્ત્રકારોએ ARAISUELANSANGURALIS SC watan Page #82 -------------------------------------------------------------------------- ________________ પણ અજીવતત્ત્વની સાથે આશ્રવતત્વને એક સ્વતંત્ર તત્ત્વ ગયું છે. આ બધા શાશ્વત તત્ત્વો પોતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે. આશ્રવના બધા ભાવાશ્રવ પરિણામો મનોયોગ આદિ યોગ સાથે જોડાયેલા છે અને જ્ઞાન કે અજ્ઞાનજન્ય ભાવો જે વર્તે છે તે આ આશ્રવ ભાવોમાં રમણ કરી તેમાં સુખ દુઃખનો આધાર ઊભો કરે છે. વસ્તુતઃ કર્મજન્ય પરિણામો ચૈતન્ય દ્રવ્યમાં કોઈપણ પ્રકારની વૈભાવિક પર્યાય ઊભા કરી શકતા નથી. વિભાવ એક સ્વતંત્ર તત્ત્વ છે. પરંતુ વિભાવના અસ્તિત્ત્વ વખતે મનોયોગ અને બધી ઈન્દ્રિયો વિષય ભાવે તેમાં સંયુકત હોય ત્યારે ચૈતન્ય દ્રવ્યની સ્વભાવ પર્યાયને ખીલવાનો અવકાશ રહેતો નથી. જેમ મેલી ચીમનીવાળા દિવામાં અંદર પ્રકાશ છે, પરંતુ ચીમનીની મેલાશના કારણે તે પ્રકાશને અવકાશ મળતો નથી. પ્રકાશ પણ સ્વતંત્ર છે, ચીમની પણ સ્વતંત્ર છે અને તેની મેલાશ પણ સ્વતંત્ર છે. આમ ત્રિપુટી અવસ્થા છે. આ જ રીતે કર્મો આત્માના ગુણોને કે સ્વભાવ પર્યાયને હાનિ કરી શકતા નથી. પરંતુ કર્મના ઉદય પરિણામ વખતે ચેતનદ્રવ્યની પર્યાયને અવકાશ મળતો નથી. જે સાધક આ બધા તત્ત્વોના વિભેદને જાણી લે છે અને આ કોઈ તત્ત્વો મારા નથી. એ પર–પરિણામ છે, તો પોતાના સૂમ ઉપયોગ વડે ઉદયભાવના અસ્તિત્વમાં પણ આત્મદ્રવ્યની ભૂમિ પર્યાયનું અવલંબન કરી, વિભાવથી છૂટો પાડી સ્વસુખની, શાંતિની કે આનંદની અનુભૂતિ કરે છે. આ વિભાવ પરિણામો વિશ્વના છે, મારા નથી અને આ સૂક્ષ્મ દષ્ટિ ઉદ્ભવતા વિભાવ પરિણામો સ્વતઃ નિર્મળ બને છે. તે કર્મ સિદ્ધાંતની એક પ્રકિયા છે. ખેતરમાં જેમ ફસલ (પાક) જોર પકડે ત્યારે બાકીનું નિંદામણ સ્વતઃ નિર્બળ બની નિર્મૂળ થવા લાગે છે તેમ વિશ્વના આ પ્રક્રિયાના સિદ્ધાંતો ઉપયોગની શુધ્ધ પર્યાય સ્થિત થાય ત્યારે વિભાવો સ્વતઃ નિર્મળ અને નિર્મૂળ બને. આત્મદ્રવ્ય મૌન અવસ્થામાં છે, કર્મના ઉદયભાવ છે અને ઉદયભાવના કારણે શુદ્ધ પર્યાયો ખીલતી નથી. આ અવસ્થામાં આ ત્રિપુટી સંયોગમાં જ્યારે સાધક નિર્ણય કરી ડૂબકી મારે છે, ત્યારે આંતરક્રિયાનો ભેદ જાણવા મળે છે અને નિશ્ચિત રૂપે જીવ સ્વભાવમાં રમણ કરે છે અને તે ક્રિયાનું સાધકને ભાન પણ હોઈ શકે. આ અવસ્થામાં નિર્મોહદશા પણ ભાગ ભજવે છે. આંતરક્રિયાનો વિભેદ જ્ઞાનથી કે અભાવથી ? : આંતરક્રિયાનું અસ્તિત્ત્વ એક, આંતરક્રિયાનું જ્ઞાન બે, આંતરક્રિયાનો અભાવ ત્રણ અને આતંરક્રિયાના અભાવનું અજ્ઞાન, આમ આ ચતુષ્કોણમાં સિદ્ધિકારનું તાત્પર્ય એવું છે કે કાં તો આંતરક્રિયાનો ભેદ થયો નથી, કાં આંતરક્રિયાના ભેદનું જ્ઞાન થયું નથી. આ પદમાં એટલું લખ્યું છે કે “આંતર ભેદ ન કાંઈ” તેમાં બને અર્થ લક્ષમાં લેવા જરૂરી છે. તેમાં આંતરભેદ કાં નથી, કાં આંતરભેદનું જ્ઞાન નથી. તર્કદષ્ટિએ એમ કહી શકાય કે આંતરભેદ ન હોય તો જ્ઞાન કયાંથી થાય? પરંતુ હકીકતમાં આંતરભેદ થયો નથી. તેના અભાવનું જ્ઞાન થઈ શકે છે. આંતરભેદ થાય તે એક સ્વતંત્ર પરિણતિ છે. કદાચ સાધકના લક્ષમાં ન પણ હોય. પરંતુ ખરી વાત એ છે કે “આંતરભેદ ન કાંઈ” એ વાકય પદમાં આંતરભેદનું જાણપણું નથી એમ કહેવાનું તાત્પર્ય છે અને આ આંતરભેદના અભાવમાં જે કાંઈ ધાર્મિક ક્રિયાઓ છે તે બધી બાહ્યક્રિયાઓ છે. એક ઉપકારી ખુલાસો :- આત્મસિદ્ધિકારે એ સ્પષ્ટ કર્યું નથી કે બાહ્યક્રિયાઓ જરાપણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપકારી નથી. તેમ બાહ્ય ક્રિયા પ્રત્યે તેમણે કોઈ નફરત વ્યકત કરી નથી. પરંતુ બાહ્યક્રિયાના કેન્દ્ર સુધી સ્થગિત થઈને બાહ્યક્રિયાનો અનુરાગ રાખી, તેમાં આસકત બની બાહ્યક્રિયાની આગ્રહ બુદ્ધિથી સાધક આગળ વધતો નથી અને ક્રિયાનું અવલંબન લીધા પછી જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે, જે યોગીરાજે આ જ પદમાં કહ્યું છે. પણ હકીકતમાં જીવ જ્યારે અવ્યવહારરાશિમાંથી નીકળ્યા પછી સાધનાના શુદ્ધ કેન્દ્ર સુધી પહોંચે, ત્યાં સુધી બાહ્યક્રિયાઓથી જ તેના ઉપર ઉપકાર થયો છે. અને બાહ્ય ક્રિયાનું અવલંબન લઈ પુણ્યાશ્રવના આધારે, તે જીવ સમજદાર બને ત્યાં સુધીની કક્ષામાં આવી પહોંચ્યો છે. માટે અહીં એમ ન સમજવું જોઈએ કે બાહ્યક્રિયા ઉપકારી નથી. જેમ ચોખાની ખેતી કરે ત્યારે ચોખાનો પાક ન થાય ત્યાં સુધી તેના રોપાઓ, પાણી, સૂર્યપ્રકાશ અને તેના ઉપર લાગેલા છીલકાઓ એ બધા ઉપકારી છે. પરંતુ ચોખાનો પરિપાક થયા પછી ફોતરાને દૂર કરી, શુદ્ધ ચોખાને પ્રાપ્ત કરવા ઘટે છે. તે જ રીતે અહીં બાહ્મક્રિયા ઉચ્ચ કોટીના સાધક માટે હવે નિરર્થક બને છે, અથવા શુદ્ધ વ્યવહારનું અવલંબન બની રહે છે. પરંતુ સ્વ-રમણમાં જે શુદ્ધ પર્યાયો ખીલી છે તેની પ્રગતિમાં હવે આ ક્રિયાઓ ઉપકારી નથી. બાહ્યક્રિયામાં રાચતુ ન રહેવું જોઈયે. પરંતુ આગળના કેન્દ્રને સ્પર્શ કરવો જોઈયે. કર્મો વસ્તુતઃ ચેતન દ્રવ્યોની પર્યાયના પ્રતિબંધક નથી. હવે જ્ઞાનની પ્રબળતાથી ચેતન દ્રવ્યની પરિણતિ કર્મથી અપ્રભાવિત રહી નિર્મોહ દશાનું સેવન કરે છે અને પ્રમાદ અવસ્થાનો ત્યાગ કરી, બાહ્ય પદાર્થોમાં સારા નરસાના ભાવ છોડી સ્વદ્રવ્યોનું મૂલ્યાંકન કરે છે, ત્યારે બાહ્યક્રિયામાં રાચવાનું રહેતું નથી. અને અહીં “આંતરભેદ ન કાંઈ” એમ લખ્યું છે એ અવસ્થા સમાપ્ત થાય છે. ભેદનો અર્થ ભેદજ્ઞાન : આંતરભેદના ઘણા અર્થ થાય છે. (૧) જીવ અને અજીવનો ભેદ (૨) આશ્રવ અને અજીવનો ભેદ. (૩) વિભાવ અને સ્વભાવનો ભેદ. (૪) દ્રવ્ય અને પર્યાયનો ભેદ. (૫) ગુણ-પર્યાયનો ભેદ. આ બધા ભેદો વાસ્તવિક જ છે. એ ભેદ કરવાના નથી. કોઈ જીવ ભેદનું નિર્માણ કરી શકતો નથી. તે ભેદને મટાડી પણ શકતો નથી, પરંતુ આ ભેદ વિજ્ઞાનને સમજતો નથી તે જ દુઃખનું કારણ છે. એટલે જ કવિશ્રી કટાક્ષ કરે છે કે ભેદવિજ્ઞાનને અભાવે “તેહ ક્રિયાજડ આંહિ' તે ક્રિયાની જડતાને પામે છે. સિદ્ધિકારે પુનઃ ક્રિયાજડ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્રીજી કડીમાં પણ ક્રિયાજડ છે અને આ ચોથા પદમાં પણ ક્રિયાજડ છે. ત્રીજા પદમાં જે ક્રિયાજડ કહ્યા છે તે ક્રિયાજડને લક્ષ બનાવીને કહ્યું છે, જયારે ચોથા પદમાં ક્રિયાજડ કહ્યાં છે. તે ક્રિયાજડની વ્યાખ્યા કરી છે. અહીં પણ વસ્તુતઃ ક્રિયાજડના કારણો જ બતાવ્યા છે, પરંતુ ક્રિયાજડની ઉચિત વ્યાખ્યા કરવામાં આવી નથી. ખરેખર તો ક્રિયા કોઈને જડ બનાવી જ ન શકે. ક્રિયાનો અભાવ થાય ત્યારે જ જડતા આવે. ક્રિયા એ સક્રિય તત્ત્વ છે. કોઈ એમ કહે આ ઘણા ખજાનાનો માલિક નિર્ધન છે. તો આ વાકય તર્કશુદ્ધ નથી. તેમ ક્રિયાજડ શબ્દ જ તર્કશુદ્ધ નથી. જ્યાં ક્રિયા છે ત્યાં જડતા નથી. ને જ્યાં જડતા છે ત્યાં ક્રિયા નથી. પૂર્વપક્ષના પ્રશ્ન પછી આપણે ઉત્તરપક્ષનું વિધાન કરશું. અહીં જ્ઞાનને આધારે જડતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ ડ્રાઈવર ગાડી ચલાવતો HARMINER LESERNASIONAL SERIAL SCHOLARSHA RAHATEAUROSAINERAL શાનદાશ શા મા ૭૦ લા Page #84 -------------------------------------------------------------------------- ________________ હોય પણ ગાડી ચલાવવાનું જ્ઞાન ન હોય તો ગાડી ચલાવવાનું પરિણામ નિષ્ક્રિય બને. વિનાશને નોતરે, તેમ અહીં જ્ઞાનરહિત ક્રિયા કરનાર વ્યકિત ક્રિયાને અંતે જડતાને પ્રાપ્ત થાય. ક્રિયાજડનો અર્થ એવો નથી કે જડતા અને ક્રિયા બને સમકાલીન છે. પરંતુ તે પરિણામજનક જડતા છે. કારણ કે શાસ્ત્રકાર અહીં બરાબર જ્ઞાનહીન ક્રિયાની વાત કરે છે. ખજાનાનો માલિક પણ જ્ઞાનહીન હોય અથવા વિવેકહીન હોય તો અંતે નિર્ધન બને. આમ દ્રષ્ટા પુરુષો પરિણામને જોઈ શબ્દનો ઉચ્ચાર કરે છે. આપણા યોગીરાજ પણ દ્રષ્ટા યોગીપુરુષ છે. તેઓ ક્રિયાથી પરિણામની જડતાને વિચારી રહ્યા છે. આવો સાધક જડભાવને પામે. જો કે ખરેખર કોઈ દ્રવ્ય, ખાસ કરીને ચેતન દ્રવ્ય કયારેય પણ જડ થઈ શકતું નથી. તો આ શબ્દ પણ ઉપમા જનક શબ્દ છે, અથવા ઉપાલંભ છે. વાસ્તવિક શબ્દ નથી. કારણ કે વ્યકિત જડ થઈ ન શકે, બધા દ્રવ્યો સ્વગુણથી ભરપુર છે, તેમજ ચેતન દ્રવ્ય તે અનંત કાળ માટે ચેતન જ છે, જડ થઈ શકતો નથી, પણ જડ જેવો થાય એવો અર્થ થાય. ભેદ વિજ્ઞાન : આપણે ઘણા પ્રકારનો ભેદનો ઉલ્લેખ કર્યો, પરંતુ શાસ્ત્રકારોએ ભેદવિજ્ઞાન પર ઘણો જ ઊંડો પ્રકાશ પાથર્યો છે. ખાસ કરીને, મહાન અધ્યાત્મદ્રષ્ટા કુંદકુંદાચાર્યે સમયસારમાં ત્રિભેદનું ગહન અતિઆવશ્યક વિવેચન કર્યું છે. મહાન આચાર્ય ટીકાકાર અમૃતચંદ્રસુરિજીએ ભેદવિજ્ઞાન રૂપી સોના ઉપર ઉત્તમ કારીગરી કરી છે અને અલંકાર રૂપે સમયસારને પ્રદર્શિત કરવામાં મોટું યોગદાન કર્યું છે. પરંતુ ભેદ વિજ્ઞાન એટલું મહત્વપૂર્ણ નથી, જેટલું અભેદ વિજ્ઞાન, બધા ભેદ વિજ્ઞાનને અંતે એક અભેદ, અખંડ, અવિનાશી, શાશ્વત, અવિચ્છિન્ન ગુણ–પર્યાય યુકત ચેતન દ્રવ્ય તે જ લક્ષ છે. ભેદ વિજ્ઞાન તે માર્ગનું ઉપકરણ છે, અથવા મોક્ષમાર્ગમાં સાચા ખોટા રસ્તાઓનો ભેદ બતાવી સત્યનું ઉદ્ઘાટન કરે છે, અથવા પોતે કયાંય પણ વિપરીત પર્યાયોમાં સંયુકત ન થાય તેનો આભાષ આપે છે. પ્રથમ ભેદજ્ઞાન દેહ અને આત્માનું છે. તે સાધારણ જૈન સાધનામાં પ્રસિદ્ધ છે. બીજું ભેદજ્ઞાન સ્વભાવ વિભાવ પરિણતિનું છે. ઘણા જીવો અજ્ઞાનને કારણે પર પરિણતિનો અર્થ પર દ્રવ્યની પર–પરિણતિ કરે છે. પણ હકીકતમાં તેમ નથી. પર—દ્રવ્યની પરિણતિ સાથે શું લેવાદેવા ? અહીં પરિણતિનો અર્થ વિભાવ પરિણતિ છે, અથવા જે પોતાની પરિણતિ નથી એવો ભાવ આશ્રવ તે પર પરિણતિ છે અને આ ભાવ આશ્રવ કોઈના નથી. તે પુલની પરિણતિ પણ નથી ને ચેતનની પણ નથી. ભાવઆશ્રવ તે ક્ષણિક પર્યાયો છે. તેની પ્રક્રિયા એવી છે કે કોઈ દ્રવ્યના અધિકરણમાં અથવા કોઈ દ્રવ્યના અનુષ્ઠાનમાં તે વિકાસ પામે છે પરંતુ આ ભાવાશ્રવો તે કોઈ દ્રવ્યોના ગુણ ધર્મો નથી. પુદગલ દ્રવ્ય તે વર્ણ, ગંધ ને સ્પર્શ યુકત છે, તેમાં ક્રોધ-માન-માયા –લોભ સંભવતા નથી. તેમ આત્મદ્રવ્ય પણ જ્ઞાનાદિ ગુણોથી યુકત છે. તેમાં પણ ક્રોધાદિ સંભવતા નથી. આમ આશ્રવ તે શુદ્ધ જડ કે ચેતન દ્રવ્યની પરિણતિ નથી, અને એટલે જ ભગવાને જીવ–અજીવ પછી સ્વતંત્ર રીતે આશ્રવ તત્ત્વ મૂકેલું છે. પરંતુ આ આશ્રવ તત્ત્વ એ જીવના ક્ષેત્રમાં જ વિકાસ પામે છે અને ખેતીમાં રહેલું ઘાસ જેમ રોપાને ખીલવા દેતું નથી, તેમ આશ્રવક્ષેત્રમાં રહેલા ગુણોને વિકાસ પામવા દેતા નથી. તેથી જ અહીં પુરુષાર્થ કરવાની કે ખેતી કરવાની જરૂર છે. આશ્રવના ભાવો આત્માના ઘરના નથી, તેથી તેને પરપરિણતિ કહેવામાં આવી છે. કારણ કે }}} {{}}}3333333 થાણા ૭૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ આશ્રવનો આધાર કર્મ છે, અને પરમ નિશ્ચયનયમાં કર્મના કર્તા કર્મ જ છે. અનાદિકાળથી એ પરંપરા ચાલી આવે છે. જો આત્મા કર્મનો કર્તા હોય તો સિદ્ધ ભગવાન પણ પુનઃ કર્મ કરી શકે છે, પરંતુ તેવું થતું નથી. નિશ્ચય એ થયો કે આશ્રવ કર્મ જનિત છે. આ બીજું ભેદજ્ઞાન આવે ત્યારે સ્વભાવ વિભાવનો નિર્ણય થતાં ઉપયોગ સ્વભાવમાં સ્થિર થાય અને આશ્રવનું તાંડવ તૂટી જાય છે. ત્રીજું ભેદજ્ઞાન : તે પર્યાય અને દ્રવ્યનું ભેદજ્ઞાન છે. અત્યાર સુધી ભેદજ્ઞાન થતાં જીવે શુદ્ધ પર્યાયનો અનુભવ કર્યો. અને આ શુદ્ધ પર્યાય તે ચૈતન્ય દ્રવ્ય છે, તેમ માન્યું. પરંતુ આત્મદ્રવ્ય પર્યાય પૂરતું સીમિત નથી. તેમ કોઈ એક ગુણ પુરતું સીમિત નથી, તેમ ઘણા પર્યાય પર્યત પણ સીમિત નથી. આત્મદ્રવ્ય તે આવા અનંત અનંત પર્યાયનું જનક છે, પરંતુ પર્યાય તે આત્મા નથી. એક અંશમાત્ર શુદ્ધ આત્માનું ભાન કરનાર એક ક્ષણિક સૂત્ર છે, એક ઝલક છે. ક્ષણિક ઉદ્ભવેલી વીજળી ઘણો આભાસ આપે પરંતુ તે અખંડ વીજળીનો એક માત્ર ક્ષણિક અંશ છે. જેમ સાકરની મીઠાશનો સ્વાદ સાકરનું ભાન કરાવે છે, પરંતુ ક્ષણિક સ્વાદ તે અખંડ સાકર નથી. તેમ સાધકને શુદ્ધ પર્યાયનો આભાસ થયા પછી, દ્રવ્ય અને પર્યાયનું ભાન થવું જરૂરી છે. જેને આ ત્રીજું ભેદજ્ઞાન કહેવામાં આવે છે. સમગ્ર બૌદ્ધદર્શન આ ક્ષણિક પર્યાયમાં જ અટકી ગયું અને સમગ્ર વિશ્વ કે આત્મા જે કાંઈ છે તે ક્ષણિક પર્યાયો છે તેનાથી વધારે કશું નથી. ભૂતકાળ કે ભવિષ્યકાળ એ કલ્પના માત્ર છે. ક્ષણિક વર્તમાનકાળ તે જ સત્ય છે. અસ્તુ જે હોય તે. અહીં જૈન દર્શન શાશ્વત અખંડ દ્રવ્યનું વિધાન કરે છે, અને આ દ્રવ્યની ઉપલબ્ધિ તે જ મોક્ષ છે. ત્રણ ભેદજ્ઞાનના અંતે ભેદ વિજ્ઞાનની સીમાને પાર કર્યા પછી અભેદજ્ઞાનનું અંતિમ શિખર સર થાય છે. ભેદજ્ઞાન તે લક્ષ નથી. તે સમજ માટે છે. વસ્તુતઃ અખંડ દ્રવ્ય અને તેનું અભેદજ્ઞાન તે જ લક્ષ છે. આ અખંડ દ્રવ્ય તે અનંતગુણ સમુહ છે. અહીં દ્રવ્ય અને ગુણોનો ભેદ સ્વીકારવામાં આવ્યો નથી. મોક્ષમાર્ગમાં “ગુખ પર્યાયવહ્વવ્ય' એમ ઉમાસ્વામીએ વિધાન કર્યું છે. એટલે બધા ગુણો અને પર્યાયોયુકત સમન્વિત, તદ્રુપ, અભેદાત્મક જે દ્રવ્ય છે, જેમાં આ બધા ગુણ પર્યાયના તરંગો સમાવિષ્ટ છે તેવું અખંડ દ્રવ્ય, તેનું અખંડ જ્ઞાન અને તેનાથી નિષ્પન થતું અખંડ સુખ, આમ ત્રિવેણીનો સંગમ થાય છે અસ્તુ. અહીં ભેદવિજ્ઞાનનું કે અભેદજ્ઞાનનું જે કથન કર્યું છે, તેનો જો અભાવ હોય તો બાકીની ક્રિયાઓને આત્મસિદ્ધિકાર જડકિયારૂપે ઉપાલંભે છે, અને તેને ક્રિયાજડ કહે છે. મોક્ષમાર્ગની વિરુદ્ધમાં ક્રિયાજડતાની સાથે બીજો ઉપાલંભ આ જ કડીમાં આપ્યો છે. “જ્ઞાનમાર્ગ નિષેધતા” હવે આપણે આ બીજા ઉપાલંભ વિષે વાસ્તવિક વિચાર કરશું. ઉપરમાં ક્રિયા અને જડતા એ બન્નેનો પસ્પર વિરોધ પ્રગટ કર્યો છે, તે નિષ્ક્રિય તત્ત્વને જડ માનીને કર્યો છે. ફકત જ્ઞાનહીન તત્ત્વોને જો જડ કહેવામાં આવતા હોય અને એવા આત્મદ્રવ્યથી વિભિન્ન બધા દ્રવ્યો ક્રિયાશીલ હોવા છતાં તેને જડ દ્રવ્ય કહેવામાં આવતા હોય, તો અહીં જડ શબ્દનો અર્થ જ બદલી જાય છે અને જ્ઞાન રહિત દ્રવ્ય જડ છે. તેવો અર્થ પ્રગટ થાય છે. જો આ અર્થને આપણે માનીને આગળ વધીએ તો ક્રિયાજડ શબ્દ ઉચિત કહી શકાશે. જો કે આમ કહેવાથી Page #86 -------------------------------------------------------------------------- ________________ પણ પુરું સમાધાન થતું નથી. કારણ કે ક્રિયાયુકત જ દ્રવ્યને જડ કહીએ છીએ ત્યારે બન્ને શબ્દ બોલવાની જરુર નથી. જડનો અર્થ જ્ઞાનરહિત ક્રિયાશીલ દ્રવ્ય એવો થાય તો પુનઃ ક્રિયાજડ કહેવાની આવશ્યકતા નથી. ફકત જડ કહેવું જ પર્યાપ્ત છે. અસ્તુ. અહીં તો ઉપમા હોવાથી અથવા ઉપાલંભ હોવાથી ક્રિયા કરતા કરતા જડ જેવો થઈ જાય છે. વસ્તુતઃ ક્રિયાનું નિરંતરપણું પોતાનું કાર્ય પૂરું કર્યા પછી જો ચાલતું જ રહે તો તેનું ફળ વિપરીત આવે, અથવા જડતામાં પરિણમે અને નિરર્થક બની બાધક બની જાય. અહીં સિદ્ધિકાર આ ભાવને સ્પર્શ કરીને કેવળ જડની ઉપમા આપી ક્રિયાજડ વ્યકિતને સંબોધ્યા છે. જડતાનું પૂર્ણરૂપ : આ ક્રિયા જડતામાં ઉમેરો કરનાર કે ક્રિયાજડતાને મજબૂત કરનાર એક બીજી પ્રક્રિયા શરુ થાય છે જેને અહીં કવિરાજ બહુજ કુશળતાથી સ્પષ્ટ કરે છે કે આવા વ્યકિત સાથે સાથે જ્ઞાન માર્ગનો વિષેધ કરે છે. અને પોતે જે રીતે પ્રવર્તમાન છે તે જ રીતે અહંકાર તત્ત્વનો આશ્રય કરી પ્રવર્તમાન બને છે. જ્ઞાનમાર્ગનો નિષેધ મનુષ્ય માટે બહુજ ભયંકર સ્થિતિ ઊભી કરે છે. જેમ ઘરમાં અંધારુ હોય તો એક પરિસ્થિતિ છે. પરંતુ અંધારાથી અકળાયેલો માણસ દરવાજો ખોલવા જ ન દે, બહારના પ્રકાશને આવતો રોકે, કે તેને અવરોધે કે તેનો નિષેધ કરે તો તે અંધકારની સ્થિતિને મજબૂત કરે છે અને અંધકારમાં રહેલા જીવને એક વિશેષ પ્રકારની વિટંબનામાં ડૂબાડી રાખે છે. જ્ઞાનમાર્ગનો નિષેધ તે કોઈ રોગીને રોગ તો છે, પરંતુ તે રોગી સ્વયં દવા લેવાનો નિષેધ કરે અથવા તેનો ડોકટર સર્વથા દવા લેવાની ના પાડે તો રોગીની વિષમ સ્થિતિ બને છે. રોગી રોગને વળગી રહેવાનો આગ્રહ રાખે તે કેટલી ભયંકર સ્થિતિ છે ? તેમ અહીં ક્રિયાજડ જ્ઞાનરૂપી ઔષધીનો ઉપચાર કરવા તૈયાર નથી અને તેનો નિષેધ કરે છે. તો તે પોતાને માટે કેટલી કફોડી સ્થિતિ ઊભી કરે છે. રોગી તો રોગના કારણે એકવાર મૃત્યુ પામે, પરંતુ આ જ્ઞાનમાર્ગનો નિષેધક, ક્રિયાજડ જીવ અનંતવાર મૃત્યુ પામે અથવા જન્મ-મૃત્યુના ચક્રમાં ગુંચવાતો જ રહે તેવી સ્થિતિ ઉભી કરે છે. ક્રિયાજડતા એ કાંટો છે અને જ્ઞાનમાર્ગ તેની દવા છે જ્ઞાનમાર્ગનો નિષેધ તે જડતાનો અતિરેક છે. તેથી જ અહીં ક્રિયાજડના લક્ષણમાં કે તેના કારણોમાં જ્ઞાનમાર્ગનો નિષેધ એ પ્રબળ કારણ માન્યું છે. એકલું બાહ્ય ક્રિયામાં રાચવું એ એટલુ બધુ ભયંકર નથી, કારણ કે તેમાં જ્ઞાનનું કિરણ આવે તો આ સ્થિતિ ટકી ન શકે. પરંતુ સાથે સાથે જો જ્ઞાનમાર્ગનો નિષેધ હોય અને આ બન્નેની વચ્ચે આંતરભેદનો અભાવ હોય અથવા ભેદ વિજ્ઞાન ન હોય તો જડતાનું તાંડવ થાય છે. તેથી આ ચોથી કડીમાં જડતાનું પૂર્ણ રૂપ પ્રદર્શિત કર્યું છે. એક રોગ છે, બીજું દવા લેવાનો નિષેધ કરે છે. ત્રીજું રોગ અને દવાનો કે ઉપચારનો ભેદ સમજતો નથી. તેને મન તો દવા અને રોગ બને એકસરખા છે. આવા ભેદજ્ઞાન રહિત વ્યકિતને જડ જ કહેવો રહયો ને? ક્રિયાજડ તો એટલા માટે કે તે એકસરખી ક્રિયાને કરતો જ રહે છે, વળગી રહે છે. વરના ખાલી જડ મળ્યો હોત તો પણ તીર નિશાન ઉપર જ લાગવાનું હતું. પરંતુ અહીં બીજી કોઈ પ્રકારની જડતા કહેવાનો આશય નથી. પરંતુ ધર્મ ક્રિયાની જડતા તે મુખ્ય નિશાન છે તેથી તેને ક્રિયાજડ કહ્યો છે. અસ્તુ. હવે આપણે મૂળ વિષય ઉપર આવીયે. જ્ઞાનમાર્ગનો નિષેધ શું છે? આ પદમાં પણ ત્રણ તત્ત્વો રહેલા છે. insan o nummenmuseet 13 km Page #87 -------------------------------------------------------------------------- ________________ (૧) જ્ઞાન (૨) જ્ઞાનનો માર્ગ (૩) માર્ચનો નિષેધ. આ ત્રણેય તત્ત્વોને આપણે વ્યકિતરૂપે પણ ઓળખશું અને ત્યારબાદ પરસ્પરના સંબંધ રૂપે પણ ઓળખશું. વ્યકિત રૂપે (૧) જ્ઞાન (૨) માર્ગ અને (૩) નિષેધ. એમ ત્રણ સ્વતંત્ર તત્ત્વ છે. જ્યારે સંપૂર્ણ વાક્યોમાં (૧) જ્ઞાન અને જ્ઞાનનો માર્ગ | (૨) માર્ચનો નિષેધ અને જ્ઞાનમાર્ગનો નિષેધ (૩) જ્ઞાનનો નિષેધ અને માર્ગનો નિષેધ. (૧) જ્ઞાન સાથે નિષેધ જોડીએ તો જ્ઞાન નિષેધ. (૨) માર્ગ સાથે નિષેધ જોડીએ તો માર્ગ નિષેધ. (૩) જ્ઞાન અને માર્ગ સાથે નિષેધ જોડીયે તો જ્ઞાનમાર્ગનો નિષેધ. કાવ્યમાં તો “જ્ઞાન માર્ગ નિષેધતા છે પરંતુ ખંડ ખંડનો અર્થ સમજવાથી બધા આંતરિક ભાવો પણ સ્પષ્ટ થશે. જેથી આ ફિલોસોફી અહીં અસ્થાને ગણાય. જ્ઞાન એ જીવનો સ્વાભાવિક ગુણ છે. જો કે કેટલાક અન્ય દર્શનો બીજા વિષયોની જેમ જ્ઞાનને પણ વિકારી તત્ત્વ માને છે અને જ્ઞાનને આધારે જ માયાનો જન્મ થાય છે. તેથી જ્ઞાનને અનાવશ્યક ગણી નિર્વિકલ્પ, જ્ઞાનરહિત, આનંદમય સમાધિ તે જ પરમાત્મ સ્વરૂપ છે. આ દાર્શનિક ઝઘડો ઘણો વિશાળ છે. અહીં તો આપણે ઈશારો માત્ર કર્યો છે. જૈનદર્શનમાં પરિપૂર્ણ રીતે જ્ઞાનને આત્માનો ગુણ માનવામાં આવ્યો છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ મમલમ્ પ્રવદન્તિ સંત” સંતોએ આત્માને નિર્મળ જ્ઞાન રૂપ કહ્યો છે. જ્ઞાન એ વિશેષ પ્રકારની જોય તત્ત્વની પર્યાયને પિછાને છે. સંપૂર્ણ જ્ઞાન થાય ત્યારે જ તે અખંડ દ્રવ્યને જાણી શકે છે. વરના તે સામાન્ય ધર્મોથી આગળ વધીને વિશેષ ધર્મોને જાણવા મળે છે. જેમ જેમ વિશેષ ધર્મોને ઓળખે તેમ તેમ જ્ઞાન તીવ્ર, તીવ્રતર કે તીવ્રતમ થતું જાય છે. સામાન્ય ધર્મોની સીમાને ઓળંગી વિશેષ ધર્મોને વિષય બનાવે તે જ્ઞાનની ક્રિયા છે. જાણવાની દષ્ટિએ જ્ઞાન સ્વયં સક્રિય તત્ત્વ છે જાણવું અને ઓળખવુ એ જીવનું લક્ષણ છે. ““ઉપયોગ યુવર નીવે | ય નીવ ૩પયાવાન' જ્ઞાન અને આત્માનો તાદાભ્ય સંબંધ છે. જ્ઞાન છે ત્યાં આત્મા છે ને આત્મા છે ત્યાં જ્ઞાન છે. આમ બને અભિન્ન ભાવે પરસ્પર વ્યાપ્ત છે. ભેદનયની દષ્ટિએ જ્ઞાન અને આત્માનો ભેદ છે. આત્મા દ્રવ્ય છે અને જ્ઞાન ગુણ છે. જ્યારે અભેદનયથી જ્ઞાન અને આત્મા બને એક જ છે. આ જ્ઞાનને સાબિત કરવા માટે કોઈ પ્રમાણની જરુર નથી. પ્રત્યેક મનુષ્ય અલ્પ કે અધિક જ્ઞાનવાન છે, તે જ્ઞાનનો ઉપયોગ કરે છે અને જ્ઞાનને આધારે જ તેનો સ્થૂલ વ્યવહાર કે તેનો સંસાર ગોઠવાયેલો છે. અર્થાત્ જ્ઞાન તે સ્વતઃ સ્વયં સિધ્ધ તત્ત્વ છે. જેમ દિવાને જોવા માટે બીજા દિવાની જરુર નથી, તેમ જ્ઞાનને ઓળખવા માટે બીજા જ્ઞાનની જરૂર નથી. તે સ્વપ્રકાશક છે. તમામ શાસ્ત્રોમાં “સ્વ-ર વ્યવસTય જ્ઞાનમ્ પ્રમાણ' આવું સૂત્ર આપ્યું છે. સ્વયં પ્રકાશક હોવાની સાથે તે પર-પ્રકાશક પણ છે. પર દ્રવ્યોને પણ જાણે છે. જ્ઞાનથી વિભિન્ન એવું સમગ્ર તત્ત્વ ય ભાવે જ્ઞાનમાં સમાયેલું છે. toimub SALVARLAR DAWLANES 68 mm 11!!! !!!! Page #88 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતા, જ્ઞાન અને શેય ત્રિવેણી : અહીં એક દાર્શનિક ત્રિપુટીનો ઉલ્લેખ કરશું તો જ્ઞાન વિષે સ્પટતા થશે. જ્ઞાન વિષયક હોય છે. અર્થાત્ જ્ઞાનનો કોઈ વિષય હોય છે. આ જ્ઞાનના | વિષયને જ્ઞય કહેવામાં આવે છે. બાહ્ય પદાર્થો પણ જ્ઞય છે. તે દ્રવ્યભાવે ય છે જ્યારે ભાવ સ્વરૂપે જોય જ્ઞાનમાં સમાવિષ્ટ છે. આત્મા તે જ્ઞાતા છે. પરંતુ તે તાદાભ્યભાવે જ્ઞાતા કહેવાય છે. વસ્તુતઃ જ્ઞાન સ્વયં જ્ઞાતા છે. આમ જ્ઞાતા, જ્ઞાન, શેય અને જાણવાની ક્રિયા તે જ્ઞપ્તી, આ ચાર અંશો જ્ઞાનના ક્ષેત્રમાં દષ્ટિગોચર થાય છે. અભેદ ભાવે જ્ઞાતા-જ્ઞાન-mય એકરૂપ છે. જ્યારે ભેદ ભાવે આત્મા જ્ઞાતા છે, જ્ઞાન તેનો જાણવાનો ગુણ છે જ્ઞપ્તી તે જ્ઞાનની ક્રિયાશીલતા છે અને mય તે જ્ઞાનનો વિષય છે. આ પ્રક્રિયા બહુજ વ્યાપક ભાવે સમગ્ર જીવરાશિમાં ઓછા વત્તા અંશે વ્યાપ્ત છે. ભગવાને એકેન્દ્રિયના અત્યંત સૂક્ષ્મ અવ્યવહાર રાશિના જીવને પણ અખંડ જ્ઞાનગુણનો અક્ષરનો અનંતનો ભાગ ખુલ્લો છે તેમ જણાવ્યું છે. જ્યારે અરિહંત ભગવંતોને ત્રિકાલજ્ઞાની સર્વક્ષેત્રમાં વ્યાપક લોકાલોકને પ્રકાશિત કરે એવું જ્ઞાન બતાવ્યું છે. આમ જીરો પાવરથી લઈ અખંડ, મહાજ્ઞાન, પૂર્ણજ્ઞાન, કેવલજ્ઞાન, ઈશ્વરીય જ્ઞાનના કેન્દ્ર સુધી જ્ઞાનના લાખો તરતમ્ય ભાવો છે અને તે સમગ્ર જીવરાશિને સમ્યક કે મિથ્યા રૂપે સંચાલિત કરે છે. જ્ઞાનની ક્રિયા વિશે આટલો પ્રકાશ નાંખ્યા પછી સાધક સમજી શકશે કે જ્ઞાન તત્ત્વ શું છે. પરંતુ જ્ઞાન સાથે એક ભયંકર વિપર્યય જોડાયેલો છે. જેમ સોના સાથે કથીર, માખણ સાથે કીટુ, શરીર સાથે રોગ અને પ્રકાશ સાથે અંધકાર જોડાયેલા છે. તે ગુણો મૂળ તત્ત્વોને વિપરીત રૂપે પ્રગટ કરે છે. ઉર્પયુકત બધી ઉપમા તે ઉપમા જ છે. વસ્તુતઃ જ્ઞાનનો વિપર્યય તે નિરાળો છે. અને ઘણો જ વિપરીત છે. અહીં આપણે આ વિપર્યયને પ્રગટ કરવાં પહેલા જ્ઞાન સાથે અજ્ઞાન શબ્દ જોડાય છે, તેનો થોડો વિવેક કરી લઈશું. જ્ઞાનનો અભાવ, ન જાણવુ, જાણવાની શકિત ન હોવી તે અજ્ઞાન છે અને તે જ્ઞાનાવરણીયનું ફળ છે, અથવા આ પ્રથમ કર્મનો પરિપાક છે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયા પછી પણ જ્ઞાનમાં વિપર્યય આવે છે અને ભ્રમરૂપે કે સંશય રૂપે જ્ઞાનની જે અવસ્થા પ્રગટ થાય છે તે પણ એક અજ્ઞાન છે. આ અજ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કે અવધિજ્ઞાન સુધી વ્યાપ્ત છે. આગળ આપણે વિવેચન કરી ગયા છીએ. આવું મંગલમય જ્ઞાન તત્ત્વ વિપર્યયના કારણે દુષિત બને છે. જેમ મેલને કારણે સારું વસ્ત્ર ગંદુ બને છે અને દૂધમાં કોઈ ઝેર ભેળવે તો દૂધ દુષિત થાય છે, તેમ આ વિપર્યય, તે જ્ઞાનને માટે વિષ છે. આ વિપર્યાયના કારણે જ્ઞાન યથાર્થ રીતે પદાર્થનો નિર્ણય કરી શકતું નથી અને આગળ ચાલીને તત્ત્વનો પણ સ્પર્શ કરી શકતું નથી અને કદાચ તત્ત્વનો સ્પર્શ કરે તો પણ મિથ્યાભાવે કરે છે. સમ્યગુજ્ઞાનદશા : ઈન્દ્રિયોના દોષના કારણે અથવા બીજા કોઈ ઉપકરણના અભાવે જ્ઞાન ભ્રમાત્મક બને છે અને અપ્રમાણભૂત પણ બને છે. તર્કશાસ્ત્રમાં કે દર્શનશાસ્ત્રમાં આવા જ્ઞાનને અપ્રમાણ માની પદાર્થનો યથાર્થ નિર્ણય કરે તેને પ્રમાણ જ્ઞાન માન્યું છે. અધ્યાત્મશાસ્ત્રોમાં જ્ઞાનની કે અજ્ઞાનની આ વ્યાખ્યા બહુજ ઉપકારક નથી, તેમજ તેનો એટલો સંબંધ પણ નથી. જ્યારે અધ્યાત્મશાસ્ત્રોમાં જ્ઞાન અજ્ઞાનની વ્યાખ્યા નિરાળી છે, અને સાધનાક્ષેત્રમાં આ જ વ્યાખ્યા કલ્યાણકારી છે. કોઈ બીજા કારણોથી ઈન્દ્રિયો કે મનયોગ પદાર્થનો યોગ્ય નિર્ણય ન કરે તેનું બહુમૂલ્ય નથી. પરંતુ જ્ઞાનને અજ્ઞાન કરવા માટે એક બીજું ભવચક્રનું Page #89 -------------------------------------------------------------------------- ________________ બીજ અથવા જીવને જન્મ જન્માંતરના શુભાશુભ ચક્રમાં રોકી રાખનારું એક મિથ્યાદર્શન છે. આ મિથ્યાદર્શનની ઉપસ્થિતિમાં જ્ઞાન યથાર્થ હોવા છતાં અજ્ઞાન બની રહે છે અને અધ્યાત્મ દષ્ટિએ તે યથાર્થ જ્ઞાન ગણાતું નથી. મિથ્યાદર્શનની છાંયા દૂર થાય, ત્યારે જ જ્ઞાન યથાર્થ જ્ઞાન કે સમ્યગૃજ્ઞાન બને છે. આમ અધ્યાત્મશાસ્ત્રોની અજ્ઞાનની વ્યાખ્યા અને જ્ઞાનની વ્યાખ્યા પદાર્થના નિર્ણય સાથે કોઈ સંબંધ રાખતી નથી. પરંતુ તત્ત્વદષ્ટિએ શુદ્ધ આત્મતત્ત્વના નિર્ણય પછી મિથ્યાદર્શનનો લોપ થતાં જે નિર્મળ દર્શન ઉત્પન્ન થાય છે, તે જ ક્ષણે તેના સહચારથી સમગ્ર જ્ઞાન પણ નિર્મળ બની જાય છે અને આવા નિર્મળ જ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવ્યું છે. ગમે તેવા પુસ્તકોનો, વિજ્ઞાનનો કે અનેકાનેક વિદ્યાઓનો પારંગત વિદ્વાન હોય, લોક દષ્ટિએ કે વ્યવહારનયે તે ઘણું જ્ઞાન ધરાવતો હોય, તેનું પ્રાંજલ પ્રવચન થતું હોય, છતાં પણ અધ્યાત્મદષ્ટિએ મિથ્યાદર્શનની હાજરીમાં તેમનું જ્ઞાન, તે અજ્ઞાન કોટિમાં જ આવે છે, કારણ કે તેમાં શુદ્ધ તત્ત્વ પ્રત્યેની નિર્મળ શ્રધ્ધાનો અભાવ છે અને તેથી તેનું આ દ્રવ્ય જ્ઞાન પરિગ્રહભૂત પણ હોય શકે છે. ઉર્પયુકત વિવેચનથી જ્ઞાનના બે પાસા દષ્ટિગોચર થાય છે. પરંતુ અહીં એ ખાસ સમજવાનું છે કે તર્કદષ્ટિએ જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા જુદી છે અને આગમ કે અધ્યાત્મ દષ્ટિએ જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા જુદી છે. આમ જ્ઞાન અને અજ્ઞાનનો વિવેક કરવો જરૂરી છે. (૧) સ્વચ્છ ઈન્દ્રિયોથી કે મનોયોગથી જે પદાર્થો જેવા છે તેને તેવા જાણવા એ વ્યવહારિક જ્ઞાન (૨) પદાર્થોને વિપરીત જાણવા, ભ્રમ અને સંશયમાં રહેવું અથવા અસ્પષ્ટતા હોય તો તે વ્યવહારિક અજ્ઞાન છે. (૩) આત્મ દ્રવ્યની શુદ્ધ પરિણતિ જીવ માટે કલ્યાણકારી છે. બધા દ્રવ્યો સ્વતંત્ર છે. તેવો નિશ્ચય થયા પછી પરિણામની દષ્ટિએ, હિતાહિતની દષ્ટિએ નિર્ણય કરવો, જેમાં જ્ઞાન સાથે સમ્યક શ્રધ્ધા – સમ્યક દર્શન જોડાયેલું છે. તે અધ્યાત્મદષ્ટિએ જ્ઞાન છે. (૪) બધા પદાર્થોનો જાણવા છતાં પરિણતિની દષ્ટિએ હિતાહિતની દષ્ટિએ નિર્ણય ન કરે અને જેમાં અનંતાનુબંધી કષાયો ભળેલા છે, અથવા મિથ્યા શ્રધ્ધાયુકત છે તે અધ્યાત્મદષ્ટિએ અજ્ઞાન છે. પરિશુધ્ધ જ્ઞાન : હવે આપણે મૂળ વિષય પર આવીએ. અહીં સિદ્ધિકારે “જ્ઞાનમાર્ગ નિષેધતા” તેમ કહ્યું છે. તેમાં જ્ઞાનનો અર્થ સ્પષ્ટ થયો છે. જો જ્ઞાનને જ સમ્યક રીતે ન જાણે અને સાચું જ્ઞાન શું છે તેની સાધકને સ્પર્શના ન હોય તો તે શેનો નિષેધ કરે છે? અથવા ક્યા જ્ઞાનનો નિષેધ કરે છે ? તે સ્પષ્ટ થશે નહિ. અહીં જ્ઞાનનો અર્થ અધ્યાત્મજ્ઞાન લેવાનું છે. જે જ્ઞાનથી જીવનું કલ્યાણ થાય છે, જે જ્ઞાનનો આશ્રય કરી અનંત સિધ્ધ ભગવંતો મુકિતધામ પામ્યા છે અને વર્તમાનમાં પણ તે જ્ઞાનનો આશ્રય કરી અરિહંત ભગવંત કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો સ્વ-સ્વરૂપમાં રમણ કરી મોહદશાની આધીનતાને પરિહરી મિથ્યાત્વથી વિમુકત થઈ આત્મિક સુખ મેળવી રહ્યા છે, તે જ્ઞાન શાશ્વત, સુખકર અને અનંત કાળથી વિશ્વમાં અસ્તિત્ત્વ ધરાવતું એવું પરિશુદ્ધ જ્ઞાન છે. જ્ઞાનની આ શાશ્વત ધારાને સ્પર્શ કરનારો માર્ગ પણ નિશ્ચિત છે. STARA ALAMI OLE in an arestunus US HAUD all Gી ! Page #90 -------------------------------------------------------------------------- ________________ આમ ગંતવ્ય અને ગમન માર્ગ બને સાચા અર્થમાં સંયુકત છે. ગંતવ્ય ખોટું હોય તો પણ માર્ગ ખોટો બને અને માર્ગ ખોટો હોય તો ગંતવ્ય પણ ખોટું બને. અહીં શાસ્ત્રકારે જ્ઞાનના માર્ગનો નિષેધ કરવાની વાત કહી છે પરંતુ વસ્તુતઃ બન્નેનો નિષેધ સ્પષ્ટ છે, જ્ઞાનનો નિષેધ અને તેના માર્ગનો નિષેધ. અહીં માર્ગ શબ્દનો ઉપયોગ અથવા પ્રયોગ કર્યો છે. વસ્તુતઃ તે કારણે ભાવે છે કારણ કે જ્ઞાન અને જ્ઞાનમાર્ગમાં દૂરી નથી. પરંતુ તે બંને વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. સાચો માર્ગ તે કારણ છે અને સાચું જ્ઞાન તેનું કાર્ય છે. તેને સાધનાની ભાષામાં સાધ્ય અને સાધન એમ કહી શકાય. જ્ઞાન તે સાધ્ય છે અને માર્ગ તે સાધન છે. જ્ઞાનના માર્ગનો સ્પર્શ થતાં જ જ્ઞાનનો સ્પર્શ થવા લાગે છે, કારણ કે જ્ઞાન અને જ્ઞાનના માર્ગમાં તાદાભ્ય ભાવ છે. જ્ઞાનનો માર્ગ સર્વથા જ્ઞાનથી ભિન્ન નથી, અર્થાત્ તે જ્ઞાનની પ્રારંભિક અવસ્થા છે. અહીં સિદ્ધિકારે વાસ્તવિક રીતે સાધ્ય સાધનનો જ ઉલ્લેખ કર્યો છે. સામાન્ય લોકભાષામાં જ્ઞાનમાર્ગ એવો શબ્દ સરળ હોવાથી સમજાય તેવો છે. પરંતુ તેનો ઘટિતાર્થ તત્ત્વદષ્ટિએ સમજવો જરૂરી છે. આપણે જ્ઞાનની વ્યાખ્યા કર્યા પછી હવે જ્ઞાનના માર્ગની વ્યાખ્યા કરશું. જેમ કોઈ કેરીની ઈચ્છા રાખતો હોય ત્યારે તે આંબો વાવવાની તૈયારી કરે છે. આંબો તે એક પ્રકારે કેરીનો જન્મદાતા હોવાથી દ્રવ્યભાવે આમ્રવૃક્ષમાં કેરીના ભાવો સમાયેલા છે. કેરી પ્રાપ્ત કરવી તે લક્ષ છે, તે સાધ્ય છે અને તેનો સાચો માર્ગ અથવા સાચું સાધન આંબો વાવવો તે છે. આંબાની જગ્યાએ બાવળ વાવે તો લક્ષ ઠીક હોવા છતાં માર્ગ ખોટો છે. તો લક્ષ પણ નિષ્ફળ બને છે. શુદ્ધ જમીન, આંબાનું શુદ્ધ બીજ, આંબાના બધા ઉપાદાન અને નિમિત્ત કારણો, તેનો સંયોગ, ત્યારબાદ આંબાની સુરક્ષા અને સાથે સાથે બધા ઉપદ્રવ્યોથી આંબાને બચાવવા માટે વાડ કરવી, આ બધા બાહ્ય સાધન અને શુદ્ધ આંબાની ગોઠલી, તે કેરી પ્રાપ્ત કરવાના આંતરિક સાધન છે. અથવા કેરી પ્રાપ્ત કરવાનો માર્ગ છે. ત્યારબાદ કેરીની તેને સ્પર્શના થાય કે પ્રાપ્તિ થાય તો તેની સિદ્ધિ થઈ ગણાય. આ જ રીતે સાચું જ્ઞાન તે લક્ષ છે અને તે જ્ઞાન સુધી પહોંચવા માટે એક બિંદુથી લઈને જે કોઈ શુદ્ધ ઉપાદાન અને સાચા નિમિત્ત કારણોનો સંયોગ થાય, એ બધા કારણોના સંયોગ માટે સાધક ક્રિયાશીલ રહે અને વ્યવસ્થિતપણે જ્ઞાનમાર્ગની સ્પર્શના કરે તો તેને સહજ સમ્યમ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ઉદાહરણ પછી હવે જ્ઞાનનો માર્ગ શું છે ? તેની આપણે વ્યાખ્યા કરવા પ્રયાસ કરશું. શાસ્ત્રકારે ફકત જ્ઞાનમાર્ગનો નિષેધ એટલું જ લખ્યું છે. તેમાં માર્ગ શું છે? તેની સ્પષ્ટતા ઊંડાઈથી કરવી રહે છે. સામાન્ય સ્થિતિ પ્રમાણે કોઈપણ લક્ષના કે તેની પ્રાપ્તિના ઉપાયોમાં બે વસ્તુ સ્પષ્ટ હોય છે. એક ઉપાદાન કારણ અને બીજા હાજર રહેલા નિમિત્ત કારણ. અહીં આપણે ઉપાદાન અને નિમિત્તની જે વિશાળ ચર્ચા છે તેને આલેખશું નહીં, પરંતુ બન્ને કારણો હિતકારી છે તેમ માની જ્ઞાનના માર્ગના વાસ્તવિક સાધનો શું છે તેની વિચારણા કરશું. ઉપાદાન-નિમિત્ત કારણ ? હકીકતમાં ઉપાદાન કારણ તે જ પ્રમુખ કારણ છે. ઉપાદાનનો અર્થ છે કાર્યનું શુદ્ધ અધિકરણ જેમાં કાર્ય પ્રાદુર્ભત થાય છે. અથવા જે કારણ કાર્યરૂપે પરિણત થાય છે અને જેના ગુણધર્મો કાર્યમાં પણ પ્રદર્શિત થાય છે. તેવા જ કારણ છે તેને ઉપાદાન કારણ |/|| 11/11/10 (ા||||||||||||||||||||I[1] l l૭૭ મilla, Page #91 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવે છે. ઉપાદાન કારણ તે કાર્યનો આધાર છે. જેમ મંદિર બને તો મંદિરનો આધાર, જેનાથી મંદિર બન્યું છે તે બધા ઈટ–પથ્થર ઈત્યાદિ છે. મંદિરને બનાવનાર કોઈપણ કારીગર વગેરે તેના બાહ્ય કારણો છે. આમ ઉપાદાનમાં કાર્ય સમન્વિત છે – સમાવિષ્ટ છે અને એક પ્રકારે તે ઉપાદાનની પર્યાય છે. જો કે ઉપાદાનની હજી વિશાળ શાસ્ત્રીય વ્યાખ્યા થઈ શકે. પરંતુ અહીં ટૂંકી વ્યાખ્યા કરી છે. કાર્ય માટે બીજા કારણ નિમિત્ત કારણ હોય છે. સામાન્ય અર્થ પ્રમાણે નિમિત્ત કારણ તે બહારનું કારણ છે. નિમિત્તમાં કર્તૃત્વનો અંશ છે. પરંતુ નિમિત્ત કારણ કાર્ય સાથે સંયુકત થતું નથી. અસંયુકત રહીને જે કાર્યનો ઉપકાર કરે છે, જે હાજર રહીને કાર્યનો આકાર તૈયાર કરે છે, પરંતુ તેનાથી નિરાળ થઈ જાય છે તેને નિમિત્ત કહેવામાં આવે છે. જેમ સોનાને આકાર આપવા માટે કોઈ બીબામાં નાંખવામાં આવે તો બીજું સોનાને આકાર આપી પુનઃ છૂટું પડી જાય છે. બીબ સોના સાથે સંયુકત થતું નથી, તો અહીં સોનું તે ઉપાદાન કારણ છે, જયારે બીબુ તે નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણની એકથી વધારે સંખ્યા હોઈ શકે. તેથી નિમિત્ત કારણના સ્પષ્ટ વિભાગ કરવામાં આવ્યા છે. (૧) કર્તા કારણ () કરણ કાર્ય (૩) ઉપકરણ કારણ (૪) અધિકરણ કારણ. આમ કોઈપણ રીતે જે તત્ત્વ કાર્ય સાથે જોડાય છે, પરંતુ કાર્યનું સંપાદન થયા પછી જે વિયુકત થાય છે તે બધા નિમિત્ત કારણ છે અસ્તુ. આટલા કથન પછી ઉપાદાન અને નિમિત્ત એ બન્નેની ધારા સ્પષ્ટ સમજાય છે. કાર્ય કારણની સાંકળમાં ઉપાદાન અને નિમિત્ત બન્ને પ્રધાન સ્તંભ છે. આ કારણોને કયારેક સાધન કહેવામાં આવે છે, કયારેક લક્ષણ કહેવામાં આવે છે, કયારેક તેને માર્ગ પણ કહેવામાં આવે છે, કેટલીક લોકભાષામાં તેને ઉપાય પણ કહેવામાં આવે છે અને રોગાદિ અવસ્થામાં ઉપચાર પણ કહેવામાં આવે છે પરંતુ આ બધા ભાવો અંતે કાર્ય કારણ રીતે પ્રવાહિત થાય છે. અને વિશ્વની લીલારૂપ પર્યાય ચાલુ રહે છે. હવે આપણે અહીં જ્ઞાનમાર્ગનો વિચાર કરી રહયા હતા. જ્ઞાનના માર્ગમાં ઉપાદાન કારણ આત્મા સ્વયં છે. આત્મા તો સદા શાશ્વત છે. એટલે આત્મા કહેવું પર્યાપ્ત નથી. પરંતુ આત્મા તત્ત્વની એક વિશેષ અવસ્થા ઉદ્ભવે ત્યારે તે જ્ઞાનનું ઉપાદાન બને છે. જૈન શાસ્ત્રોમાં આવી ઉપાદાન સ્થિતિ માટે એક વિશાળ ગણિત મૂકયું છે. જેમાં મોહનીય કર્મની સ્થિતિ એક કોટાનકોટિ સાગરોપમથી ઓછી થાય અને એ જ રીતે મિથ્યાત્વ મોહનીય કર્મ પણ ઘણી અલ્પ સ્થિતિને પ્રાપ્ત થયું હોય અને સાથે સાથે નિર્વધ પુણ્યના પૂંજ ઉદયમાન થતાં હોય અને બાકીના ઘાતિકર્મ ઈત્યાદિ પણ પોતાનું તાંડવ કરવામાં નિર્બળ પડ્યા હોય, સંયોગિક ભાવ ઉજ્જવળ બન્યા હોય, પછી તેમાં ગુર્નાદિક નિમિત્ત હોય અથવા પ્રાકૃતિક સ્થિતિનો પરિપાક હોય ત્યારે આત્મા સમ્યજ્ઞાનના ઉપાદાન રૂપે યોગ્ય સ્થિતિમાં આવે છે. મોક્ષ શાસ્ત્રમાં પણ લખ્યું છેઃ “નિસત્ આધાવિ ” અર્થાત્ આ સમ્યગુ જ્ઞાનનો પરિપાક થવામાં નિસર્ગ અને અધિગમ એવા બે ઉપાદાન કે નિમિત્ત પ્રગટ હોય છે. નિસર્ગ એટલે પ્રાકૃતિક સ્થિતિ અને અધિગમ એટલે કોઈપણ ગુર્વાદિક સંયોગ અથવા શાસ્ત્રશ્રવણ. do consonauteurs de dans son enormneskelualue. VOC minimal Page #92 -------------------------------------------------------------------------- ________________ અહીં આપણે ઉપાદાન વિશે ચિંતન ચાલુ રાખ્યું છે. જેમાં આઠેય કર્મોની નિર્મળ સ્થિતિ અને પુણ્ય કર્મની પ્રબળ સ્થિતિ વર્તતી હોય, ત્યારે કર્મના પ્રભાવથી વિમુકત એવો આ પરમાત્મ આત્મા કરવટ બદલે છે અને તેને શાસ્ત્રજ્ઞાનની ભૂખ લાગે છે. જ્યાં ઉપાદાનની તૈયારી ન હોય તો તે જ્ઞાનના માર્ગનો સ્પર્શ ન કરે અને કદાચ જ્ઞાનનો માર્ગ સામે આવે તો તેનો નિષેધ કરે. પરંતુ, ઉપાદાનની અનુકુળ સ્થિતિ હોય ત્યારે નિમિત્ત કારણોમાં એવા કોઈ સભ્ય દ્રષ્ટા જીવનો કે કોઈ સાધક તપસ્વી આત્માનો કે જેણે જ્ઞાન સંપાદન કર્યું છે તેવા રત્નત્રયના સ્વામીનો સંયોગ થતાં તે સાધક જ્ઞાનના માર્ગને વળગે છે, પરંતુ ઉપાદાનની અયોગ્યતા અને નિમિત્ત કારણોમાં જડક્રિયાવાદી કે ભિન્ન ભિન્ન પ્રકારના લોક લાલચ ભરેલા તાંત્રિક માર્ગનો ઉપદેશ આપનારા જેઓ અંદરથી કોરા છે અને આડંબરથી ભરપૂર છે તેવા અયોગ્ય નિમિત્તને પ્રાપ્ત કરી ખુલ્લે આમ આ જીવ જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. આ રીતે જ્ઞાનપ્રાપ્તિના ઉપાદાન અને નિમિત્ત, અને કારણોનો સુમેળ તે જ્ઞાનનો માર્ગ છે. પરંતુ આ સમયે બુદ્ધિ વિચિત્ર અથવા કુતર્કયુકત હોય અથવા ભ્રમાત્મક હોય તો તે જ્ઞાનમાર્ગને સ્પર્શ કરવા દેતી નથી. જ્ઞાનમાર્ગનો નિષેધ : જ્ઞાન અને જ્ઞાનનો માર્ગ બને શાશ્વત છે. એટલે તેનો નિષેધ કરે, તેનો અર્થ એવો નથી કે જ્ઞાન કે જ્ઞાનના માર્ગને લુપ્ત કરી શકે. અહીં નિષેધ કહેવાનો અર્થ એટલો જ છે કે તે પોતાની બુદ્ધિમાં આ શાશ્વત તત્ત્વનો સ્વીકાર ન કરે. બૌધ્ધિક ભાવે તેનો નિષેધ કરે છે. વસ્તુતઃ જ્ઞાન અને જ્ઞાનના માર્ગને કોઈ મિટાવી શકતું નથી. તે ત્રિકાળવર્તી તત્ત્વ છે. વસ્તુનો અભાવ નથી પરંતુ ભ્રમબુદ્ધિથી વસ્તુનો અભાવ માને છે. તો તેને પણ બૌદ્ધિક નિષેધ કહી શકાય. - જ્ઞાનનો માર્ગ, અનુકૂળ ઉપાદાન અને યોગ્ય નિમિત છે. જ્ઞાન તે શુદ્ધ આત્મ દ્રવ્યની સ્પર્શના છે. આપણે આગળ કહી ગયા તેમ ઉપાદાનની દષ્ટિએ માર્ગ અને જ્ઞાન એક જ છે અને નિમિત્તની દષ્ટિએ જ્ઞાન અને માર્ગમાં ભિન્નતા છે. અસ્તુ. અહીં આપણે જ્ઞાન અને તેના માર્ગની સૂક્ષ્મ વિવેચના કર્યા પછી–હવે નિષેધ તે શું છે ? કોરો બૌદ્ધિક પ્રતિકાર છે? કે નિષેધમાં કશું વિશેષ ઊંડાણ છે? કોઈ વ્યકિત કશો નિષેધ કરે તો તેની અંદર પ્રક્રિયા શું છે ? અને નિષેધની આખી પ્રક્રિયા સાંગોપાંગ જાણીએ ત્યારે નિષેધ તત્ત્વ શું છે તેનું વજન જાણી શકાય. સામાન્ય ભાવે કોઈ પ્રકારના પ્રતિકારને નિષેધ કહેવામાં આવે છે. ઘણી વખત વ્યકિત ગુણકારી તત્ત્વને ઓળખવા છતાં અરુચિને કારણે તેનો પ્રતિકાર કરે છે. ગુણવંતી નારી હોવા છતાં પુરુષ પોતાની અયોગ્યતાને કારણે આવી સગુણી નારીને ન સ્વીકારતા પ્રતિકારના રસ્તા સુધી પહોંચે છે. આ એક સામાન્ય ઉદાહરણ છે. ઘણી ઔષધિ સારી હોવા છતાં રોગી તેનું સેવન કરતો નથી અને તેનો પ્રતિકાર કરે છે. પ્રતિકારની ક્રિયા બન્ને રીતે ઉદ્ભવે છે. આપણે એક ચૌભંગીથી તેની સ્પષ્ટતા કરશું. (૧) લક્ષ ઠીક છે અને રુચિ છે. (૨) લક્ષ ઠીક છે પણ રુચિ નથી. (૩) લક્ષ ઠીક નથી પણ રુચિ છે. (૪) લક્ષ પણ ઠીક નથી અને રુચિ પણ નથી. અર્થાત્ વ્યકિત જે કાંઈ પ્રતિકાર કરે છે તે ગુણોના આધારે પણ કરે અને પોતાની રુચિને W...Anonymsla UE RANG Page #93 -------------------------------------------------------------------------- ________________ આધારે પણ કરે. લક્ષ ઠીક છે અને રુચિ છે તે એક જ ભાંગો યોગ્ય છે. બાકીના ભાંગાઓમાં પ્રતિકારની પ્રવૃત્તિ ઉભી થાય છે. પ્રતિકાર કરનાર વ્યકિત શા માટે પ્રતિકાર કરે છે તેના કારણો તપાસવા જ રહ્યા. શું આ કોરો બૌદ્ધિક પ્રતિકાર છે ? કે વાસ્તવિક તેની અંદરના કારણો તેને પ્રતિકાર કરવા પ્રેરિત કરે છે ? પ્રતિકારની આ ક્રિયા સમાજમાં અને વ્યકિત વિશેષમાં જેટલી વિષમતા ઉભી કરે તેનાથી અનેકગણી વધારે ધાર્મિક ક્ષેત્રમાં પણ પ્રતિકારની ક્રિયા વૈમનસ્ય ધરાવે છે. અહીં કૃપાળુ ગુરુદેવે “જ્ઞાનમાર્ગ નિષેધતા” એવો ક્રિયાત્મક શબ્દ મૂકયો છે. અર્થાત્ નિષેધની ક્રિયા કરતા લોકો અસ્તિત્ત્વ ધરાવે છે. તો અહીં આપણે જરા ઊંડાઈથી જોશું કે આ નિષેધ બૌધ્ધિક ભાવે છે ? કે કોઈ કર્મના પ્રબળ યોગ છે કે વ્યકિતના પુણ્યનો અભાવ છે ? જ્ઞાન માર્ગનો નિષેધ તે બહુજ મોટી વિટંબના છે. બહુજ મોટી વિષમતા છે અને સરળ સાધનાના માર્ગમાં ઉદ્ભવેલું એક મોટું શલ્ય છે. જૈન શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીય કર્મને બાંધવાના ઘણા કારણો બતાવ્યા છે. તેમાં જ્ઞાન પ્રત્યેની નફરત, જ્ઞાન તે ઉપયોગી તત્ત્વ નથી તેવો ખ્યાલ, જ્ઞાન પ્રત્યે અવિનય, જ્ઞાન સ્વીકૃતિ માટે પ્રતિકાર, આ બધા કારણોનું વિવરણ મળે છે. પરંતુ આવો નિષેધ કે પ્રતિકાર કરતા જીવમાં સહજ કારણોનું વિવરણ મળે છે. પરંતુ આવો નિષેધ કે પ્રતિકાર જીવમાં સહજ જન્મે છે? કે તેના કોઈ વિશેષ કારણો છે? કે કોઈ તેના માનસિક દોષ છે ? જે જીવ અવ્યવહારાશિથી ઉત્ક્રાંતિ કરતો કરતો અiણી પંચેન્દ્રિયની જીવની મર્યાદાને પાર કરી વિશેષ રૂપે સંજ્ઞી પંચેન્દ્રિય વિચારાત્મક માનવ શરીરને ધારણ કરે છે અને ત્યારે તે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઘણી સારી માત્રામાં મેળવ્યો છે અને તેને આધારે તે માનવ જીવનના ભોગ ઉપભોગ અથવા બીજી સુખ સામગ્રીની વ્યવસ્થા કરે છે, સાથે સાથે મોહનીય કર્મની મંદતા થાય તો આવો જીવ વિરકિત અથવા ધર્મની ઝંખના કરે છે. પરંતુ આવા જીવો બહુજ થોડી માત્રામાં હોય છે. વિટંબના એ છે કે વિશ્વમાં આદિકાળથી સમ્યમ્ જ્ઞાનની ધારાઓ, મિથ્યાજ્ઞાનની ધારાઓ, ધર્મના ક્ષેત્રમાં પ્રવર્તમાન કર્મકાંડની ધારાઓ અને વિવિધ પ્રકારની ઉપાસનાઓ અસ્તિત્ત્વ ધરાવે છે. જેમાં ઘણા એવા મત સંપ્રદાય છે કે જ્ઞાનમાર્ગના વિરોધી પણ છે અને કર્મકાંડને જ પ્રધાનતા આપે છે. આ પરિસ્થિતિ કેવળ અસ્તિત્ત્વ ધરાવતા બાહ્ય સંપ્રદાયોમાં જ સ્થાન પામે છે એવું નથી. પરંતુ આ પરિસ્થિતિ આદિકાળથી જૈન પરંપરામાં અસ્તિત્વ ધરાવે છે અને ત્યાં પણ જ્ઞાનની ગૌણતાવાળા અથવા વધારે તત્ત્વ મીંમાસામાં ન ઉતરતા સામાન્ય ઉપાસનાને જ મહત્ત્વ આપે છે. આવી પરિસ્થિતિમાં જે જીવો માનવ સમાજમાં આવ્યા છે એ જીવોના બૌધ્ધિક વિકાસ થયા પછી કોઈને કોઈ ધારાનો સ્પર્શ તેને થાય છે અને તેમાં જીવ કયારેક જ્ઞાનથી દૂર ભાગે છે. જ્ઞાનમાર્ગ તેને અરુચિકર લાગે છે અને આવા જ્ઞાનમાર્ગનો નિષેધ કરનારા ગુરુઓની ભકિતમાં એ રસ ધરાવે છે. આમ જ્ઞાન પ્રત્યે એક પ્રકારનો પ્રતિકાર તેમના મનમાં જન્મે છે. વિશેષ કારણ : જ્ઞાનનો પ્રતિકાર એ જીવની ફકત રુચિ નથી. પરંતુ તેના આંતરિક કારણો હોય છે. મોહદશાનો અતિરેક હોય, જ્ઞાનનો ક્ષયોપશમ હોવા છતાં મોહની પ્રબળતા હોય ત્યારે તેને, આ બધી તત્ત્વોની મીમાંસા અનુકૂળ આવતી નથી. ઉપરાંત તેને અશુભ નામકર્મનો ઉદય હોય Page #94 -------------------------------------------------------------------------- ________________ અને તેની દેહાદિ રચના પ્રતિકૂળ હોય તો જ્ઞાનના ભારથી અથવા તત્ત્વમીંમાસાથી તેનું મસ્તક અસહય ભાવોનું વેદન કરે છે. આ ઉપરાંત બચપણથી કોઈ એવા સંયોગોને આધારે તેના સંસ્કાર બીજી દિશામાં દ્રઢીભૂત થયા હોય તો જ્ઞાન તેને રુચિકર લાગતું નથી. આ તો આપણે આત્મજ્ઞાનની વાતો કરી રહ્યા છીએ. પરંતુ વ્યવહારિક ક્ષેત્રમાં પણ હજારો બાળકો અને મનુષ્યો એવા છે જે ભણવાથી કે સદ્ વાંચનથી કે કોઈપણ તત્ત્વમીમાસાથી દૂર ભાગે છે, અથવા એમ પણ કહે છે કે ભણવાની જરુર નથી, જ્ઞાનની જરુર નથી, એમ વ્યવહારિક ક્ષેત્રમાં પણ જ્ઞાન પ્રત્યેનો વિરાટ પ્રતિકાર અસ્તિત્ત્વ ધરાવે છે અસ્તુ અહીં આપણે ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે “જ્ઞાનમાર્ગ નિષેધતા” એમ લખ્યું છે તે એને ક્રિયાજડતાનું કારણ બતાવ્યું છે. પરંતુ જ્ઞાનમાર્ગનો નિષેધ શા માટે કરે છે એ સમજવા માટે ફકત તે જીવની રુચિ જ કારણ નથી. આપણે તેના આધ્યાત્મિક કારણોનું વિવેચન કર્યું છે અને સાથે સાથે સાંયોગિક પ્રભાવોથી જ્ઞાન પ્રત્યેની પ્રતિકાર ભાવના જન્મે છે. તેના પ્રાકૃતિક કારણો પણ સ્પષ્ટ કર્યા છે. - હવે આપણે અહીં જૈન સાધનામાં જે માણસો જ્ઞાનનો નિષેધ કરે છે એ વિશે વિચાર કરશે. મૂળમાં જૈન સાધના એ ત્યાગ માર્ગથી રંગાયેલો માર્ગ છે. તેમાં ત્યાગ તપસ્યાની પ્રધાનતા આદિકાળથી ચાલી આવે છે. આ ત્યાગ-તપસ્યા તે બાહ્ય સાધન હોવાથી પ્રત્યક્ષ દેખાય અને અનુભવાય એવી વસ્તુ છે. જેથી સામાન્ય જીવો ઉપર તેમનો પ્રભાવ વિશેષ સ્થિર થાય છે. જો કે જૈન સાધનામાં ભગવાને જ્ઞાનને પ્રધાનપદે સ્થાપ્યું છે અને મોક્ષમાર્ગમાં પ્રથમ સ્થાન જ્ઞાનને આપ્યું છે. “णाणं च दंसणं चेव चरितं च तवो तहा । મોવરનો તિ પUUત્તો નિર્દિ વરસિદિ” | (ઉત્તરા અધ્ય. ૧). અર્થાત્ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ આ ચાર તત્ત્વોને શ્રેષ્ઠ દષ્ટિવાળા જિનેશ્વર ભગવંતોએ મોક્ષમાર્ગ તરીકે સ્થાપ્યા છે. તેમાં પ્રથમ પદ તે તત્ત્વજ્ઞાન છે. જેને સાધનામાં જ્ઞાનનું સાંગોપાંગ વિવેચન કરવામાં આવે, તત્ત્વ મીમાંસા કરવામાં આવે છે. તેમાં જ્ઞાન રહિત સાધનાને વિરાધના પણ કહેવામાં આવે છે. જ્ઞાનની પ્રધાનતા છતાં પ્રક્રિયા કર્મકાંડની : આ બધું હોવા છતાં, સામાન્ય જનસમુહમાં જ્ઞાન સાધના ગૌણ બની જાય છે અને બાકીના ક્રિયાકાંડ મહત્ત્વપૂર્ણ બની જાય છે, કારણ કે મનુષ્યની પ્રાકૃતિક સ્થિતિ જ એવી છે. સમજણપૂર્વક જ્ઞાનમાર્ગનો નિષેધ કરનારા જીવો બહુ ઓછા હોય છે પરંતુ સહજ ભાવે જ્ઞાન પચાવવાની શકિતને અભાવે જ્ઞાનથી દૂર રહે છે. આ બન્ને પરિસ્થિતિમાં ઓછાવત્તા અંશે જ્ઞાનનો નિષેધ થાય છે અને પરિણામે, આગ્રહ બુદ્ધિવાળા જીવો બાહ્ય સાધનાને મહત્ત્વ આપી જ્ઞાન સાધનાને ગૌણ કરી સૌને બાહ્ય ક્રિયામાં અનુરકત રાખે છે. પરિણામે, ક્રિયાજડતાનો જન્મ થાય છે. અસ્તુ. અહીં ક્રિયાજડતાના ત્રણ કારણો શ્રીમદ્જીએ પ્રગટ કર્યા છેઃ (૧) બાહ્ય ક્રિયામાં રાચવું (૨) આંતરિક ભેદનો અભાવ (૩) જ્ઞાનમાર્ગનો પ્રતિકાર. આ ત્રણેય કારણો અસ્તિત્વ ધરાવે છે. તેમાં કોઈ જીવ પ્રત્યે નફરત કે તિરસ્કાર નથી, પરંતુ જીવ આગળની દિશા નિશ્ચિત કરી સાચી રીતે મા ૮૧ - Page #95 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગનો સ્પર્શ કરે તેવી જ્ઞાનાત્મક પ્રેરણા છે. આખા પદ ઉપર લગભગ ઊંડાણ સાથે મીમાંસા થયા પછી આ પદમાં કે કડીમાં એક શબ્દ ઘણો મહત્વપૂર્ણ છે. તેનું વિવેચન કરશું. તે શબ્દ તે આંઈ છે. ‘આંઈ’ નો અર્થ અહીં થાય છે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે અહીં એટલે કયાં ? શું કોઈ વિશેષ સ્થાનમાં કે વિશેષ સમાજમાં કે કોઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં કે કોઈ નિશ્ચિત જગ્યામાં કે કોઈ નિરાધાર વિશ્વના ફલક ઉપર. અહીં યોગીરાજનું કહેવાનું તાત્પર્ય શું છે તે સરખી રીતે સમજવાથી સ્પષ્ટ થશે કે આંઈ એટલે ક્યાં ? પ્રથમ આપણે સામાજિક દૃષ્ટિએ વિચાર કરીએ. જે સમાજ જૈન સાધનામાં જોડાયેલો છે અથવા જૈન જીવન જીવે છે, અથવા જે અહિંસક જીવન જીવે છે અથવા દેવ-ગુરુ-ધર્મમાં વિશ્વાસ રાખે છે, તેવો સમુદાય તે જૈન સમાજ છે અને આ સમાજ મુખ્યત્વે ભારતમાં અસ્તિત્ત્વ ધરાવે છે અને ભિન્ન ભિન્ન પ્રકારની શ્રેણીમાં કે સંપ્રદાયમાં ગુંથાયેલો છે. એવા આ સમગ્ર સમાજમાં તે શ્વેતાંબર હોય કે દિગંબર હોય, નિરાકારવાદી હોય કે મૂર્તિપૂજક હોય, તપસ્યામાં અનુરકત હોય કે બીજી વ્રતાદિ સાધના કરતા હોય અથવા પરંપરાથી સમુદાયના અંશ રૂપે હોય. સમગ્ર સમાજમાં કવિરાજને ક્રિયાજડતાના દર્શન થયા છે. વસ્તુતઃ ક્રિયાજડ નથી. ક્રિયાથી જડ થતાં નથી પણ જડની ક્રિયા કરે છે. અને કાવ્યના હિસાબે શબ્દનો પરસ્પર વ્યત્યય થયો છે. જીવો ક્રિયા તો કરે જ છે પરંતુ જડ તત્ત્વોની ક્રિયા કરે છે. શરીરનું હલન ચલન, મંત્રોચ્ચારણ, સ્વાધ્યાય કે જપ, પૂજાપાઠ અને આ બધી ક્રિયાઓ માટે વિશાળ સાધનો નિર્માણ કરવા, મંદિરો બનાવવા, ભવનો બનાવવા તે બધી જડની જ ક્રિયા છે. આ જડની ક્રિયા અઘ્યાત્મ ચેતનામાં બાધક નથી પરંતુ ક્રિયાની પ્રબળ તાના કારણે અધ્યાત્મ ચેતના લુપ્ત થાય છે અને પરંપરામાં જડની ક્રિયા કરતા કરતા માનો પોતે ક્રિયાજડ થઈ જાય છે. આપણે આગળ કહી ગયા છીએ કે ક્રિયાજડ એ આરોપ છે, વાસ્તવિક નથી. અહીં આ ક્ષણે કવિએ ઉચ્ચારેલો ‘આંઈ’ શબ્દ તે આપણા સમાજ માટે લાગુ પડે છે. આંઈ નો અર્થ દૃષ્ટિગોચર થયેલો સમાજ છે. જ્યાં સુધી તેમની દૃષ્ટિ પડી છે ત્યાં સુધીના સમાજને આવરી લીધા છે. આગળ ચાલીને આપણે હવે સામાજિક મર્યાદાથી આગળ વધી વિશ્વફલક ઉપર અસ્તિત્ત્વ ધરાવતો માનવ સમાજ તે પણ લગભગ ક્રિયા જડત્વનો શિકાર છે. જેને પરંપરાની ભાષામાં રુઢિવાદ કહેવામાં આવે છે. રુઢિ સંસ્કૃતિ અને વિકૃતિ : રુઢિ એ સંસ્કૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. રુઢિમાં હજારો વર્ષનો ઈતિહાસ પણ સમાયેલો છે અને માનવ સમાજની હજારો જાતિઓ ભિન્ન ભિન્ન પ્રકારની રુઢિઓમાં બંધાયેલી છે. તે પોતાની માનેલ સંસ્કૃતિનું સેવન કરે છે. સંસ્કૃતિ એ કલ્ચર છે. જ્ઞાન ન હોય છતાં પણ મનુષ્યને જે ક્રિયામાં પ્રેરિત કરતી રહે તેવી રુઢિ એ સંસ્કૃતિની પ્રબળતા છે. પરંતુ વિટંબના એ છે કે સંસ્કૃતિ સાથે વિકૃતિનો પણ વિકાસ થાય છે. વિશ્વની પ્રાકૃતિક સ્થિતિ જ એવી છે જેમાં જીવ કે અજીવ બધા તત્ત્વોમાં એક પ્રકારની સંસ્કૃતિ સાથે વિકૃતિનો પણ વિકાસ થાય જ છે. આ સંસ્કૃતિની વિકૃતિ કયારેક સમકાલિન હોય છે અને કયારેક વિભિન્ન કાલિન પણ હોય છે. અર્થાત્ પરિણામે વિકૃતિનો ઉદ્ભવ થાય છે. દૂધ જ્યારે દોવાઈને આવ્યું ત્યારે તે પ્રાકૃતિક શુદ્ધ અને સંસ્કૃત છે. પરંતુ થોડો સમય વ્યતીત થયા પછી તેમાં વિકૃતિ શરુ થાય છે. તાજુ ફળ no ne ll ૨૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ સમય થતાં સડવા લાગે છે. મનુષ્યના સ્વસ્થ શરીરમાં રોગનો ઉદ્દભવ થાય છે. આકાશના ફલક ઉપર પણ અવકાશમાં લાખો દુષિત તત્ત્વ અસ્તિત્વ ધરાવે છે અને તે પણ કોઈ પ્રકારની વિકૃતિનું પરિણામ છે. આ વિકૃતિ સૂક્ષ્મભાવે એક બિંદુથી આરંભ થઈ વિકરાળ રૂપ ધારણ કરી સમગ્ર વિશ્વને હલાવી નાંખે છે, એવી તેમાં પ્રચંડ શકિત છે. સંસ્કૃતિ કોમળ તત્ત્વ છે, જ્યારે વિકૃતિ કઠોર તત્ત્વ છે. તેમની પ્રચંડતા ને પ્રબળતા મહાહિંસા અને અધર્મને પણ જન્મ આપે છે. અસ્તુ. અહીં આપણે સંસ્કૃતિ વિકૃતિની વાત કરતા હતા. રુઢિવાદમાં પણ વિકૃતિનો જન્મ થતાં જીવાત્મા પોતાનું લક્ષ ભૂલે છે. ગંતવ્ય સ્થાન ચૂકી જાય છે. મોક્ષનું લક્ષ છોડી કર્મબંધનના કારણ ઊભા કરે છે. આ રીતે રૂઢિવાદ એ એક પ્રકારની વ્યાપક ક્રિયાજડતા છે. પરંતુ તે ખ્યાલ રાખવાનો છે કે જે રુઢિવાદ સંસ્કૃતિ પ્રધાન છે અને જેમાં સંસ્કાર કરવાની શકયતા છે અને જ્ઞાનમાર્ગનો જેમાં અવકાશ છે એ રુઢિવાદ એટલો ઘાતક નથી. પરંતુ કલ્યાણકારી છે. જયારે વિકૃતિ પ્રધાન રુઢિવાદ તે ક્રિયાજડતાને જન્મ આપે છે. એટલું નહીં, પરંતુ માનવતાનો ત્યાગ કરી પરસ્પરના સોહાર્દનો ત્યાગ કરી માનવ જાતિને ખંડ ખંડમાં વહેંચીને સંઘર્ષને પણ જન્મ આપે છે. આ વિશ્વનો ટૂંક ઈતિહાસ આપણે પ્રગટ કર્યો. અને આ પદમાં શ્રીમદ્જીએ આંઈ શબ્દ મૂકયો છે, તે સમગ્ર માનવજાતિને અનુલક્ષીને મૂકયો છે, એમ કહેવું અનુચિત નથી. આ થઈ અંહિ શબ્દની ભાવાત્મક વ્યાખ્યા અને આધ્યાત્મદષ્ટિએ આંઈ કહેવાનું તાત્પર્ય શું છે તેને પ્રગટ કરવા કોશિષ કરશું. બાહ્ય અર્થ કરતા આ ત્રીજો અર્થ વધારે મહત્વપૂર્ણ છે. જેનું ઊંડાઈથી ચિંતન કરી તેના મહત્ત્વને સમજીએ. અધ્યવસાય અને મનોમયકોષ : “આઈ નો અર્થ બાહ્ય દષ્ટિએ ન કરતા આંતરિક દષ્ટિએ કરશું તો આંઈ એટલે અધ્યાત્મિકક્ષેત્રમાં આ બુરાઈ (દોષ) પ્રવર્તે છે. જેમ બાહ્ય ક્ષેત્ર છે તેમ મનુષ્ય જીવનનું એક આંતરિક ક્ષેત્ર છે. અલગ અલગ દર્શનોમાં આ આંતરિક ક્ષેત્રને કેટલાક શબ્દોથી સંબોધવામાં આવે છે, જેને મનોમય કોષ કહે છે અને જ્ઞાનમય કોષ પણ કહે છે. જૈન દર્શનમાં મનોયોગ કહી મનના સુવિચારોથી ઉપર અધ્યવસાયનું ક્ષેત્ર પણ માનવામાં આવ્યું છે. અધ્યવસાય એક પ્રકારનું સૂક્ષ્મ ચિંતન છે, જેને વિચાર જગત કહી શકાય. વિચારની સાથે વિકલ્પનું જગત પણ જોડાયેલું છે અને આ બધી પ્રવૃત્તિઓ અંતઃકરણમાં થતી હોય તેવો આભાષ મળે છે. માનસિક ક્ષેત્રને ઘણી સૂક્ષ્મ દષ્ટિએ વિચારી તેનું નિરૂપણ કરેલું છે. આ બધા ક્ષેત્રમાં સંસ્કારની પ્રબળતા છે. એક પ્રકારના સમાન અવસ્થાવાળા ઉદય ભાવો નિરંતર વિપાક પામી માનસિક ક્ષેત્રમાં પ્રભાવ પાથરે છે અને આ ઉદય ભાવોથી જીવાત્મામાં એક પ્રકારની સંસ્કાર સ્થિતિ ઉત્પન્ન થાય છે. સંસ્કાર એક એવી પ્રબળ શકિત છે કે તે દ્રઢિભૂત થયા પછી વિચારની કે જ્ઞાનની પરવા કર્યા વિના જીવને એક નિશ્ચિત પ્રવૃત્તિમાં બાંધી રાખે છે. આ સંસ્કારપ્રણાલી જો ઉપર્યુકત ન હોય તો એક પ્રકારની જડતાને જન્મ આપે છે. ત્યારબાદ તે નવા વિચારને આવકારતી નથી અને વિશેષ પ્રકારે કર્મની પ્રબળતાના કારણે તેમાં કોઈ આંતરિક ભેદ તેમજ ભેદજ્ઞાનનો પણ પ્રવેશ થતો નથી. સમગ્ર વિચારતંત્ર એક પ્રકારની ક્રિયામાં જીવને બાંધી રાખે છે અને છેવટે તેમાં ક્રિયાત્મક જડતાનો જન્મ થાય છે. આમ આંતરિક જગતમાં જ જ્ઞાનમાર્ગનો નિષેધ, ભેદજ્ઞાનનો અભાવ અને સંસ્કારજન્ય ક્રિયાની પ્રબળતા ઉત્પન થાય છે. અહીં તેને સિદ્ધિકાર “આઈ કહે છે IfB ૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ કે આધ્યાત્મિક જગતમાં આ જડતાના દર્શન થાય છે. અહીં પ્રશ્ન એ થશે કે બીજા વ્યકિતના બાહ્ય આચરણો તો જોઈ શકાય છે. પરંતુ આંતરિક જગતની આ ગડમથલ વકતાને સ્પષ્ટ થતી નથી તો તે કેવી રીતે આ વર્ણનનો વિચાર સંભવ બને ? એનો ઉત્તર એ જ છે કે મનુષ્ય જીવનની જે કાંઈ બાહ્ય હલચલ છે તે આંતરિક જગતના આધારે જ છે. આંતરિક વિકલ્પો મનુષ્યને સુખ દુઃખનું ભાજન બનાવે છે. ભૂત હોય કે ન હોય, પરંતુ ભૂત સંબંધી ધારણા મનુષ્યને ભયભીત કરે છે અને તેનાથી જ બાહ્ય ક્રિયાનો જન્મ થાય છે. આંતરિક જગતને જો વ્યવસ્થિત કરવામાં આવે તો બાહ્ય જગત પણ દિવ્ય બને છે. અસ્તુ. અહીં યોગીરાજ “તેહ ક્રિયાજડ આંઈ” એમ કહીને સ્પષ્ટ કરે છે કે મનુષ્યના મનમાં તથા વિકલ્પોમાં આ જડતા ઉદ્ભવે છે. | સર્વ પ્રથમ ક્રિયાજડના બે કારણો બતાવ્યા. બાહ્રક્રિયામાં રાચવું અને શુષ્કજ્ઞાન. ત્યારબાદ ક્રિયાજડની વ્યાખ્યા કર્યા પછી હવે સિદ્ધિકાર શુષ્કજ્ઞાનની વ્યાખ્યા કરે છે. મોક્ષની કોરી વાતો : પ્રથમના પદમાં “બંધ મોક્ષ છે કલ્પના” એમ કહ્યું છે, જ્યારે બીજા ચરણમાં “ભાખે વાણી માંહી” આ બન્ને પદોની વચ્ચે ઘણો અધ્યાહારાર્થ છે. જે સાધારણ પાઠકની સમજમાં આવે તેવો નથી. બંધ મોક્ષ જે કલ્પના છે. અર્થાત્ તેની નાસ્તિ છે અને નાસ્તિકવાદનું આ પ્રમુખ લક્ષણ છે. જ્યારે બીજા પદમાં કોઈ એવો જીવ છે કે બંધ મોક્ષનો સ્વીકાર કરી વાણીમાં તેની પ્રરૂપણા કરે છે અને મોક્ષની કોરી વાતો કરે છે અને એ રીતે કર્મબંધ કેમ થાય છે એ પણ પોતે સમજાવે છે. છતાં તેને તે ભાવોનો સ્પર્શ નથી. અર્થાત્ તે મોક્ષની ઉપાસના કરવા માટે કટિબધ્ધ થતો નથી અને નિર્બળતાના કારણે અથવા કઠોર ભાવોને કારણે બંધના કારણભૂત આશ્રવને રોકી શકતો નથી. આ રીતે પ્રથમ ચરણ અને બીજું ચરણ પરસ્પર એકવાકયતા ધરાવતું નથી. એક જ વ્યકિત બંધ મોક્ષને કાલ્પનિક માને છે અને તે જ વ્યકિત પુનઃ બંધ મોક્ષની ચર્ચા કરે, તે ઉપયુકત લાગતું નથી. કારણ કે તે તો બંધ મોક્ષનો અસ્વીકાર કરે છે. તો પછી તેની ચર્ચા શા માટે ? અથવા તેનું વિવેચન શા માટે કરે? જેમ કોઈ વ્યકિત કહે કે હું ઈશ્વરને માનતો નથી, છતાં પણ ઈશ્વર આવા છે, ઈશ્વર જગતને બનાવે છે, એવી બધી વ્યાખ્યા કરી શકે નહીં. તેમ અહીં પણ પ્રથમ ચરણમાં નાસ્તિકવાદ છે, જ્યારે બીજા ચરણમાં આસ્તિકવાદની ઝલક હોવા છતાં તે વાણી સુધી સીમિત રહે છે, પરંતુ ક્રિયાત્મક રૂપ લેતો નથી, કોરી જ્ઞાનની વાતો કરે છે અને આવો માણસ શુષ્કજ્ઞાનની કોટિમાં આવે છે. આ તો આધ્યાત્મિક જગત છે, પરંતુ વ્યવહારિક જગતમાં પણ કેટલાક માણસો બહુ મોટી મોટી વાતો કરતા હોય અને તળીયે કશું ન હોય. તો તેવા માણસને વ્યવહારમાં વાતો કરનાર અથવા વાતોડીયો કહેવામાં આવે છે. તેમ અહીં પણ પાંચમી કડીમાં “ભાખે વાણી માંહી” તેમ કહ્યું છે. શું ભાખે છે ? એ પ્રથમ ચરણથી લેવાનું છે. અર્થાત બંધ મોક્ષની વ્યાખ્યા કરે છે. બંધ મોક્ષની ચર્ચા કરે છે, ફકત શબ્દોથી જ વાતો કરી પોતાને કશું લેવા દેવા નથી તેવો તે શબ્દવીર છે. જેને અહીં સિદ્ધિકાર શુષ્કજ્ઞાનીના લક્ષણમાં સ્થાન આપે છે. પ્રથમ પદ તે નાસ્તિકવાદનું કથન કરે છે. એટલે તેને શુષ્કજ્ઞાની કહેવાનો કોઈ અર્થ થતો નથી. કારણ કે તે તો બંધ મોક્ષને સ્વીકારતો Page #98 -------------------------------------------------------------------------- ________________ જ નથી. પરંતુ એક પક્ષથી એમ કહી શકાય કે બંધ મોક્ષના અભાવને સાબિત કરવા માટે તે ઘણા તર્ક આપે છે અને જીવને પાપ પુણ્ય જેવું કંઈ હોતું નથી, તેને પાપનો ડર કે પુણ્યના મધુરા ફળ એ પણ એક કલ્પના છે. આવો નાસ્તિકવાદ જ્યાં જીવનો સ્વીકાર નથી. આત્મા કે ઈશ્વરને માનતો નથી. ત્યાં બંધ મોક્ષનો સ્વીકાર ક્યાંથી કરે ? આવા વિપરીતવાદી વ્યકિતઓને પણ શુષ્કજ્ઞાનીમાં સ્થાન આપી શકાય. વસ્તુતઃ તેઓ મતવાદી છે. એક નાસ્તિક દર્શન છે. અસ્તુ. ઉપસંહાર : ચોથી કડીનું આટલું વિસ્તારપૂર્વક વિવેચન કર્યા પછી તેનો સાર એ છે કે ક્રિયાજડતા એ ધાર્મિક ક્ષેત્રમાં, આધ્યાત્મિક વિકાસને રોકે છે. તે જીવ સૂક્ષ્મજ્ઞાનથી દૂર રહે છે તેમજ તત્ત્વની અવજ્ઞા કરી એક પ્રકારના નિશ્ચિત ભાવોમાં રમણ કરી મુકિત માર્ગમાં તે આગળ વધી શકતો નથી. સંક્ષેપમાં ગ્રહણ કરેલી કોઈ પણ ચીજ પણ સમયનો પરિપાક થતાં અને તે નિરઉપયોગી થતાં તેને છોડી દેવાની પણ એટલી જ આવશ્યકતા છે. બાળક રમકડાથી રમે છે અને તે નાની મોટી રમતોમાં જ્ઞાન મેળવે છે. પરંતુ બાળ અવસ્થા પૂર્ણ થતાં આ બાળ રમતને છોડી તેને વાસ્તવિક બિંદુને સ્પર્શ કરવાનો હોય છે. તે જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આશાશ્વત એવા ઘણા ભાવ છે, જે એક સમયે ગ્રાહ્ય હોય છે અને તેની ઉપયોગિતા હોય છે, પરંતુ આગળ માં ઊર્ધ્વક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી તે તત્ત્વો ત્યાજય બની જાય છે. પછી તેને વળગી રહેવાની જરુર નથી. વળગી રહેવું તે એક પ્રકારની જડતા છે. જેને અહીં સિઘ્ધિકાર ક્રિયાજડ કહે છે. અને આ જડતામાં તેના ત્રણ કારણો સ્પષ્ટ રીતે બતાવ્યા છે. (૧) જ્ઞાનમાર્ગનો પ્રતિકાર (૨) ભેદ વિજ્ઞાનનો અભાવ (૩) અને બાહ્ય ક્રિયામાં આસકિત. રાચતા શબ્દ આકિત વાચક છે. આમ મોહાસકત તત્ત્વથી જીવ નીચેના કેન્દ્રમાં બંધાઈ રહે છે. આવા આત્માઓને અહીં ભારે ટકોર કરી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. એક પ્રકારે તેમને ધર્મથી વિમુખ હોય તેવો આરોપ મૂકી જ્ઞાનમાર્ગમાં આગળ વધવા માટે ચેતના આપી છે. જો કે આ વાત મહત્વપૂર્ણ છે. પરંતુ તત્ત્વને સમજયા વિના જે કોઈ ધર્મક્રિયાનો ત્યાગ કરે અથવા વ્રત્તનિયમની અવહેલના કરે તો તે બન્ને તરફથી અટકી જાય તેવો ભય છે. જ્યાં સુધી ભેદવિજ્ઞાનને પ્રાપ્ત કરી જીવ મોહાદિ પરિણામનો જ્ઞાતા દ્રષ્ટા ન બને ત્યાં સુધી તેણે જે અવલંબન લીધું છે તે એકાએક મૂકી દેવાની જરુર નથી. ઉપર પહોંચ્યા પછી જ સીડીને ખસેડવાની જરુર છે. જો તે પહેલાં જ જો સીડી ખસેડે તો દુર્ઘટના થાય છે. અહીં જે સિદ્ધિકારે સૂચના આપી છે તે તત્ત્વશ્રેણીનું અવલંબન કર્યા પછી ક્રિયાનું નિવારણ કરવાની વાત છે. ખરું પૂછો તો ક્રિયાના નિવારણ માટે અહીં કહ્યું નથી. પરંતુ ક્રિયાકાંડમાં આસિકત ન રાખવા માટે સૂચના આપી છે. ક્રિયા તે વચગાળાનું અવલંબન છે. આધ્યાત્મિક સ્થિતિ મજબૂત થતાં તે સ્વતઃ નિવૃત્ત થઈ જાય છે. અસ્તુ. અહીં આપણે ચોથી કડીમાં સારાંશ બતાવી પાંચમી કડીમાં પ્રવેશ કરશું. કારણ કે સિદ્ધિકા૨ે આત્મ વિકાસમાં બે પ્રબળ તત્ત્વોને બાધક બતાવ્યા છે અને તે છે (૧) ક્રિયાજડત્વ અને (૨) શુષ્કજ્ઞાન. ક્રિયાજડત્વની વ્યાખ્યા કર્યા પછી આ પદમાં શુષ્ક જ્ઞાનની વ્યાખ્યા સ્વયં સિદ્ધિકાર કરી રહ્યા છે, જેનાપર દષ્ટિપાત કરશું. ૮૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ ગાથા = ૫ બંધ મોક્ષ છે કલ્પના, ભાંખે વાણીમાંહી, વર્તે મોહાવેશમા, શુષ્કજ્ઞાની તે આંહી ॥ અહીં બન્ને ચરણ ભિન્ન છે એ વાત ખાસ લક્ષમાં લેવાની છે. પ્રથમ ચરણ તે કલ્પનાવાદનું વ્યાખ્યાન કરે છે. અર્થાત્ નાસ્તિકવાદ છે. બીજું ચરણ આસ્તિકવાદને આધારે બંધ મોક્ષની ચર્ચા કર્યા પછી પણ તે ફકત કોરી વાતો કરીને અટકી જાય છે. આમ આ બન્ને ચરણમાં શુષ્કજ્ઞાનીના બે લક્ષણ છે. હવે આપણે બંધ અને મોક્ષ વિશે થોડો વિચાર કરશું કે સિદ્ધિકારે શુષ્કજ્ઞાનમાં બંધ અને મોક્ષને પ્રથમ સ્થાન કેમ આપ્યું ? અર્થાત્ શુષ્કજ્ઞાનની વ્યાખ્યામાં ફકત બંધ અને મોક્ષ કેમ ગ્રહયા ? બંધ મોક્ષ સિવાયના પણ ઘણા તત્ત્વો છે, જે શુષ્કજ્ઞાનનો વિષય બની શકે છે. વિશ્વના બધા પદાર્થનો સ્વીકાર ન કરે અને બધું કાલ્પનિક છે એમ કહેનારો પણ મત અસ્તિત્ત્વ ધરાવે છે. જેમાં બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ સૂત્રને આધારે જગતને કાલ્પનિક માને છે. એ જ રીતે બૌદ્ધદર્શન પણ વિશ્વના વાસ્તવિક અસ્તિત્ત્વને સ્વીકારતું નથી. આમ વ્યાપક તત્ત્વને પણ કાલ્પનિક કહેનારા દર્શનો કે વિદ્વાનો છે. જ્યારે અહીં શાસ્ત્રકારે ફકત બંધ મોક્ષને કાલ્પનિક કહેનારાનું કેમ વર્ણન કર્યું ? જે બંધ મોક્ષને જ કાલ્પનિક કહે છે તે ખરેખર સમગ્ર દર્શનને પણ કાલ્પનિક માની શકે છે. તો પ્રશ્ન એ છે કે સિદ્ધિકારે બંધ મોક્ષનો કેમ સ્પર્શ કર્યો છે ? પુનઃ એ જ રીતે બીજા ચરણમાં પણ કોરી વાણીના વિષય તરીકે બંધ મોક્ષને જ સ્થાન આપ્યું છે અને ત્યારબાદ આ બન્ને લક્ષણથી જે યુકત છે તેને યોગીરાજ નિઃસંકોચપણે શુષ્કજ્ઞાની કહીને તેની સમજનો કોઈ વાસ્તવિક વિષય નથી તેમ કહેવા માગે છે. હવે આપણે બંધ મોક્ષને વિશે ગંભીરતાથી ચિંતન કરીએ. બંધનોનું તુલનાત્મક અધ્યયન : અહીં શ્રીમદ્ભુએ પણ બહુ જ વિચારપૂર્વક ઘણા દર્શનોના સારરૂપે કેમ જાણે આ બન્ને શબ્દો મૂકયા હોય તેવો આભાષ થાય છે. વસ્તુતઃ જૈન દર્શનની મોક્ષ બંધની વ્યાખ્યા એક નિશ્ચિત વ્યાખ્યા છે, જ્યારે અન્ય દર્શનોમાં પણ મોક્ષ તો પ્રધાન છે જ. તેની વ્યાખ્યા પોતાને અનુરૂપ હોય છે અને આપણે જેને બંધ કહીએ છીયે તેને મોક્ષના બાધક કારણ તરીકે ભિન્ન ભિન્ન દાર્શનિકોએ ભિન્ન ભિન્ન વ્યાપક તત્ત્વોની સ્થાપના કરી છે. જેમ કે વેદાંતમાં માયા તત્ત્વ, બૌદ્ધ દર્શનમાં વાસના તત્ત્વ, બીજા કર્મકાંડી દર્શનોમાં અશુધ્ધ કર્મકાંડ છે, ભકિતયોગી દર્શનોમાં અહંકાર છે. આ બધા તત્ત્વો એક પ્રકારે બંધનું કારણ છે. જેને જૈનદર્શનમાં કર્મબંધ કહેવામાં આવે છે. બંધનો ટૂંકો અર્થ કરીએ અને ફકત જૈનદષ્ટિએ વ્યાખ્યા કરીએ તો અશુભ આશ્રવોના કારણે અને એ જ રીતે શુભ આશ્રવોને કારણે જે પાપ-પુણ્ય બંધાય છે તે બંધ છે. અને આ બંધ મોક્ષનો રોકનારો, રુકાવટ કરનારો એક મોટો પાયો છે. એ જ રીતે બ્રહ્મજ્ઞાન તે મોક્ષ છે. માયા તેમાં બંધન કર્તા છે. આ રીતે અહંકાર આદિ બંધતત્ત્વો મુકિતને રોકનારા છે તો આપણા પ્રશ્નનું સમાધાન એ થાય છે કે અહીં સિદ્ધિકારે ઘણા તત્ત્વો અસ્તિત્ત્વ ધરાવતા છતાં અને ઘણા તત્ત્વો નાસ્તિકવાદના વિષય હોય છતાં ફકત બંધ મોક્ષને જ કેમ કાલ્પનિક માનવાની Page #100 -------------------------------------------------------------------------- ________________ વાત કરી છે? પરંતુ ઉપર્યુકત વ્યાખ્યા પ્રમાણે સમગ્ર માયાવી તત્ત્વ બંધ તત્ત્વમાં આવી જાય છે અને સમગ્ર મુકિતના ભાવો મોક્ષ તરીકે તો પ્રસિદ્ધ છે જ. મોક્ષ તો વિશ્વવ્યાપી તત્ત્વ છે. જેના દષ્ટિએ મોક્ષની વ્યાખ્યા કરીએ તો અનંત કાળ માટે આત્મા પરિશુદ્ધ થઈ પરમાત્મા રૂપે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર બની પરમ સુખમાં રમણ કરતો રહે છે અને બધા આત્માઓ આ પરમાત્મા રૂપે શુદ્ધ સાધનાના બળે તેમાં અંતર્ગત થઈ જાય છે. અહીં કલ્પનાવાદની વાત જે કરી છે તે સાધારણ જૈન સમાજને લાગુ પડતી નથી, કારણ કે જૈન સમુદાયમાં મોક્ષ અને બંધને કાલ્પનિક કહેનારો વર્ગ છે જ નહીં. ફકત બીજું ચરણ જૈન ઉપાસકોને લાગુ પડે છે. જેમાં બંધ મોક્ષની કોરી વાતો કરનારા સાધુ સમુદાયમાં કે ભકત સમુદાયમાં માણસો મળી આવે છે. એટલે અહીં પ્રથમ ચરણને બીજા ચરણથી એકદમ છૂટું પાડવું રહયું. પ્રથમ ચરણ તે વિશ્વમાં વર્તતા નાસ્તિકવાદને અનુલક્ષીને છે અથવા માનવ સમુદાયમાં રહીને પણ નાસ્તિક બની જે માણસો જીવન ધારણ કરે છે, તેને અનુલક્ષીને આ પદનું ઔચિત્ય જણાય છે. બંધ અને મોક્ષ તે કલ્પના છે. એમ કહેવાનું તાત્પર્ય પૂર્વજન્મ કે પશ્ચાતુજન્મ. આમ જીવ જન્માંતર કરે છે તેનો પણ વિરોધ થાય છે. ઘણા લોકો એવા પણ છે કે જે જન્માંતરને માનતા નથી. આજનો વૈજ્ઞાનિક યુગ પણ જન્માંતરના સ્વીકાર સુધી પહોંચ્યો નથી પરંતુ નાસ્તિકવાદ સ્પષ્ટપણે જન્માંતરનો વિરોધ કરે છે. જે બંધને કાલ્પનિક માને છે. તે પરોક્ષ રીતે આત્માને પણ કાલ્પનિક માને છે અને પુણ્ય પાપને પણ કાલ્પનિક માને છે. વધારે કહીએ તો ધર્મ અધર્મને પણ કાલ્પનિક સમજે છે, અને એ જ રીતે આ સૃષ્ટિને છોડી અન્ય સૃષ્ટિને પણ કાલ્પનિક માને છે. આ રીતે બંધ મોક્ષને કાલ્પનિક કહીને અહીં સિદ્ધિકારે પરોક્ષભાવે નાસ્તિકવાદનો ઉલ્લેખ કર્યો છે. અસ્તુ. પુનઃ આપણે પ્રશ્ન એ કરશું કે બંધને મુખ્ય સ્થાન આપ્યું છે, તો અહીં બંધ તત્ત્વ શું છે? બંધ અને બંધન બન્ને એક છે કે ભિન્નતા છે ? બંધની વ્યાખ્યા કરતી વખતે તેના નિશ્ચિત કારણોની વ્યાખ્યા પણ આવશ્યક છે અને તે જ રીતે બંધની સૂક્ષ્મતા, સ્થૂળતા, આકાર, વિકાર, ક્ષેત્ર અને તે સ્વતંત્ર છે કે પરતંત્ર, આ બધા વિચારો ઘણા જ મહત્વપૂર્ણ છે વિશ્વના અન્ય ધર્મ સંપ્રદાયોએ પુણ્ય અને પાપ અથવા સત–અસત્ કર્મ કહીને સામાન્યભાવે પાપ પુણ્યના યોગને કોઈએ બંધ કહ્યો નથી. આ બંધ' શબ્દ પારિભાષિક શબ્દ છે. ખાસ કરીને જૈનદર્શનમાં કે ધર્મમાં બંધ' શબ્દની એક નિરાળી જ વ્યાખ્યા છે. કદાચ આ ધરાતલ પર કોઈપણ સંપ્રદાયે પાપ પુણ્યની આટલી તીવ્ર ઊંડાઈથી એક એક વાળ જેટલી ગણતરી કરી જે અલૌકિક વ્યાખ્યા કરી છે, તે કદાચ કોઈ પણ વૈજ્ઞાનિક આટલી સૂક્ષ્મ વ્યાખ્યા કરી ન શકે તેવી અદ્ભુત વ્યાખ્યા છે અને જેનું સાંગોપાંગ વિવરણ આપ્યું છે. બંધ' શબ્દમાં સમગ્ર કર્મવાદ આવી જાય છે. અહીં આપણે સંક્ષેપ ભાવે બંધ તત્ત્વની ઝાંખી કરાવશે. કર્મનું નિર્માણ : આ સ્થળ જગતથી અદશ્ય એવું એક વિશાળ સૂક્ષ્મ જગત અસ્તિત્ત્વ ધરાવે છે. જેના બે સ્થાયી સ્તંભ છે અને બે ગતિશીલ તત્ત્વો છે. (૧) ચૈતન્ય તત્ત્વ અને પરમાણુ ગતિશીલ તત્ત્વ છે, જ્યારે આકાશ અને કાળ એ વિશ્વના સ્થાયી સ્તંભ છે. આ બધા તત્ત્વો સ્થૂળ ભાવે જેને જૈન ધર્મમાં બાદરભાવ કહે છે, તે દશ્યમાન છે. જ્યારે પરમાત્મા જેવી અદ્દશ્યમાન તત્ત્વો, અતિ સૂક્ષ્મ જ્ઞાનથી પ્રત્યક્ષ થાય છે. આમ દ્રશ્ય અને અદ્રશ્ય એવી બે વિશાળ સૃષ્ટિ Page #101 -------------------------------------------------------------------------- ________________ /- : :: , , ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ) '' '''' - :: :: :::::: નિરંતર કર્મશીલ છે. ચૈતન્ય તત્ત્વમાં કેટલાંક માયાવી તત્ત્વો અર્થાત્ વિકારી ભાવો જોડાયેલા છે. આ વિકારી ભાવો પણ ક્રિયાશીલ છે. તેને પરિણામે સૂક્ષ્મ કર્મ યુકત પરમાણુઓ (જેને કાર્પણ વર્ગણા કહેવામાં આવે છે.) તે પણ ક્રિયાશીલ બને છે અને બંનેના સંયોગથી એક સંસ્કારરૂપ કર્મપિંડનો જન્મ થાય છે, જન્મ થતાંની સાથે જ આ કર્મપિંડમાં તેનો સ્વભાવ, સ્થિતિ, તીવ્રતા–મંદતા તથા લઘુતા અને ગુરુતા ઈત્યાદિ અંશો પણ નિર્માણ પામે છે. આ કર્મપિંડ જીવની સાથે કર્મક્ષેત્રમાં સંયુકત છે. ત્યારે તાત્ત્વિક દષ્ટિએ તે ચૈતન્ય તત્ત્વથી અસંયુકત છે. આ કર્મપિંડોમાં ફળ દેવાની પણ શકિત છે અને મનુષ્યની ઉત્કાન્તિના પુરુષાર્થથી તે કર્મપિંડોનો ક્ષય થઈ શકે છે અથવા ઓછાવત્તા અંશે તે લય પામે છે. આ સિવાય બીજી શકયતા છે, જે જીવના પ્રબળ પુરુષાર્થથી તે કર્મપિંડો રૂપાંતર પામે છે તે શુભ અને અશુભરૂપે પરિણમે છે. ઉપરાંત આ . કર્મપિંડો ફકત એક જન્મની સંપત્તિ નથી, પરંતુ જન્મ જન્માન્તરોની સંપત્તિ છે. ખરું કહો તો આ કર્મપિંડ તે જીવની એક પ્રકારની સ્થાયી સંપત્તિ બની રહે છે. એક પ્રકારે તે માયાકોષ છે અને જૈન દર્શનમાં બંધ તરીકે વિવરણ આપીને જૈન તત્ત્વજ્ઞાનમાં એક મહાન – વિશાળ કર્મશાસ્ત્રોનો પણ વિસ્તાર થયો છે. શ્વેતાંબર પરંપરામાં કર્મ સિદ્ધાંતનું વિસ્તૃત વર્ણન કરતાં કર્મગ્રંથ છે, જ્યારે દિગંબર પરંપરામાં ગોમ્મસાર નામનો ગ્રંથ કહે છે. આ બન્ને પરંપરાઓમાં કર્મ સિદ્ધાંતનું લગભગ એકરૂપ અતિ વિસ્તાર ભરેલું વિવેચન પ્રાપ્ત થાય છે. અસ્તુ અહીં આપણે બંધની અલ્પ વ્યાખ્યા કરશે અને પૂર્વે મોક્ષ તત્ત્વની વિસ્તારથી વ્યાખ્યા કરી ગયા છીએ. પુનઃ એટલું જ કહેશું કે બંધથી વિમુકત થવું અને તે પણ સર્વાશે વિમુકત થવું, ભવિષ્યકાળમાં જરાપણ કર્મનો સંશ્લેષ ન થાય તેવી રીતે વિમુકત થવું તે મોક્ષ છે. અહીં સિદ્ધિકાર એમ કહેવા માંગે છે કે બંધ અને મોક્ષનો શુષ્કજ્ઞાની સ્વીકાર કરતો નથી. તેને કોરી કલ્પના માને છે. શુષ્કજ્ઞાન શબ્દનો અર્થ : શુષ્કજ્ઞાનનો અર્થ કોરુ જ્ઞાન, સિદ્ધાંત રહિત જ્ઞાન, પરિણામ ન આપનારું જ્ઞાન અથવા અધુરું જ્ઞાન, વિપરીત જ્ઞાન. આમ જ્ઞાનના જે કાંઈ અશુદ્ધ અંશો છે તે બધાને શુષ્કજ્ઞાનમાં આવરી લેવામાં આવ્યા છે. “શુષ્ક' શબ્દનો અર્થ સૂકાયેલું થાય છે. પરંતુ અહીં શબ્દાર્થ લાગુ પડતો નથી, કારણ કે જ્ઞાનમાં શુષ્કતા કે આદ્રતા સંભવતા નથી. શુષ્કતા કે આદ્રતા તે પુલના ગુણો છે. એટલે અહીં શબ્દાર્થ ન લેતા લક્ષાર્થ લેવાનો છે. જેમ સૂકાયેલા તત્ત્વો કે સૂકાયેલું સરોવર કામ આપી શકતું નથી, કે સૂકાયેલું વૃક્ષ ફળ-ફૂલ આપી શકતું નથી, તેમ આ સૂકાયેલા દ્રવ્ય જેવું આ ઉપમિત જ્ઞાન પણ નિષ્ફળ છે, ફળ રહિત છે. કદાચ વિપરીત ફળ આપનારું થાય. અન્યથા તે વાણીનો વિષય બનીને પણ અટકી જાય. વિચારાત્મક હોય તો સ્થંભી જાય. પરંતુ તત્ત્વને ગ્રાહય કરી ન શકે, એમ જીવાત્માના બીજા કોઈ દુષ્કર્મોને ખાળી પણ ન શકે, તેવું જ્ઞાન શુષ્કજ્ઞાન કહી શકાય છે. ઉપરના બને ચરણમાં શુષ્કજ્ઞાનની બે વ્યાખ્યા દષ્ટિગોચર થઈ. તાત્ત્વિક તત્ત્વોને કાલ્પનિક કહેવા અથવા તાત્ત્વિક તત્ત્વોને વાણીનો કે ચર્ચાનો વિષય બનાવી તેમાંથી કોઈ સાર તત્ત્વ ન મેળ વવું તે શુષ્કજ્ઞાન છે. આવું શુષ્કજ્ઞાન શા માટે ઉપજે છે ? જીવના એવા કયા અશુભ કર્મો છે, ૮૮ . Page #102 -------------------------------------------------------------------------- ________________ કે જીવને શુષ્કજ્ઞાનમાં રોકી રાખે છે ? એ વિચારણીય છે. બીજા દુર્ગુણોનું અસ્તિત્ત્વ ન હોય અને જ્ઞાન સંબંધી બીજા દોષો ન હોય તો જ્ઞાન કયારેય પણ મનુષ્યને દગો આપતું નથી. દર્શનશાસ્ત્રમાં ‘બુદ્ધિસ્તુ તત્ત્વ પક્ષપાતિની' અર્થાત્ બુદ્ધિ તો તત્ત્વનો જ પક્ષપાત કરે અર્થાત્ તત્ત્વ અને અતત્ત્વ બન્નેને સ્પષ્ટ કરે. બુદ્ધિનો સ્વભાવ જ કે સારા નરસાનું વજન કરે, ફટકડી મેલા પાણીમાં નાંખવાથી તે મેલ અને પાણીને અલગ કરે અને દંતકથા પણ છે કે માનસરોવરનો હંસ દૂધ અને પાણીનો વિવેક કરી શકે છે. આ રીતે બુદ્ધિ પણ તત્ત્વગ્રાહિણી છે, તેથી સ્પષ્ટ થાય છે કે બીજા કોઈ અન્ય દોષ જ્ઞાનને શુષ્કજ્ઞાન બનાવે છે. અહીં સિદ્ધિકાર સ્વયં ત્રીજા ચરણમાં કહે છે કે વર્તે મોહાવેશમાં” અહીં આવા શુષ્કજ્ઞાનીની આંતરિક પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. ખૂલંખુલ્લા મોહના આવેશને શુષ્કજ્ઞાનનું કારણ બતાવ્યું નથી, પરંતુ એની આંતરિક સ્થિતિ શુષ્કજ્ઞાનમાં જોડાયેલી છે, તે નિર્વિવાદ છે. મોહ અને મોહનો આવેશ એ મોહના પૂર્વ અને ઉત્તર એવા બે રૂપ છે. મોહ તે સામાન્ય ગૂઢતત્ત્વ છે, જ્યારે તેનો આવેશ તે પ્રત્યક્ષભૂત મોહનો વિકાર છે. તેમ અહીં સિદ્ધિકા૨ે મોહના આવેશને સ્થાન આપ્યું છે. આવેશ ઘણી જાતના હોય છે. આવેશથી હઠાગ્રહ દુરાગ્રહ ઈત્યિાદિ જન્મ પામે છે. ભકિત અને ત્યાગમાં પણ આવેશનો સંભવ છે. આવેશને નીતિકારોએ ગુણકારી બતાવ્યો નથી. છતાં પણ સારા ક્ષેત્રમાં આવેશ હોય તો તેને આપણે શુભ આવેશ કહી શકીએ છીએ પરંતુ અહીં મોહનો આવેશ અથવા ક્રોધનો આવેશ એ બધા આવેશ પ્રબળ અશુભ તત્ત્વો છે અને તે પણ કર્મ જન્ય છે. — અહીં આપણે મોહ અને મોહનો આવેશ આ બંનેને શુષ્કજ્ઞાનના કારણભૂત માનવા રહયા. વસ્તુતઃ જ્ઞાનની પર્યાય અને ચારિત્રની પર્યાય બન્ને સ્વતંત્ર છે. પરંતુ અરિસાની સામે રાખેલું લાલ કપડું સ્વતંત્ર હોવા છતાં તે અરિસામાં ગુલાબી ઝાંય પેદા કરે છે. તેમ બધા ગુણો કે મોહ પર્યાયો સ્વતંત્ર હોવા છતાં તે જ્ઞાનમાં ઝળકે છે. કેવળ ઝળકીને અટકતા નથી, પરંતુ જ્ઞાનમાં વિકારી ભાવ ઉદ્ભવે છે. અર્થાત્ જ્યાં જ્ઞાનનો મોહ પર પ્રભાવ પડવો જોઈએ, ત્યાં તેનાથી વિપરીત મોહનો પ્રભાવ જ્ઞાન ઉપર પડે છે અને આવી પરિસ્થિતિમાં કર્મોના પરિણામ સ્વતંત્ર હોવા છતાં સંયુકત ભાવે તેનું પ્રદર્શન થાય છે કારણ કે બધાનું મૂળભૂત અધિષ્ઠાન કર્મયુકત આત્મતત્ત્વ છે. જ્યાં અધિષ્ઠાન એક હોય ત્યાં પરસ્પરના પ્રભાવ ઉદ્ભવે છે. લાકડું સળગે છે ત્યારે અગ્નિનું એક રૂપ હોવા છતાં અગ્નિમાંથી પણ ગંધ આવે છે, કારણ કે બન્નેનું અધિષ્ઠાન કાષ્ઠ છે. જેને તર્કશાસ્ત્રમાં સમાનાધિકરણ કહેવામાં આવે છે. સમાનાધિકરણ તત્ત્વોને સર્વથા છૂટા પાડી શકાતા નથી. એટલે અહીં પણ મોહનો આવેશ એ શુષ્કજ્ઞાન વખતે હાજર હોવાથી જ્ઞાનને સૂકવી નાખે છે. વાઘની હાજરીમાં બકરી ઘાસ ખાઈ શકતી નથી. વાઘની ઉપસ્થિતિ સ્વતંત્ર છે. પરંતુ બકરીના જ્ઞાનમાં તેનું ચિત્ર પ્રતિબિંત થાય છે અને તેનાથી ભયનો જન્મ થાય છે. અસ્તુ આ પ્રક્રિયા સમજી શકાય તેવી છે હવે આપણે બંધ, મોક્ષ અને મોહનો આવેશ એ ત્રિપુટી ઉપર એક સાર્વભૌમ દષ્ટિપાત કરશું. અને ત્યારબાદ શુષ્કજ્ઞાનનો તેની સાથે કઈ રીતે સંબંધ છે તે સૂક્ષ્મ દૃષ્ટિએ પણ નિહાળવા પ્રયાસ કરશું. કેટલાક ભાવો એવા છે કે શબ્દમાં વર્ણિત હોય પરંતુ તેનું લક્ષ ભિન્ન ભિન્ન પ્રકારે જોઈ શકાય તેવું હોય અને તેનું નિરીક્ષણ કરવા માટે એક વિશેષ ZE Page #103 -------------------------------------------------------------------------- ________________ જો ! !:00:00:09: દૃષ્ટિની જરૂર હોય છે. જેમાં કોઈ વસ્તુ સ્કૂલ રીતે ન જોઈ શકાય તો વિશેષ પ્રકારના મંત્રોથી જોઈ શકાય છે. અધ્યાત્મ જગતમાં જે કાંઈ સગુણો, દુર્ગુણો અર્થાત્ સ્વભાવ – વિભાવના પર્યાયો કેટલાક શબ્દો દ્વારા વ્યકત કરવામાં આવે છે પરંતુ બધાનું અધિષ્ઠાન આત્માજ છે. જીવાત્મા એ કેટલાક પૌદ્ગલિક પિંડોનું અધિષ્ઠાન હોય છે. અધિષ્ઠાન એક હોવાથી આ બધા પર્યાયોને સર્વથા વિભકત કરી શકાતા નથી. સમજવા માટે અલગ અલગ શબ્દોનો પ્રયોગ કર્યો હોય છે. તે બધા પર્યાયો શબ્દનયની દષ્ટિએ ભિન્ન છે, પરંતુ અર્થનયની દષ્ટિએ બધાના મૂળ એક હોય છે. અહીં આ પદમાં બંધ, મોક્ષ અને મોહાવેશનું નિરૂપણ છે. વસ્તુતઃ બંધ એક પ્રકારની ગ્રંથી છે. બંધને ફકત બંધ માનીને ચાલીએ કે તેના ગુણધર્મ ઉપર પૂરો વિચાર ન કરીએ તો બંધ એક કલ્પના બની જાય છે પરંતુ બંધના જે ઘણા આંશિક પરિણામો છે તે અલગ અલગ સમય પર અલગ અલગ રીતે આવિર્ભાવ પામે છે. અર્થાત્ પ્રગટ થાય છે. મૂળમાં બંધ તે કોઈ ભૂતકાલિન કર્મ અવસ્થા કે જીવની મલિન અવસ્થાથી નિષ્પન્ન થયો છે પરંતુ આ બંધ જે રીતે નિષ્પન થયો છે તે જ રીતે બરાબર ટકી શકતો નથી. બંધની નિષ્પત્તિ થયા પછી તે ફળદાયી બને ત્યાં સુધી પ્રત્યેક સમયની પાર્શ્વવર્તી ક્રિયાઓથી તેના ઉપર સંસ્કાર થતા રહે છે. જૈનશાસ્ત્રોમાં આ અવસ્થા ઉપર કોઈ કોઈ જગ્યાએ પ્રકાશ પાથર્યો છે. બંધ પોતાની લાંબી જીવન યાત્રામાં કે બંધની જ્યાં સુધી સ્થિતિ છે, ત્યાં સુધી ઘણા ગુણધર્મોને સ્વીકારતો રહે છે. તેમાં ક્ષય – અક્ષય થયા કરે છે. તેનો સ્વભાવ અને પ્રકૃતિ પણ મહદ્અંશે બદલાતા રહે છે. આવો બંધયુકત જીવ જે જે યોનિમાંથી પાર થાય છે, ત્યાંના સંસ્કાર પરોક્ષ ભાવે ઉમેરતો આવે છે અને એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી ચોર્યાશી (૮૪) લાખ જીવાયોનિના જીવોમાં જે વિભિન્નતા છે, તે બધા જીવોની પ્રકૃતિના સૂક્ષ્મ અંશો બંધ સાથે જોડાતા હોય છે. આ થઈ બંધની પૂર્વ અવસ્થા અર્થાત્ અનુદિત અવસ્થા અને આમ કરતાં કરતાં જ્યારે બંધ વિપાકની સ્થિતિમાં આવે છે, ફળદાયી બને છે ત્યારે અનુદિત અવસ્થામાં જે સંસ્કારો મેળવ્યા છે, તેનું પ્રાગટય થોડે ઘણે અંશે થવા લાગે છે અને આ બંધ આગ ઉગળતો, પાપના પરિપાકથી સંતાપ પેદા કરતો કે શીતલહરી વહાવી પાપના વિપાકને પુણ્યયોગે મધુરી દષ્ટિ કરતો હોય છે. પરંતુ અહીં ધ્યાન રાખવું જોઈયે કે આ પાપ પુણ્ય બધા સમાન પ્રકૃતિવાળા નથી. પાપના કારણો પણ હજારો પ્રકારના છે અને તેના ફળ દેવાના પણ અસંખ્ય પરિણામો છે. જે જાતના સંસ્કાર બંધમાં છે તે સંસ્કારોને તે જન્મ આપે છે. આમ બંધ તે સમગ્ર જીવરાશિનો એક મહાસ્થંભ છે પરંતુ આ ગૂઢ કારણોના જ્ઞાનના અભાવે નાસ્તિક ભાવને વરેલું મસ્તિસ્ક બંધને કાલ્પનિક માની બંધ તત્ત્વોનો નિષેધ કરે છે અને જો બંધને સ્વીકારે નહિં તો તેમાંથી મુકત થવાનું કે મોક્ષ થવાની વાત જ કયાંથી હોય ? આમ તેને માટે મોક્ષ પણ કાલ્પનિક છે. મોક્ષ : મોક્ષ એક નિષેધાત્મક અવસ્થા છે. બધા વિભાવોનો, મલિન ભાવોનો અભાવ થતાં સ્વ-દ્રવ્યના સ્વાભાવિક ગુણો અને તેની ઉદયમાન થતી પર્યાયો ખીલી ઉઠે છે. આમ મોક્ષ તે બંધની નિષેધાત્મક અવસ્થા છે. જ્યારે ચૈતન્ય દ્રવ્યનું પ્રાગટય તે વિધેયાત્મક અવસ્થા છે. મોક્ષ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે સામાન્ય મનુષ્ય જીવનમાં દુઃખથી મુકિત માંગતો હોય ૯૦ શseases Page #104 -------------------------------------------------------------------------- ________________ છે, કષ્ટથી મુકત થવા માગે છે અને એ જ રીતે મૃત્યુથી પણ દૂર રહી અમર અવસ્થાની ઝંખના કરે છે. એટલે શાસ્ત્રકારોએ મોક્ષને મુખ્ય લક્ષ માન્યું છે. વળી મોક્ષ અવસ્થામાં જે સ્વરૂપ ખીલી ઉઠયું છે તે શુદ્ધ ચૈતન્ય શબ્દાતીત છે. તેને શબ્દોથી સંબોધી શકાય તેમ નથી. તેથી મોક્ષની જગ્યાએ કોઈ વિધેયાત્મક સાચો શબ્દ દુર્લભ છે. અર્થાત્ પ્રાપ્ત થયો નથી. જેથી આ અભાવાત્મક શબ્દનો આશ્રય કરવો પડયો છે. મોક્ષનો અર્થ ફકત મૃત્યુ અને દુઃખથી વિમુકત કે કર્મથી મુકત એવો કરીએ તો આ બધા જડદ્રવ્યોમાં પણ મોક્ષ સંભવે છે. કારણ કે તે પણ વેદનારહિત, મૃત્ય રહિત સંપૂર્ણ સમ અવસ્થામાં ટકી રહે છે પરંતુ તેને મોક્ષ કહેતા નથી. અથવા તે દ્રવ્યોને મોક્ષના અધિકારી પણ માન્યા નથી. વસ્તુતઃ સમગ્ર બંધનોથી છૂટકારો થયા પછી બંધના પ્રભાવોનો અભાવ થતાં જે સ્વરૂપ આંતરિક અવસ્થામાં શુદ્ધ હતું તે બાહ્ય અવસ્થામાં પ્રગટ થયું છે. “નહીં તો તદ નાદિ, નહીં વારિ તથી સંતો” આમ બાહ્ય અને આંતરિક બને અવસ્થાઓ તદ્રુપ બની ગઈ છે. અહીં તેને બાહ્ય કે આંતરિક કહેવાનો કોઈ અર્થ નથી. આ અવસ્થા જેને શાસ્ત્રકારોએ મોક્ષ કહ્યો છે. મોક્ષની આ ઊંડી વ્યાખ્યા સમજયા પછી મોક્ષનો અનુરાગ મૂકી, રાગરહિત અવસ્થા થાય તે સાધનાની એક ઉત્તમ રેખા છે. પરંતુ જે જીવ આવી કોઈ અવસ્થાના સુખનો સ્વીકાર કર્યા વિના, પ્રત્યક્ષ નિમિત્તોથી જે કાંઈ ઈન્દ્રિયજનિત કે મનોયોગજનિત સુખ મળે છે તેને વાસ્તવિક માની, તે સુખોની પાછળ રહેલા મોહાવેશથી તે જ ભૌતિક સુખને પ્રધાનતા આપી મોક્ષનો નિષેધ કરે છે. તેથી જ આપણા યોગીરાજ પરમ કૃપાળુ દેવ કહે છે કે “બંધ મોક્ષ છે કલ્પના.” આ કાલ્પનિક ભાવોની પાછળ તેમણે શુષ્કજ્ઞાનને આધાર માન્યો છે, મોહાવેશ વિના શુષ્કશાન ઉદ્ભવતું નથી. અર્થાત્ મોહાવેશ ન હોય તો જ્ઞાન શુષ્ક બને જ નહીં, મોહાવેશ ન હોય તો બંધ મોક્ષને પણ ન નકારે, મોહાવેશ ન હોય તો કોરી બંધ મોક્ષની વ્યાખ્યા કર્યા પછી, ત્યાગ વૈરાગ્યના સુંદર ભાષણો આપ્યા પછી પણ, તે આત્માને કશો વિરકિતનો સ્પર્શ થતો નથી. ત્યારે તેનું જ્ઞાન પણ શુષ્કજ્ઞાન બની જાય છે. આમ મોહાવેશ તે શુષ્કજ્ઞાનનું પ્રબળ બીજ છે. મોહાવેશ આ પદ બન્ને તરફ અન્વય પામે છે. પ્રથમ ચરણમાં મોહાવેશને કારણે જ મનુષ્ય ધર્મને કાલ્પનિક માને છે. બીજા ચરણમાં મોહાવેશને કારણે જ ધર્મની કોરી વાતો કરે છે, ત્યારબાદ ચોથા ચરણમાં જે શુષ્કજ્ઞાનનો પ્રયોગ કર્યો છે, તે પણ મોહાવેશના બીજમાંથી અંકુર થયેલું કુફળ છે. આપણે આ ગંભીર વ્યાખ્યાના પ્રારંભમાં જ કહ્યું કે આ બધાનું અધિષ્ઠાન એક જ છે. એટલે બધા પરસ્પર જોડાયેલા છે. સમજવા માટે ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા વિવેચન કરવામાં આવ્યું છે. વસ્તુતઃ મોહાવેશ, કાલ્પનિક માસિકભાવો, કોરી વ્યાખ્યાઓ અને આ શુષ્કજ્ઞાન ચારે ચરણમાં જેનું વર્ણન છે, તે બધા એકજ છે અને બધાનું કારણ મોહાવેશ જ છે. મોહાવેશ તે આત્માનો ભયંકર વિપર્યય છે. અને તેના કુફળ ભિન્ન ભિન્નરૂપે પ્રગટ થાય છે. તેમ અહીં પણ આ મોહાવેશ બુદ્ધિને પ્રભાવિત કરી આ બધા દૂષણ ઊભા કરે છે. આ પાંચમી કડીમાં પણ સિદ્ધિકારે “અહી” શબ્દનો પ્રયોગ કર્યો છે. આ આંહી શબ્દ ઘણો જ મહત્વપૂર્ણ છે. ચોથી કડીમાં પણ આંઈ કહયું છે અને પાંચમી કડીમાં આંહી કહ્યું છે, વસ્તુતઃ લાખ ૯૧ પાલ Page #105 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાજડતાનું અને શુષ્કજ્ઞાનનું અધિકરણ એક જ છે એમ સિદ્ધિકાર કહી રહ્યા છે. આંઈ એટલે જયાં ક્રિયાજડતા છે ત્યાં અને દ્વિતીય આંહિ માં શુષ્કજ્ઞાન છે ત્યાં. આમ બન્નેનો સુમેળ એક જ અધિકરણમાં છે. આ દહીં ખાટું પણ છે અને દુર્ગધવાળું પણ છે અર્થાતુ બગડેલું છે. ખટાશ અને દુર્ગધ બંને એક જ દહીંમાં છે. ચોથી ગાથામાં આવેલા “આંઈ ની આપણે વિસટ વ્યાખ્યા કરી ગયા છીએ. વિશ્વફલક પર, સમાજફલક પર અને આધ્યાત્મિકફલક પર આ બધા જ શબ્દો પર આંહિ શબ્દ અન્વય પામે છે. તે જ રીતે આ પાંચમી કડીમાં પણ આંઈ શબ્દ આ ત્રણેય સ્થાનોમાં અન્વય પામે તેવો છે પણ થોડું ચિંતન કરતા જણાય છે કે શુષ્કજ્ઞાનનું ક્ષેત્ર થોડું વ્યાપક છે, કારણ કે ક્રિયાજડતા જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. અર્થાત્ બુદ્ધિને સ્પર્શ કરતી નથી. બુદ્ધિથી દૂર રહી ક્રિયામાં જ બધો સમાવેશ કરે છે. અર્થાત્ બુદ્ધિયોગ તેને પચે તેવો નથી, જ્યારે આ શુષ્કજ્ઞાન બુદ્ધિવાદને પણ સ્પષ્ટ કરે છે, બુદ્ધિનો પૂરો ઉપયોગ કરે છે અને બુદ્ધિની તલવારથી જ સમ્યગુજ્ઞાનનું છેદન કરે છે. આમ શુષ્કજ્ઞાન તે સ્વચ્છ પાણીમાં નાંખેલી રંગની ગોળીથી સમગ્ર પાણી રંગ રંજિત થઈ જાય, તેમ મોહાવેશને કારણે શુષ્કજ્ઞાન બુદ્ધિમાં જોડાવાથી બુદ્ધિ રંગ રંજિત થઈ હકીકતમાં જીવને શુષ્કજ્ઞાની બનાવી નાંખે છે. આ દષ્ટિએ શુષ્કજ્ઞાનનું ક્ષેત્ર થોડું વિસ્તાર વાળું છે. કારણ કે સમગ્ર જગતનું માનવીય સંચાલન ઘણે અંશે બુદ્ધિવાદ સાથે જોડાયેલું છે. એટલે કવિરાજે “આંહિ” કહીને મનુષ્ય બુદ્ધિને જ શુષ્કજ્ઞાનનું અધિકરણ માન્યું છે. અહિ એટલે કયાં ? મનુષ્યની બુદ્ધિમાં, મનુષ્યના જીવનમાં કે તેના વાણી વ્યવહારમાં શુષ્કજ્ઞાન વ્યાપ્ત થયેલું મોહનો ડંખ ઃ સાપ કરડે છે એક જગ્યાએ. માત્ર એક બિંદુ વિષ પ્રવેશ કરે છે પરંતુ થોડીક ક્ષણોમાં તે રકત પ્રવાહને પ્રભાવિત કરે છે. તેમ મોહાવેશનો સર્પ કોઈપણ ઈન્દ્રિયના વિષયભાવોમાં, પછી તે કામશકિત હોય, ઉપભોગશકિત હોય કે બીજી કોઈ પરિગ્રહલાલસા હોય, ત્યાં જમ્પ મારે છે. અને સાપ જેમ અચેતન અવસ્થામાં અથવા અજાણ અવસ્થામાં ડંખ મારે છે કે કે તેની સાથે ખીલવાડ કરતા ડંખ મારે છે, તેમ આ મોહાવેશ કોઈ એક જગ્યાએ તીવ્ર રાગભાવ કે દ્વેષભાવ ઉત્પન્ન કરે છે અને અલ્પ ક્ષણોમાં સમગ્ર બુદ્ધિના ક્ષેત્રમાં આ વિષ વ્યાપ્ત થઈ જાય છે અને ધર્મને કાલ્પનિક કહેવામાં સક્ષમ બને છે. અર્થાતુ પ્રાણીનું જ્ઞાન ધાર્મિક ભાવોનો અંદરથી સ્વીકાર કરવા દેતું નથી. બાહ્યભાવે ધર્મનો આંચળો ઓઢી રાખે છે. આ થઈ ત્રણેય તત્ત્વોની પરસ્પરની તદ્રુપતા, ગંભીર વ્યાખ્યા અને તેનું કુફળ. હવે આપણે આ પાંચમી ગાથાનો ઉપસંહાર કરી આગળ વધવા કોશીષ કરશું ઉપસંહાર : સમગ્ર વિવેચન કર્યા પછી અહીં કવિરાજે સાંપ્રદાયિક પરિસ્થિતિનો વિચાર કર્યા પછી સ્વાનુભવથી તેમને સમજાયું છે કે મનુષ્યનું જે મૂળભૂત લક્ષ છે અથવા ધર્મનું જે લક્ષ છે તે આત્મતત્ત્વનો નિર્ણય કરી તેના શુદ્ધ સ્વરૂપને સમજી, બધા સાંસારિક ભાવોથી મુકત થવાનું છે પરંતુ તે ક્રિયાકાંડમાં અને કોરી વાતોમાં અટવાઈ ગયો છે તેથી આત્મચેતનાની પ્રેરણા આપવા માટે તેમણે બે પ્રબળ વિરોધી ભાવોનું પ્રારંભની ગાથાઓમાં વર્ણન કર્યું છે. ક્રિયાકાંડ અને શુષ્કજ્ઞાન અને આત્મતત્ત્વના બોધમાં અવરોધક છે. અહીં ખાસ કોઈ વ્યકિત વિશેષ કે સંપ્રદાય ઉપર કોઈ કટાક્ષ નથી પરંતુ કોઈપણ સંપ્રદાયમાં PENSIUS S UMASAMANALA N GI LES KURATORE ALLERDINARIA UNE AUTORITATEAUNA ULOGUE TALIE ET RESTA DI GHAEDREIRA DOLANILABALAROILSTUNA ILUSTUSETULENE TE ROSALIA SUNDUESIA MILANGANLARA Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તમાન આ પરિસ્થિતિ આધ્યાત્મિક ઉત્ક્રાન્સિમાં મોટી નડતર છે અને આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ એ ધર્મનું પ્રધાન લક્ષ છે. અન્યથા ધર્મના નામે સંપતિઓ ઉભી થાય છે. ધર્મના નામે રાજયો પણ સ્થપાય છે અને ઇતિહાસના પાના ઉપર ધર્મને નામે ભયંકર યુધ્ધ પણ થયા છે. આ બધાના મૂળ માં આધ્યાત્મિક ચેતના અને પરમાત્માનું જે કરુણામય સ્વરૂપ છે એ બન્નેનો અભાવ દેખાય છે. ધર્મ વિપરીત દિશામાં વેરાઈ જવાનું નિમિત્ત બને છે. આ પાંચમી કડી એટલા માટે મહત્વપૂર્ણ છે કે ધર્મ કેવળ તર્કબાજી, વાદવિવાદ કે કોરી ચર્ચાઓને આધારે વિકાસ પામતો નથી. ધર્મ શુષ્કજ્ઞાનનું રૂપ લઈ લે છે. આનંદે ભગવાન બુધ્ધને કહ્યું કે આપની આજ્ઞા હોય તો હું પ્રચંડ તર્કવાદનો આશ્રય કરી બધા શાસ્ત્રોનું ખંડન કરી શકું છું. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, આનંદ ! તર્ક અને ચર્ચાઓથી કે આવા શુષ્કજ્ઞાનથી ધર્મ ટકતો નથી. ધર્મ કરુણા અને અહિંસાના બળે ચાલે છે. વસ્તુતઃ શુષ્કજ્ઞાન કોરી સ્વર્ગ અને નરકની ચર્ચાઓ કે બીજી ધાર્મિક ચર્ચાઓ માટે મહત્વપૂર્ણ નથી તે અહીં સમજવાનું છે. આ પાંચમી ગાથા જૈન સંપ્રદાયમાં વર્તતા શુષ્કજ્ઞાનીઓ પૂરતી સીમિત નથી, પરંતુ બધા ક્ષેત્રોમાં જે શુષ્કજ્ઞાની છે તે બધાને માટે ટકોર છે. મૂળમાં તો આ એક સૈધ્ધાંતિક વાત છે, કે બીજા ઉત્તમ ભાવો રહિત કોરું જ્ઞાન લાભકારી નથી, તે બુદ્ધિનો દૂરપયોગ છે, બલ્કી આવો બુદ્ધિવાદ એક પ્રકારનો પરિગ્રહ પણ છે. એક જગ્યાએ મહાત્માએ લખ્યું છે કે જ્ઞાન પણ પરિગ્રહ બની જાય છે. વસ્તુતઃ તે પેટ ભરવાનું સાધન બની જાય છે. આ ગાથામાં તેમની સામે લાલ બત્તી ધરવામાં આવી છે. આત્મજ્ઞાન ઘણું જ મહત્વ પૂર્ણ છે, તેથી આગળની છઠ્ઠી ગાથામાં પુનઃ આત્મજ્ઞાનનું સૂત્ર પકડયું છે. હવે આપણે છઠ્ઠી ગાથાનો ઉપોદ્યાતા કરશું. ધો. ૯૭ ધી કાલ Page #107 -------------------------------------------------------------------------- ________________ ગાથા-ક વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આત્મજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાના અહીં સિદ્ધિકાર આગળ વધતા એમ કહે છે કે માણસ ઉપરના બન્ને દોષોથી મુકત થયા પછી ત્યાગ અને વૈરાગ્યની ઉત્તમ સાધનામાં જોડાય શકે છે. પૂર્વપક્ષ : આપે જે કહ્યું કે શુષ્કજ્ઞાન અને ક્રિયાકાંડ, તે ઉત્તમ ભાવો નથી પરંતુ તેનાથી મુકત થઈ જીવ વિરકિત ભાવને વરે છે, તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, સંસારનો મોહ ઘટે છે અને વૈરાગ્ય તથા ત્યાગમાં રમણ કરે છે. આ પરિસ્થિતિ સાધકને માટે ઉત્તમ છે અને સોળ આના સફળ છે તેમ કહેવું જોઈએ. ઉત્તરપક્ષ ઃ કેટલેક અંશે વાત સાચી છે. કદાગ્રહથી મુકત થયા પછી અને સાંસારિક ભાવનાનો ઉપશમ થયા પછી, ત્યાગ વૈરાગ્યમાં પ્રવેશ કરી સાધક કલ્યાણ કરી શકે છે પરંતુ અહીં પણ એક મહત્ત્વપૂર્ણ વાત સમજવાની જરુર છે. ત્યાગ અને વૈરાગ્ય સ્વયં ઉત્તમ હોવા છતાં જેમ વર વગરની જાન હોય તેમાં જાનની ઉત્તમ વ્યવસ્થા હોવા છતાં તે બધી રીતે અપૂર્ણ છે. તેમ અહીં ત્યાગ, વૈરાગ્ય, વ્રત, નિયમ, ધ્યાન, જાપ એ બધા જાનૈયા છે પરંતુ તેમાં વરરાજાનો અભાવ છે અને તે છે આત્મજ્ઞાન. એટલે અહીં સ્વયં કવિરાજ કહે છે કે જો આત્મજ્ઞાનની હાજરી હોય તો આ બધા સાધન સફળ છે. અહીં સફળ શબ્દ જે મૂકયો છે તે ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. જેને આપણે આગળ તેની ઊંડાણથી વ્યાખ્યા કરશું. આ છઠ્ઠી ગાથામાં આત્મજ્ઞાનને પ્રમુખ સ્થાપ્યા પછી અને આત્મજ્ઞાન થયા પછી તેનું નિદાન અર્થાત્ અર્થાત્ કસોટી કે તેના લક્ષણો પણ વૈરાગ્યાદિ જ છે. આત્મજ્ઞાન ઉપજે ત્યારે ભોગ વિલાસ કે બીજા કોઈ આડંબર ન હોઈ શકે. ત્યાગ વૈરાગ્યની જ પ્રધાનતા હોય. આમ કવિરાજે બહુ સુંદર રીતે પરસ્પરના સાપેક્ષ ભાવનું વર્ણન કર્યુ છે. તેને આપણે એક ચૌભંગી દ્વારા વધારે સ્પષ્ટ કરશું. ચૌભંગી : (૨) વૈરાગ્ય અને આત્મજ્ઞાનનો અભાવ. (૪) વૈરાગ્ય વિનાનું આત્મજ્ઞાન. (૧) વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન. (૩) આત્મજ્ઞાન અને વૈરાગ્ય. પ્રથમ ભંગ અને ત્રીજો ભંગ લગભગ સમકક્ષ છે. પ્રથમ ભંગમા વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન અને ત્રીજા ભંગમા આત્મજ્ઞાન સાથે વૈરાગ્ય. ઉત્પતિની અપેક્ષાએ બન્ને ભંગમાં થોડો ક્રમિક ભેદ જોઈ શકાય છે. જેમ કે, વૈરાગ્ય થયા પછી વૈરાગ્યની તીવ્રતાથી સાધક આત્મજ્ઞાનમાં પ્રવેશ કરે છે. જ્યારે ત્રીજા ભંગમાં આત્મજ્ઞાનનો સહજ ઉદ્ભવ થતાં તેમનું જીવન વિરકિતમય બને છે. આ બન્ને ભંગ આદરણીય છે, અનુકૂળ છે અને સાધકને માટે ગુણકારી છે. જ્યારે બીજા ભંગમાં આત્મજ્ઞાનનો અભાવ છે અને ચોથા ભંગમાં વૈરાગ્યનો અભાવ છે. અર્થાત્ અહીં સિદ્ધિકાર પરોક્ષ ભાવે કહે કે વૈરાગ્ય વિનાનું આત્મજ્ઞાન આત્મવંછના થઈ શકે છે. અને આત્મજ્ઞાન વગરનો વૈરાગ્ય પણ લક્ષ વિના રણપ્રદેશમાં યાત્રા કરવા સમાન છે. અસ્તુ. વૈરાગ્યની વ્યાપકતા : આમ ચૌભંગીથી આખી ગાથા ઉપર પ્રકાશ પડે છે. સર્વપ્રથમ ૯૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે વૈરાગ્ય કે વિરકિત શું છે ? વૈરાગ્ય એ શબ્દ કોઈ જૈન પૂરતો સીમીત નથી. પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. કોઈપણ સંપ્રદાય, ધર્મ કે ઉપાસના, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, વૈરાગ્ય સાથે સંબંધ ધરાવે છે, વૈરાગ્યની જ વાત કરે છે. ભારતવર્ષનો સાધારણ અભણ માણસ પણ વૈરાગ્ય શબ્દનો વપરાશ કરે છે અને વૈરાગ્ય ભાવને સમજે છે, સાધુ સંતો કે ધાર્મિક માણસોમાં વૈરાગ્ય હોવો જોઈએ તેવી તેની કલ્પના છે. કહેવાનું તાત્પર્ય છે કે વૈરાગ્ય શબ્દ ઘણોજ વ્યાપક છે. સાધનાની પહેલી સીડીમાં પણ વૈરાગ્ય હોય છે અને અંતિમ બિંદુ પર પણ વૈરાગ્ય હોય છે. વૈરાગ્યની એક અદ્ભુત અમૃત ભરેલી સાંકળ છે. સાધારણ ઓઘડ બાવાઓ પણ પોતાને વૈરાગી કહેવડાવે છે. ઉચ્ચ કોટિના સાધુ સંતો પણ વૈરાગ્યનો આશ્રય કરી સાધુજીવનનો વિસ્તાર કરે છે. આમ બહોળી નજરે જોતાં વૈરાગ્ય કણ કણમાં, નસ નસમાં, ધર્મની સાક્ષી આપવા માટે વ્યાપ્ત થયેલો છે. - વૈરાગ્યના બે પાસા છે. પાંચે ઈન્દ્રિયો તે પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ છે, યોગેન્દ્રિયો પણ છે, ભોગેન્દ્રિયો પણ છે અને સાધનાક્ષેત્રમાં તે પાંચે યોગેન્દ્રિયો પણ છે. જૈન તત્ત્વજ્ઞાનમાં ઈન્દ્રિયોના વ્યાપારને છૂટા પાડવામાં આવ્યા છે. જ્યારે ઈન્દ્રિયો ભોગ ઉભુખ હોય ત્યારે તે વિષયનો સ્પર્શ કરે છે. તે જ ઈન્દ્રિયો જયારે ભોગથી પરાડમુખ થાય, ત્યારે વૈરાગ્યભાવ પ્રગટે છે. સાધનાના વિરોધી બે મહાતંભ છે કષાય અને વિષય. કષાય છે તે આધ્યાત્મિક દોષ છે, જ્યારે વિષય છે તે ઈન્દ્રિયજન્ય આસકિતનો પ્રભાવ છે. વિષય અને કષાય બને સહચારી છે. કષાયજનિત વિષય અને વિષયજનિત કષાય. કષાયનું મૂળ તત્ત્વ મોહ છે. મોહના બે પ્રમુખ કેન્દ્ર છેઃ રાગ અને દ્વેષ. ઈન્દ્રિય વિષયમાં રમણ કરે ત્યારે તે રાગ કહો કે અનુરાગ કહો. તેનાથી પ્રેરિત હોય છે. આમ વિષયથી ઉન્મુખ થવા માટે રાગનો વિરોધ આવશ્યક છે. તેને તાત્ત્વિક રીતે વિરાગ કહેવામાં આવે છે. રાગએ વિષયને અનુકુળ છે, જ્યારે વિરાગ એ વિષયથી વિમુખ છે. આમ રાગ અને વિરાગ બને વિધિ નિષેધ જેવી ક્રિયા છે. રાગનો નિષેધ એ વિરાગ છે અને વિરાગને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ જ્ઞાન ધ્યાન સાધના કરવામાં આવે તે બધું વૈરાગ્યની કોટિમાં આવે છે. આવશ્યક ખુલાસો : અહીં વૈરાગ્યની જે વાત કરી છે તેનું લક્ષ વિષય રૂ૫ છે, પરંતુ ઘણીવાર વિષયને મૂકીને પણ રાગ સંભવે છે. જેમ કે ગુરુઓનો રાગ, શાસ્ત્ર પ્રત્યેનો અનુરાગ, માતાપિતા પ્રત્યેનો સ્નેહ, મંદિર કે ધર્મપ્રત્યે અનુરાગ અથવા એવા કોઈ પણ શુભ કાર્યો પ્રત્યે પણ આસકિત હોય છે. તો શું આ રાગને ટાળવા જેવો છે? અથવા આ પ્રકારના રાગ શું રાગની કોટિમાં આવે છે ? શું આ ક્ષેત્રમાં પણ વૈરાગ્ય આવશ્યક છે ? મૂળ શાસ્ત્રોમાં, સાધનામાં કે જૈનદર્શનમાં આ બાબતનું સ્પષ્ટ નિરાકરણ મળતું નથી. પાછળથી આચાર્યોએ મીમાંસા કરી, રાગના બે સ્પષ્ટ ભાગ કર્યા અને શુભ રાગ, અને અશુભ રાગ એમ બે નામ આપવામાં આવ્યા, જેને શાસ્ત્રીય ભાષામાં પ્રશસ્તરાગ અને અપ્રશસ્તરાગ એવા શબ્દોથી સંબોધન કરવામાં આવ્યું છે. જેમ મા–બાપ પ્રત્યે ભકિતભાવ અથવા મા–બાપ પ્રત્યે અનુરાગ એ શું રાગ ગણાય? રાગ વગર સેવા થઈ શકતી નથી, તેથી આ રાગને પ્રશસ્ત રાગ કહેવામાં આવ્યો. ધર્મના પુસ્તકો સાચવીને ન રાખે અને તેના પ્રત્યે મમતા ન હોય તો અશાતના પણ થાય છે, આ બધી શાસ્ત્રીય ભકિત પણ પ્રશસ્ત રાગની કોટિમાં આવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ વસ્તુતઃ આત્માથી જેનું અહિત થાય, જન્મ, મૃત્યુના ચક્ર વધે તેવી મનોકામના, આસકિત તે જ વાસ્તવિક રાગ છે અને તે જ બંધનકર્તા છે. પ્રશસ્ત રાગને રાગ કહેવા કરતાં તેને સેવા અને ભકિતની કોટિમાં મૂકી શકાય છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે વિષયોથી વિમુખ થવું અને ભોગની આકાંક્ષાનો ત્યાગ કરવો, એ જ વાસ્તવિક વૈરાગ્ય છે. જ્યારે જીવ ઉચ્ચ કોટિની સાધનામાં જાય અને યોગોની પ્રવૃત્તિ પણ સ્થિર થઈ જાય, ત્યારે પ્રશસ્ત રાગ આપમેળે જ છૂટી જાય છે. તેના માટે અલગ વિરકિતની જરૂર નથી. વૈરાગ્યની ત્રણ સ્થિતિ થાય છે. (૧) વિષયથી મુકત થવું. (૨) પ્રશસ્ત સેવા ભાવમાં રમણ કરવું, તે પણ વ્યવહાર વૈરાગ્ય છે. (૩) ઉચ્ચ સ્થિતિમાં જતાં શુભાશુભ બને પ્રવૃત્તિથી વિમુકત થવું. (૧) પ્રથમ પ્રકારનો વૈરાગ્ય એ સાધ્ય છે. પુરુષાર્થ કરવા યોગ્ય છે. (૩) ત્રીજા પ્રકારનો વૈરાગ્ય એ અંતિમ બિંદુ છે, અને બીજા (ર) પ્રકારનો વૈરાગ્ય એ વચ્ચગાળાની સ્થિતિ છે. એ સહજ ભાવે પ્રાપ્ત થાય છે અને સહજ ભાવે વિમુકત થાય છે. અસ્તુ. - વૈરાગ્યની સફળતા : અહીંયા આપણે વૈરાગ્યની આટલી ઊંડી ચર્ચા કર્યા પછી યોગીરાજ શ્રીમદ્જી આ છઠ્ઠી ગાથામાં કહે છે કે વૈરાગ્યની સફળતા એકાંગી નથી. કોઈ માણસ દોડે છે, તો દોડવાની ક્રિયા પગથી થાય છે પરંતુ જો આંખ ન હોય તો કયારેક દોડવાની ક્રિયા હાનિકારક બની જાય. આંખ તે દ્રષ્ટા છે અને પગ છે તે ક્રિયાત્મક છે. છઠ્ઠી ગાથામાં સ્પષ્ટ કહે છે કે વૈરાગ્યની સફળતા માટે આંખની જરુર છે અને આંખો છે તે આત્મજ્ઞાન છે. અહીં બે શબ્દ છે. આત્મા અને જ્ઞાન. તેનું ઊંડું વિવેચન આપણે પાછળથી કરીશું, અહીં આત્મજ્ઞાન એ સંયુકત શબ્દ છે અને એ જ રીતે વૈરાગ્ય અને સફળતા ત્યાં પણ બે જ શબ્દ છે. વૈરાગ્ય તે કારણભૂત છે અને સફળતા તેનું કાર્ય છે. વૈરાગ્યનું વળી ફળ શું હોય શકે? ફળ વગરની ક્રિયા એ જ તો મુખ્ય સાધના છે. ફળ પ્રાપ્તિ તે સૂક્ષ્મ આસકિત છે. તો અહીં શું લક્ષ રાખીને સફળતાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે સમજવું ઘટે છે. આખી ગાથા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો થી ભરપૂર છે. (૧) વૈરાગ્ય (૨) સફળતા (૩) જ્ઞાન (૪) આત્મજ્ઞાન (૫) પરસ્પરની સાપેક્ષતા અહીં કન્ડીશન સાથે કહેવામાં આવ્યું છે કે જો આત્મજ્ઞાન હોય તો જ વૈરાગ્ય આદિ સફળ છે. તો શું જ્ઞાન વગરનો વૈરાગ્ય નુકશાનકારી છે. કોઈ પણ પરિસ્થિતિમાં વૈરાગ્ય તો કલ્યાણકારી જ છે. તો અહીં આત્મજ્ઞાનની (અપેક્ષા) Condition શા માટે કરવામાં આવી છે? કોઈ ભદ્ર માણસ આત્મજ્ઞાન વગર પણ વૈરાગ્ય ભાવને ભજે તો તેનો અપરાધ શું છે? નીચી યોનીમાંથી જીવ જ્યારે ઊંચો આવે છે, ત્યારે આત્મજ્ઞાન હોતું નથી, પરંતુ વિરકિતનું અવલંબન કરીને જ જીવ ઊંચો આવે છે. આ બધા પ્રશ્નોનો પ્રત્યુતર મેળવી કવિરાજ શું કહેવા માંગે છે. તે સાર તત્ત્વ સમજવા પ્રયાસ કરશું. અહીં વૈરાગ્યને સફળતા સાથે સંબંધ છે તો વૈરાગ્યનું સુફળ શું છે? અહીં સમજવું જોઈએ કે વૈરાગ્ય ઉત્તમ હોવા છતાં, તે સાધ્ય તત્ત્વ નથી. વૈરાગ્ય ઉપાસ્ય નથી, તે ઉપાસના છે, કોઈ Page #110 -------------------------------------------------------------------------- ________________ માણસ ગાયની સેવા કરે છે તો તેનું લક્ષ દૂધ મેળવવાનું છે. આ રીતે સાધન અને સાધ્ય પરસ્પર સબંધિત હોવા છતાં પણ સાધન સ્વયં ફળ નથી. પણ ફળનું કારણ છે. અહીં “વૈરાગ્ય કયારે સફળ” કહ્યું છે પરંતુ આત્મજ્ઞાન વિનાનો વૈરાગ્ય નકામો છે અથવા તેનો કશો પ્રભાવ નથી તેમ કહેવાનો આશય નથી, વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી આગળની સીડી ચડવા માટે જે આગળનું પદ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ સહયોગની જરુર છે. તર્કશાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ કાર્યમાં મુખ્ય એક કારણ કાર્યકર હોતું નથી, પરંતુ બીજા ઘણા કારણ સાથે સંબંધિત થાય છે. જેને કારણે સામગ્રી કહેવામાં આવે છે. ગમે તેવું સારું કારણ સહયોગી કારણના અભાવમાં નિષ્ફળ બની જાય છે. વૈરાગ્યથી જે પ્રાપ્ત થવાનું હતું, તે ક્રમિક પ્રાપ્ત થયું છે પરંતુ હવે આગળના ક્રમમાં કે સાધનામાં જે ફળ પ્રાપ્ત કરવું છે તેને માટે અહીં શાસ્ત્રકાર પ્રબળ કારણની મહતા બતાવે છે અને તે છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનની ચર્ચા કર્યા પહેલા વૈરાગ્યની વાસ્તવિક સ્થિતિ સમજીએ. વૈરાગ્ય શું? સ્વતંત્ર તત્ત્વ છે કે કર્મજન્ય પરિસ્થિતિ છે ? કે ઉદયમાન કર્મોનો અવરોધ થવાથી વૈરાગ્યને અવકાશ મળે છે? શું વૈરાગ્ય શાશ્વત સ્થિતિ છે? જગતના ઈતર દર્શનોએ આ બાબતમાં બહુ વધારે ઝીણવટથી પ્રકાશ નાંખ્યો નથી, જ્યારે જૈનદર્શન વૈરાગ્યની બાબતમાં ઘણી ઊંડાઈથી વિચાર કરે છે. મોહનીય કર્મની તારતમ્ય ભાવે હજારો સ્થિતિ હોય છે, પ્રત્યેક સ્થિતિમાં અનુભવના પ્રભાવ ભિન્ન ભિન્ન હોય છે, મોહ સ્વયં અલગ અલગ પ્રકૃતિનો સ્વામી છે, મોહના ફળ પણ કષાય ભાવે પ્રગટ થાય છે. તે જ રીતે જ્ઞાનાવરણીય કર્મનો ગાઢ ઉદય અને વીર્યાન્તરાયની પ્રબળ તા તેના સહયોગી છે. અર્થાત્ અજ્ઞાન, મોહ અને પુણ્ય પરાક્રમનો અભાવ, આ ત્રિપુટી મળીને સંસાર પ્રત્યે તીવ્રતમ આસકિત ઉભી કરે છે. આ આસકિત પણ અનેક મુખવાળી અને અનેક પ્રકારના પદાર્થો સાથે જેમ કોઈ ઝેરી લતા વિસ્તાર પામીને વૃક્ષને ઘેરી લે છે, તે રીતે ઘણો વિસ્તાર પામી જાય છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે કોઈ નિસર્ગ અથવા સ્વભાવિક કર્મોની સ્થિતિ હૂયમાન થતાં ક્ષયોપશમ ભાવે આંશિક રૂપે સ્વભાવ પર્યાયો ખીલે છે, ત્યારે જીવ સહજ રીતે વિષયોથી ઉપરામ પામે છે. આ છે નિસર્ગજન્ય વૈરાગ્ય અર્થાત્ પ્રાકૃતિક રીતે ક્રમિક વૈરાગ્યના તરંગો પ્રાપ્ત થાય છે. તે જ રીતે પુણ્યના ઉદયથી, કોઈ મહાપુરુષનો સમાગમ થતાં તેમની વૈરાગ્યમય સ્થિતિના દર્શન કરી જીવ સ્વયં વૈરાગ્યનો અનુભવ કરે છે. જો કે આ સમયે પણ મોહની પ્રબળતા ઓછી થવી જોઈએ. કયારેક મોહની પ્રબળતા હોવા છતાં તેના દુષ્ટ પરિણામોથી જીવ આઘાત પામે છે અને અપાર વેદના અનુભવતા પ્રત્યાઘાતરૂપે વૈરાગ્યનો ઉદય થાય છે. કયારેક જ્ઞાનાત્મક પુરુષાર્થથી મોહની પ્રબળતા મંદ થાય છે. કયારેક ભોગવંતરાય અને ઉપભોગાંતરાય આદિ અંતરાય કર્મોની પ્રબળતાથી બધા સાધનો હોવા છતાં જીવ ભોગવી શકતો નથી. ત્યારે પ્રત્યાઘાત રૂપે વૈરાગ્યભાવ જન્મે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વૈરાગ્યની સ્થિતિમાં કર્મનો પ્રભાવ ઘણો જ ભાગ ભજવે છે. આ બધા વૈરાગ્ય ભાવો બહુ શાશ્વત હોતા નથી. તેમજ પુનઃ મોહનો ઉદય થતાં લય પણ પામી જાય છે. સહજ ભાવે જન્મેલો વૈરાગ્ય સ્થાયીરૂપ ઘારણ કરતો નથી. વૈરાગ્યના આનુષંગિક ફળ મળે છે. વૈરાગ્ય વખતે જીવ ચિંતાથી વિમુકત થાય છે, નવા કર્મોનો બંધ કરતો નથી. આવા બધા ફળ વૈરાગ્યથી પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં સિધ્ધિકારને આ બધા ફળનું મહત્ત્વ નથી અને તે વૈરાગ્યની Page #111 -------------------------------------------------------------------------- ________________ સાચી સફળતા પણ નથી. વૈરાગ્ય દ્વારા જીવ ઊંચો જરુર આવ્યો છે. પરંતુ આ સ્થિતિ સફળ ત્યારે જ થાય, જો જીવને સાચું જ્ઞાન હોય, તત્ત્વજ્ઞાન હોય. અહીં શાસ્ત્રકારે વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન.' અહીં આત્મજ્ઞાનનો અર્થ તત્ત્વજ્ઞાન લેવાનો છે. કોઈ પણ એક દ્રવ્યનું સાચું જ્ઞાન બધા દ્રવ્યોને સ્પર્શ કરે છે. આત્મજ્ઞાન એટલે જીવ દ્રવ્યનું જ્ઞાન. અહીં આપણે પ્રથમ વૈરાગ્યની સફળતા વિશે વિવેચન કરી રહ્યા હતા. અહીં સફળતાનો અર્થ આગળની વધારે સ્થાયી સફળતાનો ભાવ છે. અર્થાત્ વૈરાગ્યથી મુક્તિ મળવી જોઈએ. મુકિત તે લક્ષ છે. વૈરાગ્ય તેનું સાધન છે. વૈરાગ્યમાં સ્વયં મુકિતના અંશો છે. પરંતુ પૂર્ણરૂપથી તેનો વિકાસ થતો નથી. જેમ બીજમાં વૃક્ષ સમાયેલું છે. પરંતુ બીજી કારણ સામગ્રી ન હોય તો બીજ વૃક્ષ રૂપે પલ્લવિત થતું નથી. એટલા માટે આપણે પૂર્વમાં કહ્યું કે કારણ સામગ્રી ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. વૈરાગ્યને પલ્લવિત કરવા માટે આત્મજ્ઞાન રૂપી કારણ સામગ્રી બહુ જરૂરી છે. જેમ પાણી વગર રોપા સુકાઈ જાય છે અને આંખ વગરનો માણસ લથડી જાય છે, તેમ જ્ઞાન વગરનો વૈરાગ્ય બાકીના બધા ગુણોને શુષ્ક બનાવી દે છે. જ્ઞાનથી વૈરાગ્યનું સિંચન થાય છે, એટલે અહીં શાસ્ત્રકાર વૈરાગ્ય અને આત્મજ્ઞાન બન્નેની જોડી બતાવે છે. જેમ કાચું સોનુ કલાકારના હાથમાં આવે તો તે અલંકાર બની જાય છે, તેમ વૈરાગ્ય જો જ્ઞાનની સાથે જોડાય તો વૈરાગ્ય સ્વયં આનંદનું ઝરણુ બની જાય છે. એથી સ્પષ્ટ થાય છે કે વૃક્ષ અને તેનું ફળ, તેમાં ફળ જ મહત્વપૂર્ણ છે. તેમ વૈરાગ્યનું ફળ નિર્દોષ આનંદ જ છે. પણ આ ફળ ત્યારે જ પ્રસ્ફુટિત થાય, જ્યારે આત્મજ્ઞાન પ્રગટ થયું હોય. અહીં વૈરાગ્યના ફળને પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન પરમ આવશ્યક છે, તેમ નિશ્ચયથી કહ્યું છે. આપણે પૂર્વમાં ચૌભંગી કરી છે, તેમાં વૈરાગ્યની સાથે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સાથે વૈરાગ્ય તેવા બે ભંગ બતાવ્યા છે. તે બન્ને વસ્તુતઃ એકજ છે. છતાં ક્રમિક વિકાસની દૃષ્ટિએ કયારેક આત્મજ્ઞાનમાં વૈરાગ્યની પ્રાથમિકતા હોય છે અને આત્મજ્ઞાન ઉત્તરવર્તી હોય છે. કયારેક આત્મજ્ઞાનની પ્રાથમિકતા હોય છે અને વૈરાગ્ય ઉત્તરવર્તી હોય છે, અને કયારેક બન્ને સહધર્મી હોય છે, બંનેનો સહજન્મ હોય છે. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે આ બન્નેની જોડી જામવી જોઈએ તો વૈરાગ્યનો ભાવ સફળ બને. કોઈ પણ ક્રિયાનું ફળ તો હોય જ છે. સફળતાનો અર્થ ફળ ન આવવું કે આવવું તે નથી. ફળ અને ફળની આકાંક્ષા તેમ બે અર્થ થાય છે. પૂર્વમાં જે પ્રશ્ન કર્યો છે તે નિષ્કામ વ્યકિતને કે તેની સાધનાને ફળની શી જરુર છે ? ફળરહિત સાધના તે પરિપૂર્ણ સાધના છે, એમ જે કહેવામાં આવ્યું છે અથવા જે નિષ્કામ સાધના છે તેનો અર્થ ફળની આકાંક્ષા રાખવાની નથી. ફળ વગરની તો કોઈ ક્રિયાનો સંભવ નથી. ફળની આકાંક્ષા કરવાથી સાધનામાં મંદતા આવે છે અને ફળમાં વૈગુણ્ય આવે છે, અર્થાત્ ફળની માત્રા ઘટી જાય છે. તો અહીં વૈરાગ્યની સફળતા એવો શબ્દ મૂકયો છે. તે સાર્થકતાના હિસાબો છે. સફળ થવું અને સાર્થક થવું, બન્નેનો ભાવ એક હોવા છતાં સફળમાં ફળની આકાંક્ષા છે. જ્યારે સાર્થક થવામાં સાઘનાની મહત્તા છે. આ છઠ્ઠી કડીમાં વૈરાગ્ય આદિ સફળ જેમ કહ્યું છે, તેનો ખરો અર્થ વૈરાગ્ય આદિ સાર્થક થાય છે, જો આત્મજ્ઞાન સાથે હોય તો. પાઠકે અથવા ચિંતક વ્યકિતએ સફળતાનો મર્મ સમજવાનો છે. વૈરાગ્યવંત જીવને ફળની ઈચ્છા છે જ નહીં. આ બધી નિષ્કામ સાધનામાં સ્વતઃ ઊંચી અવસ્થા ૯૮ |||||| Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થાય છે. એટલે ઉપરની શંકા નિરસ્ત થઈ જાય છે. આત્મજ્ઞાનની વિવેચના : વૈરાગ્ય ઉપર આટલો ઊંડો વિચાર કર્યા પછી અને તેના બધા પાસાઓ તપાસ્યા પછી યોગીરાજે આત્મજ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે. તો તેનો ભાવાર્થ સમજવો જરૂરી છે. આત્મજ્ઞાનનો અર્થ શું ? આત્માનું જ્ઞાન એવો જો અર્થ કરશું તો આત્મા અલગ છે અને જ્ઞાન અલગ છે, એમ સમજાશે. જ્યારે વસ્તુતઃ જ્ઞાન અને આત્મા અલગ નથી. વળી જ્ઞાન એક આત્માને જ પ્રકાશિત કરે, તેવો જ્ઞાનનો સ્વભાવ પણ નથી, કારણ કે દર્શનશાસ્ત્રમાં જ્ઞાનને સ્વપર પ્રકાશક માન્યું છે. તો તે આત્માનો પણ પ્રકાશ કરે અને બીજા દ્રવ્યનો પણ પ્રકાશ કરે, પોતે સ્વયં પ્રકાશિત થાય, અને પર દ્રવ્યને પણ પ્રકાશિત કરે. દિપક બધી વસ્તુને પ્રકાશિત કરે છે, પરંતુ દિપક ને જોવા માટે બીજા દિપકની જરુર નથી. દિપક સ્વપર પ્રકાશક છે. એ જ રીતે જ્ઞાન તે આત્મજ્ઞાન પુરતું સીમિત રહેતું નથી. જ્ઞાનની બીજી વ્યાખ્યાઓમાં પણ જ્ઞાનને સર્વ પ્રકાશક માન્યું છે. જ્ઞાન એક જ દ્રવ્યને પ્રકાશિત કરે તે સંભવ નથી. જે ઈશ્વરને જાણે છે, તે માયાને પણ જાણે છે, અને માયાને જાણે છે તે ઈશ્વરને પણ જાણે છે. જ્ઞાનની રેખામાં જે કોઈ પદાર્થ ય રૂપે ઝળકે છે તે બધાને પ્રકાશિત કરવાનો સ્વભાવ છે. દર્શનશાસ્ત્રમાં કહ્યું છે કે બુદ્ધિસ્તુ તત્ત્વ પક્ષપાતિની બુદ્ધિનો સ્વભાવ સત્યને પારખવાનો છે. કોઈ અયોગ્ય કારણોની ઉપસ્થિતિમાં જ બુદ્ધિ અયોગ્ય નિર્ણય કરે છે, અન્યથા બુદ્ધિ એ નિર્મળ તત્ત્વ છે. જ્ઞાનને પારદર્શક કહ્યું છે. અહીં યોગીરાજે આત્મજ્ઞાન શબ્દ મૂકયો છે, તે વ્યવહારદષ્ટિ એ મૂકયો છે, વસ્તુતઃ જ્ઞાન બધા દ્રવ્યોને જાણે છે. આત્મા અને અનાત્મા બન્નેનું પરીક્ષણ કરે છે. અનાત્માનું જ્ઞાન થાય તે પણ આત્મજ્ઞાન જેવું મહત્વપૂર્ણ છે. અસ્તુ. અહીં આત્મજ્ઞાન શબ્દનો પદચ્છેદ કર્યા પછી આત્મા શું છે? કેવળ તે શબ્દનો વિષય નથી અને સાધારણ જ્ઞાનનો પણ વિષય નથી. નેતિ નેતિ કહીને શાસ્ત્રોએ આત્મા અર્થાત્ બ્રહ્મતત્ત્વને જાણવા માટે હાથ હેઠા મૂકી દીધા છે તો સામાન્ય મનુષ્યનું જ્ઞાન આત્મતત્ત્વને કેવી રીતે સ્પર્શી શકે ? આત્મજ્ઞાન માટેની જે ભૂમિકાઓ યોગશાસ્ત્રમાં નિશ્ચિત કરી છે તે ભૂમિકાઓની સાધના કર્યા વિના આત્મજ્ઞાન સંભવ નથી, તેમ મહાત્માઓ કહે છે. વસ્તુતઃ આત્મા એ ગૂઢ ગોપ્ય તત્ત્વ છે. સમગ્ર સંસારની ભૂમિકા તેના ઉપર નિર્ભર છે. સમસ્ત દ્રશ્યમાન જગત તેના પ્રભાવથી ઉદ્દભૂત છે પરંતુ સ્વયં અદ્રશ્ય છે. તે સામાન્ય ઈન્દ્રિય અને મનથી પર જ છે. ઈન્દ્રિયાતીત,(મનો અગમ્ય) મનસાઅગમ્ય, તે ભૌતિક સાધનોથી પ્રત્યક્ષ ન થઈ શકે એ આત્મ તત્ત્વને જાણવા માટે અહીં જે આત્મજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે તે કયું જ્ઞાન? આત્મદ્રવ્યનું સાક્ષાત જ્ઞાન અને બીજું આત્મ સંબંધી બૌદ્ધિક નિર્ણય કરવો કે સંકલ્પ કરવો તેવું મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન, એ પણ આત્મજ્ઞાનમાં સમાવિષ્ટ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ જ્ઞાનના બે ભેદ સંભવે છે. એક વૈજ્ઞાનિક ઈલેકટ્રીસીટી વિશે ઘણું જાણે છે પરંતુ ઈલેકટ્રીસીટીનો કરંટ સાક્ષાત અનુભવમાં લેતો નથી. અહીં તેને વિજળીનું જ્ઞાન છે, પરંતુ વિજળીનો પ્રત્યક્ષ અનુભવ નથી. છતાં વિજળી સંબંધી તેનું જ્ઞાન નિર્ણાયક છે પ્રમાણભૂત છે, અને તેના કથન પ્રમાણે વિજળીના મશીન પણ ગોઠવાય છે. આ એક સ્થળ ઉદાહરણ થયું. અહીં સિદ્ધિકારે જે આત્મજ્ઞાન શબ્દ મૂકયો છે, તે આત્માના સૈકાલિક સ્વરૂપને લક્ષમાં રાખી તેનું જે શાસ્ત્ર સ્વરૂપ છે તે બાબત નિર્ણય કરવા સંબંધી જ્ઞાન, તે આત્મજ્ઞાન છે. અહીં આત્મા શબ્દ ભલે વાપર્યો પરંતુ # 30:.33 % :5ી.'': !!!!!!!! !!!!! Page #113 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ દ્રવ્યનું સૈકાલિક જ્ઞાન કરવું તે આત્મજ્ઞાનની બરાબર છે. જગતના કોઈપણ પદાર્થને સંપૂર્ણ જાણવાથી તે આત્માને પણ જાણી લે છે. શાસ્ત્રકારોએ લખ્યું પણ છે. “જે ને ગાળ૬, તે સળં ના ” અર્થાત્ જે એકને જાણે છે, તે બધાને જાણે છે. અલૌકિક ત્રિવેણી : વિશ્વના બધા જ દ્રવ્યો નિત્ય અને અનિત્ય ભાવે પરિવર્તનશીલ પણ છે અને શાશ્વત પણ છે. જેને પર્યાય અને દ્રવ્ય કહેવામાં આવે છે. પર્યાય ક્ષણિક છે, જ્યારે દ્રવ્ય શાશ્વત છે. અહીં એક આનંદજનક ત્રિવેણી લક્ષમાં લેવા જેવી છે. (૧) શાશ્વત દ્રવ્ય (૧) અનિત્ય દ્રવ્ય ' (૨) તેનું શાશ્વત જ્ઞાન (૨) તેનું અનિત્ય જ્ઞાન (૩) તેનાથી ઉપજતું શાશ્વત સુખ (૩) અને તેમાંથી ઉપજતું ક્ષણિક સુખ ઉપર્યુકત ત્રિવેણી પરથી સમજવાનું છે કે મનુષ્ય શાશ્વત દ્રવ્યને ઓળખે. તેના શાશ્વત સ્વભાવનો નિર્ણય કરે અને ત્યારપછી જ્ઞાનમાં તેના સંકલ્પ કરે, તો તે જ્ઞાન નિત્ય દ્રવ્યને સ્પર્શ કરતું અખંડ જ્ઞાન બની જાય છે પરંતુ જ્યારે મનુષ્ય દ્રવ્યોમાં જ ખોવાયેલો હોય છે અને દ્રશ્યમાન પર્યાયોમાં આસકત હોય, ત્યારે તેનું જ્ઞાન પણ ક્ષણિક અને અસ્થાયી હોય છે, જેને ખંડ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાનથી વિકલ્પનો જન્મ થાય છે. શાશ્વત જ્ઞાન તે સંકલ્પનો જનક છે જયારે અનિત્ય જ્ઞાન, અશાશ્વત જ્ઞાન તે વિકલ્પનો જનક છે. - સાક્ષાત્ આત્મજ્ઞાન થવું તો ઘણી જ દૂરની વાત છે. ઘણી ભૂમિકાઓ પાર કર્યા પછી આત્મા સંબંધી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અને તે જ્ઞાન શાશ્વત મુકિતની એક પ્રકારની છબી છે. મુકિતની છાયા છે પરંતુ આવું આત્મજ્ઞાન સામાન્ય પક્ષમાં સંભવિત નથી. આત્મા સંબંધી સંકલ્પ કરી નિશ્ચયાત્મક ભાવે બુદ્ધિને સ્થિર કરવી અને તે આત્માનો સ્વભાવ જ શાંતિદાયક છે. પર પદાર્થો પોતાના ગુણધર્મથી પરિપૂર્ણ છે પરંતુ જીવના સુખ દુઃખના કારણભૂત નથી. તેથી પરપદાર્થોને પણ શાશ્વત ભાવે ઓળખ્યા પછી આત્મદ્રવ્યને પણ એ રીતે ઓળખી તેના ગુણધર્મો પ્રત્યે આસકત ન થતાં તરૂપ બની નિજાનંદનો આનંદ ભોગવે છે. આ છે સામાન્ય સાધકનું આત્મજ્ઞાન. અહીં સિદ્ધિકારે વૈરાગ્ય આદિની સફળતાનો આધાર આત્મજ્ઞાનને માન્યો છે. સ્પષ્ટ લખ્યું છે કે “વૈરાગ્ય આદિ સફળ તો, જો સહ આતમ જ્ઞાન” અર્થાત્ આત્મજ્ઞાન સાથે રહેવાથી અથવા આત્મજ્ઞાનનો સંપૂટ મળવાથી જ વૈરાગ્ય ફળવંતો બને છે. આ વ્યવહાર દષ્ટિએ કહેવામાં આવ્યું છે. વસ્તુતઃ આત્મજ્ઞાન તે જ્ઞાનની પરિણતિ છે અને વૈરાગ્ય તે મોહ આદિનો ઉપશમ છે. બને સ્વતંત્ર પર્યાયો છે. દૂધમાં સાકર નાખવાથી દૂધ મીઠું થાય છે, પરંતુ હકીકતમાં દૂધ તે દૂધ છે અને સાકર તે સાકર છે. બન્નેનો સહભાવ છે છતાં બન્નેના સ્વભાવ સ્વતંત્ર છે અને બન્નેની પરિણતિ પણ સ્વતંત્ર છે. તેમ ઉપશમ ભાવની પરિણતિ સ્વતંત્ર છે અને જ્ઞાનની પરિણતિ પણ સ્વતંત્ર છે. ઉપશમની સફળતામાં જ્ઞાન કારણ નથી અને જ્ઞાનની સફળતામાં ઉપશમ કારણ નથી. પરંતુ અહીં સફળતાનો અર્થ છે ચિતમાં ઉપજતો પ્રહલાદ અથવા ઈશ્વર ભકિતમાં ઉપજતી આનંદ લહેરી. આ બને ગુણો ચિત્તના શાંતિ સ્વભાવમાં સમાન ભાવે કામ કરી રહ્યા છે. એટલે આપણે જેમ પૂર્વમાં કહી ગયા તેમ વૈરાગ્ય સફળ તો છે જ પરંતુ ભવિષ્યની સફળતા માટે અને વધારે મીઠા ફળ પાછા ૧૦૦ E Page #114 -------------------------------------------------------------------------- ________________ આપવા માટે આત્મજ્ઞાનનો સંયોગ થવો નિતાંત આવશ્યક છે. બન્નેનું અધિષ્ઠાન આત્મા સ્વયં છે એટલે ઉપશમભાવ કે જ્ઞાન સ્વતંત્ર હોવા છતાં, આત્મા રૂપ અધિષ્ઠાનમાં બન્ને ત ્રૂપ બની જાય છે. દૂધ અને સાકર સ્વતંત્ર હોવા છતાં ઉપભોકતાની સ્વાદેન્દ્રિયનું અધિષ્ઠાન એક જ હોવાથી ત્યાં બન્ને તદરૂપ બની જાય છે. આ એટલો બધો ઝીણો વિષય છે કે શબ્દોથી પરિભાષિત કરવો દુર્ગમ છે. છતાં પણ લક્ષમાં આવે એટલે આટલું ઊંડુ વિવેચન કર્યુ છે. સફળતાની વિશેષતા : વૈરાગ્ય અને જ્ઞાનની જોડી એ નિતાંત જરૂરી છે. તે બન્ને સાથે હોવાથી આત્માના અલંકાર છે. વિખૂટા પડવાથી તેના ઉચિત ફળમાં અંતરાય આવે છે. તેથી જ અહીં સિદ્ધિકારે સળ શબ્દ મૂકયો છે. નિષેધાત્મક નિષ્ફળ છે તેમ કહ્યું નથી. જેમ કોઈ ખેડૂતને કહે છે કે તમારી ખેતીમાં તમોએ ધ્યાન આપ્યું હોત, તો તે સફળ થાત. તેનો અર્થ એ છે કે બીજાએ ધ્યાન આપ્યું તે સર્વથા નિષ્ફળ છે તેમ નથી પરંતુ તમે સ્વયં ધ્યાન આપ્યું હોત તો વિશેષ સારું ફળ પ્રાપ્ત થાય. તેમ આત્મજ્ઞાન હોવાથી વૈરાગ્યના જે કાંઈ બીજા દોષો હોય તેનો પણ પરિહાર થઈ જાય છે અને વૈરાગ્ય સ્વયં નિર્મળ બને છે. સાબુ લાગતાં કપડું વધારે સ્વચ્છ થાય છે તેમ જ્ઞાનની રોશની આવતા વૈરાગ્ય નિર્મળ થઈ જાય છે. અહીં સફળ શબ્દ વિચારણીય છે. વૈરાગ્યમાં પણ સફળનું વિશેષણ છે. વૈરાગ્યથી ઉપજતા આત્મજ્ઞાનમાં પણ સફળ શબ્દ જોડાય છે. આંબાનું સિંચન કરતા ફળ સુંદર બને છે અને ખાનારને પણ અધિક સ્વાદ આપે છે. એક સફળ તા કેરીની છે અને બીજી સફળતા સ્વાદની છે. તેમ અહીં વૈરાગ્ય સ્વયં સફળ થઈ જાય છે અર્થાત્ નિર્મળ બની જાય છે અને તેનાથી આત્માને પણ નિર્મળ ભાવોની પ્રાપ્તિ થાય છે. આ રીતે સફળ શબ્દ કર્મ અને કર્તા બન્ને સાથે જોડાય છે, કાર્ય અને કર્તા બન્નેનું વિશેષણ છે. વૈરાગ્ય સ્વયં એક નિષ્પત્તિ છે. આત્મા તે નિષ્પાદક છે. સફળતા નિષ્પત્તિ સાથે પણ જોડાયેલી છે અને નિષ્પાદકને પણ સ્પર્શ કરે છે. જેમ ઉત્તમ કારીગરીથી બનેલું અલંકાર સ્વયં સુશોભિત થાય છે અને અલંકારને ધારણ કરનારને પણ સુશોભિત કરે છે. ઉત્તમ કળાની બન્ને ઉપર અસર થાય છે. તેમ અહીં પણ આત્મજ્ઞાન એ ઉત્તમ કળા છે. વૈરાગ્ય તે સ્વર્ણ છે અને આત્મા તે અલંકારનો ધારક છે. આત્મજ્ઞાન રૂપીકલાથી ભરપૂર રમણિય બનેલો વૈરાગ્ય આત્માને પણ રમણિય બનાવે છે અને સ્વયં પણ રમણિય બની જાય છે. આ રીતે વૈરાગ્ય અને આત્મજ્ઞાનની જોડી એક અદ્ભુત ઉત્તમ નક્ષત્રની જોડી જેવી છે. અસ્તુઃ આત્મજ્ઞાન : હવે આપણે આ આત્મજ્ઞાન શું છે તે વિશે શાસ્ત્રીયભાવે અને મહાત્માઓના અનુભવને આઘારે તેનું વિવેચન કરશું. પૂર્વમાં કહી ગયા તેમ આત્મતત્ત્વ અથવા બ્રહ્મતત્ત્વ એ સંપૂર્ણ વિશ્વનું અધિષ્ઠાન છે. આત્મજ્ઞાન વિશે સાધારણ માણસથી લઈ અને મહાન યોગેશ્વર સાધકોએ ચર્ચા કરેલ છે અને આત્મજ્ઞાન બહુ જરૂરી છે તેમ એક સ્વરે સહુએ સ્વીકાર કરેલ છે. આત્મજ્ઞાન વિશે સ્પષ્ટ ધારણા હોય એમ લાગતું નથી. જેમ ઈશ્વર માટે સાધારણ મનુષ્યથી લઈને પરમ ઉચ્ચ કોટિના વ્યકિતઓ પણ ઈશ્વરનો સ્વીકાર કરે છે, પરંતુ ઈશ્વર વિશે સ્પષ્ટ ધારણા હોય તેમ લાગતું નથી. ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ અહીં એક આપણે રમુજી ઉદાહરણ આપશું. એક અધ્યાપક જેને ઘણું જનરલ નોલેજ હતું અને વિશાળ વાંચન હતું. આ અધ્યાપકજીએ ઈશ્વર વિશે ઘણા પુસ્તકો વાંચ્યા હતા. તે એક મહાત્મા પાસે ગયા. મહાત્માજી ઉચ્ચ કોટિના સાધક હતા. અધ્યાપક મહોદયે ગુરુજીને પ્રણામ કરી કહ્યું કે ભગવંત મને ઈશ્વર વિશે ઘણું જાણપણું છે. તે હું આપની સામે રાખીશ અને આપનો અભિપ્રાય લેવા માંગું છું કે મારું જ્ઞાનં બરાબર છે કે કેમ ? મહાત્માજીએ કહ્યું કે કહો. અધ્યાપકજીએ ઘણાં ગ્રંથોના, તત્ત્વજ્ઞાનના, પુસ્તકોના, શાસ્ત્રના અને બઘા સંપ્રદાયોની ઈશ્વર વિશે શું માન્યતા છે, તેના ક્રમબધ્ધ હવાલા આપ્યા. ખરેખર ઈશ્વર વિશે તેને ઘણું જ્ઞાન હતું. ત્યાર બાદ મહાત્માજીને પુછયું, મહાત્માજીએ જવાબ આપ્યો કે ઈશ્વર વિશે આપ ઘણું જાણો છો, પણ ઈશ્વરને જાણતા નથી. આ સાંભળીને અધ્યાપક મહોદય સમજી ગયા કે કેવળ વિચારાત્મક જ્ઞાન પર્યાપ્ત નથી, અનુભવાત્મક જ્ઞાન આવશ્યક છે. અહીં આપણે પણ જો કે અનુભવાત્મક જ્ઞાનને શબ્દ દેહ આપી શકતા નથી. અનુભવ તે વ્યકિતગત નિજ અનુભવ છે. શબ્દમાં ઉતારવો અગમ્ય છે. છતાં પણ વૈચારિક જ્ઞાન આવશ્યક તો છે જ. અહીં આત્મજ્ઞાન શબ્દનો જે પ્રયોગ કર્યો છે તો આત્મા શું છે તે જાણવું જરૂરી છે. આત્મજ્ઞાનની સાથે સાથે ભારતમાં બ્રહ્મજ્ઞાન શબ્દ પણ પ્રચલિત છે. તો આ બ્રહ્મ શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે. વેદાંત કહે છે કે “અર્નિવવનીયા મા' અર્થાત્ માયાનું વિવેચન થઈ શકતું નથી, પરંતુ બ્રહ્મતત્ત્વ વ્યાખ્યા યોગ્ય છે. અસ્તુ. જૈનદર્શનમાં પણ આત્મદ્રવ્યને પ્રારુપ્ય માનવામાં આવેલ છે. પૂર્વમાં આપણે કહી ગયા છીએ કે અહીં આત્મ શબ્દ કેવળ આત્મદ્રવ્ય પૂરતો સીમિત નથી, પરંતુ બધા દ્રવ્યનું જ્ઞાન એટલું જ મહત્વ ધરાવે છે. છતાં પણ આત્માને પ્રમુખતા આપી છે. એટલે આપણે આત્મદ્રવ્ય વિશે વિચાર કરશું, અને આત્મા સાથે જ્ઞાન શબ્દ જોડયો છે. એટલે આત્માનું જ્ઞાન અથવા આત્મા જેનો વિષય છે તેવું જ્ઞાન, અથવા આત્મસ્વરૂપ જ્ઞાન અથવા જ્ઞાન સ્વરૂપ આત્મા. આત્મજ્ઞાન શબ્દમાં આ બધા અર્થોનો સમાવેશ થાય છે. જ્ઞાન તે આત્મ દ્રવ્યથી ભિન્ન નથી પરંતુ જ્ઞાન તે પર્યાય છે, જ્યારે આત્મ તે અખંડ દ્રવ્ય છે. જ્ઞાનની પર્યાય જેમાં પ્રગટ થાય છે તેવો જ્ઞાનપિંડ પણ આત્મપિંડ જેવો અખંડ છે. એટલે સીધો અર્થ તે થયો કે જ્ઞાનની એવી પર્યાય કે જેમાં આત્મ દ્રવ્ય ઝળકે છે, અને આત્મ દ્રવ્યના ગુણોનું ભાન કરાવે છે. તેવી વિશુધ્ધ પર્યાય તે આત્મજ્ઞાન કક્ષામાં આવે છે. જ્ઞાનશેયની એકરૂપતા ઃ આત્મદ્રવ્ય વિશે ધારણા ગલત થાય અથવા આત્મ દ્રવ્ય જેવું છે તેવું ન માનતા વિપરીત રૂપે સ્વીકાર કરે તો આ અશુધ્ધ દ્રવ્યની કલ્પના જ્ઞાનને પણ અશુધ્ધ બનાવે છે. અહીં આપણે એક ચૌભંગી કરીએ. (૧) શુદ્ધ આત્મદ્રવ્યની ધારણા અને તેનાથી ઉપજતું શુધ્ધ જ્ઞાન. (૨) આત્મદ્રવ્યની વિપરીત કલ્પના અને તેનાથી ઉપજતું અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન. (૩) આત્મ દ્રવ્યની શુધ્ધ ધારણા પરંતુ વિપરીત જ્ઞાન. (૪) આત્મ દ્રવ્યની વિપરીત ધારણા અને શુધ્ધ જ્ઞાન. • અહીં ત્રીજો અને ચોથો ભાંગો સંભવ નથી, કારણ કે જ્ઞેય અનુસારી શાન હોય છે અને ૧૦૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અનુસારી જ્ઞયની કલ્પના થાય છે. અર્થાત્ દ્રવ્ય શુધ્ધ હોવા છતાં તેના વિશે ભ્રમાત્મક જ્ઞાન બને છે. પ્રથમ અને બીજો બન્ને ભંગ સામ્ય યોગી છે. શેય અને જ્ઞાનમાં સામ્યયોગ હોય છે. કોઈ દોષના કારણે જ્ઞાનમાં વિપર્યય થાય છે. પરંતુ દ્રવ્યમાં વિપર્યય થઈ શકતો નથી. અહીં આપણે જ્ઞાન અને શેયને છૂટા રાખી વ્યાખ્યા કરી રહ્યા છીએ. આવો વિપર્યય શા માટે થાય છે તેનું ઊંડાઈથી ચિંતન કરતાં પહેલા આત્મ દ્રવ્ય વિશે સ્પષ્ટતા કરી લેશું. સમગ્ર આસ્તિક દર્શનોમાં અને ખાસ કરીને જૈનદર્શનમાં ચૈતન્યદ્રવ્ય અર્થાત્ આનંદઘન આત્મ દ્રવ્ય એવા તત્ત્વોનો નિશ્ચયરૂપ સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે બૌધ્ધ દર્શન આસ્તિકવાદી હોવા છતાં તે ઈશ્વર કે આત્માનો સ્વીકાર કરતો નથી. તે સંપૂર્ણ અનાત્મવાદી છે. સત્કર્મના શુધ્ધ ફળ મળે છે, તે સુખ આપે છે અને અસત્ કર્મ દુઃખ આપીને જન્મમૃત્યુ વધારે છે. આમ તે દર્શનની કર્મમાં આસ્થા હોવાથી તે આસ્તિક દર્શન છે, પરંતુ તત્ત્વની દ્રષ્ટીએ તે અનાત્મવાદી દર્શન છે અસ્તુ. અહીં આપણે આત્મવાદી દર્શનનોને આધાર માની આત્મતત્ત્વની વ્યાખ્યા કરશું. આત્માનો સ્વીકાર કરવા માટે નાસ્તિકવાદને અપ્રમાણિક માનવા માટે સ્વયં આત્મ સિધ્ધિકાર આગળની કડીઓમાં ઘણી જ ઊંડી ચર્ચા કરવાના છે. આપણે અહીં આત્મજ્ઞાનની સાથે આત્મદ્રવ્યનો સ્વીકાર કરી આત્મા વિશે શાસ્ત્રીય ધારણાની વ્યાખ્યા કરશું. આત્મ દ્રવ્યની વ્યાપકતા અખંડ અવિનાશી, અરુપી ગુણનિધાન, જ્ઞાનસ્વરૂપ, ઈન્દ્રિયાતીત, મનથી પણ અગમ્ય પરંતુ સમગ્ર જીવરાશિમાં વ્યાપ્ત આ ચૈતન્ય તત્ત્વ છે. તે ચૈતન્ય તત્ત્વ નિત્ય શાશ્વત હોવા છતાં પરિવર્તનશીલ કર્મયુકત વિભિન્ન ભાવોથી દેહાદિમાં રમણ કરે છે, આ જે ચૈતન્ય દ્રવ્ય છે, તેને આત્મદ્રવ્ય માનવામાં આવ્યું છે. તેને જીવ જેવી સંજ્ઞા આપવામાં આવી છે. દેહના બધા દિવ્ય ગુણો, ઈન્દ્રિયો અને મનનું સંચાલન આત્મદ્રવ્યની ઉપસ્થિતિમાં જીવાત્મા જીવનરૂપી રંગમંચ પર સુખ-દુઃખના વિવિધ ભાવોનું નાટક કર્યા કરે છે અને જીવદ્રવ્યની ગેરહાજરી થતાં, બધું અચેતન થઈ નિશ્ચષ્ટ બની આખું તંત્ર તૂટી પડે છે, દેહનો લય થઈ જાય છે, દેહ રહે તો પણ સડવા મંડે છે. આત્મ દ્રવ્યનો પ્રભાવ લુપ્ત થતાં દેહાદિ ઉપર પુદ્ગલનો પૂર્વ પ્રભાવ પથરાય છે. આ આત્મદ્રવ્ય દૃષ્ટિથી અગોચર હોવા છતાં અને ઈન્દ્રિય વગેરે ઉપકરણથી અગમ્ય હોવા છતાં, તેનું અસ્તિત્વ સમગ્ર જીવનનું કે સમસ્ત જીવ રાશિનો આધાર છે. આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધા ભૂત તત્ત્વો આત્મ દ્રવ્યથી જ સંચાલિત થાય છે. એમ કહો કે આ બધા ભૂતગણ વસ્તુતઃ દેહધારી છે. અસંખ્ય ચૈતન્ય તત્ત્વ મળી આ વિરાટ ભૂતોનું સંચાલન કરે છે, અને તે જ ચૈતન્ય તત્ત્વ પોતાના કર્મો અનુસાર આ બધી જ જીવરાશિમાં સુખ દુઃખનું ભાજન બની, તેના જીવનનું અને અંતે મૃત્યુનું કારણ બને છે. એક વૃક્ષ પણ વધે છે, ફલે, ફૂલે છે કે લીલુંછમ દેખાય છે, તેમાં પણ ચૈતન્ય તત્ત્વ પૂરો ભાગ ભજવે છે. ચૈતન્ય દ્રવ્યનો અભાવ થતાં તે વૃક્ષ સૂકાઈને કાષ્ટ બની જાય છે. અસ્તુ. આમ વિશ્વમાં ચૈતન્ય દ્રવ્ય બહુજ મોટો ભાગ ભજવે છે. જીવ આ બધું નાટક પોતાની સકર્મ અવસ્થામાં કરે છે. કયારેક સવળી ગતિ થતાં જીવે પોતાનાં કર્મોનું વિસર્જન કરે છે, ત્યારે સાંસારિક નાટક પૂરું કરી મુકત બની જાય છે. આમ ચૈતન્ય દ્રવ્યની બે અવસ્થા સામે આવે છે. સાંસારિકદશા અને મુકત દશા. કર્મની લીલા : આત્મજ્ઞાનમાં જે “આત્મ' શબ્દ છે તે આત્મ સાંસારિક અવસ્થામાં હોવા " જયlllu||\/II/II /II | llllllhi|||It|| l|ll| lili[li[li[l, Page #117 -------------------------------------------------------------------------- ________________ છતાં કેવા કેવા ભાવોને ભજે છે અને તેમાં શુદ્ધ અને અશુધ્ધ, અવિકારી અને વિકારી, સ્વાભાવિક અને સ્વભાવિક એવી બે અવસ્થાઓ દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારની યોનિઓમાં રમણ કરી ઉચ્ચ કોટિની માનવ ગતિને પણ પ્રાપ્ત કરે છે. તો અહીં આપણે જીવાત્માની આંતરિક દશા શું છે ? તેનું સ્પષ્ટીકરણ કરશું. જેમ જીવ, આત્મા, ભગવાન આદિ શબ્દો ધર્મક્ષેત્રમાં પ્રસિધ્ધ છે, તેમ કર્મ શબ્દ પણ એટલો જ વ્યાપક છે. કર્મોનો જીવ સાથેનો અથવા આત્મદ્રવ્ય સાથેનો અનાદિ કાળનો ઊંડો સંબંધ છે. આત્મ દ્રવ્યના ક્ષેત્રમાં ફકત આત્મા જ પરિણામ કરે છે તેવું નથી. સાથે સાથે કર્મજનિત પરિણામો પણ ઉદ્ભવે છે. અર્થાત્ આત્મા અને કર્મની જોડી એ સમગ્ર જીવરાશિના વિભિન્ન પ્રકારના જન્મો વિભિન્ન પ્રકારના કાર્યો અને ભિન્ન ભિન્ન પ્રકારના સુખ દુઃખના આધાર સ્થંભ છે. કર્મયુકત આત્મા અને આત્મયુકત, કર્મ આમ બન્ને સાથે રહેવા છતાં આત્માનો કર્મ પર પ્રભાવ અને કર્મનો આત્મા પર પ્રભાવ “એ” ઘણો મહત્વપૂર્ણ વિષય છે. જૈનદર્શનમાં તો તેનું સંપૂર્ણ ગણિત કરવામાં આવ્યું છે અને કર્મજનિત લાખો અવસ્થાનું વિવેચન મળે છે. અહીં આત્મજ્ઞાન શબ્દમાં આત્મ સંબંધી જ્ઞાનનું મહત્ત્વ બતાવ્યું છે અને જેટલું સત્ય હોય તેનું સાંગોપાંગ પ્રમાણભૂત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હિમાયત કરી છે અને ત્યારે જ વૈરાગ્ય આદિ સફળ થાય તેમ સિધ્ધિકાર જણાવે છે, પરંતુ વર્તમાન આત્માની સ્થિતિ શું છે? તેની યાત્રા કયાંથી શરુ થઈ છે ? કર્મ અવસ્થામાં કેવા વિભાવો જન્મે છે, વિભાવો વચ્ચે પણ તેનું શુદ્ધ અખંડ સ્વરૂપ જળવાઈ રહે છે અને તેના શુધ્ધ સ્વરૂપમાં ક્ષાયિક આદિ ઉત્તમ ભાવો તથા કેવળજ્ઞાન જેવા અનંત મહાજ્ઞાન સમાવિષ્ટ છે, તે વિશે થોડું આપણે જાણીએ. અન્ય દર્શનોમાં ઈશ્વર વિશ્વને ઉત્પન કરે છે અને તેમાં જીવાત્માની પણ ઉત્પતિ થાય છે. બ્રહ્મતત્વ માયાથી વિશિષ્ટ બની જીવ રૂપે વિવિધ : જન્મ ધારણ કરે છે. ભકિત આદિ ઉત્તમ સાધનાથી પુનઃ તે બ્રહ્મ તત્ત્વમાં સમાય છે. આ છે ઉત્પત્તિવાદ. જ્યારે જૈન દર્શનનાં કોઈ પણ શાસ્ત્ર દ્રવ્યની ઉત્પત્તિ માનવામાં આવી નથી, તેમ કોઈ ખાસ સમયે તે દ્રવ્યનું નિર્માણ થયું છે તેવી પણ માન્યતા નથી. બધા જ દ્રવ્યો અને તત્ત્વો અનાદિ સિધ્ધ શાશ્વત તત્ત્વો છે. આ દ્રવ્યોમાં રહેલા ગુણધર્મો નિશ્ચિત રૂપે પર્યાય કરે છે. અચેતન દ્રવ્યો સ્વતંત્ર રૂપે અખંડ રહી એકબીજાના નિમિત્તમાં આવી વ્યવહાર જગતને સહયોગ આપી પુનઃ પોતાના સ્વરૂપમાં લીન થતાં હોય છે. જ્યારે ચેતનદ્રવ્ય અર્થાત્ આત્મા સૂક્ષમ અવસ્થામાં અથવા પોતાની પ્રારંભિક અવસ્થામાં કર્મ સાથે જોડાયેલા છે. કર્મ પ્રભાવ પ્રમાણે તે દેહ ધારણ કરી અનંત જન્મમૃત્યુના ચક્રમાં સંસકત છે. આ અવસ્થાનું પ્રથમ બિંદુ તે અવ્યવહારરાશિ છે. ત્યાં ચૈતન્ય હોવા છતાં અચેતન જેવી અવસ્થા છે. કાળાંતરે તે જીવ વ્યવહારરાશિમાં આવી પુનઃ શુભાશુભ કર્મોના આધારે સારાનરસાં દેહ પ્રાપ્ત કરી એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીની યાત્રા કરે છે. છેવટે પુણ્યના બળે અનામતપથી કે અકામનિર્જરાથી અશુભ કર્મોને ખપાવી માનવ જીવન ધારણ કરે છે. ત્યારે તેનું ચૈતન્ય બળ ઘણી માત્રામાં જાગૃત હોય છે પરંતુ જ્ઞાનના અભાવે પોતે કોણ છે ? શા માટે મોહ આદિ ચક્કરમાં ફસાયેલો છે, તેનો વિચાર કરી શકતો નથી. આત્માની ચૈતન્ય શકિતના આધારે કર્મજનિત ઉદયભાવમાં રમણ કરી પુનઃ જન્મ મૃત્યુની યાત્રા ચાલુ રાખે છે. ' આનંદઘન શાશ્વત આત્મા : આ અનંતની યાત્રામાં પરમ જ્ઞાનનો વિષય, પરમ audio SUAREN AUSTRALIEN 907 iી /till Page #118 -------------------------------------------------------------------------- ________________ આદરણીયભાવ કે પરમ આનંદનો વિષય એ છે કે આ બધી અવસ્થામાં આનંદઘન આત્મા અખંડ રહી પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થતો નથી. યોગ અને ઉપયોગના આધારે શુભાશુભ ભાવોને ભજે છે આ બધી કર્મજનિત પર્યાયો ઉદ્ભવે છે અને લય પણ પામે છે. પરંતુ ગુરુકૃપાથી કૈં કોઈ પ્રબળ પુણ્યના યોગથી કે સ્વાભાવિક નિસર્ગ બળે જેની જ્ઞાન ચેતના જાગૃત થઈ છે તેની દષ્ટિ દ્રવ્ય ઉપરથી હટી દષ્ટા તરફ જાય છે. નિમ્નગામી દૃષ્ટિ ઊર્ધ્વગામી બને છે અને પૂર્વમાં જેને જાણ્યો ન હતો, તેવા શકિતપૂંજ શાશ્વત આત્મા પરમાત્મારૂપે દ્રષ્ટિગોચર થાય છે. આ સમયે બધા વિભાવના પરિબળો ઘણી માત્રામાં શાંત અને ઉપશાંત થયા હોય છે. મિથ્યાત્વનું ઘાટું અંધારું લય પામીને મંદ પ્રકાશ જાગૃત થયો હોય છે. તે સમયે એને સમજાય છે કે હું કોણ છું ? અથવા આ ચૈતન્ય શકિત શું છે, ત્યારે તેને અનંત ગુણનો પિંડ એવો ગુણથી ભરેલો કોઈ ઝવેરાતનો ખજાનો હોય તેમ તેને આત્મા દૃષ્ટિગોચર થતાં બાકીના બધા મૂલ્યો બદલાઈ જાય છે અને જીવનનું સાચું મૂલ્યાંકન થાય છે. અસંખ્યાત પ્રદેશથી વ્યાપ્ત, સંકોચ—વિકાસશીલ, સમગ્ર શકિતનું નિધાન, બધા દ્રવ્યોથી નિર્લિપ્ત, ઉદયભાવોથી નિરાળું, જાજવલ્યમાન અસંખ્ય સૂર્યથી પણ વધારે તેજસ્વી તેવા આત્માનું દર્શન થાય છે. અછેદ્ય, અભેદ્ય, નિત્ય, અખંડ, ધ્રુવ, પરમ સત્ય, જેને અંગ્રેજીમાં Real truth તેવો, સત્યના ગજથી જેનું માપ થઈ શકે તેવો પ્રમાણબદ્ધ, પ્રમાણશુધ્ધ, અકાટય તર્કોથી જેની સ્થાપના થયેલી છે, તે પરમ બુધ્ધ, પરમબ્રહ્મ પરમાત્મા આત્મા છે. અહીં આત્મજ્ઞાનના અર્થી જીવની બંને અવસ્થાને સમજીને સાચી શાશ્વત અવસ્થાનો સ્વીકાર કરવો તે આત્મજ્ઞાન છે. વૈરાગ્ય, સત્કર્મ, સાધના, ભિકત જે કાંઈ છે તેનું લક્ષ પરમાત્મ તત્ત્વની પ્રાપ્તિનું છે, એટલે જ અહીં આ કડીમાં કહેવામાં આવ્યું છે કે “વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન”. આટલા વિવેચન પછી આ છઠ્ઠી કડીનો પૂર્વ ભાગ સ્પષ્ટ થઈ જાય છે. પ્રથમ પદમાં વૈરાગ્ય આદિ લખ્યું છે તો આદિમાં શું લેવાનું છે અને શું છોડવા જેવું છે તે જાણીએ. અહીં વૈરાગ્ય આદિ એમ શા માટે કહ્યું છે ? સિધ્ધિકારના લક્ષમાં વૈરાગ્ય અને આત્મજ્ઞાન તે બે પ્રમુખ સાધન છે, પરંતુ વૈરાગ્યાદિ કહેવાથી વૈરાગ્ય શબ્દ પર્યાપ્ત નથી તેવું લાગે છે. વૈરાગ્યમાં વિરકિતનો ભાવ છે. ક્રિયાકાંડ અને શુષ્કજ્ઞાન આ બંનેનો નિષેધ કર્યા પછી સિધ્ધિકા૨ે વૈરાગ્યને આદરણીય માન્યો છે તે સ્પષ્ટ થાય છે. પરંતુ વૈરાગ્ય જેવા બીજા પણ કેટલાક તત્ત્વો છે, જે આદરપાત્ર છે. દાન, સેવા, પરોપકાર, એવા બીજા મંગલમય તત્ત્વો જે શાતાકારી છે, તેમાં કદાચ વૈરાગ્ય ન હોય તો પણ આ બધા તત્ત્વો નિષેધ કરવા લાયક નથી પરંતુ શરત એ છે કે સાથે આત્મજ્ઞાન હોવું જોઈએ, અન્યથા આ બધા તત્ત્વો અહંકાર, ભેદભાવ, પક્ષપાત, બદલો પામવાની ઈચ્છા તેવા બધા દોષોને ઉત્પન્ન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આદિ શબ્દથી બધા શુભ કાર્યો પણ લઈ શકાય છે. તેમાં સ્વાધ્યાય, ધ્યાન, મંત્રજાપ, ઈત્યાદિ ક્રિયાનો પણ સમાવેશ થઈ શકે છે. જો તે બધામાં વૈરાગ્યનો સંપૂટ હોય તો વૈરાગ્ય વિના આ બધા ક્રિયાકાંડ બાહ્ય ક્રિયાઓ બની ક્રિયાજડતા ઉત્પન્ન કરે છે. અહીં એટલું જ કહેવાનું છે કે વૈરાગ્યયુકત બધા શુભ કાર્યો પણ આત્મજ્ઞાનની અપેક્ષાવાળા છે. જેમ હીરાનો નંગ, અથવા સાચું મોતી સોનામાં જડેલું હોય તો તે યોગ્ય સ્થાનમાં રહી શોભારૂપ બને છે. તેમ અહીં પણ આ બધા સાધનાના મોતી ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન રૂપી સોનામાં જડાય તો યોગ્ય બને છે. અસ્તુ. અહીં આપણે આદિ શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી, હવે ઉત્તરાર્ધમાં પ્રવેશ કરશું. સિધ્ધિકારે પૂર્વની કડીઓમાં સાધનામાં બે પ્રતિયોગી અર્થાત્ પ્રતિબંધક, એક ક્રિયાજડતા અને એક શુષ્કજ્ઞાન બન્નેનો વિરોધ કર્યા પછી હવે આ ગાથામાં તેમણે સાધનાના સહયોગી બંને તત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. તે છે વૈરાગ્ય અને આત્મજ્ઞાન. આ રીતે ખેતર સાફ થયા પછી યોગ્ય બીજનું વાવેતર થઈ રહયું છે. અહીં પૂર્વાર્ધ અને ઉતરાર્ધ બન્નેમાં ક્રમશઃ વૈરાગ્યની સફળતા અને આત્મજ્ઞાનની કસોટી એ બને વાત આ કડીમાં કહેલી છે. અહીં નિદાન શબ્દ મુક્યો છે. આત્મજ્ઞાનનું નિદાન : નિદાન એટલે નિશ્ચય, નિદાન એટલે પરીક્ષા, નિદાન એટલે લક્ષણ, નિદાન એટલે કસોટી પર ઉતરતી સાચી વાત. નિદાનનો અર્થ સંકલ્પ પણ થાય છે. અહીં નિદાન શબ્દ આત્મજ્ઞાનની પરીક્ષા માટે મૂકેલો છે. આત્મજ્ઞાનના લક્ષણ રૂપે વૈરાગ્યને પ્રદર્શિત કર્યો છે. અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાચા લક્ષણ વૈરાગ્યથી જોવા મળે છે. વૈરાગ્ય ન હોય તો આત્મજ્ઞાન વાસ્તવિક ધરાતળને સ્પર્શ કરતું નથી અને આત્મજ્ઞાનથી અથવા આત્મજ્ઞાનની વાતથી બીજા કેટલા લક્ષ તરફ જીવ દોરાઈ જાય છે. વાસ્તવિક આત્મજ્ઞાન વૈરાગ્ય સાથે જોડાયેલું છે. અહીં નિદાન શબ્દ મૂકીને નિશ્ચિત ભાવ પ્રગટ કર્યો છે. નિદાન એક પ્રકારે સાચી વસ્તુને સમજવાની ચાવી છે. તમને પોતાને પણ નિદાન સંબંધી જ્ઞાન હોવું જોઈએ. અસ્તુ. અહીં સિધ્ધિકારે આત્મજ્ઞાન વિનાનો વૈરાગ્ય અને વૈરાગ્ય વિનાનું આત્મજ્ઞાન બન્નેને પરસ્પર સાચા સહયોગી બતાવી તેની એકલતાનું ખંડન કર્યું છે. વૈરાગ્ય અને આત્મજ્ઞાન બંને આદરણીય છે, અને સાધનાના પૂરક છે. અહીં આપણે એક પ્રશ્નને સમજવા લક્ષ આપશું. પૂર્વાર્ધમાં આત્મજ્ઞાન હોય તો જ વૈરાગ્યની સફળતા છે, તેમ કહ્યું છે અને ઉત્તરાર્ધમાં આત્મજ્ઞાનનું લક્ષણ વૈરાગ્ય બતાવ્યું છે. આ બન્નેમાં ક્રમિક ઉત્પત્તિનો સંબંધ છે. વૈરાગ્ય ઉત્પન થયા પછી આત્મજ્ઞાન આવી શકે છે અને આત્મજ્ઞાન થયા પછી વિરકિત ઉદ્ભવે છે. આમ ઉત્પત્તિના ક્રમમાં બને આગળ પાછળ નિમિત્ત-નૈમિત્તિક ભાવે અથવા કાર્ય-કારણ રૂપે સંકળાયેલા, છે કયારેક એવો પણ અવસર હોય કે બને સહજન્મા પણ હોય. અર્થાત્ આત્મજ્ઞાન અને વૈરાગ્ય બન્નેનું એક સાથે પ્રાગટય થાય છે. આ ક્રમથી સાધનામાં જરા પણ ફરક પડતો નથી. ક્રમ ગમે તે હોય પરંતુ સાહચર્ય જરૂરી છે અને વિશેષમાં બંનેનું અધિષ્ઠાન પણ એક આત્મા જ છે એટલે બંને સમાનાધિકરણ પણ બની રહે છે. વૈરાગ્યમાં જ્ઞાનની ઝલક છે અને આત્મજ્ઞાનમાં વૈરાગ્યની ઝલક છે. તે બંનેથી તેનાથી ઉદ્ભવતાં આત્મશાંતિની ગુણ પરંપરાના જ ભાવો છે. મૂળ તો વૈરાગ્ય કે આત્મજ્ઞાન તેની આવશ્યકતા સ્વાનુભુતિજન્ય આનંદ માટે જ છે. શ્રીમદ્ યોગીરાજની ભાષામાં તેને નિર્દોષ આનંદ કહી શકાય અસ્તુ. આમ અધિષ્ઠાન પણ એક જ અને બંને સહચારી પણ છે, બનેનું લક્ષ પણ એક જ છે, બંને આદરણીય તત્ત્વ છે છતાં પણ બેમાંથી એકની પણ હાજરી ન હોય તો અપંગ માણસ જેવી સ્થિતિ થાય છે. અહીં સિદ્ધિકારે બન્નેની હાજરી પૂરતી ટકોર કરી નથી. પરંતુ આત્મજ્ઞાનની કસોટી વૈરાગ્યના ભાવોથી કસી છે અથવા પારખી છે. આ રીતે સિદ્ધિકારે વૈરાગ્ય પર પૂરું વજન આપ્યું છે. પૂર્વ ગાથામાં જે વાત કહી છે તેને પુનઃ ફેરવીને ઉતરાર્ધમાં પણ એ જ વાત કહી છે. બંને પદથી નિષ્પન્ન થતી એ ચૌભંગી અહીં સ્પષ્ટ કરવાથી દશરથ ૧૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાવ સ્પષ્ટ થઈ જશે. (૧) વૈરાગ્ય છે ને આત્મજ્ઞાન નથી. (ર) આત્મજ્ઞાન છે પણ વૈરાગ્ય નથી. (૩) વૈરાગ્ય પણ નથી અને આત્મજ્ઞાન પણ નથી. (૪) વૈરાગ્ય પણ છે અને આત્મજ્ઞાન પણ છે. (૧) વૈરાગ્યની એક ભૂમિકા છે. એ ભૂમિકા કોઈ દૂષિત નથી, તેમજ વર્ય પણ નથી. સાધનાને પ્રતિકૂળ પણ નથી પરંતુ જો આત્મજ્ઞાન પ્રગટ ન થાય તો જીવ ત્યાં જ અટકી જાય છે અને કદાચ વૈરાગ્યનો રંગ ફીકકો પણ પડી જાય અથવા પુનઃ રાગ-દ્વેષના ચક્કરમાં આવે છે. જેથી આત્મજ્ઞાનનું પ્રગટ થવું નિતાંત જરૂરી છે. જેમ કોઈ નૃત્યકાર નૃત્ય કરે પણ તેને પોતાનું ભાન છે. પોતાનું ભાન ભૂલીને નૃત્ય કરે તો તે સુંદર હોવા છતાં અંતે દુઃખનું કારણ થાય છે. અથવા તે પોતાની કલાથી પણ દૂર હટી જાય છે. નૃત્યકારને પોતાનું ભાન હોવું જોઈએ, તે જ રીતે વિરકિતના ફલક ઉપર ત્યાગનું નાટક કરનારને પોતાનું ભાન એટલે આત્મજ્ઞાન હોવું જોઈએ. પ્રથમ ભંગ વૈરાગ્યની અવહેલના કરતો નથી પરંતુ તે અપૂર્ણતાનું સૂચક છે. ' (૨) બીજા ભંગમાં આત્મજ્ઞાન છે એમ લખ્યું છે પણ વસ્તુતઃ ત્યાં આત્મજ્ઞાનનો આભાસ લેવાનો છે. વાસ્તવિક આત્મજ્ઞાન થાય તો વૈરાગ્ય ઉદ્ભવે જ અને આ રીતે બીજો ભંગ અઘટિત થઈ જાય છે. અર્થાત્ આત્મજ્ઞાનની વાતો કરનાર વ્યકિત જો વૈરાગ્યથી રંગાતો ન હોય તો તે પોતાની જાતને પણ અંધારામાં રાખે છે. બીજા ભંગથી આટલું સમજવાનું છે કે ફકત આત્મજ્ઞાનની વાત કરવાથી આત્મજ્ઞાનનું ફળ મળતું નથી, જેમ કોઈ ખાવાપીવાની કોરી વાતો કરે તો તેનાથી પેટ ભરાતું નથી. કમાવા માટેની ખાલી વાતો કરે તો તેનાથી ધન પ્રાપ્ત થતું નથી અને તે સ્વપ્નદ્રષ્ટા બની જાય છે. એમ અહીં આ બીજા ભંગમાં ખાસ ટકોર કરવામાં આવી છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાચું લક્ષણ વૈરાગ્ય છે. (૩) જીવ મોહદશાથી ભરેલા મિથ્યાત્વના સમયમાં જે કાંઈ ભાવો ભજવે છે અને અંતે અનંત ભવસાગરમાં જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાય છે. આ ત્રીજો ભંગ છે. જીવો તેના શિકાર છે. વૈરાગ્ય અને આત્મજ્ઞાન બન્નેથી દૂર કેવળ પરાધીન અવસ્થામાં વિભાવોને ભજતા કાળચક્ર પૂરું કરે છે. ત્રીજો ભંગ તે અનંતકાળના અંધારાનું ચિત્ર આપે છે. - (૪) ચોથો ભંગ એ વાસ્તવિક સાધનાનો ભંગ છે. આ ભંગ એ સાચી કસોટી પર કસેલું ચોવીસ કેરેટનું શુધ્ધ સોનુ છે. જેમાં જીવ મિથ્યાત્વ અને મોહદશા એ બન્નેથી મુકત થવા માટે કટિબધ્ધ થયો છે. વૈરાગ્યનો પ્રતિબંધક મોહ છે અને આત્મજ્ઞાનનું પ્રતિબંધક મિથ્યાત્વ છે. આમ મોહ અને મિથ્યાત્વ બન્નેની માત્રાને નિર્બળ કરી આત્મજ્ઞાન અને વૈરાગ્યની એકેક કળાને વધારી જેમ બીજનો ચંદ્ર પુનમ સુધીની યાત્રા કરે છે તેમ આ જીવાત્મા વૈરાગ્ય અને આત્મજ્ઞાનનું અવલંબન કરી સમ્યગુદર્શનથી મોક્ષ સુધીની યાત્રા કરે છે. જો કે આ બન્ને લક્ષણ સમ્યકત્વની પૂર્વભૂમિકામાં પણ ઉપલબ્ધ થાય છે. ગાઢ મિથ્યાત્વમાંથી નીકળી અર્થાત્ પ્રથમ ગુણસ્થાનથી નીકળી ચોથા ગુણસ્થાનની યાત્રામાં પણ વૈરાગ્ય અને આત્મજ્ઞાનની ઝાંખી કારણભૂત હોય છે. KURSURILE ASUKABILIANE 900 m Page #121 -------------------------------------------------------------------------- ________________ 4 || || R ay / till Hit Laliff IMLITI/II. Effilief E kali a ll | દાદા ત્યાં વૈરાગ્ય અને આત્મજ્ઞાનની ઝાંખી છે, પરંતુ હજી નિશ્ચયાત્મક સંકલ્પનો જન્મ થયો નથી. છતાં પણ આ બન્ને ઉપકારી તત્ત્વો જીવના પરમ કલ્યાણના કારણભૂત સાચા મિત્ર છે. આ ચોથો ભંગ એ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. છઠ્ઠી કડીમાં ગુરુદેવે બહુ જ સીફતથી પ્રત્યક્ષ અને પરોક્ષ ભાવે આ ચારે ભંગનું ગૂઢ વર્ણન કરી દીધું છે, સાથે સાથે સાધકને ચેતવણી આપી દીધી છે કે વૈરાગ્ય તે જીવની સાચી કસોટી છે. પ્રાચીન પધ્ધતિ પ્રમાણે શાસ્ત્રીય રીતે આપણે ત્યાં વ્યંજના અને ભંજનાના ભાવો પ્રગટ કરી તત્ત્વદષ્ટિને સ્પષ્ટ કરે છે. અહીં વૈરાગ્યમાં આત્મજ્ઞાનની ભજના છે અને આત્મજ્ઞાનમાં વૈરાગ્યની રંજના છે, તે ખાસ સમજવા જેવું છે. અર્થાત્ જ્યાં વૈરાગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન હોય કે ન હોય, તેથી વૈરાગ્યમાં આત્મજ્ઞાનની ભજના છે, પરંતુ જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં વૈરાગ્ય હોય જ. અર્થાતુ. આત્મજ્ઞાનમાં વૈરાગ્યની રંજના છે. રંજના ને ભજના તર્કશાસ્ત્રનો એક અપૂર્વ સિધ્ધાંત છે. અસ્તુ. નિશ્ચયયનું રહસ્ય : અહીં આટલું કથન કર્યા પછી આપણે એક પ્રશ્ન ઉપાડશું અને વધારે ઊંડાઈથી ચિંતન કરવા પ્રયાસ કરશું. નિશ્ચય શાસ્ત્રો એમ કહે છે કે બધા દ્રવ્યોની બધી પર્યાયો સર્વથા સ્વતંત્ર છે. એક પર્યાય બીજી પર્યાયનો ઉપકાર કરતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને માટે જરાપણ જવાબદાર નથી. આમ નિશ્ચયનય સંપૂર્ણ ઉપાદાનવાદી છે. નિમિત્તના પ્રભાવથી જ બધાને મુકત રાખે છે. એટલું જ નહી પરંતુ આગળ ચાલીને પર્યાયનું પણ ઉપાદાન કારણ દ્રવ્ય નથી. પણ પર્યાય પોતે જ પર્યાયનું ઉપાદાન છે. એ એટલી બધી ઝીણી વાત છે કે પાઠકે અહીં તીવ્ર દષ્ટિથી વિચારવાનું છે. કોઈ પણ દ્રવ્ય પોતામાં થતી પર્યાયો માટે ઉપાદાન છે. તે નિશ્ચય શાસ્ત્રો માને છે અને નિમિત્તનો પરિહાર કરે છે પરંતુ ઉપાદાનની દષ્ટિમાં પણ પર્યાય માટે દ્રવ્ય શા માટે ઉપાદાન બને ? પર્યાય તો ક્ષણિક છે. એટલે દ્રવ્ય પોતે પણ પોતાની પર્યાયનું નિમિત્ત માત્ર છે અને પર્યાયનું ઉત્પાદન પર્યાય પોતે જ છે. કારણ કે બધી પર્યાય સ્વતંત્ર છે અને ક્રમબધ્ધ છે, તો દ્રવ્યનું એમાં કર્તુત્ત્વ શું રહે ? આ આટલી સૂક્ષ્મ વાત ચિંતનમાં મૂકયા પછી આપણે મૂળ વાત પર આવીએ. વૈરાગ્ય પણ એક સ્વતંત્ર પર્યાય છે અને આત્મજ્ઞાન પણ એક સ્વતંત્ર પર્યાય છે. તો વૈરાગ્યની સફળતામાં આત્મજ્ઞાન કેવી રીતે કારણ બની શકે? આત્મજ્ઞાન તે પોતાનું જે કંઈ ફળ છે તેમાં તે કારણભૂત છે અને વૈરાગ્યના ફળમાં વૈરાગ્ય કારણભૂત છે. જેમ મેદાનમાં પડેલી રેતી કાંઈ સ્વતંત્ર મકાનનું કારણ નથી અને સ્વતંત્ર મકાન તે રેતી સાથે કંઈ સંબંધ ધરાવતું નથી. રેતી-રેતીનું કાર્ય કરે છે અને પત્થર પત્થરનું કાર્ય કરે છે, તે રીતે લોટમાં નાંખેલું પાણી નિશ્ચયમાં લોટનો ઉપકાર કરતું નથી અને લોટ પાણીનો ઉપકાર કરતું નથી. પાણી ને લોટ બને સ્વતંત્ર છે. બન્નેની પર્યાય પણ સ્વતંત્ર છે. આમ નિશ્ચયશાસ્ત્રો કહે છે. આ નિશ્ચયનયના પ્રભાવમાંથી મુકત થવા જ વ્યવહારનયનો જન્મ થયો છે. અહીં આ છઠ્ઠી ગાથામાં વૈરાગ્ય અને આત્મજ્ઞાનનો સંબંધ સ્થાપ્યો છે, તે શું નિશ્ચયનયનું કથન છે, કે વ્યવહારનયનું? આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવિક રીતે વિચારવાનો રહે છે. હવે આપણે નવા સિધ્ધાંત પર જઈએ છીએ. કોઈ પણ ગુણો અને પર્યાયનું અધિષ્ઠાન એક જ હોય તો તેમને સર્વથા ભિન્ન કરી શકાતા નથી. સમજવા માટે શબ્દનયનો આશ્રય કરી ભિન્નતા અથવા ભેદજ્ઞાન કરવામાં આવે છે. તેમાંય એક જ દ્રવ્યની બે સ્વભાવિક પર્યાય હોય તો તેમાં તો તા ૧૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાન લગભગ અશકય જ છે. સમયાંતરના હિસાબે ભેદનું કથન કરવામાં આવે છે. પરંતુ એક દ્રવ્યની બે સ્વભાવિક પર્યાયો સર્વથા ભિન્ન હોતી નથી અને ભિન્ન હોય તો પણ તેનું ફળ તો આત્મરૂપી અધિષ્ઠાનમાં જ પ્રગટ થવાનું છે. ત્યાં બંને પર્યાયો ફળની દષ્ટિએ પરસ્પર સફળ કે નિષ્ફળ બને છે અને એક પર્યાયની ગેરહાજરીમાં કાર્યસિધ્ધિ થતી નથી. પાણી ને લોટ બંને સ્વતંત્ર હોવા છતાં બંનેની સહઉપસ્થિતિ હોય ત્યારે જ ભોજનની નિષ્પત્તિ થાય છે. અહીં પણ બધી પર્યાયો સ્વતંત્ર હોવા છતાં ફળની નિષ્પત્તિમાં સૌની હાજરી નિતાંત આવશ્યક છે. અહીં વૈરાગ્ય પણ લક્ષ નથી અને આત્મજ્ઞાન પણ લક્ષ નથી. બંને સાધનરૂપ છે, પર્યાય રૂપ છે. બંનેનું લક્ષ અખંડ આત્મદ્રવ્ય છે અને લક્ષની પ્રાપ્તિ કરવા માટે બંને ઘણા જ ઉપકારી છે. એટલે જ યોગીરાજ કહે છે કે આત્મજ્ઞાનની હાજરીમાં વૈરાગ્ય સફળ છે અને આત્મજ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય પણ પરમ આવશ્યક છે અને બંને ભાવ એક લક્ષરૂપ મોક્ષનો નિર્દેશ કરે છે. વૈરાગ્ય અને આત્મજ્ઞાનના દૂષણો : અહીં વૈરાગ્ય અને આત્મજ્ઞાન બંને વિધેયાત્મક પદ છે. આપણે સમજવું જોઈએ કે બંને તત્ત્વો અથવા તેના જેવા બીજા કોઈ પણ સાધનામાં સહાયક તત્વો નિર્દોષ હોવા જોઈએ. તેનો અહીં ઉલ્લેખ કર્યો નથી. તે સહજ સમજવા યોગ્ય છે. જેમ કોઈ કહે પીવા માટે પાણી આપો તો અહીં ફકત પાણી શબ્દ બોલાય છે પરંતુ તેના અર્થ છે કે સ્વચ્છ પીવા યોગ્ય પાણી આપો, ગંદુ પાણી ન હોવું જોઈએ, તે બોલાતું નથી પણ સહજ સમજાય છે. તે જ રીતે અહીં વૈરાગ્ય અને આત્મજ્ઞાન, તે બંને ઉજ્જવળ તત્ત્વો દુષણ રહિત હોવા જોઈએ. આપણે જરા આ દુષણ ઉપર દષ્ટિપાત કરીએ. કપડું શરીરની રક્ષા કરે છે. પરંતુ કપડુ મેલું ન હોવું જોઈએ. મેલ તે નિંદનીય છે અને કપડા માટે દોષરૂપ છે. વૈરાગ્ય શબ્દમાં રાગનો અભાવ સૂચિત થાય છે. વિરાગમાંથી વૈરાગ્ય શબ્દ બન્યો છે. અહીં ફકત રાગનો ઉલ્લેખ છે. દ્વેષનો ઉલ્લેખ કર્યો નથી જયારે શાસ્ત્રોમાં “રો ય ટોષો ય જમ્મુનીવ” અર્થાત્ રાગ અને દ્વેષ કર્મના બીજ છે. ભગવાનને વીતરાગ કહ્યા છે પરંતુ તેઓ જેમ વીતરાગ છે તેમ વીદ્વેષ પણ છે. કોઈ જીવ ઉત્તમ વૈરાગ્યને ભજે છે, પરંતુ વૈરાગી જીવ બીજા વિરકત આત્માઓ પ્રત્યે દ્વેષ રાખે, તો વૈરાગ્ય દુષિત થાય છે. વસ્તુતઃ તે વૈરાગ્ય છે જ નહીં. દ્વેષ હોય અને રાગ ન હોય તે કેમ બની શકે ? એક તત્ત્વમાં રાગ હોય ત્યારે જ બીજા તત્ત્વમાં દ્વેષ ઉદ્ભવે છે. વૈરાગ્ય થાય તો રાગ જાય, તેની સાથે દ્વેષ પણ જાય. આ રીતે વૈરાગ્યમાં દ્વેષ એ એક દુષણ છે. એ જ રીતે વૈરાગ્યનો કે ત્યાગનો અહંકાર એ પણ એક ભયંકર દુષણ છે. ઉચ્ચ કોટીના ત્યાગી સંત મહાત્માઓના દાયરામાં પણ દ્વેષની પ્રચુરતા જોવામાં આવે છે. જે તેના ત્યાગને કલંકિત કરે છે. આ રીતે અહંકાર પણ વૈરાગ્યને દૂષિત કરે છે. પોતે ઉચ્ચ કોટીના ત્યાગી છે તેવું અભિમાન વાસ્તવિક ત્યાગથી જીવને દૂર રાખે છે. આમ દ્વેષ, અહંકાર ઈત્યાદિ દૂષણો વૈરાગ્યને દૂષિત કરે છે. “પાંવિાય અવરામયો અવતંત્રનું તેલ તમઃ । ંતિ" અર્થાત્ જે સાધક પરાને છોડી અપરાનું અવલંબન કરે છે તે અંધકારમાં ચાલ્યો જાય છે. પરા તે આંતરિક આત્મશકિત છે. જ્યારે બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ થાય, સન્માન મળે કે વિશેષ પ્રકારના ચમત્કાર થાય તે અપરાશકિત છે. સાધક અપરાતિ પર ધ્યાન ન દેતા પરા કિતનું લક્ષ રાખે છે. અપરા વૈરાગ્યને દુષિત કરે છે. એ જ રીતે આત્મજ્ઞાનમાં પણ આવા દોષનો સંભવ છે. આત્મજ્ઞાનને મહાજ્ઞાન માને. આંશિક આત્મજ્ઞાનને પરિપૂર્ણ માને, અથવા ૧૦૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ બીજા કોઈ આત્મલબ્ધિવાળા સાધકનો અનાદર કરે છે. આવો સાધક વસ્તુતઃ આત્મજ્ઞાનથી દૂર છે. આ અને આવા બીજા ઘણા દોષો સંભવિત છે. અહીં ટૂંકમાં ઈશારો કર્યો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વૈરાગ્ય અને આત્મજ્ઞાન બંને નિર્દોષ અને સ્વચ્છ હોય તો તે પરમ ઉપકારી છે. અહીં વૈરાગ્યને આત્મજ્ઞાનનું નિદાન માન્યું છે. નિદાનની વ્યાખ્યા : નિદાનનો એક સામાન્ય અર્થ આપણે કરી ગયા છીએ. પરંતુ નિદાનનો અર્થ નિશ્ચય પણ થાય છે, અર્થાત્ વૈરાગ્ય નિશ્ચિત રૂપે અસ્તિત્વ ધરાવે છે અને આત્મજ્ઞાનની સાથે તે નિશ્ચય ભાવ જોડાયેલો હોય છે. જેમ કહ્યું છે કે વૈરાગ્ય તે આત્મજ્ઞાનનું નિદાન છે. તેનો અર્થ એ છે કે જ્ઞાનનો પ્રભાવ પણ નિશ્ચિત છે અને વૈરાગ્ય પણ નિશ્ચિત છે. નિશ્ચિત એટલે સ્થાયી તત્ત્વ. અમુક સમય સુધી રહે અને પછી લુપ્ત થાય એને નિશ્ચિત ન કહી શકાય. અહીં અનિશ્ચિત વૈરાગ્ય તે આત્મજ્ઞાનનું લક્ષણ નથી. જે અસ્થાયી વૈરાગ્ય છે અથવા ચંચળ છે, નિશ્ચિત નથી, તે આત્મજ્ઞાન સાથે યાત્રા કરી શકતું નથી, અથવા આવા ચંચળ વૈરાગ્ય વખતે આત્મજ્ઞાન હોતું નથી અને આત્મજ્ઞાન વખતે આવો ચંચળ વૈરાગ્ય હોતો નથી. આ રીતે નિદાન એ મહત્વપૂર્ણ શબ્દ બની જાય છે, જ્યારે આપણે તેનો અર્થ નિશ્ચિત કરીએ છીએ ત્યારે નિદાનનો અર્થ લક્ષણ કરશું તો તે એક તત્વ ન રહેતા આત્મજ્ઞાનનો એક આંશિક ભાગ છે તેમ સમજાશે. જેમ મીઠો રસ તે પાકી કેરીનું લક્ષણ છે. અહીં કેરી અને રસ ભિન્ન ભિન્ન નથી, તેમ વૈરાગ્ય અને આત્મજ્ઞાન ભિન્ન નથી, પરંતુ વૈરાગ્ય તે આત્મજ્ઞાનનું લક્ષણ છે, આત્મજ્ઞાનની ચેષ્ટા છે, આત્મજ્ઞાનનો એક ભાવ છે. લક્ષણ અર્થ કરવાથી નિદાન શબ્દ વધારે ભાવવાહી બની જાય છે. નિદાન પરીક્ષારૂપ અને કસોટી રૂપ છે. આત્મજ્ઞાન તે કસોટી ઉપર ખરું ઉતરે તો તે વાસ્તવિક જ્ઞાન છે, તેમ કહેવાઈ ગયું છે. આ સિવાય નિદાનનો અર્થ સંકલ્પ એવો પણ થાય છે. શાસ્ત્રોમાં તપશ્ચર્યાના ફળ માંગે તેને પણ નિદાન કહેવાય છે. ત્યાં ખોટા સંકલ્પ રૂપ નિદાન છે. ' ત્રણ શલ્યમાં નિદાનને એક શલ્ય કહેવામાં આવ્યું છે. અર્થાત્ નિદાન એક કાંટો છે. નિદાન જ્યારે માઠા સંકલ્પનું રૂપ ધારણ કરે ત્યારે તે કાંટો બની જાય છે. જેમ કોઈ માણસ કોઈને મારવાનો સંકલ્પ કરે તો તે બીજા જીવ માટે કાંટો બની જાય છે અને એ જ કાંટાથી પોતે પણ વારંવાર મૃત્યુ પામે છે, તે જ રીતે તે જન્માંતરમાં પોતાને માટે કાંટો બની જશે. પરંતુ જો નિદાન સિધ્ધક્ષેત્રમાં પ્રવર્તમાન થાય અને જીવ જે વૈરાગ્યને ભજે છે તે વૈરાગ્ય તેના સંકલ્પનું ફળ હોવું જોઈએ અને આવો વૈરાગ્યનો સંકલ્પ તે આત્મજ્ઞાનનું નિદાન છે. અહીં નિદાનનો શુધ્ધ સંકલ્પ એવો અર્થ કરીએ છીએ અને આવા શુધ્ધ સંકલ્પનું નિદાન તે વિભાવોનો નાશ કરવા માટે કાંટાનું કામ કરે છે. આ પ્રમાણે વ્યાખ્યા કરવાથી શુધ્ધક્ષેત્રમાં નિદાન એક મંગલમય કાંટો બને છે અને તે સોઈનું કામ કરે છે. કાંટો પણ કાંટો છે અને સોઈ પણ કાંટો છે. પરંતુ સોઈ ખરાબ કાંટાને ઉખેડી માનવી માટે સુખનું કારણ બની જાય છે. અહીં કહેવાનું તાત્પર્ય છે કે આત્મજ્ઞાનની સાથે આવો સંકલ્પમય પરિપકવ વૈરાગ્ય હોય છે, તે હળદરના રંગ જેવો નહીં, મજીઠીયા રંગ જેવો હોય છે. એક વખત વૈરાગ્યનો રંગ ચડયો છે તો બધા રાગથી મુકત રહી આત્મજ્ઞાનનો સહચારી બની, તે આત્મજ્ઞાન માટે અલંકાર બની જાય છે. માટે જ અહીં સિધ્ધિકાર કહે છે કે આત્મજ્ઞાનની Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિતણા નિદાન કોણ ? દઢ સંકલ્પ રૂપ વૈરાગ્ય. અસ્તુ. અહીં નિદાનના ભિન્ન ભિન્ન બે ચાર અર્થો આપી આપણે નિદાન શબ્દની ગૂઢતાનું વિવરણ કર્યું છે. એટલું નહી પરંતુ મહાન યોગીરાજ શ્રીમજીની વાણી પણ કેટલી ગૂઢ ગંભીર છે તેનો આભાસ આપ્યો છે. છઠ્ઠી ગાથાનો વિસ્તાર કર્યા પછી આપણે સાતમી કડી ઉપર દષ્ટિપાત કરશું અને એ સાતમી ગાથાની ભૂમિકા શું છે તે વિશે થોડો આભાસ આપીએ. ખરું પૂછો તો છઠ્ઠી ગાથામાં જે ભાવ કહયાં છે તે જ ભાવને દ્રઢપણે કહેવા માટે ફરીથી એ જ વાત અન્ય શબ્દમાં ઉતારીને આ વાત ઘણી મહત્વપૂર્ણ છે તેમ જણાય છે. વસ્તુતઃ છઠ્ઠી ગાથામાં જે કહેવાયું છે તે કવિના મંતવ્ય પ્રમાણે હજી થોડું કચાશવાળું છે. તો પુનઃ તેને સ્પષ્ટ કરી દ્વઢ ભાવો સાથે મંતવ્ય પ્રગટ કર્યું છે. કારણ કે સાચા સંત પુરુષને એવું દેખાય છે કે કોઈ વ્યકિત આત્મજ્ઞાનના નામે ત્યાગ વૈરાગ્યનો સાચો માર્ગ છોડે નહીં અને એ જ રીતે ત્યાગ વૈરાગ્યમાં અટકીને આગળનો પુરુષાર્થ મૂકે નહીં. આમ બંને પક્ષમાં ભયસ્થાન છે. ત્યાગ માર્ગમાં ન રહેવું અને ત્યાગ માર્ગમાં અટકી જવું, આ બને મોટા ભયસ્થાન છે અને આ વાતનો પરિહાર કરવા માટે સ્પષ્ટપણે બુલંદ અવાજથી યોગીરાજ પોતાના મંતવ્યની ઘોષણા કરે છે. લાગે છે કે સંપૂર્ણ આત્મસિધ્ધિમાં કદાચ આ પદ દીવાદાંડી રૂ૫ છે. આટલી પૂર્વભૂમિકા કર્યા પછી આપણે વાસ્તવિક સાતમા પદમાં પ્રવેશ કરી તેનું ઊંડાઈથી અવગાહન કરીએ. સાતમી ગાથાના વિવેચન પૂર્વે, છઠ્ઠી અને સાતમી ગાથાનો પરસ્પર શો સબંધ છે તથા છઠ્ઠી ગાથાની આ સાતમી ગાથામાં શું અનુશ્રુતી છે અર્થાત શો અન્વય છે, તે જાણી લેવાથી બને ગાથાની જે એકવાકયતા છે તેનું આપણે દર્શન કરી શકશું. IBITI! ૧૧૧ તાલ Page #125 -------------------------------------------------------------------------- ________________ 51121-6 ત્યાગ વિરાગ ન ચિતમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન II ત્યાગ વૈરાગ્યની જોડી : છઠ્ઠી ગાથામાં આત્મજ્ઞાનને મહત્વ આપી, આત્મજ્ઞાનની હાજરીમાં વૈરાગ્ય સફળ થાય એમ કહ્યું છે, જ્યારે અહીં તે જ વાત ઉલટાવીને કહે છે કે વૈરાગ્ય અને ત્યાગ હોય તો જ આત્મજ્ઞાન થાય. બન્નેમાં એક વાત હોવા છતાં કાર્યકારણની દૃષ્ટિએ ક્રમિક અંતર છે. આત્મજ્ઞાનથી વૈરાગ્યની સફળતા અને વૈરાગ્યથી જ આત્મજ્ઞાનનો ઉદ્ભવ; આમ બન્નેને પરસ્પર કાર્ય-કારણ રૂપે સાંકળી લીધા છે. અહીં વિરાગ શબ્દ વાપર્યો છે. જ્યારે છઠ્ઠી ગાથામાં વૈરાગ્ય શબ્દ વાપર્યો છે. ત્યાં વૈરાગ્યનું અધિષ્ઠાન પ્રદર્શિત કર્યું નથી, જ્યારે અહીં ત્યાગ વિરાગના અધિષ્ઠાન રૂપે ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે અને કહ્યું છે કે ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં,' તેમ કહ્યું છે. વિરાગની સાથે ત્યાગ પણ જોડવામાં આવે છે. પૂર્વ ગાથામાં વૈરાગ્ય આદિ કહીને ત્યાગ શબ્દ રાખ્યો હોય તેમ પ્રતિભાસિત થાય છે અને અહીં સ્પષ્ટપણે વિરાગ સાથે ત્યાગ શબ્દ જોડવામાં આવ્યો છે. વ્યાકરણની દૃષ્ટિએ વિરાગ અને વૈરાગ્યમાં અંતર પ્રગટ થાય છે. જેમ સુંદર અને સૌંદર્ય, માનવ અને માનવીય, કૃતિ અને કર્તવ્ય – આમ વ્યાકરણમાં પ્રત્યયો જોડાવાથી શબ્દ રૂપાંતર પામે છે. વિશેષણ તે નામ બની જાય છે. નામ તે વિશેષણ બની જાય છે. સુંદર એ વિશેષણ છે અને સૌંદર્ય તે ભાવવાચક નામ છે. એ જ રીતે વિરાગ શબ્દ એક પ્રકારનું વિશેષણ છે. અને વિરાગ વ્યકિતની જે કાંઈ કૃતિ છે, જે કાંઈ ક્રિયાકલાપ છે, તે બધું વૈરાગ્ય છે. વિરાગ તે અધ્યાત્મિક પરિણતિ છે. જ્યારે વૈરાગ્ય તે તટસ્થ પરિણતિ છે. વૈરાગ્ય શબ્દથી વ્રત નિયમ અથવા વૈરાગીના કપડાં ઈત્યાદિ વૈરાગ્યના સૂચક છે. જ્યારે વિરાગ શબ્દ એ ભાવાત્મક કે ગુણવાચક વિશેષણ છે અને આ આધારે કવિશ્રી કહે છે કે વૈરાગ્ય આદિ બહારની ક્રિયાઓ આત્મજ્ઞાન હોય, ત્યારે જ સફળ થાય. જ્યારે અહીં કહે છે કે ચિત્તમાં વૈરાગ્ય હોય તેને આત્મજ્ઞાન થાય છે. આ ગાથામાં ક્રમ બદલી નાંખવામાં આવ્યો છે. ત્યાં વૈરાગ્યની સફળતા તે કાર્ય હતું અને આત્મજ્ઞાન તે કારણ હતું. જ્યારે અહીં વિરાગ અને ત્યાગ એ બન્ને આત્મજ્ઞાનની સ્પષ્ટ ભૂમિ છે. આ બન્નેની હાજરીમાં આત્મજ્ઞાનનો સંભવ થાય છે. આમ કહીને અહીં આ સાતમી ગાથાના પૂર્વાર્ધમાં ત્યાગ વિરાગની મહત્તા બતાવી છે. છઠ્ઠી ગાથામાં જે વિષય આરંભ કર્યો છે, તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે. આમ બંને ગાથા ઘણી જ સમન્વિત છે અથવા છઠ્ઠી ગાથાનો અન્વય સાતમી ગાથામાં પ્રગટ થયો છે. અસ્તુ. હવે અહીં આપણે ત્યાગ વિરાગના મૂળ તપાસશું અને ત્યાગ વિરાગ વખતે કર્મની સ્થિતિ શું હોય અથવા સ્વભાવ વિભાવની પરિસ્થિતિમાં શું પલટો આવ્યો હોય અને કયા કારણથી રાગ અને ભોગનું નિવારણ થઈ તેના પ્રતિયોગી વિરાગ–ત્યાગ પ્રગટ થયા છે અને ત્યાગ વિરાગની શું મહતા છે તથા ત્યાગ—વિરાગ કોને કહી શકાય તે સમજવા માટે વિશેષ પ્રયાસ કરશું. અહીં જે એમ કહેવામાં આવ્યું છે. કે “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને આત્મજ્ઞાન”. આમ આખું પદ નિષેધાત્મક છે. છઠ્ઠી ગાથામાં વૈરાગ્ય અને આત્મજ્ઞાન બન્નેને વિધિ ભાવે ઉપસ્થિત કર્યા હતા. જ્યારે અહીં ત્યાગ ૧, ૧૧૨ — - Page #126 -------------------------------------------------------------------------- ________________ વિરાગ અને આત્મજ્ઞાનને નિષેધ રૂપે પ્રગટ કર્યા છે. ત્યાગ વિરાગનો અભાવ ત્યાં આત્મજ્ઞાનનો અભાવ. તેનો અન્યથા બોધ એ થાય છે ત્યાગ વિરાગનો સદ્ભાવ ત્યાં આત્મજ્ઞાનનો ઉદ્ભવ. પરંતુ શાસ્ત્રકારને આ વિધિ ભાવ અનુકૂળ નથી અને આગળ જે કથન છે તે પ્રમાણે આ વિધિ ભાવ તર્કયુકત સૈદ્ધાંતિક બની શકતો નથી. તેથી અહીં બન્નેને અભાવ શૈલીથી પ્રદર્શિત કર્યા છે. જ્યાં અગ્નિનો અભાવ છે, ત્યાં ધૂમાડાનો પણ અભાવ છે. આ નિષેધ અનુમાન બરાબર છે. પરંતુ જ્યાં અગ્નિ છે ત્યાં ધૂમાડો હોય જ, તેવો વિધિ ભાવ કહી શકાતો નથી કારણ કે સાધનમાં સાધ્યની વ્યંજના છે પરંતુ સાધ્યમાં સાધનની ભજના છે. એ જ રીતે ત્યાગ—વિરાગ નથી, ત્યાં આત્મજ્ઞાન નથી. પરંતુ જ્યાં ત્યાગ વિરાગ છે, ત્યાં આત્મજ્ઞાનની ભજના છે. જે આજ કડીમાં ઉતરાર્ધમાં કહેવામાં આવશે. અહીં આપણે આ ગાથા છ અને સાત નો અન્વય કર્યા પછી ઉપર્યુકત પ્રશ્નોનું વિવેચન કરશું. ત્યાગવૈરાગ્ય—ભાવ : વિરાગ એ રાગ–રહિત અવસ્થા માટે વપરાયેલો શબ્દ છે. સંસ્કૃતના નિયમ પ્રમાણે ‘વિ’ ઉપસર્ગ અભાવવાચક અથવા ‘રહિત’ અથવા વિગત તેવા ભાવ માટે છે એ જ રીતે “વિ' ઉપસર્ગ' વિશિષ્ટ ભાવ માટે વપરાય છે. જેમકે વિજ્ઞાન અથવા વિશેષ પ્રકારનું જ્ઞાન, વિવિધ શબ્દમાં ‘વિ'નો અર્થ ઘણી જાતનું થાય છે, તેથી વિવિધ ઘણી જાતની વિધિવાળું, વિકલ્પ એટલે ઘણી જાતના કલ્પ આ રીતે ‘વિ’ ઉપસર્ગના ઘણા અર્થ છે. પરંતુ અહીં વિરાગનો અર્થ રાગરહિત એવા ભાવમાં છે, જેમકે વિલય. વિલય પરિપૂર્ણ લય થયેલું અને એથી આગળ ચાલીને વિરામ અથવા વિયોગ. આ બધા શબ્દોમાં ‘વિ’નો અર્થ અભાવ થાય છે અસ્તુ. વિરાગ શબ્દ રાગના અભાવ અર્થમાં પ્રસિધ્ધ છે. અહીં લખ્યું છે કે “ત્યાગ વિરાગ ન ચિત્તમાં” અર્થાત્ ચિત્ત એક આધ્યાત્મિક અંગ છે. મનના ભાવ છે. એક વિષય ઉન્મુખ અને એક શુધ્ધ ચૈતન્ય લક્ષવાળું. આમ મન દ્વિવિધભાવે હોવાથી સાધનામાં મનની ઊંચી દશાને ચિત્ત કહેવામાં આવે છે. અન્ય દર્શનોમાં પણ ચિત્ત શબ્દનો ભરપૂર પ્રયોગ થયો છે. જ્યાં આત્મા કે પરમાત્મા પ્રતિબિંબિત થાય છે. તેવું દર્પણ, તે ચિત્ત છે. ચિત્ત જ્ઞાનવાચી શબ્દ છે. અહીં આપણે ચિત્તની પૂરી વ્યાખ્યા કર્યા પહેલા, ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં,' તેમાં રાગરહિત ચિત્તનો ઉલ્લેખ છે. રાગ એ મનનો દોષ છે, જયારે વિરાગ એ ચિત્તનો ગુણ છે. ડાઘ વગરનું કપડું, મેલ વગરનું પાણી, ગંદકી વગરની ભૂમિ, આમ બધા તત્ત્વો દોષરહિત હોવાથી, મૂળ ગુણરૂપે નિર્મળભાવે દૃષ્ટિગોચર થાય છે. અહીં દોષનો અભાવ, એ તત્ત્વનું આભૂષણ બની જાય છે. અભાવ કોઈ પદાર્થ નથી. પરંતુ અભાવ ઘણો જ મહત્વપૂર્ણ છે. પછી તે ગમે તે રૂપે હોય દોષાભાવ અર્થાત્ દોષનો અભાવ, તે સ્વયં ગુણાત્મક છે. નિષ્કંટક ક્ષેત્ર અર્થાત્ કાંટા વગરનું ક્ષેત્ર ત્યાં કંટકનો અભાવ છે પરંતુ તે ક્ષેત્રની ગુણ સ્થિતિ છે. તેમ અહીં ચિત્તમાં રાગનું ન હોવું તે ચિત્તની નિર્મળ દશા છે અને આ ચિત્ત વિરાગ રૂપ બને છે, ત્યારે ત્યાગનો ઉદ્ભવ થાય છે. ત્યાગ પણ એક અભાવાત્મક તત્ત્વ છે. રાગ અને ભોગ એ બંને વિકાર ક્ષેત્રે વિભાવ છે. જ્યારે તે બંનેનો અભાવ તે નિર્વિકાર અને નિર્દોષ અવસ્થાને પ્રગટ કરે છે. દર્પણનો મેલ દૂર થતાં પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે, તેમ અહીં સિધ્ધિકાર ચિત્તરૂપી દર્પણમાંથી આ રાગ અને ભોગરૂપી દૂર કરવાની હિમાયત કરે છે. રાગ અને ભોગ દૂર કરવા એટલું જ લક્ષ નથી. ખેતર સાફ કરવું એટલું જ ખેડૂતનું લક્ષ નથી. સાફ કર્યા ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ પછી વાવેતર કરવાની જરુર છે. તેમ અહીં ત્યાગ અને વિરાગ થયા પછી જ્ઞાનના બીજ અંકુરિત કરવા માટે બીજો પુરુષાર્થ બાકી છે. પરંતુ આ ક્ષેત્રે વિશુધ્ધિ ઘણી જ આવશ્યક છે. અહીં આપણે લક્ષમાં લઈએ કે ત્યાગ કોનો કરવાનો છે ? ત્યાગમાં શું છોડવાનું છે? રાગ કોનો થાય છે ? કઈ વસ્તુનો રાગ છોડવાનો છે. અહીં ત્યાગ તે મોઘમ શબ્દ છે અને એ જ રીતે રાગ પણ મોઘમ ભાવે કહેલો છે. પરંતુ સાધનાના ક્ષેત્રમાં રહેલા સામાન્ય સાધકને પણ બોધ હોય છે કે કષાય અને વિષય એ બે આત્મજ્ઞાનના મોટા પ્રતિબંધક છે. ઘણી વખત સામાન્ય સાધક વસ્તુનો ત્યાગ કરે છે, ખાવા પીવાનો ત્યાગ કરે છે, અલંકાર અને પૈસાનો ત્યાગ કરે છે, આ દ્રવ્યત્યાગ કે સ્થૂળત્યાગને સામાન્ય સાધક ત્યાગ માની લે છે અને ગુરુઓ પણ આવો ત્યાગ કરાવી સંતોષ અનુભવે છે પરંતુ આંતરિક સ્થિતિમાં આવા દ્રવ્યત્યાગ વખતે જીવના કષાય નિર્મૂળ થતાં નથી, પરંતુ પરિવર્તિત થઈ જાય છે, સૂક્ષ્મ અહંકારના, વિદ્વેષના કે કેટલીક જડ માન્યતાના કષાય ભાવો રૂપાંતર પામી પ્રગટ થાય છે. શાસ્ત્રકાર કષાયના ત્યાગને વધારે મહત્વ આપે છે. અને કષાયનો ત્યાગ થતાં સહજ જરૂરી ત્યાગ સ્વતઃ થઈ જાય છે. પરંતુ કષાયત્યાગમાં પણ બધા કષાયોને લક્ષમાં રાખી સાધકને કમર કસવાની જરુર હોય છે. કયારેક એક કષાયનો ત્યાગ કરતાં બીજો કષાય પ્રબળ બની જાય છે. જેમ લોભનો ત્યાગ કરે અને માનકષાય વધી જાય, કપટનો ત્યાગ કરે અને પોતાની સરળતા પ્રત્યે બીજા કોઈ અવગણના કરે ત્યારે ક્રોધનો જન્મ થાય છે. આમ આ બધા કષાયો ભિન્ન ભિન્ન રૂપે સૂત્રબધ્ધ બની અકષાય અવસ્થાને પ્રગટ થવા ન દે અને સાધક એમ માને કે મેં લોભ મૂકયો છે, કે મારા જેવો કોણ? અસ્તુ. અહીં આપણે ત્યાગ શબ્દનો મર્મ સમજાવી રહયા છીએ. તાત્પર્ય છે કે સ્થળ ત્યાગની સાથે આંતરત્યાગમાં સાવધાન રહી કષાયોને નિર્મળ કરવાની જે પ્રવૃત્તિ છે તે ત્યાગનું મૂર્તરૂપ છે. ત્યાગ એકદેશીય હોય તો સાધના પૂરી થતી નથી અને જ્ઞાનનો દરવાજો ખોલતી નથી. વ્યકિત વિશેષના ઘરનો કે સમાજ-દેશનો ત્યાગ કરવો તે બધા ત્યાગ પ્રાયઃ બાહ્ય લક્ષી હોય છે. જે આત્મસિધ્ધિકારને ઈષ્ટ નથી. અહીં જે ત્યાગ છે તે અકષાય અવસ્થાનો નિર્દેશ કરે છે. રાગની પરિણતિ : સાધનામાં પ્રતિહંદી રાગ છે. પ્રશ્ન થાય કે રાગ કોનો થાય ? પાંચેય ઈન્દ્રિયો સામાન્ય અવસ્થામાં વિષયગામી અને ઈન્દ્રિયવિષય તે રાગ-દ્વેષનું પ્રબળ ઉપકરણ છે. પ્રથમ ક્ષણે, ઈન્દ્રિયો દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે. તેને મતિજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનના ક્ષેત્રમાં આ જ્ઞાન આદરણીય છે પરંતુ બીજી ક્ષણે તે ઈન્દ્રિયો વિષયાત્મક બની પદાર્થનાં ગુણધર્મને ઓળખી, તેમાં સારા-નરસાનો ભાવ ઉત્પન્ન કરે છે. ભૂતકાળનો કર્મજનિત મોહ આ જાતની સારા-નરસાની ભાવના માટે પ્રબળ સાધન છે. પદાર્થ તે પદાર્થ છે. તેમાં અનુકૂળ પ્રતિકૂળની સ્થાપના કરવી, તે રાગ-દ્વેષનું કામ છે. જે પદાર્થ અનુકૂળ છે, તેને ભોગાત્મક રીતે સ્વીકારવો, તે વિષય છે અને તે વિષય ન મળે ત્યાં સુધી તેવા પદાર્થની ઝંખના રાખવી, તે વાસના છે. જુઓ, અહીં જ્ઞાનની સ્થિતિ એક ક્ષણ માત્રની હતી અને બીજી ક્ષણે ઈન્દ્રિયો રાગાત્મક બની, વિષયગામિની બની ગઈ, ત્યાં જ્ઞાનનો લય થયો. વસ્તુતઃ તે જ્ઞાન છે જ નહીં. એક વિષયાધીન વૃત્તિ છે. આ વૃત્તિ તે રાગનું મૂળ કેન્દ્ર છે. મનમાં જન્મેલો રાગ ઈન્દ્રિયો દ્વારા ઉદ્ભવીને ચિત્તમાં પ્રતિબિંબિત થાય છે. આ રાગનું ક્ષેત્ર ઈન્દ્રિયોથી લઈ મન સુધી ફેલાયું, તેની SEISVALABIRIARRAKASTAL IKLARUARUNARA THIAURINAIRES Resum 997 mma લilli||NILI Page #128 -------------------------------------------------------------------------- ________________ ઝલક ચિત્ત ઉપર પડી અને ચિત્તમાં રાગની ઝાંય પ્રગટ થઈ, વસ્તુતઃ ચિત્તમાં રાગ છે નહીં. પરંતુ રાગનું પ્રતિબિંબ છે. જેમ ગુલાબી રંગની ઝાંય પાણી ઉપર પડે તો પાણી ગુલાબી દેખાય છે. રંગીન કાચમાંથી જોતા બધા પદાર્થો રંગીન દેખાય છે. આ રીતે ચિત્તરૂપી દર્પણમાં રાગ પ્રતિબિંબિત થાય છે અને તે જ્ઞાનના દ્વારને રોકે છે તેથી જ અહીં સિધ્ધિકાર કહે છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં અર્થાત્ રાગ અને ભોગ ચિત્તમાં હોય તો, જ્ઞાનના દરવાજા ખુલતાં નથી. આ નિષેધ વાણીને આ રીતે કહી શકાય રાગ અને ભોગ હોય જો ચિત્તમાં તો, થાય ને તેને જ્ઞાન. અસ્તુ. અહીં આપણે રાગની પણ વ્યાખ્યા કરી. ગાઢ ઉદયભાવ સાથે ક્ષયોપશમ ઃ હવે આપણે જોઈએ કે આવા રાગ અને ભોગની સ્થિતિમાં અથવા ત્યાગ અને વિરાગની સ્થિતિમાં કર્મની સ્થિતિ કેવી હોય? કારણ કે હજુ આત્મા સર્વથા નિર્મોહ થયો નથી, મોહનીયકર્મ અને બીજા ઘાતિ કર્મો પણ ઉદયમાં છે, ઉદયભાવ જીવમાં સ્પષ્ટ પ્રગટ છે, ત્યારે ઉદયભાવોની આ શ્રેણી વચ્ચે ત્યાગ ને વિરાગ કેવી રીતે પ્રગટ થાય છે, તે જાણવું ઘણું જ મહત્વપૂર્ણ છે. જેમ રાતના ગાઢ અંધકારમાં યાત્રા કરવી દુર્ગમ છે અને હજુ સૂર્ય સોળ કળાએ ઉદયમાન થયો નથી છતાં યાત્રાનો આરંભ કરવો છે, તો યાત્રી સાવધપણે ઝાંખા અંજવાળાનો આશ્રય કરી પગ ઉપાડે છે. જૈનદર્શન કહે છે કે ઉદયભાવ વખતે પણ ક્ષયોપશમભાવની ધારા સર્વથા સુકાયેલી હોતી નથી, મોહની પ્રબળતા અથવા મોહનો ઉદય અને મોહની નિર્બળતા અર્થાત્ મોહનો ક્ષયોપશમ, આમ બન્ને વચ્ચે એક સૂમ ટક્કર ચાલતી હોય છે. મિથ્યાત્વના કારણે જીવ ઉદયમાન પરિણામોને હિતકારી માની ક્ષયોપશમ ભાવથી દૂર રહે છે. પરંતુ કોઈ પ્રબળ પુણ્યના ઉદયે મિથ્યાત્વ દષ્ટિ દૂર થતાં ઉદય પરિણામોનું મૂલ્યાંકન ઘટાડી સ્વભાવ પરિણામ એવા ક્ષયોપશમ ભાવને આદરણીય માની સંપૂર્ણ ક્ષાયિક ભાવની સ્થિતિને વરવા માટે તીવ્ર ભાવના જાગૃત થાય છે. ત્યારે સાઘક સાધનાના ક્ષેત્રમાં સ્વકલ્યાણની યાત્રાનો આરંભ કરે છે. આવા ક્ષયોપશમ વખતે ઝાંખો પ્રકાશ થયો હોય છે. ગાઢ ઉદયમાન પરિણામો શિથિલ થયા હોય છે. રાત્રિનું ગાઢ અંધારું ખોરવાઈ ગયું હોય છે, ત્યારે ત્યાગ અને વિરાગના ભાવ ઉદ્ભવે છે. • કોઈ પણ જીવના કર્મના સંયોગો અનુકળ થયા પછી જ તે પુરુષાર્થના ક્ષેત્રમાં આવે છે. કોઈ પ્રણ પ્રકારના દોષરોપણ કર્યા પહેલા આ વાત સાધકના તથા ગુરુઓના લક્ષમાં આવવી જોઈએ. કર્મની નિશ્ચિત સ્થિતિ અને અનુભાગ અર્થાત્ રસ, અનુકુળ થયા પછી જીવ પુરુષાર્થના ક્ષેત્રમાં આવે છે. અર્થાત્ કર્મચેતનાનો ત્યાગ કરી જ્ઞાનચેતનાનું અવલંબન કરે છે. ભૂતકાળના અનંત કાલમાં જીવ કર્મચેતના સાથે જ રમ્યો છે. જ્યારે જ્ઞાનચેતના તે અપૂર્વકરણ કે અપૂર્વ જાગરણ છે. કેટલીકવાર એવું પણ બને કે જ્ઞાનનું એક પ્રભાવી કિરણ તાત્કાલિક પુરુષાર્થને પ્રગટ કરી કર્મ સ્થિતિને ઘટાડી શકે છે. પરંતુ આ ઘટના પણ કર્મની અનુકૂળતા થયા પછી જ પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. આગળની યાત્રામાં જીવ સ્વાવલંબી બન્યા પછી તેમને બહુ પુણ્યની આવશ્યકતા ભલે ન હોય, પરંતુ ભૂતકાળની યાત્રામાં પુણ્યના સંયોગથી તે અપૂર્વકરણને પ્રાપ્ત થયો છે. અસ્તુ. ill iltillat૧૧૫ થી Page #129 -------------------------------------------------------------------------- ________________ અહીં આપણે વિરાગ અને ત્યાગની પ્રગટ અવસ્થા વખતે કર્મ સ્થિતિનું અવલોકન કર્યા પછી અહીં સિધ્ધિકાર તેને ચિત્તનું અધિષ્ઠાન માની બન્નેને જ્ઞાનપ્રાપ્તિના ઉપકરણ માને છે અને કહ્યું કે “ત્યાગ–વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન.” અહીં ચિત્ત શબ્દ ચૈતન્ય વાચી છે. આપણે પૂર્વમાં કહ્યું તેમ “વીર્ ધાતુના આધારે ચિત્ત શબ્દ બન્યો છે. વિદ્ નો અર્થ આત્મા પણ છે, જ્ઞાન પણ છે, અને બહ્મ પણ છે. યોગશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં પતંજલી મહારાજ કહે છે કે “ચિત્ત વૃત્તિ નિરોધસ્તુ યોગ” અર્થાત્ ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો તે યોગ, તે સાધનાનું પ્રથમ પગથિયું છે. આ રીતે વેદાંતમાં પણ “ચી સુખી” નામનો એક મહાન ગ્રંથ છે, જે અધ્યાત્મભાવોથી ભરપૂર છે અને તેમાં ચૈતન્ય અને માયાનું ઊંડું વિવરણ છે. જેનશાસ્ત્રોમાં તો ઠેર ઠેર ચિત્ત અને ચૈતન્ય શબ્દનો ભરપૂર પ્રયોગ કર્યો છે. આ રીતે ચિત્ત શબ્દ મન અને આત્માની વચ્ચેનું એક અધ્યાત્મ અંગ છે. મનમાં ભોગ પ્રતિબિંબિત થાય છે. જ્યારે ચિત્તમાં આત્મા પ્રતિબિંબિત થાય છે. મન ઈન્દ્રિયગામી , જ્યારે ચિત્ત આત્મગામી છે. પરંત આત્મદર્શનમાં મુખ્ય બે પ્રતિબંધક છે. રાગ અને વિષય (ભોગ) તે જ રીતે બે અનુયોગી છે, વિરાગ અને ત્યાગ. એટલે જ અહીં સિધ્ધિકાર ભાર દઈને કહે છે કે જ્ઞાન પ્રગટ થવામાં વિરાગ અને ત્યાગ એ બંને નિતાંત આવશ્યક છે. ત્યાગ અને વિરાગનો પણ પરસ્પર સબંધ છે. વિરાગ આવ્યા પછી જ ત્યાગ આવે છે. મીરાંબાઈએ પણ ઠીક જ કહ્યું છે કે “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરે કોટિ ઉપાય” પરંતુ અહીં આત્મજ્ઞાન માટે બંને નિતાંત જરૂરી છે વૈરાગ્ય અને ત્યાગ. હવે આપણે ચિત્ત શબ્દ ઉપર થોડો વિચાર કરી ઉત્તરાર્ધમાં પ્રવેશ કરશું. ચિત્ત એક દર્પણ : ચિત્ત શબ્દ માટે કોઈ ખાસ વિશેષ વિવરણ મળતું નથી, કે ચિત્તનો ન યોગમાં સમાવેશ કર્યો છે કે ન ઉપયોગમાં. સામાન્ય રીતે જીવની બે શકિત છે, યોગ અને ઉપયોગ. યોગ તે બાહ્ય ઉપકરણ છે, તેનો દેહ સાથે સબંધ છે. યોગની પ્રવૃત્તિ તે આશ્રવનું કારણ છે. મોક્ષશાસ્ત્રમાં પણ લખ્યું છે કે “યોગસ્તુ આશ્રવ ” અર્થાત્ યોગ તે આશ્રવ છે. આશ્રવનું કારણ છે, આશ્રવનું ઉપકરણ છે. જ્યારે ઉપયોગ દર્શન અને જ્ઞાનરૂપ બે ભાગમાં વિભકત છે. તે નિરાકાર અને સાકારરૂપે પ્રદર્શિત થાય છે. આમ યોગ અને ઉપયોગ, એ બંનેના સહચારથી કેટલાક અધ્યવસાયો પણ ઉદ્ભવે છે, જેમકે છ પ્રકારની વેશ્યા, કષાયાદિક મોહના પરિણામો–આ બધા યોગ અને ઉપયોગની વચ્ચેના સ્વતંત્ર આશ્રવ તત્ત્વો છે. જે જડ પણ નથી અને ચેતન પણ નથી પરંતુ વિભાવ રૂપે પોતાનો પ્રભાવ પ્રગટ કરે છે. આ બધા અધ્યાવસાયો, કેવળ અશુધ્ધ પર્યાયરૂપે ભાગ ભજવે છે. ક્રોધનું કોઈ ઉપાદાન દ્રવ્ય નથી. ક્રોધ સ્વયં પોતાનું જ ઉપાદાન છે. આ રીતે બધા અધ્યાત્મ દોષો પર્યાયરૂપ પરિણત થાય છે. અસ્તુ. હવે આપણે ચિત્તને સમજીએ. યોગ અને ઉપયોગની વચ્ચે જેમ વિભાવાત્મક કેન્દ્ર છે, તેમ કેટલાંક ઉપકારી કેન્દ્ર પણ છે. જે દર્પણરૂપે કામ કરે છે. એક પ્રકારે તે ઉપયોગ જેવા જ કહી શકાય. પરંતુ વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી આ બધા કેન્દ્રો પોતાનું સ્વરૂપ જાળવી રાખી પરિવર્તનશીલ હોવા છતાં, એક નિશ્ચિત કાળ સુધી તે સ્થાયીરૂપે દેખાય છે. જેમ મનુષ્યનું શરીર પ્રત્યેક ક્ષણ પરિવર્તનશીલ હોવા છતાં કાકા ૧૧૬ બાદ Page #130 -------------------------------------------------------------------------- ________________ તેના આયુષ્ય સુધી તે તરૂપ દેખાય છે. તેમ ચિત્ત એક એવું અંગ છે, જે એક પ્રકારનો સૂક્ષ્મ યોગ છે, જેને ભાવયોગ કહી શકાય અને આ ભાવયોગ સાથે ઉપયોગ પણ જોડાયેલો હોય છે. જેમ મનુષ્યના શરીરમાં દ્રવ્યેન્દ્રિયો, ઉપકરણેન્દ્રિય, ભાવેન્દ્રિય અને જ્ઞાન ઈન્દ્રિય સંયુકતરૂપે પરસ્પર સંકળાયેલી છે, તે જ રીતે ચિત્તનું અસ્તિત્વ છે. કેટલીક જગ્યાએ ચિત્તને અંતઃકરણ પણ કહે છે. કેટલીક જગ્યાએ ભાવાત્મક જ્ઞાનનું અંગ કહ્યું છે. તેનું પ્રત્યક્ષ સ્વરૂપ તો જ્ઞાની જાણી શકે અથવા કોઈ ઉચ્ચ કોટિનો સાધક જાણી શકે, પરંતુ ચિત્તનું કે અંતઃકરણનું અસ્તિત્વ છે, તે સામાન્યરીતે જાણવામાં આવે છે. ચિત્તનું કેન્દ્ર અંતરગત હોવાથી તે પ્રાણમયકોષ કે મનોમય કોષથી ઉપર જ્ઞાનમયકોષમાં અસ્તિત્વ ધરાવે છે, તેમ અનુમાન કરી શકાય અને રાગ અને ભોગની વૃત્તિ પણ ઘણી જ સૂક્ષ્મ હોવાથી તે ચિત્તનો કબજો કરે છે અથવા ચિત્તમાં આરુઢ થાય છે. ચિત્તમાં ઉદભવે છે. તે વૃત્તિઓ ચિત્તની શકિતનો પરિહાર કરી પોતાનું વિભાવ નાટક પ્રગટ કરે છે. એટલે જ સર્વ પ્રથમ, સાધકે મનથી ઉપર એવા ચિત્તને સંભાળવું પડે છે અને ચિત્ત રૂપી દર્પણ સ્વચ્છ કરવું જરૂરી બની જાય છે. વિરાગ અને ત્યાગને ત્યાં અધિષ્ઠિત કરવાથી આત્મજ્ઞાનનો દરવાજો ખુલે છે. અટકાવ તે ભટકાવ : અહીં ત્યાગ વિરાગનો મહિમાં સમજયા પછી પણ એક મોટું ભયસ્થાન છે, જેના પ્રત્યે સ્વયં યોગીરાજ અંગુલીનિર્દેશ કરે છે. અને આ ભયસ્થાન નાનું સુનું નથી આખી સાધનાનું લક્ષ ફેરવી નાંખે છે અને તે છે, ‘અટકે ત્યાગ વિરાગમાં' અર્થાત્ ત્યાગ—વિરાગમાં અટકી જવાની વાત છે, રોકાઈ જવાની વાત છે. જેમ કોઈ સ્ટેશનથી મુંબઈની ગાડી મળે છે. એટલે સ્ટેશન સુધી જવું જરૂરી છે પરંતુ જો સ્ટેશન બહું સારું હોય, સગવડતાભર્યું હોય અને ત્યાં જ યાત્રી અટકી જાય, તો તેની આખી યાત્રા મારી જાય છે. આ બહુ જ સમજાય તેવી વાત છે પરંતુ જ્યારે આ વાતને વિસ્તારથી સમજશું તો તે કેટલી ભયંકર છે તે સ્પષ્ટ થશે. સિધ્ધિકારે આ વાકય બહુ જ સમજણપૂર્વક ઉચ્ચાર્યું છે. વાકય સાંભળતાં જ તેમની મહાનતાનો ખ્યાલ આવે છે, કે ધર્મ જેવા મંગલતત્ત્વની યાત્રા કેવી રીતે અટકી જાય છે અને ધર્મ દ્વારા સાધક માટે અને સંપૂર્ણ સમાજ માટે જે પરિણામ આવવું જોઈએ તે, દિશા બદલી જવાથી કેવી રીતે લુપ્ત થઈ ગયું છે. અહીં આ પદ ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. ત્યાગ—વિરાગમાં અટકી જાય તેના બે ચાર અર્થ થાય છે. “અટકી'' જવાનો અર્થ ત્યાં સ્થિર થાય, બીજો અર્થ વિપરીત દિશામાં ગતિ કરી જાય, તે પણ અટકી જ ગયો કહેવાય. એક પ્રકારે જે અટકી જાય છે, તે ભટકી જાય છે. અહીં સિધ્ધિકારે સૌમ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. પરંતુ ત્યાગ—વિરાગમાં અટકવું તે ખરા અર્થમાં ભટકવું છે. નિશાન છૂટી જાય કે નિશાન ચૂકી જાય તે પણ અટકી ગયો જ કહેવાય, કારણ કે લક્ષ બદલી જવાથી બધું બદલી જાય છે. કોઈ પણ કાર્ય અધુરું રહે તો પણ અટકી ગયું કહેવાય, અથવા તેનો દુરુપયોગ થાય તો પણ તે કાર્ય, અથવા સાચું કાર્ય અટકી જાય છે. અહીં શાસ્ત્રકારે ત્યાગ-વિરાગમાં અટકી જવાની વાત કહી છે તેનું ઉપરમાં સામાન્ય વિવેચન કર્યા પછી, હવે આપણે અધ્યાત્મદૃષ્ટિએ તેમનું વિવેચન કરશું. કોઈ પણ સાધના પછી તે તપશ્ચર્યા હોય, ત્યાગ હોય કે કોઈ પરોપકારના કાર્યો હોય, ૧૧૭ ----- Page #131 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મશાસ્ત્ર એમ કહે છે કે તેનાં બે પરિણામ આવે છે. બંને પરિણામ શકિતરૂપ છે. આપણે આ બંને પરિણામને શકિતનું નામ આપીને એકને પરાશકિત અને બીજાને અપરાશકિત કહેશું. સાધનાના બે ફળ છે પરાશકિત અને અપરાશકિત. અહીં પરાશકિત એટલે તપશ્ચર્યાથી આવતું આંતરિક ફળ, જેમાં જ્ઞાનની વૃધ્ધિ, યોગની સ્થિરતા, દિવ્યતાની ઝલક અને ઈશ્વરીય ભાવનાઓનું પ્રગટવું. આ બધા પરાશકિત રૂ૫ ફળ છે, પરાશકિતરૂપ ફળમાં આત્મશાંતિ તે પ્રધાનફળ છે. એક પ્રકારે તેમાં મુકિતના દર્શન થાય છે. પરાશકિત એટલે પોતાના સ્વરૂપનું ઉદ્ધાટન. અપરાશકિત એટલે જે બાહ્ય ફળ પ્રાપ્ત થાય છે, જેમાં ચમત્કાર થાય, સન્માન વધે, દ્રવ્યપ્રાપ્તિ થાય અને કીર્તિ ફેલાય અને કયારેક તો આવા સાધકથી માણસો ભય પણ પામે, બીજા માટે ભયરૂપ બની જાય. સાધકની ઈચ્છાઓમાં વૃદ્ધિ થાય. વૃત્તિના નિરોધના બદલે વૃત્તિનો વિસ્તાર થાય. ભોગ ઉપભોગના સાધનો વિપુલ સંખ્યામાં પ્રાપ્ત થાય. આ બધી અપરાશકિત છે. સાધકને પરાશકિત કરતા અપરાશકિતનું ફળ પ્રત્યક્ષ જલ્દી થાય છે અને તે અપરાશકિતને સાધનાનું ઉત્તમ ફળ માની તેમાં ગરકાવ થાય છે, તેનો ત્યાગ અને વૈરાગ્ય આ કેન્દ્રમાં આવી અટકી જાય છે. અર્થાત્ સાધક સ્વયં અહીં ત્યાગના કેન્દ્ર ઉપર સ્થિર થઈને બાહ્ય ફળોની પ્રાપ્તિ માટે પૂર્ણ પ્રયાસ કરે છે. એટલું જ નહીં પરંતુ તેની સ્પર્ધામાં આવનારા આવા બીજા સાધકોનો વિરોધ કરી એક પ્રકારે સંગ્રામ ઊભો કરે છે. વસ્તુતઃ પરાશકિત આત્મકલ્યાણની ફળદાયક હતી, ત્યાં આ અપરા શકિતએ ફરીથી પોતાનું તાંડવ ઊભું કર્યું અને શુભ કાર્યોના નિમિત્તે મોહસાગરમાં યાત્રા શરું કરે છે. આને જ અહીં સાતમી ગાથામાં શ્રીમદ્ કહે છે કે આવા જીવો ત્યાગ-વિરાગમાં અટકીને નિજભાન ભૂલી જાય છે. અર્થાત આખું લક્ષ ભૂલી જાય છે. દિશા છોડીને વિદિશામાં યાત્રાનો આરંભ કરે છે. અંતે પ્રબળ અપરાશકિતને આધીન થઈ, ધાર્મિક સામ્રાજય સ્થાપવાની પણ કોશિષ કરે છે અને ઈતિહાસના ફલક ઉપર આવા પરસ્પર વિરોધી ધર્મસામ્રાજયવાદીઓએ પરસ્પર અથડાઈને મોટા ધર્મયુધ્ધ પણ ખેલ્યા છે, સંપ્રદાયોના યુધ્ધ તો જગજાહેર છે. - ત્યાગ–વિરાગમાં અટકી જવું તે કોઈ નાની સુની ભૂલ નથી, પરંતુ કૂવાનું મીઠું પાણી મૂકી કોઈ નાલીનું ગંદુ પાણી પીવે, તેવી સ્થિતિ સર્જાય છે. એટલે અધ્યાત્મશાસ્ત્રોએ પરા અને અપરા શકિતના ભેદ કરીને સાધકને જાગૃત રાખવા પૂર્ણ પ્રયાસ કર્યો છે. કોઈ પણ જીવ ત્યાગ અને વિરાગમાં શા માટે અટકે છે અને કોઈ જીવ ત્યાગ વિરાગમાં શા માટે અટકતો નથી, તેના શું કારણ છે, તેના કારણો વિશે ઊંડી મીમાંસા કરશું. શું ખરેખર અપરાશકિતને આધીન થયેલો જીવ દોષી છે ? તેને આવી અવસ્થામાં મૂકનારી કોઈ વિશેષ પરિસ્થિતિ છે ? કાળનો દોષ છે ? અથવા ઈશ્વરવાદીદર્શઓ આ સ્થિતિ માટે શું ઈશ્વરને જવાબદાર ગણે છે? તેની મીમાંસા કર્યા પછી “નિજ ભાન” શબ્દનો સાચો અર્થ શું છે, તે વિષે પ્રકાશ નાખશું. જે કોઈ માનસિક કે આધ્યાત્મિક દોષો છે તે કોઈ વ્યકિતના હોતા નથી. જાગૃત વ્યકિત આ દોષોનું નિવારણ કરી શકે છે પરંતુ સામાન્ય જીવમાં જે દોષો ઉદ્ભવે છે તે શાસ્ત્ર પ્રમાણે કર્માધીન છે. જેમ કોઈ વીંછી મહાત્માને પણ ડંખ મારે છે, તો આ વીંછી દોષારોપણ કરવાને લાયક નથી. કકકકકકક કકકર 48 I/IIIIIIIIIILHI દાદા ૧૧૮મી Page #132 -------------------------------------------------------------------------- ________________ ** * * * * * કોઈ કર્મપ્રકૃતિના ઉદયથી જીવ વીંછી યોનીમાં ગયા પછી તેની આ સહજ પ્રવૃત્તિ હોય છે. એ જ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં મનુષ્યમાં પણ આવા પ્રબળ ઉદયભાવ વર્તે છે અને નિમિત્તની ઉપસ્થિતિમાં રાગ અને દ્વેષના કે કષાયના ભાવો જન્મે છે. તે વ્યકિત આમ પ્રત્યક્ષ રૂપે દોષી છે. પરંતુ ખરી રીતે કર્મના પ્રબળ ઉદયથી તે આવી પ્રવૃત્તિને આધીન થાય છે અને કહેવાનું તાત્પર્ય છે કે રાગ અને ભોગ, કર્મની પ્રબળતાના કારણે ચિત્ત રૂપી દર્પણને મેલું કરે છે. પરંતુ પુણ્યના ઉદયથી આવો સમર્થ કે જાગૃત જીવ બુધ્ધિબળથી વિચારવાન બને ત્યારે આ કર્મ દોષોને નિવારવામાં સ્વતંત્ર છે. સાધનાની બે ધારા : દોષોનું નિવારણ બે રીતે થાય છે. એક તો દોષનો લય થાય અને શુધ્ધ ભાવ જાગૃત થાય, જ્યારે બીજો પ્રકાર દોષોનું વાસ્તવિક જ્ઞાન થવાથી તેને વિભાવ તરીકે આત્માથી છૂટા પાડી તેના જ્ઞાતા – દ્રષ્ટા બનવાથી પણ દોષની ઉપસ્થિતિમાં જ દોષનું મૂળ સુકાઈ જાય છે. આ સાધનાને જળકમળવત્ સાધના કહેવાય છે. એકમાં દોષનો સર્વથા લય થાય છે, જ્યારે બીજામાં પ્રબળ સમ્યગ્રજ્ઞાનના આધારે તેને અનાદરણીય માની, દોષોને સ્વભાવથી જાણી લે છે. આ કષાયો તે મારી સંપતિ નથી, પરભાવ છે, આમ સમજવું તે સાધનાની બીજી બાજુ છે. એકમાં દોષનું મૃત્યુ છે, જ્યારે બીજામાં તેની જીવનદોરી કપાઈ રહી છે. આ બંને પ્રકારે ચિત્તમાં રાગ અને ભોગનો અભાવ થતાં ત્યાગ–વિરાગની ઉપસ્થિતિ થાય છે. અહીં જે વિશેષ વાત છે એ છે કે ત્યાગ–વૈરાગ્ય, તે સાધનાનું લક્ષ નથી, ત્યાં અટકી જવાથી આપણે પૂર્વમાં કહ્યું તેમ યાત્રા અધૂરી રહી જાય છે. અહીં ત્યાગ વૈરાગ્ય પછીની આગળની યાત્રાને નિજ ભાન તરીકે ઓળખાવી છે. નિજ ભાન એટલે સ્વનું ભાન. સ્વનું ભાન એટલે આત્મ દ્રવ્યનું ભાન, ફકત આત્મદ્રવ્યનું જ ભાન નહીં પણ આત્માની અંદરમાં બિરાજમાન પરમાત્માનું ભાન. તેને નિજભાન તરીકે ઓળખાવ્યું છે. આખી ગાથામાં પરસ્પર વિરોધી એવા બે પક્ષ ઉભા કર્યા છે. વિરાગ અને ત્યાગ બંનેનો પરસ્પર સંબંધ છે તે બંને એક પક્ષમાં ઉપકારી છે અને બીજા પક્ષમાં તે અનઉપકારી બની જાય છે. જેમ કોઈ સમુદ્રની યાત્રા કરે ત્યારે નાવનું અવલંબન લે છે. બીજા કિનારા સુધી લઈ જવા માટે નાવ ઉપકારી છે પરંતુ તેને કયાં જવું છે તે લક્ષ ન હોય અને નાવને જ વળગી રહે તો નાવ તેને માટે અનઉપકારી પણ છે. ત્યાગ–વિરાગની બે ઢાલ છે. પ્રથમ ઢાલ તે આત્મજ્ઞાનની પૂર્વ ભૂમિકા છે. જ્યારે બીજી ઢાલ તે નિજભાનને ભૂલાવનારી ઢાલ છે. અહી જ્ઞાન અને ભાન એવા બે શબ્દો વાપર્યા છે. જ્ઞાન છે તે માર્ગવાદી છે અને ભાન છે તે લક્ષવાદી છે. નિજ એટલે સ્વસ્વ એટલે આત્મા અને આત્મા એટલે પરમાત્મા, તે લક્ષ છે અને લક્ષનું ભાન યાત્રાનું અંતિમ બિંદુ છે. જ્યારે પૂર્વાર્ધમાં જ્ઞાન શબ્દ છે તે સાધન રૂપે નિજભાન સુધી લઈ જાય છે. કાવ્યની દ્રષ્ટિએ જ નહીં, અનુપ્રાસ અલંકારની દૃષ્ટિએ જ નહીં, પરંતુ કવિરાજે અહીં બહુજ સમજીને જ્ઞાન અને ભાન બંને શબ્દોનો પ્રયોગ કર્યો છે. પૂર્વાર્ધમાં યાત્રાનો વિકાસ છે, જ્યારે ઉતરાર્ધમાં યાત્રાનો અવરોધ છે. વસ્તુતઃ અવરોધ પ્રથમ કહેવાની જરુર હતી, અને ત્યાર બાદ વિકાસનું પગથિયું આવતું હતું પરંતુ અહીં આ ક્રમનો ત્યાગ કરી જે વ્યત્યય કર્યો છે, તે પણ સકારણ છે, કારણકે અવરોધ બે ૧૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના છે, એક પ્રારંભિક અવરોધ અને એક વચગાળાનો અવરોધ. જેમ કોઈ વૃક્ષને ઉત્તમ ભૂમિ ન મળતા તેનો વિકાસ અટકી જાય છે પરંતુ ઉત્તમ ભૂમિ મળ્યા પછી વૃક્ષનો સારો વિકાસ થાય છે અને વિકાસ થયા પછી તેમાં કોઈ પ્રતિરોધ ઊભો થાય, ચાહે રોગ આવે, ચાહે કોઈ તેનો વિનાશ કરે અથવા બીજા કોઈ કારણસર તેનો આગળનો વિકાસ અટકી જાય, તે બીજા પ્રકારનો અવરોધ છે. પ્રથમ પ્રકારનો અવરોધ તે શકિતને અંકુરિત થવા દેતો નથી, જયારે બીજા પ્રકારનો અવરોધ વિકસિત થયેલી શિત ઉપર પાણી ફેરવે છે. અહીં ત્યાગ—વિરાગ આવવાથી કોઈ પ્રારંભિક અવરોધ આવ્યો નથી અને જ્ઞાનનો દરવાજો ખૂલી ગયો છે. તેથી જ કહે છે કે “ત્યાગવિરાગ ન ચિતમાં, થાય ન તેને જ્ઞાન”. પરંતુ જ્ઞાનનો દરવાજો ખૂલ્યા પછી ત્યાગ–વૈરાગ્યમાં મોહનું બીજું જ રૂપાંતર ઉત્પન્ન થવાથી જીવ ત્યાં અટકી જાય છે અને આ અટકાવ તે બહુજ મોટો અવરોધ છે. આ અવરોધથી જીવાત્મા નિજભાન ભૂલી પરમાત્માને પડતા મૂકી, પરમાત્માની મૂર્તિઓ સ્થાપી પોતાનો નવો જ વ્યાપાર ચાલુ કરે છે. જેને કવિરાજ ત્યાગ વૈરાગ્યનો અટકાવ ગણે છે. નિજનો સાચો અર્થ : “ભૂલે નિજ ભાન” અહીં નિજ ભાનને ભૂલવાની વાત કહી છે. પોતાને ભૂલવું એટલે શું? કોઈ પણ વ્યકિત પોતાને ભૂલી શકતો નથી. હર ક્ષણ મનુષ્યનો અહંકાર ઉપસ્થિત હોય છે. ‘હું છું” (I am) આ ભાવ ચિત્તમાં જડાયેલા છે, તો નિજને કેવી રીતે ભૂલી શકે ? કદાચ સ્વપ્ન કે નિદ્રામાં ભલે માણસ પોતાને ભૂલી જાય અથવા બેભાન અવસ્થામાં પણ જીવ પોતાને ભૂલી જાય પરંતુ જાગૃત અવસ્થામાં તે પોતાને ભૂલી શકતો નથી, તો શું કવિજી અહીં અધ્યાત્મક્ષેત્રની બેભાન અવસ્થાની વાત કરે છે ? મહાપુરુષો મોહાક્રાંત વ્યકિતને બેભાન ગણે છે. ગીતામાં પણ કહ્યું છે કે "या निशा सर्वभूतानां तस्याम जागर्ति संयमी, यस्याम् जागर्ति भूतानि सा निशा पश्यतो मुनि" બધા પ્રાણી માટે જે રાત્રી છે, અર્થાત્ જ્યારે બધા પ્રાણીઓ સુએ છે, ત્યારે સંયમી આત્મા જાગે છે અને જ્યારે બધા ભૂત જાગે છે, તેને મુનિ રાત્રિ માને છે. સાર એ થયો કે રાત અને દિવસ બંને મોહાન્વિત જીવો માટે રાત્રિ જ છે, જ્યારે તપસ્વી સંયમી સંતો માટે રાત અને દિવસ બંને દિવસ છે. અહીં પણ આત્માનું ભાન ભૂલેલાને અથવા પરમાત્માને જે ભૂલી ગયા છે, તેને પણ બેભાન ગણે છે. અહીં પોતાને ભૂલવાની જે વાત છે, તે આવી બેભાન અવસ્થા માટે જ છે. પરંતુ આ દશા તો બહુજ નીચી કક્ષાની છે. અહીં તો ત્યાગ વૈરાગ્ય પામ્યા પછી પણ તેમાં અટકી જવાથી પોતાને ભૂલી જવાની વાત છે. ખરેખર, અહીં નિજનો અર્થ પોતે' એમ લેવાનો નથી, પરંતુ ‘પરમાત્મા’ લેવાનો છે. આવા ત્યાગી સંતો પણ પરમ આત્મતત્ત્વને ભૂલીને ભૌતિકવાદમાં સપડાય છે. ભૌતિકવાદ એ આવશ્યક તો છે જ પરંતુ તેના ઉપર આત્મજ્ઞાનની લગામ જરૂરી છે. ભૂલવું શું છે ? : “ભૂલવું” એટલે વિસ્મરણ થવું, જાણીબુજીને ભૂલી જવું, અને પ્રમાદવશ ભૂલી જવું. વિસ્મરણની ભૂલ એ બહુ નાની સ્વાભાવિક ભૂલ છે. સ્મરણ થતાં જીવ ઠેકાણે આવે છે. અજ્ઞાનવશ જાણીબુઝીને પરમાત્મા પ્રત્યે દુર્લક્ષ કરવો તે બહુ મોટી ભૂલ છે. દુર્લક્ષ કરવાથી ૧૨૦ ૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ પણ પોતાનું ભાન ભૂલાય છે અને એ જ રીતે પ્રબળ મોહના ઉદયથી પણ જીવ સમજવા છતાં મોહાક્રાંત થઈ આત્મતત્ત્વને ભૂલે છે. પરમાત્માનું શુધ્ધ સ્વરૂપ નજરથી ઓઝલ થઈ જાય છે. સામાન્ય ભૂલવું તે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. જાણીબુઝીને દુર્લક્ષ કરવું તે મિથ્યત્વનો ઉદય છે અને મોહાક્રાંત થઈને ભૂલવું તે ચારિત્રમોહનો ઉદય છે. અહીં ત્રણ પ્રકારમાંથી બીજા પ્રકારની જે ભૂલ છે તે સિધ્ધિકારને ઈષ્ટ છે, કારણ કે સાધક કયારેક ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પરાશકિત છોડીને અપરામાં અટકી જાય છે. કવિરાજે અટકી જાય છે તે ખાસ ટકોર કરી છે. અટકવાના ઘણા કારણોનો આપણે ઉપર નિર્દેશ કરી ગયા છીએ. તે અટકાવને કારણે નિજ ભાન ભૂલવારૂપ પ્રગટ પરિણામ પ્રગટ થાય છે. પૂર્વાર્ધમાં જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તે અહીં આવીને શૂન્ય થઈ જાય છે. એટલે કવિરાજ અહીં સાવધાન કરીને પોતાનું મંતવ્ય પ્રગટ કર્યા પહેલા આઠમી ગાથામાં સાધકે શું કરવું જોઈએ, તેનો એક નીતિ માર્ગ સ્થાપિત કર્યો છે. અત્યાર સુધી જે વાત કહી છે, તે ભિન્ન ભિન્ન પ્રકારે આવશ્યક અને અનાવશ્યક એમ બંને વાતો કરી છે. સાતે કડી ઉપર આપણે એક સળંગ દષ્ટિપાત કરશું. (૧) સ્વરૂપ સમજયા વિના અનંત દુઃખ પામ્યો, અને (૨) ગુરુએ તે પદ સમજાવ્યું. તેથી તેનો ઉપકાર માન્યો. (૩) વર્તમાન કાળની સમાજિક પરિસ્થિતિનું ચિત્રણ આપ્યું. (૪) મોક્ષમાર્ગ અને મોક્ષ તે જીવનું મુખ્ય લક્ષ છે. (૫) આ માર્ગના મુખ્ય પ્રતિરોધક ક્રિયાજડતા અને શુષ્કશાન. (૬) ક્રિયાજડતાની વ્યાખ્યા, જેમાં બાહ્ય ક્રિયાનો અનાદર. (૭) શુષ્કજ્ઞાનની વ્યાખ્યા, કોરી તત્ત્વની વાત કરવી, તેને સાધના સાથે કશું લેવા દેવા નહી. (૮) વૈરાગ્ય અને બીજા સણોની સફળતા ત્યારે ગણાય. (૯) આત્મજ્ઞાનની કસોટી વૈરાગ્ય અને ચારિત્રથી જ થાય છે. (૧૦) ત્યાગ અને વૈરાગ્યની મહત્તા અર્થાત્ ચિતમાં તેની સ્થાપના થવી જોઈએ. (૧૧) જો ત્યાગ વૈરાગ્ય સ્થાપિત ન થાય તો જ્ઞાનનો દરવાજો ન ખુલે. (૧૨) ત્યાગ વૈરાગ્ય જો પોતાનું લક્ષ છોડે અને ત્યાં જ જીવને અટકાવે, તો પુનઃ જીવ બેભાન બની જાય છે. અર્થાત્ નિજભાન ભૂલી જાય છે. અહીં આટલી વ્યાખ્યાઓ સ્પષ્ટપણે આપી છે, જેમાં બધાનો સાર એક જ છે કે જીવે સાચા મોક્ષમાર્ગનું નિર્ધારણ કરવું જોઈએ અને પોતાના સ્વરૂપને ઓળખવું જોઈએ, સ્વરૂપનું લક્ષ રાખ્યા પછી જ જરૂરી ધર્મક્રિયાઓનો સ્પર્શ કરવો જોઈએ. ધર્મક્રિયાઓને પડતી મૂકી દેવાની વાત નથી. ત્યારે અહીં ભકત પ્રશ્ન કરે છે કે આ સાતે કડીમાં બે વાત સાથે સાથે ચાલી છે. ત્યાગ-વૈરાગ્યનું જરુર આચરણ કરવું અને આત્મજ્ઞાન મેળવવું, પરંતુ કયારે શું કરવું તેનો ઉચિત નિર્ણય દેખાતો નથી અને આ માટે કોઈ નીતિ નિર્ધારિત થઈ નથી. આઠમી ગાથામાં સ્વયં સિધ્ધિકાર એક ભill liાdulkland Illu ille all ll lakhill ll ll ૧૨૧ દિલી Page #135 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય નીતિ નિર્ધારિત કરે છે. આ નીતિ એવી છે કે જીવની પોતાની યોગ્યતા પર નિર્ભર કરે છે. અસ્તુ. અહીં આપણે આઠમી કડીની આટલી પૂર્વભૂમિકા વિચાર્યા પછી આઠમી ગાથામાં પ્રવેશ કરશું. આ ગાથા એટલી બધી મહત્ત્વપૂર્ણ છે કે ધર્મનું ક્ષેત્ર તો શું કોઈ પણ વ્યવહારિક ક્ષેત્રમાં કે કોઈ પણ ક્રિયાકલાપમાં, આ નીતિ સાર્વભૌમ નીતિ છે. આ ગાથાની જ્યારે વ્યાખ્યા કરશું, ત્યારે દિપકની જેમ તે સ્પષ્ટ થઈ જશે. આ ગાથા એ એક એવી ચાવી છે કે એક ચાવીથી બધા તાળા ખુલી શકે છે. જડતાના, અવ્યવહારના, અજ્ઞાનના અવતના, આડંબરના અને એવા કોઈ પણ બીજા માનવીય દોષો છે તેને અટકાવવા માટે ચાવી એક અદ્ભુત પણ છે. પરસ્પરના ઝઘડા પણ આ ચાવીથી નિવારણ કરી શકાય છે. જેનું આપણે કણ કણ ખોલીને વિવેચન કરશું. ૧૨૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૮ 'જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ ' ત્યાં ત્યાં તેને આચરે, આત્માર્થી જન એહil, આખી ગાથામાં મુખ્ય બે શબ્દ છે. “સમજ અને “આચરણ” સમગ્ર શાસ્ત્રો અને કોઈ પણ ધર્મના ગ્રંથો મુખ્ય બે વાત કહે છે. જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન અને આચરણ, અહીં પૂર્વાર્ધમાં સમજ' એવું લખ્યું, જ્યારે ઉતરાર્ધમાં “આચરે' તેમ લખ્યું છે. એક પદમાં જ્ઞાનની અથવા સમજણની સૂચના છે, જ્યારે બીજા પદમાં આચરણ એટલે ચારિત્રની સૂચના છે. કેવી સમજણ અને કેવું આચરણ, તેનો વિવેક કર્યા પહેલા સમજ અને આચરણની બંનેની મહત્તા શું છે તે સમજી લઈશું. કોઈ પણ મહત્વપૂર્ણ ચીજ, ગમે તેવી મૂલ્યવાન હોય, પરંતુ તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અનુકૂળ હોવા જોઈએ. કુપાત્રે પતિત અમૃત અપિ વિષાયતે” અર્થાત્ કુપાત્રમાં રહેલું અમૃત ઝેરનું કામ પણ કરે છે. “ઉપનદે રક્ષિત, સુઈ = વી ” અર્થાત્ જોડામાં ભરેલું દૂધ પીવાલાયક હોતું નથી. સ્થાનનો, કાળનો, પદાર્થનો તેમજ તેના પોતાના પરિણામોનો ઘણો જ પ્રભાવ પડે છે. આ વસ્તુ આપણે ઉંડાણથી તપાસશું. આઠમી કડીને સ્પષ્ટ કરવા માટે આપણે અહીં કેટલીક ચૌભંગી સામે રાખશું. દ્રવ્યવાચી ચૌભંગી (૧) યોગ્ય વસ્તુ અને યોગ્ય દ્રવ્ય. (૨) યોગ્ય વસ્તુ અને અયોગ્ય દ્રવ્ય. (૩) અયોગ્ય દ્રવ્ય અને યોગ્ય વસ્તુ. (૪) અયોગ્ય દ્રવ્ય અને અયોગ્ય વસ્તુ. ક્ષેત્ર-સ્થાનવાસી ચૌભંગી (૧) વસ્તુ પણ યોગ્ય અને સ્થાન પણ યોગ્ય. (૨) વસ્તુ યોગ્ય અને સ્થાન અયોગ્ય. (૩) સ્થાન અયોગ્ય અને વસ્તુ યોગ્ય. (૪) અયોગ્ય સ્થાન અને અયોગ્ય વસ્તુ. કાલવાચી ચૌભંગી (૧) યોગ્ય વસ્તુ અને અયોગ્ય સમય. (૨) અયોગ્ય સમય યોગ્ય વસ્તુ. (૩) યોગ્ય સમય અને યોગ્ય વસ્તુ. (૪) અયોગ્ય સમય અને અયોગ્ય વસ્તુ : ૧૨૩ - Page #137 -------------------------------------------------------------------------- ________________ ભાવવાચી ચૌભંગી (૧) યોગ્ય ભાવની સાથે બીજા યોગ્ય ભાવ. (૨) યોગ્ય ભાવની સાથે બીજા અયોગ્ય ભાવ. આ ભાવમાં ચૌભંગી ઘટતી નથી એટલે બે જ ભંગ ગ્રહણ કરીએ છીએ. હવે આપણે મૂળ ગાથા ઉપર આવીએ. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે” અહીં જ્યાં શબ્દ સ્થાનવાચી પણ છે, અને કાળ વાચી પણ છે, અને એક અપેક્ષાએ દ્રવ્યવાચી પણ છે. આમ જ્યાં જ્યાં જે જે યોગ્ય તે ઘણું જ વિસ્તારવાળું પદ છે. અસ્તુ આખા દોહામાં જે યોગ્ય છે અને જ્યાં યોગ્ય છે, ત્યાં આચરણ કરવું અને ત્યાં તેની સમજ રાખવી. આ રીતે જ્ઞાન અને ક્રિયા બંને અપેક્ષાએ સુંદર પ્રેરણા આપી છે. પરંતુ અહીં મૂળ પ્રશ્ન એ ઊભો થાય છે કે કયાં કયાં શું શું યોગ્ય છે. તેનો નિર્ણય કોણ કરે ? શું આ યોગ્યતા અયોગ્યતા શાસ્ત્ર આધારિત છે? કે ગુરુની આજ્ઞા પ્રમાણે નિર્ણય કરવાનો છે. કે પોતાની બુધ્ધિથી નિર્ણય કરવાનો છે ? અથવા કોઈ વૈજ્ઞાનિક કસોટી કરવાની છે ? યોગ્યતાનો નિર્ણય : યોગીરાજે સ્વયં “બહુ પૂણ્ય કેરા પુંજથી” આ ભજનમાં પણ “વચન કોનું સત્ય કેવળ માનવું” તેમ સ્વયં પ્રશ્ન કર્યો છે. અને ઉત્તર પણ પોતે જ આપ્યો છે કે આખા પુરુષનું વચન માનો. જેઓએ સિદ્ધાંતને કસોટી ઉપર પારખીને અનુભવ લીધો છે. જેણે સ્વયં અનુભવ્યું છે તેના અનુભવના આધારે નિર્ણય કરો. આમ આખ પુરુષ કહીને કોઈ એક પ્રમાણિક પુરુષની સંજ્ઞા આપી છે. આ બધું હોવા છતાં પુનઃ મૂળ પ્રશ્ન ઊભો જ રહેશે. કે આખ પુરુષને કેવી રીતે પરખવા અને તેનો અનુભવ આપણે કેવી રીતે કરી શકીએ? તે રીતે શંકા બની રહી અહીં તેઓએ જ્યાં યોગ્ય છે. તહાં સમજવું તેહ આ પદમાં ધ્યાનથી સમજીએ તો કવિરાજ સાધકની પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ કરે છે અને પોતાની મેળે સાધક નિર્ણય કરે. શું યોગ્ય છે ? અને શું અયોગ્ય છે? જે નીતિમાન સાધક છે તે જાણી બુઝીને અયોગ્યને યોગ્ય કહેશે નહી પરંતુ સત્યનો પક્ષપાત કરશે. કદાચ વિવાદ વધે તે વાણીમાં બોલશે નહી. પરંતુ મનથી સમજી જ લેશે કે યોગ્ય શું છે. એટલે કવિશ્રીએ અહીં “સમજવું' એવો શબ્દ વાપર્યો છે. બોલવું તેમ કહ્યું નથી બોલવાથી બીજા કેટલાક અનર્થ પણ ઉદ્ભવે છે. તેથી મનમાં સમજીને સત્યનો નિર્ણય કરવાનો છે. ત્યાર પછી આચરણનો નિર્ણય કરવાનો છે.' આ એક એવો નૈતિક સિધ્ધાંત છે કે બધી કક્ષામાં ધીરજ રાખીને યોગ્ય અને અયોગ્યનો ભેદ સમજીને જરા પણ ઉતાવળ કર્યા વિના તેના બધા પાસાઓની તપાસ કરીને એક નિશ્ચય ઉપર પહોંચે. જૈનદર્શન સ્વયં અનેકાંતવાદી છે. આ સિવાય પાત્ર ભેદથી પણ એક વસ્તુ એક વ્યકિત માટે યોગ્ય હોય જયારે બીજી વ્યકિત માટે અયોગ્ય હોય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે વાકય મોઘમ વાક્ય છે. વ્યકિતને લાગુ પડે પરંતુ સમગ્ર સમાજને ઘણી વખત લાગુ પડે કે ન પણ પડે. જ્યારે વ્યકિત વિશેષને તે નિર્ણય કરવાનો છે તે પોતાની યોગ્યતાને, અનુકુળતાને આધારે કરવાનો છે. અનુકૂળતા બે પ્રકારની છે. વિષયાત્મક અને ગુણાત્મક, વિષયને આધારિત જે અનુકૂળતાનો આગ્રહ રખાય છે તે મોહજનિત છે. જ્યારે ગુણાત્મક દૃષ્ટિએ અનુકુળતાનો નિર્ણય થાય ત્યારે તે લાલા hit Itagrદાવાદ ૧૨૪ શાળા Page #138 -------------------------------------------------------------------------- ________________ ધર્મ પ્રધાન હોય છે. આ આખા પદમાં જૈનધર્મના અનેકાંતવાદના આધારે વિસ્તારથી વ્યાવહારિક દષ્ટિએ ઉદ્ધોધન કર્યું છે. સમગ્ર સ્યાદવાદ કોઈ એક અપેક્ષાએ જ નિર્ણય કરે છે અહીં પણ યોગ્યતાનો આધાર સ્થાન કે સમયની અપેક્ષાવાળો છે તેથી સ્યાદવાદનું અવલંબન સ્પષ્ટ દેખાય છે. કોઈ પણ પ્રકારના નિર્ણય કરવામાં સ્યાદવાદી મહોર ન લાગી હોય તો તે નિર્ણય અપેક્ષાકૃત અયોગ્ય હોય છે. અહીં આપણે ટૂંકમાં આ પદની સાથે અનેકાંતવાદનો જેવો સુમેળ છે તેને બહુ થોડા શબ્દમાં સ્પષ્ટ કરી બીજા કેટલાક ભાવો પ્રગટ કરશું. અનેકાંતવાદ તે સ્થાન અને કાળની અપેક્ષાએ અલગ અલગ દષ્ટિકોણથી પદાર્થનો નિર્ણય કરે છે. અને જ્યારે તે નિર્ણય યોગ્ય હોય તો તે દષ્ટિને સમજી લેવી અને તે પ્રકારે આચરણ કરવું તેમ અહીં આઠમી ગાથામાં શ્રીમદ્જી કહે છે. સ્થાનવાચી કાળવાચી, દ્રવ્યવાચી અથવા ભાવવાચી જે યોગ્યતાઓ છે તે સ્પષ્ટપણે સાપેક્ષવાદનું સૂચન કરે છે. એક અપેક્ષાએ બધા જ નિર્ણયો થાય તો તે જ્ઞાન પ્રમાણભૂત મનાતું નથી. અને પ્રમાણભૂત ન હોય તે યોગ્ય પણ નથી. યોગ્ય નથી તેમ સમજી લેવું અને તે પ્રકારે આચરણ ન કરવું તે બંને સાપેક્ષવાદનાં મધૂરા ફળ છે. આટલું સાપેક્ષવાદ તરફ સૂચન કર્યા પછી અપેક્ષાવાદ તે પદાર્થ પુરતો સીમિત નથી, પરંતુ શબ્દનયના આધારે પણ નિર્ણય કરવાની તેમાં યોગ્યતા છે. સમગ્ર જૈનદર્શનમાં નયવાદ અને સપ્તભંગીવાદ તે અનેકાંતવાદની બે પાંખો છે. આ વિષયમાં અત્યારે વધારે ઉંડાણમાં ન જતાં યોગીરાજની આ ગાથા બધી રીતે અપેક્ષાવાદની જ પ્રેરક છે. અહીં હવે આપણે આ ગાથાને આધારે જે ચભંગીનો નિર્ણય કર્યો તેનો થોડો વિસ્તાર કરીએ. દ્રવ્યાશ્રિત યોગ્યતા : ઉચિત દ્રવ્ય સાથે ઉચિત ક્રિયા આ પહેલો ભંગ છે. દ્રવ્ય ભાવે ઘણાં પદાર્થ માંગલિક માનવામાં આવ્યા છે. ચોખા, શ્રીફળ આદિ જ્યારે કેટલાક પદાર્થ અમાંગલિક માનવામાં આવ્યા છે. હાડકાં, રકત અને એવા કોઈ અશુધ્ધ દ્રવ્યો. અશુધ્ધ દ્રવ્યોની સાથે સંપર્ક રાખી યોગ્ય મંત્ર ઉચ્ચારણ ધ્યાન આદિ કરવાનો નિષેધ છે. જ્યારે માંગલિક પદાર્થો સાથે માંગલિક ક્રિયા કરવી તે આવકાર્ય છે. ઉચિત ભાવનાઓ સાથે અમંગલ દ્રવ્ય અને મંગલ દ્રવ્યો સાથે અનુચિત ક્રિયા એ, બંને ભંગ વજર્ય છે. અનુચિત દ્રવ્યો સાથે અનુચિત ક્રિયા કરવી, તે સર્વથા વર્જય છે, ત્યાજય છે. આ પૂલ દ્રવ્યને આધારે ચૌભંગી કહી છે. ભાવ દ્રવ્યને આધારે અંતરઆત્મામાં જ્યારે પરિણામોની વિશુધ્ધિ હોય ત્યારે મનોદ્રવ્ય, વચનદ્રવ્ય કે કાયયોગ આ બધા દ્રવ્યો મંગલકારી બને છે. અને ત્યારબાદ આ મંગલકારી દ્રવ્યનું અવલંબન કરી ઉચ્ચ કોટિના ધ્યાનકક્ષામાં પ્રવેશ થાય ત્યારે મંગલ દ્રવ્યોની સાથે મંગલ ભાવોનું આચરણ થાય છે. આમ આ ભંગ અતિ ઉત્તમ છે. પરંતુ કોઈ પૂર્વ પુણ્યના યોગે મંગલ દેહાદિ મળ્યા હોય અને તેનો દૂરપયોગ કરી અમંગલ કાર્ય કરે તો તે ભંગ આદરણીય નથી. તે પાપ બંધનનું કારણ છે. મંગલ ભાવ પ્રાપ્ત થયા પછી અમંગલ દ્રવ્યોનું અવલંબન કરે, જેને શાસ્ત્રોમાં ગુણાત્મક અહંકાર કહ્યો છે. જ્ઞાનનો, ત્યાગનો, ધ્યાનનો કે એવા બીજા કોઈ પણ ઉત્તમ આત્મશકિતના આધારે નમ્રતાનો ત્યાગ કરી અહંકારનું સેવન કરે તો મંગલ ભાવોનું અમંગલ દ્રવ્ય સાથે સંયોજન થાય છે. આમ આ ત્રીજો ભંગ પણ આદરણીય નથી. અને કષાય ભાવવાળા જીવો અમંગલ ભાવ દ્વારા પોતાના અમંગલ યોગોનો દુરુપયોગ કરી હિંસાદિ કર્મો કરે છે. તે પણ આદરણીય નથી, મહાપાપનું કારણ છે. સંક્ષેપમાં મંગલ દ્રવ્યો સાથે મંગલ ભાવોનું આચરણ કરવું, તે સર્વ શ્રેષ્ઠ જ tane ૧૨૫ ઘાયલ Page #139 -------------------------------------------------------------------------- ________________ છે. પછી ભલે તે સ્થૂલ દ્રવ્ય હોય કે ભાવ દ્રવ્ય હોય. મંગલ દ્રવ્યો આદિ કાળથી આદરણીય માન્યા છે. સમજવા જેવી વાત છે કે જીવાત્મા પોતે શું છે? અથવા આત્મદ્રવ્ય તે શું છે? તે મતિજ્ઞાન થી કે શ્રુતજ્ઞાનથી સમજાય તેમ નથી પરંતુ આત્મદ્રવ્યના સહારે ઉત્પન થતી શુભાશુભ પરિણામ ની ધારા અથવા અશુધ્ધ કષાય આદિની ધારા કે નિર્મળ જ્ઞાનધારાને મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી સમજી શકાય તેમ છે. મતિ–શ્રુતજ્ઞાન પર્યાયનું જ્ઞાન કરી શકે છે, પરંતુ દ્રવ્યનું અનુમાન કરે છે. કારણ કે અખંડ દ્રવ્ય કેવળીગમ્ય છે. કેવળજ્ઞાન છોડી બાકીના ચાર જ્ઞાનને ખંડ જ્ઞાન કહેવામાં આવ્યા છે. ખંડજ્ઞાન કોઈ એક પ્રદેશ કે પર્યાયનું જ્ઞાન કરે, અસ્તુ. આ વિષય ઘણો જ વિસ્તૃત છે. અહીં આપણે એટલું જ કહેવાનું છે કે જીવાત્મા જો અંતરમુખી બને તો પોતાની અંદર પ્રવર્તમાન ઉદયભાવ અને ક્ષયોપશમ ઈત્યાદિ ભાવોનું ભાન કરી શકે છે. અને જ્ઞાન પણ કરી શકે છે. અને છેવટે ધ્યાન પણ કરી શકે છે. દ્રશ્યમાન જગતથી પર થઈ આંતરિક સૃષ્ટિનું નિરીક્ષણ કરી શકે છે. હવે જુઓ ખેલ પોતાની અંદર પ્રવર્તમાન સ્વભાવ અને વિભાવની જે પર્યાય છે. તેનો સમ્યગુજ્ઞાન દ્વારા નિર્ણય કરી વિભાવને પરભાવ માની સ્વભાવને આત્મભાવ માની આત્મભાવ તરફ વળે તો ત્યાં ભાવના યોગ્ય પરિણામોનો યોગ્ય પરિણામ સાથે યોગ થાય છે. જે આદરણીય ભંગ છે. અને અહીં તે પ્રકારે આચરણ કરવું. સાચું સમજીને, તે પ્રકારે વર્તવું તે આ આઠમી ગાથાની પ્રબળ સૂચના છે. ક્ષેત્ર-સ્થાન આશ્રિત યોગ્યતા : સ્થાનવર્તી ચૌભંગી પ્રમાણે જે સ્થાને જે યોગ્ય હોય તેની સમજ રાખવી અને આચરણ કરવું. કવિરાજે ટૂંકમાં જ્ઞાન અને ક્રિયા બંને તરફ ધ્યાન આપ્યું છે. સમજવું તે જ્ઞાન છે અને આચરવું તે ક્રિયા છે. જ્ઞાનનો અર્થ એવું પવિત્ર સ્થાન જે ધ્યાનને યોગ્ય હોય ત્યાં ધ્યાન કરવું તે યોગ્ય છે. તેનાથી વિપરીત પવિત્ર મંદિરોમાં સાંસારિક કથાઓને મહત્વ આપે તે અયોગ્ય છે. જેની સમજ સાચી હોય તે આવું કરે જ નહી. સ્થાનનો અર્થ ફકત સ્કૂલ સ્થાન લેવાનો નથી. મંદિર કે ધ્યાનકક્ષ કે જે કંઈ મકાનો છે તે સ્થૂલ સ્થાન છે. પરંતુ અધ્યાત્મદષ્ટિએ આત્મ સ્વયં યોગ્ય સ્થાન છે. આત્માની સાથે કપટપૂર્ણ વ્યવહાર કરવો તે અયોગ્ય છે. જે પોતાના આત્માને છેતરે છે તે ગાઢ મિથ્યાત્વનું ફળ છે. અહીં આત્માનું સ્થાન સમજી લેવું અને તે પ્રકારે યથાશકિત પુરુષાર્થ કરવો. આ ભંગ સૌથી યોગ્ય છે. યોગ્ય સ્થાનમાં યોગ્ય આચરણ. (૨) અયોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુનો પ્રયોગ કરે છે. જેમ કોઈ સ્મશાન ઘાટમાં મૃતદેહને ઉત્તમ ઉપદેશ આપે તો ત્યાં સ્થાન અયોગ્ય છે. અને યોગ્ય વસ્તુ છે જે આદરણીય નથી. (૩) યોગ્ય સ્થાનમાં અયોગ્ય વસ્તુનું આચરણ કરે. જેમ કે ધર્મસ્થાનકમાં કોઈ ભોગ વિલાસની વાતો કરે. તેમાં સ્થાન યોગ્ય હોવા છતાં વસ્તુ અયોગ્ય હોવાથી અનાદરણીય છે. અયોગ્ય સ્થાનમાં અયોગ્ય વ્યવહાર કરનારા મનુષ્ય જીવનને અધન્ય કરે છે. પરંતુ આ ભાંગાને સમજીને તે પ્રમાણે આચરણ ન કરે તો તે જીવ ભારે કર્મી થઈ જાય છે. ટૂંકમાં કહેવાનું એટલું છે કે ઉચિત સ્થાનમાં ઉચિત વ્યવહાર કરવા અને અનુચિત સ્થાનમાં પણ કોઈ પ્રકારની અનુચિત ક્રિયા ન કરવી, એ જ રીતે ઉત્તમ સ્થાનમાં પણ અનુચિત ક્રિયા ન કરવી અને અનુચિત Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્થાનમાં ઉચિત ક્રિયા ન કરવી. આ રીતે ચારે ભાંગા જયાં જ્યાં જે જે યોગ્ય છે તેની ઊંડી વ્યાખ્યા કાલાશ્રિત યોગ્યતા : જ્યાં જ્યાં નો અર્થ સમય પણ છે, અહીં યોગ્ય સમયમાં યોગ્ય વસ્તુને સમજીને યોગ્ય સમયે તેનો પ્રયોગ કરવો. તે પ્રથમ ભંગ સર્વથા આદરણીય છે. દ્રવ્યકાળ એટલે પ્રાતઃકાળ ઈત્યાદિ ધ્યાનને માટે અનુકુળ સમય છે. તે વખતે ધ્યાન કરવું તે આદરણીય છે પરંતુ આ ઉત્તમ કાળમાં અયોગ્ય આચરણ કરવું કે ઝઘડો કરવો કે પ્રપંચ કરવો તે યોગ્ય સમયમાં અયોગ્ય કાર્ય કરવાનો નિષેધ કરે છે. આ બીજો ભંગ આદરણીય નથી. અયોગ્ય સમયમાં ઉચિત ભાવોનું પ્રદર્શન કરવું તે પણ બરાબર નથી, કોઈ શોકાકૂળ પરિવાર કરુણરુદન કરે છે તેવા સમયે ત્યાં ભજન ગાવાની ચેષ્ટા કરવી, તે અયોગ્ય સમયમાં યોગ્ય વસ્તુનો પ્રયોગ કરવો, તે ત્રીજો ભંગ પણ આદરણીય નથી. ચોથો ભંગ તો સર્વથા વજર્ય છે. અયોગ્ય સમયમાં અયોગ્ય ક્રિયા કરે છે આ રીતે સમય અને ભાવ બંને દૂષિત થાય છે. આ આપણે સ્થૂળ સમયની વાત કરી. ભાવસમય તે જીવાત્માની શુધ્ધ પર્યાયનો સમય છે અથવા શુધ્ધ પર્યાયો ખીલી રહી છે. તે વખતે વીર્યના પ્રરાક્રમના અભાવમાં, રાગદ્વેષના પરિણામોને ચિત્તમાં પ્રવેશ થવા દેવો, તે યોગ્ય સમયે અયોગ્ય વસ્તુનું આચરણ છે પરંતુ જ્યારે શુધ્ધ પર્યાય ખીલતી હોય ત્યારે તીર્થકર ઈત્યાદિ દેવાધિદેવોનું સ્મરણ કરવું અને મહાન સિધ્ધ આત્માઓનું અવલંબન કરવું તે યોગ્ય સમયે યોગ્ય વસ્તુનું આચરણ કરવું છે. આ ભંગ બધી રીતે આદરણીય છે. ધ્યાનને અનુકળ સમય ન હોય તેવા સમયે ધ્યાન કરવા બેસી જવું. મોહાદિ પર્યાયોનો પ્રભાવ વધ્યો હોય તો તે વખતે સ્વાલંબન છોડીને ગુરુ આદિને શરણે જવું તે યોગ્ય છે પરંતુ અહંકારમાં રહી હું મારા કષાયોને જીતી લઈશ, તેવા ભાવમાં આચરણ કરવું તે અનાદરણીય છે. આ ભંગ પણ આદરણીય નથી. અયોગ્ય સમયે અયોગ્ય આચરણ અર્થાત્ કોઈનો મૃત્યકાળ છે અથવા પોતાના ચિત્તની વિક્ષિપ્ત અવસ્થા છે. અને તે વખતે જે કોઈ આચરણ કરે છે તે પણ અયોગ્ય હોય છે. આમ સ્વ ને પર બંને અપેક્ષાએ અનુચિત કાળમાં અનુચિત કર્મ કરે તે વિનાશક છે. જો કે ઉચિત કાળમાં પણ અનુચિત કર્મ કરવાનો નિષેધ છે. શ્રીમદ્જીની આ ગાથાથી મુખ્ય સૂચન એ જ છે કે ઉચિત સમયે ઉચિત કાર્ય કરવું. પૂર્વમાં પણ આપણે કહી ગયા કે આ યોગ્ય અને અયોગ્યનો ખુલાસો કોણ કરે ? શ્રીમદ્જીએ સ્વયં ફેસલો આપ્યો છે કે “બહુ પૂજ્ય કેરા પુંજથી આખ પુરુષનું વચન મળવું, ત્યાં પણ પ્રશ્ન તો એ ઊભો જ રહે છે કે આખુ વચન કોને ગણવું? છેવટે એકજ નિર્ણય આપવો પડશે કે વ્યકિત પોતાની બુધ્ધિથી, સદ્ભાવથી, સત્યતાને આધારે, શાસ્ત્રોની અનુકૂળતાએ અને ગુરુઓની પ્રેરણા મુજબ સમજીને જે સાચો નિર્ણય કરે, તે તેને માટે યોગ્ય નિર્ણય છે. | ભાવાશ્રિત યોગ્યતા : રાગ કે મોહના પ્રભાવે સ્વભાવ પરિણામોનો અનાદર કરી વિભાવ તરફ વળવું તે અયોગ્ય ભાવનો અયોગ્ય ભાવો સાથે યોગ છે. જે આદરણીય નથી. ત્યાં તે પ્રમાણે ન કરવું તે ઉચિત છે, પરંતુ અયોગ્ય પરિણામોમાં ભળી જવું, તેનો નિષેધ છે. આત્માના Page #141 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારાના પરિણામોના આધારે કષાયોને ઉપશાંત કરી વીતરાગભાવ તરફ વળવું તે યોગ્ય ભાવોનો યોગ્ય ભાવ સાથેનો યોગ છે. જે સંપૂર્ણ રીતે આદરણીય છે. આ રીતે આપણે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે ગાથા ઉપર ચૌદ ભાંગા થી ઊંડો વિચાર કર્યો છે. અહીં સૂચના ખ્યાલમાં રાખવાની છે કે આ બધા ભાંગાઓ ઘટિત થતા નથી. તે પ્રમાણે તેનું ગણિત થતું નથી કારણ કે કેટલાક ભાંગા વ્યવહારમાં થઈ શકતા નથી. જ્યારે કેટલાક ભાંગાના નંબર જૂદા હોવા છતાં તે એક જ વાતનું ખ્યાન કરે છે. આ ભંગાળ આપણે વિસ્તારથી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તેનું વ્યાપક રૂપ શું છે તે સમજવા માટે ચર્ચા કરી છે. તર્કની દ્રષ્ટિએ ઘણાં તર્ક કરી શકાય તેમ છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જે વસ્તુ જ્યાં યોગ્ય છે તેને સમજી લેવી અને તે પ્રમાણે આચરણ કરવું તે એક નીતિમાર્ગ છે. આપણે હવે નૈતિક દૃષ્ટિએ અને સામાજિક દષ્ટિએ પણ આ પદ કેટલું બધું સાર્થક છે તેનો વિચાર કરશું. નૈતિક દ્રષ્ટિએ યોગ્યતા : આત્મજ્ઞાનની જેમ વ્યવહારમાં પણ યોગ્ય સમજીને, યોગ્ય પગલું ભરવું તે શાશ્ચત નીતિમાર્ગ છે. રાજાથી લઈને રંક સુધી જીવનનો વ્યવહાર એક મુખ્ય સિધ્ધાંત ઉપર સ્થિર થાય છે અને આ સિદ્ધાંત તે યોગ્ય સમજ અને યોગ્ય આચરણ. ગીતામાં પણ કહ્યું છે કે “મિત ભોજન અને મિત વચન” અર્થાત્ બધું સંયમયુકત, મર્યાદિત અને યોગ્ય રીતે સમજીને કરવું ઘટે છે. મર્યાદાનો ભંગ કરવાથી જીવનનો ક્રમ વીંખાય જાય છે. જેમ કે બેન અને પત્નિ, બંને નારીનું રૂપ છે પરંતુ બંને સાથે વ્યવહાર કરવાની યોગ્યતા અલગ અલગ છે. કહેવાનું તાત્પર્ય છે કે જેની સાથે જે યોગ્ય હોય તે સમજીને કરવું ઘટે છે. નીતિનો આ રાજમાર્ગ છે. આ માર્ગનું ઉલંઘન કરવાથી વ્યકિતના જીવનમાં ઘણી જ વિષમતાઓ પેદા થઈ છે. તેના હજારો ઉદાહરણ વિશ્વના ફલક ઉપર લખાયા છે. રાવણ જેવા મહાંધાતાએ યોગ્ય નીતિ મૂકીને જે આચરણ કર્યું તેના પરિણામે તેણે ધર્મ પણ ખોયો અને રાજય પણ ખોયું. દુર્યોધન જેવા અભિમાની પુરુષે દ્રૌપદી સાથે અયોગ્ય વર્તન કર્યું અને કાળો ઈતિહાસ લખાવીને દુર્ગતિને પ્રાપ્ત થયો. ' આ પદ એટલું બધું મહત્વ પૂર્ણ છે કે કોઈ પણ ક્ષેત્ર માં તે સોનાના સિકકાની જેમ મૂલ્ય પ્રાપ્ત કરે તેમ છે. અને કેટલી સરળ ગુજરાતી ભાષામાં સહજભાવે યોગીરાજે ઉત્તમ શિક્ષા પીરસી દીધી છે. સામાજિક દ્રષ્ટિએ યોગ્યતા : સમાજિકક્ષેત્રમાં પણ યોગ્ય સંગની સાથે માનવસમાજ એક સૂત્રમાં બધ્ધ થઈ પરસ્પર યોગ્ય વ્યવહાર જાળવી જો કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તો સંસાર સહજ બની જાય, બુરાઈનો નાશ થાય. હિંસા દ્વેષ, લોભ અને સ્વાર્થનું તાંડવ લુપ્ત થવાથી માનવ જાતિ કે જનસમૂહ પરમ સુખી થઈ શાંતિપૂર્વક ધર્મનો વિકાસ કરી શકે છે પરંતુ યોગ્ય સમયે યોગ્ય વ્યવહાર ન કરવાથી સમાજને કલુષિત વાતાવરણમાં મૂકીને સ્વયં દોષિત થાય છે અને સમગ્ર સમાજ માઠા ફળ ભોગવે છે. દુનિયામાં કોઈ પણ રાષ્ટ્ર કે સમાજ કે એવા બીજા સંગઠનોએ પણ આ સૂત્ર અમલમાં મૂકી નૈતિક પ્રગતિ કરવાની આવશ્યકતા છે. અસ્તુ. આ અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે અહીં બીજી ચર્ચા વધારે ન કરતાં આ સૂત્રને જીવનનાં ક્રમમાં ગોઠવી લઈ જે જે કરવા જેવું છે, જે જે છોડવા જેવું છે, તેનું યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય રીતે અમલ કરવો તે આ સૂત્રનો તારા ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ કંચનમય ભાવાર્થ છે. હવે આપણે જોઈએ કે આ સૂત્ર દ્વારા કઈ વસ્તુ તરફ પરોક્ષ રીતે ઈશારો કરવામાં આવ્યો છે. એક આહાર સંજ્ઞાવાળો જીવ, જેને વારંવાર ખાવાની તૃષ્ણા છે તેવો જીવ પોતાનું મનોબળ કેળ વી આહારનો ત્યાગ કરે છે. ઉપવાસની આરાધના કરે છે પરંતુ હવે તેનું મન પરિપકવ થતાં અને આહાર સંજ્ઞા ઉપશાંત થતાં તેણે ફકત ઉપવાસને જ વળગી રહેવાનું નથી. જ્યાં સુધી જરુર હતી ત્યાં સુધી અનશનની આરાધના કરી, હવે સ્વાધ્યાયની જરુર છે. એટલે સદ્ઘાંચનનું અવલંબન લઈ સગુરુને શરણે જઈ આગળની યાત્રા શરુ કરવાની છે. ત્યારબાદ સ્વાધ્યાય અને સદ્ગુરુના આર્શીવાદ મળ્યા પછી તેને જ વળગી રહેવાની જરુર નથી. હવે આત્માના શુધ્ધ પરિણામો તે ગુરુ સ્થાને છે અને તેનું ધ્યાન કરવામાં સ્થિર થઈ બાકીની ક્રિયાઓને સંક્ષિપ્ત કરી સ્વરૂપના દર્શન કરવાના છે. આત્મદર્શનનો આનંદ લીધા પછી બાહ્ય વૃત્તિઓને કે મોહ પરિણામોનો ત્યાગ કરી હવે અંતિમ પેપર આપવાનું છે કારણ કે આત્માથી આત્માનું ધ્યાન થાય છે પરંતુ શરીર આદિ સ્થળ યોગ હવે પરમાર્થમાં લગાવી, શુભ કાર્યોમાં સંયુકત થાય છે, તે વખતે યોગ્ય છે. આમ એકજ જીવનમાં અલગ અલગ સમયે, અલગ અલગ રીતે યોગ્યતાની સમજ રાખી યોગ્ય આચરણ કરતાં કરતાં સમાધિ ભાવે આ નશ્વર દેહને છોડવાનો છે. હેય, શેય અને ઉપાદેય આ ત્રણે આરાધના માટે આ આઠમી કડી વાસ્તવિક સૂચના આપે છે. જે ઉપાદેય છે તે સદા માટે નથી અને જે ય છે તેમાં ઊંડા ઉતરી પરમ જ્ઞયને પ્રાપ્ત કરવાની પ્રેરણા છે. જ્યારે હેય છે તે પુનઃ ઉપાદેય ન બને તેની સાવધાની રાખવી. તે માટે યોગ્ય સાધના ચાલુ રાખવાની છે. આ સૂત્રનાં જેટલા અર્થ કરીએ, જેટલા ભાવ તારવીએ તે ઓછા જ છે. અહીં યોગીરાજે એક એવી ઔષધિ આપી છે કે જેમાં બધી શંકાઓ નિર્મૂળ થઈ અલગ અલગ સ્થાને જે જે વ્યકિતઓ સમય અને સ્થાન પ્રત્યે ભિન્ન ભિન્ન સાધના કરતાં હોય તો તેમાંથી ગુણવત્તાની તારવણી કરી મનને સમાધાન મેળવવાનું છે. “સહિતો સંશયરહિતો સ્થિર આત્મા પર્વ” સમાધિભાવમાં સ્થિર તથા સશંયરહિત આત્મા જ મુકિતનો ગ્રાહક બને છે. મુકિત તે લક્ષ છે. બધી દિશાઓનું અને પરિસ્થિતિનું અધ્યયન કરી આગળ વધવાનું છે. સાધના માટે જીવન નથી પણ જીવન માટે સાધના છે. એ જ રીતે સાધના માટે સાધન નથી. સાધન તે સાધ્ય નથી, મુકિત માટે સાધન છે. મુકિત તે લક્ષ છે. અને મુકિત પ્રાપ્તિ માટે જ્યારે જ્યારે જે જે જ્યાં જ્યાં યોગ્ય હોય તેનું આચરણ કરવા માટે આ આત્મસિધ્ધિની મહત્વપૂર્ણ ગાથા પ્રકાશનો ચમકારો કરે છે. અહીં એક મહત્વપૂર્ણ વાત એ છે કે આ નીતિવાકયનું મુખ્ય લક્ષ “આત્માર્થી” જીવ છે. આત્માર્થીને લક્ષે એમ કહેવાયું છે કે આત્માર્થી જીવ યોગ્ય સમજ અને યોગ્ય આચરણ કરે છે. વ્યવહારિક જીવનમાં ભલે કોઈ યોગ્ય આચરણ કરતાં હોય પરંતુ આ અધ્યાત્મસાધનામાં તે યોગ્યતાની બહુ કિંમત નથી. અહીં તો આત્માર્થી જીવન માટે જે વલણ છે અને આત્માર્થી જીવ જે રીતે વર્તે છે તેનું ઉદ્ધોધન છે. આત્માર્થી જીવ યોગ્ય વ્યવહારનો ત્યાગ કરતો નથી તે બાબત અહીં નિશ્ચિત રૂપે કહેવાયું છે. હવે આપણે સમજવું રહ્યું કે આત્માર્થી કોણ છે? આત્માર્થી શબ્દનો ભાવ શું છે ? સામાન્ય રીતે આત્માને લક્ષ કરી તે સ્વાધ્યાય આદિ કરતો હોય તેને આત્માર્થી કહે છે પરંતુ આટલી વ્યાખ્યા પર્યાપ્ત નથી કારણ કે સિધ્ધિકાર જે વાતની સ્થાપના કરે છે તેમાં સામાન્ય Hiii!! filli Fri!!!!!! કાકા Natlantilal ૧૨૯ કિલો Page #143 -------------------------------------------------------------------------- ________________ અર્થની સાથે ગૂઢ અર્થ પણ સંકળાયેલો હોય છે. આત્માર્થી કોણ ? : આત્માર્થી શબ્દમાં ત્રણ શબ્દો સ્પષ્ટ દેખાય છે. આત્મા, અર્થ અને અર્થને ધારણ કરનાર અર્થી. આ ત્રણે પદને આપણે એક સૂત્ર વાકય રૂપે પણ જોશું અને સ્વતંત્ર રૂપે પણ તેના અર્થ કરશું. આત્મા વિશે તો લગભગ ઘણું કહેવાયું છે. અહીં પ્રશ્ન એ છે કે આત્મા અને આત્માર્થી બંને ભિન્ન ભિન્ન છે કે એક જ છે. આત્માર્થી લખ્યું છે તો આત્માનો અર્થી અર્થાત્ આત્માને ઈચ્છનાર, આત્મા માટે પ્રાર્થના કરનાર કોઈ ત્રીજો વ્યકિત છે શું ? જેમ ધનાર્થીમાં ધન અને ધનને માટે પ્રાર્થના કરનારો એમ બે વ્યકિત છે. તો શું અહીં પણ આત્મા અને આત્માર્થી એવા બે તત્ત્વો છે ? કે બીજો કોઈ ભાવ છે. આ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉપર મીમાંસા કરવાથી આત્માર્થી કોને કહેવાય તેનું રહસ્ય પ્રગટ થશે. ‘અર્થ' નો અર્થ પદાર્થ પણ થાય છે. કલ્યાણકારી તત્ત્વને પણ અર્થ કહેવાય છે. હાનિકારક તત્ત્વ ને અનર્થ કહેવાય છે. આ અર્થ શબ્દ ધન સંપતિ વાચક પણ છે. અર્થ શબ્દ જેટલો વ્યવહારમાં પ્રયુકત થયો છે. તેટલો જ અધ્યાત્મશાસ્ત્રમાં પ્રયુકત થયો છે. જે દ્રવ્ય શુઘ્ધ ગુણ પર્યાયથી સંયુકત હોય તેવા દ્રવ્યને અર્થ કહે છે. આત્મદ્રવ્ય અર્થાત્ ચેતન દ્રવ્યને છોડી બાકીના પાંચ દ્રવ્યો સ્વતંત્ર રીતે પર્યાય કરે છે. અર્થાત્ પોતાના ગુણ ધર્મથી પરિપૂર્ણ છે. આ દ્રવ્યો સિધ્ધ ભગવાનની જેમ સર્વથા સ્વતંત્ર છે. કોઈના અધિકારમાં નથી મોહ ભાવે કયારેક જીવાત્મા પોતાના સ્વાર્થને માટે પુદ્ગલ દ્રવ્યો ઉપર પોતાનો અધિકાર છે, તેવું અજ્ઞાન ધરાવે છે પરંતુ જ્યારે પુદગલ દ્રવ્યો પોતાની પર્યાય બદલે છે. ત્યારે તે કોઈ અન્ય કર્તાને આધીન નથી. જીવને જ્યારે સચોટ જ્ઞાન થાય કે પાંચે દ્રવ્યો સ્વતંત્ર છે. ત્યારે તે પરદ્રવ્યોથી છૂટો પડે છે. અર્થાત્ દ્રવ્યોમાં મારું કાંઈ કર્યુત્ત્વ છે તેવા અજ્ઞાનનો લોપ થાય છે. જો કે આ વસ્તુ બહું જ ઊંચી કક્ષાની છે. સમ્યગ્દષ્ટિમાં આ સ્વતંત્રતાનું પ્રતિબિંબ પડે છે. જ્યારે જીવને જ્ઞાન થયું કે પાંચે ય દ્રવ્યો અલગ છે. તો જેમાં પોતાનું અધિષ્ઠાન છે. અથવા પોતે જેમાં અધિષ્ઠિત છે તે આત્મદ્રવ્ય શું છે ? હવે તેને સમજાય છે કે આ પરપદાર્થો મારી સંપતિ નથી. હું તેનો કર્તા નથી મારી સંપતિ આ આત્મા છે અથવા આત્મદ્રવ્ય છે. આત્મ દ્રવ્યની સ્પષ્ટતા થતાં હું શબ્દનો પણ લોપ થઈ જાય છે. હું આત્મા છું તે મિથ્યા શબ્દ છે. આત્મા છે. હું નથી, તે સત્ય શબ્દ છે. હું શબ્દ તો અહંકારજન્ય હતો અથવા કોઈ મિથ્યા કતૃત્ત્વના ભાવે હું નો જન્મ થયો હતો. આત્મા છે તે સત્ય છે. બીજા દ્રવ્યોની જેમ આત્મદ્રવ્ય પણ પોતાના ગુણ ધર્મોથી પરિપૂર્ણ છે. આ આત્મા સ્વયં જ્ઞાન તત્વ રૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે જ કહ્યું છે “જ્ઞાન સ્વરૂપમમાં, પ્રવત્તિ સન્તઃ' અર્થાત્ મહાત્મા જ્ઞાની સંતો આત્માને નિર્મળ જ્ઞાન સ્વરૂપ માને છે પરંતુ જ્ઞાન તે એક પર્યાય છે. જ્ઞાનનો વિષય અખંડ આત્મદ્રવ્ય છે. જે બીજા અંનત ગુણોનો પિંડ છે. જ્ઞાન પરમુખી હતું, ત્યાં સુધી તેણે બીજા દ્રવ્યોની પરિક્ષા કરી, તેના ગુણ ધર્મો પારખ્યા, પરંતુ પોતે શું છે તેનો ખ્યાલ ન કર્યો. હવે જ્ઞાન ગુણે પોતાની દિશા બદલી અને જ્ઞાન સ્વમુખી થયું છે. ત્યારે તે આત્મ દ્રવ્યની મીમાંસા કરે છે. આત્મદ્રવ્યને પ્રાર્થે છે અર્થાત્ આત્મદ્રવ્યનો અર્થી બને છે. તેના માટે અહીં કવિરાજે આત્માર્થી જન તેહ” તેવો શબ્દ વાપર્યો છે. અર્થી બનીને એક પ્રકારે પ્રાર્થી બને છે. ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ આત્મદ્રવ્ય રૂપ જે અર્થ છે તેને જ ઝંખે છે. આત્મા તે દ્રવ્ય છે. પોતાના ગુણધર્મથી પરિપૂર્ણ હોવાથી તે અર્થ છે. અને આત્મ રૂપ અર્થને જાણવા માટે જ જ્ઞાન તલપાપડ થાય છે. તેવું જ્ઞાન અથવા જ્ઞાનનો અધિષ્ઠાતા જીવાત્મા અહીં અર્થી છે. જેમ કોઈ બંદૂકધારી નિશાનને પોતાના લક્ષમાં લઈ તેની ઉપર તીર ચલાવે ત્યારે તે આસપાસ બધી વસ્તુને ભૂલી જઈ કેવળ નિશાનને જૂએ છે. તેમ અહીં જ્ઞાનમાં ઉતરેલો નિશાનધારી જીવ આત્મદ્રવ્યને નિશાન બનાવી તેને જ લક્ષ બનાવી પોતામાં સામાવિષ્ટ કરી લેવા માગે છે. આમ જ્ઞાતા, શય અને જ્ઞાન ત્રણેય એકાકાર થઈ જાય છે. આવી આત્માર્થીની સ્થિતિ છે. “ત્યાં ત્યાં તે તે આચરે તેનો અર્થ એ છે કે જેની તેને જરુર હતી તેવો આત્માર્થી જીવ લક્ષવેધી બની ફકત આત્માનો બોધ કરવા માટે જ બધું આચરણ કરે છે. નિશાન પલટતા દિશા બદલતા આચરણ પણ બદલાય જાય છે. ઉપવાસી વ્યકિત ભોજનની તૈયારી કરતો નથી તેમ આત્માર્થી જીવ હવે સાંસારિક આચરણ કરતો નથી. જે કર્માધીન સાધારણ આચરણ છે તેનો પણ કર્તા રહેતો નથી આમ જ્ઞાનના બળે ક્રિયાઓને છૂટી પાડી, આત્મલક્ષ રૂપ આચરણમાં જ તન્મય થાય છે અને દેહાદિ લક્ષી બીજા જે આચરણો છે તે સ્વતઃ કર્માધીન છે. તેમાં તેનું લક્ષ નથી. આત્માર્થીની આ દિવ્ય સ્થિતિ છે. ત્રણે શબ્દોનો પરસ્પર અન્વય કરી એક સૂત્ર રૂપે આપણે વ્યાખ્યા કરી. હવે ત્રણે શબ્દોને ભિન્ન ભિન અર્થોથી નિહાળી તેનો જે કાંઈ ક્રિયાકલાપ છે તેની વ્યાખ્યા કરશું. અસંખ્યાત પ્રદેશી આનંદઘન સિધ્ધ પર્યાયનો અધિકારી નિર્મળ ગુણોનું અધિષ્ઠાન તે આત્મ દ્રવ્ય છે.અર્થ અર્થાત્ ગુણધર્મથી પરિપૂર્ણ અને નિત્ય, શાશ્વત જે તત્ત્વો છે તે બધાનો સમાવેશ અર્થમાં થાય છે પરંતુ મનુષ્યની બુધ્ધિના કારણે કે વિપરીત ભાવોના કારણે તે અર્થથી લાભાન્વિત ન થતાં અનર્થનું સેવન કરે છે. જો અર્થનો કર્તા ન થાય તો અનર્થનો પણ કર્તા ન થાય. અનર્થ શબ્દ તે કોઈ દ્રવ્યવાચી નથી પરંતુ દ્રવ્યનો અભાવવાચી છે, અને વિપરીત ભાવોનો પણ વાચક છે. અર્થનું સ્વરૂપ જેમ નિત્ય અને શાશ્વત છે તેમ આત્મદ્રવ્યરૂપી અર્થ પણ એક શાશ્વત અને નિત્ય અર્થ છે. અર્થી આત્મદ્રવ્યમાં અધિષ્ઠિત થયેલા જ્ઞાનરૂપી અર્થને જાણ્યા પછી તે અર્થની અપેક્ષા રાખી અર્થી બને છે. અર્થી તે સામાન્ય ઝંખનાવાળો અથવા ઈચ્છાપ્રધાન જીવ છે. પરંતુ જ્યારે અર્થી સામે છ એ દ્રવ્યનું સ્વરૂપ આવે છે ત્યારે આ અર્થી અર્થાત્ જ્ઞાન તે પર અર્થો ઉપરથી લક્ષ હટાવી આત્મા રૂપી અર્થ ઉપર સ્થિર બની તેનો અર્થી બને છે. અર્થી કોઈ પણ સાંસારીક જીવ પણ હોઈ શકે છે અને આવો અર્થી સંસારભ્રમણમાં પણ નિમિત્ત બની જન્મમૃત્યુના ચક્ર વધારે છે. અર્થ થવું તે ત્યારે જ શુભ છે જ્યારે તે આત્માનો અર્થ બને. અહીં ત્રણેય તત્ત્વોને અલગ અલગ જાણ્યા પછી ત્રણેયનું અનુસંધાન થવાથી તે આત્માર્થી બની જાય છે. આવો આત્માર્થી જીવ જ્યાં જે યોગ્ય છે ત્યાં તેવું આચરણ કરે છે. આ પદથી એ સાબિત થાય છે કે જ્ઞાન થયા પછી ઉચિત આચરણ કરવું બહુ જરૂરી છે. કેટલાક જ્ઞાનવાદી આચારનું મહત્ત્વ ને સમજવાથી આત્મજ્ઞાનમાં જ્યારે શુધ્ધ આચરણ વ્યર્થ હોય તેવો ભાવ પ્રદર્શિત કરે છે. જ્યારે અહીં કવિરાજ કહે છે આત્માર્થી એવો જ્ઞાની જીવ અવશ્ય યોગ્ય આચરણ કરે છે. આત્માર્થીનું જ્ઞાન તે જ્ઞાનની પર્યાય છે. જ્યારે યોગ્ય આચરણ તે ચારિત્રની પર્યાય છે. શારદાદા ૧૩૧ માં Page #145 -------------------------------------------------------------------------- ________________ gિI/HI| || ||L BE REGI| H///////////// આ ગાળામાં સ્પષ્ટ રીતે પરોક્ષ ભાવે જ્ઞાન અને ચારિત્રની સ્થાપના કરી આત્માર્થીની યોગ્ય વ્યાખ્યા કરી છે. અહીં એ સમજી લેવાનું છે કે અર્થ અર્થાત્ પ્રાર્થી તે સ્વયં આત્મા જ છે. આત્મા થી ભિન્ન એવો કોઈ અલગ અર્થ નથી. ફકત જ્ઞાનમાં આત્મદ્રવ્યનું પ્રતિબિંબ ઊઠયું ન હતું ત્યાં સુધી તે આત્માર્થી ન હોવાથી એક પ્રકારે વિભાવાત્મક હોવાથી આ અર્થી એક અપેક્ષાએ આત્માથી જુદો હતો કારણ કે વિભાવ તે આત્મા નથી. અસ્તુ અહીં આપણે આ આઠમી ગાથાનું અક્ષરશઃ વિવરણ કર્યા પછી હવે નવમી ગાથાનો સ્પર્શ કરશું. અહીં ભકિતયોગનો આશ્રય કરી સાધકની નિબળતાનો ખ્યાલ કરી આત્મહત્ત્વની પ્રાપ્તિ માટે આગળ વધવા સંતમહાત્મા, જ્ઞાનીજન કે કોઈ સદ્ગુરુ આધારભૂત છે, અને તેની સહાયતાથી આગળની યાત્રા સરળ બની જાય છે. કોઈ તરીને સમુદ્રને પાર કરી શકે તે બહુ સંભવિત નથી. જ્યારે એક નાવનો સહારો લઈ તે સહેજે સમુદ્ર તરી જાય છે. બાળક ઘણાં ગુણો લઈને જન્મે છે પણ મોટુ થવામાં તેની માતાનો સહારો લેવો અત્યંત જરૂરી છે. કોઈ પણ મંદિરનું નિર્માણ કરનાર કારીગરને કોઈ બુધ્ધિમાન પૂરો નકશો ન આપે તો કારીગરો પૂર્ણ મંદિર બનાવી શકતા નથી. ભારતવર્ષની કે વિશ્વની કોઈ પણ સાધનાઓમાં તત્ત્વજ્ઞ ગુરુની જરુર હોય છે. અને વ્યવહારિક વિદ્યાઓમાં પણ કોઈ ઉસ્તાદ કે ગુરુ મળે ત્યારે જ તે સાચો કલાકાર બની શકે છે. જેમ કોઈ મહિલા ફકત પુસ્તક વાંચીને રસોઈ ન બનાવી શકે પરંતુ તેમની માતા અથવા રસોઈના જાણકાર જ્યારે તેને માર્ગદર્શન આપે છે, ત્યારે તે પોતાના કાર્યમાં નિપુણ થઈ શકે છે. આ બધા ક્ષેત્રોમાં વિદ્યા દેનાર સામાન્ય રીતે ગુરુ કહેવાય છે કે પરંતુ અધ્યાત્મક્ષેત્રમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે ગુરુ મળે તે યોગ્ય ગુરુને સદ્ગુરુ કહેવાય છે. સદ્ગુરુનું શરણ ઘણું જ મહત્વ પૂર્ણ છે. આઠ ગાથા સુધી લક્ષનું નિર્ધારણ કર્યું હતું, યોગ્ય આચાર વિચારની ચર્ચા કરી હતી અને નિશ્ચત રૂપે સાધકને માટે લક્ષ શું છે તેનું વિવેચન કર્યું પરંતુ હવે તે લક્ષની પ્રાપ્તિ માટે વ્યવહારિક અને આધ્યાત્મિક અને પ્રકારના સાચા ઉપાય શું છે તે વિવેચન આપણી સામે સિધ્ધિકાર પ્રગટ કરે છે. આઠ ગાથા પછી આ નવમી કડીમાં એક પ્રકારે મોટું વિષયાંતર થાય છે કારણ કે અહીં હવે લક્ષના ઉપાયો માટે વિવરણ કરવું જરૂરી હતું તેનું સ્પષ્ટ માર્ગદર્શન મળે છે. જેમ કોઈ બિમારને માટે આપણે તેનો રોગ શું છે અને સ્વાથ્ય કેવું હોય તે બધું વિવેચન કર્યું. રોગ અને રોગી, આરોગ્ય અને નિરોગી આ ચારેય તત્ત્વનું ઊંડાઈથી સ્પષ્ટીકરણકર્યા પછી રોગના નિવારણ માટે યોગ્ય વૈદ્ય કે ડોકટરની જરૂર છે કારણ કે સ્વતઃ આરોગ્ય તો વિરલાને જ પ્રાપ્ત થાય અથવા ઉત્સર્ગમાર્ગ એ છે કે આત્માજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સાચા ઉપાય તરીકે સદ્ગુરુને મેળવવા જરૂરી છે માટે અહીં આપણે સંપૂર્ણ નવમી ગાથાનો ઉલ્લેખ કરીએ છીએ. અને ભવરોગને મટાડવા માટે સદ્ગુરુ ઉત્તમ વૈદ્યરાજ છે તે વાત લક્ષમાં લઈએ. I !!! | httilalી ધારાશાવાળા પાણીથી ધોઇ લામાસાણાદાયી 01 ૧૩૨ લાલા Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૯ સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ નવમી ગાથાનું ગાંભીર્ય : આ ગાથા એટલી બધી ગહન અને ગંભીર છે કે તેમાં ઘણા સિધ્ધાંતોના ભાવોનો સમાવેશ કરી સાધકને માટે એક સીધો માર્ગ બતાવ્યો છે પરંતુ જ્યારે આ બધા શબ્દોનું ઊંડુ વિવેચન આપણે જાણશું ત્યારે આ માર્ગદર્શન એટલું બધુ સચોટ અને લક્ષ વેધી બની યાત્રીને પોતાના સાચા ઘર સુધી પહોંચાડી શકે તેવી સ્થિતિ ઉદ્ભવે છે. અસ્તુઃ આ ગાથામાં કેટલા ભાવો છે તેની પ્રથમ આપણે ઝાંખી કરી લઈએ. (૧) સેવા અથવા સેવના. (સેવે) (૨) ગુરુ (૩) સદ્ગુરુ (૪) સત્ તત્વ (પ) શરણ (ગુરુચરણ) (૬) ત્યાગી દઈ (વ્યર્થ ચીજનો ત્યાગ) (૭) નિજપક્ષ (પોતાનો મત અથવા મતમતાંતર કુતર્ક ઈત્યાદિ) (૮) પામે (પ્રાપ્ત કરવાની ક્રિયા) (૯) પરમાર્થ (પરમ + અર્થ) (૧૦) નિજપદ (આત્મપદ, શુધ્ધસ્થાન, નિર્મળ અવસ્થા નિજપદ) (૧૧) લે (ગ્રહણ કરે, ગ્રહણ કરવાની ક્રિયા) (૧૨) પ્રાપ્ત કરવાની અને ગ્રહણ કરવાની ક્રિયાનો તફાવત. (૧૩) લક્ષ (નિશાન, જ્યાં જવું છે તે સ્થાન) અહીં આપણે આખી ગાથાને બધા શબ્દોમાં વહેંચી લગભગ ૧૩ બોલ ઉપર દ્રષ્ટિપાત કરશું. જેમાં કેટલાક બોલ એવા છે કે જે પરસ્પર સામ્યયોગ રાખે છે. સમાન અર્થવાળા છે, સમાન ભાવવાળા છે. કાવ્યની દૃષ્ટિએ તેનો ઉલ્લેખ કરવો આવશ્યક હોય તે સહજ છે અથવા તેની ભિન્નતા શું છે ? તે પણ વિચારણીય છે. આખી ગાથાનું સ્ફોટન કરવાથી સ્પષ્ટ થાય છે કે આ ગાથા જાણે કોઈ હીરા, માણેક મોતીની પેટી હોય અને તેમાં ઘણાં હીરા, મોતી, રત્નો મૂકયા હોય તેવું લાગે છે. ગાથા સાંભળતા સુખ ઉપજે તેવું છે. કારણ કે તેમાં ભકિતયોગનો આશ્રય કરી જે કથન કરવામાં આવ્યું છે, તે મનુષ્યને નિર્બાધ સુખ ઉપજાવે તેવું તત્ત્વ છે. જ્યાં ભકિત છે ત્યાં અહંકારનો અભાવ થાય છે અસ્તુ. હવે ક્રમશઃ આપણે બધા બોલ ઉપર સ્વતંત્ર વિચાર કરી એક સરળ પરિબધ્ધ વિચાર પણ પ્રગટ કરશું. બધા બોલના વિચાર કરતાં પહેલાં આખી કડી ઉપર એક વિશેષ દ્દષ્ટિપાત કરીએ. કારણ કે આદિકાળથી એક પરંપરા ચાલી આવી છે કે સામાન્ય જીવો માટે કોઈ એક તત્ત્વવેત્તા પ્રેરકની જરૂર હોય છે અને આ પ્રેરક એક પ્રકારે માનસ પિતા બની જાય છે. જ્યાં સુધી મનુષ્યના મનમાં કોઈ પ્રકારના ઉચ્ચકોટી પદસ્થ પુણ્ય આત્માનો પ્રવેશ ન થાય ત્યાં સુધી તેમની સામાન્ય બુધ્ધિ વિષયાભિમુખ હોય છે. બુધ્ધિનો કોઈ બીજો ઉત્તમ માર્ગ છે તેનાથી બુધ્ધિ સ્વતઃ અજાણ હોય છે. સમગ્ર જીવન બુધ્ધિ અને સંસ્કારથી પ્રેરિત થતું હોય છે. બુધ્ધિની દિશા બદલે ત્યારે જ સંસ્કારમાં પરિવર્તનનો શુભ આરંભ થાય છે. કોઈ પણ મહાપુરુષોનો જન્મ સ્થૂલદ્દષ્ટિએ માતાના ગર્ભથી જ્યારે તેનો મંગળમય દેહ પ્રગટ થાય તેને જન્મજયંતિ કહેવામાં આવે છે પરંતુ વસ્તુતઃ જે માણસો આવા મહાપુરુષથી અજ્ઞાત છે, તેના સંબંધમાં કશું જાણતા નથી તેમને માટે તે મહાપુરુષનો જન્મ થયો જ નથી. કોઈ ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ - 38 પણ વ્યકિતના જન્મ આપણી જાણમાં આવે, બુધ્ધિગ્રાહ્ય બને ત્યારે આપણા માનસમાં પણ તેનો જન્મ થાય છે. એક પ્રકારે તે જન્મ સંબંધી સાકારજ્ઞાન છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યકિત જ્યારે આવા મહાપુરુષને પોતાના માનસ ચિત્રમાં સ્થાપિત કરે છે ત્યારે તે તેના માનસપિતા કે સગુરુ બને છે. મનમાં સદ્ગુરુની સ્થાપના થયા પછી જે સરુના બધા ગુણો કે તેમનું ઉત્તમ માર્ગદર્શન સાધકના જીવનમાં ઉતરી આવે છે. આમ સ્વયં તે મહાપુરુષના માનસ પુત્ર બની જાય છે અથવા તેમના સમર્પિત શિષ્ય બની જાય છે. ગુરુ શિષ્યની આ વાસ્તવિક પરંપરા છે. વાસ્તવિક ધારા છે. અહીં સ્વયં સિધ્ધિકાર આ નવમી કડીમાં તેવા સદગુરુ માટે ઉલ્લેખ કરી તેમના શરણ સેવવાની વાત કરે છે. અહીં ચરણનો અર્થ કેવળ સ્થૂળ દેહાદિક ચરણ લેવાના નથી પરંતુ દેહાદિક ચરણની સાથે સદ્ગુરુનું ચરણ–ચરણ એટલે આચરણ, ચરણ એટલે ચારિત્ર, ચરણ એટલે ઉચ્ચ કોટિના માર્ગદર્શન દ્વારા ચાલવાની વિધિ પ્રદર્શિત કરે તે ચરણ છે. તો શિષ્ય સદ્દગુરુના આચરણને શરણ માની તેમની સેવા કરે અથવા તેમની આજ્ઞાનું સેવન કરે. સેવે સદ્દગુરુ ચરણને” સેવે એટલે સેવન કરે, ગ્રહણ કરે, શિરોધાર્ય કરે અને સ્થૂળ રીતે સેવા પણ કરે. સેવા બે પ્રકારની છે. દ્રવ્યસેવા અને ભાવસેવા. દ્રવ્યસેવાની સાથે ભાવસેવા નિતાંત જરૂરી છે. અન્યથા દ્રવ્યસેવા તે સેવાનો એક આભાસ માત્ર છે. અહીં સેવા કે સેવન બંને શબ્દો ઘણા સાર્થક છે. રોગી જેમ ઉત્તમ ઔષધિનું સેવન કરે અને વૈદ્યરાજે પથ્યના જે નિયમ બતાવ્યા હોય અને ઔષધિ લેવાની જે વિધિ બતાવી હોય, તેનું પાલન કરીને ઔષધિનો પ્રયોગ કરે ત્યારે કહી શકાય કે તે ઔષધિનું સેવન કરે છે. અહીં સદ્ગુરુની આજ્ઞા, તેમણે બતાવેલા પથ્થના નિયમો અને સાધનાની વિધિ એ બધું ગ્રહણ કરી સદ્ગુરુ પ્રત્યે અનંત ઉપકારની ભાવના સાથે નમ્રતા પૂર્વક બધો વ્યવહાર કરે ત્યારે તે “સેવે સદ્ગુરુ ચરણને” આ વાકય સાર્થક કરે છે. આ સેવાનો બીજો નિષેધાત્મક પથ છે. જેમ શાસ્ત્રોમાં કહ્યું છે કે સત્ય બોલો પરંતુ આ વાકય પર્યાપ્ત નથી. સાથે જૂઠ ન બોલો તેમ કહેવું જરૂરી છે ત્યારે એક આજ્ઞા પરિપૂર્ણ થાય છે. કોઈ પણ આજ્ઞામાં વિધિ અંશ અને નિષેધ અંશ બને જરૂરી હોય છે. નિષેધ આજ્ઞાનો ઉપચાર કર્યા પછી જ સમ્યક રીતે વિધિ આજ્ઞાનું પાલન થઈ શકે છે. કોઈ પણ ઉત્તમ કાર્યની બે બાજુ છે, નિષેધ અને વિધિ. પથ્ય ભોજન કરો અને અપથ્યનું સેવન ન કરો આ બંને આજ્ઞાથી સ્વાસ્થયનો નિયમ પરિપૂર્ણ થાય છે. અંગ્રેજી માં કહેવત છે Not to do and what to do. અર્થાત્ શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ. આ બંને બાજુનો વિચાર કર્યા પછી. સુંદર રીતે કાર્ય પાર પાડી શકાય છે તો અહીં આપણા કૃપાળુ ગુરુદેવે ગાથાના આ પૂર્વાર્ધમાં બંને પક્ષ રજુ કર્યા છે. કાવ્યની દષ્ટિએ પ્રથમ તેમણે વિધિપક્ષ દર્શાવીને નિષેધપક્ષ રજુ કર્યો છે કે, ત્યાગી દઈ નિજ પક્ષ” અહીં નિજપક્ષનો અર્થ કોઈ પોતાનો સંપ્રદાય કે પરિવારનો પક્ષ કે તેના પક્ષમાં રહેતા બીજા કોઈ સહચારી ભાઈ, બહેનો તેવો પક્ષનો અર્થ નથી. “ત્યાગી દઈ નિજપક્ષ” અર્થાતુ પોતાના મતાગ્રહનો ત્યાગ કરવાની વાત કરે છે કારણ કે જે જગ્યાએ કાટ લાગ્યો હોય ત્યા રેણ થઈ શકતું નથી. કોઈ પણ વસ્તુમાં સડો હોય તો તેનાથી ઉત્તમ પરિણામ નિપજતું નથી. સડો કાઢયા પછી જ સારા ગુણાંક મળે છે. તેમ અહીં સ્વયં સિધ્ધિકારે શરત રાખી છે કે પોતાના મતાગ્રહનો ત્યાગ કરે અર્થાત્ પરંપરાથી મિથ્યાભાવે જે કંઈ સમજણ ગ્રહણ કરી છે ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ અથવા સત્ય અને તેની સમજ સાથે સુમેળ નથી તે બધા વિચારો નિપક્ષમાં આવે છે અને આ નિજપક્ષને છોડીને સદ્ગુરુનું માર્ગદર્શન લેવાનું છે. અહીં એક પ્રશ્ન થશે કે જે વ્યકિત સદ્ગુરુના ચરણમાં પહોંચ્યા છે તે વ્યકિતને નિજપક્ષ ત્યાગની સૂચના આપવામાં આવી છે. તો તેમાં કેટલું ત્યાગવું અને કેટલું રાખવું તે વિચારણીય છે કારણ કે નિજપક્ષમાં બધું જ અસત્ય છે અથવા વિપરીત છે તેમ કહી શકાય નહીં. અહીં આપણે નિજપક્ષની જ્યારે વ્યાખ્યા કરશું ત્યારે નિજપક્ષની એક મર્યાદા નક્કી કરવી પડશે. . એક સાર્વભૌમ સિધ્ધાંત : જ્યારે સમ્યગ્રજ્ઞાન ઉત્પન થાય ત્યારે બધું જ્ઞાન મિથ્યાજ્ઞાન હોતું નથી પરંતુ અમુક અંશે જ મનુષ્ય વિપરીત જ્ઞાનનો શિકાર બને છે. કોઈ એમ કહે કે આ માણસ ખરાબ હતો હવે સુધરી ગયો છે. તો આનો અર્થ એ નથી કે તે વ્યકિત ૧૬ આના ખરાબ હતો એ સંપૂર્ણ સુધરી ગયો. તેના કેટલાક અંશો સારા પણ હોય છે. ખરાબ અંશો જ પરિવર્તન પામે છે પરંતુ વ્યવહારમાં આખા દ્રવ્યને સંબોધીને બોલવાની પ્રથા છે. જે નયવાદથી સાબિત થાય છે અસ્તુ. અહીં કહેવાનું તાત્પર્ય છે કે કોઈ પણ વસ્તુમાં બહુધા અંશે પરિવર્તન થાય છે. તેમ અહીં નિજપક્ષના ત્યાગની વાત છે તેમાં અમુક મર્યાદિત કદાગ્રહ, હઠાગ્રહ કે અજ્ઞાન ભરેલી વિચારણાનો ત્યાગ કરવાની વાત સમજવી જોઈએ. પક્ષત્યાગ કરવાનો અર્થ એવો નથી કે કોઈ સંપ્રદાયપરિવર્તન, ધર્મપરિવર્તન કે જાતિ પરિવર્તન ઈત્યાદિ બાહ્ય પરિવર્તનની સાથે સંબંધ નથી પરંતુ માનસિક મિથ્યાભાવોનો ત્યાગ કરવાની વાત છે. અહીં આપણે ચોભંગી પ્રસ્તુત કરશું – (૧) નિજ મતનો ત્યાગ અને સદ્ગુરુનું ચરણ. (૨) નિજ પક્ષ ત્યાગ કર્યા વિના સદ્ગુરુ પાસે જવું. (૩) નિજ પક્ષનો પણ ત્યાગ અને સરુનો પણ ત્યાગ. (૪) નિજ મતનું સેવન અને સદ્ગુરુ પાસે ન જવું. ઉપરની ચૌભંગીમાં ત્રીજો ભંગ ત્યાજય અને અનાદરણીય છે. પ્રથમ ભંગ ગ્રાહય અને આદરણીય છે. બીજો ભંગ ઊભયવાદી છે. એક મ્યાનમાં બે તલવાર જેવું છે. તેમાં વ્યકિત સાવધાન હોય તો પોતાનો મત છોડયા વિના સદ્ગુરુના ચરણની સેવા કરી તેના ગુણો ગ્રહણ કરી શકે છે. આ ભંગમાં વ્યકિત સાવધાન છે અને ન્યાય બુધ્ધિયુકત હોવાથી પોતાના મતનો આગ્રહ રાખ્યા વિના ગુણગ્રાહી બની શકે છે. ચોથા ભંગમાં રુઢિવાદનું પોષણ છે છતાં આવો વ્યકિત સર્વથા અનંથકારી નથી. અહીં જે નિજમતનો ત્યાગ કરવાની જે શરત છે તે વસ્તુતઃ અહંકાર ત્યાગ કરવાની વાત છે વિચાર એટલા ખરાબ હોતા નથી પરંતુ વિચારથી અહંકારનો જન્મ થાય છે ત્યારે મનુષ્ય મતાગ્રહી બને છે. કોઈ પણ વિચાર છોડવા એ બુધ્ધિની પર્યાયને રોકવા સમાન છે. તેમાં મનુષ્ય સ્વતંત્ર નથી કારણ કે બધી પર્યાયો કાળની અપેક્ષાએ ક્રમથી ઉદ્ભવે છે. જ્ઞાનનો વિકલ્પ ઈચ્છા પ્રમાણે તોડી શકાતો નથી. જેમ કોઈ કહે કે તમે તમારા પિતાનું નામ ભૂલી જાઓ, તો શું ઈચ્છા પ્રમાણે નામ ભૂલી શકાય? તેમ મનુષ્યમાં મત કે વિચારો ઉદ્ભવ્યા છે તેના ઉપર અન્ય જ્ઞાનનો પ્રકાશ નાંખી :: ૧૩૫ 888888 Page #149 -------------------------------------------------------------------------- ________________ શકાય છે પરંતુ તે વિચારો છોડી શકાતા નથી. જ્યારે ધ્યાનની અંતિમ કક્ષામાં મનુષ્ય એક દ્રવ્ય ઉપર સ્થિત થઈ શુકલધ્યાનનાં પ્રથમ પાયામાં પ્રવેશ કરે છે. ત્યારે પોતાના વિકલ્પોનો સ્વતઃ સંકોચ થાય છે. જેમ વિસ્તાર પામેલું કપડું ઘડી કરવાથી સંકેલાય જાય છે તેમ ધ્યાનમાં સ્થિર થવાથી વિકલ્પોનો વિસ્તાર સંકુચિત થવાથી એક દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થિર થાય છે અને પદાર્થના વિવિધ ગુણધર્મોને જાણવાનો ત્યાગ કરી સત્તા રૂપે બધા દ્રવ્યોને સામાન્ય ભાવે સમભાવે નિહાળે છે. અહીં આત્મદ્રવ્યને પણ એ જ રીતે અખંડ ભાવે સતા રૂપે નિહાળી ધ્યાનમાં તરૂપ થઈ જાય છે પરંતુ આ સાધનાની ઊંચી સ્થિતિ છે. અહીં તો સદ્ગુરુના ચરણમાં જઈ તેમની સેવા કરી નિજ લક્ષને પ્રાપ્ત કરવાનો છે અને નિજ પક્ષનો ત્યાગ કરવાની વાત છે. સાધકે નિજપક્ષનો સાચો અર્થ સમજી લેવાની જરુર છે. અહીં આ પૂર્વાર્ધમાં વિધિ અને નિષેધ બંનેનું ઉચ્ચારણ કરી લક્ષ સિદ્ધિ કેમ થાય તેનો ઉપદેશ છે. ઉપર્યુકત વિધિ અને નિષેધ બંને વાતો ઉપર ધ્યાન આપી હવે સાધકને શું મળવાનું છે તેનો નિર્દેષ કરે છે. આત્માર્થ પરમાર્થ : આપણે પૂર્વમાં અર્થ શબ્દની વ્યાખ્યા કરી ગયા છીએ. અહીં સિધ્ધિકાર પુનઃ તે આત્માના અર્થને પરમ અર્થ રૂપે ફરીથી ઉપદેશે છે અર્થાત્ પ્રરૂપે છે. આત્માર્થની વાત કર્યા પછી તે આત્માર્થ કેવો છે ? તેની મહત્તા પ્રદર્શિત કરવા તેનું ઉચ્ચકોટિનું વિશેષણ આપ્યું છે, તે જ પરમ અર્થ રૂપે પ્રકાશે છે. અને એ પરમાર્થ સાધકને પ્રાપ્ત થશે, પરમાર્થને પામી જશે તેવી ગેરંટી આપે છે. અહીં વિધિ અને નિષેધ બને બંધનરૂપ છે, પરમાર્થ તે સાધ્ય છે. જેમ કોઈ ખેડૂત અન્નને મેળવવા માટે ખેતરને સાફ કરે છે અને નકામા ઘાસ કે બીજા કાંટા ઈત્યાદિને દૂર કરી બીજારોપણ કરે છે. પાણીનું સિંચન કરે છે. અહીં કાંટા ઈત્યાદિને દૂર કરવા તે નિષેધ છે અને બીજનું સેવન કરવું તેને પાણી પાવું ઈત્યાદિ વિધિ છે, અને પ્રાપ્તિ માટેનું સાધ્ય તે અન્ન છે. તેમ અહીં નિજ પક્ષનો ત્યાગ તે નિષેધ છે, સદ્ગુરુ ચરણની સેવા તે વિધિ છે અને બંને ક્રિયાથી પ્રાપ્તિ થાય તેનું સાધ્ય પરમાર્થ છે. આપણે પરમાર્થ પર થોડો વિચાર કરીએ. આપણી સંસ્કૃતિમાં, અને અધ્યાત્મશાસ્ત્રોમાં છૂટે હાથે પરમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ આ પરમ શબ્દનો અર્થ શું છે તે તત્ત્વતઃ જાણવાની આવશ્યકતા છે. સામાન્ય રીતે સંસારમાં બે અવસ્થાનો બોધ માણસો કરતા હોય છે. સારું અને નરસું, શુભ અને અશુભ, અંધકાર અને પ્રકાશ, પાપ અને પુણ્ય, આમ બધી જગ્યાએ બે અવસ્થા સુધી મનુષ્યની બુધ્ધિ પહોંચી છે. પરંતુ તેથી આગળ ત્રીજી અવસ્થાનો બોધ નથી. જેમ કોઈ વસ્તુ ગુણહીન છે, બીજી વસ્તુ ગુણવાન છે પરંતુ આ બે પછી ત્રીજી અવસ્થા ગુણાતીત છે. તે ગુણહીન પણ નથી અને ગુણવાન પણ નથી. ગુણાતીત છે. શબ્દહીન શબ્દવાન અને શબ્દાતીત, રસહીન, રસવાન અને રસાતીત ધર્મહીન, ધર્મવાન, અને ધર્માતીત, પુણ્યહીન, પુણ્યવાન અને પુણ્યાતીત આમ અધ્યાત્મિક જગતમાં એક ત્રીજી અવસ્થાનો પણ બોધ થાય છે. જેને ગુણાતીત કહેવામાં આવે છે. જે ત્રીજી અવસ્થા છે તેને અધ્યાત્મશાસ્ત્રમાં પરમ અવસ્થા ગણવામાં આવી છે. પરમ શબ્દ અત્યંત મહત્ત્વપૂર્ણ છે પરંતુ વ્યવહારમાં તેનો ખૂબજ પ્રયોગ થવાથી તેનો ઉચ્ચ કોટિનો અર્થ સાધારણ મનુષ્યના લક્ષમાં નથી. પિતાને પણ પરમ પૂજય પિતાજી કહે છે. જો કે અહીં પણ આંશિક રૂપે પિતામાં ત્રીજી અવસ્થા વર્તે છે. પિતાજી અપૂજય પણ નથી અને પૂજય પણ નથી itten iી લીધી ૧૩૬ શાળા Page #150 -------------------------------------------------------------------------- ________________ પરંતુ બંનેથી અતીત એવી ત્રીજી અવસ્થાના ધારક છે એટલે પરમ પિતા પરમાત્મા કે પરમપિતા એમ કહેવામાં આવે છે. સાર એ થયો કે પરમ એ શબ્દ ઉચ્ચ કોટિની ત્રીજી અવસ્થાનો બોધક છે. અહીં અધ્યાત્મ યોગીરાજ કહે છે કે આત્માર્થ તે સામાન્ય અર્થ નથી પૂર્વેમાં આપણે શુધ્ધ દ્રવ્યને અર્થ રૂપે પ્રસ્થાપિત કરેલ છે પરંતુ સામાન્ય શુધ્ધ દ્રવ્ય અર્થ રૂપ હોવા છતાં તેની પરમ અવસ્થા રૂપ પર્યાય બરાબર ખૂલતી નથી. એક બહુજ મહત્ત્વ પૂર્ણ વાત : સાધારણ રીતે વિશ્વના કોઈ પણ દ્રવ્ય કે આત્મદ્રવ્ય પર્યાય રૂપે પ્રગટ થાય છે અર્થાત્ નિરંતર પર્યાય કરે છે. આત્મ દ્રવ્યમાં વિભાવ તે અશુધ્ધ પર્યાય છે. જ્યારે પુદ્ગલ દ્રવ્યમાં વસ્તુતઃ અશુધ્ધ પર્યાય હોતી નથી પરંતુ મનુષ્ય પોતાની અનુકૂળતા કે રાગાદિ પરિણામોના આધારે પુદ્ગલદ્રવ્યમાં અશુધ્ધ પર્યાયની સ્થાપના કરે છે. શુધ્ધ દ્રવ્ય શુધ્ધ પર્યાયનું જનક છે. એ સિધ્ધાંતનો સ્વીકાર કર્યા પછી પણ દ્રવ્યના પેટમાં અનંત અનંત પર્યાયો અપ્રગટ ભાવે સમાયેલી છે. અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે પદાર્થમાં આવિર્ભાવ કરતાં તિરોભાવ રૂપે રહેલી પર્યાયો અનંત ગુણી વધારે છે. આમ શુધ્ધ દ્રવ્યમાં તિરોભાવ રૂપે રહેલી અનંત ગુણો વધારે છે. આમ શુધ્ધ દ્રવ્યમાં એક એક સમયે એક એક પર્યાય ઉદ્ઘાટિત થાય છે અર્થાત્ વિકાસ પામે છે પરંતુ આ બધી શુધ્ધ પર્યાયો સમ પર્યાય હોતી નથી. તેમાં તારત્મય ભાવે ષદ્ગુણ હાનિ વૃધ્ધિ હોય છે અર્થાત્ શુધ્ધ પર્યાય, શુધ્ધતર, શુધ્ધતમ પર્યાય જન્મે છે આ શુધ્ધ દ્રવ્ય શુધ્ધતાની પરાકાષ્ટા થયા પછી શુદ્ધાતીત એવી પરમ શુધ્ધ પર્યાયને જન્મ આપે છે. આમ પર્યાયમાં ત્રીજી અવસ્થા પણ પ્રગટ થાય છે. જેને પરમ ભાવ કહે છે. પરમ અવસ્થાનું ભાન થાવાથી પાપ-પુણ્ય જેવા બંને આશ્રવ ભાવોથી ઉપર ઊઠીને ખંડ જ્ઞાનનો આગ્રહ ન રહેતા પરમ અવસ્થાની આનંદની` અનુભૂતિમાં જીવ લયલીન થાય છે. આ એક ધ્યાનની અવસ્થા છે. અર્થ તે દ્રવ્યવાચી છે. જ્યારે પરમાર્થ અર્થની શુધ્ધ પર્યાયનો વાચક છે. એટલે જ અહીં કવિરાજે સમજીને પરમાર્થ શબ્દ મૂકયો છે. પરમ તત્ત્વનો સ્પર્શ થતાં બધી તુલનાત્મક બુધ્ધિ લય પામે છે. તેમ ઈચ્છાની પણ અંતિમ અવસ્થા આવી જાય છે. પરમ શબ્દ તે જેટલો ગૂઢાર્થવાચી છે તેના કરતાં પણ વધારે વ્યાખ્યા કરીએ તો તે ગહનાતીત છે અર્થાત્ જેને આપણે ગૂઢતત્ત્વ કહીએ છીએ તેનાથી પણ પર તે ગૂઢાતીત અવસ્થા છે. વસ્તુતઃ પરમની વ્યાખ્યા શબ્દોથી પર છે. એક પ્રકારે તે સપ્તભંગીના ચોથા ભંગ પ્રમાણે અવકતવ્ય છે. તે કેવળ અનુભવ રૂપ પણ નથી. જ્યાં બધી અનુભુતિઓ શેષ થઈ જાય છે ત્યારે અનુભવાતીત દશા છે. ત્યાં શાતા—જ્ઞેય—કે જ્ઞાનનો ભેદ મટી અખંડ, અવિભાજય અવસ્થા પ્રગટ થાય છે, તેને પરમ શબ્દથી સંબોધવામાં આવી છે. સિધ્ધ ભગવાન અનંત સુખની લહેરમાં બિરાજે છે. તેમ કહેવું તે વ્યવહારિક વર્ણન છે. વસ્તુતઃ સિધ્ધ ભગવાન તો દુઃખ અને સુખથી પર તેવી સુખાતીત અવસ્થામાં સ્થિર થઈ ગયા છે અને આત્મદ્રવ્યરૂપી અર્થ કેવળ પ૨મ પર્યાયમાં સ્વયં સંસ્થિત રહી અનંત કાળ સુધી ત્યાં સિધ્ધ અવસ્થાને ભોગવે છે. હવે આપણે આ ગાથા ઉપર ૧૩ ભાવોનું વિવરણ પ્રસ્તુત કર્યું છે, તેના ઉપર સંક્ષેપમાં દૃષ્ટિપાત કરશું. ૧૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧) સેવે અને સેવા કે સેવન : પૂર્વેમાં ગુરુસેવા ઉપર પ્રકાશ પાડયો છે પરંતુ અધ્યાત્મશાસ્ત્રો જ્યારે એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યોનો કશો ઉપકાર કરતું નથી, તેમજ એક વ્યકિત બીજી વ્યકિતથી નિશ્ચયનયથી સર્વથા ભિન્ન છે. તો પછી સેવાની પ્રસ્તુતિ શા માટે? એટલે અહીં સેવાનો અર્થ સમજવો રહ્યો. ભાવદષ્ટિએ સ્વયં આત્મા જ્ઞાનદશામાં સદ્ગુરુ બની જાય છે. એક સદ્ગુરુ નિમિત્ત ભાવે બહારમાં વર્તે છે જ્યારે ભાવસદ્ગુરુ અંતર આત્મામાં બિરાજમાન છે. આમ તે સદ્ગુરુ દ્વારા ચારિત્ર રૂપી ચરણની સ્પષ્ટતા થાય ત્યારે તે ચરણની સેવા પણ જરૂરી છે. આમ નિશ્ચયથી બધા દ્રવ્યો સ્વતંત્ર હોવા છતાં એક જ દ્રવ્યમાં સરુ, તેમની સેવા અને શિષ્યત્ત્વ આ ત્રણે તત્ત્વો ઘટિત થઈ જાય છે, જ્યારે નિમિત્ત ભાવે એક વ્યકિત બીજી વ્યકિતના કાર્યમાં નિમિત્ત બને છે અને નિમિત્ત ભાવે આવા જે સદ્ગુરુ છે તેમના ચરણની સેવા કરવાથી આ બાહ્ય સ્થૂલ ત્રિપુટી શિષ્ય, ચરણ અને સદ્ગુરુ એ ત્રણે અંતરમાં પ્રગટ થઈ જાય છે, તેથી ઉપરોકત શંકા નિર્મૂળ બની જાય છે. સેવા શબ્દ વ્યવહારમાં પણ ઘણો પ્રસિધ્ધ છે અહીં સેવામાં ઉપકાર્ય અને ઉપકારી એવા ભાવ વ્યાપ્ત થયેલા છે પરંતુ વસ્તુતઃ સેવા શબ્દ તે કર્તવ્યનો ધોતક છે. તેમાં ઉપકારીપણું લાવવાથી સૂક્ષ્મ અહંકારનો પણ જન્મ થાય છે અને ગુરુ માટે શિષ્ય પરિગ્રહ બની જાય છે તેથી સેવાનો શુધ્ધ અર્થ ભૂલવો ન જોઈએ. કર્તવ્ય પરાયણતા એક પ્રકારની નમ્રતા છે અસ્તુ. સેવા શા માટે ? વિશ્વનું તંત્ર એવી રીતે ગોઠવાયેલું છે કે તેમાં બધા દ્રવ્યો એક બીજાને સહજ ઉપયોગી થતાં હોય છે જેથી મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે “પરસ્પરોપગ્રહો નીવાનામ” એક બીજાના કાર્યમાં ઉપગ્રહિત થવું, તે જીવનું લક્ષણ છે. અહીં ઉપકાર શબ્દ લખ્યો નથી, તેમ કર્તવ્ય શબ્દ પણ લખ્યો નથી ફકત ઉપગ્રહ લખ્યું છે. પોતાના કાર્યમાં આગળ વધવા માટે નિમિત્ત ભાવે સમયાનુકળ બીજાની શકિતનું ગ્રહણ કરવું તે ઉપગ્રહ છે. જેમ એક વ્યાપારી પોતાના વ્યાપાર માટે વિશ્વસનીય બીજા વેપારી પાસે ધનરાશિ લે છે અને પુનઃ સમય પર પાછી આપે છે. તો આ ધનરાશીનો તેણે ઉપગ્રહ કર્યો છે અર્થાત્ જરૂરી સમય પુરતું ગ્રહણ કર્યું છે. આવા ઉપગ્રહ સમગ્ર જીવરાશિમાં વ્યાપ્ત છે અને ઉપગ્રહ આગળ જતાં સેવાના રૂપાંતરમાં કે કર્તવ્યપરાયણતામાં કે ઉપકાર રૂપે પ્રદર્શિત થયા છે. અહીં સેવાનો અર્થ એટલો જ છે કે સમય પૂરતો જરૂરી સહયોગ લઈ અને જરૂરી સહયોગ આપીને મુકત થઈ જવું. - સદ્ગુરુના ચરણની સેવાનો અર્થ પણ એવો છે કે અનંતકાળ માટે સરુના ચરણની સેવા કરવાની નથી. સદ્ગુરુએ પણ જીવને સદા માટે સહારો આપવાની જરુર નથી. સમય જતાં ભગવાન મહાવીરે ગૌતમ જેવા મહાન ચરણ સેવકને પણ છોડી દીધા હતા અને ગૌતમસ્વામીએ પણ જ્ઞાન થયા પછી ગુરુ રૂપે ભગવાનનો મોહ છોડી સ્વદશામાં સ્થિર થયા હતા. સેવા શબ્દ જ એવો છે કે જે સમયનું ઔચિત્ય બતાવે છે. અહીં સેવાનો ગૂઢ અર્થ સમજયા પછી, દ્રવ્ય અને ભાવે સેવાની સ્પષ્ટ વ્યાખ્યા સમજયા પછી નિઃસંદેહ ભાવે ગુરુ ચરણનું સેવન કરવું આવશ્યક છે કારણ કે “સંશયાત્મા વિનશ્યતિ” સેવન કે સેવા જેટલી નિર્મળ હોય તેટલી તે સેવાની સાચી કક્ષામાં સ્થાપિત થાય છે. આવી નિર્મળકક્ષામાં સ્થાપિત થાય છે. આવી નિર્મળકક્ષા સુધી પહોંચવામાં ઘણાં જન્મ જન્માંતરની સાધના આવશ્યક છે. આનો અર્થ એવો નથી કે નિર્મળ સેવા ન થાય તો બાકીની સેવા બિનજરૂરી છે. બધું સાપેક્ષ ભાવે કથન છે. inકારા ૧૩૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ (ર) ગુરુ તત્ત્વ : ગુરુ શબ્દ એ ભારત વર્ષનો સુપ્રસિધ્ધ અને ઘટઘટ વપરાતો શબ્દ છે. ગુરુ પછી સદ્ગુરુ શબ્દ પણ ઉદ્ભવ્યો છે અને ત્યાર બાદ કેટલાક આચાર્યોએ પોતાની દુકાન ધરી માટે કુગુરુ એવો શબ્દનો પણ પ્રયોગ કર્યો છે અસ્તુ. અહીં આપણે સર્વ પ્રથમ ગુરુ શબ્દ પર પ્રકાશ નાંખશું. સામાન્ય બોલચાલમાં ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ એવી વ્યાખ્યા કરી છે. જો કે આ વ્યાખ્યા શબ્દ સાથે બહુ બંધબેસતી હોય તેવું લાગતું નથી. અંધકાર અને પ્રકાશ બે તત્ત્વો તો છે જ પણ ગુરુ શબ્દની વ્યાખ્યામાં વ્યુત્પત્તિની દષ્ટિએ આ બે શબ્દો નીકળ્યા હોય તે વ્યાકરણ સિધ્ધ લાગતું નથી. ગુરુ પછી સદ્ગુરુ શબ્દનો પ્રયોગ કરવો પડયો તેનો અર્થ એવો થયો કે સામાન્ય ગુરુ કેટલાંક દોષો સાથે ગુરુ ભાવ જાળવતાં હોય છે તેને અસગુરુ કહેવા કેમ તે સંશય છે. તે જરુર છે કે સર એ ગુરુની કોઈ ઊંચી કક્ષાનો વાચક શબ્દ છે. તેથી સદ્ગુરુ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ગુરુ શબ્દની આપણે થોડી ગહન મીમાંસા કરીએ. વિશ્વમાં જે કાંઈ શકિતઓ છે તે બે ભાવે દશ્યમાન છે. એક પ્રગટ રૂપે અને એક ગુપ્ત રૂપે, એક સ્કૂલ ભાવે એક સૂક્ષ્મ ભાવે. એ પણ એટલું જ સત્ય છે કે કેટલીક શકિતઓ ગોપ્ય છે જ્યારે કેટલાક ભાવો આગોપ્ય છે. પૂર્વમાં મહાન યોગીરાજે અગોપ્ય શબ્દનો પ્રયોગ પણ કર્યો છે, તેથી સ્પષ્ટ છે કે જો કોઈ અગોપ્ય છે તો કેટલું ક તત્ત્વ ગોપ્ય પણ હોવું જોઈએ, જ્યારે ગોપ્ય શકિતઅસ્તિત્ત્વ ધરાવે છે ત્યારે આવા ગોપ્ય ભાવને સ્પષ્ટ કરનાર તે સંબંધી જ્ઞાતા કે વિજ્ઞાતા, ધ્યાતા કે સાધક વ્યકિત પણ એટલા જ મહાન હોવા જોઈએ. આગોપ્ય તત્ત્વ તો સામાન્ય ઉપકારી હોવા છતાં સર્વ સુલભ હોય છે પરંતુ આવા ગોપ્યતત્ત્વ માટે તો કોઈ યોગ્ય વ્યકિત જ તેનાથી સાધકને લાભાન્વિત કરી શકે છે. જેમ વ્યવહાર ક્ષેત્રમાં આવા ગોપ્ય તત્ત્વો તો છે જ તેથી તે અધ્યાત્મક્ષેત્રમાં પણ ઘણું જ ગોપ્ય તત્ત્વ અસ્તિત્ત્વ ધરાવે છે. આ બધા ગોપ્ય તત્ત્વને પારખનાર તેના પરીક્ષક, તેના સાધક કોઈ મહાન વિભૂતિ, જેને મહર્ષિ કહી શકાય તેવા યોગીરાજ રૂપે જનસમૂહમાં સ્થાન પામે છે. હવે આપણે વ્યાકરણ ની દષ્ટિએ ગુરુ શબ્દનો શબ્દાર્થ મેળવવા પ્રયાસ કરશું. પોત પોતાના વિષયમાં ગહન તત્ત્વને જાણનાર, ગોપ્ય તત્ત્વને જાણનાર અને ગોપ્ય તત્ત્વને ઉદ્ઘાટન કરનાર તે સૌ અલગ અલગ વિદ્યાના ગુરુ તરીકે પ્રસિધ્ધિ મેળવે છે. ગુરુ શબ્દમાં ગુરુ અને ઉ એવા બે ભાવ વ્યકત થાય છે. ઊંડું સંશોધન કરવું તે ગુરુની ક્રિયા છે. ગુરુ થાય છે પછી ગમે તે ક્ષેત્રમાં ઊંડુ સંશોધન કરનાર દ્રવ્યભાવે ગુરુ છે. જ્યારે જ્ઞાનાત્મક અધ્યાત્મિક બ્રહ્મતત્ત્વનું સંશોધન કરનાર તે ભાવ ગુરુ છે. અસ્તુ. હવે આપણે અહીં આગળ ચાલીને સદ્ગુરુ શબ્દની પણ વ્યાખ્યા કરશું. સદ્ગુરૂ તે પહેલા સત્ શું છે? તે બહુજ મહત્ત્વપૂર્ણ મોક્ષશાસ્ત્રના સૂત્રમાં ઉલ્લિખિત સત્ તે સંપૂર્ણ બધા દ્રવ્યોનું વાચક વચન છે. સત્ એટલે સત્તા, સત્ એટલે અસ્તિત્ત્વ, સત્ એટલે વાસ્તવિક અર્થક્રિયાયુકત છે તે. જેને પરિભાષામાં જે દ્રવ્ય, ગુણ, પર્યાયયુકત છે તે સત્ કહેવાય છે. જ્ઞાનનું પ્રથમ પગલું દર્શન જે બહુ જ મહત્ત્વપૂર્ણ નિર્વિકલ્પદશાનું પરિચાયક છે તેનો વિષય સત્ છે. સત્ પછી બાકીના બધા વિકલ્પો છે. આમ સત્ શબ્દ આગળ ચાલીને સત્યની સાથે સંબંધ મારા બાપા ૧૩૯ near Page #153 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે. બૌધ્ધ દર્શન સમગ્ર વિશ્વને કાલ્પનિક માને છે અને આત્મા કે ઈશ્વરનો પણ નિષેધ કરે છે છતાં આ દર્શન પણ સત્ + યોગ ઉપર આધારિત છે. સદ્ વિચાર, સદ્ભાવ, સદ્દષ્ટિ, સત્કર્મ ઈત્યાદિ સ આધારિત અષ્ટાંગ યોગની સાધના બતાવી આ દર્શન ધાર્મિક કક્ષામાં આવ્યું છે અસ્તુ. સદ્ એ દશ્યમાન જગતના નિશ્ચિત પરિણામોને વ્યકત કરે છે. પર્યાયવાદ એ પણ સદ્ધર્મને સંપૂર્ણ માને છે. જે વાસ્તવિક છે તે સત્ છે. બુધ્ધિમાં ખોટા અનુમાન થઈ શકે પણ પ્રકૃતિ કયારેય પણ અસદ્ વ્યવહાર કરતી નથી સત્ સર્વત્ર સમાયેલું છે. આધ્યાતિક જગતના બધા જ સિધ્ધાન્તો સદ્ ઉપર પ્રતિષ્ઠિત થયેલા છે. તે નિશ્ચિત સિધ્ધાંતોને છોડી કોઈ ધર્મની કે પરમાત્માની ઉપાસના કરવા માંગે તો તે વિફળ થાય છે. આ પ્રસંગે એવા ગુરુ જે આધ્યાત્મિક જગતના સત્ય પર આધારિત ગૂઢ સિધ્ધાંતોને સરળ બનાવી ઉચિત શબ્દોથી તેનું નિર્વચન કરી શિષ્યને સાચે માર્ગે ચડાવે છે. તે સદ્ગુરુ ખરા અર્થમાં ભવસાગરને તારનાર, ડૂબતાને બચાવનાર સાચા ખેવૈયા છે. ગુરુ ગુરુ બન્યા પછી પોતાના સ્વાર્થથી મુકત છે. જે પોતાની વિદ્યાનો બદલો માંગી એક પ્રકારે ધાર્મિક વ્યાપાર કરે છે, તે બધા ગુરુઓ હાનિકારક છે. તેમ કહેવાનો મતલબ નથી પરંતુ તેમની કક્ષા નીચી હોવાથી શિષ્યને પરાશકિતથી દૂર રાખી અપરાશકિત તરફ લઈ જાય છે. પરા અને અપરાની વ્યાખ્યા આપણે કરી ગયા છીએ. જ્યારે સદ્દગુરુ તે સ્વાર્થથી વિમુકત નિષ્કામભાવે બદલાની આશા રાખ્યા વિના કેવળ હિત દષ્ટિ કરે છે, કલ્યાણની ચાદર બિછાવે છે. જેમ આકાશીય મેઘમંડળ નિસ્પૃહ ભાવે વર્ષા કરે છે. તેમ સદ્ગુરુ તે મંગળભાવોની વર્ષા કરે છે. આ સદ્ગુરુ તે જીવનના સાચા સૂકાની બને છે એટલે અહીં સદ્ અને સદ્ગુરુ તે બંને શબ્દોથી મળેલો સદ્ગુરુ રૂપી ઉત્તમ પ્રસાદ આ નવમી ગાથામાં પીરસવામાં આવ્યો છે. ચરણની આધ્યાત્મિક પ્રકિયા : ઉપર્યુકત પૂજનીય સદ્ગુરુના ચરણ સેવવાની પ્રેરણા આપી છે. ચરણ શબ્દનો શબ્દાર્થ આપણે કહ્યો છે પરંતુ અહીં સ્વતંત્ર ભાવે ચરણ શબ્દની વ્યાખ્યા કરશું. લોક વ્યવહારમાં ચરણ-કમલ કહીને પાયવંદન કરવા, પગનું પૂજન કરવું, કેટલાક સંપ્રદાયોમાં ચરણ ધોવા ઈત્યાદિ શબ્દોથી મનુષ્યના આધારભૂત અંગ પગનો બોધ થાય છે. પગને પગ ન કહેતા ચરણ કહેવામાં શબ્દનયને આધારે વિશેષ પ્રકાશ આપવામાં આવ્યો છે. ચરની, ચરત, ચલતી, સંયોગાતિરેક યોગ અને વિયોગાતિરેક સંયોગ. આમ આકાશપ્રદેશમાં દ્રવ્ય ભાવે સંયોગ વિયોગની ક્રિયા, આ બધું વ૬ ધાતમાં સમાયેલું છે પરંતુ ગહનપણે વિચાર કરીએ તો એમ લાગે છે કે બધા પદાર્થોની ગતિ, ચલન ક્રિયા સ્વતંત્ર છે. અધિષ્ઠાતા એવો આત્મા પોતાની ઈચ્છા કે જ્ઞાનમાં ચલન ક્રિયા ઉત્પન કરે છે તે પણ ચરન શકિતનો ભાવ ધરાવે છે. એક બેન રોટલી બનાવે છે તો પ્રથમ તેના જ્ઞાનમાં, તેની ઈચ્છામાં રોટલી બને છે ત્યાર પછી તે કર્મો દ્વારા સ્કૂલ આકૃતિ પ્રાપ્ત કરે છે. આ દષ્ટિએ ચલન ક્રિયા ચેતન શકિતમાં પણ થાય છે અને સ્કૂલ દેહાદિમાં પણ થાય છે. ચલનક્રિયાનો મુખ્ય આધાર ચરણ છે એટલે વ્યવહાર દષ્ટિએ ચરણને પ્રધાનતા મળી છે. પણ વાસ્તવિક રીતે એકલા પગ જ, કે એકલા ચરણ ચલન ક્રિયાના અધિકારી નથી પરંતુ સમગ્ર હલન-ચલન એક પ્રકારનું વ્યકિતનું ચરણ કે આચરણ છે. ચરણને સ્પષ્ટ કરવા માટે જ ૧૪૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ આચરણ શબ્દ મૂકવો પડયો છે. આ એટલે વ્યાપક, સાર્વભૌમ સંપૂર્ણ ક્રિયાનો બોધક છે. આ ચરણમાં પણ બધા ચરણ આવી જાય છે. જીવનો એક ઈશારો માત્ર કે ક્રિયાના પ્રથમ બિંદુથી લઈ અંતિમ બિંદુ સુધી જે ભાવ છે તે બધા ચરણમાં આવે છે. જૈનદર્શનમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર ઈત્યાદિનું વિભાજન કરેલ છે. આ બધી ક્રિયાઓ પાપક્રિયા પણ હોય શકે અને પુણ્ય ક્રિયા પણ હોય શકે તેથી જ પાપાચરણ કે પુણ્યાચરણ એવા શબ્દો અસ્તિત્ત્વમાં આવ્યાં છે. ચરણ એ ઘણો જ વ્યાપક શબ્દ છે. એ ક્રિયાના ઘણા અંશોને સ્પષ્ટ કરે છે અને એ જ રીતે ઘણી જ ક્રિયાઓને પણ એક શબ્દમાં સ્થાપિત કરે છે. અહીં નવમી ગાથામાં “સેવે સદ્ગુરુ ચરણ” એવો શબ્દ મૂકયો છે. સદ્ગુરુનું જે કાંઈ શુભ હલન ચલન છે તે બધું તેમના ચરણ છે અને તેમનું અનુકરણ કરવું, આજ્ઞા પ્રમાણે ચાલવું, તેના જેવું આચરણ કરવા પ્રયત્ન કરવો અથવા તેમના આચરણનું પ્રતિબિંબ પોતાના જીવનમાં પડે તે બધું સદ્ગુરુના ચરણની સેવા છે. અહીં એવો ભાવાર્થ અધ્યાહાર છે. શિષ્ય સદ્ગુરુના ચરણની સેવા ઉપરાંત પોતે યોગાનુયોગ પ્રાપ્ત બીજા સારા કર્મો કરી શકે છે. ફકત પોતાની આગ્રહ બુધ્ધિવાળા, અજ્ઞાન ભરેલા આગ્રહનો ત્યાગ કરી, તે સિવાય બીજા સત્કર્મો કરવાનો નિષેધ નથી. ગાથામાં રહેલા બધા શબ્દોની વ્યાખ્યા લગભગ કરી લેવામાં આવી છે. અહીં એક ચૌભંગી પ્રગટ કરીએ છે. (૧) સદ્ગુરુની સેવા, મતાગ્રહનો ત્યાગ અને શુભ કાર્યો કરવા. (૨) સદ્ગુરુની સેવા, મતાગ્રહનો ત્યાગ અને શુભ કર્મોનો પણ ત્યાગ. (૩) સદ્ગુરુની સેવા, મતાગ્રહ પણ પોતાનો અત્યાગ ઊભો રાખવો. (૪) સદ્ગુરુની સેવાનો ત્યાગ અને મતાગ્રહનો અત્યાગ અને શુભાશુભ કર્મ કરવા. આ ચૌભંગીમાં પ્રથમ ભંગ સર્વ શ્રેષ્ઠ છે જ્યારે બીજો ભંગ એટલો જ આદરણીય છે. જ્યારે બાકીના બે ભંગ ખરેખર વજર્ય છે અને ચોથો ભંગ તો સંપૂર્ણ અહિતકારી છે. સાધકે શુભ કર્મોની સાથે સદ્ગુરુના ચરણની સેવા કરવાનો સંકલ્પ હોય તો તે બાધા રૂપ નથી અસ્તુ. નવમી ગાથામાં પરમાર્થ તે પામે અને નિજ પદને મેળવે, આમ બે ભાવ ક્રમિક બતાવ્યા છે અર્થાત્ પરમાર્થને (મેળવે) પામે અને નિજપદને ગ્રહણ કરે. આ બંને ક્રિયામાં સમયાંતર જેવું જ છે. પામવાની ક્રિયા અને ગ્રહણ કરવાની ક્રિયા તે એક જ વસ્તુની નજીકની બે અવસ્થાનું કથન કરે છે. જેમ કોઈ કહે કે હીરાલાલ ભોજનને પામી ગયો છે અને જમી રહ્યો છે. તો અહીં પ્રાપ્ત કરવું તે પૂર્વ ક્રિયા છે અને જમવું તે ઉત્તર ક્રિયા છે પરંતુ ઘણી વખત એવું બને છે કે પામ્યા પછી પોતાના પદમાં સ્થિર થતાં પહેલા સૂક્ષ્મ અંતર આવી શકે છે. એટલે જ અહીં યોગીરાજ કહે છે કે પરમાર્થને પામે અને નિજ પદનો લે લક્ષ. પરમાર્થને પામ્યા પછી નિજ પદને ગ્રહણ કરે તેમાં એક મોટું મૌલિક અંતર છે. તે સાધકને સમજવા જેવું છે. આપણે પૂર્વમાં કહી ગયા છીએ કે પરમાર્થ તે પર્યાય છે અને આવી પરમ પર્યાય જેમાંથી ખીલે છે તે આત્મદ્રવ્ય નિજપદ છે. અથવા અખંડ અવિનાશી આધાર તત્ત્વ છે. પરમાર્થ રૂપી પર્યાયનો સ્વાદ લીધા પછી અને પરમ અર્થનું આસ્વાદન કર્યા પછી હવે જીવ બધા ભેદ વિજ્ઞાનથી પરે થઈ અખંડ અભેદ એવા આત્મારૂપ નિજપદમાં સ્થિર થાય છે. આ જ આત્મપદ તેનું લક્ષ હતું. એટલે લક્ષની પણ અહીં ૧૪૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાહૂતિ થાય છે. ક્રિયા જડતા અને શુષ્કજ્ઞાન રૂપી હાનિકારક તત્ત્વોથી દૂર રહી સાધકે પોતાની યાત્રા શરુ કરી હતી અને તેમાં શુધ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ તે જ લક્ષ હતું અને આ યાત્રામાં સદ્ગુરુના ચરણ પરમ ઉપકારી હતા. પાણીમાંથી મેલ નીકળી જતાં જેમ નિર્મળ જળ સ્વાસ્થ્યપ્રદ છે તેમ વિતંડાવાદથી પર થઈ પરમાર્થને પામી જે પોતાનું લક્ષ હતું તેમાં હવે સ્થિર થવાનો અવસર આવ્યો છે. આ નવમી કડી સાધકની અધ્યાત્મયાત્રાનું એક સુંદર ચિત્ર પુરું પાડે છે. ગાથા ૧૦ ની પૃષ્ઠભૂમિ : આપણે સદ્ગુરુની વ્યાખ્યા કરી રહ્યા છીએ પરંતુ સદ્ગુરુ રૂપી રત્નભંડાર એટલો બધો ભરપૂર છે કે તેના અનુપમ ગુણો અને હજારો જ્ઞાન કિરણો સર્વત્ર પ્રકાશ પાથરે છે. તેથી અહીં સ્વયં સિધ્ધિકાર દશમી કડીમાં સદ્ગુરુની વ્યાખ્યા કરે છે. સદ્ગુરુની અધ્યાત્મિક સ્થિતિ કેવી છે ? તેનું સમદર્શન કેવું છે ? સમતોલપણું કેવું છે ? સ્વયં કેટલા નિસ્પૃહ છે ? વગેરે લક્ષણો પ્રગટ કર્યા છે. તેઓ કર્મોના પ્રભાવોથી કાં તો મુકત થયા છે અથવા કર્મોના પ્રભાવોને જ્ઞાન દૃષ્ટિએ છૂટાં પાડી તેના પ્રભાવમાં સુખ દુઃખ ન માનતા તેનો સ્વીકાર કરી કર્મોનેં કર્મોનું કામ કરવા દેવું અને પોતે પોતાના તત્ત્વોમાં રમતું રહેવું ઈત્યાદી લક્ષણો પ્રગટ કર્યા છે. દશમી ગાથાનું પ્રયોજન એ છે કે ફકત સદ્ગુરુ કહેવા માત્રથી વાસ્તવિક સદ્ગુરુ કોણ છે તે સ્પષ્ટ થતું ન હતું કારણ કે આપણે પૂર્વમાં કુગુરુ, ગુરુ અને સદ્ગુરુ આ શબ્દોથી ગુરુપદમાં વિપરીત ભાવો પણ છે, તેનું આખ્યાન કર્યું છે. કુમતિથી પ્રેરાઈને કુમતિની સ્થાપના કરે, તેમના વ્યવહારમાં હિંસાદિ પાપ પ્રવૃત્તિની પ્રમુખતા હોય, કામભોગ અને દુરાચાર તેના આચરણમાં સ્થાન પામ્યા હોય, પરિગ્રહ માત્ર તેની સંપત્તિ હોય, જ્ઞાનથી ગભરાતા હોય તે બધા કુગુરુના લક્ષણ છે. સામાન્ય ગુરુની વ્યાખ્યા આપણે કરી ગયા છીએ અને ત્યાર બાદ સદ્ગુરુની એક સ્વતંત્ર વ્યાખ્યા કરી છે. આમ છતાં સદ્ગુરુના કેટલાક લક્ષણો છે તેના ઉપર સ્વયં સિધ્ધિકાર દષ્ટિપાત કરે છે. અને અતિ ઉત્તમ શબ્દોથી આ ગાથામાં ગુરુનું હાર્દ, ગુરુની મહત્તા અને તેમનું સુહાર્દ તથા સમતોલપણું આ બધા લક્ષણો પ્રગટ કર્યા છે. એક ખુલાસો : જેમ પૂર્વમાં આપણે જ્ઞાતા, જ્ઞાન, શેય ઈત્યાદિ પર્યાયોનો પ્રભેદ બતાવ્યો છે તે જ રીતે અહીં લક્ષ, લક્ષણ, લક્ષવેધી અને લક્ષણધારક એ બધા પ્રભેદો દાર્શનિક બુધ્ધિથી સમજવા જરૂરી છે. શું લક્ષણ અને લક્ષણધારક બંને એક તત્ત્વ છે કે ભિન્ન તત્ત્વ છે ? આ દશમી ગાથામાં સદ્ગુરુના લક્ષણ બતાવે છે. તો લક્ષણ સ્વયં સદ્ગુરુથી ભિન્ન છે કે અભિન્ન છે. જેમ પાકી કેરીના રંગ–રૂપ જોઈને લક્ષણથી આપણે કહીએ કે આ કેરી પાકી ગઈ છે. આ કેરી મીઠી છે. એમ બધા લક્ષણોથી તેમની પરીક્ષા કરીએ છીએ. તો આ લક્ષણો અને કેરી બંને ભિન્ન ભિન્ન છે કે એક રૂપ છે ? મુખ્ય વસ્તુ એ છે કે દર્શનશાસ્ત્રમાં પર્યાય અને દ્રવ્ય, પર્યાય અને ગુણ, દ્રવ્ય અને ગુણ, આ બધા એક જ દ્રવ્યના અપેક્ષાકૃત ભિન્ન—અભિન્ન ભાવ હોય છે. જૈનદર્શનમાં સ્યાદ્વાદથી વસ્તુનો નિર્ણય કરે છે. જો સંગ્રહનયની દૃષ્ટિ અપનાવે તો બધું એકાકાર થાય છે. પણ ઉપરના નયમાં પ્રવેશ કરવાથી બધા ભિન્ન ભિન્ન પ્રત્યક્ષ થાય છે. શરીરથી આંગળી ભિન્ન છે કે અભિન્ન છે ? શરીર તે એક મોટું દ્રવ્ય છે અને આંગળી તેનું એક અંગ છે. આંગળી શરીર ૧૪૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ છે પરંતુ સમસ્ત શરીર નથી. તેમ અપેક્ષાએ કરી શરીરની સાથે આંગળીનો સંબંધ સ્પષ્ટ કરવો જોઈએ. અહીં જે લક્ષણની વાત આવે છે. તેનું ઉચ્ચારણ કર્યા પહેલાં આપણે નયવાદની દષ્ટિથી નિહાળવા પ્રયાસ કરવો પડશે હવે આપણે અહીં દશમી ગાથાનો સ્પષ્ટ ઉલ્લેખ કરીએ છીએ. ધી ૧૪૩ કી Page #157 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૦ 'આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; 'અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય T સિધ્ધિકારે સદગુરુની આવશ્યકતા છે. તે વાત સ્પષ્ટ કર્યા પછી સદ્ગુરુના લક્ષણ પ્રદર્શિત કરે છે કોઈ પણ લક્ષણ એકાંગી હોય છે. લક્ષણથી લક્ષણધારકનું અનુમાન થાય છે પરંતુ સમગ્ર તત્ત્વ લક્ષણમાં સમાવિષ્ટ થતું નથી છતાં લક્ષણ, તે એક પ્રકારની વ્યાપ્તિ છે. લક્ષણ બે પ્રકારના હોય છે. એક લક્ષણ એવા હોય છે કે જે દશ્યમાન હોવા છતાં પણ ત્યાં લક્ષણવંતની ઉપસ્થિતિ નિશ્ચિત હોતી નથી જ્યારે બીજા લક્ષણો એવા છે કે જ્યાં જ્યાં લક્ષણ છે ત્યાં ત્યાં અવશ્ય લક્ષણવંત ઉપસ્થિત હોય છે. આટલું કહ્યા પછી હવે આપણે સગુરુના જે લક્ષણો બતાવ્યાં છે તેના ઉપર ક્રમશઃ વિચાર કરીએ. સરના લક્ષણ : અહીં મુખ્યત્વે સદ્ગના પાંચ લક્ષણ બતાવ્યા છે. (૧) આત્મજ્ઞાન (૨) સમદર્શિતા (૩) ઉદયપ્રયોગ પ્રમાણે વિચરવું (૪) અપૂર્વવાણી. (૫) પરમ કૃત અર્થાત્ (પરમજ્ઞાન) આ પાંચ તત્વો બહુમૂલ્યવાન છે. એક એક તત્વ અધ્યાત્મની ઉચ્ચશ્રેણીના પરિચાયિક તથા મહત્ત્વપૂર્ણ છે. તો પાંચે ગુણ અર્થાત્ પાંચે લક્ષણ એક સાથે જ્યાં વર્તતા હોય તે વ્યકિત કેટલી મહાન હોવી જોઈએ. જેમ કોઈ અમૃતફળ છે. આ ફળમાં ઉચ્ચ કોટિનું રૂપ, ઉચ્ચ કોટિનો રસ, ઉચ્ચ કોટિનો આકાર પ્રકાર અને ઉચ્ચ કોટિનું પરિણામ, ઉચ્ચકોટિના ગુણ. આ રીતે એક ફળમાં જો બધી ઉચ્ચતા હોય તો આ ફળ-કેટલું શ્રેષ્ઠ છે તે સમજી શકાય તેમ છે. જો કે આવા જડ પદાર્થ સાથે સરુની તુલના થઈ ન શકે પરંતુ સમજવા માટે ફકત બાહ્ય ઉદાહરણ આપ્યું છે. અહીં આપણે એક એક ગુણ ઉપર એક એક લક્ષણ ઉપર વિચાર કરતા પહેલા આ બધા લક્ષણો કેવી રીતે ઉદભવે છે? શું તે સહજ ભાવે પ્રાપ્ત થાય છે કે કાળક્રમનું પરિણામ છે? કઠિન સાધનાથી પ્રાપ્ત થાય છે કે બહુજ મોટી તપસ્યાનું ફળ છે કે કોઈ ઈશ્વરીય કૃપા છે? આ બધા ગુણોનો વિકાસ થવો અને એક જ અધિષ્ઠાનમાં બધાનો સંગમ થવો તેમાં નિશ્ચિત કારણોની અપેક્ષા છે. વળી આ ગુણો એક બિંદુથી વિકસિત થઈ તારતમ્ય ભાવે વિશાળ માત્રામાં પણ વિકાસ પામે છે. સદ્દગુરુના ગુણો કે લક્ષણો શું અંતિમ પરાકાષ્ઠાવાળા છે કે મધ્યસ્થ ભાવવાળા છે કે તેનો શુભારંભ થયો છે? કારણ કે લક્ષણ પણ ક્રમશઃ શૂન્યમાંથી પ્રગટ ક્રમશઃ થઈ એક નિશ્ચિત રૂ૫ પ્રાપ્ત કરે છે. જેમ લીંબડાની લીંબોળી પ્રથમ કડવી હોય છે. તો તે એક દિવસમાં મીઠી થતી નથી પરંતુ મીઠાશનો પરિપાક થયા પછી તે મધુર બની જાય છે. અને ત્યારે સોળ કળાએ તેના લક્ષણો પણ પ્રગટ થાય છે. પરંતુ આ માધુર્યની ઉત્પતિ ક્રમથી એક અંશથી આરંભ થઈ વિકાસ પામી છે અસ્તુ. અહીં આપણે બંને પ્રશ્નોના સમાધાન આપવા પ્રયાસ કરશું. (૧) લક્ષણના વિશેષ કારણો, (૨) તેના લક્ષણની પરિપકવતા. આ બંને પ્રશ્રો ઉપર ટૂંક ચિંતન કરી ક્રમશઃ આ ગુણોના ભાવાર્થને વિસ્તારથી વિચારશું. લાલા લજપ Page #158 -------------------------------------------------------------------------- ________________ લક્ષણના નિશ્ચિત કારણ : કોઈ પણ સામાન્ય જીવમાં વિશેષ પ્રકારના પુણ્યકર્મનો પરિપાક થયા પછી અને પાપકર્મોની સ્થિતિ ઘણી જ ઘટી ગયા પછી વિરકિત કે ત્યાગ ભાવનાનો ઉદય થાય છે. ગુરુપદ પ્રાપ્ત કર્યા પહેલાં પર્યાય પ્રવૃત્તિ કરણ દ્વારા જીવાત્મા એક સજ્જનનું પદ પ્રાપ્ત કરે છે. તેમની રાગ-દ્વેષની ગ્રંથી ગળ્યા પછી અપૂર્વકરણ દ્વારા તે સમદષ્ટ બને છે. આ સમયે વિશેષ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ પ્રાપ્ત થતાં અજ્ઞાનથી વિમુકત થઈ સમદષ્ટા અને સમ્બોધક બને છે. સબોધ પ્રાપ્ત થયા પછી વ્યકિતનો સમ્બોધ પોતા પૂરતો સીમિત રહેતો નથી. જ્ઞાન સ્વ પર કલ્યાણક છે. જેમ દીપક પોતાને પ્રકાશે છે અને અન્યને પણ પ્રકાશિત કરે છે તેમ આ સર્બોધી જીવ જ્યારે ઉપકારોના અધિકારી બને છે ત્યારે તે ગુરુપદનો આશ્રય કરે છે. ગુરુપદ પ્રાપ્ત થયા પછી પણ વીઆંતરાયકર્મના ક્ષયોપશમ દ્વારા શુભનામકર્મના પરિણામે દઢ મનોયોગ પ્રાપ્ત થાય છે. અહીં ગુરુપદ મળ્યા પછી એક મોટું ભયસ્થાન છે. જેમાં પરા અને અપરા બન્ને શકિતનો વિકાસ થાય છે. જો ગુરુનો આત્મા જાગૃત ન હોય તો તે પરાશકિતને છોડી અપરામાં ભળી જતાં બાહ્ય સંયોગોને પોતાની સાધનાનું ફળ માની એક સંપ્રદાય ઊભો કરે છે ત્યાં તેનું ગુરુપદ વિકાસ પામતું અટકી જાય છે પરંતુ પૂર્વના ગુરુઓની કૃપાથી, સ્વાધ્યાય ચિંતનના સર્બળે તથા પોતાના અનુભવને આધારે જ્યારે તે પરાશકિતમાં રમણ કરે છે અને બાહ્ય સંયોગોને છોડી અધ્યાત્મિક ગુણોના વિકાસને પોતાની સાધનાનું કે ગુરુપદની પ્રાપ્તિનું ઉત્તમ ફળ છે, તેમ સ્વીકારે, તો તે ગુરુપદમાંથી સદ્ગુરુ પદને સ્પર્શ કરે છે. સદ્ગુરુ થવામાં જે જે કારણો નિશ્ચિત હતા તે કારણોનાં સુફળ રૂપે એ જીવાત્મામાં સગુરુના બધા લક્ષણો પ્રગટ થવા માંડે છે. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શ્રી યોગીરાજે સગુના જે ઉત્તમ લક્ષણો બતાવ્યા છે તે અનાયાસે કે સહજભાવે પ્રગટ થતાં નથી પરંતુ પૂર્વજન્મની બહુ જ લાંબી યાત્રાનું અને તપશ્ચર્યાનું એક મહાન ફળ છે. કોઈ પણ જીવના ગુણો નિશ્ચિત પાપ કર્મોના ક્ષયોપશમ, ઉપશમ તથા પુણ્ય કર્મોના ઉદયથી પ્રફુરિત થાય છે, પ્રકાશિત થાય છે. નિરાવરણ અવસ્થા પ્રાપ્ત થયા પછી જ બધા શુભ લક્ષણો પ્રગટ થઈ શકે છે. પેરા-અપરા શકિત ઃ ૧૦ મી ગાથામાં પરા અને અપરા શકિત શબ્દનો પ્રયોગ કર્યો છે. તો તે જાણવું આવશ્યક છે કે પરા અને અપરા શું છે ? વેદાન્તમાં આ બંને શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોઈપણ સાધનાના બે ફળ હોય છે. (૧) બાહ્ય દશ્યમાન ફળ. જે જન સમૂહને પ્રભાવિત કરે છે. બીજા કેટલાંક ઉત્તમ દ્રવ્યો પણ પ્રાપ્ત થાય છે. સ્વતઃ પોતાના શરીરમાં પણ કેટલાક ચમત્કારી ભાવ પ્રગટ થાય છે પરંતુ આ સમગ્ર પ્રભાવ બાહ્ય ગોચર છે. આ ફળ ને અપરા ફળ કહ્યું છે અર્થાત્ આ સાધનાની અપરાશકિત છે. સાધક જ્યારે તપસ્યાથી પ્રભાવિત થાય છે ત્યારે તપસ્વી પ્રત્યે પ્રમોદભાવ જન્મે છે. જોનાર પર અપરાશકિતનો પ્રભાવ પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારેય અંશોમાં બાહ્ય પ્રભાવ પ્રગટ થાય છે. અપરાશકિત જે દશ્યમાન શકિત છે. આપણે તેને જાણી જોઈ શકીએ છીયે. ત્યારે બીજું ફળ પરાશકિત કહેવાય છે. તપસ્વી કે સાધક જ્યારે સાધનામાં આગળ વધે ત્યારે અપરાની સાથે સાથે પરાશકિતનો વિકાસ થાય છે. પરાશકિત તે અદશ્યમાં આંતરિક શકિત કાકા ૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ છે. જેમાં આત્મગુણોનો વિકાસ થાય છે, અલૌકિક ગુપ્ત પ્રતિભા ખીલે છે. ત્યાં દ્રવ્ય-ભાવે આત્મદ્રવ્યની શુદ્ધિ થાય છે. ક્ષેત્રભાવે જે ક્ષેત્રમાં પોતે નિવાસ કરે છે તે ક્ષેત્રના સૂમ પરમાણુઓ પણ પ્રભાવિત થાય છે. તેમનો કાળ અથવા સ્વસમય ઉત્તમ પર્યાયોથી પરિણત થાય છે અને શુધ્ધ ભાવોનું તો પૂછવું જ શું ? એક પછી એક તારતમ્ય ભાવે બધાં ગુણોની સંકલિત પર્યાયો વિકાસ પામે છે. આ પરાશકિત અદશ્ય છે. અન્ય માટે અગોચર છે. પરા શકિતનું ફળ વ્યવહાર અને વાણીમાં પ્રભાવ પડે છે. અહીં કહેવાનું મૂળ તાત્પર્ય એ છે કે જે સાધક ____यो पराम् विहाय अपराम् अवलंबते जयोतिम् विहाय तमसो गच्छति अथैव यो अपराम् विहाय पराम् अवलंबते तमसो विहाय महाजयोतिम् गच्छति ॥ અર્થાત્ જે સાધક પરાશકિતનું અવલંબન છોડીને અપરાનું અવલંબન કરે છે અને જનસમૂહમાં જે પ્રભાવ અને કીર્તિ મેળવે છે તે જયોતિનો ત્યાગ કરી અંધકાર તરફ જાય છે એથી વિપરીત જે સાધક અપરાશકિતને માયાવી ફળ માની, તેને છોડી પરાશકિતનું અવલંબન કરે છે તે અંધકારમાંથી પરમ જયોતિને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રભાવે એવું સમજાય છે કે સામાન્ય કર્મોના ક્ષયોપશમ અને કેટલાક પુણ્ય કર્મોના ઉદય મનુષ્યના વિકાસમાં કારણભૂત તો છે જ પરંતુ તેથી વિશેષ એ વાત જાણવાની છે કે કેટલાક પુણ્યના સંયોગ વિશિષ્ટ હોય છે. તે જ રીતે આત્મશકિતના પણ કેટલાક વિશેષ ચમત્કારી પર્યાયો હોય છે. જેના પ્રભાવે જીવ લબ્ધિધારી બને છે. વિલક્ષણ પ્રભાવ તેમાં જોવામાં આવે છે. શ્રી ગીતાની ભાષામાં તેવા લબ્ધિધારીઓને વિભૂતિઓ કહેવામાં આવે છે. આ વિભૂતિઓના અપૂર્વ ચમત્કારો સામાન્ય બુધ્ધિથી જાણી શકાતા નથી. તેનામાં વિશેષ પ્રકારની મતિ અને શ્રુતજ્ઞાનના પર્યાયો પણ ખીલે છે અને એ જ રીતે અલૌકિક પુણ્યનો સંયોગ થતાં તેમનું શરીર અર્થાત વચનયોગ, કાયયોગ, મનોયોગ અદ્ભુત પ્રભાવવાળા હોય છે. આ જ રીતે કળાના ક્ષેત્રમાં પણ મનુષ્યને વિશેષ પ્રકારની કળાઓ પ્રાપ્ત થાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આ લબ્ધિપ્રયોગ કોઈ ભૂતકાળની અપૂર્વ સાધનાનું પરિણામ હોય છે. આવા લબ્ધિધારી પુરુષ જ્યારે અધ્યાત્મક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે તે સદ્દગુરુનું મહાન પદ પ્રાપ્ત કરે છે, ભગવાન તરીકે પણ પૂજાય છે. તેના અલૌકિક પ્રભાવથી લાખોના જીવન પણ સુધરે છે. અહીં સિધ્ધિકાર વિશિષ્ટ સદ્ગુરુના લક્ષણમાં સર્વ પ્રથમ (૧) આત્મજ્ઞાન રાખ્યું છે અર્થાત્ જીવ દ્રવ્ય વિષે, ચૈતન્ય દ્રવ્ય વિષે, વિલક્ષણ જ્ઞાન ધરાવે છે. શબ્દોથી અકથ્ય એવું આ આત્મજ્ઞાન કેટલાક ભાવોથી પ્રગટ થાય છે, જાણી શકાય છે. આત્મજ્ઞાનનો અર્થ છે ઘરનું જ્ઞાન, પોતાનું જ્ઞાન, સ્વયં કોણ છે તેની ઓળખાણ અર્થાત્ જે જ્ઞાતા દષ્ટા છે અને સમગ્ર ઉપયોગ અને યોગનો અધિષ્ઠાતા છે તે આત્મા છે. સમગ્ર આત્મતત્ત્વ એક પ્રકારે વિશ્ર્વાત્મા છે. સંગ્રહનયની દષ્ટિએ સમગ્ર આત્મદ્રવ્યો એક આત્મતત્ત્વ જ છે. સની દૃષ્ટિએ તેમાં જરાપણ વિભિન્નતા નથી અને પર્યાયની દૃષ્ટિએ પ્રત્યેક જીવનું સ્વતંત્ર અસ્તિત્ત્વ પણ છે. આમ દ્રવ્ય, ગુણ અને પર્યાયનો નિશ્ચય કરી જેનું જ્ઞાન આત્મતત્ત્વમાં સ્થિર થયું છે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આત્મજ્ઞાનનો અર્થ કોઈ એવો ન કરે કે પોતાનું જ્ઞાન, પોતે જે સમજયો છે તે જ જ્ઞાન, ગાલા ૧૪૬ શાળા Page #160 -------------------------------------------------------------------------- ________________ પોતાની ધારણા છે તે જ આત્મજ્ઞાન છે તેવું ન સમજે પરંતુ શાશ્ચત પરંપરામાં કરોડો-કરોડ સિધ્ધ પુરુષોએ જે રીતે ચૈતન્ય દ્રવ્યની વ્યાખ્યા કરી છે, તેનો સાક્ષાત્કાર કરી તે જ રીતે અનુભવમાં લઈ આત્મજ્ઞાનનો પ્રકાશ કરવો તે આત્મજ્ઞાન છે. આમાં કોઈ ઘરની બુધ્ધિ ચલાવાની વાત નથી પરંતુ શાશ્ચત આત્મજ્ઞાનની જે પરંપરા છે તે પરંપરા પ્રમાણે સત્ય સમ્યજ્ઞાન, શુધ્ધજ્ઞાન તે આત્મજ્ઞાન છે. અહીં આત્મ શબ્દનો અર્થ આત્મદ્રવ્ય લેવાનો છે. પોતાનું જ્ઞાન એવો અર્થ લેવાનો નથી. આ ભેદ બહુ સૂક્ષ્મ છે અહીં પાઠકે વિચારીને આત્મજ્ઞાનનો રહસ્યમય યોગ્ય અર્થ ગ્રહણ કરવાનો છે. સમદર્શિતા : આત્મજ્ઞાન પછી કવિરાજ સદ્ગુરુના બીજા લક્ષણમાં સમદર્શિતા ભાવની વ્યાખ્યા કરે છે. અર્થાત્ સમદર્શિતા તે સદગુરુનું બીજું લક્ષણ છે. સમદર્શિતા શબ્દ ઘણો જ ગૂંચવણ ભરેલો છે તેથી સમદર્શિતા વિશે ઊંડું ચિંતન કરી સ્પષ્ટ પ્રકાશ નાંખવાની આવશ્યકતા છે. સમદર્શિતાનો અર્થ શું ? સામાન્ય વ્યવહારમાં બધા મનુષ્ય ઉપર સમાન ભાવ રાખવો, સમાન વ્યવહાર કરવો તે સમદર્શિતા ગણાય છે પરંતુ આ એકદમ સાધારણ વ્યાખ્યા છે. આગળ વધીને શું બધા પદાર્થોને સમાન ગણવા? બધા પદાર્થોના ગુણ ધર્મો ભિન્ન ભિન્ન હોવા છતાં શું બધાને એક જ દષ્ટિએ જોવા ? શું લોખંડ કે સુવર્ણ બન્નેને એક જ ગણવું? શું ધર્મ અને અધર્મ બન્નેને એક જ સૂત્રમાં સ્થાપિત કરવા ? સમદર્શિતાનો અર્થ જો સાચી રીતે ન સમજાય તો તેમાં ઘણાં ઉપર્યુકત અનર્થ થવાના પણ સંભવ છે. અહીં સમદર્શી અને સમદર્શિતા એવા બે શબ્દો પ્રગટ થાય છે. દર્શિતા શબ્દ કર્તા વાચક પણ છે અને ભાવવાચક પણ છે. “તા’ કે ‘વ’ પ્રત્યય લગાડવાથી પદાર્થનો સામાન્યધર્મ ગ્રહણ કરવામાં આવે છે અને તે ભાવવાચક નામ બની જાય છે જ્યારે “તા” પ્રત્યય કર્તા વાચક પણ છે, જેમ સવિતા અર્થાત સર્ય, જ્ઞાતા અર્થાત જાણનાર. સરિતા અર્થાત વહેનારી, આમ ‘તા” પ્રત્યય કર્તા વાચક પણ છે. અહીં દર્શી શબ્દ દષ્ટાને માટે છે અને દર્શનો જે કાંઈ ભાવ છે તે દર્શિતા છે. અહીં દર્શન, દર્શી અને દર્શિતા અને વધારે આગળ વધો તો દષ્ટિ શબ્દનો પણ સમાવેશ થાય છે અસ્તુ. અહીં આપણે દર્શિતા શબ્દનો અર્થ જોનાર દેખનાર અને સમગ્રદર્શન ને ધારણ કરનારા એવા દર્શિતાને સામે રાખીને સમદર્શિતાની વ્યાખ્યા કરશું. સમદર્શિતા શબ્દથી પ્રગટ થાય છે કે દર્શિતા બે પ્રકારના અથવા બીજા પ્રકારના પણ હોય શકે છે. અસમદર્શિતા એટલે સમભાવે ન જોનાર, કુદર્શિતા એટલે ખોટી રીતે જોનારા, અદર્શિતા એટલે સરખી રીતે નહીં જોનારા, આવા બીજા અમંગળ ભાવો દર્શિતા સાથે જોડાયેલા છે. અહીં કવિરાજ આ બધા અમંગળ ભાવોનો પરિહાર કરીને સમદર્શિતા રૂપ મંગલ ભાવનો સ્પર્શ કરે છે. તે સદ્ગુરુનું પ્રધાન લક્ષણ છે તેમ જણાવી સમદર્શિતા તે બહુ જ ઊંચો ગુણ છે તેમ કહેવા માંગે છે. આ બધા લક્ષણો સરુના લક્ષણ તો છે જ પરંતુ સ્વતંત્ર રીતે પણ પ્રત્યેક ગુણ મહત્ત્વપૂર્ણ છે. હવે આપણે સમની વ્યાખ્યા કરીએ કે સમદર્શન શું છે ? સમાન દર્શન શું છે ? સમાન દર્શન કોને કહેવાય ? સમભાવ એ આધ્યાત્મશાસ્ત્રની અને સાધનાની ઊંચી કસોટી છે. જો જૈનધર્મમાં તેને બીજું નામ આપવું હોય તો સમધર્મ કે, સમદર્શન કહી શકાય. અહીં સમદર્શન કે સમદષ્ટિનું રહસ્ય શું છે તે જ્ઞાતાની નજરમાં સ્થાપિત થવું જોઈએ. Page #161 -------------------------------------------------------------------------- ________________ અહીં આપણે આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની એક શ્રેણી બતાવશું. આ શ્રેણીમાં અસમદષ્ટિ કયાંથી શરૂ થાય અને સમદષ્ટિ કયારે શેષ થઈ જાય છે અથવા સમદષ્ટિના પ્રભાવે અસમદષ્ટિ વિલુપ્ત થઈ નિર્મળ સમદષ્ટિ પ્રગટ થાય છે માટે આ ઉત્ક્રાંતિની શ્રેણી ઉપર ધ્યાન આપીએ. શ્રેણીનું વિવિધ સોપાન છે (૧) વિચાર કરવો કે તમે જગતમાં એકલા જ છો બીજા કોઈ દ્રવ્યો છે જ નહીં ત્યારે તમે ઈશ્વરમય બની કોઈ પ્રકારનો વિષયભાવ સેવતા નથી. (૨) બીજા પગલામાં તમને ચારેકોર સૂક્ષ્મ પરમાણુઓની સૃષ્ટિ દેખાય છે. બધા પરમાણુઓ અનંત શકિતના પિંડ છે અને તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણો પ્રગટ થયેલાં છે (૩) ત્રીજા પગલામાં તમને દેખાય છે કે પરમાણુઓ સંગઠિત થયા પછી એક પિંડની રચના થાય છે અને આ પિંડમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની સાથે પરસ્પરના સંઘર્ષથી શબ્દ પણ પ્રગટ થાય છે. આ પિંડો સાથે તમારે કાંઈ લેવા દેવા નથી. (૪) બધા પિંડોને જાણવા જોવા માટે જેમ તેમાં પાંચ ગુણો છે તેમ તમને પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ મળેલી છે. પાંચ ઈન્દ્રિયો દ્વારા બધા પદાર્થના ગુણધર્મો સમજો તો અહીં સુધી કોઈ દોષ ન હતો. (૫) પાંચમાં પગલામાં પ્રવેશ કરતાં એક દોષનો પ્રવેશ થાય છે અને તમે આ બધા ગુણધર્મોને બે ભાગમાં વિભકત કરો છો. સારા અને નરસાં, ભોગવવા યોગ્ય અને છોડવા યોગ્ય. ચોથા પગલાં સુધી તમારી સમદૃષ્ટિ હતી, પરંતુ અહીં સારુ–નરસું કહેવાથી એક સામાન્ય વિષમતા શરૂ થાય છે. જે આગળ ચાલીને તમારા સમભાવને ખંડિત કરી શકે છે. જો કે અહીં તમે સારુ નરસું કહીને અટકી ગયા હોત તો એટલુ નુકશાન ન હતું. (૬) છઠ્ઠા પગલામાં પ્રવેશ કરતાં રાગ ભાવ અને દ્વેષ ભાવની માત્રા વધી અને સારુ તે બધું મારે જ જોઈએ અને નરસુ બધું મારાથી દૂર થવું જોઈએ. આ બંને ભાવને સેવન કરતા તમે એક બહુ જ મોટી વિષમતામાં આસકત થઈને એક રીતે ફસાઈ જાઓ છો. (૭) સાતમાં પગલામાં આ વિષમતા વધારે ભયંકારી રૂપ ધારણ કરે છે અને સારી વસ્તુ મેળવવા તમે હિંસા, અસત્ય આદિ પાંચ અવ્રતનું સેવન કરો છો. તમારામાં અનેક દુર્ગુણો પ્રવેશ પામે છે, તમે ભોગાદિમાં પણ આશકત થાઓ છે. આ રીતે આ સાતમું પગલું તમને વિષમતાના કૂવામાં ડુબાડે છે. અહીં વિષય ભાવોની સામે જ્ઞાની મહાત્માઓએ સમભાવનો ઉપદેશ આપ્યો છે. આ સમભાવને ધારણ કરનાર તે સમદર્શિતા બની શકે છે. ત્રીજા પગલા સુધી કોઈ પણ પ્રકારનો વિષમભાવ હતો નહીં ફકત જ્ઞાન ભાવ હતો. અહીં ચોથા પગલામાં જો જીવ સારા-નરસાનું વિભાજન કર્યા વિના આ બધા પુદ્ગલના ધર્મો છે તેવું સમજીને રાગ અને દ્વેષથી દૂર રહી પુદ્ગલ પ્રત્યે સમભાવ કેળવે છે અને આવો સમભાવ ધારણ કરનાર આત્મા સમદર્શી બની જાય છે. સમદર્શનની શરૂઆત થતા બાકીના બધા પગલાંમાં સુધારો થાય છે. આ સાધક સમદર્શી બની પ્રબળ પુણ્યના યોગે ગુરુપદ ધારણ કરી બીજા અન્ય આત્માઓને પણ સમદર્શનની પ્રેરણા આપે છે. ૧૪૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ આ થયો પૌદ્ગલિક સમભાવ કારણ કે મનુષ્યના જીવનમાં આ બધા જડ પદાર્થો જીવના રાગ દ્વેષને ઉત્તેજિત કરે છે. રાગ દ્વેષનું કે વિષમભાવનું ઉપાદાન પુગલ નથી પરંતુ જીવની પોતાની આરાધ્ય ભૂમિકા પ્રગટ ન થઈ હોય, તો બધા આશ્રવ ભાવો પ્રગટ થઈ સમદર્શિતા લય કરે છે અસ્તુ. પુદ્ગલના વિષયભાવોથી મુકત થયા પછી આરાધક જીવ બીજી કેટલીક લોકેષણાઓને કારણે બીજા અન્ય જીવો સાથે સમભાવ ગુમાવી બેસે છે તેનું આપણે અહીં થોડું વિવરણ કરીએ. જ્ઞાનકક્ષામાં આવેલો સાધક સામાન્ય ગુરુપદ પ્રાપ્ત કર્યા પછી પણ અન્ય ગુરુપદ ધારણ કરનારા સાથે ભિન્ન ભિન્ન પ્રકારના નિમિત્તનો આશ્રય કરી પોતાની સમદર્શિતા ગુમાવે છે. (૧) અહંકારને કારણે હું સાચો છું બાકી બધા ખોટા છે, તેવી આગ્રહબુધ્ધિથી સ્યાદ્વાદ સિધ્ધાંતનું અવલંબન છોડી એકાંતવાદનું અવલંબન કરી પોતાની પૂજયતા માટે ભરચક પ્રયાસ કરે છે. (૨) માયાકપટ રાખી, છળકપટનો આશ્રય લઈ, ચમત્કાર દેખાડી સામાન્ય ભદ્રજીવોને અહો ભાવમાં રમાડી બીજા કોઈ જાણકાર નથી તેવા ભાવ પ્રગટ કરી બહારમાં સમતા દર્શાવીને પણ આંતરિક કપટનું સેવન કરી સમદર્શિતાનો લાભ ગુમાવી બેસે છે. (૩) લોભ, પરિગ્રહની ભાવનાઓથી અન્ય જીવો પોતામાં આસકત થાય અને તેનાથી મળતાં પરિગ્રહનો લાભ ઉઠાવવા માટે અન્ય લોકોની નિંદા કરી સમદર્શિતાના નિર્મળ કપડાં ઉપર કાળા ડાઘ પાડે છે. (૪) ક્રોધ કષાયને આધીન થઈ અસહિષ્ણુતાના ભાવે ક્રોધમાં ઉશ્કેરાટ પામી સત્યને સમજવા વિના અન્યને પોતાના કોપનું ભાજન બનાવી સમદર્શિતાના ત્રાજુને ન્યાય તત્ત્વથી વંચિત કરી પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે. આ બધા અભિમાનયુકત ભાવો અન્ય જીવરાશિ સાથે વિષમતાના ભાવો અંતે સ્વયં દુર્ગતિના બંધ ઊભા કરે છે. આ બંને પ્રકારના વિષમ ભાવોથી દૂર થઈ વિષય અને કષાયનો આશ્રય છોડી. પુલને પુદ્ગલ સમજી બધા જીવાત્માઓને આદર ભાવથી નિહાળી સમભાવને ધારણ કરે છે તેવી સમદર્શિતા મહાન સદ્ગમાં હોય છે. એટલે જ સ્વયં શ્રીમદ્જીએ કહ્યું છે કે “સર્વાત્મમાં સમદષ્ટિ ધ્યો આ વચનને હૃદયે લખો” આ રીતે પુદ્ગલ પ્રત્યેની અને જીવાત્મા પ્રત્યેની આ પ્રકારના સમભાવની વાત આપણે કરી. તે ઉપરાંત સ્થાન સંબંધી, કાળસંબંધી કેટલાક વિષમભાવો ઉત્પન થાય છે, સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારે અંશોમાં સમભાવ દાખવવો અને ચારે અંશોમાં સમદર્શિતાનો આધાર આત્મજ્ઞાન છે. એટલે જ અહીં સિધ્ધિકારે પાંચ લક્ષણમાં પ્રથમ આત્મજ્ઞાન લીધું છે. અર્થાત્ આત્મજ્ઞાનની ભૂમિકા ઉપર સમદર્શિતા નિર્માણ થાય છે. પાંચે લક્ષણો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર કારણ કાર્યનો સંબંધ ધરાવે છે. પૂર્વમાં કહેલા સમદર્શિતાનો ખોટો અર્થ ન થાય તે ઉપર દષ્ટિપાત કરીએ. જેમ કે ઝેર અને અમૃતને એક ન ગણાય, લોખંડ અને સોનું એક ન ગણાય, અપથ્ય અને પથ્યમાં સમભાવ ન રાખી શકાય અર્થાત્ બંનેનું સમાન મૂલ્યાંકન થઈ શકે. સમભાવનો આવો ખોટો અર્થ ન થવો જોઈએ. સમભાવ તે જ્ઞાન પ્રેરિત હોય છે. સમભાવ રાગ દ્વેષનું નિવારણ કરે છે પરંતુ જ્ઞાનનો ૧૪૯ - Page #163 -------------------------------------------------------------------------- ________________ છેદ કરતો નથી. જ્ઞાન રહિત સમભાવ એક પ્રકારની જડતા ઉત્પન કરે છે અથવા અજ્ઞાનમૂલક હોવાથી બીજા દોષોને જન્મ આપે છે. બહેન અને પત્ની બંને મહિલા છે, બંને નારી છે પરંતુ તેનું સમાન મૂલ્યાંકન ન હોય. ત્યાં સમભાવનો અર્થ બંનેને ઊચિત ગુણાત્મક ન્યાય આપવાનો છે. એ જ. સાચો સમભાવ છે કે જે ન્યાયના ત્રાજ ઉપર સાચો ઊતરે. ખોટાનો પરિહાર અને સત્યનો આદર, એ સમભાવનું હાર્દ છે અર્થાત્ સમભાવનો સાર છે અસ્તુ. આટલું કહેવાથી સમજી શકાય છે કે વિષમભાવ શું છે ? સમભાવ શું છે ? ન્યાયોચિત સમભાવ કોને કહેવાય ? અને અજ્ઞાનમૂલક સમભાવ તે સમભાવનો આભાસ છે. નીતિકારોએ, અધ્યાત્મશાસ્ત્રોએ અને ધર્મશાસ્ત્રોએ સમભાવની આરાધના ઉપર ભિન્ન ભિન્ન રૂપે ઘણો પ્રકાશ નાંખ્યો છે. અહીં યોગીરાજ સદ્ગુરુના લક્ષણ તરીકે આત્મજ્ઞાન પછી સમદર્શિતાનો ઉલ્લેખ કરે છે. આપણે પૂર્વમાં આ શબ્દનો પચ્છેદ કર્યો છે. જેમાં સમ અને દર્શિતા એવા બે ભાવવિભકત કરી સમનો અર્થ સમભાવ અને દર્શિતાનો અર્થ દષ્ટા. દષ્ટાએ પોતાનો સ્વચ્છ નિર્ણય ન કર્યો હોય અને દષ્ટા કોણ છે તેનું સ્વરૂપ ન જાણ્યું હોય તો સમભાવ માત્ર એક વ્યવહાર બની જાય છે. આ શબ્દમાં સમભાવ કરતાં સમદર્શિતા શબ્દનું મહત્ત્વ વધારે છે. સમભાવ એ સામાન્ય કર્મ છે જ્યારે સમદર્શિતા તે એક મહાન દષ્ટાની અભિવ્યકિત છે. સમદર્શિતાનો આ ગુણ જ્યારે આત્મામાં સ્થાન પામે ત્યારે તે આત્મા સ્વતઃ સદ્ગુરુના ભાવોને પ્રાપ્ત કરી સ્વપરના કલ્યાણનું મહાન પાત્ર બને છે. સમદર્શિતાની ઘણી ગંભીર વ્યાખ્યા કરી શકાય પરંતુ અહીં આટલો પ્રકાશ આપ્યા પછી સમદર્શિતાનું વધારે શ્રેષ્ઠ પરિણામ ત્રીજા લક્ષણ તરીકે સિઘ્ધિકાર પ્રગટ કરે છે. આ લક્ષણ એટલું બધું ઊંચું છે કે સામાન્ય જન અથવા જૈન તત્ત્વજ્ઞાનના પારિભાષિક શબ્દોનું અધ્યયન ન હોય તેવા વિદ્વાન વ્યકિત પણ આ લક્ષણનો ઊંડો ભાવ ગ્રહણ કરવા માટે કદાચ સમર્થ ન બને. આ વિશેષણ એટલું બધું મહત્ત્વપૂર્ણ છે કે જેમાં ભારતના ત્રણ યોગ–કર્મયોગ, ભકિતયોગ અને જ્ઞાનયોગ ત્રણે યોગની સાધના અને તેના સુપરિણામ અભિવ્યકત થાય છે. આપણે હવે આ ત્રીજા લક્ષણની પૃષ્ઠભૂમિને સ્પર્શ કરશું. માનવ જીવનમાં જે દશ્ય કે અદશ્ય નાટક ચાલી રહ્યું છે તેના મૂળમાં કોણ છે ? તે નાટક શા માટે થાય છે ? તે બધા નાટકમાં પોતે નટ છે કે દષ્ટા છે અર્થાત્ નાટકનું પાત્ર છે કે પ્રેક્ષક છે તે સમજવું જરૂરી છે. સંસારનું તંત્ર કયા આધારે ચાલે છે ? તેનું તત્ત્વજ્ઞાન અલગ અલગ રૂપે નિરૂપિત થયું છે પરંતુ બધા મતોમાં એક સામાન્ય મત પણ જોવામાં આવે છે કે મનુષ્યની ઈચ્છાથી અલગ કોઈ બીજું તત્ત્વ પણ જીવનમાં સંકળાયેલું છે. આજનું વિજ્ઞાન ભૌતિકવાદી હોવા છતાં આ બાબતમાં જરા પણ પ્રકાશ આપી શકયું નથી. સામાન્ય કાર્ય કારણ સાંકળનો ઉલ્લેખ કર્યા પછી મોટી ઘટનાઓ, દુર્ઘટનાઓ કે સુઘટનાઓ એકાએક બનતી હોય છે, બગડતી હોય છે. તેના સચોટ કારણ વિજ્ઞાનની પાસે નથી અસ્તુ. વિજ્ઞાન છોડીને બધા મતોએ ચાહે ઈશ્વરવાદી હોય કે ઈશ્વર સિવાય બીજી રીતે તેમણે તત્ત્વોની સ્થાપના કરી હોય પરંતુ આ બધા મતો કર્મો, ભાગ્ય, તકદીર, હોનહાર, ભવિતવ્યતા, ઈત્યાદિ સિધ્ધાંતોનો વધતે ઓછે અંશે અવશ્ય સ્વીકાર કરે છે. માનવ જીવનની સાથે બીજું કોઈ તત્ત્વ જોડાયેલું છે તેની અભિવ્યકિત કરે છે. બીજા તત્ત્વ ૧૫૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ તરીકે કોઈ દૈવીશકિતને પણ માને છે. પરંતુ દેવીશકિત પ્રાપ્ત થવી કે ન થવી તે માટે ફરીથી તકદીરનું અવલંબન લે છે અર્થાત્ હરી ફરીને મનુષ્ય કોઈ એવા કર્મ કે ભાગ્યને જીવનનો આધાર માને છે અસ્તુ. આ આધાર કેટલા અંશે જીવ ઉપર પ્રભાવ નાંખે છે અને કેટલાં અંશે ભાગ્યનો તેના ઉપર પ્રભાવ છે તેનો પણ થોડો ઘણો વિચાર થયો છે. કર્તવ્ય અને અકર્તવ્યમાં આગ્રહ ન રાખતાં બંને થી દૂર થવાની પણ હિમાયત કરવામાં આવી છે. હવે આપણે જીવન સાથે જોડાયેલું આ વિશ્વનાટકનું જે મુખ્ય કારણ છે અને જીવનતંત્રમાં તેનો પ્રભાવ છે તેનો ઉલ્લેખ કરી “વિચરે ઉદય પ્રયોગ” તે ભાવને ઊંડાણથી સ્પર્શ કરશું. - વિચરે ઉદય પ્રયોગ : વિશ્વતંત્ર કહો કે જીવનતંત્ર કહો જ્યાં ચૈતન્યશકિત છે અને જ્યાં શરીરધારી પ્રાણીઓ વિચરણ કરે છે તેમાં મુખ્યત્વે ભૂતકાલિન કર્મોનો પ્રભાવ છે. સાથે સાથે વર્તમાનકાળના કર્મોનો પણ સંયોગ થતો રહે છે. આ કર્મોનો પ્રભાવ દેહ ઉપર પડે છે. તે જ રીતે જીવાત્માઓ ઉપર પણ પડે છે. જે મોહાત્મક કર્યો છે તેનો પ્રભાવ આત્મા પર પડે છે જ્યારે દેહાદિક કર્મો છે તેનો પ્રભાવ શરીર આદિ ક્ષેત્રોમાં પડે છે. અને આ કર્મોના પ્રભાવો સુખ દુઃખ રૂપે પ્રગટ થાય છે. વર્તમાન અવસ્થામાં મનુષ્યનું મન પ્રભાવિત થવાથી તે ગ્લાનિ અને હર્ષ, રતિ અને અરતિ, આનંદ અને શોક, સંયોગ અને વિયોગ ઈત્યાદિ ભાવોને ભજે છે. આત્મજ્ઞાન જાગૃત ન હોવાથી જીવન મનોયોગથી જ સંચાલિત થાય છે. અહીં સૂક્ષમ સાધનાની વાત આવે છે અર્થાત્ જ્ઞાનની તે જ ધારાથી મનોયોગને છૂટો પાડી આત્મજ્ઞાનના શુધ્ધ પરિણામોમાં રમણ કરી સુખ દુઃખના ભાવો કર્મજન્ય છે, જેને સિધ્ધિકાર “ઉદય પ્રયોગ” કહે છે અર્થાતુ કર્મના ઉદયથી થાય છે. આમ ઉદયનો પ્રયોગ એક તરફ ચાલે છે જ્યારે જ્ઞાનની સ્વતંત્ર દ્વારા શુધ્ધ આત્માનું અવલંબન લઈ તેનાથી છૂટી પડી મનોયોગને કે દેહાદિ ભાવોને કર્મ પ્રભાવમાં નિહાળી પોતે જાણે સુખ દુઃખથી અલગ છે. તેવી વિશેષ આનંદાનુભૂતિ કરે એક સૂક્ષ્મ તર્ક : આ પરિસ્થિતિમાં એક વિશેષ પ્રશ્ન ઊઠે છે કે જીવ દેહાદિક શુભાશુભ કર્મોથી નિર્લિપ્ત રહી જ્ઞાતાદષ્ટ બને પરંતુ તે જ રીતે મોહના પ્રભાવથી જે ક્રોધાદિક અને મોહાદિક પરિણામો છે તેનું શું ? શું તેના જ્ઞાતા-દષ્ટા બની શકે છે ? ખરેખર મોહાદિક પરિણામોમાં પણ જીવ જ્ઞાતા દષ્ટા બને તો આ વિભાવાત્મક પરિણામો તે આત્માના નથી તેમ જાણી તેનાથી દૂર રહે. ત્યારે આ અવસ્થામાં બાહ્યભાવે તે વ્યકિત ક્રોધ, મોહ કે વિષયોમાં આસકત હોય તો તેને સદ્દગુરુ તરીકે શ્રધ્ધા પૂર્વક સ્વીકારવા, તે શિષ્યને થોડું કઠિન લાગે પરંતુ વસ્તુતઃ તે જેમ બીજા કર્મોના ઉદયથી નિર્લિપ્ત છે તેમ ચારિત્રમોહનીયના પરિણામોથી પણ નિર્લિપ્ત રહી શકે તેવો સંભવ છે. અહીં આ પ્રશ્નોનો બીજો એક સમાધાનકારી તર્ક છે કે જ્યારે જીવ ઉદય પ્રયોગથી નિરાળો થઈ ઉદય પ્રયોગમાં પણ સમભાવ રાખી વિચરણ કરે છે ત્યારે સહેજે તેના કષાયો મંદ થઈ જાય છે અને મોહનીય કર્મોના ક્ષયોપશમ ભાવો વૃધ્ધિગત થવાથી તેના ઉદય પરિણામો ટકી શકતા નથી. જો ટકે છે તો બળેલી દોરી જેવા હોય છે, નિર્બળ હોય છે, કારણ કે જ્ઞાનની ધારાથી ૧પ૧ ના Page #165 -------------------------------------------------------------------------- ________________ કર્મબીજ નિર્જીવ જેવા થઈ ગયા હોય છે ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે જ્ઞાની પોતાની જ્ઞાન અગ્નિથી કર્મબીજને શેકી નાખે છે પછી તે અંકુરિત થઈ શકતા નથી. અહીં પણ ઉદય પ્રમાણે તેના પ્રયોગમાં અપ્રભાવિત રહી વિચરણ કરનાર મહાત્મા મોહાદિ ઉદયમાન કર્મોને પણ નિર્જીવ કરી નાંખે છે એટલે તેની હાજરીમાં અથવા તેની પ્રચંડતામાં જ્ઞાતા—દષ્ટા બની રહેવાની સ્થિતિ લગભગ ઉદ્ભવતી નથી. આ વસ્તુને આપણે અહીં ત્રણ બોલમાં સ્પષ્ટ કરશું. (૧). શુભાશુભ કર્મોનો ઉદય છે. આત્મજ્ઞાન જાગૃત છે, જેથી તે ઉદયમાન પ્રયોગમાં પણ સમદષ્ટિ રાખી વિચરણ કરે છે. (૨) મોહાદિક કર્મો ઉદયમાન છે પરંતુ તેનો રસ ઘણો મંદ થઈ જવાથી ક્ષયોપશમભાવની અધિકતા છે તેથી તે ઉદયમાન પ્રયોગોમાં પણ સમદષ્ટિ રાખીને વિચરણ કરે છે. (૩) કોઈ પ્રબળ કર્મોના ઉદય તીવ્રભાવે વર્તતા હોય ત્યારે તે કર્મના પ્રભાવમાં કષાય આદિને આધીન થવા છતાં તેનું આંતરિક જ્ઞાન જાગૃત છે અને તે ઉદયમાન પરિણામોને નિહાળીને તેનાથી પણ વિમુકત રહે છે. આ રીતે ત્રણેય વાતમાં સાર એક જ નીકળે છે કે ગમે તે કર્મો ગમે તે રીતે ઉદયમાન હોય છતાં પોતે સમદષ્ટિ રાખી શકે અને તેમાં વિચરણ કરતાં રહે તે સદ્ગુરુના સ્થાનને યોગ્ય છે, અર્થાત્ સદ્ગુરુ બની જાય છે. અહીં ‘વિચરે ઉદય પ્રયોગ' કહ્યું છે તેમાં મિથ્યાત્ત્વનો ઉદય ગ્રહણ કરવાનો નથી. મિથ્યાત્ત્વ મોહનીયનો ઉદય હોય ત્યારે તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને આવૃત કરે છે આર્થાત્ તેમાં આવરણ નાંખે છે અને તેમાં સાથે મિથ્યાજ્ઞાન પણ જોડાય છે. આમ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને અનંતાનુબંધી કષાય, આ બધા જો ઉદયમાન હોય તો તેવા ઉદય ભાવોમાં સમદષ્ટિ રાખી વિચરણ કરવું સંભવ નથી. સ્પષ્ટ એ થયું કે મિથ્યાજ્ઞાન અને અનંતાનુબંધી કષાયથી જે વિમુકત થયા હોય અને બાકીના કર્મો ઉદયમાન હોય તેમાં અર્થાત્ ઉદય પ્રયોગમાં સમદષ્ટિથી વિચરવું સંભવ છે. અહીં ઉદય પ્રયોગનો અર્થ બહુજ સ્પષ્ટતાથી સમજી લેવો જોઈએ. ગીતામાં તે અનાસકતયોગ કહ્યો છે. અનાસકત યોગનો દાવો કરનાર ઘણી આકિતથી સંસકત હોય તો ત્યાં તે વસ્તુતઃ અનાસિકત છે કે કેમ તે પરમાત્મા જાણી શકે છે. કારણ કે અહીં એવી સૂક્ષ્મ વાત છે કે બધા પદાર્થોથી તો આસકિત નથી પરંતુ અનાસિકતમાં પણ આસિત છે કે કેમ તે ગંભીર પ્રશ્ન છે. તર્ક દષ્ટિએ તો જ્યાં આસકિત છે ત્યાં અનાસિકત ન હોય અને આનાસકિત હોય ત્યાં આસકિત ન હોય. આમ વ્યાપ્તિ છે પરંતુ સૂક્ષ્મ જગતમાં આસકિતના પણ બે ભેદ કરી એક મોહાસિકત અને જ્ઞાનાસકિત. આ બે ભાગ પાડયા પછી મોહાસિકતમાં જ્ઞાન આનાસિકત સંભવે છે. તે જ રીતે ચારિત્ર મોહનીયના પરિણામોમાં અજ્ઞાન ન હોવાથી તે મોહાદિથી જીવ નિર્લિપ્ત રહી શકે છે પરંતુ આ પરિસ્થિતિનો દાવો કરનાર વ્યકિત વસ્તુતઃ સત્યની કસોટી પર પ્રામાણિક છે કે કેમ તે પરમાત્મગમ્ય છે અસ્તુ. અહીં આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે અજ્ઞાન આદિના ઉદય સિવાય બાકીના કોઈ પણ કર્મોના ઉદય ભાવોમાં સમદષ્ટિ રાખવી, પોતે સમભાવોનું સેવન કરી અન્યને પણ તેવો જ અનાસિકતનો પાઠ ભણાવે છે. તે સદ્ગુરુનું આ ત્રીજું ઉત્તમ લક્ષણ છે અને એટલે જ કહ્યું છે કે ‘વિચરે ઉદય પ્રયોગ' આ તો આપણે ભાવાત્મક અર્થ કહ્યો પણ ૧૫૨ મા Page #166 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલ રીતે બહારના કોઈ પરિષહ આવે, વિપરીત પરિસ્થિતિ ઊભી થાય અને પોતાના પારિવારિક કે સમાજિક સંયોગો સારા નરસા બને તેમાં જરા પણ રંગાઈ ન જતા તેના દુષ્ટ પ્રભાવોથી દૂર રહી શાંતિ જાળવી જ્ઞાનપૂર્વક આ બધા અનુકૂળ પ્રતિકૂળ સંયોગોનો સામનો કરે તે સાધુ હોય કે ગૃહસ્થ હોય, તે સાચા સદ્ગુરુ છે. સદ્ગુરુ થવા માટે કપડાં બદલવાં જ પર્યાપ્ત નથી પરંતુ જેનો હૃદય પલટો થયો છે અને જેઓ સુખમાં છકતાં નથી, સન્માનમાં ફૂલાતાં નથી, અપમાનથી દુ:ખી થતાં નથી, આવા સમદષ્ટિ જીવ સદ્ગુરુના પદને પ્રાપ્ત થયેલા છે. આ સ્થૂલ ભાવે પણ વિચરે ઉદય પ્રયોગની વાત થઈ. (૪) અપૂર્વ વાણી : કવિશ્રી યોગીરાજ સદ્ગુરુની વાણી કેવી હોય તે ચોથા લક્ષણમાં પ્રગટ કરે છે. અહીં પણ ત્રીજા લક્ષણ અને ચોથા લક્ષણમાં પણ કારણ કાર્યનો સંબંધ છે. આગળ આગળના લક્ષણો પછીના લક્ષણને ઉત્પન્ન થવામાં કારણભૂત છે. જે વ્યકિત ઉદયમાન કર્મોમાં નિર્લિપ્ત હોય તેમની વાણીમાં આ ભાવો ઊતરી આવે છે. વચનશકિત તે સ્વતંત્ર નથી પરંતુ આત્મ પરિણતિની સાથે વચન પરિણતિનો સંબંધ જોડાયેલો છે. જેમ શેરડીનો જેવો રસ હોય તેવો ગોળ બને, લોટ જેવો હોય તેવી રોટલી બને. તેમ અહીં પણ આત્માના ભાવો નિર્મળ થતાં વાણી પણ નિર્મળ થઈ જાય છે. વચનશકિત : સર્વ પ્રથમ આપણે વચનશકિત શું છે તેના ઉપર તાત્ત્વિક વિચાર કરી તેની અવસ્થા વિષે ચિંતન કરશું. વચનશકિત કેવળ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને અક્ષરશ્રુત રૂપે પ્રાપ્ત છે. બીજા પ્રાણીઓમાં પણ વચનયોગ છે અને તેમાં પણ શુભાશુભ ભાવો હોય છે. તેની અહીં આપણે ચર્ચા નહીં કરતાં મનુષ્યના વચનપ્રયોગ ઉપર વિચાર કરીએ છીએ. કારણ કે મનુષ્યને છોડીને બીજા પ્રાણીઓની ભાષા વિષે ઘણું ઘણું મંથન થયું છે. તેમાં તે પ્રાણીઓના પણ ઉચ્ચારણ ઘણી ઊંડી વાતો કહી દેતા હોય છે. તેના શાસ્ત્રો પણ બન્યા છે. ઘણી વખત કોઈ દેવ મનુષ્ય સિવાય બીજા પ્રાણીનો દેહ ધારણ કરી સમાજમાં વિચરણ કરે છે, ત્યારે તેની ભાષા પણ વિલક્ષણ હોય છે તેવું માનવામાં આવે છે અસ્તુ. અહીં તે વસ્તુનો વિશેષ વિચાર ન કરતા માનવીય વચન યોગનો જે પ્રભાવ છે, તેનો જે ઉદ્ભવ છે અને તેમાં કર્મોના જે સંબંધ છે તે વિચારણીય છે. ·મન, વચન ને કાયાના ત્રણ યોગ પ્રસિધ્ધ છે. કાયયોગ તે મનુષ્યની મૂળભૂત સંપતિ છે. અને વચનયોગ તથા મનયોગ, તે તેના બે અંગ છે. તે રીતે સમજવાથી વધારે સ્પષ્ટતા થશે. શરીરની રચનામાં ગર્ભજ મનુષ્ય જ્યારે પોતાના ઉત્પતિ સ્થાનમાં શરીરનો આરંભ કરે છે ત્યારે પાંચમી પર્યાપ્તિ રૂપિ વચનલબ્ધિનું નિર્માણ કરે છે. આ વચન લબ્ધિ શરીરના કયા ભાગમાં છે તે શાસ્ત્રકારે સ્પષ્ટ કર્યું નથી. શું તે મસ્તિષ્કમાં જોડાયેલી છે કે હૃદયમાં જોડાયેલી છે ? આ બધા ગૂઢ પ્રશ્નો છે. આજના વિજ્ઞાને પણ હજુ સચોટ જવાબ આપ્યો નથી. પરંતુ વચનશકિત દેહ સાથે જોડાયેલી છે અને તેનું પ્રગટ સ્થાન વ્યાકરણકારોએ કંઠ, તાલુ, મૂર્છા, દાંત અને હોઠ અર્થાત્ કંઠય, તાલવ્ય, મૂંધન્ય, દંત્યતવ્ય, ઔષ્ઠય આ પાંચ સ્થાનો માન્યા છે. જે શુધ્ધરૂપે વૈજ્ઞાનિક અને સર્વત્ર સુપ્રસિધ્ધ છે પરંતુ આ વચનને પ્રગટ કરવાના ઉપકરણ છે. વસ્તુતઃ વચનશકિત નિરાળી છે. જ્યારે મનુષ્ય વચનયોગમાં જોડાય છે ત્યારે તેના આંતરિક જગતમાં રહેલા રાગ, દ્વેષ, ક્રોધ અહંકાર ઈત્યાદિ વિષાકતભાવો પણ વચનયોગમાં જોડાય છે. આટલું જ નહીં પરંતુ તેના ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, વાસના તથા લાલસા ઈત્યાદિ ભાવો પણ તેમાં જોડાય છે. ઉપરાંત નોકષાયના કેટલાક ભાવો રતિ—અતિ, હર્ષ–શોક, કરુણા, રુદન ઈત્યાદિ ભાવો પણ વચનમાં ઊતરી આવે છે. આ ઉપરથી લાગે છે કે જ્યાં કષાયભાવોનું મૂળ છે ત્યાં એક જ અધિષ્ઠાનમાં વચન શકિતનું પણ મૂળ છે. જેમ ફળમાં રસ ઉત્પન થાય છે તો સાથે સાથે ગંધ પણ ઉત્પન થાય છે. આ જ રીતે વચન સ્વતંત્ર અને નિર્મળપણે સામાન્ય અવસ્થામાં પ્રગટ થતું નથી પરંતુ સાથે બીજા ભાવોનો પ્રભાવ લઈને તે રૂપાંતર કરે છે. જેમ લીંબડાનું ફળ લીંબોળી પોતાની ઉત્પત્તિ સાથે કડવા શ્રેયને પોતાનું રૂપાંતર કરે છે અને સમયનો પરિપાક થતાં રસનું પણ રૂપાંતર કરે છે. તેમ આ વચનશકિત એક ભાવોથી પ્રભાવિત થઈ બીજા ભાવોનો પ્રભાવ પડતાની સાથે રૂપાંતર પણ કરે છે. વચનની કક્ષા પણ બદલે છે. એક ગંભીર વાત : વચન એ માનવીની એક શકિત છે પરંતુ તેના ઉપર જ્ઞાનનો પ્રભાવ હોય કે બુધ્ધિનો પ્રભાવ હોય તે નિશ્ચિત નથી પરંતુ સંસ્કારનો પ્રભાવ પડતા વચનશકિત પોતાનું કાર્ય કરે છે. જ્ઞાન અને સંસ્કાર એ બુધ્ધિને જેમ પ્રભાવિત કરે છે તે જ રીતે વચનને પણ પ્રભાવિત કરે છે. વચનમાં જ્ઞાનની સાથે અજ્ઞાનનો અને કયારેક પ્રમાદનો પણ પ્રભાવ હોય છે. આ રીતે શાસ્ત્રકારોએ વચન ઉપર ઘણોજ ભાર મૂકયો છે. નીતિશાસ્ત્રોમાં તો વચન માટે એટલું બધું કહેવાયું છે, જેથી આપણને ખ્યાલ આવે છે કે વચનશકિત કેટલી અમોઘ છે અને કેટલી પ્રભાવશાળી છે ? સમગ્ર શાસ્ત્રો પણ એક પ્રકારે વચનની જ લીલા છે. વાણીનો જ વિસ્તાર છે. બધા કાવ્યશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર એક પ્રકારની વચન શકિતની મહાપલ્લવિત લતા છે. જેમાં અસંખ્ય ફળ લાગેલા છે. સાર એ છે કે વચન એ એક એવી સરિતા છે કે જેમાં ભિન્ન ભિન્ન પ્રકારના રંગનું પાણી વહે છે. મનુષ્યનો મત વાદ કે વાદવિવાદ કે શાસ્ત્ર એ સમગ્ર મનુષ્યજાતિનાં પુરાણા સંવાદ વચનશિકતમાં જ આબધ્ધ થયેલા છે. હવે અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે આ બધા ભાવોમાંથી મુકત થઈ નિર્મળ ઝરણાં રૂપે વાણીનું પ્રગટ થવું તે શું અતિ દુર્લભ નથી ? પૂર્વની બધી વાણીનો છેદ કરી અપૂર્વ વાણીનો ઉદ્ભવ થાય તે શું એક આશ્ચર્યજનક હકીકત નથી ? અસ્તુ. હવે આપણે અપૂર્વ વાણી વિષે કહીશું. અપૂર્વ એટલે પૂર્વમાં ન હોય તેવી સ્થિતિને અપૂર્વ કહી શકાય. અહીં સદ્ગુરુની વાણીને અપૂર્વ વાણી એમ શા આધારે કહેવામાં આવ્યું છે ? કારણ કે ભૂતકાળમાં અસંખ્ય સિધ્ધ પુરુષો થયા છે અને એ જ રીતે ઘણાં સદ્ગુરુઓ પણ જીવન ધન્ય કરી ગયા છે અને તેમણે જ આત્મજ્ઞાનની વાત કરી હતી તે જ વાત વર્તમાન સદ્ગુરુ પણ કહે છે. ખરુ પૂછો તો આ સદ્ગુરુની વાણી તે પૂર્વના સિધ્ધ પુરુષોએ કહેલી વાણી છે તો તેને અપૂર્વ કેમ કહી શકાય ? એટલે અહીં અપૂર્વનો સાચો અર્થ સમજવો રહ્યો. અથવા બીજો અર્થ સમજવો રહ્યો. વસ્તુતઃ પરંતપરાની દૃષ્ટિએ આ વાણી અપૂર્વ નથી પરંતુ વ્યકિતની દૃષ્ટિએ શ્રોતા અને વકતા બંનેને માટે અપૂર્વ વચન સિધ્ધ થઈ શકે છે. પ્રથમ જે શ્રોતાઓ અત્યાર સુધી જે વાણી સાંભળતા હતા અને પૂવમાં જે વાણીનું તેણે શ્રવણ કર્યું છે તેનાથી ભિન્ન એવી આત્મતત્ત્વને સ્પર્શ કરનારી વાણી આજે .તેને સાંભળવા મળે છે. શ્રોતા માટે આ જરુર અપૂર્વ વચન છે. તે જ રીતે વર્તમાન જે સદ્ગુરુ ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ રૂપે પ્રવચન કરતા જે કોઈ અસ્તિત્ત્વ ધરાવે છે. તે જીવ પણ જ્યાં સુધી સદ્ગુરુપદ પ્રાપ્ત કર્યું ન હતું અને આત્મજ્ઞાનનો સ્પર્શ થયો ન હતો ત્યાં સુધી પૂર્વમાં જે વાણી ઉદિત થઈ નથી અર્થાત્ પ્રગટ થઈ નથી તેવી વાણી તેના મુખારવિંદમાંથી નીકળે છે માટે તેને સિધ્ધિકાર તેને અપૂર્વ વચન કહે છે. અહીં ખાસ સમજવાનું એ છે કે પૂર્વમાં કોઈએ નથી કહી તેવી વાણીનો સંભવ નથી. અનંત અનંત તીર્થકરો, કેવજ્ઞાની, અરિહંતો, આત્માર્થી, વ્રતધારી સંતો અને મહાતપસ્વીઓએ પૂર્વમાં આત્મજ્ઞાન અને આત્મસિધ્ધિના ઘણા વચનો કહ્યા હતા. જેને આધારે અસંખ્ય જીવોનો ઉધ્ધાર થયો હતો. તેવી વાણીને સદ્ગુરુ અત્યારે પ્રકાશે છે. તો તેને અપૂર્વ વાણી કેમ કહી શકાય? અહીં સદ્ગના ચોથા લક્ષણમાં “અપૂર્વ વાણી” એમ લખ્યું છે. હવે આપણે જરા અપૂર્વ શબ્દ પર ચિંતન કરીએ. અપૂર્વ કિયા : જૈન તત્ત્વજ્ઞાનમાં અપૂર્વ શબ્દ અનેક સ્થાને વપરાયો છે. જેમ કે અપૂર્વકરણ, સમ્યગદર્શનની પ્રાપ્તિ પૂર્વે જીવાત્મા અપૂર્વકરણ કરે છે. આ પ્રારંભિક અપૂર્વકરણ છે. ત્યારબાદ આઠમા ગુણસ્થાનમાં જીવ પ્રવેશ કરે છે ત્યારે પણ અપૂર્વકરણ કરે છે અને ત્યાં અપૂર્વ રસધાત, અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ પ્રદેશઘાત કરી પ્રકૃતિબંધમાં પણ અપૂર્વ પરિવર્તન કરે છે. અર્થાતુ એક અલૌક્રિક ક્રિયા ત્યાં થાય છે. મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન આ બધા જ્ઞાન પણ અપૂર્વ જ્ઞાન છે. તે પૂર્વમાં જીવે કયારેય પ્રાપ્ત કર્યા નથી એ જ રીતે મોક્ષગતિને પણ અપૂર્વ ગતિ કહી છે. અપૂર્વનો અર્થ પૂર્વમાં પ્રાપ્ત ન થયેલી સ્થિતિ, પૂર્વમાં પ્રાપ્ત ન કરેલો પુરુષાર્થ, અલૌકિક ઉત્ક્રાંતિ, અનંતાઅનંત પૂર્વ જન્મોમાં જે નથી અનુભવ્યું તેવા આત્મ અનુભવને અપૂર્વ અનુભવ કહેવામાં આવે છે. ખરુ પૂછો તો મિથ્યાત્વના વમન પછી ચોથા ગુણસ્થાનથી લઈ મોક્ષગતિ સુધીનો બધી ક્રિયાઓ લગભગ અપૂર્વ છે. આ જ રીતે જ્યારે જીવાત્મા જ્ઞાનની સ્થિતિમાં રમણ કરે ત્યારે તેની વચનલબ્ધિ, રાગ દ્વેષ ઈત્યાદિ અધ્યાત્મદોષોથી મુકત બની નિર્મળ ઝરણી રૂપે બહાર આવે છે. જેને શાસ્ત્રકાર અપૂર્વ વાણી કહે છે. વચન શકિતને આપણે અલગ અલગ રંગોવાળી સરિતા સાથે સરખાવી હતી પરંતુ હવે અહીં બધા રંગથી મુકત બનેલી નિર્મળ પરિશુધ્ધ દોષ રહિત અમૃત જેવા સ્વચ્છ જળને વહન કરતી સરિતા જેવી આ અપૂર્વ વાણી થઈ ગઈ છે. જ્ઞાનનો પ્રકાશ વચનમાં પ્રગટ થાય છે. મનુષ્યના શુધ્ધભાવો તેના હલન ચલનમાં પણ જોઈ શકાય છે. __ "कारणानुरूप कार्य' कारणनुगतागुणाः कार्येशु प्रादुर्भवन्ती । અર્થાત્ કારણના બધા ગુણો કાર્યમાં પણ યથા સંભવ પ્રગટ થાય છે. ઉપાદાનની વિશુધ્ધિ વિશુધ્ધ પર્યાયોને જન્મ આપે છે. તે જ રીતે સાધકની જ્ઞાનદશા થતાં અને સદ્ગુરુ પદની પ્રાપ્તિ થતાં તેની વાણી પણ અપૂર્વ બને છે. આ વાણીમાં શું અપૂર્વતા છે તેના કેટલાક ઉદાહરણ સાથે આપણે આ ચોથા લક્ષણની પરિભાષા પૂર્ણ કરશું. ઉદાહરણ : (૧) અપૂર્વવાણીનું શું ઉદાહરણ આપી શકાય ? આ જીવે કયારેય પણ સાંભળ્યું નથી કે બધી તારી શકિત તારા અંતરમાં છે. તારે કોઈ પર દ્રવ્યની ગરજ નથી. પરદ્રવ્ય પાલારા નાણા ૧પપપળા Page #169 -------------------------------------------------------------------------- ________________ પોતાના ગુણ પ્રગટ કરે છે તે જ રીતે આત્મદ્રવ્ય પણ સ્વતંત્ર રીતે પોતાના ગુણોથી સુશોભિત છે. એટલે ફૂલને રંગવાની જરૂર નથી. આમ આત્મા પણ અપૂર્વ ગુણોથી પરિપૂર્ણ છે. જેમ માણિકય પોતાના ઉપાદાન ગુણોથી મૂલ્યવાન છે. કંકર તેનો શું ઉપકાર કરી શકે? કાંકરાને કદાચ માણેકની ગરજ હોય, પરંતુ માણેકને કાંકરાની ગરજ નથી કારણ કે તે સ્વતઃ સ્વયં બહુમૂલ્ય છે. (૨) જન્મ જન્માંતરમાં આ જીવે ફકત બાહ્યભાવે સુખ દુઃખનું વેદન કર્યું છે તેને ખબર નથી કે આ બધા ભાવોથી દૂર સુખાતીત કે દુખાતીત એવા વિશુધ્ધ, અભેદ્ય અછે પરિણામોનાં આધારભૂત આત્મા સ્વયં જન્મ મરણથી પર છે. પરંતુ પોતાનું સ્વરૂપ જાણ્યા વિના દેહની સાથે અવતરણ પામ્યા કરે છે. જન્મ મૃત્યુથી વિમુકત એવી અનંત જ્ઞાનીઓએ અનુભવેલી અપૂર્વદશા તે જીવની પોતાની મોટી સંપતિ છે. અસ્તુ. અહીં આપણે આત્મતત્ત્વ વિશે મહાત્માઓના સંવાદની એક બે વાતો લખી જે જીવને માટે અપૂર્વ વાત છે અને જે સાધક શ્રેણીએ ચઢેલ છે તેને માટે પણ અપૂર્વ છે. જ્યારે સદગુરુની આ વાત સાંભળે છે, ત્યારે વકતાની સાથે શ્રોતાઓ પણ આનંદરસમાં ડૂબી જાય છે. તાત્કાલિક એક પ્રકારની મુકિતનો અનુભવ કરે છે. આવી છે સદ્ગની અપૂર્વ વાણી. અપૂર્વ વાણીનો બીજો અર્થ એ પણ છે કે સદ્ગુરુ જે વાણી ઉચ્ચારે છે તેનું ઔજસ જ નિરાળું છે જે અપૂર્વ છે. અપૂર્વનો અર્થ આશ્ચર્યજનક પણ થાય છે અલૌકિક પણ થાય છે. આમ સગુરુની વાણીમાં નિર્મળ નિરાળાપણું છે તેથી જ તેની વાણી અપૂર્વ બની જાય છે. ઘણાં માણસો બોલે છે તેનાથી નિરાળી તલસ્પર્શી આત્માનુભૂતિ કરાવે તેવી રસમયવાણી અપૂર્વ વાણી કહેવાય છે. આપણે પૂર્વમાં કહી ગયા તેમ વાણી એક વચનલબ્ધિ છે અને આ લબ્ધિના તારતમ્ય ભાવે અને પુણ્યના પ્રભાવથી હજારો પ્રકાર હોય છે. જેમાં એવા ઘણાં પ્રકારો છે જે સામાન્યજનોને ઉપલબ્ધ હોતા નથી. આવી વિશિષ્ટ લબ્ધિ તે અપૂર્વલબ્ધિ ગણી શકાય. વચનલબ્ધિ તે પુણ્યનો યોગ છે અને આ લબ્ધિમાં જે અલૌકિક વિશેષતા હોય ત્યારે તે મહાપુણ્યનું ફળ હોય છે. આવી લબ્ધિ જીવને કયારે થાય? જે જીવે પૂર્વમાં વચનલબ્ધિનો દુરુપયોગ કર્યો નથી અને સર્વચન દ્વારા અન્ય જીવોને પરમ શાતા ઉપજાવી છે, તેવા નિર્દોષ, નિષ્કલંક પુણ્યના સમૂહથી વચનલબ્ધિ પ્રાપ્ત થાય છે. તેને કેટલાક વચનસિધ્ધિ પણ કહે છે. જો કે અહીં ચમત્કારી વાણીનું વર્ણન નથી. પરંતુ નિર્દોષ અને જીવને ભવચક્રમાંથી ઉગારે તેવી વચનલબ્ધિની વાત છે. આ વચનલબ્ધિ તે જ અપૂર્વ વાણી છે અસ્તુ. અહીં આપણે આ ચોથા લક્ષણની ઊંડાઈથી ચર્ચા કર્યા પછી પાચમાં લક્ષણનો સ્પર્શ કરશું જેમાં પરમકૃતનો ઉલ્લેખ છે. આમ પાંચે લક્ષણોમાં અંતિમ લક્ષણ તે પરમકૃત છે. પરમશ્રતની પ્રાપ્તિ થવી તે વિશેષ પ્રકારના જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમથી ઉદભવે છે. શ્રત તો શ્રત જ છે. પરંતુ તેના સહયોગી તત્ત્વોથી તે ઉચ્ચ કક્ષાનું કે નીચ કક્ષાનું બને છે. જેમ મિથ્યાત્વની હાજરી હોય તો મિથ્યાશ્રુત બને છે અને સમ્યગુદર્શનની હાજરી હોય તો સમ્યકશ્રુત બને છે. પરંતુ સમ્યગદર્શનની હાજરી પછી ચારિત્રમોહનીય કર્મોનો ક્ષયોપશમ થતાં અધ્યાત્મ પરિણામોમાં નિર્મળતા ઉદભવે છે. અને આવી નિર્મળતાના સહયોગમાં શ્રત તે પરમશ્રુત બને છે. પરમકૃતમાં ત્રિવેણી સંયોગ છે. (૧) જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ (૨) મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ, ઉપશમ ૧પ૬ , Page #170 -------------------------------------------------------------------------- ________________ કે ક્ષય (૩) ચારિત્રમોહનીય કર્મનો વિશેષ પ્રકારનો ક્ષયોપશમ આ રીતે ત્રિવેણી સંગમ અર્થાત્ સમ્યજ્ઞાનના પરિણામ, સમ્યગુદર્શનના પરિણામ, ભાવચારિત્રની ઉપલબ્ધિ. આ ત્રિયોગ થતાં જે જ્ઞાન ઉદ્ભવે છે તે પરમશ્રત કહેવાય છે. સમ્યક -કૃતમાં ચારિત્રમોહનીયનો ઉદય હોવાથી એમના જ્ઞાનમાં પણ સ્થિરતા આવતી નથી. જ્યારે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં ભાવ શુદ્ધિના કારણે સમ્યગુજ્ઞાનમાં સ્થિરતા આવે છે, કારણ કે અહીં રાગ-દ્વેષ રૂપી બંને અશાંતિજનક તત્ત્વો નિર્બળ બન્યા છે. એટલે સદ્ગુરુને પરમકૃતની સહજ રીતે ઉપલબ્ધિ થાય છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે વિતરાગ ભાવોની લહેર આવતાં સાધક સ્થિતપ્રજ્ઞ બને છે. સ્થિતપ્રજ્ઞનો અર્થ છે સ્થિરપ્રજ્ઞા. તે જ રીતે પરમશ્રતનો અર્થ છે જ્ઞાનમાં અપૂર્વ સ્થિરતા અને સાથે સાથે પરમતત્ત્વનો પ્રકાશ થાય તેવી વિશેષ લબ્ધિવાળું શ્રુતજ્ઞાન ઉદ્ભવે છે. (૫) પરમશ્રુત ઃ હવે આપણે પરમશ્રુત વિશે ઊંડું ચિંતન કરી, શ્રત તે શું છે ? તેનું પર્યાલોચન કરશું. શ્રુત શબ્દનો અર્થ સાંભળેલું તેવો થાય છે. ભગવાનની વાણી સાંભળ્યા પછી જે કોઈ જ્ઞાન ઉદ્ભવ્યું તે બધું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન તે અક્ષરજ્ઞાન છે. શાસ્ત્રોમાં અક્ષરજ્ઞાનના બે ભેદ કહ્યાં છેઃ દ્રવ્ય અક્ષર અને ભાવ અક્ષર. ભાવ અક્ષરના પણ બે ભેદ કર્યા છે, લબ્ધિ અક્ષર અને ઉપયોગ અક્ષર, ઉપયોગ અક્ષરના પણ પુનઃ બે ભાવ દષ્ટિગોચર થાય છે, એક અક્ષરનું જ ઉપયોગ જ્ઞાન અને એક અક્ષરનું અર્થ જ્ઞાન. આમ ઉપયોગ અક્ષર, અક્ષર ઉપયોગ, અક્ષર અર્થ, અર્થાત્ ઉપયોગ અક્ષર, અક્ષરને અને અક્ષરના અર્થ બંનેને વિષય બનાવે છે. અસ્તુ. અહીં આટલી ટૂંકી ભૂમિકા કર્યા પછી સદ્ગુરુના પાંચમાં લક્ષણરૂપ પરમશ્રુત વિશે સટીક વર્ણન કરશું. સિધ્ધિકારે અહીં શ્રુતજ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે, ત્યારે સહજ રીતે સમ્યફ–કૃત લેવું જોઈએ. જ્ઞાનની દશાનો આધાર દર્શન છે. જો મિથ્યાદર્શન હોય તો જ્ઞાન મિથ્યા બની જાય છે, અને સમ્યગદર્શન હોય તો જ જ્ઞાન સમ્યક બને છે. અહીં બહુજ મહત્વપૂર્ણ ખુલાસો : સાધારણ જાણકારોને એ ખબર હોતી નથી કે જેને -દર્શનમાં સમ્યગદર્શન અથવા સમ્યજ્ઞાન શા માટે કહ્યું છે? સાધારણ વ્યવહારમાં સત્યજ્ઞાનને મહત્ત્વ અપાય છે. સત્યજ્ઞાન એટલે સાચું જ્ઞાન, અર્થાત્ પ્રમાણભૂત જ્ઞાન. તો અહીં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું સમ્યગ્રજ્ઞાન અને સત્યજ્ઞાન એક જ તત્ત્વ છે ? કે બન્નેમાં કંઈક ભિન્નતા છે ? દર્શનશાસ્ત્રોમાં કે પ્રમાણશાસ્ત્રોમાં સત્યજ્ઞાનને જ પ્રમાણજ્ઞાન કહ્યું છે. સત્ય ન હોય તેવું જ્ઞાન અપ્રમાણજ્ઞાન છે. જ્યારે અધ્યાત્મશાસ્ત્રમાં આ વ્યાખ્યા બરાબર લાગુ પડતી નથી. બધુ સત્ય જ્ઞાન સમ્યગુજ્ઞાન હોતું નથી. વ્યવહારમાં જે કાંઈ વિદ્યાઓ છે અને જે કાંઈ કલાનું જ્ઞાન છે અથવા આયુર્વેદિક સિધ્ધાંતો છે કે વૈજ્ઞાનિક સિધ્ધાંતો છે, તે બધા સત્યજ્ઞાન હોવા છતાં તેને સમ્યગું જ્ઞાન કહેવામાં આવતું નથી. તત્કૃણ જે જ્ઞાનની પર્યાય થાય તે વિષયને સ્પષ્ટ કરે છે કે સ્પર્શ કરે છે પરંતુ તે આત્મલક્ષી ન હોવાથી પરંપરાની દષ્ટિએ વિભાવજનક હોવાથી તે જ્ઞાન સમ્યગુજ્ઞાન બનતું નથી. સમ્યગુજ્ઞાનનો અર્થ એ છે કે વર્તમાનમાં સાચી જાણકારી હોય કે કોઈ ભૂલભરેલું જ્ઞાન હોય, પરંતુ તે પરિણામલક્ષી આત્માર્થને સ્પર્શ કરતું હોય પદાર્થનો સૈકાલિક - ૧પ૭. Page #171 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય હોય અને જડ-ચેતનનું સ્પષ્ટ ભેદ જ્ઞાન થયા પછી, જેણે ચૈતન્યનું શાશ્વત સ્વરૂપ સ્વીકાર્યું હોય તેવું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. આથી ભૂલવું ન જોઈયે કે સમ્યજ્ઞાન અને સત્યજ્ઞાનમાં તત્ત્વ દષ્ટિએ મોટું અંતર છે. સત્યજ્ઞાન પણ જરૂરી છે, પરંતુ તે વ્યવહારિક છે. જ્યારે સમ્યજ્ઞાન તો નિતાંત જરૂરી છે અને જે નિશ્ચયાત્મક શુધ્ધ તત્ત્વનો સ્પર્શ કરનારું છે. અહીં આપણે એક ચૌભંગીનો વિચાર કરીએ, તેથી વધારે સ્પષ્ટ થશે :(૧) સત્યજ્ઞાન પણ અને સમ્યગુજ્ઞાન પણ છે. (૨) સત્યજ્ઞાન નથી પણ સમ્યજ્ઞાન છે. (૩) સત્યજ્ઞાન છે પણ સમ્યગુજ્ઞાન નથી. (૪) સત્યજ્ઞાન નથી અને સમ્યકજ્ઞાન પણ નથી. ઉપરના બે ભંગ યર્થાથ છે આવશ્યક છે અને આત્માર્થને પ્રાપ્ત કરાવનારા છે. ત્રીજો ભંગ વ્યવહાર દષ્ટિએ ઉપકારી છે. જ્યારે ચોથો ભંગ બધી રીતે હાનિકારક છે. ઉદાહરણ : (૧) એક સમ્યગુજ્ઞાની જીવ દોરડીને દોરડી જાણે છે ને સાપ ને સાપ જાણે છે. ત્યાં બન્નેની હાજરી છે. (૨) એક સમ્યગુદષ્ટિ જીવ ભૂલથી રસ્સીને સાપ સમજે કે સાપને રસ્તી સમજે તો સમ્યજ્ઞાન છે, પણ સત્ય જ્ઞાન નથી. (૩) એક વ્યકિત દોરીને દોરી સમજે ને સાપને સાપ સમજે, પરંતુ તે વ્યકિત મિથ્યાષ્ટિ છે. અર્થાત્ તેનું સમ્યગુજ્ઞાન નથી. સત્યજ્ઞાન છે. (૪) કોઈ વ્યકિત મિથ્યાદષ્ટિ છે અને અપ્રમાણભૂત જ્ઞાનનું સેવન કરે છે. આટલા ઉદાહરણથી સ્પષ્ટ થઈ જાય છે કે સમ્યગું જ્ઞાન છે અને સત્યજ્ઞાન શું છે ? હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. સગુરુના આ પાંચમા લક્ષણમાં શ્રુતજ્ઞાન પણ કહ્યું છે અને પરમકૃત પણ કહ્યું છે. પરમકૃત'માં સમ્યકશ્રુતનું ગ્રહણ થાય છે. સમ્યકક્ષત એટલે સાધકને શાસ્ત્ર સંબંધી ઘણું વિશાળ જ્ઞાન પણ હોઈ શકે છે અથવા બધા શાસ્ત્રો અને પ્રવચન સાંભળ્યા પછી જેણે આત્મતત્ત્વનો નિર્ણય કર્યો છે, તેવું સમ્યફ શ્રુત હોઈ શકે છે. શ્રુતજ્ઞાનનો સામાન્ય અર્થ શાસ્ત્રજ્ઞાન થાય છે અને ઉચ્ચ કોટિના બધા શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન થયા પછી, તેવા સમ્યગુદષ્ટિ આચાર્યો, ઉપાધ્યાયો કે ગણધરોને શ્રુતકેવળી કહ્યા છે. શ્રુતજ્ઞાન વિસ્તારથી પ્રાપ્ત થયા પછી કેવળ જ્ઞાનની પદવી પ્રાપ્ત કરે છે. એક અક્ષરનું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન કહેવાય અને સમગ્ર શાસ્ત્ર કે ચૌદપૂર્વનું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન કહેવાય. અસ્તુ. અહીં કૃપાળુ ગુરુદેવે પરમશ્રતની વાત કરી છે. તો સમ્યફ શ્રુતજ્ઞાનમાં આ પરમશ્રુતજ્ઞાન શું છે ? શું સમ્યકશ્રુતજ્ઞાનના પણ બે ભેદ છે? વસ્તુતઃ બે ભેદ નથી પણ એક જ દ્રવ્યમાં સાર તત્ત્વો પ્રકૃત્તિએ મૂકયા છે. દૂધ બધું દૂધ છે, પરંતુ મલાઈ તે દૂધનો સાર છે. બધી ધાતુ તે ધાતુ છે પણ સોનુ તે ધાતુની એક ઉત્કૃષ્ટ અવસ્થા છે. કોઈપણ વસ્તુમાં તેનું જે સત્ત્વ છે, તે સાર તત્ત્વ છે. આનો અર્થ એવો નથી કે સત્ત્વ રહિત બીજો ભાગ નિરર્થક છે. સમ્યકકૃતમાં પરમશ્રત છોડીને બાકીનું શ્રત નિરર્થક છે, તેમ કહેવાનો ભાવ નથી. પરંતુ ઉપર કહેલા ઉદાહરણથી સમજાય છે કે જ્ઞાનમાં પણ એવું સાર તત્ત્વ છે, જેમ શેરડીને જોઈએ ત્યારે આખી શેરડી સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ માણસ જ્યારે તેનો રસ મેળવે છે ત્યારે તેનો વિશેષ સ્વાદ આવે છે. આ જ રીતે જ્ઞાન તત્ત્વોમાં ઘણા ઉદાહરણ, ધર્મકથાઓ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સૂક્ષ્મ વિસ્તારો અને વર્ણનો હારાણા ૧૫૮ ઘા Page #172 -------------------------------------------------------------------------- ________________ સમાયેલા છે અને સમ્યજ્ઞાન થયા પછી પણ લોક વિષે અને લોકમાં રહેલા દ્રવ્યો વિશે વિશાળ વ્યાખ્યા અને તેનું ગણિત જોવામાં આવે છે. આ બધું જ્ઞાન હોવા છતાં આ જ્ઞાનની પર્યાય જ્યારે આત્મદ્રવ્ય ઉપર સ્થિત થાય છે અને નિશ્ચયરૂપ, ત્રિકાળવર્તી, અખંડ, અવિનાશી એવા શાશ્વત આત્મતત્ત્વને જ્યારે વાગોળે છે, ત્યારે એ અનુભવ અદ્ભૂત બની જાય છે, આનંદસ્વરૂપ બની જાય છે. તેમાં પરમરસનો જન્મ થાય છે. ત્યારે આ સભ્યશ્રુત તે પરમશ્રુત કહેવાય છે. પૂર્વમાં આપણે પરમશ્રુત શબ્દની ઘણીજ ઊંડી વ્યાખ્યા કરી ગયા છીએ, તેથી અહીં ટૂંકો ઉલ્લેખ કરી, ગુણાતીત, દુ:ખાતીત, સુખાતીત, રસાતીત, શબ્દાતીત એવા બધા વ્યવહાર ભાવોથી વિમુકત, નિશ્ચલ, નિરામય આત્મતત્ત્વનો, ચૈતન્યદ્રવ્યનો પર્યાયરૂપે ને દ્રવ્યરૂપે, નિત્યાનિત્યરૂપે અવલોકન થતાં જે નિરાલંબ શાંતિ ઉપજે છે, તે પરમશ્રુત ગણાય છે. વસ્તુતઃ પરમ શબ્દની વ્યાખ્યા પણ પરમ છે, શબ્દાતીત છે. છતાં પણ નિશ્ચયનયનું અવલંબન કરી મહાત્માઓએ જે નિર્દોષ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે, એવા શબ્દોને આધારે અહીં જે કાંઈ ઈન્દ્રિયાતીત જ્ઞાનગમ્ય ભાવ છે, જે વ્યવહાર અભાવાત્મક છે અને નિશ્ચયથી તે સભાવાત્મક છે, તેને સ્પષ્ટ કરવાની ચેષ્ટા કરે તે બધું જ્ઞાન પરમશ્રુત કહેવાય છે. - વસ્તુતઃ પરમશ્રુતજ્ઞાન શબ્દોમાં ઉતરતું નથી. પરંતુ જેને પરમશ્રુત ઉદ્ભવ્યું છે, તેની વાણી અપૂર્વ બની જાય છે. એટલે ચોથું અને પાંચમું લક્ષણ સદ્ગુરુનું પરસ્પર કાર્ય - કારણ સંબંધ ધરાવે છે. કાવ્યદૃષ્ટિએ કવિતાના મેળ માટે અપૂર્વવાણી પ્રથમ મૂકયું છે અને પરમશ્રુત પછી મૂકયું છે. પરંતુ સૈદ્ધાન્તિક રીતે પરમશ્રુત એ ચોથું લક્ષણ છે અને અપૂર્વવાણી તે પાંચમુ લક્ષણ બને છે અને પરમશ્રુતના કારણે જ વાણી અપૂર્વ બને છે, તે સહેજે સમજાય તેવી વાત છે. પરમશ્રુતનો અર્થ નિર્મળતાની ચરમસીમા જેવો છે. અર્થાત્ જેમ સાધારણ સ્વચ્છ પાણી પીવા જેવુ હોય છે અને તેને સ્વચ્છ કહેવાય છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે આ પાણીને વિશિષ્ટ રીતે સ્વચ્છ કરે, તો તેની અંદર એક પરિપૂર્ણ નિર્મળતા આવે છે. આજકાલ જેને આપણે ડિસ્ટીલ વોટર કહીએ છીયે. આ તો થઈ ભૌતિક સ્વચ્છતા. તે જ રીતે જ્ઞાનમાં પણ શુધ્ધિ હોવા છતાં તેમાં કેટલાક સૂક્ષ્મ અજ્ઞાનના દોષો અસ્તિત્ત્વ ધરાવે છે. સાધક જ્યારે સાધનાના ઊંચા શિખર ઉપર ચડે અને આંતરિક તપ દ્વારા બીજા કેટલાક અજ્ઞાનના સૂક્ષ્મ દોષોને ભસ્મીભૂત કરે છે, ત્યારે આ જ્ઞાન પરમ શુધ્ધ બની પરમશ્રુત બની જાય છે. જ્ઞાનના વિષયમાં શ્રધ્ધા સાથે લક્ષ્યાર્થ, વ્યંગર્થ અથવા વ્યંજનાર્થ, ભાવાર્થ, પરમાર્થ એવા બધા ભાવો સમાયેલા છે. લક્ષ થયા પછી પણ જ્ઞાન પરમાર્થને સ્વચ્છ કરવા તત્પર હોતું નથી, અને જયાં સુધી પરમ અર્થ જેવી રીતે પ્રતિબિંબિત ન થાય, ત્યાં સુધી જ્ઞાન પરમાર્થગ્રાહક અર્થાત્ પરમશ્રુત બનતું નથી. શબ્દાર્થ એ શ્રુતજ્ઞાનનો સામાન્ય વિષય છે. લક્ષ્યાર્થ તે અન્યથા કથિત વિષય છે. જ્યારે વ્યંજનાર્થ તે અનુકત વિષય છે. જ્યારે ભાવાર્થ તે તાત્પર્ય સૂચક છે, અને પરમાર્થ એ જ્ઞાનના અંતિમ પરિણામને વ્યકત કરે છે. આ ઉપરથી સમજી શકાય છે કે કવિરાજે અહીં જે પરમશ્રુત શબ્દ મૂકયો છે તે કેટલો બધો સૂચક છે અને સાથે જ્ઞાનની નિર્મળતાનો કેટલો દ્યોતક છે. આ તો થઈ જ્ઞાનની વાત પરંતુ પરમશ્રુતને આધારે પરમ વ્યવહાર, પરમ સાધના, પરમ સ્થિતિ અને પરમલક્ષ એ બધા ભાવો પણ ગ્રહણ કરવાના છે. અહીં પરમશ્રુત શબ્દ ફકત ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ પરમશ્રુત સુધી પરિસીમિત નથી. પરમશ્રુતનો બીજો ધર્મ છે સ્થિરતા. જ્ઞાન કરતા જ્ઞાનની સ્થિરતા ઘણીજ મહત્વપૂર્ણ છે. ચંચળતાના દોષ, પરાક્રમના અભાવે, વીર્યંતરાયકર્મના ઉદયથી સાધારણ મનુષ્ય જ્ઞાનમાં સ્થિર રહી શકતો નથી. અર્થાત્ તેનું જ્ઞાન સ્થિર રહેતુ નથી. સમસ્થિતિ તે જ્ઞાનનો બીજો ઊંચો ગુણ છે. ગીતામાં પણ કહ્યું છે, “સ્થિતપ્રજ્ઞ” અને સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યામાં ૨૨ શ્લોક મૂકયા છે, જે મનનીય છે. જ્ઞાનની સ્થિરતા : અહીં આપણે જ્ઞાનની સ્થિરતા વિશે વાત કરીએ છીએ. મોહાદિક કર્મના ઉદયથી અથવા પ્રતિકૂળ નિમિત્તોની ઉપસ્થિતિમાં જ્ઞાન અસ્થિર બની ડોલી જાય છે. જ્યારે જ્ઞાન સ્થિર થાય ત્યારે ધ્યાનની કક્ષામાં પ્રવેશ કરે છે. ધ્યાન પણ જ્ઞાનની ઊંચી બાજુ છે. જ્યારે જ્ઞાન સ્થિર ભાવોને વરે અને અડોલ અવસ્થાનો જન્મ થાય ત્યારે જ્ઞાન અથવા સ્થિતજ્ઞાન સામાન્ય જ્ઞાન મટીને પરમશ્રુત બને છે. પરમશ્રુત તે સદ્ગુરુનું ચોથું લક્ષણ બતાવ્યું છે. પરમશ્રુત પરમ તેજસ્વી બની જાય છે. જેમ કરવત લાકડાને કાપે તેમ પરમ શ્રુત મોહાત્મક ભાવોને છિન્ન ભિન્ન કરી નાંખે છે. સમયસારની ટીકામાં અમૃતસૂરીજીએ ઠીક જ કહ્યું છે. " तीक्ष्णज्ञान प्रगटेन छिद्यन्ते काष्ट कर्माणि " અર્થાત્ તીક્ષ્ણ દાઢાવાળી કરવત જેમ લાકડાને ચીરી નાંખે છે. તે જ રીતે પરમ તેજસ્વી ધારવાળુ આ જ્ઞાન મોહાદિક ભાવોને છિન્ન ભિન્ન કરી નાંખે છે અને આવુ તીક્ષ્ણ ધારવાળુ જ્ઞાન તે પરમશ્રુત છે. પોતાની જગ્યાએ બરાબર રહી નિરંતર જ્ઞાનનો પ્રકાશ આપતો રહે તેવું સભ્યશ્રુત પરમશ્રુત છે. પરમશ્રુત ઉપર ક્ષેત્રના, કાળના કે કોઈ અન્ય પદાર્થના પ્રભાવ પડતા નથી. બધી સ્થિતિમાં બીજા અન્ય તત્ત્વોનો પ્રભાવ પડયા વિના અન્ય પ્રભાવથી અપ્રભાવિત એક વખત પ્રગટ થયેલું નિર્મળ જ્ઞાન બરાબર ટકી રહે છે. ઉપરના બધા વિવેચનથી એ સ્પષ્ટ થયું કે સ્વ-શુદ્ધભાવે ઉદ્ભવેલુ જ્ઞાન, તે પરમશ્રુત, દ્રવ્ય ભાવે નિરાળુ તે પરમશ્રુત, સ્થિતિથી અડોલ, કાળના પ્રભાવથી રહિત તે પરમશ્રુત અને એ જ રીતે કોઈ પ્રકારના ક્ષેત્રાંતર થવાથી જ્ઞાનની સ્થિતિમાં અન્ય વિકલ્પો ઉદ્ભવતા નથી તે પરમશ્રુત છે. અહો ! ધન્ય છે આ પરમશ્રુતને ! ધન્ય છે આ જ્ઞાનરૂપી દર્પણને ! અને ધન્ય છે તે જ્ઞાન જે સદ્ગુરુનું આભૂષણ બની સ્વયં સુશોભિત રહી સદ્ગુરુને પણ શોભાયમાન કરે છે ! અહો અહો ! ધન્ય છે આ પરમધારાને ! જે નિર્મળ ભાવે સરિતા રૂપે વહેતી હોવા છતાં તેના કોઈ રંગ બદલાતા નથી ! અને આ સરિતા તે અંતે કેવળ જ્ઞાન રૂપ મહાસમુદ્રમાં જ વિલીન થવાની છે. પરમશ્રુત પોતે ખંડજ્ઞાન હોવા છતાં અખંડ દ્રવ્યોનો સાક્ષત્કાર કરાવી પરમશ્રુતના અધિષ્ઠાતા એવા એ સાધકને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે. અહીં આપણે ખંડજ્ઞાન શબ્દનો ઉપયોગ કર્યો તો સમજી લેવું જોઈએ કે કેવલજ્ઞાનથી નીચેના જ્ઞાન છે, અર્થાત્ મતિજ્ઞાન આદિ ચારેય જ્ઞાન અને વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાન પર્યાયો તે બધા ખંડજ્ઞાન છે. ખંડજ્ઞાનનો અર્થ છે કે જે જ્ઞાન સમગ્ર દ્રવ્યને જાણી શકતું નથી. દર્શનભાવે સમગ્ર પદાર્થની સત્તાનો સ્વીકાર કરે છે પરંતુ ત્યારબાદ જે જ્ઞાનપર્યાય ઉદ્ભવે છે, તે દ્રવ્યના કોઈપણ અંશને સ્પર્શ કરે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ઈત્યાદિ કોઈપણ નિક્ષેપને આધારે પદાર્થનો મર્યાદિત નિર્ણય કરે છે. તેથી તેને ખંડજ્ઞાન કહેવામાં આવ્યું છે. પરમશ્રુત પણ એક પ્રકારનું ખંડજ્ઞાન છે પરંતુ અહીં પરમશ્રુતનો અર્થ ફકત પરમશ્રુત મ ૧૬૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ સુધી મર્યાદિત નથી. પરમશ્રુતમાં પરમદર્શનનો સમાવેશ છે. જો પરમદર્શન થાય તો જ પરમશ્રુત થઈ શકે તેથી પરમશ્રુતની વ્યાખ્યા વ્યાપક દૃષ્ટિએ લેવાની છે. અસ્તુ. અહીં આપણે સદ્ગુરુના પાંચેય લક્ષણ પર ઊંડાણથી વિવેચન કર્યું છે. તો એક પ્રશ્ન એ છે કે શું સદ્ગુરૂમાં પાંચે ય લક્ષણ બરાબર હોવા જોઈયે ? કે તેમાં ક્રમશઃ એક કે વધારે બે ત્રણ ચાર ઈત્યાદિ લક્ષણો ઉપસ્થિત હોય તો પણ તે શું સદ્ગુરુ પદને પ્રાપ્ત કરે છે ? વસ્તુતઃ આ પ્રશ્ન અપેક્ષાતીત છે કારણ કે આ બધા લક્ષણો ઓછાવત્તા અંશે એક બીજાથી સંકળાયેલા છે. સ્પષ્ટરૂપે કોઈ લક્ષણ ઓછું હોય તો પણ પરોક્ષ રીતે તેમનું અસ્તિત્ત્વ હોવું જોઈએ. કેટલા લક્ષણ હાજર છે તે સદ્ગુરુ બોલતા નથી, પરંતુ દેષ્ટાના જ્ઞાન ઉપર તેનો આધાર છે. જે વ્યકિત સદ્ગુરુના દર્શન કરે છે, તેને સહજભાવે આ બધા સુલક્ષણોનો પ્રતિભાસ થાય છે. ગુરુ પદ જ મહાન છે. તો તેમાં સદ્ગુરુ શબ્દ જોડવાથી શું વિશેષતા આવે છે તે ઉપર થોડો દષ્ટિપાત કરીયે. વસ્તુતઃ સદ્ગુરુના વિપર્યયમાં અસદ્ગુરુ જ હોય તેમ સમજવાનું નથી. કારણ કે અહીં આ ગુરુપદની ત્રણ ભૂમિકા છે. અસદ્ગુરુ, ગુરુ અને સદ્ગુરુ. વ્યાકરણનો એક સામાન્ય નિયમ : કોઈપણ દ્રવ્યમાં કે ભાવમાં વિધિવાચક કે ગુણવાચક વિશેષણ જોડવામાં આવ્યું હોય તો તેનાથી વિપરીત બીજા અન્ય પદાર્થમાં તેનો અભાવ સૂચિત છે પરંતુ આ અભાવ સામાન્ય ધર્મવાળો પણ હોય છે અને વિરોધ ધર્મનો પણ સૂચક હોય છે. ઉદાહરણ રૂપે, જેમ આ વ્યકિત સજ્જન છે. તો બીજા વ્યક્તિમાં દુર્જનતાનો આભાસ કરવો તે યોગ્ય નથી. કદાચ તે સજ્જન ન હોય તો સામાન્યજન હોય છે અથવા દુર્જન પણ હોય છે. અભાવસૂચક શબ્દ અભાવનો પણ બોધ કરે છે અને પ્રતિયોગીનો પણ બોધ કરે છે. આવી સ્થિતિમાં ત્રણ ભૂમિકા સહજ સ્પષ્ટ થાય છે. જેમ રસવાન, નિઃરસ અને ખરાબ રસ આમ ત્રણ ભૂમિકા થાય છે. અસ્તુ. અહીં પણ ગુરુપદ અસદ્ગુરુ, ગુરુ અને સદ્ગુરુ આ ત્રણ ભૂમિકામાં વિભકત કર્યા પછી અસદ્ગુરુ તે હાનિકારક પણ હોઈ શકે છે અને પાપ બંધનમાં નિમિત્ત બની શકે છે. જ્યારે સામાન્ય ગુરુ તે ઉપકારી છે અને પોતે નમ્રભાવે સદ્ગુરુના ચરણમાં પહોંચવા માટે નિમિત્ત પણ બની શકે છે. જ્યારે સદ્ગુરુ તે પ્રત્યક્ષ ઉપકારી બને છે. અહીં સિધ્ધિકા૨ે સદ્ગુરુ શબ્દનો પ્રયોગ કર્યો છે, અને તે સદ્ગુરુ પણ બહુજ ઊંચી ભૂમિકા ધરાવતા પંચ લક્ષણથી સુશોભિત છે તેવો ભાવ પ્રગટ કરી સદ્ગુરુની ઓળખાણ કરાવે છે, સદ્ગુરુનો પરિચય આપે છે અને પૂર્વની ગાથામાં સદ્ગુરુ વિષે જે શબ્દો કહ્યા છે તેના અનુસંધાનમાં સદ્ગુરુની ઉત્તમ વ્યાખ્યા કરી છે. ‘સત્ની વિશેષતા : અહીં ગુરુ સાથે સત્ શબ્દ જોડતા સદ્ગુરુ બને છે. આ સત્ તે શું છે ? આ સત્ શબ્દ સાધારણ શબ્દ નથી. સમગ્ર ભારતીયદર્શનનો અને ભારતીય સંસ્કૃતિનો આધારભૂત શબ્દ છે. કોઈપણ દ્રવ્ય કે પદાર્થમાં બે અંશ મુખ્ય છે. ધ્રુવઅંશ અને ક્રિયાઅંશ. ક્રિયાઅંશ બે ભાગમાં વિભકત છે. ઉત્પતિ અને લય. જ્યારે ધ્રૌવ્ય અંશ છે તે શાશ્વત છે. જેને પદાર્થની ધ્રુવશકિત કહી શકાય. વિશ્વના કોઈ પણ દ્રવ્યોમાં શાશ્વત સ્થિતિ અને ક્રિયાશીલતા, આ બે અંશ ઘટિત થાય છે. પદાર્થની ક્રિયાશીલતા કયારેક વિધિરૂપ હોય અને કયારેક નિષેધાત્મક પણ હોય છે. જેમ ૧૬૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાયનો શાશ્વત અંશ દ્રવ્ય રૂપે નિરંતર વર્તે છે જ્યારે તેની ક્રિયાશીલતા અભાવાત્મક છે. અર્થાત્ આ દ્રવ્ય પોતા તરફથી કશુ કરતું નથી. પરંતુ બીજા દ્રવ્યની ક્રિયાશીલતાનો આધાર બને છે. એ રીતે ધર્માસ્તિકાય નિષેધાત્મક ભાવે ક્રિયાશીલ છે. અહીં આપણે પદાર્થના મૂળ સ્વરૂપને સ્પર્શ કરીએ છીએ, ત્યારે ક્રિયાશીલતા અને પરિર્વતન છોડીને કોઈપણ દ્રવ્યમાં સતુ શકિત સ્પષ્ટ દેખાય છે. વેદાંતમાં પણ કહ્યું છે કે સત્ અને રૂપ બંને સનાતન છે. કોઈ પણ પદાર્થ સિધ્ધાંતના આધારે જ અસ્તિત્ત્વ ધરાવે છે અને પરિણામ પણ પ્રગટ કરે છે. તો સત્ તે પદાર્થની મૌલિક શકિત છે. સથી સત્ય બન્યું છે. સત્ય શબ્દમાં બને તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સત્ અને રૂપ, દ્રવ્ય અને તેની ક્રિયા, બન્ને માટે સત્ય બોલાય છે. આ સત્ય સાર્વભૌમ છે. અણુ અણુમાં સમાયેલું છે અને તે કયારેય પોતાના સિધ્ધાંતનો ભંગ કરતું નથી. એટલા માટે જ શંકરાચાર્યજીએ ઉપનિષદની ટીકામાં સત્યની વ્યાખ્યા કરતા કહ્યું છે કે વિમ્ તાવત્ સત્યમ્ ? ના મવરિત્વમ્ સત્યમ્ | અર્થાત્ સ્વયં પૂછે છે કે સત્ય શું છે? જે પરિણામની સાથે દોષનું સેવન ન કરે અથવા પરિણામમાં દગો ન કરે, તે સત્ય છે. નિશ્ચિત કાર્યનું નિશ્ચિત ફળ હોય તે સત્ય છે. આમ સથી સત્ય શબ્દ બન્યો છે અને એ જ રીતે સત્ શબ્દથી સત્તા શબ્દ પણ બન્યો છે. સત્તા અર્થાત્ પદાર્થનું અસ્તિત્ત્વ. સત્તાના બે પ્રકાર છે. ક્ષણિક સત્તા અને શાશ્વત સત્તા પરંતુ બન્નેમાં અસ્તિત્ત્વ તો છે જ. જે લોકો સંસારને મિથ્યા કહે છે, તે પરિણામની દષ્ટિએ કહે છે. વાસ્તવિક સંસારનું પણ ક્ષણિક અસ્તિત્ત્વ છે. બુદ્ધ દર્શનમાં ફકત ક્ષણિક સત્તા જ માનવામાં આવી છે. શાશ્વત સત્તાનો સ્વીકાર કર્યો નથી પરંતુ એ નિશ્ચિત થયું કે સત્તામાં પણ સત્ છે. એ જ રીતે સતુથી સત્ય શબ્દ પણ બન્યો છે. સત્ત્વ શબ્દથી બન્ને પ્રકારનો બોધ થાય છે. સત્નો ભાવ, સનું શાશ્વતપણું અને બીજો સત્ત્વનો અર્થ સાર તત્ત્વ થાય છે. જેમાં સાર તત્ત્વ છે. નિશ્ચયાત્મક સક્રિય પરિણામ છે. અથવા જે સંપૂર્ણ રીતે ગુણાત્મક છે તેને સત્ત્વ કહે છે. જેમ દૂધમાં ધૃત-ઘી તત્ત્વ છે, માટીમાં અન્ન તે તત્ત્વ છે, દેહમાં આત્મા તે તત્ત્વ છે. આત્મામાં જે શુધ્ધ ભાવ છે તે સત્ત્વ છે. અને શુધ્ધ ભાવોમાં જે શાંતિ છે તે સત્ત્વ છે. આમ સારભૂત તત્ત્વો બધા સત્ત્વમાં આવે છે. સની આટલી વિસ્તૃત વ્યાખ્યા કર્યા પછી આ સતુ શબ્દ ગુણ સાથે પણ જોડાય છે ત્યારે ગુરુ પણ સગુરુ બની જાય છે. ત્યાં ગુરુ કરતા સનું મહત્ત્વ વધારે છે. જેમ જ્ઞાનીમાં જ્ઞાનનું મહત્ત્વ છે, તેમ ગુરુમાં સનું મહત્ત્વ છે. સત્ ન હોય તો ગુરુની ગરિમા ઓછી થઈ જાય છે. આ સત્ ગુરુમાં શું વિશેષતા લાવે છે? અહીં ! સત્ના દર્શન થયા પછી ગુરુ સ્વયં પ્રમોદ ભાવમાં રમણ કરી શાંતિ સાગરમાં તરે છે. એટલું જ નહિ પણ આ સત્ના દર્શન કરાવવા માટે તેનું હૃદય કરુણાથી ઉભરાય છે, આ એક પ્રકારની જ્ઞાનાત્મક કરુણા છે. સત્ એટલે શાશ્વત સિધ્ધાંતોનો જેણે સ્પર્શ કર્યો છે તે ગુરુ બની ગયા છે અને આવા કૃપાળુ સદ્ગુરુ કલ્યાણની સાથે બીજા જીવોને સાચું માર્ગદર્શન આપી શકે છે પરંતુ આનો અર્થ એવો નથી કે સદ્ગુરુ કોઈને તારી શકે ? સદગુરુ શરણમાં જે આવે છે, તેનું ઉપાદાન પણ વિશુધ્ધ હોવું જોઈએ અને ઉચ્ચ કોટિનો પુણ્યોદય પણ હોવો જોઈયે. પુણ્યોદય પણ બે પ્રકારનો છેઃ એક પુણ્યનો ઉદય સાંસારિક પાપબંધના સાધનો પૂરા પાડે છે. જ્યારે બીજો પુણ્યનો ઉદય ઉચ્ચ કોટિના મહાપુરુષોનો સમાગમ ના ૧૬૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ દ tte ; ; ; ; ; ; ; ;\::: કરાવે છે. આ પ્રકારનો પુણ્યોદય ભૂતકાળમાં નિર્વધભાવથી કરેલા પુણ્યનું ફળ હોય છે. આમ એક ઉત્તમ પુણ્યની પરંપરા જીવને પ્રાપ્ત થાય છે. આવા પુણ્યયોગ અને ઉપાદાનની વિશુધ્ધિ બન્નેની હાજરી પછી સરુ નિમિત્ત બને છે. સગુરુ નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ સ્વયં છે. પરંતુ અહીં એક સૂક્ષ્મવાત સમજવાની છે કે ઉપાદાન તૈયાર ન થયું હોય, પરંતુ સદગુરુના શબ્દો સાંભળવાથી ભાવોનું પરિવર્તન થતાં ઉપાદાનના અતૂટ આવરણો હટી જાય છે અને તત્પણ ઉપાદાનની વિશુધ્ધિ ઉપલબ્ધ થાય છે, આ રીતે પરોક્ષ ભાવે નિમિત્ત એવા સદગુરુ સ્વયં ઉપાદાનરૂપે આત્મામાં નિર્વાસિત થઈ જીવનું કલ્યાણ કરે છે. અર્થ એ થયો કે એક સદ્ગુરુ વ્યકિત રૂપે બહારમાં છે જ્યારે એક સદ્ગુરુ ભાવરૂપે સ્વ-પદે બિરાજમાન છે. પર પદે બિરાજમાન સદ્ગુરુ અને સ્વપદે વસેલા સદ્ગુરુ એકાકાર થતાં આત્માનું કલ્યાણ પણ નિશ્ચિત બની જાય છે અને અહીં ગુરુમાં લાગેલો સત્ શબ્દ બધી જગ્યાએ વ્યાપક બની સત્ના દર્શન કરાવી, સરુનો પણ મહિમા સમજાવી જીવન ધન્ય બનાવે છે. અહીં ટૂંકમાં એટલું જ કહેવાનું હતું કે સત્ શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે. તે શાશ્વત સિધ્ધાંતનો બોધક છે. અને જ્યાં આ સત્ શબ્દ જોડાય છે ત્યાં કલ્યાણની વૃષ્ટિ થાય છે. કર્મમાં પણ સત્ શબ્દ જોડવાથી કર્મો પણ સત્કર્મો બની જાય છે અને તે સત્કર્મ કેવળ પુણ્ય બંધ કરે છે. એટલું જ નહીં, પરંતુ સત્કર્મ મોહનીયકર્મ ઈયિાદિ ઘાતી કર્મોના અંશોને પાતળા પાડી સ્વભાવને પ્રગટ કરવામાં પ્રમાણભૂત કારણ બની જાય છે. અને કર્મને પણ પવિત્ર કરી સત્કર્મ બનાવી દે છે. એટલે અહીં સિધ્ધિકારે સદ્ગુરુ શબ્દનો પ્રયોગ કરી સનો મહિમા સમજવા માટે આપણને એક અવસર આપ્યો છે. ન સમજી શકે તો પણ ગુરુ કરતા સગુરુ ઊંચું પદ ધરાવે છે, તેટલો બોધ લેવાથી પણ કેટલાક સારા ભાવોની પ્રાપ્તિ થાય છે. લગભગ ૧૦મી કડીની પરિસમાપ્તિ અને ઉપસંહાર કર્યા પછી ૧૧મી કડીની પૂર્વભૂમિકાનો વિચાર કરશું. ઉપસંહાર : આખી ગાથાનો સાર એ જ છે કે વ્યકિતએ સમજણપૂર્વક ગુરુ ધારવા જોઈએ. અથવા સમજદાર ગુરુને ચરણે જવું જોઈએ. સામાન્ય નિયમ છે કે ભોમિયો ખોટો હોય તો યાત્રી ભટકી જાય છે. ડોકટરનું નિદાન બરાબર ન હોય તો રોગ વધી જાય છે. વ્યવહારિક જગતમાં જેમ સાચા જાણકારની જરુર છે તેમ આધ્યાત્મિક જગતમાં પણ સદ્ગુરુની જરુર છે. સદ્ગુરુ કેવા હોય તેનું સ્વયં ગાથાકારે વિવરણ કર્યું છે અને ત્યાર બાદ સદ્ગુરુને ઓળખીને, તેના લક્ષણો સમજીને, સદ્ગુરુ પ્રત્યે ભકિત ધરાવી, તેનાથી સાચું માર્ગદર્શન મેળવવાની આવશ્યકતા છે. આ લક્ષણોના માધ્યમથી તેમણે બીજા કેટલાક ઉચ્ચકોટિના સામાન્ય ગુણોનું પણ વ્યાખ્યાન કર્યું છે. જેમ કે સમદર્શિતા આ ગુણ વ્યાપક રીતે મનુષ્ય જીવનનું સમતોલપણું રાખવા માટે જરૂરી છે. જેને અંગ્રેજીમાં balance of life કહી શકાય તેવો ગુણ છે. આમ આ આખું પદ આત્મજ્ઞાનની સાથે ઉચ્ચ કોટિની વ્યવહાર શુધ્ધિની પણ પ્રેરણા આપી જાય છે. આત્મજ્ઞાનનો અર્થ ચૈતન્યતત્ત્વની સમજ એ તો છે જ, પરંતુ વ્યવહારમાં પોતે કઈ કક્ષાનો છે, પોતાને કેટલી સમજ છે અને સ્વયં કેટલા ગુણો ધરાવે છે તે વિચાર કરી વધારે પડતો ખોટો આત્મવિશ્વાસ ન રાખતા સાચી રીતે પોતે પોતાની ઓળખાણ રાખે તો ઘણા અહંકાર અને મિથ્યાદોષથી જીવ બચી જાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ એ રીતે ‘વિચરે ઉદય પ્રયોગ' આધ્યાત્મિક દૃષ્ટિએ એટલું ઉપયોગી છે. વ્યાવહારિક રીતે પણ પોતાના સુખદુ:ખનો આધાર પોતાના કર્મ છે અને તેવી ધારણાથી જીવ જીવે તો ઘણા સંઘર્ષથી અને અન્ય વ્યકિત ઉપર દોષારોપણ કરવાથી કે કોઈ ભૂતપ્રેતના પ્રભાવથી પોતે દુ:ખી થાય છે કે કોઈએ કાંઈ કરી નાંખ્યું છે, વગેરે બધા ભાવોથી મુકત થઈ કર્મના પ્રભાવને ઓળખી શાંતિ રાખે, તો પોતે બધી માનસિક ખેંચતાણથી મુકત રહી સરળ જીવન જીવી શકે છે અને આવા વ્યકિત કર્મસિધ્ધાંતને સમજયા પછી સમજીને વચનો બોલે છે અથવા તેની વાતમાં ધર્મ અને જ્ઞાનનો પ્રભાવ દેખાય છે. પરમશ્રુત જેમ આત્મલક્ષી છે તેમ સમજણયુકતનું શ્રુત વ્યવહારિક દક્ષતા પૂરી પણ પાડે છે અને આ રીતે વચન અને જ્ઞાન બન્ને શ્રેષ્ટ કોટિના થવાથી વ્યવહારશુધ્ધિ પણ ઘણી ઊંચી બની જાય છે આ વ્યવહાર શુધ્ધિની ભૂમિકા ઉપર આધ્યાત્મિક જ્ઞાનના બીજ અંકુરિત થાય છે. ધન્ય છે આ ગાથાના દ્વિઅર્થી શબ્દોને ! જે વ્યવહારનું જ્ઞાન પણ આપે છે અને અધ્યાત્મનું જ્ઞાન પણ આપે છે. વ્યવહારિક દક્ષતા એ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની પૃષ્ઠભૂમિ છે. અને એ જ રીતે સદ્ગુરુ પણ તે જ હોઈ શકે જે આત્મજ્ઞાન તો પીરસે જ છે, સાથે સાથે સાધકનું જીવન નીતિમય બનાવી દે છે અને ઘણા દુષ્કર્મો અને દુર્વ્યસનથી સાધકને મુકત કરી સાચી દિશામાં લઈ જાય. ૧૦મી કડીનો આ ઉપસંહાર ઘણોજ મહત્ત્વપૂર્ણ છે. ખરેખર આત્મજ્ઞાની પુરુષોના વચનો એકાંત દષ્ટિવાળા હોતા નથી પરંતુ એક દૃષ્ટિથી જીવને કલ્યાણરૂપ બને છે અને આવા ઉચ્ચ લક્ષણવાળા સદ્ગુરુ પૂજય છે. જીવનના મુગટમણિ છે. સાચું કહો તો આવા સદ્ગુરુ એ જ્ઞાનગીતા ગણી શકાય. ભૌતિક જન્મ આપનાર માતા–પિતા પણ ગુરુ સ્થાને છે, જ્યારે આધ્યાત્મિક તત્ત્વોનો જન્મ આપનાર સદ્ગુરુ તે જન્મ-જન્માંતરના હિતરક્ષક બની ઉચ્ચ કોટિનું પિતૃત્ત્વ પદ ધરાવે છે. સદ્ગુરુને મહાપિતા કહી શકાય. ૧૦મી ગાથાની આટલી વ્યાખ્યા કર્યા પછી હવે આપણે ૧૧મી ગાથાની પૃષ્ટભૂમિને સ્પર્શ કરશું. સંસારમાં ઉપકારી તત્ત્વો જે શાસ્ત્રમાં અંકિત કર્યા છે અને મહાપુરુષોએ જેને ઉપકારી માન્યા છે તેવા ઉપકારીને ચરણે જવું, તો જ જીવનનું કલ્યાણ થાય, તે એક પારંપરિક સિધ્ધાંત છે. પરંતુ ખરેખર ઉપકારી કોણ છે ? તે પ્રથમ સમજી લેવુ જોઈએ અને તેનો શું ઉપકાર છે ? અથવા આદિ કાળથી આ ઉપકારભાવ કેવી રીતે અસ્તિત્ત્વ ધરાવે છે ? તે બાબત સાધકને વિશેષરૂપે સ્પર્શ કરે છે. વ્યવહારિક ઉપકાર કે ઉપકારી તે ક્ષણિક અને ભૌતિક હોય છે. બાહ્ય દૃષ્ટિએ આવા ઉપકારનું મૂલ્યાંકન થતું હોય છે અને આ ભૌતિક ઉપકારમાં ત્યાગ કરતા સ્વાર્થ તત્ત્વ બહુજ મહત્ત્વ ધરાવતું હોય છે. પરંતુ અહીં એ કહેવાનું છે કે ઉપકાર કે ઉપકારી એ સિધ્ધાંત ખોટો નથી, પરંતુ તેની દિશા બદલવાની છે. અને સાચા અર્થમાં કોનો ઉપકાર છે જે ઉપકાર સ્થાયી રીતે ચરમ સ્થિતિ સુધી કલ્યાણકારી બને છે. અહીં આવા ઉપકારી તત્ત્વને ઓળખવા માટે તર્કશાસ્ત્રના મુખ્ય શબ્દોનો પ્રયોગ કર્યો છે. (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ. આ બન્ને દષ્ટિ વિષે યથસમય વિચાર કરશું. જગતમાં બે દષ્ટિ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, દશ્ય અને અદશ્ય, ગોચર અને અગોચર. આ બન્ને દષ્ટિ સાધકને માટે યથાર્થ સ્થાને ઉપકારી છે. જેનું આ ગાથામાં ઊંડાઈથી વિવેચન કરશું. હવે આપણે મૂળ ગાથાનો ઉલ્લેખ કરીયે. ૧૬૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર - સામાન્યપણે પ્રત્યક્ષને જાજુ મહત્વ આપવામાં આવે છે પરંતુ ખરેખર શાસ્ત્રોમાં પ્રત્યક્ષને પરોક્ષ કહ્યું છે. પ્રત્યક્ષજ્ઞાન સ્પષ્ટ હોવા છતાં ઘણું અધુરું અને એકદેશીય હોય છે. સામાન્ય માણસો જે પ્રત્યક્ષ જાણે છે, તેટલું તથ્ય માનીને વ્યવહાર ચલાવે છે, પરંતુ આ પ્રત્યક્ષ અશાશ્વત અને પર્યાય સંબધિત જ્ઞાન હોય છે. જ્યારે શાશ્વત દ્રવ્યો માટે પરોક્ષ જ્ઞાન આધાર છે. જેને પરોક્ષ કહીયે છીએ તે શાસ્ત્રીય દૃષ્ટિએ સાચું પ્રત્યક્ષ છે. અસ્તુ. આ વિવેચન દાર્શનિક છે. હવે આપણે મૂળ વિષય પર આવીએ. પ્રત્યક્ષ દષ્ટિ અને પરોક્ષ દૃષ્ટિ. કેટલાક વૈષ્ણવ સંપ્રદાયોમાં પ્રત્યક્ષ હરિ કહીને તેને વધારે મહત્ત્વ આપ્યું છે અને વિશ્વવ્યાપી પરોક્ષ હરિને પ્રત્યક્ષ હરિ જેટલું મહત્ત્વ ન આપતા કેવળ શ્રધ્ધાનું ભાજન માન્યા છે. જૈનશાસ્ત્રોમાં કોઈ આવા ભેદ કરવામાં આવ્યા નથી પરંતુ પ્રત્યક્ષ આદિ પ્રમાણોનું વિવેચન છે. આ ગાથામાં પ્રત્યક્ષ અને પરોક્ષના વિષય તરીકે સદ્ગુરુ અને જીનેશ્વર એમ બે કલ્યાણના આધારભૂત સ્તંભનો સ્પર્શ કરી તેનો આશ્રય લેવારૂપ ભકિતનું પ્રદર્શન કર્યુ છે. જે આપણે મૂળ ગાથાના વિવેચનથી જાણી શકશું. આ પ્રકારના સદ્ગુરુ કે જિનેશ્વરને આધાર માની વસ્તુતઃ સાધકના મનને કેન્દ્રિત કરવાની એક ઉચ્ચ કોટિની પ્રેરણા છે. જેમ ગાયને ખીલે બાંધવાથી તે સંયમમાં રહે છે, તેમ શિષ્યને ગુરુનો આધાર મળવાથી તે જીવનને નિયમિત બનાવી શકે છે. મનુષ્યનું મન એક એવું અસંયમને આશ્રય કરનારું તત્ત્વ છે, જો તેને કેન્દ્રિત કરવામાં ન આવે તો આ મનોયોગ ઘણા પાપાશ્રવનું નિમિત્ત બની શકે છે. જૈનશાસ્ત્રોમાં મનોગુપ્તિને અષ્ટ પ્રવચનમાતામાં સ્પષ્ટ સ્થાન આપવામાં આવ્યુ છે પરંતુ મનોગુપ્તિને સ્વતઃ પ્રાપ્ત થાય તેમ નથી. તેમાં સદ્ગુરુની પ્રેરણા, તેમનું નિયંત્રણ અને સદ્ગુરુ પ્રત્યેની શ્રધ્ધા એ મુખ્ય આધાર બને છે, અને આગળ ચાલીને જિનેશ્વરનું જે કાંઈ નિરાકાર-સાકાર રૂપ છે તે સમગ્ર સાધકોને માટે એક મહાઆલંબન છે. તે આલંબનને આધારે સાધકનું સમગ્ર જીવન કેન્દ્રિત થાય છે. ફકત જૈન ધર્મ જ નહીં પરંતુ સામાન્ય બધા સંપ્રદાયોમાં ગુરુ અને દેવનું મહત્ત્વ વિશેષ રૂપે સ્વીકાર્યું છે. દેવ ગુરુનું મૂલ્યાંકન થયા પછી તેનાથી પ્રાપ્ત થનારો ધર્મ સાધકને માટે હીરા–મોતી જેવો બની જાય છે. તેથી અહીં શ્રીમદ્ભુ કહે છે કે ‘પ્રત્યક્ષ સદ્ગુરુસમ નહી પરોક્ષ વિન ઉપકાર । એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ વિચાર’ આપણે જે ભૂમિકામાં વાત કરી તે પ્રમાણે અહીં સદ્ગુરુ અને જિનેશ્વર એ બન્ને પરમ ઉપકારી છે, તેવું સાધકને લક્ષ નિશ્ચિત થવું જોઈએ. એક ઉપકાર તે પ્રત્યક્ષ ઉપકાર છે અને બીજો ઉપકાર તે પરોક્ષ છે. જ્ઞાનના જેમ બે ભેદ કરવામાં આવ્યા. પ્રત્યક્ષ અને પરોક્ષ, તે જ રીતે અહીં ઉપકારના પણ બે ભેદ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષ ઉપકાર અને પરોક્ષ ઉપકાર. વસ્તુતઃ ઉપકાર તો એક જ છે. પણ આ ઉપકાર જે દૃષ્ટિથી પ્રાપ્ત થાય છે તે બંને દૃષ્ટિને આધારે ઉપકારને વિભકત કરવામાં આવ્યો છે. જેમ વરસાદનું પાણી અને ગોળાનું પાણી. પાણી તો એક જ છે. ૧૬૫૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ગોળાનું પાણી પ્રત્યક્ષ દેખાય છે. જ્યારે વર્ષાનું પાણી પરોક્ષ છે. બન્ને પાણી જ છે અને પાણીની દષ્ટિએ બને સમાન ઉપકાર કરનાર છે. અહીં પણ ઉપકાર તો એક જ છે પરંતુ સાધકને માટે જિનેશ્વર પ્રેરિત અને સદ્ગુરુ પ્રેરિત, આમ બન્ને ઉપકાર માટે વજન આપવામાં આવ્યું છે અને સાધકને નિશ્ચિત સૂચના આપી છે કે ત્રિયોગે આ ઉપકારનો નિશ્ચય સાથે સ્વીકાર કરવો અત્યંત જરૂરી છે અને તે લક્ષને આધારે જ આત્મજ્ઞાનનો ઉદય થશે, એવી બાહેધારી આપવામાં આવી ઉપકાર શું છે ? : આટલો ગાથાનો સામાન્ય અર્થ કર્યા પછી હવે આપણે વિશેષ વિચાર કરીએ. ઉપકાર શું ચીજ છે? ઉપકારનો અર્થ શું? શું એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કાંઈ ઉપકાર કરી શકે? ઉપકાર, ઉપકારી અને ઉપકાર્ય આ ત્રણેય તત્ત્વોનું ઉપાદાન શું છે ? જેના ઉપર ઉપકાર થાય છે તેને માટે ઉપકારી નિમિત્ત માત્ર છે કે તેથી વધારે છે ? એક દ્રવ્ય અથવા એક વ્યકિત બીજાનો ઉપકાર કરે તે કઈ રીતે? શું તેમાં પરિવર્તન કરવાનું ઉપકારી પાસે સામર્થ્ય છે? આ કોઈ ચમત્કાર છે? કોઈ સહજભાવે તેને ઉપકારી માનવામાં આવ્યા છે? તાત્ત્વિક દષ્ટિએ ઉપકાર શબ્દ ઘણોજ વિચારણીય છે. નિશ્ચયનયના વ્યાખ્યાન કરનારા શાસ્ત્રો દ્વારા બધા દ્રવ્યોનું સ્વતંત્ર પરિણામ માનવામાં આવ્યું છે, જ્યારે વ્યવહાર શાસ્ત્રોમાં ભકત ભકિતના આધારે ઉપકારી તત્ત્વોની વંદનીય ભાવે સ્થાપના કરવામાં આવી છે. શું કોઈ વ્યકિત ભગવાનનું નામ લઈ પ્રાર્થના કરે કે કશો જાપ કરે તેથી તે વ્યકિત ઉપર કોઈ વિશેષ ઉપકાર થાય છે? જેનો જપ કરે છે તે કઈ રીતે પૂજનીય કે વંદનીય છે? આ ઘણો ગંભીર પ્રશ્ન છે. પરંતુ આપણે યોગ્ય રીતે વિચાર કરવાની ચેષ્ટા કરશું. જે વ્યકિત જે કાંઈ વિચાર કરે છે અથવા અન્ય જડ-ચેતનનું ચિંતન કરે છે કે સામાન્ય કે વિશેષ વ્યકિતનું ચિંતન કરે છે ત્યારે જેનું ચિંતન કરે છે તેના ગુણધર્મોનું પરિણમન ચિંતન કરનારના આત્મપ્રદેશમાં પરિણત થાય છે અને મનોયોગ સુધી કે તેની બીજી ચેષ્ટાઓમાં પણ તે ભાવ પ્રગટ થાય છે. અહીં જેનું સ્મરણ કરીએ છીએ તે નિમિત્ત છે પરંતુ નિમિત્તના જે કાંઈ ગુણ પર્યાયો છે તે સ્વપદે સાધકના આત્મામાં પણ સંક્ષિપ્ત સત્તારૂપે અસ્તિત્ત્વ ધરાવે છે અને નિમિત્તના આધારે જે કાંઈ જ્ઞાન પર્યાય ઉદ્ભવ્યા છે તે જ્ઞાન પર્યાયના પ્રભાવથી સાધકનું ઉપાદાન પણ તેવા પ્રકારનું પરિણમન કરે છે. સ્પષ્ટ થયું કે નિમિત્ત તે નિમિત્ત માત્ર છે. પરંતુ સમગ્ર કર્તુત્વ ઉપાદાનને ફાળે જાય છે. ત્યાં પણ ઉપાદાન જ વિશુદ્ધ થઈને નિમિત્તના ગુણ જેવા પોતાના ગુણોને પ્રગટ કરે છે. તેનાથી વિપરીત નિમિત્ત વિશુધ્ધ ન હોય, રાગ-દ્વેષ કે મોહાદિક તત્ત્વોથી પરિપૂર્ણ હોય, ત્યારે તેનું ચિંતન કરવાથી તેને અનુરૂપ વિભાવો ઉત્પન્ન થાય છે. અહીં પણ નિમિત્ત તો નિમિત્ત જ છે, પરંતુ અશુદ્ધ નિમિત્તના આધારે ઉપાદાનનું અશુધ્ધ પરિણમન થાય છે. આ રીતે જે મહત્વપૂર્ણ સિધ્ધાંત પ્રગટ થયો કે વ્યકિત તદ્રુપ પરિણમન કરે છે. ચોરનો વિચાર કરવાથી ભય ઉત્પન્ન થાય છે. અહીં એક પ્રશ્ન થશે કે જડ પદાર્થનું ચિંતન કરવાથી જડ પદાર્થમાં તો કોઈ વિભાવ નથી તો તેના આધારે કામ આદિ આસકિત કેવી રીતે ઉદ્ભવે? અહીં પણ જડ પદાર્થ વિષયરૂપ છે, જ્યારે ઈન્દ્રિયો જ્ઞાનાભિમુખ ન હોય અને વિષયાભિમુખ હોય, ત્યારે ભૂતકાળમાં આવી જે કોઈ કર્મચેતના મતિજ્ઞાનમાં જોડાયેલી છે, તે ચેતનાના આધારે અશુધ્ધ unum. 9 9 9 w Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિણમન થાય છે. અહીં પદાર્થ તો નિમિત્ત જ છે. પરંતુ પદાર્થના આધારે ઉદ્ભવેલી ભૂતકાલિન કર્મચેતનાનો સંસ્કાર આવા વિપરિણમનમાં ઉપાદાન બને છે. અસ્તુ. અહીં આપણે ઉપકાર અને ઉપકારીની વાત કરતા હતા. નિમિત્ત કારણ તો ઉપકારી છે જ. પરંતુ એથી વધારે ઉપકારી પોતાનું શુધ્ધ ઉપાદાનનું પરિણમન છે. જેને આપણે સ્વપદે અરિહંત અને પરપદે અરિહંત તથા સ્વપદે સિધ્ધ અને પરપદે સિધ્ધ કહીએ છીએ. પરપદે અરિહંત તે અરિહંતપણે વિચરણ કરી રહ્યા છે, તેવા અરિહંત ભગવાન અને સ્વપદે અરિહંત એટલે તમારા આત્માની અંદર જે અપ્રગટ રૂપે અસ્તિત્ત્વ ધરાવે છે. સાક્ષાત્ અરિહંતનું સ્મરણ કરવાથી સ્વપદે અરિહંત બિરાજમાન છે, તેનું પણ સ્મરણ થાય છે. આમ અરિહંત ભગવાનનો જે ઉપકાર છે તે બને અરિહંત ભગવાનનો ઉપકાર છે. બાહ્ય ક્ષેત્રમાં વિચરતા અને આંતરિક ક્ષેત્રમાં વિચરતા, એ જ રીતે સિધ્ધ ભગવાનનું સ્મરણ કરતા સિધ્ધત્ત્વના પર્યાયો દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાએ પરિણામ પામે છે. અહીં ઉપકાર કઈ રીતે થાય એનું ઊંડાઈથી વિવેચન કરવામાં આવ્યું છે. નિમિત્તભાવે ઉપકારી અને ઉપાદાન ભાવે ઉપકારી. ઉપકાર શબ્દ આ રીતે પરસ્પર બે દ્રવ્યોની સમ પરિણતિની વ્યાખ્યા છે. શું દૂધમાં નાંખેલી સાકર દૂધ ઉપર ઉપકાર કરે છે કે દૂધ સાકર ઉપર ઉપકાર કરે છે ? વ્યવહાર દષ્ટિએ કહેવું જોઈએ કે સાકર નાંખવાથી દૂધ મીઠું થઈ ગયું, જ્યારે આંતરિક દષ્ટિએ દૂધનું પોતાનું પરિણમન થયું છે. કેરોસીનમાં નાંખેલી સાકર વિફળ થઈ જાય છે. કુપાત્ર ઉપર ઉપકાર થઈ શકતો નથી. અંતે દૂધ અને સાકરનું જે સમ પરિણમન થયું છે તે જ ઉપકારનો અર્થ છે. ઉપકાર કોઈ બહારની લાદેલી વસ્તુ નથી. જેમ પુતળા ઉપર રંગ ચડાવ્યો હોય તો તેની શોભા વધે છે. પરંતુ આ ઉપકાર તેવી જાતનો નથી. અહીં ઉપકારનો અર્થ શુધ્ધ ઉપાદાનનું પરિણમન છે અને તેમાં નિમિત્તભાવે જે સમાવિષ્ટ છે, તે ઉપકારી તત્ત્વમાં ભકિતરૂપે ગણાય છે. આટલી વ્યાખ્યા થવાથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરી શકતું નથી તેનો પણ ઉત્તર આવી જાય છે. અને નિમિત્તનું કાર્યક્ષેત્ર કેટલું છે તેનો પણ જવાબ મળી રહે છે. જિનેશ્વર ભગવાન પરમ ઉપકારી છે, તેમ કહ્યું છે અને સાધકે લક્ષ પણ રાખવાનું છે, તેવી પ્રેરણા આપેલી છે. પરંતુ વસ્તુતઃ સાધકની આ દષ્ટિ જ ઉપકારી છે. કોઈ ભકત મંદિરમાં પ્રવેશ કરે છે અને તેને જ્ઞાન છે કે આ મહાવીરસ્વામીની મૂર્તિ છે, વંદનીય છે ઈત્યાદિ, જ્ઞાનના આધારે જ તે વ્યકિતનું પરિણમન થાય છે. પરંતુ એ મંદિરમાં કોઈ અજ્ઞાની, નાસ્તિક, કૂતરો કે જાનવર જાય, જેને જ્ઞાન નથી કે આ ભગવાનની મૂર્તિ છે, તો ત્યાં આ મૂર્તિ તેનો કશો ઉપકાર કરી શકતી નથી. હકીકતમાં, મૂર્તિ તો નિમિત્ત માત્ર છે. પણ તત્ સંબંધી સાચું જ્ઞાન જ ઉપકારી છે. “કાર' શબ્દની ક્રિયાવાચકતા : સાધારણ વ્યવહારમાં કોઈ વ્યકિત બીજાને સહાયતા કરે તેને ઉપકાર માનવામાં આવે છે અને આવી રીતે આધ્યાત્મિકક્ષેત્રમાં, ભગવાન, ગુરુ કે શાસ્ત્રનો પણ ઉપકાર માનવામાં આવે છે. હકીકતમાં ઉપકાર તે પરક્રિયા નથી, પરંતુ પોતાની સ્વક્રિયા છે. કાર શબ્દ ક્રિયાવાચક છે. “ચિત્તે વિવિત ત ાર' અર્થાત્ જેમાં કંઈક કરાય છે, કરવાનું છે, કરવાની પ્રેરણા મળે છે એ બધી કાર શકિત છે. આ ક્રિયાત્મક શકિત પદાર્થની પોતાની છે. જીવંત વ્યકિતમાં બુધ્ધિપૂર્વક આ ક્રિયા થતી હોય છે. જ્યારે સામાન્ય જીવોમાં સંસ્કારવશ થતી હોય છે ૧૬૭ = [1 : Page #181 -------------------------------------------------------------------------- ________________ અને એ જ રીતે જડ પદાર્થમાં સ્વભાવથી થતી હોય છે. ક્રિયાશકિત સર્વત્ર વ્યાપ્ત છે. ક્રિયા અથવા કારની સાથે ઉપ જોડવામાં આવે છે, ત્યારે ઉપકાર બને છે. ઉપ એ સાહિત્યનો પ્રધાન ઉપસર્ગ છે. અધ્યક્ષ-ઉપાધ્યક્ષ, ઉપવાસ, ઉપકાર, ઉપાસના, ઉપાશ્રય, ઉપચાર, ઉપાધ્યાય આદિ ઈત્યાદિ સેંકડો શબ્દોમાં “ઉપ” જોડાય છે, ત્યારે તેના અર્થમાં ઓછે વત્તે અંશે ફેરફાર થાય છે. “ઉપ” શબ્દ નિકટવર્તી ભાવને પ્રદર્શિત કરે છે. નજદિકથી જે સહાયતા કરે છે તે ઉપકારી બને છે. નજદિકથી સહાયતા કરવી એટલે વ્યકિતમાં જે ક્રિયા થાય છે તેને અનુકૂળ માર્ગદર્શન આપવું પરંતુ આ માર્ગદર્શન સ્થાયી ન હોવાથી વ્યકિતત્વનો સ્વીકાર કર્યા પછી તે નિમિત્તને છોડી દઈને પણ સ્વતઃ ક્રિયાશીલ બને છે. અસ્થાયી ભાવોને પ્રગટ કરવા માટે ઉપક્રિયા કરવામાં આવે છે. અર્થાત્ “ઉપ’ ઉપસર્ગ જોડાય છે. ઉપસર્ગમાં પણ “ઉપ” જ છે. સર્ગ એટલે ધાતુની મૂળ શકિત છે, જ્યારે ઉપસર્ગ તે ધાતુના અર્થમાં વધારો કરી સ્વતઃ નિરાળો રહે છે. - આમ ઊંડાઈથી જોવાથી દષ્ટિગોચર થાય છે કે ઉપશકિત તે નૈમિત્તિક શકિત છે. થોડા સમય પૂરતી મર્યાદિત શકિત છે. ત્યારબાદ ઉપશકિત મૂળ શકિતનું સિંચન કરી પોતે સ્થિર થઈ જાય છે. જેમ અરિહંતો ઉપદેશ આપ્યા પછી સ્વતઃ પોતાના ભાવોમાં સ્થિર બને છે અને તેમની આ અસ્થાયી શકિત જે જીવોને લાભકારી બની છે, તેને ઉપક્રિયા તરીકે સ્વીકારી ઉપકાર કહેવામાં આવે છે. તે જ રીતે આશ્રય તે કાયમનું સ્થાન છે. જ્યારે ઉપાશ્રય તે અસ્થાયી આશ્રય છે. અધ્યક્ષ તે બરાબર સત્તા ધરાવે છે. જ્યારે ઉપાધ્યક્ષ જરુર પડે ત્યારે અધ્યક્ષનો પાવર ભોગવી શકે છે. “ઉપ” ઉપસર્ગ તે અનાસકત ભાવનો પ્રદર્શક છે. ઉપયોગમાં યોગ તે મુખ્ય ક્રિયાશીલ તત્ત્વ છે પરંતુ તેની નજીકમાં જ્ઞાનાદિ પ્રવર્તિત થાય પછી યોગોનું સંચાલન થાય છે તેથી યોગ અસ્થાયી ઉપકારક ભાવ છે. આમ કોઈપણ ઉપકાર કરનાર વ્યકિત જેનો ઉપકાર માનવામાં આવે છે, તે નિરાળા રહી તમારા કલ્યાણનું નિમિત્ત બને છે. પરંતુ તે હંમેશા તમારી સહાયતામાં જોડાઈ રહે, પોતાની શકિત જાગૃત ન થાય તો તે સાચા અર્થમા ઉપકારી નથી. અસ્તુ. અહીં પણ સદ્ગુરુ અને જિનેશ્વર બે તત્ત્વોનો ઉપકાર સ્વીકારવાની વાત છે. ખરેખર સદ્ગુરુ જીવને અપંગ અને નિર્બળ ન રાખી તેમની મૂળ શકિતને જાગૃત કરી સ્વયં નિરાળા રહે છે અને એ જ રીતે જિનેશ્વર સમગ્ર વિશ્વના કલ્યાણનું નિમિત્ત હોવા છતાં પોતાની શકિતથી કોઈ જીવને મોક્ષમાં લઈ જતાં નથી. સ્વયં નિરાળા રહી ભવ્યજીવોને માટે મોક્ષમાર્ગની રેખા અંકિત કરી જાય છે. અહીં સિધ્ધિકારના કથાનુસાર આગ્રહપૂર્વક આ બન્નેને ઉપકારી માનવા અને સમગ્ર લક્ષ તેમના ઉપર સ્થિર કરવું તો જીવને આત્મવિચારનો ઉગમ થાય છે, ઉદ્ભવ થાય છે, આત્મતત્વને સમજવાની પ્રેરણા મળે છે. પ્રશ્ન થાય કે શું આ બન્નેના ઉપકારનો સ્વીકાર ન કરે તો આત્મ વિચારનો ઉદ્ભવ ન થઈ શકે ? શું આ સૈધ્ધાંતિક સત્ય છે ? તમામ શાસ્ત્રો અને મોક્ષશાસ્ત્ર ઈત્યાદિ ગ્રંથોમાં નૈમિત્તક અને સ્વતઃ એમ બે ધારાથી જીવના કલ્યાણનો અને આત્મજ્ઞાનનો રસ્તો પ્રગટ થાય છે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. અતઃ અહીં તે ઉલ્લેખ કર્યો છે. તેના ગર્ભમાં પણ પરોક્ષભાવે આ વાત સમાયેલી છે. અનૈમિત્તિક ભાવમાં પણ જેનું લક્ષ થાય છે અને જે કાંઈ દર્શન થાય છે તે વાસ્તવિક રીતે અદ્રશ્ય ભાવે પણ સદ્ગુરુ અને જિનેશ્વરનું જ રૂપ છે. મારા ૧૬૮ - | |41111111111111 Page #182 -------------------------------------------------------------------------- ________________ અહીં સદ્ગુરુ અને જિનેશ્વરનો ઉપકાર માનવાનો જે આગ્રહ છે તે ફકત બાહ્યદષ્ટિએ કે બાહ્યભાવે ઉપકાર સ્વીકારવાથી આત્મવિચાર ઉદ્ભવતો નથી. આત્યંતરભાવે સદ્દગુરુ અને જિનેશ્વરના દર્શન થાય, ત્યારે આત્મ-વિચારનો ઉદ્ભવ થાય છે. અહીં ગાથામાં આત્મજ્ઞાન ન લખતાં આત્મવિચાર એવો શબ્દ વાપર્યો છે. આત્મવિચાર તે આત્મજ્ઞાનની પૂર્વભૂમિકા છે. ગુણસ્થાન ઉત્કાન્તિ ક્રમમાં પણ સમ્યગુદર્શન પહેલા આવી કેટલીક ભૂમિકા, યથાપ્રવૃતિકરણ, અપૂર્વકરણ, અનિવૃતિકરણ ઈત્યાદિ કરણોની પ્રાપ્તિ પછી સમ્યગું દર્શન પ્રાપ્ત થાય છે. એ જ રીતે આત્મવિચાર તે બૌધ્ધિક સ્વચ્છતાનો ભાવ છે અને ત્યારબાદ આત્મજ્ઞાનરૂપી નિર્મળ પરિણામનો ઉદ્ભવ થાય છે. એટલે કૃપાળુ દેવે “ઉગે આત્મવિચાર' લખ્યું છે. ઉગે એટલે અસ્કુરિત થાય છે. અહીં પણ એક ત્રિવેણીનો સંગમ થયો છે. સદ્દગુરુનો પ્રત્યક્ષ ઉપકાર, જિનેશ્વરનો પરોક્ષ ઉપકાર અને આત્મવિચારનો ઉદ્ભવ. આ ત્રણે તત્ત્વો એકસાથે જોડાયેલા છે. પરસ્પર કાર્ય-કારણનો સંબંધ પણ સંભવે છે. ઉપકાર થવાથી આત્મવિચાર ઉગે અને વિચાર ઉગે તો ઉપકાર સમજાય. આ એક સૂક્ષ્મ ભાવાત્મક ક્રિયા છે. અસ્તુ. કલ્યાણનો રાજમાર્ગ : અહીં આપણે નિસર્ગથી અથવા અનૈમિત્તિકભાવે આત્મવિચારનો ઉદ્ભવ થાય તો ત્યાં પણ અદશ્યભાવે સદ્દગુરુ કે જિનેશ્વરની ઉપસ્થિતિ છે, એમ માનવામાં કશી ઉણપ દેખાતી નથી. જો કે સૈધ્ધાંતિક સત્ય એવું નથી કે કોઈનો ઉપકાર માન્યા વિના આત્મજ્ઞાન ન થાય. હજારો જીવ પોતાની સ્વપરિણતિથી, કર્મોના સૂક્ષ્મ ભાવો અનૂકુળ થતાં અને, મોહાદિ તત્ત્વોનો ઉપશમ થતાં તરી ગયા છે. પરંતુ આ વાત, અપવાદ રૂપે જોવામાં આવે છે. રાજમાર્ગ તો એ જ છે સદ્ગુરુ અને જિનેશ્વરના ઉપકારનું લક્ષ થવું જરૂરી છે. લક્ષ શબ્દ એ એક નિર્ણયાત્મક ભાવનો વાચક છે. કોઈ એક તત્ત્વ ઉપર જ્યારે ધ્યાન કેન્દ્રિત થાય, ત્યારે તે કેન્દ્ર જીવનું લક્ષ બને છે. ધ્યાનનું કેન્દ્ર ધ્યાન પૂરતું સીમિત છે. જ્યારે લક્ષ તે અસીમિત છે. ધ્યાન છૂટયા પછી પણ લક્ષ છૂટતું નથી. લક્ષ તે સૈકાલિક દ્રવ્યાર્થિકનયનો નિર્ણય છે. આ લક્ષ્ય બહુજ મહત્વપૂર્ણ હોવાથી અહીં સિધ્ધિકારે લક્ષ થયા વિના એવો શબ્દ વાપર્યો છે. -. અહીં વિચારણીય છે કે લક્ષ થવો કે લક્ષ થવું તે શું જીવનો સ્વતંત્ર પુરુષાર્થ છે કે કોઈ કર્માધીન અવસ્થા છે ? એક જીવને લક્ષ થાય છે અને એક જીવ સદ્દગુરુનું નિમિત્ત હોય છતાં તેને ઉપકારી તરીકે લક્ષ કરી શકતો નથી. આમ લક્ષ થવા અને ન થવામાં કારણભૂત તત્ત્વ શું છે ? ગાથામાં પણ લખ્યું છે કે લક્ષ થયા વિના. લક્ષ કર્યા વિના એમ લખ્યું નથી. લક્ષ કરવું, તે ઈચ્છાપૂર્વકનું કર્તૃત્વયુકત કાર્ય છે, જ્યારે થવું તે પરિસ્થિતિ શુધ્ધ થયા પછી સહજભાવે શુધ્ધ લક્ષ થાય છે. અહીં લક્ષમાં સદ્ગુરુ અને જિનેશ્વરને ઉપકારી તરીકે સ્વીકારવા અને એને સ્વીકાર્યા પછી જ આત્મવિચારનો ઉદ્ભવ થાય તેમ નિશ્ચયપૂર્વક કહ્યું. વસ્તુતઃ કર્મની સ્થિતિ અનુકુળ થયા વિના મોદાદિ ઉદય પરિણામોનો ક્ષયોપશમ થયા વિના અને આગળ ચાલીને કહિયે તો ઉચ્ચ કોટિના પુણ્યનો ઉદય થયા વિના જીવ સદ્દગુરુને ઓળખી શકતો નથી. ઓળખી ન શકે ત્યાં ઉપકાર માનવાની વાત કેવી રીતે ઘટે ? અને એ જ રીતે ભાવશુધ્ધિ કે ઉપાદાનની નિર્મળ પરિણતિ થયા વિના જીવ અનંતજ્ઞાની એવા જિનેશ્વર ભગવાનને ઓળખી શકતો નથી. તો ત્યાં પણ તેના પ્રત્યે ઉપકાર ભાવના પ્રગટ થવી દુર્લભ છે. અસ્તુ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર સ્વીકાર : અહીં ઉપકાર માનવામાં ઓળખ અને ઉપકાર બને સંયુકત રીતે જોડાયેલા છે. સાચી ઓળખ થતાં જ ઉપકારીના ગુણોનો ખ્યાલ આવે છે. આમ સદ્ગુરુના અને જિનેશ્વરના જે ઉપકારી ગુણો છે તે ઉપકારી ગુણોને સરળતા અને નમ્રતા, આ બન્ને ચારિત્રિક ગુણોના આધારે ઓળખે છે. જેમ મનુષ્ય બે આંખથી દશ્યનું નિરીક્ષણ કરે છે, તેમાં નમ્રતા અને સરળતા આ બને જીવાત્માની આંખ છે અને આ બન્ને આંખની દષ્ટિથી સદ્ગુરુની ઓળખ થતાં જીવ તેના પ્રત્યે નતમસ્તક બને છે. આ છે ઉપકાર સ્વીકૃતિની ભાવના. અહીં સિધ્ધિકારે એક મહત્વપૂર્ણ શબ્દ પણ મૂકયો છે. તે શબ્દ પણ ઘણો જ ચિંતનયુકત અને સહજ મહત્વપૂર્ણ છે. તે શબ્દ છે “સદ્ગુરુ સમ નહીં” અર્થાત્ સદ્ગુરુની સમાન બીજા કોઈ તેની બરાબર ઉપકારી નથી. તેનો અર્થ એવો થાય છે કે બીજા કોઈ વ્યકિત કે ગુરુ પછી તે શિક્ષાગુરુ, કુલગુરુ કે ધર્મગુરુ હોય તે પણ યથાસંભવ ઉપકારી છે એવો ધ્વનિ આમાંથી નીકળે છે. જેમ કોઈ કહે કે કસ્તુરી જેવી બીજી દવા ઉપકારી નથી. તો તેનો અર્થ એવો નથી કે કસ્તુરી સિવાયની બીજી દવાઓ જેરાપણ ઉપકારી નથી. અહીં સમ કે સમાન શબ્દ ઉપકારની માત્રાનો વાચક છે. અર્થાત્ સદ્ગુરુ સોળે આના ઉપકારી છે. તેનાથી વધારે બીજા કોઈ ઉપકારી ન હોય શકે. પરંતુ તેનાથી નીચે યથાસંભવ ઓછે–વત્તે અંશે બીજા ગુરુ કે વ્યકિત ઉપકારી બની શકે છે. જેમ કે શિક્ષાગુરુએ અક્ષરજ્ઞાન આપ્યું જ ન હોય તો સદ્ગુરુનું ઊંચું પ્રવચન સમજી જ ન શકે. એ જ રીતે પરંપરાના ધર્મગુરુએ દેવ-ગુરુ-ધર્મની ધારણા ન કરાવી હોય તો તેવો જીવ સદ્ગુરુની સેવાને યોગ્ય બનતો નથી. આ રીતે કુલગુરુ પણ આચાર વિચારની મર્યાદાના સંસ્કાર આપે છે. આવા સાત્ત્વિક આચારવાળા જીવો સદ્ગુરુના કૃપાભાજન બને છે. એટલે જ અહીં “સમ' શબ્દ વાપર્યો છે. સદ્ગુરુ સમાન કોઈ ઉપકારી નથી, તે વાત બરાબર છે. પરંતુ સદ્ગુરુ સિવાયના ગુરુઓ ઓછે વત્તે અંશે ઉપકારી છે, તે વાત આ વાકયથી સ્પષ્ટ થાય છે. માટે સમ શબ્દ સમજીને મૂકવામાં આવ્યો છે. જેમ કોઈ કહે કે સોનાની સમાન બરાબર કોઈ ચીજ કિંમતી નથી. તેનો અર્થ એવો નથી કે બાકીની બધી વસ્તુ કિંમત વગરની છે. તેનો અર્થ એટલો જ છે કે બીજી ધાતુઓ સોનાથી વધુ મૂલ્યવાન નથી, પરંતુ સોનું પોતાનું એક સ્વતંત્ર મૂલ્ય ધરાવે છે. તેમ સંસારમાં અન્ય ગુરુઓ કે ઉપકારી જીવો ઓછાવત્તા અંશે ઉપકારી છે. આમાં માતા-પિતા કે પરિવારના વડિલ વ્યકિતનો પણ સમાવેશ થાય છે. તે બધાનો પણ જીવ ઉપર થોડો ઘણો ઉપકાર છે અને આવો જીવ જ સદ્ગુરુ સમાન કોઈ ઉપકારી નથી એવું લક્ષ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં કહેવાનું છે કે સમ શબ્દ ઘણો જ સાપેક્ષ અને પરોક્ષ અર્થનો પણ વાચક છે. પ્રત્યક્ષ સદ્ગુરુ તોં ઉપકારી છે જ, પરંતુ અન્ય પણ જેઓ જીવના વિકાસમાં નિમિત્ત બન્યા છે, તે પણ બધા ઉપકાર યોગ્ય છે અને એ લક્ષ ભૂલવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ વસ્તુતઃ ઉપકાર તો એક જ છે. પરંતુ વિવક્ષા કરવાનું કારણ એ છે કે મનુષ્યબુધ્ધિ કે મનુષ્યનો સામાન્ય પ્રશ્ન એ હોય છે કે જે કાંઈ વર્તમાનકાળમાં સિધ્ધાંત રૂપે સમજાવવામાં આવે છે તેનો ભૂતકાલિન આધાર શું છે ? કોઈપણ વસ્તુનો સાચો ભૂતકાળ વર્તમાનકાળને પુષ્ટ કરે છે. અહીં પણ દર્શનશાસ્ત્રમાં પરોક્ષ પ્રમાણને પ્રત્યક્ષ પ્રમાણ પુષ્ટ કરે છે. જ્યારે અહીં ભૂતકાલિન ઉપકાર વર્તમાનકાળના ઉપકારને પુષ્ટ કરે છે. જે તત્ત્વ કે સિધ્ધાંત ભૂતકાળમાં પરંપરામાં સનાતન રૂપે સ્થાપિત થયેલો હોય તે શાશ્વત વન ના રસ નાકા પાસ ના કામની વાત 111 નામ : ક ૧૭૦ - Page #184 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધાંત ગણાય છે. તેમજ અહીં સદ્ગુરુ પ્રત્યે જે ઉપકારની ભાવના છે તે પરંપરાના ઉપકારથી અલંકૃત થયેલી છે અને સરુના ઉપકારમાં જિનેશ્વરોનો ઉપકાર પણ પ્રતિબિંબિત થાય છે. આ ગાથામાં કૃપાળુ ગુરુદેવે અનંત લઘુતાના અને નમ્રતાના દર્શન કરાવતા સદ્ગુરુને કેવળ આધાર ન માની તેઓ જિનેશ્વરના પ્રતિનિધિ છે, તેવો ભાવ પ્રગટ કર્યો છે. પરોક્ષમાં જિનેશ્વરી જે વાત કહી ગયા છે, તે જ વાત પોતાના અનુભવમાં ઉતારી સાક્ષાત્ આત્મતત્ત્વનો સ્પર્શ કરી, સદ્ગુરુનું પદ પ્રાપ્ત કરી આ ઉત્તમ અનુભવ સદ્ગુરુ સાધકને પીરસે છે, ત્યારે સાધકના મનમાં સદ્ગુરુ અને જિનેશ્વર અને પ્રત્યે નિશ્ચયરૂપ ઉપકારની ભાવના પ્રગટ થાય ત્યારે મોહાદિ કર્મો હલકા થઈ જાય, મિથ્યાત્વયુકત ભાવો વિસર્જન પામી પુણ્યના પરમ ઉદયથી સાધકના મનમાં આત્મવિચાર ઉગી નિકળે છે. માનો કે, બીજરૂપ ભાવો અંકુરિત થઈ આત્મદર્શનમાં સહાયક બને છે. જેમ વર્ષા ઋતુના પ્રભાવથી જમીન તરબોળ થયા પછી ચારે તરફ હરિયાળી ઉગી નીકળે છે, તેમ સાધકના મનમાં સદ્ગુરુ અને જિનેશ્વરની વરસતી કૃપા પ્રત્યે મન ઉપકારથી તરબોળ થતાં આત્મવિચારરૂપી હરિયાળી સ્વતઃ પ્રગટ થાય છે. ધન્ય છે આ ત્રિવેણી સંગમને અને ધન્ય છે, આ ઉપકારની સરિતાને ! જેના નિર્મળ જળમાં સ્નાન કરી સાધક પાવન બની જાય છે. અહીં પ્રત્યક્ષનો અર્થ વર્તમાનકાળ થાય છે, અને પરોક્ષનો અર્થ અનંત ભૂતકાળ થાય છે. પરોક્ષમાં જિનેશ્વરનો ઉપકાર છે. જિનેશ્વર એક નથી પરંતુ અનંત ચોવીસી છે અને એ જ રીતે પરોક્ષનો બીજો અર્થ જે વર્તમાનમાં બિરાજમાન દેવાધિદેવ છે, સિમંધરસ્વામી આદિ ભગવંતો. તેઓ આપણી નજર સમક્ષ નથી, તેથી તેને પણ પરોક્ષ કહી શકાય છે. પરોક્ષનો અર્થ કાળથી અને ક્ષેત્રથી પણ પરોક્ષ છે. જે કાળમાં આપણું અસ્તિત્વ નહોતું તે કાળમાં પણ ઉદ્ભવેલા દેવાધિદેવોનો અનંત ઉપકાર છે. આમ કાળથી પરોક્ષ જિનેશ્વરોને લક્ષમાં લીધા, તે રીતે ક્ષેત્રથી પણ જે દેવાધિદેવો આપણા ક્ષેત્રથી દૂર એવા વિદેહ આદિ ક્ષેત્રોમાં બિરાજમાન છે, તે ક્ષેત્રથી પરોક્ષ છે. આમ ક્ષેત્ર અને કાળથી પરોક્ષ એવા જિનેશ્વરોનો જીવ ઉપર ઉપકાર છે, તેથી તેને પણ સાધક આત્મા પરમ ઉપકારી માને ત્યારે જ તેને આત્મવિચારનો ઉદ્ગમ થઈ શકે છે. પ્રત્યક્ષ કે સદ્ગુરુ છે, તે પ્રત્યક્ષ જ્ઞાનના વિષયરૂપે દષ્ટિગોચર છે તેથી પ્રત્યક્ષ ઉપકારી છે, પરંતુ અહીં પ્રત્યક્ષનો અર્થ આટલો સીમિત નથી. અહીં સાધકનો પૂરો જીવનકાળ લેવાનો છે. સમગ્ર જીવનમાં પ્રત્યેક સમયે જેના ભાવમાં સદ્ગુરુનો ઉપકાર સમજાય છે તે બધો ઉપકાર પ્રત્યક્ષ ગણાય છે. દર્શનશાસ્ત્રોને હિસાબે પ્રત્યક્ષનો અર્થ પ્રત્યક્ષ પ્રમાણ થાય છે. પરંતુ વ્યવહાર દષ્ટિએ પ્રત્યક્ષનો અર્થ જે કાંઈ સાક્ષાતુ અનુભવમાં આવેલું તત્ત્વ હોય તે બધું પ્રત્યક્ષ ગણાય છે. ઉપકારના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભાગ શા માટે કરવામાં આવ્યા ? બન્ને ઉપકાર તો એક જ છે. જેમ વર્તમાનકાળનું પાણી તરસ છીપાવે છે તેમ ભૂતકાળનું પાણી પણ તરસ છીપાવવામાં એ રીતે જ ભાગ ભજવતું હતું. તો સૈધ્ધાંતિક રીતે પાણીનો ગુણ સૈકાલિક છે. તેમ જિનેશ્વરો હોય કે સદ્ગુરુ હોય બન્નેના ઉપકારની કડી એક જ છે. ઉપકારનો સિધ્ધાંત પણ એક જ છે. તો અહીં ઉપકારની બે ભાગમાં વિવક્ષા શા માટે કરી છે? આટલા વિવેચન પછી સમજી શકાશે કે ઉપકારને બાહ્ય દષ્ટિમાં બે ભાગમાં કેમ વિભકત કર્યા છે. જ્યારે અંતરદ્રષ્ટિએ સાધકોને પરોક્ષ એવા જિનેશ્વર માનો સદ્ગમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ Page #185 -------------------------------------------------------------------------- ________________ t|ll||દિBallEHIણીમાં થયા છે અને સાધક એક સાથે સદ્ગુરુ અને જિનેશ્વરના દર્શન કરી તેના ઉપકારનો અનુભવ કરે છે. “ઉગે ન આત્મ વિચાર”. અહીં આત્મ વિચાર કેવી રીતે ઉગે છે તેનો ભાવ નિષેધ શૈલીમાં કહ્યો છે. અર્થાત્ ઉપકાર ન સમજાય તો આત્મવિચાર ન ઉગે. ઉપકાર ન સમજાય, તેનું મહત્ત્વ ન સમજાય તો તેના ઉપકારનું લક્ષ ન થાય. ઉપકારનું લક્ષ : અધ્યાત્મશાસ્ત્રોમાં અને વ્યવહારિક નીતિશાસ્ત્રોમાં લક્ષ શબ્દનો બરાબર પ્રયોગ થાય છે. પરંતુ કેટલાક સંપ્રદાયોમાં અને કેટલાક આધ્યાત્મિક તત્ત્વવેતાઓએ અલક્ષને જ લક્ષ માન્યું છે. જેને દેશી ભાષામાં અલેખ જગાવ્યો છે. અલખ ગિરધારી, અલખ નિરંજન, આ બધા શબ્દો પ્રસિદ્ધ થયેલા છે. અલખનો અર્થ અલક્ષ થાય છે. અહીં તેઓ કહેવા માંગે છે કે જે સાચું સાધ્ય તત્ત્વ છે તે લક્ષાતીત છે, લક્ષથી બહાર છે. આવા અલક્ષને લક્ષ કરી શકાય નહી. જે લક્ષ થાય છે તે બધા રૂપી તત્ત્વો છે, બાહ્ય તત્ત્વો છે, ભૌતિક તત્ત્વો છે. ઈન્દ્રિયાતીત, મનોતીત જે ભાવો છે તે બધા લક્ષથી પર છે તેથી તેઓના મતાનુસાર અલક્ષ એ જ સાચું લક્ષ છે અને અલખ માટે જ અમે ધૂણી જગાવી છે. અસ્તુ. અહીં આ જ વાત બીજી રીતે સિધ્ધિકારે કહી છે. વસ્તુતઃ આત્મવિચાર તે અલક્ષ તત્ત્વ જ છે પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે ગુરુનો અને જિનેશ્વરનો ઉપકાર તે લક્ષ કોટિમાં આવે છે અને જયાં લક્ષ ન હોય ત્યાં અલક્ષ આવે જ કેમ ? આ ગૂઢ વાત આ પદમાં સાંકેતિક રીતે કહેવામાં આવી છે અને તેથી જ આવી નિષેધાત્મક વ્યાપ્તિ બતાવેલી છે. અર્થાત્ જ્યાં ઉપકારનો લક્ષ નથી ત્યાં આત્મવિચાર નથી. ઉપકારના લક્ષનો અભાવ, આત્મવિચારના અભાવને સૂચિત કરે છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે આપણે અહીં એક ચૌભંગીનો ઉલ્લેખ કરશું. (૧) ઉપકારનો સદ્ભાવ અને આત્મવિચારનો ઉદ્ભવ (૨) ઉપકારનો સભાવ અને આત્મવિચારનો અભાવ (૩) ઉપકારનો અભાવ અને આત્મવિચારનો ઉદ્દભવ (૪) ઉપકારનો અભાવ અને આત્મવિચારના ઉદ્દભવનો અભાવ. પ્રથમ ભંગ એ વિધિ રૂપે આપણે પ્રગટ કરીએ છીએ. સિધ્ધિકારે તો ચોથા ભંગનો જ સ્પર્શ કર્યો છે કે સદ્ગુરુના ઉપકારનું લક્ષ ન હોય તો આત્મજ્ઞાનનો વિચાર પ્રગટ ન થાય. આમ નિષેધ વ્યાપ્તિ દ્વારા મંતવ્ય રજુ કર્યું છે કે સદ્ગુરુ પ્રત્યે જો ઉપકાર ભાવના હોય તો આત્મવિચાર પ્રગટ થાય છે. નિષેધ વ્યાપ્તિ કહેવાથી દાર્શનિક રીતે તેનું વ્યાપક રૂપ બને છે. આત્મવિચારનો ઉદ્ભવ તે સાધ્ય છે અને સદ્દગુરુના ઉપકારનું લક્ષ તે સાધન છે. આમ સાધ્ય સાધનનો વિધિ વ્યાપ્તિનો સિધ્ધાંત પ્રસિધ્ધ છે પરંતુ જ્યારે વકતા તેને નિષેધ વ્યાપ્તિથી વ્યકત કરે છે, ત્યારે સાધ્યના અભાવમાં સાધનનો અભાવ હોય છે. અહીં સાધનના અભાવમાં સાધ્યનો અભાવ વ્યકત કર્યો છે કારણ કે આ કવિતાશાસ્ત્ર છે. કાવ્યનીતિમાં આમ પરસ્પર વ્યત્યય કરી રચના કરવામાં આવે છે. અસ્તુ. કહેવાનું તાત્પર્ય છે કે સાધક માટે ઉપકારનું લક્ષ પરમ આવશ્યક છે. બીજા ભંગમાં ઉપકારનું લક્ષ હોવા છતાં કોઈ ભારેકર્મી જીવને આત્મવિચારોનો ઉદ્ગમ ન થાય તે સંભવ છે. દાણા ૧૭૨ દાણા Page #186 -------------------------------------------------------------------------- ________________ અહીં આ પદમાં અપ્રગટ ઉકિત છે, કારણ કે સદ્ગુરુ અને જિનેશ્વર પ્રત્યે પરમ ભકિત ધરાવવા છતાં, ઉપકારની ભાવના હોવા છતાં, આત્મસ્કૂરણા થવામાં બીજા આવશ્યક કારણોના અભાવે બાધા પડે છે. જ્યારે ત્રીજો ભંગ કોઈ ભાગ્યશાળી કે પુણ્યશાળી જીવને સદ્ગુરુનું નિમિત્ત કે ઉપકારનું લક્ષ ન હોય છતાં પણ કર્મના ઉપશમ કે ક્ષયોપશમના પ્રભાવે સહજ, સ્વતઃ આત્મવિચારની ફૂરણા થઈ શકે છે. સિધ્ધિકારની પરમ કુશળતા છે કે તેમણે નિષેધ વ્યાપ્તિથી બાકીના ત્રણેય ભંગની સંભાવનાનો ઉલ્લેખ કર્યો છે અને સ્વયં એકજ ભંગનું અવલંબન કરી જિનેશ્વર તથા સદ્ગુરુ પ્રત્યેના ઉપકારનું લક્ષ કરવાની પ્રેરણા આપે છે આ રીતે સળંગ ચારે ભંગનું આખ્યાન થઈ જાય છે. આ રીતે અહીં ૧૧મી ગાથાનું પરિસમાપન કરી હવે આપણે ૧૨મી કડી ઉપર વિવેચન કરતા પહેલા તેનો ઉપોદ્યોત કરશું. આ ગાથામાં ૧,૧મી કડીના અનુસંધાનમાં સિધ્ધિકાર કવિરાજ પુનઃ એ જ વાતનું આવેદન કરી એક સમીક્ષા કરે છે અને ૧૧મી ગાથામાં જે વાતનો ઉલ્લેખ કર્યો છે તેનું વધારે સ્પષ્ટીકરણ કરી પરસ્પરનો સંબંધ કાર્ય-કારણ ભાવે સંકળાયેલો છે તે તરફ ઈશારો કરે છે. પૂર્વ ગાથામાં સાધકના ઉપકાર માટે મુખ્ય બે સ્તંભ છે. સદ્ગુરુ અને જિનેશ્વર છે. સદગુરુ તે પ્રત્યક્ષ છે જ્યારે જિનેશ્વર છે તે પરોક્ષ છે. અર્થાત્ તેની ઉપકારશીલતા પણ પરોક્ષ છે. તો સહજ એ પ્રશ્ન થાય છે કે આ પરોક્ષભાવ પ્રત્યે સાધકની દષ્ટિ કેવી રીતે પહોંચી શકે? સામાન્ય લોકવ્યવહારમાં પણ કહેવામાં આવે છે કે : ગુરુની મહત્તા : “ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવકી જિસને ગોવિંદ દિયો બતાય” આ પ્રસિધ્ધ દોહામાં ગોવિંદ કરતા ગુરુનું મહત્ત્વ વધારે પ્રસિધ્ધ કર્યું છે. ગુરુ ગોવિંદના પ્રદર્શક છે. એ જ વાત આત્મસિધ્ધિની આ ૧૨મી કડીમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. જેનું આપણે વિવેચન કરશું. અહીં સદ્ગુરુના ઉપદેશથી જિનેશ્વરનો ઉપદેશ કે ઉપકાર સમજી શકાય છે. તે રીતે સાધકને એક સાચી દિશા આપવામાં આવી છે. અને સાથે સાથે સરુનો ઉપદેશ કે ઉપકાર એ મુખ્ય છે અને સરુનો ઉપદેશ સમજે તો જ તેનો ઉપકાર સમજાય તે વાત અંતર્ગત સમાયેલી છે. ટૂંકમાં કહેવાનું એ છે કે ૧૧મી ગાથાની જે સમસ્યા છે અથવા જે શરત છે તેનું સમાધાન આ ગાથામાં છે. સદ્ગુરુના ઉપદેશને સમજવાથી તેનો ઉપકાર સ્પષ્ટ થાય છે અને તે ઉપદેશથી જીનેશ્વરનું સ્વરૂપ પણ સ્પષ્ટ થાય છે. સગુરુના ઉપદેશ સ્વરૂપને સમજે તો જ તેનો ઉપકાર લક્ષમાં આવે પરંતુ જો ઉપદેશ સમજે જ નહિ તો ઉપકાર કેવી રીતે ઘટિત થાય? આમ સિધ્ધિકારે સ્વતઃ પ્રશ્ન પ્રગટ કરીને ૧૧મી ગાથાનું અનુસંધાન અથવા અવતરણ આ ૧૨મી ગાથામાં લીધું છે. ૧૨મી ગાથા એ ઉપદેશ અને સ્વરૂપ બે તત્ત્વને લક્ષમાં લેવા માટેની પ્રેરણા આપે છે. વાસ્તવિક રીતે આ ગાથાથી ૧૧મી ગાથાના ભાવ પુષ્ટ થાય છે. જ્યાં સુધી વ્યકિત સમજણ ન પ્રાપ્ત કરે કે કોઈ ઉચ્ચ કોટિના વ્યકિતની વાત ન સાંભળે અથવા તેનો ઉપદેશ ગ્રહણ ન કરે તો ઉચ્ચ કોટિના જે શુધ્ધ, ચૈતન્ય સ્વરૂપ ધરાવનાર એવા જિનેશ્વરનું સ્વરૂપ પણ સમજાય નહીં. માણાબાપા ૧૭૩ શાળા Page #187 -------------------------------------------------------------------------- ________________ હકીકતમાં જે ઉપદેશ છે તે સ્વરૂપનો છે અને જે સ્વરૂપ છે તેનો ઉપદેશ છે. આમ તલમાં તેલ રહેલું છે, સાકરમાં જેમ મીઠાસ રહેલી છે, તેમ ઉપદેશ અને સ્વરૂપ, ગુણ અને ગુણી તરીકે તદ્રુપ છે. પરંતુ તેનું અધિષ્ઠાન અથવા ઉપદેશનું અધિષ્ઠાન જિનેશ્વર છે. ઉપદેશ અને સ્વરૂપ એ બન્ને ઉપકારનું માધ્યમ છે. આ રીતે ૧૧ અને ૧રમી ગાથા ઉપકાર, ઉપદેશ અને સ્વરૂપ, તે ત્રિવેણીને સ્પષ્ટ કરે છે સાધકને તેમાં સ્નાન કરાવે છે. જ્યારે સદ્ગુરુ અને જિનેશ્વર એ બે મહાન તત્ત્વો આ ત્રિવેણીના ઉદ્ગાતા છે. આથી સમજી શકાશે કે ૧૨મી ગાથાનું વ્યાખ્યાન કેવા ક્રમથી ઉભવ્ય છે. કમનું વધારે વિવેચન કર્યા પહેલા મૂળ ગાથાનો સ્પર્શ કરીએ. કાકા મામાશા ૧૭૪ લાખ Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા = ૧૨ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય જિનરૂપ સમજવા વણ ઉપકાર શો? સમજયે જિનસ્વરૂપ આ ગાથા પણ નિષેધ વ્યાપ્તિના ધરાતલ ઉપર જ રચાયેલી છે કારણ કે કવિને વ્યાપક રીતે અનેકાંતવાદનું અવલંબન કરી સાધકોને માટે માર્ગદર્શન ઉપસ્થિત કરવું છે. પૂવર્મા કહ્યું છે તેમ વિધિ વ્યાપ્તિ મર્યાદિત થઈ જાય છે, જ્યારે નિષેધ વ્યાપ્તિ વ્યાપક અર્થનો સ્પર્શ કરે છે. અહીં પણ ઉપદેશના અભાવમાં સ્વરૂપ સમજણનો અભાવ કહેવામા આવ્યો છે અર્થાત્ જેણે સદ્ગુરુનો ઉપદેશ ગ્રહણ કર્યો નથી તે વ્યકિતએ જીવસ્વરૂપને પણ ગ્રહણ કર્યું નથી. સદ્ગુરુના ઉપદેશને જે ગ્રહણ ન કરે, તે વ્યકિત જિનસ્વરૂપને ન સમજે, તેવી નિષેધ વ્યાપ્તિ છે અર્થાત્ સદ્ગુરુના ઉપદેશને સમજે તો જ જીવ સ્વરૂપને સમજે તેમ કહેવાનું તાત્પર્ય છે. જિન સ્વરૂપને સમજવું તે સાધ્ય છે અને સદ્ગુરુનો ઉપદેશ તે સાધન છે. અહીં સાધનના અભાવમાં સાધ્યનો અભાવ તથા સાધનની સાધનાથી સાધ્યની સિધ્ધિ પણ સૂચિત કરવામાં આવી છે. સદ્ગુરુથી ભગવત્સ્વરૂપની પ્રાપ્તિ : સદ્ગુરુનો ઉપદેશ શું છે ? જેને સમજવાથી જિન સ્વરૂપ સમજી શકાય. વસ્તુતઃ આ ઉપદેશ શબ્દ જ્ઞાનાત્મક છે. સદ્ગુરુએ જે પ્રાપ્ત કર્યું છે તે વાણી પ્રવાહિત થઈ છે પરંતુ પ્રશ્ન એ છે કે આ પ્રાપ્તિ, આ વાણી કે આ ઉપદેશમાં તત્ત્વ શું છે ? ખરું પૂછો તો ફકત આ આધ્યાત્મિકજગતમાં તેનો સવાલ નથી પરંતુ કોઈપણ વિદ્યાનો ઉપદેશ તત્ત્વસ્પર્શી હોય કે સારભૂત હોય ત્યારે જ તે ઉપદેશ સાર્થક બને છે. જેમ હીરાની ખાણમાં માટી તથા પત્થર મોટા પ્રમાણમાં ખોદ્યા પછી પણ આખા કાર્યનું સત્ત્વ તે હીરાની પ્રાપ્તિ છે. હીરો તેનું કેન્દ્રબિંદુ છે. તે જ રીતે ઉપદેશમાં પણ તત્ત્વ એ જ તેનું કેન્દ્રબિંદુ છે. સદ્ગુરુ જ્યારે પોતાની સાધનામાં જોડાયા છે, ત્યારે સમગ્ર સાધનામાં તેને કોઈ અગમ્ય તત્ત્વોની સ્પર્શના થાય છે. આ અગમ્યતત્ત્વ વચનાતીત છે પરંતુ એ નિશ્ચિત છે કે તે કોઈ શાશ્ર્વત તત્ત્વ છે. ફકત શાશ્વત તત્ત્વ છે એટલું જ નહિ, પરંતુ તે સ્વગુણોથી પરિપૂર્ણ છે અને બધા ગુણોથી પરિપૂર્ણ હોવા છતાં તે સર્વથા અપ્રભાવ્ય છે અને મનુષ્યને જેની ઝંખના છે અથવા જે શાંતિને શોધવા માટે તે તપ્પર છે, તેવી શાંતિ પ્રાપ્ત થતાં તેનું મન ઠરી જાય છે અને હવે તેની બધી વાંચ્છા શાંત થઈ જાય છે. આ તત્ત્વને પામ્યા પછી સદ્ગુરુનો ઉપદેશ ગમે તેટલો વિશાળ હોવા છતાં તે તત્ત્વસ્પર્શી બની રહે છે. શાશ્વત શબ્દની ચારે બાજુ જે શબ્દના સાથિયા પૂરાય છે અને જે રસમય ભાવો પ્રગટ થાય છે તે આ ઉપદેશનું રહસ્ય છે. આવો ઉપદેશ પ્રગટ થતો હોય ત્યારે સમગ્ર ઉપદેશનું જે કેન્દ્રબિંદુ હતું તેનો સાક્ષાત નમુનો જિનેશ્વર ભગવંત છે. એટલે જિનેશ્વરનું સ્વરૂપ પણ આ ઉપદેશથી પ્રગટ થઈ જાય છે અને આવા તત્ત્વસ્પર્શી ઉપદેશથી સ્વરૂપની પ્રાપ્તિ થતાં એક અદ્ભૂત સાંકળ જોડાય જાય છે. એક રેખા અંકિત બને છે જેને સહજ ભાષામાં કહી શકાય કે સદ્ગુરુથી ભગવંતની પ્રાપ્તિ. અસ્તુ. આ તત્ત્વŃશી ભાવોને ઉપદેશ શા માટે કહેવામાં આવે છે ? દેશ' શબ્દ એ નિર્દેશવાચી શબ્દ છે. અર્થાત્ ચોક્કસ સિધ્ધાંતને સ્પષ્ટ કરે કે જેમાં સ્પષ્ટ આજ્ઞા હોય તેવો ભાવ દેશ કહેવાય ૧૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ ltd | Flill! પાંડ માં મ..! છે. “દેશ' શબ્દની સાથે ઘણા પ્રત્યય જોડાતા આદેશ, નિર્દેશ, સંદેશ, ઉપદેશ આદિ શબ્દો બન્યા છે. આદેશ આજ્ઞાકારી શબ્દ છે. નિર્દેશ સ્પષ્ટ સૂચના આપે છે. સંદેશ એક પ્રકારનો મંગલ ભાવનો પરિપાક છે. જ્યારે ઉપદેશ છે જેને પ્રાપ્તિ થઈ છે તેને સ્પેશીને જે મંગળ પ્રવચન ઉદ્દભવે છે તે ઉપદેશ ગણાય છે. સામાન્ય વ્યવહારમાં ઉપદેશ શબ્દ ઘણો જ વપરાય છે. પરંતુ સાચા અર્થમાં ઉપદેશ એક ગૂઢ, અગમ્ય, પરિપકવ કોઈ તત્ત્વનો આભાસ છે અને ત્યારે જ તે ઉપદેશ બને છે. સિદ્ધપુરુષોની વાણીને જ ઉપદેશ કહી શકાય. આવા સિધ્ધપુરુષો ઉપદેશ દ્વારા જ્યારે અપ્રગટને પ્રગટરૂપે પ્રદર્શિત કરે છે, ગંભીર ભાવોનું ઉદ્દઘાટન કરે છે ત્યારે ઉપદેશનો મર્મ સમજયા પછી સાધક ઈશ્વરીય તત્ત્વોને પણ જાણી શકે છે. ઈશ્વરીય તત્ત્વનો પ્રભાવ જોઈ શકે છે. અને આવા ભગવત્ સ્થાને વિચરણ કરનારા જિનેશ્વરદેવો જે શુધ્ધ સ્વરૂપથી અલંકૃત છે તેના શુધ્ધ સ્વરૂપને સાધક જાણી શકે છે. આ રીતે ઉપદેશ દ્વારા જિન સ્વરૂપને જાણવું તે એક રાજમાર્ગ થયો, ઉપદેશને ન સમજવો, ઉપદેશની સ્પર્શના ન થવી અને તે ન થવાથી જિન સ્વરૂપને પણ ન જાણવું તે એક વિફળ યોગનો પરિચાયક ભાવ છે. અહીં સિધ્ધિકારે રાજમાર્ગને ન સંબોધતા વિફળ યોગનું જ્ઞાન કર્યું છે કે ઉપદેશને ન સમજે તે જિન સ્વરૂપને કયાંથી સમજે ? આ બન્નેનો અભાવ હોય તો તેના ઉપર ઉપકાર પણ કયાંથી ? અને ઉપકાર ન થાય તો તે ખાલી ગાગર જેવો તે ભાવવિહિન બની રહે છે પરંતુ જો સમજે તો સાચો ઉપકાર થાય છે તેમ અંતિમ પદમાં કહ્યું છે. ત્રણ પદ નિષેધાત્મક ભાવોને કહે છે જ્યારે અંતિમ પદ વિધિવાચક બની અનઉપકારનું તાળું ખોલી નાંખે છે “સમજે જિનસ્વરૂપ” એમ કહેવાનો અર્થ છે. જીન સ્વરૂપને સમજવાથી ઉપકારની સરિતા પ્રવાહિત થાય છે. આમ આખી ગાથા નિષેધાત્મક ભાવો દ્વારા માર્ગ ભૂલેલા સાધકોને માટે એક ટકોરો કરનારી ગાથા છે. જેમ કોઈ કહે કે આ જંગલમાં જુઓ ભોમિયો ન લીધો હોય અથવા ભોમિયાની વાતને સરખી રીતે સમજી ન હોય તો તે પોતાના ગંતવ્ય સ્થાનને ભૂલી સાચી જગ્યાએ પહોંચી શકે નહીં. આ આખી નિષેધાત્મક સૂચના છે. પરંતુ આનો ભાવાર્થ એ છે કે ભોમિયાની જરુર છે, ભોમિયાની વાતને સમજવાની જરુર છે. એ સમજયા પછી જ સાચું ગંતવ્ય સ્થાન કયાં છે? શું છે? તેની ખબર પડે છે અને છેવટે ત્યાં પહોંચી પણ શકે છે. એ જ રીતે અહીં સરુ એ સાચા ભોમિયા છે. તેનો ઉપદેશ એ નક્કર હકીકત છે. જિન સ્વરૂપ તે ગંતવ્ય સ્થાનની સાચી જાણકારી છે અને છેવટે બધા પ્રયાસ પછી ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત પણ કરી શકાય છે. સમજણનું મૂળ કારણ : અહીં લખ્યું છે કે “નજાય ન જિનસ્વરૂપ” સમજવું, તે જીવની જ્ઞાનાત્મક ક્રિયા છે. પ્રશ્ન એ થાય છે કે કોઈપણ રસ્તુને સમજવામાં જીવ શું સ્વતંત્ર છે? જે સમજવું ય તે પોતાની ઈચ્છા પ્રમાણે સમજી શકે તેવી શું જીવમાં સ્વતંત્ર શકિત છે? સાંસારિક જીવોનું પરિદર્શન થયા પછી લાગે છે કે જીવ સમજવામાં પણ ઘણો પરતંત્ર છે. બધા જીવો બધી વસ્તુ સમજી શકતા નથી, તેમાં સમજવાની યોગ્યતા પણ હોતી નથી અને સમજવા ધારે તો પણ તે પોતાની બુધ્ધિને સ્પષ્ટભાવે સમજવા માટે અસમર્થ માને છે. કોઈપણ વિષયોમાં તેના ઉચ્ચ કોટિના જાણકાર બહુ જ થોડા હોય છે. જ્યારે તે વિષયને થોડે ઘણે અંશે, સમજનાર અથવા નહીં સમજનાર મોટી સંખ્યામાં હોય છે. તેમજ ઉચ્ચ કોટિનો જે સમજનાર છે તે પણ તેને પ્રાપ્ત થયેલી r[ j i | ft!!!!!!!' મiti' I'|RAT . Page #190 -------------------------------------------------------------------------- ________________ બુધ્ધિની યોગ્યતાના આધારે સમજે છે. આથી નક્કી થાય છે કે સમજવામાં જીવ સ્વતંત્ર નથી. જૈનશાસ્ત્ર પણ કહે છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ થયા પછી ઈન્દ્રિયજ્ઞાનોની તીવ્રતા અને બુદ્ધિની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેટલો ક્ષયોપશમ ઊંચો હોય, તીવ્ર હોય કે વધારે હોય તો તદ્ અનુસાર સમજવાની ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિશેષ પ્રકારનો પુણ્ય યોગ હોય તો લબ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આત્મસિધ્ધિના રચચિતા સ્વયં કવિવર આવા લબ્ધિધારક હતા અને શતાવધાન કરી શકે તેવી અલૌકિક બુધ્ધિસંપદા તેમને પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ બધી શકિત કર્મના યોગ્ય ઉદય કે ક્ષયોપશમના આધારે પ્રવર્તમાન થાય છે. તેનો અર્થ એવો નથી કે જીવ સર્વથા કર્માધીન છે. અહીં વિશેષ વાત એ છે કે કર્મોનો અનુભાગ રસ મંદ થયા પછી જીવને સ્વતંત્ર શકિત પણ પ્રાપ્ત થાય છે. એટલે જ ભગવાને કારણરૂપે પાંચ સમવાયની સ્થાપના કરી છે. જેમાં એક સમવાય પુરુષાર્થ છે. પુરુષાર્થ કરવો તે જીવની સ્વતંત્ર શકિત છે. પ્રવૃતિના પણ ત્રણ કારણ બતાવ્યા છે. સ્વથા, નિશા અને મિસ્રસા. સ્વથા એટલે સ્વેચ્છાથી, સ્વતંત્ર ભાવે. નિશા એટલે સ્વભાવથી, પ્રાકૃતિક ભાવે અને મિસસા એટલે મિશ્રભાવે. અહીં પણ એક સ્વતંત્ર ક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. તાત્પર્ય એ થયું કે સમજવામાં બધા જીવો સ્વતંત્ર નથી. વિશેષ યોગ્યતાવાળા જીવ સમજવાનો પ્રયાસ કરે ત્યારે એક વિશેષ પ્રકારનો ક્ષયોપશમ પણ ઉદ્ભવે છે અને જીવની વિનયશીલતાના આધારે જ્ઞાનપર્યાય ખીલી ઉઠે છે. અહીં જિનસ્વરૂપને સમજવાની જે વાત છે. તેમાં પણ પ્રથમ પદમાં ઉપદેશનું નિમિત્ત છે. જે જીવ ધ્યાનપૂર્વક ઉપદેશ સાંભળે છે, તે સાંભળનારને શ્રવણલબ્ધિ પ્રાપ્ત છે અને સાંભળ્યા પછી જીવ વિચારે છે, કારણ કે તેને નોઈદ્રિય એવા મનોયોગથી મતિ-શ્રત પ્રાપ્ત થયેલું છે. સાંભળતી વખતે સપુરુષાર્થે તે માનકષાયનો ત્યાગ કરી વિનયપૂર્વક સાંભળવા તત્પર થાય છે. વિનયનો અર્થ કેવળ હાથ જોડવા, ઝુકવું તેવો નથી. પરંતુ “વિ.” એટલે વિશેષ પ્રકારે અને “નય” એટલે જ્ઞાન. આમ જાણવાની સદ્ભાવના તે ઊંચો વિનય છે. આ વિનયના પ્રભાવે પણ ક્ષયોપશમ થતાં સમજવાની યોગ્યતામાં વધારો થાય છે અને જીવ જ્યારે જિન સ્વરૂપને સમજે છે, ત્યારે ધન્ય બની જાય છે, ધન્ય બનતા સદ્ગુરુની સાથે સાથે જિનેશ્વર ભગવંતોનો પણ ઉપકાર માને છે અને ચોથા પદમાં લખ્યું છે સમજે જિન સ્વરૂપ. અર્થાત્ જિન સ્વરૂપ સમજવાથી જ ઉપકારની ભાવના પ્રગટ થાય છે. પરંતુ સિધ્ધિકાર સ્વયં કહે છે કે સરુનો ઉપદેશ ન સાંભળ્યો હોય, સાંભળવાની યોગ્યતા ન હોય અને તે અયોગ્યતાના કારણે જિનસ્વરૂપને પણ ન સમજી શકતો હોય અને સમજવાની વિનયશીલતા ન હોય તો ત્યાં ઉપકારનું શું ? એમ કહીને સિધ્ધિકાર આશ્ચર્ય વ્યકત કરે છે અને અભાવની પંરપરાની પૂરી અભિવ્યકિત કરે છે. જેનો આપણે સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. ૧૧ મી અને ૧૨ મી ગાથાના ચારેય અભાવ આ રીતે વ્યકત થયા છે. (૧) પ્રત્યક્ષ સદ્ગના ઉપકારનો અભાવ. (૨) પરોક્ષ જિનેશ્વર ભગવંતના ઉપકારનો અભાવ. (૩) સદ્ગુરુના ઉપદેશનો અભાવ. (૪) જિનેશ્વર ભગવંતના સ્વરૂપને સમજવાનો અભાવ. SEKRETAR RESTAURANGERTIAN RESULTATER 200 PAGINI Page #191 -------------------------------------------------------------------------- ________________ આ ચારેય અભાવ નિષેધાત્મક અભિવ્યકિત છે. તેનો વિધોયાત્મક ભાવાર્થ શું છે તે આપણે વિવેચન કરી ચૂકયા છીએ. અહીં ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે આ ચારેય અભાવ ક્રમશઃ જીવની અયોગ્યતાની સૂચના આપે છે અને આવી અયોગ્યતા ટકી રહેવી તે મોહાદિક કર્મનો અને પાપ કર્મનો ઉદય છે. ઉપર્યુકત ચારેય અભાવ ક્રમશઃ થાય એમ ન કહી શકાય. પરંતુ જે રીતે જીવના કર્મબંધ હોય અને જે રીતે તેના ઉદય પરિણામ હોય તે રીતે આવી યોગ્યતાનો અભાવ જણાય છે. બન્ને કડીનો સાર એ છે કે જીવે સાચો પુરુષાર્થ કરી, સદ્ગુરુનું અવલંબન લઈ પોતાની યોગ્યતા અવશ્ય કેળવવી જોઈએ. આગળ જે આત્મજ્ઞાનનું વિવરણ આવશે તેની પૃષ્ઠભૂમિ તે આ યોગ્યતા છે. અયોગ્યતાના પથ્થર ન હટે, ત્યાં સુધી નીચેનું નિર્મળ ઝરણું પ્રગટ થતું નથી અને નિર્મળ પાણી પણ પ્રાપ્ત થતું નથી. આગળમાં એક જગ્યાએ સિધ્ધિકારે કહ્યું છે કે ‘વિચરે ઉદય પ્રયોગ.' આ શબ્દ સદ્ગુરુના લક્ષણ માટે આવ્યો છે. અને આવા કોઈ પ્રબળ જ્ઞાની ઉદયભાવ હોવા છતાં નિર્લિપ્ત રહી શકે છે, નહીં તો જે કાંઈ અયોગ્યતાનો અથવા અજ્ઞાનનો કે મિથ્યાત્વ આદિનો જીવ પર પ્રભાવ છે એમાં મુખ્યત્વે ઉદયભાવનું જ નાટક છે. વિચરે ઉદય પ્રયોગમાં જીવ ઉદય ભાવથી અપ્રભાવિત રહી જ્ઞાનદષ્ટિએ ઉદયભાવનું નાટક નિહાળે છે જ્યારે બીજી બાજુ ઉદયભાવનું તાંડવ જીવને અંધકારમાં રાખે છે. તો અહીં મુખ્ય સમજવાની વાત નીચે પ્રમાણે છે : જલકમલવત સાધના : નાનો મોટો ઉદયભાવ તો જીવ માત્રને ચાલતો જ હોય છે અને તે ઉદયભાવ ઘણી ઉંચી સ્થિતિ સુધી જીવ સાથે જળવાય રહે છે. ઉદયભાવ હોવા છતાં જીવ પ્રગતિ કરે છે તે એક અવસ્થા છે. જ્યારે ઉદયભાવના કારણે પ્રગતિ અવરોધાય છે તે બીજી અવસ્થા છે. આમ ઉદયભાવમાં સ્પષ્ટ વિભિન્નતા જોવામાં આવે છે. આ વિભિન્નતાનું મુખ્ય કારણ ઉદયભાવની તારતમ્યતા છે. અર્થાત્ ઉત્કૃષ્ટ તથા ભારે રસથી વર્તતો ઉદયભાવ અને હલકો અલ્પ રસથી વર્તતો ઉદયભાવ. આમ ધીરે ધીરે ગાઢ ઉદયભાવમાંથી મુકત થાય છે, ઉદયભાવ ઝાંખો પડતો જાય છે. ગાઢ રસ યુકત ઉદયભાવ હોય ત્યારે પ્રગતિ અવરોધાય છે અને ત્યારે મોહાદિ તત્ત્વનું જોર હોય છે. પરંતુ ગુરુકૃપાથી અને પુણ્યના ઉદયથી મોહાદિ કર્મના ઉદય ભાવો નબળા પડે છે ત્યારે સમ્યગ્દર્શન અને જ્ઞાનની સ્થિતિ સર્જાય છે.. તે જીવ ઉદયભાવથી વિમુકત થઈ ઉદયભાવ પ્રમાણે વિચરણ કરી સ્વયં નિર્લિપ્ત રહે છે. આ રીતે ઉદયભાવની બન્ને સ્થિતિઓ સ્પષ્ટ સમજાય તેવી છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અસમજણ અવસ્થા એ જીવનો સ્વતંત્ર ઈચ્છાપૂર્વકનો દોષ નથી, પરંતુ ગાઢ ૨સે ઉદયમાન કર્મોનો પ્રભાવ છે. છતાં પણ એક નક્કર હકીકત છે, કે અલ્પાંશે પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ પ્રમાણે સમજણ ઉદ્ભવે છે. જ્ઞાનવરણીયકર્મના ક્ષયોપશમમાં મજા એ છે કે તેના ક્ષયોપશમની લગામ લગભગ જીવના હાથમાં છે. ઉચ્ચદશાનો વિનયભાવ પ્રગટ થાય તો તાત્કાલિક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. અભ્યાસની માત્રા અને સ્વાધ્યાય જેમ જેમ જીવ વધારે, તેમ તેમ તે તાત્કાલિક ક્ષયોપશમને ભજે છે. અસ્તુ. અહીં આપણે સદ્ગુરુના ઉપદશને ન સમજવાની જે કથા છે તેનો વિચાર કર્યો. આ શરત એવી છે કે જો સમજણ થાય તો સાથે જિન સ્વરૂપ પણ સમજાય. ઉપરનો પ્રશ્ન જીવ સ્વતંત્ર છે કે કેમ ? તેનું સુંદર રીતે સ્પષ્ટીકરણ થઈ ગયું છે અને જે ૧૭૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ કાંઈ સમજણનો અંશ છે, તેનું અવલંબન લઈ જીવ જો આગળ વધે તો પ્રકાશની માત્રા વધતી જાય, પુરુષાર્થની માત્રા પણ વધે અને વિરોધી કર્મોનો પ્રબળભાવ ઓછો થાય તો પરતંત્ર હોવા છતાં અમૂક અંશે તે ધાર્યું કરી શકે છે. આખી ગાથા પ્રેરક ગાથા છે. એક પ્રકારે પ્રેરણા આપવામાં આવી છે કે સદ્ગુરુની ભકિતથી અને તેના ઉપદેશને સમજવાથી આધ્યાત્મિક વિકાસ ઉદ્ભવે છે. અહીં એક ખાસ વાત લક્ષમાં લઈ આ ગાથા આપણે પૂરી કરશું. પુરુષાર્થ એટલે શું? પ્રમાદ અને પુરુષાર્થ : વ્યવહારદશામાં કોઈ માણસ બહુજ કામ કરતો હોય, રાત દિવસ તનતોડ મહેનત કરી, ભોગ ઉપભોગના સાધન તથા ધનરાશિ પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયાસ કરતો હોય, તો તેને સાંસારિક લોકો પુરુષાર્થ ગણે છે પરંતુ તે ખરેખર પુરુષાર્થ નથી. આ કર્મના ઉદયભાવનો જ પ્રભાવ છે. સાચો પુરુષાર્થ એ જ છે કે કર્મ દ્વારા ઉત્પન્ન થતાં મોહાદિ ભાવો સાથે યુધ્ધના સ્તર પર લડી મિથ્યાત્વ આદિ ભાવોનું દમન કરી, તપ ત્યાગ કરવો ઘટે અથવા તેના માટે જે કાંઈ સમયનો કે બુધ્ધિનો ભોગ આપવો, પડે તે જ સાચો પુરુષાર્થ છે. વ્યવહારદશાના પુરુષાર્થને જ્ઞાનીઓએ પ્રમાદ કહ્યો છે. પ્રમાદનો અર્થ ફકત આળસ જ નથી. આળસ ઉપરાંત મોહાદિ ભાવમાં રમણ કરી, કર્મબંધ થાય એવો પુરુષાર્થ કરે તે પણ પ્રમાદ જ છે. તે પાપજનક હોવાથી તે પુરુષાર્થ નથી. પુરુષ એટલે આત્મા અને અર્થ એટલે સાર્થકતા. જે કાર્યથી આત્મકલ્યાણની સાર્થકતા થતી હોય, અર્થાત જેનાથી કલ્યાણનો અર્થ સિધ્ધ થતો હોય તે સાચો પુરુષાર્થ છે. પુરુષાર્થની સાચી વ્યાખ્યા સાધકોએ લક્ષમાં રાખવી ઘટે છે. એ જ રીતે ગુરુસેવામાં પણ જે વ્યકિત ગુરુની ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરી અટકી જાય છે. બધી રીતે બાહ્ય શાતા ઉપજાવે છે પરંતુ ગુરુનું જ્ઞાન લેવા તત્પર થતાં નથી. જ્ઞાનમાર્ગથી દૂર રહી કેવળ બાહ્ય સેવાથી સંતોષ માને છે, તે સાચા અર્થમાં ગુરુસેવા નથી. આ સેવાથી કશું અહિત થતું નથી, પરંતુ તત્ત્વપ્રાપ્તિ પણ થતી નથી. આ વસ્તુના અનુસંધાનમાં જે સિધ્ધિકારે કહ્યું છે કે “સદ્ગુરુના ઉપદેશ વણ” જે કહ્યું છે તે સાચી ગુરુસેવાનો ભાવ ઈગિત કરે છે. અર્થાત્ ઉપદેશને સમજવો તે જ ગુરુભકિત છે એમ કહેવાનું તાત્પર્ય છે. સમગ્ર ગાથા જ્ઞાનપૂર્વકના ભકિતયોગની જ વ્યાખ્યા કરે છે. જ્ઞાનાત્મક ભકિતયોગ તે વાસ્તવિક ભકિત છે. અહીં જે ઉત્કાન્તિની રેખા ખેંચી છે તે આખી રેખામાં જ્ઞાનના મોતી છે અને તેમાં ભકિતનો દોરો પરોવવામાં આવ્યો છે. અહીં આપણે આટલો વિચાર કરી આ ૧રમી ગાથાના ઉલ્બોધનને પચાવી ૧૩મી ગાથામાં પ્રવેશ કરશું ૧૩મી ગાથાના ભાવથી વિષયાંતર થઈ કવિરાજ હવે તત્ત્વના અસ્તિત્ત્વ વિષે એક તાત્વિક ચર્ચા શરુ કરે છે. જેની પૃષ્ઠભૂમિ નિહાળી તે ઉપર વિચાર કરશું. . Illultill l[ lણ //] મ[lણ આપણ!Pilurદા પાણllywાણાનક lllllhiારા ૧૯ - - રકકકકકારા:રા કઢાર , તા . પntly 4 Page #193 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩ આત્માદિ અસ્તિત્ત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; 'પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર 1 નાસ્તિકવાદનો પ્રભાવ : અહીં ગાથા ૧૩માં અસ્તિત્ત્વવાદનો આધાર લઈ આત્મતત્વના અસ્તિત્વ માટે અથવા સતત્ત્વના અસ્તિત્ત્વ માટે એક પ્રકારે દઢતા સાથે સ્થાપના કરવામાં આવી છે. ભારતવર્ષમાં કહો કે સમગ્ર વિશ્વમાં નાસ્તિ તત્ત્વવાદ ઘણો ફેલાયેલો છે કારણ કે પ્રત્યક્ષ ભૌતિકતત્ત્વ જ દેખાય છે. જ્યારે સૂક્ષ્મ, અદ્રશ્ય, દષ્ટિગોચરથી પર એવા ચૈતન્યતત્ત્વ વિષે જ્યારે વિચાર કરવામાં આવ્યો, ત્યારે અસ્તિત્ત્વવાદની સ્થાપના થઈ. જો કે નાસ્તિક લોકો પણ ભૌતિક તત્ત્વનું અસ્તિત્વ માને છે પરંતુ ઈશ્વર, આત્મા કે એવા કોઈ સૂમ ચૈતન્ય તત્ત્વ જે અજર અમર છે તેનો સ્વીકાર કરતા નથી તેથી તેને નાસ્તિકવાદ કહેવામાં આવે છે. જ્યારે શ્રદ્ધાપૂર્વક તર્કયુકત ચૈતન્યતત્ત્વનો સ્વીકાર કરવામાં આવે અને તે પણ ફકત દેહની મર્યાદા સુધી નહીં, તેનું સૈકાલિક અસ્તિત્ત્વ સ્વીકારવામાં આવે, તેને આસ્તિકવાદ કહેવામાં આવે છે. સંક્ષેપમાં ઈશ્વર, આત્મા કે સતુ તત્ત્વના સૈકાલિક અસ્તિત્વને જેમાં સ્વીકારવામાં આવે તેને આસ્તિક કહેવામાં આવે છે. આમ આસ્તિક અને નાસ્તિકની બે ધારા સ્પષ્ટપણે ઉદ્ભવ પામેલી છે. આસ્તિક લોકો તો દ્રઢ પણે આત્મતત્ત્વનો સ્વીકાર કરે છે, જ્યારે નાસ્તિકધારા નિશ્ચિત પણ છે, અને સંશયવાળી પણ છે, જેઓ આત્માનો સ્વીકાર પણ કરતા નથી અને નિષેધ પણ કરતા નથી. તેઓને આ બધા તત્ત્વો અગમ્ય છે. તેથી તેની ચર્ચામાં ઉતરતા નથી પરંતુ તેઓ ભૌતિકવાદને આધારે જીવે છે. આવા લોકો પણ એક પ્રકારે નાસ્તિક કોટિમાં આવે છે. આમ નાસ્તિકધારા પણ ઘણા ભાગોમાં વહેંચાયેલી છે આપણે અહિં નાસ્તિક તત્ત્વનો વિચાર છોડી આસ્તિક તત્ત્વની ચર્ચા કરીશું. કારણ આ ૧૩ મી ગાથામાં કવિરાજે હવે સ્પષ્ટપણે અસ્તિત્ત્વના વિચાર શરુ કર્યા છે. અસ્તિત્તની સ્થાપનાના આલંબન : અસ્તિત્વની સ્થાપના માટે ત્રણ આલંબન માન્યા છે. (૧) શાસ્ત્ર, આગમ (૨) સદ્ગ યોગ (૩) સુપાત્ર શ્રધ્ધાળુ વ્યકિત આ ત્રણના આધારે, અસ્તિત્ત્વની વિચારણા પ્રસ્તુત કરી છે. જેમાં શાસ્ત્રને પ્રથમ માન્યા છે. કેવળ આત્મા જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃતિનો આધાર અને ધર્મ પરંપરાનો આધાર શાસ્ત્ર હોય છે. કોઈ પણ યુગમાં ત્રિકાળદષ્ટિ પુરુષો દ્વારા જે કંઈ નિરૂપણ થતું હોય, તે જ્ઞાન શાસ્ત્રરૂપે સંકલિત કરવામાં આવ્યું છે. કેટલાક શાસ્ત્રનો આધાર, પૂર્ણજ્ઞાની પુરુષો હોય છે. જ્યારે કેટલાક શાસ્ત્રોને અલૌકિક એપૌરુષેય માને છે. આ બધા જ્ઞાનના ભંડારરૂપ શાસ્ત્રોમાં આત્મતત્ત્વનું અસ્તિત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. અહીં ગાથામાં “આત્માદિ લખ્યું છે. અર્થાત્ આત્મા સિવાય બીજા શબ્દોથી પણ ચૈતન્યતત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેને બ્રહ્મતત્ત્વ કહેવામાં આવે છે. બ્રહ્મ, પરમ બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, પરમેશ્વર આ બધા રૂપોનો શાસ્ત્રમાં પરિપૂર્ણ રૂપે પ્રયોગ કરી તેના અસ્તિત્ત્વને પ્રકાશિત કરેલ છે. “આત્મા’ શબ્દ જીવાત્માના શુધ્ધ સ્વરૂપ માટે પ્રયુકત થાય છે. આ સિધ્ધ સ્વરૂપને બ્રહ્મતત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. તેને સનાતન સત્ય પણ કહે MUSTUSELES CERCA LA COMUNE Page #194 -------------------------------------------------------------------------- ________________ છે. ‘આત્માદિ’ જેમાં બે શબ્દો છે. આત્મા આદિ અર્થાત્ આત્મા સિવાયના બીજા પણ જે શાશ્ર્વત તત્ત્વ છે, તેનું પણ અસ્તિત્ત્વ સ્વીકારવામાં આવે છે. આ રીતે શાશ્વત તત્ત્વોનું નિરૂપણ કરનાર જે ગ્રંથો છે તે બધા ગ્રંથોના અધ્યયનથી શ્રધ્ધાળુ જીવ આત્મતત્ત્વનો સ્વીકાર કરે છે. શાસ્ત્રો પ્રમાણભૂત છે. તેથી શાસ્ત્રોમાં કથિત અગમ્ય તત્ત્વનું અસ્તિત્ત્વ પણ પ્રમાણભૂત માનવું રહયું. આમ શાસ્ત્રો આત્માના અસ્તિત્ત્વના આધાર રૂપ છે. જો કે બધા શાસ્ત્રો આ કોટિમાં આવતા નથી. તેથી જ અહીં કવિરાજે કહ્યું છે કે જે શાસ્ત્ર' તેનો અર્થ એ છે કે બધા શાસ્ત્રો આવા પ્રકારના નથી. અર્થાત્ આત્માનું અસ્તિત્ત્વ માનીને સમગ્ર શાસ્ત્રનો વિસ્તાર કર્યો હોય તેવા શાસ્ત્રને ‘આત્મ નિરૂપક શાસ્ત્ર' ગણી શકાય. અહીં ‘નિરૂપક’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘નિઃ’ શબ્દ નિશ્ચયવાચી છે. ‘રૂપક’ શબ્દ બન્ને પ્રકારના ભાવો બતાવે છેઃ નકલી અને અસલી. જ્યારે ‘નિરૂપક’ શબ્દ નિશ્ચિત ભાવ બતાવે છે. અહીં આ ‘નિરૂપક’ શબ્દ અને ‘રૂપક’ શબ્દ, બન્નેનો ભેદ અવશ્ય જાણી લેવો જોઈએ. નિરૂપકની મીમાંસા આ શાસ્ત્રો પ્રમાણભૂત છે અને ‘નિરૂપક’ પણ છે. અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે નિરૂપક શબ્દ કર્તાવાચી પણ છે અને કર્મવાચી પણ છે. નિરૂપક એટલે વ્યાખ્યાકરનાર. બીજો અર્થ છે, જેમાં ‘નિરૂપક' થયું છે. જેમાં વ્યાખ્યા કરવામાં આવી છે, તેવા ગ્રંથ પણ નિરૂપક છે. ગ્રંથના, શાસ્ત્રના ઉપદેશક તે કર્તા છે અને શાસ્ત્ર તેનું કર્મ છે. અહીં નિરૂપક શબ્દ બન્નેનો સ્પર્શ કરે છે. જો કે આ બધા શાસ્ત્રોમાં લગભગ નિરૂપક કે શાસ્ત્રકર્તાના નામનો ઉલ્લેખ હોતો નથી. તેમ જ તેનો કોઈ પરિચય હોતો નથી પરંતુ શ્રધ્ધાપૂર્વક (દેવાધિદેવોની વાણીથી શાસ્ત્ર બન્યા છે. એટલે વ્યાખ્યાતા તરીકે પરમજ્ઞાની પુરુષને સ્વીકારવા પડે છે. આપણે વ્યાખ્યાતા કોણ છે ? તે તર્કમાં જવાની જરુર નથી, પરંતુ આત્માના અસ્તિત્ત્વનું જે નિરૂપણ થયું છે, તેવા શાસ્ત્રોને અસ્તિત્ત્વ નિરૂપક કહેશું. આખા શાસ્ત્રમાં એક જ ચર્ચા હોતી નથી. શાસ્ત્રમાં ઘણા વિષયોનો સ્પર્શ હોય છે. પરંતુ મુખ્યત્વે ઠેકઠેકાણે ‘આત્મા નિત્ય’ છે અને શાશ્વત છે, તેવી પ્રરૂપણા અને તેના આધારે બીજી વ્યાખ્યા સ્પષ્ટ કરી હોય છે. શાસ્ત્ર એક ભંડાર છે. તેમાં ભિન્ન ભિન્ન પ્રકારના મોતી ઝળકતા હોય છે. આત્માનું નિરૂપણ તે એક બહુમૂલ્ય ઝળકતું મોતી છે તેથી સંપૂર્ણ શાસ્ત્ર આત્મનિરૂપક કહેવાય છે. અસ્તિનો ભાવ અસ્તિત્ત્વ : અહીં ‘અસ્તિત્ત્વ' શબ્દ વાપર્યો છે. પરંતુ ‘અસ્તિ' શબ્દ વર્તમાનકાળવાચી છે અને તેમાં ‘ત્ત્વ’ પ્રત્યય જોડવામાં આવે છે. જેમ મનુષ્ય અને મનુષ્યત્ત્વ એ જ રીતે ‘ત્ત્વ’ પ્રત્યય જોડવાથી ત્રિકાળવર્તી સામાન્ય ગુણધર્મનો બોધ થાય છે. એટલે અહીં ‘અસ્તિ’ વર્તમાનકાળમાં છે. પરંતુ શાશ્વત પદાર્થની ‘અસ્તિ’ સમગ્ર વર્તમાનકાળમાં જોડાયેલ છે. જેથી તેનું ‘અસ્તિ’ ત્રિકાળવર્તી હોવાથી તે ‘અસ્તિત્ત્વ' બની જાય છે અને જે પદાર્થ શાશ્વત છે, તેનો સામાન્ય ધર્મ અસ્તિત્ત્વ રૂપે કથિત કરવામાં આવ્યો છે. નાશવંત પદાર્થનું પણ ‘અસ્તિ’ હોય છે પરંતુ તે ત્રિકાળવર્તી હોતું નથી. નાશવંત પદાર્થોનું અસ્તિત્ત્વ અલ્પકાલીન છે. બધા અશાશ્વત પદાર્થનું અસ્તિત્ત્વ તેવા નાશવંત પદાર્થોનો સામાન્ય ધર્મ બની જાય છે. આમ અસ્તિત્ત્વ બે પ્રકારે છેઃ શાશ્વત અસ્તિત્ત્વ અને અશાશ્વત અસ્તિત્ત્વ. આત્માનું અસ્તિત્ત્વ ત્રિકાળવર્તી હોવાથી તે શાશ્વત અસ્તિત્ત્વ છે. ‘અસ્તિત્ત્વ’ શબ્દ પદાર્થની સત્તાનો દ્યોતક છે. અર્થાત્ ‘અસ્તિત્ત્વ’ એટલે ૧૮૧ TER EDU Page #195 -------------------------------------------------------------------------- ________________ સત્તા. અહીં આત્માની ત્રિકાળવર્તી સત્તા, સત્પણું કે અસ્તિત્ત્વ છે. આપણે ‘સત્તા' શબ્દથી વ્યાખ્યાન કરીશું તે ‘અસ્તિત્ત્વ’ દર્શક છે. શાસ્ત્રોમાં પદાર્થની ‘સત્તાનું’ વ્યાખ્યાન થાય છે, મૂળ દ્રવ્યની સત્તા તર્કથી પ્રમાણિત થાય છે અને તે ‘સત્તા’ના આધારે સમગ્ર વિશ્વ પર્યાય પામે છે. વિશ્વમાં બે સત્તા મુખ્ય છે. જીવ સત્તા અને અજીવ સત્તા. એટલે ભગવાને તત્ત્વોમાં પ્રથમ શબ્દોની સ્થાપના કરી છેઃ જીવતત્ત્વ, અજીવતત્ત્વ. છએ દ્રવ્ય પણ આ બે ભાગમાં વહેંચાયેલા છે. ‘આત્મા’ જીવદ્રવ્ય છે, બાકી પાંચ દ્રવ્યો તે અનાત્મારૂપ છે. આ બધા દ્રવ્યનું નિરૂપણ શાસ્ત્રમાં થયું છે. અજીવ દ્રવ્યનું અસ્તિત્ત્વ પ્રત્યક્ષ દેખાય છે, ઈન્દ્રિયો દ્વારા અનુભવાય છે. તેના અસ્તિત્ત્વ માટે વધારે સમજાવટની જરુરત નથી. નાસ્તિકો પણ અજીવ દ્રવ્યના અસ્તિત્ત્વને સ્વીકારે છે. જેથી અજીવદ્રવ્યનું અસ્તિત્ત્વ બહુ મહત્વપૂર્ણ નથી. પરંતુ જીવદ્રવ્યનું અસ્તિત્ત્વ ઘણું જ મહત્વપૂર્ણ છે. જેમાં ‘આત્મા’ કહેતા ચેતનતત્ત્વ, તેનું અસ્તિત્ત્વ મહત્વપૂર્ણ છે અને તેના અસ્તિત્ત્વ માટે સમજાવટની પણ જરુર છે શાસ્ત્રોનું મુખ્ય લક્ષ ‘આત્મદ્રવ્ય' ના અસ્તિત્ત્વ માટે છે. તેથી આ ૧૩મી ગાથામાં ‘આત્મ અસ્તિત્ત્વના' એમ ઉલ્લેખ કર્યો છે. ‘આદિ' કહીને અજીવ દ્રવ્યનું કથન કરેલ છે. અહીં ‘આદિ’ શબ્દનો અર્થ અન્ય દ્રવ્યનું અસ્તિત્ત્વ છે અથવા વિરુધ્ધ એવા પરમાત્મતત્ત્વને પણ સ્વીકારવાની વાત છે. તેનું અસ્તિત્ત્વ સિધ્ધલોકમાં છે. જીવ સિવાયના અપ્રત્યક્ષ ભાવો છે તેના અસ્તિત્ત્વ વિષે પ્રત્યક્ષ પ્રમાણ નથી. પરંતુ શાસ્ત્રમાં જેનું કથન છે તેના અસ્તિત્ત્વનો પણ શ્રધ્ધાથી સ્વીકાર કરવો રહ્યો. આ બધા શાસ્ત્રો અસ્તિત્ત્વવાદી હોવાથી જે શાસ્ત્રોએ આમ કહ્યું છે તેનો સમાવેશ થાય છે. બધા શાસ્ત્રો નિરૂપક ભાવે' તત્ત્વોના અસ્તિત્ત્વની વાત કરે છે, અર્થાત્ નિશ્ચિતપણે કહે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે કેટલા શાસ્ત્ર માન્ય રાખવા અને કયા શાસ્ત્ર અમાન્ય કરવા. જો કે આ પ્રશ્નનો જવાબ ગૂઢ રીતે આ પંકિતમાં આવી જાય છે. અસ્તિત્ત્વવાદી શાસ્ત્ર માન્ય અને જેમાં અસ્તિત્ત્વનો સ્વીકાર ન હોય તે શાસ્ત્રો સહજ અમાન્ય બની જાય છે. આપણે ‘શાસ્ત્ર’ શબ્દની વ્યાખ્યા પાછળથી કરીશું. અહીં આ પૂર્વપદનો ઉત્તરપદ સાથે શું સંબંધ છે ? કારણ કે શાસ્ત્રનું કથન કરીને સીધી રીતે સદ્ગુરુનો અભાવ વ્યકત કરી સુપાત્ર જીવનું અવલંબન કરવાની વાત કરી છે. શાસ્ત્ર પછી સદગુરુનું સ્થાન આવે છે, જેથી અહીં કવિરાજે સદ્ગુરુને આવશ્યક માની, તેની ગેરહાજરીમાં શું કરવું તેનો ઈશારો કર્યો છે. વસ્તુતઃ એકલા શાસ્ત્રથી જ અથવા તેના ભાવો સમજવાથી ભકતનું સમાધાન થઈ જાય અને તે પૂર્ણ રીતે અસ્તિત્ત્વવાદી બને તે જરૂરી હતું. ફકત શાસ્ત્ર વાંચવાથી કે શાસ્ત્રના નિરૂપણથી સામાન્ય જીવ એકાએક આત્માના અસ્તિત્ત્વ સુધી પહોંચી શકતો નથી અને શાસ્ત્રના ગૂઢ રહસ્યોને પણ સમજી શકતો નથી. નિરૂપક શાસ્ત્ર હાજર છે પણ તેની સમજાવટ કરનાર ન હોય તો કાર્ય અધુરું રહે છે. ઘરમાં બધુ જ છે. પરંતુ દરવાજા ઉપર તાળુ છે. તાળુ ખોલનાર ન હોય ત્યાં સુધી ઘરનું રહસ્ય જાણી શકાતું નથી. એ જ રીતે ઘરમાં બધો સામાન છે. પરંતુ અંધારુ હોવાથી જોઈ શકાતું નથી. ત્યાં દીપની જરુર છે. બોટલમાં કિંમતી અત્તર છે. પરંતુ ઢાંકણ ન ખુલે ત્યાં સુધી સુગંધ પ્રાપ્ત થતી નથી. આ રીતે વિશ્વના લાખો લાખો ૧૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાવ એવા છે, જેમાં આવરણ હટાવનાર કોઈ ન હોય તો પદાર્થના ગુણધર્મ પામી શકાતા નથી, અસ્તુ. અહીં પણ આત્માદિ તત્ત્વના નિરૂપક શાસ્ત્રો જ્ઞાનના ભંડાર છે પરંતુ તેનું રહસ્ય સમજાવનાર સદ્ગુરુની જરુર છે. ગાથામાં કવિરાજે સદગુરુ શબ્દનો પ્રયોગ કર્યો છે કારણ કે ઘણા ગુરુ એવા છે કે શાસ્ત્રના મૂળ રહસ્યને છોડી આડે પાટે ગાડી ચડાવી અંધશ્રધાળુ હજારો ક્રિયાકાંડને જન્મ આપી સ્વાર્થ પરાયણ બને છે પરંતુ અહીં એવા સદ્ગુરુ કે જે આત્મતત્ત્વના અસ્તિત્ત્વની પૂર્ણરૂપે સ્થાપના કરી જીવને સાધના માર્ગના પુરુષાર્થની પ્રેરણા આપી સ્વયં નિરાળ રહે છે. તો તેવા ગુરુ સદ્ગુરુ કહેવાય છે. અહીં આવા સદગુરુ અસ્તિવાદી શાસ્ત્રના રહસ્યનું ઉદ્ઘાટન કરી શકે છે. જેથી અહીં કવિરાજ “ગુરુ”નું ઉચ્ચારણ કરી રહયા છે. પરંતુ સાથે સાથે કહી રહ્યાં છે કે આવા પ્રત્યક્ષ સદ્ગુરુ ન હોય તો શું? ચોથા પદની વ્યાખ્યા કરતા પહેલા આપણે આ ત્રીજા પદ ઉપર પુનઃ દષ્ટિપાત કરીશું. પ્રત્યક્ષ એટલે શું ? અહીં બે શબ્દો મૂકયા છે. પ્રત્યક્ષ અને સદ્ગુરુ'. તેમાંથી પ્રત્યક્ષ શબ્દ અહીં ઘણો સંદિગ્ધ અને વિચારણીય છે. પ્રશ્ન એ છે કે પ્રત્યક્ષ શબ્દપ્રયોગ સદ્ગુરુનું વિશેષણ છે કે પ્રત્યક્ષ કે વર્તમાનકાળનો ઉલ્લેખ કરે છે. આ સંદેહનું નિવારણ કરી આપણે બન્ને રીતે પ્રત્યક્ષ શબ્દનો વિચાર કરીશું. - પ્રત્યક્ષ વર્તમાનકાળમાં આપણે જેને જોઈ શકીએ અથવા જેઓ વર્તમાનકાળમાં સદ્ગુરુ તરીકે સ્થાન મેળવી આત્માર્થી બન્યા હોય, તે પ્રત્યક્ષ કોટિમાં આવે છે. અર્થાત્ જે પ્રાચીનકાળના શાસ્ત્રો છે અને પરંપરાથી જે શાસ્ત્રો ચાલ્યા આવે છે. તેને વર્તમાનકાળમાં ઉકેલ કરી, પ્રત્યક્ષ રીતે અથવા સચોટ રીતે સમજાવી શકે તેવા ગુરુ વર્તમાનકાળે હાજર હોય તો કામ બની જાય. પ્રત્યક્ષ આંગળી ચીંધી આપણે જેને બોલાવી શકીએ, બતાવી શકીએ, અથવા કોઈ પણ જ્ઞાનીજનો પ્રત્યક્ષ તેનું વર્ણન કરતા હોય તો તે પ્રત્યક્ષ સદ્ગુરુ છે. અસ્તુ પ્રત્યક્ષનો આ વર્તમાનકાળવાચી સામાન્ય અર્થ પ્રસિધ્ધ છે. ત્યારે બીજો અર્થ ઘણો ગૂઢ અને ગંભીર છે. સામાન્ય રીતે આત્મસિધ્ધિનો પાઠ કરતા કદાચ આ અર્થને પામ્યા ન હોય. પ્રત્યક્ષ એટલે જેણે સાક્ષાત્કાર કર્યો છે. પોતાના ધ્યાન બળવડે જેણે આત્માને પ્રત્યક્ષ જાણ્યો છે. અહીં પ્રત્યક્ષ શબ્દમાં “અક્ષ” શબ્દ છે. અક્ષ નો અર્થ આંખ થાય છે. આંખ એક પ્રકારની જ્ઞાનેન્દ્રિય છે પરંતુ આ જ્ઞાનેન્દ્રિયો ફકત ભૌતિક પદાર્થનું જ્ઞાન કરે છે. જેથી આ આંખ દ્રવ્યઆંખ, ચૂળ આંખ, આત્મા સુધી પહોંચી શકતી નથી. જ્યારે બીજી એક આંખ છે, આપણે જેને ભાવચક્ષુ કહીશું. આ અક્ષ ઈન્દ્રિયાતીત એવી ભાવેન્દ્રિય છે, જે તત્ત્વનો અનુભવ કરી શકે છે અને આ ભાવેન્દ્રિય” તે શ્રુતજ્ઞાનનો ઉચ્ચકોટિનો ભાવ છે, જે અંતર્મુખી થઈ સ્વદ્રવ્યને ઓળખે છે, આવા સ્વદ્રવ્યને જે મહાપુરુષોએ ઓળખ્યું છે અર્થાત્ જેઓએ પ્રત્યક્ષ કર્યું છે તેવા ગુરુને પ્રત્યક્ષ સદ્ગુરુ કહી શકાય આ છે પ્રત્યક્ષ શબ્દનો ગૂઢાર્થ. અક્ષ શબ્દની વિશેષ વ્યાખ્યા : “અક્ષ' જેમ જ્ઞાનેન્દ્રિયવાચક છે. તે જ રીતે “અક્ષ” દ્રવ્યવાચક પણ છે. નાશવંત દ્રવ્યને અથવા પર્યાયોને “ક્ષ' કહેવામાં આવે છે. “ક્ષ” એટલે “ ક્ષયગામી” જે “લય” પામે છે. જેનું અસ્તિત્ત્વ શાશ્વત નથી, તેવા પર્યાયો “ક્ષ' વિભાગમાં ગણાય છે. જ્યારે “ક્ષ” થી પર “અક્ષ” અવિનાશી છે, જે ક્ષય પામતું નથી, જે “અક્ષય’ તત્ત્વ છે, અખંડ SEBAGAWAGEUZA RESUAR EDHE SHERAN C3 . Page #197 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય છે, અખંડ તત્ત્વ છે, તે દ્રવ્ય “અક્ષય” દ્રવ્ય છે. પર્યાયનો લય થયા પછી પણ મૂળદ્રવ્ય “ અક્ષ' રૂપે બની રહે છે, તેને “અક્ષર' પણ કહેવાય છે. અહીં આપણે “પ્રત્યક્ષ' શબ્દ આવો “ અક્ષય” નિધાન, અખંડ, અવિનાશી, આત્મદ્રવ્યનો જેને સાક્ષાત્કાર થયો છે તેવા વ્યકિત પ્રત્યક્ષ સરુ છે. અહીં “અક્ષ” ની સાથે પ્રતિ' ઉપસર્ગ છે. “પ્રતિ’ નો અર્થ તેના સંબંધમાં જે કાંઈ છે તે પર્યાય રૂપે જાણ્યા પછી તેને પ્રત્યક્ષ' કરી શકાય. “પ્રતિ” શબ્દ દિશાસૂચક છે તેમજ પર્યાપ્ત સૂચક પણ છે. અધ્યાત્મની દિશામાં આગળ વધીને સાક્ષાત્ પર્યાયરૂપે જેને અનુભવ મળ્યો તે પ્રત્યક્ષદર્શી છે. ધન્ય છે આવા “પ્રત્યક્ષદર્શી', જે સદ્ગુરુના ઉત્તમ પદને શોભાવી શકે છે. એક શંકા અને સમાધાન : અહીં એક શંકા થશે કે આત્મા ઈન્દ્રિયાતીત છે. “અક્ષ' એટલે આંખ, તેને જોઈ શકતી નથી. જેથી આપણે પૂર્વમાં કહી ગયા કે ભાવચક્ષુથી આત્માના દર્શન થાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે ઈન્દ્રિય આત્માને કેમ જાણી શકતી નથી ? ઉપનિષદમાં આ પ્રશ્નની છણાવટ કરી છે. શિષ્ય પૂછે છે કે તમો આત્મા, આત્મા કરો છો, તો આત્માને પ્રત્યક્ષ દેખાડો જેને હું આંખથી જોઈ શકું. ત્યારે ગુરુ જવાબ આપે છે કે આત્મા તે આંખનો વિષય નથી, કારણ કે આંખ તો બાહ્ય વિષયને જાણી શકે છે, જ્યારે “આત્મા તો આંખને જાણવાની શકિત આપે છે. અર્થાત્ यत् चक्षुसि न पश्यन्ति, येन चक्षुसि पश्यन्ति । तदेव् ब्रह्मत्वम् विद्धि, नेदम् यदीदमुपासते ॥ અર્થાતુ હે ભાઈ, આંખો જેને જોઈ શકતી નથી પરંતુ તેની કૃપાથી આંખો સંસારને નિહાળે છે તે આત્મતત્ત્વ, અથવા બ્રહ્મતત્ત્વ છે. જે આંખની સામે છે તે રૂપી પદાર્થ આત્મા નથી, તે વિષય છે જેને માણસો જાણે છે. આ શ્લોકથી સાબિત થાય છે કે સ્થૂળ આંખથી આત્મા પ્રત્યક્ષ થઈ શકે નહી. સદ્ગુરુ : અહીં પ્રત્યક્ષ સદ્ગુરુ શબ્દ છે, તે હકીકતમાં પ્રત્યક્ષ સદ્ગુરુનું વિશેષણ છે. જેમકે, ધ્યાનયોગથી જેઓએ આત્માને પ્રત્યક્ષ કર્યો છે. ભાવેન્દ્રિયથી નિહાળ્યો છે, તેવા સાધક મહાયોગી પ્રત્યક્ષ સદ્ગુરુ છે. આમ પ્રત્યક્ષના બને અર્થ આપણે નિહાળ્યા. (૧) જે આપણી સામે છે તે પ્રત્યક્ષ () જેઓએ આત્માને પ્રત્યક્ષ કર્યો છે, તેવા પ્રત્યક્ષ ગુરુ. અહીં સારુ શબ્દનો પુનઃ પ્રવેશ થયો છે. આત્મસિધ્ધિના દરેક પદોમાં પ્રાયઃ સદ્ગુરુ શબ્દ વપરાયો છે, કારણ કે વર્તમાનકાળમાં ઘણી વ્યકિતઓ ગુરુ બની, ગુરુ પદ ધરાવી જ્ઞાન આપવાનો અંડબર કરી વસ્તુતઃ સાધકને આત્મા સુધી પહોંચાડતા નથી. આ બધા ગુરુઓ સદ્ગુરુની કોટિમાં આવતા નથી. સદ્ગુરુ શબ્દના અને અર્થ ગુરુની મહત્તા પ્રગટ કરે છે. સદ્ગુરુ એટલે સાચા ગુરુ, ઈમાનદારીપૂર્વક પોતે જે કક્ષામાં છે તે કક્ષા સુધીની વાત કરે છે. તેમાં ઢોંગ કે આંડબર હોતા નથી. તેવા નિર્મળ ગુરુ સરુ કહેવાય છે. જ્યારે બીજા અર્થમાં “સત્' એટલે સત્ત તત્ત્વ, શાશ્વત, અજર, અમર જે તત્ત્વ છે, તે સત્ કહેવાય છે. અને “સતુ' ના આધારે તેઓ ગુરુપદ પામ્યા છે. તેમની ગુરુતા કોઈ પદ માત્ર નથી. પરંતુ શાશ્વત એવું સત્ તત્ત્વ છે, સત્ છે તે ગુરુ છે. અને ગુરુ છે તે સત્ છે. આ રીતે સત્ સ્વયમ ગુરુ પદે છે, ગુરુ સ્થાને છે, અને આવા સના જે anslatળ ૧૮૪ શાળા Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્યકિતમાં ભાવ પૂરા થયેલા છે, તે વિભૂતિ સરુ કહેવાય છે. વિશેષ વાત : “શાસ્ત્ર' શબ્દની વ્યાખ્યા : આ ગાથામાં નિરૂપક જે શાસ્ત્ર' એમ કહીને વાકય અધ્યાહાર મૂકેલું છે. “આત્માદિ નિરૂપકના જે શાસ્ત્ર” એમ કહ્યા પછી કવિ અટકી ગયા છે પરંતુ આખી ગાથાનું નિરીક્ષણ કર્યા પછી અધ્યાસ એ નીકળે છે કે આવા શાસ્ત્ર હાજર ન હોય, જોવામાં ન આવ્યા હોય, અથવા જોવા ન મળ્યા હોય અથવા તેની સમજણ ન હોય, તે શાસ્ત્રના તત્ત્વોને પીરસનાર ન હોય તો, આ જ્ઞાન શાસ્ત્રમાં જ સંચિત રહે છે. ત્યારબાદ બીજા પદમાં “સદ્ગુરુનો યોગ નહીં' એમ કહેવામાં આવ્યું છે. અર્થાત્ સદ્ગુરુની અનુપસ્થિતિ હોવાથી નિરૂપક શાસ્ત્રની વ્યાખ્યા અપૂર્ણ રહી જાય છે, કારણ કે આવા સદ્ગુરુ આવા નિરૂપક શાસ્ત્રને સમજાવે અથવા સ્વયમ્ પોતે પ્રત્યક્ષ તેનું ભાન કરાવે છે. પરંતુ અહીં યોગીરાજ કહે છે કે આવા સગુનો યોગ ન હોય તો આ જ્ઞાનનો આધાર કોણ ? અર્થાત્ આત્મજ્ઞાન કોણ આપી શકે ? ચોથા પદમાં સ્વયમ્ જવાબ આપે છે કે કોઈ સુપાત્ર યોગ્ય વ્યકિત જ, સાધકને માટે આધારરૂપ બની શકે છે. પદમાં પણ “આધાર શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીં સુપાત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. પાત્રતા એટલે યોગ્યતા. પાત્રતા એટલે સાધના, પાત્રતા એટલે જેનામાં પચાવવાની શકિત છે. પાત્રતા એટલે જે જીરવી શકે છે. તેવા વ્યકિતને પાત્ર વ્યકિત કહી શકાય છે. પાત્ર વ્યકિત બધી પાત્રતા હોવા છતાં વિશ્વસનીય ન હોય તો તે સુપાત્ર નથી. આ તો આત્મજ્ઞાનની વાત છે જ્યાં સૈકાલિક નિર્ણય કરી સમ્યગદર્શનના ઉપાયોને કહેવાનું છે ત્યાં સાધારણ પાત્રનું કોઈ ગજુ નથી એટલે તે સુપાત્ર હોય તો જ સુંદર રીતે ગ્રંથીનો ઉકેલ કરી, પોતે જે પામ્યા છે, તે બીજાને પમાડી શકે છે. અહીં “આધાર સુપાત્ર' કહીને બેવડા અર્થમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેઓ જ્ઞાનને પાત્ર હોય, જ્ઞાન મેળવવાને યોગ્ય હોય, તે જ્ઞાનનો આધાર બની શકે છે. આમ સાધકને માટે પણ સુપાત્ર શબ્દ લાગું પડે છે જ્યારે બીજો અર્થ આ તત્ત્વજ્ઞાનને પીરસવા માટે કોઈ સુપાત્ર મહાપુરુષ આધારભૂત છે. અર્થાત્ સાધનાનાક્ષેત્રે અવલંબન કરવાને યોગ્ય છે. આ રીતે સુપાત્ર શબ્દ અને આધાર શબ્દ બને મહત્વપૂર્ણ છે. આપણે આખી ગાથાનો ખંડ ખંડ અર્થ કર્યા પછી, બધા શબ્દોનો વિચ્છેદ કરી, પદ વિચ્છેદની રીતે વિચારણા કરી અર્થ પ્રસ્તુત કર્યા છે. હવે સળંગ રીતે આખી ગાથાનો અર્થ વિચારીશું. પૂર્વમાં કહ્યા પ્રમાણે ૧૨મી ગાથા પૂર્ણ થયા પછી મુખ્ય વિષયાંતર થયું છે અને પૂર્વ ભૂમિકા રૂપે વિચારો વ્યકત કર્યા પછી હવે કૃપાળુ દેવ સિધ્ધાંતની સ્થાપના કરવા માટે તત્પર થયા છે. અહીં મુખ્ય સિધ્ધાંત આત્માના અસ્તિત્ત્વનો છે. અર્થાતું અસ્તિત્ત્વ સિધ્ધાંતને આધાર માની તેઓએ પોતે વ્યાખ્યાન શરુ કર્યું છે અને આ અસ્તિત્વને પ્રગટ કરનાર પણ મુખ્ય આધાર છે: ૧. શાસ્ત્ર ૨. સદ્ગુરુ ૩. સુપાત્ર. આ ત્રણ અવલંબનને વિચાર્યા પછી તેઓ શાસ્ત્ર હોવા છતાં શાસ્ત્રમુખ છે અને તેનો ભાવાર્થ ગૂઢ છે, તે રીતે બીજુ અવલંબન પ્રત્યક્ષ સદ્ગુરુ યોગનો અભાવ બતાવે છે. બન્ને અવલંબનની ઉપસ્થિતિ ન હોવાથી ત્રીજુ અવલંબન સુપાત્ર આધારરૂપ માને છે. આખી ગાથાનો ૧૮૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ સળંગ અર્થ એ છે કે સાધકને આત્મજ્ઞાન અથવા આત્માના અસ્તિત્ત્વને પ્રાપ્ત કરવા માટે અથવા તેનો સ્વીકાર કરવા માટે કેવળ શાસ્ત્ર કે સદ્ગુરુ ન હોવા છતાં સુપાત્ર જીવનો આધાર લઈ આત્મતત્ત્વના અસ્તિત્ત્વનો નિર્ણય થઈ શકે છે. જો આત્માનું અસ્તિત્ત્વ સિધ્ધ થાય તો ભૌતિકવાદથી હટી નાસ્તિકવાદના પંજામાંથી મુકત થઈ, સાધક એક સ્થિર કેન્દ્ર ઉપર પહોંચે છે. એટલે આત્માનું અસ્તિત્ત્વ એ ઘણો મહત્વપૂર્ણ સિધ્ધાંત બની જાય છે. આત્મસિધ્ધિની ૧૩મી ગાથા ગુરુદેવના મુખ્ય ઉપદેશની અને સૈદ્ધાંતિક પ્રકારની પ્રથમ ગાથા છે. પ્રથમ પગલું આત્માનું અસ્તિત્ત્વ છે. આત્માના અસ્તિત્ત્વ માટે જે શાસ્ત્રો છે તેને સમજવા કે વાંચવા તે પ્રથમ ઉપાય છે. ત્યારબાદ પ્રત્યક્ષ સદગુરુને શરણે જઈ આત્મતત્ત્વના અસ્તિત્વને સમજવું, તે બીજું પગલું છે. પરંતુ તેમનો પણ યોગ ન હોય તો નિરાશ થઈ અટકી જવાની જરુર નથી. આત્મતત્ત્વના અસ્તિત્ત્વની જેઓએ પ્રધાનપણે વ્યાખ્યા કરી, અસ્તિત્ત્વને વાગોળ્યો છે, કે તેવા સુપાત્ર જીવ પણ આધારભૂત બની શકે છે. સાર એ થયો કે આત્મતત્ત્વના અસ્તિત્ત્વ માટે ક્રમશઃ 'આ ત્રણે અવલંબન ઉપકારી છેઃ શાસ્ત્ર, સદ્ગુરુ અને સુપાત્ર. અહીં સદ્ગુરુનો યોગ નહીં એમ લખ્યું છે, તેથી તેનો અભાવ એવો અર્થ થતો નથી. સદ્ગુરુનો અભાવ નથી, પરંતુ તેનો યોગ બન્યો નથી, અથવા પરમ પુણ્યના અભાવે સાધકને હજી સદ્ગુરુ સાંપડયા નથી. પ્રબળ પુણ્યનો ઉદય થાય તો આ યોગ થાય. અહીં કવિરાજે નિષધાત્મક શૈલીમાં કથન કર્યું છે. પરંતુ તેનો વિધેયાત્મક અર્થ પણ સ્પષ્ટ છે કે સદ્ગુરુનો યોગ થાય તો કામ બને. અર્થાત્ આત્માનું અસ્તિત્ત્વ પ્રથમ સમજી શકાય. આ આખી ૧૩મી ગાથા મૂળભૂત સિધ્ધાંતની સ્થાપના કરી, આત્મજ્ઞાનનો પાયો નાંખે છે. આત્માનું અસ્તિત્ત્વ અથવા તેનો સ્વીકાર તે આત્મજ્ઞાનનો પાયો છે. ગાથા ૧૪ ની પૃષ્ઠ ભૂમિ : ખરેખર આ ૧૪મી ગાથા ૧૩મી ગાથાના વિષયને પરિપુષ્ટ કરનાર ગાથા છે. ૧૩મી ગાથામાં જે વાત કરી છે અને આપણે સદ્ગુરુ માટેનો જે વિધિભાવ બતાવ્યો છે, તેનો સ્વયમ્ શાસ્ત્રકારે ઉલ્લેખ કર્યો છે, અર્થાત્ અસ્તિત્ત્વની વિચારણા માટે અને તેનો બોધ કરવા માટે બહુ મૂલ્યવાન સૂચના આપી છે. તે સૂચનાને પુષ્ટ કરવા માટે ફરીથી તે બાબતની ભલામણ પણ કરી છે, જેનો આપણે વિસ્તારપૂર્વક અર્થ કરીશું. પરંતુ ત્રણ પદમાં જે ભલામણ કરી છે અથવા જે બોધ શિક્ષા છે, તેનું પ્રતિયોગી તત્ત્વ અથવા વિપરીત આગ્રહ બુધ્ધિનો પરિત્યાગ કરવો તે ઘણું જ મહત્વપૂર્ણ છે. ચોથા પદમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જે પણ વિચારણીય છે. આ ૧૪મી ગાથાની પૃષ્ઠ ભૂમિમાં બે વાત સ્પષ્ટ છે. (૧) કરવા જેવું શું છે તે (૨) છોડવા જેવું શું છે તે. આ બન્ને વિષય ઉપર ૧૪મી ગાથાનું સંકલન થયું છે અને તેમાં સાધક માટે ઉપર્યુકત મૂલ્યવાન, બે વાત કરી છે. આપણે હવે ૧૪મી ગાથાનો પાઠ કરી અને તેનો ઉલ્લેખ કરી તેના ઉપર ભાષ્ય કરીશું. ૧૮૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ ::::::: ::: :::::: ::::34:31: 3 : ગાથા - ૧૪ 'અથવા સદ્ગુરુ એ કહા, જે અવગાહન કાજા 'તે તે નિત્ય વિચારવા, કરી મનાંતર ત્યાજ || અહીં “અથવા” કહીને ગાથાની શરુઆત કરી છે. જેનો અર્થ એ થાય છે કે પૂર્વે જે કથન કર્યું છે, તે સત્ય ન હોય અથવા કરી શકાય તેમ ન હોય, તો જ અથવા શબ્દ આવે છે. અર્થાત આ પ્રમાણે કરો” અથવા આ પ્રમાણે કરો” આ બે આદેશમાં એક આદેશ અશકય હોય તો બીજા આદેશનું પાલન કરવાની સૂચના છે. “અથવા” શબ્દ વિકલ્પે વપરાય છે. વિપાકથી આત્મિકશાસ્ત્રમાં ઠેર ઠેર વિકલ્પ જોવામાં આવે છે. “આમ થાય” અથવા “આમ થાય” અહીં આપણે વિકલ્પની ચૌભંગી વિચારી લઈએ. ૧. શકય : શકય ૨. અશકય : શકય ૩. શકય : અશકય ૪. અશકય : અશકય. આ ચારેય ભંગ વિકલ્પાત્મક છે. પ્રથમ ભંગમાં બને વાત આચરણીય છે. બને શકય છે. બન્નેમાંથી એક કરી શકાય છે. આ કરો કે તે કરો. બીજા ભંગમાં પ્રથમ વાત અશક્ય હોય તો બીજી વાતનું અવલંબન કરવાની સૂચના છે. આ ન કરી શકો તો તે કરો. ત્રીજા ભંગમાં કોઈ વાતનું આચરણ કરી શકો છો પરંતુ તેની અવેજીમાં જે બીજી વાત હોય તે અશકય હોય તો આ કરી શકો છો. તે નહીં થઈ શકે. જ્યારે ચોથા ભંગમાં બન્ને વાતની અશકયતા દર્શાવે છે. હવે, આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં કવિરાજે “અથવા” કહીને સદ્ગુરુના આદેશને નિત્ય વિચારવાની વાત કરી છે. ૧૩મી ગાથામાં સુપાત્રના યોગથી તેનો આધાર લઈ અસ્તિત્ત્વને સમજવાની વાત હતી. જ્યારે આ ગાથામાં સદ્ગુરુના બતાવેલા માર્ગનું નિત્ય અવગાહન કરવું તેવો આદેશ છે. આ વિકલ્પનો પ્રથમ ભંગ છે. જેમાં બન્નેની શકયતા છે. આ કરો કે તે કરો. બન્ને આચરણીય છે. જેથી “અથવા' કહીને જ આ ગાથાની શરુઆત કરી છે દા.ત. જેમ કોઈ એક માણસને એક પગ ઉપર ઉભા રહેવાની વાત કરવી હોય ત્યારે આપણે કહીએ કે તે ડાબા પગ ઉપર ઊભો રહે છે. અથવા જમણા પગ ઉપર ઊભો રહે છે. તે રીતે અહીં “અથવા” કહી બને અંગ આદરણીય છે અને તેમાંથી સાધકની અનુકૂળતા પ્રમાણે આચરણ કરવાની છૂટ આપવામાં આવી છે. અહીં પ્રશ્ન એ થશે કે “અથવા” નો અર્થ બે માંથી એક જ શા માટે ? બન્ને વસ્તુનું આચરણ કરીએ તો શું ખોટું છે? તો જવાબ છે, તેમાં કશું ખોટું નથી, એ તો સોનામાં સુગંધ છે. નિરૂપક શાસ્ત્રનો આધાર લે. સુપાત્રનો પણ આધાર લે, અને સગુરુના આદેશ પ્રમાણે નિત્ય, અવગાહન કાજ આચરણ કરે તો તેમાં કશું જ ખોટું નથી, પણ શાસ્ત્રકારનું એટલું જ કહેવાનું છે કે બન્ને વાત ફરજીયાત નથી. “અથવા” કહીને સાધકનો માર્ગ ખુલ્લો રાખે છે અને કોઈ પણ રીતે સાધક અસ્તિત્વ ભાવને પ્રાપ્ત કરી અને તે ભાવોને નિશ્ચિતપણે સ્વીકારી સંકલ્પ શકિતવાળો બને તે કથનીય છે. ઉભયપદની યોગ્યતા : કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરી લેવો તે પર્યાપ્ત નથી. એને બૌધ્ધિક રીતે સ્વીકાર્યા પછી ચલચિત્રના ચિત્રો પ્રગટ થઈને નાબુદ થાય છે, આકાશમાં આવેલા વાદળ :: : Page #201 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ પામી વિલય પામે છે અથવા ખીલેલા ફૂલો કરમાય છે, તેમ પરિપકવ થયા ન હોય તેવા વિચાર આભાસ માત્ર બની પુનઃ લય થઈ જાય છે, તેથી તેનું સિંચન કરવું, તે સંસ્કારને મજબૂત કરવા વારંવાર તેમાં રમણ કરવું, તે સાધના માર્ગમાં પરમ આવશ્યક છે. એટલા માટે જ ભારતીય બધી ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિઓમાં નિત્યકર્મનો ક્રમ ગોઠવાયેલો છે અને નિત્ય કરવાની ક્રિયાઓ બહુ જરૂરી બતાવી છે. વિચાર માત્ર સ્થિર થઈ શકતા નથી, જ્યાં સુધી તેમાં પ્રબળ સંસ્કારનું સિંચન ન થાય. અસ્તુ.. આ વાત જગ જાહેર છે. એટલે અધિક ન કહેતા આ મહત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ કર્યો છે. જેને ન્યાય પ્રમાણે આ વિષય ઉપર પણ ચૌભંગી છે. - (૧) અસ્થિરઃ સ્થિર (૨) અસ્થિર છે : સ્થિર નથી (૩) અસ્થિર હોવા છતાં તેને સ્થિર કહયા છે. સ્થિરને અસ્થિર કરી મૂકે છે. (૪) અસ્થિર છે અને અસ્થિર થઈ જાય છે. આ ચૌભંગીનો અર્થ એ છે કે વિચાર માત્ર અસ્થિર પણ હોય શકે અને સ્થિર પણ થઈ શકે. (૧) સંસ્કારના અભાવે અસ્થિર (ર) સંસ્કારના સિંચનથી સ્થિર (૩) પૂર્વના પુણ્યથી સહજ સ્થિર (૪) પાપ કર્મ ઉદયથી સિંચન કરવા છતાં અસ્થિર. આ બધી પ્રક્રિયાઓ બૌધિક વિચાર સાથે સંબંધ ધરાવે છે. આ ૧૪મી ગાથામાં ગુરુદેવે મુખ્ય ઈશારો કરી નિત્ય વિચારવાની વાત કરી છે આત્મ તત્ત્વ વિષે જે કંઈ સમજાવ્યું, વાંચ્યું અને ધારણા કરી, તેને દ્રઢપણે સ્થાપિત કરવામાં નિત્ય વિચારણા કરવાની ભલામણ કરી છે. તે પ્રમાણે નિત્યકર્મ પણ બતાવ્યું છે. સાચું કહો તો આ એક પ્રકારની નિત્યક્રિયા છે, નિત્યનિયમ છે, કારણ કે આત્મજ્ઞાન સાંભળ્યા પછી સાધક સંસારથી નિર્મોહ બને તો તેને કરવાનું શું છે? તેને નિત્ય અવકાશ મેળવી આત્મતત્ત્વની વિચારણા કરવી, તત્ત્વચર્ચા કરવી, આત્મતત્ત્વને વિચારવા અને વાગોળવા, ફરી ફરીને મનોયોગ તેમજ સ્થાપિત કરવો, તે પરમ આવશ્યક છે. “અથવા” શબ્દથી આ નિત્યક્રિયાનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. ૧૩મી ગાથામાં જે બીજ વાવ્યા છે, તેને ૧૪મી ગાથામાં પોષણ કરી, અંકુરિત કરી, તેને ઉછેરવાની વાત છે. . આ બન્ને યોગ પરસ્પર એટલા બધા સંબંધિત છે કે તેની એક કડી તૂટે તો ઘણો પુરુષાર્થ વ્યર્થ જાય તેવો સંભવ છે. આવી ઉપરની ચૌભંગી આ પ્રમાણે છે. (૧) વાવ્યા છે : ઉછેર પણ છે. (૨) વાવ્યા છે : પણ ઉછેર નથી (૩) બીજ વાવ્યા વિના સિંચનની વ્યર્થ ક્રિયા (૪) વાવ્યા પણ નથી : ઉછેર પણ નથી. અભાવ ક્રિયા. આ રીતે બન્ને પક્ષનો વિચાર કરી જે ભંગ સર્વ શ્રેષ્ઠ છે, તે આ પ્રમાણે છે આત્માના અસ્તિત્ત્વના બીજ મનમાં વાવવા અને ત્યારબાદ ઉચિત રીતે તેનો ઉછેર કરવો. ૧૩મી અને ૧૪મી બને ગાથામાં વ્યવસ્થિત રીતે આ ઉપદેશ પ્રગટ કર્યો છે. અસ્તુઃ વિકાસના બીજ : આપણે આગળ કહી ગયા તેમ “ગુરુ” શબ્દ આત્મસિધ્ધિનો આધાર સ્થંભ છે, જેથી બરાબર સદ્ગુરુ શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. “સદ્ગુરુ' શબ્દ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે તેમાં જ્ઞાનયોગ અને ભકિતયોગ બને સાથે પ્રદર્શિત થાય છે. સદ્ગુરુ તે જ્ઞાનના ભંડાર છે. તેથી સાધકને જ્ઞાનતત્ત્વ અર્પણ કરે છે. સાધક માટે તે પરમશ્રધ્ધાને પાત્ર છે. જેથી ૧૮૮L Page #202 -------------------------------------------------------------------------- ________________ તેના પ્રત્યે બધા તર્ક મૂકી નિર્મળ ભાવોથી ભકિત કરવાની છે. સદ્ગુરુ જે જ્ઞાનની ગંગોત્રી છે અને શિષ્ય રૂપી ચંદ્રની ચંદ્રિકા પ્રગટ કરવાનું ભાજન છે. સદ્ગુરુ તે આત્મસિધ્ધિનો પ્રબળ શબ્દ છે. જેથી કૃપાળુ ગુરુદેવ બરાબર આ શબ્દનું ઉચ્ચારણ કરે છે. અહીં આ ૧૪મી ગાથામાં “અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ.” અહીં સદ્ગુરુનો ખાસ અધિકાર પણ વ્યકત કરવામાં આવ્યો છે. જેમ સેનામાં સેનાપતિ હોય છે, તો તેને મુખ્ય Order કરવાનો અધિકાર પણ હોય છે. કામ કરનાર કરતા આજ્ઞા દેનારનું ઘણું જ અધિક મહત્વ છે. જે જે સ્થાનમાં જે પ્રમુખ વ્યકિત હોય તે સમગ્ર કામનું સંચાલન કરે છે. તે જ રીતે આત્મજ્ઞાનના સબંધમાં નિત્યકર્મ નિશ્ચિત કરવાનો અધિકાર સદ્ગુરુને હોય છે. સત્પુરુષ સિવાયના સામાન્ય ગુરુ સ્વાર્થપારાયણ હોય અથવા આત્મજ્ઞાનથી વંચિત હોય અથવા કોઈ અન્ય ઈરાદાથી પ્રેરિત હોય તો તેવા ગુરુ નાવને કિનારે લઈ જઈ શકતા નથી. આ કાર્ય ફકત સદ્ગુરુ જ કરી શકે છે. સદ્ગુરુ શબ્દનો અર્થ છે, સત્ અર્થાત્ જે સત્ તત્ત્વ છે, જે શાશ્વત તત્ત્વ છે, જેને સનાતન તત્ત્વ કહી શકાય તેવું સત્ દ્રવ્ય છે અને આ સત્ દ્રવ્ય સંસારમાં વાસ્તવિક ગુરુતત્ત્વ છે. હવે આપણે વ્યાકરણની દૃષ્ટિએ આ શબ્દનો અર્થ કરીએ. સત્ છે તે જ ગુરુ છે અને સત્વગુરુ દ્રવ્ય જેને સમજાયું છે અથવા જેઓ સમજયા છે, તે સદ્ગુરુ છે. અહીં તપુરુષ સમાસ નથી, પરંતુ બ્રહવ્રીહી સમાસ છે. જેમ પીળું કપડું તે પીતાંબર. પીતાંબર જેણે ધર્યું છે તેવા વ્યકિતને પણ પીતાંબર કહેવાય છે. આમ તપુરુષની સમાસને બહવ્રીહી સમાસ તરીકે લેવાથી તે દ્રવ્ય કર્તાવાચક બની જાય છે. અહીં પણ આપણે સદ્ગુરુ કર્તાના અર્થમાં લેશું. આમ સદ્ગુરુને પરિત્યાગી કહ્યા છે, તેવા જે કોઈ ઉત્તમ કામ છે. તેવા કાર્યને માન્ય રાખ્યા છે. પ્રથમ તે કાર્યનું વિશેષણ બન્યા છે. (૧) સદ્ગુરુનું કથન : યોગ્ય કાજ (૨) અસગુરુનું કથન : અયોગ્ય કાજ (૩) સદ્ગુરુનું કથન : અયોગ્ય કાજ (૪) અસરુનું કથન : યોગ્ય કાજ આ ચૌભંગીમાં બે ભંગ ઘટિત થતા નથી. અસદ્ગુરુનું ઉચિત કાજ બની શકતું નથી અને સદ્ગુરુનું અનુચિત કાજ બનતું નથી. આ બન્ને ભંગનો પરિત્યાગ કરી, પ્રથમ ભંગ સદ્ગુરુનું કથન અને યોગ્ય કાજ અને અસગુરુનું કથન અયોગ્ય કાજ, આ બે ભાંગા જ ઘટિત થાય છે. તેમાં પ્રથમ ભંગ જ આચરણીય છે, અર્થાત્ સદ્ગુરુએ જે કથન કર્યું છે તે અવગાહનને યોગ્ય છે. અસ્તુ. હવે, “અવગાહન' શબ્દ મુકવામાં આવ્યો છે તે દ્રવ્ય દષ્ટિ અને ભાવ દૃષ્ટિએ ઘણો જ ગહન અને વિચારણીય છે. માર્ગનું નિર્ધારણ : “અવગાહન” અને “અવગાહના', જૈનશાસ્ત્રોના આ બન્ને પારિભાષિક શબ્દો છે. સામાન્યપણે “અવગાહના' શબ્દ કોઈ એક ખાસ અર્થમાં વપરાય છે, જે જૈન શાસ્ત્રનું સૂક્ષ્મ ગણિત છે. અવગાહના એટલે કોઈ પણ દ્રવ્યનું જે ક્ષેત્રફળ હોય તેટલા ક્ષેત્રની સ્પર્શનાને અવગાહના કહે છે. ત્યારબાદ, અવગાહન શબ્દ પણ વ્યવહારમાં આવેલો છે. સામાન્ય રીતે માણસ ઉપર ઉપરથી પદાર્થનું દર્શન કરે છે, તેની ગંભીરતાનો તેને ખ્યાલ હોતો નથી. પરંતુ જયારે તે SERRURERASAUGOROSANAKANSIEDADERANSER 926 Page #203 -------------------------------------------------------------------------- ________________ INTEI/AI||T'N|III III III III IIIII II અંતરના ઊંડાણમાં પ્રવેશ કરે છે, ત્યારે ગંભીરપણે દ્રવ્યના આંશિક ભાવોને પણ જાણી શકે છે. આમ ગહન ગતિથી જાણ્યા પછી, પદાર્થના જે આંતરિક દ્રવ્યો છે અથવા આંતરિક પ્રદેશો છે, તેના ગુણધર્મને નિહાળવા અને આંતરિક પ્રદેશ પરમાણુની સમૂચિ પ્રકૃતિનો ખ્યાલ કરવો તે અવગાહન છે. ઉદાહરણ, જેમ કોઈ વડનું ફળ જુએ, એ સામાન્ય દર્શન થયું પંરતુ આ ફળની અંદર અસંખ્ય બીજ રહ્યા છે. ગહન દૃષ્ટિથી વિચારતા તે બધા બીજનો વિશેષ રૂપે ખ્યાલ આવે છે અને તેની રચના, તેની વ્યવસ્થાનો બોધ થાય છે. ત્યારબાદ આ ફળના આંતરિક એક એક બીજનું અવલોકન કરવામાં આવે કે પર્યાલોચન થાય, ત્યારે એક એક બીજાના ગુણધર્મો વિચારમાં લેવાય અને એ ગુણધર્મોમાં એક એક બીજની અપૂર્વ શકિત સમજાય છે કે એક એક બીજમાં એક એક વડ સમાયેલો છે, તેવું સૂક્ષ્મ ચિંતન કરવું તે અવગાહન છે. આ જ રીતે સ્થૂળ શરીર અને દિવ્ય જીવાત્માનું દર્શન કરવું કે કોઈ એક જીવને નિહાળવો તે બાહ્ય દર્શન છે. જેમ કે કોઈ ગાય જુએ છે, આ જાનવર છે તેવો તેને સ્થૂળ ખ્યાલ આવે છે, પરંતુ જયારે જ્ઞાની જીવ આંતરદૃષ્ટિથી વિચારે ત્યારે તેમાં અસંખ્યાત પ્રદેશી શાશ્વત આત્મતત્ત્વ પણ છે, જેના આધારે ગાયનું નિર્માણ થયું છે અને આ દષ્ટિ પ્રાપ્ત થતાં હવે ગાય તે ગાય નથી પરંતુ એક શાશ્વત અરિહંતનો આત્મા છે. આ બધું જાણ્યા પછી, જીવ શા માટે સુખ દુઃખ ભોગવે છે ? આવો શુધ્ધાત્મા કેવી પરિસ્થિતિમાં છે? તેની સાથે રહેલા અસંખ્ય કર્મચલો જે સૂક્ષ્મ રૂપે ત્યાં કાર્ય કરી રહ્યા છે અને છતાં આ અંતરાત્માનો પ્રકાશ બુઝાયો નથી અને સર્વથા કર્મના આવરણથી તે ઢંકાયેલો નથી, તેવું પરિદર્શન કરવું, તે અવગાહન છે. દા.ત. જેમ ફાનસની ચીમની ઉપર મેસ લાગેલી છે, તેથી કાળો અંધકાર છે અને હલકો પ્રકાશ દેખાય છે પરંતુ ચીમનીની અંદર પ્રકાશમાન જયોતિ પણ છે, તે પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે, આ વિશેષ દર્શન કરવું તે અવગાહન છે. “અવગાહન' શબ્દ આંતરદષ્ટિના ભાવોને પ્રગટ કરે છે. જેમ પદાર્થમાં ગહનતા છે તેમ દ્રષ્ટાની ઈન્દ્રિયમાં અને મનોયોગમાં પણ ગહનતા આવે છે. આવું ગહન તત્ત્વ પરસ્પર સમીકરણ કરે છે. એટલે જેમ બહારનું અવગાહન થાય છે તેમ પોતાનું અવગાહન થાય છે. દ્રષ્ટા–દ્રશ્ય એ બન્નેનું અવગાહન કરનારી દષ્ટિ બન્નેનો તાર મેળવે છે અને એક અલૌકિક અવગાહન થતાં પ્રત્યેક દ્રવ્યની સંપૂર્ણતાનો પૂર્ણ ખ્યાલ આવે છે. વ્યવહારમાં ઊંડા તળાવમાં ડૂબકી મારી તળાવના અંદરના ભાવોને નિહાળવા તે લૌકિક અવગાહન છે જ્યારે દ્રવ્યોની સત્તામાં ડૂબકી મારી, તેના આંતરિક ભાવોને નિહાળવા તે અલૌકિક અગમ્ય અવગાહન છે. અહીં કવિરાજે આવું અવગાહન કર્યા પછી, સદ્ગુરુએ તેવું અવગાહન કરવા માટે જે જે કાર્યો બતાવ્યા છે, તે ઉપર ધ્યાન આપવાનો આદેશ છે. “સદ્ગુરુએ કહ્યા જે અવગાહન કાજ તેમાં સહજ સદ્ગુરુ પોતે અવગાહન કર્યા પછી, અવગાહન કરવા માટે ખાસ કાર્યોની પ્રેરણા આપે છે. આમ અવગાહન તે પણ શ્રી સદ્ગુરુથી પ્રાપ્ત થયેલું છે અને તેવું અવગાહન કરવા માટે સદ્ગુરુએ જે કાર્ય બતાવ્યા છે, તે ઉપર લક્ષ આપવાનું છે. ગાહન” “શબ્દ” ગહન' ઉપરથી બનેલો છે. ગહન શબ્દ તે ઊંડાઈવાચી છે અને તે જ રીતે ગંભીરતાનો વાચક છે. અર્થાત્ ઊંડાઈથી પ્રાપ્ત કરેલી ગંભીરતા કે ગહનતા છે. “ગહન” એક પ્રકારનું દોહન છે. જેમ દહીંમાં માખણ રહેલું છે, તેને પ્રાપ્ત કરવું, તે ગહન છે. ગાહનતાનો એક અર્થ તિરોભાવ પણ થાય છે. અર્થાત્ અપ્રગટ Page #204 -------------------------------------------------------------------------- ________________ કે સુષુપ્ત ભાવ છે. ‘ગહન’ ને પ્રાપ્ત કરવા જે ક્રિયા થાય તે ગાહન કહેવાય છે. ગાહન એટલે ‘વલોણુ’. ગાહન એટલે મંથન, ગાહન એટલે પૃથક્કરણ. ગાહન એટલે એક પ્રકારની ખાસ ક્રિયા છે. ‘ગાહન' સાથે અવગાહન બને છે. ત્યારે બાકીની બધી પ્રક્રિયા ઉપર સંપૂર્ણ ધ્યાન અપાય છે અને આ ધ્યાન આપવા માટે ખાસ પ્રકારની સાધના આવશ્યક છે. અહીં ‘કાજ' શબ્દ મૂકયો છે. ‘કાજ' શબ્દનો અર્થ ‘સાધના’ થાય છે, અનુષ્ઠાન થાય છે. તેમાં પરોક્ષ રીતે યમ–નિયમનું આચરણ કરનારા તથા શુધ્ધ અધ્યાત્મવાદીનો સમાવેશ થાય છે. આ બધા સાધન કે સાધના અવગાહન માટે ઉપકારી છે. અહીં ‘અવગાહન' સાથે કરવા' શબ્દ અધ્યાહાર રહે છે. અવગાહન કરવા માટે જે ‘વાદ' અર્થ પણ નીકળે છે. અવગાહન ‘કાજ' એટલે અવગાહન માટે જરૂરી ‘કાજ’ આ બધા કાર્યો અવગાહન સાથે સંબંધ રાખે છે. સદ્ગુરુએ અવગાહન કરી જે ભૂમિકા તૈયાર કરી છે, તે ભૂમિકાના અવગાહન માટે આવશ્યક ‘કાજ’ સમજવા રહ્યા. અહીં ‘કાજ’ નો ઉલ્લેખ કર્યો નથી. પંરતુ આગળના પદમાં તે તે નિત્ય વિચારવા તેમ કહ્યું છે. ‘નિત્ય વિચારવા’ એટલે ‘કાજ’ ઉપર પણ વિચાર કરવો અને ‘કાજ’ ને અમલમાં લાવવા માટે પણ વિચાર કરવો. સળંગ આદેશ એ થયો કે 'કાજ'ને સરખી રીતે વિચારી તેને અમલમાં મૂકવા, જેથી અધ્યાત્મ અવગાહનનો આરંભ થાય. સાધનાનો ક્રમિક વિકાસ : આ રીતે ૧૪મી ગાથામાં સાધનાના પ્રયોગનો પ્રારંભ થતો હોવાથી આ ગાથા ઘણી જ મહત્ત્વપૂર્ણ બની રહે છે. તેમાં સાધનાનો ક્રમ બતાવ્યો છે અને આ ક્રમમાં બાધક રૂપ જે મતાંતર છે, તેને ભાંગવાની વાત કરી છે. આ આખો ક્રમ આ પ્રમાણે છે. (૧) ૧૩મી કડીમાં જે કહ્યું છે તે કરો તે ઠીક (આત્માદિ અસ્તિત્ત્વના... ત્યાં આધાર સુપાત્ર) (૨) અથવા ૧૪મી કડીમાં જે કહ્યું તેનો અમલ કરો (અથવા સદ્ગુરુ એ કહ્યા મતાંતર ત્યાજ). (૩) સદ્ગુરુનું કથન પ્રથમ પગલે લક્ષમાં લેવાનું છે. (૪) તેમાં મુખ્ય કથન આત્માનું અવગાહન છે. (૫) આ અવગાહનને પ્રાપ્ત કરવા માટે ગુરુએ આપેલ આદેશ લક્ષમાં લેવો બહુ જ જરૂરી છે. (૬) અવગાહન માટે સાધનાનો નિશ્ચિત ક્રમ છે. જે ગુરુદેવ પાસેથી સમજવાનો છે. (૭) આ ક્રમ અને વિચારણા, તે સાધકને માટે નિત્ય કાર્ય બનવું જોઈએ. અર્થાત્ આખ્યાન કરવા યોગ છે. (એ પદ સમજીને બેસી જવાથી સ્થિરતા થશે નહીં) તેવી જ અહીં કૃપાળુ ગુરુદેવે રોજ વિચારવાની ભલામણ કરી છે. (૮) આ આખા ક્રમમાં બાધક તત્ત્વ તે મતાંતર છે. તેને છોડી સાધના કરવાની સ્પષ્ટ પ્રેરણા છે. આ ઉપરના અષ્ટાંગયોગ પછી આપણે આ ગાથાનો સળંગ અર્થ ઉપર વિવેચન કર્યા પહેલા મતાંતર શું છે તે બાબત પર ચિંતન કરીશું. -- મતાંતર અહીં મતાંતર શબ્દમાં બે શબ્દો છે. મત અને અંતર તેથી મતાંતરનો અર્થ ‘બીજાનો મત’ એવો થાય છે. બીજા અર્થમાં બીજો મત એવો પણ થાય છે. બીજા અર્થમાં આપણા મતથી બીજાના મતમાં જે કાંઈ દૂરી કે અંતર હોય તે દૂરી મતાંતર કહેવાય છે. અંતર શબ્દ રુઢ શબ્દ છે. ‘આંતરિક’ શબ્દ પણ અંતરથી બનેલો છે. અંતરનો શબ્દાર્થ તો અંદરનો ભાવ' એવો છે પંરતુ તેનો રુઢ થયેલો અર્થ અન્યથાવાચી બની ગયો છે અસ્તુઃ. જે હોય તે. અહીં આ ૧૯૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં અન્યથાનો પ્રયોગ કરેલ છે. મતની ભિન્નતા, મતની જુદાઈ, મતભેદ, બીજો નવો મત, અન્ય લોકોએ કહેલો મત, મતમાં અન્યના મતનો પ્રવેશ થયો હોય અથવા મતના ગણિતમાં કંટક' આવતો હોય છે. આ બધા શબ્દો મતાંતરના સૂચક છે. અહીં આપણે પ્રથમ “મત' શબ્દનો અર્થ નિર્ધારિત કરવો રહ્યો. અહીં જે મત છે તે માન્ય કરેલો મત છે. જિનેશ્વરનો શાશ્વત માર્ગ, જેમાં પ્રરૂપાયેલ હોય, તેવો આધ્યત્મ સહિતનો મત, સાચા અર્થમાં મત છે. મતિ અને મત બને નજીકના શબ્દ છે. આપણે જે કાંઈ નિર્ધારિત કરીએ છીએ, તે બુધ્ધિ અર્થાત્ તે મતિના ક્ષેત્રમાં નિર્ધારિત થાય છે અને તેથી મતિના ક્ષેત્રમાં નિર્ધારિત થયેલી વાત તે “મા” છે. મતનો અર્થ દર્શન, સૂચિ, તત્ત્વજ્ઞાન, વિચારધારા, કોઈ એક ગ્રંથના આધારે કે કોઈ એક શાસ્ત્રના આધારે સ્થાપિત થયેલી માન્યતાઓ તે મતની જન્મદાતા છે. . મૂળ તો ભારતવર્ષમાં પ્રચલિત જે શાસ્ત્ર કે આગમો હતા જેમકે વેદ, જેનાગમ, બુધ્ધપિટક, ઈત્યાદિ દાર્શનિકધારાઓ, એવા પ્રતિભાસંપન્ન ઋષિ મહાત્મા દ્વારા પ્રસિધ્ધ થતી હતી. જેને સત્ દર્શન કહેવામાં આવે છે. આ ઉપરાંત, તે દર્શનના આધારે ભિન્ન ભિન્ન પ્રકારની અને ઘણી માન્યતા રૂ૫ ધારાઓ સ્થાપિત થયેલ અને જેમાંથી અલગ અલગ મતના આધારે ઘણા સંપ્રદાયોની સ્થાપના થઈ, કોઈ પણ ધારામાં અથવા કહો કે બધી ધારાઓ મુખ્યત્વે બે ભાગમાં પ્રવાહિત થયેલી છે. જ્ઞાનરૂપ આધ્યાત્મધારાઓ અને ક્રિયાકાંડરૂપ ક્રિયાત્મકધારાઓ. હવે બને છે શું? એક ધારામાં સંસ્કાર દ્રઢ થયા પછી જીવ બીજું કશું સત્ય સમજવા માટે તૈયાર થતો નથી અને એક વર્તુળમાં બંધાઈને રહે છે. આવા વર્તુળથી ભિન્ન ભિન્ન પ્રકારના મતાગ્રહ જન્મે છે. અહીં આ બધા મતોની ગણના કરવાથી એક વિશાળ પંથ ઉભો થાય પરંતુ કવિરાજે બહુ જ સીફતથી એક શબ્દથી બધા આગ્રહી મતોનું નિરાકરણ કર્યું છે અને મતવાદથી દૂર રહી સદ્દગુરુનો આશ્રય કરી વિચારવા યોગ્ય નિત્યકર્મ માટે સ્પષ્ટ પ્રેરણા આપી છે. અહીં કોઈ સ્વમતની સ્થાપના કરી નથી, પરંતુ મતાંતર છોડવાની વાત કરી છે. અન્યથાઉકિતના ન્યાયે સ્વપક્ષનો સ્વીકાર કરી મતાંતરને છોડવાની વાત છે અને સ્વમત રૂપે કોઈ ખાસ વિશેષ સંપ્રદાયબુધ્ધિ રાખવામાં આવી નથી પરંતુ સહજ ભાવે જેમાં આત્માનું ચિંતન હોય તેવી ધારા સ્વીકારવા માટે સદ્ગુરુનો આશ્રય લેવાની આવશ્યકતા બતાવી છે. મતાંતર કોઈ ખાસ વિશેષ તર્કયુકત વિચારધારા છે એમ સમજવાનું નથી. પરંતુ સાધારણ રીતે અજ્ઞાનના આશ્રયે અજ્ઞાનમૂલક વિચારોથી જે મત ઉત્પન્ન થયો હોય તેને મતાંતર કહી શકાય. ટૂંકમાં એ પણ કહેવાનો આશ્રય છે કે અધિક વાદવિવાદમાં ન જતા, જે બૌધિક તર્કકુતર્કનો આશ્રય લઈ, વાણી વિલાસ રહિત કરી, સરલભાવે, સદ્ગુરુએ કહેલ માર્ગને અનુસરવું તે મતાંતર છોડયો કહેવાય. જો પોતાની વાતને વળગી રહે અથવા મોહાત્મક સંસ્કારોને કારણે મતિ મુંઝાયેલી રહે તો તેવો જીવ મતાંતર છોડી શકતો નથી. અહીં ત્રીજા પદમાં જે આદરણીય કથન કર્યું છે, તેમાં એક સ્વસ્થ શરત રાખી છે. જ્યારે કોઈ લાકડા ઉપર રંધો લગાવી તેને સમતલ કરવું હોય તો તેમાં લાકડામાં લાગેલી ખીલીને પહેલા કાઢવી જરૂરી છે. જો ખીલી ન કાઢે તો લાકડાના ગુણધર્મ પ્રગટ ન થાય અને તે ખરબચડુ રહે. વસ્તુતઃ કોઈ પણ સારા કાર્યમાં એક બાધક તત્ત્વ હોય છે અને કેટલાક અનુકુળ કારણો પણ હોય છે. જેને દર્શનશાસ્ત્રમાં અનુયોગી અને પ્રતિયોગી કહેવામાં mmmmmm..mum. 162 mma Page #206 -------------------------------------------------------------------------- ________________ આવે છે. પ્રતિયોગીની ઉપસ્થિતિમાં કાર્ય અટકી જાય છે. એટલે કહ્યું છે કે કારણ સામગ્રી ઉપસ્થિતે સતિ યોગ્ય પ્રતિયોગી અભાવને કાર્ય કારણ પ્રતિયોગી અનભાવે કારણ સામગ્રી ન અર્થ-કારણી'' બધા કારણ હાજર હોવા છતાં જો પ્રતિયોગીનો અભાવ ન હોય તો કાર્ય થઈ શકતું નથી. માટે પ્રતિયોગીનો અભાવ બહુ જરૂરી છે. અહીં ૧૪મી ગાથામાં જે કાંઈ આદરણીય ભાવો બતાવ્યા છે. તેમાં આ પ્રતિયોગીનો ખાસ ઉલ્લેખ કર્યો છે અને તે છે મતાંતર. મતાંતર મનમાં ઉભો થયો હોય અર્થાત્ વિપરીત કલ્પના ઘર કરીને બેઠી હોય તો ત્યાં સદ્ગુરુના કહેલા વચનોનું પારાયણ નિત્ય થવું અશકય છે. જેથી મતાંતરનો ત્યાગ કરીને જ ફરીને પ્રતિદિન પુણ્યના ફેલાયેલા માર્ગમાં અનુસરણ કરવાની આજ્ઞા આપવામાં આવી છે. મતાંતર એક પ્રકારનો કાંટો છે અને કાંટાનો ખટકારો હોય તો માણસ સુખપૂર્વક સૂઈ શકતો નથી. તેમ મતાંતરનો કાંટો હોય તો તે સહજાનંદ પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રશ્ન એ છે કે શું જ્ઞાન દષ્ટિથી મતાંતરના વિચારો મનમાં જ ઊભા રાખી અને સ્વયમ્ દ્રષ્ટારૂપ રહી ગુરુ આજ્ઞાનું પાલન કરે અથવા સન્માર્ગનો સંકલ્પ કરે, તો શું મતાંતર છોડવો જરૂરી છે ? ઉત્તર : વસ્તુતઃ મતાંતર છોડાવાની જે વાત કરી છે તે કોઈ એવી વસ્તુ નથી કે જેને દૂર મૂકી શકાય. પરંતુ જ્ઞાતા દ્રષ્ટા બની મતાંતરની ઉપેક્ષા કરવી અથવા તેને મહત્ત્વ ન આપવું તે છોડી દેવા બરાબર જ છે. આત્મિકજ્ઞાનના આશ્રયે કોઈ પણ વસ્તુ છોડવાની વાત આવે ત્યારે તેને જ્ઞાનથી છૂટું પાડી, તેનું મહત્ત્વશૂન્ય કરી, ઉપેક્ષા કરર્વી તે છોડવાપણું છે. જ્ઞાનપૂર્વક છૂટે તે જ સાચો ત્યાગ છે. બાહ્યત્યાગને બહુ મહત્વ આપવામાં આવ્યું નથી. અહીં તો મતાંતરના ત્યાગની વાત છે. મનમાં રહેલો કોઈ પણ વિચાર છોડી શકાતો નથી, પરંતુ તેની ઉપેક્ષા થઈ શકે છે. ઉપેક્ષાથી છોડવાથી તેનું ક્રિયાત્મક સ્વરૂપ મરી જાય છે. અસ્તુ : મતાંતરની આટલી લાંબી વ્યાખ્યા કર્યા પછી અને ચારેય પદો ઉપર ખંડ ખંડ કરી દષ્ટિપાત કર્યા પછી અખંડ ભાવે આ પદનો જે પ્રતિબોધ છે, તે ગ્રહણ કરી આગળ વધશું. કોઈ પણ પ્રકારની આગ્રહ બુધ્ધિથી દૂર રહી શ્રધ્ધાપૂર્વક સગુરુએ જે કહ્યું છે તેનું અવગાહન કરી અને તેનો સાર ગ્રહણ કરી દ્રઢપણે અવલોકન કરી સત્ય પ્રતિજ્ઞા સાથે સ્વીકાર કરી રોજ રોજ અથવા પ્રત્યક્ષપણે તેનો વિચાર કરવો અને કોઈ પ્રકારની હઠાગ્રહ બુદ્ધિ ન રાખવી તથા પૂર્વમાં જે કંઈ કહ્યું છે અને અત્યારે જે કંઈ કહેવાય છે તે બન્નેનું, અથવા બન્નેમાંથી એક પણ સારી રીતે અમલમાં લાવવું અને પૂર્વમાં તેવા કોઈ અજ્ઞાનભાવે સ્વીકારેલા મત હોય અથવા આત્મજ્ઞાનથી વિપરીત દિશામાં લઈ જનાર વિચારો હોય, તેવા વિધેયાત્મક વિચારો રૂપી મતાંતરનો ત્યાગ કરી દ્રવ્યાદિક અવલંબનનું અવલોકન કરી, અખંડ ભાવે, અખંડ રીતે સ્પર્શ કરવા નિત્ય અભ્યાસ કરવો અને સદ્ગુરુએ કહેલું જે કંઈ નવનીત છે, તેના ઉપર પ્રતિબધ્ધ રીતે અવગાહન કરતા રહેવું, સાધક માટે પરમ આવશ્યક જ્ઞાનયોગ છે. ઉપોદ્દાત : અહીં આપણે ૧૫મી ગાથાનું અવતરણ કરીએ છીએ. શાસ્ત્રકાર સ્વયં ૧૩મી ગાથામાં જે વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેનો અંશ પકડી તે જ વસ્તુનું વિસ્તારપૂવર્ક કથન કરવા માણા ૧૯૩ " Page #207 -------------------------------------------------------------------------- ________________ આ ૧પમી ગાથામાં તત્પર થયા છે. ૧૪મી ગાથા સાથે આ ૧૫મી ગાથાનો સ્પષ્ટ સંબંધ દેખાય છે. જે વસ્તુ તેઓ કહેવા માંગે છે તેમાં જે પ્રતિયોગી છે, તેનું મહત્ત્વ વધારે જણાય છે અને તેથી પ્રતિયોગીને નિશાન ઉપર લઈ તેનું નિરાકરણ કરવા માંગે છે. ખરું પૂછો તો મોક્ષમાર્ગ છે, તે સાધ્ય નથી. તે સ્વતઃ નિર્મિત થયેલો સહજ માર્ગ છે અને આત્મતત્ત્વની પણ સિદ્ધ પરિણતિ છે પરંતુ તેમાં જે કંઈ બાધા છે તે પ્રતિયોગીની જ છે. અહીં જ્ઞાનીજનોએ ખૂબજ વિસ્તૃત દષ્ટિથી આવા ઘણા પ્રતિયોગી જોયા છે. જે જીવાત્માના ઉચ્ચ કોટિના નિર્મળ જ્ઞાનપરિણામોને રોકે છે. અત્યારની સંસ્કૃતિમાં આ બધા પ્રતિયોગીઓને ભિન્ન ભિન્ન શબ્દોથી નવાજ્યા છે. જેમ દૈત્ય ખુદ પોતાના અલગ અલગ રૂપે પ્રગટ કરે છે, તેવી જ રીતે આ આધ્યાત્મિક માર્ગના પ્રતિયોગી ઘણા રૂપાંતર કરી શકે છે. તેથી તેને કોઈ માયા કહે છે, કોઈ મોહ કહે છે, કોઈ અજ્ઞાન કહે છે, કોઈ આવરણ કહે છે. કોઈ તેને આવેશ' શબ્દથી પુકારે છે અને ભારત સિવાઈ બીજા દેશોમાં તેને સૈતાન પણ કહેવામાં આવે છે. શાસ્ત્રીય ભાષામાં તેને “વિકારી પરિણામો કહેવામાં આવે છે, અર્થાત્ તે વિકૃતિ છે. આધ્યાત્મદર્શનમાં પણ પ્રકૃતિના પ્રતિરૂપ યોગોમાં તે વિકૃતિનો ઉદ્દભવ થાય છે. કેટલાક શાસ્ત્ર તેને “જડ'ના શબ્દથી સંબોધિત કરે છે. અહીં આત્મસિધ્ધિ જેવા મહાનશાસ્ત્રમાં આ પ્રતિયોગી'ને એક નવા નામે જ સંબોધ્યા છે અને કૃપાળુ ગુરુદેવ તેને “સ્વચ્છેદ' કહે છે. આ ૧૫મી ગાથામાં સાક્ષાત્ મોક્ષમાર્ગને અટકાવનાર “સ્વચ્છેદ'ને મુખ્ય સ્થાન આપ્યું છે પરંતુ તે ભૂલવું ન જોઈએ કે સ્વચ્છેદ કોઈ નવી ચીજ નથી. પરંતુ પહેલા માયાવી “સ્વચ્છેદ' જે આધ્યાત્મિક સાધનનો મહાન પ્રતિયોગી છે. અસ્તુ ? આટલી પૂર્વભૂમિકા કર્યા પછી હવે આપણે ગાથાનું ઉચ્ચારણ કરીશું. હાંધ પાંદી દાંીિ ૧૯૪ દિ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૫ 'રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ, 'પામ્યા એમ અનંત છે ભાખ્યું જિન નિર્દોષ. II અહીં “રોકવાની પ્રેરણા આપી છે. અર્થાત્ “સ્વચ્છેદ' ને “શેકે તેમ કહ્યું છે. આનો અર્થ એ થાય છે કે “સ્વચ્છેદ' તે જીવનો પોતાનો દુર્ગુણ નથી. પરંતુ કર્મજન્ય એક મહાવિકાર છે. તેનું એક સ્વતંત્ર અસ્તિત્ત્વ છે ત્યાર પછી તેને રોકવાની વાત આવે છે. કોઈ વસ્તુને રોકવાની વાત આવે છે ત્યારે ત્યાં તેનું અસ્તિત્ત્વ છે અને તે પણ સ્વતંત્રરૂપે ક્રિયાશીલ છે. સ્વચ્છંદ એ મોહનો એક પ્રકાર છે. પ્રથમથી જ તેની હાજરી હોય તો તેને રોકવાની વાત આવે છે. આ પ્રમાણે અહીં બે વાત સામે આવે છે. (૧) સ્વચ્છેદ (૨) તેને રોકવાની પ્રક્રિયા. સ્વચ્છંદ તે જીવમાં કોઈ પ્રબળ વિકારી તત્ત્વ છે અને તે આત્માનો શુધ્ધ પુરુષાર્થ નથી, પરંતુ અશુધ્ધ ઉપાદાનને કારણે સ્વતઃ ઉગેલો એક બાવળ છે. તેને રોકવાની પ્રક્રિયા તે પુરુષાર્થ અને તે પણ જીવનો જ્ઞાનયુકત પુરુષાર્થ છે. તેથી તેને સ્વભાવ તરીકે ગણી શકાશે. આ સ્વચ્છંદને અને રોકવાની ક્રિયાને બન્નેને સ્પષ્ટ સમજી લેવાની જરુર છે. ખેતરમાં ઘાસ કે નિંદામણ પોતાની મેળે ઉગેલું છે. જ્યારે તેને કાઢવાની પ્રક્રિયા એ ખેડૂતનો પુરુષાર્થ છે. રોકવું તે સ્વસ્થિતરતા : અહીં ખાસ શબ્દ શેકે મૂકેલો છે. કવિરાજે નાશ કરવો કે મિટાવી દેવો તેવો શબ્દ વાપર્યો નથી પરંતુ રોકવાનું કહ્યું છે. સ્વચ્છંદને આવતો અટકાવાનો છે. જૈનશાસ્ત્રોમાં પણ “આશ્રવને’ ટાળવાની વાત કરી નથી, પરંતુ “આશ્રવને રોકવાની વાત કહેલી છે. આ પ્રકારના “આશ્રવ ને રોકવો તે સંવર ક્રિયા છે. અહીં આત્મ સિધ્ધિ ગાયકે બહુ સમજીને શાસ્ત્રને અનુકુળ એવો “રોકે’ શબ્દ મૂકયો છે. હવે આપણે “રોક ઉપર ઊંડાઈથી વિચાર કરશું. કોઈ વસ્તુને રોકવી કે “લય’ કરવી તે બન્નેમાં સૂક્ષ્મ અંતર શું છે? દા.ત. ઘરમાં જેમ સાપ પ્રવેશ કરતો હોય તો તેને કોઈ પણ હિસાબે રોકી દેવો, પરંતુ તેને મારી ન નાંખવો. આ નાના દ્રષ્ટાંતથી સમજાય છે કે “રોકવુંઅને “મારવું બન્નેમાં એક ભેદરેખા છે. મારવામાં કે લય કરવામાં લક્ષ પર પરિણામ ઉપર સ્થિર થાય છે. જ્યારે રોકવાની પ્રક્રિયામાં આત્મા સ્વલક્ષી બને છે. જેમ મારવાના વિચારથી અન્ય વસ્તુને ધ્યાનમાં લેવી પડે છે. જ્યારે રોકવામાં પોતાના પરિણામ જાગૃત કરવાથી સ્વતઃ તે રોકાય છે કે લય પામે છે. એકમાં સૈકાલિક પુરુષાર્થ છે, જયારે રોકવામાં સ્વસ્થિરતા છે. જેમ કે આડે રસ્તે ગાડી જતી હોય તો ડ્રાયવર રસ્તા ઉપર ધ્યાન ન આપતા ગાડી રોકે છે. રસ્તાનો નાશ કરવાનો વિચાર કરતો નથી, તેમ તેનો “લય” થાય તેવો સવળો પુરુષાર્થ કરતો નથી. “રોકવું તે પોતાના મનની ક્રિયા છે. જ્યારે ટાળવું તે પરલક્ષીક્રિયા છે. આ રીતે વિચારતા આપણા જ્ઞાની ગુરુદેવે કેટલું સમજીને “રોકવું' શબ્દનો પ્રયોગ કર્યો છે. સંસારમાં વહેતા પ્રવાહો અનાદિઅનંત હોવાથી તેને ટાળી શકાતા નથી. જેમ કે સમુદ્રમાં ઉઠેલા તોફાનને નાવિક “ટાળી શકતો નથી, પરંતુ પોતાની નાવને તેનાથી દૂર રાખી, દૂર રોકી શકે 2008 ૧૯૫૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ છે.” મનની અંદર તમારો સંકલ્પ શુધ્ધ હોય તો સ્વતઃ મલિન પરિણામો રોકાય છે. કોઈ કહે હું અંધકારનો નાશ કરું. ત્યારે બીજા કહે છે, હું મારી મીણબત્તી પ્રજ્વલિત કરું, પરંતુ સાચી ક્રિયા એ છે કે પોતાની મતિ પ્રકાશિત થતાં અંધકાર સ્વયં રોકાય જશે. આ રીતે વિચારતા “રોકવાની ક્રિયા' તે સાચા અર્થમાં “સંવર' છે જ્યારે “સ્વચ્છેદ' તે કોઈ કર્મનો ઉદયમાન “આશ્રવ છે. આશ્રવનું પ્રથમથી જ અસ્તિત્ત્વ છે અને તે “આશ્રવ” ને “રોકવો' તે બહુજ મહત્ત્વપૂર્ણ છે. આટલું “રોકવા’ વિષે જાણ્યા પછી “સ્વચ્છેદ' શબ્દનો અર્થ વિચારશું ! સ્વચ્છંદના બે પાંસા : “સ્વચ્છેદ' એટલે ઈચ્છા. ઈચ્છાનો આગ્રહ. “છંદ' એક પ્રકારે બુધ્ધિ ઉપર ચડેલો રંગ, બીજી રીતે કહો તો “છંદ' એ એક સૂક્ષ્મ “આસકિત” છે. “છંદ' માં વિશેષતા એ છે કે તેમાં અમુક પ્રકારની સમજ હોય છે. એકદમ “ઘ' સંજ્ઞા હોતી નથી. પરંતુ પોતાની સમજ ઉપર આગ્રહનો કહો કે મતિના આગ્રહનો કહો એવો એક લેપ લાગે છે. જેમ પીતળના અલંકાર ઉપર ચાંદીનો લેપ લાગે અને તે ચમકવા લાગે છે તેમ પોતાની સમજમાં જીવને ચળકાટ દેખાય છે. આ “છંદ' બે પ્રકારે જન્મ પામે છે : (૧) પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે અને (૨) બુધ્ધિના સાચા ખોટા ગણિતના આધારે છંદનું નિર્માણ થાય છે. આવા છંદને સ્વચ્છેદ કહી શકાય. જ્યારે બીજા છંદને અન્ય વ્યકિતના સમજણપૂર્વકના આગ્રહ ભરેલા બુધ્ધિવાળા વિચારોથી જીવ રંગાય છે અને અન્ય વ્યકિતના છંદ' ઉપર ચાલે છે, તેને “પરછંદ’ કહી શકાય. સ્વચ્છંદ કે પરછંદ બને અજ્ઞાન રંજિત હોવાથી અને અનેકાંતવાદની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોવાથી તે એકાંતવાદથી દૂષિત થાય છે. તેથી બધા છંદ, સ્વચ્છંદ હોય કે પરછંદ હોય તે ત્યાગવા લાયક છે. આત્મછંદ – સ્વચ્છંદ : સ્વઆત્મ તત્ત્વ, શુધ્ધાત્મ દ્રવ્ય અને તેની નિર્મળ પરિણતિ નિર્મોહ દશા અને આવી નિર્મળ દશાનો રંગ લાગ્યો હોય તેને આપણે “આત્મછંદ' કે સ્વચ્છેદ કહીશું. આ “સ્વચ્છેદ' ઘણો ઉજળો અને આદરણીય પણ છે. તેમાં આત્મદ્રવ્યની જે શુધ્ધ પર્યાયો છે, તેનાથી ઈચ્છા શકિત રંગાઈ ગઈ છે તેનાથી અને મન, પ્રાણ, ઈન્દ્રિયો પણ રંગાયા છે. જેને કહી શકાય કે “લાગ્યો છે છંદ સાચા દેવગુરુનો, હો મને લાગ્યો છે છંદ સાચા દેવગુરુનો” આ છંદ સ્વછંદ હોવા છતાં મધુરો છે, તેમાં કડવાશ નથી. જેમ નિર્મળ પાણી પોતાના જ સહજ ગુણધર્મથી સ્વાદ આપે છે તેમાં પારદ્રવ્ય મેળવવાની જરૂર નથી તેમ આત્મછંદ પણ મિથ્યાત્વ, કષાય અને અજ્ઞાનથી મુકત હોવાથી સહજ રીતે આનંદદાયક છે. પરછંદ : પરદ્રવ્યોના પ્રભાવથી અને ઈન્દ્રિયોના વિષયોથી ઈચ્છાશકિત રંગાઈ જાય, વિષય કે કષાયનો આગ્રહ ઉત્પન્ન થાય છે, આવા “છંદ' ને આપણે “પરછંદ' કહીશું. આ પરછંદ તે સ્વચ્છેદથી પણ વધારે ઘાતક છે. જ્યારે સ્વચ્છંદ છોડવાની વાત કરી છે, ત્યાં અજ્ઞાત રૂપે પરછંદ પણ છોડવાનો છે. કાગડાથી ધન બચાવવું તેમ કહ્યું હોય, ત્યાં કહ્યા વિના પણ કૂતરાથી ધન બચાવવું તેવો અધ્યાસ સમાયેલો છે. અહીં કાગડાનો અર્થ કાગડો જ નથી પણ ઉપઘાતકારક બધા જીવો કાગડારૂપે લીધા છે. એમ અહીં સ્વચ્છેદની સાથે પરછંદ પણ લેવાનો છે. આત્મગુણોનો ઘાત કરે તે બધા વિકારી ભાવો પરછંદરૂપે ગણી લેવા જોઈએ. આ થયો પરછંદનો - ૧૯૬૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાવ પરંતુ ભાવાત્મક દૃષ્ટિએ પરછંદનો એક સારો અર્થ પણ નીકળે છે. પરદ્રવ્ય પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે અને તે પોતાના સ્વભાવથી જ પરિણતિ પામે છે, તેમાં જીવનું કશું કર્તૃત્ત્વ નથી. પરદ્રવ્યો સંબંધી જ્ઞાનાત્મક નિર્ણય કરી, પરથી છૂટો પડી તેનો છંદ પદાર્થમાં જ રહે અને પર સાથેના જ્ઞાનાત્મક સંબંધ રાખી તે બધા પદાર્થો શેય છે. તેવો ઈચ્છા શકિતથી શુધ્ધ નિર્ણય કરી પરપદાર્થ પ્રત્યેનો પરછંદ જાળવી રાખે તો (આવો પરછંદ) પણ પોતાનું લક્ષ બને. અસ્તુ અહીં આપણે સ્વછંદ અને પરછંદના બબ્બે અર્થ કર્યા છે. જે આ પ્રમાણે છે. (૧) સ્વચ્છેદ ત્યાજય – ધૂળ અર્થ (૨) સ્વચ્છંદ ગ્રાહ્ય – ભાવાત્મક અર્થ (૩) પરછંદ ત્યાજય. સ્થૂળ અર્થ (૪) પરચ્છેદ ગ્રાહય. ભાવાત્મક અર્થ અહીં કવિરાજે મુખ્ય તેવા સ્વચ્છેદ ઉપર ધ્યાન આપ્યું છે જે મોક્ષને અટકાવે છે, અથવા તેની હાજરીમાં જીવ મુકત થઈ શકતો નથી. અહીં સ્પષ્ટપણે શરત મૂકી છે કે “સ્વચ્છંદ રોકે તો અવશ્ય મુકિત પામે.” મુકિત પ્રાપ્ત કરવી તે “વિધિ' છે. સ્વચ્છંદ રોકવો તે નિષેધ છે. અહીં પ્રતિયોગી રૂપે સ્વચ્છેદ મૂકયો છે, અને સ્વચ્છંદતાના અભાવને મુખ્યત્વે પ્રતિયોગીના અભાવરૂપે ઘોષણા કરી. નિષેધ સાધનામાં વિધિના બીજ અંકુરિત થાય છે. જેમ જમીન ઉપર લાકડા, પત્થર, રેતી કે કચરો પડેલો હોય તો નીચેની ધરતી હરિયાળી થતી નથી. અહીં કચરાને રોકી દેવામાં આવે તો અથવા ત્યાં નાંખવામાં ન આવે અને જમીન ખુલ્લી રાખે તો તે સ્વતઃ હરિયાળી થાય છે. અંકુરિત થવાના બીજ જમીનમાં પડયા છે, પરંતુ પ્રતિયોગીનો અભાવ ન હોવાથી તે અંકુરિત થતા નથી. એ જ રીતે અહીં તો આત્મરૂપ ભૂમિમાં મુકિત કે મોક્ષના ભાવો અવશ્ય અંકુરિત થશે એ સ્વચ્છેદરૂપી પ્રતિયોગીને જો રોકી દેવામાં આવશે કે અટકાવી દેવામાં આવશે. શાસ્ત્રકારે આ વાકય એટલું સચોટપણે લખ્યું છે કે તેમાં ન્યાય કે તર્ક પ્રમાણે વ્યાપ્તિ પણ જોવામાં આવે છે. વ્યાપ્તિ : જ્યાં જ્યાં સ્વચ્છંદ છે, ત્યાં ત્યાં મુકિતનો અભાવ છે. જ્યાં જ્યાં મુકિત છે, ત્યાં ત્યાં સ્વચ્છંદનો અભાવ છે. સ્વચ્છેદનો અભાવ કારણભૂત છે. મુકિત એ કાર્યરૂપ છે. કારણના અભાવે કાર્યનો અભાવ દેખાય છે. કારણનો અભાવ વિધેયાત્મક છે, જ્યારે મુકિતનો અભાવ નિષેધાત્મક છે. અહીં વ્યાપ્તિમાં મુખ્ય વાત નીચે પ્રમાણે જોવાની છે. કાર્ય-કારણનો સંબંધ બે પ્રકારે વિકાસ પામે છે. (૧) તાત્કાલિક (૨) ક્રમિક. “સ્વચ્છેદ'નો અભાવ ક્રમિક થઈ શકે છે. અને “મુકિત” નું આગમન પણ ક્રમિક થાય છે. સ્વચ્છંદનો સંપૂર્ણ અભાવ થતા સંપૂર્ણ મુકિત થાય છે. મુકિત તે સાધ્ય છે અને સ્વચ્છંદ છોડવો તે સાધન છે. પ્રશ્ન એ થાય છે કે શું કોઈ અભાવથી કાર્ય થાય? અભાવ તો શૂન્યરૂપ છે, તો કારણ કેવી રીતે બની શકે? પરંતુ હકીકતમાં તેમ નથી. સ્વચ્છંદનો અભાવ થતાં અને જીવ સ્વચ્છંદ છોડે તો તેની પાત્રતારૂપે ગુણો પ્રગટ થાય છે. બુધ્ધિ નિર્મળ બને છે અને સ્વચ્છેદના અભાવમાં જે તત્ત્વો વિકાસ પામ્યા છે તે હકીકતમાં મુકિતનું કારણ છે. અસ્તુ Page #211 -------------------------------------------------------------------------- ________________ આટલા વિવેચન પછી સાધક સમજી શકે છે કે મુકિતના કારણ રૂપે સ્વચ્છંદ છોડવાની વાત શા માટે કહેવામાં આવી છે. “છોડે જીવ સ્વચ્છંદ” તો તેમાં શું સ્વચ્છંદ છોડવાનું પરાક્રમ કરે છે તે માટે ખરેખર જીવ સ્વતંત્ર છે ? એક માણસ સ્વચ્છંદ છોડી મુકિતનો સાધક બને છે, જ્યારે બીજો માણસ સ્વચ્છંદ છોડી શકતો નથી તો તેના કારણનો પણ ઊંડાઈથી વિચાર કરવો પડે છે. સ્વચ્છંદ ત્યાગ : જૈનતત્ત્વજ્ઞાનમાં મોહના કે ઉદયમાન કર્મોના પરિણામો વિષે ઘણું જ વ્યવસ્થિત વૈજ્ઞાનિકરૂપે ચિંતન થયું છે અને એટલા માટે આધ્યાત્મિક ફીલોસોફીના બે સ્તંભ ઉદય અને ક્ષયોપક્ષમ, બે પરસ્પર સામે આવે છે. ઉદયભાવ ક્ષયોપશમને દબાવે છે પ્રબળ ક્ષયોપશમભાવ તે ઉદયભાવને દબાવે છે. આમ આત્મિક ક્ષેત્રમાં આ બન્ને ભાવોનું એક યુધ્ધ ચાલે છે. સ્વચ્છેદ કે કોઈ પણ મોહ પરિણામને છોડવા માટે જીવ પુરુષાર્થ કરે છે પણ તેની સફળતાનો આધાર મોહના પરિણામની માત્રા ઉપર આધાર રાખે છે. (તીવ્ર, તીવ્રતર કે તીવ્રતમ) સ્વચ્છંદના પરિણામને જીવ ધારે તે પ્રમાણે છોડી શકતો નથી. ઉદયભાવ તીવ્ર હોય તો તેનો ક્ષયોપશમ થતો નથી. પરંતુ આ પરિણામ મંદ, મંદતર કે મંદતમ હોય તો જીવ ધાર્યું પરિણામ લાવી શકે છે. આત્મા’ શબ્દ શુધ્ધ આત્મદ્રવ્ય વાચક છે. જ્યારે “જીવ’ શબ્દ આત્માની ઉદયાધીન દશાને પ્રગટ કરે છે. ૧૫મી ગાથામાં શ્રીમદજીએ “જીવ' શબ્દનો પ્રયોગ કર્યો છે. જીવ જ્યારે પુણ્યના યોગે અને પૂર્વની અકામનિર્જરાને કારણે હળુકર્મી બન્યો, ત્યારે તેનો “સ્વચ્છંદ પણ લઘુ રસવાળો બની જાય છે, અને જીવને સ્વચ્છંદ છોડવા માટે એક ભૂમિકા તૈયાર થાય છે. તેથી અહીં કહ્યું છે કે છોડે જીવ સ્વચ્છંદ તો.” આ કયો જીવ? જે જીવ જ્ઞાનાત્મક ભૂમિકાની પૂર્વભૂમિકા સુધી પહોંચ્યો છે, મનુષ્યજન્મમાં આવીને દુષ્કર્મથી વિમુકત થઈ સરલભાવે ગુરુશરણ સુધી પહોંચ્યો છે, સ્વાર્થના કારણોને પરિહરી જે પરમાર્થમાં જોડાયો છે, તેવો જીવ જો સદ્ગુરુની વાતો સમજે અને તેને વાગોળે કે સમજયા પછી પરાક્રમ કરે, પૂર્વમાં બંધાયેલા મિથ્યાગ્રહથી મુકત થાય, જેમ ફાવે તેમ કરવું, તેવી સ્વચ્છેદની ઉચ્ચ ક્ષમતાને ત્યાગી, સ્વચ્છેદથી રહિત થઈ તેને છોડે છે તો સ્વછંદ જન્ય પરિણામો સ્વતઃ શૂન્ય થઈ જાય છે. જેમ ક્રોધાદિ કોઈ પણ વિકારીભાવોના ત્યાગની વાત શાસ્ત્રમાં આવે છે, ત્યારે તેનો તાત્પયાર્થ સમજવો પડે છે. વિકારીભાવ, કોઈ સ્વતંત્ર દ્રવ્ય કે તત્ત્વ નથી. જેમ હાથમાં કાંકરો લઈને ફેંકી દઈએ તેમ ક્રોધ ફેંકાતો નથી પરંતુ સૈકાલિક સ્વાભાવિક આત્મપરિણામો પ્રગટ થાય એટલે વિકારીભાવો નાશ પામે છે. ક્રોધથી વિપરીત ક્ષમાગુણ પ્રગટ થાય તે જ ક્રોધનો ત્યાગ છે. કોઈ અહંકારથી એમ કહે કે હું ક્રોધ છોડું છું. કોઈ પતાસાને એમ કહે કે, પતાસા ! તું પાણી થઈ જા. તો આ બન્ને વાત સાર્થક નથી. પાણીમાં પડવાથી પતાસું પોતાની મેળે ગળી જાય છે. હા, ગુરુ ભકિતમાં લીન થવાથી કે ગુરુ સેવામાં રમણ કરવાથી સ્વતઃ ક્રોધ લય થાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વિકારી તત્ત્વનો સ્પર્શ ન કરવો તે જ વિકારી તત્ત્વોને છોડવાની સાચી રીત છે. અહીં “છોડે જીવ સ્વચ્છેદ' તો એમ કહ્યું છે. જ્યારે સ્વચ્છંદનો વિપરીત ભાવ પોતના અજ્ઞાનજન્ય અયોગ્ય વિચારોથી પર એવી ભગવંતોની વાણી છે, તે સાચી છે. મારા આગ્રહનું કોઈ મૂલ્ય નથી એમ માની સત્ય તત્ત્વને સ્વીકારી તેમાં રમણ કરે તો જ સ્વચ્છંદને ઊભું રહેવાની જગ્યા મળતી નથી. જેમ નવા પાંદડા આવતા જૂના પાંદડા ખરી પડે છે કે તૂટી જાય છે. અહીં “છોડવા” કરતા તા ૧૯૮s, Page #212 -------------------------------------------------------------------------- ________________ આચરવાની પ્રધાનતા છે. ગુરુભકિત અને શાસ્ત્રજ્ઞાન અથવા તેના પર શ્રધ્ધા કરી કલ્પિત વિચારોનું મંતવ્ય છોડવું, તે સ્વચ્છંદ છોડવાની સાચી રીત છે. પૂર્વમાં શાસ્ત્રકારે કહ્યું કે “રોકે જીવ સ્વચ્છેદ તો તેની વ્યાખ્યા કરીને સ્વચ્છંદ રોકવાની કે છોડવાની વાત વિસ્તારપૂર્વક કરી “અહીં છોડાવાનો ભાવ રોકવાનો છે અને રોકવાનો ભાવ છોડવાનો છે. અસ્તુઃ બને એક જ પ્રક્રિયા છે. અવશ્ય શબ્દનો શાસ્ત્રીય અર્થ : આ ગાથામાં “અવશ્ય' મોક્ષ પામવાની બાહેંધરી આપી છે. અહીં બે રીતે “અવશ્ય' નું વિશેષણ વિચારી શકાય છે. “અવશ્ય પામે પામે અવશ્ય'. અહીં શાસ્ત્રકારે મોક્ષ સાથે “અવશ્ય’ શબ્દ જોડેલો છે. તો પ્રથમ આપણે તે દૃષ્ટિથી વિચાર કરીએ. મોક્ષ કોઈને વશીભૂત નથી, કે કોઈ વ્યકિત મોક્ષ આપી શકે. “જે વશ્ય ન હોય અર્થાત્ કોઈને વશીભૂત ન હોય તે “અવશ્ય' કહેવાય. “અવશ્ય' નો સમાન્ય અર્થ જરુર” એવો થાય છે. પરંતુ આપણે ઉપર પ્રમાણે શબ્દનો અર્થ લઈ વિચાર કર્યો છે, કારણ કે “અવશ્ય’ શબ્દ સાહિત્યમાં ઘણી રીતે વપરાયો છે. “મોક્ષ એ પોતાની સંપતિ છે. અથવા કહો કે કોઈ નિશ્ચિત અનાવૃત તત્ત્વ છે. ઉદાહરણ: જેમ કોઈ પહાડની ચોટી ઉપર એક મૂલ્યવાન હીરો રાખવામાં આવ્યો અને તે હીરાની કોઈની માલિકી ન હોય તેમજ તે હીરાને મેળવવા માટે વચ્ચે કોઈ બાધક ન હોય, હીરો પોતાની જગ્યાએ અનાવૃત ખુલ્લો પડયો હોય, જે કોઈ વ્યકિત પોતાના પુરુષાર્થથી પહાડની શ્રેણીનું અવલંબન કરી ઉપર પહોંચે તો તે હીરો મેળવી શકે છે. આવા હીરો નો આપણે “અવશ્ય' અર્થ કરીશું. કારણ કે તે કોઈનો વશીભૂત નથી તેવી જ રીતે સાધનાની શ્રેણી ચડયા પછી બધા પગથિયા પૂરા થતા તેનું અંતિમ પરિણામ મોક્ષ છે. “મોક્ષ” એટલે સ્વયમ્ મુકત થઈ જાય છે. મુકત થવામાં બીજા કોઈ વ્યકિતનો પ્રભાવ નથી. જેથી તેને અવશ્ય મોક્ષ કહયો છે. આ “અવશ્ય” શબ્દ મોક્ષનું વિશેષણ છે તેમ માની ચાલીએ તો તેમાં ઘણો જ ગૂઢાર્થ છે. મોક્ષની આવશ્યકતા શા માટે થઈ ? પરિસ્થિતિ શું છે ? તે સમજીએ. જેમ કોઈ સુતરનું કોકડું ખુબ જ ગુંચવાયેલું હોય અને એટલું બધુ એક બીજામાં ગુંથાયેલું હોય કે તેને સરળ બનાવવામાં ઘણો શ્રમ કરવો પડે. કોકડાની વક્ર અવસ્થા તે વિભાવ અવસ્થા છે. બધી આંટી નીકળી જાય અને કોકડું સીધું થાય તો તેને સુતર કહે છે. આ રીતે સરલ થએલો દોરો બધા વક્રભાવથી મુકત થઈ સ્વયમ્ “મોક્ષ પામ્યો છે. જીવની આવી જ વક્રતાને કારણે વિકારી પરિણામવાળો છે. બધી વક્રતા સમાપ્ત થતાં સ્વયમ્ આત્મારૂપે મુકત થઈ જાય છે. એક જ સુતરની બે અવસ્થા હતી. વક્ર અવસ્થા તે પોતાની વિપરીત અવસ્થાનું બંધન હતું અને સરલ અવસ્થા તે સ્વતઃ સુતરની મુકિત હતી. આ રીતે આત્મા વક્ર અવસ્થા અર્થાત્ સ્વચ્છંદ રોકે તો આત્મા કોઈને વશીભૂત નથી એવા સ્વાધીન મોક્ષને સ્વયમ્ વરે છે. વસ્તુતઃ “અવશ્ય’ શબ્દ કવિરાજે વાંચવા માટે મૂકયો છે. પામ્યા અવશ્ય મોક્ષ તેમાં વાકયો આ રીતે છે. “અવશ્ય પામે મોક્ષ પામવાની ક્રિયા માટે નિશ્ચયાત્મક ભાવ બતાવે છે. તે સિવાય આ ચાલુ અર્થ તો લેશું જ, પરંતુ “અવશ્ય મોક્ષ” કહીને તેમનો ગૂઢાર્થ ભાવ સમજી લેવાથી ગુરુદેવની મહાનતાનો અથવા સહેજે સહેજે ખરી પડેલી અમૃત વાણીનો ખ્યાલ આવે છે. “મોક્ષ' શબ્દની સ્વતંત્ર વ્યાખ્યા કર્યા પહેલા આપણે “પામે અવશ્ય મોક્ષ” અથવા “અવશ્ય પામે મોક્ષ' અથવા “મોક્ષ અવશ્ય પામે અવશ્ય પામે મોક્ષના વાકયનું પૃથકકરણ છે. ERORISAUNourouse asentelu YEE REGALO Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧) પામે અવશ્ય મોક્ષ (૨) અવશ્ય મોક્ષ પામે (૩) મોક્ષ અવશ્ય પામશે. (૪) અવશ્ય પામે મોક્ષ આ રીતે વાકયનું પૃથ્થકરણ કરતાં પ્રત્યેક પદમાં વિશેષતા જોવા મળે છે. ‘અવશ્ય મોક્ષ’ પામે પછી ‘અવશ્ય પામે’ તેમ કહ્યું છે. ‘પામવાની ક્રિયા’ નિશ્ચયથી શી રીતે થઈ શકે ? આ વાત માં ‘તે’ ગંભીર રૂપે છે. ઉદયભાવો તરતમ ભાવે બદલાતા રહેતા હોય ત્યાં કોઈ પણ ચીજની પ્રાપ્તિ ‘અવશ્ય’ એટલે બહુજ ચોક્કસ થઈ શકતી નથી. છતાં અહીં કવિરાજે પામવાની’ ક્રિયાને નિશ્ચયવાદથી કરી છે, તેનું ગૂઢ ગણિત સમજવું રહ્યું. વાત એમ છે કે પ્રાચીન કથાનકો વાંચતા એવા ઘણા ઉદાહરણો મળે છે કે કેટલાક ભવ્ય આત્માઓએ એક મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું હોય, જ્યારે તેનાથી વિપરીત પ્રચંડ પરાક્રમી આત્માઓ પણ લાંબા કાળ સુધી અધ્યાત્મવિકાસ કરી શકતા નથી અને જેમ શિવજીની જટામાં ગંગા અટવાઈ ગઈ હતી, તેમ શ્રુત આત્મજ્ઞાનની ધારા પ્રમાદની જટામાં અટવાઈ જાય છે અને વર્ષો સુધી આત્મસિધ્ધિ અટકી જાય છે. આથી સમજાય છે કે કોઈ સાધનાનો એક એવો ક્રમ છે કે જે કર્મને સ્પર્શ કરે તો અવશ્ય તે જીવ લક્ષ સુધી પહાંચી જાય છે અને અટકયા વિના જે પામવાનું છે અથવા જે મળવાનું છે, અર્થાત્ પ્રાપ્ત કરવાનું છે, તે નિશ્ચિત રૂપે મળી જાય છે અને આ ગૂઢ શ્રેણી તે પોતાના પ્રબળ ઉપયોગથી સિધ્ધ લક્ષને સામે રાખી પ્રમાદના કોઈ એક નાનામાં નાના કણને પણ પાસે ન આવવા દે, તો જે કોઈ ઉદય ભાવો છે તે નિર્બળ બનીને પાછા હટી જાય છે અને સૂક્ષ્મ ભાવો પણ ક્ષાયિક શ્રેણી સુધી પહોંચાડી પરાવૃત થઈ જાય છે, પુણ્યના પ્રબળ ભાવો પણ શાંત થઈ, પુણ્યાશ્રવથી જીવને મુકત કરી, નિરાશ્રવ અવસ્થા સુધી લઈ જવામાં કારણ બની, જીવાત્માને જે સાધવાનું છે, તેમાં સ્વતઃ માર્ગને પામી જાય છે અને જીવ અવશ્ય પોતાના બિંદુને પામે કારણ કે જે કંઈ ઉદય ભાવો છે તે બધા પરાધીન છે.-તે આત્મવીર્યના આધારે ટકેલા છે. વીર્ય આત્મસન્મુખ થવાથી ઉદયભાવોની દોરી કપાય જાય છે અને જુઓ તો ખરા, વાહ રે વાહ, જીવાત્મા રેસના ઘોડાથી પણ અસંખ્યગણી તીવ્ર ગતિથી ઉત્થાન પામી મોક્ષ પામે છે. એટલે જ અહીં શાસ્ત્રકારે ‘અવશ્ય પામે’ એમ કહ્યું છે, અથવા જરુર અને જલદી પ્રાપ્ત થાય તેવો ઈશારો મૂકયો છે. ‘પામવાની ક્રિયામાં’ અવશ્ય પામે કહેવામાં નિશ્ચયાત્મક બળ રહ્યું છે. આ રીતે ‘અવશ્ય’નું વિશેષણ મોક્ષની સાથે છે, તેમ ‘પામવા’ સાથે છે. બન્નેની જુદી જુદી વ્યાખ્યા કરી છે અને ‘અવશ્ય પદ’ નું મહત્ત્વ બતાવ્યું છે. કિંતુ ‘મોક્ષ' શબ્દ મૂળ ગાથામાં અંતમાં આવે છે. જ્યારે તેને પ્રથમ મૂકીએ તો મોક્ષ અવશ્ય પામે' તેમ કહી શકાય છે. બન્ને ભાવ એક હોવા છતાં શબ્દની દ્રષ્ટિએ તેમાં કેટલાક નવનીત છે, જે પ્રાપ્ત કરવાથી વિશેષ પ્રકાશ મળે છે. વકતાની દ્રષ્ટિએ, કયારેક લક્ષ્યનું વ્યાખ્યાન કર્યા પછી તેના માર્ગનું કે સાધનનું વ્યાખ્યાન કરવામાં આવે છે. જ્યારે વકતા માર્ગનું પ્રથમ ઉચ્ચારણ કરી લક્ષનું અંતમાં ઉચ્ચારણ કરે છે. બન્નેમાં સામ્યયોગ હોવા છતાં કયારેક માર્ગનું ઉચ્ચારણ પ્રથમ કરે તો તે મહત્ત્વપૂર્ણ બની જાય છે અને લક્ષ તેનું આનુષંગિક ફળ છે, તેમાં મોક્ષની કામના નથી પરંતુ સાધનનું મહત્ત્વ છે. જો ૨૦૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ લક્ષનું પ્રથમ ઉચ્ચારણ કરે તો મોક્ષ એ કામ્ય બની જાય છે. જ્યારે આધ્યાત્મશાસ્ત્રો મોક્ષની પણ ઈચ્છા રાખવાની મનાઈ કરે છે. ઈચ્છા કરવી તે રાગ ભાવ છે. તેથી કામ્યતત્ત્વનો વિચાર કરવા કરતા સાધનાનો વિચાર કરો. અહીં શાસ્ત્રકારે આ વસ્તુ ઉપર પૂર્ણ ધ્યાન આપી મોક્ષ શબ્દનું પાછળથી ઉચ્ચારણ કર્યું છે. અને તે પણ “જીવ પામે તેવું લખ્યું છે. પ્રાપ્ત કરવા માટે પ્રયાસ નથી. સાધનાના ફળ રૂપે સ્વયં મોક્ષને પામી જાય છે. આ રીતે વિચારતા આ પદ અને તેની વાક્ય રચના બને અતિયોગ્ય ભાવે વ્યકત થયેલા છે. ૧૫મી ગાથાનું પદચ્છેદ સાથે વિવરણ કર્યા પછી આપણ ઉત્તરના બે પદ ઉપર વિવેચન કરશું. શાશ્વત સૈકાલિક માર્ગ : શાસ્ત્રકાર જે સિધ્ધાંતની સ્થાપના કરે છે અને સ્વચ્છંદ રોકવાથી અવશ્ય મોક્ષ મળે છે તેવી ગેરન્ટી આપે છે. તેઓ શાશ્વત માર્ગને મહત્વ આપી આ પોતાનું વકતવ્ય છે, તેવા અહંકારથી મુકત થઈ આ સિધ્ધાંતને સ્પષ્ટ કરવા ઉચ્ચ કોટિનું પ્રમાણ આપે છે અને એમ કહે છે કે આ કોઈ નવી વાત નથી, પરંતુ આત્મકલ્યાણનો શાશ્વત માર્ગ છે અને તેમાં સમાન સિધ્ધાંત સમાયેલો છે. અત્યારે મોક્ષ પામે તો તે પ્રથમ ઘટના નથી, પરંતુ ભૂતકાળમાં અનંત જીવો અરિહંત પદ પ્રાપ્ત કરી મોક્ષ પામ્યા છે અને આ બધા પવિત્ર આત્માઓ સ્વચ્છંદથી મુકત થયા પછી જ અલૌકિક આત્મકલ્યાણના માર્ગને સ્પર્શ કરી મુકિતમાં બિરાજયા છે. આ જ્ઞાની આત્માઓ ખરેખર સમગ્ર ભૂતકાળના ઉજ્જવળ સિતારાઓ છે અને તેઓએ સંસારના સાધના પથને સ્પષ્ટ કરી આત્મકલ્યાણનો એક ધોરી માર્ગ સ્થાપ્યો છે. તેથી અહીં કવિરાજે તેમના પ્રત્યે માન ધરાવી અનંતા અનંત વંદનીય આત્માઓ ભગવત્સ્વરૂપ પ્રાપ્ત કરી સિધ્ધ સ્વરૂપમાં સમાઈ ગયા છે. અર્થાત્ પરમ બ્રહ્મ પરમાત્મ તત્ત્વને પામ્યા છે. - આ પદમાં “એમ” શબ્દ વાપર્યો છે. “એમ” શબ્દ અહીં તુલનાત્મક ભાવ પ્રદર્શિત કરે છે. વર્તમાનનો આ માર્ગ અને ભૂતકાળનો માર્ગ, તેમાં ભિન્નતા નથી. તે જ ભાવોથી ભૂતકાળ શુધ્ધ થયો છે. તે જ ભાવથી વર્તમાનકાળ પણ શુધ્ધ થઈ શકે છે. અહીં “એમ” શબ્દ બહુજ નાનો છે. પરંતુ તુલનાત્મક દૃષ્ટિએ અનંત ભૂતકાળની અને વર્તમાનકાળની સમાનતા અંકિત કરી બન્ને રીતે દષ્ટિપાત કરી સામ્યયોગનું પ્રદર્શન કરે છે. “એમ” શબ્દ મુકીને ગુજરાતી ભાષાની જે કથન શૈલી છે, તેનો કાવ્ય દ્રષ્ટિએ ઉત્તમ ઉપયોગ કર્યો છે. ગુજરાતી ભાષામાં “એમ” શબ્દ વપરાય છે. થોડા સુધારા સાથે લોકો “એમ” ની જગ્યાએ “તેમ’ પણ બોલે છે. પરંતુ હકીકતમાં “એમ” અને “તેમ” બન્ને શબ્દોમાં મધુર અંતર છે, જે સમજવા આપણે પ્રયાસ કરીશું. “તેમ' શબ્દ પરોક્ષવાચી છે. વ્યાકરણમાં પરોક્ષ સર્વનામ અને દર્શક સર્વનામ તેવા ભેદ હોય છે. દા.ત. “તેઅને ‘આ’. ‘તે’ માણસ ઘણો સારો છે. અને ‘આ’ માણસ ઘણો સારો છે. પ્રસંગોપાત બને અક્ષરો પર્યાય રૂપે વાપરી શકાય, પરંતુ તે સર્વનામ પરોક્ષવાચી છે. “આ” સર્વનામ આંગળી ચીંધીને દેખાડી શકાય તેવું દર્શક સર્વનામ છે. આ ઉદાહરણથી સમજી શકાય છે કે તેમ' શબ્દ વ્યાપક રીતે સિધ્ધાંતરિત ઉપયોગમાં આવે તેવો શબ્દ છે. જ્યારે “એમ” શબ્દ સ્પષ્ટ સિધ્ધાંતવાચક નિશ્ચયભાવને પ્રગટ કરે છે. “જે રસ્તો અમે અખત્યાર કર્યો છે, તે જ રસ્તે અનંત જીવો પરમાર્થને પ્રાપ્ત કરી ચૂકયા છે. વાળા ૨૦૧ શાળા Page #215 -------------------------------------------------------------------------- ________________ બીજી રીતે એમ પણ કહી શકાય, જે રસ્તે અનંત જીવો મુકત થયા તે જ રસ્તો અમે અપનાવ્યો છે. એમ કહીને કાવ્યકાર ફરીથી દ્રઢતાપૂર્વક કહે છે. બધાની વચ્ચેનો માર્ગ એક જ છે. જેઓ તે રીતે તત્ત્વને પામ્યા એમ અમે પણ સચોટ માર્ગપ્રાપ્તિનો રસ્તો અખત્યાર કર્યો છે. સાચું કહો તો કવિરાજ આ રીતે પ્રથમ માર્ગને દ્રઢતાપૂર્વક પ્રગટ કરે છે. આ રીતે “એમ” શબ્દ ભૂતકાળ અને વર્તમાન કાળ વચ્ચેની દીવાદાંડી છે. “એમ” ની જગ્યાએ કદાચ શબ્દ તેમ’ વાપર્યો હોત તો કામ ચાલત, પરંતુ “એમનું માધુર્ય, કે દ્રઢતા “તેમ' શબ્દમાં પ્રગટ થવી દુર્લભ હતી. ધન્ય છે રચનાકારને કે જેમણે એક એક શબ્દ તોળી તોળીને મૂકયો છે. પામ્યા' શબ્દની મીમાંસા : “પામ્યા' શબ્દ પૂર્ણતાવાચી છે. જે જીવાત્માઓએ જીવનની યાત્રા પૂર્ણ કરી છે, અથવા કહો કે અનંતકાળની અને અનંત જન્મોની ભૂતકાળની યાત્રા પૂર્ણ કરી વિરામ પામ્યા છે. “પામ્યા છે. એટલે પામી ગયા છે. સ્વતઃ પામ્યા છે, અને જે તત્ત્વની જરુરત હતી તે તત્ત્વને પણ પામી ગયા છે. આમ પામ્યા” શબ્દ કર્તાવાચક પણ છે અને કર્મવાચક પણ છે. “પામનાર જીવ તે કર્તા છે, જે તત્ત્વને પામે છે, તે કર્મ છે અર્થાત્ સાધક અને સાધ્ય બે હોવા છતાં તદ્રુપ થઈ ગયા છે. “પામ્યા” શબ્દ તદ્રુપતાનો વાચક છે. પ્રાપ્ત થયા છે, પ્રાપ્તિ કરી છે. બીજા કોઈ પણ શબ્દ દ્વૈત વાચક છે, જ્યારે પામ્યા' શબ્દ અદ્વૈતવાચક છે. (૧) પામનાર જીવ (ર) પામ્યા છે, તે તત્ત્વ; (૩) પામ્યા શબ્દ ક્રિયાપદ હોવાથી પામવાની ક્રિયા અને (૪) પામવા માટે જે સાધન છે. આમ ચારે ય અંગ અદ્વૈતવાચી છે. જ્ઞાની અને જ્ઞાન ભિન્ન ભિન્ન હોતા નથી અને જાણવાની ક્રિયા પણ ભિન્ન નથી. પૂર્વના જ્ઞાનના આધારે ઉત્તરવર્તી જ્ઞાનીની પર્યાય ખીલે છે, ત્યાં જ્ઞાન કરણ રૂપે, સાધન રૂપે છે. એટલે ચારેય અંશો જ્ઞાતા, જ્ઞાન, જાણવાની ક્રિયા અને જ્ઞાનનું સાધન. જ્ઞાન માત્રના ચારેય અંશ એક જ દ્રવ્યના અંશ છે, અત છે, પરસ્પર ગુંથાયેલા છે. જાણવા માટે આપણે બૌધ્ધિક ભેદ દષ્ટિ અપનાવીએ છીએ. ત્યારે હકીકતમાં, તે અભેદ, અભિન્ન છે અને આ ભાવને પ્રગટ કરવા માટે “પામ્યા' શબ્દ સર્વોત્તમ છે. “પામ્યા” તે અલંકાર બની ગયો છે. અહીં સિધ્ધભગવંતોનું નામ નથી, કેવળી ભગવંતોનું નામ નથી. તેમ અરિહંત ભગવાનનું નામ પણ નથી, પરંતુ કવિરાજે પામ્યા' કહીને અનંતાનંત સિધ્ધ, અરિહંત કે કેવળી ભગવંતોને સ્મૃતિમાં લીધા છે. આંગળી ચીંધીને કહે છે જુઓ ! તેઓ સ્વરૂપને પામી ગયા છે. યાત્રાની અંતિમ કડી પરિપૂર્ણ કરી લીધી છે. ત્યાર પછી હવે કશું પામવાનું બાકી નથી. આવા દિવ્યભાવને પ્રગટ કરવા માટે “પામનારને વ્યવહારમાં કોઈ ચીજ પામે એટલે બાહ્ય વસ્તુ હોય છે. પરંતુ અહીં કર્તા, કર્મ એક હોવાથી પોતે જ પોતાને પામે છે. પામનાર અને જે પમાય છે, તે બન્ને એક જ વસ્તુ છે. પર્યાયાશ્રિત આ ભેદ કરવામાં આવ્યો છે. જીવ પોતાની જ અવસ્થા શુધ્ધ ભાવે મેળવે છે, તો ત્યાં તેને પામવાપણું શું છે ? વસ્તુતઃ જે છે તે પામે છે. જે તત્ત્વ પામ્યા છે તે હાજર છે. વિકારી ભાવો છૂટા પડતા આત્મસ્વરૂપને કે આત્માને પામી જાય છે. જેમ પાણી નિર્મળપણું પામે, મેલ છૂટો પડી જતા નિર્મળ થાય છે, તો પાણી પાણીને જ પામ્યું છે. આ દ્રષ્ટાંતથી સમજી શકાશે કે અનંત પુણ્યાત્માઓ શું પામ્યા છે? મુકિત પામ્યા છે ઉપરના વાકયમાં મોક્ષનું ઉચ્ચારણ કર્યું છે, તેથી “મોક્ષ પામ્યા તેમ સ્પષ્ટ થાય છે. અનંતની અનંતતા : આખું વાકય આ પ્રમાણે છે “એમ અનંત જીવ મોક્ષ પામ્યા છે.' Page #216 -------------------------------------------------------------------------- ________________ અનંત શબ્દ એટલા માટે મહત્વપૂર્ણ છે કે સિધ્ધાંતનો આશ્રય કરી કોઈ પણ જીવ મુકિત માર્ગ સ્પષ્ટ કરી શકે છે. ત્યાં કોઈ પ્રકારની Monopoly અર્થાત્ કોઈ અન્ય વ્યકિતના હાથમાં સત્તા નથી. કાળના પ્રવાહમાં અનંત આત્માઓ તરી ગયા છે. આ “અનંત' શબ્દ જીવની “અનંત’ સંખ્યાનો વાચક છે. તે જ રીતે “અનંત કાળવાચક પણ છે. “અનંત કાળથી અનંત જીવો આ જ રસ્તે મુકિત પામ્યા છે. જૈનશાસ્ત્રમાં “અનંત’ શબ્દ એટલો બધો વપરાયેલો છે કે કોઈ પણ દ્રવ્ય, શ્રેત્ર, કાળ અને ભાવમાં અનંત અનંત પરિણામની વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રાયઃ અન્યદર્શનોમાં “અનંત' શબ્દનો બહુ જ થોડો પ્રયોગ થયો છે. જૈનદર્શનમાં વ્યાપકરૂપે અનંત શબ્દનો ઉપયોગ થયો છે. અનંત શબ્દ કાળવાચક એટલા માટે છે, કે અનંત જીવનો મોક્ષ થવા માટે અનંતકાળ વ્યતીત થાય છે. સંખ્યાત જીવો સંખ્યાત કાળમાં મોક્ષ પામે છે, જ્યારે અનંત જીવો, અનંતકાળમાં મોક્ષ પામે. આ ગણિતના હિસાબે અનંત જીવો અનંત કાળથી મોક્ષ પામતા આવ્યા છે. પરંતુ અહીં ગંભીર વાત એ છે કે અનંત જીવો મોક્ષ પામ્યા છે તેમ કહેવાથી હજી બધા મોક્ષ પામ્યા નથી, જીવો અનંતા અનંત છે. એટલે ભગવાન મહાવીર કહે છે કે અનંત કાળ સુધી અનંત જીવો મોક્ષમાં જશે તો પણ અનંતા અનંત બાકી રહેશે. આ આખો પ્રશ્ન તર્ક અને બુધ્ધિથી પર છે. અહીં શાસ્ત્રકારે પણ પામ્યા અનંત એમ કહીને હજુ અનંત પામશે તે પરોક્ષ રીતે કહી દીધું છે. જે પામ્યા છે તેની સાક્ષી આપી છે, તેનું પ્રમાણ આપ્યું છે. પરંતુ કહેવાનો આશય, આ મોક્ષ પામવાનું તંત્ર ચાલુ જ છે, અંત વગરનું છે. વ્યકિતગત જીવ સ્વઅપેક્ષાએ પાપનો, મોહનો કે કર્મોનો અંત કરી શકે છે. પરંતુ પ્રવાહની દ્રષ્ટિએ આ પ્રલાણી અનંત કાળથી ચાલી આવે છે. અનંત જીવ મોક્ષ પામ્યા છે અને મોક્ષ પામતા રહેશે. આપણે “અનંત' શબ્દની ચૌભંગી જોઈએ, જેથી સામાન્ય સાધકને “અનંત’ નો ભાવ લક્ષમાં આવે. (૧) સાદિ સાંત – જેની આદિ છે અને અંત પણ છે. (૨) અનાદિ સાંત – જેની આદિ નથી પણ અંત છે. (૩) સાદિ અનંત – જેની આદિ છે પણ અંત નથી. (૪) અનાદિ અનંત – જેની આદિ નથી અને અંત પણ નથી. પદાર્થની ગતિશીલતાને લક્ષમાં રાખી આ ભાવો બતાવ્યા છે. તેમાં મોક્ષ જનારો જીવ અનાદિ સાંતના ભંગનો સ્પર્શ કરી ભવિષ્યના અંતરહિત એવા અનંતભાવનો સ્પર્શ કરે છે. અનંતમાં પ્રતિયોગીનો અંત છે. ત્યારે અનુયોગી અનંત છે. અહીં “અનંત’ જીવ પામ્યા, તેનો બીજો ગંભીર અર્થ એ છે કે જેનો અંત ન થાય એવા અંતરહિત કેવળજ્ઞાન આદિ ભાવોને પામ્યા છે. અહીં પામ્યા અનંત’ એમ લખ્યું છે. અર્થાત્ આવા શુધ્ધ જીવો તો અનંતા અનંતને પામ્યા છે. “અનંત’ શબ્દ જીવોની સંખ્યાનો દ્યોતક છે. તે કરતાં પણ તેનો મર્મ એ છે કે “અનંત' એવા તત્ત્વને પામ્યા છે. અહીં પણ ગુરુદેવે “જે પામ્યા અનંત’ એમ લખ્યું છે. તે અર્થાત્ તે જીવો જેમણે મોક્ષની સાધના કરી છે. તેવા જીવો શું પામ્યા? તો કહે છે કે પામ્યા અનંત' અર્થાત્ “અનંતને પામ્યા. આ દ્રષ્ટિએ “અનંત’ શબ્દ દ્વિઅર્થમાં પણ નિહાળી શકાય છે. છે' શબ્દની મહત્તા ? આ ત્રીજા પદમાં “છે' શબ્દ મૂકયો છે. તે અસ્તિત્ત્વવાચી, પ્રત્યક્ષ તા ૨૦૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ભાવ પ્રગટ કરનારું ક્રિયાપદ છે. તે ઉપર વિચાર કર્યા પહેલા ચોથા પદને સ્પર્શ કરીએ “ભાખ્યું જિન નિર્દોષ” સરળ અર્થ એ થાય છે કે જિનેશ્વરોએ નિર્દોષ તત્ત્વ ભાખ્યું છે. નિર્દોષ જિનમ્બરોએ તે અર્થ બંધ બેસતો નથી. એથી નિર્દોષ શબ્દ તે ક્રિયાવિશેષણ છે. જિનેશ્વરોએ નિર્દોષ તત્ત્વ પીરસ્યું છે. નિર્દોષ ભાવે કથન કર્યુ છે. જેમાં દોષ નથી, તેવી વાત કરી છે. જેમાં દોષ કાઢવાની જગ્યા નથી, તેવું અખંડ, ન્યાયયુક્ત, તર્કસંગત તત્ત્વ આપ્યું છે, દયા ભાવે જે કથન કરાયું છે, તે નિર્દોષ કથન છે. બીજો શુધ્ધ અર્થ એ છે કે સંસારના કેટલાક ધર્મમાર્ગો હિંસાનો આશ્રય કરીને ચાલે છે. પોતાના વિરૂધ્ધ એવા મત કે વ્યકિતના નિરાકરણ માટે દુષિત કાર્ય કરે છે અને આવા જે કંઈ ઉપદેશો છે તે બધા સદોષ ઉપદેશ છે. હિંસા સિવાયના પરિગ્રહ ભાવોનો કે કામવાસનાનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો હોય તે માર્ગને નિર્દોષ ન કહી શકાય, જ્યારે જિનેશ્વરોનો આ પવિત્ર માર્ગ સર્વથા નિર્દોષ છે. નિર્દોષ શબ્દ ભગવાનની પ્રરૂપણાનું વિશેષણ છે. ‘ભાખ્યું જિન નિર્દોષ’ એમ કહેવાથી આ ક્રિયાવિશેષણ બને છે. નિર્દોષ ભાવે ભાખ્યું અને જે ભાખ્યું છે તે પણ નિર્દોષ છે. ભાખનાર જિનેશ્વર છે તે તો સર્વથા નિર્દોષ હોય જ છે. આમ નિર્દોષમાં ત્રિવેણી સંગમ છે. (૧) કથન નિર્દોષ (દોષરહિત પ્રરૂપણા) (૨) કથન કરવાની વિધિ પણ નિર્દોષ (સૌમ્ય ભાવે કરેલું કથન, ઉપદેશરૂપ છે આદેશરૂપ નહીં) (૩) જિનેશ્વર ભગવંતો (જે સર્વાંગ નિર્દોષ છે.) કર્તા, કર્મ અને ક્રિયા ત્રણે નિર્દોષ હોવાથી તેમાં (નિર્દોષપણામાં) જરાપણ શંકાનું સ્થાન રહેતું નથી. અસ્તુઃ હવે આપણે ‘છે’ ઉપર થોડો વિચાર કરી આ ગાથા પૂર્ણ કરીશું. અહીં ‘છે’ તે વર્તમાનકાળ વાચી હોવા છતાં ત્રિકાળવાચી છે. એમ પામ્યા અનંત' અહીં એમ અનંત પામ્યા હતા, ભવિષ્યમાં પામશે અને વર્તમાનકાળે પામે છે. એવો ‘છે' શબ્દનો ભાવાર્થ છે. સત્ય પ્રત્યક્ષ વર્તમાનમાં અને અનંત ભૂતમાં પણ સત્ય હોય છે. અને અનંત ભવિષ્યમાં પણ, સત્ય હોય છે ત્રિકાળવર્તી સિધ્ધાંતોનો વર્તમાનકાળમાં ઉલ્લેખ કરવાની પ્રથા છે. જેમ કોઈ કહે આકાશ છે. તો તેનો અર્થ ભૂતકાળમાં આકાશ હતું અને ભવિષ્યકાળમાં પણ રહેશે. શાશ્વત પદાર્થ સાથે ‘છે' ઉપયોગ કરવાથી તે ત્રિકાળવર્તી અસ્તિત્ત્વનો બોધ કરાવે છે. છે' શબ્દ વર્તમાનકાળમાં બોલવાની પ્રથા અનુરૂપ છે. કોઈ કહે કે ભગવાન છે. તો અહીં છે’ નો અર્થ ભૂતકાળમાં પણ ભગવાન હતા, ભવિષ્યમાં પણ ભગવાન રહેશે, તેવો ત્રિકાળવર્તી બોધ છે. ત્રિકાળવર્તી અસ્તિત્ત્વ, તે મહત્વપૂર્ણ તત્ત્વ છે. કાવ્યની દ્રષ્ટિએ શબ્દો મૂકયા હોય, પરંતુ સાધક આત્માઓએ તેનો ગૂઢ ભાવાર્થ ગ્રહણ કરવો જોઈએ. અહીં છે’ ઉપરનો વિચાર પૂર્ણ કરી, ગાથા પૂર્ણ કરીએ. હવે ગાથાનો સળંગ ભાવાર્થ વિચારીશું. સંપૂર્ણ ૧૫મી ગાથા મોક્ષ અને મોક્ષનો સાચો ઉપાય’ તેના પર પ્રકાશ નાંખીને તેનું પ્રમાણ પણ આપ્યું છે અને આ બધુ કથન જિનેશ્વર ભગવંતોનું છે. એટલે તેમાં મીનમેખ નથી. ‘સ્વચ્છંદ’ જે એક પ્રકારનો માનસિક દોષ છે. જે ગુણ છે, જેમાં એક નિશ્ચિત સિધ્ધાંત પર ચાલવાનું હોય ૨૦૪ wwwwww.. Page #218 -------------------------------------------------------------------------- ________________ છે, જ્યારે સ્વચ્છંદ તે દુર્ગુણ છે. તેમાં નીતિ નિયમનો અભાવ હોય છે, પછી ભલે આ સ્વચ્છેદ કર્મજન્ય હોય કે બુધ્ધિના દુરાગ્રહથી ઉદ્ભવેલો હોય અથવા અન્ય વ્યકિતના દુરાગ્રહની સમજથી સરલ આત્મામાં સ્થાપિત થયેલ હોય, અથવા કોઈ એવા વાંચન અથવા વિચારોથી સ્વચ્છંદનું નિર્માણ થયું હોય, પરંતુ શાસ્ત્રકારે તેને રોકવાની ભલામણ કરી મોક્ષ રૂપી સુફલ અવશ્ય મળશે તેની બાહેંધરી સાથે પોતે સર્વથા નિરાળા થઈ, આ વાણી જિનેશ્વરની છે, સંપૂર્ણ કથન નિર્દોષ છે અને તેને આધારે અનંત જીવો મુકત થયા છે, તેમ કથન કરી તેનું ઉદાહરણ આપી સાધકને એક સચોટ દિશાનિર્દેશ કર્યો છે. સ્વચ્છંદ રોકવા માટેના ઉપાયો હવે સ્વયં આગળની ગાથામાં કરે છે અને તે ઉપાય કેવા છે તેનું વિવરણ કરવામાં આવશે. અહીં ટૂંકમાં આપણે એટલું જ જાણવાનું છે કે સ્વછંદ નિરોધ તે કારણ છે અને તેનું મોક્ષ રૂપી ઉત્તમ ફળ એક કાર્ય છે. આમ કાર્ય અને કારણનો નિશ્ચિત ઉદ્ગાર કરી, કૃપાળુ ગુરુદેવે અમૃતવર્ષા કરી છે. હવે આગળની ગાથામાં તે અમૃતબિંદુનું ઉપભોગ કરશું અસ્તુ. કવિરાજે પંદરમી ગાથામાં જે સિધ્ધાંતની સ્થાપના કરી છે તેના અનુસંધાનમાં આ સોળમી ગાથાનું નિર્ધારણ કર્યું છે. પંદરમી ગાથામાં કહ્યું છે કે “ોકે સ્વચ્છેદ' ત્યાં રોકવાની જે વાત કરી છે તેના કારણ અથવા ઉપાય સ્પષ્ટ કરે છે કે “સ્વચ્છંદ' કેવી રીતે રોકવામાં આવે. કોઈપણ કાર્યનો નિરોધ કરવા માટે કે કોઈપણ ક્રિયાને અટકાવવા માટે એકથી વધારે ઉપાય હોઈ શકે છે જયારે કેટલીક ક્રિયા નિશ્ચિત ઉપાયથી જ અટકાવી શકાય છે. જેમ કે દુધ ફેલાણી હોય અને તેનો નાશ કરવો હોય તો તેના બે ઉપાય છે (૧) દુર્ગધના કારણોનો નાશ કરવો અને (૨) તેની વિરુદ્ધમાં સુગંધનો પ્રસાર કરવો. અથવા તે સ્થાનથી હટી જવું, તે એક વધારે સારો ઉપાય છે, અને સૌથી શ્રેષ્ઠ ઉપાય પોતાના જ્ઞાન પરિણામને બદલવા મનોયોગને અન્યત્ર કેન્દ્રિત કરવો આ તેનો આધ્યાત્મિક ઉપાય છે. આ રીતે “સ્વચ્છેદ' રોકવા માટે ગુરુદેવ સ્વયં ઉપાયની સ્પષ્ટતા કરે છે. તેથી આપણે પ્રથમ તે ઉપાય ઉપર જ વિચાર કરવો ઘટે છે. આ સોળમી ગાથા વસ્તુતઃ ઉપાય કરતા ઉપાયના દર્શક એવા જ્ઞાની ગુરુ ઉપર વજન મૂકે છે. જેમ કોઈ તાળુ ન ખુલતું હોય તો તે બળપૂર્વક ન ખોલવા કરતા અથવા ખોલવાનો અહંકાર છોડી, તેના જાણકાર પાસે જવું તે ઘણું સુગમ પણ છે અને ભકિતભરેલું છે. અહીં સોળમી ગાથામાં ઉપાયનું વર્ણન કર્યા વિના સીધી રીતે પ્રત્યક્ષ ઉપાય તરીકે, તે ક્રિયાના જાણકાર સદ્ગુરુનો આશ્રય લેવા માટે પ્રેરણા આપે છે. હવે આપણે મૂળ ગાથાનું ઉચ્ચારણ કરીએ : THI|| Ro૫ Uિધુ તી Page #219 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ 'પત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય, 'અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય II આ ગાથામાં જેમ પ્રત્યક્ષ સદ્ગુરુનો આશ્રય કરવાની પ્રેરણા આપી છે તે જ રીતે એક મોટી ચેતવણી પણ આપી છે. કોઈપણ સારા જાણકાર કરતાં કોઈ અજ્ઞાની મળી જાય તો વધારે હાનિકર થાય છે. તેની અંદર એક રહસ્ય પણ છે. સાચી રીત બધે એક જ સરખી હોય છે, બધા કાળમાં પણ એકસરખી હોય છે. સત્યનો સિધ્ધાંત સર્વત્ર સમાન હોય છે. જયારે ભૂલભરેલા માર્ગ અથવા ખોટા માર્ગ જેમાં સત્યનો અભાવ હોય તે અનેક પ્રકારના હોય છે. ખોટા માર્ગ ગૂંચવણ ભરેલા પણ હોય છે અને પરસ્પર વિરોધી પણ હોય છે. અસત્યમાં અસમાનતા પ્રધાન રૂપે કામ કરે છે. એટલે સત્ય પકડતા પહેલા અસત્યમાં ન ફસાઈ જવું તે ઘણું જ મહત્વપૂર્ણ છે. સત્યનો સિધ્ધાંત એક જ છે અને અસત્યના માર્ગ ઘણા છે. આ વ્યવહારિક નીતિ જેમ વ્યવહારમાં ઉપકારી છે તેમ અધ્યાત્મમાં પણ એ જ રીતે ઉપકારી છે એટલે આ સોળમી ગાથામાં આ વાતનો ગૂઢભાવે સ્પર્શ કરી અન્ય પ્રકારના ઉપાયોનો પરિત્યાગ કરવા માટે પૂર્ણ ભલામણ કરી છે. જે ભૂતને કાઢવું છે તે બમણું ન થઈ જાય તેનો ખ્યાલ આપ્યો છે. આખી ગાથામાં પરસ્પર બે વિરોધિભાવો પ્રદર્શિત કર્યા છે. (૧) સદ્ગુરુનો આશ્રય કરવો (૨) ખોટા માર્ગથી દૂર રહેવું, પ્રત્યક્ષ શબ્દની પુનરાવૃત્તિઃ આખી ગાથા બે ભાગમાં વિભકત છે. આટલો દ્રષ્ટિપાત કર્યા પછી હવે આપણે ગાથાના મર્મસ્થાનનો સ્પર્શ કરીએ. પૂર્વની ગાથાઓમાં જયાં પ્રત્યક્ષ સરુનો યોગ ન હોય ત્યાં “સુપાત્ર' આધારભૂત છે તેમ કહ્યું છે. જેનું આપણે વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. ત્યાં સદ્ગુરુ ન હોવાની વાત કરી છે, જયારે અહીં સદ્ગુરુના યોગનું મહત્ત્વ બતાવ્યું છે અને ત્યાં વચમાં પ્રત્યક્ષ' એવો શબ્દ મૂકયો છે. આ “પ્રત્યક્ષ' વિશેષણ સામાન્ય રીતે “સદગુરુ” ના પક્ષમાં છે પરંતુ વસ્તુતઃ તે સાધક માટે મૂકાયો છે. શું સદ્ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ? કે શું સાધકને પ્રત્યક્ષ દેખાવા જોઈએ? “પ્રત્યક્ષ” શબ્દ સાક્ષીભાવનો વાચક છે. “પ્રત્યક્ષ” નો શબ્દાર્થ આપણે પૂર્વમાં ઘણો જ વિસ્તારથી કરી ગયા છીએ એટલે અહીં એટલું જ કહેશું કે, “ સરુ” નો પ્રત્યક્ષ યોગ એટલે શું ? બાહ્યભાવે જે આંખથી દેખાય છે તેવા ગુરુ ? કે સાધકના શ્રુતજ્ઞાન પર્યાયોમાં વિશુધ્ધજ્ઞાન પર્યાયવાળા એવા ગુરુના દર્શન થાય છે તેને પ્રત્યક્ષ કહેવા? વર્તમાનકાળમાં સદ્ગુરુ હોવા છતાં જ્ઞાનમાં શ્રદ્ધાપૂર્વક જો સ્થાપના ન થઈ હોય, તો તે ગુરુ પ્રત્યક્ષ હોવા છતાં પ્રત્યક્ષ નથી, જયારે આથી વિપરીત વર્તમાનકાળમાં નજર સામે ગુરુની હાજરી ન હોય, છતાં પણ ૨૦૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમાં જેમનો સાક્ષાત્કાર થયો છે એવા ગુરુ પ્રત્યક્ષ ન હોવા છતાં પ્રત્યક્ષ છે. અહીં સાધક સમજી શકશે કે શાસ્ત્રકારનો પ્રત્યક્ષ ગુરુ” એમ કહેવાનો શું તાત્પયાર્થ છે? “પ્રત્યક્ષ' ની જો આ રીતે વ્યાખ્યા કરીએ તો “સાધક” અને “સદ્ગુરુ બને માટે એક સૂત્રમાં બાંધનારી જ્ઞાનાત્મક કડી બની રહેશે. સાક્ષાતુ અનુભવ પ્રમાણને “પ્રત્યક્ષ પ્રમાણ” કહેવાય છે. બીજા હેતુઓથી કે આગમથી કે કોઈના સાંભળવાથી સગુરુ પ્રત્યે જે ભાવ જાગૃત થાય તે પ્રથમ ભૂમિકા હોવા છતાં પ્રત્યક્ષ' થયું નથી. જયારે સાધક પોતાના ઈન્દ્રિયાતીત એવા મનોયોગથી કે આધ્યાત્મિક પ્રજ્ઞાથી સરુના ગુણોનો અનુભવ કરે છે, જેમ કોઈ રસગુલ્લા ખાય તો આ “રસગુલ્લા મીઠા છે' તેમ બીજાને કહેવાની જરૂર પડતી નથી, પરંતુ સ્વતઃ પ્રત્યક્ષ અનુભવ કરે છે. આ “પ્રત્યક્ષ જ્ઞાન” તે એક પ્રકારે નિરાલંબ જ્ઞાન છે. આ જ રીતે જીવાત્મા જે સાધક દશામાં છે, તેને ગુરુઓના ગુણની પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે અને તેવા સદ્ગુરુના યોગથી સહેજે “સ્વચ્છેદ' ટળી જાય છે. | સામાન્ય રીતે સદ્ગુરુનો યોગ બને, પરંતુ તેને પ્રત્યક્ષ અનુભૂતિ ન થાય તો અહંકાર ન ટળે, “સ્વચ્છેદ' નું મૂળ કારણ અહંકાર છે. માનકષાય રૂપી પડદો વિનય ઉપર મોટું આવરણ છે. સદગુરુના પ્રત્યક્ષ ગુણોને અનુભવવા અને સ્વીકારવા તે ઉચ્ચ કોટિનો સાક્ષાત્ વિનય છે. વિનય એ બાહ્ય નમસ્કાર કે પ્રણામ સુધી સીમિત નથી, પરંતુ વિશેષ પ્રકારનું જ્ઞાન ઉદ્ભવે અને આ જ્ઞાનમાં ગુરુદેવ અધિષ્ઠિત હોય ત્યારે તે જ્ઞાનવિનય કહેવાય છે. વિ + નય ઊ વિ” એટલે વિશેષ અને “નય' એટલે જ્ઞાન, વિનય શબ્દમાં જ્ઞાનનો પ્રતિબોધાત્મક અર્થ છે અને પ્રતિબોધને સ્થાને “ગુરુ” બિરાજે છે જેથી તેને “સદગુરુ” કહે છે, આ રીતે સાધકના પક્ષમાં પ્રત્યક્ષ ની વ્યાખ્યા કરી. હવે “સદ્ગુરુ” ના પક્ષમાં પ્રત્યક્ષ' નો શું ભાવ છે તે નિહાળીએ. અહીં શાસ્ત્રકાર ગુરુ પદની ત્રણ ભૂમિકા ઉપસ્થિત કરે છે. (૧) ગુરુ (૨) સદ્ગુરુ (૩) પ્રત્યક્ષ સદ્ગુરુ. ગુરુ પદની ત્રણ ભૂમિકા : અહીં પ્રત્યક્ષ સદ્દગુરુ” કહેવાનું તાત્પર્ય એ છે કે જેઓએ આત્મતત્ત્વને પ્રત્યક્ષ અનુભવ્યું છે. આત્માના વિષયમાં દાર્શનિક ભાષામાં કહેવાય છે કે, “ન્દ્રિયાતીત જ્ઞાનમ્ વત્ તત્ માત્મપર્ અર્થાત્ “આત્મા” એક એવું તત્ત્વ છે કે જે ઈન્દ્રિયોથી નિહાળી શકાતું નથી, પણ ઈન્દ્રિયાતીત અર્થાત્ ઈન્દ્રિયોથી પણ પર એવું જે નિર્મળ શુદ્ધજ્ઞાન છે. અહીં, એ પ્રશ્ન થશે કે ઈન્દ્રિયો તો જ્ઞાન કરે છે અને તેને જ્ઞાનેન્દ્રિય પણ કહેવાય છે આ ભાવનો મર્મ સમજવાની જરૂર છે. ઈન્દ્રિયો વિષયોનું જ્ઞાન કરે છે. રૂપી દ્રવ્યોને ઓળખે છે. પરંતુ આ ઈન્દ્રિયોને જ્ઞાન–ક્રિયામાં પ્રવૃત્ત કરનાર એવું જ્ઞાન ઈન્દ્રિયોથી પર છે જે ઈન્દ્રિયોને સત્ત્વ આપે છે, આ જ્ઞાન પોતે ઈન્દ્રિયાતીત છે. જેમ વિજળીથી ઘણા યંત્રો ચાલે છે. પરંતુ આ યંત્રો વિજળીને ઉત્પન્ન કરતા નથી વિજળી સ્વયં શકિતરૂપ હોવાથી તે યંત્રોને સત્ત્વ આપે છે. પોતે નિરાળી છે. વિશ્વમાં સુષુપ્ત ભાવે તેનું અનંત અસ્તિત્વ છે, તે જ રીતે આત્મતત્ત્વ તે શકિત તત્ત્વ છે, જ્ઞાન તત્ત્વ છે તેના અસ્તિત્ત્વથી બધા જડાત્મક પદાર્થો ક્રિયાશીલ બને છે પરંતુ પોતે તેનાથી ૨૦૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ નિરાળુ છે. તેથી પદાર્થો તેને ઉત્પન્ન કરી શકતા નથી. અસ્તુ અહીં આવું ઈન્દ્રિયાતીત જે જ્ઞાન છે, તે જ્ઞાન જાગૃત થઈ સ્વમુખી બને છે અથવા આત્મમુખી બને છે, ત્યારે જ્ઞાનના ધરાતલમાં જ્ઞાનનો ભંડાર, અનંત ગુણોનો પિંડ, તેવો સૂક્ષ્માતિસૂમ આત્મા, છે, તેને જ્ઞાન જાણે છે. એટલે જ કહ્યું કે ઈન્દ્રિયાતીત જ્ઞાનગણ્ય છે. આ જ્ઞાનના અધિષ્ઠાતા તે ગુરુપદે છે અને તેઓએ સ્વયં પ્રત્યક્ષ તે તત્ત્વનો અનુભવ કર્યો છે. જેમ “સ્તામeq” અર્થાત્ હથેળીમાં રહેલા આમળાને આપણે સાક્ષાત્ જોઈએ છીએ તેમ તેઓએ પ્રત્યક્ષ આત્મગુણોને નિહાળ્યા છે. તેવા સદ્ગુરુને પ્રત્યક્ષ સદ્ગુરુ' કહેવા અને તેના યોગથી સ્વચ્છેદ' ને રોકી શકાશે, તેમ અહીં કવિરાજ બાહેંધારી આપે છે. અસ્તુ એક વિશેષ વાત ? આત્મસિદ્ધિના ઘણા પદોમાં, અનેક જગ્યાએ, “સરુ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વારંવાર ગુરુદેવ કે સગુરુનો આશ્રય કરવાની વાત ઉપર બરાબર ભાર આપે છે, તેથી જણાય છે કે સૌથી મોટો ભય અસદ્ગુરુનો છે, અસદ્ગુરુના પ્રભાવમાં આવ્યા પછી જીવ વધારે મોહજાળમાં ફસાય છે. “સદ્ગુરુ” બહુ જ ગણ્યા ગાંઠયા છે. આ પંચમકાળમાં અસદ્ગુરુની ઘણી બહુલતા હોય છે. જૈન પરંપરા કે ભારતીય અન્ય પરંપરાઓમાં અધ્યાત્મતત્વની ઉપાસનાનું વિવરણ મળે છે, છતાં તેનાથી દૂર રહી અનાત્મભાવોને પ્રધાનતા આપી ધર્મને એક આડંબરનું રૂપ ' આપી, જેમાંથી નીકળવું છે, તેવા જ મોહસાગરમાં પુનઃ ડૂબે, તેવી તજવીજ કરવામાં આવે છે. અસ્તુ. આ સામાન્ય વાત છે, જગ જાહેર છે. અહીં આપણે એવા કોઈ તત્ત્વની આલોચના કરવાનો પ્રસંગ નથી અને આવશ્યકતા પણ નથી. જેથી આટલો ઈશારો કરી આત્મસિદ્ધિકારે સદ્ગુરુનું જે મહત્વ બતાવ્યું છે, તે ઉપર ધ્યાન આપવામાં આવે એટલું જ પ્રયોજન છે. સદ્ગુરુ” શબ્દની પૂર્વની ગાથામાં વ્યાખ્યા કરી ગયા છીએ, અહીં વિશેષમાં પુનઃ થોડું નિરીક્ષણ કરીએ, સદ્ + ગુરુ. સદ્ રૂપ ગુરુ, સદ્ ને જાણનારા ગુરુ, સદ્ તે સત્તાવાચી શબ્દ છે. બધા પદાર્થના અસ્તિત્ત્વને દાર્શનિકો સદ્ – સત્ કહે છે. “ત્યાદિ વ્યય ધ્રૌવ્ય યુવત્તે સ” “” દ્રવ્યો, “ઉત્પત્તિ” અને “લય’ નું નાટક કરવા છતાં પોતાને બરાબર જાળવી રાખે છે. તેથી તેને “તું કહે છે. જેમ બધા દ્રવ્યો “સ છે, તેમ આત્મદ્રવ્ય પણ “તું હોવાથી તેના ત્રિકાળ વર્તી અસ્તિત્ત્વનો બોધ કરાવે છે. હવે આવા “સત્ દ્રવ્યોને સાચી રીતે જાણી, સ્પર્શ, અનુભવ કરી, તેના ઉપર શ્રદ્ધા લાવી, તેમના પરિણમનનો પરિપૂર્ણ વિચાર કરી, પરિણમનના બંને ભાગો (૧) વિકારી પરિણમન અને (૨) અવિકારી પરિણમન (૧) શુદ્ધ પરિણમન અને (૨) અશુદ્ધ પરિણમન, જેને શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે, તે બંનેને જાણીને, અને તે પરિણમનના પ્રભાવથી ઉત્પન્ન થતા દુગ્ધભાવ અને શાંતિપ્રભાવ બંનેનો સ્વીકાર કર્યા પછી, નિશ્ચય રૂપે જેઓ શાંતિપ્રભાવ તરફ વળ્યા છે અને “જ્ઞાત” “દ્રવ્ય” ભાવે અશુદ્ધ પરિણમનથી અલગ થયા છે તેવા મહાપુરુષને ૨૦૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ ‘“સદ્ગુરુ” કહે છે. સત્ શબ્દ સમજાય તેવો છે જયારે “ગુરુ” શબ્દ સામાન્યપણે ગુરુતાવાચી છે. “ભાર” કે “મહત્વ” “મહત્તા” ને પ્રદર્શિત કરે છે. પરંતુ અધ્યાત્મ અર્થમાં “ગુરુ” શબ્દનો નિરાળો અર્થ છે. યુ” તે ક્રિયાવાચી શબ્દ છે અને તેનો અર્થ છે. “રહસ્યને જાણવું” અને રહસ્યને જાણનાર “ગુરુ” કહેવાય છે. સત્ તત્ત્વો અનંતાનંત રહસ્યથી ભરેલા છે. તે રહસ્યોને જેઓએ સામાન્ય અને વિશેષરૂપે અર્થાત્ દ્રવ્ય અને ક્રિયારૂપે, વ્યવહાર અને નિશ્ચયરૂપે, બંને ‘નય' થી જાણ્યા છે, તે પૂજ્ય પુરુષને ‘સદ્ગુરુ' કહી વંદનીય માન્યા છે. અહીં સદ્ગુરુનો યોગ થાય તો બાકી શું રહે ? પરંતુ ‘સદ્ગુરુ’ નો યોગ એટલે શું ? તે એક બહુજ બહુમૂલો સંયોગ છે તેના ઉપર હવે વિચાર કરીશું. સદ્ગુરુ યોગ અહીં “યોગ” નો અર્થ “સંયોગ” લેવાનો છે, પુણ્યના ઉદયથી સંયોગવશાત્ આવો સદ્ગુરુનો યોગ થાય અથવા મળવાનું થાય, તેવા અર્થમાં યોગ” શબ્દ વપરાયો છે. વસ્તુતઃ “યોગ” શબ્દ બહુ અર્થવાચી છે, અનેક અર્થવાળો છે. સાધનાના ક્ષેત્રમાં “યોગ” શબ્દ પ્રધાનપણું ભોગવે છે, જેને “યોગસાધના” કહેવામાં આવે છે અને આ “યોગ” નો સંબધ મુખ્યત્વે પ્રાણાયામ સાથે સંબંધ ધરાવે છે અને આવા યોગ સાધકને યોગી કહેવામાં આવે છે. અસ્તુ. જૈન પરિભાષામાં “યોગ” શબ્દ મન, વચન અને કાયા માટે વપરાય છે અને આ ત્રણે અંગ જીવાત્મા સાથે અનાદિકાળથી સંબંધ ધરાવે છે. એક પ્રકારે તે સંયુકત છે. “સંયુકત” શબ્દ પણ યોગાર્થ છે. અસ્તુ. આમ ભિન્ન ભિન્ન રૂપે “યોગ” નો ઉપયોગ કરવામાં આવે છે. યોગ” થી “પ્રયોગ”, “ઉપયોગ”, “વિયોગ”, “સંયોગ” આવા ઘણા શબ્દો નિષ્પન્ન થયા છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં “સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ” કયા ભાવથી ગ્રહણ કરવો, તેની મહત્તા છે. સામાન્ય રીતે ગુરુ મળે કે તેના દર્શનમાત્ર થાય. તેથી “સ્વચ્છંદ” નો “લય” કરવા માટે આ દ્રવ્યયોગ ઉપકારી નથી, તે સહજ સમજાય તેવું છે તેથી આપણે ઊંડાઈથી વિચાર કરશું તો જણાશે કે સદ્ગુરુના જે ભાવ છે અથવા તેમની જે નિર્મળ પરિણતિ છે તેને અનુકુળ સાધક કહો, શિષ્ય કહો કે જિજ્ઞાસુ કહો, તેની વિનય ભરેલી પરિણતિ, અહંકારરહિત પરિણતિ. આમ એક જ્ઞાન દેનારી અને એક જ્ઞાન લેનારી બંને પરિણતિઓ એકાકાર થાય અને તેમાં દૂધ અને સાકર જેમ પરસ્પર યોગ પામી સાકર વિલીન થઈ જાય, તે રીતે આ બંને પરિણતિઓથી એક મધુર ભાવ ઉત્પન્ન થાય તે ભાવયોગ છે. તેનાથી વિપરીત દૂધ અને મીઠું (નમક) કે દૂધ અને ફટકડી બંને યોગ પામે તો બંનેની કુરિણિત થાય અને ખરેખર સાચી રીતે યોગ ન કહી શકાય, અહીં કૃપાળુ ગુરુદેવ જે યોગ માટે પ્રેરણા આપે છે, તે ગુણાત્મક યોગ છે. યોગ બે પ્રકારના છે : (૧) ગુણાત્મક અને (૨) વિગુણાત્મક, અનુકુળ અને પ્રતિકુળ. વિગુણાત્મક કે પ્રતિકુળ યોગને જરાપણ લાભકારી ન કહી શકાય. અહીં જે યોગની વાત કરી છે તે સાધક માટે લાભકારી યોગની વાત છે તેથી તે ગુણાત્મક યોગ છે. શાસ્ત્રની રીતે બે ભાવોનું ૨૦૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ મિલન, પરસ્પર ઊંચી કક્ષાનું હોય અને એક પરિણમન અન્ય પરિણમનને સ્વીકારી શકે તેવી યોગ્યતા હોય તો ત્યાં “સદ્ગુરુનો યોગ” એક ધાર્યું પરિણામ લાવી શકે છે અને “સ્વચ્છંદ” ને મિટાવવા માટે જે ઉપાય બતાવ્યો છે, તેમાં આ એક વિશિષ્ટ સાચો ઉપાય છે. એક મહત્વપૂર્ણ પ્રયોગ : અહીં સિદ્વિકારે “રોકાય’ શબ્દ બહુ જ જ્ઞાનપૂર્વક વાપર્યો છે તર્કશાસ્ત્ર એમ કહે છે કે – કોઈપણ “ભાવ” નો વિલય બે રીતે થાય છે – એક તો તે “ભાવ” ની સાથે સીધી મથામણ કરે, જયારે બીજો ઉપાય કારણનો નાશ કરવાથી, સ્વતઃ “કાર્ય” નો નાશ થાય. ઉદાહરણ રૂપે, અંધારાને રોકી શકાય નહીં પણ દીપક પ્રગટ કરવાથી સ્વતઃ અંધકાર રોકાય જાય છે. જેટલા “વિગુણો” છે, તે સીધી રીતે લય પામતા નથી. પરંતુ જે કારણોથી “વિગુણો” ઉત્પન્ન થાય છે તે કારણનો નાશ કરતાં, સ્વતઃ વિગુણ નાશ પામે છે અથવા વિગુણનો જે અનુયોગી છે તેવો “સગુણ” ઉત્પન કરવાથી પણ “વિગુણ” નો “લય” થાય છે જેમ કાર્યનો નાશ ન થઈ શકે તેમ કદાચ કારણનો નાશ કરવો પણ દુર્ગમ હોય, ત્યાં અનુયોગીને પ્રગટ કરવાથી કારણ અને કાર્ય બંનેનો વિલય થઈ જાય છે. તેને તર્કશાસ્ત્રમાં “અભાવાત્મક કારણ” કહે છે અથવા “અનુયોગી સાવ કારણ” પણ કહી શકાય છે. અહીં “સ્વચ્છંદ” ને “રોકો” અથવા “રોક્વો” તેમ કહ્યું નથી પરંતુ “સ્વચ્છંદ રોકાય” તેવો શબ્દ વાપર્યો છે અને આ ક્રિયાત્મક કર્મણિપ્રયોગ ઘણો જ સમજપૂર્વક થયેલો છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થવાથી અને તેણે આપેલા મહત્ત્વપૂર્ણ ઉપદેશનો સ્વીકાર કરવાથી સ્વતઃ “સ્વચ્છંદ” ચાલ્યો જાય છે. “પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી” તેમાં અધ્યાહાર છે. અર્થાત યોગ” માત્ર નહિ પરંતુ “યોગ” થયા પછી સાચા અર્થમાં ઉપદેશ ગ્રહણ કરી આત્મા–અનાત્માનો સ્પષ્ટ નિર્ણય કરવો અને ત્યારબાદ સદ્ગુરુ પ્રત્યે ભક્તિ રાખી નિરંતર આ “યોગ”ને કે “ સંયોગને જાળવી રાખવો તેટલો અધ્યાહાર છે અને આ બધો અર્થ પ્રગટ થાય તો “સ્વચ્છંદ” ને રહેવાની જગ્યા રહેતી નથી. જૈનદર્શન પ્રમાણે આ “પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ” તે સાધકનો નિર્મળ મનોયોગ બની જાય છે, ત્યારબાદ તેને અનુકુળ વચનયોગ પણ બની જાય છે કાયાનું હલનચલન પણ “સ્વચ્છંદ” થી વિરુધ્ધ, વિનયયુક્ત બની જાય છે, અને “પ્રત્યક્ષ સગુરુનો યોગ” ત્રિયોગી બની, સાધકના ત્રણે યોગમાં પરિણત થઈ જાય છે. આ જ રીતે સાધક સમ્યક રીતે સાધના કરે તો યોગશાસ્ત્રનો “યોગ” પણ તેમના જીવનમાં શરૂ થઈ જાય છે. અત્યાર સુધી જીવ “સ્વચ્છંદી” હતો પરંતુ હવે આ નૂતનભાવમાં આવવાથી જીવનનો એક નૂતન પ્રયોગ શરૂ થયો, આ “સ્વચ્છંદ રહિત” પ્રયોગથી જીવાત્માનો ઉપયોગ પણ શુદ્ધ થઈ જાય છે અને શુદ્ધ આત્મદ્રવ્યનો સંયોગ પણ બને છે. સાથે સાથે અનાદિકાળના બંધનરૂપ એવા વિકારીભાવોનો વિયોગ પણ થાય છે. જુઓ તો ખરા ! આમ આ સોળમી ગાથામાં “પ્રત્યક્ષ સગુનો યોગ” કેટલો બધો મહત્વપૂર્ણ છે તે ઉપરના વિવરણથી સમજી શકાય તેમ છે. બધા અર્થમાં આ “યોગ” ને આપણે Page #224 -------------------------------------------------------------------------- ________________ “ભાવયોગ” રૂપે નિહાળ્યો. પણ સાથે તે જાણવાનું છે કે કેવળ મળવા પુરતો માત્ર દ્રવ્યયોગ થાય, તો તે ઉત્તમ ઘડી હોવા છતાં વ્યર્થ ચાલ્યો જાય છે અને સાધક દરિદ્ર રહી જાય છે. જો કે આ વિધાન આપણે કર્યું છે પરંતુ મૂળ શાસ્ત્રકારો એમ કહે છે કે – એકવાર પણ જો આવો સામાન્ય દ્રવ્ય દર્શનયોગ થાય તો પણ તે વ્યર્થ જતો નથી, તે “બીજ” રૂપે મનોયોગમાં અંકિત થાય છે અને કાલાન્તરે પુનઃ સદ્ગુરુના પરિચયથી વિકસિત થઈ, પલ્લવિત બની સાધકને મોક્ષ સુધી જવામાં સહયોગી બને છે. આ રીતે વિચારીએ તો ગમે તે રીતે પણ સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ થાય તો “સ્વચ્છંદ” આ જન્મ કે જન્માંતરમાં રોકાય અને જીવનું કલ્યાણ કરે. અસ્તુ. આટલી બારીક વિવેચનાથી ખ્યાલ આવી શકે છે કે તત્ત્વચિંતનના બિંદુઓ બુદ્ધિગ્રાહ્ય બને તો આત્મસિદ્ધિના આ પદોની મહાનતાનો ખ્યાલ આવે. “પ્રત્યક્ષ સગુરુ” કહ્યું છે તેનો કેટલોક ભાવાર્થ કહી ગયા છીએ. તેના સંબંધમાં થોડું કથન કરી આ ગાથાનો પૂર્વાર્ધ પૂર્ણ કરીશું. પ્રગટ ગુરુ : જૈન સંપ્રદાય કે બીજા અન્ય સંપ્રદાયોમાં ભૂતકાળના ગુરુઓ કે અવતારોનું મહત્ત્વ બતાવે છે છતાં પણ તેઓ એમ કહે છે કે – જે “પ્રત્યક્ષ સદ્ગુરુ” છે અથવા વર્તમાનકાળ માં જે ધર્મનું જ્ઞાન આપે છે, તે સાચા અર્થમાં જીવના વધારે ઉપકારી છે તેથી ગુરુ કે ભગવંત કે અવતાર તેના બે વિભાગ થઈ ગયા છે પરોક્ષ અને પ્રત્યક્ષ. સ્વામીનારાયણ સંપ્રદાયમાં યોગીજી મહારાજ “પ્રત્યક્ષ હરિ”ઉપર વધારે વજન આપે છે “હરિ” એટલે જે ભગવાન થઈ ગયા છે તે અને વર્તમાનમાં જે “હરિ” નું સ્વરૂપ સમજાવે છે તે “પ્રત્યક્ષ હરિ” છે. આ રીતે ઘણાં સંપ્રદાયો પણ “પ્રત્યક્ષ ગુરુઓ”ને અવતાર સમાન ગણે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – “પ્રત્યક્ષ” અર્થાત્ વર્તમાનકાલીન જે સાધનાશીલ સદ્ગુરુ છે તે ઘણા ઉપકારી છે. અહીં પણ ગુરુદેવે “પ્રત્યક્ષ સદ્ગુરુ” એવો શબ્દ વાપર્યો છે, ગુરુઓ ભૂતકાળમાં જે કહી ગયા છે તેના આધારે બધી શંકાઓનું સમાધાન થઈ શકતું નથી. પરંતુ પ્રત્યક્ષમાં સદ્ગુરુ બધી શંકાઓનું સમાધાન કરી, બધા કાંટા કાઢી, જીવનું સાધનાક્ષેત્ર સરળ બનાવે છે. માટે “પ્રત્યક્ષ સદ્ગુરુ” ઘણા ઉપકારી થાય છે. શાસ્ત્રકાર એક સચોટ ઉપાય બતાવ્યા પછી એક જરૂરી ચેતવણી પણ આપે છે. આ ચેતવણી પણ એક રીતે વૈજ્ઞાનિક અને તર્કયુક્ત છે. જે ઉપાયથી જે કાર્ય નિશ્ચિત રૂપે સિદ્ધ થતું હોય, તે વિપરીત ઉપાય કરવાથી અવશ્ય માઠું ફળ આવે. જે રીતે રસોઈ થતી હોય તેનો ક્રમ તોડી વિપરીત રૂપે કોઈ રસોઈ કરવા માંગે તો અવશ્ય બગડે, તે સ્વાભાવિક છે. અહીં તો શાસ્ત્રકાર ચેતવણીની સાથે ખરાબ પરિણામ બમણુ થઈ જાય કે ચાર ગણું પણ થાય એવી વાત કરે છે જે ગ્રાહ્ય છે. સ્વચ્છંદ નિરોધના નિષ્ફળ ઉપાયો : આ વાકયમાં ગુરુદેવે “પ્રા” શબ્દ મૂક્યો છે, જે ઘણો જ મહત્વ ધરાવે છે. “પ્રાયે” શબ્દ એમ કહે છે કે કોઈ જાગૃત વ્યક્તિ હોય અને જ્ઞાન નિષ્ઠાવાળો હોય તો કદાચ વિપરીત ઉપાયમાં પણ સમતોલ રહી દુષ્પરિણામથી બચી શકે છે. આ Page #225 -------------------------------------------------------------------------- ________________ ગાથામાં અન્ય ઉપાયથી બચવાની વાત કરી છે પરંતુ અન્ય ઉપાય કેવા છે, કયા કયા છે તેનું સ્પષ્ટીકરણ આપ્યું નથી કે વિવેચન કર્યું નથી તેથી આપણે અહીં અનુમાનથી બે વાત ઉપર દ્રષ્ટિપાત કરીશું. સામાન્ય નિયમ એવો છે કે વિકારીભાવોને ટાળવા માટે કોઈ સીધો ઉપાય કરે અથવા હઠાગ્રહ કરી કોઈ કઠિન તપસ્યા કરે પરંતુ આવી તપસ્યાથી મનુષ્યનું મન વધારે હઠીલું અને સ્વચ્છંદી બની જાય છે. સાચી વાત ગ્રહણ કરવાની યોગ્યતા ગુમાવી બેસે છે અને જેમ જેમ તે કઠોર તપ કરે તેમ તેમ તેનો સ્વચ્છંદ વધતો જાય છે. ‘સ્વચ્છંદ' એક પ્રકારનો ‘હઠાગ્રહ' છે. નીતિ નિયમને મૂકી ગમે તે રીતે વર્તવુ અથવા હઠ કરીને બેસી જવું તે ‘સ્વચ્છંદ’ ગણાય છે. કોઈ ક્રોધી માણસ ‘હું મારા ક્રોધનો ત્યાગ કરું' એમ સીધી રીતે ક્રોધને હટાવવા પ્રયત્ન કરે, પરંતુ ક્રોધ ‘લય' પામતો નથી. કોઈ એમ કહે કે, ‘હું વાંદરાના વિચાર નહી કરું' તો એની મનોભૂમિમાં વાંદરા જ ઉભરાશે, જ્ઞાનપૂર્વક આત્માને નમ્ર કર્યા વિના બળપૂર્વક દબાણથી વૃત્તિઓને દબાવી શકાતી નથી મનોવિજ્ઞાન પણ કહે છે કે, મનનું ઊર્ધ્વકરણ થાય તો સ્વતઃ અધોગામી વિચારધારા લય પામે, એ જ રીતે સારા ઉપાય છોડી સીધી રીતે પોતાના ભાવોને દબાવવા પ્રયાસ કરે તો તે બમણા વેગથી મનુષ્ય ઉપર આક્રમણ કરે છે. “પતાસા” નું પાણી કરવું છે તો એમ કહેવાથી કે પતાસુ પાણી થઈ જાય' ? તો થતું નથી. એ જ પતાસાને આસ્તેથી પાણીમાં મૂકી દેવાથી કયારે પીગળી જાય છે તેનો પણ ખ્યાલ આવતો નથી, આ છે ભકિતયોગ”. જયારે મન ઈશ્વર પરાયણ થઈ સદ્ગુરુના ચરણમાં રમણ કરે, ત્યારે સ્વતઃ સ્વચ્છંદ” લય પામે છે. “ભક્તિયોગનો વિકાસ” સહજ રીતે મનુષ્યના મનને નિર્મળ કરવાના સાચા ઉપાય તરીકે થયો છે. આ સોળમી ગાથામાં પ્રથમના બે પદમાં ભક્તિયોગ છે અને બાકીના બે પદોમાં અન્ય કોઈ ઉપાયમાં જવાથી તે સાધક નિષ્ફળ થશે અને તેના વિકારો વધી જશે તેમ કહેવામાં આવ્યું છે. "" આ સિવાય ઘણા વિપરીત ઉપાયો પ્રસિધ્ધિ પામ્યા છે. કોઈ પંચાગ્નિ તપ તપે છે, કોઈ શરીરને ભયંકર કષ્ટ આપે છે, કેટલાક દુશ્મનોને મારીને હિંસાને રસ્તે આત્મકલ્યાણની વાત છે આવા નાના—મોટા ભયંકર તમોગુણી તથા રજોગુણી અહંકાર ભરેલા સ્વચ્છંદો અસ્તિત્ત્વ ધરાવે છે અને આવા અવળા ઉપાય કરવાથી ‘સ્વચ્છંદ' વધારે મજબૂત થઈ દઢ આવરણ ઉભા કરે છે. અસ્તુ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્ય માર્ગ છોડીને અન્ય અયોગ્ય માર્ગે જવાથી સિધ્ધિ તો દૂર રહી પણ જીવ ભટકી જવાનો છે. આ સૂચના શાસ્ત્રકારે એટલા માટે આપી છે કે તત્ત્વની શ્રેણી અથવા તત્ત્વનો તંતુ એટલો બધો સૂક્ષ્મ અને ભાવવાહી છે તો અહંકારયુકત મનથી તે તંતુ ઉપર ચાલવુ કઠણ છે પણ સદ્ગુરુના અવલંબનથી સહેજે પાર થઈ શકાય છે. ― 66 અહીં એક વાતનો ઉલ્લેખ કરી આ ગાથા પૂરી કરીશું. ઉપરના જે ભાવો બતાવ્યા છે તેમાં કર્મની સ્થિતિ શું છે ? આધ્યાત્મિક અવસ્થા કેવું અસ્તિત્ત્વ ધરાવે છે ? તે જાણવું જરૂરી છે. ૨૧૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ વિકાસની પૃષ્ઠભૂમિઃ જૈનતત્વજ્ઞાન એમ કહે છે કે – મોહનીયકર્મમાં કષાયમોહનીય કર્મ તથા નોકષાયમોહનીય અલગ અલગ પ્રકારના ઓછાવત્તા રસવાળા, ઓછીવત્તી સ્થિતિવાળા કર્મના ઉદયભાવો અસ્તિત્ત્વ ધરાવે છે. એક વ્યકિત સત્યનો સ્વીકાર કરે ત્યારે બીજો વ્યકિત તે ન સ્વીકારી શકે. તેમાં કર્મ કેવી રીતે કારણભૂત છે ? ભગવાન મહાવીર કહે છે કે મિથ્યાત્વમોહનીય કે દર્શનમોહનીયના સ્તર–પ્રસ્તર પાતળા પડયા હોય, કષાયમોહનીય કર્મ ઉપશમભાવે પ્રવર્તમાન હોય અને જ્ઞાનાવરણીયકર્મનો ઉદય પણ મંદભાવને પ્રાપ્ત થયો હોય, આવી સ્થિતિમાં કોઈપણ મહાપુરુષનો, સંતનો કે સરુનો સમાગમ થતાં તે જીવ “સ્વચ્છંદ કે અજ્ઞાનથી મુકત થઈ દુરાગ્રહનો ત્યાગ કરી સહેજે ઠેકાણે આવી જાય છે. નટ અને બોલ બરાબર સ્થિતિમાં હોય ત્યારે તે નટ–બોલ ફીટ થઈ શકે છે. એ જ રીતે જીવાત્મા ગુરુ ચરણમાં સ્થિર થઈ જાય છે, પરંતુ આથી વિપરીત મોહનીયકર્મના પ્રભાવ અને ઉદયભાવો પ્રબળ હોય તો તે જીવ સાચા ઉપાય છોડી અન્ય ઉપાયનું આચરણ કરી પોતાના હઠાગ્રહમાં કે તીવ્ર કર્મબંધમાં વધારો કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – આધ્યાત્મિક સ્થિતિ બરોબર હોય, ઉપાદાન શુધ્ધ થયું હોય તો બધી સાધના સવળ | ઉતરે છે. * આપણે ઉપરમાં “પ્રાયે” શબ્દ મહત્ત્વયુકત છે એમ કહ્યું તેનું કારણ એ છે કે જૈન દર્શન અનેકાંતવાદી છે. કોઈપણ સિધ્ધાંતની એકાંત સ્થાપના કરતું નથી, તેથી અહીં કવિરાજે “પ્રાય શબ્દ મૂકીને અનેકાંતનો ઈશારો કર્યો છે. “આ આમ જ થાય”, “આ આમ જ હોવું જોઈએ,” એ બધા એકાંતવાચી શબ્દો છે. જયારે “આમ પણ થાય”, “આમ પણ હોવું જોઈએ, આ શબ્દો અનેકાંતવાચી છે. “સ્વચ્છેદ' બમણો થાય જ એમ ન કહેતાં “પ્રાયે બમણો થાય” એમ લખ્યું છે આ “પ્રા” શબ્દ અહીં અનેકાંતની વ્યાખ્યા કરે છે અને બીજા કોઈ ઉપાયથી પણ ખાસ અવસ્થામાં “સ્વચ્છંદ” રોકી શકાય છે, એવો ભાવ પ્રદર્શિત કરીને શ્રીગુરુદેવે અનેકાંતનો ઉલ્લેખ કરી પોતાની ઉદારતાનો પરિચય આપ્યો છે. સારાંશ – પૂર્વની ગાથામાં અર્થાત્ પંદરમી ગાથામાં “સ્વચ્છંદ” નો મોક્ષના બાધક તરીકે ઉલ્લેખ કર્યો છે, તેથી જ અહીં સોળમી ગાથામાં “સ્વચ્છંદ” નો વિલય કરવા માટે સાચો ઉપાય બતાવ્યો છે. સાક્ષાત્ જે સદ્ગુરુ ઉપસ્થિત છે, જે બધી શંકાઓનું સમાધાન કરી શકે તેમ છે અને સ્વાર્થરહિત શુધ્ધ કલ્યાણની પ્રેરણા આપી શકે છે, તેવા સદ્ગુરુનો પરમ પુણ્યના ઉદયથી સંયોગ થાય અને તે યોગનો સ્વીકાર કરી નમ્રતાપૂર્વક તેમના જ્ઞાનની બધી વાતો સાંભળે, સમજે અને પચાવે તો “સ્વચ્છંદ” પોતાની મેળે રોકાય જાય છે. “સ્વચ્છદ”ને રોકવા માટે અલગ પ્રયાસ કરવાની જરૂર નથી. આ જ એક સાચો ઉપાય છે. આ ઉપાયને છોડી બીજા અન્ય અજ્ઞાન ભરેલા ઉપાયોનું આચરણ કરે અથવા કઠોર તપ આદિ સ્વીકારીને મનને પવિત્ર કરવાનો પ્રયાસ કરે, સત્ય ન સમજે, ઘણું કરીને આવા બધા પ્રયોગ નિષ્ફળ જાય છે. “પ્રાય” એટલા માટે કહ્યું છે કે, કદાચ કોઈ જીવનો વિપાક સારો હોય અને અકામ નિર્જરાથી ક્ષયોપશમ્ તૈયાર થયો હોય તો જેમ ટકરાયા ૨૧૩ દર Page #227 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ સૂત્રમાં કહ્યું છે, “નિસર્ગાત્” અર્થાત્ પ્રાકૃતિક રૂપે “સ્વચ્છંદ” મટી જતા જ્ઞાનનો ઉદય થાય છે. અનેકાંતની દ્રષ્ટિએ આ કથન ઘણું મહત્વપૂર્ણ છે. અહીં સત્તરમી ગાથાનો શુભારંભ થાય છે તેમાં તર્કદ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે જેનું આપણે વિવેચન કરીશું. સોળમી ગાથામાં “સ્વચ્છંદ” નો લય થયા પછી સાધકને શું કરવું? અથવા સાધકની સ્થિતિ કેવી હોય ? તેનું રેખાંકન કરવામાં આવ્યું છે અને આ સ્થિતિ સમ્યગ્દર્શન સુધી લઈ જવામાં ઘણી અનુકુળ છે તેમ શાસ્ત્રકાર કહે છે. ત્યાં સુધી કહે છે કે અમે આને સમિત કહીએ છીએ અને તેમાં કાર્યનો કારણમાં આરોપ કરવામાં આવ્યો છે. આત્મસિધ્ધિનું મુખ્ય લક્ષ મોક્ષમાર્ગ તથા તેના કારણભૂત સમ્યગ્દર્શનને સ્પષ્ટ કરવાનું છે. જૈનદર્શનમાં કે સમગ્ર જૈનસાધનામાં સમ્યગ્દર્શન તે પાયો છે. આ પાયા ઉપર જ શુધ્ધ વ્યવહારરૂપી વૃક્ષ ફાલેફુલે છે અને અંતે તેમાં મોક્ષ રૂપી ફળ આવે છે. સત્તરમી ગાથા આ પાયાની ભૂમિકાનો ઉલ્લેખ કરે છે અને સાથે સાથે સાધકના અનુકુળ આચરણનો ઉલ્લેખ કરી તેનું ભાવાત્મક વિવરણ કરે છે. ખરૂં પૂછો તો કવિરાજ સોળ ગાથા સુધી ખેતી કર્યા પછી અર્થાત્ ક્ષેત્ર વિશુધ્ધિ કર્યા પછી આ સત્તરમી ગાથામાં બીજારોપણ કરી રહ્યાં છે. કોઈપણ તત્ત્વનો કે પર્યાયનો કે ભાવનો વિકાસ કરવાનો હોય ત્યારે તેના આંતરિક કારણો અને બાહ્ય કારણો અર્થાત્ ઉપાદાનકારણ અને નિમિતકારણ એ બંનેનો મેળ બેસવો જોઈએ. જેમ કડાઈમાં પુરી તળાઈ રહી છે ત્યારે પુરીના ઉપાદાન લોટ, તેલ કે પાણી બધા અનુકુળ થયા પછી નિમિત્તરૂપે અગ્નિ છે. અહીં બન્નેનો મેળ બેસવો જરૂરી છે. કોઈપણ કાર્ય જયારે નિર્મિત થાય છે ત્યારે તેના ઉપાદાન અને નિમિત્તો પરસ્પર બંધબેસતા મેળવાળા હોય છે અહીં આ ગાથામાં સાધકનું બાહ્ય આચરણ અને આંતરિક સમ્યગ્દર્શનના બીજ બંનેનો સમભાવે ઉલ્લેખ કર્યા છે. આટલી પૃષ્ઠભૂમિ લખ્યા પછી હવે આપણે મૂળ ગાથાનું ઉચ્ચારણ કરીશું. ૨૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ 'સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ, 'સમકિત તેને ભાખીયું, કારણ ગણી પ્રત્યક્ષ II આગ્રહના વિવિધ રૂપો : પૂર્વમાં ફકત “સ્વચ્છંદ”નો જ ઉલ્લેખ હતો, જયારે અહીં એક શબ્દનો વધારો કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે “મત + આગ્રહ = મતાગ્રહમાં “આગ્રહ” શબ્દ ઘણો જ વિલક્ષણ છે. “મત” ની પછી તેનો ઉલ્લેખ કર્યો છે પણ તેને “સ્વચ્છંદ” ની સાથે પણ જોડી શકાય તો “સ્વચ્છેદ આગ્રહ” અને “મતાગ્રહ” અને જો આપણે “આગ્રહ” શબ્દને વિશેષણ રૂપે ન લઈએ તો પ્રતિબંધકની ત્રણ સંખ્યા થઈ જાય છે. “સ્વચ્છંદ” અને “મત” બે પ્રતિબંધક છે જયારે ત્રીજો પ્રતિબંધક “આગ્રહ” છે. ત્રણેનું ઊંડું વિવેચન કરતા પહેલા “આગ્રહ” ની નાડી તપાસીએ. બધી ધાર્મિક ઉપાસનાઓમાં પ્રતિબંધક તરીકે “આગ્રહ” નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને જુદા જુદા નામ અપાયા છે. “હઠાગ્રહ” “દુરાગ્રહ” “કદાગ્રહ” “મતાગ્રહ” આદિ આગ્રહો ધર્મવિરોધી હતા. જયારે મહાત્મા ગાંધીજીએ એક નવા “આગ્રહ” નો ઉદ્ભવ કર્યો અને તેને નૈતિક ધર્મ તરીકે ઓળખાવ્યો છે તેનું નામ “સત્યાગ્રહ” રાખ્યું. વસ્તુતઃ સત્યનો આગ્રહ હોતો જ નથી. “સત્ય” સ્વયં સિધ્ધ તત્ત્વ છે. જૈન દર્શનમાં “સર્વ રવતું ના યd” સત્યને ભગવાન સ્વરૂપે સ્વીકાર્યું છે. અર્થાત્ સત્ય અણુ અણુમાં પ્રકાશિત છે. તેનો આગ્રહ શું હોઈ શકે? પરંતુ રાજનીતિમાં આ સત્યાગ્રહનો ઉપયોગ કરી જનતાને સમજાવવામાં આવે છે અસ્તુ. તેની સાથે આપણે સબંધ નથી. આ જ રીતે યોગશાસ્ત્રમાં પણ “હઠાગ્રહ” ને સાધનાનું અંગ માન્ય છે. “હઠ” શબ્દનો અર્થ જ જુદો છે. હ + ઠ = “હઠ' એટલે સૂર્યનાડી અને 6' એટલે ચંદ્રનાડી. પુરુષાર્થ પૂર્વક બંને નાડી ઉપર સંયમ લાવવામાં આવે તેને “હઠાગ્રહ” કહેવામાં આવે છે. પરંતુ વ્યવહારમાં “હઠાગ્રહ’ શબ્દનો રૂઢાર્થ બગડી જ ગયો છે. વસ્તુતઃ જૈનદર્શનમાં તો “આગ્રહ” શબ્દ સર્વથા નિષિદ્ધ છે. કોઈપણ જગ્યાએ આગ્રહ કરી આદેશ આપવાની મનાઈ છે. સ્વતઃ સાત્વિકવૃત્તિથી ધર્મારાધના કરવાની છે. જૈન શાસ્ત્રોમાં “નહીસુટું દેવાળુપ્રિયા ન પડવંજ જે આ સૂત્ર નિરંતર વપરાયું છે. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તે રીતે વર્તો પરંતુ તમારા આત્માની ઉજ્જવળ પર્યાયનો પ્રતિબંધ ન થાય તેમ કરશો. કૃપાળુ ગુરુદેવે “બહુ પુણ્યકેરા પુંજ”માં સ્વયં ઉલ્લેખ કર્યો છે કે – “નિર્દોષ આનંદ અને સુખ મેળવો પરંતુ એ દિવ્ય આત્માનો પ્રતિબંધ ન થાય અને કર્મ જંજીરોથી મુકત થાય. અહીં પણ નિર્દોષભાવે વર્તવાની પ્રેરણા આપી છે. કોઈ જાતનો આગ્રહ રાખવાનો નથી. મતાગ્રહનો આગળિયો : “આગ્રહ” શબ્દ વ્યવહારદશામાં ઉપર્યુકત હોઈ શકે છે. સાંસારિક અવસ્થામાં મનુષ્યનું ઘડતર કરવા માટે અને બાળકને નિયમિત રાખવા માટે કેટલાક આગ્રહ રાખવા પડે છે. અસ્તુઃ અહીં અધ્યાત્મક્ષેત્રમાં “આગ્રહ’ શબ્દ સર્વથા વર્જનીય છે. આ ગાથામાં “સ્વચ્છંદ” છોડ્યા પછી “મત' નો આગ્રહ ન રાખવાની ખાસ ભલામણ કરે છે. આવો ૨૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ મનમાં આગ્રહ રાખી ગુરુચરણે જવાથી તેમની સાધના નિષ્ફળ થઈ જશે. માટે લખ્યું છે કે “ આગ્રહ તજી” અર્થાત્ આગ્રહને છોડી આગ્રહથી દૂર થઈ, પોતે હળવો ફૂલ બની, મત’ નો ભાર રાખ્યા વિના, બુધ્ધિનો અહંકાર છોડી સદ્ગુરુના ચરણે જવાનું છે. અહીં સદ્ગુરુ નહીં, પરંતુ સદ્દગુરુનું લક્ષ ધારણ કરી પોતાનો વર્તાવ કરે. જો કે પરોક્ષ ભાવે સદ્ગુરુને પણ “લક્ષ' કરવાની વાત છે. આ રીતે તેના બંને અર્થ નીકળશે તે આપણે પાછળથી કહીશું. અત્યારે “મતાગ્રહ’ ને છોડવાની વાત છે. આગળના પદોમાં “સ્વચ્છંદ” રોકાય તેમ કહ્યું છે. “સ્વચ્છંદ રોકે” તેમ કહ્યું નથી, તેના પૂર્વના પદમાં “રોકે તેમ કહ્યું છે અને અહીં ‘ત્યજે તેમ કહ્યું છે. તેમાં તાત્ત્વિક વાત એ છે કે રોકવું અને રોકાવું, છોડવું અને છૂટવું, આ બને ક્રિયાઓમાં મૂળભૂત તાત્ત્વિક ભેદ ભરેલો છે. આ તાત્ત્વિકભેદને સમજ્યા પછી જ જીવને ક્રિયાના કર્તૃત્ત્વનો અહંકાર છૂટી શકે તેમ છે. અનાયાસે જીવ ક્રિયાના કર્તા રૂપે પોતાને જોડી રાખે છે. વસ્તુતઃ આ વિભાવોનું ઉત્પન્ન થવું કે લય થવું તેમાં સાક્ષાત્ જીવનું કર્તૃત્ત્વ નથી. પરંતુ જીવ જયારે શુધ્ધાત્મપરિણામોથી પરિણત થાય છે ત્યારે વિભાવો સ્વતઃ લય પામે છે. “હું વિભાવોને લય કરું” તે પણ એક પ્રચંડ વિભાવ જ છે. અહીં આ કડીમાં “ત્યજવાની” જે વાત છે તે પૂર્વની આરાધનાને આધારે કરી છે. “મતાગ્રહ તજે અને “સરુને લક્ષ કરે’ એ તો કવિત્વભાવ છે. હકીકતમાં સદ્ગુરુને લક્ષ કરે એટલે “મતાગ્રહ’ કે “સ્વચ્છેદ' તજાય છે. કારણવાદ : અહીં શાસ્ત્રકારે કારણ ગણી પ્રત્યક્ષ એમ કહ્યું છે અને આ રીતે કારણમાં કાર્યનો આરોપ કર્યો છે. દર્શનશાસ્ત્રમાં કારણવાદનું બહુ જ વિશાળ પ્રકરણ છે. સાધારણ રીતે આપણે એક ચૌભંગીથી આ સિદ્ધાંતને થોડો સ્પષ્ટ કરીએ. (૧) કારણમાં કાર્યનો આરોપ (૨) કાર્યમાં કારણનો આરોપ (૩) કારણમાં કાર્યનો અભાવ (૪) કાર્યમાં કારણનો અભાવ. કારણ બે પ્રકારના છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ તેને કહેવાય જે કાર્યમાં પરિણત થાય, જયારે નિમિત્ત કારણ ઉપાદાન કારણમાં રહેતું નથી જેથી તે કાર્યરૂપે પરિણત થતું નથી. આવા નિમિત્ત કારણમાં કાર્યનો અભાવ હોય છે અને એ જ રીતે નિમિત્ત કારણનો કાર્યમાં પણ અભાવ હોય છે. અસ્તુ અહીં આપણે ઉપાદાન કારણની જ વાત કરીએ છીએ. જેથી ઉપરના બે ભંગ લાગુ પડશે. કારણમાં કાર્યનો આરોપ – વસ્તુતઃ ઉપાદાનકારણમાં કાર્ય તિરોભાવ રૂપે હોય જ છે. જયારે પ્રગટ થાય, ત્યારે આવિર્ભાવ પામે છે અને તેને કાર્ય ગણવામાં આવે છે. જેમ દૂધમાં ઘી છે. દૂધ એ ઘીનું ઉપાદાન કારણ છે. તિરોભાવ રૂપે ઘી દૂધમાં વ્યાપ્ત છે. જયારે પ્રગટ થાય ત્યારે તે આવિર્ભાવ પામે છે અને કાર્યરૂપ અભિવ્યકત થાય છે. અહીં કૃપાળુ ગુરુદેવ કહે છે કે સમકિતનું જે કારણ છે તે પ્રત્યક્ષ છે અને તેથી તેને સમકિત કહેવું યોગ્ય છે. વર્તે સદગુરુ લક્ષ' તેને સમકિત કહી રહ્યા છે. સમકિતનો અર્થ સમ્યગ્દર્શન થાય છે. સદ્ગુરુનું લક્ષ તે સમકિતનું પ્રત્યક્ષ કારણ હોય, તેમ અભિવ્યકિત થઈ છે. અહીં પ્રત્યક્ષ' શબ્દનો પ્રયોગ છે, આ પ્રત્યક્ષ શબ્દ કોની સાથે લાગુ થાય છે ? કારણ બે જાતના હોય છે. એક ૨૧૬ પાક Page #230 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * ************** * *** * ******* * ' ને પરંપરાગત કારણ અને એક સાક્ષાત્ કારણ. સાક્ષાત કારણને પ્રત્યક્ષ કારણ કહેવામાં આવે છે અને પરંપરાગત કારણને પરોક્ષ કારણ કહેવામાં આવે છે. પરોક્ષ કારણ પરંપરાનો ભંગ થતાં નષ્ટ થઈ શકે છે. જયારે સાક્ષાત કારણ કાર્યરૂપે અવતરિત થાય છે. અહીં સદગુરુનું લક્ષ કરે છે. ત્યારે લક્ષ કરનાર ભકતને સદગુરુની અંદર આત્મદર્શન થાય છે અને તેવું જ આત્મદર્શન સ્વયં પણ અનુભવે છે. આમ લક્ષ એ પૂર્વ ક્રિયા છે અને સમકિતની અનુભૂતિ તે ઉત્તરક્રિયા છે. જેમ કુંભાર ઘડો તૈયાર કરે ત્યારે માટીની છેલ્લી અવસ્થા ઘડો બનવાની તૈયારીમાં છે. ત્યારે તે અવસ્થા પ્રત્યક્ષ ઘડો જ છે અને કુંભાર પણ તેમાં ઘડાની અનુભૂતિ કરે છે. કોઈ પણ કારણની અંતિમ પરિણતિ તે કાર્યની પ્રથમ ક્ષણની નિર્માણ જેવી છે. કારણની પરિણતિની પૂર્ણાહુતિ અને કાર્યની નિષ્પતિ, આમ બંને એક ક્ષણે સંયુકત થાય છે. જયારે ભકત સદગુરુનું લક્ષ કરે છે ત્યારે તેની આત્મદર્શનની પરિણતિની પૂર્વ ક્ષણ છે અને ઉત્તર ક્ષણમાં આત્મવૈભવને નિહાળે છે. તેથી અહીં કવિરાજે “વર્તે સદગુરુ લક્ષ' કહીને તેને સમકિતનું પદ આપ્યું છે. અર્થાત સમકિતની પૂર્વેક્ષણ તે પ્રત્યક્ષ સમકિત જ છે. અર્થાતુ અહીં સદગુરુનું લક્ષ કરીને વર્તવું અને તેનું લક્ષ કરવું તે જ પ્રધાનતત્ત્વ છે. સમકિત તો તેનું આનુષંગિક ફળ છે. જયારે મનુષ્ય ધ્યાનમાં બેસે અને ધ્યાન સ્થિર થાય તો શાંતિ મળે. શાંતિ મેળવવા માટે અલગ પ્રયાસ કરવાની જરૂર નથી. પરંતુ ધ્યાનમાં સ્થિર બેસવા માટે પ્રયાસની જરૂર છે. શાંતિ તો તેને આનુષંગિક ફળ છે. ' સમ્યગદર્શન તે નિશ્ચયાત્મક ભાવ પરિણમન છે. જે મિથ્યાત્વ મોહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ દ્વારા પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શનને કર્મની ઉપશાંતિ સાથે સાક્ષાત્ સબંધ છે અને તે તેનું પ્રત્યક્ષ સાક્ષાત્ કારણ છે. સદગુરુનું લક્ષ એ વ્યવહાર પરિણમન છે, તેથી તેને શુધ્ધ સમકિત કે સમ્યગદર્શન કહી ન શકાય એટલે સ્વયં શાસ્ત્રકાર કહે છે કે સદગુરુનું લક્ષ કરવું તે સમ્યગ દર્શનના ઉદ્ભવમાં એક નક્કર કારણ છે, કારણ કે દેવ, ગુરુ ને ધર્મ ત્રણે તત્ત્વોમાં શ્રધ્ધા થવી, તેનું લક્ષ થવું તે વ્યવહાર સમ્યગ્દર્શન માન્યું છે. આ ત્રણ તત્ત્વોમાં પણ સદગુરુનું લક્ષ તે પ્રધાનતત્ત્વ છે કારણ કે સદગુરુ જ દેવ અને ધર્મની સાચી વ્યાખ્યા આપી, તેનું સ્વરૂપ સમજાવે છે અને સાથે સાથે સદગુરુનું લક્ષ રહે ત્યારે વ્યવહાર સમકિતનો પ્રાદુર્ભાવ થાય છે અને આજ ભાવ શુધ્ધ સમ્યગદર્શનમાં કારણભૂત બને છે, તેથી તેને પ્રત્યક્ષ કારણ કહેવામાં આવ્યું છે. અહીં પ્રત્યક્ષનો અર્થ સાક્ષાત્ કારણ તો છે જ, પરંતુ બીજું સમજી શકાય તેવું કારણ પણ છે અને આ કારણ શુધ્ધ સમકિત સુધી જીવને લઈ જાય છે. તેથી જેમ બીજને જ વડલો કહી શકાય છે અને સોનાને અલંકાર કહી શકાય છે, તેમ કારણમાં કાર્ય સમાયેલું હોય છે, તેથી જ્ઞાની આત્માઓ કારણમાં પણ કાર્યના દર્શન કરે છે. જેમ ભરત ચક્રવર્તીએ મરિચીકુમારમાં મહાવીરના દર્શન કર્યા. લક્ષ થવાથી પદાર્થમાં મૂર્ત સ્વરૂપ દેખાય છે. જેમ કાષ્ટક (સુતાર) ગણેશની મૂર્તિ બનાવે છે ત્યારે તેને કાષ્ટ્રમાં ગણેશના દર્શન થાય છે. કારણ કાર્યરૂપે ભલે પાછળથી પરિણત થાય, પરંતુ વ્યકિતના જ્ઞાનમાં તે કારણ પ્રત્યક્ષ કારણરૂપે પરિણત થાય છે. જ્ઞાનમાં કાર્યકારણનો આરોપ ન રહેતા બંને એકાકાર થાય છે. અહીં શાસ્ત્રકારે જે પ્રત્યક્ષ કારણ કહ્યું છે, તેમાં બીજો ગૂઢ અર્થ પણ સમાયેલો છે. તે સદગુરુના લક્ષ રૂપી વ્યવહારમાં શુધ્ધ સમકિતનું પરિણમન ભલે તુરંત ન થાય પરંતુ જ્ઞાનીને સદગુરુના લક્ષ રૂપ વ્યવહારમાં, સમ્યગદર્શનનું પરિણમન થાય છે અને તેમને કડી ::::::: ::::: ::::: કાક &&&&&&&&:00:૨૧૭ : Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ દેખાય છે કે આ વ્યવહાર સમ્યગ્દર્શનનો જનક છે. તેથી શાસ્ત્રકારે અહીં ‘ગણી' શબ્દ મૂકીને આ કારણને પ્રત્યક્ષ કાર્યરૂપે જોયું છે. આરોપ હોવા છતાં જ્ઞાનમાં આરોપ નથી, કારણમાં પ્રત્યક્ષ કાર્ય દેખાય છે. આ થયો વ્યવહાર નિશ્ચયનો સબંધ, કાર્યકારણનો સબંધ અને તેથી આગળ વધીને જ્ઞાતાની પરિણતિમાં થતા પ્રત્યક્ષ પરિણામ. જો કે આ પદ ઘણું જ ગૂઢ અને ગંભીર છે. ત્રિગુણાત્મક વ્યાખ્યા છે. એટલે હવે આપણે આગળ આ ત્રિગુણાત્મક વ્યાખ્યાને સ્પષ્ટ કરવા પ્રયત્ન કરશું. સંપૂર્ણ ગાથાના ત્રણ માધ્યમ છે (૧) જીવાત્મા (૨) સદગુરુ (૩) તેનું લક્ષ. ઉપરાંત કવિરાજ જ્ઞાતા તરીકે જીવ અને સદ્ગુરુ બન્નેની વ્યાખ્યા કરી રહ્યા છે. તેઓએ સદ્ગુરુના લક્ષમાં સમકિતના પ્રત્યક્ષ દર્શન કર્યા છે અને તે પણ એમ કહીને કે આ લક્ષ સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ છે. અહીં પ્રત્યક્ષ શબ્દ લક્ષમાં સકિતના કારણ રૂપે હોવું અને બીજું જે જ્ઞાતા છે તેને તેમાં પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે. આ રીતે પ્રત્યક્ષ' શબ્દ બન્ને તરફ દેહલી દિપકના ન્યાયે પ્રકાશ પાથરી રહ્યો છે અને ગીતકારે બહુ જ સમજીને આ પ્રત્યક્ષ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે. હવે આપણે એક પછી એક માધ્યમને તપાસશું. પ્રથમ જીવાત્મા, જે ભકતરૂપે સદગુરુનું લક્ષ કરવા તત્પર થયો છે અને તેનામાં તેવી યોગ્યતા આવી છે. આ યોગ્યતા જીવાત્મામાં બે રીતે વિકાસ પામે છે, એક તો કર્મક્ષય કે કર્મનો ક્ષયોપશમ થતાં અને સ્વતઃ મોહાદિક કર્મો પાતળા પડતાં. જીવમાં સાંસારિક મહત્ત્વ ઓછું થતાં સ્વતઃ તેનું મન સદગુરુના શરણને શોધે છે અને સદગુરુનું લક્ષ કરવા તૈયાર થાય છે. આ યોગ્યતા અને પરીણિત તે જીવની આંતરિક સ્થિતિ છે, પરંતુ કયારેક કર્મો પાતળા ન પડયા હોય, થોડી ગાઢ અવસ્થા હોય, ત્યારે કોઈ પુણ્યના ઉદયથી સત્સંગનો યોગ મળતાં કે ધર્મકથાનું શ્રવણ કરતાં તેના ઉજ્જવળ પરિણામોથી ગાઢ મોહ મંદ સ્થિતિમાં આવી જાય છે. આમ નિમિત્ત કારણથી પણ જીવ યોગ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે. મોહ ગાળવાની પ્રક્રિયા ઃ ત્યારબાદ સમ્દષ્ટા તત્ત્વજ્ઞ મહાપુરુષનો સંગ થતાં તે સામાન્ય યોગ્યતા વિશેષરૂપ ધારણ કરે છે અને તેના અધ્યવસાયોમાં પરિશુદ્ધિ થાય છે. સદ્ગુરુ કોને કહેવાય તેવું તેને ભાન થાય છે. જેનાથી પોતાના ઘરની અર્થાત્ આત્માની કથા સાંભળે છે. ત્યારે તેના પ્રત્યે જીવનું લક્ષ થાય છે. આ લક્ષ જ્ઞાનાત્મક હોવા છતાં ભકિતરૂપ છે. તેમાં સદ્ગુરુના લક્ષ ઉપરાંત પ્રધાનપણે અહંકારનો ત્યાગ છે. અહંકાર પીગળી જતાં સદગુરુ તેને આશ્રયભૂત લાગે છે. આ રીતે આખી ગાથાનું જે મુખ્યપાત્ર છે અને જે પ્રથમ માધ્યમ છે તે ભકત જીવ પુણ્યના ઉદયે યોગ્યતા પ્રાપ્ત કરી સન્મુખગામી બને છે. બીજું માધ્યમ સ્વયં સદગુરુ છે. જેની આપણે પૂર્વમાં ભિન્ન ભિન્ન રૂપે વ્યાખ્યા કરી ગયા છીએ. છતાં અહીં સદ્ગુરુ પણ આ જીવને હું મુકત કરું તેવા અહંકારથી મુકત હોય છે. જેવા ગુરુદેવ ભકતના આત્મામાં અરિહંતના દર્શન કરીને સ્વયં તે સ્વરૂપને ઓળખે એવી પ્રેરણા આપે તે જ સદગુરુ વસ્તુતઃ સત્ત્ને ઓળખાવનારા, સત્ તત્ત્વને અર્પણ કરનારા ગુરુદેવ છે. સત્ તત્ત્વ ગુરુમાં અને ભકતમાં બન્નેમાં વ્યાપ્ત છે. પરંતુ ગુરુદેવનો મનોયોગ નિર્મળ થયેલો છે, તેઓ મહાપુણ્યના અધિકારી છે, તેથી તેઓ સત્ તત્ત્વને નિહાળી રહ્યા ૨૧૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ છે, ભકતનું મન કે મનોયોગ અથવા તેના મનનું દર્પણ એટલું સ્વચ્છ થયું નથી કે જે સને નિહાળે ત્યારે સદગુરુ સનું લક્ષ કરાવે છે. જયારે ભકત સનું પણ લક્ષ કરે છે. આમ ભકત ફળ અને વૃક્ષ, કાર્ય અને કર્તા, આધેય અને આધાર, બંને નિહાળી ધન્ય ધન્ય થઈ જાય છે સદ્દગુરુરૂપી જે આશ્રય છે અને આ ગાથાનું જે ઉપાસ્ય માધ્યમ છે, તેનું લક્ષ કરીને જીવાત્મા આ માધ્યમને સમગ્ર રીતે સ્વીકારે છે. ગાથાનું પ્રથમ માધ્યમ અને આ ઉપાસ્ય માધ્યમ બને એકાકાર થતા, જાણે સમકિતરૂપી સૂર્ય ઉદયમાન થવાનો હોય તેવું પ્રત્યક્ષ દેખાય છે. આ બન્ને માધ્યમની વચ્ચે સાધનારૂપ તે ત્રીજું માધ્યમ છે કે લક્ષ છે. હવે આ લક્ષની આપણે વ્યાખ્યા કરીશું. યોગઉપયોગનો પારસ્પરિક સંબંધ : જીવમાં મુખ્ય બે શકિત છેઃ ઉપયોગ અને યોગ, ઉપયોગ તે આધ્યાત્મિક પરિણામ છે અને યોગ તે શારીરિક પરિણામ છે. જયારે કષાયના પરિણામો ઘટે છે ત્યારે શુધ્ધ ઉપયોગનો પ્રારંભ થાય છે અને જ્ઞાન ઉપયોગ શુધ્ધ થવા લાગે છે. ઉપયોગ એ જીવનું પ્રધાન પરિણામ છે. જેમ લગામથી ઘોડો વશ થાય છે તે રીતે ઉપયોગ એ આત્માની લગામ છે. ઉપયોગમાં જેનું પ્રતિબિંબ થાય છે, તેના ગુણધર્મો તેમાં પ્રગટ થાય છે. હવે જુઓ, અહીં ભકત જયારે સદ્ગુરુનું લક્ષ કરે છે ત્યારે તેનો ઉપયોગ નિર્મળ થતાં તેમાં સદ્ગુરુનું પ્રતિબિંબ પડે છે. અર્થાત્ સદગુરુ સ્વયં ભકતના જ્ઞાનના જ્ઞય બની જાય છે અને આ પ્રતિબિંબ જ્ઞાન ઉપયોગમાં પ્રગટ થતાં ભકત નાચી ઉઠે છે. જાણે ઘરમાં ભગવાન આવ્યા હોય તેવો પરમાનંદ અનુભવે છે. આ લક્ષ એક પ્રકારે પરમ લક્ષ છે, ઉતમ લક્ષ છે અને આ લક્ષની અનુભૂતિ થતાં તેમાંથી સમ્યગ્દર્શન અવશ્ય પ્રગટ થાય છે. તે આ ગાથામાં “કારણ ગણી પ્રત્યક્ષ એમ કહ્યું છે. અર્થાત્ આ લક્ષના આધારે પોતાના જ્ઞાનમાં રમતા સદગુરુને જોઈને હવે ભકત નિશ્ચયરૂપે આત્મતત્ત્વનો અનુભવ કરશે અને સમકિત પામશે, તેમાં જરાપણ શંકા નથી. આખી ગાથામાં આ ત્રીજું માધ્યમ ઘણું મહત્ત્વપૂર્ણ છે. આશ્ચર્ય તો એ જ છે કે દર્પણમાં પોતાનું જ મુખ દેખાય છે. જયારે શુધ્ધજ્ઞાન ઉપયોગ રૂપી દર્પણમાં ભગવાનનું મુખ દેખાય છે, સદ્ગુરુનું પ્રતિબિંબ દેખાય છે, ત્રિલોકીનાથ દેખાય છે, આ છે શુધ્ધ ઉપયોગરૂપ જ્ઞાનની બલિહારી, જેને અહીં કવિરાજે ‘વર્તે સદગુરુ લક્ષ' એમ કહ્યું છે આ શુધ્ધ ઉપયોગરૂપ દર્પણનું દર્શન કરાવી લક્ષનું સાચું નિશાન સદગુરુ છે અને તે સમકિતનું કારણ પણ છે, તેમ જણાવ્યું છે. આ ત્રણે માધ્યમની વ્યાખ્યા થઈ. હવે ત્રણે માધ્યમના સાક્ષી અથવા ત્રણે માધ્યમનું કથન કરનાર શાસ્ત્રકાર છે તેમનો જે જ્ઞાન ઉપયોગ પરમ શુધ્ધ થવાથી ભકતને માટે સદગુરુનું લક્ષ સાક્ષાત્ સમ્યગુદર્શનનું કારણ છે, તેવું તેમને પ્રત્યક્ષ દેખાય છે. કારણ ગણી પ્રત્યક્ષ' એમ જે કહ્યું છે તે કારણ તો પ્રત્યક્ષ છે. અર્થાત વાસ્તવિક કારણ છે જ, પરંતુ શાસ્ત્રકારને પણ આ સિધ્ધાંત પ્રત્યક્ષ દેખાય છે કે જો ભકતમાં સદ્ગુરુ પ્રત્યે આવી વિનયશીલતા હોય, ભકત સદ્ગુરુ પ્રત્યે સમર્પિત હોય તથા જેણે પોતાના બધા સ્વચ્છંદ અને મતાગ્રહ છોડી દીધા હોય તેવા ભકત વિનય પૂર્વક સદ્ગુરુનું લક્ષ માની વર્તાવ કરે છે, તો શાસ્ત્રકારને પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે કે આ વિનય એ સમ્યગદર્શનનું નિશ્ચય કારણ છે. આમ ત્રણે માધ્યમના દ્રષ્ટા સ્વયં શાસ્ત્રકાર છે અને શાસ્ત્રકારે સ્વયં આ ગણના કરી છે અને Page #233 -------------------------------------------------------------------------- ________________ જિ :::::: : : ::: :: તે લક્ષ સ્વયં સમ્યગુદર્શન છે, તેવો લક્ષમાં આરોપ કર્યો છે. અર્થાત શુધ્ધ કારણમાં શુધ્ધ કાર્યનો આરોપ કર્યો છે. | દર્શનશાસ્ત્ર કહે છે કે “કારણ શુધ્ધ કાર્ય શુધ્ધ” શુધ્ધ સાધના, શુધ્ધ સાધ્ય આ બન્ને સિધ્ધાંત એક જ છે. અર્થાત કારણ શુધ્ધ હોય તો કાર્ય શુધ્ધ થાય. સાધન શુધ્ધ હોય તો સાધ્ય શુધ્ધ થાય. અહીં સમકિત તે સાધ્ય છે. સદ્ગુરુનું લક્ષ તે સાધન છે. સમકિત તે કાર્ય છે. સદગુરુનું લક્ષ તે કારણ છે. સદ્ગુરુનું લક્ષ શુધ્ધ હોવાથી તેનું પરિણામ પણ શુદ્ધ આવે તેમ ગણીને શાસ્ત્રકારે “કારણ ગણી પ્રત્યક્ષ” તેમ કહ્યું છે. આટલું સૂક્ષ્મ વિવેચન કર્યા પછી કૃપાળુ ગુરુદેવનું આ ગૂઢ પદ વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું” આ પદની મીમાંસા સ્પષ્ટ થવી જોઈએ. આ નાનકડા વાકયમાં સમગ્ર દર્શનશાસ્ત્રનો કારણ-કાર્યવાદ પ્રત્યક્ષ કે પરોક્ષભાવે સમાવેશ થયો છે. વ્યવહાર અને નિશ્ચય બંને ભાવ અને બન્ને પ્રકારનું ક્રિયાત્મકરૂપ આ પદમાં સમાયેલું છે. ભકિતનું આંતર બાહ્યરૂપ શિષ્ય ગુરુનો વિનય કરે, પોતાના સ્વચ્છેદ અને મતનો ત્યાગ કરે, અધકચરું પોતાનું જ્ઞાન પડતું મૂકે અથવા આવા વિકલ્પથી વિમુકત થાય અને આચારવંત શુધ્ધ આત્મતત્ત્વના જાણકાર એવા મહાપુરુષના ચરણે રહીને ધ્યાનપૂર્વક તત્ત્વની વાતોને સાંભળે, સ્વીકારે અને મમત્વથી નિરાળો થઈ, અંતરમુખી થાય તો તે સદગુરુ પ્રત્યે લક્ષ રાખીને સાચો વર્તાવ કરે છે, તો તેને અવશ્ય સમકિત ઉત્પન્ન થાય, આ છે વ્યવહારનય, વ્યવહાર શુધ્ધ થાય તો જ નિશ્ચય માર્ગ પણ શુધ્ધ થાય. આ પદમાં શિષ્યનો બાહ્ય વ્યવહાર પણ પ્રગટ કરેલો છે અને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે શિષ્ય સ્વછંદ અને મતાગ્રહનો ત્યાગ કરે છે. આ વ્યવહાર પ્રત્યક્ષ એટલે જોઈ શકાય તેવો છે. કવિરાજે “કારણ ગણી પ્રત્યક્ષ પદમાં પ્રત્યક્ષ કારણનું કથન કર્યું છે તેથી પ્રત્યક્ષને છોડીને બીજું પરોક્ષકારણ પણ છે તે પ્રત્યક્ષ શબ્દથી સમજાય છે. પરોક્ષ કારણ તે આંતરિક સ્થિતિ છે અને આંતરિક સ્થિતિ તે તેની ભાવનાનું નિશ્ચયરૂપ છે. કષાય આદિ ભાવોનો ઉપશમ થતાં ઉપશમરસની જે પરિણતિ થાય છે અને તેમાં સમ્યગુજ્ઞાનનો સાથ મળે છે, ત્યારે તે પરિણતિ સમ્યક પરિણતિ બને છે. આમ આંતરિક સ્થિતિમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમભાવચારિત્રની ત્રિપુટીની પૂર્વવર્તી અવસ્થા તૈયાર થઈ ગઈ છે. આ પૂર્વવર્તી અવસ્થા તે જ નિશ્ચયરૂપ સદ્ગુરુનું લક્ષ છે. જેનું આત્મતત્ત્વ વિકાસ પામ્યું છે, તે અધિષ્ઠાતા સદ્ગુરુના સ્થાને છે અને જેની પરિણતિ શુધ્ધ થઈ રહી છે તે ભકતના સ્થાને છે, પરિણતિ તે સ્વયં શુધ્ધ લક્ષ છે. આમ લક્ષ કરતાં, લક્ષ બનતા અને લક્ષનો સાક્ષાત્કાર થતાં, ત્રણે એકાકાર થાય, તે આંતરિક ભાવસ્થિતિ છે. આ બીજો પક્ષ અંતરમાં નિર્માણ થયા પછી, હવે સમ્યગ્રદર્શનને વાર નથી. તેથી આ પરિણતિને પણ સમકિત કહેવામાં સંકોચ નથી, તેથી તેને અર્થાત્ તે લક્ષને કારણ ગણી પ્રત્યક્ષ તેમ કહ્યું છે. અસ્તુઃ આ વ્યવહાર પક્ષ અને નિશ્ચય પક્ષ બંનેની વ્યાખ્યાથી એ સ્પષ્ટ થાય છે કે આ પદમાં કેટલો ગંભીર ગૂઢાર્થ છે. ઉપસંહારઃ અહીં આખી ગાથાનું સૂક્ષ્મ વિવેચન પૂર્ણ કરી આપણે તેનો સામાન્ય તારતમ્ય ભાવ શું છે તે ઉલ્લેખ કરીને આગળ વધશું. 2000 કરતા ૨૨૦ મા Page #234 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ વિદ્યાની સાધનામાં સાધકે પોતાની અધૂરી સમજ અને તે સમજ પ્રત્યેનો અહંકાર ત્યજી દેવો જોઈએ. પછી તે અધ્યાત્મિક વિદ્યા હોય કે વ્યવહાર વિદ્યા હોય. વિદ્યા માત્ર વિનયની અપેક્ષા રાખે છે. “પ્રાપ્યતે વિદ્યા વિયેના અર્થાત્ વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને વિનયનો અર્થ છે, સ્વચ્છંદ અને મતનો આગ્રહ છોડી દેવો. આ પ્રથમ શરત થઈ. ત્યારબાદ ગુરુને શરણે જવું અને ગુરુ જો યોગ્ય હોય, તેમના પ્રતિ પૂર્ણ સંતોષ થાય તો તેમને સમર્પિત થવું. અર્થાતુ તેની આજ્ઞા અને વિધાને સમજવા કોશિષ કરવી. જો આ અવસ્થા સાચી રીતે પ્રગટ થાય તો આગળ નો યથાર્થ બોધ સ્વતઃ થાય છે અને જેને યથાર્થ દર્શન કહેવાય તેવા ભાવ ખીલી ઉઠે છે. અહીં શિષ્યના વિનયને જ યથાર્થદર્શનનું બિરુદ આપ્યું છે. આ રીતે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગુરુ શિષ્યની શુધ્ધ પરંપરાનો ઉલ્લેખ કરીને, આ ગાથા સ્વયં મહત્વપૂર્ણ બની છે. હવે આપણે અઢ પરમી ગાથા ઉપર દ્રષ્ટિપાત કરશું. ઉપોદ્દાત ઃ અહીં શાસ્ત્રકાર અઢારમી ગાથાનો શુભારંભ કરે છે તે ખરી રીતે ૧૭મી ગાથામાં ઉદ્ભવેલા પ્રશ્નનો જવાબ છે. ૧૭મી ગાથામાં સ્વચ્છેદ મતાગ્રહ ત્યજી એમ કહ્યું છે. ત્યારે અહીં શિષ્ય પૂછે છે કે પૂજ્ય ગુરુદેવ ! સ્વચ્છંદ કે મતાગ્રહને છોડવાનો ઉપાય શું છે ? એ કેવી રીતે ત્યજી શકાય? શું પોતાની ઈચ્છાથી આ કષાયોને જીતી શકાય છે ? આ પ્રશ્નોનો જવાબ શાસ્ત્રકાર સ્વયં ૧૮માં પદમાં આપતા જણાય છે. - કોઈપણ કાર્યમાં એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે. કામ ગમે તેવું સારું હોય, પરંતુ પ્રારંભથી લઈ અંત સુધી તેને યથાર્થ પ્રક્રિયાનું અવલંબન લેવાનું હોય છે, જો તે ન કરે તો માણસ વિફળ થઈ જાય છે. પાણીનું વલોણું કરવાથી માખણ નીકળતું નથી. કેટલીક બિમારી તો એવી છે કે સાચો ઉપાય ન કરવાથી અને ખોટો રસ્તો લેવાથી તે બમણી થઈ જાય છે. જેમ કોઈ હઠાગ્રહી બાળકની સામે બીજા હઠ પકડે તો પ્રાયઃ બાળકની હઠ વધી જાય છે. એટલે જ કહ્યું છે કે પાન fસમ્બન્ને રાજ્યffણ મનોરથેન' અર્થાત્ સાચા ઉપાયથી જ સિધ્ધિ મળે છે. મનોરથથી કે વણસમજયા સંકલ્પથી ફળ વિપરીત આવે છે. આ ૧૮મી ગાથામાં કૃપાળુ ગુરુદેવ સ્વયં કષાયોને જીતવાનો સાચો માર્ગ બતાવે છે. હવે આપણે અઢારમી ગાથા જોઈએ. ૨૨૧ વાર Page #235 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ 'માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય; 'જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાયા અહીં જૈનદર્શનમાં આત્મશુદ્ધિમાં અવરોધનો મુખ્ય જે સ્થંભ છે તે કષાય છે. કષાયના ચાર અંશો મુખ્ય ગણાય છે. ક્રોધ, માન, માયા, લોભ. આપણી ગણનામાં કે શાસ્ત્રીય ગણનામાં ક્રોધને પ્રથમ સ્થાન આપ્યું છે. જ્યારે શ્રીમદ્જી ક્રમ બદલીને, માનને મુખ્ય સ્થાન આપે છે અને માનાદિક કહીને ચારે કષાયનો ઉલ્લેખ કરે છે – અર્થાત્ માન, માયા, ક્રોધ, લોભ ઈત્યાદિ. આ વ્યુત્ક્રમનું શું કારણ છે ? ક્રોધ અજ્ઞાનદશામાં પ્રગટ થાય છે. અથવા તે સહજ સ્વભાવ - પણ બની જાય છે. બધા ક્રોધ, સંકલ્પમુકત હોતા નથી જેથી માનવજાતિમાં ક્રોધ એક સામાન્ય દુર્ગુણ છે અને પશુ–પંખીમાં પણ ક્રોધનો ઉપદ્રવ જોવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ક્રોધની એક પ્રકારની શારીરિક કે માનસિક ક્રિયા છે. જેનો દેહાદિક સાથે સબંધ છે. જેથી અહીં શાસ્ત્રકારે ક્રોધને મહત્વ ન આપતાં “માન' એટલે અહંકારને પ્રથમ સ્થાન આપ્યું છે. જ્યારે મનુષ્ય બાળ અવસ્થાનો ત્યાગ કરે છે ત્યારે કેમ જાણે અહંકાર તેની લગામ સંભાળતો હોય તેમ માનવ જીવનનો કબજો કરે છે. આધ્યાત્મિક સાધનામાં સૌથી પ્રબળ પ્રતિયોગી કષાય તે માન કષાય છે. માન એક પ્રકારનો સૂક્ષ્મ અને સ્થળ બંને પ્રકારનો અહંકાર છે જૈન શાસ્ત્રોમાં આઠ પ્રકારના અહંકારનું કથન છે, તેનાથી જીવનું ઘોર પતન થાય છે. અસ્તુઃ અહીં આપણે માનકષાયને તત્ત્વતઃ સમજવા કોશિશ કરીએ. અહંકારના બે પ્રકાર : માન અર્થાત્ અહંકાર બે પ્રકારનો છે. (૧) વાસ્તવિક ધરાતળ પર શકિત સાથે સંબંધ ધરાવતો અહંકાર છે. અર્થાત્ વ્યકિતના અહંકારનું મૂળ તેના સામર્થ્ય કે શકિતમાં રહેલું છે. (૨) અવાસ્તવિક અહંકાર જેનું ધરાતળ કશું નથી. હકીકતે, મનમાં જે વસ્તુનો તે અહંકાર કરે છે તેનો સદંતર અભાવ હોય છે અને તેને સામાન્ય કથાઓમાં મિથ્યા અહંકાર કહેવામાં આવે છે. - જો કે બધા અહંકાર મિથ્યા જ છે, પરંતુ શકિતથી ઉદ્ભવેલો અહંકાર બહુ દઢમૂળ હોય છે. અને જેમ જેમ તેમની શકિત વધે તેમ તેમ તેમનો અહંકાર વધતો જ જાય છે. ઘણી વખત એવું બને કે શકિતનો નાશ થયા પછી પણ વ્યકિતના અહંકારનો નાશ થતો નથી. મિથ્યા કે વાસ્તવિક બંને અહંકાર જીવનને જ્ઞાનભંડારથી કે આત્માના નિરાવરણ શુધ્ધ પ્રદેશોથી દૂર રાખી એક પડદો ઉભો કરે છે અને આત્મદર્શન માટે મહાબાધક તત્ત્વ છે. આ અહંકાર કેવળ ભૌતિક જ હોતો નથી અર્થાત્ બાહ્ય ધન પરિગ્રહ સબંધી જ અહંકાર છે એમ નથી. પરંતુ જયારે વ્યકિત સાધનાશીલ બને અને જ્યારે સારા ગુણ ખીલે છે, ત્યારે અહંકાર પડખું ફેરવી ભૌતિક અહંકાર મટીને, આધ્યાત્મિક અહંકાર બની જાય છે. જ્ઞાનનો અહંકાર, ચારિત્રનો અહંકાર, પોતાની વચનશકિતનો અહંકાર આમ ભૌતિક શકિતઓમાંથી હટી આ અહંકાર પુનઃ આધ્યાત્મિક શકિતઓ પર પણ પોતાનું સ્થાન ધરાવે છે. ૨૨૨ here Page #236 -------------------------------------------------------------------------- ________________ અહીં આધ્યાત્મિક શાસ્ત્રોમાં પરા અને અપરા તેવી બે સાધનાઓનું સૂમ વિવેચન જોવામાં મળે છે. ઉચ્ચકોટિના સાધકો પરાસાધના કરે છે. તે સંપૂર્ણતઃ આધ્યાત્મિક હોય છે પરંતુ અપરાસાધનામાં સમગ્ર સાધના અહંકારમય હોય છે, જેના પરિણામે જીવ ઉલમાંથી નીકળી ચૂલમાં જાય છે. અસ્તુ. અહીં આપણે મૂળ વાત પર આવીએ. શાસ્ત્રકારે માનને પ્રથમ સ્થાન આપ્યું છે, તેનું કારણ ઉપરના વિવેચનથી સ્પષ્ટ થઈ ગયું છે કે આત્મિક સાધનામાં માનકષાયની પ્રબળતા પ્રધાન અવરોધક છે. એટલે માન ઉપર વિશેષ જોર આપ્યું છે. પરંતુ એનો અર્થ એવો નથી કે ફકત માનકષાય ઘાતક છે. માનની સાથે આદિ શબ્દ મૂકેલો છે. “માનાદિ તો આદિથી બાકીના ત્રણે કષાયો ગ્રહણ કરવામાં આવે છે. ચારે કષાય આત્મઘાતી છે. અહીં કષાયને મારવાથી કષાય મરી જાય અથવા હણાય જાય અને તેનો લોપ થાય તે વિષય પ્રકાશિત કર્યો છે. કષાય ત્યાગની રીત : સામાન્ય રીતે સહુ કષાય ત્યાગની વાત કરે છે. ઉપદેશમાં પણ ક્રોધ કે અહંકાર ન કરવો તે ઉપદેશ અપાય છે. અહીં આપણે થોડો શાસ્ત્રીય દ્રષ્ટિથી વિચાર કરીએ. શું ખરેખર છદ્મસ્થ અવસ્થામાં કે સામાન્ય જીવનમાં આ કષાયનો લય થવો સંભવ છે ? જયાં સુધી અરિહંત દશા ન પ્રગટે અને ઘાતી કર્મોનો ક્ષય ન થાય, ત્યાં સુધી મહાન જ્ઞાની આત્માઓ, ચૌદપૂર્વધારી સંતો કે ગૌતમસ્વામી જેવા મહાસાધકને પણ કષાયનું અસ્તિત્ત્વ બની રહે છે. આથી એ પ્રશ્ન થશે કે કષાય છોડવા એટલે શું? જુઓ, કષાય જીવની સાથે લાગેલા છે. તેની ત્રણ અવસ્થા છે. આશ્રયરૂપ કષાય, સત્તામાં પડેલા કષાય અને ઉદયમાન કષાય, અસ્તુઃ આ ત્રણ સ્થિતિમાં રહેલા કષાયો પણ ઘણાં તરતમભાવવાળા છે. કેટલાંક કષાય સમકિતનો ઘાત કરે છે, અર્થાત્ તે કષાયની હાજરીમાં સમકિત થતું નથી. જ્યારે તેથી હલકા કષાય હાજર હોવાં છતાં સમકિતની ઘાત કરી શકતા નથી. હલકા કષાય પણ બે રીતે ઉદયમાન થાય છે, તીવ્ર ભાવે અને મંદબાવે, જે સત્તામાં પડેલા કષાયો છે તે બીજ રૂપે છે અને અંકુરિત થયેલા કષાય તે ઉદયમાન છે. અહીં કષાય છોડવાની જે વાત છે, તે સાધક જયારે જ્ઞાનકક્ષામાં આવે છે, ત્યારે આશ્રય પામતા કષાયો પણ મંદ કરી નાંખે છે. અર્થાત્ ગાઢ આશ્રયને પણ છોડી શકે છે અને એ જ રીતે સદગુરુના ચરણે જતા આધ્યાત્મિક ભાવોનું જાગરણ થતાં, સત્તામાં પણ પડેલા ઘણા કષાયને ખાલી જ કરી શકે છે. એથી આગળ વધીને જયારે સાધક જ્ઞાનદશાનું અવલંબન લે છે અને ભકિતરસે પ્રભાવિત થાય છે, ત્યારે ઉદયમાન કષાયો બહુધા ઉપશમી જાય છે અને મંદ પણ પડી જાય છે. આવા કષાયો ગુણનો ઘાત કરી શકતા નથી અને ઉદયમાન કષાયમાં પણ સાધક ઘણા કષાયનો ત્યાગ કરી શકે છે. આ વિવેચનથી સ્પષ્ટ થયું કે માનાદિક કષાય છોડવા એટલે શું? અરિહંત અવસ્થા પામ્યા પહેલા કષાય સર્વથા નિર્મૂળ થશે નહીં, સકષાય અવસ્થા બની રહેશે. પરંતુ કે સાધક કષાયના ત્યાગ માટે પુરુષાર્થ કરી ઘણે અંશે કષાયને છોડી ચારિત્ર કે જ્ઞાનાદિના શુધ્ધ પરિણામોને અનુભવે છે. અહીં શિષ્ય પ્રશ્ન કર્યો છે કે આ બધા કષાય શું પોતાની ઈચ્છાથી છોડી શકાય? છોડવાનો સાચો રસ્તો શું છે ? Page #237 -------------------------------------------------------------------------- ________________ અહીં શાસ્ત્રકાર કહે છે કે નિજઈદે આ મહા દુશ્મનોને રોકી શકાતા નથી. અર્થાત્ હું કષાય રોકે, હું ક્રોધ ન કરું, એવા અહંકારથી તે કષાય મજબૂત બને છે. પોતાની ઈચ્છા પ્રમાણે કષાય છોડવા એક ગંભીર વાત છે. સાકરના પતાશાને કોઈ કહે કે હું પાણી કરી દઉં, તેમ બોલવાથી કે મંત્રજાપ કરવાથી તેનું પાણી નહીં થાય. પણ પતાશું જો પાણીમાં મૂકી દયો, તો સહેજે પતાશું ગળી જાય. તેમ કષાય રૂપી પતાશા અહંકારથી પીગળતા નથી. પણ જીવ જયારે ગુરુભકિતમાં જોડાય છે, ત્યારે તે બહુ જ સહેજે પોતાની મેળે ગળી જાય છે. શાસ્ત્રકારે લખ્યું છે કે, અલ્પ પ્રયાસથી જાય. પરંતુ અહીં અલ્પ પ્રયાસનો અર્થ વગર પ્રયાસ પણ થઈ શકે છે અને ઓછામાં ઓછો પ્રયાસ પણ થઈ શકે છે, તેની વ્યાખ્યા આગળ કરશું. નિજનું બનાવટી રૂપ : માન આદિ શત્રુ, નિજ દે ન મરાય’ આ નિજ છંદ શું છે? નિજ એટલે પોતાનો અને છંદ એટલે અહંકારયુકત વિકાર. અહીં પ્રશ્ન એ છે કે શાસ્ત્રકારે છંદને નિજ કેમ કહ્યો છે. વસ્તુતઃ છંદ તો આત્માના ઘરનો વિકાર છે જ નહી. નિજ નો અર્થ પોતાનો કર્યો છે પરંતુ આત્માના જેટલા વિકારો છે કે છંદ છે કે જે કોઈ દુરાગ્રહ છે તે બધા આત્માના ઘરના નથી. આ બધા આશ્રવ તત્ત્વો છે. જેમ મેલથી કીડા પેદા થાય અર્થાત્ કીચડમાં કીડા પેદા થાય તો તે કીડા ખરેખર પાણીની સંપત્તિ નથી. પરંતુ પૌદ્ગલિક વિકાર છે. લોખંડમાં જેમ કાટ આવે છે, પાણીમાં જેમ શેવાળ થાય છે શરીર પર વિવિધ પ્રકારનો મેલ જમા થાય છે, આ બધા આગંતુક તત્ત્વો પરાયા છે. તો હકીકતમાં તે નિજ એટલે પોતાના નથી. અહીં શાસ્ત્રકારે નિજ છંદ' કહ્યો છે, તેનો ભાવાર્થ એ છે કે પરાયા હોવા છતાં ઘણાં ટાઈમથી ઘર કરી બેઠેલા વિકારો જાણે પોતાની જ સંપતિ બની જાય છે અને આ મારો અભિપ્રાય છે, હું આમ માનું છું, આમ કરી શકું છું, ઈત્યાદિ અહંકાર તત્ત્વો જાણે સ્વયં આત્મા હોય અને તેનું જ અસ્તિત્ત્વ હોય તેમ આ કષાયો પોતાના બની જાય છે. કોઈ ચોર જેમ આપણે ઘણા વર્ષનો સગો બની ભાઈચારો કેળવે તો ચોર પણ પોતાનો લાગે છે. હકીકતમાં તે ઘાતક છે. અહીં કવિરાજે નિજ છંદ તેમ કહ્યું છે તો આ છંદ પણ જાણે પોતાનો જ હોય અને તે છંદને આધારે કષાયને જીતવાની વાત કરે છે, તે ઘણો ગંભીર પ્રશ્ન છે. જેમ કોઈ બે દુશમન હોય અને તે આપણને નુકશાન કરવા માંગતા હોય તો તે બેમાંથી એક તમારો મિત્ર બની જાય અને પેલાની સાથે સામનો કરવાની વાત કરે, પરંતુ હકીકતમાં તો તમારો તત્કાલ બનેલો મિત્ર પણ અંતે દુશ્મન જ છે. અહીં પણ કષાય એ દુશમન રૂપે સામે છે અને નિજ છંદ પણ કષાયનો ભાઈ જ છે. અત્યારે તમારી સાથે ભળીને કષાયને જીતવાની વાત કરે છે. પરંતુ અંતે તો છંદ અને માનાદિ દુશમન બંને એક જ છે. એટલે તે મરી શકતા નથી. પરંતુ હકીકતમાં પોતાને જ નુકશાન થાય છે. પોતાના ગુણોનો જ ઘાત થાય છે. તેથી શાસ્ત્રકારે બહુ જ ઊંડાઈથી કહ્યું છે કે નિજ છંદે આ માનાદિ દુમન મરી શકતા નથી. મરે કયાંથી? મરનાર અને મારનાર બંને એક જ છે અને આત્મા પોતે ઠગાતો હોય છે. જેથી નિજ છંદનું અવલંબન લેવું તે ભૂલ ભરેલો ઉપાય છે. અહીં છંદ તે શું છે તે પણ સમજી લઈએ. સમજ વગરના કે સિધ્ધાંત વગરના જે આગ્રહ the ૨૨૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ છે તે બધા છંદ કોટિમાં આવે છે. સંસાર મનુષ્યની ઈચ્છા પ્રમાણે ચાલતો નથી. પરંતુ ત્યાં બધા કાર્ય કારણના સિધ્ધાંતો વ્યાપક છે અને તદ્અનુસાર જો જ્ઞાન હોય તો તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આવું પ્રમાણભૂત જ્ઞાન સક્રિય બને, ત્યારે સફળ બને છે. પરંતુ કોઈપણ સિધ્ધાંતનું અવલંબન લીધા વગર પોતાની ઈચ્છા પ્રમાણે વર્તાવ કરે કે પરિવર્તન લઈ આવવા પ્રયાસ કરે તો તે સંભવ નથી બલ્ટે હાનિકારક છે. ઈચ્છાથી આકાશના તારાઓને નીચે લાવી શકાતા નથી. ઈચ્છાથી લોખંડમાં લાકડાની કળા કોતરી શકાતી નથી. અર્થાત્ બધા પદાર્થો પોતપોતાના ગુણધર્મો અનુસાર થીયરી પૂર્ણ છે અને તે જ રીતે સંસારના જે કંઈ વિકાર છે તે પણ તેના નિશ્ચિત કારણોથી ઉત્પન્ન થાય છે અને ચોકકસ ઉપાયથી તેનો વિલય થાય છે. ઈચ્છા પ્રમાણે હટાવી શકાતા નથી. રોગી પથ્ય ઔષધનું સેવન ન કરે અને દુરાગ્રહથી કહે હું મારો રોગ મટાડી દઈશ. રોગ તો મટતો મટશે પરંતુ વધી જવાનો પૂર્ણ સંભવ છે. ૧૬મી ગાથામાં પણ આ જ વાત શાસ્ત્રકારે કહેલી છે કે “પ્રાયે બમણો થાય. આ ગાથામાં પણ એ જ હકીકત છે કે નિજ છંદે અર્થાત્ પોતાના દુરાગ્રહથી કે અસમજણ ભરેલા આગ્રહથી હું કષાય મટાડી દઉં તેવા અહંકારથી માનાદિક શત્રુ મારી શકાતા નથી. બન્ને પક્ષમાં એક જ વિકાર છે. તો વિકારથી વિકાર કઈ રીતે જઈ શકે. નિજ છંદ સ્વયં વિકાર છે અને માનાદિ દુશ્મન પણ સ્વયં વિકાર છે. જેથી કવિરાજે દ્રઢતાપૂર્વક કહ્યું છે કે નિજછંદે આ શત્રુઓ મારી શકાતા નથી. આ ઉપર્યુકત વિવેચનથી છંદ અને નિજછંદ એ બંનેની વ્યાખ્યા સ્પષ્ટ થાય છે. હકીકતમાં છંદ પોતાનો છે જ નહીં, પરાયુ તત્ત્વ છે. તે આત્માનું કલ્યાણ કયાંથી કરે ? ઘરમાં બેઠેલો દુશ્મન પોતાનો બનીને આપણાં કલ્યાણની વાત ક્યાંથી કરી શકે. મૂળમાં તે ઘાતક છે અસ્તુ અહીં ૧૮મી ગાથામાં “માનાદિક શત્રુ મહા” માન શત્રુ છે, એમ કહ્યું છે. તો આ કષાયોને શત્રુ કેવી રીતે ગણવા બધા શાસ્ત્રો અને કથાનકોમાં બે પ્રકારના શત્રુ જોવા મળે છે, એક બાહ્ય શત્રુ અને એક આત્યંતર શત્રુ. ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે ગળું કાપનાર દુમન પણ એટલું અહિત કરી શકતો નથી. જેટલું દુરાત્મા સ્વયં પોતાનું અહિત કરે છે. શત્રુ એ અર્થમાં છે કે જે આપણી જ્ઞાન, દર્શન, ચારિત્રની મોટી સંપત્તિ છે તેને લૂંટે છે, તેનો નાશ કરે છે, તેથી તેને શત્રુ કહ્યા છે. હકીકતમાં બાહ્ય શત્રુ તે શત્રુ છે અને અત્યંતર શત્રુ તે મહાશત્રુ છે. આ ગાથામાં પણ મહાશત્રુ કહીને તેનો ઉલ્લેખ કર્યો છે. આ શત્રુઓ કેવળ આધ્યાત્મિક ક્ષેત્રમાં જ નુકશાન કરે છે તેમ નથી. પરંતુ વ્યવહાર ક્ષેત્રને પણ દુષિત કરે છે. આ હકીકત જગત પ્રસિધ્ધ છે. જેથી અહીં અમે તેનું પુનરાવર્તન નહીં કરીએ પરંતુ આ મહાશત્રુને હવે આપણે સૂક્ષ્મ ભાવે નિહાળી તેની નાડી તપાસીશું. દોષોનો ઉદ્ગમ ક્યાં ? પ્રથમ પ્રશ્ન, આ શત્રુ આવ્યા ક્યાંથી ? શત્રુઓનું સ્વરૂપ શું છે ? તેમની ઉત્પત્તિ વિકાસ અને વર્ધન કેવી રીતે થાય છે? આ શત્રુઓનું સ્થાન કયાં છે. શું તે કોઈ ઈશ્વરકૃત માયા છે ? કે પ્રકૃતિજન્ય કોઈ દોષ છે કે સ્વયં ઉદ્ભવીને વિલય પામે છે ? આ બધા પ્રશ્નોનું ટૂંકમાં આપણે વિવેચન કરીશું. જગતના બધા દ્રવ્યો તેમાં થતાં પરિવર્તનો અને શુભાશુભ ભાવો તે પ્રકૃતિ જગતમાં થનારા ********* ***** *** ૨૨૫ ભારત Page #239 -------------------------------------------------------------------------- ________________ ક્રમિક પરિવર્તનોનું ફળ હોય છે. ન સમજી શકવાથી ઘણાં દર્શનોએ ઈશ્વરવાદનું અવલંબન લીધું છે અને બુધ્ધિનો બોજ હલકો કરી વિશ્વનિયંતા તરીકે ઈશ્વરને સ્થાપ્યા છે, અહીં આપણે ઈશ્વરવાદ ઉપર ચર્ચા કર્યા વિના પ્રકૃતિ જગતના જે કંઈ પરિવર્તનો છે, તેના સૂમ અને આત્યંતર કારણો વિષે વિચાર કરીએ. પૂર્વમાં આપણે કહી ગયા કે બધું ઈચ્છાપૂર્વક થતું નથી. પ્રકૃતિનો પરિપાક તેમાં કારણભૂત હોય છે અને અતિ સૂક્ષ્મ પ્રાકૃતિક પરિવર્તનો એ જીવની ગતિવિધિ સાથે જોડાયેલા છે. જેને શાસ્ત્રોમાં વિપાકજન્ય ઉદયમાન પરિણામ કહેવામાં આવે છે. એક પ્રકારની આ કર્મશકિત છે અને જીવ સંબંધી સમગ્ર વિશ્વનું સંચાલન પ્રધાનપણે કર્મ સાથે જોડાયેલું છે. જેમાં બીજા પણ સમવાય કામ કરે છે; કાળ, સ્વભાવ, નિયતિ, વિગેરે. અહીં મૂળ પ્રશ્ન એ છે કે વિકારભાવો આવ્યા કયાંથી ? એનો સાચો જવાબ એ છે કે વિશ્વની એ મૂળભૂત સંપત્તિ છે. જેમાં શુભ અને અશુભ ભાવો ભરેલા છે. પ્રકૃતિ સ્વયં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણથી વ્યાપ્ત છે. આ ગુણો પરમાણુજન્ય હોવા છતાં માનવીય શરીર, વાણી અને બુધ્ધિ ઉપર પ્રભાવ નાંખે છે. એકેન્દ્રિય આદિ જીવોમાં જ્યાં મન, વચનનો અભાવ છે, ત્યાં પણ તમોગુણ અને સત્ત્વગુણ વ્યાપ્ત છે. કેટલાક વૃક્ષો ઝેરી હોય છે અને કેટલાક મધુરસથી ભરેલાં પણ વૃક્ષો છે. આ પ્રાકૃતિક નૈસર્ગિક વિભેદ જૈન શાસ્ત્રોએ અનાદિકાળથી ચાલ્યા આવતા પ્રવાહરૂપે સ્વીકારેલા છે. જયારે કેટલાક દર્શનો ઈશ્વરકૃત પણ માને છે. જેમ જેમ જીવનો વિકાસ થાય તેમ તેમ તેના મન, પ્રાણ અને ઈન્દ્રિયો પર પ્રથમ આ કષાયો કે વિકારોનો પ્રભાવ પડે છે અને બેઈન્ડિયાદિ જીવોમાં પણ વીંછી, સાપ જેવા ઝેરીલા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. જયારે કેટલાક ગુણકારી જીવો પણ જોવા મળે છે. તે જ રીતે સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય પણ તેનાથી પ્રભાવિત છે. આ વિવેચનથી સમજાય છે કે આ બધા કષાય અને વિકારો કયાંથી આવ્યા છે. તેનું સમાધાન મળી રહે છે કે જડ અને ચેતન બન્નેની એક પ્રકારે વિકૃત સંપત્તિ છે. માનાદિક કષાયો અજ્ઞાન અવસ્થામાં વધારે કષ્ટ આપે છે પરંતુ તેનું સ્વરૂપ શું છે? જો આ પ્રશ્નના જવાબમાં જઈએ તો એ પણ ગુણાત્મક તત્ત્વ છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા નિશ્ચિત છે અને તે જેમ અગ્નિ પ્રજ્વલિત કરે છે, કોઈને બાળે છે, પાણી શીતળતા આપે છે, કોઈ ચીજને ઠારે છે તે રીતે આ કષાયો પણ વિભિન્ન પ્રકારના સ્વભાવવાળા છે. અહીં માનાદિક કહીને સંક્ષેપ કર્યો છે. પરંતુ આ ચારે કષાયનું સ્વરૂપ વિભિન્ન છે. ક્રોધમાં તમોગુણ છે. માનમાં રજોગુણ છે. માયામાં મિશ્ર ગુણ છે. લોભ તે મહા તમોગુણ છે. આ કષાયો ધીમા પડે, તેની માત્રા ઓછી હોય તો સત્ત્વગુણનું પણ પ્રદર્શન કરે છે. ટૂંકમાં આપણે કહેવા માંગીએ છીએ કે આ કષાયો કેવળ કલ્પના નથી એક પ્રકારે વૈજ્ઞાનિક સત્ય છે અને નિશ્ચિત ગુણધર્મથી યુકત છે. આ કષાયની ઉત્પતિનું મૂળ અધિષ્ઠાન' જીવની વીર્યશકિત પર આધારિત છે. જેમ જેમ જીવ શકિતશાળી હોય તેમ તેમ ભયંકર કષાય ઉત્પન્ન કરી શકે છે. જૈન દર્શનમાં માખી નરકે જઈ શકતી નથી. પરંતુ સિંહ કે મનુષ્ય નરકે જઈ શકે છે. કારણ કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં કષાયની ડ ૨૨૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ અધિષ્ઠાન શકિત છે. શકિતથી તેનું સંવર્ધન થાય છે. કષાયોનું ઉત્પતિસ્થાન મનુષ્યની શકિત છે. જેમ માતાના ઉદરમાં બાળકનું પોષણ થાય છે. તેમ બીજ રૂપે પડેલા કષાયો શકિતના ઉદરમાં પરિપષ્ટ થાય છે અને તેનાથી તેનું સંવર્ધન પણ થાય છે. આ સંવર્ધન થવામાં બાહ્ય કારણો પણ નિમિત્તભૂત હોય છે. દુષિત આહાર અને દુષિત ભોજન તે કષાયનું પોષણ કરવા માટે પ્રધાન નિમિત્ત છે. એ જ રીતે બાહ્ય સંયોગો પણ કારણભૂત બને છે પરંતુ આ બધા નિમિત્ત કારણ છે. હકીકતમાં જીવની અજ્ઞાનદશાના કારણે કષાયો પરિપકવ થાય છે અને વધે છે. જેમ જેમ શકિત મળે તેમ તેમ પરિપુષ્ટ થતાં જાય છે. હવે આપણે નિરીક્ષણ કર્યું કે આ કષાયોનું અવસ્થાન આકાશના પ્રદેશ સાથે જોડાયેલું છે, ભૌતિક છે કે આધ્યાત્મિક, આંત્મપ્રદેશ સાથે જોડાયેલું છે. હકીકતમાં, આકાશ આદિ મહાકારણ તો સર્વત્ર વ્યાપ્ત હોય છે અને બધી વસ્તુ ભાવતત્ત્વ કે સ્થૂળતત્ત્વ આકાશપ્રદેશમાં સમાયેલી છે. પરંતુ આકાશ તેનાથી નિસ્પૃહ છે. કષાયોને રહેવા માટે બીજું સ્થાન સૂક્ષ્મ પરમાણુ છે અને ત્રીજું સ્થાન આધ્યાત્મિક સ્થાન, વિભાવદશા છે. કષાયો દ્રવ્યરૂપે ભૌતિક છે, પૌદ્ગલિક છે. ભાવ રૂપે તે એક વૈભાવિક પરિણામ છે. કષાયો એક પ્રકારની પર્યાય છે, વિકૃત ગુણ છે, પરંતુ તેને માટે કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. દ્રવ્યની વૈભાવિક પર્યાય છે. દૂધ તે દ્રવ્ય છે. સ્વાદ અને બગાડ તે બંને તેની શુધ્ધ અશુધ્ધ પર્યાય છે. શુધ્ધ ગુણનો આધાર દ્રવ્ય છે. પણ વિભાવ પર્યાય માટે કે બગડેલા પર્યાય માટે કોઈ સ્વતંત્ર દૂધ દ્રવ્ય નથી. આથી સમજી શકાશે કે બગાડ પર્યાયમાં વ્યાપ્ત છે. ઉપરના સૂક્ષ્મ વિવેચનથી સ્પષ્ટ થયું કે કષાયોને રહેવાનું સ્થાન ભૌતિક હોવા છતાં આધ્યાત્મિક વિપરિણામ છે. પરિણામ બદલાતાં તે અદ્રશ્ય થઈ જાય છે. તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. જેમ અગ્નિની જ્યોતી અગ્નિ ઠરી જતાં લુપ્ત થઈ જાય છે. તે રીતે આવિર્ભાવ લુપ્ત થઈ જાય છે. આમ તેની નિશ્ચિત જગ્યા હોવા છતાં તે સદાને માટે ત્યાં રહી શકતા નથી અને એ જ પુરુષાર્થનું સુફળ છે કે તેને ઉડાડી શકાય છે. એટલે અહીં કૃપાળુ ગુરુદેવ કહે છે કે જાતાં સદગુરુ ચરણમાં તે સહેજે ટળી જાય છે, માનાદિક કષાયોને મારી શકાય છે, તે માનવના હિતમાં પ્રકૃતિએ રાખેલી એક અદ્ભુત વ્યવસ્થા છે અને આ જ સમગ્ર સાધનાનો માર્ગ ઉઘાડો કરે છે. વસ્તુતઃ એક પ્રકારે કષાય માયાવી તત્ત્વ છે અને તેમાં પણ અભુત શકિત છે. આ શક્તિને આપણે ઈશ્વરીય શકિત કહીએ તો આ ઈશ્વરકૃત માયા છે, તેમ કહી શકાય. હકીકતમાં, તે એક પ્રકારનો પ્રાકૃતિક નૈસર્ગિક પરિપાક છે અને નિશ્ચિત આઘાત થવાથી તે ખરી પડે છે. ઉપરના બધા વિવેચનથી માનાદિક કષાયનું આંતરિક ચિત્ર આપણે ઉદ્ઘાટિત કર્યું છે અને તેના મૂળને તપાસીને કઈ જગ્યાએ સાચા ઉપાયથી તે મરી શકે છે, તેનો ઉલ્લેખ શાસ્ત્રકારે સ્વયં કર્યો છે. “જાતાં સદ્ગુરુ ચરણમાં તેનું હવે વિવેચન કરશું. જાતાં સદ્ગુરુ ચરણમાં : પૂર્વમાં કહ્યા પ્રમાણે સાચો ઉપાય હોય તો જ રોગનું નિવારણ થાય. આ માનાદિક કષાય સ્વછંદથી મરતાં નથી કે મટતાં નથી, તે એક હકીકત છે. જેમ સ્મરણ કરો તેમ તેનો પાયો મજબુત થાય છે. પરંતુ જો ધ્યાન પરિવર્તન થાય તો સહેજે તેનો લય થઈ જાય છે. : : : કાટા :02008: ૨૨૭ કલાક Page #241 -------------------------------------------------------------------------- ________________ અહીં શાસ્ત્રકાર “વર્તે સદગુરુ લક્ષ' તેમ કહે છે. લક્ષ શબ્દને ઊંડાણથી તપાસીએ લક્ષ એટલે શું? શાસ્ત્રોમાં, ખાસ કરીને દર્શનશાસ્ત્રમાં લક્ષનો અર્થ સાધ્ય થાય છે. જયારે યોગશાસ્ત્રમાં લક્ષને ધ્યાન કહ્યું છે. સામાન્ય ભાષામાં લક્ષ એટલે નિશાન કહેવાય છે. લક્ષવેધ જેવા શબ્દો જોવા મળે છે. અસ્તુઃ આ તેના શબ્દાર્થ થયા. મનુષ્યની પાસે મનોયોગ છે, એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્થયમાં પણ મનોયોગ છે અને જે પ્રાણીઓ પાસે મનોયોગ નથી, તેવા એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો ઓઘસંજ્ઞાથી પોતાનું લક્ષ નકકી કરી ચાલતાં હોય છે. ઓઘસંજ્ઞા તે એક પ્રકારનો ગાઢ કર્મ સંસ્કાર છે. અર્થાત તે જીવો પણ એક નિશ્ચિત લક્ષ પર ગતિમાન થાય છે. અહીં આપણે એક ચૌભંગી પ્રસ્તુત કરીએ (૧) લક્ષ લક્ષિતા (૨) અલક્ષે લક્ષિતા (૩) લક્ષ અલક્ષિતા (૪) અલંક્ષે અલક્ષિતા. (૧) લક્ષ નક્કી થયા પછી લક્ષને અનુકુળ તેવી પ્રવૃત્તિ કરવી અને લક્ષ ઉપર આગળ વધવું તેને શાસ્ત્રકાર લક્ષ લક્ષિતા કહે છે. ૧૭મી ગાથામાં વર્તે સદ્ગુરુ લક્ષ એમ કહ્યું છે. જયારે અહીં જાતાં સદ્ગુરુ શરણમાં એમ કહ્યું છે. બંને વાત એક જ છે. સદ્ગુરુનું લક્ષ કરી તેને અનુકુળ વર્તાવ કરે તે પ્રથમ ક્રિયા છે. (૨) ત્યારબાદ હવે સદગુરુનો આશ્રય કરીને ત્યાં જીવન સમર્પણ કરવાનો નિર્ણય કરે છે તે બીજું પગલું છે. જેથી અહીં જીવ લક્ષ લક્ષિતા થયા પછી સરુનું શરણ ગ્રહણ કરે છે. ત્યારે કેટલાક જીવો એવા છે કે લક્ષ નકકી થયા પછી પણ કર્મસંસ્કારના કારણે અને પુણ્યના અભાવમાં તદ્ અનુકુળ પ્રવૃત્તિ કરી શકતા નથી, તે ભટકતા રહે છે. જે લક્ષ–અલક્ષિતા' છે. (૩) જયારે કેટલાંક જીવો ઘણી ધાર્મિક ક્રિયા કરે છે અને ખૂબ જ કઠોર તપસ્યા કરે છે. પરંતુ તે લક્ષ વિહીન હોય છે તેઓ “અલક્ષ લક્ષિતા છે. (૪) ચોથા પ્રકારના જીવો લક્ષવિહિન અને કર્મહીન હોવાથી એક રીતે ભટકતા રહે છે. અસ્તુ. અહીં આપણે વાત છે, સદ્ગુરુનું લક્ષ કરી તદ્અનુકુળ પુરુષાર્થ કરે, પૂર્ણ વિરકિત ભાવને ભજે છે અને સદ્ગુરુનું શરણ સ્વીકાર કરી, તેનો આશ્રય કરી અહંકાર રહિત બની હલકો ફૂલ થઈ તેમને આશ્રયે રહેવાનું પસંદ કરે છે. જેના પરિણામે માનાદિક કષાય તો ઠીક, પરંતુ બીજા કેટલાક અચારિત્રના દુષિત ભાવો પણ વિલીન થઈ જાય છે. એટલે જે અહીં શ્રીમદ્જીએ લખ્યું છે કે માનાદિક આદિ શબ્દથી ચાર કષાય ઉપરાંત પણ બીજી ઘણી અશુભ ભાવનાઓનો અને વ્રત વિહીનતાનો પણ ત્યાગ થઈ જાય છે. અર્થાત્ સંયમ ભાવના ખીલે છે. અહીં આદિ શબ્દ ઘણો જ મહત્વપૂર્ણ છે. માન શબ્દ પ્રથમ મુકવાનો મતલબ છે, બધા દુર્ગણોનું મૂળ અહંકાર છે. અહીં કષાયોને મહાશત્રુ કહયા, તે કયા આધારે ? સાંસારિક અવસ્થામાં અલ્પભાવવાળા કષાયો ગુણકારી હોય છે. માતાને મમતા ન હોય તો બાળકનું પોષણ ન થાય. સામાન્ય લોભથી મનુષ્યનું કલ્યાણ થાય, વ્યવહાર દ્રષ્ટિએ દુષ્ટ પ્રકૃતિના માણસોને ક્રોધથી નિવારી શકાય છે. એટલે લઘુ માત્રામાં આ કષાયોને પ્રશસ્ત કહ્યા છે. સાધુ પણ જો પોતાના શાસ્ત્ર સંભાળી ન રાખે અને તેની અવહેલના કરે તો એ પાપ આશ્રવનો ભાગી બને છે. એટલે આત્મસિધ્ધિની ગાથામાં કહ્યું છે કે જયાં જયાં જે જે યોગ્ય છે, ત્યાં તે યોગ્ય સમજવું. સમયભેદે અને સ્થાનભેદે ગુણ દુર્ગુણ બની જાય છે અને દુર્ગુણ સદ્ગણ બની જાય છે. આ પદથી સમજાય છે કે માનાદિક કષાય ૨૨૮. Page #242 -------------------------------------------------------------------------- ________________ મહાશત્રુ કયારે બને છે તે વિચારણીય છે. તેમને સામાન્ય શત્રુ કીધા નથી પરંતુ મહાશત્રુ કીધા છે. આ પ્રશ્ન ઉપર વિચાર કર્યા પહેલા કષાયને શત્રુ કેમ કહ્યાં ? કષાય શત્રુ શા માટે છે ? શું હિતાહિતની દષ્ટિએ શત્રુતા અને મિત્રતાનો નિર્ણય કરવાનો છે. અર્થાત હિત કરે તે મિત્ર અને અહિત કરે તે શત્રુ, પરંતુ આ વ્યાખ્યા તો વ્યવહારિક છે. તેના મૂળ તો રાગદ્વેષમાં છે. હકીકતમાં શત્રુ કોણ છે તે જાણવું જરૂરી છે. જૈનધર્મમાં નવકાર મંત્રમાં સર્વ પ્રથમ અરિહંત શબ્દ મૂકયો છે. ત્યાં ભગવાનને અરિહંત કહ્યા છે. અર્થાત અરિ એટલે શત્રુનો નાશ કરનારા તેવો અર્થ થાય છે. ગીતામાં પણ કહ્યું છે કે દુષ્ટતાં વિનાશાય', દુષ્ટોનો નાશ કરવા માટે ભગવાનનો અવતાર થાય છે. તો અરિહંત શબ્દ અને આ ગીતાપદમાં સામ્યયોગ હોય તેવું જણાય છે. અરિનો અર્થ દુર્ગુણ રૂપી શત્રુ છે. મારવું એટલે શું ? : શત્રુનો નાશ કરનાર ફક્ત દુર્ગુણનો નાશ કરે છે કે તે વ્યક્તિનો નાશ કરે છે આ એક ગૂઢ સમસ્યા છે. અહીં આપણે એટલું જ લેવાનું કે સંસારમાં કોઈ શત્રુ તત્ત્વ છે. જેને અરિ કહ્યાં છે, દુષ્ટ કહ્યાં છે અથવા દુષ્ટકર્મો કહ્યાં છે. તે બધા શત્રુ પદમાં આવે છે. અહીં શાસ્ત્રકારે પણ શત્રુ શબ્દનો પ્રયોગ કર્યો છે અને સાથે સાથે તેને મારવાની પણ વાત કહી છે. બંને શબ્દ વ્યવહાર દષ્ટિએ હિંસાત્મક જણાય છે. જયારે આખુ દર્શન અહિંસાત્મક છે. જૈનધર્મમાં પ્રથમ પદમાં હિંસાત્મક શબ્દથી અહિંસાનો ઉપદેશ આપ્યો છે તે પણ એક આશ્ચર્ય છે. એ જ રીતે આત્મસિદ્ધિમાં પણ શત્રુ મારવાની વાત કરી હિંસાત્મક શબ્દથી જ્ઞાન સાધનાની વાત ચાલી રહી છે. એટલે શત્રુ શબ્દ એક પ્રકારનો શ્રેષજનક છે તે ભૂલવું ન જોઈએ. આ કષાયોને શત્રુ ભાવે નિહાળવાથી પુનઃ ૮ષની પ્રક્રિયા શરૂ થાય છે. આટલો પૂર્વ પક્ષ રચ્યા પછી હવે તેનો ઉત્તરપક્ષ લેશું. હકીકતમાં શત્રુ શબ્દ અહીં ભાવાત્મક છે વ્યકિતપરક નથી. લૌકિક વ્યવહારમાં શત્રુ શબ્દ વાપરવાથી સામાન્ય માણસને પણ સમજાય જાય છે. શત્રુ કોને કહેવાય તે એક અટપટો સવાલ છે. વ્યવહારમાં ભૌતિક રીતે નુકશાન કરે તેને શત્રુ ગણવામાં આવે છે, તેથી વિરોધી માણસને પણ શત્રુ ગણવામાં આવે છે અને તેના માટે પણ શત્રુ શબ્દનો પ્રયોગ થાય છે. જેને શત્રુ માન્યા તેના પ્રત્યે ઊંડો દ્વેષ જન્મે છે અને રાગદ્વેષની ગાંઠ મજબૂત બને છે. એવો અવસર પણ આવે કે શત્રુ મિત્ર બને અને મિત્ર શત્રુ બને પરંતુ તેનાથી રાગદ્વેષની ગાંઠમાં અંતર પડતું નથી. પુનઃ રાગદ્વેષની ગાંઠ અંકુરિત થાય છે. નીતિશાસ્ત્રોમાં આવા શત્રુથી બચવાની ભલામણ કરી છે. આને લગતો સામાન્ય ઉપદેશ અને કથાઓ ઘણી જ હોય છે, પરંતુ તત્ત્વદ્રષ્ટિએ આ શત્રુ નાશ પામે કે નવા થાય તેનું વધારે મૂલ્ય નથી પરંતુ એક પ્રકારના સંસારવૃધ્ધિના કર્મબીજ રોપાય છે. શત્રુમિત્રના ભાવ ઉત્પન્ન કરવા માટે મૂળભૂત અજ્ઞાન અને કષાય કારણભૂત છે, જે મોટા શત્રુ છે. બહારના શત્રુ મરે કે મટે, પરંતુ આ આંતરિક શત્રુ બરાબર પોતાનું સ્થાન જમાવી રાખે છે અને હસતા રહે છે, તેથી તેને ભાવ શત્રુ કહ્યાં છે. અહીં શત્રુનો અર્થ એટલો જ કરશું કે આપણી જન્મ જન્માંતરની સાધના બગાડે, આધ્યાત્મિક ઉત્ક્રાંતિ રોકી રાખે અને જીવ જે દુર્ગતિ પામ્યો છે ત્યાં પુનઃ લઈ જાય, તે આંતરિક શત્રુ છે. અહીં કવિરાજ તેને દ્વેષ દૃષ્ટિથી નિહાળવાની મના કરે છે : ૨૨૯ ટકા Page #243 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તેનું સ્વરૂપ પૂર્ણ શત્રુતા ભરેલું છે અને જીવને તે પરાધીન બનાવી રાખે છે જેથી કવિરાજ તેમને શત્રુ શબ્દથી સંબોધ્યા છે. શત્રુ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે શમ એટલે સુખ, ત્રુ એટલે હણનાર; શાંતિ અને સુખને જે હણે તે શત્રુ કહેવાય છે. આ બધા ભાવ શત્રુઓ અરૂપી છે પરંતુ તેના પરિણામ બધી રીતે ભયંકર છે. એટલે બાહ્ય શત્રુઓને મનમાંથી પડતા મૂકી આ અંતરગત સાચા શત્રુને મારવા માટે, હણવા માટે કે નિર્મૂળ કરવા માટે કવિરાજ તેના ઉપાયની વ્યાખ્યા કરે છે. ઈચ્છા માત્રથી આ મરતાં નથી તેમ સ્પષ્ટ કર્યું છે. પોતાના સ્વચ્છંદે તેને હટાવી શકાય તેમ નથી. કારણ કે જે નિજ છંદ છે તે પણ કષાયનું જ સંતાન છે. પરંતુ સાધક જાગૃત ન હોવાથી નિજ છંદનો આધાર લઈ બેવડો માર ખાય છે, માટે અહીં ગુરુદેવ યથાર્થ રસ્તો બતાવે છે કે સદ્ગુરુનું શરણ એકદમ નિર્વિઘ્ન, ભયરહિત સરળ માર્ગ છે, જેમાં સદ્ગુરુ સ્વયં જવાબદારી ધારણ કરી લે છે. હવે આપણે અંતિમ વ્યાખ્યા કરી આ ૧૮મી ગાથા સમાપ્ત કરશું. શરણ એટલે શું? શરણ લેવું તે એક પ્રકારની પરાધીનતા વાચક શબ્દ છે જયારે જ્ઞાન સાધનામાં કે આત્મસાધનમાં પરાધીનતા આવતી નથી. જીવાત્મા સ્વાધીન બને છે ત્યારે આત્માનો જ આશ્રય કરે છે માટે આપણે શરણનો સાચો અર્થ શું છે તે સમજીએ. શરણ : એક આશ્રય સ્થાન છે, એક વિરામસ્થાન છે, જેમ સ્ટેશન આવતા મુસાફર ગાડીની ચિંતા મૂકી વિરામનો અનુભવ કરે છે. સ્ટેશનનો અર્થ જ છે વિરામ સ્થાન. આ શરણ એક એવું છે વિરામસ્થાન છે કે જે આધિવ્યાધિ-ઉપાધિથી ભરેલા જીવ માટે પરમ વિશ્રાંતિનું સ્થાન છે. અહીં કવિરાજે પણ “જાતાં સદ્ગુરુ શરણમાં' એમ લખ્યું છે. પરાધીન બનવાની વાત લખી નથી પરંતુ ઉત્તમ જગ્યાએ જવાની વાત લખી છે. જયાં જીવ વિશ્રાંતિ અનુભવે છે, બધા ભારથી હલકો થઈ જાય છે. એક માત્ર ગુરુદેવ તેને સારુ અવલંબન દેખાય છે. શરણનો અર્થ અવલંબન છે, ડૂબતો માણસ નાવને શરણે જાય તો તે આશ્રય પામે છે પરંતુ નાવ તેને પરાધીન બનાવતી નથી પરંતુ આવા તોફાની સાગરમાં યાત્રી માટે એક માત્ર આધારભૂત બને છે તે જ રીતે ગુરુદેવનું શરણ ભવસાગરમાં તડપતાં જીવ માટે આશ્રયસ્થાન છે. ગુરુ તેને પરાધીન કરતાં નથી પરંતુ શરણમાં આવતા તેને સાચી સંપત્તિ અર્પણ કરે છે. જંજાળથી જે પરાધીન હતો તે હવે સ્વાધીન થાય છે, એટલે અહીં આ ગાથામાં શરણ શબ્દનો અર્થ સાચા મોતીની જેમ ઝળકી રહ્યો છે. ઉપસંહારઃ સંપૂર્ણ ગાથા સરળ રીતે લેવાથી સહજ ભાવે સામાન્ય જીવને પણ સમજાય તેવી છે કે પોતાની હઠ અને અહંકારથી..કષાયો જીતી શકાતા નથી પરંતુ સદ્ગરૂપી આશ્રયનું શરણું લેવાથી વધારે પ્રયાસ કર્યા વિના સહેજે કષાયો ઉપર કાબૂ મેળવી શકાય છે. આ ગાથાનો આવો સરળ અર્થ હોવા છતાં આપણે જયારે ઉપરમાં શબ્દ શબ્દનું પૃથક્કરણ કર્યું ત્યારે તેમાં કેટલા ગૂઢ ભાવો ભરેલા છે, આ મહાન આત્માની કૃતિમાં કેટલાં બધા આધ્યાત્મિક હીરા, માણેક, મોતી ભરેલા છે અને આ ગાથામાં કષાયોને જીતવા માટે સૂક્ષ્મમાં સૂક્ષમભાવોનું પણ પરોક્ષ રીતે કથન કર્યું છે તે આપણે જોયું. એટલે અહીં કૃપાળુ ગુરુદેવના ચરણોમાં વંદન કરી આ ગાથાના વિવેચનમાં જે કંઈ કહી શકાય તેટલું કહ્યા પછી તેમની મહાનતાના દર્શન કરી હવે દાદા ૨૩૦ થી Page #244 -------------------------------------------------------------------------- ________________ આપણે ૧૯મી ગાથામાં પ્રવેશ કરશું. હજુ આ ગાથાઓ પરસ્પર મળતી ઝુલતી હોવાથી એક જ વિષયનું લઢણ કરી ભકતના મનને દ્રઢીભૂત કરી આત્મસન્મુખ થવા માટે ઉત્તમ પ્રેરણા આપે છે. ઉપોદ્દાત : અત્યાર સુધી પાછલી ૧૦ ગાથાઓમાં શુદ્ધ ભકિતયોગની સ્થાપના કર્યા પછી આ ૧૯મી ગાથા એક પ્રકારે ભકિતયોગનો કશ છે. પાછલી ગાથાઓમાં પુનઃ પુનઃ સદ્ગુરુનો આશ્રય કરી બધા મત-મતાંતર છોડી બુધ્ધિવાદનો ત્યાગ કરી સદ્ગુરુ શરણ ગ્રહણ કરવાની વાત કરી છે. ગીતામાં જેમ કહ્યું છે “મામ્ એકં શરણં વ્રજ” તે જ રીતે અહીં પણ સદ્ગુરુના શરણનો મહિમા પ્રગટ કર્યો છે. સરુના શરણે જવાથી આપો આપ બધા કષાય ટળી જાય છે, દોષો ચાલ્યા જાય છે, અજ્ઞાનનો પરિહાર થાય છે અને સમ્યગુદર્શનનો સૂર્ય ઉદિત થાય છે. આ રીતે પાછલી ગાથાઓમાં સ્પષ્ટ નિર્દેશન કર્યા પછી હવે કવિરાજ સરુના અથવા ગુરુદેવના અદ્ભુત મહિમાને પ્રગટ કરે છે અને મૂળભૂત ઉપકારનો મહિમા કેટલો બધો છે. જેના પરિણામે શિષ્ય સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ મૂળ ઉપકારને ભૂલી ન જતાં ગુરુથી આગળ થવા છતાં ગુરુને મસ્તકે રાખી તેનો સમાદર અને વિનય જાળવી રાખે છે. * વ્યવહારમાં પણ તે જ ખાનદાની ગણાય છે કે જે ગમે તેવી સારી સ્થિતિ થાય તો પણ ખાનદાન મનુષ્ય પોતાના ઉપકારી અને તેના કરેલા ઉપકારને ભૂલતો નથી તો અહીં તો આ પવિત્ર આધ્યાત્મિકક્ષેત્ર છે. જયાં વ્યવહારથી ઉપર ઊઠી આત્મપ્રદેશમાં રમણ કરી જ્ઞાનને પ્રાપ્તિ કર્યા પછી જ્ઞાનના સહયોગી એવો વિનયભાવ અને પૂજ્યભાવ લુપ્ત કયાંથી થાય? એટલે અહીં કહે છે કે જુઓ તો ખરા ! જેણે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ આપનારનો અને તેના ઉપકારનો મહિમા કેટલો સુંદર છે. હવે આપણે શાસ્ત્રકારની વાણીમાં જ દર્શન કરી ૧૯મી ગાથાનો શુભ આરંભ કરશું. ૨૩૧ કી Page #245 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ 'જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, 'ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન II વિનયની પરાકાષ્ટા : આ ગાથામાં પ્રારંભમાં જ કહે છે કે જે સદ્દગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન” અહીં કવિરાજે સંશ્લેષ કરી બંને ભાવને એક જ પદમાં વણી લીધા છે. જે સઉપદેશ” તેનો પરોક્ષ અર્થ એ પણ છે કે જેના ઉપદેશથી એવો ભાવ પણ નીકળે છે અર્થાત્ ઉપદેશ પણ ઉપકારી છે અને ઉપદેશ કર્તા પણ ઉપકારી છે. ગુણ આધારે ગુણીનું ગ્રહણ કર્યું છે, એટલે અહીં બે વસ્તુ દ્રષ્ટિમાં રાખવાની છે, એક ઉપદેશ અને બીજા ઉપદેશકર્તા. અહીં આપણે આ બંને પદો ઉપર સૂક્ષ્મ વિચાર કરશું. ઉપદેશ તે ગ્રાહ્ય ભાવ છે અર્થાત્ ભકતના આત્મામાં પ્રવિષ્ટ થયેલો શુધ્ધ પર્યાયરૂપ આધ્યાત્મિક જ્ઞાનભાવ છે અને ઉપદેશ કર્તા બાહ્યભાવે નિમિત્ત કારણ છે. ઉપદેશકર્તા નિરાલા રહીને ઉપદેશનું દાન કરે છે. ઉપદેશ ગ્રહણ કરનાર ભકત ઉપદેશને પોતાના અંતરાત્મામાં સ્થાપિત કરી લે છે અને ઉપદેશ્ય પ્રત્યે અહોભાવ લાવી ગુરુભાવ કાયમ રાખી તેમની પૂજ્યતાનો પણ ઉપદેશ સાથે સંચય કરે છે. ઉપદેશ તો છે, તે જ છે પણ ઉપદેશની સાથે જો પૂજ્યભાવ ગ્રહણ ન કરી શકે તો ફૂટેલા ઘડામાં પાણી ભરવા જેવી સ્થિતિ થાય છે. અહીં ઉપદેશ ગ્રહણ કરનાર કેવો સુપાત્ર જીવ હોય કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ તે ઉપદેષ્ટા પ્રત્યેના પૂજ્યભાવનો પરિત્યાગ કરતો નથી તે બતાવ્યું છે. અસ્તુ. આપણે ઉપદેશ અને ઉપદેણ બંનેનું વિભાજન કરી કવિરાજની કાવ્યશકિત પ્રત્યે નત મસ્તક બની જઈએ છીએ કે જે ઉપદેશથી' એમ કહીને ઉપકારી ઉપદેષ્ટાને સાથે વણી લીધા છે. ઉપદેશ ગ્રહણ કર્યા પછી પાછળના પદમાં કહે છે, “વિનય કરે ભગવાન” તો ત્યાં સ્પષ્ટ ઉપદેષ્ટા પ્રત્યેનો અહોભાવ પ્રગટ થાય છે. જે સદ્ધપદેશ શબ્દ છે તેમાં ઉપકારી સદ્ગુરુદેવનું પ્રતિબિંબ છે. ઉપદેશ એકલો નથી પરંતુ તે સદ્ઘપદેશની અંદર ઉપકારી ઉપદેષ્ટા બિરાજમાન છે. જેમ સુંદર ઊંચી જાતની કેરીનો સ્વાદ લઈએ ત્યારે એ કેરીના સ્વાદમાં આવા ઉત્તમ ફળ આપનાર એ આમ્રવૃક્ષનો પણ મધુરભાવ પ્રગટ થાય છે. ફળ અને ફળના જનેતા બંને શબ્દ દ્રષ્ટિએ અલગ હોવા છતાં ભાવદષ્ટિએ એકાકાર છે. આ વિવેચનથી સમજી શકાશે કે ઉપદેશ અને ઉપદેશનો કેવો તાદાત્મય સબંધ છે ! અસ્તુ ઉપદેષ્ટા મહત્ત્વપૂર્ણ છે તો અહીં પ્રશ્ન એ થાય છે કે કવિરાજે ઉપદેશનો ઉલ્લેખ કરીને ઉપદેશને કેમ મહત્ત્વ આપ્યું અને ઉપદેષ્ટાને કેમ પાછળ રાખ્યા આ પ્રશ્ન બહુ જ ઊંડાઈથી સમજવા જેવો છે. ગુણને આધારે ગુણીનું મૂલ્યાંકન થાય છે. અહીં દ્રષ્ટિ સમક્ષ ગુણ અને ગુણી, પર્યાય અને દ્રવ્ય, તત્ત્વ અને તત્ત્વવેત્તા એવા દ્વૈતભાવ પ્રગટ થાય છે, પરંતુ દાર્શનિક દ્રષ્ટિએ અને અનેકાંતવાદ સિધ્ધાંતના આધારે ગુણ અને ગુણી સર્વથા ભિન્ન નથી, બંનેનું તાદાત્મય છે. જ્ઞાન પર્યાયના આધારે છે. વિશેષજ્ઞાનમાં તેમનો ભેદ દેખાય છે ત્યારે સામાન્ય ધર્મ પ્રમાણે સંગ્રહ તા . ૨૩૨ - Page #246 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટિએ બન્ને અભિન છે, છતાં પણ ગુણીનું કે દ્રવ્યનું મહત્ત્વ કે તેનું મૂલ્યાંકન તેની શુધ્ધ પર્યાયથી પ્રગટ થાય છે, જેમકે કેવળજ્ઞાન તે પર્યાય છે અને કેવળી ભગવાન તેના અધિષ્ઠાતા છે. પૂજ્યતા કેવળી ભગવાનની જ છે, પરંતુ આ પૂજ્યતાનો આધાર કેવળજ્ઞાન જ છે. એટલે સમંતભદ્રચાર્ય કહે છે કે હે પ્રભુ હું તમારા રૂપ રંગથી કે સમોસરણ આદિ અતિશયથી આપને નમી રહ્યો નથી પરંતુ આપની અંદર કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત ચારિત્ર છે જેને કારણે હું આપના ચરણોમાં મસ્તક અર્પણ કરું છું. આ પદથી સમજાય છે કે ગુણી પૂજ્ય હોવા છતાં તેનો આધાર તેમના ગુણ છે. એટલે જ અહીં શ્રીમદ્જીએ લખ્યું છે કે જે ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન” જે ઉપદેષ્ટા એમ નથી લખ્યું. જે ઉપદેશનું મહત્ત્વ છે અને ઉપદેશ આપનાર ઉપદેષ્ટા ઉપદેશ સાથે જોડાયેલા છે પરંતુ મહત્ત્વ તો ઉપદેશનું જ છે. આ બંને ભાવ સમજાય પછી બંનેનો અદ્વૈતભાવ સ્વીકારી સ્વયં વિનય કરે ભગવાન” એમ કહ્યું છે. અહીં સઉપદેશથી એમ લખ્યું છે જેમાં એટલે શું? જે ઉપદેશ એટલે કયો ઉપદેશ? આ જે સર્વનામ મૂકયું છે તે કયાં પદમાં મૂકયું છે તેનો ગંભીરભાવ આપણે નીહાળશું. સઉપદેશ : જે સદ્ધપદેશ એમ લખ્યું છે તો તે ખાસ સદ્ ઉપદેશ માટે ઉલ્લેખ કર્યો છે. ઉપદેશમાં પણ સદ્ વિશેષણ મૂકેલું છે એનો અર્થ એ છે કે સામાન્ય નીતિમાર્ગના ઉપદેશથી આ ઉપદેશ નિરાળો છે અને તે ઉપદેશને સદ્ ઉપદેશ એમ કહેવામાં આવ્યું છે. ગુરુ સાથે જેમ સત જોડેલું છે અને તેનાથી સદ્ગુરુ બન્યું છે તે જ રીતે ઉપદેશમાં પણ સત્ જોડવામાં આવ્યું છે. મૌલિક પ્રશ્ન એ છે કે આ સત્ અને તે સતુ બંને એક જ તત્ત્વ છે કે ભિન્ન ભિન્ન છે. વાસ્તવિક રીતે બે સત્ છે નહીં, સતુ એક તત્ત્વ છે. તે સંપૂર્ણ સત્યનું, યથાર્થ સિધ્ધાંતનું દ્યોતક છે અને તેમાં સતું પ્રતિબિંબ ઉપસ્થિત થઈ શકે છે. આ સત્ ગુરુ સાથે જોડાય તો સત્ ગુરુદેવ બને અને આ સતુ ઉપદેશ સાથે જોડાય તો સત્ ઉપદેશ બને. પરંતુ ખૂબી તો એ જ છે કે ઉપદેશનું અધિષ્ઠાન સદ્ગુરુ છે અને સદ્ગુરુનો ઉપદેશ તે સહજ રીતે સત્ ઉપદેશ થાય છે. આમ ગુરુપદમાં જોડાયેલું સત ઉપદેશમાં પણ નીતરે છે, જેમ દૂધમાં રહેલું માખણ, માખણ રૂપે પ્રગટ થાય અને શુદ્ધ ઘી પણ બને. તે સર્વ દૂધની જ સંપતિ છે એ જ રીતે સત્વગુરુના હૃદયમાંથી નીકળતી વાણી શુધ્ધ ઘી રૂપે બહાર આવે છે ત્યારે તે સત્ ઉપદેશ બને છે. ગુરુમાં જે સતુ હતું તે જ સત્ ઉપદેશમાં પ્રતિબિંબિત થયું છે અને આ સત્ ઉપદેશ એ ખાસ વિશિષ્ટ પ્રકારનો ઉપદેશ છે. સામાન્ય નીતિમાર્ગના ઉપદેશથી ભિન્ન એવો આત્મદર્શી ઉપદેશ છે. નીતિમાર્ગનો ઉપદેશ વ્યાવહારિક હિતાહિતથી જોડાયેલો છે પણ તે શાશ્વત સુખ આપતો નથી. જયારે આ સદ્ ઉપદેશ આત્મદર્શી હોવાથી શાશ્વત સુખનો માર્ગ બતાવે છે અને જે ગુરુની સંપતિ છે તે ઉપદેશ દ્વારા શિષ્યની સંપતિ બની જાય છે, જેમ શેરડીનો રસ ગોળમાં આવી જાય છે તેમ ગુરુની પ્રતિભા અને જ્ઞાનદષ્ટિ શિષ્યમાં પણ પ્રગટ થાય છે. આ ઉપદેશ કોઈ સામાન્ય ઉપદેશ નથી જેથી અહીં કવિરાજ ઊંચા સ્વરથી કહે છે કે સત્ ઉપદેશનો અર્થ જેવો તેવો નહીં, વિશિષ્ટ પ્રકારનો ઉપદેશ, જે ઉપદેશથી ભકતનું કલ્યાણ થયું હતું, તે ઉપદેશને ઈગિત કરે છે. અહીં સત્ ઉપદેશ જેનાથી પ્રાપ્ત થયો છે તે સતગુરુ બાદ ૨૩૩ ભાગ : Page #247 -------------------------------------------------------------------------- ________________ પણ વિશિષ્ટ પ્રકારના છે અને તેના ઉપકાર પણ વિશિષ્ટ પ્રકારના છે. આમ ગુરુ અને ઉપદેશ બંને વિશિષ્ટ હોવાથી ઉપકાર પણ ઘણો વિશિષ્ટ છે. આ ઉપકાર જેવો તેવો નથી પરંતુ આ ઉપદેશ લેવાથી જીવ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે અને ઉપદેશથી જીવ કેવળજ્ઞાન પામ્યા છે તે પ્રમાણભૂત હકીકત છે. ઉપદેશ આપ્યા પછી ગુરુ પોતાની જગ્યાએ છે, હજુ એનો સાધનાક્રમ બાકી છે, પરંતુ જે શિષ્યને ઉપદેશ આપ્યો તે ઉપરનું ઉત્તમ પદ પ્રાપ્ત કરી આગળ વધી ગયો અને કેવળજ્ઞાનનું શિખર સર કર્યું છે. આમ ગુરુ શિષ્યમાં સાધનાની દષ્ટિએ અંતર પડયું છે, પરંતુ જુઓ ! આ જ્ઞાનનો મહિમા. આ વિશિષ્ટ જ્ઞાન કેવળજ્ઞાન ગુરુ પ્રત્યેના પૂજ્યભાવને જરા પણ ખંડિત કરતું નથી, પરંતુ તેના વિશેષ મહત્ત્વને પ્રગટ કરે છે. જેનો શાસ્ત્રકાર સ્વયં આગળની અર્થી ગાથામાં ઉલ્લેખ કરે છે. અહીં જે ઉપદેશથી લખ્યું, તેમાં ફકત ઉપદેશ સીમિત નથી, પણ ઉપદેશક ઉપદેષ્ટાનો પણ સમાવેશ કરેલો છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તેમાં જેમ ઉપદેશ ઉપકારી, તેમ સઉપદેશ આપનાર પવિત્ર આત્મા પણ એટલા જ ઉપકારી છે. આ રીતે ઉપકારી અને ઉપકાર્યનો સામાન્ય સંબંધ અહીં પ્રદર્શિત કર્યો છે, પરંતુ હકીકતમાં આ સંબંધ વ્યાવહારિક છે હવે આપણે તેને આધ્યાત્મિક દષ્ટિએ વિચારીએ. જે ઉપદેશથી કેવળજ્ઞાન પામ્યો છે તે જ સઉપદેશ ફકત દ્રવ્યભાવે ગુરુના મુખથી પ્રગટ થયેલો છે, પરંતુ ભાવાત્મક રીતે તે ઉપદેશ ભકતના આત્મામાં જ્ઞાન પર્યાયરૂપે પ્રગટ થયેલો છે. સદ્ધપદેશના આ બે વિભાગ એક ગુરુસ્થ સદ્ ઉપદેશ અને બીજો ભકત હૃદયસ્થ સદ્ ઉપદેશ. જેમ કોઈ માણસ દર્પણમાં મુખ જૂએ, તો એક મુખ તો એ દ્રવ્યપિંડ શરીરમાં છે અને બીજું પ્રતિબિંબિત મુખ તે દર્પણમાં છે. બંને એક હોવાં છતાં દ્રવ્ય અને ભાવે તેનું વિભાજન થાય છે. અહીં શાસ્ત્રકાર જે સદ્ ઉપદેશથી એમ લખે છે તો ત્યાં તેનો અર્થ છે સાંભળેલો સદ્દ ઉપદેશ એટલો અપૂર્ણ અર્થ નથી. આ સદ્ ઉપદેશ સાંભળનાર સો વ્યકિત પણ હોઈ શકે, પરંતુ સો એ સો આત્મામાં તે ઉપદેશ પરિણત થતો નથી. ઉપદેશ સાંભળ્યા પછી શ્રોતાના આત્મામાં શ્રુતજ્ઞાનની પર્યાયરૂપે તે ઉપદેશ પરિણામ પામે છે અને આ પરિણામ પામેલો ઉપદેશ જ વાસ્તવિક કેવળજ્ઞાન સુધી લઈ જાય છે. એટલે અહીં શાસ્ત્રકારે ઠીક જ કહ્યું છે કે જે ઉપદેશથી મૂકવાનો અર્થ થઈ ગયો. અતરંગ પરિણમેલો ઉપદેશ, પણ ભકતે સાંભળેલો જ ઉપદેશ નહીં. આમ “જે’ શબ્દથી લખ્યું છે તેમાં જે શબ્દ ઘણો મહત્ત્વપૂર્ણ છે “જે’ શબ્દ સ્વરૂપમાં પરિણમેલા ઉપદેશાત્મક પરિણામને જ ઈગિત કરે છે અને જે ઉપદેશ ભકતના આત્મામાં સાકાર થયો છે અને પરિણામ પામ્યો છે. જેમ પાણીમાં સાકર નાખ્યા પછી સાકર પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે અને પાણી તેનું માધુર્ય પામે છે. સાકર પોતાનો આકાર છોડી પાણીમાં સાકાર રૂપે પરિણત થાય છે એ જ રીતે ગુરુનો ઉપદેશ ભકતના આત્મરૂપી પાણીમાં સાકાર થાય છે અને આ ઉપદેશ કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. આમ કેવળજ્ઞાની પોતાના સ્વપરિણામોને ઉપાદાન કારણ માને છે પરંતુ જ્ઞાનમાં રહેલું ગુરુદેવનું જે પ્રતિબિંબ છે, તેમનો જ પૂજ્યભાવ છે તે નિમિત્તની કેવળી ભગવાન જરાપણ |||||||||N!jliE Page #248 -------------------------------------------------------------------------- ________________ અવહેલના કર્યા વિના એવા છદ્મસ્થ ગુરુદેવને પણ નિમિત્તભાવે વંદન કરે છે. આ વસ્તુ શુધ્ધજ્ઞાનનો જ પ્રભાવ છે. આ કથનમાં શાસ્ત્રકારનો આંતરિક અભિપ્રાય શું છે તે હવે વાગોળ શું. અહીં જે સદ્ગુરુ ઉપદેશથી એમ કહ્યું છે તો ત્યાં સદ્ગુરુ અને સદ્ઉપદેશ એકાકાર છે. આપણે પૂર્વના કથનમાં ભિન્ન ભાવે અને અભિન્નભાવે બંને શબ્દોની મીમાંસા કરી છે અને ગુણ ગુણીનો અભેદભાવ અને ભિન્નભાવ સ્યાદ્વાદ દૃષ્ટિએ નિહાળ્યો છે, પરંતુ આ પદનો આવ્યંતર ભાવ એવો છે કે જે તત્ત્વનું કે પદાર્થનું આપણે સાંગોપાંગ જ્ઞાન કરીએ છીએ તથા તેના સામાન્ય અને વિશેષ ધર્માને પારખ્યા પછી જે પ્રમાણભૂત જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન દર્શનરૂપે નિરાકાર છે અને જ્ઞાનરૂપે સાકાર છે. આવું સાકાર પ્રતિબિંબ જયારે જ્ઞાનમાં પ્રગટ થાય છે ત્યારે ગુરુદેવના શરીર આદિ બાહ્ય ભાવો બહારમાં છે પરંતુ ચૈતન્ય તત્ત્વરૂપે ગુરુદેવ સ્વયં આપણા અંતરાત્મામાં પ્રતિષ્ઠિત થાય છે. તેમનું નિર્મળ ચિત્ર જ્ઞાનસ્થ બની પુનઃ પુનઃ અંતરાત્માને પ્રેરિત કરી એક પછી એક પ્રતિબંધક કર્મોને હટાવી અનુકૂળ ઉપયોગ અને શુધ્ધ ચારિત્રિક પરિણામો દ્વારા ક્રમિક ભાવથી જીવ ઉત્થાન પામે છે અને તેમાં પૂજ્ય ગુરુદેવનું પ્રતિબિંબ કારણભૂત બની પ્રેરણા આપતું રહે છે. આમ તે પ્રતિબિંબ જીવને કેવળજ્ઞાન સુધી લઈ જાય પરંતુ સાથે સાથે તે જીવાત્માનો ભકિતયોગ વિકાસ પામવાથી જે અંતરગત પ્રતિબિંબ છે તેના પ્રત્યે પૂજ્યભાવમાં પણ વૃધ્ધિ થતી જાય છે. જેનું પ્રતિબિંબ મનમાં છે તેવા તે સાક્ષાત્ ગુરુદેવ કેવળી પદને પામ્યા ન હોય તેની પૂર્વમાં તેની કૃપાથી શિષ્ય કેવળજ્ઞાન પામી શકે છે. અહીં જે સદ્ગુરુ ઉપદેશથી એમ કહ્યું છે, જેનો અર્થ એ અંતરગત બિરાજમાન ગુરુદેવ અને તેનો જે કૃપાભાવ છે તે જ તેનો ઉપદેશ છે. આમ જ્ઞાનની વૃધ્ધિ સાથે પૂજ્યભાવમાં ઘટાડો થતો નથી પરંતુ આવા જ્ઞાન પામેલા અરિહંત પ્રભુ પણ પોતાના ગુરુદેવને પૂજ્ય ભાવે નમન કરતાં જ રહે છે. આ ગાથા લખવા પાછળ આશય એ છે કે ગુરુસ્થાન ઘણું જ ઊંચુ છે, એટલું જ નથી પરંતુ આવ્યંતર ભાવે શુધ્ધ પરિણતિમાં ગુરુદેવ સ્વયં જ્ઞાનરૂપે રહી ઉપાદાન કારણ બની જાય છે. એક પછી એક શુદ્ધ પર્યાયો ઉત્પન્ન કરીને પોતે અખંડ અવસ્થાએ પૂજ્યપદ પર બિરાજીત રહે છે. આ છે આ ગાથાનો અંતરગત મહિમા. જે સદ્ગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન, એમાં કાર્ય કારણની શુધ્ધ વ્યાપ્તિ પ્રદર્શિત કરી છે. હવે આપણે અહીં કેવળજ્ઞાન વિશે થોડો વિચાર કરીએ. કેવળજ્ઞાન : સામાન્ય રીતે પાંચેય જ્ઞાનના વર્ણનમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા પ્રસિદ્ધ છે અને દર્શનશાસ્ત્રોમાં કેવળજ્ઞાન વિશે ઘણા ઊંડાણથી ચર્ચાઓ જોવા મળે છે. આપણે અહીં કેટલીક વિશેષ વાતો વિચારશું. સાધારણ રીતે કેવળજ્ઞાન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હિકકતમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન તેવી આત્માની શુદ્ધ પરિણતિની બે અંતિમ સીમાઓ છે અને તે ચાર ઘાતી કર્મોના ક્ષય થઈ ગયા પછી મુખ્ય તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ક્ષય થયા પછી બંને ગુણ ખીલી ઊઠે છે. અહીં કવિરાજે કેવળદર્શનને ગૌણ કરી, ફકત કેવળજ્ઞાન શબ્દનો ઉપયોગ કર્યા છે વ્યવહારમાં એક જ શબ્દ બોલવાની પ્રથા છે, પરંતુ અહીં બન્ને ભાવનું સાહચર્ય છે તે સમજવાનું છે. ૨૩૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ દર્શન એટલે સર્વ સત્તાનું ગ્રહણ : ક્ષયોપશમજન્ય ખંડજ્ઞાનોમાં દર્શન ઉપયોગ થયા પછી સાકાર અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે તે સર્વમાન્ય સિધ્ધાંત છે પરંતુ ચારે ઘાતી કર્મો એક સાથે ક્ષય પામ્યા પછી કેવળદર્શન અને કેવળજ્ઞાન યુગપતું અર્થાત્ એક સાથે પ્રગટ થાય છે કે એક મતાનુસાર ક્રમથી ઉત્પન્ન થાય, પરંતુ કેવળદર્શન અને કેવળજ્ઞાન બન્નેની પ્રધાનતા જીવ માટેની ચરમ બિંદુની સાધના છે. કેવળદર્શન થવાથી સમગ્ર બ્રહ્માંડ, લોકાલોક અને છ એ દ્રવ્યો મૂળભૂત સ્વરૂપે સંગ્રહાયની દ્રષ્ટિએ સત્ તત્ત્વરૂપે પ્રકાશિત થઈ એક વિશુધ્ધ સત્તાનો આભાસ આપે છે, જેને તત્ત્વ સત્તા, બ્રહ્મ સત્તા કે સામાન્ય શાશ્વત સત્તા પણ કહી શકાય છે. કેવળદર્શનમાં જરા પણ કોઈ ભેદ રેખા નથી. સમગ્ર તત્ત્વો, સત્ત્વો અને સમગ્ર દ્રવ્ય પિંડો સર્વથા અભેદ ભાવે એક તત્ત્વ રૂપે આભાસ આપી વિશ્વસત્તાનું ભાન કરાવે છે. કેવળદર્શનનો મહિમા જ ન્યારો છે, એટલે સામાન્ય ઉપાસનાઓમાં પણ પ્રભુદર્શન, ગુરુદર્શન, તીર્થદર્શન, આત્મદર્શન એ બધા શબ્દો જોવા મળે છે. દર્શન શબ્દ જ અભેદ ભાવનો ધોતક છે અને આ દર્શન સંપૂર્ણ થતા અર્થાત્ કેવળદર્શન થતાં સંપૂર્ણ અભેદભાવની એક રેખા માત્ર પ્રકાશિત થાય છે. તત્ત્વતઃ દર્શનમાં એનાથી વધારે કશું બચતું નથી. કેવળદર્શનનો અર્થ છે પૂર્ણદર્શન, અસીમ દર્શન, અનંત દર્શન, ગુણાતીત દર્શન, અખંડ, અવિનાશી અભિન્ન તત્ત્વનું એક માત્ર દર્શન તે કેવળદર્શનની મહાન ઝલક છે. જયારે કેવળજ્ઞાન, કેવળદર્શનથી નિરાળું બની સમગ્ર લોકાલોકના વિશેષ ગુણધર્મોનું જ્ઞાન કરાવે છે. આપણે તે બાબતનો સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. ગુરુદેવે કેવળજ્ઞાન” શબ્દ મૂકીને આત્મા ઉત્થાનની અંતિમ સીમાનું પ્રાગટય કર્યું છે, તે પણ ઘણું આદરણીય છે. કેવળજ્ઞાનનો અર્થ છે વિશેષજ્ઞાન અર્થાત્ સંપૂર્ણ જ્ઞાન. વિશેષજ્ઞાન બે પ્રકારનું છે. ખંડજ્ઞાન અને સંપૂર્ણ વિશેષજ્ઞાન. જેમ જેમ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો જાય, તેમ તેમ વિશેષ જ્ઞાનના એક એક પટલ ખૂલતાં જાય છે અર્થાત્ એક એક પાંખડી ખુલતી જાય છે. તેટલા પ્રમાણમાં તે પદાર્થના વિશેષ ધર્મોને જાણે છે. પદાર્થનો અર્થ છે સામાન્ય અને વિશેષ ધર્મનો પિંડ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવે તેના બધા વિશેષ ધર્મો નક્કી થયેલા હોય છે અને પદાર્થ ચારે નિક્ષેપને ધારણ કરીને પોતાનું અસ્તિત્વ પ્રગટ કરે છે. પદાર્થમાં પોતાના વિશિષ્ટ ગુણધર્મો પણ વર્ણ ગંધ રસ અને સ્પર્શના આધારે વિકાસ પામ્યા હોય છે અને એ જ રીતે અરૂપી દ્રવ્યો પણ પોતાના વ્યાપક ગુણધર્મોથી પરિપૂર્ણ છે. પદાર્થના અનેક પ્રકારના સ્વરૂપનું જ્ઞાન અલગ અલગ પાસાઓથી નિહાળે છે પરંતુ ખંડજ્ઞાન પદાર્થને સંપૂર્ણ રીતે જાણી શકતું નથી. એક દ્રવ્યને સંપૂર્ણ રીતે જાણે તો સમગ્ર વિશ્વને સંપૂર્ણ રીતે જાણી શકે. આથી જ્ઞાન જયારે સીમાને છોડીને અસીમ બને છે અને અનંત ગુણ સહિત દ્રવ્યને ઓળખે તેવું સામર્થ્ય આવે છે ત્યારે તે સંપૂર્ણ જ્ઞાન કહેવાય છે. તેને જૈન દર્શનમાં કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાનનો અર્થ છે ફકત જ્ઞાન જ જ્ઞાન. જેમાં અજ્ઞાનનો એક પણ અંશ નથી, તેવું શુધ્ધજ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન અને શાશ્વત જ્ઞાન. કેવળજ્ઞાનનો નાશ થઈ શકતો નથી. એક વખત પ્રગટ થયા પછી તે શાશ્વતભાવે આત્મરૂપે પ્રકાશિત છે અર્થાતુ કહો આત્મા તે જ્ઞાન જ છે અને જ્ઞાન તે જ આત્મા છે. જ્ઞાન આત્માથી કોઈ ભિન્ન સંયોગસબંધને આધારે Intist/siાસણા ૨૩ ભાષામાં Page #250 -------------------------------------------------------------------------- ________________ રહેલું નથી પરંતુ તાદાત્મ્ય ભાવે આત્મપ્રદેશોમાં વ્યાપ્ત છે. આ રીતે કેવળદર્શન પછી બ્રહ્માંડનું સાંગોપાંગ અણુઅણુનું, કણકણનું, જાણપણું મળે અને નસેનસમાં એ જ્ઞાન વ્યાપ્ત થઈ જાય છે. પદાર્થ પોતાના ગુણ દ્રવ્યોથી સ્વતંત્ર છે, પરંતુ શેય ભાવે તે આત્મામાં સમાવિષ્ટ પણ થાય છે. જ્ઞેય ભાવે સમગ્ર વિશ્વ આત્મામાં અધિષ્ઠિત છે અર્થાત્ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણેનો ત્રિવેણી સંગમ થવાથી તે એકાકાર થઈ જાય છે. જ્ઞાનનો મહિમા અપાર છે. કેવળદર્શનથી સમગ્ર બ્રહ્માંડનું એક વ્યાપક દર્શન થયા પછી જ્ઞાન દ્વારા વિશ્વની બધી વિશેષ પર્યાયો એક સાથે આત્મામાં સંકેલી લે છે. આ છે કેવળદર્શન અને કેવળજ્ઞાનનો અપાર મહિમા. હવે વિચાર કરો કે જે સદ્ગુરુના ઉપદેશથી જીવાત્મા આ જ્ઞાન સાગરનો સ્પર્શ કરે છે, તેનો ઉપકાર જ્ઞાન કરતા પણ વિશેષ છે. એવો અભિપ્રાય શાસ્ત્રકાર આગળના પદોમાં વ્યકત કરે છે. “ગુરુ રહ્યા છદ્મસ્થ” આ ત્રીજા પદમાં શિષ્ય આગળ વધી ગયો છે તેનો ઉલ્લેખ કરે છે, “ગુરુ રહ્યા છદ્મસ્થ” કહીને ગુરુ પ્રત્યેની કોઈ સન્માનની માત્રા ઓછી કરતા નથી. પરંતુ છદ્મસ્થ એમ કહીને ગુરુદેવ પ્રતિ સન્માન માત્રા વિશેષ વૃધ્ધિ પામે તેવો ભાવ પ્રગટ કરશે. આ છે કાવ્યનું માધુર્ય અથવા કાવ્યની અલૌકિક વિશેષતા. જો કે આપણે આત્મસિધ્ધિના પદો માટે કાવ્ય દષ્ટિએ બહુ જ અલ્પ પ્રકાશ નાંખ્યો છે પરંતુ સંપૂર્ણ આત્મસિધ્ધિના પદોમાં કાવ્ય રચનાના વિશેષગુણો ઝળકે છે. અહીં પણ એક અલંકાર છે. કે ગુરુ રહ્યા છદ્મસ્થ એમ કહીને પણ ગુરુના મહિમામાં વૃધ્ધિ થાય તેવો દિવ્યભાવ પ્રગટ કરે છે. છદ્મસ્થાવસ્થા : છદ્મસ્થ એટલે શું ? જૈન પરિભાષાનો ખાસ સાંકેતિક શબ્દ છે. વ્યવહાર દષ્ટિએ છદ્મસ્થનો અર્થ ઢંકાયેલું અથવા છૂપાયેલું અથવા કપટપૂર્ણ એવો અર્થ થાય છે, અહીં આ શબ્દમાં એવો કોઈ કપટી ભાવ નથી, પરંતુ એક ખાસ અવસ્થા માટે છદ્મસ્થ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. છદ્મસ્થમાં રહેલા, છદ્મમાં અટકેલા, છદ્મ ભાવને ધારણ કરતાં, અપૂર્ણ ભાવે આરાધન કરતાં, અજ્ઞાતભાવે પણ શ્રધ્ધાથી વ્રતોનો સ્વીકાર કરી તેમના પાલનમાં પ્રયાસરત તેવા સંતો માટે છદ્મસ્થ શબ્દ વપરાય છે. આત્માના જેટલાં ગુણો આંશિકરૂપ પ્રગટ થયા છે તે જીવનું સંબલ છે પરંતુ તેથી ઢંકાયેલા બીજા અનંતગુણો અપ્રગટ હોવાથી વિશ્વની બધી ધારાઓને તે સ્પર્શ કરી શકતા નથી. પોતાના જ ક્ષેત્રમાં રહીને પોતે જે ભાવ ધારણ કર્યા છે, તે ભાવોમાં રમણ કરી આત્માનંદ મેળવે છે. અરિહંત દશા પ્રગટ થઈ નથી, પરંતુ તેના ભાવોમાં અરિહંત પદનો મહિમા વણાઈ જવાથી તેઓ સ્વાભાવિક નિર્દોષ શુધ્ધ આત્મતત્ત્વનો આનંદ અનુભવે છે. કહેવાનું તાત્પર્ય એ કે છદ્મસ્થ અવસ્થા અપૂર્ણ હોવા છતાં તે ઘણા ગુણાલંકૃત છે. તે કોઈ વિકૃત અવસ્થા નથી. અપૂર્ણ હોવા છતાં તેમાં પૂર્ણતા પ્રગટ થવાના સંપૂર્ણ બીજો અંકુરિત થવાના છે. ખરુ પૂછો તો છદ્મસ્થ અવસ્થા એક પ્રકારની મુકત અવસ્થારૂપી સૂર્યોદય પહેલાની ઉષાકાળ જેવી અવસ્થા છે. અહીં આપણે જે છદ્મસ્થ અવસ્થાની વાત કરી રહ્યા છીએ તે સાધનાના ઉપરના તબકકાઓમાં જળવાયેલી છદ્મ અવસ્થા છે. નીચી કક્ષામાં પણ છદ્મસ્થ અવસ્થા છે, પરંતુ તેનું Amiasm, ૨૩૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ અહીં ગ્રહણ ન કરતાં આપણે સદ્ગુરુ દેવની ઊચ્ચ કોટિની છઘસ્થ અવસ્થાનું ધ્યાન કર્યું છે અને આવી ઉત્તમ છદ્મસ્થ અવસ્થામાં ઝૂલતા ગુરુદેવ કેટલા પરમ સાદરણીય છે તે સ્પષ્ટ જણાય છે અસ્તુ. છઘસ્થ અવસ્થા વિષે થોડો વધારે વિચાર કરી આપણે ત્રીજા અને ચોથા પદની વચ્ચે રહેલું જે સૌમ્યભાવ છે તેના દર્શન કરશું. છદ્મસ્થ શબ્દ જેને આચાર્યજીનો સાંકેતિક શબ્દ છે. સામાન્ય સંસ્કૃત શબ્દકોષમાં છવાસ્થનો અર્થ કપટ કરનાર, વેશપરિવર્તન કરનાર વિવિધ છળયુકત ભાષા બોલનાર, છદ્મવેશી, છારૂપી એવા બધા અર્થો મળે છે, જયારે અહીં છઘસ્થ શબ્દ કેવળજ્ઞાન પૂર્વની આરાધક અવસ્થાના ધારક ખાસ કરીને સાધુઓ માટે આ શબ્દપ્રયોગ થયો છે. અહીં પણ કવિરાજે સદ્ગસને છઘસ્થ કહ્યા છે. જેમ “ગુરુ રહ્યા છદ્મસ્થ' સામાન્ય જરૂર પડે તો ગૃહસ્થો માટે પણ આ શબ્દ વપરાય છે. જૈન પરિભાષા અનુસાર છઘનો અર્થ ઢંકાયેલું, રૂપાંતર પામેલું, શુધ્ધ અવસ્થાથી દૂર, આત્મસ્વરૂપને સોળે કળાએ પ્રગટ કર્યા પહેલાં જે કોઈ અવસ્થાઓ છે તે બધી છઘસ્થ અવસ્થા છે. અસ્તુ. અહીં આપણે એટલું જ કહેવાનું તાત્પર્ય છે કે જૈનધર્મનો આ શબ્દ લગભગ સારા અર્થમાં વપરાયો છે. ચોથા પદમાં ગુરુપદની પ્રધાનતાનું પ્રદર્શન કરતાં અને કેવળજ્ઞાન સાથે અરિહંતોનો ગુરુ પ્રત્યેનો પૂજ્યભાવ નષ્ટ નથી થયો પરંતુ વિકાસ પામ્યો છે અને અરિહંતો માટે પણ ગુરુદેવ વિંદનીય છે. આમ જ્ઞાનયોગની સાથે સંપૂર્ણ ભકિતયોગ જોડાયેલો છે. ભગવાન એ શબ્દ જ્ઞાનવાચી છે. વિનય કરે એ શબ્દ ભકિતવાચી છે. ભગવાન પણ વિનયની મર્યાદાને ઓળંગતા નથી. સનાતન ધર્મના કથાનકોમાં રામ, કૃષ્ણ ઈત્યાદિ ઈશ્વર અવતાર પણ પોતાના ગુરુઓને વંદન કરે છે. વંદન કરવાથી ઐશ્ચર્ય ઘવાતું નથી. એ જ રીતે અહીં પણ અરિહંત ભગવાન છદ્મસ્થ એવા સદ્ગુરુનો વિનય કરે છે તો ત્યાં અરિહંત ભાવ જરા પણ ખંડિત થતો નથી પરંતુ સોળે કળાએ વિકસ્યા પછી આ ભકિતભાવ સંપૂર્ણ જળવાય રહે છે.. અહીં વિનય શબ્દ મૂકયો છે. વિનય શબ્દ ઘણો જ ગંભીર છે. જૈનદર્શનમાં વિનય મૂલો ધમ્મો” એમ કહ્યું છે. વિનય શબ્દ જ્ઞાનની કક્ષાથી લઈ ભાવ અને ભકિતની કક્ષામાં પસાર થઈ વંદન નમસ્કારમાં ઉતરીને અંતે સ્તુતિ રૂપે કે સ્તવન રૂપે પણ પરિણમે છે. અંતર જગતમાં ઉત્પન્ન થયેલો વિનય પ્રથમ જ્ઞાનસ્વરૂપ છે. વિનય શબ્દનો અર્થ વિ + ન = વિનય. વિ' કહેતા વિશેષ પ્રકારનું, “નય” કહેતા જ્ઞાનને વિનય કહે છે. “વિશિષ્ટ વેન ત ત વિન” મનુષ્યને સાચે રસ્તે દોરે અને ઉત્તમ રસ્તે લઈ જાય તેને વિનય કહે છે. આ ઉત્તમ પ્રેરણામાં નિમિત્તરૂપે રહેલા ગુરુજનો પ્રત્યે કે ગુરુદેવ પ્રત્યે સહજ ભકિતભાવ જાગૃત થાય છે. અહીં વિનય ભકિતનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ ભકત પોતાની ભાવનાઓને પ્રગટ કરવા વંદન કરે છે, નમસ્કાર કરે છે, તે વિનયનું ક્રિયાત્મક રૂપ છે અને ત્યારબાદ પોતાની ભાવનાઓને શબ્દમાં કે કાવ્યોમાં મૂકી ભકત જયારે સ્તુતિ કરે છે ત્યારે વિનય કવિતા બની જાય છે. આ રીતે વિનય શુધ્ધ ઉપયોગથી લઈને ત્રણે યોગ સુધી અર્થાતું મન, વચન કાયાના શુભયોગ સુધી વ્યાપ્ત થઈ જાય છે. જૈનદર્શનમાં નમસ્કારમંત્રમાં નમો નમો કહી વિનયપૂર્વક અરિહંતોનું સ્મરણ કરે છે અને આવા : ૨૩૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ ***** ;*::::: અરિહંત ભગવંતો સરુનો વિનય કરે તે અધ્યાત્મસ્થિતિનો અપાર મહિમા છે. અહીં કૃપાળુ ગુરુદેવે આ ચોથું પદ લખીને ત્રીજા પદમાં રહેલો સદ્ગુરુ પ્રત્યેનો જે અપૂર્વ ભાવ સંબધ પ્રગટ કર્યો છે તે ખરેખર અલૌકિક છે. ઉપસંહાર : આપણે ૧૯મી સંપૂર્ણ ગાથા સમાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે પામ્યો કેવળ જ્ઞાન' એ શબ્દમાં સંપૂર્ણ લક્ષવેધ થયો છે. કેવળજ્ઞાન એ અંતિમ નિશાન છે, તેને જીવ પામ્યો છે. જો કે અહીં પામવાની ક્રિયા કેવળજ્ઞાન સાથે અનુકૂળ નથી. કેવળજ્ઞાન સ્વતઃ સિધ્ધપર્યાય છે જયારે પામવાની ક્રિયા યોગ-ઉપયોગની એક પ્રક્રિયા પૂરી થાય છે અને ચરમ બિંદુ સુધી તે સાધનાની પ્રક્રિયા ચાલુ રહે, ત્યારબાદ અંતિમ ક્ષણે તે ભાવ પરિણામો શૂન્ય થાય છે, ત્યારે કેવળ જ્ઞાનનું અસ્તિત્ત્વ તો હતું જ તે સ્વતઃ પ્રગટ થાય છે અર્થાત્ તિરોભાવમાંથી આવિર્ભાવ પામે છે. પામ્યો છે એટલે પહોંચ્યો છે એવો અર્થ લેવાનો છે. પામ્યો છે એટલે સાધના પૂરી કરી છે અને તે અંતિમબિંદુ સુધી સદ્ગુરુનું અવલંબન જળવાઈ હું છે તેથી પહોંચ્યા પછી પણ સદ્ગુરુ દષ્ટિથી અગોચર થતાં નથી. અસ્તુ. ઉપોદ્દાત : આ ૧૯મી ગાથાનું સમાપન ઘણા ઘણા ભાવ મૂકી જાય છે અને ઘણા અકથ્ય ભાવોને પણ પરોક્ષભાવે પીરસી જાય છે. આપણે યથાસંભવ નવનીત કાઢવા અથવા વલોણું કરવા પ્રયાસ કર્યો છે અને તેનો આસ્વાદ લેવા, આનંદાનુભૂતિ કરી છે. હવે આપણે વીસમી ગાથામાં પ્રવેશ કરશું. Page #253 -------------------------------------------------------------------------- ________________ ગાથા-ર૦ એહવોમાર્ગવિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ, 'મૂળહેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય | કાવ્યનો રહસ્યવાદ કે છાયાવાદ : આ ગાથામાં રહસ્યવાદનો પ્રભાવ છે. અધ્યાત્મને સાહિત્યમાં બધે રહસ્યવાદ અને છાયાવાદની અસર જોવામાં આવે છે. રહસ્યવાદનો અર્થ છે કોઈ એક તત્ત્વનો ઈશારો કરી ગંભીર ગૂઢ ભાવ સમજવા માટે પાત્ર ઉપર આધાર મૂકી દેવામાં આવે છે. વિશ્વના લગભગ ઊંચા સાહિત્ય રહસ્યવાદથી ભરેલાં છે તેમાં બૌધ્ધિક તર્ક કરતાં શ્રધ્ધાની ઝડપ વધારે હોય છે અસ્તુ. અહીં પણ કાવ્યકારે “સમજે કોઈ સુભાગ્ય’ એમ કહીને કોઈ ગૂઢ ભાવ પ્રત્યે ઈશારો કર્યો છે. રહસ્યવાદની બે ધારા છે. સીધો સરળ અર્થ અને બીજો ગૂઢ ગંભીર ભાવાર્થ. કાવ્યશાસ્ત્રમાં પણ આવું જોવા મળે છે તો વિનયનો સામાન્ય સીધો અર્થ સાધારણ વ્યકિતને પણ સમજાય તેવો છે, પરંતુ અહીં વિનયનો ગૂઢ અર્થ અથવા તેના કારણ અને હેતુ કોઈ સુભાગ્ય જન સમજી શકે છે. આ રીતે રહસ્યવાદની એક ઝલક અહીં પણ છે. સુભાગ્ય કોને કહેવો તે પછીનો પ્રશ્ન છે. પણ સાધારણ રીતે તેનો અર્થ “સુપાત્ર થશે. જો કે સુપાત્ર કરતા સુભાગી વધારે ઊંચાઈ પર છે, કારણ કે સુપાત્રતા આવ્યા પછી પણ પુણ્યના ઉદયની અપેક્ષા રહે છે. સુપાત્ર નૈતિક દષ્ટિએ યોગ્ય છે પરંતુ જયાં સુધી તેના પુણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી સુભાગ્ય બનવામાં કે સુભાગી બનવામાં થોડીક કચાસ રહે છે. સુભાગ્યનો અર્થ ફકત ભાગ્યવાન નહીં કારણ કે ઘણી વખત ધર્મહીન માણસો પણ બાહ્ય દષ્ટિએ ભાગ્યવાન હોય છે પણ તેને સુભાગ્યવાન કહી શકતા નથી એટલે કવિરાજે અહીં “સુ” શબ્દ ઘણો જ ઉચિત મૂકયો છે. આપણે સુભાગ્યની વ્યાખ્યા કરતાં પહેલા ગાથાના પ્રથમ પદની વ્યાખ્યા સમજીએ. એવો માર્ગ વિનય તણો : જેમ પાછલી ગાથામાં જે શબ્દ મૂકયો હતો તે જ રીતે અહીં વિશિષ્ટ ભાવ બતાવવા માટે “એવો શબ્દ મૂકયો છે. “એવો એટલે કેવો એ પ્રશ્ન થાય છે અર્થાત વિનય માર્ગ કેવળ વ્યાવહારિક ન હોવો જોઈએ. વ્યાવહારિક વિનય, આ વિનય માર્ગની કક્ષામાં આવતો નથી. તે આવશ્યક છે પરંતુ જેમ ખેતર ખેડવું આવશ્યક છે પણ ખેડીને અટકી જાય અને બીજ ન વાવે તો તે આવશ્યક ક્રિયા પણ અર્થહીન થઈ જાય છે. વ્યાવહારિક વિનય એક સામાન્ય આચરણ છે. પરંતુ ત્યારપછીનો જે વિનય માર્ગ છે, જે જાણવા જેવો છે, જોવા જેવો છે, સમજવા જેવો છે, આચરણ કરવા યોગ્ય છે. જ્ઞાન અને ભક્તિથી ભરેલો તે વિનય માર્ગ છે. તે વિનય માર્ગમાં આશા તૃષ્ણા કે બાહ્ય કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની કામના નથી. નિષ્કામ, નિષ્કાંચનક, શુધ્ધ, કંચન જેવો આ વિનયમાર્ગ એક વિશેષ સ્થાન ધરાવે છે. એક રીતે કહો તો મોક્ષમાર્ગ અને આ વિનય માર્ગ સગા બંધુ જેવા છે. એટલે જ અહીં કવિરાજ “એવો માર્ગ વિનય તણો” એમ કહે ા ાઈ ધાdi માં ૨૪૦ 'I. Page #254 -------------------------------------------------------------------------- ________________ છે. એવો એટલે અલૌકિક નિશ્ચિત ફળ આપનારો, નિશ્ચિત લક્ષ ઉપર લઈ જનારો, જે માર્ગમાં ભટકવાપણું નથી તેવો ધોરી, શાશ્વત માર્ગ તે આપણો આ વિનય માર્ગ છે. આ માર્ગ–ગવેષણા પછીનો સ્પષ્ટ ઉત્તર આપે તેવો સ્પષ્ટ સંકલ્પવાળો માર્ગ છે. માર્ગની ગવેષણા થઈ ચૂકી છે, સદ્ગુરુ સામે ઊભા છે, ભકત અહંકાર રહિત થઈ નિષ્કામ ભાવે ચાલવામાં તત્પર છે; માર્ગ પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એવો આ વિનયનો માર્ગ કોઈ સાધારણ માણસોએ નક્કી કર્યો નથી, તેથી તેની મહત્તા બીજા પદમાં સ્વયં શાસ્ત્રકાર ભાવપૂર્ણ શબ્દમાં કહે છે. ભાખ્યો શ્રી વીતરાગ', આ માર્ગની સ્થાપના કરનાર વીતરાગ પ્રભુ સ્વયં છે. વીતરાગ શબ્દમાં પ્રધાન રૂપે અરિહંત ભગવાન છે તીર્થંકર દેવાધિદેવ છે. પરોક્ષ ભાવે સિધ્ધ ભગવંતો પણ વિતરાગ રૂપે આ માર્ગની સાક્ષી આપે છે. વીતરાગમાં ફકત રાગ શબ્દ મૂકયો છે, પરંતુ આ વિત–ષ, વીત–ક્રોધ, વીત-ક્રષાય, વીત–મોહ એવા ભાવોને પ્રગટ કરે છે. વીતરાગ શબ્દ એક બોલવાની પ્રથા છે. તે રાગ પૂરતો સીમિત નથી, પરંતુ મોહનીય કર્મથી ઉદયમાન અથવા ઘાતિ કર્મોના સમસ્ત પરિણામોની વ્યાવૃત્તિ બતાવે છે. વીતનો અર્થ વ્યતીત થઈ ગયેલ છે અર્થાત ઘાતિકર્મોનું ફળ નષ્ટ થઈ ગયું છે. પ્રભુનો આત્મા સ્વચ્છ બની ગયો છે અને આવા દેવાધિદેવ તીર્થકર અનંત ભૂતકાળને પણ જુએ છે અને અનંત ભૂતકાળના અરિહંતોએ આ જ વિનય માર્ગની સ્થાપના કરી છે અને એ જ માર્ગ ફરીથી વીતરાગ પ્રભુએ અહીં ભાખ્યો છે, સ્થાપ્યો નથી. સ્થાપના અપૂર્ણ શબ્દ છે. એટલે કવિરાજ “ભાખ્યો એમ કહે છે અર્થાતું જે છે શાશ્વતો માર્ગ તેને જ પ્રગટ કર્યો છે. તેને જ બતાવ્યો છે જેમ કોઈ આપણું ભવિષ્ય ભાખે છે. તો તેનો અર્થ એવો નથી કે તે ભવિષ્યનું નિર્માણ કરે છે. જે ભવિષ્ય તેને દેખાણું, તે કહે છે. પ્રભુ વીતરાગ અને અનંતજ્ઞાની હોવાથી વિનય તણો ઉજળો માર્ગ, જે શાશ્વત પરંપરામાં તેમને દેખાયો છે, તેવો આ દિવ્ય માર્ગ તેઓએ ભાખીને એટલે વાણીથી પ્રદર્શિત કરી જગતના કલ્યાણ માટે કહી સંભળાવ્યો આ માર્ગનું કથન કરનાર તેનું વિવરણ કરનાર કોઈ સામાન્ય વ્યકિત નથી તેમ કોઈ મનમાં ઘડી કાઢેલી વાત પણ નથી. તેમજ આ માર્ગ માટે શાસ્ત્રકાર સ્વયં ઉદારતાપૂર્વક, પોતાને નિરાળા રાખી શ્રી વીતરાગ પ્રભુને જ શ્રેય આપી રહ્યા છે. આવા શાશ્વત માર્ગનો નિર્ધાર કરવાનો અધિકાર ફકત વીતરાગ પ્રભુને જ હોય છે. અનઅધિકારી માણસોએ કહેલી વાત આધાર હીન હોય છે તે ક્યારેક ભટકાવે તેવી પણ હોય છે. પરંતુ જેના ઉપદેષ્ટા સ્વયં વીતરાગ પ્રભુ હોય તે વાત સાચા હીરા જેવી હોય છે, શુધ્ધ કુંદન જેવી હોય છે. તેથી અહીં કહ્યું છે કે એવા વિનયતણો આ માર્ગ શ્રી વીતરાગ ભગવંતોએ ભાખ્યો છે, પ્રદર્શિત કર્યો છે, માર્ગ નક્કર છે અને તેના અધિષ્ઠાતા, ઉપદેષ્ટા તે પણ સોળ આના આત્મસ્વરૂપમાં રમણ કરતાં અનંતજ્ઞાની વીતરાગ પ્રભુ સ્વયં છે. એવો શબ્દ જે વાપર્યો છે. “એવો” એટલે જોવા જેવો જે માર્ગ અદ્વિતીય છે. એવો શબ્દ મારા ગામ પાથાકાકા નાણા નાણાવાવાળાઓ/૨૪૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ ઘણો ગંભીરતા વાચક છે. “એવો' અર્થાત્ આ માર્ગ નિરાળો છે. બીજા કોઈ સામાન્ય માર્ગથી તેની તુલના થઈ શકે એમ નથી. વ્યવહારમાં જે કોઈએ ભકિતનો માર્ગ સ્થાપ્યો છે, તે બધા ભૌતિક લક્ષવાળા હોય છે. બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે આ લૌકિક ઉપદેષ્ટાઓ ભિન્ન ભિન્ન પ્રકારના માર્ગને નિર્દિષ્ટ કરે છે. પરંતુ આ માર્ગ એ માહેલો કોઈ માર્ગ નથી તેનાથી સર્વથા ભિન્ન પ્રકારનો કેવળ આત્મલક્ષી માર્ગ છે, તેથી અહીં શાસ્ત્રકાર “એવો માર્ગ વિનય તણો એમ કહે છે. માર્ગ શબ્દ સાધનવાચી છે. જૈનશાસ્ત્રોમાં પણ મોક્ષમાર્ગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ દ્રવ્યમાર્ગ હોય છે તેમ આ આધ્યાત્મિક આત્યંતરમાર્ગ છે. પહેલા માર્ગ ઉપર માણસ શરીરથી ચાલે છે. જ્યારે આ માર્ગ પર મનથી વિનયપૂર્વક ચાલે છે, કારણ કે પૂર્ણ માર્ગ વિનયનો માર્ગ છે. ઉમાસ્વાતીએ તત્ત્વાર્થસૂત્રમાં પણ પ્રથમ સૂત્રમાં જ માર્ગ શબ્દનો ઉપયોગ કર્યો છે. માર્ગ શબ્દ લક્ષ બંધી હોવાથી અધ્યાત્મશાસ્ત્રમાં પણ આ શબ્દનો સ્વીકાર કર્યો છે. માર્ગમાં મૂળ શબ્દ “મૃગ' છે અને મૃગ એટલે હરણ, જંગલની અંદર મૃગો વિચરણ કરે છે તે બહુજ સુવાળા જાનવર હોવાથી વ્યવસ્થિત સાવધાનીપૂર્વક ચાલે છે, મૃગોને ચાલવાના રસ્તાને માર્ગ કહેવામાં આવે છે. આમ શાબ્દિક રીતે તેની વ્યાવહારિક ઉત્પતિ થઈ, પરંતુ જ્ઞાની મહાત્માઓએ આ શબ્દને અપનાવી લીધો અને મનરૂપી મૃગને સાચા રસ્તે ચાલવા માટે જે રસ્તો નિર્ધારિત કર્યો, તે રસ્તાને જ્ઞાનમાર્ગ, ધ્યાનમાર્ગ, વિનયમાર્ગ, મોક્ષમાર્ગ, ઈત્યાદિ પવિત્ર લક્ષ માટે માર્ગ શબ્દ સ્વયં પણ પવિત્ર બની ગયો. મૃગ શબ્દનો અર્થ ખોજવું, ગોતવું, નિહાળવું એવો થાય છે. કોઈ વસ્તુની શોધ કરવા માટે કોઈ એક નિર્ધારિત ક્રમ નક્કી કરવામાં આવે તો તેને પણ માર્ગ કહેવામાં આવે છે અસ્તુ. અહીં માર્ગ શબ્દની આટલી વ્યાખ્યા કર્યા પછી “એવો માર્ગ વિનયતણો” એમ કહીને શાસ્ત્રકારે પણ માર્ગને મુખ્યતા આપી છે. વિનયનો માર્ગ એમ ન કહેતા માર્ગ વિનય તણો એમ કહ્યું છે, તેમાં માર્ગની પ્રધાનતા જણાય છે. આખો માર્ગ વિનયનો છે, અર્થાત્ વિનય તરફ જે માર્ગ લઈ જાય, માર્ગ પર વિનયપૂર્વક ચાલવું અને વિનયયુકત ચાલવાની પધ્ધતિ તે વિનયનો માર્ગ છે. અહીં ગંભીર ભાવ સમજીએ. “એવો માર્ગ વિનયતણો' એમ કહેવામાં થોડું રહસ્ય છે. વિનયનો માર્ગ નથી પરંતુ સમસ્ત માર્ગમાં જે જે કેન્દ્રો છે ત્યાં બધી જગ્યાએ વિનય કરવાનો છે. સંપૂર્ણ માર્ગ વિનય પૂરતો સીમિત નથી. વિનય ભરેલો. આ માર્ગ છે. માર્ગમાં બીજા પણ ગુણો છે પણ વિનય ન હોય તો માર્ગની શોભા વધતી નથી અથવા વિનયના અભાવે લક્ષ સુધી પહોંચાતું નથી માટે માર્ગની મુખ્યતા હોવા છતાં વિનય તે માર્ગનો પ્રધાનગુણ છે અને આવો વિનયનો માર્ગ સ્વયં વિતરાગ પ્રભુએ પ્રદર્શિત કર્યો છે. છમસ્થ જીવો જે કાંઈ નિરૂપણ કરે છે તેના મૂળમાં વીતરાગ પ્રભુનું નિરૂપણ છે. જ્ઞાનની કચાશને લીધે નિરૂપણમાં અલ્પતા કે અધિકતા આવી શકે છે પરંતુ આ સંપૂર્ણ નિર્દોષ વિનયનો માર્ગ શ્રી વીતરાગ પ્રભુએ ફરમાવ્યો છે. તેનો અર્થ એ થયો કે આ માર્ગ આધારહીન નથી પરંતુ પ્રમાણભૂત છે. (નિર્દોષ નરનું કથન માનો તેવું શ્રીમદ્જીનું પદ જોવા મળે છે.) શ્રી વીતરાગ પ્રભુ બધા દોષો રહિત હોવાથી તેમની વિનયની પ્રરૂપણા પણ સોળ આના પરિપૂર્ણ છે એટલે જ કવિરાજ અહીં ભારપૂર્વક કહે છે કે “ભાખ્યો શ્રી વીતરાગ” જેમ અનાજના દોષ તેનાથી નિષ્પન્ન થતાં પદાર્થમાં આવી શકે છે. ઉપાદાન કારણના ગુણધર્મો તેના કાર્યમાં પ્રગટ થાય છે. ઉપદેખાના દોષ તેમની વાણીમાં પણ પ્રગટ થઈ શકે છે. જો ઉપાદાન કારણ શુધ્ધ હોય Page #256 -------------------------------------------------------------------------- ________________ તો જ કાર્ય સોળ આના શુધ્ધ હોય. ઉપદેષ્ટા સર્વથા નિર્દોષ હોય તો તેનો ઉપદેશ પણ દોષરહિત મંગલકારી હોય. અહીં શાસ્ત્રકારનું પણ એ જ મંતવ્ય છે કે વીતરાગ પ્રભુ ઉપદેષ્ટા છે અને તે સર્વથા પરિપૂર્ણ શુધ્ધ છે, રાગાદિ દોષથી મુકત છે. તેથી તેના નિરૂપણમાં કઈ પણ કચાશ ન હોય અને તેવા આ વિનય માર્ગનું નિરૂપણ કર્યું છે તેથી સમગ્ર વિનય માર્ગ ઉપાસ્ય છે, આદરણીય છે અને સર્વ ગુણ સંપન્ન છે. આ બધુ હોવા છતાં કવિશ્રી આ માર્ગના મૂળ હેતુનું રહસ્ય ગુપ્ત રાખી રહસ્યવાદનું અવલંબન કરી માર્ગની ગંભીરતાનો ઈશારો કરે છે અને તેનો મૂળ હેતુ શું તે સમજવાનો અધિકાર કોઈ સુભાગી જીવ હોઈ શકે તેમ ઈશારો કર્યા છે. તો અહીં આપણે પણ આ મૂળ હેતુ પર વિચાર કરશું. સુભાગ્યવાન કોણ ? : સર્વ પ્રથમ ‘સુભાગી' શબ્દનું વિવેચન કરશું. જો કે કાવ્યમાં સુભાગ્ય એમ લખ્યું છે. ભાગ્ય શબ્દ ભાવવાચક નામ છે અને તે કર્મ રૂપ છે. જયારે ‘ભાગી’ શબ્દ કર્તાવાચક વ્યક્તિવાચક નામ છે. અહીં શાસ્ત્રકારે કહ્યું છે કે મૂળ હેતુ સમજે તો સમજનાર કોઈ વ્યકિત જ હોવી જોઈએ કારણ કે ભાગ્ય શબ્દ કર્તાવાચક નથી. ભાગ્ય સમજવાની ચીજ છે. ભાગ્ય શબ્દ સમજદાર નથી કારણ કે તે વ્યકિત નથી, તે ભાવ માત્ર છે, તેથી હકીકતમાં સુભાગ્યનો અર્થ સુભાગી કરવો રહ્યો. ભાગી એટલે ભાગ્યવાન પરંતુ ફકત ભાગ્યવાન વ્યકિત ઉત્તમ જ હોઈ શકે તેવું નથી. ભાગ્ય શબ્દ પુણ્યનો ઉદય સૂચવે છે પરંતુ ધર્માનુકુળ એવા વ્યકિતના પુણ્યનો ઉદય થાય તો તે ભાગ્યવાન સુભાગી બને છે. અહીં ‘સુ’ શબ્દ ઉત્તમ પુણ્યનો સુચક છે ‘સુ’ શબ્દ સત્કર્મ, સદ્ભાવ અથવા ઉત્તમ વિચાર માટે વપરાય છે જેમ કે સુયોગ, સુજન, સુશબ્દ, સુસ્વર, ઈત્યાદિ ઉત્તમ ભાવ પ્રગટ કરવા માટે ‘સુ’ શબ્દ જોડવામાં આવે છે. શીલ તો સામાન્ય વ્યકિતમાં હોય પરંતુ જયારે તેનું શીલ ધર્મને અનુકૂળ હોય ત્યારે ‘સુશીલ’ બને છે તેમ અહીં સુભાગી શબ્દ પણ ઉત્તમ વિચારવાન પુણ્યશાળી વ્યકિત માટે પ્રયુકત થયો છે અને તેમાં એ વિનય માર્ગનો હેતુ સમજી શકે તેવો સુભાગી તો ખૂબ જ તત્ત્વચિંતક હોવો જોઈએ અને જે હેતુ, કારણ અને તેના પ્રત્યક્ષ પરોક્ષ ભાવો સમજી શકે તેને અહીં સુભાગી કહ્યા છે. હવે આપણે મૂળ શબ્દ કાયમ રાખીને વિચાર કર્યા અર્થાત્ ‘સમજે કોઈ સુભાગ્ય' ! અહીં સમજદારથી સુભાગ્યને અલગ કરીને સમજદાર કોઈ વ્યકિત છે અને તે જે સમજે છે તે સભાગ્ય છે અર્થાત્ સુભાગ્યને સમજે છે અને સુભાગ્ય એ આત્મતત્ત્વની જે કંઈ ઝલક છે જેને પામીને જીવ પરમ શાંતિનો અનુભવ કરે છે તે સભાગ્ય છે. આ જીવ સુભાગ્યને સમજે છે અને સુભાગ્ય સમજવાની શકિત વિનયથી પ્રાપ્ત થાય છે. સુભાગ્ય પ્રાપ્ત કરવું એ વિનય માર્ગનો મૂળ હેતુ છે. અહીં સુભાગ્ય કર્મ છે. સમજદાર કર્તા છે અને વિનયમાર્ગ તેનું શુધ્ધ કારણ છે. અહીં કર્તા, કારણ અને કર્મ, ત્રણેનો ત્રિયોગ વ્યકત કર્યો છે. વિનયનો મૂળ હેતુ એમ કહેવામાં તાત્પર્ય એ છે કે ફકત ૨૪૩ ૭. Page #257 -------------------------------------------------------------------------- ________________ નમ્રતા પ્રદર્શિત કરવા માટે વિનય નથી, પણ વિનય માર્ગનું અવલંબન કરી જીવ સર્વથા અહંકાર મુકત બની વિશેષ પ્રકારના શુધ્ધ પર્યાય રૂપી અધ્યવસાયોનું અવલંબન લઈ આત્મદ્રવ્ય પ્રત્યે સ્વયં મસ્તક ઝૂકી જાય અને અહોભાવ પ્રગટ થાય તે વિનયનો મૂળ હેતુ છે. અહીં આપણે આટલો ભાવાર્થ કર્યા પછી હજુ પણ ઊંડાઈથી વિચાર કરશું તે વિનયમાર્ગનો મૂળ હેતુ શું છે ? અહીં હેતુ શબ્દ કારણવાચી છે. દર્શનશાસ્ત્રમાં હેતુ શબ્દથી કોઈ વ્યાપ્તિ દષ્ટિગોચર થાય છે. તે હેત અનુમાનમાં કારણભૂત બને છે અને અનુમાન કરવા માટે નિશ્ચિત સંજ્ઞા અભિવ્યકત કરે છે. અસ્તુ. અહીં આપણે હેતુને કારણ માન્યા પછી શાસ્ત્રકારે સ્વયં હેતુને વિભકત કર્યો છે અને કહ્યું છે કે મૂળ હેતુ કહેવાથી જ સામાન્ય હેતુ અને કોઈ ખાસ હેતુ એવા બે ભાવ સ્પષ્ટ થાય છે. “મૂળ” શબ્દ તાત્પર્યવાચી છે. કોઈપણ શાસ્ત્રીય આદેશ કે પ્રવચનનો જે સામાન્ય સીધો અર્થ થાય તેને શબ્દાર્થ કહેવાય અને કહેલા શબ્દોથી થોડું વધારે સમજવું કે તેનો ભાવાર્થ છે. ભાવાર્થ સમજયા પછી ચિંતન કરવાથી ગૂઢાર્થ પણ પ્રગટ થાય છે પરંતુ આ બધા અર્થો વાકયના શબ્દ ઉપર આધારિત છે, જયારે એ બધા અર્થોથી નિરાળો એવો તાત્પયાર્થ હોય છે અને તાત્પયાર્થ લક્ષ વેધી હોય છે. અહીં શાસ્ત્રકારે મૂળ હેતુ એવો શબ્દ કહીને વિનય માર્ગનો તાત્પયાર્થ શું છે અને તેને કોઈ વિરલા સુભાગ્યે જ સમજે અથવા સમજી શકે છે તેમ ઈશારો કરી તાત્પર્ય કે રહસ્ય ભાવને અપ્રગટ રાખ્યો છે. રહસ્યભાવ જે કવિતામાં હોય તે કાવ્યની ઊંચાઈ બતાવે છે આપણા આ અધ્યાત્મયોગી આત્મસાધક તો છે જ પરંતુ સાથે સાથે ઊચ્ચકોટિના કવિ પણ છે અને તેના પદોમાં કાવ્ય ગુણો સાડીમાં ભરેલા જરીના તારની જેમ ચમકે છે. રહસ્ય એ અભિવ્યકિત કર્યા વિના કોઈ એક ઉત્તમ ભાવને અભિવ્યકત કરે છે. આ છે કાવ્યની વિલક્ષણતા. આપણે મૂળ હેતુ ઉપર વિચાર કર્યો. અહીં વિનય માર્ગનો તાત્પર્ય અર્થ શું છે અને એ સિવાય પણ વિનય માર્ગનો બીજો ગૂઢ હેતુ શું છે જેને સુભાગી સમજી શકે છે. ભારતના મહા વિલક્ષણ કવિ અધ્યાત્મયોગી મહાત્મા કબીર પોતાના પદોમાં ઘણી જગ્યાએ રહસ્યવાદનો ઉલ્લેખ કરી વિરલા સમજી શકશે, કોઈ શાણો હોય તે જ સમજી શકશે, એવા ભાવપ્રગટ કર્યા છે અને આજે મહાત્મા કબીર એક સ્પષ્ટ નિર્લેપ સાધકરૂપે તેમની કવિતાઓમાં જીવિત છે. ભારતની વિભૂતિઓમાં કબીરે સ્થાન મેળવ્યું છે અસ્તુ. અહીં આપણે મૂળ વાત ઉપર આવશું. ગુરુદેવે પણ “સમજે કોઈ સુભાગ્યએમ કહીને વિનયનો મૂળ હેતુ ગુપ્ત રાખ્યો છે અથવા રહસ્યભાવ પ્રગટ કર્યો છે. કવિશ્રીનું શું મંતવ્ય છે તે આપણે જાણી શકતા નથી, પરંતુ આપણે આપણી રીતે મૂળ હેતુનો વિચાર કરીએ કે વિનય શા માટે કરવામાં આવે છે? વિનયને ધર્મમાં આટલું બધુ મહત્વપૂર્ણ સ્થાન કેમ આપ્યું છે ? વિનયનું શું પ્રયોજન છે આ બધા પ્રશ્નોના સાચા ૨૪ . Page #258 -------------------------------------------------------------------------- ________________ જવાબમાં વિનયનો મૂળ હેતુ પ્રગટ થાય છે. વિનયનો મૂળ હેતુ : જે વ્યકિતનો કે સગુરુદેવનો વિનય કરવામાં આવે છે તે ફકત તેના દેહાદિભાવ પૂરતો કે સેવાભકિત પૂરતો સીમિત નથી પરંતુ સદ્ગુરુ દેવનું જે સ્વરૂપે પ્રગટ થયું છે અથવા અરિહંત ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ પ્રકાશિત થયું છે, તેનું દર્શન થતાં ભકતનો આત્મા નમી પડે છે. તેના પ્રત્યે અર્પણ ભાવ જાગે છે. વિનયની કળાઓ ખીલી ઊઠે છે અને તેમનું જે દિવ્યરૂપ છે તે ભકતના પોતાના આત્મામાં પ્રતિબિંબિત થવાથી જેનો વિનય કર્યો છે તે સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. વિનયનો બાહ્ય પ્રભાવ સમાપ્ત થતા આંતરિક પ્રભાવથી તેને સર્વ સંપતિ પ્રાપ્ત થાય છે. વિનયની પ્રથા, વિનયના નીતિ નિયમોનું જે કંઈ મહત્ત્વ છે, તેનો મૂળ હેતુ દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ છે, જેમ હીરા પર પડેલું આવરણ હીરાના દર્શનથી વંચિત રાખે છે તેમ અવિનયની છાયા અથવા પડદો અથવા અહં તે પ્રભુના કે પોતાના આત્મદર્શન માટે એક આવરણ છે. શુધ્ધ વિનય થવાથી તે આવરણ પીગળી જાય છે. અગ્નિના સંયોગથી માખણનું કીટુ નીકળી જતાં શુધ્ધ ઘીની સૌરભ ફેલાય છે તે જ રીતે વિનયરૂપી જયોતિ અંધકારના પડદાને ભસ્મ કરી નાંખે છે અને આથી વિનયને સર્વોત્તમ સાધન માનવામાં આવ્યું છે. આ વાત કોઈ સુભાગ્ય, ભાગ્યવાન અર્થાત્ પરમ પુણ્યશાળી જીવ સમજી શકે છે અને તે જ સર્વથા અહિંથી મુકત થઈ ગુરુદેવના ચરણોમાં અહં વિસર્જન કરી વિનયનો આશ્રય કરી પરમ પદના દર્શન કરે છે આ વિનયનો મૂળ હેતુ પ્રદર્શિત કર્યો છે. શેષ તો કાવ્યકાર સ્વયં જે સમજયા હશે તે નવનીત તો અખંડ રહી જાય છે એ રહસ્યમય ભાવ ઉપર આથી વધારે કોતરણી કરી શકાય તેમ નથી અસ્તુ. ઉપયુકત ૨૦મી ગાથાનું વિવેચન કરી યથાસંભવ રહસ્યનું ઉદ્ઘાટન કરી આપણે ૨૧મી ગાથાનો સ્પર્શ કરશું તે પહેલા ૨૦મી ગાથાનો ઉપસંહાર કરીએ. ઉપસંહાર : સીધો અર્થ એ છે કે આદિકાળથી જે ચાલ્યો આવે છે તે અદ્ભુત વિનયનો માર્ગ સ્વયં વિતરાગ ભગવંતે કહ્યો છે, આ શાશ્વતમાર્ગનું આખ્યાન કર્યું છે અને માર્ગ ઉપર મહોર છાપ મારી છે. ભાખ્યો એમ કહીને વીતરાગ પ્રભુએ દઢતાપૂર્વક કહ્યું છે. આ માર્ગ કોઈ જેવો તેવો નથી. પરંતુ અલૌકિક છે અને તેનું રહસ્ય બોલવા માત્રથી જાણી શકાતું નથી પરંતુ કોઈ સુભાગ્યવાન જીવ આ વિનયનું આચરણ કરે તો વિનયનો મૂળ હેતુ અર્થાત્ તેનું રહસ્ય તેને પ્રાપ્ત થાય છે અને જીવનમાં તે ભકત એક અપૂર્વ સિદ્ધિ મેળવે છે. ધન્ય છે કવિરાજને ! જેમણે વિનયની મહતા બતાવી મનુષ્યને નિરહંકાર કરી સાચો માર્ગ મેળવવા માટે સૂચના કરી છે. ઉપોદ્દાતઃ ૨૦ ગાથા સુધી કૃપાળુ ગુરુદેવે જે કઈ આત્મલક્ષી ભાવ હતા તેને પ્રગટ કરી સદ્ગુરુ અને સાધક તથા તેનું સાધન અને સાધ્યરૂપ સ્વ-સ્વરૂપનું વર્ણન કરી એક શાશ્વત ભાવોનું વિવરણ આપ્યું જે સરળતાથી સ્વીકારે તો કલ્યાણનો રસ્તો પ્રાપ્ત થાય. વર્તમાન પંચમકાળમાં માયાવી તત્ત્વો પોતાનું કામ કરતાં હોય છે વ્યવહારમાં તો કપટી શાળાનાણા પાણા!ા ૨૪૫ થી લો Page #259 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય, હિંસક શકિતશાળી મનુષ્યો કે રાજાઓ ઈતિહાસને કલંકિત કરી ગયા છે પરંતુ આ માયાવી તત્ત્વની પ્રબળતા એવી છે કે ધર્મના ક્ષેત્રમાં પણ તે પ્રવેશ કરી જાય છે. અને ભિન્ન ભિન્ન રૂપે સાધકનો પીછો કરી સાધકને તો ફસાવે જ છે અને પોતે પણ ગાઢ તીવ્ર પાપ કર્મોના બંધનમાં ફસાઈ જાય છે આ ગુરુ અને શિષ્ય બંને માટે ઘાતક એવું આ માયાવી તત્ત્વ વિશ્વમાં પોતાનું કાર્ય ચાલુ રાખે છે. સત્ય સરળ હોવા છતાં અસત્યની જાળમાંથી તેને છૂટું પાડી માયાના ચમત્કારથી અંજાઈ ન જતાં તેનાથી દૂર રહી સાધના કરવી તે કઠિન છે કારણ કે સાધક સરળ છે પરંતુ તેને દોરનાર માયાવી છે અને જે દોરાય છે તેની મુકિતની તેને પરવા નથી પરંતુ તેનાથી પોતે ભૌતિક સુખ કે સાધન મેળવી શકે છે. તેવો બદઈરાદો રાખી શિષ્યત્વ ભાવ આપી એક પ્રકારે તેને માનસિક ગુલામ બનાવી પૂરો લાભ લેવા કોશિશ કરે છે. આવા કુગુરુને ઉઘાડા પાડતા કવિરાજ સ્વયં તેને અસદ્ગુરુ કહી સંબોધન કરે છે અને તેની પાપલીલાનું ફળ પણ બતાવે છે. અહીં ૨૧મી ગાથાથી વિષયાંતર થાય છે અર્થાત્ સત્યપક્ષ પછી અસત્યપક્ષ કેવો છે પ્રકાશની સાથે અંધારું કેવું છે અને શુધ્ધ તત્ત્વોમાં અશુધ્ધિ કેવો ભાગ ભજવે છે, અસત્યની માયાજાળ મનુષ્યને બુધ્ધિથી ગ્રહણ કરી, બુધ્ધિને કુંઠિત કરી તેમાં આગ્રહ પેદા કરી અવળો માર્ગ કેવી રીતે ચલાવે છે તેનું વર્ણન આ ૨૧મી ગાથાથી શરું થાય છે. હવે આપણે તે ગાથાનો સ્પર્શ કરીએ. ૨૪૬ ૩ Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા-ર૧ 'અસદગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, | મહામોહનીય કર્મથી, બૂડે ભવજલ માંહી | પ્રથમ પદમાં કહ્યું છે કે, “અસદ્દગુરુ એ વિનયનો’ આમ કહીને કુગુરુનું ભાન કરાવી વિનય જેવી પવિત્ર વસ્તુ તેમના હાથમાં આવ્યા પછી તે સદુઉપયોગ કયાંથી કરી શકે કારણ કે ગુરુ સ્વયં અસદ્ગુરુ છે. નવાઈની વાત તો એ છે કે ગુરુ સાથે અસક્ષદ જોડવામાં આવ્યું છે. હકીકતમાં ગુરુ હોય ત્યાં અસત્ ન હોઈ શકે અને અસત્ હોય તે ગુરુ ન બની શકે. આમ પૂર્વ પક્ષમાં પ્રશ્ન થાય છે. ઉત્તરમાં જાણવાનું કે વ્યવહાર દષ્ટિએ આ શબ્દ બોલાય છે જેમ કોઈ કહે કે નકલી સોનું અથવા બનાવટી ચાંદી આમ વ્યવહારમાં બોલાય જો કે હકીકતમાં નકલી ચીજ સોનું ન થઈ શકે અને સોનું હોય તે નકલી ન થઈ શકે. બંને વિરોધાભાસી શબ્દ છે પરંતુ બંને શબ્દને જોડવાથી એક વ્યવહારિક ભાવ પ્રગટ થાય છે. વ્યવહારિક ભાવ પ્રગટ થતાં હોવા છતાં તે વાસ્તવિક હોતું નથી તે પોતાનું કુફળ ચખાડીને નષ્ટ થઈ જાય છે. આ ત્રીજી અવસ્થા તે વચગાળાની અવસ્થા છે. અસત્ય વ્યકિત ગુરુના કે સાધના કપડાં પહેરીને અને સદ્ગુરુ જેવા હાવ ભાવ કરે ત્યારે તેને સંબોધવા માટે સદ્ગુરુ પણ ન કહી શકાય અને સામાન્ય મનુષ્ય તરીકે પણ ન સંબોધી શકાય તેથી તેને બનાવટી સાધુ કહેવા પડે. પ્રગટ ચોર તે ચોરની જગ્યાએ બરાબર છે અને સાચો સાધુ સાધુની જગ્યાએ બરાબર છે પરંતુ સાધુના વેશમાં ચોર વધારે ઘાતક છે. ચોર ચોર તરીકે ઓળખાય ત્યારે તેને પકડવાનું પણ સહેલું છે પરંતુ સાધુના વેશમાં રહેલા ચોરને પકડવાનું કામ મુશ્કેલ છે તેથી આ ગુણવાચક અને અવગુણવાચક બંને શબ્દોનું મિશ્રણ મિશ્ર અવસ્થાને પ્રગટ કરે છે જે ઘણી ઘાતક અવસ્થા છે. અહીં કવિરાજે અસદ્ગુરુ કહીને આ મિશ્ર અવસ્થાને પ્રગટ કરી છે. અહીં ગુરુનો અર્થ બાહ્ય વેશધારી ગુરુ છે અથવા માયાવી બુધ્ધિ રાખી નાના પ્રકારના ચમત્કારી ભાવો પ્રગટ કરી કહેવાતા ગુરુ તરીકે જે સ્થાન તેણે મેળવ્યું છે અને તેમની અંદર અસત્ તત્ત્વ કાર્ય કરી રહ્યું છે તેથી તે ગુરુ ગમે તેવા ડાહ્યા કહેવાતા હોય પરંતુ હકીકતમાં અસદ્ગુરુ છે. ૨૧મી ગાથાના પ્રારંભમાં આ શબ્દ મૂકીને કવિરાજે વિષયાંતરની સૂચના આપી છે અને અસદ્ગુરુ શું કરશે કે શું કરે છે તેનો ભાવ બીજા પદમાં સ્વયં કહેશે પરંતુ અહીં ખાસ સમજવાની વાત એ છે કે અસદ્ગુરુના હાથમાં કોઈ અશુધ્ધ તત્ત્વ મૂકયું નથી પરંતુ શુધ્ધ તત્ત્વ મૂકયું છે તેથી આપણે અહીં એક ચૌભંગી જણાવશું. (૧) સદ્ગુરુ અને શુધ્ધ સાધન, (૨) સદ્ગુરુ અને અશુધ્ધ સાધન, (૩) અસદ્ગુરુ અને શુધ્ધ સાધન (૪) અસદ્ગુરુ અને અશુધ્ધ સાધન. પ્રથમ ભંગ ઉપાદેય છે, પવિત્ર પણ છે અને કલ્યાણકારી છે. જેનું ૨૦ ગાથા સુધી સુંદર વર્ણન કર્યું છે. બીજો ભંગ ઉપલબ્ધ નથી થઈ શકતો અર્થાત્ ઘટિત થતો નથી, કારણ કે સદ્ગુરુ અશુધ્ધ સાધનનો સ્પર્શ જ ન કરે તેથી તે ભંગ પરિત્યાય છે. આ પણ વિવરણયુકત નથી. ત્રીજા શાળા શાળામાં ૨૪૭ શાળામાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ભંગમાં કથિત અસદ્ગુરુ ચોથા ભંગની રીતે અશુધ્ધ સાધનનો વ્યવહાર કરી માયાજાળ પાથરે છે. ત્રીજા ભાંગનું આપણે ઉદાહરણ આપીએ. જેમ કોઈ દુષ્ટ માણસ પૂજાનો થાળ હાથમાં લઈ મંદિરમાં પૂજા કરે અને સારા સ્વરથી ભજન ગાય અને તેના પ્રભાવથી પોતાનો સ્વાર્થ સાધે, તે પ્રમાણે અસદ્ગુરુ વિનય માર્ગનું અવલંબન કરી પોતાનો સ્વાર્થ સિધ્ધ કરે તો આ ત્રીજા ભંગમાં તેનો સમાવેશ થાય છે. પરંતુ કોઈ તાંત્રિક સ્વયં ગંદો છે, હિંસક છે. હાડકા અને લોહીનો વ્યવહાર કરી તાંત્રિક સાધના કરે છે, તો ત્યાં વ્યકિત પણ અશુધ્ધ અને સાધન પણ અશુધ્ધ છે. આ ચોથા ભંગનું ઉદાહરણ છે. તે જ રીતે કોઈ અશુધ્ધ ગુરુ ધર્મકથા કે ધર્મ સાધનનું અવલંબન છોડી પાપ કથા સંભળાવે, કોઈ બલિદાન કરાવે કે કોઈ પ્રકારની જીવ હિંસા હોય તેવું સાધન બતાવી કલ્યાણની વાત કરે તો આવા અસદ્ગુરુની ચોથા ભંગમાં ગણના થાય છે અસ્તુ. અહીં સમજવા માટે આ ચારે ભંગ પ્રગટ કર્યા છે. ૨૧મી ગાથામાં પ્રથમ પદમાં કવિરાજ ત્રીજા ભંગનું અવલંબન કરે છે અને વિનય જેવા પવિત્ર સાધનથી તે પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા માયાજાળ ફેલાવે છે. અહીં એ પ્રશ્ન થશે કે શું અસદ્ગુરુ આવા પવિત્ર શુધ્ધ વિનયનો સ્પર્શ કરી શકે ? જેમ અસદ્ગુરુ શબ્દોમાં વિરોધાભાસ હતો તેમ અહીં પણ પૂર્વ પક્ષમાં દેખાય છે કે ‘અસદ્ગુરુ એ વિનયનો' એમ લખ્યું છે અર્થાત્ જે શુધ્ધ વિનયનો આપણે અર્થ કરી ગયા છીએ તે વિનયનો સ્પર્શ કરે છે પરંતુ જેમ પારસમણિ લોઢાને અડે તો લોઢું તો સોનું થઈ જાય તેમ શું એ વિનય અર્થાત્ આવો પવિત્ર વિનય અસદ્ગુરુને સદ્ગુરુ ન બનાવી શકે ? અને અસદ્ગુરુને આવો શુધ્ધ વિનયનો માર્ગ પ્રાપ્ત પણ કયાંથી થાય ? આમ આ બન્ને પ્રશ્નનો જવાબ ઊંડાણથી મેળવ્યા પછી આપણે બીજા પદને સ્પર્શ કરશું. ‘અસત્' શબ્દનું પૃથક્કરણ : અહીં અસદ્ગુરુ શબ્દ વાપર્યા છે તો તે શબ્દનું થોડું પૃથક્કરણ કરીએ. (૧) અ + સદ્ગુરુ (ર) અસત્ + ગુરુ (૩) અ + સત્ + ગુરુ આમ પૃથક્કરણ કરવાથી જે નકારાત્મક ‘અ’ છે તેનો સંયોગ અલગ અલગ રીતે કરીએ તો કેટલાંક સૂક્ષ્મ ભાવો પ્રગટ થાય છે. ‘અ’ એટલે નહીં અર્થાત્ તે સદ્ગુરુ નથી તેવી કોઈ વ્યકિત. અસદ્ગુરુનું કોઈ પદ નથી, પરંતુ જે સદ્ગુરુ નથી તે બધા અ–સદ્ગુરુના વિભાગમાં આવે છે. આમ નકારાત્મક અર્થ કપટ કરનારા અનેક પ્રકારના સાધુ સંતો, તાંત્રિકો, ઢાંગીઓ એ બધાનું ધ્યાન થઈ જાય છે, કારણ કે તેઓ કોઈ ગુરુ પણ નથી અને સદ્ગુરુ પણ નથી. સદ્ગુરુથી ભિન્ન એવા અનેક પ્રકારના દંભ કરનારા વ્યકિતઓ પણ અસદ્ગુરુ જ ગણાય અસ્તુ. બીજો અર્થ એ પણ છે કે જેમાં અસત્ તત્ત્વ ગુરુનું વિશેષણ છે અર્થાત્ એવા ગુરુ જે સંતના ભાવથી દૂર છે અથવા જેમાં સત્ નથી આવા પ્રકારમાં અસદ્ગુરુ બે પ્રકારના છે (૧) સંકલ્પ પૂર્વક જાણીબુઝીને અસત્યનું આચરણ કરે છે. (૨) બીજો પ્રકાર સૈદ્ધાંતિક અસત્યગુરુ છે. જેના મનમાં કોઈ દંભ કે કષાય નથી પરંતુ તેણે જે સિધ્ધાંત અપનાવ્યા છે તે ૨૪૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ અશુધ્ધ છે, તે વાસ્તવિક નથી. આવા અયુકત સિધ્ધાંતને આધારે કઠોર તપ કરનારા ગુરુઓ પણ સફળ થતાં નથી. આને અમે સૈદ્ધાંતિક અસશુરુ કહીએ છીએ. વ્યકિત ઠીક છે પણ તેના સિધ્ધાંત જૂઠા છે તેથી તે લક્ષ પર જઈ શકતો નથી, માટે તે અસગુરુ છે. - આ પદમાં જે અસતગુરુનો ઉલ્લેખ કર્યો છે. સંકલ્પપૂર્વક જાણીબુઝીને શિષ્યના વિનયનો ગેરલાભ ઉઠાવે તેવા અસગુનો છે. (૨) જે સત્ નથી તે અસત્ તત્ત્વ છે. અસનું અસ્તિત્ત્વ હોતું નથી. મોક્ષશાસ્ત્રમાં સનું લક્ષણ આપ્યું છે કે “ઉત્પવ્યય ધ્રૌવ્યયુક્ત સ” જેમાં ઉત્પત્તિ, વિલય હોવા છતાં જે કાયમ સત્તા રૂપે રહે છે તેને સત્ કહે છે. વિશ્વના બધા દ્રવ્યો સત્ છે પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે. તો અહીં અસત્ શું છે ? અસતુ હકીકત અથવા નક્કર સત્ય નથી. એક કલ્પના માત્ર છે. જે વસ્તુ જે રીતે છે તેને વિપરિત રીતે જાણવી અને વિપરિત આચરણ કરવું તેને સામાન્ય અસત્ કહેવામાં આવે છે. હકીકતમાં સતુ નથી તે અસતુ, એમ જો વ્યાખ્યા કરીએ તો બધુ સત્ છે. સને છોડી ને વિશ્વમાં અસત્ નામનો કોઈ દ્રવ્ય પદાર્થ કે ભાવ નથી, તેથી અસતુનો અર્થ અજ્ઞાન, વિપરીત કલ્પના અથવા સિધ્ધાંતહીન કથન કે વર્તન. એ બધુ અસતમાં આવે અને આ રીતે અસત્ની વ્યવહારિક વ્યાખ્યા કરી અસતુને સમજવું રહ્યું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ના ભાવી विद्यते सतः न सतो विद्यते भावः । અર્થાત્ સત્વનો અભાવ હોતો નથી અને અસનો ભાવ હોતો નથી અસ્તુ. જે કોઈ અસતુ છે તે વિચાર, વાણી અને વર્તનમાં સમાયેલું છે. સના અભાવવાનું વિચાર, વાણી, વર્તનમાં વિપરીત ભાવોથી યુકત અસતુ વ્યકિતત્વ જે વ્યકિત કે ગુરુમાં સમાવિષ્ટ થાય છે, સ્થાન પામે છે તે ગુરુ એ પવિત્ર આત્મા હોવા છતાં અસગુરુ બની જાય છે. જેમ દૂધ તે અમૃત છે પરંતુ ઝેર ભેળવવાથી સમગ્ર દૂધ ઝેર બની જાય છે તેમ અહીં ગુરુનો આત્મા, આત્મા હોવા છતાં અસની સાથે સંબંધ જોડાતા અસત્ તો અસત્ છે જ, પરંતુ ગુરુ પણ અસગુરુ બની ગયા અર્થાત્ અસત્ બની ગયા. અહીં આપણે એક ઊંડું વિભાજન કરીએ જેને અસતુગુરુ કહ્યા છે તેમાં ગુરુ શબ્દનો પ્રયોગ છે અને અસત્ શબ્દોનો પ્રયોગ છે. શુધ્ધ આત્માની દ્રષ્ટિએ તે આત્મા ગુરુ રૂપ છે, પરંતુ અસત્નો પડછાયો પડવાથી તે ગુરુ હોવા છતાં અસગુરુ બની જાય છે. જેમ કોઈ વ્યકિત વેશ પરિવર્તન કરીને દંભનો આંચળો ઓઢી લે, તો તે વ્યકિત દંભી થઈ જાય છે. અહીં ગુરુનું એક તત્ત, સતુનું બીજું તત્ત્વ અને મિશ્રભાવનું ત્રીજું તત્ત્વ. આમ ત્રણે અવસ્થાથી અસગુરુનું નિષ્પાદન થયું છે. અસદ્દગુરુની આટલી વિસ્તૃત વ્યાખ્યા કર્યા પછી અને તેમણે જે પવિત્ર વિનયનો સ્પર્શ કરી તેનો દુરુપયોગ કરે છે તેનું વર્ણન બીજા પદમાં સ્વયં શાસ્ત્રકાર કરે છે. લાભનો વિસ્તાર : અહીં વિનય ગમે તે રીતે લાભ કરનારો એક આચાર છે તે આ પદથી સ્પષ્ટ થાય છે. લાભ બે પ્રકારના છે, દ્રવ્યલાભ અને ભાવ લાભ. એ જ રીતે બીજા પણ ૨૪૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ BE 33YEHE ET/I/A |||||BJECT બે પ્રકાર છે. લૌકિક લાભ અને અલૌકિક લાભ. ત્રીજી રીતે ભૌતિક લાભ અને આધ્યાત્મિક લાભ, જેને શાસ્ત્રીય ભાષામાં અપરાલાભ અને પરાલાભ કહી શકાય. કોઈપણ સારી વસ્તુના કે તેના પરિણામમાં બે પાસા જોવા મળે છે. એક સ્કૂલ અને એક સૂક્ષ્મ, એક સ્વાર્થકત અને એક પરમાર્થયુકત. જે મનુષ્ય મોહાદિથી મુકત નથી અને અમને વરેલો છે તે વ્યકિત આર્થિક, ભૌતિક કે સ્વાર્થમય ભોગાત્મક પરિણામો તરફ ઢળે છે. પરા લાભને છોડી અપરાને સ્પર્શ કરે છે. પોતે તો અવળે રસ્તે દોરાય છે, પરંતુ શિષ્યને પણ અવળે રસ્તે દોરી તેનો દુરૂપયોગ કરી જે લાભ તેને થવો જોઈએ તે ન કરતાં તેનાથી પોતે બીજો લાભ ઊઠાવે છે વસ્તુતઃ તો બંનેના લાભ ત્યારે જ થાય જો તે સદ્ગુરુ હોય પરંતુ અહીં અસદ્ગુરુ છે એટલે તેનો લાભ લહે જો કોઈ એમ કહીને અસત્વગુરુ પોતાનો સ્વાર્થ સાધે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે “લાભ લહે જો કોઈ એમ કહ્યું છે તેમાં બીજા લાભ લે એવી શંકા કરી છે. હકીકતમાં તો અસદ્ગુરુ અન્યથા લાભ લેવાના જ છે. “જો લાભ લે’ એમ કહેવાથી શંકા ઉપજે છે કે અસંતુગુરુ ખોટો લાભ લઈ શકે છે અને નથી પણ લઈ શકતો આ કહેવામાં ઘણું જ રહસ્ય છૂપાવેલું છે, જેના સૂક્ષ્મ ભાવનું આપણે ઉદ્ઘાટન કરશું. આ એક પ્રકારનો વિકલ્પ છે. અસગુરુ બરાબર ગેરલાભ ઊઠાવે તે સ્વાભાવિક છે પરંતુ શાસ્ત્રીય પરંપરામાં અભવી આત્મા મહાતપસ્વી બની પોતાનું કલ્યાણ કરી શકતો નથી પરંતુ બીજા હજારો જીવોને તારે છે, પોતે સાધુ નથી પરંતુ સાધુતાનો પ્રભાવ ભદ્રિક આત્મા પર પડે છે અને તેઓ પોતાનું કલ્યાણ કરે છે. અભવ્ય મહાત્મારૂપી અસદ્ગુરુ તેનાથી કશો ગેરલાભ ઊઠાવી શકતા નથી. આ વસ્તુ પણ ઈશારાથી અહીં પ્રગટ કરી છે. અસગુરુ જો લાભ ઊઠાવે તો તે શિષ્યનું અહિત કરે અને પોતાનું પણ અહિત કરે છે પરંતુ અસદ્ગુરુએ બતાવેલા વિનયમાર્ગથી શિષ્ય સાચા રસ્તે કદાચ વળી જાય તો ગુરુ તો અસગુરુ રહ્યા છે પરંતુ વિનયનો સ્પર્શ થવાથી શિષ્ય દ્વારા કશો ગેરલાભ થઈ શકતો નથી તેથી અહીં કહ્યું છે કે, જો લાભ લહે અર્થાતુ જો ગેરલાભ લેવાનું ધારે કે ગેરલાભ ઊઠાવે તો તેવા અસગુરુ આગળ બતાવેલા ભયંકર કુફળના ભાગીદાર બને છે. જો કહેવાથી વિકલ્પ સ્પષ્ટ થયો છે, ગેરલાભ ઊઠાવે કે ન ઊઠાવે. ઊઠાવવાના તો અવસર આવે કે ન આવે. કારણ અહીં શાસ્ત્રકારોએ એક ચૌભંગી કહી છે. (૧) સાચા વ્યકિતથી સાચું ફળ (૨) સાચા વ્યકિતથી કુફળ (૩) ખોટા વ્યકિતથી સારું ફળ (૪) ખોટા વ્યકિતથી ખોટું ફળ. આ ચારે ભંગ ઘટિત થાય છે. મહાવીર સ્વામી દ્વારા ગૌતમ સ્વામીનું કલ્યાણ થયું અને તેવા હજારો સમષ્ટિ જીવ બન્યા, આમ પહેલો ભંગ તે રાજમાર્ગ છે. સાચા વ્યકિતથી કુપાત્ર જીવ ખોટી રીતે દોરવાઈ જાય છે. ગુરુ ગેરલાભ લેતા નથી, પરંતુ શિષ્ય પોતાને ગેરલાભ કરે છે. જેમ ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા પછી ગૌશાળાએ તેમજ જમાલીકુમારે આડો રસ્તો લીધો. આમ હજારો સમદષ્ટિ મહાત્માઓના પરિચયમાં આવ્યા પછી હજારો કુપાત્રોએ પોતાનું અપકલ્યાણ કર્યું. Page #264 -------------------------------------------------------------------------- ________________ (૩) ઘણા ખોટા બનાવટી સંતોના પરિચયમાં આવ્યા પછી વિરકત આત્માઓ પોતાનું કલ્યાણ કરી ગયા, નાટકમાં રહેલા બનાવટી ગુરુના ભાષણ સાંભળી ઘણાને વૈરાગ્ય થયો તેવા દ્રષ્ટાંતો છે. જૈન પરંપરામાં આ ત્રીજા ભંગનું કથન પ્રસિધ્ધ છે. એમ કહેવાય છે કે અભવ્ય આત્મા જે નવ નૈવેયક સુધી જઈ શકે, પરંતુ મૂળમાં તેને આત્મજ્ઞાન હોતું નથી છતાં તે ગુરુપદ ભોગવે છે. અભવ્ય આત્માના સંસર્ગ કે સંપર્કમાં આવ્યા પછી તેના ઉપદેશથી બીજા ઘણા ભવ્ય આત્માઓ તરી જાય છે. (૪) ચોથા ભંગમાં વ્યકિત ખોટા છે અને ભોળા વ્યકિતઓને ભોળવીને વિનયમાર્ગનું દર્શન કરાવી તેમના મન, પ્રાણ, બુધ્ધિ હરી લઈ તેનાથી ખોટો લાભ ઊઠાવે છે. આ ચોથો ભંગ પણ પ્રથમ ભંગની જેમ અસત્યનો રાજમાર્ગ છે અસ્તુ. આટલા સ્પષ્ટીકરણથી સ્પષ્ટ થાય છે કે કવિરાજે જો’ શબ્દ શા માટે મૂક્યો છે. તેમાં કંઈ પણ લાભ ઊઠાવવાની વાત છે પરંતુ આ લાભની સાથે “કોઈ વિશેષણ મૂકયું નથી પરંતુ પરોક્ષભાવે ગેરલાભ ઊઠાવે તે વાત સમજાઈ ગઈ છે. આમ જો' શબ્દ અને “કોઈ એ બંને શબ્દો પરોક્ષ ભાવે ઘણું કહી જાય છે. કોઈ કહેવાનો મતલબ છે કે લાભ કે ગેરલાભ ઘણી જાતનો હોય શકે છે. વ્યકિતનું શોષણ કરે, તેને ગુલામ જેવો બનાવે, કામાસકત બની પોતાની વાસનાઓને પૂર્ણ કરે, માન કષાયને પોષવા માટે જય જયકાર કરાવે, શિષ્યથી આનંબર ઊભો કરી અને આ લોકો ઘણાં જ વિનયશાળી છે એમ કહીને લોકોમાં પોતાનું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કરે, આર્થિક ધનસંચય કરે, બીજી કેટલીક શારીરિક સેવાઓ કરાવે, આમ ટૂંકમાં કહેવાનું કે વિષય કષાયનું પોષણ કરે. આવા ગેરલાભો પ્રત્યે કોઈ શબ્દથી શ્રીમદજીએ અસદ્ગુરુની પ્રવૃતિનો ખ્યાલ આપ્યો છે. કવિરાજના સમયમાં આવી અસત્ પ્રવૃત્તિઓ દષ્ટિગોચર હતી અને એક પ્રકારે સામાજિક બદી હતી જેથી આવા આત્મસિધ્ધિશાસ્ત્રમાં પણ તેનું ધ્યાન કરવું આવશ્યક બની ગયું કારણ કે વિપક્ષને સમજયા પછી જ સતુ પક્ષનું ભાન થાય છે. બંને પદની એક સાથે વ્યાખ્યા કરતાં તેમાં એ “જો કોઈ એ ત્રણે સર્વનામ ઘણાં જ મહત્વપૂર્ણ છે. આવો ઉત્તમ વિનય પ્રદર્શિત કરી અસદ્ગુરુ કોઈપણ પ્રકારનો ગેરલાભ ઊઠાવવા જો પ્રયાસ કરે તો બાહ્ય ક્ષેત્રમાં તો નુકશાન થાય તે થાય, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં મોટું નુકશાન થાય છે, તેનો કવિરાજ ગાથાના ત્રીજા પદમાં ઉલ્લેખ કરે છે. જૈનદર્શન બાહ્ય હાનિ લાભની જેટલી વ્યાખ્યા કરતું નથી તેથી વધારે તે આત્યંતર હાનિ લાભનું દિગ્દર્શન કરાવે છે. બહારના હાનિ લાભમાં કોઈ બાહ્ય નિમિત્ત હોય છે, પરંતુ તે ખરેખર કારણભૂત નથી. કારણભૂત તે વ્યકિતના શુભાશુભ કર્મ છે તેથી જૈન તત્ત્વજ્ઞાન મનુષ્યનો જે કોઈ ક્રિયા કલાપ છે તેનું કર્મફળ રૂપે વિવરણ કરી શુધ્ધ કારણ રૂપ તત્ત્વોનો નિર્દેશ કરે છે. આ તત્ત્વોમાં પુણ્ય પાપ અને આશ્રવ કે બંધ તે બધા મૂળભૂત કારણ છે. સામાન્ય ભાવે ભારતીય સંસ્કૃતિમાં કર્મ શબ્દ વપરાય છે. વ્યવહારમાં અને અધ્યાત્મશાસ્ત્રમાં કર્મતત્ત્વની વિવેચના છે. જૈનદર્શનનું તો સમગ્ર સંસ્થાન કર્મવાદ છે. કર્મ એટલે શું ? જે ક્રિયાથી નિષ્પન થાય તેને કર્મ કહેવાય છે. આ કર્મ ત્રણ ભાગમાં રા||||||||| || Die SHALAMALEELELESED 2 44 cm Page #265 -------------------------------------------------------------------------- ________________ વિભક્ત થઈ જાય છે અર્થાત્ કરવું તે કર્મ, કરાય છે તે પણ કર્મ, વર્તમાનમાં જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે પણ કર્મ છે અને કર્મ કર્યા પછી જે કર્મફળ મળે છે તેને પણ કર્મ કહે છે. એ જ રીતે બંધાયેલા પાપ પુણ્યનો પિંડ પણ કર્મ જ છે. આમ કર્મ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વ્યાપ્ત છે. કર્મનો આરંભ સંજ્ઞાથી, સંસ્કારથી, વિચારથી શરૂ થાય છે. મનવાળા જીવો વિચારપૂર્વક પણ કર્મ કરે છે. કર્મનો આરંભ થયા પછી તે વાણી અને કાયામાં પણ ઉતરી આવે છે. વૃત્તિમાંથી પ્રવૃતિનું રૂપ ધારણ કરે છે. અહીં જૈનદર્શનમાં મુખ્યત્વે જે ક્રિયા થાય છે તેનાથી જે પાપ-પુણ્યના પિંડ નિર્માણ થાય છે તેને કર્મ કહે છે. હવે આપણે મૂળ વિષય પર આવીએ. સદ્ગુરુએ વિનયશીલ શિષ્યનો જે કાંઈ અન્ય સ્વાર્થમય લાભ લીધો છે તેનું કુળ શાસ્ત્રકાર સ્વયં બતાવે છે. આ અસદ્ગુરુની પ્રવૃત્તિના પરિણામે મહામોહનીય કર્મ બંધાય છે. હકીકતમાં કર્મ ઘણી જાતના છે પરંતુ મોહકર્મ એ બધા પાપનું મૂળ છે. બીજા અન્ય ઘાતીકકર્મ જ્ઞાનાવરણીય આદિ પણ મોહના કારણે જ તીવ્ર ભાવે બંધાય છે. આત્મામાં જે કોઈ વિકાર છે તે બધા મોહનીય કર્મના તાંડવ છે પરંતુ અહીં શાસ્ત્રકારે મહામોહનું નિરૂપણ કર્યુ છે. અલ્પમોહ, સામાન્યમોહ અને મહામોહ. આ વિભાગોમાં મહામોહ જ મોટું આવરણ છે. અલ્પમોહ જયાં સુધી દેહ છે ત્યાં સુધી આવશ્યક પણ છે. અલ્પમોહ હોય ત્યારે જ શુભ ક્રિયાઓ પણ થાય છે. વ્યવહાર ચલાવવા માટે પણ અલ્પમોહ કારણભૂત બને છે. ગુરુ શિષ્યના ઉત્તમ સંબંધોમાં પણ અલ્પમોહ હોય છે. ગૌતમસ્વામી જેવા મહાન પ્રખર જ્ઞાનીને પણ અલ્પમોહે શિષ્યભાવે સાધના કરવામાં સહાયતા કરી છે, સામાન્ય મોહ, ગૃહસ્થધર્મમાં હોય છે અને ધનસંચય, મકાન પરિગ્રહ આદિની સારસંભાળ રાખી, સંચય સંગ્રહ કરી ઘરસંસાર ચલાવે છે, બાળકોનું પાલન પોષણ કરે છે, ખેડૂતો પણ સામાન્ય મોહને કારણે પોતાના કૃષી કર્મમાં સંલગ્ન રહે છે, પરંતુ આ બે મોહ છોડીને મોહ માત્ર વધે છે ત્યારે મનુષ્ય અનર્થ તરફ વધે છે, અનિષ્ટ કર્મ કરે છે, પાપ કર્મમાં જોડાય છે. જેમ ચૂલાની થોડી અગ્નિ રસોઈ બનાવવામાં કારણભૂત છે પરંતુ તે જ અગ્નિ મહાઅગ્નિનું રૂપ ધારણ કરે તો ઘરને અને રસોઈ કરનારને, તે બધાને બાળી ભસ્મ કરી શકે છે. થોડું પાણી પ્રાણીઓનું અને વનસ્પિતિનું પોષણ કરે છે પરંતુ મહાપ્રલયનું રૂપ ધારણ કરી પાણી જયારે વિકરાળરૂપ ધારણ કરે છે ત્યારે મોટો વિનાશ કરે છે આ બધા બાહ્ય ઉદાહરણ છે. આત્યંતરમાં મહામોહરૂપ અગ્નિ પ્રગટ થતાં જીવને દુર્ગતિમાં લઈ જાય છે, અનંતકાળ સુધી તે ભયંકર યોનિઓમાં રખડપટ્ટી કરે છે અને પીડાય છે. મહામોહનો ઉદય તે એક પ્રકારનો શ્રાપ છે. અસદ્ગુરુને નાનકડા સ્વાર્થને કારણે આ સત્ય સમજાતું નથી અને વિનય જેવી પવિત્ર વસ્તુનો ખોટો લાભ ઊઠાવી મહામોહનો બંધન કરે છે. ચોરને ખબર નથી કે જેલખાનાની પીડા કેવી હોય. દુનિયાદારીના જેલખાનામાંથી છૂટી શકાય છે પરંતુ આ પ્રાકૃતિક મહામોહ એવી યાતના ભરેલી સ્થિતિમાં લઈ જાય છે કે જેમાં એ કર્મો ભોગવ્યા વિના નીકળી શકાતું નથી. આ વિવેચન જગ જાહેર છે, સામાન્ય સૌ કોઈ જાણે છે. તેથી તેના ઉપર અધિક ન લખતાં વિરાજે અસદ્ગુરુઓને તેની કુપ્રવૃત્તિ અને તેનું કુળ એ ત્રિપુટીને અહીં પ્રદર્શિત કરી છે. (૧) અસદ્ગુરુ કર્તા છે. (૨) કુપ્રવૃત્તિ તેનું પાપ કર્મ છે. (૩) તેનું કુફળ મહામોહ છે. આ ૨૫૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ ત્રણેનું ફળ મહાયાતના છે, અનંત સંસાર છે. - વિપક્ષમાં અસદ્ગુરુનું ચિત્ર ઊભુ કરી સામાન્ય જનસમૂહને અંધશ્રધ્ધાથી મુકત કરવા અને સુસ્વભાવી સરળ જીવો અસદ્ગુરુનો શિકાર ન થાય તેમ જ સદ્ગુરુઓ સ્વયં મહામોહના શિકાર ન થાય તે માટે આ ગાથાનું ત્રીજું ચોથું પદ બુલંદ અવાજે જાગૃતિની પ્રેરણા આપે છે. આટલો સામાન્ય અર્થ કર્યા પછી આ બંને પદોના કેટલાંક વિશેષ અર્થ વિચારશું. કર્મવિપાકનું સામર્થ્ય : અહીં મહામોહને કરણરૂપે સ્વીકારવામાં આવ્યો છે અર્થાત્ તૃતીયા વિભકિતથી પ્રત્યય જોડી મહામોહને સ્વયં ફળદાયી બતાવ્યો છે. કર્મનું રહસ્ય એ છે કે કર્મ કરવામાં જીવ થોડે ઘણે અંશે સ્વતંત્ર છે પરંતુ જયારે કર્મ ફળ આપે છે ત્યારે તેમાં બાંધછોડ થતી નથી. જાણે કર્મ જ જીવની લગામ પકડે છે. કર્મ ઉદયમાન થયા પછી પણ જીવનું જાગરણ હોય અને કોઈ પુણ્યનો સંયોગ હોય તો કર્મના પ્રવાહને ખાળી શકે છે પરંતુ જયારે મહામોહનો ઉદય હોય, ત્યારે જીવના ઉપકરણ કુંઠિત થઈ જાય છે. એટલે કર્મ પોતે જ લગામ હાથ ધરે છે. કર્મમાં પ્રાકૃતિક શકિત છે કે તે પોતાને અનુકુળ એવા ફળ આપે છે. જેમ બીજમાં પ્રાકૃતિક શકિત છે કે તે પરમાણુ સંચય કરી પોતાને અનુરૂપ એવું વૃક્ષ પેદા કરે છે. તે જ રીતે આ કર્મો બીજરૂપ છે. અહીં કર્મ સ્વયં ઈશ્વર છે અર્થાત્ સામર્થ્યવાન છે અને ફળ આપવાની શકિત ધરાવે છે. કુફળ આપતી વખતે જીવ જ તેનું અધિષ્ઠાન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તેમાં પૂર્તી કરે છે. જેમ બીજ અંકુરિત થાય ત્યારે ભૂમિ, પાણી, હવા અને સમય તેનું પોષણ કરે છે તે જ રીતે કર્મ ફળ માં આ બધા યોગો નિમિત્ત રૂપે હાજર રહી કર્મના ઉપાદાનને પુષ્ટ કરે છે તેથી અહીં શાસ્ત્રકારે મહામોહથી જીવ સંસારમાં ડૂબે છે એમ કહીને મહામોહની પ્રધાનતા બતાવી છે. મહામોહ બાંધ્યા પહેલા જીવ ચેતી શકે છે. પરંતુ ન ચેતે તો તે પોતાના જ મોહથી પોતે જ ભવસાગરમાં ગોથા ખાય છે. આમ ત્રીજું પદ એ જીવ અને જીવનું ઐશ્વર્ય, કર્મ અને કર્મનું ઐશ્ચર્ય, બન્નેની શકિતની તુલનામાં મહામોહનો ઉદય અધિક સમર્થ છે તેવું જણાવીને અસદ્દગુરુએ પોતાનું સામર્થ્ય ગુમાવ્યું છે. શિષ્યની શકિતઓને પણ ઢાંકી છે અને મહામોહનું સામર્થ્ય વધાર્યું છે. જેનું પરિણામ ચોથા પદમાં સ્પષ્ટ કરે છે. “બુડે ભવ જળ માંહી. આમ તો આ વાકય બહુ સામાન્ય છે અને ભવસાગરમાં જીવો ડૂબી જાય છે પાપના ફળ ભોગવે છે, તે જગ જાહેર છે. ભકતામર સ્તોત્રના પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે, ભવજલે પતતાં જનાનામ્ અહીં પણ ભવજળ શબ્દ વાપર્યો છે અને આપણા કવિરાજે પણ ભવજળ શબ્દનો ઉપયોગ કર્યો છે. પ્રથમ આપણે વિચારીએ કે કવિઓએ અથવા જ્ઞાનીઓએ સંસારને જળ સાથે કેમ સરખાવ્યો છે અને ભવ એટલે સંસારરૂપી પાણી તેને ભવજળ કહે છે. હકીકતમાં પાણી તો ઘણી જ ઉત્તમ વસ્તુ છે. સમગ્ર જીવન પાણી પર આધારિત છે તો તેને આવા કલેશમય સંસાર સાથે કેમ સરખાવી શકાય. પ્રશ્ન એ છે કે કોઈ માણસ પાણીમાં ડૂબે છે ત્યારે શું પાણીનો દોષ છે કે વ્યકિતનો દોષ છે? સ્પષ્ટ છે કે પાણી નિમિત્ત માત્ર છે અને વ્યકિત દોષનું ભાજન છે. લાકડું પાણીમાં તરે અને લોખંડ ડૂબી જાય છે તો તેમાં પાણીનો દોષ નથી. લોખંડનું ઉપાદાન ભારે છે અને લાકડાનું ઉપાદાન લઘુ છે અર્થાત્ અલ્પભાર છે એ જ રીતે ભારે કર્મી જીવ લોખંડની તુલનામાં આવે છે અને લઘુકર્મી જીવ કાષ્ટની તુલનાવાળો છે. બંનેના Page #267 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન અલગ અલગ છે અને ઉપાદાનની પ્રતિક્રિયા રૂપે તે ડૂબે છે કે તરે છે. અહીં જ્ઞાનીઓનો અભિપ્રાય છે કે જો તમારા કર્મા અવળા હોય તો ઉત્તમ નિમિત્ત પણ તમારા માટે અપકલ્યાણનું કારણ બને છે. તમને ડૂબાડે છે. આ હકીકતને સ્પષ્ટ કરવા માટે ઉત્તમ નિમિત્તને ભવસાગરની સાથે સરખાવ્યું છે. જેમ સંસાર વિરાટ અને વિસ્તૃત છે તેમ પાણી પણ બહુજ વિશાળમાત્રામાં, ગંભીર ભાવે ધરાતળ પર અસ્તિત્ત્વ ધરાવે છે. આજનું વિજ્ઞાન કે જૈન દર્શન પ્રમાણે ભૂમિ કરતા પાણીનો વિસ્તાર વધારે છે, એટલે વિરાટ સંસારને આ વિશાળ પાણી સિવાય બીજી કોઈ ઉપમા ઘટિત થતી નથી, માટે સંસારને ભળજળ કહ્યો છે. જે જળ ડૂબાડે છે પરંતુ જો જીવ હલકો થાય તો તે જળ તારી પણ શકે છે. જૈનશાસ્ત્રોમાં ઘણું જ સુંદર ઉદાહરણ આપ્યું છે કે તુંબડા ઉપર માટીના લેપ લાગ્યા હોય અને તુંબડુ ભારે થાય તો પાણીમાં ડૂબી જાય પરંતુ ડૂબ્યા પછી માટી જો પાણીમાં ઓગળી જાય તો તુંબડી સ્વતઃ તરીને ઉપર આવે છે. અહીં પાણી અશુભમાં પણ નિમિત્ત અને શુભમાં પણ નિમિત્ત છે. હકીકતમાં તુંબડી ઉપર જેમ માટી લાગી હતી તેમ જીવ ઉપર મહામોહની માટી લાગી હોય તો તે ભારેકર્મી થવાથી ભવજળ માંહી ડૂબી જાય છે. અહીં કવિશ્રી મહામોહના બંધન પછી તેનાથી મળતું કુળ, તેનું બ્યાન કરી રહ્યાં છે. આંતરિક પ્રશ્ન એ છે કે કર્મ તો જડ સત્તા છે અને જીવ અમૂર્ત સત્તા છે. તો આ જડ સત્તાનો અમૂર્ત સત્તા ઉપર કેવી રીતે પ્રભાવ પડે ? સામાન્ય ઉપદેશમાં તો કહેવાય છે કે અશુભ કર્મોનું ફળ અશુભ છે પરંતુ તેના ઉદરમાં સિધ્ધાંત શું છે તેને ઊંડાઈથી સમજવો જોઈએ. સામાન્ય નિયમ એવો છે કે જડનો પ્રભાવ જડ ઉપર પડે અને ચેતનનો પ્રભાવ ચેતન ઉપર પડે. આત્માથી જડ પ્રભાવિત ન થાય અને જડથી આત્મા પ્રભાવિત ન થાય. કર્મ અને જીવનો કેવો સંબંધ છે ? શાસ્ત્રમાં લોખંડ અને અગ્નિનો સબંધ બતાવ્યો છે. કુંદકુંદાચાર્ય કંચન અને કર્દમનો સંબંધ બતાવે છે. અર્થાત્ કંચનનો પિંડ કાદવમાં પડી જાય પછી તે કોઈ ઉપાડે તો તે કાદવ છે તેમ દેખાય પરંતુ કાદવ તે કંચન નથી અને કંચન તે કાદવ બન્યું નથી. “પન મયોઃ અત્યંતòતઃ' અર્થાત્ કંચન અને કાદવમાં સર્વથા ભેદ છે. તે જ રીતે કર્મ અને આત્મા નિરાળા છે. અગ્નિ અને લોખંડમાં અગ્નિ લોખંડમાં વ્યાપ્ત થઈ જાય ત્યારે અગ્નિ દેખાય છે. લોખંડ ઢંકાય જાય છે પરંતુ હકીકતમાં અગ્નિ અગ્નિ છે અને લોખંડ લોખંડ છે. બંને પદાર્થ નિરાળા છે. હવે આપણે મૂળ પ્રશ્ન પર આવીએ જડ કર્મનો ચેતન આત્મા પર કેવી રીતે પ્રભાવ પડે ? એક રહસ્યમય વાતઃ પ્રકૃતિનું સામંજસ્ય કહો કે કુદરતની લીલા કહો કે પરસ્પર સામ્યયોગ કહો, અનંતજ્ઞાનીઓએ જ્ઞાનમાં જે જોયું તેનું નિરૂપણ કર્યું છે. અરૂપી જડ દ્રવ્યો નિરાળા છે. તટસ્થ ભાવે તે કારણભૂત છે પરંતુ મુખ્ય નાટક પુદ્ગલ અને જીવનું છે. પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની પર્યાયોમાં હાનિ વૃધ્ધિ થતી રહે છે. પરમાણુમાં ગતિશીલતા પણ છે, સૂક્ષ્મમાંથી સ્થૂલ અને સ્કૂલમાંથી સૂક્ષ્મ તેની એક પ્રક્રિયા ચાલે છે. આ જ રીતે ચૈતન્યમાં પણ પુદ્ગલના ગુણો ગ્રહણ કરી શકે તેવી જ્ઞાનેન્દ્રિયો પણ વિકાસ | ૨૫૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ પામે છે અને પરસ્પર વિષય અને વિષયેન્દ્રિયોનો સુમેળ જોવા મળે છે. ઉપરાંત મન પણ પુદ્ગલના ગુણધર્મોને ગ્રહણ કરી પોતામાં વિપરીત પર્યાયોને ગ્રહણ કરે છે. આમ જડ સત્તા નિરાળી હોવા છતાં તેના ગુણધર્મ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન ન હોય ત્યારે પણ જીવ સંજ્ઞા રૂપે પુદ્ગલને અનુરૂપ પોતાની અંદર વિપરીત પર્યાયો ધારણ કરે છે. આત્માની સત્તા નિરાળી હોવા છતાં તેના ગુણાત્મક ઉપકરણો પુદ્ગલના ગુણોને ગ્રહણ કરી પ્રભાવિત થાય છે. આ રીતે જડ સત્તા કર્મ ચેતના સાથે પ્રતિબિંબ અને પ્રતિબિંબ્ય, બે ભાવથી સંકલન પામે છે. હકીકતમાં જડ સત્તા ચેતન ઉપર પ્રભાવ નાંખતી નથી, પરંતુ પ્રભાવ નાંખ્યા વિના પણ તે વિષયરૂપે કર્મ ચેતનામાં જોડાઈને આત્મગુણોને પ્રભાવિત કરે છે, આવરણ પણ કરે છે. આ એક પ્રકારનો નૈમિતિક સામ્યયોગ છે. આટલા વિવેચનથી સમાધાન મળી રહે છે કે જડ કર્મ કે જડ દ્રવ્યો ચેતન દ્રવ્યને કેવી રીતે પ્રભાવિત કરે છે. માણસનું મુખ દર્પણમાં દેખાય છે. મૂળ મુખની જગ્યાએ છે છતાં તે દર્પણને પ્રતિબિંબ રૂપે પ્રભાવિત કરે છે. દર્પણ અને મુખની બંનેની સત્તા સ્વતંત્ર હોવા છતાં બંનેમાં પ્રાકૃતિક રીતે સામ્યયોગ ગોઠવાયેલો છે. વસ્તુતઃ વિશ્વલીલાનો આ ક્રમ છે. આવા તો પ્રકૃતિના અને ચૈતન્યના કરોડો આધ્યાત્મિક અને ભૌતિક નિયમો છે. જેના ઉપર આ સંસારનું વિચિત્ર માળખું ઊભું છે. કર્મ જયારે અસ્તિત્ત્વમાં આવ્યા ત્યારે તેમના નિયમાનુસાર પરિપાક થતાં કે વિપાક થતા તેનો પ્રભાવ સ્થૂળ શરીરથી લઈ આત્યંતર આત્મચેતના સુધી પડે છે. ફકત કર્મનો ઉદય શરીર પૂરતો મર્યાદિત નથી, પરંતુ દ્રવ્યવિપાકી પ્રકૃતિની જેમ ક્ષેત્રવિપાકી પ્રકૃતિઓ વ્યકિતના ક્ષેત્રને પણ પ્રભાવિત કરે છે અને કાળવિપાકી પ્રકૃતિઓ એક નિર્ધારિત સમય સુધી વ્યકિતના કાળને કે જીવનને પ્રભાવિત કરે છે અને જયારે તેની સ્થિતિ પૂરી થાય ત્યારે તેનો ફળ પ્રવાહ પણ શૂન્ય થઈ જાય છે. આ છે જડ–ચેતનની લીલા અથવા કર્મ અને જીવનું નાટક. અહીં અસદ્ગુરુની પ્રવૃત્તિ તેના સ્વાર્થ અને મોહને અનુરૂપ મહામોહને જન્મ આપે છે, અને મહામોહનીય જયારે વિપાક પામે છે, ત્યારે ભવસાગરમાં ડૂબાવે છે. એટલે જ અહીં કવિરાજે કર્મના કર્તા, કર્મના નિર્માતા અને ત્યારબાદ કર્મફળના ભોકતા એ ત્રણે ભાવને વિભકત કરી કર્મ ચેતનાનું જીવ ઉપર કેવું મોટું આવરણ આવે છે તેનો દષ્ટિપાત કરાવ્યો છે. ઉપસંહાર : અહીં આપણે આ ૨૧મી ગાથાનો ઉપસંહાર કરીએ કે ખોટા અને વિપરીત ભાવે બનેલા ગુરુઓ અસત્ કોટિના ગુરુઓ છે અને તે શિષ્યનો અને તેની ભકિતનો ગેરલાભ ઊઠાવે છે અથવા ઊઠાવવા કોશિષ કરે તો પણ આવા પાખંડી ગુરુઓ એક પ્રકારે મહામોહનીયની જાળમાં ફસાય છે. શિષ્યો તો પોતાના ઋણાનુબંધ પ્રમાણે ફરજ બજાવીને છૂટા પડે છે પરંતુ આ અસદ્ગુરુના કર્મા તેનો પીછો છોડતા નથી અને તે બીજા જન્મ સુધી કે જન્મ જન્માંતર સુધી તેના કરેલા કર્મ તેનો બદલો આપવા માટે તેને અનંત સંસારમાં રખડાવે છે. આથી શિષ્ય આવા પાખંડી ગુરુઓથી ચેતીને ચાલે, તે એક સૂચના છે અને આવા અજ્ઞાની ગુરુઓ પોતાના વિભાવોથી મુકત થાય તે બીજી સૂચના છે. આમ ૨૧મી ગાથા ગુરુ અને શિષ્યનું બંનેનું કલ્યાણ થાય તેવી પ્રેરણા આપે છે અને ગુરુને તો તેના કુફળ મળશે, તેવી નિર્મળ ભાવના પ્રગટ કરી બીજા કોઈ આવો રસ્તો ૨૫૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ ન કરે તે માટે ઉત્તમ ઉપદેશ આપે છે. આ ગાથા વર્તમાનની સામાજિક બદીનું નિરાકરણ કરવા માટે તથા આધ્યાત્મિક ક્ષેત્રે ચાલતા પાખંડને રોકવા માટેની એક મહત્વપૂર્ણ ગાથા છે. અસલી વસ્તુ તો લાભ કરે છે પરંતુ નકલી વસ્તુ કેટલું બધું નુકશાન કરે છે તે જાણવું જરૂરી છે. અસત્યથી મુકત થાય તે જ સત્યનું અનુકરણ કરી શકે. આ નિર્દેશ માટે અધ્યાત્મયોગી મહાકવિ શ્રીમદ્જીનો ઉપદેશ સાંભળી આપણે નતમસ્તક થઈ જઈએ છીએ. આ ઉપોદ્દઘાત હવે આપણે રરમી ગાથામાં પ્રવેશ કરતાં પહેલાં તેનો ઉપોદઘાત કરીએ અને ૨૧મી ગાથા પછી રરમી ગાથાનો વિષય જે ઉભરી આવ્યો છે, તેનું અનુસંધાન શું છે? ૨૧મી ગાથામાં અસદ્ગુરુની દુર્ગતિ બતાવ્યા પછી એ પ્રશ્ન ઊભો થાય છે કે જે અસદ્ગુરુનો ભોગ ન બને અને સદ્ગુરુના પ્રભાવને ગ્રહણ કરે તે જીવ કેવા હોય? અને સરૂને પણ સમજી ન શકે પછી તે અસદ્ગુરુના પ્રભાવમાં હોય કે ન હોય પરંતુ આવા અવળી લગામવાળા જીવ કેવા હોય? આમ બે પ્રકારના જીવોનું ચિત્ર શાસ્ત્રકાર આપણી સામે પ્રગટ કરે છે અને બંનેના નામ પણ તેઓએ નિર્ધારિત કર્યા છે. સુલક્ષણવાળા જીવોને મુમુક્ષુ કહે છે અને કુલક્ષણવાળા જીવોને તેઓ મતાર્થી કહે છે. આમ આ બંને પ્રકારના જીવો માટે સાંકેતિક અને સાર્થક એવા બે શબ્દ મૂકયા છે. જેનો આપણે આગળ વિચાર કરશું. શબ્દની દષ્ટિએ અને અર્થની દષ્ટિએ અર્થાત્ શબ્દનયને આધારે વ્યાખ્યા કરશું અને બાકી અર્થપૂર્ણ ક્રિયાત્મકનયોથી પણ વ્યાખ્યા કરશું. અહીં આ બંને વિભાગ કરવાનું પ્રયોજન એ છે કે જીવના કલ્યાણની દિશા અહીંથી જ નિર્ધારિત થાય છે. જીવ તો જીવ જ છે. સચ્ચિદાનંદ આત્મા છે. અજર-અમર–ચૈતન્ય તત્ત્વ છે. એટલે જીવ સ્વયં પોતાના વિકારોને કે પોતાના નુકશાનને કે પાપકર્મને મહત્ત્વ આપે નહીં, પરંતુ તેમની અંદર રહેલા ભૂતકાળના સંસ્કારો કે કોઈ અસગુરુએ સ્થાપેલા સંસ્કારો મજબૂત હોય ત્યારે તે સંસ્કારો તેને વિપરીત માર્ગે લઈ જાય છે અને તે સંસ્કારો વ્યકિતને પણ દુષ્કર્મી બનાવી શકે છે. આવા સંસ્કારથી આવૃત્ત થયેલા જીવોને કવિરાજ મતાર્થી કહે છે પરંતુ જેમની ચૈતન્ય પર્યાયો નિર્મળ છે, માનાદિક કષાયોનો ક્ષયોપશમ થવાથી જેનામાં વિનય આદિ ગુણ પ્રગટ છે, તેવા જીવો સ્વયં આત્મવિરુધ્ધ કાર્ય કરતાં નથી, પરંતુ સરુનો આશ્રય લઈ પોતે શુધ્ધ ભાવોનું આસ્વાદન કરે છે. તેવા જીવોને અહીં મુમુક્ષ કોટિમાં લીધા છે. જો કે સમગ્ર જીવ રાશિ આ બે કોટિમાં વિભાજિત હોય તેવું નથી. મતાર્થી પણ ન હોય અને મુમુક્ષુ પણ ન હોય તેવા સમાન્ય કર્મ સત્તાવાળા જીવો ઘણા જ મોટા પ્રમાણમાં છે. પરંતુ તેનો અહીં ઉલ્લેખ કરવાનું કોઈ પ્રયોજન નથી. જનસમૂહમાં કે સાધકસમૂહમાં ઉપર્યુકત બે લક્ષણ વાળા જીવોની વ્યાખ્યાનું પ્રયોજન છે. જેનું આ રરમી ગાથામાં વિવરણ છે. તેનું આપણે ઊંડાઈથી નિરીક્ષણ કરશું અસ્તુ. મા IIMાL II ૨૫s !! Page #270 -------------------------------------------------------------------------- ________________ ' ગાથા-રર 'હોય મુમુક્ષુ જીવ તે, સમજે એક વિચાર, 'હોય મતાર્થી જીવ તે, અવળો લે નિધરિ II “એહ' નું મહત્ત્વ : અહીં આ ગાથામાં મુમુક્ષુ જીવ અને તેની વિશેષ યોગ્યતાનો ઉલ્લેખ કર્યો છે અર્થાત્ જીવમાં બે યોગ્યતા એક સાથે પ્રગટ કરી છે. (૧) મોક્ષની ઈચ્છા, મોક્ષ પામવાની તમન્ના (૨) સદ્ગુરુના એ વિનય આદિના વિચારોને સમજવા. આ બીજુ પદ “સમજે એહ વિચાર” એમ કહ્યું છે. અહીં “એહ’ શબ્દ ઘણો જ મહત્ત્વનો છે. પૂર્વમાં જે અમે કહી ગયા છીએ તે વિચારને પણ સમજે છે અને આગળ જે અમે સદ્વિચાર પ્રગટ કરશું તેને પણ સમજવાની જેમાં યોગ્યતા છે. અહીં પરસ્પર બંને યોગ્યતા આધારિત છે. મુમુક્ષભાવ ન હોય તો “એહ વિચારને અર્થાત્ જે સમ્યક વિચાર છે તેને જીવ સમજી શકતો નથી અને જે આ સમ્યક વિચારને સમજી શકતો નથી તે મુમુક્ષુ બની શકતો નથી. આમ બંને ગુણોની યોગ્યતા, મુમુક્ષતા અને સમજદારી સમસહયોગી સમકાલીન છે. જેનો આપણે દાર્શનિક દ્રષ્ટિએ પણ વિચાર કરશું. અહીં મતાર્થીના લક્ષણ માટે વિચાર કરતાં કવિરાજ મુમુક્ષુને બાજુએ મૂકી જીવની અયોગ્યતા રૂપ જે મતાર્થીપણું છે તેનું પ્રથમ વિવેચન કરે છે. આ ગાથામાં મુમુક્ષોઓને અને મતાર્થીને બંને જીવોને અધિષ્ઠાન રૂપે ગ્રહણ કર્યા છે. જેમ મુમુક્ષુ જીવ સમ્યવિચારને સમજી શકે છે તેમ મતાર્થી અવળો એટલે વિપરીત નિર્ણય કરે છે. મુમુક્ષુની યોગ્યતા વિચારાત્મક કહી છે, જયારે મતાર્થીની યોગ્યતા અવળી નિર્ણયાત્મક કહી છે. મુમુક્ષમાં વિચારને સમજવાની વાત છે. કારણ કે વિચાર તેનું અંતિમલક્ષ નથી, પરંતુ મતાર્થી તો અવળો નિર્ણય કરી ત્યાં કેન્દ્રીભૂત થઈ જાય છે. પોતાના મતમાં સ્થિર રહી વધારે વિચારવાની અપેક્ષા રાખતો નથી. દાર્શનિક દષ્ટિએ આ બંને શબ્દમાં મૌલિક અંતર છે. મુમુક્ષુમાં વિચાર જ શબ્દ મૂકયો છે. જયારે મતાર્થીમાં નિર્ધાર શબ્દ મકયો છે અર્થાત્ નિર્ણય શબ્દ મૂકયો છે. જયાં સમજદારી છે ત્યાં સાપેક્ષ સત્ય છે, અનેકાંતવાદ છે, એકદષ્ટિએ એક જ વાતને પકડી રાખવાની નથી, પરંતુ એક દષ્ટિએ વિચાર કર્યા પછી બીજી અપેક્ષાએ પણ વિચાર કરવાની ગુંજાઈશ છે, તેથી અહીં કવિશ્રીએ મુમુક્ષુઓને વિચારાત્મક સમજણ છે તેવો ભાવ કહી અનેક નયદ્રષ્ટિએ તે સમ્યફભાવ કે યથાર્થ ભાવને ગ્રહણ કરે છે. જો કે જે દષ્ટિએ વિચાર કર્યો છે તે સવળો નિર્ણય છે, પરંતુ તેમાં હઠાગ્રહ નથી. મુમુક્ષુની યોગ્યતા પણ એ જ છે કે આ બધા ઊચ્ચકોટીના ભાવોને સમજી શકે છે. પોતાની બુધ્ધિથી નિર્ણય ન કરતાં અનંતજ્ઞાનીઓના નિર્ણયને પોતાના જ્ઞાનમાં પચાવે છે. અહીં ગાથાકારે સમજે એહ વિચાર' એમ કહ્યું છે. “એહ વિચાર’ એટલે જ્ઞાનીઓએ સમદષ્ટા, મહાત્માઓએ જે ભાવ કે વિચાર પ્રગટ કર્યા છે તેનો અંગુલી નિર્દેશ કરીને કવિશ્રી તે વિચારોને મહત્વ આપે છે. તેટલું જ નહીં પરંતુ મુમુક્ષુઓ માટે તે ઉત્તમ આધ્યાત્મિક ખાદ્ય છે અર્થાત્ પવિત્ર શેય તત્ત્વ છે “સમજે એહ વિચાર' લખીને ખરેખર ગુરુદેવે અદ્ભુત ભાવ પ્રગટ કર્યો છે. આ કંઈ જેવી તેવી વાત નથી કે જેમ તેમ સમજી લે અને અધિષ્ઠાતાની પાત્રતાનો વિચાર ન કરે, તે ભાવો કે વિચારો A B દિક દાદાવાણા ૨પ૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ રખડતાં વિચારો છે, જે દોર તૂટયાં પછીની પતંગ જેવાં છે. પરંતુ એહ વિચાર એમ કહીને શાસ્ત્રકારે ખાસ વિશેષ વિચારો પર વજન આપ્યું છે કે જેની તુલનામાં સામાન્ય વિચાર ટકી ન શકે. સાચા કુંદનની તુલના કુંદનથી જ થઈ શકે. પિત્તળ કે અન્ય ધાતુથી નહીં, તેમ શાસ્ત્રકારે જેહ વિચાર કહ્યા છે ‘એહ વિચાર' જે રૂપે છે તેહ રૂપે શુધ્ધ ભાવે મુમુક્ષુ તેને ગ્રહણ કરે છે અસ્તુ. મુમુક્ષુ શબ્દની સાર્થકતા : હવે આપણે મુમુક્ષુ શબ્દ પર વિચાર કરશું. મુમુક્ષુ એટલે શું ? "मुक्तं भवितुम् इच्छति सः मुमुक्षः । मोक्षार्थयस्येच्छा वर्तते स मुमुक्षः । मुकतेरभिलाषी મુમુક્ષુઃ ।” આ રીતે ઈચ્છા શકિતને મુકિત સાથે જોડવામાં આવી છે. ઈચ્છા સામાન્ય રીતે વિષય ગામિની અને પરિગ્રહગ્રાહીણી હોય છે. ઈચ્છા શબ્દ મમતાવાચી પણ છે. અનંત સંસારમાં જીવ ઓઘસંજ્ઞાથી અને ઈચ્છાશકિતથી રોકાયેલો છે. સમગ્ર સંસાર મનુષ્યની ઈચ્છામાં સમાયેલો છે. આ પ્રબળ ઈચ્છા ભૌતિક તત્ત્વને જ જુએ છે. પૌદ્ગલિક માયાને પોતાનું નિશાન બનાવે છે અને જેમ જેમ પ્રાપ્તિ થાય તેમ તેમ ઈચ્છા વધતી જાય છે. આવી ઈચ્છાને મુકિત તરફ વાળવી તે એક અમોઘ નિર્ણય છે કારણ કે મુકિત તે એક પ્રકારનું અભાવ તત્ત્વ છે. કૃષ્નવર્મક્ષયો મોક્ષઃ ।’ અર્થાત્ સંપૂર્ણ કર્મનો નાશ તે મોક્ષ છે. પ્રતિયોગી ગયા પછી અનુયોગી જે ગુણો પ્રકાશિત થાય છે તે સદ્ભાવ રૂપી મોક્ષ છે, પરંતુ મુકિત શબ્દ આવરણ અને બંધન રહિત અવસ્થાને પ્રગટ કરે છે. હવે ઈચ્છાશકિતને કોઈ રૂપી દ્રવ્યો ગમતાં નથી તેમજ વિષયની ઈચ્છાઓ શાંત થઈ જાય છે. ઈચ્છાનું રૂપાંતર થયું છે, હવે તે ઈચ્છામાં મુકિત સમાવિષ્ટ થયેલી છે. જો કે ઈચ્છા અને મુકિત સહગામી નથી. જેમ જેમ મુકિતનો પ્રકાશ વધે છે તેમ તેમ ઈચ્છા નાશ થતી જાય છે, છેવટે ઈચ્છા શૂન્ય થઈ જશે અને નિર્મળ મુકિત બની જશે પરંતુ આ અંતિમ અવસ્થા છે. પ્રારંભમાં મુકિત કલ્પનામાં છે, જ્ઞાનમાં છે, જેમ ભવિષ્યનો વિચાર મનુષ્યના જ્ઞાનમાં સમાય છે પરંતુ તે અનુભવરૂપ નથી તેમ અત્યારે ઈચ્છામાં ભવિષ્ય મુકિતનું સ્વરૂપ સમાયેલું છે અને તેથી ઈચ્છાની પ્રબળતા છે. મુતિ માણવાની ઈચ્છા છે. આ રીતે ઈચ્છા અને મુકિત બંને ગુણો વ્યક્તિમાં પ્રવિષ્ટ થવાથી તે મુમુક્ષુ પદને પામે છે. મુમુક્ષુ શબ્દથી કોઈ મુમુક્ષુ બની શકતા નથી. શબ્દ એક બાહ્ય નામ છે. જેમ કોઈનું નામ રામ રાખીયે તો નામ નિક્ષેપથી પોતે રામ છે પરંતુ તે નામ માત્રથી રામ થતો નથી. એ જ રીતે મુમુક્ષુ શબ્દ ધારણ કરવાથી તે નામ નિક્ષેપ દ્વારા મુમુક્ષુ તરીકે ઓળખાય છે પરંતુ તેમની ઈચ્છા કિતમાં એક માત્ર મુકિત જ રહે અને બીજા બધા વિષયોને હાંકી કાંઢે ત્યારે આ ઈચ્છા મુકિતની ઈચ્છા બને છે અને ઈચ્છાનો અધિષ્ઠાતા મુમુક્ષુ બને છે અસ્તુ. આ સમજાય તેવી વાત છે. એક જીવ મુમુક્ષુ બની શકે છે અને જે જીવ મુમુક્ષુ નથી બનતો તેના મૂળ કારણો વિચારવા ઘટે છે. દર્શનમોહના વિભિન્નસ્તર : શાસ્ત્રો અનુસાર દર્શનમોહનીયના બે પ્રકાર બતાવ્યા છે. મિથ્યાત્ત્વમોહનીય, સમ્યક્ત્વમોહનીય ઈત્યાદિ. મિથ્યાત્વ મોહનીય પણ બે પ્રકારે ઉદયમાન થાય છે. ગાઢ મિથ્યાત્વ મોહનીય અને અલ્પરસ મિથ્યાત્વમોહનીય. ગાઢ મિથ્યાત્વમોહનીય કર્મ ઉદયમાન થાય ત્યારે જીવ મૂઢ દશામાં અને અજ્ઞાની રૂપે જીવન ધારણ કરતાં હોય છે પરંતુ ૨૫૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે મતિ અજ્ઞાન, વિપરીત જ્ઞાન અથવા બૌધ્ધિક સામર્થ્ય ઉત્પન થાય છે, પરંતુ સાથે સાથે ગાઢ મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય તો ઘણો જ કપરો સંયોગ બને છે. અહીં આપણે કેટલાક ભંગનો વિચાર કરીએ. (૧) ગાઢ મિથ્યાત્વનો ઉદય અને ઘોર અજ્ઞાન દશા તથા વિકળ અવસ્થા એકેન્દ્રિય આદિ અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી જીવોમાં હોય છે. (૨) વિપરીત જ્ઞાનનો ઉઘાડ અને ગાઢ મિથ્યાત્વનો ઉદય આ અવસ્થા મંદ યોગવાળા જીવો, મનુષ્યો અને દેવતાઓમાં પણ સંભવે છે. (૩) અલ્પ જ્ઞાન અને અલ્પરસ મિથ્યાત્વ : આ જીવો ચઢતા ક્રમના હોય છે. મનુષ્યયોનિમાં આવતા સુધી તેઓ ઘણાં લઘુકર્મી હોવાથી તેમની યોગ્યતામાં વૃદ્ધિ થાય છે. (૪) મિથ્યાત્વ મોહનીયનો લય થયા પછી સમ્યકત્વ મોહનીય આદિ પાતળું બની જાય. જે સમભાવને રોકી શકતું નથી, તેનો જ્ઞાનયોગ પણ સમ્યફ બની જાય અને દર્શનયોગ પણ સભ્ય બની જાય છે. આ અવસ્થામાં જીવ સુપાત્ર બની ઉત્તમ વિચારોને ગ્રહણ કરવાની યોગ્યતા ધરાવે છે. મુખ્યત્વે આ ભંગનું દિગ્દર્શન કરાવ્યું છે પરંતુ અહીં બીજા ઘણી જાતના વિકલ્પો થવાથી અર્થાત્ વિભાજન થવાથી નાના-મોટા કેટલાંક ભંગની કક્ષામાં જીવ પસાર થાય છે. મૂળમાં બે જાતના અંકૂરો ફૂટે છે. એક આગ્રહ ભરેલા મિથ્યાત્વના અંકુરો, જે ગાઢ મિથ્યાત્વ મોહનીયનું પરિણામ છે અને બીજા સમવૃત્તિવાળા અંકુરો જેમાં સમ્યકદર્શન પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે અને તેથી તે જીવ આત્મલક્ષી બને છે. હવે તેને સંસારના ભોગ ખારા લાગે છે અને મુકિતની અભિલાષા ઉત્પન્ન થાય છે. ઉપરના વિવેચનથી જાણી શકાય છે કે મુમુક્ષુ થવાની યોગ્યતામાં મૂળ કારણો શું છે અને એથી વિપરીત મતાર્થી કેમ બને છે તેના પણ મૂળ કારણો ઉપર પ્રકાશ પડે છે. આમ આત્યંતર કારણો કર્મજનિત છે જયારે બાહ્ય કારણોમાં કુગુરુ, અસર, મિથ્યા સિધ્ધાંત ભરેલાં શાસ્ત્ર કે સાંસારિક આગ્રહ ઉત્પન્ન કરનારા કાવ્ય નાટક ઈત્યાદિ, જીવને અવળો નિર્ણય કરવામાં કારણભૂત બને છે અને તે મતાર્થીની કોટિમાં આવી જાય છે જયારે મુમુક્ષુને બાહ્ય કારણોમાં સદ્ગરુનો યોગ, સતુશાસ્ત્રનું વાંચન, મુકિતલક્ષી કાવ્યો અને વૈરાગ્યજનક પરિસ્થિતિ જીવને મુમુક્ષુ બનાવે છે. બાહ્ય કારણ અને આત્યંતર કારણોમાં ઘણે અંશે તાલમેલ હોય છે પરંતુ અહીં એ સમજવાનું છે કે આત્યંતર કર્મો પણ ક્ષય, અપક્ષય થાય છે અને તેમાં બહારના ઉત્તમ સંયોગથી પરિવર્તન થાય છે અને ખોટા સંયોગથી અશુભકર્મો વધારે ગાઢ બને છે, જેને જૈન દર્શનમાં સંક્રમણ કહે છે, કર્મોમાં પરિવર્તન થઈ શકે છે. જેથી બાહ્ય સંયોગોનું મૂલ્યાંકન ઓછું નથી. ખોટા નિમિત્તથી મતનો આગ્રહ વધારે ગાઢો થતાં જીવ મતાગ્રહી બની જાય છે, જેમ દોરામાં પડેલી ગાંઠ પ્રથમ ઢીલી હોય છે. પણ બંને બાજુનું ખેંચાણ થતાં તે ગાંઠ વધારે મજબૂત થઈ બેસી જાય છે. ત્યારબાદ તે ગાંઠને ખોલવી કઠણ છે. એ જ રીતે જીવાત્મા પ્રથમ દ્રષ્ટિએ એટલો આગ્રહી હોતો નથી પરંતુ જેમ જેમ તેના વિચારો ઉપર દબાણ પડે તેમ તે આગ્રહી થતા છેવટે મતાગ્રહી બને છે. એથી વિપરીત ગાંઠની પ્રથમ અવસ્થામાં જ તેને ઢીલી કરી દેવામાં આવે અને ખોલી દેવામાં આવે તો દોરો સીધો થતા ગાંઠ નીકળી જાય છે અને દોરો સરળ બની જાય છે. એ જ રીતે સુંદર વાલા ૨પ૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તો મળતા સાંસારિક ગાંઠો નીકળી જતાં જીવ મુમુક્ષ બની જાય છે. તેની સરળતાને કારણે યોગ્યતામાં પણ વધારો થઈ જાય છે. આટલા વિવેચનથી આપણે બાહ્ય અને આત્યંતર બંને કારણો પર દષ્ટિપાત કર્યો છે. મુમુક્ષુ થવાના ફાયદા શું? જીવ મુમુક્ષુ શા માટે બને છે? ભારતીય દર્શનોમાં અને ખાસ કરીને જૈનદર્શનમાં મોક્ષને સાધનાનું અંતિમ બિંદુ માન્યું છે. ભારતીય સાધનામાં મોક્ષ એ પ્રધાન સાધ્ય છે પરંતુ એ જાણવું જરૂરી છે કે બધા દર્શનો મોક્ષવાદી નથી. મોક્ષના પણ ઘણાં પ્રકારો કધ્યા છે. સારૂપ્ય મુકિત, સાયુજય મુકિત અને સેવ્ય મુકિત ઈત્યાદિ પ્રકારો ઈતર દર્શનોમાં જોવા મળે છે. આથી મોટો પ્રશ્ન એ છે કે મુકત થયા પછી એ જીવ ફરીથી પુર્નર્જન્મ પામતો નથી. અથવા પુનઃ કોઈ પ્રકારની લીલા કરવા માટે સમર્થ નથી. અનંત કાળ સુધી ત્યાં એક સ્વરૂપે બંધાય જાય છે. જયારે બીજો પક્ષ એવો પણ છે કે જીવ મુકત થયા પછી પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. અને અનંત નિર્મળ બ્રહ્મપિંડ પડ્યો છે તેમાં તે તરૂપ થઈ જાય છે. આ નિર્મળ બ્રહ્મ પુનઃ કાળનો પરિપાક થતાં જાગૃત થઈ ઈશ્વરરૂપે અવતાર ધારણ કરે છે. મુકત થયા પછી ફરીથી તે જીવને માયાનો લેપ લાગતો નથી એ નિર્વિવાદ સાર્વભૌમ સત્ય છે અસ્તુ. આ રીતે મુકિતના વિભિન્ન પાસાઓ જાણ્યા પછી જીવ મુમુક્ષુ શા માટે બને ? મુકત થયા પછી સર્વથી નિષ્ક્રિય બની જાય છે, અક્રિય બની જાય છે. અનંતકાળ સુધી કાળના બંધનમાં બંધાય જાય છે. મુકિત માટેનો આ એક પૂર્વ પક્ષ છે. તેના ઉત્તરમાં શાસ્ત્રો અને જ્ઞાની પુરુષો સમજાવે છે કે જીવને દુઃખ પ્રિય નથી. જન્મ મૃત્યુનું ચક્કર પ્રિય નથી. નાના પ્રકારની યોનિઓમાં ભટકવું તે પ્રતિકુળ . છે, તેથી મુકત થવું વધારે સારું છે અને ત્યાં સ્વ-સ્વરૂપની અનંત સુખની લ્હર ઉદ્ભવે છે. તેવી શ્રદ્ધા છે તેથી તે મુમુક્ષ બની મુકત થવા ઈચ્છે છે. | મુકિતનું શુદ્ધ સ્વરૂપ : આપણે જરાક મોક્ષની નાડી તપાસીએ તો મોક્ષ કોઈ અભિલાષા યુકત પ્રાપ્તિ નથી તેમ કોઈ મેળવવાની ચીજ નથી પરંતુ તે આનુષંગિક પરિણામ છે. દુઃખમાંથી મુકત થયા પછી જે અવસ્થા પેદા થાય તે સ્વાભાવિક પ્રાકૃતિક અવસ્થા છે. મોક્ષ એ સ્વતઃ પ્રગટ થતી ક્રિયા છે. જીવ તો કેવળ વિભાવોનું નિવારણ કરી જ્ઞાનના સામર્થ્યથી પોતાના અસ્તિત્ત્વનું ભાન કરે છે. ત્યાં તેને મોક્ષની કોઈ ઈચ્છા નથી. ઈચ્છા રહિત અવસ્થા તે જ મુકિત છે, એટલે આધ્યાત્મિક શાસ્ત્રો કહે છે, કે એને મોક્ષની ઈચ્છાનો પણ પરિત્યાગ કરવાનો છે. જેમ કાષ્ટ બળી જાય, સ્વતઃ મેલ ધુમાડો થઈને ઊડી જાય છે અને શુધ્ધ રાખ પડી રહે છે. સોનાનો ભેળ નીકળી જતાં સ્વતઃ સોનું શુધ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. એ જ રીતે સાધક જયારે પરભાવથી વિમુકત થાય છે ત્યારે સ્વભાવ રૂપ શુધ્ધ કુંદન પ્રગટ થાય છે. હવે તેને કોઈ કાળની પણ અપેક્ષા નથી અને કર્મના બીજા નીકળી જવાથી પુનઃ કોઈ શરીરના બીજ અંકુરિત થતા નથી, જેથી સ્વાભાવિક રીતે મુકતદશા અનુભવે છે. અતઃ મોક્ષમાં શું કરવું કે શું ન કરવું? શા માટે ત્યાં અનંતકાળ સુધી રહેવું તે પ્રશ્નો ઉદ્ભવતો નથી. અનંત આકાશ અનાદિકાળથી શાશ્વતરૂપે અમૂર્ત ભાવે લોકાલોકમાં વ્યાપ્ત છે. આકાશને માટે એ પ્રશ્ન ઉદ્ભવતો નથી કે આકાશ શા માટે એક monument Som Page #274 -------------------------------------------------------------------------- ________________ જ પરિસ્થિતિમાં સંસ્થિત છે. તે તેનું સ્વરૂપ છે અને આકાશરૂપે એ જીવે છે. તેને અન્ય સ્થિતિ લાગુ પડતી નથી. તે જ તેનું શાશ્વત સ્વરૂપ છે. એ જ રીતે મુકત થયેલો આત્મા અમૂર્ત ભાવને પ્રાપ્ત થયા પછી દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત, કાળાતીત ભાવને ભજે છે. કેવળ સ્વભાવમાં સ્થિત રહી અન્યભાવોનો પણ પરિહાર કરે છે. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મુકત થયેલો જીવ પોતાના સ્વરૂપમાં જ રહે, તે તેની પ્રાકૃતિક શુધ્ધ અવસ્થા છે. હકીકતમાં તો મોક્ષની વ્યાખ્યા શબ્દાતીત છે, પરમ રહસ્યમય છે, પરંતુ તેનું દિવ્યરૂપ શબ્દોમાં અંકિત છે અને મુકિતની સ્થૂલ વ્યાખ્યા દષ્ટિગોચર થવાથી અને જીવની બીજી ઈચ્છાઓનો પરિહાર થવાથી આ એક માત્ર ઈચ્છા બની રહે છે, તેથી તે મુમુક્ષુ કહેવાય છે. મુમુક્ષુ એ એક પ્રકારની સાધક અવસ્થા છે. જેમ બાળક ચાલનગાડીનો સહારો લે, ત્યારે બાળક અને ચાલનગાડી તેમ બે દ્રવ્ય છે, પરંતુ બાળક સ્વસ્થ થતાં ચાલનગાડી છૂટી જાય તે જ રીતે મુમુક્ષુમાં મુકિત અને ઈચ્છાશકિત બે ભાવ સ્પષ્ટ છે, પરંતુ જયારે જીવ મુકિતમાં રમણ કરે અને મુકિતની નજીક પહોંચે ત્યારે ઈચ્છા શકિતનો સહારો છૂટી જાય છે, કારણ કે ઈચ્છા શકિત પણ મધ્યકાલીન ગુણ હતો એટલે તે લય પામે છે અને શાશ્વત એવી મુકિત નિર્મળ ભાવે એકાંત બની જાય છે. - આટલા વિવેચન પછી મુમુક્ષના ભાવો સ્પષ્ટ થઈ જાય છે અને કૃપાળુ ગુરુદેવે મુમુક્ષ શબ્દ જે પસંદ કર્યો છે તેની સાર્થકતા પણ સમજાય છે. ' આ પ્રથમ પદમાં પ્રથમ હોય તેમ લખ્યું છે અર્થાતું આ શરતવાચી શબ્દ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મુમુક્ષુ હોય પણ કાવ્ય રીતે “હોય મુમુક્ષુ તેમ કહ્યું છે. આમ કહેવામાં એક ભાવ સ્પષ્ટ થાય છે કે હોવા સુધીના બિંદુને સ્પષ્ટ કરવા જીવ કોઈ અન્ય રીતે પણ ભલે તૈયાર થયો હોય, મુમુક્ષ થવા સુધીમાં કોઈ ખાસ નીતિ નિયમ નિર્ધારિત નથી. હોય મુમુક્ષુ અર્થાત્ બન્યો હોય. મુમક્ષ બનવાની પૃષ્ઠભૂમિ પ્રથમ તૈયાર થાય છે અને ત્યારપછી મુમુક્ષુ બને છે અને આ વાસ્તવિક સિધ્ધાંત છે કે કોઈપણ પર્યાય તેની પૃષ્ઠભૂમિ તૈયાર થયા પછી જ ખીલે છે. જેમ કોઈ કહે હોય લોટ તૈયાર તો બને રોટલી. અહીં રોટલી બને, તે પહેલા તેને પૃષ્ઠભૂમિ રૂ૫ લોટનું ઉપાદાન અને તેની યોગ્યતા આવશ્યક છે. લોટની રોટલી વણનાર, લોટ બાંધનાર કોઈ એક ન હોય શકે, પરંતુ લોટની પ્રક્રિયા અને રોટલીની પર્યાય એક જ દ્રવ્યમાં સંભવે છે. અહીં પણ જીવની યોગ્યતા મેળ વવામાં બહારના ઘણા કારણો હોય શકે, પરંતુ ઉપાદાન રૂપે તે જીવનો પોતાનો જ ક્ષયોપશમ છે અને આ ક્ષયોપશમ થયા પછી મુમુક્ષુ ભાવ પ્રગટ થાય છે. આમ યોગ્યતાવાળો જીવ જો મુમુક્ષુ બન્યો હોય તો તે યોગ્ય વિચારોને, સમદ્રષ્ટિને સમજી શકે છે. અહીં ક્રમશઃ ત્રણ અવસ્થાનું પ્રદર્શન કર્યું છે. (૧) કાળક્રમમાં જેમ નદીનો પથ્થર સ્વભાવિક શિવલિંગ બની જાય છે, તેમ કોઈપણ અકામાદિ નિર્જરાના કારણે હળુકર્મી થઈ યોગ્યતાને વરેલો હોય. (ર) સારા નિમિત્તો મળતાં, સદ્ગુરુના દર્શન થતાં હવે તે બધી જ ઈચ્છાને પડતી મૂકી મોક્ષની ઈચ્છા રાખે તે મુમુક્ષુ બને છે. (૩) મુમુક્ષુ બન્યા પછી આ ઉત્તમ વિચારોને સમજવાની, પચાવવાની અને તેના ભાવાત્મક ૨૬૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ ભાવોને ગ્રહણ કરવાની તેમાં શકિત આવે છે અને જે વિચારો જ્ઞાનીઓએ પ્રગટ કર્યા છે તે વિચારોને કહેવા માટે “એહ’ શબ્દ પણ મૂકયો છે. આમ એક સચોટ વિકાસની ત્રિપદી કવિરાજ પ્રગટ કરી છે. આ ત્રિપદી તે શુભ લક્ષણ છે. પરંતુ કેવળ શુભ લક્ષણ પ્રગટ કરવાથી અશુભનો પરિહાર થતો નથી તેથી વિપક્ષી અશુભ તત્ત્વોનું પણ નિવારણ કરવા માટે હવે કવિરાજ સ્વયં તેનો મતાર્થી કહીને ઉલ્લેખ કરે છે. મતાર્થીનું તાત્પર્ય : અહીં કવિનું હૃદય કદાગ્રહી જીવો માટે કંઈક કહેવા માંગે છે, પરંતુ કદાગ્રહી શબ્દ અપમાનજનક હોવાથી મહાકવિના મુખથી આ શબ્દો ન નીકળતા તેમણે એક સારો શબ્દ મૂકયો છે. “મતાથ' હકીકતમાં મતાર્થી કોઈ અવળો અભિપ્રાય હોય તેવું આ શબ્દથી પ્રગટ થતું નથી. મત એક પ્રકારનો અભિપ્રાય છે, એક આશય છે અને તેના ઈચ્છુક, તેનો અર્થી તેનાથી લાભ ઊઠાવનાર તે મતાર્થી બને છે. જો કે અહીં મતાર્થી શબ્દ મતાગ્રહના રૂપમાં લીધેલો છે. કારણ કે મતાર્થીને કોઈ આગ્રહ નથી. તેને પોતાના મતનો ઉપયોગ કરી લક્ષ સાધવાનો છે અને તે શુભ આશયવાળો મત પણ હોય શકે, જેથી મતાર્થી કહેવાથી જે કહેવું છે તે આ શબ્દથી પૂર્ણરૂપે પ્રગટ થતું નથી છતાં પણ આવા મહાજ્ઞાની કવિરાજે મતાગ્રહી કે કદાગ્રહી શબ્દનો ઉપયોગ ન કરતાં મતાર્થી શબ્દનો ઉપયોગ કેમ કર્યો? આ પ્રશ્નના જવાબ રૂપે “મતાર્થી શબ્દના આંતરિક ભાવો સમજવા રહ્યા. મતાર્થ શબ્દનો શકત્યર્થ કે શબ્દાર્થ ન કરતા તેનો ગૂઢાર્થ શું છે અથવા રૂઢાર્થ શું છે તે પણ સમજવું બહુ જરૂરી છે. મત શબ્દ મતિ સાથે કે માન્યતા સાથે પણ સબંધ ધરાવે છે. તે જ રીતે દ્રઢ થયેલા સંસ્કારો માટે પણ મત શબ્દનો ઉપયોગ થાય છે. આમ મત શબ્દ ફકત અભિપ્રાયવાચી ન–રહેતા તેના વ્યકિતના સંસ્કારોને પણ વ્યકત કરે છે. બુધ્ધિપૂર્વકના અભિપ્રાયને મારો આ મત છે અથવા અમુક મહાત્માનો આ મત છે તેમ બોલાય છે અસ્તુ. પરંતુ અહીં આપણે સાથે સાથે એક સૈદ્ધાંતિકવાદ કહીએ. મત શબ્દ શાશ્વત સિધ્ધાંતો માટે વપરાતો નથી. કોઈ કહે કે પાણી ઠંડુ છે એવો મારો મત છે, અગ્નિ ગરમ છે, કમોદમાંથી કમોદ પેદા થાય છે. આ બધી પ્રાકૃતિક ક્રિયા માટે મત શબ્દ વપરાતો નથી. શાશ્વત સિધ્ધાંતો મતથી પર છે. એનો અર્થ એ થયો કે પોતાની બુધ્ધિથી અનુમાન કરેલા ભાવો મતમાં આવે છે. શાશ્વત અનાદિકાળથી ચાલી આવતી સાધના એ કોઈ મતનો વિષય નથી પરંતુ શાશ્વત સત્ય છે. એટલે આવા રાજમાર્ગથી જે દૂર હોય તેને અહીં કવિરાજ મતાર્થી કહી રહ્યા છે. વિશ્વમાં આવા ઘણાં મતો જમ્યા છે અને તેનાથી ઘણો અનર્થ થયો છે. છતાં તે મતનો આગ્રહ મૂકયા વિના મતના આધારે અર્થ સાધન કરે છે તે હકીકતમાં મતાર્થી છે. શાશ્વત સિધ્ધાંત મતમાં આવી શકતા નથી. પ્રાકૃતિક સનાતન સત્ય છે, તે સાર્વભૌમ સત્ય છે તેથી તેને મત ન કહી શકાય. આ જાતના સિધ્ધ સત્ય માટે બે પ્રકારના અભિપ્રાય ન હોય પરંતુ જે માણસો પોતાની બુદ્ધિથી વિધવિધ પ્રકારની વાતો પ્રગટ કરે છે, પોતાનો ડાયરો ઊભો કરે છે અને પોતાના મતના આધારે ગ્રંથ રચના પણ કરે છે તેથી તે ઈશ્વરીય વાણી ન બની શકે તેમજ આપ્તવાણી પણ ન બની શકે. . મતનો ઉદ્ભવ થયા પછી મતનો આગ્રહ પેદા થાય છે. એક પ્રકારે તે દુરાગ્રહી કે કદાગ્રહી AUTORISER AR UTARA SER 92 m. Page #276 -------------------------------------------------------------------------- ________________ બની જાય છે, પરંતુ અહીં કવિશ્રીએ ઉદારતા રાખી તેને મતાગ્રહી શબ્દથી નવાજયા છે અને થોડો સન્માનસૂચક શબ્દ મૂક્યો છે. અહીં કવિશ્રીએ આગળ ચાલીને તેમની દુર્બુધ્ધિનું પણ ધ્યાન કરે છે. કવિશ્રીએ મુમુક્ષુઓ અને મતાર્થીના બે પક્ષ ઊભા કર્યા છે, તેમાં મુમુક્ષુ સહજ સત્કર્મી છે, સદ્વિચાર ધારણ કરે છે તેથી તેના માટે તુરંત અભિપ્રાય ન આપતા પ્રથમ મતાર્થી વિશે નિવેદન કર્યું છે. કપડું મેલું હોય અને તેના ઉપર આર્ટ કરવું હોય તો પ્રથમ કપડાંનો મેલ દૂર કરવાની જરૂર છે. ગંદા પાણીમાં નાખેલી સાકર વ્યર્થ જાય છે. ક્ષાર ભૂમિમાં વાવેલાં બીજો અંકુરિત થતાં નથી. આ ન્યાયે જીવ મતાર્થી હોય તો તે કલ્યાણનો માર્ગ ગ્રહણ કરી શકતો નથી. અહીં મતાર્થીના લક્ષણો બતાવ્યા પછી પણ તેમાં એક સદ્ભાવ સમાયેલો છે જેનું આપણે વિવેચન કરીશું. મતાર્થીના લક્ષણ બતાવવાનું પ્રયોજન શું ? તે અવળો અર્થ કરનાર છે તેમ કહેવામાં કવિનો આશય શું ?બીજા પણ અન્ય ગ્રંથોમાં દુર્જનના લક્ષણો બતાવ્યા હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કુશીલના ઘણાં લક્ષણો બતાવ્યા છે. દુર્જનતા, માયાની આધીનતા અને વિપરીત બુધ્ધિ એ વિશ્વની એક સત્ય હકીકત છે. જે છે તે છે તેનું વર્ણન કરવાનું શું પ્રયોજન છે ? વર્ણન કરનાર વ્યકિતમાં, મહાપુરુષમાં દયાવૃતિ હોય છે. આત્મસિધ્ધિના પ્રાથમિક પદોમાં પણ ‘કરુણા ઉપજે જોઈ’ એવા શબ્દો આપ્યા છે. આ રીતે દુર્દશાવાળા કે વિપરીત બુધ્ધિવાળા જીવોને જોઈને કરુણા ઉપજે છે. તે તરે કે ન તરે, સમજે કે ન સમજે પણ તેને ઉપદેશ આપવો તે મહાપુરુષોનો સ્વધર્મ છે. મતાર્થી પોતાનું વિવેચન સાંભળીને જાગૃત્ત પણ થઈ શકે છે. મતાર્થીમાંથી તે વ્યકિત સન્માર્ગે પણ વળી શકે છે. તેનું કલ્યાણ થાય અને પોતાનો સ્વધર્મ બની રહે તે માટે જ બધા ઉપદેશ ગ્રંથો બન્યા છે. આ ઉપદેશથી ઘણાં જીવોનું કલ્યાણ પણ થયું છે. મુમુક્ષુ જીવ નિશ્ચય કર્યા પછી પોતાનો માર્ગ કે સિધ્ધાંત છોડી શકે છે, જયારે મતાર્થી કે કદાગ્રહી સમજયા પછી પોતાની હઠ છોડી, સત્યનો સ્વીકાર કરી શકતા નથી. મુમુક્ષુ એ સ્થિર અને નિશ્ચિત વ્યકિત છે જયારે મતાર્થી એ અસ્થિર અને અનિશ્ચિત વ્યકિત છે. મુમુક્ષુ માટે તે શુભ લક્ષણ છે, બચવાની ગૂંજાઈશ છે. તેથી શાસ્ત્રકારોએ સુપક્ષની સામે વિપક્ષને પણ દ્દષ્ટિગત રાખ્યો છે. આ ૨૨મી ગાથામાં બંને પક્ષની સ્થાપના કરી છે. (૧) મુમુક્ષુ અને (૨) મતાર્થી. સાથે સાથે બંનેની યોગ્યતાનો પણ ઉલ્લેખ કર્યા છે. મુમુક્ષુ સદ્વિચારને સમજી શકે છે અને મતાર્થી પ્રાયઃ અવળું સમજે છે. તીર્થંકર દેવાધિદેવના દર્શન કરી અને તેના સમોસરણ આદિ વૈભવ જોઈને મુમુક્ષુ જીવ અહોભાવ પ્રગટ કરે છે. જયારે મતાર્થી આ કોઈ ઈન્દ્રજાળી છે એવો આરોપ કરીને સત્યથી સ્વયં વેગળો બની જાય છે. બંનેની દૃષ્ટિનો ફરક છે, બંનેની બુધ્ધિનો પણ ફરક છે અને આપણે જેમ કહી ગયા તેમ આવી સ્થિતિ બનવામાં તે વ્યકિતના ભૂતકાલીન કર્મ અને સંસ્કાર પણ કારણભૂત છે. મુમુક્ષુને પરમ પુણ્યોદય વર્તે છે, જયારે મતાર્થીને પાપ મોહનીયનો પ્રબળ ઉદય છે. આ એનું મૂળભૂત અંતર છે, તેનું પરિણામ સવળી બુધ્ધિ અને અવળી બુધ્ધિ રૂપે પ્રગટ થાય છે. મુમુક્ષુના લક્ષણોનો ઈશારો કરી પ્રથમ શાસ્ત્રકાર મતાર્થીના લક્ષણનો સ્પર્શ કરે છે. ખરું પૂછો તો આ ૨૨મી ગાથા તે આગળની ગાથાઓનો ઉપોદ્ઘાત છે. અહીં આપણે ૨૨ મી ગાથા સંપૂર્ણ કરીએ છીએ અને તેમાં આવેલા બે ૨૬૩૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય શબ્દો (૧) વિચાર અને (૨) નિર્ધાર તે અર્થપૂર્ણ શબ્દ છે. વિચારની ભૂમિકા : વિચાર શબ્દ વિકલ્પાત્મક પણ છે અર્થાત્ તે વિકલ્પની કોટિમાં પણ આવે છે. તેની ત્રણ ભૂમિકા છે વિકાર, વિકલ્પ અને વિચાર. જો કે આ ત્રણે અંતે તો ત્યાજ્ય જ છે, પરંતુ વિચાર શબ્દ વિશેષ પ્રકારના બોધને પ્રગટ કરે છે. વર્ વરતિ ઘાતુથી વિચાર શબ્દ બન્યો છે. ચરવું એટલે ચારે તરફથી જોવું, જાણવું, વાગોળવું, ગ્રહણ કરવું તેવો અર્થ છે, પરંતુ તેને વિશેષ પ્રકારે સમજીને ચરવાની ક્રિયા આવે છે ત્યારે તે ચરણ મટીને વિચરણ બની જાય છે. ચાર મટીને વિચાર બની જાય છે. વિચાર ઘણો જ ભાવાત્મક શબ્દ છે. અહીં ટૂંકમાં એટલું જ કહેશું કે વિચાર શબ્દ ઉદારતાનો પરિચાયક છે. જયારે નિર્ધાર શબ્દ એ વિચાર કરતાં પણ અધિક મહત્ત્વનો છે. નિર્ણયાત્મક ભાવ નિર્ધારમાં આવે છે. હવે ધારણામાં કોઈ ફેરફાર કરવો નથી તે નિર્ધાર છે, પરંતુ દુઃખની વાત એ છે કે બધા નિર્ણય, નિર્ણય હોતા નથી, કેટલાક અવળા નિર્ણય પણ થઈ જાય છે. એમાં નિર્ણયનો દોષ નથી પણ નિર્ણયકર્તાનો દોષ છે. આ ગાથામાં મતાર્થીના નિર્ણયને વિપરીત નિર્ણય તરીકે પ્રગટ કરી કર્યા છે, અસ્તુ. આ ૨૨મી ગાથા આગળની ગાથાઓની પૂર્વ ભૂમિકા છે. જે રસ્તે જવાનું છે, ત્યાં બે રસ્તા થાય છે એટલે સાચા રસ્તાની સમજ રાખી ખોટા માર્ગને ઓળખવાની જરૂર છે. આટલા વિવેચન સાથે ૨૨મી ગાથા પૂર્ણ કરી ૨૩મી ગાથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. ઉપોદ્ઘાતઃ– આ ૨૩મી ગાથામાં એક રીતે ફરીથી મતાર્થીનું લક્ષણ બતાવીને તે વાત ઉપર વજન મૂકવામાં આવ્યું છે અને જે અવળો વિચાર કરે છે તેનું મૂળ કારણ મતાર્થીને આત્મલક્ષ હોતું નથી. આત્મલક્ષ થાય તો જ બુધ્ધિ સવળી થાય. ૨૨મી ગાથામાં જે કથન કર્યું છે તેનું અહીં કારણ બતાવ્યું છે. હકીકતમાં મનુષ્ય લક્ષનું નિર્ધારણ કરી તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. લક્ષ ખોટું હોય તો બાકીના નિર્ણયો પણ ખોટા હોય. આ ગાથામાં કવિરાજે ઉપરની વાત સિધ્ધ કરી છે અને સાથે સાથે આત્મલક્ષની મહત્તા પણ બતાવી છે. અનંતકાળથી જીવ બહિરાત્મા બની બહારની વસ્તુને લક્ષ બનાવે છે અને ઘરની ખબર લેતો નથી, આત્માને એટલે સ્વને જ ભૂલ્યો છે. હવે જે કોઈ બાકીના બીજા દુર્ગુણો છે જે મતાર્થી સાથે જોડાયેલા છે તે દુર્ગુણોને પણ આગળની ગાથામાં વિવરણ કરવા માટે કવિશ્રી અહીં તેનો ઉદ્ઘોષ કરે છે. આ બધા લક્ષણો સારા નથી. વ્યવહાર દષ્ટિએ અથવા સાંસારિક દ્દષ્ટિએ ભલે કદાચ સારા લાગતાં હોય, પરંતુ આ અધ્યાત્મશાસ્ત્રમાં તો તે અકલ્યાણકારી છે તેથી તેનાથી ચેતવું જ જોઈએ. આ મતાર્થીના લક્ષણો મતાર્થીને જ સમજવા માટે નથી પરંતુ મતાર્થી કેવા હોય તેનું વિવરણ આપી મુમુક્ષુઓને સાવધાન કરવા માટે તેનું વિવરણ આપ્યું છે. સંપૂર્ણ ગાથા એક રીતે પાછળનું પુનરાવર્તન છે, પરંતુ તે ગાથામાં જે વિશેષ લક્ષણો બતાવ્યા નથી તે લક્ષણોનેં બતાવવા માટેની જાહેરાત છે. ગાથા સામાન્ય હોવા છતાં કેટલુંક વિશેષ અર્થઘટન પણ છે. આપણે અહીં આટલો ઉપોદ્ઘાત કરી હવે ગાથાનું અર્થઘટન કરશું. સામાન્ય માણસને દહીં તે દહીં જ દેખાય છે, પરંતુ સમજદારને તેમાં માખણ કેટલું છે તે સમજાય છે. એમ માખણને આધારે જ દહીંનું મૂલ્યાંકન થાય છે. પદાર્થ જોયા પછી પદાર્થની ગુણધર્મિતા ઉપર પણ અને ક્રિયાકલાપ ઉપર પણ વિચાર કરવો ઘટે છે. હવે આપણે મૂળ ગાથાનો ઉલ્લેખ કરીએ. ૨૬૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ 'હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; 'તેહ મતાર્થી લક્ષણો અહીં કહા નિરપેક્ષ II આ ગાથામાં આત્મલક્ષ એ જ મહત્ત્વપૂર્ણ શબ્દ છે. મતાર્થીને કઈ જાતનું આત્મલક્ષ ન હોય? સામાન્ય રીતે મનુષ્યમાત્ર અને પ્રાણીમાત્ર આત્મલક્ષી હોય છે. પોતાને વચમાં રાખીને હિતાહિતનો વિચાર કરે છે. સ્વાર્થ શબ્દ પણ આવા જ અર્થમાં વપરાય છે. પોતાનું ધ્યાન રાખે, પોતાને જ જુએ, પોતાનું જ હિત વિચારે, તે બધા બાહ્ય દષ્ટિએ આત્મલક્ષી છે, પરંતુ આ આત્મલક્ષ સાંસારિક છે તેમાં કેટલુંક જરૂરી હોય છે અને કેટલુંક બિનજરૂરી પણ હોય છે. શું જ્ઞાની આત્માએ પોતાના સ્વાથ્યનો વિચાર કરવો ન ઘટે? પોતાની ઈન્દ્રિયો સંયમિત રહે, તે હાનિકારક ન બને અને ગુણધર્મતાથી નષ્ટ ન થાય તે માટે ઉપયોગ રાખવો જરૂરી છે. જે શાસ્ત્રથી જ્ઞાન થાય છે તે ગ્રંથોને શું સંભાળીને રાખવા ન ઘટે ? આમ બાહ્ય લક્ષ ઘણાં અર્થમાં ઉપકારી છે, પરંતુ તે પોતાની મર્યાદાને છોડી વિષયાસકત થઈ કે કામાસકત બની પોતાના શણગાર કે ભોગ ઉપભોગમાં લક્ષ રાખી પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય તો આ બધા બાહ્ય લક્ષ પણ હાનિકારક છે. એટલે અહીં બાહ્ય લક્ષનાં વિષય મૂકીને જે આત્મલક્ષની વાત કરી છે, તે વ્યાવહારિક આત્મલક્ષ નથી. આ શુધ્ધ આત્મલક્ષ છે. આત્મ શબ્દના બે ભાવ સ્પષ્ટ જોવાય છે. (૧) યોગાત્મા, ઉપયોગાત્મા આત્મા અને (૨) સાંસારિક દ્રષ્ટિમાં પ્રવર્તમાન અને હું ને વચમાં રાખી જે લક્ષ સિધ્ધિ થાય છે. તે આત્મલક્ષ હોવા છતાં બહિરાત્મા છે. થોડો અંતરઆત્મા પણ હોઈ શકે. પરંતુ અહીં જે દિવ્ય આત્મલક્ષ બતાવ્યું છે, તે પરમાત્માને લક્ષમાં રાખી, પરમ વિશુધ્ધ આત્માને લક્ષમાં રાખી, અરિહંત સ્વરૂપને લક્ષમાં રાખી, જે લક્ષ નકકી કરવામાં આવે છે તે સાચું આત્મલક્ષ છે. આ આત્મલક્ષ પ્રાપ્ત થયા પછી બાહ્યલક્ષ તેની સ્થિતિનો પરિપાક થયા પછી સ્વતઃ તે ખરી પડે છે. શુધ્ધ આત્મલક્ષ થયા પછી ક્રમશઃ બાહ્યલક્ષની સ્થિતિ ઘટતી જાય છે. જેમ બાળ કે ખોટા રમકડાંથી રમે છે, ઘોડાગાડી બનાવીને ખેલે છે તેમાં તેને મોહ પણ બંધાય છે પરંતુ જેમ જેમ બાળકને સાચી સ્થિતિનું ભાન થાય છે, તેમ રમકડાંનો મોહ તૂટતો જાય છે તે સાચા અર્થમાં પદાર્થની પ્રાપ્તિ ઈચ્છે છે. એ જ રીતે આ સંસારી બાળ જીવ જેમ જેમ શુધ્ધ લક્ષને પ્રાપ્ત કરે છે અને કેન્દ્રનો નિર્ધાર કરે છે તેમ તેનું બાહ્ય લક્ષ પીગળી જાય છે. આ ગાથામાં આત્મલક્ષ એ મોતી હોવા છતાં, સાચું રત્ન હોવા છતાં, મતાર્થી તેને ઓળખતો નથી, આત્મલક્ષથી તે દૂર રહે છે, તેને આત્મલક્ષ થતું નથી અને આત્મલક્ષ ન થવાથી તેની બાળ બુધ્ધિ વધારે આગ્રહી બનતા તે મતાર્થીની કોટિમાં આવે છે. અહીં શ્રી કવિરાજે ખરેખર કાર્ય કારણનો ઉલ્લેખ કરીને કારણનો અભાવ બતાવી કાર્યનો પણ અભાવ બતાવે છે અર્થાત્ આત્મલક્ષના અભાવમાં મતાર્થીને સબુધ્ધિનો પણ અભાવ બની જાય છે. અહીં દાર્શનિક દ્રષ્ટિએ ચૌભંગી સમજવા જેવી છે. લક્ષ અને સદ્ભાવની ચૌભંગી ઃ (૧) લક્ષનો અભાવ, સદ્દબુધ્ધિનો અભાવ. (૨) લક્ષનો Page #279 -------------------------------------------------------------------------- ________________ અભાવ અને અવળી બુધ્ધિનો સદ્ભાવ, (૩) લક્ષનો સદ્ભાવ અને અવળી બુધ્ધિનો અભાવ (૪) લક્ષનો સદ્ભાવ અને સવળી બુધ્ધિનો સદ્ભાવ. આ ચૌભંગીમાં સદ્ભાવ ને અભાવ પરસ્પર વિરોધી છે અને તેના કારણો પણ પરસ્પર વિરોધી છે અર્થાત્ અભાવજન્ય અભાવ અને સદ્ભાવજન્ય સદ્ભાવ. ભાવ એ થયો કે બીજ સાચુ અને વૃક્ષ પણ સાચું. બીજનો અભાવ હોવાથી વૃક્ષનો પણ અભાવ થાય છે. અહીં સદ્ભાવ અર્થાત્ મુમુક્ષુ ભાવના અભાવમાં આત્મલક્ષ થતું નથી અને આત્મલક્ષ ન થવામાં મતાર્થ કારણભૂત પણ છે. આ રીતે કારણનો અભાવ અને પ્રતિયોગીની હાજરી બંને કારણોથી આત્મલક્ષ થતું નથી. ‘હોય મતાર્થી તેહને’ અહીં સામાન્ય કોટિમાંથી અથવા એકેન્દ્રિય આદિ જન્મોમાંથી મનુષ્યગતિમાં પહોંચ્યા પછી કેટલાક વિકારોનો ઉદ્ભવ થાય છે. ઘણાં વિકારો ઉદયમાન થાય છે તેથી અહીં કવિરાજે ‘હોય મતાર્થી’ અર્થાત્ જેની બુધ્ધિમાં મતાર્થ જન્મ્યો હોય તેવા વ્યકિતને ઉદ્દેશીને આગળ નું કથન કર્યુ છે. હોય એમ કહેવાથી કોઈ જીવ મતાર્થી ન પણ હોય શકે અને તેવા જીવને આત્મલક્ષ હોય પણ શકે અને ન પણ હોય શકે, તે વિકલ્પે છે, પરંતુ જો તે વ્યકિતમાં મતાર્થ પ્રવેશી ગયો હોય અને મતાર્થી બન્યો હોય, અહીં ‘બન્યો' શબ્દ અધ્યાહાર છે. હોય મતાર્થીનો મતલબ છે મતાર્થી બન્યો હોય અથવા જે સ્વભાવથી વિપરીત રીતે મતાર્થી બની ગયો હોય, મતાર્થી બનવાના કારણ ઘણાં હોય શકે પરંતુ આ ગાથામાં તેનો ઉલ્લેખ ન કરતાં મતાર્થી આત્મલક્ષથી વંચિત છે. વંચિત રહે છે અને એ રીતે મતાર્થીપણું હોવાથી આત્મલક્ષ વિલુપ્ત રહે છે. આવા મતાર્થી જીવ સહેજે દ્દષ્ટિગોચર થતાં નથી જયાં સુધી તેના પુરા લક્ષણો પ્રગટ ન થાય અથવા આપણે જાણીએ નહીં ત્યાં સુધી મતાર્થને સમજી શકાતો નથી. શાસ્ત્રકાર સ્વયં ત્રીજા પદમાં ઉદ્ઘોષ કરે છે કે હવે મતાર્થીના લક્ષણો બતાવશું અને આ મતાર્થીની વ્યાખ્યા જરા પણ રાગદ્વેષને આધીન થયા વિના પક્ષપાતરહિત તટસ્થ ભાવે જે ન્યાય આપવો ઘટે તે રીતે ન્યાયયુકત લક્ષણ બતાવશું. મતાર્થી પ્રત્યે કોઈ દ્વેષભાવના નથી અને તેના લક્ષણો બતાવવામાં જરા પણ અન્યથા ભાવો નથી. સત્યરૂપે જેમ સાચો વેપારી ત્રાજવાથી સાચી રીતે માલ તોલીને આપે અને ત્રાજવાનો કાંટો બરાબર મધ્યસ્થ રહે તે રીતે કોઈ પણ એક બાજુ પલ્લું નમ્યા વિના મનનો કાંટો મધ્યસ્થ ભાવે રાખી આ લક્ષણો કહેવામાં આવશે. કેટલી સુંદર રીતે અને કેટલા વિનયપૂર્વક સાચી વાત કહેતાં પહેલા ન્યાયબુધ્ધિને કેટલું સન્માન આપ્યું છે અને કોઈપણ નિર્ણય ન્યાયયુકત હોવો જોઈએ તેવો કવિનો અભિપ્રાય અહીં પ્રગટ થાય છે. આ પદમાં મતાર્થીના લક્ષણો ન કહેતા તેહ લક્ષણો એમ કહ્યું છે ‘તેહ’ શબ્દથી કોઈ ખાસ અંગુલીનિર્દેશ કર્યો છે. મતાર્થીમાં તો ઘણા લક્ષણો હોય શકે પરંતુ અહીં તો જે કહેવા યોગ્ય છે તે લક્ષણો કહેવામાં આવશે. તેમ કહીને ભાષાની મર્યાદા જાળવી છે અને જેટલું કહેવા જેટલું તેટલું કહેશું. અકથ્યભાવોને કે અવધ્ય ભાવોને લક્ષણ રૂપે હોવા છતાં તેનું કથન કરશું નહીં ‘તેહ લક્ષણો' એટલે જેહ લક્ષણો આત્મસિધ્ધિમાં અનર્થકારી છે તેહ લક્ષણોને કહીશું. શરીરશાસ્ત્ર દ્દષ્ટિએ જે વ્યકિત જેવા હોય તેની આકૃતિમાં પણ તેવો પ્રભાવ દેખાય છે. અંગ શાસ્ત્રોમાં દુર્જન વ્યકિતના ચહેરા કેવા હોય, તેના બોલવા ચાલવાના ઢંગ કેવા હોય તેમના ૨૩૬ Page #280 -------------------------------------------------------------------------- ________________ કિIT THI[!|1|| હાથ-પગના આંગળા તથા નખ તે કેવા હોય તે બધુ વિવરણ મળે છે, આ બધું લક્ષણ શાસ્ત્ર કહેવાય છે પરંતુ આ આત્મસિધ્ધિશાસ્ત્રમાં તેવા લક્ષણો કહેવાનું પ્રયોજન નથી. ફકત “તેહ' લક્ષણો અર્થાત્ જે આત્મલક્ષમાં બાધક છે, આત્મસિધ્ધિમાં નડતર રૂપ છે, તે બધા લક્ષણો પ્રગટ કરશું. બાકીના બીજા લક્ષણો અન્યશાસ્ત્રોમાં વર્ણવ્યા હોય તે અહીં ઉલ્લેખ કરવા યોગ્ય નથી. તેની વ્યાવૃત્તિ કરવા માટે જ તે શબ્દ મૂકયો છે. આપણા કવિ તે મહાકવિ છે. એક અક્ષરમાં પણ ઘણા ભાવ ભરી દે છે તો અહીં “તેહ’ શબ્દ પણ ઘણો મર્મવાચી છે અને તેનો મર્મ સમજવાથી કવિનું હૃદય વાંચી શકાય છે. અત્યાર સુધી ગુરુદેવ સ્વયં વકતા છે તેવો ભાવ પ્રગટ થવા દીધો ન હતો, આખી આત્મસિધ્ધિના પ્રદર્શિતા કોણ છે તે પ્રત્યક્ષ પ્રગટ થતું ન હતું. પાછલી ગાથાઓમાં કોઈ એવો ઉલ્લેખ ન હતો પરંતુ અહીં આ ૨૩મી ગાથા આ દષ્ટિએ ઘણી જ મહત્વપૂર્ણ બની ગઈ છે અને કાવ્ય રચયિતા જે ભાવમાં ઝૂલી રહ્યા છે તે ભાવોને પ્રગટ કરવામાં કર્તા પ્રવાહને રોકી શકયા નથી. વિશેષ શબ્દ મૂકીને તેઓ સ્વયં આવા ન્યાયયુકત કાવ્યમાં વણાઈ ગયા છે. રોમ રોમમાં તટસ્થ ભાવે સચોટ વિચારની પ્રભાવના કરી છે અને ગાથામાં કહ્યું કે “અહીં કહ્યા નિરપેક્ષ' કોણે કહ્યાં છે તે પરોક્ષ ભાવે અભિવ્યકત થાય છે અહીંનો અર્થ “અહી” એટલે કયાં ? જે હૃદયમાં લખાયા છે અને જેનું ઉચ્ચારણ થઈ રહ્યું છે તે કવિતામાં અમે કહ્યાં છે તે સમજાય તેવી વાત છે અને કથન કરનાર અહીં આ શાસ્ત્રમાં નિર્પેક્ષ કહ્યાં છે એમ કહીને સ્વયંનો આભાસ આપે છે. રચયિતાનો આભાસ : “અહી” શબ્દ સાપેક્ષ ભાવે કહેવાયો છે અર્થાતુ તેમાં ઘણી અપેક્ષાઓ અપ્રગટભાવે પ્રગટ થઈ છે. જે નયથી કહેવી જોઈએ તે નયના વિચારમાં કહ્યાં છે અહી નો અર્થ આ નયવાદ છે. “અહી એટલે આ વિવાદમાં અથવા મુમુક્ષુ અને મતાર્થીની ભેદ રેખામાં નિરપેક્ષભાવે સિધ્ધાંત ઉતાર્યો છે અને લક્ષણો પ્રગટ કર્યા છે. અહીં તે સ્થાનવાચી શબ્દ હોવા છતાં તે કાળવાચી શબ્દ છે. “અહી” એટલે આ વર્તમાન સમયમાં જે જાતના મતાગ્રહો ચાલી રહ્યા છે તેવે સમયે “અહી” આ વાત કરી છે. “અહી” તે ભાવવાચક શબ્દ પણ બની જાય છે. કારણ જે ભાવથી કહેવામાં આવે છે તે ભાવમાં કોઈ પ્રકારના રાગદ્વેષ નથી. પરંતુ નિર્મળ ક્ષેત્રમાં અથવા સ્વચ્છ આકાશમાં જેમ ચંદ્ર પ્રકાશિત થઈ રહ્યો હોય તેમ “અહીં એટલે આત્મપ્રદેશોમાં અથવા શુધ્ધજ્ઞાન પર્યાયોમાં સમાયેલા ભાવો અહીં પ્રગટ કર્યા છે. જો કે “અહીં આ શબ્દ વિપક્ષને સંબોધીને આવ્યો છે અર્થાતુ વિપક્ષમાં જે કંઈ નાસમજ ચાલી રહી છે તેવે સમયે તેઓને અનુલક્ષીને અહીં એટલે આ કસોટી કાળમાં અમે તટસ્થ ભાવે આ લક્ષણો કહ્યાં છે. “અહી” શબ્દ એક પ્રકારે મર્યવાચી શબ્દ છે તેથી વિશેષ રૂપે પણ તેનું વિવેચન થઈ શકે છે. “અહીં' કહ્યાં છે તેનો અર્થ એ થાય છે કે જયારે જરૂર હતી ત્યારે કહ્યા છે આ અવસરે કહ્યા છે. આવો રૂડો અવસર આવ્યો છે તો જેમ ઘઉંમાં કાંકરા હોય અને કાંકરાને ઓળખીને અલગ કરવા જરૂરી છે. તે જ રીતે અધ્યાત્મશાસ્ત્રમાં મતાર્થી તે કાંકરારૂપે છે, કાંટા રૂપે છે તેને અહીં છૂટા પાડીને, તેના લક્ષણો બતાવીને જ્ઞાનાર્થી જીવોને ચેતવણી આપી છે. તેમ અહીં કહ્યું છે. “અહી” શબ્દ સપક્ષ અને વિપક્ષ બંને વચ્ચેની એક રેખા છે અને રેખાને સ્પષ્ટ STANDARDISKUSIRGALOS USUARIOS ANAEROBILES ESSERE ATLANULONGONAN RASEHARUSHA RONALE SU UNHAS Page #281 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે આ લક્ષણો વ્યકત કર્યા છે. ‘કહ્યાં' એટલે કોણે કહ્યા ? સામાન્ય રીતે કવિરાજે કહ્યા એવો ભાવ નીકળે પણ વાસ્તવિક અર્થ એ છે કે જ્ઞાની આત્માઓએ લક્ષણો કહ્યા છે. જ્ઞાન એ એવું તત્ત્વ છે, કે જેમાં સત્ય અને અસત્ય, સારું અને નરસું. શ્વેત અને શ્યામ બંને ભાવ પ્રગટ થાય છે અને જયારે જ્ઞાનીઓને જ્ઞાનમાં મુમુક્ષુઓના ભાવોની સાથે મતાર્થીના લક્ષણો પણ દેખાય છે તેથી તેઓએ આ લક્ષણ કહ્યાં છે. ‘કહ્યા’ શબ્દનો આ ગંભીર અર્થ છે પરંતુ તે ભાવોને ગુજરાતી ભાષામાં મૂકીને કાવ્ય અથવા કવિતામાં ગોઠવીને સૌમ્યભાવે સ્વયં ગુરુદેવે આ લક્ષણો કહ્યા છે. ‘કહ્યા’ શબ્દ ભૂતકાળની ક્રિયાને વ્યકત કરે છે અને કાવ્યમાં આ ક્રિયાપદનો કર્તા અદશ્યભાવે વ્યકત થાય છે. એટલે દૂરના કર્તા તરીકે ભૂતકાળના અનેક નિષ્પક્ષ જ્ઞાનીઓએ અને વર્તમાનકાળના કર્તા તરીકે કાવ્યકારે સ્વયં આ ભાવો કહ્યા છે. ‘કહ્યા' છે એટલે અર્થ કહી રહ્યા છે. ભવિષ્યમાં પણ આ કથન વાસ્તવિક બની રહેશે. ‘કહ્યા' છે નો અર્થ કહી રહ્યા છે. ‘કહ્યા' કહીને આ લક્ષણો પર ભાર આપવામાં આવ્યો છે અર્થાત્ લાભ-લપેટ વિના જે સ્વચ્છ ભાવે કહેવું જોઈએ તે રીતે કહ્યું છે સમજદારને સમજમાં આવે તેમ કહ્યું છે. કથનનું મહત્ત્વ પણ ઘણું છે એથી એમાં કોઈ શંકા ન કરે તે માટે નિર્પેક્ષ ભાવે કહ્યાં છે. તેવું ક્રિયા વિશેષણ મૂકયું છે. કથનનું પાણી જરાપણ મેલું થવા દીધું નથી, સ્વચ્છ પાણી પ્રવાહિત કર્યું છે, કથનશૈલી પણ નિર્મળ રાખી છે, છતાં પણ જે કહેવું ઘટે તે કહ્યું છે. :: નિર્પેક્ષ અર્થાત્ સત્યપૂર્ણ : નિર્પેક્ષભાવે કહેવાની યોગ્યતા જીવને કયારે પ્રાપ્ત થાય છે ? શું મનુષ્યની બોલી સર્વથા સ્વતંત્ર છે ? અથવા મનુષ્યની ભાષામાં આંતરિક કે બાહ્ય કોઈ પ્રકારનો પ્રભાવ હોય છે ? જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રાણી કે મનુષ્યની ભાષા વિશે ઘણું જ કહેવામાં આવ્યું છે. આખું શાસ્ત્રીય પ્રકરણ જાણવા જેવું છે, પરંતુ અહીં બધો વિસ્તાર ન કરતાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે છદ્મસ્થની ભાષા સર્વથા સ્વંતત્ર નથી. એમાં ઉદયમાન કર્મનો પ્રભાવ આવે છે. ખાસ કરીને, મોહનીયકર્મના ઉદયથી રાગદ્વેષના ભાવો અધ્યાત્મિકક્ષેત્રમાં ઊભા થઈ અધ્યવસાયરૂપે મનોયોગમાં, સંકલ્પમાં કે વાણીમાં ઉતરી આવે છે અને ભાષા પણ પ્રભાવિત થાય છે, તેનાથી રાગમૂલક દ્વેષમૂલક શબ્દોનું ઊચ્ચારણ થાય છે, અસત્ય, વ્યવહાર અને મિશ્રભાષા સ્થાન પામે છે. આ બધું હોવા છતાં પણ ભગવાને સત્ય ભાષા બોલાય તેમ કહ્યું છે. સત્યભાષા એ ભાષાનો સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. જો મોહનીય કર્મના ઉદયથી પ્રભાવ પડતો હોય તો સત્ય ભાષા કે ન્યાયયુકત ભાષા અથવા આપણાં કવિરાજે કહ્યું છે તેમ નિર્પક્ષ ભાષા કેવી રીતે પ્રભાવિત થયા વિના રહી શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપણે થોડી ઝીણવટથી વિચારશું. મોહનીયકર્મના ઉદયભાવની સાથે ક્ષયોપશમભાવના પરિણામ પણ ચાલતા હોય છે. જેમ બહુ જ ડોહળું પાણી જયારે આછરવા માંડે ત્યારે મેલનો અંશ પાતળો થતાં પાણીની નિર્મળતા પણ દેખાવા લાગે છે અને આ રીતે પાણીમાં મેલનો પ્રભાવ અને પોતાની સ્વચ્છતા બન્ને એક સાથે જળવાઈ રહે છે. એ જ રીતે મોહનીયનો પ્રભાવ ખૂબ જ પાતળો પડયાં પછી ઉદયમાન - ૨૬૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ પરિણામો નિષ્પન્ન થતાં આત્માની શુકલતાની ઝાંખી થવા માંડે છે. ઉદયમાન પરિણામોનું અસ્તિત્ત્વ છતાં આત્માના સૂક્ષ્મ પરિણામો પણ સાથે સાથે જળવાય રહે છે. પરિણામોનું ભાન થયા પછી ઉપયોગ ક્ષયોપશમ પરિણામ ઉપર સ્થિત થાય છે. દર્શન શાસ્ત્રમાં કહ્યું છે કે “પુષ્યિ તત્વ પક્ષપાતની અર્થાત્ બુધ્ધિ છે તે તત્ત્વ તરફ કે સત્ય તરફ વળે છે અને ન્યાય આપે છે. પછી કોઈ અજ્ઞાની જીવ મોહને કારણે પડદો નાંખે તે જુદી વાત છે. અન્યથાબુધ્ધિ નિષ્પક્ષભાવે કે તટસ્થભાવે ન્યાયનું પ્રમાણ આપે છે. ન્યાયયુકત વિચારે ન્યાયયુકત વાણી પ્રગટ થાય છે, એને જ આપણા કવિરાજે નિષ્પક્ષ વચન કહ્યું છે. આ વિવેચનથી સ્પષ્ટ થાય છે કે મોહનીય આદિ કર્મના અસ્તિત્ત્વમાં પણ પ્રામાણિક વ્યકિતની બુધ્ધિ કે વચન પ્રભાવિત થતાં નથી અને તટસ્થપણે સ્વપક્ષ કે પરપક્ષમાં તણાયા વિના કે પક્ષપાત કર્યા વિના જે ન્યાય આપવો ઘટે તે આપે છે. એટલે અહીં આ પ્રસંગે અથવા આ વ્યાખ્યામાં નિર્પેક્ષ ભાવે મતાર્થીના લક્ષણો બતાવ્યા છે. મતાર્થીને કાંઈ નીચે ઉતારવાની કે નીચું દેખાડવાની વાત નથી. ફકત તેના લક્ષણોનું ધ્યાન કરીને તેનાથી ચેતવાની વાત છે. જેમ કોઈ કહે લીમડો કડવો છે, કડવાશએ લીમડાનું લક્ષણ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે લીમડો સ્વયં કડવો છે અથવા તે નિંદાપાત્ર છે. મતાર્થી પણ પોતાના લક્ષણોથી આત્મદષ્ટિએ નિર્મળ છે. અત્યારે ફકત લક્ષણની વ્યાખ્યા કરી છે અને મતાર્થીને સમજવા માટે નિર્પક્ષ ભાવે ન્યાય આપ્યો છે અસ્તુ. . આટલું વિવેચન કર્યા પછી ગાથાનો ઉપસંહાર કરીને અહીં ગાથાની વ્યાખ્યા સમાપ્ત કરશું. ઉપસંહારઃ આખી ગાથાનો સામાન્ય સીધો અર્થ એ જ છે કે જે વ્યકિત મતના આગ્રહમાં પડયો હોય, હઠાગ્રહી કે કદાગ્રહી હોય, પરોક્ષ રીતે જેને મતાર્થી કહ્યા છે તેવા વ્યકિત આત્મલક્ષી થઈ શકતા નથી. જેમ હીર (રેશમ) ની દોરીમાં તીવ્ર ગાંઠ વાળેલી હોય તો તે છૂટતી નથી, તે જ રીતે મનની વાળેલી ગાંઠ રાગદ્વેષ ભરી હોવાથી આત્મલક્ષ થવા દેતી નથી અને જેને આત્મલક્ષ ન હોય તે બહિરાત્મા બની સંસારમાં પરિભ્રમણ કરે છે. આવા આત્મલક્ષ રહિત જીવોના લક્ષણો કેવા હોય તે આગળ સિધ્ધિકાર સ્વયં કહેવા માંગે છે, પરંતુ કહેવાની શૈલીમાં પોતે પક્ષપાત રહિત તટસ્થ બુધ્ધિથી કહેશે તેવી બાહેંધરી આપી, કહેવા જેવું જેટલું જરૂરી છે તેટલું કહેશે. કહેવામાં કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે, તેમજ બાહ્ય પરિસ્થિતિને આધારે સારું નરસું કહેવા માટે આ લક્ષને પ્રગટ કરતા નથી. ફકત જે હકીકત છે અને જે ક્રિયાન્વિત થયેલા તત્ત્વો છે તેનું જ વ્યાખ્યાન કરવામાં આવશે, એવી પ્રામાણિકતા સાથે આ ગાથા પરિપૂર્ણ થાય છે. આખી ગાથામાં મુખ્ય બે પ્રધાન શબ્દો છે : (૧) આત્મલક્ષ (૨) નિર્પક્ષ. આ બન્ને ભાવ કાર્ય–કારણ જેવા સંયુકત છે. આત્મલક્ષ કરવા માટે નિર્પણ થવું અત્યંત જરૂરી છે. આ બે શબ્દના કારણે પૂરી ગાથા મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. જેમ માળામાં મોતી મૂક્યું હોય, હીરો મૂકયો હોય તો આખી માળાની કિંમત વધી જાય છે, તે જ રીતે અહીં બે મોટી ચમકે છે અને તેને કારણે સમગ્ર ગાથા જ્ઞાનનું ભાજન બનેલી છે અસ્તુ. હવે આપણે ૨૪મી ગાથાનો ઉપોદ્દાત કરશું. REARETHER રાણાવાણા ૨૬૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્દાત: કવિરાજ આગળ ચાલીને સ્વયં આત્મજ્ઞાનની સાધનામાં બાધક બને એવા કારણોનું વિવરણ કરે છે અને તેમને મતાર્થી શબ્દોથી સંબોધે છે. જો કે આ મતાર્થી શબ્દમાં સ્વ શબ્દ અંતર નિહિત છે. મતાર્થીનો અર્થ છે “સ્વમતાથ ભગવાન જિનેશ્વરનો મત અને ઉપદેશ પણ એક પ્રકારનો મત જ છે, પરંતુ અહીં એવા શુધ્ધ મતનું તાત્પર્ય નથી. પરંતુ વ્યકિતએ પોતે ધારેલો અથવા કુળ પરંપરાથી પ્રાપ્ત થયેલો, ભૂલ ભરેલો મત અને તે મતનો જે અર્થી હોય તેનો અર્થ કહીને મતાર્થી શબ્દનો પ્રયોગ કર્યો છે. અને તેના લક્ષણ રૂપે આ ૨૪મી ગાથાનું વિધાન થયેલું છે. જો કે ૨૪મી ગાથામાં મતાર્થી શબ્દનો પ્રયોગ કર્યો નથી. તેથી અહીં આપણે તેના જે લક્ષણો બતાવ્યા છે, તેને ૨૪મી ગાથાનો ઉપોદ્દાત કરી બતાવી રહ્યા છીએ. આખી ગાથા વિપક્ષી બાધકતત્ત્વોનું વિવરણ આપે છે. દર્શનશાસ્ત્ર અનુસાર પ્રતિયોગીનો અભાવ ન હોય ત્યાં સુધી અનુયોગી કાર્યકર થઈ શકતો નથી, અથવા અનુકુળ કારણો પણ કાર્ય કરી શકતા નથી અને આ વસ્તુ શાસ્ત્રકારના લક્ષમાં છે, જેથી અહીં બાધક તત્ત્વોનું લાગ–લગાટ માન્યા વિના સચોટ રીતે ખુલ્લા દિલથી નિર્દેશ કરે છે જેનું આપણે ગાથામાં જ દર્શન કરશું. નાના નાના ૨૭૦ Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૪ 'બાહ ત્યાગપણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; (અથવા નિજકુળ ધર્મના તે ગુરુમાં મમત્વ II સર્વ પ્રથમ જ્ઞાન વગરનો બાહ્ય ત્યાગ તેનો ઉલ્લેખ કર્યો છે. અહીં આ શબ્દોના ત્રણ વિભાગ થઈ જાય છે. જ્ઞાનનો અભાવ, ત્યાગના બે પ્રકાર, આંતર ત્યાગ અને બાહ્ય ત્યાગ. તેમાંથી બાહ્ય ત્યાગને ગ્રહણ કર્યો છે. (૧) જ્ઞાનનો અભાવ અને બાહ્ય ત્યાગ (ર) જ્ઞાનનો અભાવ અને ત્યાગનો અભાવ (૩) આંતર ત્યાગ અને જ્ઞાનનો અભાવ (૪) જ્ઞાનનો સદ્ભાવ અને આંતર ત્યાગ. આ રીતે વિભાજન કરવાથી પાઠકને સ્પષ્ટભાવ સમજાશે. છેલ્લો ભાગો અર્થાત્ ચોથો ભંગ સર્વોત્તમ છે. જયારે પહેલો ભંગ સર્વથા કનિષ્ઠ છે અર્થાત્ ભૂલ ભરેલો છે. અહીં શાસ્ત્રકારે પ્રથમ ભંગ પકડયો છે અને તેને મુખ્ય બાધક તત્ત્વ ગણે છે. ક્રમોમાં તેમણે બાહ્ય ત્યાગનું ઉચ્ચારણ કરી જ્ઞાન નહીં અર્થાતુ જ્ઞાનનો અભાવ, તે રીતે બાહ્યત્યાગ અને અજ્ઞાનની જોડીનું વિવરણ કર્યું છે. જીવ અનાદિકાળથી ત્યાગને સમજયો નથી, તેથી તે ત્યાગ રહિત હતો પરંતુ જયારે મનુષ્ય અવતારમાં આવ્યો અને ધર્મની અને ત્યાગની વાતો સાંભળી ત્યારે તેમણે બાહ્યત્યાગ ગ્રહણ કરી લીધો, ગુરુએ પણ બાહ્ય ત્યાગની દીક્ષા આપી ઈતિશ્રી કરી લીધી. પરંતુ જ્ઞાનનું ક્ષેત્ર ખાલી રહી ગયું અર્થાત્ અજ્ઞાન અને બાહ્ય ત્યાગની જોડી બની. આ જોડીથી શુદ્ધ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં એક મોટી વિટમ્બના ઊભી થઈ, જે કવિરાજને પ્રત્યક્ષ દષ્ટિગોચર થઈ છે. બાહ્ય ત્યાગનો આરંભ ઃ બાહ્ય ત્યાગ એટલે શું? આ બાહ્ય શબ્દથી ત્યાગના બે પ્રકાર હોય તેવો આભાસ થાય છે. ખરું પૂછો તો ત્યાગ તો મનથી જ થાય છે. બાહ્ય ત્યાગ હોય કે અંતરત્યાગ હોય, મનના સંયોગ વગર બની શકે નહીં. જેથી બહારમાં કોઈ એવું ઉપકરણ નથી જે ત્યાગમાં ઉપકારી થાય. કોઈ બંધનમાં રહેલાં કે પરાધીનભાવે પડેલા જીવો પણ ત્યાગ અનુભવે છે પરંતુ હકીકતમાં તે ત્યાગ નથી. વ્યકિત જયારે કોઈ ચીજ છોડવાનો નિશ્ચય કરે ત્યારે તેમની ઈચ્છાશકિત અને મનોયોગ સાથ આપે તો જ તે છોડી શકે, એટલે અહીં બાહ્ય ત્યાગ કહેવાનો કોઈ બીજો જ ભાવાર્થ હોવો જોઈએ. મનની બે સ્થિતિ છે, એક રાગાદિ કષાયયુકત મન, કોઈ બીજા અન્ય હેતુઓથી ત્યાગ કરવા પ્રેરાય છે પછી તેમાં કોઈ ફળ પ્રાપ્તિની ઈચ્છા હોય, સ્વર્ગની આંકાક્ષા હોય અથવા કોઈની અહિત કરવાની પણ ભાવના હોય. આવા અન્ય અન્ય હેતુઓથી પ્રેરિત થઈને ત્યાગ કરે ત્યારે તેને બાહ્ય ત્યાગ કહી શકાય. ત્યાગ તો પોતે જ કરે છે પણ તેનું લક્ષ બહારમાં છે. જેથી તેને બાહ્ય ત્યાગ કહેવામાં આવ્યો છે. વસ્તુતઃ તો બાહ્ય ત્યાગમાં ત્યાગ દૂષિત નથી પરંતુ ત્યાગ સાથે જોડાયેલા કષાય પરિણામો દૂષિત છે અને આ પરિણામોને કારણે ત્યાગ દૂષિત થાય છે. રાગાદિકારણ ન હોય અને બાહ્ય કોઈ લક્ષ ન હોય તો તે ત્યાગ આંતરિક ત્યાગ થઈ જાય છે. ત્યાગ તો ત્યાગ રાજા રાણા ૨૭૧ રાજા Page #285 -------------------------------------------------------------------------- ________________ જ છે, પરંતુ તેના સહયોગી તત્ત્વો તેને વ્યર્થ બનાવે છે અને સારા સહયોગી તત્ત્વો તેને સાર્થક બનાવે છે આટલા વિવેચનથી બાહ્ય ત્યાગનો ભાવાર્થ લક્ષમાં આવી શકે છે. અહીં સાર્થક ત્યાગમાં જ્ઞાનતત્ત્વ આવશ્યક છે અર્થાત્ જ્ઞાનની ઉપસ્થિતિ હોય તો બાહ્ય ત્યાગનું સ્વરૂપ સ્વતઃ બદલાય જાય છે. નૃત્ય કરનાર નટ ભિખારીનો વેશ લે ત્યારે ભિખારી રૂપે દેખાય છે, પરંતુ તે જ વ્યકિત રાજપાટમાં આવે તો રાજા રૂપે દેખાય છે. આમ સંયોગી તત્ત્વોનો વ્યકિત ઉપર, દ્રવ્યો ઉપર કે તેના ગુણ ઉપર કે પર્યાય ઉપર પણ પ્રભાવ પડે છે. જ્ઞાન પર્યાય તે શુધ્ધ આત્માનું એક પરિણમન છે અને ત્યાગ તે કષાયનો ઉપશમ અથવા અભાવ છે. આ બંને વસ્તુ સાથે હોય ત્યારે ત્યાગ સાર્થક થઈ જાય છે, પરંતુ જ્ઞાનનો અભાવ હોય અને કષાયનો ઉદ્ભવ હોય તો બંને વસ્તુ વિપરીત થવાથી સાધનામાં એક મોટી અડચણ ઊભી કરે છે. (૧) અજ્ઞાન અને ત્યાગ–અજ્ઞાન હોય ત્યારે ત્યાગ સ્વતઃ બાહ્ય થઈ જાય છે. બાહ્ય ત્યાગમાં જ્ઞાનનો અભાવ અને કષાયનો ઉદ્ભવ છે. (૨) આંતરિક ત્યાગમાં જ્ઞાનનો પ્રકાશ છે અને કષાયનો અભાવ છે અસ્તુ. ગાથાકાર બાહ્ય ત્યાગ છે અને જ્ઞાન નથી તેમ કહે છે, પરંતુ હકીકતમાં બાહ્ય ત્યાગ અજ્ઞાન યુકત જ સંભવે છે. અહીં કદાચ જ્ઞાન હોય તો તે સાર્થક જ્ઞાન નથી, સમ્યગુજ્ઞાન નથી, યથાર્થ જ્ઞાન નથી, તત્ત્વસ્પર્શી જ્ઞાન નથી, તેથી જ્ઞાન નથી તેમ કહ્યું છે. જે તપ કરે છે તે તપશ્ચર્યામાં જ આરુઢ થઈને વિશેષ દ્રવ્ય, ગુણ, પર્યાય કે આત્મતત્ત્વની પરિણતિને વિચારવા તૈયાર થતો નથી. ત્યાગને જ મુખ્ય માની તેમાં મમતા કરે છે, તેથી અહીં શાસ્ત્રકાર જ્ઞાન વિનાનો બાહ્ય ત્યાગ એમ કહીને અજ્ઞાન અને બાહ્ય ત્યાગની જોડી આત્મજ્ઞાનમાં બાધાકારક છે અને આ સ્થિતિ થવામાં જે કારણ છે તેનું ઉત્તરાર્ધમાં વર્ણન કરે છે. - અહીં સ્વતઃ અજ્ઞાની છે એમ સ્પષ્ટ ન કહેતા આવા બાહ્ય ત્યાગવાળા જ્ઞાનહીન વ્યકિતને ગુરુ તરીકે સ્વીકાર્યા છે તેવો પણ ઈશારો કર્યો છે. “તે ગુરુ માને સત્ય” અર્થાત્ તેવા ગુરુને સત્ય માને છે અથવા આ વ્યકિત બાહ્ય ત્યાગને સત્ય માની ગુરુનો આશ્રય કરે છે. આવા પ્રકારના ત્રણે અર્થમાં એક જ હકીકત છે. ગુરુ હોય કે શિષ્ય હોય, જ્ઞાનરહિત બાહ્ય ત્યાગ બધી રીતે બાધક છે. આવા ગુરુ માનવામાં વ્યકિત પોતાની બુદ્ધિથી નિર્ણય કરતો હોય તેમ સંભવ નથી, કારણ કે કુળ પરંપરામાં આવા સ્થાપિત ગુરુઓ અસ્તિત્ત્વ ધરાવે છે, જેને પરિણામે વ્યકિત બાહ્ય ત્યાગ પૂરતા સીમિત બનીને ગુરુ ઉપાસના કરે છે અને તેના પ્રત્યે ઊંડો આગ્રહ પણ રાખે છે. કુળ પરંપરામાં એક ગુરુ હોય છે અને પરંપરામાં સ્થાપિત થયેલો પ્રણાલીવાળો ધર્મ પણ હોય છે. આમ ગુરુ કહો કે ધર્મ કહો, વ્યકિત કુળ પરંપરાને વળગી રહે છે. વળગી રહે છે એટલું જ નહી, પરંતુ તેમાં એક પ્રકારનું મમત્વ પણ થાય છે. અહીં કવિરાજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આખી આ પરંપરાને ચેલેન્જ કરીને વ્યકિતને તેમની માન્યતાથી મુકત કરી કોઈ નવો પ્રકાશ આપવા માંગતા હોય તે રીતે આ બાધક તત્ત્વને પ્રદર્શિત કરે છે. જો કે આ પરંપરાઓ આત્મજ્ઞાનની દ્રષ્ટિએ કદાચ પ્રતિકૂળ હોય પણ તેમનું સામાજિક દષ્ટિએ કેટલું મહત્ત્વ છે તે પણ આપણે જાણવા પ્રયત્ન કરશું. રાજા રાજારાણા "!//WWiki ફિl|| Alllllllllll HELISTAGARE RUR RANNS Page #286 -------------------------------------------------------------------------- ________________ આ બધી કુળ પરંપરાઓ અને કોઈપણ માન્યતાના આધારે એ પરંપરાઓને વળગી રહેલા માણસો જ થોડા સંસ્કારયુકત હોય છે અને તેમનું જીવન અહિંસક અને દયામય હોય છે. ધર્મની કોઈપણ પ્રકારની માન્યતા વગરના માણસો નાસ્તિક અને ભૌતિકવાદી હોય છે. આ સિવાય સમાજના સારા સંગઠનો પણ ધાર્મિક માન્યતાઓને આધારે ટકેલા હોય છે, જેથી કુળ પરંપરાઓ નગણ્ય છે, અથવા હાનિકારક છે, તેમ અહીં કહેવાનો ભાવાર્થ નથી, પરંતુ આવા ક્રિયાકાંડવાળા ગુરુના તથા પરંપરાના આધારે જીવાત્મા જો આગળનો વિચાર ન કરે અને આત્મવિકાસની તારવણી ન કરે અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અવકાશ ન ધરાવે તો તે જીવાત્મા સંસારચક્રથી મુકત થઈ શકતો નથી અસ્તુ. અહીં કહેવાનો અર્થ એટલો જ છે કે કોઈપણ પરંપરાના આધારે નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ રૂંધાવો ન જોઈએ. તેમજ તેવા પ્રકારના મતનો આગ્રહ પણ ન હોવો જોઈએ. (૧) અહીં બાહ્ય ક્રિયા છે અને જ્ઞાન નથી. (૨) બાહ્ય ક્રિયા છે અને જ્ઞાન પણ છે, તે સંભવ નથી. (૩) બાહ્ય ક્રિયા નથી અને જ્ઞાન છે તે સાપેક્ષ છે. (૪) બાહ્ય ક્રિયા પણ નથી અને જ્ઞાન પણ નથી તે અંધકાર છે. - આ પદમાં શાસ્ત્રકારે પ્રથમ ભંગને સ્પર્શ કર્યો છે, બાહ્ય ક્રિયા છે અને જ્ઞાન નથી. હકીકતમાં જ્ઞાનનો અભાવ જ બાહ્ય ક્રિયાનું કારણ છે. જ્ઞાનનો સદ્ભાવ થતાં બાહ્ય ક્રિયા તે શુભ ક્રિયા બની જાય છે. અહીં શાસ્ત્રકાર શુભ ક્રિયાનો નિષેધ કરતાં નથી પરંતુ જ્ઞાન વિનાની ક્રિયા તે બાહ્ય ક્રિયા છે અર્થાત્ બાહ્ય ત્યાગ છે. વસ્તુતઃ ત્યાગ તો આવશ્યકતત્ત્વ છે અને જ્ઞાન પ્રાપ્ત થતા અવશ્ય ત્યાગ પ્રાપ્ત થાય છે. આખું પદ જ્ઞાનના અભાવે નીપજતાં બાહ્ય ત્યાગથી આત્મજ્ઞાન અવરોધાય છે તેમ સ્પષ્ટ કરે છે. ઉપરના વિવેચનમાં બાહ્યત્યાગમાં કુળ પરંપરાને પણ કારણ બતાવ્યું છે, કુળપરંપરાના આગ્રહથી મમત્વ જન્મે છે અને તેથી જીવાત્મા આગળ વધી શકતો નથી. અવિકાસનું મૂળ કારણ : આ બધા બાહ્ય ભાવો શાસ્ત્રકારે કહ્યાં છે પરંતુ આવી સ્થિતિમાં જીવની આત્યંતર સ્થિતિ શું હોય તેનું વિવેચન જાણવું જરૂરી છે. જૈનદર્શન બતાવે છે કે જો કષાય મોહનીય કર્મ પાતળું ન થયું હોય અને મિથ્યાત્વ મોહનીયની સ્થિતિ મંદ ન હોય ત્યારે જીવ કોઈપણ નિમિત્તે બાહ્ય ભાવમાં અટવાય જાય છે, પરંતુ અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ થયો હોય અને મિથ્યાત્વ મોહનીય પાતળું પડયું હોય, ગ્રંથીભેદના કિનારા સુધી આવ્યા હોય, તો તેવો જીવ મિથ્યાભાવોમાં અટકી શકતો નથી, તેમજ કોઈ ફળ પરંપરા કે બીજા કોઈ ગુરુના નિમિત્તે તે આત્મકલ્યાણનો માર્ગ અવરોધી શકતો નથી. પોતાના ક્રમ પ્રમાણે યોગ્ય બિંદુ પર આત્મા પહોંચે ત્યારે સમગ્ર અવરોધક કારણો અસ્ત પામી જાય છે. અહીં શાસ્ત્રકારે બાહ્ય ત્યાગનું જે વિવરણ કર્યું છે તેમાં નિમિત્ત કારણ રૂપે કુળપરંપરા નથી. પરંતુ જ્ઞાનરહિત ગુરુ છે, આ બધા નિમિત્ત કારણો ત્યારે જ કાર્યકારી થઈ શકે જો એ અશુધ્ધ ઉપાદાનની પર્યાયોમાં પ્રવર્તમાન હોય. વસ્તુતઃ અગ્નિનો સ્પર્શ પેટ્રોલને આગ લગાડે જ પરંતુ અગ્નિનો સ્પર્શ નિમિત્ત કારણ છે. પેટ્રોલમાં બળવાની ઉપાદાન શકિત છે જ. જો ઉપાદાન શકિત 'પણ૨૭૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ન હોય તો એ જ દિવાસળી પાણીનો સ્પર્શ થતાં સ્વત: બુઝાય જાય છે. આથી સમજાય છે કે નિમિત્ત કરતા ઉપાદાનની પ્રબળતા વધારે છે. આ ૨૪મી ગાથામાં પણ નિમિત્ત કારણોની ઉપસ્થિતિમાં પણ આંતરિક અશુધ્ધ ઉપાદાન ઉપસ્થિત છે, તે પાઠકે સમજી લેવાનું છે. સમગ્ર ૨૪મી ગાથા બાહ્ય કારણો ઉપર વજન મૂકે છે તેનું કારણ એ છે કે નિમિત્ત કારણો દશ્યમાન છે અને વ્યક્તિને સમજાય તેવા કારણો છે. અહીં આપણે એક ગૂઢ વિષયની ચર્ચા કરીએ. જેને આપણે અશુધ્ધ ઉપાદાન કહીએ છીએ તે સર્વથા સ્વતંત્ર નથી, પરંતુ સાધકના જે વર્તમાન ભાવો છે તે વર્તમાન ભાવોની પ્રબળતાથી ઉપાદાન પણ પરિવર્તિત થઈ શકે છે, તેના રસમાં હાનિ વૃધ્ધિ થાય છે અને એમ થતાં વ્યકિતની શકિતમાં વિકાસ થાય છે. નિમિત્ત કારણો ઉપરથી દ્દષ્ટિ હટાવતાં અને સત્યભાવોને સમજવા માટે જ્ઞાન શકિતની પ્રબળતા વધે તો અશુધ્ધ ઉપાદાનની ક્ષમતા ઓછી થઈ જાય, જેમ ઉપાદાનને શુધ્ધ કરવા માટે સાધના છે, તે જ રીતે એક નૈમિત્તિક સાધના છે. અશુધ્ધ નિમિત્તોનો ત્યાગ કરવાથી જીવ શુધ્ધિ તરફ વળે છે અને ઉપાદાનમાં રસનો અભાવ થતાં ગુણશ્રેણીમાં વૃધ્ધિ થાય છે. આ સિધ્ધાંતને આધારે ૨૪મી ગાથામાં જ્ઞાનવિનાના બાહ્ય ત્યાગવાળા ગુરુ અને મિથ્યા કુળપરંપરાનો મોહ છોડી દેવાથી જીવ આગળ વધી શકે છે અને જો તેનું મમત્ત્વ જાળવી રાખે, આવા અશુભ નિમિત્તોને વળગી રહે તો ઉપાદાનમાં પણ અશુધ્ધિનો વધારો થાય અને સાધક વધારે કર્મ બંધનમાં અટકી જતાં આગળનો માર્ગ રૂંધાય છે. ઉપસંહાર : નિમિત્ત કારણોની ચર્ચાની સાથે આપણે ઉપાદાનની સરખામણી કરી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જીવ અશુભ નિમિત્તોને વળગી રહે તો એક પ્રકારની વિકારી પર્યાયોમાં મમત્ત્વ થવાથી તે મતાગ્રહી બની રહે છે. જયાં સુધરવાનો અવકાશ ન હોય ત્યાં વિપરીત પરિસ્થિતિ જન્મે. આ બાધક કારણો ઉપર દષ્ટિપાત કરી આપણે હવે ૨૫મી ગાથાનો સ્પર્શ કરશું. ઉપોદ્ઘાત : અહીં શાસ્ત્રકાર એકાએક વિષયાંતર કરે છે. ૨૪મી ગાથામાં સામાન્ય બુધ્ધિનો જીવ સામાન્ય ગુરુમાં મમત્ત્વ રાખી અટકેલો છે, એટલું કહ્યા પછી આ ૨૫મી ગાથામાં કોઈ વિકાસ પામેલો જીવ બુધ્ધિ અને તર્કથી ભરેલો કઈ જગ્યાએ અટકી પડે છે અને તેમની પ્રચંડ બુધ્ધિ કઈ જગ્યાએ રોકાઈ જાય છે તેનું અતિસૂક્ષ્મ વિવેચન આ ગાથામાં કરવામાં આવ્યું છે અને સામાન્ય કોટિના અટકેલા જીવોથી એકાએક મહાબુધ્ધિશાળી જીવોના બાધકતત્ત્વો ઉપર પ્રકાશ નાંખી ૨૫મી ગાથા ઝીણવટ ભરી રીતે મિથ્યાભાવનો આભાસ આપે છે. આ ગાથા વાંચતા આચાર્ય સમંતભદ્રાચાર્ય જે જૈન પરંપરામાં એક અલૌકિક સ્થાન ધરાવે છે તેમના ઉપદેશનો પણ અહીં આભાસ થાય છે. આ ગાથા સમજવા માટે ગાથાની આખી પૃષ્ઠ ભૂમિનું વિવેચન કરશું. વિવેચન કર્યા પહેલા ગાથાનો અહીં ઉલ્લેખ કરીએ. HE INTER ૨૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ ગાથા-ર૫ 'જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિધ્ધિ, 'વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુધ્ધિ IIL આ ગાથા વાંચવાથી જ સ્પષ્ટ થાય છે કે માનવીય બુધ્ધિ સ્કૂલ અને સૂમ, અણુ અને બાદર, અંતર અને બાહ્ય એ બંને ભાવોને સ્પર્શવા માટે તત્પર હોય છે અને જીવની યોગ્યતા પ્રમાણે દ્વિપક્ષવાળી બુધ્ધિ યથાસ્થાને બંને ભાવોનો સ્પર્શ કરવા માટે તૈયાર હોય છે. ઉદાહરણ રૂપે, સોનું ખરીદવા માટે જે માણસ જાય છે તે કેવળ સોનાના રૂપ રંગને જોતો નથી પરંતુ તે ખરેખર સોનું છે કે નહીં તેને સમજવા પ્રયાસ કરે છે. વ્યવહારમાં પણ પદાર્થનું બાહ્ય રૂ૫ અને આંતરિક રૂપ, બે ભાવ સ્પષ્ટ હોય છે અને એ જ રીતે બુધ્ધિમાં પણ આંતરદ્રષ્ટિ અને સ્થૂલદ્દષ્ટિ એ બે ભાવ વિકાસ પામે છે, જેને જૈનશાસ્ત્રમાં નયદષ્ટિ કહે છે. તત્ત્વગ્રાહિતાનો આધાર : પદાર્થનું દ્રશ્યમાન રૂ૫ અથવા દશ્યમાન પર્યાય તે તેનું બાહ્ય રૂ૫ છે. જેને એક પ્રકારે દ્રવ્યનિક્ષેપ કહી શકાય, પરંતુ આ બાહ્ય રૂપ આંતરિક આધ્યાત્મિક વિકાસના કારણે નિષ્પન થયું હોય છે અને આંતરિક દ્રવ્ય કે આંતરિક પર્યાય તે પદાર્થનું હાર્દ છે અર્થાત્ કલેજુ છે. સામાન્ય બુધ્ધિવાળો જીવ દશ્યોને જોઈને તે દશ્યમાન પર્યાયને નિહાળીને તેમાં મુગ્ધ બની જાય છે અને તેની બુધ્ધિ પણ તેમાં રોકાય જાય છે. આ પરિસ્થિતિ આત્માર્થી જીવ માટે કઠિન છે. અહીં શાસ્ત્રકાર સ્વયં ઉપર્યુકત વાતને સ્પષ્ટ કરે છે. સાધક જિનેશ્વર ભગવાનને ભજે છે. જિનેશ્વર ભગવાનના અલૌકિક રૂપને નિહાળે છે. ફકત જિનેશ્વરનું રૂપ જ નહીં, પરંતુ તેમના પુણ્ય પ્રભાવથી ઉત્પન્ન થયેલા સમોસરણ આદિ અલૌકિક દ્રશ્યમાન રૂપોને જુએ છે. આથી સાધકનું મન પ્રભાવિત થાય છે અને જિનેશ્વરના દેહાદિક ભાવોને અથવા તેમના અલૌકિક શરીર સંગઠનને અને સમોસરણ આદિ ઉતકૃષ્ટ રચનાઓને જોઈ તેમાં જ સંતુષ્ટ થઈ જિનેશ્વર સ્વયં કોણ છે તેનું આંતરિક સ્વરૂપ શું છે ? અથવા કયા શુધ્ધ દ્રવ્યના પર્યાયને આધારે આ અલૌકિક શાંતિ પ્રગટ થઈ છે તે તત્ત્વને જાણતો નથી, જાણવાનો પ્રયત્ન પણ કરતો નથી અને તેવા ગુરુઓ પણ ભકિતમાર્ગનું અવલંબન લઈ બાહ્ય ભાવોનું વર્ણન કરી તેમાં જ સાધકને અટકાવી રાખે છે. સાધકની નિર્મળ બુધ્ધિ સક્ષમ હોવા છતાં પણ તે બાહ્યભાવોમાં રોકાઈ જાય છે. કળાને જોઈને કલાકારનો વિચાર કરવો ઘટે છે, નૃત્ય જોયા પછી નટવર કોણ છે તે જાણવું જરૂરી છે. સંગીત સાંભળ્યા પછી સંગીતકારના આત્માને સમજવો તે જ્ઞાનની વિશેષ પ્રતિભા છે. આમ જોતાં લાગે છે કે સમગ્ર વ્યવહાર બાહ્ય અને આંતરિકભાવોથી વણાયેલો છે. બાહ્યભાવ તે કલેવર છે અને આંતરિકભાવ તે આત્મા છે. બાહ્યભાવ તે માન છે અને આંતરિકભાવ તે તલવાર છે, પરંતુ અંતિમભાવનો તે સ્પર્શ ન કરે અને વાસ્તવિક ઉપાદાન કારણોનો નિર્ણય ન કરે તો સાધકની બુધ્ધિ દ્રવ્ય ભાવોમાં અટકાઈ રહે છે. બુધ્ધિ સ્વયં તત્ત્વગ્રાહિણી છે પરંતુ ઉપદેશના અભાવે અને પુણ્યના અભાવે બુધ્ધિ કેન્દ્રભૂત થતી નથી અથવા કેન્દ્રને પકડી શકતી નથી. રપમી તા૨૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ - ગાથામાં આ સિધ્ધાંત સ્પષ્ટપણે સ્થાપિત કર્યો અને આખો સિધ્ધાંત જિનેશ્વર ભગવાનને સામે રાખીને પ્રગટ કર્યો છે. અહીં બે પ્રશ્નો સામે છેઃ (૧) જિનેશ્વરનો દેહાદિભાવ તે શું છે? (૨) જિન સ્વયં શું છે ? અને જિનનું વર્ણન શું છે? આ બન્ને પ્રશ્નો ઉપર આપણે ઝીણવટથી વિચાર કરશું. જિનેશ્વરનો દેહાદિ ભાવ : અહીં શાસ્ત્રકારે જિનના એટલે જિનેશ્વરના પવિત્ર દેહને નિહાળી તેનું અલૌકિક સંસ્થાન અને ઉચ્ચતમ પરમાણુના પિંડથી નિર્માણ થયેલું એવું વિભૂતિયુકત શરીર તે દેહાદિભાવ છે. આ દેહાદિભાવ ભગવંતોને કેવી રીતે પ્રાપ્ત થાય છે કે જેને નિહાળવાથી સાધકને એક પ્રકારે સંતોષ થઈ જાય છે. જૈનદર્શન એમ કહે છે કે આઠ કર્મોમાં છઠું નામ કર્મ છે, તે કર્મ કોઈપણ જીવના શરીરનું નિર્માણ કરે છે. આ નામકર્મ શુભ અને અશુભ એમ બે પ્રકારે બંધાયેલું હોય છે. શુભ અને અશુભ બંને ભાવો ભિન્ન ભિન્ન રૂપે પણ પ્રવર્તમાન થાય અને મિશ્રભાવે પણ પ્રવર્તમાન થાય, તેના કારણે સારા નરસા, આંશિક રૂપે ખરાબ અને આંશિક રૂપે સારા, એવા શરીર જીવને પ્રાપ્ત થાય છે પરંતુ જે જીવે ઘણા જન્મો સુધી કોઈ પણ જીવોના શરીરને ઠેસ ન પહોંચાડી હોય, કોઈ પણ જીવોના અંગોપાંગનું છેદન ન કરાવ્યું હોય, પ્રાપ્ત થયેલા શરીરથી અન્ય જીવોને શાંતિ પહોંચાડી હોય અને દેહાદિ કષ્ટોને દૂર કર્યા હોય, ત્યારે લગાતાર નિરંતર ભાવે શુભ નામકર્મનો સંચય અધિક થાય છે અને તેમાં પણ જન્મ-જન્માંતરોમાં મન વચન કાયાના યોગ વક્ર ન થયા હોય, સરળ ભાવે ત્રણે યોગમાં સામ્યભાવ ટકયો હોય, તો આ શુભ નામ કર્મ ઘણું જ ઉત્કૃષ્ટ ભાવે બંધાય છે, પૂર્વના ત્રીજા ભવમાં વીસ સ્થાનની આરાધનાથી સર્વોત્તમ પુણ્ય પ્રકૃતિ જિનનામ કર્મનો બંધ થાય છે. આ શુભ નામકર્મની પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ ત્રણેય અંશો એટલા બધા ઉચ્ચતમ હોય છે કે જયારે આ નામકર્મ ઉદયમાન થાય ત્યારે જીવને ઈન્દ્રાદિ દેવોના શરીર કરતા પણ વધારે દિવ્યભાવવાળા શરીરની પ્રાપ્તિ થાય છે. અશુભનામકર્મ ઘણી જ લઘુતમ સ્થિતિમાં ચાલ્યું ગયું હોય અને શુભનામકર્મ બધા ગુણોથી પરિપૂર્ણ ભાવોથી બંધાયેલું હોય, ત્યારે આ શુભ નામકર્મ એક અલૌકિક ફળની પ્રાપ્તિનું નિમિત્ત બને છે. તેમાં ભગવંતોના દિવ્ય શરીરો અને તેનાથી કંઈક હીન ચક્રવર્તી આદિ પદવીધારીના દેહો નિર્માણ થાય છે. શુભનામકર્મ સ્વયં દિવ્ય શરીરનું અધિષ્ઠાન છે જેમ ઉચ્ચકોટિના બીજમાંથી ઉચ્ચકોટિનું વૃક્ષ ઉદ્ભવે છે, તેમ શુભ નામકર્મના ઉદયથી અને શુભ નામકર્મ રૂપી બીજથી ભગવંતોના દિવ્ય શરીર જેવા અલૌકિક ચંદન વૃક્ષ ઉત્પન્ન થાય છે. આ શરીરની કોઈપણ પદાર્થોથી તુલના કરવી કઠિન છે. માનતુંગ મહારાજે ભકતામર સ્તોત્રમાં પણ એમ જ કહ્યું છે કે ત્રણ જગતની શ્રેષ્ઠ ઉપમાઓ પ્રભુશ્રીના દેહની ઉપમા આપવા માટે અપૂર્ણ છે, અર્થાત્ યોગ્ય નથી. આવા શબ્દાતીત અનુપમેય શરીરનું બંધન શુભનામકર્મથી ઉદ્ભવે છે. આ પ્રભુના દિવ્ય શરીરો અહંકારી જીવોના અને અહંકારી દેવોના અહંકારને પણ તોડાવી શકે એવા પ્રબળ છે. પરંતુ અહીં દુઃખ એ છે કે આ દિવ્ય શરીરના દર્શન કરી અને મહાપુણ્યના ઉદયથી ઉત્પન થતાં સમોસરણના ભાવોને જયારે સાધક નિહાળે છે ત્યારે તેને ભ્રમ થાય છે કે શું જિનેશ્વરનું આ અલૌકિક રૂપ અને દિવ્ય પ્રભાવ દેખાય છે તે જ જિનસ્વરૂપ છે ? સાધક તે જ બાહ્ય રૂપને GERMEISTERULEU S Page #290 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ગણીને ત્યાં પોતાની બુદ્ધિને ઈતિશ્રી કરી નાંખે છે. અને બુદ્ધિની રુકાવટ અંતરજ્ઞાન કે આત્મજ્ઞાન થવામાં અડચણરૂપ છે. વસ્તુતઃ જિન શું છે તેની તેમને કલ્પના નથી. અહીં ગાથામાં પરોક્ષભાવે જિનના સાચા સ્વરૂપને સમજવા માટે દિશાસૂચન કર્યું છે. કેટલો દુવિધાભાવ અથવા કેવો બે પ્રકારનો ભાવ. દિવ્ય શરીર જિનેશ્વરનું તે પણ જિનરૂપે છે અને સાક્ષાત્ જિનેશ્વરનો આત્મા તે પણ જિનરૂપે છે, પરંતુ જિન ભગવંતોના શરીર એ કર્મોનો ઉદયભાવ છે. જયારે સાક્ષાત્ જિનેશ્વર ભગવંત એ કર્મોનો ક્ષાયિકભાવ છે તેમ જ ભાવાતીત એવો પારિણામિક ભાવ પણ છે. (આગળ આપણે યથાસમયે ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવનું વિવેચન કરશું.) અહીં આપણે ભકતના દુવિધા ભાવને સમજશું ત્યારે ખ્યાલ આવશે કે ઉદયભાવ અને ક્ષાયિકભાવ તે બંનેની સ્પષ્ટ સ્વતંત્ર રેખા છે. ઉદયભાવના આધારે ઉદ્દભવેલાં બિંબ પૂજનીય માન્યા છે, પરંતુ આ પૂજ્યભાવમાં ક્ષાયિકભાવે સંસ્થિત થયેલા જિન ભગવંતોનો સમાવેશ થયેલો છે. સામાન્ય જીવો આંતરિક સ્વરૂપને દષ્ટિગત કરતા નથી અને ઉદયભાવોને મહત્વ આપી અટકી જાય છે. જ્યારે સમ્યગુજ્ઞાનીની દષ્ટિમાં બધા ઉદયભાવો નાશવાન છે, વિલુપ્ત થનારા છે, કર્મજન્ય છે અને તે જીવાત્માની સંપતિ નથી. તે કેવળ માયાતત્ત્વ હોવાથી ભૌતિક પદાર્થો પર દ્રવ્યો છે. જો સાધક બાહ્ય ભાવોને વાસ્તવિક માની ત્યાં અટકી જાય તો તેને વાસ્તવિક ક્ષાયિક ભાવોથી નિષ્પન્ન થયેલાં શાશ્વત તત્ત્વો અને તેના શુધ્ધ ગુણ પર્યાયો કે આત્મરૂપ અખંડ દ્રવ્યો ન સમજવાથી આખો માર્ગ અપૂર્ણ બની જાય છે. આમ ઉદયભાવો આકર્ષક હોવા છતાં અને જિનેશ્વરના દેહરૂપે પરિણત હોવા છતાં તે માયારૂપે આત્મજ્ઞાનની અનુભૂતિથી સાધકને દૂર રાખે છે. આ એટલી બધી ગૂઢ અને મહત્ત્વપૂર્ણ વાત છે, જે કૃપાળુ ગુરુદેવે આ ૨૫મી ગાથામાં કથન કરીને એક અલૌકિક અદ્ભુત ભાવોના ભેદની રેખાને સ્પષ્ટ કરતો જ્ઞાન પ્રકાશ આપ્યો છે અને આ પદમાં જેણે સ્વયં રાજયોગથી બ્રહ્મયોગમાં પ્રવેશ કર્યો છે તેવા ઉચ્ચ કોટિના યોગીરાજે સાધકની દ્રષ્ટિમાં ઉચ્ચકોટીનું અંજન આંક્યું છે જેનાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય તેવો યોગ બને છે. ધન્ય ધન્ય છે આ આત્મસિધ્ધિની અપૂર્વ ગાથાઓ ને. જિનેશ્વરનું અંતર સ્વરૂપ : અહીં જિન અને જિનાભાસ, એ બે શબ્દોના આધારે જિનાભાસનો ખ્યાલ આપ્યો છે. વસ્તુતઃ જે જિન નથી પરંતુ જિન સ્વરૂપે ભાસે છે, જિન સમાન જે વર્ણન બાહ્ય ભાવે કરેલું છે તેને જ જિન સમજે છે, કારણ કે દેહ અને સમોસરણ ઈત્યાદિ પુણ્યના યોગે પ્રગટ થયેલા દિવ્ય તત્ત્વો જેનું વર્ણન સાંભળતા માનવ મન તેમાં જ આસકત બની જાય છે. જેમ નકશીવાળી, મૂલ્યવાન કોતરણીવાળી ચાંદીની પેટીમાં કોઈએ હીરો રાખેલો છે પરંત દૃષ્ટિની ક્ષમતા ન હોવાથી પેટીનું વર્ણન સાંભળતાં, પેટીનું દર્શન કરતાં જ તેના બાહ્ય કલેવરને હીરો સમજી બેસે તો તે એક પ્રકારનો દૃષ્ટિભ્રમ કે આભાસ છે. અહીં જિન તો કેવળજ્ઞાન સ્વરૂપે, શુકલધ્યાન રૂપે, શુકલેશ્યાઓની પર્યાયથી અંતર નિહિત જે શુધ્ધ આત્મા છે તે જિનનું સાચું સ્વરૂપ છે અને જે શાશ્વતભાવો છે તે ભાવોને સ્પષ્ટ કર્યા વિના બુધ્ધિ બાહ્યભાવમાં રોકાય જાય છે, અર્થાત્ આગ્રહપૂર્વક વ્યકિત પોતાની બુધ્ધિને તેમાં જ સીમિત કરે છે. બુધ્ધિ ત્યાં જ રોકાય હાઈલાલ ૨૭૭ કી Page #291 -------------------------------------------------------------------------- ________________ જાય અર્થાત્ આગળ વધવા માટે જરા પણ ભાવ પ્રગટ ન કરે તેવી સ્થિતિમાં તે એક પ્રકારનો મતાગ્રહ બની જાય છે. આ આત્મવિકાસમાં એક મોટો બૌધ્ધિક અટકાવે છે. શાસ્ત્રકારે નિજ બુધ્ધિ કહ્યું છે. અહીં નિજ શબ્દ વિચારણીય છે. બુધ્ધિ તો મનુષ્ય પોતાની જ રોકી શકે તેથી નિજ કહેવાની આવશ્યકતા શું છે? વસ્તુતઃ આ નિજ શબ્દ અહીં બીજા અનુકત ભાવ પણ પ્રગટ કરે છે. પોતાની બુધ્ધિ રોકી રહે તેવા અર્થમાં નિજ શબ્દ મૂકીને શાસ્ત્રકાર એમ કહેવા માગે છે કે જે જ્ઞાનગણ્ય તત્ત્વો છે અથવા શાસ્ત્રભાવથી કે ગુરુના ઉપદેશથી સમજવાના છે તેવા ભાવોને ન સમજતાં પોતે જ પોતાની મેળે નિર્ણય કરી નાંખે છે અને પોતે અલ્પજ્ઞ હોવાથી તેનો નિર્ણય પણ અધૂરો, વિપરીત કે અશુધ્ધ હોય છે અને આવો નિર્ણય થવાથી બુદ્ધિ પણ ત્યાં જ અટકી જાય છે. નિજ શબ્દ હકીકતમાં અહીં બુધ્ધિનું વિશેષણ નથી, પરંતુ પદાર્થ પ્રત્યે નિર્ણય કરવામાં વ્યકિતનું જે કર્તૃત્ત્વ છે, તેને માટે નિજ શબ્દ વપરાયો છે. સ્વતઃ કરેલા નિર્ણયો ભાગ્યે જ કોઈ સંયોગમાં આત્મતત્વને અનુકુળ હોય. આવા જીવોને તો શાસ્ત્રમાં સ્વયંસંબુદ્ધ કહ્યા છે અને સમ્યગુદર્શનના ઉદ્ભવમાં પણ નિસર્ગભાવે પ્રાકૃતિક રીતે કર્મના ક્ષયોપશમ અનુકુળ થતાં સમ્યત્વ પ્રગટ થાય છે. એ જ રીતે કોઈ ભવ્ય આત્મા ભગવાન જિનેશ્વરના અદ્ભુત દેહાદિ અને સમોસરણનું વર્ણન સાંભળતા તેમાં બુધ્ધિને રોકયા વિના આ ભવ્ય ભાવોથી પ્રભાવિત થયા પછી, તે ભાવોનાં કારણભૂત શુદ્ધ આત્મતત્ત્વનો નિર્ણય કરી શકે છે પરંતુ આ ઘટના વિરલ હોય છે. જયારે સામાન્ય જીવ જિન ભગવંતોના બાહ્ય વર્ણનોને જિનેશ્વર રૂપે માની નિજ બુધ્ધિ ઉપર તાળ મારે છે અને આંતર ભાવ સુધી પહોંચવાની ક્ષમતા ગુમાવી બેસે છે. વર્ણનનું બાહ્ય આત્યંતરરૂપ : એક પ્રશ્ન એ થાય છે કે “વર્ણન સમજે જિનનું તેમ કહ્યું છે, પરંતુ વર્ણન કરનારનો ઉલ્લેખ કર્યો નથી. આ વર્ણન કરનાર કોણ છે ? શું વર્ણનકર્તા પણ ભગવાનના બાહ્ય સ્વરૂપમાં અટકેલા છે કે ફકત વર્ણન સાંભળનાર જ ભૂલ કરે છે? અહીં વર્ણન કરનારના આભાસિતભાવો છે પરંતુ વર્ણનની પરંપરા ચાલુ છે. ગ્રંથો અને શાસ્ત્રોમાં પણ વર્ણન થયેલા છે અને એ શાસ્ત્રોના આધારે પણ ભકિત શાસ્ત્રોમાં કે ભકિત ગીતોમાં આ બધા બાહ્ય વર્ણનોને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. વર્ણન કર્તા તરીકે કોઈ વ્યકિત વિશેષને ઈગિત કર્યા નથી, જેથી પરંપરામાં કે પૂજાપાઠમાં કે સામાન્ય કથાનકોમાં જે વર્ણનો સંચિત કર્યા છે અને તે વર્ણનને સાંભળનાર વ્યકિત તેમાં મોહિત થાય છે. જો કે આ બધા પ્રશસ્ત ભાવો છે, પુણ્યભાવો છે, તે નિદિત નથી, પરંતુ અધ્યાત્મવિકાસમાં જો ત્યાં બુધ્ધિ રોકી રહે કે રોકી રાખે તો તે વિકાસમાં એક ખીલી લાગે છે. શાસ્ત્રકાર આવા દેહાદિ વર્ણનોને સાંભળવાની ના પાડતા નથી, પરંતુ તેમાંજ બુધ્ધિ રોકી રાખવાની મનાઈ કરે છે, અથવા તેમાં જ બુધ્ધિ રોકી રાખે તો તેનો માર્ગ રુંધાય જાય છે. આત્મવિકાસમાં પુણ્યભાવો પણ ત્યાજય હોય છે. ક્રમિક વિકાસમાં આ બધા પગલાઓ આવે છે પણ તેમાં અટકવાનું નથી. રાજમહેલની સીડી કે પગથિયાં ગમે તેવા સુંદર હોય તો પણ પગથિયાનું અવલંબન લીધા પછી પગથિયા ઉપર અટકી જવાનું નથી. ત્યાં આ સીડીની સુંદરતા જોઈ અથવા મોહિત થઈ ઉપર ચડવાનું માંડી વાળે, તો અનર્થ સર્જાય છે. શાસ્ત્રકાર એ જ કહે છે કે બાહ્ય સુંદર વર્ણનોમાં મોહિત થતાં વ્યકિત ત્યાં બુધ્ધિ રોકી રાખે, તો તે આત્માર્થમાં અનર્થ ઊભો કરે છે અસ્તુ. SERHALB H usa RUIZ Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આખી ગાથા એક ક્રમિક વિકાસનો કેવી રીતે ભંગ થાય છે અને ક્રમિક વિકાસમાં બધ્ધિ કેવી રીતે ગોથું ખાય જાય છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. ગાથામાં જિનેશ્વર ભગવંતનું ઉદાહરણ આપ્યું છે, તે એક મર્મ ભાવ પ્રગટ કરે છે. અન્યદર્શનોમાં કે અન્ય અવતારોમાં આ વસ્તુ ઘટિત થતી નથી. ત્યાં બાહ્ય આડંબર હોય તો પણ આંતરિક ભાવોની શુધ્ધિ પ્રવર્તમાન નથી, તેથી અન્ય કોઈ પરંપરાના ભગવંતોનું ઉદાહરણ બંધ બેસે તેવું નથી. ઉપરાંત આત્મસિધ્ધિના બધા ભાવો જૈનદર્શનના અધ્યાત્મિક ભાવો ઉપર નિર્ભર છે. અહીં શાસ્ત્રકારે જિનેશ્વર ભગવાનનું ઉદાહરણ આપ્યું છે, તેમના બાહ્યભાવોની અંતગર્ત પરમ શુધ્ધ આત્મતત્ત્વ ઝળકે છે, તેથી જિનેશ્વરના જે બાહ્યભાવો સુંદર છે, તેનાથી આંતરિક ભાવો કરોડો ગણા વધારે પરમશુદ્ધ છે. જેને સુંદર ન કહેતા પરમ શાંતિ રૂપ છે તેમ કહેવું ઉચિત છે. જેથી આ ભાવોનું લક્ષ ન રાખતા બાહભાવોમાં સાધક અટકી જાય અને બૌદ્ધિક આગ્રહ જન્મે છે તે વાત આ ૨૫મી ગાથામાં ભારપૂર્વક કહેવામાં આવી છે. સુંદર વાવડી જોયા પછી વાવડીનું વર્ણન સાંભળી અટકી પડે છે અને પાણી સુધી પહોંચતો નથી તે આ ગાથાનું તાત્પર્ય છે. દ્વૈત ભાવ પ્રદર્શિત કરતી આ ગાથા પરિપૂર્ણ કરી હવે આપણે ૨૬મી ગાથામાં પ્રવેશ કરશું. - ઉપોદ્દાત : ૨૬મી ગાથા તે જિનેશ્વર ભગવાનના ઉદાહરણથી નીચે આવી સમજી શકાય તેવા ગુરુ ભાવોનો ઉલ્લેખ કરે છે. ૨૫મી ગાથામાં જિનેશ્વર ભગવાન શુધ્ધ સ્વરૂપે છે અને વિપક્ષમાં તેમનું બાહ્ય વર્ણન છે. અહીં ૨૬મી ગાથામાં સાધક પ્રારંભથી જ ગોથું ખાય છે અને ગુરુભાવના નિર્ણયમાં મોટી ભૂલ કરી ઊંધે રસ્તે ચાલે છે. ૨૫મી ગાથામાં દેવ સંબંધી નિર્ણયમાં ભૂલ કરે છે તે બતાવી હવે ગુરુ સંબંધી નિર્ણયમાં ભૂલ કરે છે તેનો આભાસ આપે છે. અધ્યાત્મલક્ષી વ્યકિત માટે દેવ અને ગુરુ, એ બંને મોટા સ્તંભ છે અને તે બાબતમાં સાચો નિર્ણય હોય તો જ વ્યકિત યોગ્ય રસ્તે જઈ શકે. આ ગાથામાં ગુરુ સંબંધમાં અયોગ્ય નિર્ણય કરી જે ભૂલ કરે છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. ગુરુ તત્ત્વ તે ધાર્મિક સાધનાઓમાં પ્રધાન સ્થાન ધરાવે છે. ગુરુ વિશે સચોટ માર્ગદર્શન હોય તો જ ગુરુકુળતાને પણ તારે છે પરંતુ એથી વિપરીત યોગ્યતા રહિતના ગુરુ એ વાસ્તવિક ગુરુ પદને શોભાવતા નથી અને તેની જાળમાં જો મનુષ્ય આવે તો ગાડી આડે પાટે ચડી જાય, આ વસ્તુ ઘણી માર્મિક છે. શાસ્ત્રકારે ૨૬મી ગાથામાં ગુરુ ગુણ રહિત એવા વ્યકિતનું ઉચ્ચારણ કર્યું છે, તેનાથી પ્રાપ્ત થતાં પરિણામ તથા તેનાથી ઊભો થતો મહાગ્રહ આત્મસાધનામાં મોટો અવરોધ છે, આ હકીકત પરોક્ષ ભાવે કહેલી છે. હવે આપણે મૂળ ગાથામાં સ્પર્શ કરીયે. ૨૭૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દ્રષ્ટિ વિમુખ; 'અસદ્ગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય || ઉપર્યુકત ગાથામાં સ્પષ્ટ રીતે ગુરુના બે ભાવ પ્રગટ કર્યા છે, સદ્ગુરુ અને અસદ્ગુરુ. અહીં આપણે એક ચૌભંગી રાખશું તો વધારે સ્પષ્ટ થઈ જશે. (૧) સદ્ગુરુ અને સન્મુખ (૨) સદ્ગુરુ અને વિમુખ (૩) અસગુરુ અને સન્મુખ (૪) અસદ્ગુરુ અને વિમુખ. આ ચૌભંગીમાં પ્રથમ ભંગ અને ચોથો ભંગ બંને આદરણીય છે અને લાભકારી છે. જયારે બીજો ભંગ અને ત્રીજો ભંગ બંને હાનિકર છે. આ ગાથામાં બીજા અને ત્રીજા ભંગ ઉપર પ્રકાશ નાંખ્યો છે. અર્થાત્ સદ્ગુરુથી વિમુખ છે અને અસગુરુમાં રસ ધરાવી તેને અનુકુળ થઈ દ્રઢપણે તેને વળગે છે અને આમ કરવામાં મુખ્યપણે પોતાનું માન અર્થાત્ અભિમાન વધે અને પોતાની વાહ વાહ થાય તેવો રસ્તો પણ પ્રગટ થાય છે. આ આખું વિવેચન જીવની વિપરીત દશાનું પ્રદર્શન કરે છે. ગુરુના અલંકાર, સત્ય અને ગુરુતા ઃ અહીં આપણે પ્રથમ સદ્ગુરુ વિષે બે શબ્દ કહેશું. શાસ્ત્રાર સ્વયં આત્મસિધ્ધિમાં સદ્ગુરુ શબ્દનો ભરપૂર પ્રયોગ કરે છે, જેથી પૂર્વમાં આપણે સદ્ગુરુ વિશે ઘણી જ કડીમાં વ્યાખ્યા કરી છે. સદ્ગુરુ શબ્દમાં સત્ એ પ્રધાનતત્ત્વ છે અને સતત્ત્વ સ્વયં ગુરુ રૂપે છે. સતુ તે ગુરુ બની જાય છે. અર્થાત્ સનું વજન વધી જાય છે. સત્યતા અને ગુરુતા જે વ્યકિતમાં પ્રગટ થયેલી છે, તે વ્યકિત સદ્ગુરુ તરીકે સ્થાન પામે છે. ગુરુએ સન્ની સાધના કરી છે અને સત્ પ્રગટ થવાથી તે આત્મા સ્વયં ગુરુ બન્યા છે. આ રીતે સત્ અને ગુરુત્વ એ બન્નેનો ઘણો જ સુમેળ છે. સૌથી મોટી વાત તો એ છે કે બધા સૂક્ષ્મ અધ્યાત્મતત્ત્વો દ્રષ્ટિગોચર થતાં નથી, પરંતુ અદેશ્ય હોય છે જયારે સદ્ગુરુ તે પ્રત્યક્ષ છે. શાસ્ત્રકારે પણ સદ્ગુરુને પ્રત્યક્ષ કહ્યા છે. સદ્ગુરુ પ્રત્યક્ષ જ હોય તેમ કહેવાનો અર્થ નથી. પરંતુ સામાન્ય જીવને જે સદ્ગુરુ પ્રત્યક્ષ છે, સામે દર્શનરૂપે પ્રગટ છે તેને પ્રત્યક્ષ સરુ રૂપે કહીને તેનાથી વિમુખ થવાની વાત કરી છે. આવો અવિકસિત જીવ સદ્ગુરુની અવહેલના કરી તેનો અનાદર કરી અથવા બીજી કોઈપણ અસમજના કારણે તેનાથી વિમુખ બની સદ્ગુરુને ઓળખી શકતો નથી. હકીકતમાં આ પરિસ્થિતિ આવા અભાગી જીવને માટે મહાબંધન રૂપે પ્રગટ થઈ ભવાટવીમાં જવા માટે નિમિત્ત રૂપે ઉત્પન્ન થાય છે. આ એકલી વિમુખતા જ નહીં પરંતુ તેના અજ્ઞાનની પૂર્તિ માટે અસરની ઉપાસના કરે છે અને તેને મહત્ત્વ આપે છે આ સ્થિતિ બંધ દરવાજા ઉપર તાળુ લગાડવા જેવી વાત છે. જેલમાં પૂર્યા પછી પણ ભારેખમ બેડી પહેરાવે તો બંધન બેવડું થાય છે, તેમ અહીં સદગુરુથી વિમુખ થયેલો અને અસદ્ગમાં રમેલો એમ બેવડી વિકારી ક્રિયાથી બંધન મહાબંધન બને છે. તેથી શાસ્ત્રકારે અહીં બંને પાસા ઉપર પ્રકાશ નાખ્યો છે. ee ૨૮૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ **** *******; ; ; ; ; ; ; ; ; ; ; ; વિમુખતા : વિમુખ થવું એટલે શું? વિમુખ શબ્દથી વંચિત થવું અથવા વંચના થવી અથવા યોગ્યબિંદુનો પરિહાર થવો, અથવા સુવર્ણના અલંકાર કરવા માટે લોખંડને પિટવું, રોગ મટાડવા માટે રોગ વધે તેવી દવા ખાવી, આવા બધા વિમુખભાવો છે. ન ગ્રહણ કરવું તે પણ વિમુખતા છે અને ગ્રહણ કરેલાને વમી નાંખવું તે પણ વિમુખતા છે. ઘીના પાત્રને કોઈ ઉંધુ પાડે ત્યારે પાત્ર વિમુખ થાય છે. એટલું નહીં પણ ઘીનો પણ નાશ થાય છે. કોઈ ચીજથી વિમુખ થવાથી આવતા ગુણો અટકે છે એટલું જ નહીં પરંતુ ગ્રહણ કરેલા ગુણો પણ લુપ્ત થઈ જાય છે. મુખ શબ્દ લક્ષનો નિર્દેશ કરે છે અને લક્ષથી હટી જઈ દુર્લક્ષ કે અલક્ષ તરફ જવું તે વિમુખ કહેવાય. મુખ શબ્દ નિશાન સાધે છે ત્યારે વિમુખ શબ્દ નિશાન ચૂકે છે. ગતિથી વિપરીત ગતિ, ઉન્નતિથી અવનતિ, ઉડ્ડયનથી પતન, આ બધા વિમુખભાવો છે. વિમુખ એક પ્રકારે ગુણઘાતક હથિયાર છે. ઉત્તમભાવોથી વિંચિત કરે અને કુભાવો સાથે સંલગ્ન થાય તે વિમુખ પ્રવૃત્તિ છે. સંસ્કૃતિથી અસંસ્કૃતિ અથવા અપસંસ્કૃતિ, અઘોગતિ, વગેરે વિમુખ ભાવોના સીધા પરિણામ છે. ઉત્કર્ષ છોડીને અપકર્ષ કરવો, ગુણોમાંથી અવગુણ તરફ જવું તે બધા વિમુખભાવો છે. અહીં શાસ્ત્રકારે વિમુખ શબ્દની ગંભીરતા લઈ સદ્ગુરુથી વિમુખ થવાનો કુભાવ બતાવ્યો છે અને તે પણ સદ્ગુરુ પ્રત્યક્ષ હોવા છતાં તેને દેખાતાં નથી. એક પ્રકારે આ વિમુખતા અંધાપો છે. જયાં વ્યકિત સ્વયં આંખ બંધ કરે, તો પ્રકાશ હોવા છતાં તે પ્રકાશથી વિમુખ છે. ઘરનો દરવાજો બંધ રાખે તેને માટે સૂર્ય પ્રત્યક્ષ હોવા છતાં પણ સૂર્યોદય થતો નથી. આવરણ એ વિમુખતાનો મુખ્ય ધર્મ છે. જૈનશાસ્ત્રોમાં પણ જ્ઞાનાવરણ આદિ કર્મોના બંધનમાં મુખ્યત્વે અવિવેક અને વિમુખતાને જ કારણ રૂપે બતાવ્યા છે. આ વ્યકિત પ્રત્યક્ષ સગુરુ હોવા છતાં તેનાથી વિમુખ થાય છે. એટલે અવિવેક કે અજ્ઞાનનો પડદો રાખીને સદ્ગુરુના દર્શન ઉપર આવરણ પાથરે છે. શાસ્ત્રકારે અહીં પ્રત્યક્ષ સરુના યોગમાં અથવા સદ્ગુરુની પ્રાપ્તિમાં પ્રાપ્ત હોવા છતાં એનાથી વિમુખ થાય છે. અશુભ કર્મોના ઉદયે જીવ પ્રત્યક્ષ, સદ્ગુરુ અને તેનો યોગ અર્થાત્ સમાગમ, આ ત્રણે ભાવોથી વિમુખ બને છે. પ્રત્યક્ષ હોવા છતાં જોતો નથી, એ પણ વિમુખતા છે. સદ્ગુરુ હોવા છતાં પણ ઓળખાતો નથી તે પણ વિમુખતા છે અને આવો સુંદર સંયોગ થાય છે, તેનાથી દૂર રહી યોગનો કે શુભ સંયોગનો ઉપયોગ કરતો નથી અને તે યોગથી પણ દૂર રહે છે. આમ ઝીણવટભરી દ્રષ્ટિએ વિચારીએ તો ત્રણે તત્ત્વોથી શ્રુત થાય છે, અર્થાત્ વિમુખ બને છે. - અહીં વિમખની સાથે વિશેષણ રૂપ દ્રષ્ટિ' શબ્દ છે. વિમુખતા બે પ્રકારની છે, કોઈ વ્યકિતનો વિરોધ કરે તો તેને પણ વિમુખ કહેવાય, પરંતુ જયારે કોઈ વિચારોનો વિરોધ થાય કે ઉપદેશનો વિરોધ થાય ત્યારે તે દ્રષ્ટિવિમુખ થયેલો કહેવાય. આ પદમાં દ્રષ્ટિવિમુખ શબ્દ મૂક્યો છે તે બહુ સમજપૂર્વક મૂકયો છે. સદ્ગુરુના જે ઉપદેશ અથવા તેમનું જે દર્શન છે, વિચારો છે તેને સમજી શકતો નથી, ગ્રહણ કરી શકતો નથી અને અજ્ઞાનથી કે કુતર્કથી વિપરીતભાવોને ભજે છે, તેવો વ્યકિત દ્રષ્ટિવિમુખ કહેવાય છે. દ્રષ્ટિ વિમુખ થયા પછી તેનું વર્તન પણ વિપરીત થઈ જાય છે. જેથી અહીં શાસ્ત્રકારે વર્તે એમ કહ્યું છે. સદગુરુના વ્યકિતત્ત્વ સાથે કે સ્વયં તેમની સાથે વિરોધ ભાવ નથી, પરંતુ સદ્ગુરુના ઉપદેશથી વિપરીત ચાલે છે. વ્યકિત સાથેનો વિરોધ તે સ્થૂલ અહંકાર તા . ૨૮૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ અને રાગદ્વેષનું પરિણામ છે, જયારે વિચારો સાથેનો વિરોધ તે અજ્ઞાન અને બૌધ્ધિક હીનતાનું પરિણામ છે. તેથી સ્પષ્ટ થાય છે કે સાધક સદ્ગુરુના વિચારો પ્રત્યે સહમત ન થતાં વિમુખ થયેલો છે. વ્યકિતનો વિરોધ એ સામાન્ય લડાઈ છે અને પરસ્પરની સ્પર્ધા છે પરંતુ દર્શનનો વિરોધ તે ગાઢ મિથ્યાત્વનું પરિણામ છે. પાઠકે, આત્મસિદ્ધિના અભ્યાસીઓએ, આ બન્ને ભાવ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વિવેકશીલ વ્યકિત પણ જો સર્વિચારોથી દૂર હોય અને તેનું દર્શન સમ્યગ્દર્શન ન હોય તો વિનયશીલતા હોવા છતાં જીવ પોતાના કલ્યાણથી ખરેખર ઘણો દૂર છે. તે જીવ દ્રષ્ટિ વિમુખ તો શું, પથ વિમુખ થઈ જાય છે. અહીં સરુ શબ્દ પણ કોઈ વ્યકિતરૂપે ગ્રહણ ન કરતાં ગંભીર આત્મતત્ત્વ જેમાં પ્રકાશે છે તેવા જ્ઞાનગુણો સદ્ગુરુ રૂપે છે. તે ગુણાત્મક જ્ઞાનગુરુ જે દ્રષ્ટિ આપે છે તે દ્રષ્ટિ પણ સદ્રષ્ટિ થઈ જાય છે. આ સદ્રષ્ટિને ગ્રહણ ન કરી શકે અને તેનાથી વંચિત રહે અથવા તે દર્શનનો સ્વીકાર ન કરે, તો હકીકતમાં તે ફકત દ્રષ્ટિ વિમુખ નહીં સદ્રષ્ટિ વિમુખ છે. સદ્ગુરુથી વિમુખ થતો જીવ સદ્રષ્ટિથી પણ વિમુખ થાય છે. દ્રષ્ટિ શબ્દમાં સદ્ગષ્ટિ શબ્દ ગ્રહણ કરવાનો છે. કારણ કે સદ્ગુરુની દ્રષ્ટિ તે સદ્ગષ્ટિ છે અને તેનાથી લાભાન્વિત ન થાય તો વિમુખ થયેલો ગણાય. વિપરીત દશામાં જેનું મુખ છે તેને ભાવાર્થમાં વિમુખ કહેલો છે. આ પદમાં ‘વર્તે' શબ્દ પણ મૂકયો છે. વર્તન' વર્તે અર્થાત્ તેનું વર્તન કેવું થાય છે તે બતાવે છે દ્રષ્ટિ વિમુખ થયા પછી તે જીવનું વર્તન પણ કેવું થાય છે તે સમજવાનું છે. તત્ત્વજ્ઞાન એમ કહે છે કે જયારે દર્શનમાં મિથ્યાત્વ જોડાય અને મિથ્યાત્વ યુકત ક્રિયાઓ થાય ત્યારે તેમના મન વચન કાયાનો યોગ અશુભ બને છે. મનની ગતિ અશુભ થતાં તે માનસિક પાપનો ભોગ બની જાય છે. એ જ રીતે તેમની વાણી વિપરીત થતાં અશુભ વચનયોગથી તે ભિન્ન ભિન્ન પ્રકારના પાપબંધનનું કારણ બને છે અને દ્રષ્ટિ ખોટી હોવાથી કુકર્મોમાં પ્રેરિત થાય, આમ ત્રિયોગે તેમનું વર્તન અશુભ બને. કદાચ બાહ્યભાવે તે પુણ્યકર્મોનું આચરણ કરે અને કોઈ પરોપકાર વૃત્તિ પણ ધરાવે, છતાં પણ તે દષ્ટિ વિમુખ હોવાથી આ પુણ્યક્રિયાની સાથે તીવ્ર કષાયનું બંધન થતું હોય છે. અહંકાર હોય, બદલો પ્રાપ્ત કરવાનો લોભ હોય, સારા સંયોગની તૃષ્ણા હોય, સ્વર્ગ કે દેવલોકના ભોગોનું આકર્ષણ હોય, તેવા નિમિત્તે તે કોઈ પુણ્યક્રિયામાં જોડાય તો પણ દ્રષ્ટિ વિમુખ હોવાથી આ ક્રિયાઓ બધી બાહ્ય યોગ સુધી સિમીત રહે છે અને આંતરિક્યોગમાં વિપરીત દશા ઉત્પન્ન કરે છે. જેથી અહીં શાસ્ત્રકારે “વર્તે શબ્દ પણ બહુ જ ગંભીરભાવે મૂકેલો છે. દ્રષ્ટિ વિમુખ થવું પણ બહુ જ ગંભીરભાવે મૂકેલો શબ્દપ્રયોગ છે. દ્રષ્ટિ વિમુખ થવું તે પણ એક વિપરીત વર્તન તો છે જ અને દ્રષ્ટિ વિમુખ થયા પછી જે વિકારો ઉત્પન્ન થાય છે તે પણ એક માઠું વર્તન છે, અસ્તુ પ્રત્યક્ષ સદ્ગુરુ, તેમની દ્રષ્ટિ અને તેનાથી બનેલો જે આત્મકલ્યાણનો માર્ગ હકીકતમાં શ્રેયસ્કર છે. આ માર્ગના જનક સદ્દગુરુ અને તેને આપેલી જે દ્રષ્ટિ તે સદ્ભાર્ગ અને તેને અનુકુળ જે વર્તન કરવું તે સદ્વર્તન, આ ત્રણે ક્રિયાથી ભ્રષ્ટ થયેલો જીવ વસ્તુતઃ સદ્ગુરુથી પણ વિમુખ છે. સદ્ગષ્ટિથી પણ વિમુખ છે અને તેનાથી ઉપજતાં સદ્વર્તનથી પણ વિમુખ છે. આમ ત્રિયોગમાં વિકાર થતાં શું પરિણામ આપે છે તે શાસ્ત્રકાર સ્વયં અહીં ગાથાના ઉત્તરાર્ધમાં વ્યકત કરે છે. - ૨૮૨ -- Page #296 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાર્ધમાં સદ્ગુરુનું ઉચ્ચારણ કરીને ઉત્તરાર્ધમાં તેના વિપક્ષનો ખ્યાલ આપે છે. સદ્રષ્ટિથી જે દૂર થયેલો છે તેને અસદ્ગુરુનો ભોગ થતા વાર લાગતી નથી. સદ્ગુરુ તો જંગલના ચંદનવૃક્ષ જેવા એકાદ હોય છે. અસદ્ગુરુ રૂપી વૃક્ષ તો ઘણા ઊભા છે. અસદ્ગુરુઓ ચારે બાજુ ધામા નાખીને ધર્મને સમજયા વિના ધર્મને નામે વ્યાપાર કરતાં હોય છે. ભિન્ન ભિન્ન પ્રકારે મોહાત્મક વાતાવરણથી ઘેરાયેલા અસદ્ગુરુઓ વિપરીત વિચાર, મિથ્યા માન્યતાઓ અને અંધશ્રધ્ધાથી ભરેલા વિચારો ફેલાવીને આવા દ્રષ્ટિ વિમુખ જીવોને આકર્ષિત કરે છે. શાસ્ત્રકારે અહીં બહુ જ વજનદાર શબ્દ મૂકયો છે અને તે છે, ‘દ્રઢ’ કરે અર્થાત્ અહીં એક પ્રકારના ક્રાંતિકારી કિરણો ચમકી રહ્યાં છે. જે અસદ્ગુરુ છે તેને પોષણ આપવું અને તેમની ભકિત કરવી, તેમની અસત્ પ્રવૃત્તિઓને મજબૂત કરવી તે આત્મદ્રષ્ટિએ તો ઠીક, પણ સામાજિક દ્રષ્ટિએ પણ અનર્થકારી છે. અહીં બે પક્ષ છે, એક અસદ્ગુરુ અને તેના શરણમાં જનાર વ્યકિત. શાસ્ત્રકારે દ્રઢ કરે તેમ લખીને શરણમાં જનાર વ્યકિતને જે ઈશારો કર્યા છે કે આવા વ્યકિતઓ અસદ્ગુરુને પોષણ આપી મજબૂત કરે છે અને તેનાથી નિષ્પન્ન થતાં દ્રષ્ટ પરિણામોનો અસદ્ગુરુ પણ લાભ ઉઠાવે છે અને પોતે પણ લાભ ઉઠાવે છે. ધર્મરહિત વિચારહીન વ્યકિત ગુરુ પદે બેઠા છે અને તેના શરણમાં જઈ તેમને સહયોગ આપી આ દૃષ્ટિ વિમુખ જીવો તેમને વધારે મજબૂત કરે છે અથવા અસદ્ગુરુનો આશ્રય લઈને પોતાની દૃષ્ટિ વિમુખતાને પણ દ્રઢ કરે છે. દ્રઢ કરવું એટલે શું ? કોઈપણ સિધ્ધાંત ક્રિયા કે વિચાર જે બીજરૂપે છે અથવા અંકુરિત થયેલા છે, તેને અન્ય તત્ત્વોનો આશ્રય કરી મજબૂત કરવા અને દ્રઢીકરણ કરી તેમાં અનુભાગ રેડવો, તે ક્રિયામાં દ્રઢતા વધારે છે. અર્થાત્ જડ મજબૂત કરે છે, મૂળના પોષણ કરે છે. ઉદાહરણ : એક માણસ સામાન્ય ખોટુ કામ કરી બેસે, પરંતુ તેને પશ્ચાતાપ થાય તો તે કર્મ દ્રઢ થતાં નથી. પરંતુ ખોટું કર્મ કર્યા પછી તેમાં રાજીપો થાય અને પોતે આનંદી થઈ રસ રેડે તો આ કર્મ ઘણું જ દ્રઢ થઈ જાય છે અથવા મજબુત થઈ જાય છે, ગાઢ સ્થિતિનું થઈ જાય છે. વ્યવહારભાષામાં ઘાટો રંગ લાગવો, તેને ચારે તરફથી રક્ષણ આપવું, તેમનું પોષણ કરવું એ બધી દ્રઢીકરણની ક્રિયા છે. આ જ રીતે મનુષ્ય સ્વાર્થમાં પ્રેરાય પછી સ્વાર્થને જીવતો કરવા માટે નાના પ્રકારના બીજા પગલાં ભરીને સ્વાર્થનું પોષણ કરવું, સ્વાર્થ માટે કપટ કરીને ક્રોધાદિ કષાયનું આચરણ કરવું, તે સ્વાર્થનું દઢીકરણ છે. જડ પદાર્થમાં પણ મંદભાવ અને દ્રઢભાવ, એ બે પ્રકારે બંધન થતાં હોય છે. લાકડાંના પુદ્ગલો મંદભાવે બંધાયેલા છે, જયારે લોખંડના પુદ્ગલો દ્રઢભાવે બંધાયેલા છે. દ્રઢ કરવાનો અર્થ મન વચન કાયાના યોગો દ્વારા તીવ્ર રસ પેદા કરી જે કાંઈ અશુભ કર્મો થાય છે તેનો અનુભાગ વધારી, સ્થિતિમાં વૃધ્ધિ કરવી, તન્મયભાવે આચરણ કરવું, તે કર્મની દ્રઢતા છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. અહીં અસદ્ગુરુ અને દ્રષ્ટી વિમુખ બંનેની જોડી થઈ છે અને બંને મળીને અસદ્ભાવને દઢ કરે છે. પરસ્પર મળીને એકબીજાનો આશ્રય કરી એક ગઠબંધન તૈયાર કરે છે. શાસ્ત્રકારનું મંતવ્ય છે કે આત્મા અસદ્ગુરુથી સાવધાન ન રહી તેને પોષણ આપી તેની સાથે બધી જાતનો સહયોગ કરી મજબુત કરે, તો તે ઘોર મતાર્થી બની પોતે ૨૮૩ wwwwww Page #297 -------------------------------------------------------------------------- ________________ તો ભ્રષ્ટ છે જ પણ અન્ય જીવોને પણ પંથ ભ્રષ્ટ કરવાનું નિમિત્ત ઉભું કરે છે. આ દ્રઢતા અશુભભાવવાળી છે. દ્રઢ થવું જરૂરી છે, પરંતુ તે સંયમમાં, શુધ્ધ આચરણમાં, ધ્યાન સમાધિમાં દ્રઢ થવું તે દ્રઢ તા શુધ્ધ ક્રિયાનું અવલંબન બની શુભ ભાવોથી ભરેલી દ્રઢતા છે. જયારે અહીં દ્રઢતાનો પણ વિપરીત યોગ બન્યો છે. દ્રષ્ટિ વિમુખ થયેલો જીવ અસદ્ગુરુને દ્રઢ કરે છે અને અસદ્ગુરુ આવા દૃષ્ટિવિમુખને દઢ કરે છે અને બન્ને પરસ્પર દઢ થઈ પાપ ક્રિયાને પણ દ્રઢ કરે છે. શાસ્ત્રકારે મૂકેલો આ શબ્દ ઘણો જ અર્થસૂચક છે. જીણવટભરી દ્રષ્ટીથી જોઈએ ત્યારે લાગે છે કે આત્મસિધ્ધિમાં તો મોતી પાથર્યા છે. આગળ ચાલીને ચોથા પદમાં “નિજ માનાર્થે મુખ્ય” આ શબ્દો દ્વારા આ જોડીને અથવા દ્રષ્ટિ વિમુખની ક્રિયાની ફળશ્રુતિનું આખ્યાન કરે છે. નિજ માનાર્થે મુખ્ય : હવે ચોથું પદ તપાસીએ. ચોથા પદમાં અસદ્ગુરુને દ્રઢ કર્યા પછી, આ જીવ કષાયમુકત ન હોવાથી આવું અશુભ નિમિત્ત પ્રાપ્ત કરીને મુખ્યત્વે માનકષાયનો ઉદય કરે છે, ગૌરવ અનુભવે છે. આ પદમાં ‘મુખ્ય’ શબ્દ લખ્યો છે તે ઘણાં અર્થમાં સમજી શકાય છે. ‘મુખ્ય’ નો અર્થ મુખ્યત્વે, ‘મુખ્યપણે’, ‘અધિકપણે' તેવો અર્થ લઈ શકાય તેમ છે અથવા વ્યકિતનું વિશેષણ માનીએ તો સ્વયં માન પામી મુખ્ય બની જાય છે, પ્રમુખ સ્થાન ધરાવે છે, ઈત્યાદિ નિજ શબ્દ એ સમજવાલાયક છે. ‘નિજ' શબ્દના બે અર્થ થાય છે. પોતાનું માન વધે એવો અર્થ અને પોતાથી અસદ્ગુરુનું માન વધે, તેવો પરોક્ષ અર્થ પણ થાય છે. નિજ માનાર્થે લખ્યું છે પોતાનું માન વધારવા માટે અસદ્ગુરુનું શરણ લીધું છે અને અસદ્ગુરુનું શરણ લેવાથી વ્યકિત પોતાનું માન વધારવાની ઝંખના રાખે છે. માન શબ્દ ઘણો જ ગૂઢ છે. માનમાં અભિમાન, સન્માન, સ્વમાન એવાં બધાં ભાવો ભરેલાં છે. માન સાથે અપમાનનો ડર હોય છે, પરંતુ અહીં વ્યકિત પોતાના અપમાન અર્થે કશું કરતો નથી. માન માટે બધું જ કરે છે. આપણે હવે મુખ્ય શબ્દના જે ઘણા પર્યાયો લીધા છે તેનો થોડો ઝીણવટથી વિચાર કરીએ. મુખ્યપણે માન છે, તેનો અર્થ એ પણ છે કે ગૌણ ભાવે બીજા કષાયો પણ રહેલા છે. કોઈ માનમાં વૃધ્ધિ કરે તો ક્રોધ આવે છે. ખોટું માન મેળવવા માટે કપટ કરે છે. ત્યાં માયા આવે છે અને મેળવવાની તૃષ્ણા કે ઝંખના હોય તો તે લોભ કષાય છે. આમ ગૌણપણે બાકીના બધા કષાયો જોડાયેલા છે. પ્રમુખપણે માન કષાય છે. માન ગુણાત્મક પણ હોય અને ગુણવિહીન પણ હોય. વ્યકિતમાં જેવા ગુણ હોય તે પ્રમાણે માન મેળવે તો ગુણાત્મક માન છે. કશા ગુણ નથી છતાં પણ ગુણી બનવાની કે માન મેળવવાની ઈચ્છા થાય તે આ ગુણવિહીન માન કષાય છે. લાખ રૂપિયા હોય, તે લખપતિ કહેવરાવે અને એક પાસે પૈસા નથી છતાં પણ લખપતિ કહેવરાવે છે, આ બંને પર્યાયો સમજાય તેવા છે. અહીં ‘માનાર્થે’ લખ્યું છે. તે માન માટે તે ભાવ તો સ્પષ્ટ છે જ, પરંતુ માનરૂપી અર્થ માટે આ એક બીજો ભાવ પણ છે જ, ધન મળ્યા પછી માણસને માન મેળવવાની ઝંખના થાય છે. માન સ્વયં અર્થ છે. અર્થ ખર્ચીને પણ અર્થાત્ ધન ખર્ચીને પણ માન રૂપી અર્થ મેળવવાની ઝંખના થાય છે અર્થ ખર્ચીને તે પણ માનરૂપી અર્થ મેળવવાની કોશિષ કરે છે. દ્રવ્ય રૂપ ધન તો પુરૂષાર્થ રૂપ વ્યવહારથી મળે છે. પરંતુ માન ૨૮૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ રૂપી ધન બીજાઓને રાજી કરીને મેળવાય છે. અહીં શાસ્ત્રકારે માનાર્થે લખ્યું છે માનને માટે અને માનરૂપ અર્થ માટે એમ બંને અર્થ ઘટિત કરી શકાશે. અસદ્ગુરુના શરણે ગયો છે એટલે એને હવે આવા કષાય કે વિકારી ભાવ સિવાય બીજુ શું ઉપલબ્ધ થાય ? અહીં ‘મુખ્ય’ શબ્દ વાપર્યા છે તે લક્ષાર્થે પણ છે. અર્થાત્ માનને લક્ષ બનાવે છે અને તેને મુખ્યતા આપી વિકારીભાવોમાં રમણ કરે છે. અસદ્ગુરુને દ્રઢ કર્યા પછી આખી આ વિકારી પરિણતિ તેની ફળશ્રુતિ છે. અહીં ઉલ્લેખ કર્યો નથી કે આ ફળશ્રુતિ અસદ્ગુરુ કે સાધક બંને માટે કે બંનેમાંથી એક માટે એવી સ્પષ્ટતા નથી પરંતુ આ સિધ્ધાંત હોવાથી બધાને લાગુ પડે છે. તે સદ્ગુરુથી વિમુખ થયા પછી અને અસદ્ગુરુનું શરણું લીધા પછી કષાયોની વૃધ્ધિ થાય, સાચા ખોટા માનની ઝંખના જાગે તે તેની ફળશ્રુતિ છે. અહીં આ ૨૬મી ગાથાનો સારાંશ આપ્યા પછી ૨૭મી ગાથાનો ઉપોદ્ઘાત કરીયે. ઉપોદ્ઘાતઃ આ ગાથામાં મુખ્યપણે જૈન સમાજમાં પ્રવર્તતા છીછરા ભાવો ઉપર કે સાધના ઉપર કટાક્ષ છે. આ છીછરા ભાવો આત્મસાધનામાં મોટો વિરોધ છે તેવું મંતવ્ય પણ જણાવે છે. વસ્તુતઃ જ્ઞાન પવિત્ર છે અને દરેક વસ્તુનું જ્ઞાન થવું જરૂરી છે. પરંતુ વ્યકિત સાધારણ છીછરાજ્ઞાનમાં અટકી જાય. અમુક પ્રકારના પદો કે દ્રવ્યભાવોને બુધ્ધિ ગ્રાહ્ય બનાવી જ્ઞાનની ઈતિશ્રી કરે અથવા એટલા જ્ઞાનને પવિત્ર માને કે શાસ્ત્રજ્ઞાન સમજીને બિંદુમાં જ અટકી જાય, તો હકીકતમાં તે પોતે મુકિતને માર્ગે છે તેવો આગ્રહ સેવીને અથવા આવા દુરાગ્રહને સેવીને તેમાં જ રચ્યો–પચ્યો રહે છે અને સાધનાની પૂર્ણાહુતિ કરે છે. તે આપણા શાસ્ત્રકારને ઈષ્ટ લાગતું નથી અને ખરેખર આ અનિષ્ટથી સાંપ્રદાયિક રાગદ્વેષો વધે અને ઊચ્ચકોટિના શાસ્ત્રજ્ઞાનની હાંસી થાય, તે વર્તન પણ સાધક જીવો માટે બાધક છે. શાસ્ત્રકાર આ ૨૭મી ગાથામાં બે બિંદુ ઉપર પ્રકાશ નાખે છે. (૧) શ્રુતજ્ઞાનની અવહેલના અથવા શ્રુતજ્ઞાન વિષયક સમજ (૨) પોતે કલ્પનાથી એક પ્રકારનો વેશ ધારણ કરી સાધુતાનો દાવો કરી અને તે બાબતોનો આગ્રહ રાખી, આ જ મુકિતમાર્ગ છે તેમ સમજાવે. આ બન્ને બિંદુ જે સાધનામાં બાધક છે, તે આંતિરક દૃષ્ટિએ દૂરના છે. શ્રુતજ્ઞાનની અવહેલના તે માનસિક સ્થિતિ છે, અથવા જ્ઞાન બાબતે સામાન્ય સાધકોની જે ધારણા છે તે પ્રથમ બિંદુમાં લીધુ છે. આ માનસિક સ્થિતિ છે. એ જ રીતે બીજા બિંદુમાં બાહ્ય સ્થિતિ લીધી છે. કલ્પેલી વેશભૂષા અને તેને લગતા સ્થૂળ નીતિ નિયમો, એને વિષે આગ્રહ રાખી મુકિત માર્ગની સ્થાપના કરે, આ બાહ્ય વ્યવહારનું બીજુ બિંદુ છે. શાસ્ત્રકારે આ બંને બિંદુઓને, બંને વિકૃતિઓને ૨૭મી ગાથામાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં સ્પષ્ટ રીતે નિર્દેશ કરીને ઘટસ્ફોટ કર્યા છે. હવે આપણે મૂળ ગાથાના ઉચ્ચારણ સાથે આ બંને બિંદુ ઉપર ઝીણવટથી વિચાર કરશું. શાસ્ત્રકારનું મંતવ્ય શું છે અને ગાથાના અધ્યાહાર ભાવો શું છે તે તપાસવા કોશિષ કરશું. ૨૮૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ ગાથા-રo. 'દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, 'માને નિજ મત વેષમાં, આગ્રહ મુકિત નિદાન II લક્ષવિહિન સ્વાધ્યાય : જૈન પરંપરામાં શ્વેતામ્બર અને દિગમ્બર બંને પક્ષમાં જેટલા આંતરિક સંપ્રદાયો છે, એ બધામાં અલગ અલગ વિભિન્નતા હોય શકે છે પરંતુ જેનશાસ્ત્રોમાં જીવરાશિની ગણનામાં ચાર ભાગ કરવામાં આવ્યા છે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, આ ચારે ગતિ સમગ્ર જૈન સંપ્રદાયને માન્ય છે અને તેઓ આ ચારે ગતિના જીવોની શું સ્થિતિ છે તેની ગણના કરવી, એમની પરિસ્થિતિ વિશે પૂરો ખ્યાલ આપે છે. અહીં શાસ્ત્રકાર દેવાદિ ગતિ–આગતિમાં ભાંગાઓ પાડીને વિસ્તારથી જે જૈન આચાર્યોએ ગણિત પ્રદર્શિત કર્યા છે અને તે બધા ભાંગાઓના ગણિતને શ્રાવકો અને મુનિઓ રટણ કરે છે અને કરાવે છે, આ બધા ભંગની બધી ગોખણપટ્ટીને સ્વાધ્યાય માને છે, જ્ઞાનની ઉપાસના માને છે અને રાત-દિવસ તેમની ગણના કરી તે બધા પાઠોનું ઉચ્ચારણ કરી વાંચના, પૃચ્છના, પરિપટ્ટણા, ઈત્યાદિ બધા સ્વાધ્યાયોને આ ગણનાદિ જ્ઞાનમાં જ સમાપ્ત કરે છે. સૌથી મોટી વાત તો એ છે કે આ જ્ઞાનને ઉચ્ચકોટીનું શ્રુતજ્ઞાન સમજે છે, અધ્યાત્મ ચિંતકોને અને ઉપાસકોને આ વાત પાલવે તેવી નથી. - કારણ કે આત્મદ્રવ્યને અને તેની શુધ્ધ અવસ્થાને જાણ્યા વિના કે આત્મદ્રવ્યનો અને એ જ રીતે બધા દ્રવ્યનો દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી નિર્ણય કરી બધા દ્રવ્યોના સ્વતંત્ર પરિણામોને પચાવ્યા વિના ફકત અમુક પાઠોનું રટણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે તેમ માનવું તે ખરેખર દયનીય સ્થિતિ છે. શ્રુતજ્ઞાનમાં બધા દ્રવ્યોને ઓળખી તેમાં તન્મય બની, તેમાંથી સ્વતઃ ઉદ્ભવતાં જ્ઞાન કિરણોનો અનુભવ કરવો અને તેમાં જ શાસ્ત્રોકારોએ ભૂતકાળમાં જે ઉચ્ચકોટિનું અધ્યાત્મ ચિંતન કર્યું છે, તે જ્ઞાનનો સાક્ષાત્કાર કરવો એ વાસ્તવિક શ્રુતજ્ઞાન છે પરંતુ આ ધ્રુવજ્ઞાનને પરિહરી કેટલીક ગણનાઓને અને પાઠના રટણને શ્રુતજ્ઞાન માની લેવું તે એક પ્રકારે ખોટા પથ્થરને હીરા સમજી લેવા જેવું છે. અહીં સિધ્ધિકારે આ વાત પર પ્રકાશ નાંખ્યો છે અને કહ્યું છે કે “દેવાદિ ગતિ ભંગમાં” એમ કહીને જ્ઞાનના બાહ્ય કલેવરને પકડવાની બુધ્ધિનો ખ્યાલ આપે છે. જેમ કોઈ ચોખાના ફોતરાને ચોખા સમજી બેસે અને સ્ત્રીની વેશભૂષાને સ્ત્રી માની બેસે તો કેટલું બધુ હાસ્યાસ્પદ છે. આ બધા બાહ્ય કરણોને સમજવા જરૂરી છે અને તેનું સ્થળજ્ઞાન મેળવવું પણ જરૂરી છે પરંતુ આ બાહ્ય વ્યવહારજ્ઞાનને સંપૂર્ણ શ્રુતજ્ઞાન માની બેસે અને ત્યાં જ અટકી જાય તો જ્ઞાનનો રસ્તો બંધ થઈ જાય છે. આ દેવાદિ ગતિ ભંગ તે શું છે? તે થોડું સમજી લઈએ. જૈનદર્શનમાં અનેક પ્રકારની ગણનાઓ છે અને તેને ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. સમગ્ર જીવરાશિને અનેક બિંદુ ઉપર સમજવા માટે એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવો રા , ૨૮૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ અથવા ચારે ગતિના જીવોની શું પરિસ્થિતિ છે, તેના કેટલા પ્રકારના જન્મ છે, તેમાં કેટલી પર્યાપ્તિ છે, કેટલી ઈન્દ્રિયો છે, કેટલી ગતાગતિ છે તે બધાનું સૂમ વિવેચન કરવામાં આવ્યું છે, તે બધા જીવોનું વિભાજન કરી તેમાં કેટલા કેટલા બોલ લાભે છે તેનું આખું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે, તે બધા જ્ઞાનને માટે થોકડાં જ્ઞાનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને શાસ્ત્રોમાં પણ આવી ગતિ આગતિના વિવેચન છે, તેની તારવણી કરીને એક સ્વાધ્યાય કરી શકાય અથવા તેના પાઠ બોલી શકાય તેવી શ્રેણીનું નિર્ધારણ કર્યું છે. ચારે ગતિના જીવોને ૫૬૩ ભાગમાં વહેંચીને એક એક જીવ માટે રર-રર બોલોનો પ્રશ્ન ઉભો કરીને તેના ઉત્તર મેળવી રચના કરવામાં આવી છે અને આ બધા પાઠોના નિરંતર રટણ પણ થાય છે. સામાન્ય જીવની બુધ્ધિ પણ તેમાં ગુંચવાય રહે અને આડા અવળા વિચાર ન કરે તેવી ધારણા કરી આ દેવાદિગતિ ભંગજાળને નિરંતર રટાવે છે, બોલાવે છે અને સાધનાના પહેલા પાઠોમાં આ બધા ગતિભંગ સમજાવીને, તે શ્રુતજ્ઞાન છે તેમ કહેવામાં આવે છે પરંતુ અધ્યાત્મદ્રષ્ટિએ આ જ્ઞાન ઘણું જ છીછરું જ્ઞાન છે. બાહ્ય કલેવરનું આભાસ માત્ર છે તેમાં અખંડ શુધ્ધ જીવદ્રવ્યોનો બોધ થતો નથી. જેમાં આત્મચિંતન ન હોય તેવા ઉપરછલ્લા જ્ઞાનને શું શ્રુતજ્ઞાન કહી શકાય? આવા સાધકો તેને શ્રુતજ્ઞાન માને છે. તે માન્યતા સાધક માટે બાધક છે તેનો સ્પષ્ટ ખુલાસો આ ૨૭મી ગાથામાં આપ્યો છે અને જે કોઈ આને શ્રુતજ્ઞાન સમજે છે તે કેવા છે તેનો અધ્યાહાર બોધ જાણી શકાય છે. અર્થાત્ તેને જ્ઞાન સંબંધી એક પ્રકારનો મિથ્યા અભિગ્રહ હોય તેવો આભાસ થાય છે. આવા જ્ઞાનને શ્રુતજ્ઞાન માને છે તેટલું કહીને તે વ્યકિત કોણ છે કે કેવા છે તેનો જવાબ ગૂઢ રાખવામાં આવ્યો છે. સામાન્યપણે જે સર્વનામનો ઉપયોગ થાય તો સામે જવાબ રૂપે ‘તે’ આવવો જોઈએ. ઉદાહરણ રૂપે, જે કોઈ ઝેર ખાય છે તે મરે છે. જે કોઈ પરદેશ જાય તે પાછા આવે છે. આમ “જે ની સાથે તે જવાબરૂપે ઉભો હોય છે. પરંતુ અહીં શાસ્ત્રકારે “જે સમજે શ્રુતજ્ઞાન' એમ કહીને તેનો ઉત્તર અતૃપ્ત રાખ્યો છે. પરંતુ આવા જ્ઞાનને શ્રુતજ્ઞાન સમજે (તે ભૂલ કરે છે એટલો અર્થ બાકી છે). હવે આપણે મૂળ વાત પર આવીએ. શ્રુતજ્ઞાન વિશેની અધૂરી, અપૂર્ણ કે વિપરીત કલ્પનાનો આ ગાળામાં સ્પષ્ટ આભાસ આપ્યો છે અને કહ્યું છે કે જેમ કોઈ વ્યકિત જંગલમાં વૃક્ષોની ગણતરી કરે અથવા એક વૃક્ષમાં કેટલા પાંદડા છે તેની ગણના કરે અને આ બધી ગણતરીને તે ઉચ્ચકોટીનું આત્મજ્ઞાન માને તો તે કેટલું હાસ્યાસ્પદ છે. વ્યવહારિક જ્ઞાન અને ભિન્ન ભિન્ન પ્રકારની વિદ્યાઓ તે જ્ઞાનની કોઈ સીમા નથી અને વ્યવહારમાં આ બધા જ્ઞાનો સ્વાર્થપૂર્તિના સાધન હોવાથી તેમની ગણનાઓ ચાલતી હોય છે. પરંતુ તેમને આત્મજ્ઞાનનો કે શાસ્ત્રજ્ઞાનનો દરજજો આપી શકાય નહીં. મનુષ્યના અંતરમાં બિરાજમાન પરમાત્માના દર્શન કરાવે, તે જ સાચું શ્રુતજ્ઞાન છે. અહીં શાસ્ત્રકાર આ જ વસ્તુનો સ્પષ્ટ આભાસ આપે છે કે આ બધી ગણનાઓને જૈન સાધકો શ્રુતજ્ઞાન માની બેસે અને તેમાં જ રટણ કરે છે તે હકીકતમાં શ્રુતજ્ઞાન નથી. માનસિક સ્થિતિની વિપરીત અવસ્થાનું વર્ણન કર્યા પછી અને શ્રુતજ્ઞાનની શું શ્રેષ્ઠતા છે તેનો આભાસ આપ્યા પછી, હવે ઉત્તરાર્ધમાં શાસ્ત્રકાર બાહ્ય સ્થિતિનો ઘટસ્ફોટ કરે છે. કારણ કે ધર્મના સંપ્રદાયોમાં, ધર્મની પરંપરાઓમાં, સામાન્ય રૂપે ઘણા આગ્રહો ઉદ્ભવે છે. પછી તે કપાળના - ૨૮૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ તિલકના હોય, મંત્રો ઉચ્ચારણોના હોય કે વેશભૂષાના હોય, કે ઉઠવા બેસવાની કોઈ પધ્ધતિના હોય, તે બધામાં એક વિશેષ પ્રકારનો આગ્રહ રાખીને કેમ જાણે આ જ કોઈ મોક્ષ કે મુકિતનો માર્ગ હોય કે ભકિતનું નિશાન હોય તેવા ભાવ પ્રગટ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ ભગવાન મહાવીરે અંતિમ ઉપદેશમાં સ્પષ્ટ કહ્યું છે. ગૌતમસ્વામી અને કેશીસ્વામીના સંવાદમાં સાધુની વેશભૂષામાં અંતર હોવાથી, જયારે કેશીસ્વામીએ પૂછ્યું, ત્યારે ચાર જ્ઞાનના ધણી પરમશ્રુતજ્ઞાની એવા શ્રી ગૌતમસ્વામી કહે છે કે “તો નિક પ્રયોગન” અર્થાત્ વ્યવહાર જ વેશભૂષાનું પ્રયોજન છે. મોક્ષમાર્ગમાં વેશભૂષાનું સ્થાન નથી. છતાં પણ જૈન સંપ્રદાયોમાં અને બીજા એવા અન્ય સંપ્રદાયોમાં પણ, વેશભૂષાનો પ્રચંડ આગ્રહ સેવાતો હોય છે અને આવા લૌકિક વ્યવહારને મોક્ષમાર્ગના ઉપાસ્ય તત્ત્વો સાથે જોડી દેવામાં આવે છે. જે આપણા શાસ્ત્રકારને પણ ખરેખર ખટકયું છે. જેથી આવા અજ્ઞાન ભરેલા બાહ્ય વ્યવહારને તેમણે એક પ્રકારનો મહાગ્રહ કહ્યો છે અને તેનો ત્યાગ કરવા માટે સલાહ આપી છે. ૨૭મી ગાથામાં આપણે બંને બિંદુ ઉપર સામાન્ય અર્થઘટન કર્યું. હવે તેને વધારે ઝીણવટથી જોવા કોશિષ કરશું. પ્રથમ પ્રશ્ન એ છે કે જીવાત્મા આવું આચરણ શા માટે કરે છે? શ્રુતજ્ઞાન સંબંધી તેના વિપરીત વિચારો કેવી રીતે જન્મે છે ? એ જ રીતે બાહ્ય આગ્રહોમાં જીવ શા માટે ફસાય છે? આ પ્રશ્નોની પાછળ જે ભૂમિ છે તેનું અહીં દિગ્દર્શન આપ્યું નથી, પરંતુ એ વાત નિશ્ચિત ભૂમિકાના આધારે જ આ બધી વિકૃતિ અસ્તિત્વ ધરાવે છે. પ્રથમ દ્રષ્ટિએ જ્ઞાનનો રસ્તો એ જ્ઞાનાવરણીયકર્મના શુધ્ધ ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ જીવાત્મા જો ક્રમશઃ આરાધક તત્વોથી વંચિત હોય અને બાળ તપસ્યાથી કે અકામ નિર્જરાથી જ્ઞાનાવરણકર્મોનો ક્ષયોપશમ થયો હોય પરંતુ મિથ્યાત્વ મોહનીયની પ્રબળતાથી એ ક્ષયોપશમમાં જે નવનીત હોવું જોઈએ તેનો અભાવ હોય, તો તેનું જ્ઞાન સમ્યગું હોતું નથી. જૈનદર્શનમાં અને અન્ય ઉચ્ચકોટીના દર્શનમાં સમ્યગૃષ્ટિને જ મહત્ત્વ આપે છે. સમદષ્ટિના અભાવે ફકત બૌધ્ધિક વિકાસ થયો હોય તો પણ જીવાત્માની ગાડી કોઈ બીજા માર્ગે ચડી જાય છે અને તેનો ગુરુઓને પણ બોધ નથી. તે જે સૂત્ર પકડાવે તેને જ જ્ઞાનનો માર્ગ માની અથવા ઉચ્ચકોટીનું જ્ઞાન માની તેમાં રમણ કરે છે. અહીં એક તાતી વસ્તુ સમજવાની છે કે સામાન્ય ક્ષયોપશમ થયા પછી બુધ્ધિ કેવા પ્રકારની થશે તે નૈમિત્તિક ભાવો છે. પાણી પ્રાપ્ત થયા પછી તે જે રંગ સાથે સંબંધ ધરાવે છે, જેવો રંગ નાખે તે રંગ પાણી ધારણ કરે છે. ક્ષયોપશમ એ સામાન્ય ધર્મવાળું પાણી છે અને તેમાં જેવું જેવું નિમિત્ત મળે તેવા આંદોલન પેદા થાય છે. જો એ વખતે સદ્ગનો યોગ હોય અને સમદષ્ટિનું નિમિત્ત હોય તો ક્ષયોપશમ યોગ્ય જ્ઞાનનો પ્રકાશ આપે છે. અરીસો તો અરીસો છે, તેમાં દુર્જન કે સજજન જે કોઈ મુખ દેખે તેવું પ્રતિબિંબ પેદા થાય છે. ક્ષયોપશમ એ સામાન્ય દર્શન છે એટલે અહીં આવા સામાન્ય ક્ષયોપશમવાળા જીવોને દેવાદિગતિમાં ભંગાળના પાઠો ભણાવે અને તેમાં અટકી રહે તો તે બની રહે છે. જીવની કાષાયિક ભૂમિકા, કર્મોના ક્ષયોપશમ અને ઉચ્ચકર્મોની ભૂમિકા એ પ્રધાન તત્ત્વો છે. આવા જ નિમિત્તથી બાહ્ય આગ્રહોમાં લોભકષાયનો ઉદય ભળે છે અને Page #302 -------------------------------------------------------------------------- ________________ વેશભૂષાથી ઉત્પન્ન થતો લોભ સ્વાર્થવૃત્તિનું પોષણ કરે છે. આવા આગ્રહમાં લક્ષ બીજું છે અને સાધન બીજું છે. લક્ષમાં મુકિત રાખે છે અને સાધન સ્વાર્થનું છે. આમ પ્રથમ બિંદુ કરતાં પણ આ બીજુ બિંદુ સાધક માટે વધારે બાધક બને છે. બંને બિંદુઓની પૃષ્ઠભૂમિ મોહનીય કર્મના પ્રભાવથી પ્રભાવિત છે. એકમાં મિથ્યાત્વ મોહનીય કર્મના પ્રભાવથી પ્રભાવિત છે. જયારે બીજામાં કષાય મોહનીયની પ્રધાનતા છે અર્થાત્ ચારિત્રમોહનીયની પ્રધાનતા છે. અહીં વેષનો મતાગ્રહ બતાવ્યો છે કેટલાક સાધુસંપ્રદાયોએ વેશનો પરિત્યાગ કરી દિગમ્બર અવસ્થાને પણ ધારણ કરે, પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ વેશના આગ્રહથી મુકત થયા છે. જેમ વેશનો આગ્રહ હતો તેમ હવે નગ્નતાનો આગ્રહ છે, તેનાથી બંધાય છે. અહીં વેશ શબ્દનો અર્થ કપડાં નથી પણ તેના બાહ્ય દિદાર છે, તેની મુદ્રા છે, તેને પોતાનો વેશ માને છે. કપડાં વાળી અવસ્થા પણ વેશ અને નગ્ન અવસ્થા પણ અદશ્યમાન એક વેશ છે. ' સાધક–બાધક કારણ: ભારતવર્ષમાં અને સનાતન સંપ્રદાયોમાં અનેક પ્રકારની વેશભૂષાઓ છે. તેમાં કડી પહેરવાના, ચોટી રાખવાની, જટા રાખવાની આવી રીતે નવી નવી મુદ્રાઓથી પોતાની છાપ ઊભી કરવા માટે અને એક પ્રકારનું સંગઠન જાળવવા માટે વેશભૂષાનો ઉપયોગ થતો હતો અને એ પરંપરા અનુસાર જૈન ત્યાગીઓમાં પણ બેચાર પ્રકારની વેશ પરંપરાની શરૂઆત થઈ. જો કે જૈન સમાજમાં વેશનું વૈવિધ્ય ઘણું ઓછું છે. છતાં પણ એક નિશ્ચિત વેશનો આગ્રહ હોય છે. ખાસ કરીને વેશનો આગ્રહ ત્યાગીછંદમાં જ હોય છે. ગૃહસ્થો કે શ્રાવક સમાજમાં કોઈ અલગ વ્યવસ્થા હોતી નથી પરંતુ આ ભકતો ત્યાગીઓની વેશભૂષા વિશે ખૂબ ચીકણો આગ્રહ ધરાવતા હોય છે અને વેશભૂષાને મહત્ત્વ આપવા માટે મોક્ષ માર્ગમાં આની ઉપયોગિતા છે, તેવું વજન મૂકવામાં આવે છે. જેમ વૈદ્યરાજ રોગીની નાડી જોઈને રોગનું નિદાન કરે છે. તેમ આવા આગ્રહી જીવો વેષભૂષા જ મુકિતનું ચોકકસ લક્ષણ હોય તેવું નિદાન કરે છે. આ રીતે મુખ્ય માર્ગથી હટીને એક આડંબરનો જન્મ થાય છે. અસ્તુઃ આ રીતે અહીં બાહ્ય આડંબર પર તીવ્ર કટાક્ષ કર્યો છે. અહીં જે નિદાન શબ્દનો પ્રયોગ કર્યો છે તે મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કે નિદાન એક અનુમાનીત નિશ્ચય હોય છે. જયાં પણ નિદાન કરવાનો અવસર હોય ત્યાં અનુમાન કરવું પડે છે. પ્રત્યક્ષ જે ચીજ જોઈ શકાઈ નથી, તેને માટે કોઈ પણ હેતુ દ્વારા કારણોની તપાસ કરી નિદાન કરવામાં આવે છે, નિદાનમાં શુધ્ધ હેતુ પ્રાપ્ત થાય, જો દર્શનશાસ્ત્ર હિસાબે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ ઈત્યાદિ દોષોથી રહિત હેતુ નિર્દોષ હોય તો જ અનુમાન સાચું થઈ શકે, નિદાન સાચું થઈ શકે પરંતુ હેતુ અશુધ્ધ હોય અથવા સાધ્ય સાથે તેને સબંધ ન હોય તો આવા નિદાન અજ્ઞાનજનક તો છે જ પરંતુ તેનાથી વિષમતા પણ ફેલાય છે. અહીં જયાં જયાં આવી વેષભૂષા હોય ત્યાં ત્યાં મુકિત પ્રાપ્ત થાય તેવું કોઈ અનુમાન કરવાની શકયતા જ નથી, તે આશ્વાસન માત્ર છે. વેષભૂષા એ મુકિતનો હેતુ થઈ શકતી નથી. જયાં જયાં સમ્યજ્ઞાન હોય, ત્યાં ત્યાં મુકિત પ્રાપ્તિ થાય, તો અનુમાન યોગ્ય અનુમાન છે. વેષભૂષા એ પૌદ્ગલિક ભૌતિક વસ્તુ છે, જડ પદાર્થ છે. તેના દ્વારા આત્માનું કોઈ શુધ્ધ પરિણમન Page #303 -------------------------------------------------------------------------- ________________ થાય તેવી કોઈ શકયતા નથી. છતાં આવા ભોળા જીવો વેષભૂષાને મુકિત સાથે જોડી ઉટપટાંગ નિદાન કરે છે. જેમ કોઈ માણસ કહે કે કાળા કપડાં પહેર્યાં છે માટે તે સંગ્રહણીનો દર્દી હોવો જોઈએ, તો આ કેટલું બધું હાસ્યાસ્પદ છે. શું વેષભૂષાથી રોગનું નિદાન થઈ શકે ? તો શું કપડાં કે વેષભૂષાથી મુકિતનું નિદાન થઈ શકે ? કવિરાજે નિદાન શબ્દ મૂકીને આવા મુકિત શબ્દનો અર્થ અને તેની વ્યાખ્યા પૂર્વની ગાથાઓમાં વિસ્તારથી કહેવામાં આવી છે જેથી અહીં પુનરાવર્તન કરતાં નથી પરંતુ મુકિત વિશે થોડું વધારે સ્પષ્ટીકરણ કરીએ. મુકિતનું સ્વરૂપ : એક મુકિત તો સંપૂર્ણ કર્મનો ક્ષય થયા પછી સિધ્ધ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે થાય છે પરંતુ સાધક આત્માઓએ પૂર્ણ મુકિતની વાટ જોવાની નથી. આંશિક મુકિત જીવ સ્વયં પોતાના પરિણામોમાં અનુભવ કરે છે. ઉદયમાનભાવોથી વિરકત બની નિર્લિપ્ત બની જો જીવ નિરાળો થાય અને સ્વયં સ્વાભાવિક શુધ્ધ પરિણામની ધારાનું અવલંબન કરે તો તેને તે જ ક્ષણે આંશિક મુકિતનો અનુભવ થાય છે. મુકિત શબ્દ કેટલો બધો ભાવસભર અર્થવાળો શબ્દ છે. મુકિત એટલે છૂટકારો થવો. શેનાથી છૂટકારો થવો ? પદાર્થથી તો જીવ છૂટો છે જ, સંયોગથી પણ છૂટો છે પરંતુ તેના પોતાના રાગાદિ પરિણામમાંથી છૂટો થતો નથી. એક પ્રકારનું વિભાવ ભરેલું પરિણમન જીવને વળગેલું છે. જેમ ભૂત વળગે તેમ મનુષ્ય આ મોહાદિ પરિણામોથી અને મોહ રૂપી ભૂતથી ઝુરે છે. જડ પદાર્થને ચેતન દ્રવ્યની ચિંતા નથી પરંતુ આ ચેતન દ્રવ્ય જડ પદાર્થોની ચિંતા કરે છે, તે જોઈને જ્ઞાનીઓને હસવું આવે છે. જીવ વગર કારણે જડ સાથેનું બંધન ઊભું કરે છે. હકીકતમાં અંદરના પરિણામો જ તેને મુકત કરતાં નથી, અથવા વ્યકિત તે પરિણામોથી મુકત થતો નથી. આમ જયાં રાગાદિનો આંશિક પણ અભાવ નથી ત્યાં પરિપૂર્ણ મુકિત કયાંથી થાય ? આ મુકિત માટે નિત્યાત્મક જ્ઞાન પરિણામો પેદા ન થયા હોય તો વેષભૂષા જીવને મુકિત કયાંથી આપી શકે ? વેશ પરિવર્તન પછી પણ જીવ મુકિતનો અનુભવ કયાંથી કરે ? કારણ કે નિદાન જ ખોટું થયું. જડમાંથી મુકત થવા માટે જડનો જ આશ્રય કર્યા છે. ચોરથી જ બચવા માટે બીજા ચોરનું જ અવલંબન છે. આમ ઉલમાંથી નીકળી ચૂલમાં પડેલો જીવ બધાને મુકિતના લક્ષણ માને છે. તેથી જ અહીં શાસ્ત્રકાર કહે છે કે “માને મુકિત નિદાન” આમાં નિદાન પછી વિધાન શબ્દ પણ ઉમેરી શકાય. અહીં મુકિતનું નિદાન કર્યા પછી આગળ ચાલીને તે આ બધા દ્રવ્ય ભાવોનું વિધાન પણ કરે છે. કવિરાજે જીવની નાડી પરીક્ષા કરીને સાચું નિદાન કરવા માટે પરોક્ષભાવે પ્રેરણા આપી છે. ઉપસંહાર : ૨૭મી ગાથાનો સારાંશ એ છે કે જીવાત્મા અમુક જાતના રટણને અને અમુક પાઠોને વાગોળતા રહેવા તેને ઉચ્ચકોટિનું જ્ઞાન સમજી બેસે છે, બાહ્ય આડંબરોને અને બહારના લક્ષણોને સાધના સાથે કે મુકિત સાથે જોડે છે અને પોતાની સમગ્ર બુધ્ધિને તેમાં રોકી રાખે છે, પોતે જ ભ્રમિત થાય છે એટલું જ નહીં, પણ સમાજના અમુક ખાસ વર્ગને પણ ભ્રમિત કરે છે. આખી ગાથા વ્યકિતને ઉદ્દેશીને કહી છે પરંતુ તેનો ઉદ્ઘોષ સામાજિક વૃત્તિઓ પર અંગુલી નિર્દેશ કરે છે અને ધર્મના ક્ષેત્રમાં વ્યાપ્ત થયેલી આ અપૂર્ણતાથી જીવ સાચો અંતિમ આનંદ મેળવી શકતો નથી. ગાથાના ભાવો એક પ્રકારની વિકૃતિનો ઘટસ્ફોટ કરે છે અને મનુષ્યને નવી દ્રષ્ટી શું છે તે ૨૯૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ તો સ્વયં આગળની ગાથાઓમાં કહેશે, પરંતુ આ ગાથામાં મેલુ કપડું ધોવાની વાત છે. એથી સામાન્ય બોધ પણ મળે છે કે મનુષ્ય આગ્રહ બુધ્ધિ ન રાખતા આગળના વિકાસ માટે અવકાશ રાખવો જોઈએ. આપણે હવે ૨૮મી ગાથાનો સ્પર્શ કરીએ છીએ અને જે વસ્તુ આપણે ૨૭મી ગાથામાં કહેલી છે તેનું વધારે સ્પષ્ટ વિવરણ આપવા માટે આ ગાથાનું ઉચ્ચારણ થયેલું છે. ઉપોદ્ઘાતઃ અહીં કવિરાજ સામાન્ય સાધકોને માર્ગદર્શન આપે છે. અથવા તેવા ગુરુઓ લૌકિક માનની અપેક્ષા રાખતા હોય છે, વાત ઉપર પ્રકાશ નાંખે છે. લૌકિક માન મેળવવા માટે કેવું પાખંડ રચાય છે ? ચિતવૃત્તિમાં જે દોષો પેદા થયા છે તે દોષોને ગુણાત્મક માન, લૌકિક માન મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આખી ગાથા ત્રણ વિભાગમાં વિભકત છે અને તેની ફળ શ્રુતિ લૌકિક માન મેળવતી તૃષ્ણા હોય તેમ જણાવી તેના કારણો બતાવ્યા છે. (૧) મનુષ્યના મનમાં, ચિત્તમાં અને અંતઃકરણમાં વૃત્તિઓનું સ્થાન છે. વૃત્તિ એક પ્રકારના પ્રગટ થતાં પરિણામ છે, તેનું સ્વરૂપ સમજવું જરૂરી છે તે સ્વરૂપ સમજવા પ્રયાસ કર્યા નથી. (૨) સ્વરૂપ સમજયા વિના નાના પ્રકારના વ્રત અને તપોનું વિધાન કરી જીવ તેનું અનુસરણ કરે છે. (૩) આમ થવામાં પરમાર્થતત્ત્વનું ગ્રહણ ન કરવું તે મુખ્ય કારણ છે. જીવ પરમાર્થ પણ ગ્રહણ કરી શકતો નથી. આ ત્રણે ખંડ પરસ્પર એકબીજાના પૂરક છે. અહીં આ બધા ખંડોનું સેવન કરવાની પાછળ લૌકિક માન મેળવવાની તૃષ્ણા હોય છે. તે તેની ફળશ્રુતિ છે. આખી ગાથા આધ્યાત્મિક તથા માનસિક વિકૃતિને સ્પર્શ કરે છે અને તેનાથી નીપજતી બાહ્ય વૃત્તિનો પણ ઉલ્લેખ કરે છે. હવે આપણે મૂળ ગાથાના આધાર આ ત્રણે ખંડ પર સૂક્ષ્મ ભાવે વિચાર કરશું. ખરેખર આ તત્ત્વ વિચારણા અને ત્રિખંડી વિકૃતિ દૂર કરી યોગ્ય સ્વરૂપ ધારણા કરવી તે કેટલું બધુ મહત્ત્વપૂર્ણ છે તે સમજી શકાશે. ૨૯૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮ 'લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન; 'ગહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન II લલ્લું સ્વરૂપ ન વૃત્તિનુંઃ વૃત્તિનું સ્વરૂપ અને પરમાર્થનું ગ્રહણ, અહીં આ બે મુખ્ય વસ્તુને ગ્રહણ કરી છે, કારણ કે જયાં પરમાર્થનો વિચાર થાય છે ત્યાં જે કોઈ બાધક તત્ત્વો હોય તેનો વિચાર કરવો પણ તેટલો જ મહત્ત્વપૂર્ણ છે. ઘઉં અને ઘઉંના કાંકરા બંનેને ઓળખવાની જરૂર છે. ઘી માં કીટુ રહેલું છે. કપડામાં મેલ રહેલો છે. લગભગ સંસારના તમામ પદાર્થોમાં એક વિકૃતિ તત્ત્વ પણ સાથે કામ કરતું હોય છે. સોની જયારે સોનાને પીગાળે છે ત્યારે તેમાં ભેળ, કેટલો છે તે પણ જાણવા કોશિષ કરે છે. અહીં જે વાત કરી છે તેમાં એક ગૂઢ તત્ત્વ રહેલું છે, જેનો આપણે પાછળથી ઉલ્લેખ કરશું. જ્ઞાનની શુધ્ધ પર્યાયોથી પરમાર્થનું ભાન થાય છે. પરંતુ પરમાર્થ સુધી પહોંચવા, પહેલા વૃત્તિઓની વનસ્થળી પાર કરવાની હોય છે અને વૃત્તિને સારી રીતે ઓળખી લીધા પછી જ જીવ વૃત્તિના પ્રભાવથી મુકત થઈ શકે છે. વૃત્તિનું અધિષ્ઠાન મનયોગ અને અંતઃકરણ છે. વૃત્તિ તે જ્ઞાનાત્મક પણ છે અને ભાવાત્મક પણ છે. મનુષ્યના મનમાં સમાજના જે ભાવો છે તે પણ એક વૃત્તિ છે અને આસકિત આદિ, રાગાદિ પરિણામો થાય છે, અથવા અંતઃકરણમાં દયા અને પ્રેમની લાગણી થાય છે તે પણ એક વૃત્તિ છે. સૂક્ષ્મ નિરીક્ષણ કરવાથી જોઈ શકાય છે કે વૃત્તિમાં પણ બે પ્રકાર છેઃ એક અશુભ વૃત્તિ અને એક શુભવૃત્તિ, એક અપ્રશસ્તવૃત્તિ અને એક પ્રશસ્ત વૃત્તિ. મન અને અંતઃકરણ બંનેને ચિત્ત પણ કહેવામાં આવે છે. પાતંજલ યોગશાસ્ત્રના પ્રથમ સૂત્રમાં લખ્યું છે કે “ત્તિવૃત્તિનિરોધસ્તુળ” અહીં ચિત્તમાં વૃત્તિ થાય છે, તેમ કહ્યું છે. ચિત્ત સ્વયં એક વૃત્તિઓનું ગૂંચળું છે. અર્થાત્ વૃત્તિઓનો સમૂહ છે. વૃત્તિના સ્વરૂપને ઓળખવું એટલા માટે જરૂરી છે કે તે કાર્યકારી છે, પ્રભાવક છે. મન અને ઈન્દ્રિયો ઉપર વૃત્તિની પક્કડ છે. વૃત્તિ પોતાની જગ્યાએ ભલે રહે પરંતુ તેના સ્વરૂપને જાણી લેવું તે પરમ આવશ્યક છે. સર્પને સર્પ તરીકે ઓળખી લેવાથી તેના વિષમય પ્રભાવથી બચી શકાય છે. તેમ વૃત્તિથી ભૌતિક જ્ઞાન છૂટું પડે અને વૃત્તિનું નાટક નિહાળે ત્યારે તેને ખબર પડે કે વૃત્તિ કેવા પરિણામ પેદા કરે છે. વૃત્તિ કોઈ સ્થાયી તત્ત્વ નથી. પરંતુ વચગાળાનો ઉદ્ભવ આશ્રય છે. જૈન તત્ત્વજ્ઞાનમાં આશ્રવતત્ત્વને તત્ત્વોમાં લીધું છે, પણ સમગ્ર આશ્રવ તત્ત્વ તે વૃત્તિની પર્યાય છે. બધા અનિત્ય ભાવો પણ જો તેને સમજણમાં ન આવે તો જીવાત્મા અનિત્યભાવમાં જે ગોથા ખાતો રહે છે. અહીં વૃત્તિના સ્વરૂપને જીવ લેતો નથી એમ કહ્યું છે. લેતો નથી, એટલે જાણતો નથી, તેમ કહ્યું. કોઈ જણાવે તો જાણવા માંગતો નથી. હકીકતમાં વૃત્તિને આધીન થયેલો જીવ વૃત્તિને ઓળખવા જલ્દી તૈયાર થતો નથી. જેમ કોઈ માણસ ખોટા ઘરેણાંને હૃદયથી સાચા માનીને ચાલતો હોય, તો તે બીજાની વાત સાંભળવા તૈયાર થતો નથી. અર્થાત્ સુવર્ણની સત્યતાને ઓળખવામાં અટકાય છે. અહીં શાસ્ત્રકારે “લયું ન સ્વરૂપ વૃત્તિનું અર્થાત્ વૃત્તિનું સ્વરૂપ સમજવા કોશિશ કરી નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ હવે વૃત્તિના મૂળમાં જરા જઈએ. શુભાશુભ કર્મોના ઉદયથી આ વૃત્તિ પ્રવર્તમાન થાય છે, પરંતુ વૃત્તિની મંદતા અને દ્રઢતા એ વીર્યાતરાય કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ ધરાવે છે. મંદકષાય અને મંદ વીર્ય સાથે જોડાયેલી વૃત્તિ એટલી બંધનકર્તા નથી, કષાય ભાવોથી અને ઉગ્ર વિર્ય સાથે જોડાયેલી વૃત્તિ દેઢ હોવાથી વધારે બંધનકર્તા બને છે. એટલે વૃત્તિની ક્ષમતાને પણ પારખવી રહી. આ વૃત્તિ જો અશુભ હોય તો સર્વથા હાનિકર્તા બને છે અને અંધકાર ફેલાવે છે. પરંતુ જો શુભવૃત્તિ હોય તો અમુક અંશે સાધનામાં સહાયક થાય છે. પરંતુ શુભ ભાવોમાં આસકિત ન થવી જોઈએ અને આ શુભ ભાવો મુકિતના કારણ છે. આમ વૃત્તિના બંને પાસા અને તેનું સ્વરૂપ જાણી લેવું જરૂરી છે. પરંતુ શાસ્ત્રકાર અહીં નિષેધ તત્ત્વનું વર્ણન કરે છે એટલે કહે છે કે વૃત્તિનું સ્વરૂપ જ જાણ્યું નથી અને વૃત્તિના સ્વરૂપને સમજયા વિના ધર્મના બાહ્ય તત્ત્વને પકડયા છે, જેથી આવો સાધક જે કાંઈ વ્રત, નિયમ કે તપસ્યા કરે છે, તેમાં તેના અભિમાનનો જન્મ થાય છે કારણ કે વ્રત ગ્રહણ કર્યું છે અને વૃત્તિને ઓળખતો નથી. વૃત્તિના પરિવર્તન માટે વ્રત હતાં, પરંતુ અહીં તો વૃત્તિએ જ વ્રતનું પરિવર્તન કરી નાખ્યું છે. ચોરને પકડવા સિપાઈ રાખ્યો હતો, પરંતુ ચોરે જ સિપાઈને પકડી લીધો. માટે વૃત્તિના સ્વરૂપને સમજયા વિનાના વ્રતો અભિમાનનું કારણ બને તે સ્વભાવિક છે. ગ્રહે નહીં પરમાર્થને ઃ વ્રત સાધનામાં વૃત્તિ કેવી રીતે આડી આવે છે? ઉપવાસ કર્યો છે, ઉપવાસમાં આહાર ત્યાગ થયેલો છે અને આહાર સંજ્ઞા એક પ્રકારની સુધા વૃત્તિ છે. વૃત્તિ ઊભી છે અને ઉપવાસ કર્યો છે. વૃત્તિનો લય થયા વિના મનમાં વિચારે છે કે મેં ઉપવાસ કર્યો છે અને ઉપવાસ કર્યાનું મને માન મળે તેવી બીજી વૃત્તિ ઊભી કરે. આહાર સંજ્ઞા રૂપ વૃત્તિ તો હજુ ઊભી જ હતી અને ઉપવાસ રૂપી વ્રત આવ્યું, તેમાં સન્માનની વૃત્તિ થઈ. આમ બે વૃત્તિની વચ્ચે ઉપવાસ કહેવા માત્રનું વ્રત થઈ ગયું. આ એટલો સૂક્ષ્મ વિષય છે કે શબ્દોથી તેનું પૃથક્કરણ કરવું કઠિન છે. કારણ જીવ પોતે જ પોતાની વૃત્તિનો સાક્ષી છે. વ્રતાદિ આરાધનાને દ્રવ્યભાવે જોઈ શકાય છે અને દ્રવ્ય ભાવે તેનો આદર થાય છે, પરંતુ આંતરિક સ્થિતિ જે જાગૃત આત્મા હોય તે જ જાણી શકે છે. અન્યથા તે વ્રત પણ એક વિકારનું નિમિત્ત બની જાય છે. અહીં વૃત્તિનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. સ્વરૂપ જાણવાથી વૃત્તિની શકિત જાણી શકાય છે, જ્ઞાતા દષ્ટા તરીકે રહેલો જીવ એમ કહેતો નથી કે હું વૃત્તિને છોડી દઉ અથવા વૃત્તિ રહિત બની શકે. અહીં વૃત્તિને છોડવાની વાત નથી પરંતુ તેને ઓળખી લેવાની વાત છે. કર્મજન્ય પ્રવાહો તો આ જ રહેશે અને અમુક અંશે તો ભૌતિક પ્રવાહો એટલે તેના ઉપર જીવનનું આધિપત્ય નથી, પરંતુ તેનું જ્ઞાન કરી લેવાથી જીવ તેના પ્રભાવથી મુકત રહી શકે છે. મતાગ્રહી જીવ આવું કોઈ જ્ઞાન ગ્રહણ કરતો નથી અને ઓછા વધતાં ભારે અથવા સામાન્ય તપસ્યાના પ્રકારો, સાધનાના અનુષ્ઠાનો અને વ્રત નિયમોને પોતાના અહંકારને વિકસાવવા માટે નિમિત્ત બનાવે છે. જેમ બાહય યોગો ધનસંપત્તિ વગેરે અભિમાનનું નિમિત્ત છે, તેમ આ આંતરિક સાધનાઓ અને વ્રતઆદિ નિયમો પણ અભિમાનનું કારણ બને છે. વૃત્તિના સ્વરૂપનું અજ્ઞાન અને વ્રત આદિનું અભિમાન બંને વિકૃતિઓની ઉપસ્થિતિમાં પરમાર્થને કયાંથી ઓળખી શકે? એટલે શાસ્ત્રકારે ત્રીજા ખંડમાં પરમાર્થને ગ્રહણ કરતો નથી Page #307 -------------------------------------------------------------------------- ________________ અને કોઈ પરમાર્થ સમજાવે તો પણ તેને ગ્રહણ કરી શકતો નથી, તેવી દુર્ગમ સ્થિતિમાં જીવ ઊભો છે. પરમાર્થ એ જીવનનું પ્રધાન લક્ષ્ય છે. સારભૂત તત્ત્વ છે, જેમ દહીનું વલોણું કરે તો તેમાં નવનીત તે સાર તત્ત્વ છે. તેમ જીવનના કાર્યોમાં ભૌતિક સમાગમોમાં કોઈ એવો પરમ અર્થ નથી જે જીવને શાશ્વત શાંતિ આપી શકે. પરમ અર્થ તો સ્વયં શુધ્ધ આત્મા છે પરંતુ અશુધ્ધ આત્મામાં તે સ્વીકારવાની શકિત નથી, તે ગ્રહણ કરતો નથી. પરમાર્થ શું છે, પરમ અર્થ શું છે, તેવો પ્રશ્ન જેના મનમાં ઊભો થતો નથી તે એક પ્રકારે સંજ્ઞાહીન છે. દરિદ્ર વ્યકિત ઘરમાં હીરો છે પરંતુ તે હીરાને તે ઓળખાતો નથી. મારા ઘરમાં હીરો છે તે સ્વીકારતો નથી. બીજા કાચ અને કાંકરા જેવા પદાર્થોને સાચવીને તેની ચિંતા કરે છે અને કરોડોનો હીરો છતાં તે દરિદ્રનારાયણ દરિદ્રતાનો અનુભવ કરે છે. આ છે પરમાર્થ વિહીનતાનું દર્શન. શાસ્ત્રકારે અહીં સામાન્ય જીવના વર્ણનમાં તે પરમાર્થ ગ્રહણ કરતો નથી તેમ કહીને જાણે અબુધ્ધ જીવો માટે મોટો આરોપ મૂકયો છે. પરમાર્થ ન ગ્રહણ કરવામાં શું શું કારણો છે એ આપણે વધારે ઊંડાઈથી તપાસવા જોઈએ. ગાથાના પૂર્વાર્ધમાં સ્વયં શાસ્ત્રકારે બે કારણો તો મૂકયા જ છે પરંતુ પરમાર્થ દ્રષ્ટિને મેળવવા માટે હજુ પણ બીજા વધારે કારણો હોવા જોઈએ તેમ આ ગાથાના અધ્યાહારથી સમજાય છે. સર્વ પ્રથમ, પ્રશ્ન થાય છે કે અસંખ્ય જીવો મનુષ્ય અવતારને પામ્યા પછી પણ પરમાર્થથી વંચિત રહે છે અને શા માટે તેઓ પરમાર્થ ગ્રહણ કરતા નથી તે એક વિશ્વ વ્યાપી કોયડો છે. ખરેખર પરમાર્થ તો અમૂલ્ય તત્ત્વ છે અને મનુષ્ય બુધ્ધિજીવી છે તો પોતાના હિતને કેમ ન સમજે? બાધક તત્ત્વોની પ્રધાનતા : વિશ્વદ્રષ્ટાઓએ સમગ્ર વિશ્વનું ગણિત કર્યું અને વિશ્વની રચના, તેના કાર્ય કલાપો અને તેની ગતિ-વિધિ પર પણ સૂક્ષ્મ વિચાર કર્યો છે. જગતના બધા દર્શનો એક વાત પર એક મત છે કે વિશ્વમાં એક માયાવી તત્ત્વ કામ કરી રહેલું છે. આ માયા તત્ત્વને અલગ અલગ શબ્દોથી સંબોધન કરી તેનું દિગ્દર્શન કરાવેલું છે અને માયા તત્ત્વની પ્રબળતા વિષે પૂરો ખ્યાલ આપ્યો છે. એ માયા તત્ત્વ જગતની અનાદિ નિધન સંપત્તિ છે. વિશ્વ તેમાં જ ફાલ્ય ફૂલ્યું છે અને જીવાત્માના મન, પ્રાણ, ઈન્દ્રિય અને જ્ઞાન, અંતઃકરણ એ બધા પર આ માયા તત્ત્વની પ્રબળ પક્કડ છે. બીજી બાજુ જીવ માત્ર સુખના કામી છે. સુખ બે પ્રકારનું છેઃ એક અનિત્ય અને ક્ષણિક આનંદ આપતું; બીજુ નિત્ય અને શાશ્વત આનંદ આપનારું. ક્ષણિક સુખ પ્રત્યક્ષ છે તેથી સામાન્ય જીવ તેમાં લોભાય છે. પાણીમાં નાખેલી જાળમાં અથવા કાંટામાં બાંધેલા લોટના પિંડાને ખાવા માટે માછલી અજ્ઞાનવશ તત્પર થઈ જાય છે, તેમ જીવો અજ્ઞાનવશ ક્ષણિક સુખમાં લોભાય છે. જૈનદર્શન પણ કહે છે કે જયાં સુધી સાધના ન થઈ હોય ત્યાં સુધી જીવ કર્મના પ્રભાવ નીચે ઉદયભાવથી, દબાયેલો છે. જેમ પાણીમાં સેવાળ નીચે રહેલો દેડકો ચંદ્રને જોઈ શકતો નથી, તેમ કર્મના પ્રભાવમાં દબાયેલો જીવ આત્મ-ચંદ્રના દર્શન કરી શકતો નથી. મૂળ વાત પર આવીએ કે જીવ પરમાર્થ શા માટે ગ્રહણ કરતો નથી, તો તેનો સીધો જવાબ એ છે કે નાશવાન ક્ષણિક પદાર્થો અને તેની સુખાનુભૂતિવાળી પર્યાયો જીવને પરમ અર્થના દર્શન ૨૯૪ - Page #308 -------------------------------------------------------------------------- ________________ કરવા દેતા નથી અને એ જ રીતે અશુભ કર્મોના ઉદયભાવો નાના પ્રકારના રાગ, દ્વેષ અને ચિંતાઓની જાળમાં જીવને ફસાવી રાખે છે. એટલે પરમ અર્થનું જ્ઞાન પણ થવા દેતા નથી. વાદળાં વ્યાપ્ત થવાથી જેમ સૂર્ય દેખાતો નથી, તેમ અહીં કર્મ પ્રભાવોના વાદળાં નીચે ઢંકાયેલો આત્મસૂર્ય દેખાતો નથી, એટલું જ નહીં તેની ઝાંખી પણ થતી નથી. અહીં પરમાત્માને ગ્રહણ કરવાની વાત લખી છે, તે મુખ્યત્વે પરમાર્થને જાણવાની કરી. એક વખત જ્ઞાનમાં પરમ અર્થનું જ્ઞાન કરે તો અંતે પરમાર્થ પ્રાપ્તિ થાય. પરમ અર્થને ગ્રહે જ નહીં તો તેની પ્રાપ્તિનો તો વિચાર જ કયાંથી થઈ શકે. "અહો ! અહો ! અજ્ઞાન દશાએ કેવો ભટકયો જીવ ! પરમાર્થનું વમન કરીને સદા રહેતો પાપમાં લીન" અહો ! અહો ! આ કેવી અજ્ઞાન દશા ! પરમ શબ્દનો પૂર્વમાં વિસ્તારથી બોધ કરવામાં આવ્યો છે. પરમભાવ તે બધી તંદ્ર વૃત્તિ, શુભાશુભ, સુખદુઃખ, સારું-નરસુ ઈત્યાદિ જે ત ભાવો છે તે બધાથી મુકત થઈ સુખાતીત કે દુઃખાતીત, રસાતીત કે શબ્દાતીત એવા અતીત આત્યંતિક પારિણામિક ભાવમાં સ્થિર રહેલા પરમાત્મરૂપ આત્માના દર્શન કરે તે પરમાર્થ છે. પરમાર્થનો અર્થ સાક્ષાત પરમ અર્થ અને પરમાર્થ પ્રાપ્ત કરવાનો માર્ગ તે પણ પરમાર્થ છે. અહીં આ ગાથામાં આવા જીવ માટે પરમાર્થ સાક્ષાત્ ગ્રહણ કરવાની વાત તો સંભવતી નથી, પરંતુ પરમાર્થની વ્યાખ્યા કે તેનો માર્ગ પણ ગ્રહણ કરતો નથી. એકવાર પરમાર્થ વિશે સાંભળે, બોલે, વિચારે ત્યારે પરમાર્થ સાક્ષાત્ ગ્રહણ કરવાની વાત સંભવે. આ પરમાર્થનો માર્ગ પણ પરમાર્થ જેવો જ શુકલ છે જેમાં બધા મતાગ્રહનો ત્યાગ હોય છે, અહંકારનો ત્યાગ હોય છે, સરળતા અને નમ્રતાના ભાવો તરવરે છે, સાંપ્રદાયિક વ્યામોહથી મુકત છે, સત્ય સમજવાની તમન્ના છે, તે જ પરમાર્થના માર્ગે જઈ શકે છે. પરંતુ વ્રતાદિના અભિમાનથી ભરેલો, વેષભૂષાના અહંકારમાં ડૂબેલો, પોતાને સાધક કહી જ્ઞાનથી દૂર, અજ્ઞાનભાવમાં રમીને લૌકિક માન વધારે તેવો જીવ મતાર્થી તો બને જ છે, આત્મઘાતી પણ બને છે. સંસ્કૃતમાં તેને “આત્મહતા' કહેવાય છે. લૌકિક માન એટલા માટે કહ્યું છે કે જનતાનો વ્યામોહ છે એટલે કોઈ પણ આડંબરોથી તેના માનનો વધારો કરે છે. પરંતુ લોકોત્તર એવા જ્ઞાનીજનો આવા વ્યકિતનું માન વધારતા નથી. તેથી અહીં શાસ્ત્રકારે, લેવા લૌકિક માન' એમ લખ્યું છે. લૌકિક માન મેળવવાનો રસ્તો બહુ સરળ છે અને તેમાં મંત્ર-તંત્ર ઈત્યાદિ વાતોથી, નાના પ્રકારના પ્રયોગોથી સામાન્ય જીવોના દુઃખને મટાડવા માટે ઉપાય બતાવી પોતે તાંત્રિક કે સિધ્ધ છે તેવા શબ્દોનો પ્રયોગ કરી સહેજે લૌકિક માન મેળવે છે. આ છે આત્મવિરોધ ઉપરની ત્રિખંડી સૂચનાની ફળશ્રુતિ. અહીં લૌકિક માન બતાવ્યું છે તે ઉપલક્ષણથી બતાવ્યું છે, લૌકિક માનની સાથે સાથે બીજી બધી વિકૃતિનો પણ સમાવેશ થાય છે અને આ મતાગ્રહી જીવ પોતાની કામનાઓને પૂરી કરવા ધર્મ કે તપનો દુરુપયોગ કરી ફકત લૌકિક માન નહીં પણ બીજા પણ ભોગ ઉપભોગની પ્રાપ્તિ કરે છે. તેમની આખી સાધનાનો હેતુ લૌકિક અને વ્યાવહારિક ભોગાત્મક પદાર્થને પ્રાપ્ત કરવાની ભાવના હોય છે. 00: ૨૯૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનહીનતાનું પરિણામ : અહીં કહેવું જોઈએ કે શાસ્ત્રકારે ફકત લૌકિક માન મેળવવા પૂરતો જ ઈરાદો કર્યા છે. પરંતુ ધર્મને નામે સામ્રાજય પણ સ્થપાય છે, મોટી સત્તા ને સંપત્તિ મેળવી શકાય છે. ન્યાય અન્યાયનો પ્રશ્ન કોરે મૂકીને અહંકારની અભિમાન ભરેલી ભૂમિકા ભજવાય છે, આ બધું પરમાર્થથી વંચિત સત્ય અને ન્યાયથી ભ્રષ્ટ થયેલા આત્માઓ આચરે છે, તેમની અંદર રહેલી વાસનારૂપી વૃત્તિઓ જેનું સ્વરૂપ તે ઓળખી શકયો નથી, તે વૃત્તિઓ પ્રચંડ વિકાસ પામીને અનર્થના ભાવો પેદા કરીને, મહાપાપના બંધન કરાવીને અંતે જીવને નરકગામી બનાવે છે. જીવે સ્વયં પોતાની જ વૃત્તિઓથી સાવધાન રહેવાની જરૂર છે. એ ‘લહયું સ્વરૂપ ન વૃત્તિનું', એ પદમાં શાસ્ત્રનો ભાવ પ્રગટ થાય છે. કોઈ દુશ્મન પણ જીવનું એટલું અહિત કરી શકતો નથી તેટલું તેની અંદર પ્રગટેલી પાપવૃત્તિ કરી શકે છે. શુભ વૃત્તિઓ સારી છે અને તે યોગનું પરિણમન સારું છે પરંતુ તે શુભ વૃત્તિઓ જ્ઞાનયુકત હોવી જોઈએ જ્ઞાન રહિત શુભ વૃત્તિઓ મોહાદિભાવોને જન્મ આપી પુનઃ બંધનનું નિમિત્ત બને છે. આખી ગાથા એક ચેતનારૂપ છે, ચેતવણી આપે તેવી છે. તેમાં જીવની દુર્નવસ્થાનું વર્ણન કર્યુ છે. ગ્રહણ કરવાની પરસ્પરની બે ક્રિયાનો યોગ બનાવી શાસ્ત્રકારે એક પ્રકારે કાવ્ય અલંકાર પ્રગટ કર્યા છે. જો કે બધી કડીઓ કે ગાથાઓમાં ઘણી જ પ્રાસાદિકતા છે, કાવ્યશકિતનું સંયોજન છે, તેમાં કવિત્ત્વભાવો ચમકે છે. તે દૃષ્ટિએ આ પદોને ઘણું જ મહત્ત્વ આપી શકાય તેમ છે. ગ્રહણ કરવા જેવું છે તેને ગ્રહણ કરતો નથી અને નથી ગ્રહણ કરવા જેવું તેને ગ્રહણ કરે છે. ગ્રહણશક્તિની અનુકુળ અને પ્રતિકૂળ બંને દિશાઓનું એક સાથે ભાન કરાવ્યું છે. વ્રતોનું આભિમાન ગ્રહણ કરવાનું ન હતું તે ગ્રહણ કર્યું અને પરમાર્થ ગ્રહણ કરવાનો હતો તેને ગ્રહણ ન કર્યા. જે દિશામાં જવાનું હતુ તેમાં ગયો નહીં અને વિપરીત દિશામાં ચાલ્યો. જેમ કોઈ સત્ય બોલતો નથી, તેમ અસત્ય પણ બોલતો નથી, એ એક પ્રકારે તેનો માધ્યસ્થ ભાવ છે. પરંતુ સત્ય બોલતો નથી, અને અસત્ય બોલે છે, તે બેવડી વિપરીત ક્રિયા કરે છે. અહીં શાસ્ત્રકારે આ મતાગ્રહીની બેવડી ક્રિયાનું આખ્યાન કર્યુ છે. ગ્રાહ્યને ગ્રહતો નથી અને અગ્રાહ્યુને ત્યજતો નથી અર્થાત્ અગ્રાહ્યને ગ્રહણ કરે છે. આમ પરસ્પર એક ક્રિયાના બે ભાવ પ્રગટ થવાથી ભાવાલંકાર બની જાય છે. ઉપસંહાર : વસ્તુતઃ શાસ્ત્રકારનું ઊંડુ સમાજદર્શન તો છે જ અને વર્તમાન વિપરીત પરિસ્થિતિનું પણ અધ્યયન છે. પોતાને ઉચ્ચકોટીનું અધ્યાત્મજ્ઞાન હોવાથી તેમને માટે સામાજિક દુષણ અને વર્તમાન વિપરીત પરિસ્થિતિ દુસહ્ય છે આખી ગાથામાં એક પ્રકારની ભાવ વેદના છે કે આવો રૂડો મનુષ્ય અવતાર, સુંદર મનોયોગ તેમજ નિર્મળ બૌધ્ધિક પ્રતિભા હોવા છતાં તે તેનો ઉપયોગ ન કરતાં આવી બદસ્થિતિનો શિકાર બની પોતાની શિતોઓને જાણે કલંકિત કરે છે. આ ત્રિખંડી ચેતવણી ઘણી જ વિચારણીય છે. પોતાના આંતરિક ભાવોને કે વૃત્તિઓના સ્વરૂપને ન સમજવું અને જે કાંઈ આરાધના છે તેને અભિમાનનું કારણ બનાવી પરમાર્થનો વિચાર છોડી લૌકિક માન મેળવવા લલચાય રહે છે, તેવી ઉચ્ચકોટિની વિષમતાનું નિવારણ કરવામાટે ચેતવણી આપી છે. ૨૯૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ વસ્તુતઃ અધ્યાત્મનો સળંગ માર્ગ હકીકતમાં બાહ્ય કર્મોથી તેટલો દુષિત થતો નથી જેટલો પોતાની આંતરવૃત્તિથી દુષિત થાય છે. વિવેક ભરેલું જ્ઞાન હોય તો વૃત્તિનું પણ પરિવર્તન થઈ શકે છે. જ્ઞાનથી સહજવૃત્તિ પરિવર્તિત થઈ જાય છે. વૃત્તિનું અસ્તિત્ત્વ હોવા છતાં પણ તે હાનિકારક રહેતી નથી. વૃત્તિના સ્વરૂપને એટલે તેના સ્વભાવને ઓળખી લેવાથી તે વૃત્તિને આધારે બાહ્ય શુભાશુભ કર્મો થાય, છતાં માનસ પટલ ઉપર તેની બંધનકારક અસર થતી નથી. આ ઘણો મહત્ત્વપૂર્ણ સિધ્ધાંત છે. એક પ્રકારે ગીતામાં કહેલો કર્મયોગ પણ વૃત્તિના વિભાવથી વિમુકત રહી, ફળ અને તૃષ્ણાની આશા છોડી, બાહ્યકર્મો થતાં રહે, તો વૃત્તિનું સ્વરૂપ સમજણ ભરેલું છે એટલે સાધક ચેતીને ચાલે છે, વૃત્તિનું સ્વરૂપ ન ઓળખે તો ભૂલ ભરેલી દવા ખાવાથી રોગ મટવાને બદલે વધી જાય અને મિત્ર છે કે દુશમન, તેની પરીક્ષા કર્યા વિના વ્યવહાર કરવાથી કફળ આવે તેવી સ્થિતિ થાય. ગાથાના પહેલા પદમાં જ આ મુખ્ય ચેતવણી આપી છે કે જીવ વૃત્તિના સ્વરૂપને પારખે, જે વૃત્તિના સ્વરૂપને જાણતો નથી તે વિપરીતગામી છે તેમ કહ્યું છે. આખી ગાથા ધર્મના ક્ષેત્રમાં જે માનસિક દુષણો અસ્તિત્ત્વ ધરાવે છે અને મોક્ષમાર્ગ જેનાથી કલંકિત થાય છે, તેનો સ્પષ્ટ આભાસ આપ્યો છે. આટલું ટુંકુ વિવેચન કરીને આપણે ર૯મી ગાથામાં પ્રવેશ કરીએ. - ઉપોદ્ઘાતઃ ત્રીજી ગાથામાં કવિરાજે જે ભાવ વ્યકત કર્યા હતા, તે જ ભાવોને અહીં પુનઃ વિસ્તારરૂપે પ્રગટ કરી જ્ઞાનનો જે શત્રુ પક્ષ છે તેનું વિવરણ કરે છે. પોતે મહાન આધ્યાત્મિક ચિંતનકાર હોવાથી અને સમાજીક સમતુલા જાળવી રાખવા માટે યોગ્ય ન્યાય આપતા ગંભીરતાપૂર્વક તેમણે બન્ને પક્ષ પર ન્યાય દષ્ટિએ વિચાર કર્યો છે. ૨૭–૨૮ મી ગાથામાં એક પ્રકારની ક્રિયાજડતાનો જ આભાસ વ્રતાદિ છે અને વ્રતાદિના અભિમાનોથી સાધક બહિરંગ બની જાય છે. તે જ રીતે તાત્ત્વિક નિશ્ચયનયનું અવલંબન કરનારી કોરી વાતો કરી આત્મસંતુષ્ટી મેળવી સદાચાર અને વ્યવહારનો પરિચયન કરે, તો તે આત્મજ્ઞાનથી તો ભ્રષ્ટ થાય જ. પણ પુણ્યમાર્ગથી પણ ભ્રષ્ટ થાય. આમ બંને રીતે તે આત્મઘાતી બને, તેવા જીવ માટે અહીં ર૯મી ગાથામાં સ્પષ્ટ ચેતવણી છે. ગાથામાં જે નિશ્ચયનય શબ્દ મૂકયો છે તે એટલો બધો ગંભીર અને સૂક્ષ્મદષ્ટિ ધરાવે છે કે તેનું વિવેચન કર્યા પછી જ પાઠકને ખ્યાલ આવશે કે નયવાદ શું છે ? અને નિશ્ચયનય તથા વ્યવહારનય બુધ્ધિના બને ત્રાજુ કેવી રીતે સમતુલ રહેવા જોઈએ તે પણ એક મહત્ત્વપૂર્ણ શેય તત્ત્વ છે. અસ્તુ આ છે આ ગાથામાં નયવાદનું યથાસંભવ સ્પષ્ટીકરણ કરશું. અહીં રહેવાનું એટલું જ છે કે અધ્યાત્મના નામ પર શુષ્ક અને રહસ્યવાદી વાતો કરી તત્ત્વ અગમ્ય છે એમ કહી બધા સવ્યવહારો પણ આવશ્યક નથી તેવું મંતવ્ય ધરાવતા જીવો આત્મસિધ્ધિકારની દ્રષ્ટિમાં અત્યંત નિષ્કૃષ્ટ છે, અર્થાત્ અધઃપતિત છે. તે આત્મજ્ઞાનના પથપર ચાલવા માટે અયોગ્ય છે. પ્રથમ પક્ષ કરતા પણ આ બૌધ્ધિક શુષ્કપક્ષ વધારે ઘાતક છે. આખી ગાથા જે લોકો શાબ્દિક સાધના કરે છે અને ફકત શબ્દોથી જ ધર્મતંત્ર ચલાવે છે, તેમના ઉપર તીવ્ર કટાક્ષ કરે છે. આવા સવ્યવહારથી ભ્રષ્ટ થયેલા જીવો પુણ્ય સાધન પણ ગુમાવી બેસે છે. તે જીવો Page #311 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ રીતે સાર્થક કાર્યથી પણ દૂર રહી જાય છે. સાધ્યની સાથે સાધનનું પણ મહત્ત્વ છે અને સાધક, સાધ્ય અને સાધન આ ત્રણેયનો સુમેળ સાધનાના માર્ગમાં આવશ્યક ગણાય છે. અહીં યોગ્ય સાધનથી જ યોગ્ય સિધ્ધિ થાય. તે દાર્શનિક સત્યપૂર્ણ સિધ્ધાંત છે તેનાથી પણ તે વંચિત રહી જાય છે. નિમિત્ત કારણને પણ દૂર કરી અને શુધ્ધ ઉપાદાનથી ભ્રષ્ટ થઈ, બન્ને રીતે કાર્યસિધ્ધિ ન કરવાથી આ આત્મા સાધ્ય અને સાધન બન્નેથી ભ્રષ્ટ થઈ જાય છે. આખી ગાથાનો સાર ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. હવે આપણે તેના ઉપર વિચાર કરી ગાથાનું જે નવનીત છે તેને ગ્રહણ કરીએ. . ૨૯૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ (અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય, 'લોપે સવ્યવહારને, સાધન રહિત થાય || અથવા ની મીમાંસા : અહીં પ્રારંભમાં જ “અથવા” શબ્દ લખ્યો છે, આ અથવા શબ્દ જ સ્વયં એકપક્ષ કહ્યા પછી બીજા ઉત્તર પક્ષની વ્યાખ્યા કરશે અને સ્પષ્ટ કરશે કે આ બીજો પક્ષ પણ એટલો જ આત્મબાધક છે. જેમ કોઈ કહે કે ખોટું બોલો “અથવા ચોરી કરો, બને પાપ જ છે. અથવા શબ્દ બન્ને પક્ષની ગુણવત્તાને પ્રગટ કરે છે. આ ગુણવત્તા ઉત્તમ હોય કે કનિષ્ઠ હોય, ઉપકારી હોય કે અનુપકારી હોય પરંતુ બન્ને પક્ષના દુર્ગુણ અહીં સમાન છે. એટલે શાસ્ત્રકારે પ્રારંભમાં જ “અથવા’ શબ્દ મૂકયો છે. ત્રેતાદિનું અભિમાન કરવા પરમાર્થને ગ્રહણ ન કરવો, વૃત્તિના સ્વરૂપને ન ઓળખવું, આવા બધા મતાગ્રહ તો દુર્ગુણ હતા જ, પરંતુ આ બધા દુર્ગુણ હોય કે ન હોય, તે દુર્ગુણને આચરે અથવા હવે જે કહેવાશે તે દુર્ગુણને આચરે, તો બન્ને દુર્ગુણમાં સમપક્ષ છે. બન્ને આત્મકલ્યાણના આઘટિત તત્ત્વો છે, અયોગ્ય છે, અનુચિત છે, આવકાર્ય નથી, અગ્રાહ્ય છે અને સત્યતાથી દૂર છે, એટલે તત્ત્વતઃ અપ્રમાણિક પણ છે. આવી બધી વૃત્તિઓથી ભરેલો આ બીજો માર્ગ પણ એટલો જ ભયંકર છે એમ સ્પષ્ટ કરવા માટે અહીં “અથવા” શબ્દ મૂક્યો છે. પ્રથમ પક્ષમાં માનસિક અને સ્થળ વિકાર હતો. જયારે આ બીજા પક્ષમાં બૌધ્ધિક અને શાબ્દિક વિકાર છે. પહેલો વિકાર પણ મેલ હતો અને કલંક પ્રગટ કરનાર બાહ્ય વિકાર હતો, જયારે આ વિકાર અંતરંગ અને અંતરમાં જ મલિનભાવોથી વણાયેલો હોવાથી સૂક્ષ્મવિકાર છે. આમ સ્થળ અને સૂક્ષ્મ બંને વિકારો ઉપર સમાન દષ્ટિ રાખી શાસ્ત્રકારે અથવા શબ્દ મૂકયો છે. ડૂબી મરવા માટે તળાવ હોય “અથવા' દરિયો હોય, બન્ને સ્થાન એક જ પ્રકારનું પરિણામ આપનારી છે. તેમ અહીં પૂર્વમાં કહેલા વિકારો અને આ ગાથામાં કહેવાશે, તે વિકારો અને સરખું પરિણામ આપનારા છે. માટે “અથવા” શબ્દ કહીને કોઈ ઝેર ખાઈને આત્મહત્યા કરે અથવા અગ્નિમાં બળી મરે, બંને ક્રિયા આત્મહત્યાની જ છે, આત્મઘાતક છે. તો અહીં પણ બને ક્રિયા એટલી જ આત્મઘાતક છે તેમ કહ્યા પછી જ શાસ્ત્રકાર આગળનું વિવેચન કરવા માંગે છે. જેથી પ્રારંભમાં જ “અથવા’ શબ્દ મૂકયો છે. કોઈ વ્યકિત ગાળો ભાંડે અથવા મારવા દોડે, બને ક્રિયા અપમાનજનક છે. આથી પાઠકને સમજાશે કે “અથવા” શબ્દનો શું ભાવ છે “અથવા” શબ્દ એ એક પ્રકારની ત્રાજુની દાંડી છે અને ત્રાજુની દાંડી બને પલ્લાની સમતુલા કરવા માટે ઉપયોગમાં આવે છે. એ જ રીતે ભાષામાં આવી ઉચ્ચકોટિની આત્મસિધ્ધિની ગાથામાં આ “અથવા” શબ્દ એક પ્રકારની ત્રાજુની દાંડી છે અને શાસ્ત્રકાર મહાપુરુષ હોવાથી, દિવ્ય સાધક હોવાથી, હકીકતમાં આ દાંડી સોનાની દાંડી જેવી છે. હવે આપણે “અથવા” નો બીજો પક્ષ સમજીએ. નયવાદ : જેનદર્શનમાં નયવાદ બહુ જ મહત્ત્વપૂર્ણ જ્ઞાન કક્ષાનો ઉચ્ચકોટિનો તાત્વિક ગ્રંથ છે. સમગ્ર જૈનદર્શન નયવાદ ઉપર સંસ્થિત થયેલું છે. વિશ્વમાં જે પદાર્થો છે અથવા પદાર્થોની ૨૯૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ જે ગતિવિધિ છે, તેની જે પ્રક્રિયા છે અને આ વિશ્વના બધા દ્રવ્યો ગુણ પર્યાયોથી પરિવર્તિત થતાં અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવો સાથે જોડાયેલા છે, માનવબુધ્ધિ આ બધા ભાવોને યથાસંભવ સમજવા માટે કોશિષ કરે છે. સર્વ પ્રથમ તેને સ્થૂળ દ્રષ્ટિથી નિહાળે છે જેને સામાન્ય દ્રષ્ટિ અને સામાન્ય ધર્મોનું ગ્રહણ કહેવાય છે. પદાર્થ સ્વયં સામાન્ય અને વિશેષ ગુણોનો પિંડ છે અને એ જ પ્રકારે સામાન્ય પર્યાયો અને વિશેષ પર્યાયો ધોધમાર પ્રવાહિત થતી હોય છે અને પદાર્થનું જેમાં અવસ્થાન છે તે ક્ષેત્ર અને કાળ પણ એટલા જ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, તેમાં પણ સામાન્ય અને વિશેષ ધર્મો પોતપોતાની રીતે પ્રકાશિત થઈ રહ્યા છે. સ્થૂલ બુધ્ધિ સામાન્ય ધર્મો ગ્રહણ કરે, પદાર્થ સંબંધી કે તત્ત્વ સબંધી છૂળ નયને ગ્રહણ કરે અને બુધ્ધિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ વિશેષ ધર્મોને પણ ગ્રહણ કરે. એટલે પદાર્થની પણ બે પ્રકારની ધારા છે. સામાન્ય અને વિશેષ. તેમ બુધ્ધિમાં પણ બે પ્રકારની ધારા પ્રવાહિત થાય છે. બુદ્ધિ સામાન્ય કે સ્કૂલધર્મોને ગ્રહણ કરે, તે સ્થૂળધારા વ્યવહાર દ્રષ્ટી કે વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. જયારે દષ્ટિ સૂમ થાય અને બુધ્ધિ વધારે વિશેષભાવોને ગ્રહણ કરે ત્યારે જ તેને નિશ્ચય દષ્ટિ કે નિશ્ચયજ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયજ્ઞાનને નિશ્ચયનય પણ કહે છે. નિશ્ચયનય વધારે સૂક્ષ્મ થવાથી શબ્દાતીત અને અવાચ્ય પણ છે. પરંતુ શબ્દની જયાં સુધી ક્ષમતા છે ત્યાં સુધી તે નિશ્ચયનયની અભિવ્યકિત કરે છે અને આ રીતે નિશ્ચયનય પણ શાબ્દિક બની જાય છે. આમ નિશ્ચયનય બુધ્ધિને સ્થૂળથી સૂક્ષ્મ સુધી લઈ જાય છે પરંતુ શાસ્ત્રકારોનું કથન છે કે જે કાંઈ વ્યવહાર કે નિશ્ચયજ્ઞાન છે તેનું પ્રયોજન શું છે ? હકીકતમાં વ્યવહારજ્ઞાન હોય કે નિશ્ચયજ્ઞાન હોય અને અર્થગ્રાહી હોવા જોઈએ. નિશ્ચયવાદનું અથવા નિશ્ચયજ્ઞાનનો પ્રયોગ આત્મતત્ત્વને ઓળખી તેના શુધ્ધ પર્યાયો ઉત્પન્ન થાય અને ઉપાદાનની શુધ્ધિ થાય તેવો અર્થપૂર્ણ પ્રયોગ હોવો જોઈએ. પરંતુ જેમને આત્મતત્ત્વની શ્રધ્ધા થઈ નથી, પરમાત્મા પ્રત્યેનું સમ્યગુદર્શન થયું નથી એમને સ્વહિત સમજાયું નથી. તેમજ સ્વરૂપમાં રમણ કર્યું નથી. આવા જીવ પણ અધ્યાત્મ સાધકોની પંકિતમાં બેસીને પોતે તત્ત્વજ્ઞ છે તેવો આભાસ આપવા માટે કોરી નિશ્ચયનયની વાત કરે છે અને બધા પદાર્થો પ્રત્યે સૂક્ષમ ફિલસૂફી કરી બૌધ્ધિક મનોરંજન કરે છે. શબ્દની માળાઓથી પરમાત્માને ખુશ કરવા માંગે છે. ગાથાના આ પદમાં આવા શુષ્ક નિશ્ચયવાદી વ્યકિતઓ ઉપર ઊંડો ફટકો મારી તેમને શબ્દના સાથિયા પૂરતા હોય તેવા અકર્મી બતાવ્યા છે. વસ્તુતઃ આવા અકર્મી કોરા શબ્દવાદી જીવો વિશ્વમાં, સમાજમાં કે વ્યકિતગત મર્યાદાઓનું ઉલ્લંઘન કરી સવ્યવહારોને પણ પડતા મૂકે છે, સભ્યતાનું પણ આચરણ કરી શકતા નથી અને “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થાય છે. તેનું પૂરું ચિત્ર આ ગાથામાં આપવામાં આવ્યું છે. નિશ્ચયનય તે બહુ તીક્ષ્ણ ધારવાળી તલવાર છે અને આ તલવારનું અધ્યાત્મક્ષેત્રમાં કર્મશત્રુઓ સાથે લડવા માટેનો ઉપયોગ ન કરતા એ તલવારથી પોતે પોતાના અંગ છેદન કરે તો કેટલું નિંદનીય છે, અથવા અપકૃત્ય છે તે સમજાય તેવું છે. પરોક્ષભાવે શાસ્ત્રકાર એમ કહેવા માગે છે કે નિશ્ચયનય કોરો શાબ્દિક ન બને અને આત્મલક્ષી બને, તો અહીં આપણે નિશ્ચયનયનો આધ્યાત્મિક સદ્ધપયોગ સુપ્રયોગ શું છે ? તે પણ ટૂંકમાં જાણવા માટે કોશિષ કરીએ. કહ્યું છે કે તું જાઈશ ડાળીએ ડાળીએ તો એ જશે પાંદડે પાંદડે. અર્થાત્ માયા તત્ત્વ સ્થૂળ અને સૂક્ષ્મ રીતે જીવ સાથે જડાયેલું છે અને જીવાત્મા જેમ જેમ સાધના કરતો જાય છે અને દિવ્ય હાલ ૩૦૦ કલાક દ, Page #314 -------------------------------------------------------------------------- ________________ સાધનનો ઉપયોગ કરે છે તેમ તેમ માયા તત્ત્વ વધારે સૂમ થતું જાય છે. પરંતુ પોતાનું સ્થાન મૂકતું નથી. જે કષાયો બાહ્યભાવે રહેલા છે તે કષાયો અને મિથ્યાભાવો સૂમરૂપે પ્રવેશ કરી અંતરંગમાં પણ જડાયેલા છે કે જોડાયેલા છે કે મિશ્રપણું પામ્યા છે. ઉદાહરણ રૂપે, એક વ્યકિત કોઈને નમન કરતો નથી અને અભિમાની છે. આ તેનું અભિમાન સ્થૂળ રૂપે દશ્યમાન છે પરંતુ તે વ્યકિત હવે નમ્ર થયો અને નમન કરવા લાગ્યો તો સ્થૂળ દષ્ટિએ તેનું અભિમાન દેખાતું નથી અને ચાલ્યું ગયું છે તેવું લાગે છે. પરંતુ હકીકતમાં તે અભિમાન સૂમરૂપ ધારણ કરીને નમન ક્રિયામાં પણ પ્રવેશ પામી જાય છે. હું નમ્ર છું, સૌને વંદન કરું છું અને વંદનથી મને બહુ મોટી સંપત્તિ મળી છે. બીજા માણસો જડભરત છે જે નમતા નથી. આમ અભિમાનની પ્રકૃતિ સૂક્ષ્મ થવાથી તે નમન સાથે પણ વણાઈ ગઈ. જેમ જેમ સાધક અનુષ્ઠાન કરતો જાય છે તેમ તેમ આ માયાવી તત્ત્વો પણ સૂક્ષ્મ થઈને તે અનુષ્ઠાનો સાથે જોડાઈ જાય છે. તે સૂક્ષમ કષાયો અને માયાવી તત્ત્વને ઓળખવા માટે ફકત તે માયાવી તત્ત્વને નહિ, પરંતુ અધિષ્ઠાનરૂપે શુધ્ધ આત્મતત્ત્વને અને શુધ્ધ ઉપાદાનને પારખવા માટે જે દષ્ટિ આપી છે તે નિશ્ચયદષ્ટિ છે. તે નિશ્ચય પ્રજ્ઞાનો પ્રત્યેક નાડીના ધબકારો સાથે કે પ્રત્યેક શ્વાસોચ્છવાસ સાથે ધ્યાન શ્રેણીમાં તેમને જોડીને તેની સૂક્ષ્મતાનો ઉપયોગ કરી પ્રત્યેક કક્ષામાં રહેલા માયાવી સૂક્ષ્મ તત્ત્વોને છૂટા પાડતા જવા, છૂટાં પાડી રાખવા અથવા તેમને જોડાવા ન દેવા તે રીતે આ નિશ્ચયનયનો પ્રયોગ આધ્યાત્મિક ક્ષેત્રે હવે તે સાધારણ લોઢાનો ચિપીયો મટીને સોનીની સમાણી જેવા સૂક્ષ્મ ચિડીયારૂપે પ્રયોગમાં લેવામાં આવે છે. હવે ઝીણામાં ઝીણા મોતી પરોવવા માટે આ સૂમનયની સોય વપરાય છે. દ્રવ્યભાવે સંસારમાં પણ જેમ સૂક્ષ્મ અને ઝીણા સાધનો હોય છે, તેમ અધ્યાત્મક્ષેત્રમાં પણ સ્થળ ઉપાસના પછી વધારે શુધ્ધિ પ્રાપ્ત કરવા માટે સૂક્ષ્મ નિશ્ચયનય જેવા સાધનનો ઉપયોગ કરવાનો હોય છે. આ છે તેની આધ્યાત્મિક ઉપયોગિતા. હકીકતમાં તો નિશ્ચયવાદનો પ્રયોગ શબ્દમાં અંકિત કરી શકાય તેમ નથી. પરંતુ તે ધ્યાનકક્ષાનો વિષય છે. છતાં પણ અહીં તેનો ઉપયોગ કેમ થઈ શકે ? નિશ્ચયનય શા માટે છે ? તેનો ટૂંકો આભાસ આપી શાસ્ત્રકાર સ્વયં આ નયવાદનો કેવળ કોરા શબ્દ તરીકે ઉપયોગ કરે છે તેના ઉપર વ્યંગ કરે છે અને આવો કોરો ઉપયોગ કરવાથી બીજી કેટલી હાનિ થાય છે તે હવે ઉત્તરાર્ધમાં બતાવે છે. ઉત્તરાર્ધની ચર્ચા કરતા પહેલા નિશ્ચયનય પર એક બીજો દષ્ટિપાત કરીએ. હકીકતમાં નિશ્ચયનય શું છે ? વ્યવહારનય પદાર્થનું કે દ્રવ્યોનું બહારનું કલેવર ગ્રહણ કરે છે અને દશ્યમાન ક્રિયાઓને દશ્ય બનાવી અને એ જ રીતે પદાર્થના ભૂતકાળને ભવિષ્યકાળના પર્યાયોનો આરોપ કરી વર્તમાનકાળમાં ભૂત અને ભવિષ્યનો સમાવેશ કરે છે. જેમ કોઈ કહે આજે જન્માષ્ટમી છે, આજે મહાવીર જયંતી છે. તો ત્રયોદશી કે અષ્ટમીમાં ભૂતકાળની અષ્ટમીનો સમાવેશ કર્યો છે અને આપણું આ ભરતક્ષેત્ર તે વિદેહક્ષેત્ર છે, એમ કહે તો ભવિષ્યના આગામી ચોથા આરાના આધારે કહી શકાય કે ચોથો આરો આવવાનો જ છે. આ રીતે વ્યવહારમાં દશ્યમાન પદાર્થોના આધારે બુદ્ધિનો પ્રયોગ કરે છે. જેને વ્યવહાર, સંગ્રહ ઈત્યાદિ નયો કહ્યા છે. જયારે નિશ્ચયનય એ પદાર્થના આંતરિક સ્વરૂપને ગ્રહણ કરે છે અને જયાં સુધી શબ્દો પહોંચે ત્યાં સુધી શબ્દનો ૩૦૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર કરી અવકતવ્ય અને અવાચ્ય પર્યાયો સુધી આ નિશ્ચયનય એવંભૂતનય તરીકે પ્રસિધ્ધ થયેલો છે. શું નિશ્ચયનય દ્રવ્યાર્થિકનય છે કે પર્યાયાર્થિકનય છે ? આ બન્ને શબ્દોનો વ્યવહાર નિશ્ચયનય માટે થતો આવ્યો છે. હકીકતમાં નિશ્ચયનય દ્રવ્યાર્થિક પણ છે અને પર્યાયાર્થિક પણ છે. જયારે તે અખંડ દ્રવ્યનો નિશ્ચય કરે છે, મૂળ દ્રવ્યનો સ્પર્શ કરે છે, દ્રવ્યનું શાશ્વત રૂપ નિહાળે છે ત્યારે તે દ્રવ્યાર્થિક બને છે, જેમ કે આત્મા તે પરમ શુધ્ધ આત્મા છે. તેને કર્મોનો વળગાડ નથી. તેમ તેમાં કંઈ નાશ થાય એવો અંશ નથી. એ અખંડ, અવિનાશી, સિધ્ધ, શાશ્વત સિધ્ધ જેવો શુધ્ધ આત્મા છે. આમ આત્મદ્રવ્ય અથવા જીવદ્રવ્ય અથવા ચેતનદ્રવ્યનું સાંગોપાંગ રૂપ નિહાળી તેનું અખંડ સ્વરૂપ દ્રષ્ટિમાં લઈ આત્મા વિશે જયારે આખ્યાન કરે છે, જયાં સુધી બોલી શકે ત્યાં સુધી બોલે છે. બોલી ન શકે તેવા ભાવોને મૌન ભાવે નિહાળે છે, ત્યારે આ નિશ્ચયનય ખરા અર્થમાં દ્રવ્યાર્થિકનય હોય છે. પરંતુ એ જ રીતે જયારે કોઈપણ દ્રવ્યની શુધ્ધ પર્યાયોને જ્ઞાન દ્વારા ગ્રહણ કરે, ત્યારે ખંડ ખંડ નીકળતી શુધ્ધ નિરંતર સ્વરૂપની ઝાંખી કરાવતી પર્યાયોનો ઉદ્ભવ થતો હોય અને તે પર્યાયોમાં શાંતિ સમાધિની જે ગુણવત્તા સમાયેલી છે અને આ બધી પર્યાયો પણ ઉદયભાવી પર્યાયોથી નિર્લિપ્ત છે. પાણીમાં પડેલો હીરો પ્રકાશમાન હોવા છતાં અને પાણીમાં તેનું પ્રતિબિંબ પડવા છતાં તે પાણીથી નિરાળો છે, અપ્રભાવ્ય છે, તેમ ઉદયભાવી પરિણામોની વચ્ચે ક્ષાયિક ભાવોથી ઉત્પન્ન થયેલી આ વિશુધ્ધ પર્યાયો નિર્મળ છે. ઉદયભાવી પર્યાયો કર્મજન્ય છે અને આ ક્ષાયિક પર્યાયો તે આત્મજન્ય છે, અથવા વિશુધ્ધ ગુણોનું ઝરણું છે, તેવું નિહાળી સૂક્ષ્મભાવે પર્યાયોનું અવલોકન કરે ત્યારે નિશ્ચયનય પર્યાયાર્થિક નિશ્ચયનય છે. આ ઉદાહરણરૂપે આપણે વિવેચન કર્યું. પરંતુ દ્રવ્યોના દ્રવ્ય અને પર્યાયોના ત્રિખંડીભાવોને વિશુધ્ધરૂપે પણ નિહાળે, વિશુધ્ધ ભેદ દૃષ્ટિથી પણ જુએ અને પુનઃ ત્રણેય ત્રિખંડીભાવોને ખંડિત ન કરતા અખંડભાવે નિહાળે તે નિશ્ચયનયની અપૂર્વ ઉપલબ્ધિ છે. આવો નિશ્ચયનય જીવાત્માને તળિયો સુધી લઈ જાય છે. આત્મપ્રદેશના આનંદમય કોષમાં રમણતા કરાવે છે. પાઠકે ખ્યાલમાં રાખવાનું છે કે નિશ્ચયનય દ્રવ્યાર્થિકનય છે તેમ આગળના ચાર સ્થૂળ નયોને પણ નયવાદી ગંથોમાં દ્રવ્યાર્થિક કહેવામાં આવ્યા છે. ત્યાં દ્રવ્યાર્થિક નયનો અર્થ એટલો જ છે કે સ્થૂળનયો દ્રવ્યના બહારના ભાવોને નિહાળે છે. અસ્તુઃ આચારહીન નિશ્ચયનય : અહીં આપણે નિશ્ચયનયની વાત કરતા હતા. આ નિશ્ચયનય અંતરંગમાં પહોંચી આત્મશુધ્ધિનો માર્ગ પ્રશસ્ત કરે તો તે ગુણકારી, લાભકારી અને સાર્થક છે. પરંતુ નિશ્ચયવાદનું અવલંબન લઈ માત્ર નિશ્ચયવાદની કથા કહે અને નિશ્ચયથી આત્મા શુધ્ધ છે માટે કશું કરવાની જરૂર નથી, એવા પાખંડ ઊભા કરે તેને માટે આ ૨૯મી ગાથામાં શાસ્ત્રકાર કહે છે કે “અથવા નિશ્ચયનય ગ્રહે માત્ર શબ્દની માંય”. માત્ર એટલા માટે કહેવામાં આવ્યું છે કે જેનું નિશ્ચયનયને અનુકુળ સાચું વર્તન છે તે પણ સારા શબ્દોનો ઉપયોગ કરે છે, શબ્દોનું અવલંબન લે છે પરંતુ જેમાં કંઈ તત્ત્વ નથી, તે ફકત શબ્દનું અવલંબન લે તો પદાર્થ વિનાના ખાલી ખોખા વેંચવા જેવું છે. ડબ્બો હાથમાં લઈને કહે કે આમાં ઉચ્ચકોટીની ઘડિયાળ, વીંટી કે ૩૦૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ અલંકાર છે, પરંતુ તે શબ્દથી જ વ્યાપાર કરે છે. હકીકતમાં તે ડબ્બો ખાલી જ છે તેથી કવિરાજ અહીં માત્ર શબ્દ મૂકયા છે. શબ્દનો ઉપયોગ કરવો ખરાબ નથી. બધા ઉચ્ચકોટિના પ્રવચન અને શાસ્ત્રો શબ્દથી પ્રગટ થાય છે અને શબ્દોમાં અઢળક આત્મરસ પણ સમાયેલો છે. તેવી રીતે હિતશિક્ષાઓ અને નીતિ નિયમો ભરેલા હોય છે. શબ્દ તે વિશ્વની કે મનુષ્ય જાતિની મોટી ઉપલબ્ધિ છે અને આ ઉચ્ચકોટીના શબ્દો તે ઉચ્ચકોટિનું શ્રુતજ્ઞાન ગણાય છે. જેથી શાસ્ત્રકારે અહીં માત્ર શબ્દ મૂકીને શબ્દની ગુણવત્તાનું રક્ષણ કર્યું છે. જૈન દેશી ભાષામાં તે કોરા શબ્દ કે કોરી મહેમાનગતિ છે. અસ્તુ ઉપર્યુકત નિશ્ચયની વાત કરનાર વ્યકિત જેણે નિશ્ચયનું અવલંબન લીધુ છે તે બુધ્ધિથી જરૂર પ્રતિભાસંપન હોય છે પરંતુ દુઃખદ વાત એ છે કે નિશ્ચયનય સુધીના શાબ્દિક જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી પણ આવા અંતરંગમાં વિશુધ્ધ પરિણામી આત્માને દૂર રાખી અથવા સ્વયં સાધનાથી દૂર રહી કેવળ શબ્દ સુધી જ પોતાનું જ્ઞાન સીમિત રાખી શબ્દોનો વ્યાપાર કરે છે તેનો જ અહીં શાસ્ત્રકાર પરિહાર કર્યો છે. શું પરમ નિશ્ચયનયને શબ્દમાં ભાખી શકાય ખરો ? કારણ કે નિશ્ચય તો હકીકતમાં શબ્દાતીત છે અને પરમ નિશ્ચયનયને આ વિપરીત બુધ્ધિવાળો જીવ શબ્દમાં કેવી રીતે ઉતારી શકે ? ટીનમાં તેજાબ ભરતા ટીન ખતમ થઈ જાય છે. તેમ નિશ્ચયનયનું જે પ્રાબલ્ય છે તે વાણીને જ શાંત કરી દે છે. ઉત્તરઃ હકીકતમાં તો પરમ નિશ્ચયનય વાણીમાં કહી જ ન શકાય, તે સત્ય છે. અહીં શાસ્ત્રકારે નિશ્ચયનયને માત્ર વાણીમાં બોલવાની વાત કહી છે તે હકીકતમાં નિશ્ચયનય નથી પરંતુ નિશ્ચયનયનું બનાવટીરૂપ હોય છે. દરેક ચીજમાં અસલી અને નકલીના વિભાગ હોય છે. તો અહીં અનર્થસેવી અનાત્મવાદી વ્યકિત અસલી નિશ્ચયનયનો સ્પર્શ કયાંથી કરી શકે ? તે નિશ્ચયનયનો આભાસ આપે છે. આ વસ્તુ પણ શાસ્ત્રકારે માત્ર શબ્દ મૂકીને પ્રગટ કરી છે. નિશ્ચયનયને માત્ર શબ્દમાં કહે છે. માત્ર શબ્દોમાં તે જ કહી શકાય કે નકલીભાવ છે. માત્ર શબ્દનો અર્થ જેમ ફકત થાય છે તેમ બનાવટી પણ થાય છે. કોઈ કહે કે હું જાદુગર છુ અને ખરેખર તે જાદુગર નથી. તો વ્યવહારમાં કહેવાશે કે તે માત્ર બોલે છે પરંતુ તે બનાવટી છે. અસલી જાદુગર નથી. તેમ અહીં આપણા પ્રશ્નનો ઉત્તર આ માત્ર શબ્દથી સ્પષ્ટ થઈ જાય છે. આ રીતે પૂર્વાધિની વિવૃત્તિ કર્યા પછી ઉત્તરાર્ધમાં આવા વ્યકિત જેઓ કેવળ શબ્દથી જ વાતો કરે છે અને આચરણરહિત છે તેનો વ્યવહાર કેવો થાય છે? અથવા તે સત્કર્મ વિરોધી કેવી રીતે બની જાય છે તેનો અહીં શાસ્ત્રકાર સ્પષ્ટ આભાસ આપે છે. “લોપે સદવ્યવહારને” અહીં આપણે સામાન્ય વ્યવહારને છોડી વ્યાપકતાના દર્શન કરીને “સવ્યવહાર” શબ્દ, સત્કર્મ, સવિચાર, સદષ્ટિ, સજજનતા આદિ સમગ્ર જીવનના કર્મને આવરી લેતો ઉચ્ચકોટિનો વ્યવહાર છે. ધર્મ એ તત્ત્વચિંતન દ્વારા મનુષ્યને મુકિત તરફ લઈ જાય છે પરંતુ મનુષ્યનું વર્તમાન જીવન જો નૈતિક ન હોય, અનુકુળ ન હોય, તો તે સફળ નથી. તેમાં પણ સવ્યવહાર તે સમગ્ર માનવજીવનનો પાયો છે. પશુપંખીઓમાં પણ અમુક સંસ્કારો ઉપરથી સવ્યવહાર ઉદ્ભવે છે. ૩૦૩ Page #317 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનમાં તો સવ્યવહારનું આચરણ વ્યકિત માટે તો શાંતિદાયક છે જ પરંતુ સમગ્ર માનવજાતિ માટે પણ શાંતિકારક છે. એક પ્રકારનો વ્યવહાર તે ઉચ્ચકોટિનો લોક વ્યવહાર છે. સવ્યવહારની થોડી સ્થૂલ વ્યાખ્યા કર્યા પછી તે બાબત તાત્ત્વિક ચિંતન પણ કરશું. નીતિ નિયમ તે વ્યવહારનું બીજ છે. મનુષ્યની પાસે મન, વચન અને કાયા એ ત્રિયોગની સંપત્તિ છે. આ ત્રણેય યોગ શુભાશુભ બને છે. કયારેક ઘણા અનૈતિક બની જીવનને અનાચાર તરફ લઈ જાય છે. જેનાથી મહાદુષણ પેદા થાય છે. એટલે તમામ ધાર્મિક શાસ્ત્રો અને લગભગ બધા જ ધર્મગુરુઓએ માનવ જીવનને સદાચાર તરફ વાળવા પૂરો પ્રયાસ કર્યો છે. ખાલી ઉપદેશ આપ્યો છે, એટલું નહીં પરંતુ સદાચારનું આચરણ કરીને માનવ જીવનને મોટો બોધપાઠ પણ આપ્યો છે. શાસ્ત્રકારનો ઉજજવળ સદાચાર : વધારે તો શું આ શાસ્ત્રના રચયિતા સ્વયં કૃપાળુ ગુરુદેવ કેટલા બધા સદાચારી, સવ્યવહારથી ભરેલા અને ત્યાગમય જીવનથી શોભતા હતા. તેમનું આખું જીવનચરિત્ર સદાચાર અને વ્યવહારથી ભરપૂર હતું. આ સદાચારમાંથી સચિંતન, સવાંચનના બીજ અંકુરિત થઈ તેમને એક મહાન અધ્યાત્મયોગી તરીકે વિશ્વવિખ્યાત બનાવ્યા. તેમના જ્ઞાન સાથે તેમની સાત્ત્વિક સાધના પણ જોડાયેલી છે. મહાત્મા ગાંધી જેવા મહાન વ્યકિત પણ તેમને ગુરુ તરીકે સ્વીકારે છે. તેમાં તેમનું જ્ઞાન તો રત્નકણિકાની જેમ ચળકે છે અને સાથે તેમનો સવ્યવહાર પણ ઘણો પ્રભાવ પાથરે છે. મનુષ્ય વિશ્વમાં એકલો નથી. તે સામાજિક જીવન પણ ધરાવે છે. પતિ-પત્ની, બેન–ભાઈ, માતા-પિતા અને મિત્રો તથા પારિવારિક સબંધીઓ વચ્ચે મનુષ્ય જીવન પથરાયેલું છે, પરસ્પર નૈતિક વ્યવહાર ઊંચો હોય તો જ એ સગૃહસ્થરૂપે જીવી શકે છે. આ બધા દુનિયાદારીના વ્યવહારિક સંબંધોમાં પણ સવ્યવહાર મુખ્ય શાન ધરાવે છે. ત્યારબાદ ધાર્મિક સમાજની રચના થાય છે. ધર્મના નિમિત્તે જનસમૂહ સંગઠિત થાય છે અને નાના મોટા ધાર્મિક અનુષ્ઠાનોની આરાધના ઉપાસના થાય છે. આ બધા કાર્યક્રમોમાં સવ્યવહાર ધાર્મિક ઉપાસનાનું અંગ બની જાય છે. સત્ય બોલવું, હિંસા ન કરવી, ચોરી ન કરવી, ચારિત્રનું પાલન કરવું, ઈત્યાદિ બધા ધર્મો એક પ્રકારે સવ્યવહારનું પરિણામ છે અને તેને ધાર્મિક ઉપાસના પણ કહેવાય છે. એક માણસ વ્રત નિયમ કરતો હોય અને ખોટું બોલતો હોય, ખોટો વ્યવહાર કરતો હોય અને તેનો વ્યવહાર લોપાતો હોય તો તે અને તેની ક્રિયા, બંને કલંકિત થાય છે. અહીં તત્વચિંતનને ફકત શબ્દો અને વાણીનું સાધન બનાવી તે વ્યકિત એમ કહેવા માંગે છે કે કોઈ બીજા નીતિ નિયમોની જરૂર નથી, સારા વ્યવહારની આવશ્યકતા નથી, સવ્યવહાર, ધાર્મિક આચરણ નથી, તમને જ્ઞાન હોય તો ગમે તેમ વર્તી શકો છો અને વ્યવહારની મર્યાદાનો ભંગ કરે છે. માનવ જીવનની ઉચ્ચકોટીની મર્યાદાનો લોપ કરે છે. જેમ કવિરાજે કહ્યું છે તેમ આવો વ્યકિત મૂળમાં પતિત હોવાથી સવ્યવહારનો લોપ કરે છે અને દુરાગ્રહી કે મતાગ્રહી બની જાય સવ્યવહાર : આટલી સ્કૂલ વ્યાખ્યા કર્યા પછી સવ્યવહારની થોડી તાત્વિક વ્યાખ્યા . ૩૦૪ Page #318 -------------------------------------------------------------------------- ________________ કરીએ. સવ્યવહાર શું છે ? આ શબ્દમાં બે ભાવ રહેલા છે. સદ્ અને વ્યવહાર. જેમ સ્વચ્છ પાણી કહીએ તો તેમાં બે શબ્દ છે. પાણી અને સ્વચ્છતા. સ્વચ્છતા ન હોય તો પાણીના ગુણધર્મો નષ્ટ થઈ જાય છે. વ્યવહાર એ ત્રિયોગોનું હલનચલન છે. માનસિક આસકિત, મમતા, રાગ-દ્વેષ, ઈચ્છા, તૃષ્ણા, તમન્ના, ઝંખના, આ બધો મનોયોગનો વેપાર છે. આ બધા સમાન્ય ગુણધર્મો છે. તેમાં જેમ પાણીને સ્વચ્છતાની જરૂર છે. તેમ આ બધા વ્યવહારમાં સન્ની જરૂર છે. પાણીમાં ટકડી નાંખવાથી જેમ મેલ કપાઈ જાય છે તેમ મનોયોગનો સત્ વેપાર થતાં અનાવશ્યક બધા આવેગો ઘટી જાય છે અને આવશ્યક એવા માનસિક વ્યવહારની સવ્યવહાર રૂપે પરિણતિ થાય છે. આ સદ્ તે શું છે? સત્નો આધાર શું છે? સતુ શબ્દનો એક આધાર સત્યતા છે, અને બીજો આધાર અહિંસા છે. જો માનસિક આવેગો સત્યથી દૂર હોય તો તે ઘાતક બને છે અને અસવ્યવહાર બની મનુષ્યને અનાચારી પણ બનાવી શકે છે. સત્નો બીજો આધાર અહિંસા છે. જે વિચારોમાં હિંસાનો સમાવેશ થાય તો તે કદાચ સાચો હોય તો પણ અહિંસાને અભાવે અસદ્દ વ્યવહાર બની જાય છે. માનસિક વિકૃતિ જયારે વાણીમાં ઉત્તરી આવે ત્યારે વચનયોગ પણ સવ્યવહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને વાણીના દોષનો આરંભ થાય છે. જૈનશાસ્ત્રોમાં કે સમગ્ર નીતિશાસ્ત્રોમાં વચનની કુશળતા ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે અને વાણીના વિકારને મહા અનર્થનું કારણ બતાવ્યું છે. કુતર્ક, કુવચન, અસત્યવચન, અશુધ્ધ વચન, અપશબ્દ અને નીતિ નિયમથી વિરુધ્ધ કષાયવાણી તે વાણીના પ્રધાન દોષ છે. આ હકીકત જગજાહેર છે. એટલે વધારે વિવેચન કરશું નહિ. પરંતુ વાણીનો વ્યવહાર લોપાવાથી તીવ્ર શ્રુતજ્ઞાનાવરણીયનો બંધ પડે છે. આગામી જન્મોમાં જીવ મૂંગો થાય છે, અથવા એવી યોનિઓમાં પરિભ્રમણ કરે છે, જયાં વચનયોગનો અભાવ છે. વચન એ મનુષ્યની બહુ જ મોટી સંપતિ છે. પરંતુ સંપત્તિ મળવી એટલું પર્યાપ્ત નથી. વચનની સાથે સવ્યવહાર જોડાય અને સર્વચનનો ઉદ્ભવ થાય તો જ વચનયોગ લાભકારી બને છે, તે ઉચ્ચકોટીના જન્મ સુધી લઈ જાય છે અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું નિમિત્ત બને છે. કન્યા ખૂબ જ રૂપાળી અને સુંદર હોય, પરંતુ ચારિત્રહીન હોય તો તેની ગણના અધમકક્ષામાં થાય છે. તે જ રીતે વચનશકિત ગમે તેવી પાવરફૂલ હોય પરંતુ સવ્યવહાર ન હોય, વચનમાં સાત્ત્વિકભાવ ન હોય, તમોગુણી અને કામશકિત ભરેલા વચનો હોય, તો તે વચન શકિતને લંકિત કરે છે. આમ વાણીનો અસવ્યવહાર માનસિક અસતુ વ્યવહારથી પ્રગટ થઈને પાપના વૃક્ષનું પોષણ કરે છે. મન-વચન બન્ને યોગ જયારે કુટિલ થાય ત્યારે કાયયોગની વિકૃતિ થતા વાર લાગતી નથી. કાયાથી સવ્યવહાર છોડી જીવ અસતુ કર્મ કરવા લાગે છે, પાપકર્મ કરવા લાગે છે, હિંસાદિ ભાવોનો સાક્ષાત્ ઉદ્ભવ થવાથી પ્રાણતિપાતાદિ શરૂ થઈ જાય છે, કુકર્મમાં જોડાઈ કાયયોગ દ્વારા અસીમ પાપોનું આચરણ કરે છે, મન-વચન દ્વારા અતિક્રમ – વ્યતિક્રમ અને અતિચાર સુધી આગળ વધ્યા પછી અનાચારનો જે ચોથો પાયો છે તે પણ આચરે છે. અનાચાર થયા પછી પાપની પૂર્ણાહૂતી થાય છે. “લોએ સવ્યવહાર' કહીને શાસ્ત્રકારે સમગ્ર શુધ્ધ આચારકાંડનું વિવેચન આપી જીવ તેનું કેવી રીતે ઉલ્લંઘન કરે છે તેનો ખ્યાલ આપી દીધો છે. આખી ગાથામાં લોપે સવ્યવહાર' એ જ ૩૦૫ - Page #319 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે અને આત્મજ્ઞાન અને આધ્યાત્મિક ભાવોમાં રમણ કરતા જીવોએ આચરણની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી અને જો તે ઉલ્લંઘન કરતો હોય અને સર્વ્યવહારને લોપતો હોય તો તે નકલી તત્ત્વજ્ઞાનનું વ્યાખ્યાન કરે છે. મૂળમાં કશુ જ તત્ત્વ નથી. ખાલી ઘડો છે, આમ શાસ્ત્રકારે સર્વ્યવહારની મર્યાદાનું ભાન કરાવી સર્વ્યવહારની સીમાઓનું ઉલ્લંઘન કરતા જીવો માટે ખૂબ જ જરૂરી ટકોર કરી છે. સર્વ્યવહાર એ જીવનનું પ્રતિબિંબ છે. સર્વ્યવહારને છોડી દેવાથી જેમ કોઈ ડ્રાઈવર મદ્યપાન કરીને ગાડી આડીઅવળી ચલાવે તો તેનું કેવું ભયંકર પરિણામ આવે તેમ આ જીવનમાં એક સર્વ્યવહાર મૂકીને જેમ ફાવે તેમ વર્તન કરે તો પોતાના જીવનને તો બરબાદ કરે જ, બીજા ઘણાના જીવનને પણ બરબાદ કરે અને અંતે અશુભ વ્યવહારના કારણે દુર્ગતિમાં ચાલ્યો જાય. અહીં આપણે એક મહત્ત્વપૂર્ણ નોંધ કરીએ : બૌધ્ધ દર્શન એ અનાત્મવાદી અને અનીશ્વરવાદી હોવા છતાં તેની ધર્મદર્શનમાં ગણના થાય છે અને લાખો કરોડો લોકોએ બૌધ્ધ ધર્મ અપનાવી જીવનને પાવન કર્યું છે. તેઓએ હિંસાદિ કર્મથી નિવૃત્ત થઈ દયામય આચરણ કર્યું છે. જો કે પાછળથી બૌધ્ધ દર્શનનો પાયો મજબૂત નહતો, તેથી પુનઃ તેમાં હિંસા અને માંસાહારનો પ્રવેશ થઈ ગયો છે. અસ્તુઃ અહીં આપણે જે વાત કરી રહ્યા છીએ તે સદ્ વ્યવહારથી સંબંધ રાખનારી વાત છે. બૌધ્ધ ધર્મમાં સાધનાના સત્ અષ્ટાંગ યોગ છે. સદ્ ચિંતન, સદ્ વિચાર, સ ્ વચન, સદ્ભાવ, સદ્ આચરણ, સદદૃષ્ટિ, સત્ કર્મ અને સદ્ અનુષ્ઠાન, આ અષ્ટાંગ યોગમાં જીવનની બધી ક્રિયાને વણી લેવામાં આવી છે, આ એક પ્રકારની સદ્યવહારની સ્થાપના છે. જો સર્વ્યવહાર ન કરે તો તેને અધર્મ ગણવામાં આવે છે. બૌધ્ધ ધર્મની આ સાધના પ્રણાલી સર્વ્યવહાર ઉપર વજન મૂકી જીવનને સરળ, નિષ્કપટ અને યોગ્ય બનાવવા માટે અપીલ કરે છે. આખો સદ્યવહાર તે બૌધ્ધ ધર્મના પ્રાણ છે. ઉપયુકત કથનથી સમજાય છે કે કોઈ સર્વ્યવહારને લોપે તો તે કોઈપણ રીતે માન્ય નથી, ઉચિત નથી. તે હઠાગ્રહ કે કદાગ્રહનું મૂળ છે. સદ્યવહારના અભાવમાં જ્ઞાનનું, તત્ત્વજ્ઞાનનું કે આત્મજ્ઞાનનું આરાધન થઈ શકતું નથી. માટે શાસ્ત્રકારે “લોપે સદ્યવહાર” ને એમ કહીને આવા વચનવીરોને એક પ્રકારે અયોગ્ય ઠરાવ્યા છે. ‘સાધન રહિત થાય’ : ત્રીજા પદનું પરિણામ ચોથા પદમાં જાહેર કરે છે. ‘સાધન રહિત થાય’, ‘સાધન' શબ્દ અહીં ઘણો વિચારણીય છે. અસવ્યવહારનું પરિણામ તે સાધનહીનતા છે. સારા વ્યવહારના અભાવે આવો વ્યકિત સાધન વિહીન બને છે. અહીં સાધન' શબ્દનો અર્થ શું કરશું ? અથવા શું હોઈ શકે ? તે વિચારીએ. સાધન બંને પ્રકારના છે, બાહ્ય અને આંતરિક. તે જ રીતે તાત્કાલિક પ્રાપ્ત થતાં સાધન અને ભવાંતરમાં આધારભૂત પુણ્યરૂપી સાધન. સાધનહીન થાય તો આ સાધન જે તેને પ્રાપ્ત થયેલા છે તેમાં પણ હીનતા આવે છે. એ એક પક્ષ થયો અને આગળ જે સુસાધન મળવાના છે તેની પ્રાપ્તિ ન થાય તે બીજો પક્ષ છે. વર્તમાનમાં મનુષ્યભવ, મન, વચન, કાયાના યોગો મળ્યા છે. અથવા જે કાંઈ પુણ્યયોગ છે, તે પ્રાપ્ત થયો છે. અથવા ૩૦૬ Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચકોટિમાં ધાર્મિક સંસ્કારવાળા પરિવારમાં જન્મ થયો છે, સદ્ગુરુનો સમાગમ થયો છે. તે બધા સાધન જીવ માટે ઘણા ઉપકારી છે. પ્રથમ પક્ષ તરીકે આ પ્રાપ્ત થયેલા સાધનમાં હીનતા આવે છે. સદ્યવહારને લોપવાથી તેમના પુણ્ય ઘટે છે. તેમના યોગો અશુભ બની જાય છે. સંપતિનો પણ દુરુપયોગ થાય છે. તેના પારિવારિક સંબંધોમાં પણ કડવાશ અને રાગ-દ્વેષ ઉભા થાય છે. નૈતિક દષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ અને છેવટે અધ્યાત્મ કક્ષામાં પણ તે જીવ સાધન હીનતાનો ભોગ બને છે. આમ સવ્યવહાર પડતો મૂકવાથી વર્તમાન જીવનમાં મળેલા ઉત્તમ સાધનનો ક્ષય થાય છે. બીજા પક્ષમાં સવ્યવહારને મૂકી દેવાથી અશુભ કર્મ બંધાય છે. જ્ઞાનાવરણીય ઈત્યાદિ ઘાતિ કર્મોનો સંચય થાય છે અને ભવિષ્યમાં આવા કર્મોના ઉદયથી જીવ સાધન વિહીન બને છે. તેને જ્ઞાનયોગ પ્રાપ્ત થતો નથી, મનોયોગ પ્રાપ્ત થતો નથી. ગાઢ કર્મના ઉદયથી આંતરિક સાધન તો ગુમાવી બેસે જ છે. પરંતુ બાહ્ય સાધનમાં અંધ બને, બધીર બને, ખોડ ખાપણવાળા શરીર મળે અને છેવટે વિકસેન્દ્રિય જીવોમાં જન્મ પામતા પામતા અસંખ્યકાળ સુધી એકેન્દ્રિયમાં જઈ સર્વ સાધનશૂન્ય બની કેવળ જન્મમૃત્યુનું તીવ્ર દુઃખ ભોગવે. આ કેટલી બધી સાધન વિહીનતા છે. અસ્તુ . ઉપર્યુકત ભૌતિક બાહ્ય સાધન અને આંતરિક સાધનોની વિહીનતા બતાવી. આ બધા સાધન જીવને બાહ્ય દ્રષ્ટિએ ઉપયોગી છે તે સિધ્ધાંત પણ પ્રસ્તુત થયો છે કારણ કે જીવ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી બહારના પુણ્યોદયજનિત સંયોગો અને સાધનની તેમને આવશ્યકતા છે. કોરી જ્ઞાનની વાતો કરી સવ્યવહારને લોપી સાધનનો નાશ કરે, તે જીવની અવળીગતિ છે, અને તે સાચે રસ્તે નથી, તેમ શાસ્ત્રકારનું સ્પષ્ટ મંતવ્ય છે. સાધન શબ્દનો આટલો સ્થૂળ અર્થ કર્યા પછી સૂક્ષ્મ અને વાસ્તવિક સાધન શું છે તેનો વિચાર કરીને આ ગાથા સમાપ્ત કરશું. બાહ્ય સાધનો તો કોઈ આંતરિક ક્રિયાનું ફળ છે. જીવાત્મામાં આવી સૂમ આંતરિકક્રિયા ચાલતી હોય છે અને તેનું જીવને જ્ઞાન હોય તો તે સૂક્ષ્મ તત્ત્વોને સાચું સાધન માની તેની હાનિ ન કરે. સર્વ પ્રથમ સૂક્ષ્મ પ્રજ્ઞા જે એક પ્રકારની જયોતિ છે, જે આંતજયોતિ છે, જેના પ્રકાશમાં જીવ સ્વયં પોતે પોતાને નિહાળે છે અને આત્મદર્શન પણ કરે છે. આત્મદર્શન કદાચ ન કરી શકે તો પણ આ સૂક્ષ્મ પ્રજ્ઞા યોગ્ય જગ્યાએ પ્રસ્થાપિત થઈ આગળ ના પ્રકાશમય આત્મતત્ત્વનો આભાસ આપે છે. સૂમિપ્રજ્ઞા તે જીવનું મહાસાધન છે, તે એક પ્રકારના અંતર કિરણો છે. આ અંતરકિરણ કાળ લબ્ધિના યોગે ખીલતા જાય છે. જેમ પુષ્પકલિકા સમયનો પરિપાક થતાં પોતાના રૂપ-રંગ અને સુગંધનો આવિષ્કાર કરે છે, તે જ રીતે આ નાભિકમળ ઉત્ક્રાંતિને પ્રાપ્ત કરી વિકાસ પામી જીવને સ્વતઃ પ્રકાશ આપે છે. કાળલબ્ધિનો પરિપાક તે મુખ્ય સાધન છે પરંતુ આ અંતરજયોતિની પ્રાપ્તિમાં બાહ્ય જીવન સત્કર્મ અને સદ્યવહારથી જોડાયેલું હોય તો આ ઉત્તમ સાધન કરમાઈ ન જતાં ખીલી ઉઠે છે. પણ જો જીવ ગંદો વ્યવહાર કરે, ખોટું આચરણ કરે તો આ અંતરજયોતિ વિલુપ્ત થવા માંડે છે. જેમ દિપકમાં તેલ ઓછું થતાં જયોતિ બુઝાય, તેમ સવ્યવહારના અભાવે સૂક્ષ્મ જયોતિરૂપ સાધન સ્વયં બુઝાવા માંડે છે અને સાથે સાથે સૂક્ષ્મ પ્રજ્ઞા પણ વિલુપ્ત થવા માંડે છે. સૂક્ષ્મપ્રજ્ઞા અને આ અંતર જયોતિ . ૩૦૭ Page #321 -------------------------------------------------------------------------- ________________ તે બે પ્રબળ સાધન છે. એટલે અહીં કવિરાજ કહે છે કે સવ્યવહારને લોપવાથી જીવ સાધન રહિત થઈ જાય છે. આસ્તે આસ્તે તે શૂન્ય બની જાય છે. જેમ રાજાનું રાજય જતાં તે સત્તાવિહીન બને છે અને ધનાઢય વ્યકિતનું ધન જતાં તે ગરીબ અને અનાથ બને છે. તેમ આ આંતર સાધન જતાં જીવ અધ્યાત્મિક ક્ષેત્રે અનાથ બની જાય છે. ગતિવિહીન બની જાય છે, કિંકર્તવ્ય વિમૂઢ બની જાય છે. ખરેખર કૃપાળુ ગુરુદેવે આવા સાધન વિહીન જીવ ઉપર કૃપા કરતા તેમને ચેતવણી આપી છે કે ભાઈ ! તું આત્મસાધનાના નામે સવ્યવહારનો અને સદાચારનો ત્યાગ કરી દઈશ તો સાધનહીન લંગડા માણસ જેવી તારી દુર્દશા થશે અને પ્રજ્ઞારૂપી પ્રગતિથી પ્રગટ થયેલા ઉત્તમ સાધન છે તેનો લય થતાં અંધારું છવાઈ જાશે અને તારી ગણના મતાર્થી સિવાય બીજે કયાંય થઈ શકશે નહીં. આમ આ ર૯મી ગાથા દ્રવ્ય અને ભાવે નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેનું અવલંબન કરી જે જીવના દુર્લક્ષણ બતાવ્યા તે સમગ્ર આચારકાંડ અને શુધ્ધ વિચારકાંડની અપૂર્વ ગાથા છે. હવે આપણે આ ગાથાનો સારાંશ બતાવીને ૩૦મી ગાથામાં પ્રવેશ કરશું. ઉપસંહાર : આ ગાથામાં માનવ જીવનને વિકૃત કરનારા મુખ્ય બે સાધન ઉપર પ્રકાશ નાંખ્યો. (૧) કોરી શાબ્દિક વાતો અને સૂકી તત્ત્વ ફિલસૂફીની વાતોથી જ્ઞાનની અવહેલના. (૨) સવ્યવહાર, સચરિત્રનો અભાવ. સમગ્ર માનવ જીવનના કે સમાજ જીવનના બન્ને પીલર પ્રત્યે બેદરકારી રાખવાથી અનૈતિકભાવોનો વિકાસ થાય, સારા સાધનોથી વંચિત થાય, પ્રકૃતિથી પ્રાપ્ત થયેલા ઉત્તમ સાધન ગુમાવી બેસે, પ્રભુએ આપેલી પ્રજ્ઞા અને દિવ્ય શારીરિક યોગોનો દુરુપયોગ કરી સારા વ્યવહારનો લય કરે, તે વિકાસમાં મહાબાધક છે તેમ આ ગાથામાં જણાવવામાં આવ્યું છે. ચારિત્રિક વિકાસ તે ફકત વ્યકિતનો નહિ પરંતુ સમાજ અને રાષ્ટ્રનો પાયો છે. સંસ્કૃતિ પણ સવ્યવહાર ઉપર આધારિત છે. એટલે શાસ્ત્રકારે આપેલી ચેતવણી ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. ર૯મી ગાથાના જે દુષ્પરિણામો આવે છે તેનું હવે ૩૦મી ગાથામાં ઉદ્દઘાટન કરે છે. ૩૦મી ગાથાના બે ખંડ મુખ્ય છે. (૧) જ્ઞાનદશાની પ્રાપ્તિ ન થવી અને (૨) સાધન વિહીનતા. આમ આ બને બાહ્ય અને અત્યંતર ખામી ઉપર પ્રકાશ નાંખી જે વ્યકિતનું નિર્માણ થાય છે તેનો સંગ પણ કેટલો ઘાતક છે તે પણ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. હકીકતમાં ર૯મી ગાથામાં સાધન વિહીનતાનો ઉલ્લેખ કર્યો છે. અને પુનઃ અહીં ૩૦મી ગાથામાં પણ સાધન વિહીનતાનું મહત્ત્વ બતાવ્યું છે. આથી સમજી શકાય છે કે સાધન વિહીનતા એ ઘણી જ મોટી ડ્યુટી છે અને તેનો બે વાર ઉલ્લેખ કરીને શાસ્ત્રકાર જીવની પામરતાને ઓળખવા માંગે છે. હકીકતમાં કોઈપણ સાધક કે સાધ્યનો આધાર તેના સાધન છે. પૂર્વમાં જેમ આપણે કહી ગયા કે ઉત્તમ સાધન હોય તો જ ઉત્તમ પરિણામ આવે. આ સાધન દ્રવ્ય અને નિમિત્તભાવે પ્રાપ્ત થાય છે. જે તત્ત્વ દ્રષ્ટિએ સમજવું ઘણું મહત્ત્વપૂર્ણ છે. ગાથાના વિવરણમાં આપણે તેની ઝીણવટથી છણાવટ કરશું. હવે ગાથા ઉપર દ્રષ્ટિ રાખી આગળ ચાલીએ. Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ જ્ઞાનદશા પામેનહીં, સાધન દશા ન કાંઈ; 'પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહિ || જ્ઞાનદશા–સાધન દશાનો સંબંધ : જ્ઞાનદશા અને સાધનહીનતા, એ બન્નેનો થોડો પરસ્પર સંબંધ પણ છે. કારણ કે જ્ઞાનદશાના અભાવમાં ઊંચા સાધનોનું ચયન થતું નથી. અહીં આપણે ચૌભંગી વ્યકત કરીએ. (૧) જ્ઞાનદશા અને સાધનદશા બન્નેની ઉપસ્થિતિ (૨) જ્ઞાનદશા અને સાધન હીનતા (૩) જ્ઞાનદશાનો અભાવ અને સાધનની હાજરી (૪) જ્ઞાનદશાનો પણ અભાવ અને સાધન દશાનો પણ અભાવ. બન્ને ખંડમાં પરસ્પર સામાન્યપણે કાર્યકારણનો સંભવ છે. પરંતુ નિશ્ચિતરૂપે કાર્યકારણ સંભવિત હોય એમ જણાતું નથી. પ્રથમ ભંગ તો કલ્યાણકારી છે જ, જેમાં જ્ઞાનદશાને પ્રાપ્ત કરી જીવાત્મા સાધનદશા પણ મેળવે છે અને ચતુર્થ ભંગ ઉપર શાસ્ત્રકારે સ્વયં અભિપ્રાય આપ્યો છે. જ્ઞાનદશા પણ નથી ને સાધનદશા પણ નથી. જે જીવના કલ્યાણ પથમાં બાધક છે. વચલા બે ભંગ તે વિકલ્પવાળા છે. તેમાં જ્ઞાનદશાની હાજરી હોય અને હજુ સાધન પ્રાપ્ત ન થયા હોય તો તે હાનિકારક નથી. પરંતુ જ્ઞાનદશા ન હોય અને ઉત્તમ સાધનો મળ્યા હોય તો આ ત્રીજો ભંગ ઘણો જ હાનિકારક છે જો કે આ બીજો અને ત્રીજો ભંગ ઘટિત થાય કે કેમ તેનો દાર્શનિક દ્રષ્ટિએ વિચાર ન કરતા સામાન્યભાવે તે બન્ને ભંગ ઉપર હિતાહિતનો વિચાર કર્યો છે અને તેમાં જ્ઞાનદશાનો અભાવ એ જ મુખ્ય તત્ત્વ છે. હવે આપણે મૂળ ગાથા ઉપર આવીએ. પૂર્વ ગાથામાં જે કોરી જ્ઞાનની વાતો કરનાર વ્યકિતને પ્રગટ કરેલ છે તેનો સાક્ષાતરૂપે ૩૦મી ગાથામાં ઘટસ્ફોટ કર્યો છે. સવ્યવહાર લોપનાર વ્યકિત જ્ઞાનદશાને પ્રાપ્ત કરતો નથી. જ્ઞાનદશા તે આગળનું બિંદુ છે, ઉચ્ચકોટિનું પગલું છે. પૂર્વના દોષોને કારણે જ્ઞાનદશા થાય નહીં અને તે જ રીતે પૂર્વના દોષને કારણે ઊંચા સાધનનો પણ વિકાસ ન કરી શકે તે સ્પષ્ટ કર્યું છે. અહીં સાધન હીનતાનો બને ગાથામાં પ્રયોગ કર્યો છે. પૂર્વ ગાથામાં “સાધન રહિત' કહ્યું છે જ્યારે અહીં સાધન ન પામે એમ કહ્યું છે. બન્નેનું તાત્પર્ય એક જ છે, તેથી સમજાય છે કે સાધન હીનતા તે ઘણી જ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિ છે. જેથી શાસ્ત્રકારે બે વાર તે વાતનો ઉલ્લેખ કરીને પાઠકને સમજાવવા કોશિષ કરી છે. સાધન તે વ્યવહારનું હોય કે પરમાર્થનું હોય, દરેક જગ્યાએ સાધનની મહત્તા છે. સાધનનો અભાવ બે પ્રકારનો છે. (૧) સાધન ન હોવું અને (૨) સાધન હોવા છતાં શુધ્ધ ન હોવું, અયોગ્ય સાધન કે, અનફીટ સાધન હોય તો પણ સાધનનો અભાવ જ છે. જેમ કોઈ વ્યકિત દહીં ખાવાની ઈચ્છાથી દૂધ રૂપી સાધનનો ઉપયોગ કરે છે. દૂધનું ન હોવું તે પણ સાધનનો અભાવ છે અને ખરાબ કે બગડેલું દૂધ હોય ત્યાં પણ શુધ્ધ સાધનનો અભાવ છે. આ રીતે સાધનની હીનતા બને રીતે સમજી શકાય એવી છે. સંભવતઃ, ૨૯ભી ગાથામાં “સાધન રહિત’ કહીને સંપૂર્ણ સાધનનો અભાવ વ્યકત કર્યો છે, જયારે આ ૩૦મી ગાથામાં સાધન પામે ન કાંઈ, એમ કહી યોગ્ય Page #323 -------------------------------------------------------------------------- ________________ સાધનનો અભાવ સૂચિત કર્યો છે. સાધનની મીમાંસા : સાધન વિષે વિચાર કરીએ તો સાધન તે એક પ્રકારનું ઉપકરણ છે. સાધક તે કર્તા છે અને સાધ્ય તેનું કર્મ છે. પરંતુ બાકીના ઉચ્ચકોટિના ઉપકરણ કે અધિકરણ કે સંબંધ ધરાવતા અન્ય તત્ત્વો એ બધા સાધન કોટિમાં આવે છે. વ્યાકરણ શાસ્ત્રમાં પણ ઉપકરણની વાચકતા માટે ત્રીજી, છઠ્ઠી અને સાતમી વિભકિત મૂકેલી છે. મુખ્યત્વે સાધન અર્થે ત્રીજી વિભકિત કામ કરે છે. આ પણ એક ગૂઢ વાત એ છે કે સાધનમાં પણ અમુક અંશે કર્તૃત્વ સમાયેલું છે તેથી વ્યાકરણ નિયમાનુસાર કર્મણિ પ્રયોગમાં સાધનકર્તા બની જાય છે. આમ સાધન વિષે એક નિરાળો અભિપ્રાય ઉદ્ભવે છે. હવે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ સાધનનો વિચાર કરીએ. સાધન .બે પ્રકારના છે, દ્રવ્ય અને ભાવ સાધન. દ્રવ્ય સાધનો જડાત્મક હોવાથી તે દ્રવ્યરૂપે પોતાનું કાર્ય બજાવે છે અને આવા દ્રવ્ય જડ સાધનો સમગ્ર સાધનામાં પણ જોડાયેલા છે. ગૃહસ્થ માટે મકાન, ભૂમિ, સોના-ચાંદી, ધન-સંપતિ અને જીવવાના બધા સાધનો સ્થૂળ દ્રવ્ય સાધનો છે. તે જ રીતે અધ્યાત્મના રસ્તે જનારા ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, તેમને પણ દ્રવ્ય સાધનોનો ઉપયોગ કરવો પડે છે અને તે છે સ્વસ્થ શરીર, શુધ્ધ આહાર, વસ્ત્રાદિ, સાધનાના નિર્વિઘ્ન સ્થાન, વચનયોગ આ બધા દ્રવ્ય સાધનો છે, અર્થાત્ બાહ્ય સાધનો છે. વિચાર કરતા સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય સાધનોની પણ ઘણી જ વ્યાપકતા છે. દ્રવ્ય સાધનની ઉપયોગિતા અને વ્યાપકતા હોવા છતાં જો ભાવસાધન બરાબર ન હોય તો ઉત્તમ દૂધમાં ઝેર ઘોળવા જેવું થાય છે. ભાવ–સાધન તે મનુષ્યની નિર્મળ બુધ્ધિ, નિર્મળ વિચાર, નિર્દોષ પુણ્યનો ઉદય, અહિંસક ભાવોની પ્રાપ્તિ, ઉચ્ચકોટિની દયાવૃત્તિ અને સૌથી શ્રેષ્ઠ સાધન બ્રહ્મચર્ય. કામશકિતનો પરિહાર, તે બધા ભાવસાધન છે. આ ભાવગુણોની કયારીમાં જ જ્ઞાનદશારૂપી પુષ્પ ખીલે છે, અર્થાત્ જ્ઞાનદશાને પ્રાપ્ત કરવા માટે શુધ્ધ સાધનો આવશ્યક છે અને જ્ઞાનદશા અંકુરિત થતાં પુનઃ શુધ્ધ સાધનોમાં ગુણવૃધ્ધિ થાય છે. આમ આ બને ગુણો પરસ્પર આશ્રિત છે. અહીં મતાર્થી જ્ઞાનદશાના બીજને અંકુરિત કરતો નથી અને સાધનદશાના ઉચ્ચકોટિના ભાવ સાધનનો વિકાસ કરતો નથી છેવટે દ્રવ્ય સાધનથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ સ્વયં શાસ્ત્રકાર સ્પષ્ટપણે ઉદ્ઘોષ કરે છે. જ્ઞાનદશા એટલે કઈ દશા? ? હકીકતમાં સાધારણ સાંસારિક લોકો બુધ્ધિમત્તાને જ્ઞાન માને છે, અથવા અમુક શાસ્ત્રો અને પાઠો ભણ્યા હોય તો તેને પણ જ્ઞાન માનવામાં આવે છે. ઉપરાંત કેટલાક માણસો વિશિષ્ટ વિદ્યાઓના જાણકાર હોવાથી દુનિયાદારીનું સૂક્ષ્મ અને વ્યવહારિક જ્ઞાન ધરાવતા હોય છે. પરંતુ અહીં સમજવાનું છે કે આ બધી જ્ઞાન સંપતિ હકીકતમાં જ્ઞાન નથી. કારણ કે તે તાત્કાલિક, ક્ષણિક અને વિષયાનુકુલ બૌધ્ધિક સંપતિ હોવાથી નાશવંત પદાર્થની જેમ આ બુદ્ધિમત્તા પણ પુનઃ લય પામી શકે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તેનું કોઈ ઠોસ અથવા નિશ્ચિત પરિણામ નથી. જેથી મહાત્માઓ, આત્મસાધક પુરુષો અને સદ્ગુરુ, આ જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. જ્ઞાનદશા તે તત્ત્વસ્પર્શી હોય. વિશ્વના બધા પદાર્થોની ગતિવિધિ અને તેના પરિણામોને મારા ૩૧૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ સમજી, તે પદાર્થોના મોહથી વિમુકત કરે તે જ્ઞાનદશાની કક્ષામાં આવે છે. જેમ જગતના અન્ય પદાર્થોના નિર્ણય કરે છે તેમ સ્વયં એક જ્ઞાનપુરૂષ છે, એક જ્ઞાનપિંડ છે, સ્વયં એક ચૈતન્ય દ્રવ્ય છે અને તેના બધા ગુણધર્મોનો નિર્ણય કરી તેનાથી ઉપજતી નિહિ દશામાં જે જ્ઞાન પહોંચાડે છે તે જ્ઞાનદશાની કક્ષામાં આવે છે. જ્ઞાનદશામાં લૌકિક નહીં, અલૌકિક ભાવો ભરપૂર છે. શાશ્વત તત્ત્વોનું જેમાં ભાન થાય છે અને સ્વયં એક શાશ્વત સત્તા છે, તેવો નિર્ણયાત્માક ઠોસ પ્રતિધ્વનિ જેમાં પ્રાપ્ત થાય છે તે જ્ઞાનદશા છે. ઉપરના બધા આવરણોને હટાવી નિરાવરણ તત્ત્વનું જે ભાન કરી શકે, કર્મયુકત આત્મામાં પણ કર્મોને ભિન્ન જાણી કમેની વચ્ચે રહેલ સ્વતંત્ર આત્મસત્તાનું જેમાં પ્રતિજ્ઞાન થાય અથવા કહો કે તે અંતર્ઘટમાં પ્રવેશ કરી આનંદઘન તત્ત્વને ઓળખી આનંદ સરિતામાં સ્નાન કરે, તે જીવની જ્ઞાનદશા છે. જ્ઞાનદશા લય પામનારું તત્ત્વ નથી. એ સ્થાયી તત્ત્વ છે. ક્ષણિક પદાર્થોની પર્યાયાદિના જ્ઞાનથી ઉત્પન્ન થતું ક્ષણિક સુખ જેમ ક્ષણિક છે તેમ તે જ્ઞાન પણ ક્ષણિક છે. પરંતુ તલસ્પર્શી શાશ્વત દ્રવ્યનું જ્ઞાન શાશ્વત સુખ અને આનંદ આપે તેવું હોવાથી સ્વયં પણ શાશ્વત ભાવને વરેલું છે, આ છે જ્ઞાનદશાનું દર્પણ ! જે જીવે પૂર્વમાં સવ્યવહારોનું ઉલ્લંઘન કરી કોરા શબ્દોના ઘૂંક ઉડાડયા હોય તે જીવ આવી અખંડ જ્ઞાનદશા પ્રાપ્ત કરી શકતા નથી. જેને આપણે ઉપરમાં વિસ્તૃત જ્ઞાન કર્યું, તે જ્ઞાનદશાને આવો સાધક સ્પર્શી શકતો નથી. સાધન દશા ન કાંઈ આ બીજા પદમાં ર૯મી ગાથામાં બતાવેલા દુર્ગુણોનું પુનઃ દુષ્પરિણામ પ્રગટ કરે છે. જો કે ર૯મી ગાથામાં સાધનહીનતા બતાવી છે અને ફરીથી અહીં તે જ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. આમ બે વાર કહેવાનો કવિનો આશય સાધનહીનતા ઉપર ભાર મૂકવાનો છે. સ્થૂલ રીતે આપણે પ્રારંભમાં આ વસ્તુ કહી છે. પરંતુ આ સાધનદશા શું છે તે જાણીએ. જેમ જ્ઞાનદશા છે તે જીવની પરમ ઉપકારી પ્રગટ થયેલી નિર્મળ જયોતિ છે. પરંતુ તમામ શાસ્ત્રો એમ કહે છે કે જ્ઞાનની સાથે જીવાત્માને ઉત્તમ સાધનો મળ્યા હોય તો તે કર્મ છેદન કરવામાં અથવા મોહસાગરને તરવામાં એક અદ્ભુત પરાક્રમ કરી શકે છે. જેમ કોઈ વિખ્યાત ડોકટર હોય, તે ડોકટરી વિદ્યાનો પૂરો જાણકાર હોય, પરંતુ તેની પાસે ઓપરેશન કરવાના સાધન ન હોય તો તે અટકી જાય છે. તેનું મીશન અલના પામે છે, તેની વિદ્યા સ્વપર ઉપકારી થવામાં નિષ્ફળ બને છે. જેથી તમામ શાસ્ત્રકારોએ સાધનદશાને મહત્ત્વ આપ્યું છે. આ પૂર્વમાં આપણે કહી ગયા કે દ્રવ્ય સાધન અને ભાવ સાધન. દ્રવ્યસાધન તે પુણ્યનો ઉદય છે પરંતુ ભાવસાધન તે કોઈ આંતરિકકૃપા, સદ્ગુરુની કૃપા કે મોહનીય કર્મનો ઉત્તમ ક્ષયોપશમ, વીર્યાન્તરાય કર્મનો અભાવ અને તેનાથી ઉપજતી જે ગુણશ્રેણી છે. ભાવ સાધન તે જ્ઞાનથી ભિન્ન એવા બીજા બધા ઉત્તમ ભાવોનું સામંજસ્ય છે. આ ઉત્તમ ગુણોમાં ભકિત, પ્રેમ, ત્યાગ, નિર્મોહદશા અને બ્રહ્મચર્ય ઈત્યાદિ સાધનદશાના નિર્મળ ઉપકરણ છે. જે જીવ ભ્રષ્ટ થયેલો છે, બાહ્ય વાણીયોગમાં રમણ કરે છે, તે ઉત્તમ સાધનદશા અથવા ભાવ સાધનોથી રહિત હોય છે, અથવા તેને પ્રાપ્ત કરી શકતો નથી. જ્ઞાનદશા બહુ જ નિર્મળ, નાજુક તત્ત્વ છે. દીપકની જયોતિ જેમ એક પ્રકારની લો” છે, પવનના સપાટાથી તે જયોતિ ડોલાયમાન થતી હોય છે પરંતુ અનુકુળ ૩૧૧ : Page #325 -------------------------------------------------------------------------- ________________ સ્થાન અને યોગ હોય તો આ લો બરાબર સમાનભાવે જલતી રહે છે. તેમ જ્ઞાનદશાની લો ઉપર જો સાધનની કમજોરી હોય તો તેનો સપાટો લાગવાથી જ્ઞાનદશા ડોલાયમાન થાય છે પરંતુ પ્રબળ સાધનની ઉપસ્થિતિ હોય તો જ્ઞાનદશા અખંડ જળવાય રહે છે. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે “સહન જ્ઞાન વારિત્રાળ મોક્ષમા” અર્થાત્ જ્ઞાનની સાથે સમ્યફ ચારિત્રનો સહયોગ આવશ્યક છે. ચારિત્ર શબ્દ જ સાધનદશાનો વાચક છે. ચારિત્ર તે જીવનો વિશિષ્ટ ગુણ છે અને જ્ઞાનનો પરમ સહયોગી છે. જેથી અહીં શાસ્ત્રકારે સાધનદશાને મહત્ત્વ આપ્યું છે. જીવ સાધન દશા ન પામે તો આવો જીવ અધૂરી યાત્રા મૂકી મતાગ્રહમાં પડી જ્ઞાનહીન તો બને જ છે, ચારિત્રહીન પણ બને છે. * ૩૦મી ગાથા એ સાધનાની બે આંખો છે, બે પાંખો છે. બન્ને આંખ જાય તો જીવ આંધળા બને અને બન્ને પાંખ તૂટે તો પક્ષી જમીન પર જઈ પડે. તેમ શાસ્ત્રકાર અહીં કહે છે કે જ્ઞાનદશા અને સાધનદશાની બન્ને આંખો ગુમાવી જીવો આંધળા બની જાય છે. બન્ને પાંખો ગુમાવી નિરાધાર બની જાય છે. ધન્ય છે ગુરુદેવની આ અમોઘ વાણીને ! ધન્ય છે, તેમની અભૂત રચનાને ! તેમણે બે ટૂંકા પદોમાં સમગ્ર શાસ્ત્રને વણી લીધું છે મોક્ષમાર્ગના અવરોધક પથ્થરાઓ બતાવી જો ઊંધે રસ્તે ચાલે તો કેવી ભયંકર દશા પામે તેનો આભાસ આપ્યો છે. આ ગાથાના ઉત્તરાર્ધમાં આવો વ્યકિત ફકત પોતાનું નુકશાન કરતો નથી તેમ કહીને એક કુસંગરૂપી સામાજિક દુષણનું વિવરણ કરે છે. જે વ્યકિત જ્ઞાનદશા અને સાધનદશાથી હીન હોય, કોરી વાણીનો ધણી હોય, સવ્યવહારથી ભ્રષ્ટ હોય તો તેવા વ્યકિતનો સંગ સામાન્ય સરળ જીવો માટે કેવો ઘાતક બની જાય છે અને તેનો કુસંગ થવાથી જેમ કોઈ ચેપીરોગ બીજાને વળગે છે, તેમ આ વિરાધનાનો રોગ સામાન્ય જીવોને વળગતા વાર લાગતી નથી. જેમ પાથરેલી જાળમાં પક્ષીઓ ફસાય છે તેમ આવા જીવના સંગમાં આવનારા તેનાથી જો પ્રભાવિત થાય તો ભવજળ માંહે ડૂબી જાય છે. શાસ્ત્રકારે પણ એ જ પરિણામ બતાવ્યું છે કે બૂડે ભવજળમાંહિ' ઉપાદાનની પ્રધાનતા : કુસંગ થવો અથવા કુસંગથી પ્રભાવિત થવું, તેનો આંતરિક આધારે શું છે? અથવા તેના આંતરિક કર્મજન્ય પરિણામ શું છે તેના ઉપર થોડો પ્રકાશ નાંખશું. આવા કુસંગ દેનારા નિમિત્તભાવે છે. પરંતુ ઉપાદાનમાં જીવની પોતાની અક્ષમતા કારણભૂત હોય છે. જેમ લાકડામાં ખીલી લાગે છે પણ લોઢામાં વળી જાય છે, તો જેમ ખીલી કારણભૂત છે તેમ લાકડાની કમજોરી પણ કારણભૂત છે. કાષ્ટની રચના તેનું ઉપાદાન કારણ છે. જયારે ખીલી છે એ નિમિત્તકારણ છે. શાસ્ત્રકારો એમ કહે છે કે મિથ્યાત્વ મોહનીયના ઉદયભાવો પ્રબળભાવે વર્તતા હોય, જ્ઞાનાવરણીયકર્મનો ઉત્તમ ક્ષયોપશમ ન થયો હોય, કષાય મોહનીય તથા નોકષાય મોહનીયનો ઉદય ભાવ ઝળકતો હોય અને કર્મ સંબંધી કોઈપણ ઉદયભાવે કુસંગી જીવ તેને હાલો લાગે છે, ગમે છે, ત્યારે નિમિત્તભાવે તે આવા જીવ ઉપર પ્રભાવ પાથરી શકે છે. ખેતર તૈયાર થયું હોય પછી તેમાં સારા નરસા બીજો અંકુરિત થાય છે અને નિમિત્ત ઉપાદાન બન્ને મળીને એક વિષમ કાર્ય પેદા કરે છે. એ જ રીતે અહીં કર્માધીન સ્થિતિવાળા જીવની સ્વયંની ઉપાદાનની પ્રતિકૂળતા છે અને તે કુસંગી જીવનો સંગ સ્વીકારે છે ત્યારે તે બધા ગુણોથી ૩૧૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ વંચિત થઈ કુસંગીની જેમ પોતે પણ ભવજળમાં ડૂબી જાય છે. અસ્તુઃ અહીં શાસ્ત્રકારે ‘બૂડે ભવજળ માંહિ' કહ્યું છે. આ પદ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વપૂર્ણ પદ છે. ભારતના બધા સાત્ત્વિક ધર્મ જન્મની પરંપરાને માને છે. પૂર્વ જન્મ, પુનર્જન્મ પામી જીવ એક દેહને છોડી બીજો દેહ ધારણ કરે છે. કર્મ સંસ્કાર પ્રમાણે તેવી તેવી યોનિઓમાં તે ઉત્પન્ન થાય છે અને ચોરાસી લાખ યોનિઓનો ભવસાગર બતાવવામાં આવ્યો છે. આ ભવજળ શું છે તે બહુ જ સુંદર વિષય છે. તેની ચર્ચા કરી આ ગાથા પૂર્ણ કરશું. બૂડે ભવજળ માંહિ : આસ્તિક નાસ્તિકનો પણ મુખ્ય આધાર જન્મ જન્માંતરની જીવની કથા છે. જે લોકો પૂર્વજન્મ માનતા નથી તે નાસ્તિક કોટિમાં આવે છે. સ્વયં શાસ્ત્રકાર આત્મસિધ્ધિના આગળના પદોમાં પણ આ વિષય ઉપર પ્રકાશ નાંખે છે. તેથી અહીં ટૂંકમાં જ કહીએ છીએ. આ ભવજંજાળ તે શુભાશુભ કર્મનું ફળ છે. ભવજંજાળ બે ભાગમાં વિભકત થાય છે, દુર્ગતિ અને શુભગતિ. મનુષ્ય અને દેવની ગતિ ઉત્તમ છે, જયારે તિર્યંચ અને નારકીના ભવો અશુભ ગણાય છે. શુભગતિ ભૌતિક સુખ આપનારી છે, પરંતુ તેનાથી મુકિત થતી નથી. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે શુન્ય પુન્યે મૃત્યુલોક વિસંતિ અર્થાત્ પુણ્યનો ક્ષય થયા પછી જીવ પુનઃ અધોગતિ પામે છે. આમ શુભગતિ પણ એક પ્રકારની ભવજાળ છે. જીવ ભવજાળમાં ન જાય તેનો ઉપાય શ્રુતજ્ઞાનમાર્ગ છે. પરંતુ કુસંગી જીવના સંપર્કથી જીવ ભવજાળથી મુકત થઈ શકતો નથી. ભવજાળની સત્યતા વિશે સચોટ વૈજ્ઞાનિક પ્રમાણો ઉપલબ્ધ નથી. તેથી કેટલાંક તર્કવાદી ભવપંરપરાનો સ્વીકાર કરતાં નથી. પરંતુ સમગ્ર વિશ્વતંત્રનું નિરીક્ષણ કરતા લાગે છે કે જીવાત્મા જેવું અખંડ જ્ઞાનતત્ત્વ આટલી ટૂંકી યાત્રામાં સીમીત ન થઈ શકે. "ન હન્યતે હૈંચમાને શી' શરીરનો નાશ થવાથી જીવનો પણ નાશ થઈ જાય, તે ટૂંકા તર્કનું પરિણામ છે તેમ માનવું. દીર્ઘદૃષ્ટિએ જોતાં, જીવનની આસ્તિકતા એ જ વાસ્તવિકતા છે. અસ્તુ. અહીં શાસ્ત્રકારે જે સાધનદશા કહી હતી અને એ રીતે જ્ઞાનદશા પણ કહી છે. તો દશા શબ્દ શું સુચવે છે ? જ્ઞાન અને સાધનની સાથે દશા શબ્દનો ઉલ્લેખ કર્યા છે તે કોઈ વિશેષ પ્રયોગ છે. ‘દશા' શબ્દ અવસ્થાવાચી છે. રૂપાંતરની સૂચક છે. કોઈપણ પદાર્થમાં તેમની એક વિશેષ અવસ્થા હોય છે અને આ વિશેષ અવસ્થા સમગ્ર ત્રૈકાલિક ભાવો પર પ્રભાવ પાડે છે. સોનું પણ એક પથ્થર જેવો પદાર્થ છે અને ભૌતિક જડભાવ છે. પરંતુ સ્વર્ણમય તેની અવસ્થા તેના મૂલ્યમાં અપાર વૃધ્ધિ કરે છે. પદાર્થ ગમે તેવો નામધારી અને ગુણાત્મક હોય પણ તેની અવસ્થા બરાબર ન હોય તો પદાર્થ નિર્ગુણ બની જાય છે. દૂધ તે ઉત્તમ પદાર્થ છે. પરંતુ તેની જોબગડેલી અવસ્થા હોય તો તે હેય બની જાય છે. અહીં જ્ઞાનદશાનો અર્થ ‘જ્ઞાનની એક ઉચ્ચકોટીની અવસ્થા' તે પ્રમાણે થાય છે. જેમાં પદાર્થનું શુધ્ધ રૂપ પ્રતિબિંબિત થાય છે અને જ્ઞાનની આ અવસ્થા સમસ્ત જ્ઞાનને કે જ્ઞાનીને ધન્ય બનાવી દે છે. સામાન્ય કક્ષામાંથી મુકત થઈ જ્ઞાન જયારે વિશેષ પ્રકારની ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે તે અમૂલ્ય ઝવેરાત બની જાય છે. ધન્ય છે આવી વિશેષ અવસ્થાને ! આ જ રીતે સાધનદશામાં સાધનની અવસ્થાનો પ્રતિબોધ કરવાનો છે અને ઉચ્ચકોટિની સાધન અવસ્થા સમગ્ર સાધનને ધન્ય બનાવી શકે છે. તેથી અહીં કવિરાજે ‘દશા' શબ્દનો પ્રયોગ ૩૧૩ 000000000 Page #327 -------------------------------------------------------------------------- ________________ કરીને ઉચ્ચકોટિનું ઉદ્ધોધન કર્યું છે. આત્મસિધ્ધિના એક એક પદ અને એક એક શબ્દ પર વિચાર કરતા જાણે સાચા મોતીની માળા હોય અને તેથી પણ વિશેષ રત્નકણિકા અંદર પરોવેલી હોય તેવો પ્રત્યેક પદે બોધ થાય છે, આનંદ થાય છે અને ભકિતરસ જાગૃત્ત થાય છે. આટલું કહ્યા પછી આપણે આ ૩૦મી ગાથાનો સંક્ષેપ સારાંશ કહી આગળ વધશું. ઉપસંહાર : આખી ગાથામાં મુખ્ય જ્ઞાન અને સાધન વિહીન વ્યકિત અશુભગતિનું નિમિત્ત બને છે અને આવા કુસંગીનો સંપર્ક કરવાથી સામાન્ય ભકતજનો ભવસાગરમાં ડૂબે છે. અર્થાત અસંખ્યકાળ સુધી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય આદિ ગતિમાં જન્મ-મૃત્યુ કરતા રહે છે. વિશેષ દુર્ગતિ થાય તો નરકગતિમાં પરમાધામી દેવોના હાથે અનંત દુઃખની પ્રાપ્તિ થાય. તેથી જીવાત્માએ કુસંગથી બચવું જોઈએ. સત્સંગ તે જીવના વિકાસનો સાચો પાયો છે તે સમજવું જોઈએ. જેની પાસે જ્ઞાન નથી અને અંધશ્રધ્ધાથી સ્વાર્થમય પ્રવૃત્તિ કરતા હોય, તેવા ગુરુનામ ધરાવતા કહેવાતા ગુરુથી દૂર રહેવું જોઈએ. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે સ્વાર કલ્યાણ સાધે તે સંતનું લક્ષણ છે. આ ગાથામાં જે ઉપદેશ આવ્યો છે તે પણ કંસગથી બચવા માટે ચેતવણી આપી છે. હવે આપણે ૩૧મી ગાથામાં પ્રવેશ કરતાં પહેલા તેનો ઉપોદ્ઘાત કરીએ. ઉપોદ્દાતઃ આ ગાથામાં મતાર્થ થવામાં બીજા પણ કેટલાક કારણો છે. તે પણ પ્રત્યક્ષ દેખાય તેવા કારણો છે, તેથી અહીં સ્પષ્ટપણે તેનો ઉલ્લેખ કર્યો છે. સંસારમાં લગભગ જે કાંઈ અહંકાર અને સ્વાર્થની પ્રવૃત્તિઓ છે તેની પાછળ માન પામવાની, મોટા થવાની, લોકેષણા કે તૃષ્ણા ભરેલી હોય છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે" કંચન ત્યજવો હેજ હૈ, સ્ટેજ સ્ત્રીનો નેહ, કિન્તુ માન બડા ઈષ્ય તુલસી દુર્લભ એહ" અર્થાત્ માન મૂકવું બહુ જ કઠણ છે. સાંસારિક નિમિત્તો તો માન વધારવાના સાધન છે. ધન સંપત્તિ, બંગલા, મોટર, પરિગ્રહ અને સત્તા, આ બધા કારણે જીવ મોટાઈ મેળવે છે. પરંતુ કેમ જાણે અધૂરું રહી ગયું હોય તેમ મોટાઈ મેળવવા માટે ધર્મનો પણ ખુલ્લ ખુલ્લા ઉપયોગ કરે છે અને ધર્મના ક્ષેત્રમાં પણ પોતાનું માન કેમ વધે તે લક્ષ બનાવે છે. સાચુ લક્ષ ચૂકી જાય છે. લક્ષ ભ્રષ્ટ થયેલા આત્માઓને માટે મતાર્થ થવામાં એક વધારે કારણનો ઉમેરો કરે છે. જે અહીં કવિરાજ કહે છે “નિજ માનાદિ કાજ અર્થાત્ પોતાનું માન વધારવાને અર્થે જે કાંઈ કરે છે એ પણ એક મતાર્થ છે. એટલે કડીના પ્રારંભમાં જ કહયું છે કે એ પણ જીવ મતાર્થમાં “એ” એટલે જ માનાદિ છે. તે માનાદિ લક્ષ બનાવીને મતાર્થનો વધારો કરે છે. અર્થાતુ શાસ્ત્રકાર તેને એક પ્રકારનો મતાર્થ ગણે છે અને આ ગાથા ધર્મના ક્ષેત્રમાં પ્રવેશેલી વિકૃતિ ઉપર પ્રકાશ નાંખે છે. ઉપોદ્ઘાત કરી ગાથાને સમજીએ.. &&ા ૩૧૪ : Page #328 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ | એ પણ જીવ મતાથમાં; નિજ માનાદિ કાજ; 'પામે નહિ પરમાર્થને અન-અધિકારીમાં જ , એ પણ જીવ મતાર્થમાં શરૂઆતમાં જ “એ પણ જીવ મતાર્થમાં' એમ કહીને મતામાં જે જે પદાર્થોની ગણતરી થઈ છે તેમાં જીવ એક પગલું વધારે ભરે છે. એ પણ એટલે જેને અમે આગળ કહી રહ્યા છીએ તે અથવા લોકમાં વ્યવહારમાં આવતા ભાવો એમ કહીને “એ” શબ્દથી લૌકિક ભાવોનું ગ્રહણ કર્યું છે. જેનું નામ લીધુ નથી પરંતુ “એ” કહીને આંગળી ચીંધી છે કે જીવ એ” તત્ત્વોને મતાર્થમાં ભેળવે છે, અથવા જીવ સ્વયં એ તત્ત્વોનું અવલંબન લઈ મતાર્થી બને છે અને આ મતાર્થને ગ્રહણ કરવામાં પોતાનું મિથ્યા અભિમાન અથવા લૌકિક સન્માન કે વાહવાહ મેળવવા માટે જે કાંઈ ધાર્મિક ચર્ચાઓ કરે છે “એ” પણ મતાર્થમાં છે અને આ ચેષ્ટા કરનારો બાપડો આ જીવરાજ છે. તેથી અહીં કવિરાજે જીવ શબ્દનો ઉપયોગ કર્યો છે. કેમ જાણે કોઈ ક્ષુદ્ર પ્રાણી હોય ! અને આત્માના મહાન ગુણોનો પરિત્યાગ કરી લૌકિક માનરૂપી કચરો મેળવી સંતુષ્ટ થતો હોય ! જેમ ક્ષુદ્ર પ્રાણી ઉત્તમ પદાર્થનો ત્યાગ કરી દુર્ગધી પદાર્થોનું સેવન કરે છે અને હીરા-માણેક-મોતીને પડતા મૂકી, કંકર અને કચરો તિજોરીમાં ભરે છે તો તે બિચારો ક્ષુદ્ર બની અંધકારમાં અટવાયેલૈં છે. તેમ અહીં પણ શાસ્ત્રકારે જીવ શબ્દ મૂકીને જીવની દુર્ભવસ્થાનું વર્ણન કર્યું છે તે મતાર્થી માન મેળવવાની તૃષ્ણાથી મતાર્થમાં અટવાઈને તરફડિયા મારે છે. બીજા કોઈ જીવને ઓછું માન મળ્યું હોય અને પોતાને વધારે માન મળે તો અભિમાનનું સેવન કરે છે અને બીજાને વધારે માન મળ્યું હોય અને પોતાને ઓછું માન મળ્યું હોય તો લઘુતાગ્રંથિના ભાવમાં સપડાઈને પોતાને કમભાગી માને છે. આમ આ બિચારો જીવ માનાર્થની ચક્કીમાં સપડાઈને એક પ્રકારના મતાર્થનો ભોગ બને છે. શાસ્ત્રકારે જીવની આ દુર્ભવસ્થાનું બંને પદમાં કાવ્ય દ્રષ્ટિએ ચિત્ર ખેંચ્યું છે, અને મતાર્થના ભાવો પ્રગટાવ્યા છે. હવે ઉત્તરાર્ધમાં તેના દુષ્પરિણામોનું આખ્યાન કરે છે. ૨૮મી ગાથામાં લખ્યું છે કે “ગ્રહે નહિ પરમાર્થને અને અહીં ફરીથી આ જ વાતને પામે નહિ પરમાર્થને કહીને બીજીવાર ઉલ્લેખ કર્યો છે. આ વાત ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જ્ઞાન અને ચારિત્ર એ જીવની બે મુખ્ય વિકાસ પર્યાય છે. જ્ઞાન અને દર્શન તો સંયુકત છે જેથી એ અહીં જ્ઞાન અને ચારિત્ર એ બે તત્ત્વ ઉપર દ્રષ્ટિ કરવાની જરૂર છે. સમગ્ર જૈન દર્શન ચારિત્રિક પરિણતિ ઉપર ભાર આપે છે. ચારિત્રમય પરિણામો તે જ જીવની વિશુધ્ધિ છે. ચારિત્રના પરિણામોથી શુધ્ધ ઉપાદાન ઉદ્ભવે છે. ગ્રહણ કરવું તે બૌધ્ધિક ક્રિયા છે. અથવા જ્ઞાન દ્વારા સમજવું. ૨૮મી ગાથામાં “ગ્રહે નહિ પરમાર્થને' એમ કહ્યું છે, ત્યાં ગ્રહણનો અર્થ છે જ્ઞાનથી પણ પરમાર્થને સમજવા માંગતો નથી, અથવા સમજવાની ચેષ્ટા કરતો નથી. પરમાર્થની કથાથી વિમુખ રહે છે. તેથી ત્યાં જ્ઞાનાત્મક & ૩૧૫ રડ Page #329 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થનો અભાવ છે. જયારે આ ગાથામાં “પામે નહીં પરમાર્થને' એમ કહીને પરમાર્થમય પરિણતિ પણ થતી નથી. જ્ઞાનમાં ગ્રહણ કર્યા પછી આચાર કે ચારિત્રરૂપે તત્વની પરિણતિ થાય તો જ્ઞાન સાર્થક બને છે અને જીવને પણ તેનો આનંદ આવે છે. સ્વાભાવિક આત્માનંદનો અનુભવ થતો નથી. જ્ઞાનથી તો વંચિત છે અને તે હવે ચારિત્રથી પણ વંચિત થાય છે. તે મતાર્થીના ગાઢ પરિણામો બતાવ્યા છે. વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમના આધારે સમ્યગુજ્ઞાન થયા પછી જીવાત્મા સમયઃ પરિણતિ કરે છે. પરંતુ જ્ઞાનદશા અને સાધનદશાના અભાવે કવિરાજ કહે છે કે આ જીવ પરમાર્થ જ્ઞાનથી તો વિહીન છે જ, પરંતુ હવે તો પરમાર્થના ભાવોને પણ પામી શકતો નથી. આ જ્ઞાનભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટ જીવ મહામૂલ્ય પરમાર્થ તત્ત્વથી બને રીતે દૂર રહી જાય છે. તે વાતને સ્પષ્ટ કરવા માટે “પામે નહીં પરમાર્થને” એમ કહીને ૨૮મી ગાથાના ભાવોને બેવડાવ્યા છે. અસ્તુ અયોગ્ય અધિકાર : પરમાર્થની આ બન્ને બાજુનો વિચાર કર્યા પછી આ જીવ જે તત્ત્વને પામ્યો નથી એવા અધિકાર વગરના પરભાવોમાં જ અટકી રહે છે. અહીં અન–અધિકારી શબ્દ ઘણું વિવેચન માંગે છે. આપણે તેના પર ટૂંકમાં પ્રકાશ નાંખીએ. અધિકાર શબ્દ એ સ્વામીત્ત્વ દર્શક શબ્દ છે. અને આધ્યાત્મિક રીતે તે વિયો માવાયેન જ ધાર ભાવોને પોતાના અંર્તગત કરીને અથવા અંર્તગત થનારા ભાવોને જે જાણી શકે છે, પોતાના સમજે છે, તે અધિકાર છે. અસ્તુ. અધ્યાત્મશાસ્ત્રો પૂછે છે કે શું જીવ દ્રવ્યનો બીજા કોઈપણ દ્રવ્ય ઉપર અધિકાર છે? અથવા બીજા દ્રવ્યોનો શું જીવ ઉપર અધિકાર છે? કે બધા દ્રવ્યો સ્વતંત્ર છે? શું દરેક દ્રવ્યો પોતાની ક્રિયાના જ અધિકારી છે ? સ્વપરિણતિના માલિક છે. આત્મતત્ત્વના નિજગુણોને પ્રગટ કરવા, આત્મા અધિકારી છે પરંતુ શાસ્ત્ર કહે છે, અથવા વિશેષ રૂપે અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે પર દ્રવ્યમાં જીવનો કશો અધિકાર નથી. જયાં અર્થાતુ પર પરિણતિ પોતાનો અધિકાર નથી, ત્યાં અધિકાર સમજીને અન–અધિકાર હોવા છતાં જીવ તેમાં રચ્યો પચ્યો રહે છે અને પર પદાર્થોને પોતાના કરવા માટે રાગ કરે છે. અને અનીચ્છિત, અનિશ્ચિત દ્રવ્યોને દૂર કરવા માટે ‘ષ કરે છે. આ મૂળમાં બન્ને ક્રિયા અન–અધિકારીની જ છે. પરમાર્થને ગ્રહણ ન કરવાથી, પરમાર્થ દશામાં રમણ નહિ કરવાથી, જ્ઞાનદશાનો અભાવ હોવાથી અને શુધ્ધ સાધનદશા પણ પ્રાપ્ત ન થઈ હોવાથી જીવાત્મા રાગ-દ્વેષના ચકકરમાં રહી અન–અધિકાર ક્ષેત્રમાં કામ કરતો રહે છે. જેના ઉપર અધિકાર નથી તેના માટે પ્રવૃત્તિ કરવાથી છેવટે પરિણામ વિપરીત આવે છે. અથવા જીવ સાથે દગો થાય છે. અન–અધિકાર ચેષ્ટાઓના પરિણામે બાહય અને આત્યંતર, સાચા અને ખોટા બને અધિકારથી ભ્રષ્ટ થયેલો જીવ પરાધીન દશામાં ચાલ્યો જાય છે. અને અધિકારના વાગોળેલા લોચા વમન કરીને કલ્પનાવિહીન થયેલો જ્ઞાનશૂન્ય બની એકેન્દ્રિયાદિ ભાવોમાં રખડે છે. મનુષ્ય અવતારનું મૂલ્યવાન ફળ ચૂકીને અસંખ્ય કાળ સુધી અન્ય યોનિમાં જયાં તેનો કશો અધિકાર નથી, ત્યાં દુઃખ અને વેદના ભોગવતો રહે છે. જીવનો અધિકાર પોતાના જ્ઞાનમય પરિણામો ઉપર જ છે. અધિકાર બે પ્રકારના છેઃ ભૌતિક અને આધ્યાત્મિક. એ રીતે અધિકારના બીજા પણ બે પક્ષ છે. સાચો અધિકાર અને ખોટો અધિકાર. ભૌતિક અધિકાર તો મિથ્યા છે જ. રાજા મહારાજાઓ Page #330 -------------------------------------------------------------------------- ________________ છ ખંડના ચક્રવર્તીઓ પણ પોતાના પ્રચંડ અધિકારથી વિલીન થઈ દુર્ગતિને પામ્યા છે. તો સાધારણ બાહ્ય માલિકીની શું ગણના? ભૌતિક અધિકાર તો ખોટો અધિકાર છે જ પરંતુ અંતઃકરણમાં થતી ક્રિયાઓમાં જે વિભાવો છે, જે વિકૃતિ છે તે બધી કર્મજન્ય છે અને જ્ઞાનાત્મક શુધ્ધ પરિણતિ છે, તે આત્મજન્ય છે. આમ કર્મજન્ય પ્રકૃતિ અને આત્મજન્ય સ્વભાવ બન્નેને વિભકત કરી સ્વભાવને સમજી, આ જ મારું સાચું તત્ત્વ છે, તેમ શુધ્ધ દશા ઉપર જ અધિકાર માને અને પરપરિણતિ તે મારો સ્વભાવ નથી, મારું કર્તુત્વ નથી અને તેના અધિકારનો અહંકાર મૂકી શુધ્ધ દશાને ભારે તો સ્વતઃ તે વિભાવ પ્રકૃતિ લય પામી જાય છે પરંતુ અહિં શાસ્ત્રકાર કહે છે કે જીવાત્મા મતાર્થના જોરે અને મતાર્થના અંધકારમાં આવા અન–અધિકારમાં જ સબડતો રહે છે. જે શબ્દ કહીને એક પ્રકારની દ્રઢ નિશ્ચયાત્મક ઉકિત કરી છે. “માં જ’ કહેવાનો અર્થ છે કે જાય તો જાય કયાં ? એક વિકારથી બીજા વિકારમાં, આમ વિકારમાં જ ફરતો રહે છે. જેનો અર્થ છે કોઈ માણસ ઘણી જાતના ખોટા સિકકા રાખે છે. પછી એક ખોટો મૂકીને બીજો ઉપયોગ કરવા જાય તો અંતે તો ખોટા સિકકામાં જ ઠગાઈ છે. “જે કહેવાનો અર્થ એ છે કે એક પછી એક બધી અન–અધિકાર ક્રિયાઓમાં જ ચકકર કાપે છે. પરંતુ મૂળ કેન્દ્રમાં આવી શકતો નથી, જયાં તેનો અધિકાર છે. તે તત્ત્વને સ્પર્શ કરતો નથી. તેવી છે જીવની પરાધીન, અહંકારમય, ખોટી, અન–અધિકાર દશા. આ રીતે ૩૦મી ગાથામાં મતાર્થના ઘણા કુલક્ષણો બતાવી શાસ્ત્રકાર હજુ આ વિષયમાં આગળની ગાથાઓ ઉચ્ચારશે. - ઉપસંહાર : (૧) જ્ઞાનદશાનો અભાવ (૨) શુધ્ધ સાધનદશાનો અભાવ (૩) પરમાર્થ તત્ત્વની અપ્રાપ્તિ. આ ત્રણેય કદમ ઊર્ધ્વગામી નથી, પણ અધોગામી છે. નીચે ઉતરવાના ત્રણે પગથિયા છે. આ ત્રણેય પગથિયા ઉપર આપણે ઘણો પ્રકાશ નાંખ્યો છે. અહીં સાધકને એ ચેતવણી છે કે શુધ્ધ જ્ઞાનદશા અને સાધનદશા તે બંને સાધકની પાંખ છે અને પરમાર્થ તે સાચા મોતીનો ચારો છે. પાંખ મજબૂત હોય અને આ ચારો ચરે તો શાંતિ પામે. પરંતુ પાંખ પણ ખોટી છે, ક્ષેત્ર પણ ખોટું છે અને જયાં અધિકાર નથી ત્યાં ભટકવાથી મોતીનો ચારો મળવાનો નથી અને માઠી દશાને પ્રાપ્ત કરી અશાંતિનો અનુભવ કરે છે. જીવ જે વિપરીત પ્રવૃત્તિ કરે છે તેમનું બાહ્ય મુખ્ય કારણ માન પામવાની તૃષ્ણા છે એમ શાસ્ત્રકારનું મંતવ્ય છે. એટલે “નિજ માનાર્થે એમ કહ્યું છે. ગુરુઓ અને ભગવંતોનું માન વધે તે અવમાન્ય નથી પરંતુ પોતાના માન માટે ઝંખે તો તેની કુપાત્રતા છે. આ બતાવવા માટે જ “નિજ શબ્દ મૂકયો છે અને પોતાના માનની તૃષ્ણા એક મતાર્થનું પ્રધાન લક્ષણ બન્યું છે. આ બધા દુર્ગુણોથી જીવાત્મા પરમાર્થને મેળવી શકતો નથી. પરમાર્થથી દૂર રહે છે. તેનો અર્થ જ એ છે કે તે કંગાલ રહે છે. સાચી સંપત્તિ તો પરમાર્થ જ છે. એટલે જીવાત્માએ સાચી સંપત્તિ મેળવવા માટે અને મોતીનો ચારો ચરવા માટે માનાદિ તૃષ્ણાનો ત્યાગ કરી સદ્ગુરુના ચરણે જવું જોઈએ. ઉપોદ્ઘાતઃ અહીં ૩રમી ગાથાનો આરંભ થાય છે. અત્યાર સુધી સાધનહીનતાનો જે ઉલ્લેખ કર્યો છે અને બીજા જે કાંઈ દુર્ગુણો બતાવ્યા છે તેના મૂળ કારણો ઉપર આ ગાથા પ્રકાશ Page #331 -------------------------------------------------------------------------- ________________ નાંખે છે અને મૂળ કારણોને ન સમજવાથી જ જીવ ખરા અર્થમાં કદાગ્રહી બને છે, જેને અહીં મતાર્થી કહીને સંબોધન કરેલું છે. સાધનાના બે મુખ્ય પાયા છે. ઉપશમભાવ અને વૈરાગ્ય. સમગ્ર ઉચ્ચકોટિના આખ્યાન અર્થે કથાઓ ઉપશમભાવ અને વૈરાગ્યનું જ કથન કરે છે. ઉપશમભાવથી વિકારભાવો શાંત થવા જોઈએ. કદાચ તેનો ક્ષય થતાં ઘણો સમય લાગે છે. પરંતુ પ્રથમ ઉપશમ થાય અને કષાયો શમી જાય, તો જ આગળ ઉપર આત્મા ક્ષાયિકભાવને વરે છે. આ ગાથામાં ઉપશમભાવનો ઉપદેશ આપ્યો છે અને તેના સુપરિણામ રૂપે વૈરાગ્યનું કથન કર્યું છે. આ ૩રમી ગાથા સમગ્ર સાધના શાસ્ત્રમાં બન્ને સ્તંભોનું આખ્યાન કરી તેનાથી વંચિત જીવને મતાર્થીના પદથી અલંકૃત કર્યા છે. ઉપશમ અને વૈરાગ્ય એ સાધનાની બંને આંખો છે. હવે આપણે ગાથાને સ્પર્શ કરીએ. Page #332 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ર નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરળપણું ન મઘ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય આ ગાથામાં કષાયના બે વિભાગ પાડયા છે તે શાસ્ત્રોકત છે. આ જાતના વિભાગ ફકત જૈન દર્શનમાં જ જોવા મળે છે. કષાય એટલે એક પ્રકારની અધ્યાત્મ વિકૃતિ છે. જેમાં ક્રોધાદિ દુર્ગુણોનો સમાવેશ થાય છે. અન્ય દર્શનોમાં પણ ષરિપુનું વર્ણન છે. જયારે જૈનોમાં ચાર કષાયનો ઉલ્લેખ છે. કષાયની સાંગોપાંગ સ્થિતિ અને અવસ્થાનું દિગદર્શન જૈનદર્શનને છોડી અન્યત્ર જોવા મળતું નથી. કષાયની બે પ્રકારની સ્થિતિ છે. (૧) કષાય સર્વથા નિર્મૂળ થઈ જવા. કષાયના બીજનો પણ ક્ષય થઈ જવો, તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. (૨) કષાય મર્યા ન હોય, પરંતુ તેનો ઉદય શાંત થઈ જાય અને જીવ પોતાના ગુણમાં રમણ કરી શકે એવી સ્થિતિ થાય તો તેને ઉપશમ કે ક્ષયોપશમ કહે છે. જેમ પાણીમાં મેલ હોય તે સર્વથા મેલ કાઢીને પાણીને શુધ્ધ કરે તે એક અવસ્થા છે. જયારે મેલ તળીયે બેસી જાય અને પાણી સ્વચ્છ થાય એ બીજી અવસ્થા છે. તે કષાયો ઉપશાંત થઈ પોતાના પ્રભાવથી જીવને મુકત રાખે અને સમય મળતા ફરીથી ઉદયમાન પણ થઈ શકે તે સ્થિતિને ઉપશમભાવ કહે છે. અહીં શાસ્ત્રકારે “નહિ કષાય ઉપશાંતતા” એમ કહીને બીજી સ્થિતિનું વર્ણન કર્યું છે. અર્થાત્ કષાય ક્ષય તો પામ્યા જ નથી. પણ ઉપશાંત પણ થયા નથી. હકીકતમાં જીવનો પુરુષાર્થ ઉપશમભાવને ક્ષયોપશમ ભાવમાં સીમિત છે. ક્ષાયિકભાવ તો સાધનાનું ચરમ બિંદુ છે. તેથી શાસ્ત્રકારે અહિં ઉપશાંતતા શબ્દનો પ્રયોગ કર્યા છે. ઉપશમભાવનું અવલંબન કરી પુરુષાર્થ અનુસાર જીવ કષાયથી મુકત થાય છે. પરંતુ કષાયની ઉપશાંતતા થઈ જ નથી. અર્થાત્ જેના કષાય શમ્યા નથી. ત્યાં જ્ઞાન અને આત્મદર્શનની આશાનો સંભવ નથી. આવો જીવ કષાયથી સંતપ્ત છે. જેમ ઘર બળતું હોય ત્યાં શાંતિથી કેમ કોઈ સૂઈ શકે ? કષાયની જયાં લાય લાગી છે ત્યાં સદ્ભાવ અને વૈરાગ્યના બીજો પણ બળી જાય છે અને ઉપશમ જેવા સુંદર વૃક્ષોથી વિહીન ઉપશાંતના અભાવવાળા રણપ્રદેશમાં ગરમ રેતી સિવાય બીજુ કશું હાથ લાગતું નથી. પોતાને ડાહયો માનતો જીવ આત્માને રણપ્રદેશ જેવો ગુણ વિહીન બનાવે છે અને રાગદ્વેષના વિષાકત કડવા ફળ આવતા જાળમાં જોડાય છે, એટલે જ શાસ્ત્રકાર કહે છે કે નહિ અંતર વૈરાગ્ય.’ અહીં વૈરાગ્યની આશા કયાંથી હોય ? કદાચ કોઈના પ્રભાવમાં આવી બાહ્ય વૈરાગ ધારણ કર્યા હોય તો પણ અંતરમાં વૈરાગ્યની સૌરભ નથી તેથી શાસ્ત્રકારે કહ્યું છે અંતર વૈરાગ્યનો અભાવ. આપણે અંતર વૈરાગ્યની વ્યાખ્યા કરતા પહેલા કષાયની ઉપશાંતતા વિશે વિચાર કરીએ. કષાય ભાવ મીમાંસા : શું કષાય ભાવો એ જીવની અનાદિકાળની સંપત્તિ છે ? કે જીવ પાછળથી કષાયમાં સપડાય છે ? મૂળમાં જે કષાયભાવો સામાન્ય કોટિના હતા તે શું મનુષ્યયોનિમાં ૩૧૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ આવ્યા પછી વધારે વિકસિત થાય છે? કષાયની વઘઘટ થવી અને ઉત્કૃષ્ટ ભાવો પ્રગટ થવા તેમાં અંદરના કારણો શું છે ? શાસ્ત્રકારોએ યથાસંભવ આ બિંદુ પર પ્રકાશ નાંખ્યો છે. છતાં પણ કેટલાક ભાવો રહી ગયા છે. જીવાત્મા જયારે અવ્યવહારરાશિથી અને સૂક્ષમ એકેન્દ્રિય આદિ ગતિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યારે તેના કષાયભાવો તો લગભગ શૂન્યવત્ હોય છે અને તેમની સ્થિતિ પણ ઘણી જ અલ્પ હોય છે. તે જીવો નરકાદિ ગતિમાં તો જઈ શકતા નથી. નરકમાં જવા માટે જે કષાયભાવોની આવશ્યકતા છે, તે છે નહિ. આવા જીવોને સૂમકષાયના ઉદયભાવ હોવા છતાં તેને ઉપશમભાવ કહી શકાય તેમ નથી. મોહનીયકર્મના ઉદયભાવ સાથે જોડાયેલો જીવ અકામ નિર્જરાના બળે જયારે વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ કરે છે અને બેઈન્દ્રિય આદિ ગતિમાં આગળ વધવા માટે પ્રયાણ કરે છે, તે ગતિનો આયુષ્યનો બંધ કરે છે, ત્યારે તેની કષાયની સ્થિતિ પણ વધતી જાય છે. અને નાની મોટી દુર્ગતિમાં જઈ શકે તેવા બંધ પણ પાડી શકે છે. અહિં પણ તેને મોહનીયકર્મના ઉદયભાવ ઓછા હોવાથી, છતાં હજુ ઉપશમભાવનો, ક્ષયોપશમ ભાવનો સ્પર્શ થયો નથી, તેમજ ઉપશમભાવનું સાહચર્ય પણ નથી. વિકસેન્દ્રિય આદિ ભવોથી આગળ વધીને જયારે અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં આવે છે અને મનુષ્ય ગતિ સુધી જાય છે ત્યારે તેની વાસના અને શકિતમાં ઘણો વધારો થયો હોય છે અને પાંચે ઈન્દ્રિયો ઊર્ધ્વગામી ન હોવાથી પોતપોતાના વિષયનું ભાન કરાવે છે, વિષયનો અનુરાગ પેદા થાય છે. આવા સમયે મોહનીય કર્મના બીજો ફલીફુલીને વિરાટરૂપ ધારણ કરે છે. આટલા વિવરણથી આપણા બન્ને પ્રશ્નોનો જવાબ મળી રહે છે કે શકિતશાળી દેહ મળ્યા પછી કષાયમાં વૃદ્ધિ થાય છે. સુષુપ્ત કષાયો અંકુરિત થઈને દીર્ધ સ્થિતિ ધારણ કરે છે, તેના મૂળ દ્રઢીભૂત થાય છે. જેમ આ કષાયોથી ભૌતિક સુખ મળે છે તેમ તેના ઘણા કડવા ફળો પણ જીવને ભોગવવા પડે છે. એક પ્રકારે જીવને સુખ દુઃખની ચકકીમાં પીસાવાનો વારો આવે છે. આ છે મોહનીયકર્મની લીલા ! અને કષાયના મૂળ કારણોની અંતકથા ! આવી અવસ્થામાં જયારે જ્ઞાન થાય અથવા જ્ઞાનનું શ્રવણ થાય, અથવા જ્ઞાનીનો સહયોગ થાય અથવા પોતાની સ્વબુધ્ધિથી જાગૃત થઈ વિભાવોનું નિરીક્ષણ કરી કષાયના દુધ્ધભાવથી જો મુકત થાય, તો કષાયની ઉપશાંતતા પ્રવર્તમાન થાય છે. આ બિંદુ જીવ માટે વિલક્ષણ બિંદુ છે. નીચેની ગતિથી આવેલો જીવ એવા કેન્દ્ર પર પહોંચ્યો છે કે ત્યાં સ્પષ્ટ બે માર્ગ નિર્ધારિત થાય છે. એક કાંટા ભરેલો રાગદ્વેષનો ભયજનક માર્ગ, બીજો આત્મોન્નતિ ભરેલો, શાંતિને વરેલો, ઉપશમભાવનો સંદેશ આપતો નિર્ભય માર્ગ છે. આ બિંદુ પર જો જીવ અટકી જાય, કષાયની ઉપશાંતતા થાય નહીં, વૈરાગ્યની મજાક ઉડાવે તો તેવો જીવ આટલો વિકસિત થયા પછી પુનઃ અધોગતિના ચક્રમાં, પંચેન્દ્રિયથી પુનઃ એકેન્દ્રિય સુધી ચાલ્યો જાય છે, પરંતુ આ મતાગ્રહી જીવ સત્યનો સ્વીકાર કરતો નથી, કષાયના આવેગને શાંત કરતો નથી. વિરકિતભાવથી દૂર રહે છે ત્યારે તે મતાગ્રહી છે એટલું જ નહીં, પતનને માર્ગે છે. અસ્તુ અહીં ઉપશમભાવ વિશે બે શબ્દો કહયા પછી શાસ્ત્રકારે કહ્યું છે કે “નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય”. Page #334 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યભાવ, ત્યાગની જીવાદોરી : વૈરાગ્ય એ ભારતીય સંસ્કૃતિનો બહુ જૂનો જાણીતો શબ્દ છે. બધા જ ધર્મો અને સંપ્રદાયમાં વૈરાગ્ય અને વૈરાગ્ય ભરેલી કથાઓનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વૈરાગ્ય એ જીવનનું ઉચ્ચ કોટિનું પાસુ છે. કદાગ્રહવાળી કોઈ ચીજથી હટી જવું, તે ઊંચી બુધ્ધિમત્તા છે. કાદવ ભરેલા તળાવમાં કાદવ કેટલો ઊંડો છે, એમ જાણવા માટે કોઈ અંદર જાય તો કાદવમાં જ ખેંચી જાય છે. પરંતુ કાદવને દૂરથી સલામ કરી, તરીને ચાલે તો બધ્ધિમત્તા છે. રાગ દ્વેષરૂપી કાદવના ભરેલા તળાવો સંસારમાં ડગલે ને પગલે જોવા મળે છે. તેમના બને છેડા ગુપ્ત છે. તેને પાર પામવા માટે મથામણ કરવી, તે ઘોર અજ્ઞાન છે. તેનાથી હટી જવું એ વિરકિત છે. વિરકિત એક પ્રકારની પીઠેહઠ છે અને બીજા પ્રકારે મોટો પુરુષાર્થ પણ છે. જ્ઞાનબળ અને સંકલ્પબળથી જ વિરકિતનું આચરણ થઈ શકે છે. સંસારમાં બે પાસા જેના સુખ અને દુઃખ એવા નામ છે, તેવા ઘણી જાતના કંદો છે, તેમાંથી વિમુકત થયેલા આત્માઓ જ વૈરાગ્યનું અવલંબન કરી અવ્યય એવા અખંડ આત્મા કે બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. વૈરાગ્ય તે એક ઉચ્ચકોટિનું સંસારના કલેશથી બચવા માટેનું સાચુ હથિયાર છે. દૂર રહેવું, છુટું પડી જવું અથવા સંગમાં રહીને પણ મનને છૂટું પાડવું, મનને બાહ્ય દુનિયામાં પદાર્થોથી પ્રભાવિત ન થવા દેવું, તે વૈરાગ્યનું લક્ષણ છે. દર્પણ ઉપર પડતી ધૂળથી દર્પણ મેલુ થાય પરંતુ જો દર્પણને સાફ કરવામાં આવે તો શુધ્ધ પ્રતિબિંબ પણ મળે, તેમ મનોભૂમિ રૂપી દર્પણ ઉપર રાગ-દ્વેષની જે ધૂળ પડે છે તેનાથી દર્પણને મેલ થવા ન દે અને વૈરાગ્યથી દર્પણને સ્વચ્છ રાખે તો તેમાં ઉચ્ચકોટિના તત્ત્વજ્ઞાનનું પ્રતિબિંબ પડે છે. પણ હઠાગ્રહી જીવ જેને શાસ્ત્રકાર મતાર્થી કહે છે, તે એક પ્રકારે મદારી છે, અહંકાર રૂપી મદથી ભરેલો છે. તે સત્યનો સ્વીકાર કર્યા વિના અને રાગ-દ્વેષના પરિણામને તપાસ્યા વિના વૈરાગ્યહીન બનીને પોતાનું કાળુ ચિત્ર ઊભુ કરે છે. આ છે મતાર્થીની અધમદશા ! અહિં વૈરાગ્યની સાથે અંતર શબ્દ જોડયો છે. “નહિ અંતર વૈરાગ્ય” આ અંતર શબ્દ વૈરાગ્યની સાથે પણ જોડાયેલો છે, તે વૈરાગ્યનું વિશેષણ પણ બને છે અને અંતર શબ્દને સ્વતંત્ર માનીએ તો તે વૈરાગ્યનું અધિકરણ પણ બને છે. અર્થાત્ સ્થાનસૂચક પણ છે. વૈરાગ્યભાવ : (૧) અંતરનો વૈરાગ્ય (આત્માથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય) (૨) અંતરમાં વૈરાગ્ય (અંતર) આ બન્ને લગભગ નજીકના હોવા છતાં, સમાન બોધક હોવા છતાં બંને પાસા તપાસવાથી તેના વિશેષ ભાવો પણ દૃષ્ટિગત થાય છે. પ્રથમ આપણે અંતરનો વૈરાગ્ય એ સીધો અર્થ ગ્રહણ કરીએ. અંતરને વૈરાગ્ય એટલે શું? લૌકિક પધ્ધતિમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય પ્રસિધ્ધ છે. (૧) સુખગર્ભિત વૈરાગ્ય (૨) દુ:ખગર્ભિત વૈરાગ્ય (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. આ ત્રણેય વૈરાગ્યના વિભાજનથી સ્પષ્ટ થાય છે કે પ્રથમના બે પ્રકાર તે બાહ્ય વૈરાગ્ય છે. બાહ્ય નિમિત્તથી ઉપજેલો વૈરાગ્ય છે, પ્રતિકૂળતા કે અનુકૂળતાના આધારે ઉદ્ભવેલો વૈરાગ્ય છે. જયારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ અંતરનો વૈરાગ્ય છે. અર્થાત્ આંતરિક વૈરાગ્ય છે. આ વૈરાગ્યમાં કોઈ પદાર્થના સુખ દુઃખનું નિમિત્ત નથી પરંતુ જડ દ્રવ્યોનો સ્વભાવ ઓળખી જ્ઞાનપૂર્વક તેના વૈશેષિક ગુણોનો પરિત્યાગ કરવો અથવા તે વિષય સ્વીકારવા યોગ્ય નથી તેમ જ્ઞાનમય સંકલ્પ Page #335 -------------------------------------------------------------------------- ________________ કરવો, તે અંદરનો વૈરાગ્ય છે. તેમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાનો પ્રભાવ નથી. સ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, બન્ને સ્થિતિમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સમતુલા જાળવે છે અને જીવ તથા મન–પ્રાણ ઈન્દ્રિયોને તટસ્થ રાખી નિર્લિપ્ત રાખે છે તે છે અંતરનો વૈરાગ્ય. અંતરના વૈરાગ્યમાં શુધ્ધ જ્ઞાનની પરિણતિ આધારભૂત છે અને ઈન્દ્રિયાદિ જે ઉપકરણો છે તે સૂક્ષ્મ થવાથી વિષયોથી પરાર્મુખ થઈ આત્માની સન્મુખ થઈ પાંચે ઈન્દ્રિયો સાચા અર્થમાં ભોગેન્દ્રિય મટી જ્ઞાનેન્દ્રિય બને છે, તેથી ઈન્દ્રિયોનું આકર્ષણ વિષયો તરફથી હટી જતાં વૈરાગ્યને પ્રબળ વેગ મળે છે. પ્રાણ પણ શુધ્ધ થઈ જાય છે. યોગનિષ્ઠ બને છે અને એ જ રીતે મનોમયકોષ જ્ઞાનમયકોષ તરફ વળી જતાં અથવા ઊર્ધ્વગામી બનતા તે આત્માનું આલોકન કરે છે. આ રીતે મન પણ જ્ઞાનનું ઉપકરણ બની મુકિતનું એક તાળુ ખોલે છે. “મનઃ વસ્ મનુષ્યાળાં કારળમ્ બંધ મોક્ષવો” જે લખ્યું છે તે સાર્થક થાય છે, અને હવે મન પણ વૈરાગ્યને સાથ આપી વિષયોથી વિમુકત થવા માંગે છે. અંતરનો વૈરાગ્ય એક મહાપ્રકાશ છે. શાસ્ત્રકાર કહે છે કે આવા દુર્ભાગી, મતાર્થી, જીવ વૈરાગ્યના પ્રકાશમય ક્ષેત્રમાં પ્રવેશ ન કરતાં વૈરાગ્યહીન બની રાગ–દ્વેષના અંધકારમાં અને વિષયોના કણકણમાં ફસાવા માટે તત્પર થાય છે. આ તેની ગુણહીનતા તે મોટો મતાર્થનો એક પ્રકાર છે. ઘણા ઘણા મતાર્થના લક્ષણોમાં વૈરાગ્યનો અભાવ એ સૌથી મોટો મતાર્થ છે અને તેના કારણે જીવાત્માના જે બે સારા સદ્ગુણો સરળતા અને માધ્યસ્થભાવ, એ બંને હણાય છે. શાસ્ત્રકાર સ્વયં સરળતા અને માધ્યસ્થભાવના સચોટ ઉપાસક તથા જીવંત મૂર્તિ હોવાથી તેઓએ આ બન્ને ગુણોને પરમ આવશ્યક હોય તેમ ઈશારો કર્યા છે. સરળતા અને માધ્યસ્થતા ઃ જેમ શાસ્ત્રમાં ચાર કષાય બતાવ્યા છે. તેમ તેનાથી વિરૂધ્ધ સ્વભાવજન્ય ચાર સદ્ગુણ પણ બતાવ્યા છે. ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર કષાયના સ્તંભ છે. જયારે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, એ ચારે સ્વભાવમાં પ્રવેશ થયા પછી જે ખીલી ઊઠતા ગુણો છે. ક્ષમા એ ક્રોધની દવા છે, જયારે નમ્રતાથી માનનો અંત થાય છે. સરળતા એ માયા–કપટને પરિહરી જીવને ઉચિત રસ્તા ઉપર મૂકે છે અને સંતોષ લોભથી વિમુકત કરી જીવને પરમ શાંતિ આપે છે. આ ચારે સદ્ગુણોમાં સરળતા એ નિરાળું સ્થાન ધરાવે છે. જેથી અહીં કવિરાજે સરળતાનો ઉલ્લેખ કર્યા છે અને સરળતા ન હોવી તે મહાદુર્ગુણ છે અને સરળતાના અભાવમાં ન્યાયબુધ્ધિનો લય થઈ જાય છે. માધ્યસ્થભાવનો અર્થ છે, ન્યાયબુધ્ધિ, સમતુલા, સમભાવ, સમતા, સમાનતા, ઉચિત વિભાજન, આ બધા માધ્યાસ્થ ભાવના પાસા છે. જેમ ત્રાજવાનો કાંટો બન્ને પલ્લાને સમતુલ રાખી યોગ્ય વજન કરે છે અને મધ્યમાં સ્થિર થાય છે, ત્યારે કશો અન્યાય થતો નથી, તે જ રીતે મનુષ્યના મનનો કાંટો સ્થિર થઈ, સારા નરસા, ઊંચા—નીચા બધા ભાવોને નિહાળી સ્થિર થાય, ત્યારે જીવમાં માધ્યસ્થ ભાવનો વિકાસ થાય છે. માધ્યસ્થ ભાવ તે આધ્યાત્મિક ગુણ તો છે જ, પરંતુ વ્યવહારિક જગતમાં કે બીજા કોઈપણ સાંસારિક જીવનમાં, કોર્ટ કચેરીમાં કે વ્યાપારી બુધ્ધિમાં માધ્યસ્થભાવ ઘણો જ જરૂરી છે. સંસારનું નીતિમય તંત્ર માધ્યસ્થ ભાવના આધારે છે. મધ્યસ્થતા ન જળવાય તો અનીતિનો ઉદય થાય છે, ૩૨૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ અન્યાય પ્રગટ થાય છે. આમ અન્યાય અને અનીતિનો જનક વિષમભાવ છે. વિષમભાવ આવે તો માધ્યસ્થભાવ જળવાતો નથી. વિષમભાવ બધા ઝઘડાનું મૂળ કારણ છે. સમગ્ર રાગ-દ્વેષ વિષમતાના કારણે જ જન્મે છે. ભગવાન મહાવીરસ્વામીએ “બેલેન્સ ઓફ માઈન્ડ' અર્થાત સમભાવ ઉપર ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રકાશ આપી તેને પરમ આવશ્યક ગણ્યો છે. સાંસારિક જીવનથી લઈ અને મોક્ષ સુધીની સાધનામાં સમભાવ, જે હકીકતમાં માધ્યસ્થભાવ છે, તે એક મોટી આધારશીલા છે, નિસરણી છે. જૈન ધર્મ માટે જો કોઈ બીજો શબ્દ મૂકવો હોય તો સમધર્મ, સમતાધર્મ મૂકી શકાય છે. મમતા ઓછી થવાથી સમતાનો પાયો મજબુત થાય છે. ત્યારે જીવ મારું તારું મૂકીને માધ્યસ્થભાવને વરે છે. આ બધા સગુણથી વંચિત જીવને અહીં કૃપાળુ ગુરુદેવ મતાર્થી કહીને, આવા અભાગી જીવોને સુમાર્ગ પર લાવવા માટે ઉત્તમ પ્રકારનો ઉપદેશ આપી ગયા છે. જે સ્વયં ૩૩મી ગાથામાં કહેશે. અહિંયા આપણે આ ૩રમી ગાથા ઉપર સરળ દષ્ટિપાત કર્યા પછી કેટલાંક ઊંડાઈના પ્રશ્નોનું નિરાકરણ કરીએ અને વ્યવહારિક જગતમાં કષાયની શાંતિ કે વૈરાગ્ય કેટલા ઉપકારી છે એ જાણવા કોશિષ કરીએ. ખરેખર તો આ બધા સદ્દગુણો મોક્ષમાર્ગની સેના છે. વ્યવહારિક જગતમાં કદાચ મનુષ્યને આ બધા સણોમાં પોતાની નબળાઈ પણ દેખાતી હોય છે અને તેથી તે કષાયનું કે રાગભાવનું સેવન કરે છે. હકીકતમાં સાંસારિક ક્ષેત્ર અલગ છે. સાંસારિક જીવોનું લક્ષ મુકિત નથી પરંતુ ભૌતિક સુખ છે અને તેના માટે તે પરિગ્રહ ભેગો કરે છે, સંયોગથી સુખી થવા માટે તે રાત-દિવસ પ્રયાસરત રહે છે. આવા જીવો વૈરાગ્ય કે શાંતિને જાળવી શકે નહીં. મોક્ષમાર્ગમાં તો તેઓ બાધક છે જ, પરંતુ અંતે સંસારી જીવનમાં પણ તેઓ બહુધા નિષ્ફળ થતાં હોય છે. વૈરાગ્ય ધારણ કરવાથી જીવનું કઈ રીતે કલ્યાણ થાય છે? સર્વ પ્રથમ ભૌતિક સુખને જે છોડે તેને માટે જ વૈરાગ્ય સુખદાયક છે અને આવશ્યક છે. લક્ષ ખોટું હોય તો વૈરાગ્ય જેવું ઊંચું સાધન આ નિર્ગુણ વ્યકિતને ઉપયોગી લાગતું નથી. ભોગનું લક્ષ બદલે તો જ વૈરાગ્યના અંકુર ફૂટે. અહિં કહેવાનું તાત્પર્ય છે વૈરાગ્ય એ મુકિત માર્ગનું સાધન છે. વ્યવહારિક દ્રષ્ટિએ વૈરાગ્યનું મૂલ્યાંકન ઓછું થઈ જાય છે. કારણ કે જીવો સ્વયં રાગ અને દ્વેષથી સંસાર ચલાવે છે. આ મારું અને આ મારું નહિ, એ પાયા ઉપર જ સંસારની દિવાલ ચણાય છે. આખું ગૃહસ્થ જીવન નાના મોટા એક રાગના વર્તુળમાં બંધાયેલું છે અને તેમાં જો કોઈ તત્ત્વ આડું આવે, અણગમતું થાય તો પ્રતિપક્ષમાં એક દ્વેષનું વર્તુળ પણ વિકાસ પામે છે. આમ સંસારમાં ડૂબતો જીવ વૈરાગ્યને સ્પર્શ કરી શકતો નથી. વૈરાગ્યની પ્રથમ ભૂમિકા : આ સંસારી સંસ્કારો સાધના ક્ષેત્રમાં સાથે આવે અને તે જીવને વૈરાગ્ય પ્રગટ ન થાય તો પુનઃ ધર્મના ક્ષેત્રમાં પણ તે વૈરાગ્યહીન બનીને, જેમ અહીં શાસ્ત્રકાર કહે છે તેમ, તે મતાર્થી બની રહે છે. સત્ય સમજવા માટે પ્રથમ વૈરાગ્યની ભૂમિકા આવશ્યક છે. કાગળ કોરો હોય તો જ તેના ઉપર ચિત્ર સારું કરી શકાય. રાગ-દ્વેષના નાના મોટા ડાઘાઓ જો કાગળ ઉપર પડેલા હોય તો તેમાં પ્રભુનું ચિત્ર કેવી રીતે અંકિત થઈ શકે ? વૈરાગ્ય તે સત્યગ્રહણની પ્રથમ ભૂમિકા છે. વૈરાગ્ય રહિત જીવ આત્માર્થી ન બનતા કદાગ્રહી બની જાય, લાયકાતર ૩૨૩ રાહત કાકા: :::::::: ::::::::::::::::::::: ::::: Page #337 -------------------------------------------------------------------------- ________________ મતાગ્રહી બની જાય અને રાગ દ્વેષના સંસ્કારોને પકડી રાખે. વૈરાગ્ય સાથે જે સરળતા હોવી જોઈએ તેનો અભાવ પણ જીવને મતાર્થી બનાવે છે. ટૂંકમાં કહેવાનો એ ભાવ છે કે આ અંતિમ બે ગુણોનો અભાવ તે મતાર્થીના અધમ ગતિના બે મુખ્ય સ્તંભ છે. વક્રતા સરળતાને અને વિષમતા માધ્યસ્થભાવને ગળી જાય છે અને વક્રતા અને વિષમતા મતાર્થના લક્ષણોમાં પ્રધાન છે. ૩રમી ગાથામાં સાધનાના મુખ્ય જે ચાર પાયા – (૧) કષાયની ઉપશાંતિ (૨) અંતરની વિરકિત (૩) સરળતા (૪) માધ્યસ્થભાવ, આ ચારે સદ્ગણોનો અભાવ અને તેની જગ્યાએ (૧) કષાયનો ઉદય (ર) રાગદ્વેષની પ્રવૃત્તિ (૩) વક્રતા (૪) વિષમતા, આ ચારે દુર્ગુણો ઉપરના મંગળમય ચારે સ્તંભોને હાનિકર બની જીવનમાં પ્રવર્તમાન થાય છે, તે જીવ ધર્મને યોગ્ય નથી. આ એક પ્રકારનો મતાર્થ છે, જે આત્મજ્ઞાન પ્રાપ્તિમાં સૌથી વધારે અડચણ છે. આ ચારે દુર્ગુણો ઉપર પ્રકાશ નાંખીએ. ૩રમી ગાથામાં ખરું પૂછો તો બત્રીસ આના વાત કરી છે. સોળ આના વાત કરવાથી પણ વિષયની શ્રેષ્ઠતા થાય છે. જયારે બત્રીસ આના વાત થાય ત્યારે જ તેનું સચોટપણું જણાય છે. ગુરુદેવે આ બત્રીસમી ગાથામાં સચોટ રીતે બત્રીસ આના દર્શન કરાવ્યું છે, અને તેની વિપરીત દશાનું પણ ભાન કરાવ્યું છે. આ બધા સણો વ્યવહારિક દ્રષ્ટિએ પણ ઘણા મહત્ત્વપૂર્ણ છે અને તાત્ત્વિક દ્રષ્ટિએ પણ ખૂબ જ જાણવા યોગ્ય છે. અનાદિકાળથી જીવ સાથે જડાયેલા આ ઉદયભાવો જીવને પોતાના સ્વરૂપથી દૂર રાખે છે. એટલું જ નહિ પરંતુ બીજા અન્ય અશુભકર્મોના રણપ્રદેશમાં રખડાવીને પાપકર્મની પૂંજી પેદા કરી દુર્ગતિમાં ભ્રમણ કરાવે છે. જો આ સણોને જીવ વરે તો જેમ કોઈ બિમારને રોગ મટી જતાં શાંતિનો અનુભવ થાય અથવા દરિદ્રનારાયણને ખજાનો મળી જતાં જે પ્રસન્નતા થાય તેવી અનંતગુણી પ્રસન્નતા જીવાત્માને થઈ શકે છે. મતાર્થ એક પ્રકારનું ઢાંકણું છે. વેદાંતમાં પણ કહ્યું છે કે “હિત્મય પળ વિદિતમ્ સત્યેષુ મુલ” અર્થાત ચાંદીના ઢાંકણાથી સત્યનું મુખ ઢાંકીને રાખવામાં આવ્યું છે. ચાંદીમાં અંજાયેલો જીવ સત્ય સુધી જવા કોશિષ કરતો નથી, ઢાંકણું ઉઘાડતો નથી. તેથી જ અહીં આ મતાર્થ એક પ્રકારનું એવું ઢાંકણું છે જે આત્મ તત્ત્વને ઢાંકી રાખે છે. અજ્ઞાનમય યોનિમાં હતો ત્યારે તો જીવે કશો નિર્ણય ન કર્યો. પરંતુ આજે ઉચ્ચકોટિની બુધ્ધિશાળી મનુષ્યયોનિમાં આવ્યા પછી પણ જીવ અભાગી રહે છે અને સત્યને સમજવા પ્રયાસ કરતો નથી. ૩રમી ગાથામાં કવિરાજે પૂર્ણ રીતે મતાર્થી ઉપર પ્રકાશ નાંખ્યા પછી હવે ૩૩ મી ગાથામાં તેનો ઉપસંહાર કરે છે. આપણે ૩૩ મી ગાથાનો સ્પર્શ કરીએ. ઉપોદ્દાત : મતાર્થીના જે લક્ષણો બતાવ્યા છે તે કોઈ વ્યકિતની કે કોઈ સંપ્રદાયની નિંદાત્મક ભાવે વ્યાખ્યા કરી નથી પરંતુ સ્વયં શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે આ મતાર્થીના લક્ષણો જીવ પડતા મૂકે અને એ દુર્ગુણોથી બચી જાય એ માટે જ અમે આ લક્ષણો પ્રદર્શિત કર્યા છે. મતાર્થ કહેવાનો આશય સ્પષ્ટ શબ્દમાં કહીને હકીકતમાં તેઓશ્રીએ એક પ્રકારે નિષેધાત્મક પધ્ધતિથી જ્ઞાનનો જ ઉપદેશ આપ્યો છે. કોઈ વ્યકિત રોગનું વર્ણન કરે છે, કે રોગના કારણોનું વર્ણન કરે છે, તો ત્યાં સ્પષ્ટ છે કે રોગનું કે રોગના કારણનું વર્ણન રોગથી બચવા માટે છે, રોગનો પરિહાર કરવા માટે છે. તેમ અહીં મતાર્થના જે કાંઈ લક્ષણો કહ્યા છે, તે દુર્ગુણોથી બચવા માટે છે અને તેમાં જે સગુણોમય શબ્દો છે તે ગ્રહણ કરવા માટે છે. શાસ્ત્રાકારનો આશય અન્યથા સમજવો, તે દીવો લઈને કૂવે પડવા જેવું છે. છતાં પણ શાસ્ત્રકારે અહીં ચેતવણી આપી છે કે આ ૩૨૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ લક્ષણોનું વર્ણન કરવા પાછળ તાત્પર્ય શું હતું. ૩૩મી ગાથામાં સમગ્ર ઉદ્દેશ બતાવીને મતાર્થ ગાથાઓનો ઉપસંહાર કર્યા છે. આમ ૩૩ મી ગાથાનો પૂર્વાર્ધ તે મતાર્થનો ઉપસંહાર છે અને ૩૩ મી ગાથાનો ઉત્તરાર્ધ તે આગળની જ્ઞાનકથાનો આરંભ છે. આમ આ ૩૩ મી ગાથા ઉપસંહાર કરીને કયા વિષયમાં પ્રવેશ કરશે અને ૩૪ મી ગાથા પછી કયો વિષય પ્રકાશિત થશે તેની સૂચના આપે છે. હવે આપણે ૩૩ મી ગાથાના પદોના ભાવ સમજીએ. ૩૨૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ ******** **;;;; : જી ગાથા-૩૩ 'લક્ષણ કહ્યાં મતાર્થીના, મતાથ જાવા કાજ; 'હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખ સાજ II લક્ષણ–લક્ષ આદિ શબ્દોની વિસ્તૃત વ્યાખ્યા પૂર્વની ગાથાઓમાં થઈ ગઈ છે. પરંતુ અહીં જે અર્થમાં લક્ષણનો ઉપયોગ કર્યો છે તે જાણી લઈએ. વસ્તુતઃ દુર્ગુણી જીવના જે લક્ષણ છે તે હકીકતમાં અપલક્ષણ છે. જેમ ગટરનું પાણી શુધ્ધ ન હોઈ શકે, તેમ દુર્ગણીમાં સ્વચ્છ ભાવો ન હોઈ શકે. સામાન્ય રીતે લક્ષણ શબ્દ સારા અર્થમાં વપરાય છે. તેથી અહીં મતાર્થીના જે લક્ષણ કહ્યા છે તે હકીકતમાં અપલક્ષણ છે પરંતુ બધા દુર્ગુણોનું કથન કવિરાજે સદ્ શબ્દનો ઉપયોગ કરી તેના નિષેધ રૂપે કર્યું છે. આ મતાર્થીમાં કેટલી સારી વસ્તુનો અભાવ છે તે પ્રમાણે ગણતરી કરી છે. તેથી સદ્ભાવના અભાવરૂપ અપલક્ષણો પ્રદર્શિત થયા છે. તેને લક્ષણ એટલા માટે કહ્યા છે કે આ મતાર્થની પાછળ પણ તેના અંતરાભાસ સારા લક્ષણો અંતરનિહિત છે અને જો આ અપલક્ષણનો ત્યાગ કરે તો તેના શુધ્ધ લક્ષણ પ્રગટ થઈ શકે છે. એટલે જ બીજા પદમાં કહ્યું છે કે “તાર્થ જાવા કાજ” અર્થાત્ જો મતાર્થ જાય તો આ સુલક્ષણો પ્રગટ થાય છે, કહેવાનું તાત્પર્ય છે કે લક્ષણ શબ્દ સામાન્ય રીતે સારા અર્થમાં વપરાય છે. પરંતુ જયારે તેને કોઈ દુષ્ટભાવ સાથે જોડવામાં આવે, ત્યારે હકીકતમાં તે અપલક્ષણ હોય છે. જેમ કોઈ કહે કે ચોરના લક્ષણો શું છે? ચોરીના ભાવ', હકીકતમાં તે લક્ષણ નથી અપલક્ષણ છે. પરંતુ તે અધ્યાહાર રહે છે. તેમ અહિં પણ મતાર્થના લક્ષણ કુલક્ષણ છે તેમ સમજવું જોઈએ. અને આખું આ આખ્યાન કુલક્ષણના પરિત્યાગ માટે દયાભાવથી કરેલું છે. તેની પાછળ કોઈ નિંદાનું કે બીજા કોઈ અન્યભાવે આ ઉચ્ચારણ થયું નથી તે સ્વયં શાસ્ત્રકાર પણ પ્રગટ કરી રહ્યા છે. “મતાર્થ જાવા કાજ” હકીકતમાં તો લક્ષણના પ્રદર્શનથી આ કુલક્ષણો ચાલ્યા જાય તેવી સંભાવના ઓછી છે. આ ઉપદેશ તો નિમિત્તકારણ છે. ઉપાદાનમાં મતાથના આત્મામાં શુધ્ધ પર્યાયનું જાગરણ થવું જોઈએ. અન્યથા આ સંસારના લાખો ગુરુઓ, હજારો શાસ્ત્રો, તીર્થકરો અને પયંગબરો પ્રગટ થઈ ઉચ્ચ કોટિનો ઉપદેશ આપી ગયા, પોતાના જીવનથી દાખલો બેસાડી ગયા, પરંતુ આ સંસારમાં કાદવ કયારેય પણ સાફ ન થયો. આ નિરાશાનો સ્વર નથી કારણ કે ભાગ્યશાળી જીવો આ શુભ નિમિત્તને પ્રાપ્ત કરી કરોડો કરોડો જીવ તરી પણ ગયા છે. તે એક ઐતિહાસિક હકીકત છે. . અહીં તો કહેવાનું તાત્પર્ય છે કે ઉપાદાનની શુધ્ધિ થાય તો નિમિત્ત કારણ સુફળ આપી શકે. . એવું પણ બને કે નિમિત્તની પ્રબળતાથી ઉપાદાન પણ શુધ્ધ થયા પછી સ્વયં તે સુફળને પ્રાપ્ત કરે છે. જેથી આવા સુનિમિત્ત પૂરા પાડવા તે સરુઓની અસીમ કૃપા છે અને એવી જ કૃપાથી કૃપાળુ ગુરુદેવ કહે છે કે મતાર્થ જાવા માટે જ આ બધા લક્ષણોનું આખ્યાન કર્યું છે. કારણ કે અરીસો ન હોય તો મુખપર પડેલા ડાઘ જોઈ શકાતા નથી, તેમ જ્યાં સુધી સર્વાકય, સત્ શ્રવણ કે સદર્શન ન મળે તો વ્યકિત પોતાના દોષનું દર્શન કરી શકતો નથી. આ દશ ગાથાઓનું મતાર્થ આખ્યાન પણ એક પ્રકારનું ઉચ્ચ દર્પણ છે, સ્વચ્છ દર્પણ છે, જેમાં વ્યકિત પોતાનું સાફ ચિત્ર 08: ૩૨૬ oil Page #340 -------------------------------------------------------------------------- ________________ જોઈ શકે છે. વ્યકિત કયાં ઉભો છે તેનું તેને ભાન થાય છે. સામાન્ય રૂપે મનુષ્ય અન્ય વ્યકિતનું જ મૂલ્યાંકન કરતો હોય છે. તેના જ ગુણ અવગુણ જોતો હોય છે. પરંતુ પોતા વિષે સર્વથા અજાણ હોય છે. કદાચ પોતાના વૈભવનું જ્ઞાન હોય પરંતુ પોતાની આંતરિક અને માનસિક સ્થિતિ શું છે તે સમજતો ન હોય, અથવા સમજવા માટે નિમિત્ત ન હોય તેને માટે આત્મસિધ્ધિનું આ પ્રકરણ અરિસો છે. જેમાં વ્યકિતનું પ્રતિબિંબ જોઈ શકાય છે. અહીં મતાર્થના લક્ષણ પૂર્ણ થાય છે અને પાછલી ગાથાઓનું પ્રયોજન શું હતું, શાસ્ત્રકારે તેનો હેતુ બતાવીને તેનો સદ્ઉપયોગ કરવાની સૂચના પણ આપી છે. કોઈપણ કાવ્યના પ્રયોજન, ઉત્પત્તિ, વિસ્તાર અને પરિણામ એ ચાર અંશ મુખ્ય હોય છે. સાહિત્યના પણ આ ચાર અંશ પ્રધાન છે. (૧) પ્રયોજન : આ સાહિત્યખંડનું પ્રયોજન કોઈ વ્યકિત પૂરતુ સીમિત નથી. પરંતુ સાર્વભૌમ પ્રયોજન છે. બધા લક્ષણો પરિપૂર્ણ એક જ વ્યકિતમાં હોય તેમ પણ સમજવાનું નથી. તેમજ લક્ષણની માત્રા પણ અલ્પ અધિક હોઈ શકે છે તે ખાસ લક્ષમાં લેવાનું છે. અલ્પ રસવાળા મતાર્થભાવો શીઘ્ર નષ્ટ થઈ શકે છે. અહીં આ સાહિત્ય ખંડનું પ્રયોજન સમગ્ર સમાજને દ્દષ્ટિગત રાખી તેના હીન અને ગાઢ પરિણામોને સમજીને કરવામાં આવ્યું છે, રાખવામાં આવ્યું છે. કદાચ સર્વથા મતાર્થ દૂર ન થઈ શકે તો પણ આંશિક રૂપે મતાર્થ પીગળી જાય, ઓછો થાય, કેટલાક કુલક્ષણ સર્વથા નાબુદ થાય તેનું પ્રયોજન રાખીને આખ્યાન કરવામાં આવ્યું છે. ૩૩મી ગાથામાં પ્રયોજનની સ્પષ્ટતા પણ કરી છે. “મતાર્થ જાવા, કાજ”, અર્થાત્ મતાર્થ જાય તેવું ઈચ્છીએ છીએ. જાય તો સારું, કદાચ સર્વથા ન જાય તો આગળ ઉપર જાય. ભવિષ્યમાં પણ તેનું કલ્યાણ થાય, તેવો આ ગૂઢ શબ્દ મૂકવામાં આવ્યો છે. ‘જાવા કાજ' અર્થાત્ જાવા માટે સૂચના આપી છે. આજ કે કાલ કે કાલાન્તરે આ બધા દુર્લક્ષણો છોડવા માટે આ આખ્યાન કર્યું છે. દસ ગાથાના સાહિત્યખંડનું પ્રયોજન સ્પષ્ટ છે. (૨) ઉત્પત્તિ : આવા ઉચ્ચકોટિના ભાવનો ઉદ્ભવ કૃપાળુ દેવના અંતઃકરણથી થયેલો છે તે સ્પષ્ટ હકીકત છે. આવા ભાવોનો ઉદ્ભવ કયારે થયો ? જયારે તેઓ ઉચ્ચ કોટિના આધ્યાત્મિક કેન્દ્રમાં બિરાજીત થયા અને આત્મસિધ્ધિના પ્રાથમિક દોહામાં "કરૂણા ઉપજે જોઈ" એટલે તેમનું અંતર અજ્ઞાની જીવો માટે કરૂણાથી ભરાઈ ગયું, ત્યારે તેઓએ આ કરૂણાના પ્રવાહને આધીન થઈને આ ગાથાઓનું ઉચ્ચારણ કર્યું છે. સામાન્ય રીતે લૂલા-લંગડા કે ભૂખ્યા માણસોને જોઈને કરૂણા ઉપજે છે. તેને ખાવાનું, વસ્ત્ર કે થોડા ઘણા પૈસા પણ આપી દે છે. પરંતુ તે કરૂણાથી જીવની કાયમી બિમારી જતી નથી પરંતુ આવા સદ્ગુરુ જેવા મહાન ઉપકારી આત્માઓને જીવોમાં અજ્ઞાન, કષાયભાવ, વિપરીતભાવ અને સુષુપ્તભાવોને જોઈને અસલી કરૂણા પ્રગટ થાય છે, તેમનું હૃદય દ્રવી ઉઠે છે અને ત્યારપછી જે કાંઈ વાણી અને વર્તન પ્રગટ થાય તે સમાજનો અમૂલ્ય ખજાનો બને છે, લાખો જીવોના કલ્યાણનું નિમિત્ત થાય છે, લાખો જીવોનું કલ્યાણ થાય છે. આ છે ઉત્પત્તિનું નિમિત્ત, ઉદ્ભવના સચોટ કારણ. વિસ્તાર : જયારે ગ્રંથ ઉદ્ભવ પામે, અંકુરિત થાય અને સર્વથા યોગ્ય હોય તો સ્વતઃ તેનો વિસ્તાર થાય છે. જેમ યોગ્ય વૃક્ષ અંકુરિત થયા પછી વિરાટરૂપ ધારણ કરે છે, લાખો પાંદડા તેમાં ૩૨૭ Page #341 -------------------------------------------------------------------------- ________________ ફૂટે છે અને વિસ્તાર પામી પોતાના ગુણધર્મથી સૌને પ્રભાવિત કરે છે. એ જ રીતે સાહિત્યખંડ હજારો અર્થથી ભરપૂર હોવાથી તેનો વિસ્તાર થાય છે. હજારો માણસો તેનો પાઠ કરે છે અને ઘટ ઘટમાં તે અંકિત થાય છે. આ છે વિસ્તાર. પરિણામ : સારી વસ્તુનું પરિણામ સારું જ હોય. ઘણી વખત એવું બને કે સારી વસ્તુ કુપાત્રના હાથમાં આવે તો માઠું પરિણામ પણ આવે, પરંતુ તેમાં સારી વસ્તુનો દોષ નથી. પરંતુ કુપાત્રતાનો દોષ છે. જેમ ગંદા વાસણમાં દૂધ ભરે, તો દૂધનો દોષ નથી, પણ વાસણની અસ્વચ્છતાનો દોષ છે. સામાન્ય સિધ્ધાંત એ છે કે સારી વસ્તુનું સારું પરિણામ આવે, સારી ભાવનાનું સુફળ આવે. એ રીતે અહીં આ સાહિત્યખંડ સારી ભાવનાથી ઉત્તમ રીતે કહેવાયેલો છે. મિથ્યાત્વનું વમન થાય તેવું તેનું સુપરિણામ આવે તે સમજી શકાય તેવી ગણના છે. આમ આ દશેય ગાથાનો સાહિત્યખંડ ચારેય અંશથી ભરપૂર હોવાના કારણે અતિ ઉત્તમ શબ્દોમાં પ્રગટ થયો છે. વકતા તો ધન્ય છે જ, પરંતુ શ્રોતાઓ પણ ધન્ય ધન્ય થઈ જાય તેવી વાત છે. નવો વિષય આરંભ થતાં જાણે અશુભમાંથી શુભમાં પ્રવેશ થતો હોય તેવા આનંદનો આભાસ થાય છે. આ છે આત્માર્થનો પ્રકાશ. હકીકતમાં તો બન્ને પક્ષમાં અર્થાતુ મતાર્થ અને આત્માર્થમાં જ્ઞાનનો જ ઉપદેશ છે. મતાર્થમાં હેય તત્ત્વોની વાત કરી છે, જયારે અહીં આત્માર્થમાં ોય અને આદેય બને અંશનો પ્રભાવ સ્પષ્ટ થશે. જો કે ૉય તો બધુ હોય છે પરંતુ હેય છે, તે જાણીને છોડવાનું છે. જયારે આદેય છે, તે જાણીને આદરવાનું છે. આદેયને ઉપાદેય પણ કહે છે. શાસ્ત્રકારે સ્વયં આ વાતનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે અને ૩૩મી ગાથાના ઉત્તરાર્ધમાં આત્માર્થના લક્ષણ કહેવાનું પ્રકરણ શરું થશે તેમ કહેવાયું છે. અસ્તુ આત્મા તે કોઈ એક વ્યકિત વિશેષ માટે નથી, કે કોઈ ખંડ કે અંશ માટે નથી. પરંતુ સમગ્ર જીવતત્ત્વને આવરી લેતો એવો પરમ અર્થ છે. જયાં સુધી પુણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી આવા ઉત્તમ લક્ષણ બધા જીવોમાં પ્રગટ થતાં નથી. પ્રધાનપણે મનુષ્ય જાતિને અને ખાસ કરીને જેઓ અહિંસક ક્ષેત્રમાં આવ્યા છે, જેણે કેટલીક ભૂમિકાઓ પાર કરી છે તેમાં આ આત્માર્થના લક્ષણો પ્રગટ થાય છે, અને પ્રગટ થયા ન હોય તો આવા લક્ષણોને પ્રગટ કરવાની આ કવિતામાં પ્રેરણા અપાયેલી છે. ૩૩મી ગાથા નવા પ્રકરણના આરંભનું એક પ્રકારે શીર્ષક છે. ઉપોદ્દાત : આ ગાથાના પ્રારંભમાં સાચા ગુરુને ઓળખવા માટે સ્પષ્ટ પ્રેરણા આપી છે. આત્મા શું છે તે શાસ્ત્રકાર સ્વયં કહેશે પરંતુ જયાંથી આત્માર્થનો લાભ થાય એમ છે તેવા આત્માર્થી ગુરુને પ્રથમ જાણી લેવા જોઈએ અને ગુરુની સત્યતા એ જ ગુરુપદની શોભા છે. જેમ કોઈ અલંકાર ખરીદનાર સારી ઈમાનદાર પેઢીમાં જાય અને વેપારી સાચો હોય તો સાચા અલંકાર મળે. અલંકાર લીધા પહેલા પેઢીની ઈમાનદારી એ ગ્રાહક માટે અત્યંત ઉપકારી છે. આ તો જિનેશ્વરની ધિકતી ઈમાનદારીની પેઢી છે અને તે પેઢી ઉપર બેઠેલા સત્યથી ભરપૂર એવા ગુરુ ઉત્તમ જ્ઞાનનો, આત્માર્થનો કે પરમાર્થનો વ્યાપાર કરે છે. આવી પેઢી ઉપર સાધકે પહોંચી જવાની જરૂર છે. કોઈ એવી પેઢી ન હોવી જોઈએ જયાં બાપદાદાની મિલકતનો જ વેપાર ચાલતો હોય અને જયાં બરાબર ઠગાઈ થતી હોય તે પેઢીને કુલ પરંપરાની દ્રષ્ટિએ સાચી માની લે તો હાલ : ૩૨૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ હકીકતમાં તે ભૂલ છે અને ત્યાં ઠગાવાનું છે. આ જ ભૂમિકા ઉપર આ ૩૪ મી ગાથા પ્રથમ ઘટસ્ફોટ કરે છે કે સાચા ગુરુ કોણ છે? સાચા મુનિ કોણ છે? અથવા મુનિ પણ શું છે ? ખરા અર્થમાં સાધુતા શું છે તે ઉપર પ્રકાશની રેખા પાથરી છે અને પરીક્ષા કરવા માટે અથવા જાણવા માટે પ્રથમ લક્ષણો મૂકયા છે કે આત્મજ્ઞાન ત્યાં જ મુનિપણું છે અને ત્યારબાદ ગાથાનો આગળ નો વિસ્તાર થાય છે. આખી ગાથા પરંપરાની ખોટી પધ્ધતિથી વિમુકત થઈ અથવા કુળ પરંપરાનો આગ્રહ ન રાખી સાચા ગુરુને ઓળખવાની પ્રેરણા આપે છે. અસ્તુઃ ૩૪મી ગાથાનો સ્પર્શ કરીએ. &&&&; ૩૨૯ ass Page #343 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ 'આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; 'બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોયા કહેવામાં આવ્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું આ બન્ને શબ્દ ખૂબ જ લઢાયા છે. પૂર્વના પદોમાં આત્મજ્ઞાન, આત્માર્થ, પરમાર્થ, આદિ ભાવોનો ઘણો નિર્દેશ થયો છે. જયારે આ ગાથામાં મુનિપણું એ શબ્દ પ્રથમવાર આવ્યો છે. આત્મજ્ઞાન ત્યાં નિપણું” : અહીં બંને ભાવોનું સાહચર્ય નિશ્ચિત કર્યું છે અને એક પ્રકારની નિશ્ચયાત્મક વ્યાપ્તિ પણ બતાવી છે. દર્શનશાસ્ત્ર અનુસાર જયાં જયાં આત્મજ્ઞાન હોય ત્યાં ત્યાં મુનિપણું સંભવે છે. આમ હેતુના દર્શનથી સાધ્યનું દર્શન થાય છે. દર્શનશાસ્ત્રમાં અનુમાન પધ્ધતિનો નિયમ એવો છે કે સાધન એટલે હેતુની ઉપસ્થિતિમાં સાધ્ય હોવું જ જોઈએ અને સાધ્યનો જયાં અભાવ હોય ત્યાં હેતુનો પણ અભાવ હોય. આમ વિધિ અને નિષેધ વ્યાપ્તિ પરિપૂર્ણ થાય છે. અસ્તુઃ અહીં વ્યાપ્તિનો એક પક્ષ ગ્રહણ કર્યો છે અને કહ્યું છે કે જયાં આત્મજ્ઞાન હોય ત્યાં જ મુનિપણું હોય. આમ આત્મજ્ઞાનને સાધનરૂપ ગ્રહણ કરી મુનિપણું તે સાધ્ય છે તેવો ભાવ પ્રદર્શિત થયો છે, પરંતુ શાસ્ત્રકારનું હૃદય અથવા કાવ્યનો પરમાર્થ એ છે કે આત્મજ્ઞાનના અસ્તિત્વમાં જ મુનિભાવનું અસ્તિત્ત્વ છે. આ રીતે વ્યાપ્તિ કરીએ તો મુનિપણાની હાજરીથી જ આત્મજ્ઞાનીનું અસ્તિત્ત્વ જણાય છે અને હકીકતમાં મુનિપણું તે આત્મજ્ઞાનનો જ એક સ્પષ્ટ પ્રદર્શિત થયેલો ભાવ છે. મુનિપણામાં બીજા કેટલાંક ત્યાગના વ્રત-નિયમો જોડાયેલા છે. જયારે આત્મજ્ઞાન એ જ્ઞાનાત્મક છે મુનિપણું તે જ્ઞાન સંયુકત ક્રિયાત્મકભાવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જો આ જ્ઞાનાત્મક તત્ત્વોનો અભાવ હોય તો બાકીના ક્રિયાત્મક તત્ત્વો મુનિપણામાં સ્થાન પામી શકતા નથી. અર્થાત્ તે મુનિવ્રત જ નથી. મુનિ પણું કહેવાનો અર્થ એ છે કે મુનિના સમગ્ર સામાન્ય ગુણો જે દ્રશ્ય છે અને ભાવાત્મક પણ છે, પરંતુ આ ભાવાત્મક અંશમાં જ્ઞાનાત્મક અંશ ન હોય તો બાકીનું બધું સાર્થક નથી. અર્થાત્ મુનિપણું નથી. આત્મજ્ઞાન તે સૌભાગ્યનું તિલક છે. રાજાનો રાજમુગટ છે. નથની વગરનું નાક શોભારૂપ નથી અને મીઠા વગરની રસોઈ એ રસોઈ બનતી નથી તેમ આત્મજ્ઞાન રહિતની ક્રિયાઓ નીરસ, નિર્ગુણ, અર્થહીન અને નિષ્ફળ થતી હોય છે. તેથી બાહ્યમાં મુનિભાવો હોવા છતાં તેમાં મુનિ પણાનો ગુણ નથી. સાકર જેવો ધોળો પદાર્થ સાકર જેવો દેખાય છે. પરંતુ તેમાં મીઠો રસ ન હોવાથી તે સાકર નથી. તેમ આત્મજ્ઞાન વિહીન બધા ધોળા પથ્થરાઓ મુનિરૂપ સાકર બનતા નથી. કહેવાનો આશય એ છે કે આત્મજ્ઞાન તે મુનિના પ્રાણ છે. હવે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ વ્યાપ્તિનો વિચાર કરીએ. આત્મજ્ઞાન તે આધેય છે અને મુનિ તે આધાર છે પરંતુ દાર્શનિક દ્રષ્ટિએ આધેયની પ્રધાનતા હોય તો તે આધારને પણ Page #344 -------------------------------------------------------------------------- ________________ સમૃધ્ધ કરે છે અને આધેયની ગેરહાજરીમાં આધાર નામ માત્ર રહી જાય છે. ઘી ભરેલું હોય ત્યારે તે સાચા અર્થમાં ઘીનો ઘડો છે. ઘી ખાલી થયા પછી પણ વ્યવહારમાં તે ઘીનો ઘડો કહેવાય છે પરંતુ તે નામ માત્ર છે. અહિં ઘી રૂપ આધેયથી જ આધારને નામ પ્રાપ્ત થયું છે. મુનિ આધાર છે. પણ મુનિનો ભાવ આત્મજ્ઞાનરૂપી આધેયથી તેને પ્રાપ્ત થયો છે. આત્મજ્ઞાન નથી છતાં મુનિ કહેવાય છે તે ફકત નામ માટે છે. આધેય તેનો મુખ્ય ધર્મ છે, આત્મજ્ઞાન. આત્મા અનંત કાળથી સ્વયં અનંતગુણનો આધાર છે, અનંત શકિતનો આધાર છે. આ આધારે તે સૈકાલિક છે અને તેમાં રહેલું જ્ઞાન પણ સૈકાલિક અને શાશ્વત છે. જ્ઞાન જ્ઞાનીનો સંબંધ અખંડ, અવિનાશી છે. પરંતુ મતિ–શ્રત આદિ જ્ઞાનના પ્રાગટયમાં વિશેષ રૂપે આ શાશ્વત સંબંધને સમજનારી પર્યાય પ્રગટ ન થઈ હોય, તો ત્યાં આત્મજ્ઞાનનો અભાવ છે. આત્મારૂપી વિષયને સ્પર્શ કરતી આત્મજ્ઞાન રૂપ પર્યાય તે પોતાના ખજાનાનો પરિચય આપે છે અને જયારે આ આત્મજ્ઞાનરૂપ પ્રકાશ આત્મારૂપ અધિષ્ઠાનમાં ફેલાય છે ત્યારે વિરકિત રૂપ ગુણો જાગૃત થવાથી અને વ્રતનો સદ્ભાવ વિશેષ રૂપે પ્રગટ થતાં મુનિવ્રતનો આવિર્ભાવ થાય છે. આમ આત્મજ્ઞાન અને મુનિપણું, એ બન્નેનું સાચું સાહચર્ય છે. પરંતુ કાળની પરંપરામાં અને કુળની પરંપરામાં અથવા સાંપ્રાદાયિક ભાવોમાં બાળજીવો બાહ્ય મુનિવ્રતમાં રંગાય છે, ગુરુપદ સુધી પહોંચે છે અને પોતાની રીતે બીજા અન્ય સાધકોને પણ દીક્ષા આપે છે પરંતુ હકીકતમાં આત્મજ્ઞાન ન હોવાથી, આત્મદ્રવ્યનો સૈકાલિક નિર્ણય ન હોવાથી ખરા અર્થમાં તે મુનિ પણ પામ્યા નથી. આ પરિસ્થિતિને પ્રદર્શિત કરતા કવિરાજ કહે છે કે આત્મજ્ઞાન નથી ત્યાં મુનિ પણ નથી. આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. આ મુનિપણું હોય તો જ તે સાચા ગુરુપદે શોભે છે અથવા ગુરુમાં આત્મજ્ઞાનરૂપી સત્ય ચમકે છે. તે ગુરુ સ્વયં તો આત્માર્થી છે જ, શિષ્યને પણ આત્માર્થનું દાન કરી શકે છે. માટે અહીં પ્રથમ આત્માની પરીક્ષા કરી છે અને આત્માર્થીરૂપી ગુરુની પેઢી ઉપર પહોંચવા માટે જાણે ભલામણ કરી છે. લખ્યું છે કે “તે સાચા ગુરુ હોય.” આ શબ્દથી તેઓએ સામાજિક વિકૃતિનું પણ ચિત્ર આપ્યું છે. અર્થાત્ સમાજમાં બનાવટી ગુરુઓ ઘણા હોવાનો સંભવ છે અને સાચા ગુરુ ગોતવાથી પણ મળતા નથી, અથવા વિરલ હોય છે. આમ ગુરુ શબ્દના વિભાજનમાં સાચા અને ખોટા બે ભાવ પ્રગટ થાય છે. જેમ સિકકામાં સાચો સિકકો અને બનાવટી સિકકો અને એ જ રીતે સાચો હીરો અને ખોટો હીરો બને ભાવ વ્યવહારમાં પ્રસિધ્ધ છે. પ્રકૃતિ જગતના પદાર્થોમાં સાચા ખોટાપણું કોઈ બહારનું તત્ત્વ નથી. પરંતુ સ્વનિર્મિત પોતાના ગુણધર્મો હોય છે. જેથી આપણે જડ પદાર્થોને સાચા ખોટાની છાપ મારીએ છીએ. જયારે મનુષ્યનું સાચાપણું કે ખોટાપણું તે વિકૃતિજન્ય છે. સાચાપણું તે શુધ્ધ પ્રકૃતિનો ગુણ છે તેથી તે પ્રકૃતિજન્ય છે પણ ખોટાપણું તે વિકૃતિ છે. આ રીતે મનુષ્ય ગુરુપદ સુધી પહોંચ્યા પછી પણ વિકૃતિનો ભોગ બની રહે છે અને સાચુ પદ ન હોવાથી અન્યને પણ સત્ય દર્શન આપી શકતો નથી કારણ કે મૂળમાં જ તેને આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન શું છે તેની ચર્ચા આપણે વિસ્તારથી કરી ચૂકયા છીએ અને મુનિપણું દ્રવ્ય અને ભાવ, બને રીતે પ્રગટ થાય છે. અહીં આપણે મુખ્ય રૂપે સાચા ગુરુનો પ્રથમ વિચાર કરી લઈએ. સાચા એટલે 200 ૩૩૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ શું? જેનો સત્યપૂર્ણ ભદ્ર વ્યવહાર હોય તે પણ સાચા ગણાય છે. આ બિંદુ ઉપર એક મહત્ત્વપૂર્ણ વાત સમજવાની છે. બોટાપણું બે જાતનું છે. (૧) જાણી બુઝીને માણસ કપટપૂર્વક ખોટો વ્યવહાર કરે તે (૨) માણસ ઈમાનદાર હોય, તે વ્યવહાર સાચો કરતો હોય પણ સૈધ્ધાન્તિક રીતે ખોટા વ્યવહાર સ્વીકાર્યા હોય અથવા તેમના સિધ્ધાંત ભૂલ ભરેલા હોય, તો માણસ સાચો હોવા છતાં, તે દગાવાળો ન હોવા છતાં, હકીકતમાં તે સત્યથી દૂર હોય છે અને એ રીતે એ ખોટો છે. કોઈ ડૉકટર સારો છે, સાચો પણ છે પરંતુ ખોટી દવાને સાચી સમજીને વ્યવહાર કરે છે, તો તે સૈદ્ધાત્તિક રીતે ખોટો છે. એક નંબરનું ખોટાપણું સામાન્ય નૈતિક દ્રષ્ટિથી પતિત એવા ખોટા માણસનું લક્ષણ છે. જયારે આ બીજું ખોટાપણું છે તે વધારે ભયંકર છે અને ખોટો સિધ્ધાંત પ્રસારિત થવાથી ઘણું અહિત થાય છે. અસ્તુઃ આમ બે પ્રકારના ખોટા માણસ છે. તો વિપક્ષમાં બે પ્રકારના સાચા માણસ પણ હોઈ શકે છે. એક વ્યવહારથી સાચા અને એક સિધ્ધાંતથી સાચા. બંને રીતે જે વ્યકિત સાચી છે તે જ ગુરુપદને લાયક છે, એટલું નહિ પણ ગુરુપદને શોભાયમાન કરી હજારો જીવોનું કલ્યાણ કરી શકે અહિં શાસ્ત્રકારે “તે સાચા ગુરુ હોય” એમ કહ્યું છે. તેમાં બન્ને પ્રકારનું સાચાપણું પ્રદર્શિત થઈ રહ્યું છે. કારણ કે તેના મૂળમાં આત્મજ્ઞાનરૂપી બીજ છે. આત્મજ્ઞાન હોવાથી વ્યવહાર પણ ભદ્ર બની જાય છે. " આત્મવત્ સર્વ ભૂતેષ" બધા પ્રાણીઓમાં પોતાના આત્મા જેવો જ વ્યવહાર કરે છે કારણ કે સર્વત્ર આત્મા છે અને આત્મજ્ઞાન તે ફકત પોતાના આત્મા પૂરતું સીમિત નથી. પરંતુ બધા આત્માઓને મૂળ સ્વરૂપમાં આત્મારૂપે સ્વીકારી તેમના પ્રત્યે ભદ્ર વ્યવહાર કરે છે. કવિરાજના બહુ પુણ્યકેરા પુંજ' થી એ પદમાં “સર્વાત્મમાં સમદ્રષ્ટિ ધો' એમ સ્પષ્ટ લખીને સમ્યગુદર્શનનો બોધ કરાવ્યો છે. તો આવું આત્મજ્ઞાન જયાં હોય તો ત્યાં વ્યવહાર તો સાચો થવાનો જ છે અને આત્મજ્ઞાન તે દ્રવ્યાર્થિક નિશ્ચયષ્ટિએ બધા દ્રવ્યોનો સ્વભાવ અને ગુણધર્મોનો નિર્ણય કર્યા પછી વાસ્તવિક સિદ્ધાંતને વાગોળે છે. ત્યાં સૈદ્ધાંતિક અસત્ય થવાની સંભાવના નથી. પરંતુ સૈધ્ધાંતિક સત્ય પ્રાપ્ત થવાથી સૈધ્ધાંતિક સાચાપણું પણ ગંગામાં યમુના મળે તેમ બને સાચાપણાનો સંગમ થવાથી ગુરુપદને શણગારવામાં હીરા મોતીનું કામ થાય છે. આત્મજ્ઞાનની વ્યાપકતા : આથી સ્પષ્ટ થયું કે સાચા ગુરુ કોને કહેવાય? સાચા ગુરુ થવામાં આત્મજ્ઞાનની શું જરૂર છે? આત્મજ્ઞાન હોય તો જ મુનિપણું અને સાચા ગુરુપણું બન્નેનો સંગમ થાય છે. સાચા ગુરુ મુનિ બની જાય છે અને મુનિ તે સાચા ગુરુ બની જાય છે. આત્મજ્ઞાન બન્ને પક્ષમાં બેવડો પ્રકાશ આપી મુનિપણું અને ગુરુપણું એ બન્નેની સાચી ઢાલ બની જાય છે. શાસ્ત્રકાર પૂર્વની ગાથાઓમાં પણ કુળગુરુ શબ્દનો ઉપયોગ કરી ગયા છે. એક પ્રકારે તેઓ જાણે કુળગુરુઓને ગુરુ તરીકે આદર આપવામાં સંકોચ કરે છે કારણ કે કોઈ પરિવાર કોઈ વિશેષ પ્રકારના સંત, સાધુ કે ત્યાગીને ગુરુ તરીકે સ્વીકારે છે ત્યારે તેના ભૌતિક સુખ અને ભૌતિક ઉન્નતિના નિમિત્ત જોડાયેલા હોય છે. ગુરુ પણ ગૌરવ રાખતા હોય છે કે અમારા વચન પ્રમાણે Page #346 -------------------------------------------------------------------------- ________________ તારી ઉન્નતિ થઈ છે. આ રીતે ગુરુ-શિષ્યનો સંબંધ ભૌતિક સુખના આધારે બંધાય છે. પરંતુ, હકીકતમાં તે ગુરુ જીવને પરમાર્થ તરફ લઈ જતાં નથી અને શિષ્યને પણ પરમાર્થ તરફ જવાની અપેક્ષા નથી. પોતાના બાપદાદાથી થયેલા અને માનેલા પુણ્ય પુરુષોને કુળગુરુ તરીકે સ્વીકારીને બધી રીતે તેનું સન્માન જાળવે છે, ભકિત કરે છે અને પૂજનીય પુરુષ તે કુળગુરુ કહેવાય છે. શાસ્ત્રકાર અહીં કુળગુરુ તરીકે કોઈ વ્યકિતનો વિરોધ પ્રદર્શિત નથી કરતા, પરંતુ ત્યાં આત્મ સાધના, તત્ત્વજ્ઞાન કે આત્માર્થનો અભાવ પ્રાયઃ જોવા મળે છે. જેઓએ તેની કુળગુરુ તરીકે કલ્પના કરી છે અને તે કલ્પનાના આધારે તે વ્યકિત ગુરુપદ ભોગવે છે. આમ ખરુ પૂછો તો કલ્પના બન્ને પક્ષમાં છે. શિષ્યની કલ્પના માત્ર છે અને ગુરુની પણ કલ્પના માત્ર છે. જેને સામાજિક શાસ્ત્રમાં સ્થાપિત હિત કહેવામાં આવે છે અને આ સ્થાપિત હિત કોઈ ખાસ કલ્પનાના આધારે ચાલ્યા આવે છે. આપણે અહીં કલ્પના શબ્દનું વિવરણ કર્યા પહેલા કુળગુરુ વિશે જે કહેવામાં આવ્યું છે તેને ન્યાય દૃષ્ટિએ વિચારીએ શાસ્ત્રકાર સ્વયં આત્માર્થ અને પરમાર્થના ઉપાસક છે. તેઓ શિષ્ય તથા શ્રોતાઓને સાચા રત્ન-મોતી આપવા માંગે છે અને તે સત્ય આધારિત છે. ગુરુ પરંપરા જળવાઈ રહે અને આત્મજ્ઞાની તે સાચા ગુરુ બની શકે તેવો ભાવ પ્રગટ કર્યા પછી કુળગુરુ તરીકે પ્રસિધ્ધ થયેલા ગુરુઓ પ્રત્યે જરાપણ વૈમનસ્ય કે નફરતની ભાવના લાવ્યા વિના ઈશારો કરે છે કે કુળગુરુ હોય તો ભલે હોય, તે સ્થાપિત થયેલા ગુરુઓ છે. તે ગુરુ તરીકે પૂજાતા હોય પરંતુ એટલા માત્રથી જ તેઓ આત્માર્થી છે તેમ જોવામાં આવતું નથી. ભૌતિક ઉન્નતિ માટે તેઓ વધારે સાધનાશીલ હોય છે, મંત્ર-તંત્રનો પણ પ્રયોગ કરે છે અને ભકતને સુખી કરી પોતે પણ તે સુખના અભિલાષી હોય છે. આમ કુળગુરુ તે વિશેષ કલ્પનાના આધારે, એક માન્યતાના આધારે પોતાની પરંપરા જાળવી રાખે છે પરંતુ ત્યાં આત્માર્થ જોવામાં આવતો નથી કે તેઓ આત્માર્થી છે તેમ પણ જોવામાં આવતું નથી. બધા કુળગુરુ આત્માર્થી હોતા જ નથી તેમ કહેવાનો ભાવ નથી અને કુળગુરુ બની જવાથી તેઓ આત્માર્થી થઈ જાય છે તેવો પણ ભાવ નથી. હોઈ શકે છે કે કોઈ સાચા આત્માર્થી પરમાર્થનું જ્ઞાન ધરાવતા કોઈ યોગ્ય પુરુષ કોઈ પરિવારના કુળગુરુ પણ હોઈ શકે છે. કુળગુરુ પણ એક મનુષ્ય છે. મનુષ્ય માત્રને આત્મજ્ઞાન સ્પર્શ થવાનો અવકાશ છે એટલે અહીં એકાંતે બધા કુળગુરુ આત્માર્થી નથી તેમ નિશ્ચયાત્મક વાણી ન કહેતા ત્યાં આત્માર્થી નહિ જોય તેમ સ્પષ્ટ કર્યું છે “નહિ જોય” નો અર્થ છે. પ્રાયઃ જોવામાં આવતાં નથી. અધિકતર ભૌતિક સંપતિને આધારે જે કુળગુરુઓ પરંપરા ધરાવે છે ત્યાં લગભગ આત્માર્થીપણું હોતું નથી, જોવામાં પણ આવતું નથી, તેમ સામાન્યપણે જણાવ્યું છે. આની પાછળનો હેતુ એ છે કે કુળગુરુનો આગ્રહ રાખીને જીવો આત્માર્થ તરફ જવા માટે જરાપણ તૈયાર ન થાય. ભલે કુળગુરુને પૂજે કે માને કે તેની કલ્પના રાખે પરંતુ ઉપાસક પોતે આગળ વધીને આત્માર્થનો સ્પર્શ કરે, આત્માર્થી બને તેવી પરોક્ષભાવે પ્રેરણા આપવામાં આવી છે. સત્ય તરફ ઢળ્યા પછી કુળગુરુ તરફથી ભૌતિક સંપતિની આશા અને આસકિત બન્નેનો લય થાય અને જીવ સત્યનું અવલંબન કરી સાચા અર્થમા ધર્મને : ૩૩૩ Page #347 -------------------------------------------------------------------------- ________________ ઓળખીને સધર્મને વરી શકે છે. કુળગુરુનો એક ઉજજવળ પક્ષ એ છે કે તેઓ ધર્મ પરાયણ હોવાથી શ્રધ્ધાના આધારે ધર્મ પરંપરાઓને તથા પૂજાપાઠને જાળવી રાખે છે. તેને પરિણામે એક ધાર્મિક અનુકુળ વાતાવરણ બની રહે છે તેમના સંગથી જીવ નાસ્તિક બનતો નથી, નીતિમાર્ગનું અવલંબન રાખે છે, વ્રત નિયમોનું આચરણ કરે છે અને તે વર્તુળમાં રહેલા જીવને માટે આત્માર્થ સાધવાનો અવસર ઊભો થાય છે. સારા સંસ્કારવાળા કુળગુરુઓ છે તે ધર્મનું એક ક્ષેત્ર તૈયાર કરે છે. જેમાં આત્માર્થના ઉત્તમ બીજો વાવ્યા પછી અંકુરિત થવાનો યોગ પ્રાપ્ત થાય છે. અહીં શાસ્ત્રકારે એક ઈશારો માત્ર કર્યો છે કે આવી કલ્પિત કુળગુરુની પરંપરામાં જયાં તેઓ સ્વયં આત્માર્થી નથી ત્યાં વધારે કશું પ્રાપ્ત થઈ શકશે નહીં. સ્વયં જે દરિદ્ર છે તે શું દાન દઈ શકશે ? જે સ્વયં આત્માર્થી નથી તે આત્માર્થનો પ્રકાશ કેવી રીતે આપી શકશે? અને તેઓ ખરા અર્થમાં સાચા ગુરુ પણ નથી તેમ ઈશારો કરીને એક આસકિત ભરેલા ભાવોમાંથી મુકત થઈ આત્મજ્ઞાનના શુધ્ધ આકાશમાં ઉડ્ડયન કરે તેવી આ ગાથા પ્રેરણા આપે છે. બાકી કુળગુરુ કલ્પના” : કલ્પના શબ્દ ઉપર આપણે ધ્યાન આપીએ. કલ્પના શબ્દનો અર્થ સ્થાપના અથવા માન્યતા થાય છે, પોતે જ મનથી ધારેલું કે વિચારેલું છે, તે સાચું સમજે છે તે કલ્પના છે. કલ્પના એક પ્રકારનો મતિજ્ઞાનનો વિપરીત પર્યાય છે. મતિજ્ઞાનનો અજ્ઞાનાત્મક પર્યાય છે. મતિઅજ્ઞાન કે શ્રુતજ્ઞાન અથવા કહો કે અજ્ઞાન બે ભાગમાં વિભકત છે. એક જ્ઞાનનો અભાવ તે પણ અજ્ઞાન છે અને વિપરીત જ્ઞાન તે પણ અજ્ઞાન છે. જૈન પરિભાષામાં તેને ઉદયભાવી અજ્ઞાન અને ક્ષયોપશમભાવી અજ્ઞાન કહી શકાય. જયાં સુધી સમ્યગ્રજ્ઞાન થયું નથી ત્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું જ્ઞાન પણ અજ્ઞાન કોટિમાં આવે છે. એક તરફથી કશું જાણતો નથી તે પણ અજ્ઞાની છે અને ઊંઘુ જાણે છે તે પણ અજ્ઞાની છે. પદાર્થ જે સ્વરૂપે છે અને દ્રવ્યની જે સૈકાલિક અવસ્થા છે તેને સત્યરૂપે સ્વીકારે ત્યારે તે જ્ઞાનકોટિમાં આવે છે. સામાન્યપણે વ્યવહાર જગતમાં જે જ્ઞાની કહેવાય છે તે પણ મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાનના વિભાવનો જે વિકાસ થયો છે તેને આધારે જ તે જ્ઞાની કહેવાય છે. અસ્તુઃ સંક્ષેપમાં કલ્પના તે એક પ્રકારના અવાસ્તવિક કલ્પિત ભાવોને ગ્રહણ કરી તે પ્રમાણે ચિંતન કરનાર મતિજ્ઞાનનો પ્રકાર છે. કલ્પના તે અસ્થાયી તત્ત્વ છે. કલ્પનામાં પરિવર્તન થતાં વાર લાગતી નથી. પોતાના સુખદુ:ખના આધારે મનુષ્ય કલ્પનાને જન્મ આપે છે અને આવી હજારો કલ્પનાઓ કે કલ્પિતભાવો માનવ ચિત્તમાં સંસ્કાર પામી જડાઈ જાય છે. આ બધા અનિત્ય અને અસ્થાયી ભાવો જાણે સ્થાયી રૂપ લઈને એક પ્રકારે જડતાને પ્રાપ્ત થઈ, ઘર કરીને, માનસિક સ્તર પર જામી જાય છે. આ છે કલ્પનાનું આંતરિક ચિત્ર અને એ કલ્પનાને આધારે પ્રગટ થતાં બાહ્યભાવો તે એક પ્રકારની સ્થૂળ કલ્પના છે. કાવ્યમાં છાયાવાદ : અધ્યાત્મશાસ્ત્રમાં કલ્પિત ભાવોનું અધિક મૂલ્ય નથી પરંતુ આ કલ્પના કાવ્યશાસ્ત્રનું એક મોટું અંગ છે. કવિ કવિતાઓની રસમય ધારાઓમાં કલ્પનાના સાથિયા પૂરી છાયાવાદના ચિત્ર ઉભા કરી કેટલાંક બોધ પણ આપતા હોય છે અને મનોરંજન પણ આપતા હોય છે. કલ્પનાના આધારે મહાકાવ્યો પણ આજે જ્ઞાનના મહાગ્રંથ બની ગયા છે, તેમાંથી Page #348 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જીવો બોધ મેળવતા હોય છે. આમ કલ્પનાનું એક નિરાળું ક્ષેત્ર પણ છે. પરંતુ અહીં જયાં સોનાનું વજન કરવા માટે જે ઝીણવટ ભરેલો કાંટો છે ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનના આધારે નિર્ણય કરી આત્માર્થ પ્રાપ્ત કરવાની વાત છે. મોતીનું વજન કરવા જેવી સૂક્ષ્મ પ્રજ્ઞાનું પ્રયોજન છે. ત્યાં કલ્પનાને આધારે સ્થાપિત થયેલા કુળગુરુઓ આત્માર્થી નથી અને ત્યાં બહુ જ ઉચ્ચકક્ષાનું જ્ઞાન મળવાની આશા નથી, તેમ જણાવીને શાસ્ત્રકાર કહે છે કે બાકી કુળગુરુ કલ્પના” જે લગભગ આત્માર્થી નથી તેમ જોવામાં આવે છે. બાકી” શબ્દ લખ્યો છે તે આત્મજ્ઞાનનું જે પ્રકરણ ચાલે છે અને જેમાં સાચા ગુરુની વ્યાખ્યા કરવામાં આવી છે તે સિવાયના બાકીના બધા ભાવો સ્થૂળ લક્ષણો કે કુળ પરંપરાઓ, એ કલ્પના માત્ર છે અને આત્મજ્ઞાનના વિચારમાં અનુપયોગી છે. એક પ્રકારે અન્યથા ભાવોનો છેદ ઉડાડવામાં આવ્યો છે. સારભૂત તત્ત્વો ગ્રહણ કરી બાકી બધુ અનર્થરૂપ છે તેમ જણાવી તેને છોડી દેવાની સૂચના આપે છે અને છોડી ન શકે તો સત્ય સમજવાની સૂચના આપે છે. આ ૩૪મી ગાથાના બે સ્તંભ મુખ્ય છે. (૧) સાચા ગુરુ અને (૨) બીજા કુળગુરુ. સાચા ગુરુ તો આત્મજ્ઞાનને આધારે મુનિ વ્રતવાળા છે અને સાચા ગુરુ પણ છે. અર્થાત્ સાધુતા પણ છે અને સાચા ગુરુ પણ છે. બીજા સ્તંભના કુળગુરુ આત્મજ્ઞાનને અભાવે કલ્પિત ગુરુ છે અને ભૌતિક સુખના આધારે તે ગુરુ છે. પરંતુ આત્માર્થી ન હોવાથી જીવનું સૈકાલિક કલ્યાણ કરી શકે તેવા સદ્ગુરુ નથી. જન્મ મૃત્યુની જાળમાંથી મુકત કરે, આત્મ સ્વરૂપને ઓળખાવી સાચા અર્થમાં મનુષ્ય જીવનનું ફળ બતાવે તેવા તે નથી. તે માત્ર કુળગુરુ છે એટલે પૂજાય છે. અહિં કહેવાનું તાત્પર્ય છે કે જેને ખરા અર્થમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે અને આત્માર્થી બનવું છે તેને સાચા ગુરુ અને સાચા આત્માર્થીની આવશ્યકતા રહેશે. સાચા ગુરુ અને સાચા શિષ્યની જોડી બની જશે. બાકી કલ્પિત ગુરુ-શિષ્યની જોડી ચાલતી રહેશે. આમ સંપૂર્ણ ગાથા બે પક્ષનું વિભાજન કરી એક સ્વચ્છમાર્ગની ધારણા પ્રગટ કરે છે અને બીજી બાજુ કલ્પનાથી ઉદ્ભવેલી અવધારણા પણ ચાલે છે તેનો ઉલ્લેખ કરે છે. ૩૪મી ગાથાની પરિસમાપ્તિ કરીને ટૂંકમાં તેનો સારાંશ બતાવી આપણે આગળ વધશું. ઉપસંહાર : આ ગાથાનો સારાંશ ઘણો સ્પષ્ટ છે, મતાર્થમાંથી મુકત થઈ આત્માર્થ તરફ આવવાનું છે અને આત્મજ્ઞાનને આધારે સાચા ગુરુને ઓળખી તેને શરણે જવાનું છે. બાકી કુળ ગુરુઓ છે તેનો કશો વિરોધ નથી, પરંતુ તે આત્માર્થી ન હોવાથી ત્યાં વધારે પ્રાપ્તિની આશા નથી. ઉપોદઘાત : ગુરુ-શિષ્યની સાચી જોડીનો પ્રભાવ કેવો હોય અને ગુરુ શરણે ગયેલો જીવ કેવી જાતનું વર્તન કરે તેનો સ્પષ્ટ બોધ લેવા ઉપદેશ આપે છે. જગતમાં સૌથી ઉપકારી તત્ત્વ શું છે તેની સાક્ષી આપે છે. એક અદ્દશ્ય ગુરુ અને એક પ્રત્યક્ષ ગુરુ એવું વિભાજન આપી જે પ્રત્યક્ષ ગુરુઓ છે તે અત્યંત ઉપકારી છે તે સિધ્ધાંતને મહત્ત્વ આપે છે. હરિની વ્યાખ્યા કરનાર શાસ્ત્રો એક શાસ્ત્રમાં રહેલા અદ્રશ્ય હરિ અને એક પ્રગટ હરિ એવા બે ભાવ બતાવી " પૂજો પ્રગટ હરિને મળશે સાક્ષાત્ નિદાન" અર્થાત્ પ્રગટ હરિની પૂજા કરો તો તમને ઈશ્વરનો ખજાનો પ્રાપ્ત થશે, તે પ્રમાણે કથન કરે છે. આ ગાથામાં પણ કવિરાજ પ્રગટ હરિના સિધ્ધાંતને અપનાવીને કહે છેઃ ના ૩૩પ તા Page #349 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ 'પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણેપરમ ઉપકાર; 'ત્રણ યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર II પ્રત્યક્ષની વિશેષતા : જેમ અન્ય સંપ્રદાયોમાં પ્રત્યક્ષ હરિની ચર્ચા છે. તે જ રીતે અહીં પણ પ્રત્યક્ષ સદ્ગુરુ એવો પ્રયોગ કર્યો છે. હકીકતમાં જે અદશ્ય અને શાશ્વત ભાવો છે, ચાહે તે તીર્થકરનું સ્વરૂપ હોય કે સદ્ગુરુનું સ્વરૂપ હોય કે કોઈ મહાપુરુષનું વર્ણન હોય, હૃદયગમ અને ભાવપૂર્ણ હોવા છતાં તેનાથી વધારે ઉપકાર થઈ શકતો નથી. જે ચિત્રો સાંભળ્યા છે ત્યાં જ સ્થગિત થઈ જાય છે. પરંતુ પ્રત્યક્ષ બિરાજિત વ્યકિત વિવિધ પ્રકારે ઉપયોગી અને ઉપકારક બની શકે છે. જેમ કોઈ કેળવણીકાર કારીગરોને કે સુપાત્રોને તૈયાર કરે છે, તેમ પ્રત્યક્ષ સદ્ગુરુ અણુ અણુનો અભ્યાસ કરી, જીવની પાત્રતાનો વિચાર કરી તેના સુષુપ્ત આત્માને જાગ્રત કરવા માટે ઉચ્ચકોટિની પ્રેરણા આપે છે. આ છે પ્રત્યક્ષ સદ્ગુરુનો પ્રભાવ ! આ સામાન્ય રૂપરેખા આપ્યા પછી પ્રત્યક્ષ સદ્ગુરુના બીજા કેટલાંક વિશેષ ગુણોનો પણ વિચાર કરીએ અને તેના ઉપકારી પ્રભાવને નિહાળીએ. અહિ પ્રત્યક્ષ શબ્દ બને તત્ત્વો માટે વિશેષણ રૂપે સાર્થક છે. શિષ્ય માટે ગુરુ પ્રત્યક્ષ છે અને ગુરુ માટે શિષ્ય પણ પ્રત્યક્ષ છે. આંખની સામે સદ્ગુરુ ઉભા છે અને ગુરુની આંખની સામે આ વિનયશીલ શિષ્ય ઊભો છે. આમ બને એકબીજા માટે પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષતા એક પ્રકારનો સંયોગ કરનારો તાર છે અને ગુરુ શિષ્યને પરસ્પર સંયોગી બનાવે છે. ભગવતુ ગીતામાં પણ કહ્યું છે કે “નતિ કુષ્યિ મયુર્થ અર્થાત્ જે ભગવાનથી કે ગુરુથી યુકત નથી, તેમાં જ્ઞાન પ્રવાહિત થતું નથી. વૃક્ષ સાથે જોડાયેલું પાંદડું જીવન ધારણ કરે છે અને કંચન જેવું હર્યું ભર્યું રહે છે. પરંતુ વૃક્ષથી અયુકત થતાં તે પાંદડુ. નિરાધાર બની જાય છે. અહીં આ પ્રત્યક્ષભાવ ગુરુ શિષ્યને એક સૂત્રમાં બાંધે છે. સાક્ષાત્ જ્ઞાન પ્રવાહ કે શકિતપ્રવાહ કે વિશેષ ઉપલબ્ધિનો પ્રવાહ પરસ્પર પ્રવાહિત કરે છે. કૃપાળુ ગુરુદેવે આ પ્રત્યક્ષ શબ્દ ઘણા જ વિચારપૂર્વક મૂકેલો છે અને તે સાધનાનું પ્રથમ અંગ છે તેમ પરોક્ષભાવે કહી ગયા છે. પ્રત્યક્ષ સંબંધ તૂટી જવાથી ઉપકારી પ્રણાલીનો નાશ થાય છે. જેમ પાવર હાઉસ સાથે કનેકશન હોય અને સાક્ષાત્ તે તાર જોડાયેલો હોય તો બધા યંત્રો સજીવ બની જાય છે. તે જ રીતે પ્રત્યક્ષ સગુરુ સિવાય શિષ્યની સાધના સજીવંત થતી નથી. ભૂતકાળના કે ઇતિહાસના ગુરુ નામજપ કરવા કે ભકિત કરવા પૂરતા ઉપકારી છે. પ્રત્યક્ષ સદ્ગુરુ હોય તો જીવાત્મા ધન્ય બની જાય છે. ગુરુનો દેહાદિકવૈભવ : પ્રત્યક્ષ ગુરુની ઉપસ્થિતિથી તેના આધ્યાત્મિક વૈભવ સિવાય તેમના મન-વચન-કાયાના દૈહિક પવિત્ર પરમાણુઓ છે તે પણ પ્રવાહિત થતા હોય છે અને જેમ કોઈ ગંગાની ધારામાં સ્નાન કરે અને તેના શુકલભાવોથી નિર્મળ બને તે જ રીતે અહીં શિષ્ય સદ્ગુરુના વાણી-વિચાર અને કાયયોગથી નીકળતી પવિત્ર પરમાણુની ધારામાં સ્નાન કરી પાવન બને છે. આધ્યાત્મિક દષ્ટિએ પ્રત્યક્ષ સદ્ગુરુનું જ્ઞાન પ્રવાહિત થાય છે. જ્યારે દેહ દષ્ટિથી તેમના હ ૩૩૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પુદ્ગલ પરમાણુઓની પાવન ધારા પ્રવાહિત થાય છે. આમ વિચાર કરો તો સમજાશે કે પ્રત્યક્ષ સરુ કેવું મંગલમય તત્ત્વ છે. તેથી જ અહીં કવિરાજ કહે છે કે પ્રત્યક્ષ સરુનો પરમ ઉપકાર થઈ રહ્યો છે. શિષ્ય સ્વીકારે તો તેને વિશિષ્ટ લાભ છે અને કદાચ ગુરુ ઉપકારનો સ્વીકાર ન કરે તો પણ પ્રત્યક્ષ સદ્ગુરુ તેને પાવન કરે છે. સદ્દગુરુ તે ઉપકારનું ઝરણું છે. કોઈ કહે કે અહીં આ ઝરણામાં ભૂતકાળમાં પાણી વહેતું હતું તો સાંભળીને સંતોષ થાય છે પણ ત્યાં પ્યાસ બુઝાતી નથી કારણ કે તે પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ તત્ત્વો જ સર્વથા ઉપકારી હોય છે. અહીં પ્રત્યક્ષ નથી, તે તેના ઉપકારી નથી તેમ કહેવાનો ભાવ નથી. અપ્રત્યક્ષ તત્ત્વો પણ યથાસંભવ ઉપકારી થાય છે પરંતુ પ્રત્યક્ષ તત્ત્વો કે પ્રત્યક્ષ સદ્ગુરુ સાર્વભૌમ ઉપકારના અધિકારી છે. તે વસ્તુ સમજવા માટે અને મનમાં ગણતરી કરવા માટે આ ગાળામાં શિષ્યને પ્રેરણા આપવામાં આવી છે ઉપકારી ગમે તેવા પવિત્ર હોય પરંતુ શિષ્યને તેની કદર ન હોય, તેને ઉપકારી ન ગણે તો ઊંધી રાખેલી બાલટીમાં પાણી નાંખવા સમાન છે, શિષ્યની સાચી ગણના જ સરુના ઉપકારને ઝીલી શકે છે. અરિસો સુંદર છે પણ દુષ્ટા આંખ બંધ રાખે, તો તે પોતાનું પ્રતિબિંબ જોઈ શકતો નથી. આ રીતે શિષ્ય જો સદ્ગુરુને પરમ ઉપકારી ન ગણે તો ઉપકારની ધારાથી લાભાન્વિત થતો નથી. આ બધી કથા પ્રત્યક્ષ સદ્ગુરુની સાથે સંબંધ ધરાવે છે અસ્તુ. પ્રત્યક્ષ એટલે શું? જો કે પૂર્વની ગાથાઓમાં પ્રત્યક્ષ શબ્દની ઘણી મીમાંસા કરી છે અને આત્મસિધ્ધિના પદોમાં ગુરુદેવે મહત્ત્વપૂર્ણ શબ્દોનો વારંવાર પ્રયોગ કર્યો છે જેથી એક વખત થયેલી વ્યાખ્યા સર્વત્ર ઉપકારી થઈ શકે છે. અહીં જરૂર મુજબ પ્રત્યક્ષની વ્યાખ્યા કરશુ. પ્રત્યક્ષ શબ્દ ગાથાના પ્રારંભમાં જ મૂકયો છે, જે પ્રત્યક્ષ ભાવોને સ્પષ્ટ કરવા માટે મૂકયો હોય તેવું જણાય છે. સામાન્ય અર્થ પ્રત્યક્ષ અર્થાતુ નજરની સામે હોય, તે પ્રત્યક્ષ એટલે સાક્ષાત્ પ્રતિ + અક્ષ, આ બે અવ્યય તથા નામથી પ્રત્યક્ષ શબ્દ બન્યો છે. અહીં પ્રતિનો અર્થ સામે છે. અક્ષનો અર્થ આંખ છે. પરંતુ આંખનું ઉચ્ચારણ માત્ર છે. ઉપલક્ષણથી પાંચે ઈન્દ્રિયો અક્ષ ગણાય છે. એકલી આંખ જ આંખ નથી પરંતુ પાંચે ઈન્દ્રિયો જીવની પાંચ આંખ છે અને પદાર્થના પાંચે ગુણ શબ્દ વર્ણ–ગંધ-રસ–સ્પર્શ, આ પાંચે ગુણોને સમજવા માટે પ્રકૃતિ તરફથી અથવા શુભ નામકર્મના ઉદયથી જીવને પાંચ આંખ મળી છે. તે પદાર્થના પાંચે ગુણોને પારખીને તેના શુભાશુભ તત્ત્વનો અથવા હાનિ લાભકારક ગુણોનો નિર્ણય કરે છે અને જ્ઞાનની હાજરીમાં આ પાંચે ઈન્દ્રિયો હેય-ઉપાદેયનો નિર્ણય કરે છે. પદાર્થને જોય ગણી તેનાથી નિરાળો રહી જ્ઞાતા-દ્રષ્ટા પણ બને છે. આ પાંચે આંખનો એક વિરાટ વેપાર ચાલે છે. આ બધી ઈન્દ્રિયોના વેપારને પ્રત્યક્ષ ગણવામાં આવે છે. જયારે સદ્ગુરુ પ્રત્યક્ષ થાય છે, દ્રષ્ટિથી ઓજલ હોતા નથી ત્યારે તેમની પ્રાપ્તિનો અનન્ય ઉપકાર થાય છે. ફકત દર્શનથી જ નહિ સાક્ષાત શ્રવણથી તેમજ તેના બીજા પવિત્ર દેહાદિક વૈભવથી આ જ્ઞાનેન્દ્રિયો તેમના વિશેષ ગુણોને ગ્રહણ કરી શકે છે. દેહાદિ દર્શનની સાથે સાથે ઉચ્ચકોટિના જ્ઞાન-દર્શનનો પણ ઉદ્ભવ થાય છે અને તેમના પ્રત્યક્ષ શબ્દોથી જીવ શ્રુતજ્ઞાનની ધારામાં સ્નાન કરી શકે છે. સદ્ગુરુ પ્રત્યક્ષ હોવાથી તે પણ શિષ્યની પાત્રતા અનુસાર બોધ આપી શકે છે. આમ પ્રત્યક્ષ પ્રાપ્તિ જાણે મુકિતનું પ્રથમ મા ૩૩૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ સોપાન બને છે. પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી આત્મજ્ઞાનનું પહેલું કિરણ જયારે જીવમાં સ્થાપિત થાય છે અને જીવ જયારે તેમની કૃપા દ્રષ્ટિનું ભાજન બને છે ત્યારે પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનું અને પ્રાપ્તિના ઉપકારનું જીવને ભાન થાય છે. અહો ! ધન્ય કર્યો મુજને આજ ! અનાદિકાળનું મિથ્યા વમન કરી જાણે સાર્યા સઘળા કાજ. આવો અહોભાવ પ્રગટ થાય છે. હવે જીવ ભોગાર્થી મટીને આત્માર્થી બનવા માટે પ્રથમ પગલું ભરે છે અને આવા પ્રગટ પ્રત્યક્ષ સદ્ગુરુ જીવની સંપતિનો ખજાનો બની રહે છે. હવે ગુરુપ્રાપ્તિને તે પરમ ઉપકાર ગણે છે. પ્રાપ્તિમાં સામ્યયોગ : સરુ પ્રાપ્તિ લખ્યું છે એ પ્રાપ્તિ’ શબ્દ કોઈ અધિકારવાચક નથી. વ્યવહારમાં પ્રાપ્તિ પછી માલિકીનું ભાન થાય છે પરંતુ અહીં તો આ પ્રાપ્તિ પછી સર્મપણનું ભાન થાય છે, બધી માલિકીનો અહંકાર છૂટે છે. ગુરુ તેમને તારણહાર તરીકે પ્રાપ્ત થયા પછી અને પ્રત્યક્ષ ગુરુદેવની પ્રાપ્તિ થયા પછી અંતરમાં શું પ્રાપ્તિ થાય છે અને તે સાચી પ્રાપ્તિ છે તે પણ અહીં વિચારવું ઘટે છે. ગુરુદેવ જે જ્ઞાન પર્યાયમાં રમણ કરે છે અથવા આત્મશુધ્ધિનો જે ભાવ ગુરુદેવે સ્વયં પ્રાપ્ત કર્યો છે તેનો પ્રવાહ શિષ્યમાં પ્રવાહિત થાય છે. આવા એકથી એક ઉત્તમ ભાવોના સમૂહ રૂપે સદ્ગુરુ પ્રત્યક્ષ થયા છે. સાક્ષાત્ આંતરદ્રષ્ટિએ ફકત ગુરુદેવનો દેહપિંડ તે ગુરુદેવ નથી પરંતુ તેમાં જે નિર્મળ પર્યાયોનો પ્રવાહ છે તે ભાવપિંડ સદ્ગુરુ છે, સાચા ગુરુ છે. તે ભાવપિંડોના પ્રભાવે જયારે શિષ્યમાં આંશિકરૂપે પણ પ્રભાવ પડે છે અને સ્વરૂપાચરણરૂપી ભાવ ચારિત્રની ભૂમિ પર્યાયનો પ્રાદુર્ભાવ થાય છે, આ પર્યાયમાં નિર્મોહભાવની ઝલક છે, મોહ જંજીરની વ્યાકુળતાનો અભાવ છે, ઉપશમરસ પ્રવાહિત થાય છે. એક રીતે કહો તો ગુરુદેવ આ શુધ્ધ પર્યાયરૂપે શિષ્યના અંતરંગમાં પ્રવેશી ગયા છે અને તે કોમળ બનેલું ચૈતન્યતત્ત્વ આ નૂતન પ્રાપ્તિના પ્રાદુર્ભાવથી નાચી ઊઠયું છે. તેને લાગે છે કે મેં કાંઈક મેળવ્યું છે. ત્યારે ગુરુદેવ તેના અંતરંગમાં વસી ગયા છે. હવે આંખો બંધ થઈ જાય છે અને અંતરમાં તેને ગુરુદેવના પ્રત્યક્ષ દર્શન થાય છે. આ પ્રાપ્તિથી તેને અનેરો આનંદ અને ઉપકાર ક્ષણે ક્ષણે સમજાઈ રહ્યો છે. આ છે પ્રત્યક્ષ સદ્ગુરુની અંતરંગ પ્રાપ્તિનો ઉપકાર ! તે ઉપકારની જીવ ગણના કરે છે, હૃદયમાં અંકિતા થઈ જાય છે, હવે આ ઉપકાર તેને પરમ ઉપકાર લાગે છે. કારણ કે બાકીના સાંસારિક પરસ્પર થતાં ઉપકારો તે ક્ષણિક ઉપકાર છે. તે ઉપકારથી ક્ષણિક સુખ કે ફળ મળ્યા પછી બીજું કોઈ પરિણામ નથી. જયારે આ ઉપકાર શાશ્વત ઉપકાર બની મુકિતપથનો સાથી બને છે. જેથી અહીં કવિરાજે તેને પરમ ઉપકાર તરીકે ગણાવ્યો છે અને શિષ્ય પણ તેને પરમ ઉપકાર ગણે છે. આમ આદિકાળથી નિરાધાર ફરતો અને વિક્ષિપ્ત થયેલો જીવાત્મા હવે ખીલે બંધાય છે. કેન્દ્રમાં આવે છે અને ગણે છે કે હું ન્યાલ થઈ ગયો છું કેવી છે આ સુંદર પ્રત્યક્ષ સદ્ગરૂની પ્રાપ્તિના ઉપકારની મંગળધારા! પ્રત્યક્ષ પ્રાપ્તિનું પરિણામ : ઉત્તરાર્ધમાં આ પરમ ઉપકાર તે નિષ્ક્રિય અને નિષ્ફળ નથી. પરંતુ સક્રિય અને સફળ છે. તે સજીવ બીજ છે. ઉત્તમ સંયોગથી અંકુરિત થઈ મહાફળને આપે તેવું આ ઉપકાર બીજ છે. અહીં શાસ્ત્રકાર હવે આ અંકુરિત થયેલા બીજના બીજા કેટલાંક ભાવોનું વર્ણન કરે છે. મન-વચન અને કાયા એ જીવની યોગ સંપત્તિ છે. સમગ્ર જીવ ઉપયોગ અને યોગ Page #352 -------------------------------------------------------------------------- ________________ એ બન્ને સંપતિથી યુકત થઈ સાંસારિકદશામાં જીવન ધારણ કરી શુધ્ધ-અશુધ્ધ, શુભ-અશુભ ભાવોને ધારણ કરે છે. ઉપયોગમાં શુધ્ધ અશુધ્ધની પરિણામધારા છે જયારે યોગમાં શુભ અશુભની પ્રવૃતિ છે, મન–વચન-કાયાના ત્રણે યોગ જીવની દેહાદિક પ્રધાન સંપતિ છે. આ યોગ સંપત્તિ બે ભાગમાં વિભકત છે. સૂક્ષ્મ અને સ્થૂલ, આંતરિક અને બાહ્ય. જીવના ઉપયોગના પરિણામો પ્રમાણે આ યોગોનું સંચાલન થતું રહે છે. ઉપયોગ તે જીવની ચૈતન્યધારા છે અને આ ચૈતન્યધારા સાથે યોગો જડ થઈને રહેલા છે. જેમ ડ્રાઈવરની ઈચ્છા પ્રમાણે ગાડી ચાલે છે તેમ આત્મા જે ભાવોથી સંચાલન કરે છે તે પ્રમાણે યોગની ગાડી ચાલે છે પરંતુ વિશેષતા એ છે કે યોગો સાથે કર્મજન્ય વિપાક જોડાયેલા છે અને કર્મજન્ય વિપાકોનો યોગ પર પ્રભાવ આવે છે. સામાન્ય સિધ્ધાંત પ્રમાણે જીવાત્માની ઈચ્છાનુસાર, જ્ઞાનની સમજ અનુસાર યોગોનું પ્રવર્તન થતું હોય છે. યોગ તે દ્રવ્ય આશ્રવનું મુખ્ય સાધન છે. જ્ઞાનના અભાવે તે પાપકર્મનું પણ સાધન છે પરંતુ ગુરુદેવની પ્રાપ્તિ થયા પછી અને હૃદયમાં સત્—ગુરુદેવની પ્રતિમા સ્થાપિત થયા પછી, તેનો ઉપકાર સમજાયા પછી, આ ત્રણે યોગ ગુરુદેવના ચરણે એક રીતે અર્પિત થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, ભકિતનું ભાજન બને છે. સેવા અને શુશ્રુષાની એક નવી પ્રણાલી શરૂ થાય છે. આમ મન–વચન–કાયા રૂપી ત્રિવેણી ગુરુભકિતની સરિતા બનીને જીવને પાવન કરે છે. એટલે જ અહીં કવિરાજ કહે છે કે હવે મન-વચન-કાયાના વિષમભાવોને કારણે જ વક્રતા હતી તે ટળી જાય છે અને ત્રિયોગની એકતા પ્રગટ થાય છે. જાણે ત્રણે યોગ એક જ થઈ ગયા છે. જેવું મનમાં છે તેવું જ વચનમાં છે અને મન–વચનના ભાવ પ્રમાણે કાયાનું પણ એવું જ શુભ પ્રવર્તન છે. ત્રણે યોગનું એકત્વ પ્રગટ થતાં ભકિતનો ખૂબ જ ઘાટો રંગ ખીલી ઊઠે છે, હવે અહંકાર ટળી જવાથી અને સ્વયં સમર્પિત થઈ જવાથી પોતાની ઈચ્છાજન્ય કોઈ સ્વતંત્ર પ્રવૃત્તિ રહેતી નથી પરંતુ ગુરુદેવની જે પવિત્ર આજ્ઞા પ્રગટ થાય તે તેમના જીવનનો ક્રમ બની જાય છે. તે પ્રમાણે જીવનું શુભ વર્તન થાય છે. ઉપકારનું જે બીજ વવાયું હતું તે હવે ત્રિયોગના એકત્વરૂપે પલ્લવિત થઈને ગુરુ આજ્ઞા અનુસારનું વર્તન અને તેના સુફળો પણ આ લતામાં ફૂટવા લાગ્યા છે. ઉપકાર રૂપી બીજમાંથી ઉદ્ભવેલી ત્રિયોગ એકતારૂપી લતામાં ગુરુઆજ્ઞાના સમધારણરૂપી ફૂલો ફૂટવા લાગ્યા છે. તેનું કોઈ પણ વર્તન હવે મોહાનુકુળ નથી, ભોગાનુકુળ નથી, પરંતુ આજ્ઞાનુકુળ છે. આજ્ઞાપાલન, તે જીવનું ઉત્તમ શાસ્ત્ર બની જાય છે. જેથી આ પદમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘વર્તે આજ્ઞાધાર'. અહીં ધારનો અર્થ ધારણ કરવાનો છે. અર્થાત્ આજ્ઞાને ધારણ કરે છે. જીવ પોતે હવે મોહાધાર મટીને આજ્ઞાધાર બન્યો છે. આજ્ઞાને ધરે છે, ધારણ કરે છે, શિરોધાર્ય કરે છે. અહીં ધાર શબ્દ ધારણાવાચી છે અને ધારણવાચી પણ છે. પરંપરામાં ધર્મનો અર્થ ધારણ કરવું તેમ કરવામાં આવે છે. તો અહીં શિષ્ય ગુરુ આજ્ઞાને ધારણ કરે છે. એક પ્રકારે તે ધર્મને સાર્થક કરે છે. ધર્મ શબ્દનો સાચા અર્થમાં પ્રયોગ કરે છે. આને કહે છે કે આજ્ઞાધાર અસ્તુ. ત્રિયોગની ગુણાત્મક એકતા : અહીં આટલો સરળ અર્થ કર્યા પછી હવે આપણે ઊંડાઈમાં જઈએ, વિચાર કરશું કે આ ત્રિયોગની એકતા તે શું છે ? શું તેમાં એકત્વ સંભવે છે ૩૩૯ Page #353 -------------------------------------------------------------------------- ________________ ખરૂં ? મન-વચન-કાયાનું એકત્વ થવું એટલે શું ? તેનું તારણ લીધા પછી સામાન્ય અર્થમાં આજ્ઞા એટલે હુકમ તેવો અર્થ કરવામાં આવે છે. પરંતુ આગમોમાં અને શાસ્ત્રોમાં આજ્ઞા શબ્દનો ઘણો જ વિશાળ અર્થ છે. તે ઉપર પણ પ્રકાશ નાંખવો બહુ જરૂરી છે. શું આજ્ઞાપાલન તે જીવની સ્વાધીનદશાનો પરિત્યાગ કરી પરાધીન દશા પ્રગટ કરે તેવો અર્થ તો થતો નથી ને ? અહીં આ બહુ જ પેચીદો પ્રશ્ન છે. આ રીતે માનસિક પરાધીનતા ઉદ્ભૂત થયા પછી ઘણા અનર્થ પણ ઉત્પન્ન થાય છે. તો સાચા અર્થમાં આજ્ઞાધારણ શું છે તેનો અવશ્ય વિવેક કરવો ઘટે છે. અસ્તુ. અહીં આટલો પૂર્વપક્ષ કર્યા પછી હવે આપણે ઉત્તરપક્ષ પર દ્દષ્ટિપાત કરીએ. મન–વચન–કાયાના યોગ એ જીવાત્માની કર્મજન્ય શકિત છે. ઉપયોગ તે આત્મજન્ય સ્વભાવ છે. યોગ તે પૌદ્ગલિક ભાવે રચના પામેલો એક પ્રકારનો વિભાવ છે. જીવ જયારે ઉત્ક્રાંતિના ક્રમમાં આવે છે, ત્યારે એકેન્દ્રિયથી લઈ સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના વિશિષ્ટ દેહની પ્રાપ્તિ કરે છે અને ક્રમશઃ શુભનામ કર્મના ઉદયથી જીવને વચનયોગ તથા મનોયોગ પ્રાપ્ત થાય છે. ઉત્પતિ વખતે જ જયારે જીવ પર્યાપ્તિ બાંધે છે ત્યારે પુણ્યના પ્રબળભાવે વચન પર્યાપ્તિ અને મન પર્યાપ્તિનો સંયોગ પ્રાપ્ત થાય છે. કાયયોગ તે સમગ્ર જીવરાશિનો એક સામાન્ય યોગ છે. જયારે વચનયોગ કે મનયોગનો અભાવ હોય ત્યારે પણ જીવ ઓઘસંજ્ઞાથી કાયયોગનું સંચાલન કરે છે. હકીકતમાં કાયયોગની બાહ્ય પ્રવૃત્તિ તે સંજ્ઞાનું પરિણામ છે અને કાયયોગનું એક સ્વતંત્ર પરિણમન તેની ક્રિયાશકિતના આધારે ચાલતું રહે છે. આગળ વધીને જીવ જયારે મનોયોગ કે વચનયોગની પ્રાપ્તિ કરે છે ત્યારે કાયયોગ ઉપર આ સૂક્ષ્મયોગોનો પ્રભાવ પથરાય છે. અર્થાત્ પોતાના વચન કે અન્યના વચનથી કાયયોગની ક્રિયામાં પરિવર્તન થઈ શકે છે. મનોયોગ પ્રાપ્ત થતાં વિશેષરૂપે મન દ્વારા કાયાનું સંચાલન થાય છે આ રીતે સંજ્ઞીપંચેન્દ્રિય યોનિમાં આવ્યા પછી ત્રણેય યોગમાં મનનું જ આધિપત્ય છે. નિશ્ચયનયની દ્દષ્ટિએ ત્રણેય યોગ સર્વથા સ્વતંત્ર હોવા છતા, વ્યવહાર દૃષ્ટિએ ત્રણેય યોગ સર્વથા સ્વતંત્ર હોવા છતાં પરસ્પર સંકડાયેલા છે. ત્રણેય યોગની ક્રિયાને વિભાજિત કરી શકાય તેવું નથી. પરંતુ માયા મોહનીયનો ઉદય હોય ત્યારે આ યોગોની સરળ રેખામાં વક્રતાનો પ્રાદુર્ભાવ થાય છે અને જ્ઞાનશિકતના આધારે કપટ પ્રવૃત્તિનું અવલંબન કરી મનમાં વિચારે છે કાંઈ, વચનમાં બોલે છે કાંઈ અને ચેષ્ટાઓમાં કરે છે કાંઈ ત્રણેય યોગોની પ્રવૃત્તિનો અસરળભાવે કે વક્રભાવે પ્રયોગ કરવાથી યોગની પ્રવૃત્તિની એકતા રહેતી નથી. હવે મૂળ વિષય પર આવીએ. ત્રણેયોગનું એકત્વ એટલે યોગોનું એકત્વ નહિ, પણ યોગોની પ્રવૃતિનું એકત્વ. ત્રણેય યોગની ક્રિયામાં શમત્વ, તે ત્રણયોગનું એકત્વ છે. ત્રણયોગ પરસ્પર એક થઈ જતાં નથી, કારણ કે તેના સ્વરૂપ જુદા છે, તેની રચના જુદી છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. એટલે ત્રણે યોગનું પોતાનું દેહમાન સ્વતંત્ર છે. એક પ્રકારે આ ત્રણે વિશિષ્ટ ભૌતિક ઉપકરણ છે અને ત્રણેના નિરાળા ગુણધર્મો છે. મન જે કરી શકે, તે વચન ન કરી શકે, વચન જે કરી શકે તે કાયા ન કરી શકે અને કાયા જે કાંઈ કરે તે પણ બંને યોગથી નિરાળું કાર્ય છે પરંતુ અહીં જે ત્રણયોગનું એકત્વ કહ્યું છે તે ત્રણે યોગના ભાવાત્મક ગુણ, તેની ભાવાત્મક ક્રિયા, તેમાં વક્રતાનો પ્રવેશ ન થવા દેતાં સમાનભાવે ત્રણે યોગની ક્રિયા શુધ્ધ રીતે પ્રવર્તમાન થાય, ત્રણે યોગ સરખી ૩૪૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ રીતે પોતપોતાનું કામ કરે. ત્રણે યોગનો વિષય અથવા લક્ષ નિશ્ચિત હોય, ત્રણે યોગ દ્વારા લક્ષ પ્રતિ અર્પણભાવ હોય, ત્યારે બાહ્ય રૂપે ત્રણે યોગની એકતા કહેવાય છે. હકીકતમાં આ એકત્ત્વ શબ્દ તે લક્ષનું એકત્ત્વ છે, સદ્ગુરુનું એકત્ત્વ છે. અર્થાત્ મન જે સદ્ગુરુમાં જોડાયેલું છે, વચન પણ તે જ ગુરુનો મહિમા બોલે છે અને કાયા પણ સદ્ગુરુની સેવામાં જોડાય છે. હકીકતમાં આ લક્ષની એકતા ત્રણે યોગને માટે સમાનભાવે આદરણીય હોવાથી શાસ્ત્રકારે અહીં ‘ત્રણે યોગનું એકત્વ’ એ શબ્દ મૂકયો છે. હકીકતમાં ત્રણે યોગો એક નથી પરંતુ ત્રિયોગનું લક્ષ તે એક છે. ત્રણે યોગ એક જ દિશામાં પ્રવાહિત થાય છે. એક સદ્ગુરુ પ્રત્યે ત્રણે યોગ સમ્યક્ પ્રવૃત્તિથી જોડાય છે, તેથી અહીં ત્રણે યોગની એકતા કહી છે. ઉદાહરણરૂપે, સાધન અલગ અલગ હોય પરંતુ બધા સાધનો યોગ્ય ગુણધર્મથી એક કાર્યને નિષ્પન્ન કરે ત્યારે ત્યાં બધા સાધનોનું એકત્ત્વ સ્થાપિત થાય છે. પરિણમન લક્ષને અનુકૂળ હોવાથી સાધનનો સુમેળ એકત્ત્વરૂપે પ્રતિભાષિત થાય છે. ઘરમાં આવેલા કોઈ ભાગ્યશાળી અતિથિના સન્માનમાં પતિ-પત્ની-પુત્રો, પુત્રવધુ કે પુત્રી સહુ ભકિતથી જોડાય જાય અને અતિથિનું બધા મળી એક યોગ્ય સન્માન જાળવે, જેમાં દ્વિધાભાવ ન હોય, પરિવારના બધા સભ્યોમાં એકવાકયતા હોય ત્યારે એમ કહી શકાય કે સેવામાં બધા સભ્યો એક થઈ ગયા હતા. હકીકતમાં અતિથિ એક છે, તેમનું સન્માન, તે પરિવારનું લક્ષ છે. પરિવારના બધા સભ્યો સ્વતંત્ર છે પરંતુ લક્ષને અનુકુળ પરિવારના બધા સભ્યોમાં સમાન પ્રવૃત્તિના દર્શન થયા, ત્યારે બાહ્યભાવે તેમનું એકત્વ જોઈ શકયા. અસ્તુ. આ સ્થૂળ ઉદાહરણથી ઉપરના ત્રણે યોગની એકતાને જાણી શકાય છે. સંક્ષેપમાં યોગોની પ્રવૃત્તિમાં ચૈતભાવ નથી, લક્ષને અનુકુળ ત્રણે યોગો એક થઈ ગયા છે. મન તે જીવાત્માનું સૂક્ષ્મ ઉપકરણ છે. તે સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું કર્મજનિત ઉદયભાવની તીક્ષ્ણધારારૂપ છે. પ્રત્યેક પળે આ સૂક્ષ્મ પરમાણુઓ આંતરિક ઈચ્છાને અનુકૂળ પ્રતિકૂળ શુભાશુભ કર્મોના પ્રભાવ પ્રમાણે વિકાર પામી અતિ વેગવાન પધ્ધતિએ ગતિશીલ રહે છે. વચનયોગ અને કાયયોગ તે સ્થૂળયોગ છે, જોઈ શકાય તેવા છે, સાંભળી શકાય તેવા છે, પરંતુ મનોયોગ શું છે? અને મન શું છે ? અને મનનું સ્થાન કયાં છે ? મન કેવી રીતે કામ કરે છે ? તે ઘણો જ ગૂઢ વિષય છે. મોટા મોટા મહાત્માઓ અને સાધક યોગીઓ પણ મનની પ્રવૃત્તિને હજી પૂર્ણ રીતે સમજી શકયા નથી. આજકાલના વિજ્ઞાનમાં પણ મનોવિજ્ઞાન, માનસિક ચિકિત્સા ઈત્યાદિ વિષયક વૈજ્ઞાનિક શાસ્ત્રો પણ લખાયા છે પરંતુ ડૉકટરો હજી મનની ગતિને પામી શકયા નથી. મનની ગતિ પણ ઘણી જ વિચિત્ર અને અવળા લગામના ઘોડા જેવી છે એટલે મનને સર્વથા સાધી શકાય કે કેમ? તે એક અનત્તર પ્રશ્ન છે. છતાં પણ મનની સાધનાઓ ચાલે છે અને ઘણે અંશે મનપર કાબુ મેળવી મનોયોગને સ્થિર કરી તેનાથી સાધક લાભ પણ મેળવે છે. મનોયોગનું ઉપાદાન કોઈ માનસિક ભૂમિ છે. જયાં અતિસૂક્ષ્મ પૌદ્ગલિક પરમાણુ અને તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ રજકણો ક્ષણે ક્ષણે સાંયોગિક અને વિયોગિક ક્રિયામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. મનોયોગ તે નિરંતર ગતિશીલ તત્ત્વ છે. અહીં આપણે ટૂંકમાં એટલું જ કહેશું કે જયારે સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારે ૩૪૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ સાધકનું આ મન ગુરુચરણમાં અર્પિત થવાથી, તેમને જ લક્ષ બનાવી તેમના ગુણોનું રટણ કરે છે. આ રીતે જયાં મન તૈયાર થયું, ત્યાં વચનયોગ અને કાયયોગ તો સહજભાવે તેની સાથે જોડાય છે અને ત્રણે યોગ ગુણાત્મક રીતે એકતા પામે છે. ત્રણે યોગનું સમપરિણમન થાય ત્યારે ગુરુનો પડયો બોલ ઝીલાય છે. તેના શબ્દ શબ્દ સમજવા માટે સાધક તન્મય થાય છે. તેને જ “ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર' કહે છે. ઉત્તરાર્ધમાં આપણે વિસ્તાર પૂર્વક ત્રણે યોગના એકત્વનું વર્ણન કરી હવે બીજા પ્રશ્નને સ્પર્શ કરશું. વર્તે આજ્ઞાધાર’ શાસ્ત્રોમાં આજ્ઞા શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. પૂર્વમાં આપણે કહી ગયા તેમ વ્યવહાર જગતમાં આશા, હુકમ ઈત્યાદિ શબ્દોનો સામાન્ય રીતે પ્રયોગ થાય છે. પરંતુ ધર્મશાસ્ત્રોમાં આજ્ઞા શબ્દ ખૂબ જ વિશાળભાવે ગ્રહણ કરવામાં આવ્યો છે. આજ્ઞામાં બે ભાગ છે, જ્ઞા અને પરી જ્ઞા. જ્ઞ ભાવે જ્ઞાનાત્મક આજ્ઞા થાય છે અને પરીણાભાવે ક્રિયાત્મક આજ્ઞા થાય છે. જૈનદર્શનનું પ્રથમ શાસ્ત્ર આચારાંગસૂત્ર છે તેમાં પણ આજ્ઞાનો ઉચ્ચકોટિનો પ્રભાવ જોવા મળે છે અને તેનું વિરાટ વર્ણન પણ છે. જેનદર્શનમાં સમગ્ર શાસ્ત્રો લખ્યા પછી ગણધરોએ અને આચાર્યોએ એક શબ્દમાં સમગ્ર શાસ્ત્રોનો સમાવેશ કર્યો છે અને તે છે "બાપ ઘો" આજ્ઞા એ જ ધર્મ છે. આજ્ઞા કોની? એ પ્રશ્ન અહીં અનુકત છે. પરંતુ શાસ્ત્રીય રીતે ભગવાનની આજ્ઞા તે જ આજ્ઞા મનાય છે. ભગવાનની ગેરહાજરીમાં શાસ્ત્રની આજ્ઞા તે આજ્ઞા છે અને આ રીતે પ્રભુ કહો કે શાસ્ત્ર કહો બન્નેની આજ્ઞાનો જે કાંઈ સાર છે તે ધર્મ છે. શાસ્ત્રો જયાં અગમ્ય હોય, ત્યાં આચાર્યો અને મુનિ ભગવંતો સ્વયં આજ્ઞાના ધારક પણ છે અને આજ્ઞાધારક પણ છે. આ રીતે આજ્ઞા તે ધર્મનો પ્રાણ છે. વૈદિક મીમાંસા : કુમારીલભટ્ટ જેઓ વેદોના પ્રકાંડ જ્ઞાતા હતા અને જેમણે વેદશાસ્ત્ર ઉપર મીમાંસા લખીને એક આશ્ચર્યચકિત કાર્ય કર્યું. શાસ્ત્રોની વ્યાખ્યા કઈ રીતે કરવી જોઈએ તેનું નિરાકરણ કરવા માટે એક અભૂત બુધ્ધિ વૈભવનો વિલાસ કર્યો. વેદોના બધા વાકયોને પાંચ ખંડોમાં વિભાજિત કરી જે વિધિ વાકય છે તેને જ પ્રધાનતા આપી. વિધિ વાકયનો અર્થ છે જેમાં સાક્ષાત્ આજ્ઞા આપવામાં આવી હોય, શું કરવું જોઈએ તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય, તે વાકયને વિધિ વાકય કહે છે અને શું ન કરવું જોઈએ તે માટે જે વાકય હોય તેને નિષેધ આજ્ઞા ગણે છે. આમ માર્ગના બન્ને પાસા વિધિ અને નિષેધ તે આજ્ઞાનો જ પ્રકાર છે. આખા વેદશાસ્ત્રને આજ્ઞામૂલક બતાવી આજ્ઞાનું જ પ્રાધાન્ય સ્થાપિત કર્યું છે. એ જ રીતે જૈન શાસ્ત્રોમાં પણ "માળTV ઘમ્પો" કહીને આજ્ઞાનું પ્રાધાન્ય સ્થાપિત કરેલું છે અને વિધિ અને નિષેધરૂપે બન્ને પ્રકારે આજ્ઞા પાલન કરવાની હોય છે. સત્ય બોલવું તે આજ્ઞાનું વિધિરૂપ છે અને અસત્ય ન બોલો, ખોટું ન બોલો, તે આજ્ઞાનું નિષેધરૂપ છે. વિધિ અને નિષેધ બને આજ્ઞા સંભવિત થાય, ત્યારે જ આજ્ઞા પરિપૂર્ણ થાય છે. અન્યથા તે અર્ધ સત્ય કે અર્ધી આજ્ઞા બની જાય છે. અસ્તુ. અહીં આપણે આજ્ઞા શાસ્ત્રનું પુરું વિવેચન નહિ કરતા ટૂંકમાં જ ઉલ્લેખ કરીએ છીએ. આજ્ઞા વિશે વિશાળ ગ્રંથો નિષ્પન્ન થયા છે. અહીં શાસ્ત્રકારે “વર્તે આજ્ઞા ધાર” એમ કહીને ગુરુ આજ્ઞાનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે તે પણ એક પ્રકારનું માપ ઘોનું રૂપ છે. ગુરુની આજ્ઞા એ શિષ્ય માટે ધર્મ બની ૩૪૨ - Page #356 -------------------------------------------------------------------------- ________________ :: : :: :: : ::: :: : : :::::: ::: જાય છે. - સામાન્ય રીતે આજ્ઞા એ જેટલો સમજવાનો વિષય નથી તેનાથી વધારે ક્રિયાત્મક એટલે આચરવાનો વિષય છે. આજ્ઞા શિરોધાર્ય કર્યા પછી માણસ તર્ક કતર્ક અને માનસિક વિચારોની પ્રચંડ જાળમાંથી મુકત થઈ એક સરળ માર્ગ પર આવી શકે છે. અહીંથી તેનો ભકિતયોગ આરંભ થાય છે તેથી જ ગુરુદેવે કહ્યું છે, “વર્તે આજ્ઞાધાર” અને તે પણ, ત્રણે યોગને એકરૂપ કરીને આજ્ઞાનું પાલન કરે છે. અર્થાત્ હવે તેને કોઈ તર્ક કુતર્ક કરવાનો અવકાશ રહેતો નથી. અને આત્મતત્ત્વને છોડી અન્ય લક્ષના વિચારો કરવાનો પણ અવકાશ રહેતો નથી. અત્યારે સદ્ગુરુ તે જ શુદ્ધ આત્માનું જાણે પ્રતિબિંબ હોય તે રીતે સદ્ગુરુને જ શુધ્ધ આત્મા સમજી ઉપાસના કરે છે. હકીકતમાં સરુ સ્વયં પણ એક શુધ્ધ પર્યાયને ભજતા આત્મા જ છે. આત્મા જયારે પરમભાવનો સ્પર્શ કરે ત્યારે પરમાત્મા બને છે અને પરમાત્માઓને સ્પર્શ કરતા સદગુરુ પણ શિષ્ય માટે પરમાત્મા સમ હોવાથી ત્રિયોગે તેની આજ્ઞાધારણ કરવાથી સ્વયં આજ્ઞાનો ધારક પણ આત્માર્થી બને છે. આ રીતે આખી ગાથાની એક વાકયતા એ છે કે કપટ રહિત વક્રભાવ છોડી શુધ્ધ ભાવે સદ્ગુરુની ભકિત કરવાનો આદેશ છે. આટલો વિચાર કહો કે સારાંશ કહો તે સમજીને અહીં આપણે ૩પમી ગાથા સમાપ્ત કરી થોડો સારાંશ આપી ૩૬મી ગાથાનો વિચાર કરીએ. ઉપસંહાર : સારાંશ એ છે કે મનુષ્ય એકલો સ્વયં પોતાના માર્ગનો કે ભાગ્યનો નિર્ણય કરી શકતો નથી. તેમને સદ્ગુરુના અવલંબનની ખાસ આવશ્યકતા છે અને તે ગુરુ પણ પરમાર્થના સાધક હોવા જોઈએ, જે શિષ્યને આત્મજ્ઞાનના રસ્તે ચડાવે છે. શિષ્યમાં પણ ત્રણે યોગની સરળતા હોવી જોઈએ. શિષ્ય જો બરાબર આજ્ઞાનું પાલન કરે તો આત્માર્થની ઉપલબ્ધિ થાય અને આત્માર્થી બનવાના લક્ષણ પણ તેમાં પ્રગટ થાય. હવે આગળ ચાલીને તેમને એક નકકરમાર્ગ હાથમાં આવે છે. તેનું ચિત્ર ૩૬મી ગાથામાં જોવા મળે છે. ટૂંકમાં આ ગાથાનો સાર કહ્યા પછી મહત્ત્વપૂર્ણ એવા વ્યવહાર નિશ્ચયનો પ્રતિભાસ આપતી ૩૬મી ગાથાની સરિતામાં સ્નાન કરીએ. ઉપર્યુકત ગાથામાં જે શંકા છે કે જીવ સંપૂર્ણ આજ્ઞાધારી બને તો શું તે એક રીતે પરાધીન દશાનો સ્વીકાર કરતો નથી ? અને જેને રાજનીતિ કે સમાજશાસ્ત્રમાં પણ માનસિક ગુલામી કહેવામાં આવે છેશું તે દૂષણ તો નથી ને ? જવાહરલાલ નહેરૂએ લખ્યું છે કે કોઈપણ રાષ્ટ્રની પ્રજા શાસકની માનસિક ગુલામીનો સ્વીકાર કરે છે ત્યારે આખું રાષ્ટ્ર પરાધીન થઈ જાય છે. અસ્તુ અહીં આ શંકા અસ્થાને છે. કારણ કે જ્ઞાનપૂર્વક સ્વીકારેલી આજ્ઞા અને આજ્ઞાનું ઔચિત્ય જે સાધક સમજે છે તે સ્વતા, સ્વયં, સ્વ ઉન્નતિને આધારે તે ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરે છે, એ આજ્ઞાનો ધારક બને છે. અહીં પણ કવિરાજે આજ્ઞા આધીન તેવો શબ્દ વાપર્યો નથી, પરંતુ આજ્ઞાધાર એવો શબ્દ લખ્યો છે. આ શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે અને તે આજ્ઞાનો ધારક બને છે. ધર્મને અનુકુળ જે સિધ્ધાંત હોય તેને આજ્ઞા કહેવામાં આવે છે. ધર્મથી વિપરીત આચરણ તે આજ્ઞા કોટિમાં આવતી નથી. અને આવી પ્રતિકુળ અયોગ્ય આજ્ઞા આ આજ્ઞાધાર સ્વીકાર પણ કરતો નથી. માનસિક ગુલામીમાં જીવ આજ્ઞાની યોગ્યતા કે અયોગ્યતાનો વિચાર કરી શકતો નથી. ગમે તે પાપાચારણ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. હકીકતમાં તે આજ્ઞાધાર બનતો નથી. : 000000ee8 ૩૪૩ : Page #357 -------------------------------------------------------------------------- ________________ અસ્તુઃ આટલું સમાધાન આપવાથી આજ્ઞાધાર પરાધીન બને છે તે શંકાનો લય થઈ જાય છે. ઉપોદ્દાતઃ અહીં આ પદોમાં જેમ આત્મતત્ત્વ શાશ્વત છે તેમ તેનો માર્ગ પણ સૈકાલિક શાશ્વત છે, તેમ શાસ્ત્રકાર જણાવે છે. ઉદ્ઘોષ એ જાતનો છે કે જેમ કાળતત્ત્વ શાશ્વત છે તેમ આ માર્ગ પણ શાશ્વત છે. ત્રણે કાળ તેનું અધિકરણ બને છે. આમ ત્રણે કાળના ઉદરમાં બરાબર પરમાર્થ માર્ગના દર્શન થાય છે. આમ કાળને અને પરમાર્થ માર્ગને પરસ્પર જોડવામાં આવ્યા છે, પરંતુ બીજી રીતે વિચારતાં તે સૈદ્ધાંતિક સત્ય સામે આવે છે કે કાળનો પ્રવાહ શાશ્વત અને સ્વતંત્ર છે. આમ બને ધારાઓ એક સાથે વહે છે તેનું ઉદ્દબોધન કરવા માટે આ ગાથામાં કાળનું અવલંબન કરવામાં આવ્યું છે અને આવા નિશ્ચિત સિધ્ધાંત ઉપર બાકીના વ્યવહાર માર્ગે સ્થાપિત થયા છે. આધ્યાત્મિક તત્ત્વ સમાનરૂપે હોવા છતાં તેના વ્યવહારિક રૂપો પણ પ્રગટ થાય છે. જેમ કોઈ કલાકાર ભવન નિર્માણની કળાને જાણતો હોય અને કળાના બધા સિધ્ધાંત કળાશાસ્ત્રમાં સ્થાપિત થયા હોય તો આ આખી કળા અને કળાનું જ્ઞાન સમાન રૂપે શાશ્ર્વત હોય છે પરંતુ તે કળાના આધારે જુદા જુદા પ્રકારના ભવનના નિર્માણ થતાં હોય છે, તે તેનું બાહ્ય ક્રિયાત્મક રૂપ છે. બીજની શકિત સમાન હોવા છતાં નિમિત્ત કારણોના સહયોગથી તેની ગુણધર્મિતામાં હાનિ વૃધ્ધિ થાય છે. આ આખી ગાથા નિશ્ચય અને વ્યવહાર સ્પર્શ કરી એક મહત્ત્વપૂર્ણ પાયાની વાતને ઉજાગર કરે છે. જે ઉપર આપણે ગાથાથી જ સમજવા પ્રયાસ કરીએ. ૩જ Page #358 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬ એક હોય ત્રણ કાળમાં; પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત II ‘એક હોય' તેવા ભાવ સાથે આ પદની શરૂઆત થાય છે. અહીં શાસ્ત્રકાર અનુમાન શૈલીમાં બોલી રહ્યા છે. ‘એક હોય' નો અર્થ છે એક હોવો જોઈએ. બીજો નિશ્ચયાત્મક ભાવ. એ પણ છે કે એક છે. અહીં એક શબ્દ જે મૂકેલો છે તે કયા ગુણનું વિશેષણ છે ? પ્રથમ તે ઊંડાઈથી સમજવું જરૂરી છે. પરમાર્થનો પંથ એક છે તે શું ઉચિત છે ? પરમાર્થ તો ભિન્ન ભિન્ન રૂપે અનેક ગુણાત્મક હોવાથી અનેકરૂપે અસ્તિત્ત્વ ધરાવે છે અને પરમાર્થ એક હોય છતાં પણ તેમા પંથ તો ઘણા વિભિન્ન હોવા જોઈએ. અત્યારે આપણે અહીં પંથ શબ્દની વ્યાખ્યા કરી રહ્યા નથી પરંતુ એક શબ્દની વ્યાખ્યા કરીએ છીએ. એક ખાસ મહત્ત્વપૂર્ણ દાર્શનિક સિધ્ધાંત : દર્શનશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના શાસ્ત્ર એમ કહે છે કે એક સંખ્યા જ સત્ય છે. એકથી વધારે બે–ત્રણ-ચાર આદિ અંકો, સંખ્યાત ઈત્યાદિ સંખ્યા કાલ્પનિક અને મિથ્યા પણ છે. એક સંખ્યાનું અસ્તિત્ત્વ પદાર્થ માત્રમાં છે અને બાકીની બધી સંખ્યાઓ બૌદ્ધિક અને માનસિક છે, કાલ્પનિક છે. મનુષ્ય પોતાની બુધ્ધિથી બે, ત્રણ ઈત્યાદિ સંખ્યાની સ્થાપના કરે છે. જયારે પદાર્થ તો સદાકાળ માટે એક જ હોય છે. પદાર્થનું એકત્ત્વ તે તેનો શાશ્વત ગુણ છે. તેમાં દ્વિધારૂપ પ્રગટ થઈ શકતું નથી. દૃષ્ટિની સામે રાખેલા પાંચ ઘડા તેને આપણે પાંચ ઘડા એમ કહીએ છીએ પરંતુ ઘડા પાંચ છે જ નહીં. પાંચેય ઘડા એક એક છે. ઘડાને ખબર નથી બીજો કોઈ ઘડો છે. પાંચેય ઘડાનું એકત્વ સ્વતંત્ર છે. તેનું સ્વરૂપ પણ ન્યારું છે. પરંતુ ઘડાની સામે બેઠેલો બૌધ્ધિક માનવી ઘડાના સમાન ધર્મ જોઈ તેની સમાનતાના આધારે અને સમાન ધર્મની સંગ્રહનયની દ્દષ્ટિએ મનોગત સ્થાપના કરી બે, ત્રણ, ચાર એમ ગણના કરે છે અને પોતાના હિતાહિતની દ્દષ્ટિએ પાંચ ઘડાની સંખ્યાનું એક ઘટક મનમાં નિર્માણ કરે છે. જયારે હકીકતમાં પાંચેય ઘડા પાંચ નથી. પરંતુ બધા ઘડા એક એક છે. આમ એક સંખ્યા શાશ્વત છે અને બાકી સંખ્યા બૌધ્ધિક છે. આ સિધ્ધાંત એટલો બધો ગૂઢ અને માર્મિક સિધ્ધાંત છે કે પરમ આધ્યાત્મિક દ્દષ્ટિમાં જ જીવાત્મા આ સિધ્ધાંતનું અવલંબન કરી નિશ્ચયભાવોને પ્રાપ્ત કરી, નિશ્ચયનયનું અવલંબન કરી સમગ્ર વિશ્વના પદાર્થોને સ્વતંત્ર એક એક રૂપે નિહાળી જૈતભાવથી મુકત થાય છે અને અદ્વૈતનો સિધ્ધાંત સ્થાપિત કરે છે. વેદાન્તનો જે અદ્વૈત સિધ્ધાંત છે તેનો મર્મ પણ હજારો અદ્વૈતવાદી જાણતા નથી અને સમગ્ર વિશ્વ એક છે અથવા “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” એમ કહીને પૌદ્ગલિક સત્તાનો અભાવ બતાવે છે, તે સાચો અદ્વૈતવાદ નથી. અદ્વૈતવાદનો માર્મિક અર્થ એ જ છે કે અહીં દ્વૈત નથી. બધુ એકત્વરૂપે પોતપોતાના સ્વરૂપને ધારણ કરી પ્રવર્તમાન છે. આધ્યાત્મિક શ્રેણીમાં આરૂઢ થયેલો યોગી અથવા જ્ઞાની જયારે એકત્ત્વ સંખ્યાને શાશ્વત માની બધા પદાર્થોમાંથી દૈતભાવનું વિસર્જન કરી એકત્ત્વના દર્શન કરે છે. વિશ્વના જે કોઈ તત્ત્વો છે તે સૌ એક એક રૂપે પોતાનું અસ્તિત્ત્વ ધારણ કરી ૩૪૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ પર્યાયશીલ છે અને સ્વયં પણ એક શાશ્વત દ્રવ્ય છે તેવા નિર્મળ જ્ઞાનભાવને વાગોળી આ અદ્ભૂત માર્ગનો સ્પર્શ કરે છે. જેમ પદાર્થ એક છે, તેમ આ તેનો માર્ગ પણ એક જ છે તેમ નિહાળી જેમ યોગીરાજે કહ્યું છે તેમ “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ” તે શબ્દને પોકારી ઉઠે છે. તેના અંતરાત્મામાંથી આ ધ્વનિ પ્રગટ થાય છે. અહીં ત્રણ કાળ એમ કહ્યું છે, તે પણ બાહ્ય દ્રષ્ટિએ કહેલું છે. કાળ તો એક જ છે. તેના ભૂત-ભવિષ્ય–વર્તમાન, એવા ત્રણ પાસા હોવાથી સ્થૂળ રીતે ત્રણ કાળ એવો શબ્દ બોલાય છે. નિશ્ચય દ્રષ્ટિએ તો કોઈપણ પદાર્થની સંખ્યાનું સાચુ વિશેષણ એકત્ત્વ છે. પરંતુ બૌધ્ધિક રીતે સમજવા માટે કાળની આ અવસ્થાઓને માટે ત્રણકાળ એમ બોલાય છે. અહીં આપણે એક શબ્દ ઉપર ગંભીરભાવે વિવેચન કર્યું છે અને અદ્વૈતના દર્શન કરી આગળ વિચારીએ. “એક હોય” આમાં “હોય” શબ્દ સંભાવના સૂચક છે અને નિશ્ચયભાવ સૂચક પણ છે. પ્રથમ સંભાવના રૂપે વિચારીએ. અર્થાત્ અહીં અનુમાન કરવામાં આવે છે કે સત્યના સિધ્ધાંતોમાં એકપણું હોવું જોઈએ. સિધ્ધાંત શબ્દ સત્ય સાથે સંબંધ ધરાવે છે. જો સત્ય એક હોય તો સિધ્ધાંત પણ એક જ હોવો જોઈએ. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સત્ય શું છે ? સત્ય કોને કહેવાય ? બધા શાસ્ત્ર કે સંપ્રદાયોમાં સત્યની ઉપાસના કરવામાં આવી છે. અને સત્યને સર્વોપરી માનવામાં આવ્યું છે. સત્ય ન હોય તો ધર્મ, વ્રત નિયમો કે શાસ્ત્રો ખોટા સિકકા જેવા બની જાય છે. સત્ય તે સાર છે, આમ સત્યનું આટલું બધુ મહત્ત્વ હોવા છતાં સત્યની સ્પષ્ટ વ્યાખ્યા જોવા મળતી નથી. મહાત્મા ગાંધી પોતે પોતાને સત્યના પરમ ઉપાસક માનતા હતા, પરંતુ જયારે તેને પૂછવામાં આવ્યું કે સત્ય શું છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે સત્ય મને સમજાય છે, પરંતુ તેની વ્યાખ્યા શું કરી શકતો નથી. સત્યની વ્યાખ્યા કરતા મારી નજર સામે અંધારું છવાઈ જાય છે. છતાં કોઈ મને પૂછે તો એટલું જ કહી શકું છે તે સત્ય. તેણે અંગ્રેજીમાં કહ્યું છે એ સત્ય છે. પરંતુ આ વ્યાખ્યા પણ અપૂર્ણ છે કારણ કે “છે' શબ્દ વર્તમાનકાળનો સૂચક છે જયારે સત્ય તે સૈકાલિક છે. અસ્તુ. આપણે મૂળ વાત પર આવીએ કે સત્યની વ્યાખ્યા શું છે ? દર્શનશાસ્ત્રના પરમ ધારક આદ્ય શંકરાચાર્યજીએ ઉપનિષદની ટીકામાં સત્યની સચોટ વ્યાખ્યા આપી છે અને લખ્યું છે કે “કલા વ્યભિચારીત્વમ્ સત્યમ્” અર્થાત્ જે પરિણામે ઠોસ રૂપ હોતું નથી, જેના પરિણામમાં દોષ આવતો નથી, નિશ્ચિત પરિણામ પ્રગટ કરતું હોય, તે સત્ય છે. આ નિશ્ચિત પરિણામ આપવાનો ગુણધર્મ બધા કાળમાં સમાન છે. તેથી અખંડ રૂપે આ સિધ્ધાંત જળવાઈ રહે છે. આ પરમ સત્યનો "એક હોય ત્રણ કાળમાં" એ વાકયમાં ઉદ્ઘોષ છે અથવા પૂર્ણ સંભાવના છે. આ અનુમાન કેવળ બૌદ્ધિક અનુમાન નથી, પણ પ્રમાણભૂત અનુમાન છે. અનુમાનને પણ એક પ્રમાણ માનવામાં આવ્યું, તો અહીં એક હોય એમ જે કહ્યું છે, તેમાં સંભાવના સૂચક જે અનુમાનનો ભાવ છે તે અનુમાન પ્રમાણભૂત છે. એમ કહીં શાસ્ત્રકાર સ્વયં કહે છે કે પરમાર્થનો પંથ ત્રણે કાળ માં એક હોવો જોઈએ, એક છે અને આ પરંપરાથી જળવાયેલો પંથ આદિકાળથી એક રૂપે જ ચાલ્યો આવે છે. તેનું રૂપાંતર થતું નથી. રૂપાંતર થયું નથી, રૂપાંતર થવાની શક્યતા નથી. સત્ય Page #360 -------------------------------------------------------------------------- ________________ કયારેય પોતાના પરિણામમાં બાંધછોડ કરતું નથી. સદા સત્ય સ્વરૂપે પ્રકાશિત થતું હોય છે. આવું સૈકાલિક સત્ય સ્વરૂપ પરમાર્થના પંથને બીજી કોઈપણ રીતે વિભકત કરી શકાતું નથી. આત્મા જેમ અખંડ અને અવિનાશી છે, તેમ તેનો આ પંથ પણ, આ માર્ગ પણ અખંડ, અવિનાશી છે. તેનું સત્ય પણ શાશ્વત છે. આ સિધ્ધાંત તે અવિકલ્પ સત્ય ઉપર સ્થાપિત થયેલો છે. આવા સિધ્ધાંતોથી પરિપૂર્ણ પરમાર્થનો પંથ પણ શાશ્વત ભાવથી ભરેલો છે. અહીં સિધ્ધાંત, સત્ય, પંથ, માર્ગ ઈત્યાદિ બધા શબ્દોનો જે પ્રયોગ કર્યો છે પરંતુ તેના પ્રાણ સ્વરૂપે એક સૈકાલિક સત્યનો ઉદ્ઘોષ કર્યો છે. લક્ષણ લક્ષની ભેદ અભેદતાઃ અહીં શાસ્ત્રકારે પરમાર્થ અને પરમાર્થનો પંથ' તેવા બે શબ્દ વાપર્યા છે. સાધન અને સાધ્ય, લક્ષ અને લક્ષણ, ધ્યેય અને ધ્યાન, આ બધા સાધનાના ક્ષેત્રમાં જે બે ભાવ જોડાયેલા છે અને કારણ કાર્યરૂપે તેનું વિવેચન થયેલું છે, તે ઉપદેશરૂપે આવશ્યક છે. પરંતુ હકીકતમાં સાધન, સાધ્ય કે કાર્ય કારણ, ધ્યાન–ધ્યેયમાં શું અંતર છે? અને કયા કારણથી બન્નેને ભિન્નરૂપે સમજાવીને ઉપદેશ અપાય છે. હકીકતમાં શું આ બને અવસ્થા ભિન્ન ભિન્ન છે ? તેનો ઉત્તર પણ આપણે આ પરમાર્થ અને પરમાર્થનો પંથ એમ કહીને જે ઉપદેશ આપ્યો છે તેનું સૂક્ષ્મ દ્રષ્ટિએ નિરીક્ષણ કરી ઉચિતભાવ મેળવવા પ્રયાસ કરીશું. જ્ઞાતા, જ્ઞાન, શેય અને પ્રાપ્તિ, પ્રમાતા, પ્રમાણ, પ્રમેય અને પ્રમિતિ. આ રીતે કોઈપણ કાર્યને ક્રિયાત્મક અવસ્થામાં કાર–કરણ કે ઉપકરણ એ બધાનો વિચાર થતો હોય છે અને તેને આધારે ઉપરોકત ત્રણ–ચાર કે તેથી અધિક વિભાગ જોવા મળે છે. જયારે ટૂંકમાં આવી ક્રિયા બે ભાગમાં પણ વિભકત થઈ જાય છે. ઉપરમાં જે ચાર પ્રકાર બતાવ્યા છે. તેમાં પણ કરણ–ઉપકરણ–અધિકરણ કે સંબંધ આદિ અંશો જોડીએ તો ચારથી વધારે અંશો જોઈ શકાય છે. ઉદાહરણ રૂપે આપણે એક ધૂળ વસ્તુને ગ્રહણ કરીએ. કુંભાર ઘડો બનાવે છે. ત્યાં કુંભાર તે નિર્માતા છે. ઘડો તે તેનું લક્ષ અથવા કાર્ય છે, જે કુંભારનું સાધ્ય છે. તેને નિર્માણ પણ કહી શકાય. નિર્માણના સાધનરૂપે માટી તે ઉપાદાન કારણરૂપે છે. ચક્રન્ચીવર ઈત્યાદિ નિમિત્ત કારણ છે અને એ જ રીતે બીજા બાહ્ય કાષ્ટના દંડ કે (ચક્ર) બાહ્ય સાધન તેના ઉપકરણ છે. માટી સ્વયં ઘડાનું નિશ્ચય અધિકરણ છે, જયારે સ્થાન ઈત્યાદિ બાહ્ય અધિકરણ છે, આ બધા સંયોગોનો આશ્રય લઈ તેનું કાર્ય સંપાદિત થાય છે. અહીં તેને આપણે બે ભાગમાં વિભકત કરીએ તો ઘડો તે ધ્યેય છે અને ઘડાના ઉત્પન્ન કરવાના બધા સાધનો તેના નિર્માણ પંથ છે. આ જ રીતે જ્ઞાન તે ધ્યેય છે અને જ્ઞાન પ્રાપ્તિના સાધન તેનો માર્ગ કે પંથ છે. આમ ધ્યેય, ધ્યાન કે ધ્યાતા એ બધા વિભકત હોવા છતાં બધા સંગ્રહ દષ્ટિએ એક જ છે. એકરૂપ થઈ જાય છે. સાધનની ક્રિયાઓની પૂર્ણાહૂતિ તે જ સાધ્ય છે. સાધનાની પૂર્ણાહૂતિ તે જ સિધ્ધિ છે. પરમાર્થના પંથનું અંતિમ બિંદુ સ્વયં પરમાર્થ છે. આ રીતે સૂક્ષ્મદ્રષ્ટિએ વિચારતા પરમાર્થ અને તેનો પંથ બને એકરૂપ છે પરંતુ સાધના કાળની અપેક્ષાએ તેને બે ભાગમાં વિભકત કરી અહીં પરમાર્થનો પંથ' તેમ લખ્યું છે. પરમાર્થનો પંથ તે કોઈ વ્યકિતની વિચારધારાથી ઉદ્ભવેલો ફકત વિચારાત્મક માર્ગ નથી. ૩૪૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ કાકા :: ::: :: :::: પરંતુ સમગ્ર વિશ્વપ્રકૃતિમાં નિશ્ચિત થયેલા શાશ્વત સિધ્ધાંત માંહેનો એક પ્રાકૃતિક સિધ્ધાંત છે. અર્થાત્ નેચરલ પ્રીન્સીપલ છે. પ્રકૃતિ જગતમાં બધુ એક નિશ્ચિત સિધ્ધાંત પર પરિવર્તન થતું હોય છે અને પરિણામ પામતું હોય છે, તે જ વિશ્વનું શાશ્વત સત્ય છે. વિજ્ઞાનમાં પણ કહ્યું છે કે “ નેચર નેચર ! બધા જ સિધ્ધાંતો કે વિશ્વના બધા જ દ્રવ્યો સત્ય પર આધારિત છે. પદાર્થનું અસ્તિત્ત્વ બંને સત્ય બંને એકરૂપે ભાસે છે. જેને આગમમાં પણ કહ્યું છે "સન્ન તોગ નિ સરયૂ" લોકમાં સત્ય સારભૂત છે. હવે મૂળ વિષય પર આવતા આ પરમાર્થનો પંથ પણ એક શાશ્વત સત્ય છે. ત્રણે કાળમાં તે વ્યાપ્ત છે. કાળ આ પંથનું અતિક્રમણ કરી શકતો નથી. એક ગૂઢાર્થ મીમાંસા : વ્યકિત કે પદાર્થની પર્યાયો નાશ પામે છે. દ્રશ્યમાન જગત પણ નાશવાન છે. પરંતુ તેમાં રહેલા સિધ્ધાંતો તે શાશ્વત છે. જેને સનાતન સિધ્ધાંત કહેવાય છે. વ્યકિતનું મૃત્યુ થઈ શકે છે પરંતુ સિધ્ધાંત અખંડિત રહે છે, તેથી કાળ પણ તેના પર કરી શકતો નથી, તેમ કહી શાસ્ત્રકારે પરમાર્થના પંથ પર ત્રણે કાળની અસર નથી. તેમ પરોક્ષભાવે કહ્યું છે. કાળ નવાનું જૂનું અને જૂનાનું નવું કરે છે. જન્મ તેને મૃત્યુ આપે છે અને મર્યા તેને જન્મ આપે છે. આમ ભૌતિક રીતે કાળનો પ્રભાવ છે પરંતુ પરમાર્થના પંથ ઉપર કાળનો પ્રભાવ નથી. કાળ તેમાં એક અંશનો પણ ફેરફાર કરી શકતો નથી. આ પંથ ત્રણે કાળમાં સોનાના સિકકાની જેમ સમાન રૂપે સાધકને સરખું ફળ આપે છે અને પરમાર્થના પંથનો સૌથી મોટો મહિમા છે કે તે સાક્ષાત્ પરમાર્થને પણ આપે છે. અહો ! અહો ! આ સૈકાલિક પરમ સત્યરૂપ પરમાર્થ પંથ સદા વિંધ છે અભિવંદ્ય છે ! આદરણીય દેવ મોક્ષનું પરમ સાધન છે ! આ માટે જ કવિ કહે છે કે “એક હોય ત્રણ કાળમાં આ વાકયમાં પરમાર્થની નકકરતા વિશે તેઓશ્રીએ નકકર વાણી ઉચ્ચારી પરમાર્થ શબ્દ વિશે આપણે પૂર્વમાં કહી ગયા છીએ, અહીં પંથ વિશે આટલું કહ્યા પછી ઉત્તરાર્ધમાં દષ્ટિપાત કરીએ, આ પદમાં હવે પરમાર્થ પંથ તો આંતરિક ફળ પરમાર્થ તો આવે જ છે. પરંતુ તે દિશાસૂચન પણ કરે છે અને વ્યવહારિક દ્રષ્ટિએ જીવ પરમાર્થ તરફ વળે તેવા પ્રેરક ભાવો પણ ઊભા કરે છે. આ વાકયમાં કર્તા અને કર્મ અને અધ્યાહાર છે. માર્ગ પ્રેરે છે તેનો અર્થ એ છે કે માર્ગનો સાધક સ્વયં પોતાને પ્રેરણા આપે છે. એટલું જ નહિ પરંતુ પરમાર્થની સાધનાથી અન્ય જીવોને પણ પ્રેરી શકે છે. અહિં પ્રેરે છે એમ ક્રિયા બતાવી છે. પણ આ ક્રિયાનો કર્તાપ્રેરક કોણ છે તે સમજાય તેવું છે. પરમાર્થના પંથને જે સ્પર્શ કરે તે સાધક સ્વયં પ્રેરક બની જાય છે. માર્ગ તો જ્ઞાનાત્મક અને અણમોલ છે પરંતુ માર્ગના ધારકમાં માર્ગના પ્રભાવથી પ્રેરણાઓ પ્રફુટિત થાય છે. એટલે જે પ્રેરણા કરી શકે છે તે પ્રેરણાનો કર્તા છે અને સામા પક્ષે જેને પ્રેરણા પ્રાપ્ત થાય છે, તે પ્રેરણાનું કર્મ છે, અર્થાત્ લક્ષ છે. આમ આ દિવ્યપંથ બાહ્ય દ્રષ્ટિએ સાધકને પ્રેરક બનાવી અન્ય જીવોને પ્રેરણા આપવાનું એક નિમિત્ત બને છે. તેથી શાસ્ત્રકારે સ્વયં આ વ્યવહારના ઉદરમાં નિશ્ચયરૂપે સૈકાલિક સત્ય પરિપૂર્ણ પરમાર્થનો પંથ અસ્તિત્ત્વ ધરાવે છે, તેમ કહ્યું છે, તેથી જ તે પંથ જાણે બહારમાં પણ પ્રેરણા આપી રહ્યો છે. અને પરમાર્થને લગતા બીજા સારા શરીર ૩૪૮ કરો Page #362 -------------------------------------------------------------------------- ________________ નીતિ નિયમોનું, વ્રત સાધનાનું કે શુધ્ધ આચરણનું ઉદ્ધોધન પણ કરે છે. આમ પરમાર્થના પ્રાગટયની સાથે સાથે બીજી પણ નૈતિક આરાધના કરવા યોગ્ય ભકિતરૂપ પ્રેરણાનો પ્રવાહ પણ પ્રવાહિત કરે છે. અને તેને અહીં પ્રેરે એમ કહ્યું છે. કોણ પ્રેરે છે? જેમ બીજમાં પડેલી શકિત માટી અને પાણીને સંચિત કરી અંકુરિત થવા માટે ગુપ્તભાવે પ્રેરતી હોય છે, બળ આપતી હોય છે. તેમ અહિં પરમાર્થના પંથરૂપ બીજ જયારે અંતરાત્મામાં વિકાસની અવસ્થામાં આવે છે ત્યારે મન–પ્રાણ-ઈન્દ્રિયોને તથા અંતર બાહ્ય બધા અંગોને આકૃષ્ટ કરીને સાધનાના ક્ષેત્રમાં જવાની પ્રેરણા આપે છે અને જીવનને ભકિતમય બનાવે છે. આ છે પરમાર્થ પંથનો બાહ્ય વ્યવહાર પક્ષ. સંપૂર્ણ આત્મસિધ્ધિમાં શાસ્ત્રકારની દક્ષતા દ્રષ્ટિગોચર થાય છે. અને તેમની ન્યાયબુધ્ધિ એટલી બધી સંતુલિત છે કે ન્યાય આપવાનું ચૂકયા નથી. નિશ્ચય અને વ્યવહાર, આત્મા, આરાધના અને વ્યવહાર આમ જયાં જયાં પ્રસંગ પડયો ત્યાં બને ભાવને સાથે રાખી જ્ઞાનમાર્ગની કોતરણી કરી છે. જ્ઞાનક્રિયાનું બન્નેની ઉપાસનાનું સંતુલન બરાબર જાળવ્યું છે, એકાંત ભાવોનું સાફ શબ્દોમાં નિરાકરણ કર્યું છે. આત્મસિધ્ધિના પ્રારંભના, પદોમાં કહ્યું છે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાની કોઈ ત્યાં પણ એકાંત ભાવનું ખંડન કરી, એકાંતભાવની આકરી ટીકા કરી અત્યંત ઉચિત શબ્દોથી બને ભાવોને સ્પર્શ કરવા માટે સ્વયં પ્રેરણા આપી રહ્યા છે. અહીં પણ પરમાર્થનો પંથ તે સૂક્ષ્મ આરાધના હોવા છતાં વ્યવહારદશાને બરાબર જાળવી રાખે છે. તેમ કહીને આ ગાથામાં પણ બને ભાવોનું ઉદ્ઘાટન કર્યું છે અને પરમાર્થ પંથનો પણ એક વ્યવહાર પક્ષ છે અને આ વ્યવહાર પક્ષ પણ પરમાર્થ પંથથી સ્વયં પ્રેરિત થયેલો કે ઉદ્ઘોધિત થનારો છે. તેમ કહીને પરમાર્થ પંથની દ્વિવિધ શકિતનું દર્શન કરાવ્યું છે. પ્રેરણા : પ્રેરે છે તેનો અર્થ પ્રેરણા આપે છે. અહિં આપણે પ્રેરણા શબ્દ ઉપર થોડો વિચાર કરીએ. વિશ્વમાં જે કાંઈ ક્રિયમાણ છે તેનું મૂળ ઉપાદાન કારણ તો સ્વયં પદાર્થની દિવ્ય સત્તા છે. અથવા દિવ્ય શકિત છે, તે સત્તાનું કોઈ સાક્ષાત્ ઉલ્લંઘન કરી શકતું નથી, જયારે બે દ્રવ્યો કે બે વ્યકિતઓ સામે સામે આવે છે ત્યારે પરસ્પર નિમિત્ત બની, કર્તા કર્મની એક જંજીર ઉત્પન્ન કરે છે. આ કર્તા કર્મની મૂળ સાંકળ તો સત્ય ન હોવાથી પરમાર્થ રૂપે અસ્તિત્ત્વ ધરાવતી નથી. પરંતુ નિમિત્તભાવે હું કર્તા છું તેવો આભાસ ઉત્પન્ન કરે છે અને બીજા જીવોમાં પણ બીજો કોઈ કર્તા છે તેમ નિમિત્તભાવે કર્તુત્વની સ્થાપના થાય છે. આ કર્તૃત્ત્વ ક્યારેક અહંકારથી પેદા થાય છે. કયારેક જનવૃંદ તેને સન્માનરુપે કર્તૃત્વ અર્પણ કરે છે અને કર્તા બનાવે છે. યુગની આદિમાં જયારે કોઈ રાજા કે રાજય નહોતું ત્યારે પણ વ્યવહારિક આવશ્યકતાના આધારે સહુએ મળીને એક શકિતશાળી વ્યકિતને રાજપદ આપ્યું રાજાએ તે સ્વીકાર્યું. હું સમગ્ર રાજયનો ચલાવનાર છે તેવો અહંકાર જનતાના સન્માનમાંથી ઉદ્ભવ્યો, આ રાજાશાહીએ વિશ્વમાં કેટલા પ્રચંડ નાટકો ભજવ્યા તે ઐતિહાસિક ઘટનાઓ ઈતિહાસના પાના ઉપર પ્રસિધ્ધ છે. એટલે આ કર્તૃત્ત્વ બહુધા અંશે મિથ્યા હોય છે. પરંતુ કર્ણનો બીજો પક્ષ એ છે કે ૩૪૯ Page #363 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તભાવે તે કાર્યકારી પણ હોય છે. ખેડૂત અન્ન પેદા કરે છે, કારીગરો મકાન બનાવે છે કે બીજા વિશ્વના કોઈ આવશ્યક કર્મો નિર્માણ થાય છે તેમાં આ વ્યવહારિક પક્ષ નિમિત્તભાવે કર્તાની આવશ્યકતાને સિધ્ધ કરે છે અને એક પદાર્થ જયારે કર્તા બને ત્યારે બાકીના નિમિત્તો તેનું કર્મ બને છે. કર્તાને કે સાધકને કોઈપણ નિમિત્તભાવે કંઈ પણ પ્રાપ્તિ થાય છે ત્યારે સદ્ગુરુનો એ સ્વભાવ છે કે બીજાને તેમાં ભાગીદાર બનાવે અને પોતેપોતામાં સીમિત ન રહી સહુને લાભ મળે, સર્વત્ર તેનો પ્રકાશ ફેલાય, તેવી સત્ત્વગુણ પ્રભા ઉદ્ભવે છે. તમોગુણ તે મનુષ્યને લોભી બનાવી બધી શકિતને પોતામાં સંચિત કરી પોતે જ ઉપભોકતા બને તેવા કષાયભાવોને દઢ કરે છે, જયારે સત્ત્વગુણ પોતે સુખી થાય અને પોતે જે આધ્યાત્મિક આનંદ અનુભવે છે તેવો આનંદ અન્યને પણ મળે અને સમાનભાવે તે શાંત તત્ત્વ પ્રસારિત થાય તેવા અકષાયભાવો કે ઉપશમભાવો વિકાસ પામે છે અને કષાયને મંદ કરે છે. આ છે પ્રેરણાનું કે સત્ પ્રેરણાનું મૂળ સૂક્ષ્મ બીજ. શુદ્ધ પ્રેરણા કર્તા અને કર્મ વચ્ચેની એક સત્ત્વગુણ ભરેલી રેખા છે. અશુધ્ધ પ્રેરણાઓને સામાન્ય રુપે આપણે પ્રેરણા કહી શકતા નથી, તેથી અહીં સત્ત્વ ગુણમય શુધ્ધ પ્રેરણા ગ્રહણ કરવાની છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે જયાં કર્તાપણાનો અહંકાર નથી છતાં પણ નિમિત્તભાવે જે કાંઈ તત્ત્વનો પોતે સાધક બન્યો છે કે કર્તા બન્યો છે તેવા ભાવોને બધા આત્મા સુધી પહોંચાડવાની વૃતિ તે પ્રેરણા છે. પ્રેરણા એ દિવ્ય પ્રભાવ છે. પ્રેરણા તે પરમાત્માથી પ્રાપ્ત થયેલી સમગ્ર સમાજને જાગ્રત કરવાની સંજીવની છે, એક અમૂલ્ય તત્ત્વ છે, જેથી અહીં કવિરાજે પ્રેરે છે તેમ કહીને પ્રેરણારુપ દિવ્ય રત્ન પ્રકાશિત કર્યું છે. પ્રેરણામાં કતૃત્ત્વના અહંકારની ગંધ નથી, પરંતુ સહજભાવે ફેલાતી સૌરભ છે. જેમ પુષ્પ સ્વયં સુગંધિત થયા પછી સ્વતઃ ચારે તરફ સૌરભ ફેલાવે છે. તેમાં કોઈ સૌરભ ફેલાવવાનો અહંકાર નથી. સ્વાભાવિક ક્રિયાત્મક ગુણ છે. તેમ અહીંયા પરમાર્થનો પંથ પુષ્ટ થતાં, આનંદની સુગંધ ભરપુર થતાં, ચારે તરફ પોતાની સૌરભ ફેલાવે છે અને સ્વયં પંથ હોવા છતાં પરમાર્થની પ્રેરણા આપે છે, જાણે પરમાર્થનું દાન કરે છે, સહુને પરમાર્થ તરફ વળ વા માટે બંસી બજાવે છે, દિવ્ય ધ્વનિ પ્રગટ કરે છે. આ રીતે આ પંથની ઉજ્જવળ વ્યવહારદશા પણ પ્રગટ થાય છે. જેમ સુકુળની ચારિત્રવાન કન્યા શ્વસુરપક્ષમાં સ્વયં તો ગુણી છે જ પણ પૂર્ણ પરિવારને પણ પરોક્ષભાવે પ્રેરણા આપે છે અને સમગ્ર પરિવારને પ્રભાવિત કરે છે. તેમ આ પરમાર્થનો પંથ સમાજમાં કે જે જે વ્યકિતઓમાં પ્રગટ થાય ત્યારે તે વ્યકિત પૂરતો સીમિત ન રહેતા સમગ્ર વાયુમંડળને પ્રભાવિત કરે છે, દિવ્યતાનો સંદેશ આપે છે અને પરમાર્થ માટે સહુને પ્રેરણા આપે છે, પરમાર્થ તરફ જવા માટે આંગળી ચીંધે છે. જરાપણ દબાણ કર્યા વિના સહજભાવે સમજીને ચાલવાની એક સાધનારૂપ કળાનું પ્રદર્શન કરે છે. ધન્ય છે આ પરમાર્થ પંથને ! તેનો આંતરિક પક્ષ અગોચર છે. જયારે તેનો આ વ્યવહાર પક્ષ દશ્યમાન દષ્ટિગોચર છે. સાક્ષાત્ આસ્વાદ લઈ શકાય તેવો તેનો સ્થૂલ પ્રભાવ જોઈ શકાય છે. પરમાર્થના પથરુપ લતામાં લાગેલ સુગંધમય પુષ્પ છે, પંથનું નવનીત છે, જે પરમાર્થ તરફ પ્રેરણા આપે છે. પ્રેરણા તે અહંકાર રહિત જીવવાની, સમજવાની, સમજાવવાની એક નિરાલી પધ્ધતિ છે. જૈનશાસ્ત્રોમાં જેમ ૩૫૦ Page #364 -------------------------------------------------------------------------- ________________ લખ્યું છે કે સાધુ આદેશ ન આપે પણ ઉપદેશ આપે. પ્રેરણા તે એક પ્રકારની ઉપદેશાત્મક સાત્ત્વિક ક્રિયા પધ્ધતિ છે. પ્રેરણામાં અહિંસા ભાવ સમાયેલો છે. જયારે હુકમ કે આજ્ઞા વગેરેમાં દબાણ હોવાથી હિંસાત્મકભાવો આવી શકે છે. પરમાર્થનો પંથ તો સર્વથા અહિંસામય હોવાથી તે સાત્વિક પ્રેરણા આપે છે અને નિર્દોષભાવે જનસમૂહને કે મનુષ્યના મનને પ્રેરિત કરે છે. પ્રેરે તે પરમાર્થને” આ વાકય સોળે આના અલૌકિક અને અતિ સુંદર છે. તેમાં દયામય ભાવોની અને નિર્દોષ જ્ઞાનાત્મક ભાવોની ઝલક છે. આ છે તેનો વ્યવહાર પક્ષ. હવે આપણે આ ગાથામાં વ્યવહાર શબ્દ જે કહ્યો છે તેને અંતર્ગત તપાસી આગળની ગાથાઓનું ઉચ્ચારણ કરશું. વ્યવહારનું ક્રિયાત્મક રૂપ : વ્યવહાર એટલે શું? સામાન્ય સાંસારિક જીવનમાં વ્યવહાર શબ્દ ખૂબ જ પ્રસિધ્ધ પામેલો છે અને તેનો સામાન્ય અર્થ ભાવ-અભાવ-કુભાવ કે શૂન્યભાવે જે કાંઈ લેવડ દેવડ થાય છે, અથવા ઉપચારમૂલક ભાષા બોલાય છે, તેને વ્યવહાર કહેવામાં આવે છે પરંતુ અહીં ધાર્મિક કે દાર્શનિક ક્ષેત્રમાં વ્યવહાર શબ્દ ઘણો જ મહત્વપૂર્ણ છે. દ્રવ્યભાવે સામાન્ય ઘટિત અર્થથી આગળ વધી વ્યવહાર એક પ્રકારે પદાર્થોની પ્રવર્તમાન અવસ્થા અને તેની સાથે જોડાયેલી જ્ઞાનક્રિયા કે વચન પ્રણાલી તેવો ગંભીર અર્થ લઈ વ્યવહારનયની સ્થાપના કરવામાં આવી છે, વ્યવહાર પક્ષ નિશ્ચિત કરવામાં આવ્યો છે. વ્યવહારના બે ભેદ પ્રસિધ્ધિ પામ્યા છે. સવ્યવહાર અને અસવ્યવહાર અને બંને વ્યવહારના બબ્બે બબ્બે પાસા છે. અંતરંગરુપ અને બાહ્યરુપ. આ રીતે મનુષ્યના મન-વચન-કાયાના યોગ અને ઈચ્છાશકિત જયારે જડ ચેતન દ્રવ્યો સાથે જે કાંઈ ક્રિયાકલ્પની સ્થાપના કરે છે, તેમાં તેનો વ્યવહાર પક્ષ પ્રગટ થાય છે. જેનદર્શનમાં સાતનયોનું વિભાજન પણ વ્યવહારનય અને નિશ્ચિયનય એમ બે ભાગમાં વિભકત થયેલું છે. નિશ્ચયનય તે પર્યાયાર્થિકનય જે સત્યની નિકટનો એક પ્રકારનો શુધ્ધ પક્ષ છે, જયારે વ્યવહારનય દ્રવ્યાર્થિક હોવાથી અને સત્ય તથા સત્યથી દૂર એવા સ્થૂલ ભાવોને પણ સ્પર્શ છે. તથા જ્ઞાન અને જ્ઞાનાભાસ બને ભાવોનો પોતામાં સમાવેશ કરી એક પ્રણાલી ચલાવે છે, તે છે વ્યવહાર નયની વિશેષતા. નિશ્ચયનય જેટલો ગંભીર છે તેટલો પ્રામાણિક છે. વ્યવહારનય એટલો ગંભીર પણ નથી અને સર્વને માટે પ્રમાણિક પણ નથી, પરંતુ જે વ્યવહારનય નિશ્ચયનયનું ઉલ્લંઘન કરતો નથી અને નિશ્ચયનયના નિર્ણયને કેન્દ્રમાં રાખીને મન-વચન-કાયાના પ્રયોગ કરે છે તે સદ્વ્યવહારની કોટિમાં આવે છે. મનુષ્યનું મન પણ જાગૃત હોય છે કે જે કાંઈ વ્યવહાર દેખાય છે તે કેટલે અંશે સત્ય છે તે જાણવા મળે છે. આ વ્યાખ્યા પછી અહીં શાસ્ત્રકારે સ્વયં નિશ્ચયનયની પ્રેરણાને આધારે અર્થાત પરમાર્થના પંથના આધારે સ્વયં કહ્યું છે કે અહીં સાચો વ્યવહાર સંબંધ સ્થાપિત થાય છે અને મનુષ્યની બાહ્ય પ્રવૃત્તિ પણ જ્ઞાનને અનુકુળ હોવાથી તે સવ્યવહારને અનુકુળ હોય છે. આમ પરમાર્થનો પંથ બન્ને પક્ષમાં આત્માની જ્ઞાન પ્રણાલિમાં અને બાહ્યવ્યવહાર પ્રણાલિમાં એક ઉત્તમ સંબંધ ઊભો કરે છે. નિશ્ચય અને વ્યવહારનો આ સુમેળ ન હોય તો ત્યાં પરમ અર્થનો ઉજજવળ પંથ હાજર નથી. અથવા એવા ઉજજવળ પંથથી મનુષ્ય ભટકી જાય છે અને વનવગડામાં ભૂલા પડેલા યાત્રી જેવી સ્થિતિ થાય છે. જેમાં માલિક કે નોકરનો સંબંધ ઊંચો હોય કે સાચો હોય તો બંનેનું જીવન Page #365 -------------------------------------------------------------------------- ________________ શાંતિમય અને ઉન્નતિકારક છે. તેમ અહીં આત્મા તે અધિષ્ઠાતા છે. તેની સાધનાની ક્રિયા તે ત્રૈકાલિક પરમ સત્યરુપ પરમાર્થનો પંથ છે. અને પુણ્યયોગે પ્રાપ્ત થયેલા આ મન-વચન-કાયાના યોગો જીવાત્માની સેવામાં તત્પર છે પરંતુ બન્ને વચ્ચે ઉત્તમ વ્યવહાર સંબંધ સ્થાપિત થયો હોય તો આત્મા સત્ પંથે જાય છે. આ યોગો નિર્મળ, નિર્વધ મહાપુણ્યનો બંધ કરે છે. પરંતુ આત્માની ઉત્તમ અવસ્થાથી દૂર રહેલા આ યોગો મોહનીય કર્મની જાળમાં ભટકીને પુણ્યનો નાશ કરે છે. એટલું જ નહીં પરંતુ તીવ્ર પાપનો પણ બંધ કરે છે. માટે આ ૩૬ મી ગાથામાં કૃપાળુ ગુરુદેવે પરમાર્થના પંથને પ્રકાશિત કરી તેના ઉત્તમ મૂળરુપે વ્યવહારનો સંબંધ બતાવ્યો છે. આટલી વ્યાખ્યા પછી વ્યવહાર શું છે ? તે સ્પષ્ટ સમજાય તેમ છે. શુધ્ધ વ્યવહાર અને તેનો સંબંધ શાસ્ત્રસમંત બની જાય છે. આવા વ્યવહારને શાસ્ત્રકારો સંમતિ આપી તેને સંમતની મહોર–છાપ મારે છે. વ્યવહારમાં બોલાય છે ન્યાયસંમત, શાસ્ત્ર સંમત, બુધ્ધિસંમત કે જ્ઞાન સંમત, આ પ્રકારના શબ્દ પ્રયોગો સાંભળવા મળે છે. કોઈપણ ચીજની ઉત્તમતા માટે તેની એક કસોટી હોય છે અને કસોટી પર વસ્તુ ખરી ઉતરે ત્યારે તે સત્ય સંમત થાય છે, તેમજ વ્યવહાર માન્ય પણ થાય છે. કસોટી એ જીવની પરીક્ષા છે. સુખ–દુઃખના આધારે, અનુકુળતા કે પ્રતિકુળતાના આધારે જે કાંઈ નિર્ણયો અપાય છે તે મોહજન્ય હોય છે. સત્ય સંમત હોતા નથી, તેમજ ન્યાયસંમત પણ હોતા નથી. એક દારુ પીનાર વ્યકિત શરાબને સારો ગણે છે અને દૂધ પ્રતિ પ્રાયઃ અણગમો ધરાવે છે, તો તેના આ બન્ને નિર્ણયો સત્યથી દૂર છે, મોહનિત છે. ગુણવત્તાને આધારે જે નિર્ણય થાય અથવા શાસ્ત્રના ન્યાય પ્રમાણે જે નિર્ણય થાય તે સત્યને અનુકૂળ હોય છે, અને તે પ્રામાણિક ગણાય છે. આ પ્રામાણિકતા માટે વ્યકિત કે તત્ત્વની કસોટી કે પરીક્ષા થવી તે ન્યાયસંમત થવા માટે એક આધાર બની જાય છે. સોનું છે કે પિત્તળ તે કસોટીથી પરખાય છે. તેમ વ્યકિતનો વ્યવહાર સાચો છે કે ખોટો તે સમય પર થતી પરીક્ષાના આધારે ન્યાયસંમત બને છે. અહીં શાસ્ત્રકારે સમંત શબ્દ મૂકીને વ્યવહાર અને નિશ્ચય બન્નેના સંબંધને કસોટીની દૃષ્ટિએ શુધ્ધ બતાવ્યા છે અને કસોટી એક જ છે કે જે વ્યવહાર પરમાર્થ તરફ લઈ જાય તે વ્યવહાર સંમત છે. સંમતનો બીજો અર્થ માન્ય પણ થાય છે. શાસ્ત્રમાન્ય છે, સિધ્ધાંતમાન્ય છે અને આત્મ વિશ્વાસની દષ્ટિએ સ્વયં આત્મા જેનો સ્વીકારે કરે તે આત્મમાન્ય થાય છે. અહીં કવિરાજે વ્યવહાર સંમત કહીને બન્ને પક્ષમાં સંમતનો ઉપયોગ કર્યો છે. વ્યવહારનો પંથ ન્યાય યુક્ત છે અને માન્ય છે પરમાર્થ જ્ઞાનથી વ્યવહાર માન્ય છે. વ્યવહાર સ્વયં માન્યતાવાળો થાય છે અને વ્યવહારથી સિધ્ધાંતની માન્યતા પણ સ્થાપિત થાય છે. આ રીતે પરસ્પર વ્યવહાર સંમત જે પરમાર્થનો પંથ છે. તેની મહાનતાનું મૂલ્યાંકન કર્યું છે. ૩૬ મી ગાથનો એક એક શબ્દ પરસ્પર અનુસંધાન અને એક વાકયતા ધરાવે છે અને એક ખાસ અર્થને ઉજાગર કરે છે, પરંતુ સાથે સાથે એક એક શબ્દ સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે. તે સ્વતંત્ર પોતાની સત્તા ઉજાગર કરે છે. પ્રત્યેક શબ્દ પોતાના ગુણધર્મનું જ્ઞાન કરાવે છે. આ બધા અર્થો અને તેની સળંગ એકવાકયતા વ્યવહાર સંમત છે, તેમ બતાવીને ગુરુદેવે આત્મકલ્યાણની એક નિશ્ચિત રેખા માનસપટલ પર દોરી છે. મોતીની માળામાં રહેલો મણકો સમગ્ર મોતીની ૩૫૨ Page #366 -------------------------------------------------------------------------- ________________ માળાને તો શોભાવે છે જ પરંતુ પ્રત્યેક મોતી પોત પોતાની રીતે એક શોભા પણ ધારણ કરે છે. એ રીતે મણકો દ્વિવિધ પ્રકારનું ભાજન બને છે. આ જ રીતે ૩૬ મી ગાથાના એક એક મણકા અને સમગ્ર ૩૬ મી ગાથાની એક માળા ત્રિવિધ બોધપાઠ ઊભો કરી પરમાર્થ અને વ્યવહાર બને ઉપર ઉત્તમ પ્રકાશ પાથરી સાધકને પ્રકાશના ક્ષેત્રમાં લાવી મૂકે છે. અંધકારમાં ભટકેલો જીવ જેમ પ્રકાશમાં આવે તેમ આ ગાથા પ્રકાશમાં લાવી તેના સકળ વ્યવહારને સંમત માની એક ઉત્તમ બોધપાઠ આપી જાય છે. અહીં આ ગાથા પૂરી કરી ગાથાનો ઉપસંહાર જણાવી ૩૭ મી ગાથામાં પ્રવેશ કરશું. ઉપસંહાર : આખી ગાથાનો સારાંશ એ છે કે સત્ય ત્રણકાળમાં એક જ હોય છે અને પરમાર્થનો પંથ પણ સત્ય આધારિત છે. જેથી આ સિદ્ધાંત પણ સદા માટે એક સરખો અસ્તિત્વ ધરાવે છે. મનુષ્ય કલ્પેલા નિયમોમાં કે બનાવેલા કાયદા કાનુનોમાં ફેરફાર થતો રહે છે, થઈ શકે છે, પરંતુ પ્રકૃતિના કે વિશ્વ જગતના જે કાયદા કાનુન છે તે શાશ્વત અને સૈકાલિક છે, તેમાં બાંધછોડ થતી નથી, તેનો જે સ્પર્શ કરે તેને તે નિશ્ચિત પરિણામ એટલે કે ફળ આપે છે. આ પ્રાકૃતિક સિધ્ધાંતોને આધારે જીવનનું જે ઘડતર કરે છે તેનો સકળ વ્યવહાર શાસ્ત્ર-સંમત થઈ જાય છે, અથવા બીજી રીતે કહો, તો એમનો વ્યવહાર માન્ય થઈ જાય છે, માન્ય રાખવા જેવો બની જાય છે. પ્રકૃતિના કે દ્રવ્ય જગતના કે આધ્યાત્મિક તત્ત્વોના નિશ્ચયાત્મક સિધ્ધાંતો તે શાશ્ર્વત સિધ્ધાંત છે અને શાશ્વત કહેતા નિત્ય સ્થિતિને પ્રાપ્ત કરાવી શકે તેવા સમર્થ છે. જો આટલું સમજાય તો મનુષ્ય આ દુનિયાદારીના કહેવાતા આલાપ સંતાપ કે માન અપમાનના ભાવોથી નીકળીને ઈશ્વરની ગોદમાં પહોંચી જાય છે. ઉપોદ્દાત : આ પદમાં ખાસ બે વાત પર લક્ષ દોરવામાં આવ્યું છે. જો સત્યને પ્રાપ્ત કરવું હોય તો તેના અધિષ્ઠાતા, તેના જાણકાર જેઓ સાક્ષાત્ અનુભવી છે. આત્માનુભૂતિમાં રમણ કરી રહ્યા છે, તેવા શ્રી ચરણોની શોધ કરે, અર્થાત્ તેને ઓળખવાની કોશિષ કરે અને આ બાબત સંશોધન કરી યોગ્ય અધિકારી પાસે પહોંચવાની તમન્ના રાખે. સાથે સાથે ગાથામાં એક મૂળભૂત ચેતવણી આપી છે અને તે એ છે કે બીજા કોઈ સાંસારિક ધ્યેય સામે ન રાખે અને કોઈ ખોટા હેતુસર આવી ઉપાસનામાં ભાગ ન લે, કારણ કે મનુષ્યના મનમાં આવા બધા હિતાહિતના સ્વાર્થ ભરેલા, રાગ-દ્વેષ યુકત ઘણા વિભાગ તત્ત્વો કામ કરતાં હોય છે. તેને અહીં ગુરુદેવ એક પ્રકારે માનસિક રોગ બતાવે છે અને આવા ધ્યેયથી સરુ પાસે જવાથી કલ્યાણ તો દૂર રહ્યું પરંતુ અપકલ્યાણની સંભાવના છે. શુધ્ધ હેતુ અને લક્ષ રાખીને જ આગળ વધવાની ચેતવણી આપે છે તથા બન્ને પક્ષપર ઊંડેથી વિચાર કરવાનું પણ સમજાવ્યું છે. હવે મૂળ ગાથામાં સ્પર્શ કરીએ. &&&&&&&&&&&& ૩પ૩ Page #367 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩છે. 'એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ II એમ વિચારી અંતરે... : પ્રારંભમાં “એમ વિચારી' એમ કહ્યું છે તો ત્યાં સીધો જ પ્રશ્ન છે કે કેમ વિચારીને? અથવા શું વિચારીને? સદ્દગુરુની શોધ કરવાની છે. “એમ વિચાર” શબ્દ પાછળના કહેલા બધા ભાવોનો વિચાર કરવાનું પણ કહે છે. તેનો અર્થ વિધિવત પણ થાય છે, અર્થાત્ સાચી રીતે વિચારીને, સીધી રીતે વિચારીને, અત્રે જે કાંઈ પાછળ કહ્યું છે તેનો વિચાર કરીને; એમ વિચારમાં કેટલાંક માર્મિક ભાવો પણ અધ્યાહાર રુપે કહેવામાં આવ્યા છે. એમ વિચારવું' એ શબ્દ ગુજરાતી ભાષાની ખાસ એક મર્મ પૂર્ણ ઢાલ છે. એવું વિચારવું, તેમ વિચારવું ઈત્યિાદિ શબ્દો કરતાં “એમ વિચારવું એ વાકયમાં વધારે મર્મ છે અને વધારે ગૂઢાર્થ પણ છે. ૩૬મી ગાથામાં જે કાંઈ કહ્યું છે અને આત્મસિધ્ધિની ૩૬ ગાથામાં જે કાંઈ કહ્યું છે તે બધી ગાથાનો સાર લઈ વિચારવું ઘટે છે, તેમ સમજાય છે. આટલું કહેવાથી પણ એમ વિચારવાની પૂરી જે વિચારણા છે તે બધી આવી શકતી નથી, માટે આપણે અહીં “એમ વિચારેની જે ધારા છે તેમાં થોડા ઊંડા ઊતરીએ. મનુષ્ય જે કાંઈ વિચારે છે એમાં સર્વથા તે સ્વતંત્ર નથી અને તેના વિચારોના ઉપકરણો પણ એટલા સ્વચ્છ નથી. કર્મના ઉદય ભાવોનો પ્રભાવ તથા બીજા ઘણા સંસ્કારો મનુષ્યને વિચારવામાં સાધક–બાધક બની વિચારવાનું કારણ બને છે. જેમ અજાણ્યો માણસ મુસાફરી કરતો હોય અને તેમની સામે ઘણા માર્ગો એક જગ્યાએ સમ્મિલિત થયા હોય તો ત્યાં કયે માર્ગે જવું તે એકાએક વિચારી શકતો નથી. વિચાર કરવામાં ભૂલ કરે તો આડે રસ્તે પણ જઈ શકે છે. રસ્તા સંબંધી તેને જે કાંઈ કહેવામાં આવ્યું હોય, તે સરખું સમજયો ન હોય, યાદ ન રાખ્યું હોય, તો તેનો માર્ગ સ્પષ્ટ થતો નથી અવરુધ્ધ રહે છે. અહીં પણ શાસ્ત્રકારે પાછલી ગાથામાં સાચા માર્ગની સમજણ માટે અને મિથ્યામાર્ગને ઓળખવા માટે ઘણી ઘણી સૂચનાઓ આપેલી છે. તેમ જ ભાવભરી શૈલીથી વિચારરૂપ સંસ્કારનું આરોપણ કર્યું છે અને સાધકને વિચારવા માટે સાચું કહો તો એક સુંદર પ્લેટફોર્મ બનાવી દીધું છે, સાચા ભાવોની રંગોળી પૂરી છે. આ બધું હોવા છતાં મોહનીયકર્મના ઉદય, વાસનાના સંસ્કાર, કુતર્કની આદત, બીજા કેટલાક આગ્રહ ભરેલા વિચારો માર્ગના અવરોધક છે, આડે માર્ગે જવા માટે પ્રેરિત કરે તેવા છે. આ બધાથી બચવા માટે સદ્ગુરુનું શરણ એક સાચું સાધન છે. આ બધું સાંભળ્યા પછી એમ વિચારે કે સાચું હિત શેમાં છે? પરિણામે સુખ આપે એવું તત્ત્વ કયું છે ? બાકીના બધા જે મિથ્યાભાવો છે તેનું પરિણામ તો સ્વતઃ જાણી લીધું છે અને તેના સાધારણ ઉપાયો શું છે તે પણ જીવ સમજયો છે, પરંતુ આ બધા વિચારો સમજવાથી માર્ગનું એટલે જીવનું દારિદ્ર ગયું નથી, જવાનું નથી, અશરણભૂત અવસ્થા મટવાની નથી, એમ વિચારીએ તો જ સત્ય તરફ જવાની ભાવના જાગૃત થાય. અહીં “એમ વિચારે જે ભાવનો આદેશ આપ્યો છે તેમાં અમે જે કહ્યું તા ૩પ૪ કરો Page #368 -------------------------------------------------------------------------- ________________ છે, પાછળ ગાથાઓના અર્થને તે તો વિચારે જ, ઉપરાંત પોતે દુનિયાદારીના જે કડવા અનુભવ લીધેલા છે, સંસારના જે મિથ્યા ફેરાથી થાકયો છે અને અત્યાર સુધી જે પાણી વલોવ્યું છે તેનો પણ વિચાર કરે. એમાં વિચારે અર્થાત્ મેં જે જાણ્યું છે તે કેટલું અપૂર્ણ છે અને આ જ્ઞાનની ગાથાઓમાં જે કહ્યું છે તે કેટલું પરમાર્થમૂલક છે એમ વિચારે. પોતાના અનુભવોના આધારે અને આ ઉપદેશથી બીજાનો તાલમેલ કરી એમ વિચારે કે હવે મારે કોઈ સાચા વિજ્ઞાતા પાસે પહોંચવાની આવશ્યકતા છે. શાસ્ત્રમાં જીવને વિચાર કરવા માટે બાર ભાવનાઓ આપેલી છે. જેમાં અનિત્યભાવના, અશરણભાવના, સંસારભાવના અને એકત્વભાવના ઈત્યાદિ. બધી ભાવનાઓ સંસારનું સ્વરુપ ઉઘાડું કરે છે. જીવ એમ વિચારે કે આ બધું કેટલું ખોટું છે, એમ વિચારે કે હું રણપ્રદેશમાં યાત્રા કરી રહ્યો છું. પાણીનું એક બિંદુ મળી શકવાની શક્યતા નથી, આવા અવસરે એમ વિચારે કે અત્યારે મને તત્ત્વ સાંભળવાનો યોગ મળ્યો, ૩૬ ગાથાઓના ભાવ મારા કાને પડ્યા અને જગતમાં કોઈ પરમાર્થનો સાચો માર્ગ છે, તે જાણવાની જરુર છે એમ વિચારે. અહીં શાસ્ત્રકારે એમ વિચારે' કહીને એક અદ્ભુત પ્રેરણા આપી છે. ભૂતકાળના અસંખ્ય જન્મોમાં જીવ કશો પરષાર્થ કરી શકયો નથી અને અત્યારે અવસર મળ્યો છે એમ વિચારે, વાહ ! ગુરુદેવ એમ વિચારવાનું કહીને જીવની જે કાંઈ વિચારશકિત છે, જે કાંઈ બધ્ધિમત્તા છે, તેને જાગૃત કરી સાચી રીતે વિચારવા માટે ઉત્તેજના આપે છે. જીવ એમ વિચારે એમ કહીને અત્યાર સુધી જે નથી વિચાર્યું અને જે નથી જાણ્યું કે નથી સાંભળ્યું તેવા અહોભાવ પ્રગટ કરવા માટે એમ વિચારે કે હવે મારે અપૂર્વવાણી અને અપૂર્વભાવ પ્રાપ્ત કરવા છે. એક રીતે પૂર્વે વિચારેલું વમન કરી એમ વિચારે હવે મારે સત્ય ગ્રહણ કરવું છે તો કયાં જવું અને શું કરવું ? આમ તો જૂઓ એમ કહીને અનંતકાળની જીવની દર્દશાનો આભાસ આપી સાચું વિચારે અને ભવિષ્ય કાળ સ્વર્ણમય બને એમ વિચારે. અહીં વિચાર એવો શબ્દ વાપર્યો છે. વિચારશકિત તે બધી ક્રિયાઓનું બીજ છે. જયાં સુધી સાચું વિચારે નહીં, સાચા જ્ઞાતાને શરણે જાય નહીં ત્યાં સુધી પરમાર્થ પંથને ઓળખવાના બીજ અંકુરિત ન થાય. વિચાર એ બીજશકિત છે. જીવને મનોયોગની પ્રાપ્તિ થયા પછી અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયા પછી વિચારશકિતનું ઉદ્ઘાટન થાય છે. શું કરવું અને શું ન કરવું એમ વિચારવાની યોગ્યતા આવે છે. આ યોગ્યતા જ્યાં સુધી પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી જીવ ઓઘસંજ્ઞાથી કર્મ કરે છે, જીવન ધારણ કરે છે અને પ્રાપ્ત થયેલા વિષયોમાં રમણ કરી સુખ દુઃખનો અનુભવ કરતા જન્મ મૃત્યુના ચકકરમાં રહે છે. એકેન્દ્રિયથી લઈ સંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિય અને દેવતા સુધી પણ ઓઘસંજ્ઞા કામ કરતી હોય છે. ઓઘસંજ્ઞાનો જયાં સુધી પ્રભાવ હોય ત્યાં સુધી કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય કરવાની જીવમાં શકિત હોતી નથી, પરંતુ જયારે ઓઘસંજ્ઞાની તંદ્રા તૂટે છે, પુણ્યનો પ્રભાવ વધે છે, ક્ષયોપશમની માત્રામાં વધારો થાય છે, મોહનીય કર્મના ઉદયભાવો પાતળા પડે છે ત્યારે વિચાર શકિતના બીજ અંકુરિત થાય છે. વિચાર તે વાહન છે, એક વહન છે, એક પ્રવાહ છે અને એક પ્રકારે તે એક દર્પણ પણ છે. ચર એટલે ચાલવું. ચાલવું એટલે સંચલન થવું. યોગોમાં ક્રિયાત્મક ભાવો આવવા. તેનાથી ચર ૩પપ Page #369 -------------------------------------------------------------------------- ________________ એટલે ચરનના જે કાંઈ ભાવો છે તે બધા ચાર કહેવાય અને ચારની ક્રિયામાં વિશેષ પ્રજ્ઞા ભળે ત્યારે તે વિચાર બને છે, અને આખી શકિત બૌધ્ધિક બની જાય છે. સાધનાકાળમાં વિચાર બહુ જ આવશ્યક છે. જો કે અંતે તો આ વિચાર પણ છોડવા યોગ્ય બની જાય છે પરંતુ પ્રારંભ કાળમાં વિચાર એ સહાયક તત્ત્વ છે. એક ભય સ્થાન : વિચારની સાથે વિકલ્પનો પણ ઉદ્દભવ થતો હોય છે. વિચાર એ જ્ઞાનાત્મક છે. જયારે વિકલ્પ એ મોહાત્મક છે. વિચાર તે ચાલવાની એક તંદુરસ્ત રેખા છે. જયારે વિકલ્પ તે એક ભટકાવનારી આંટીઘૂંટી છે. વિચાર તે પ્રકૃતિ છે. જયારે વિકલ્પ તે એક પ્રકારની વિકૃતિ છે. વિકલ્પ તે તર્કની જાળ છે અને વિચાર તે એક પ્રકારનો સુતર્ક છે. અમે અહીં ભયસ્થાન બતાવ્યું છે, તે એટલા માટે કે વિકલ્પ અને કુતર્કથી બચી જીવ વિચારનો તંતુ પકડે. અને અહીં શાસ્ત્રકારે એટલા માટે જ કહ્યું છે એમ વિચારે અર્થાત્ વિકલ્પ અને કુતર્કોથી નિરાળો થઈ એમ વિચારે કે હવે મારે સાચા સદ્દગુરુની જરૂર છે. આમ વિકલ્પ, વિકાર કે કુતર્ક, એ બધી જંજાળથી મુકત રહી શુધ્ધ તંતુને પકડે તો જીવને પ્રાપ્ત થયેલી વિચારશકિત એક પ્રકારે પ્રકાશ આપનારી રશ્મિ છે, એક પ્રકારે દિશા નિર્દિષ્ટ કરવાનું સાધન છે. વિવાવાદિનો ન ભવેત્ પશુ-દશોર અર્થાતુ વિચાર વગરનો મનુષ્ય પશુ જેવો પણ હોઈ શકતો નથી કારણ કે પશુમાં પણ કેટલીક જ્ઞાનસંજ્ઞા છે, પરંતુ વિચારવિહીન મનુષ્ય પશુના દરજજાને પણ પ્રાપ્ત થઈ શકતો નથી. અર્થાત્ તેનાથી ઘણો નીચ છે. વિચાર એ માનવની બહુ મૂલ્યવાન શકિત છે. આથી જ શાસ્ત્રકાર કહે છે એમ વિચારે. એમ વિચારે એટલે બધી રીતે વિચારે, યોગ્ય રીતે વિચારે, વિધિવત્ વિચાર કરે, વ્યવહાર સંમત વિચાર કરે, ન્યાયપૂર્વક વિચાર કરે, તુલનાત્મક દ્રષ્ટિએ વિચારે. વ્યવહારમાં જેમ મનુષ્ય સાચું ખોટું અને સારું નરસું અથવા મૂલ્યવાન કે અમૂલ્યવાન બધા પદાર્થો માટે વિચાર કરે છે. તે રીતે અહીં પણ જ્ઞાનદ્દષ્ટિએ ગ્રહણ કરવા યોગ્ય છે અને શું છોડવા યોગ્ય છે? એમ વિચારે અને પરમાર્થના પંથને જાણવાની ભૂખ લાગી છે તો એમ વિચારે કે હવે મારે એ પંથન જે જ્ઞાતા છે, જાણકાર છે તેવા ડાયરેકટર સદ્ગુરુની પાસે જવાની આવશ્યકતા છે અસ્તુ. આ પહેલા પદના પ્રારંભિંક શબ્દોનો આટલો ઊંડો વિચાર કર્યા પછી અંતે કેમ વિચારે તેનો જવાબ આપ્યા પછી હવે શાસ્ત્રકાર પુનઃ એક સૂચના આપે છે. એમ વિચારી અંતરે તો અહીં અંતર શબ્દનો મર્મ શું છે તે જ્ઞાનગણ્ય છે. અહીં સદગુરુની શોધ માટે જે પ્રસ્તાવ મૂકયો તેમાં બે શકિતનું આહ્વાન કરવામાં આવ્યું છે. (૧) શુધ્ધ વિચાર શકિત અને (૨) આંતરિક શુધ્ધિ. બીજો ભાવ સંમિલિત થયા પછી જીવ સાચા અર્થમાં શોધ કરે છે. મનુષ્ય સમજણો થયા પછી લગભગ બધું કાર્ય વિચારનું અવલંબન લઈને કરે છે. જો કે વિચારરહિત સંસ્કારજન્ય, કર્મજન્ય કે વાસનાજન્ય સ્વતઃ ઘણી ક્રિયાઓ થતી હોય છે. હકીકતમાં તો વિચારીને કાર્ય કરનાર બહુ જ જૂજ માણસો હોય છે, છતાં પણ થોડે ઘણે અંશે મનુષ્ય વિચારોનું અવલંબન કરે છે, એટલે અહીં એમ વિચારીને એવો આદેશ આપ્યો છે અર્થાતુ. સાચી રીતે વિચારીને વ્યવહાર સંમત, પ્રણાલિ પ્રમાણે વિચારીને. ત્યારબાદ લખ્યું છે “અંતરે તેનો અર્થ છે આંતરિક સૂઝ. સ્વતઃ અંતઃકરણ સ્કૂરિત પ્રવૃત્તિ, આ માન્ય અર્થ છે. મનમાં અને એથી કાલા ૩૫૬ Page #370 -------------------------------------------------------------------------- ________________ આગળ વધીને કહીએ તો અંતઃકરણમાં કે અધ્યવસાયમાં એવો અર્થ પણ નીકળી શકે છે અસ્તુ. - યોગ–ઉપયોગની જોડી : અહીં “અંતરે' શબ્દની વાસ્તવિક વ્યાખ્યા પ્રત્યે ધ્યાન દઈએ. વિચાર કર્યા પછી “અંતરે” એમ શબ્દ શા માટે મૂકવામાં આવ્યો છે? ગુજરાતી ભાષામાં અંતરનો અર્થ મન થાય છે. વ્યાકરણની દૃષ્ટિએ અંતર એટલે વિભાજન પણ થાય છે. અંતરનો અર્થ એક સીમા સુધી તેનો અર્થ પણ પ્રચલિત છે. સર્વ પ્રથમ આપણે અંતર શબ્દનો ભાવ અર્થ લઈએ. શાસ્ત્ર એમ કહે છે કે મનપર્યાપ્તિ આદિ યોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પ્રાપ્ત થાય છે પરંતુ મનની પૂર્વે એક જ્ઞાનવરણીય કર્મના સામાન્ય ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલો જે ભાવ છે તે અંતર છે, અંતઃકરણ છે. અંતર એટલે અંદરનું ઉપકરણ. જૈન દર્શનમાં યોગ અને ઉપયોગ એવા બે શબ્દો આવે છે. યોગ તે દ્રવ્યાત્મક હોવાથી ઉદયભાવજન્ય છે. જયારે ઉપયોગ તે ક્ષયોપશમભાવજન્ય હોવાથી સ્વભાવ પર્યાય છે. ઉપયોગ તે એક પ્રકારે ઉપકરણરુપે પ્રયોગમાં આવે છે અને ત્યારબાદ જો મનોયોગ હોય તો યોગનું પણ સંચાલન થાય છે. આ ઘણી જ ઝીણવટ ભરેલી વાત છે શાસ્ત્રોમાં પણ આને મળતા શબ્દો મળે છે. મલ્વિા , ચિંતિપ, નાવ મળોઈ અર્થાત્ અધ્યવસાયમાંથી પ્રગટ થયેલા ભાવો ચિંતનની શ્રેણીમાંથી પાર થઈ મનોયોગમાં ઉતરી આવે છે. ફરી તે થયું કે અંતર અથવા અંતઃકરણ તે અધ્યાત્મનિષ્ઠ એક પ્રકારનું એવું સાધન છે જે પ્રકાશની રેખા ઉત્પન્ન કરી જીવને દર્શન કરાવે છે. અંતરમાં જે પ્રગટ થાય છે તે મનમાં વિચારેલા ભાવો કરતાં પણ વધારે નિર્મળ અને સૂક્ષ્મ હોય છે, જેથી અંતરના ભાવોનું મૂલ્ય વધારે છે. અહીં એટલે જ ગુરુદેવે “એમ વિચારી અંતરે એમ કહ્યું છે અર્થાતુ વિચાર કર્યા પછી પણ અંતઃકરણની બધી વૃત્તિઓને અનુકૂળ કરી અને શુધ્ધવૃત્તિમાં વિચારોને ભેળવી, જેમ દૂધમાં સાકર નાંખે તો માધુર્ય વધે તેમ અહીં અંતરની વૃત્તિ ભળવાથી વિચારનું માધુર્ય અથવા વિચારની નિર્મળ તામાં વધારો થાય છે. એમ કહો કે વિચાર અને અંતઃકરણ બંને એક થઈ જાય છે. આવી એકરૂપ બનેલી શુધ્ધ ભાવના. હવે તંત્રની બધી આડી અવળી વાતોને મૂકી પરમ અર્થ માટે તેણે જે કાંઈ સાંભળ્યું હતું તેવા પરમાર્થને આપી શકે તેવા સદ્ગુરુની શોધમાં છે. જેમ સાચું સોનું હાથ આવ્યા પછી તે સોના ઉપર ઉત્તમ કારીગરી કરી શકે તેવા કલાકારની શોધ કરવામાં આવે છે. જયારે અહીં તો હજુ પરમાર્થ વિષે સાંભળ્યું છે, એટલે સાચું સોનું કોણ આપી શકે તેમ છે, તેવા સોદાગરની જરૂર છે. કહ્યું પણ છે કે જ્ઞાની ગુરુ તે તત્ત્વના સાચા સોદાગર હોય અર્થાત્ સદ્ગુરુ ભગવંતો પણ ઉચ્ચકોટિના મોટા સોદાગર છે. જેઓ પરમ અર્થ રૂપી મોતીની વહેંચણી કરે છે. આ સોદાગર તો એવા છે કે કશું લીધા વિના પણ સાચા મોતી આપી શકે છે. હવે આવા તત્ત્વચિંતક પરમ અર્થને પામેલા ગુરુની પ્રાપ્તિ કરવા માટે તાલાવેલી છે. એટલે અહીં ગાથાના બીજા પદમાં “શોધે સદ્ગુરુ યોગ” તેમ કહ્યું છે. શોધે સદ્ગશ્યોગ ઃ અહીં “શોધ” શબ્દ ઉપયુકતભાવે મૂક્યો હોય તેવું જણાય છે. શોધ શબ્દ ન્યાયસૂચક છે. જેનો મનોયોગ અથવા મનરુપી કાંટાની સોઈ બરાબર સમતુલ હોય ત્યારે જ માણસ શોધ કરી શકે છે. રાગદ્વેષથી ઘેરાયેલો વ્યકિત સાચો ન્યાય આપી શકતો નથી, સાચી શોધ કરી શકતો નથી. “શોધ' તે બહુ જ માર્મિક અને બુધ્ધિમત્તાને પ્રગટ કરે તેવો શબ્દ છે. ગામ ૩પ૭. Page #371 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાલયમાં કે કોર્ટ કચેરીમાં જયારે બીજો પક્ષ ઘણી દલીલો કરે ત્યારબાદ ન્યાયધીશ સાચો કોણ છે તેની શોધ કરે છે. ન્યાયધીશની બુધ્ધિ સમતોલ ન હોય તો સત્યની શોધ કરી શકતો નથી કે સાચો ન્યાય આપી શકતો નથી. શોધ માટે પૃષ્ટભૂમિ, બ્રગ્રાઉન્ડ ખૂબ જ નિર્મળ ભાવે તૈયાર હોવું જોઈએ. આવા નિર્મળ અંતઃકરણમાં જ શોધના બીજો અંકુરિત થઈ શકે છે અને જીવ સ્વયં ઉત્તમ શોધ કરવાની પ્રેરણા મેળવે છે. શાસ્ત્રોમાં પણ સ્વાધ્યાયના પાચ અંગ બતાવ્યા છે. તેમાં અનુપ્રેક્ષા તે સ્વાધ્યાયનું અંતિમ અંગ છે. અનુપ્રેક્ષા તે સ્વાધ્યાયનું નવનીત છે અને અનુપ્રેક્ષામાંથી જ શોધ બુધ્ધિ જાગૃત થાય છે. શાસ્ત્રમાં જેટલા અનુયોગ છે તે બધા શોધ બુધ્ધિનું પરિણામ છે. અનુયોગ તે પ્રશ્ન છે, શોધ છે, અને અનુયોગદ્વાર તે પ્રશ્નનો ઉત્તર છે અને તત્ત્વની પ્રાપ્તિ છે. શોધ કરવી તે પણ એક પ્રકારે અંતરમાં ઊઠેલો પ્રશ્ન છે અને તેમાંય સદ્ગુરુની પ્રાપ્તિ માટે જયારે ભાવ જાગૃત થાય છે. ત્યારે તે શોધ સર્વોતમ હોય છે. કોઈ ખજાનાને ખોજે છે, જયારે કોઈ ખજાનાના માલિકને શોધે છે. દુર્યોધને મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ પાસે બધા સાધન માંગ્યા જયારે અર્જુને સાક્ષાત્ ભગવાનની માંગણી કરી તેમ આ ગાથામાં જે શોધ છે તે ફકત સાધનાની શોધ નથી પરંતુ બધા નિર્મળ સાધનો આપી શકે તેવા સદ્ગુરુની શોધ છે. શોધનું લક્ષ પણ ઘણું જ ઊંચું રાખ્યું છે. અંતઃકરણમાં બહુ વિચાર્યા પછી જે તત્ત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ જ આપી શકે તેમ છે તેવા વિભૂતિને મેળ વવા માટે હવે જીવ સાચી શોધ કરે છે. આ એક એવી શોધ છે કે જીવને આત્માર્થી બનાવે છે. સદ્ગુરુ શબ્દનો આત્મસિધ્ધિમાં વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે તેના ઉપર આપણે પૂર્વની ગાથાઓમાં ઘણો જ વિસ્તાર કરી અર્થ ગ્રહણ કર્યો છે. સ્વયં શાસ્ત્રકારે પણ સદ્ગુરુની વ્યાખ્યા આપી છે. એટલે અહીં વિસ્તાર ન કરતાં એટલું જ કહેશું કે જે પરમ અર્થ પીરસવાના અધિકારી છે, તેને અહીં સદ્ગુરુ તરીકે આત્માર્થ પ્રગટ કરવાના અધિકારી માન્યા છે અને, વિચારપૂર્વક સ્વયં અંતઃકરણથી ભાવના પ્રગટ કરી બધી રીતે શોધ કરી આવા સરુને શોધે છે અને યોગ પ્રાપ્ત કરે છે. આ યોગ પ્રાપ્ત કરવામાં બીજી કોઈ કામના નથી તેમ ત્રીજા પદમાં સ્પષ્ટ કર્યું છે. આવા સુંદર સંયોગથી, સુયોગ મળવાથી જીવ લાભાન્વિત થાય છે. તેવી નક્કર હકીકત પ્રગટ કરી છે. આ સંસારમાં બધા પદાર્થો કે બધી વ્યકિતઓ એકબીજાનો યોગ પામી આંશિકરુપે પ્રભાવિત થતી હોય છે. યોગ એક સામાન્ય ક્રિયા છે. તેને વ્યવહાર ભાષામાં સંજોગ કહે છે. સામાન્ય સંજોગોમાં જીવ કયારેક ઊંડી રીતે અને કયારેક ઉપર છલ્લો પ્રભાવિત થતો હોય છે, પરંતુ આ બધા સંયોગ વિવેકપૂર્ણ થતાં નથી. વિવેક વિહિન કર્મજન્ય સંયોગ હોય છે અને તેમાં પણ જો જીવનો પાપ કર્મનો ઉદય હોય તો સુયોગથી ઘણો દૂર રહી જાય છે તેથી જયારે વિવેક જાગૃત થાય અને પુણ્યનો યોગ હોય ત્યારે જ જીવ સદ્ગુરુને શોધે છે, ઉત્તમ વ્યકિતના ચરણે જવાનો નિર્ણય કરે છે અને ઉત્તમ યોગ કેમ પ્રાપ્ત થાય તેનો વિવેક પણ કરે છે અસ્તુ. આ બીજા પદમાં શોધે સગુરુ યોગ એમ કહીને જીવને પ્રેરિત કર્યો છે. તરસ્યા માણસે કૂવા પાસે જવું પડે છે. કૂવો તરસ્યા પાસે આવતો નથી. જેને સાધના કરવી છે તેણે સિધ્ધ સાધકની : ૩૫૮ -- Page #372 -------------------------------------------------------------------------- ________________ પાસે જવું પડશે. સિધ્ધ સાધક કોઈને શોધવા નથી જતા. તેઓ પોતાના આત્મસ્વરુપમાં રમણ કરે છે, પરંતુ જે શિષ્ય સાધનાશીલ છે તેમણે જ બુધ્ધિપૂર્વક ગુરુનો યોગ મેળવવાનો છે. ગુરુ સ્વયં કૃપાળુ છે અને તેનો યોગ મળતાં જ તેમના ગુણો શિષ્યમાં પ્રવાહિત થશે. અહીં ખાસ સિધ્ધાંત સમજવાનો એ છે કે યોગ બે વસ્તુનો હોય છે, પરંતુ બન્ને પલ્લા બરાબર હોતા નથી. એક પલ્લામાં પ્રબળતા હોય છે, જયારે અને પલ્લુ નિર્બળ હોય છે, ત્યારે યોગ થાય છે. ત્યારપછી પ્રબળ ભાવનાઓ નિર્બળ પાત્રમાં પ્રવાહિત થાય છે અને તે ઉત્કૃષ્ટ પાત્રના ગુણો સહેજે પ્રાપ્ત થાય છે. આ એક પ્રકારનો સહજ ભાવ છે, સહજભાવે આવો ઉત્પન્ન થયેલો સંજોગ જીવને ધન્ય બનાવી દે છે, જેથી અહીં શાસ્ત્રકાર કહે છે કે ફકત સદ્ગુરુનો યોગ શોધવાની જરૂર છે. આ યોગ પ્રાપ્ત થતાં બાકીનું કામ ગુરુદેવના પ્રભાવથી સહેજે સંપન્ન થાય છે. સ્વયં ગુરુદેવ શિષ્યના આત્મકલ્યાણના જવાબદાર બની જાય છે, માટે અહીં તત્પરતાથી કહેવામાં આવ્યું છે કે જીવ ભાવપૂર્વક ફકત ગુરુદેવનો યોગ મેળવે અને શોધ કરતો કરતો જયાં આ ચરણ છે ત્યાં પહોંચી જાય. આ યોગ પ્રાપ્ત થતાં જ તેનું કામ બાર આના પરિપૂર્ણ થઈ જાય છે. ફકત શરત એ છે કે આ યોગ પ્રાપ્ત કરવામાં જીવનું એક જ લક્ષ હોવું જોઈએ. અને તે લક્ષ છે આત્માર્થની કામના. - સદ્ગુરુના યોગરૂપી કેન્દ્રમાં પહોંચ્યા પછી ત્યાં બીજી કોઈ સ્વાર્થપૂર્ણ કામના રાખવાની નથી, આત્મકલ્યાણ સિવાય બીજા કોઈ લૌકિકભાવ રાખવાના નથી. ડૉકટર પાસે ગયા પછી પોતાના મૂળ રોગની વાત કરવાની છે અને રોગ કેમ મટે તેનો પ્રયાસ કરવાનો છે. અહીં સદ્ગુરુનો યોગ મળ્યા પછી આ ભવાન્તરનો કે જન્મ-મૃત્યુનો રોગ કેમ મટે અને વાસના મુકત બની સિધ્ધ આત્મતત્ત્વની કેમ પ્રાપ્તિ થાય એ જ એક માત્ર લક્ષ રાખવાનું છે, તેથી ત્રીજા પદમાં સ્વયં કહે છે કે “કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ” અહીં કામનો અર્થ કામના છે, તૃષ્ણા છે અને સારા અર્થમાં તે ઉત્કૃષ્ટ ભાવના પણ છે. સાંસારિક તત્ત્વોનું લક્ષ હોય તો વૃત્તિ કામના બની જાય છે અને જો પરમાત્માનું લક્ષ હોય તો તે જ વૃત્તિ ભાવના બની જાય છે. ઈચ્છાશકિતના આ બે પાસા છે. કામના અને ભાવના. એ જ રીતે વૃત્તિના પણ બે પાસા સ્પષ્ટ દેખાય છે. એક મોહ અને એક ભકિત. સાંસારિક વૃત્તિ તે મોહ છે અને એ જ વૃત્તિ પ્રભુપરાયણ બને તો ભકિત થઈ જાય છે. અહીં “કામ એક આત્માર્થનું કામ શબ્દ પોતાને જ પૂછે છે કે આવા સદ્દગુરુ યોગમાં આવવાનું હે જીવ ! તારે શું પ્રયોજન છે ! પોતે પોતાના મનને જ પૂછે છે. અહીં પહોંચવાનું શું કામ છે? જવાબ મળે છે કે આત્માર્થને પ્રાપ્ત કરવો એ જ એક માત્ર પ્રયોજન છે, એક માત્ર હેતુ છે અને એ જ લક્ષે સદ્ગશ્યોગ મળ્યો છે, તેની પ્રાપ્તિ થયેલી છે. આમ પોતાનું પ્રયોજન સ્પષ્ટ થતાં આ કામરુપી કામના નિર્મળ ભાવના બની ભકિતનું રૂપ ધારણ કરે છે. અહીં શાસ્ત્રકાર પરોક્ષભાવે કહેવા માંગે છે, હે જીવ! તે અત્યાર સુધી ઘણા કામો કર્યા, પરંતુ આ બધા કામો રેતી પીસીને તેલ કાઢવા જેવા નિષ્ફળ હતા અને એકપણ કામથી સાચું પ્રયોજન સિધ્ધ થયું નથી. માટે આ બધા કામો પડતા મૂકી આગળ વધી જા. આ એકમાત્ર સારું કામ છે, અને તે જ કામ કલ્યાણરુપ છે. આત્માર્થરૂપી સાચો દાગીનો મળે, જેનાથી સાચો અલંકાર થાય અને જીવની સ્વયં શોભા વધે તેવું એકમાત્ર આ કામ આત્માર્થ મેળવવાનું કામ છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ નિષ્કામ તે જ કામ : વિચારશ્રેણી એટલી બધી સૂક્ષ્મ છે, જીવની અંદર વિષયજન્ય અને સંસ્કારજન્ય હજારો પ્રવાહ વૃત્તિરૂપે કે અધ્યવસાયરુપે પ્રવાહિત થતાં હોય છે. બધા અધ્યવસાયો અને સૂક્ષ્મ પરિણામો વિવેકપૂર્ણ હોતાં નથી, જ્ઞાનજન્ય પણ હોતા નથી, પરંતુ જાગૃત થયેલો જીવ આ બધા પરિણામોનો જ્ઞાતાદ્દષ્ટા બન્યા પછી અપ્રયોજનભૂત એવા બધા વિચાર વમળને પડતા મૂકી એક માત્ર આત્માર્થને પ્રાપ્ત કરવો છે. તે એક જ કામને અર્થપૂર્ણ માની તેનું લક્ષ બનાવી જો આગળ વધે તો પ્રચંડવૃત્તિની જાળમાંથી મુકત થવા પુરુષાર્થશીલ બને છે અથવા વૃત્તિઓ પોતાની જગ્યાએ ઉદયભાવે પ્રવાહિત થતી રહે અને પોતે સ્વભાવ પરિણતિનો તંતુ પકડીને તે વૃત્તિઓથી ઉપર ઊઠી કેવળ એક આત્માર્થનો જ લક્ષ રાખી બીજા બધા ભાવોને પડતા મૂકે તો જીવ સાચા અર્થમાં આત્માર્થી બને છે. આ બધા આત્માર્થીના લક્ષણો પણ અહીં કહેવાઈ રહ્યા છે. આત્માર્થીને એકમાત્ર આત્માર્થનું પ્રયોજન છે. બાકી બધા નિષ્પ્રયોજનો છે. જો કે અહીં શાસ્ત્રકારે કામ શબ્દ વાપર્યો છે પરંતુ સાચા અર્થમાં આ આખી પ્રવૃત્તિ નિષ્કામ છે ! કામના રહિત છે. કામના છૂટે ત્યારે જ કામ નિષ્કામ બને છે. અહીં આત્માર્થનું જે કામ છે તે પણ એક પ્રકારની નિષ્કામ પ્રવૃત્તિ છે અર્થાત્ કામના રહિત પ્રવૃત્તિ છે. કામ શબ્દ કામનાવાચી છે, પ્રયોજનવાચી તો છે, પરંતુ હકીકતમાં આ આખી પ્રવૃત્તિ જો નિષ્કામ બને તો જ કામ સિધ્ધ થાય અને એટલા માટે જ અહીં શાસ્ત્રકાર સ્વયં કહે છે બીજો નહીં મનરોગ' અર્થાત્ આ પ્રવૃત્તિમાં બીજી કોઈ સાંસારિક વૃત્તિનું લક્ષ ન બને, કામ સકામ ન બની જાય અર્થાત્ આવો યોગ મળ્યો છે તે દૂષિત ન થઈ જાય, તે માટે સાવધાન કરે છે કારણ કે જીવમાં આવા ઘણા બધા માનસિક રોગ પડેલા છે અને તેનો સ્પર્શ થતાં સંપૂર્ણ ભકિત દૂષિત થઈ જાય છે. આત્માર્થ તો પ્રાપ્ત થતો જ નથી અને કુફળ રૂપે બીજા રોગને કે બીજી વાસનાને વચમાં લાવવાથી આખો ખેલ બગડી જતાં કર્મ બંધનનું નિમિત્ત બને છે. આવો સુયોગ મળ્યા છતાં જીવ રોગ મુકત થતો નથી. મન રોગ શું છે એ સમજીને ગાથા પૂરી કરશું. મનોરોગ : મનોરોગ એટલે શું ? જયાં સુધી કર્મના ઉદયભાવોને સૂક્ષ્મ રીતે ન વિચારવામાં આવે, જયાં સુધી માનસિક પ્રક્રિયાનો વિવેક થઈ શકતો નથી, ત્યાં સુધી શાસ્ત્રકારોએ પાથીએ પાથીએ તેલ નાખ્યું છે એમ કહેવાય છે. એનો અર્થ એ છે કે જીવમાં કર્મજનિત પરિણામો અને આત્મતત્ત્વની સ્વતંત્ર પુરુષાર્થ ભાવે ઉત્પન્ન થતી પરિણતિ, આમ બન્ને પ્રકારના અવસ્થાઓનું અસ્તિત્ત્વ હોય છે. સમયે સમયે ભિન્ન ભિન્ન પ્રકારની પયાર્ય ઉદયમાન થાય છે અને એ જ રીતે વચ વચમાં ઉદયમાન પર્યાય શાંત થતાં અથવા મંદ થતાં ઉપશમવૃત્તિ પણ પ્રગટ થાય છે. એક પ્રકારનો આ આંતરિક ખેલ છે. કયારેક જીવને તે જ્ઞાનગમ્ય હોય છે અને કયારેય અગમ્ય ભાવે પણ આ તંત્ર ચાલુ રહે છે, તેથી શાસ્ત્રકારોએ અહીં.બધી વૃત્તિઓનો સંશ્લેષ કરી તેનું લેશ્યામાં વિભાજન કરેલું છે. શુભ લેશ્યા અને અશુભ લેશ્યા. તેમાં કૃષ્ણ, નીલ અને કાપોત, ત્રણ અશુભ લેશ્યા છે જયારે તેજો, પદ્મ અને શુકલ, શુભ અને શુધ્ધ એવી ઉત્તમ લેશ્યાઓ છે. આ જ રીતે અન્ય દર્શનોમાં પણ તમોગુણ, સત્ત્વગુણ અને રજોગુણ એમ ત્રણ ગુણોમાં વિભાજન કર્યું છે. તમોગુણ તે હિંસાત્મક ગુણ છે. રજોગુણ તે ભોગાત્મક છે, જયારે સત્ત્વગુણ તે જીવની ઉત્તમ અવસ્થા છે. એ જ રીતે કૃષ્ણ અને નીલ લેશ્યા તે હિંસાત્મક છે. કાપોત અને તેજો લેશ્યા તે ૩૬૦ Page #374 -------------------------------------------------------------------------- ________________ SER : રજોગુણી છે. પાલેશ્યા તે પુણ્યમય ભાવ છે અને શુકલેશ્યા તે આત્મસ્પર્શ ભાવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સત્ત્વગુણ અને શુકલ લેણ્યા ઈત્યાદિ ઊંચા ભાવો છોડીને બાકીના બધા ભાવો તે વિકારી ભાવો છે. જેમ અહીં શાસ્ત્રકારે કહ્યું તેમ મનના રોગ છે અર્થાત્ લક્ષવિહિન જે કાંઈ ભાવો છે પછી તે કામ, ક્રોધ, લોભ ઈત્યાદિ દુર્ગુણ ભરેલી કોઈપણ વૃત્તિ હોય, તે બધા માનસિક રોગ છે અને આવા મનરોગથી પીડિત જીવ આત્માર્થને સાધી શકતો નથી. તેને આત્માર્થનું પ્રયોજન પણ હોતું નથી. માટે જ અહીં ત્રીજા, ચોથા પદમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે એક માત્ર આત્માર્થનું કામ હોય અને તે જ લક્ષે સદ્ગુરુની શોધ કરે. બીજો કશો મનમાં રોગ કે અભિપ્રાય ન રાખે. કવિરાજનું હૃદય તેમના સાહિત્યમાં જયાં જયાં પ્રગટ થયેલું છે ત્યાં બધે તેમણે એક સ્પષ્ટ રાહ અપનાવ્યો છે. અપૂર્વ અવસરમાં પણ કહ્યું છે કે “અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ. માત્ર દેહ, તે સંયમ હેતુ હોય જો'. આ પદમાં પણ કવિરાજ એ જ વાત કહે છે અને અહીં આત્મસિધ્ધિમાં પણ નિશ્ચિતરૂપે એક લક્ષવાળી જ્ઞાનધારાનો ઈશારો કરે છે. કહેવાનો ભાવ એ છે કે તેમનું સમગ્ર સાહિત્ય આત્માર્થને સ્પર્શ કરનારું છે. સાધના હોય કે સરુનો યોગ હોય, જે કોઈપણ સ્થિતિ હોય પરંતુ તેમાં લક્ષ નિશ્ચિત હોવું જોઈએ અને બીજા કોઈ પણ હેતુથી આ અધ્યાત્મ સાધનામાં જોડાવું ન જોઈએ. સાધક બધા મનરોગ મૂકીને એક આત્માર્થ પ્રાપ્ત કરવાને લક્ષે જ જોડાય. આખી ગાથાનો આ સારાંશ એક સ્પષ્ટ માર્ગ નિર્દેશન કરે છે કારણ કે જીવ મૂળ માર્ગ મૂકીને ભટકી જાય છે. સ્વયં પોતે પણ ગાયું છે કે “મૂળ મારગ સાંભળો જિનનો રે” અર્થાત જિનેશ્વરોએ આત્માર્થ અને પરમાર્થને પ્રાપ્ત કરવા માટે એક મૌલિક, નિશ્ચિત મૂળમાર્ગની સ્થાપના કરી છે અને તે લક્ષે જ બધી આરાધના કરવાની છે. આખી ગાથાનો સારાંશ એ છે કે લક્ષ નિર્ધારિત કરીને, બાકીના બધા ચેનચાળા મૂકીને આત્મ ઉપાસક બની સદ્ગુરુનો યોગ જે પ્રાપ્ત થયેલો છે તેનો સાચા અર્થમાં લાભ ઊઠાવવાનો છે. હવે ૩૮ મી ગાથાનો ઉપોદઘાત કરીએ ઉપોદઘાત : આત્માર્થીના લક્ષણ નિમિતે માનવજીવોનું એક ઊંચું પ્રકરણ આ ગાથામાં સ્પષ્ટ કર્યું છે. માનવ જીવનમાં એવા ગુણ હોય ત્યારે તે એક માનવ તરીકે પણ યોગ્ય શાન પામી શકે છે. અને આત્માર્થી હોય તે તો અવશ્ય ઊચ્ચ કોટિનો માનવી હોય. આ ગાથામાં આધ્યાત્મિક ભાવોની ઉજજવળતા સાથે વ્યવહારિક સદ્ગણોનું પણ વ્યાન કરવામાં આવ્યું છે. જૈનધર્મનો કહો કે સમગ્ર આર્ય સંસ્કૃતિનો કહો એક મુખ્ય સિધ્ધાંત અભયદાન છે. આ ગાળામાં અભયદાનની વ્યાખ્યા પણ સહજભાવે થઈ છે. આત્માર્થીના જે જે લક્ષણો છે તે અને મતાર્થીમાં જે લક્ષણો બતાવ્યા છે તે વિધિ નિષેધભાવે પ્રરૂપ્યા છે. જેનું આપણે આગળ વિવેચન કરશું. અહીં એટલું જ કહેવાનું છે સમગ્ર ગાથા જીવનની એક ઊંચાઈને સ્પર્શે છે અને આ ઊંચાઈ તે અધ્યાત્મ સાધનાનું ઘણા પગથિયા માટેનું એક ખાસ પગથિયું છે. આમ વિકાસ શ્રેણીમાં કવિરાજ આગળ વધીને ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્તમ ગુણોનો સ્પર્શ કરતાં દિવ્યદૃષ્ટિ આપી રહ્યા છે. મૂળ ગાથાનો ભાવ પ્રગટ કરતાં આનંદ થશે. eas ૩૬૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવ ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ II કષાયની ઉપશાંતતા : ગાથાના પ્રારંભમાં કહ્યું છે કે કષાયની ઉપશાંતતા' હકીકતમાં મોહનીય કર્મ એક જ એવું કર્મ છે કે જેને ઉપશમાવી શકાય છે. મોહનીય કર્મના બે ભાગ. મિથ્યાત્વમોહનીય અને ચારિત્ર મોહનીય. આ બન્ને શાખાઓને ઉપશમાવી શકાય છે. શાસ્ત્રમાં ઉપશમાભાવના બે પ્રકાર પ્રસિધ્ધ છે અસ્તુ. તેનું વિવેચન શાસ્ત્રીય દ્દષ્ટિએ પણ જાણી લેશું. પરંતુ અહીં કષાયની ઉપશાંતતા કહી છે તેનો ભાવ એવો છે કે વર્તમાન કષાય જો મન–વચનને કે કાયાના યોગોને કે આત્મિક સ્થિતિને પ્રભાવિત કરતા હોય અને તેની પ્રબળતા હોય તો ત્યાં બહુ આશા રાખી ન શકાય અને તે જીવ પણ આત્માર્થને મેળવવામાં સફળ ન થઈ શકે. કષાય એ એક એવું તત્ત્વ છે જે ચારિત્ર ગુણોનું હનન કરે છે અને મિથ્યાત્ત્વને ટકવામાં પણ સહાયક બને છે. જો અનંતાનુબંધી કષાય છૂટી જાય તો મિથ્યાત્ત્વ ઊભું રહી શકતું નથી. આ ગાઢ મોહનીયનો ઉપશમ કે ક્ષયોપશમ નિતાંત આવશ્યક છે. તેના જવાથી જ સમ્યગ્દર્શનરુપી આંખ ખૂલે છે. જ્ઞાન પણ ત્યારે જ સમ્યજ્ઞાન બને છે. સાધનાના જે બે પ્રબળ સ્તંભ સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર (સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન સમજી લેવાનું છે.) આ વિકાસ શ્રેણીનો આધાર છે. તે બન્નેના વિકાસથી જ બાકીના ગુણોનો વિકાસ થાય છે. અસંયમ અને અવ્રતની ભાવનાઓ લય પામે છે. આ બન્ને સ્તંભને હાનિકર્તા કષાય અને મિથ્યાત્વ, આત્માની ઉત્ક્રાંતિમાં ભયંકર આડખીલી કરનારી શિલાઓ છે. માટે અહીં કવિરાજ કહે છે ભાઈ કષાયની ઉપશાંતતા, તે આત્માર્થીનું એક ઉત્તમ લક્ષણ છે. અહીં એક રસમય વિષય એ છે કે મતાર્થી અને આત્માર્થના જે લક્ષણો છે તે પરસ્પર વિધિ નિષેધ ભાવે અથવા નકારાત્મક અને સકારાત્મક ભાવે પ્રરૂપ્યા છે. જે ગુણોનો અભાવ છે તે મતાર્થીમાં જાય છે અને એ જ ગુણોનો સદ્ભાવ તે આત્માર્થીના પક્ષમાં જાય છે. એ જ રીતે જે કુભાવો મતાર્થીમાં અસ્તિત્ત્વ ધરાવે છે તેનો નિષેધ આત્માર્થીમાં પ્રદર્શિત કર્યો છે. આમ વિધિ નિષેધભાવે વર્ણન કર્યું છે, તેથી સ્પષ્ટ થાય છે કે સારા અને ખરાબ લક્ષણો અને કુલક્ષણો આત્મામાં વિધિ નિષેધરુપે અસ્તિત્ત્વ ધરાવે છે. આપણે અહીં તેના ત્રણ ચાર નમૂના લેશું, જેથી આ ૨સમય ભાવો જાણી શકાશે અને અવળી સવળી પ્રકૃતિનું જે વ્યાખ્યાન થયું છે તે પણ આશ્ચર્યજનક રીતે બોધદાયી બને છે. વિધિ નિષેધ ભાવથી પરસ્પર વિરોધી જે લક્ષણો બતાવવામાં આવે છે એ સામાન્યપણે એક જ વાતનું કથન કરી જાય છે. જેમ કે સદ્ગુણનું ન હોવું અને સદ્ગુણનું હોવું. આ બન્ને નિષેધ વિધિ શબ્દો સદ્ગુણનું આખ્યાન કરે છે અર્થાત્ નિષેધથી જે ભાવ પ્રગટ થાય છે તે ભાવ વિધિ ૩૨ Page #376 -------------------------------------------------------------------------- ________________ શબ્દથી પણ પ્રગટ થાય છે. મતાર્થીના જે લક્ષણ છે તેનો અભાવ તે આત્માર્થીના લક્ષણ બની જાય છે અને આત્માર્થીના લક્ષણનો અભાવ તે મતાર્થીના લક્ષણ બની જાય છે. ઉપરમાં ચારે બોલની તુલના કરી છે તેથી સમજાય તેવું છે. આ આપણે સામાન્ય વાત કરી. પરંતુ દાર્શનિક દ્દષ્ટિથી બન્ને કથનની પૂર્ણ ઉપાદેયતા છે, અર્થાત્ મતાર્થીના લક્ષણનો અભાવ એટલો જરુરી છે. જ્યારે સામે પક્ષમાં આત્માર્થીના લક્ષણનો સદ્ભાવ પણ એટલો જ જરુરી છે. ફકત નિષેધાત્મક કહેવાથી વિધેય ભાવોની સ્થાપના થતી નથી. જેમ કોઈ કહે ક્રોધ ન કરવો જોઈએ. આ નિષેધભાવ છે, પરંતુ વિધિભાવમાં ક્ષમા રાખવી જોઈએ એમ કહેવું એટલું જ જરુરી છે. બન્ને પ્રકારની આજ્ઞાથી એક વિધાન પરિપૂર્ણ બને છે. આ દાર્શનિક સિધ્ધાંત પ્રમાણે બન્ને કથન પરમ આવશ્યક છે. શાસ્ત્રકારે સ્વયં જ્ઞાનપૂર્વક આ બન્ને લક્ષણોનું કથન કર્યું છે. મતાર્થી ન બનવું એટલું કહેવાથી આત્માર્થી બને, તેઓ ભાવ પૂર્ણરુપથી પ્રગટ થતો નથી. મતાર્થી ન બને અને આત્માર્થી બને, તે બન્ને આજ્ઞાનું પાલન કરવાથી જ એ પૂર્ણ વિધાન બને છે. આટલું વિવેચન એટલા માટે કર્યું છે કે મતાર્થીના જે દુર્ગણો બતાવ્યા છે અને તેમાં સદ્ગુણોનો અભાવ બતાવ્યો છે, તે અભાવને કારણે જીવ મતાર્થી બની જાય છે. જયારે શુધ્ધ પક્ષમાં દુર્ગુણોનો અભાવ જરુરી હતો તેનું ગુણાત્મક વિધાન પણ જરુરી હતું. હવે આપણે ઉપરના ચારે બોલની તુલના કરીએ. મતાર્થમાં કષાયના ઉપશમનો અભાવ છે. જયારે આત્માર્થમાં કષાયનો ઉપશમ આવશ્યક છે. ઉપશમનો અભાવ એક નિષેધ છે. જયારે ઉપશમનો સદ્ભાવ તે એક વિધિ છે. એ જ રીતે મતાર્થમાં પરમાર્થની પ્રાપ્તિનો અભાવ છે અર્થાત્ નિષેધ છે. જયારે આત્માર્થમાં પરમાર્થની પ્રેરણા કે પરમાર્થની વિધિ છે. ત્રીજા બોલમાં ઉદાહરણ રુપે આંતર ત્યાગનો અભાવ છે અને સદ્ગુરુનો પણ અભાવ છે. જયારે વિધિપક્ષમાં આત્મજ્ઞાન પણ છે અને સદ્ગુરુની પ્રાપ્તિ પણ છે. આમ નિષેધ અને વિધિ બન્ને દ્વારા એક પૂર્ણ વિધાન સ્થાપિત થાય છે. મતાર્થમાં સદ્ગુરુની વિમુખતા છે ત્યાં પણ એક નિષેધભાવ છે. જયારે શુધ્ધપક્ષમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો સદ્ભાવ છે, તે વિધિ છે. ઉપરના ચારે ઉદાહરણથી સમજી શકાય છે કે એક નકકર ચીજને પ્રાપ્ત કરવા માટે કે સમજેવા માટે નિષેધ અને વિધિ બન્ને પક્ષોને સ્પર્શ કરવો જરુરી છે. ગુરુદેવે બહુ જ જ્ઞાનપૂર્વક આ બન્ને પક્ષોનો તારતમ્યભાવ વિધિ નિષેધથી પ્રગટ કર્યા છે. એક તરફ મતાર્થીનું વ્યકિતત્ત્વ છે. જે નિષેધાત્મક છે. ત્યારે બીજી તરફ આત્માર્થીનું વ્યકિતત્વ છે. તે પરમ આદરણીય વિધિરૂપ છે. સારાંશ એ થયો કે મતાર્થી ન બનો અને આત્માર્થી બનો. ખોટું ન બોલો તે નિષેધ વાકય છે. સાચું બોલો, તે વિધિ વાકય છે. બન્ને આજ્ઞાનું કથન કરવાથી જ સત્યનું વિધાન થાય છે અસ્તુ. ઉપશમનો વિધિભાવ : આટલી તુલનાત્મક વ્યાખ્યા કર્યા પછી આપણે વર્તમાન ગાથાના ભાવોને સ્પર્શ કરીએ. કષાય ઘણો જ ઘાતક છે તે આપણે કહી ગયા છીએ, પરંતુ જયારે કષાય ઉપશમે છે ત્યારે ફકત કષાયનો અભાવ થતો નથી પરંતુ વિપક્ષમાં અકષાયના સદ્ભાવો પ્રગટ થાય છે. ઉપશમભાવ તે અભાવાત્મક નથી અર્થાત્ કષાયનો અભાવ તે ઉપશમ નથી. જેમ કષાયનો સદ્ભાવ છે, પ્રગટપણું છે તેમ ઉપશમનો પણ સદ્ભાવ છે અને તેનું પણ પ્રગટપણું છે. 393 Page #377 -------------------------------------------------------------------------- ________________ જેમ ખેતરમાં ઝાડી, ઝાંખરા, કાંટા, કચરા કાઢી નાંખવાથી ખેતર શુધ્ધ થાય છે, પરંતુ જયાં સુધી ઉત્તમ બીજનું વાવેતર ન થાય ત્યાં સુધી બીજો પાક પેદા થતો નથી, એ જ રીતે કષાયનો પરિત્યાગ કર્યા પછી ઉપશમ ભાવોનો સ્પર્શ કરવાનો છે. જો કે અહીં કષાયનો સદ્ભાવ એ પ્રતિયોગી હોવાથી ઉપશમના પ્રગટ થવામાં બાધક છે, તેથી કષાયનો પરિત્યાગ કરવો બહુ જરુરી છે, પરંતુ સાથે સાથે ઉપશમ ભાવોનો ઉદ્ભવ પણ જરુરી છે. જેમ જડ પદાર્થમાં ક્રોધ નથી પરંતુ ત્યાં ક્ષમા પણ નથી. તેમ આત્મામાં ક્રોધ ન હોય પરંતુ જયાં સુધી ક્ષમાના ગુણ વિકસે નહીં ત્યાં સુધી ક્રોધના અભાવનું મૂલ્ય નથી. લક્ષ કે જ્ઞાન વિના ક્રોધનો ત્યાગ થઈ જાય તો તે એક પ્રાકૃતિક અવસ્થા છે. તે સાધના નથી. જયારે જ્ઞાનપૂર્વકની ક્ષમા તે એક સાધના છે. અહીં અમે આટલું ઊંડાઈથી વિવેચન એટલા માટે કરી રહ્યા છીએ કે આ ૩૮ મી ગાથાનું પ્રથમ પદ સાચી રીતે સમજવાની આવશ્યકતા છે. તેમાં લખ્યું છે કષાયની ઉપશાંતતા' એટલે કષાયનો અભાવ અને ઉપશાંતતા શબ્દ વાપરીને ઉપશમ ભાવનું વિધાન પણ કર્યું છે. આમ એક શબ્દમાં બે ભાવ પરસ્પર સ્થાપિત કર્યા છે. હકીકતમાં કષાયની ઉપશાંતતા નથી, પરંતુ કષાયનો અભાવ છે અને ઉપશમભાવનો ઉદ્ભવ છે. કષાય તે ક્રોધ માન માયા લોભ આદિ વિકારી પરિણામો છે જયારે ઉપશમભાવમાં ક્ષમા, સરળતા, નમ્રતા અને સંતોષ, ઈત્યાદિ ઉપશમ ભાવો છે. વિકારી પરિણામનું જાવું જેટલું જરુરી છે તેટલું જ આ સ્વાભાવિક ગુણોનું પ્રગટ થવું પણ જરુરી છે. અહીં એક સુંદર નાનું ઉદાહરણ આપીએ. રાત્રિની પ્રચંડ ઠંડીમાં એક ઝેરી સાપ ઠૂંઠવાઈ ગયો, ઠંડો પડી ગયો, હલન ચલન બંધ થઈ ગયું, એક મહિલાએ આ સાપ નિશ્ચેષ્ટ જોયો, તેને બહુ સુંવાળો લાગ્યો. ઉપાડી લીધો અને બોલી કે વાહ સાપનું ઝેર ચાલી ગયું છે. બાળકને રમવામાં કામ આવશે. એમ કહી રસોઈ કરવા બેઠી, ત્યારે થોડે દૂર સાપને મૂકયો હતો. ચૂલાની ગરમીથી સાપ જાગૃત થતાં તેની વિષાકત વૃત્તિ ઉદ્ભવી અને ધીરે ધીરે તે ગતિશીલ બની મહિલાના પગ સુધી પહોંચી ગયો અને તેણે ડંખ માર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ અન્ય કારણોથી કષાયનો અભાવ થાય કે બહુ ઘોર તપશ્ચર્યા કરવાથી વૃત્તિઓ ઠૂંઠવાઈ જાય અને સાધકને એમ લાગે કે મારા બધા કષાય ચાલ્યા ગયા છે. હકીકતમાં ત્યાં કષાયનો અભાવ થયો છે, અથવા અન્ય કારણોથી કષાય શાંત દેખાય છે. પરંતુ વિપક્ષમાં સદ્ગુણ પ્રગટ થયા નથી, ત્યાં સુધી આ કષાયના અભાવનું મૂલ્ય નથી. કષાય શાંત થયા પછી ઉપશમ ભાવો પ્રગટ થવા જોઈએ અસ્તુ. અહીં ઉપશમ શબ્દ વાપર્યો છે. તે ખાસ ગુણસ્થાન ક્રમમાં ઉદ્ભવતા સ્વભાવ પરિણામની એક અવસ્થાને લક્ષીને વાપર્યો છે. કારણ કે સાધના અવસ્થામાં ક્ષાયિક ભાવો નીચેના ગુણસ્થાનોમાં પ્રગટ થતાં નથી, પરંતુ ક્ષયોપશમ અને ઉપશમનો પ્રભાવ હોય છે. કવિરાજે ઉપશમ શબ્દ મૂકયો છે. તે ઘણો જ જ્ઞાનપૂર્વક દર્શનશાસ્ત્રને અનુલક્ષી સાચો બોધપાઠ આપ્યો છે. ઉપશમભાવ તે શું છે તે આપણે પૂર્વમાં કહી ગયા છીએ. અહીં અભ્યાસી વ્યક્તિએ ખાસ ધ્યાન આપવાનું છે કે ઉપશમભાવ ફકત કષાયનો એટલે કે મોહનીય કર્મનો જ થઈ શકે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોયશમભાવ હોય છે, ઉપશમભાવ હોતો નથી, તે ક્ષયોપશમભાવો સહજ રીતે પ્રગટ થતાં હોય ૩૬૪ Page #378 -------------------------------------------------------------------------- ________________ છે. અહીં કષાયનો ઉપશમભાવ કહ્યો છે તે હકીકતમાં એક સૈદ્ધાત્ત્વિક સત્ય છે. મોહનીય કર્મનો ઉપશમ થાય અથવા જીવ ઉપશમ કરે તો તે તેના પુરુષાર્થ ક્ષેત્રમાં આવે છે, સાધનાપૂર્વક કષાયનો પ્રતિરોધ કરી મનોયોગ દ્વારા કે સ્વ પુરુષાર્થ વડે જીવ ઉપશમભાવોને પ્રાપ્ત કરી શકે છે, જેથી અહીં કષાયની ઉપશાંતતા એમ કહ્યું છે. મતલબ છે કષાયને ખંખેરો અને ઉપશમને વરો. જે વ્યકિત કષાયને ખંખેરી ઉપશમભાવને વરે છે, તે આત્માર્થી છે. આત્માર્થને પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે અને તેથી આ ઉપશમરસ તેનું એક લક્ષણ બની જાય છે. આ ૩૮ મી ગાથાનું પ્રથમ પદ જીવ માટે પુરુષાર્થનો એક દરવાજો ખોલે છે, એક તાળ ઉઘાડે છે. આ પુરુષાર્થ કરવામાં ખરેખર જે જીવે સાંસારિક અભિલાષાઓ સંકેલી લીધી હોય અને માત્ર એક મોક્ષ અભિલાષા તે સાધ્ય માન્યું હોય તો જ આવો પુરુષાર્થ કરી શકે છે. માત્ર મોક્ષની એક અભિલાષા અને કષાયની ઉપશાંતતા તે બન્નેમાં પણ કારણ કાર્યનો સંબંધ છે અર્થાત્ સાધન સાધ્યનો સંબંધ છે. અભિલાષાની શ્રેષ્ઠ ભૂમિકા : મોક્ષ અભિલાષા એટલે શું? સાધારણ રીતે માણસ એમ માને છે કે મોક્ષ તે પ્રાપ્ત કરવાની વસ્તુ છે. પરંતુ હકીકતમાં મોક્ષ કે મુકિત, તે એક છૂટકારાવાચી શબ્દ છે અર્થાત્ છૂટવાનું છે. વસ્તુતઃ સિધ્ધત્વદશા તે અભિલાષાનો વિષય નથી. જયારે બધી અભિલાષાઓ સમાપ્ત થાય, ઈચ્છા માત્ર શેષ થઈ જાય ત્યારે સિદ્ધત્વ પ્રગટ થાય છે. અહીં માત્ર “એક મોક્ષ અભિલાષ' એમ કહ્યું છે, તેનો ખરો અર્થ જાણીએ. હકીકતમાં બધા સાંસારિક ભાવોથી છૂટવાની અભિલાષા અને કર્મબંધનથી પણ છૂટો થાય તેવી અભિલાષા, તે મોક્ષની અભિલાષા છે. જેલમાં રહેલો કેદી છૂટવાની અભિલાષા કરે છે. છૂટયા પછી બહારની સ્વાધીનદશા તો સ્વતઃ પ્રાપ્ત છે. અભિલાષા તે એક રાગનો પરિણામ છે, પરંતુ સાંસારિક બધી અભિલાષાઓ કરતાં આ મુકિતની અભિલાષા તે પ્રશસ્તરાગ છે અને સંસારથી મુકિત થાય, તેની સાથે સાથે આ રાગથી મુકિત થવાની છે, જેથી આ અભિલાષા તે મુકિતનું નિમિત્ત કારણ છે. અભિલાષા તે શું છે ? તે પણ એક અધ્યાત્મ વિષય છે. વ્યાકરણ શાસ્ત્રોમાં પ્રથમ વિભકિતની વ્યાખ્યા કરતા વ્યાકરણ કર્તા પૂછે છે ‘કિમ્ તાવત્ કર્તુત્વ ? અર્થાત્ પ્રથમ વિભકિત કર્તા અર્થે હોય છે. તેથી કતૃત્ત્વ શું છે? તેની વ્યાખ્યા કરવામાં આવે છે. જ્ઞાનેચ્છા યત્વવત્ કર્તુત્વ' અર્થાત્ કર્તૃત્ત્વના ત્રણ અંશ છે જ્ઞાન, ઈચ્છા અને યત્ન. જ્ઞાન તે જીવનો પરિણામ છે. ઈચ્છા તે અયોગિક વિકારી પરિણામ છે. કેટલાક આચાર્યો ઈચ્છાને માનસિક પ્રવૃત્તિ પણ માને છે. જયારે જૈન દર્શનમાં મનોયોગનો પ્રયોગ થયા પહેલા જે ઉદયમાન પરિણામો છે તેમાં ઈચ્છાનો સમાવેશ કર્યો છે. ઈચ્છાને સંજ્ઞા, અભિલાષા, સ્પૃહા, તૃષ્ણા, લોભ, ઈત્યાદિ શબ્દોથી સમજાવવામાં આવે છે અર્થાત તે આધ્યાત્મિક વિકાર છે. આ આધ્યાત્મિક વિકાર જયારે યોગનો સ્પર્શ કરે ત્યારે તે યત્ન બને , છે, પ્રયોગાત્મક થાય છે. તેમાં ક્રિયાશીલતા આવે છે, હવે આપણે અભિલાષા ઉપર વિશેષ ધ્યાન - આપી શાસ્ત્રકારનું મંતવ્ય સ્પર્શ કરશું. - અભિલાષા શબ્દનો અર્થ થાય છે દૃષ્ટિની સામે જે દ્રશ્યવાન જગત છે અને તે દ્રશ્યમાન. જગતથી મનુષ્યના ચિત્તપર એક પ્રકારે પ્રભાવ પણ પડે છે. લાષ” કહેતા ચમકતા પદાર્થો. સામા પક્ષમાં નજરની સામે માયા ભરેલું વિશ્વ છે અને સ્વપક્ષમાં મોહાદિગુણો રહેલા છે. આ બન્નેનો શssed ૩૬૫ ; Page #379 -------------------------------------------------------------------------- ________________ સંયોગ થતાં જીવાત્મામાં એક આસકિતનો જન્મ થાય છે. આ આસકિત એ જ અભિલાષાનું રૂપ છે. જેમ લોહચુંબક લોખંડને પકડે છે અને પરસ્પર આકર્ષણનો જન્મ થાય છે. ઘી અને અગ્નિ નજીક આવતા અગ્નિ ઘીને પ્રભાવિત કરે છે. એ જ રીતે પાણી અને સાકાર મળે તો બન્ને એકાકાર થઈ જાય છે, અને બન્ને એકાકાર થવાથી એક નવા રસનો જન્મ થાય છે, જો કે આ જાણવા માટે જડ પદાર્થનું ઉદાહરણ આપ્યું છે પરંતુ તે ઉદાહરણ પર્યાપ્ત નથી. અહીં મોહયુકત, કષાયયુકત જીવાત્માનો વિભાવ છે અને અભિ કહેતા સામે, “લાષ” કહેતા માયાવી ચમકતું વિશ્વ છે. આ બન્નેના સંયોગથી અભિલાષારૂપ વૃત્તિનો જન્મ થાય છે. અભિલાષા તે પાપની નિવૃત્તિ કરી ઊંચા ભાવો તરફ લઈ જઈ શકે છે. અભિલાષા સાથે જયારે જ્ઞાન ભળે છે અથવા જ્ઞાનના પ્રકાશમાં અભિલાષા પ્રકાશિત થાય છે ત્યારે જ્ઞાનથી વિશ્વનું માયાવી સ્વરૂપ સમજયા પછી અભિલાષાનું રૂપાંતર થાય છે, માયાવી પદાર્થોની ક્ષણિક અને નાશવંત પર્યાયના સ્વભાવને જાણ્યા પછી જ્ઞાન તેમાંથી નિવૃત્ત થવાની કે છૂટા પડવાની પ્રેરણા આપે છે. જૂઓ, હવે અહીં ખેલ બદલાય છે. જીવની જડ પદાર્થોને ગ્રહણ કરવાની, પરિગ્રહને એકત્ર કરવાની, સત્તા ભોગવવાની કે માન મેળવવાની જે સૂક્ષ્મ અને સ્કૂલ, મંદ અને તીવ્ર અભિલાષાઓ તૃષ્ણારૂપે અસ્તિત્ત્વ ધરાવતી હતી. તે હવે જ્ઞાનના પ્રભાવથી પરિવર્તન પામે છે, અભિલાષા બદલાય છે. હવે જીવ જંજાળથી છૂટવાની અભિલાષામાં જોડાય છે. શાસ્ત્રકારે જેમ અહીં કહ્યું છે કે માત્ર મોક્ષ અભિલાષા હવે મુકિતની જ અભિલાષા છે છૂટવાની એકમાત્ર ઈચ્છા છે અને છેવટે અભિલાષા માત્રથી પણ મુકત થવાની ભાવના છે. જેમ કે એક કાંટો બીજા કાંટાને કાઢયા પછી બન્ને કાંટા દૂર થઈ જાય છે. તેમ આ મોક્ષની અભિલાષા પણ જીવને મુકિત અપાવી સ્વયં પણ નિવૃત્ત થઈ જાય છે, છૂટી પડી જાય છે. અભિલાષાની જગ્યાએ અન–અભિલાષા સર્વથા અભિલાષનો અભાવ સર્જાય છે. અહીં આત્માર્થીના લક્ષણો ચાલે છે. અને સાધના કાળમાં સાંસારિક અભિલાષાઓથી મુકત થઈ માત્ર મોક્ષની અભિલાષા રાખે તે અવસ્થા આદરણીય છે. આ અભિલાષામાં પરિગ્રહ નથી, ભોગાત્મક કોઈ આસકિત નથી, તેમજ માનાદિ મેળવવાની કોઈ છળકપટ ભરેલી કોઈ લીલા નથી. આ અભિલાષા યોગાત્મક છે, ત્યાગમય છે, અપરિગ્રહની ભાવનાઓથી ભરેલી એક પ્રકારે રૂડી અભિલાષા છે, જેથી તેને મોક્ષની અભિલાષા એમ કહીને ગૌરવ આપ્યું છે. એક વ્યકિત માળ | ગૂંથે છે તે પોતાના શૃંગાર માટે ગૂંથે છે. જયારે બીજી વ્યકિત પ્રભુને અર્પણ કરવા માટે માળ ગૂંથે છે. બન્ને ક્રિયા સમાન હોવા છતાં ભાવાત્મક અંતર ઘણું છે. એ રીતે જયારે ભાવાત્મક અંતર પડે ત્યારે ક્રિયાત્મક રૂપ પણ ગ્રાહ્ય બની જાય છે. અભિલાષામાં પણ જયારે ભાવાત્મક ગુણો પ્રગટ થાય છે અને મોક્ષમાત્ર અભિલાષ તેવો કલ્યાણમય ભાવ જાગૃત થાય છે ત્યારે જીવાત્મા આત્માર્થી બને છે અને માનસરોવરનો હંસ બની જાય છે. અભિલાષાનું આંતરિક સ્વરૂપ જાણ્યા પછી જયારે તે અભિલાષા ગ્રાહ્ય બની જીવને મુકિત, તરફ લઈ જાય છે ત્યારે આ આત્માર્થીનું બાહ્ય કલેવર કેવું હોય છે? કેવું થઈ જાય છે? તેનું શાસ્ત્રકાર સ્વયં ગાથાના ત્રીજા પદની અંદર વિવરણ કરે છે. નીતિમાન વ્યકિતને શોભે અને સાચો ૩૬૬ % Page #380 -------------------------------------------------------------------------- ________________ વ્યકિત સાચે માર્ગે જતો હોય ત્યારે તેની સામાન્ય પ્રવૃતિ કેવી હોય તેનું ઉદ્ઘાટન કરી આધ્યાત્મિક જીવનની સાથે નૈતિક જીવનનો પણ બોધપાઠ આપે છે. જૂઓ શાસ્ત્રકાર કહે છે કે ભાવે ખેદ અને પ્રાણીદયા. આમ (૧) સાંસારિક ખેદ અને (૨) જીવદયા. પ્રવૃત્તિના મુખ્ય અંગોનો બોધ આપી આ આત્માર્થીના મન વચન કાયાના યોગપણ સામાન્ય ધર્મને અનુકૂળ થઈ જાય છે અને પાપમાંથી બચી પુણ્યના યોગથી પણ મુકત રહી કેવળ કર્તવ્યપરાયણ બને છે. - ભવેખેદ : પ્રથમ શબ્દ છે ભવખેદ અર્થાત્ સાંસારિક ભોગાત્મક પ્રવૃતિમાં નિસારતાનો બોધ થવો. માન અપમાનની વાતોથી દૂર રહી સંસારમાં કાંઈ મેળવવા જેવું નથી અને જે કાંઈ કરવું પડે છે તેમાં પણ હવે ખેદ એટલે કે વિવશતાનો અનુભવ કરે છે. જાણે સંસારની જાળને પીડા માને છે. સાંસારિક પ્રવૃત્તિમાં માત્ર કર્તવ્યનું ભાન થાય છે. અહીં કવિરાજે ખેદ શબ્દ મૂકીને એક જ શબ્દની બન્ને ધારાનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય સંસ્કૃતિની જે બે મુખ્ય ધારા છે –એક ત્યાગ અને બીજો અનાસકિત યોગ. ભોગોથી દૂર રહેવું. અથવા ભોગોની ઉદયમાન સ્થિતિ હોય તો તેમાં અનાસકત રહેવું. એક સાધનામાં પરિગ્રહથી દૂર થઈ ત્યાગવૃત્તિ ધારણ કરવી અને બીજામાં જલકમલવત્ સ્થિતિ રાખવી. અનાસકત રહી રસનો ત્યાગ કરી ખેદપૂર્વક અર્થાત્ ઉપેક્ષાભાવે કર્મની નિર્જરા કરવી. આ બન્ને માર્ગ, બને ભાવ અધ્યાત્મસાધનાના બે નેત્ર છે. અહીં શાસ્ત્રકારે ભવેખેદ મૂકીને ભવનો ત્યાગ કરવો, ભવ એટલે સાંસારિક ભાવના. અથવા તેમાં નિરસ બની ઉપેક્ષાભાવે સંસારભાવોને ઝરવા દેવા, તેથી સહજભાવે નિર્જરા થઈ જાય તેવી ઉપેક્ષાવૃત્તિ રાખવી. આમ ભવે ખેદ કહીને બન્ને નેત્રોનો, બન્ને ધારાનો એકસાથે ઉલ્લેખ કર્યો છે. ભવે ખેદ તે ઘણો જ મહત્વપૂર્ણ શબ્દ છે. આત્માર્થી બન્યા પછી જીવ સાંસારિક ભાવોમાં નિરસ બની જાય છે અને જે કાંઈ છે તે ત્યાજય છે, તેવા સંકલ્પ સાથે જીવે છે. જેને જૈન પરિભાષામાં નિર્વેદ કહે છે. આત્માર્થ તે સંવેગ છે, જયારે ભવેને તે નિર્વેદ છે. સંવેગ અને નિર્વેદ બને સમકિતના કે આત્માર્થના ઉતમ લક્ષણ છે. ભવખેદ ને નિર્વેદનું અધ્ધરૂપ છે. જયારે ભવમાં ખેદ થાય ત્યારે જીવ જન્મ, મૃત્યુમાં દુઃખના દર્શન કરે છે. અનંતકાળ અજ્ઞાનદશા અને મિથ્યાત્વમાં વ્યતીત કર્યો છે, મોહભાવે તેમાં રઝળપાટ કરી છે, તે માટે હવે ખેદ થાય છે. એક પ્રકારે પશ્ચાતાપની લહર ઊઠે છે અને આ મિથ્યા આસકિત પ્રત્યે પણ આશ્ચર્ય થાય છે. જેમ કોઈ માણસ ખોટું કર્યા પછી પસ્તાય છે અને કરજદાર માણસ કરજો દેખીને ગભરાય છે. તેમ જીવને આ કરેલા કર્મો પ્રત્યે ખેદ ઉદ્ભવે છે, સ્વયં ગભરાય છે કે આ બધું શું કર્યું? કયા કારણે સંસારનો આટલો બોજો ઊઠાવ્યો ? અને આત્માનું દિવ્ય સ્વરુપ કેમ ન પારખ્યું? આ બધો ભાવ ખેદ છે. ખેદની સાથે ભવ શબ્દ વાપર્યો છે. ભવ શબ્દ જન્મ જન્માંતરનો સૂચક છે. સમગ્ર સાંસારિક લીલાનો દ્યોતક છે. શબ્દ દ્રષ્ટિએ “ભવતિ ઈતિ ભવઃ' જે થાય છે, થયા કરે છે, થતું રહેશે. આમ પદાર્થની કે સંસાર સ્થિતિની સૈકાલિક અવસ્થા અને તેમાં જડચેતન દ્રવ્યોની જે મથામણ ભૂતકાલમાં ચાલુ હતી, વર્તમાનમાં ચાલી રહી છે, ભવિષ્યમાં ચાલતી રહેશે, તે સર્વ ભવ છે અર્થાત્ ભવ એટલે સંસાર. ભવ એટલે એક પ્રકારનું નાટક. મહાન કુંદકુંદાચાર્યે કહ્યું છે કે “નોલો Page #381 -------------------------------------------------------------------------- ________________ અરે ના અર્થાત્ જુઓ આ મોહ વિષયના પ્લેટફોર્મ ઉપર બરાબર નાચતો જ રહે છે. વારંવાર નાચ્યા જ કરવાનો છે. આવી છે મોહની રંગભૂમિ અને આ સંસારની રંગભૂમિ તે જ ભવ છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે “નને તાઉનવત્ અર્થાત્ કોઈ માણસ નદીના કિનારે બેસી વારંવાર પાણીમાં લાકડીનો પ્રહાર કરતો રહે. પાણી ઉછાળ્યા જ કરે અને વ્યર્થ ક્રિયામાં તેનું જીવન ચાલી જાય. તેમ ભવ શબ્દ એક પ્રકારની વ્યર્થ ક્રિયા કરનારા દ્રવ્યોનો શંભુ મેળો છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે “પૂર્વ તજે નો અર્થાત્ આ લોક આમ જ બળતો રહેવાનો છે, બળતો રહેશે, અને બળ્યા કરશે. તે એક ભવાગ્નિ છે. શાસ્ત્રકારોએ સામાન્ય ભવને ભવસાગર કહ્યો છે. ઉત્કૃષ્ટ રૂપાંતર ઃ આ બધી લીલાઓ જીવે ઘણા સમયથી કરી છે, કરતો આવ્યો છે, કરતો રહે છે. તેના કુફળ પણ ભોગવતો હતો, અજ્ઞાનના કારણે ફરીથી તે જ અગ્નિમાં જઈ બળતો હતો, અને તે જ ખારા સમુદ્રમાં તણાતો હતો. હવે જ્ઞાન થવાથી તેને ખેદ થયો છે, પશ્ચાતાપ થયો છે, ઉપેક્ષાભાવ આવ્યો છે, નિરસતા પેદા થઈ છે, જે નથી છૂટયું, તેમાં પણ ખેદ થાય છે. રીતે આત્માર્થી જીવ હવે ભવની પ્રવૃત્તિઓમાં ખેદનો અનુભવ કરી તેનાથી દૂર થવાનો સંકલ્પ કરે છે. ખેદ શબ્દનો જ્ઞાનપક્ષ પણ વિચારીએ. આ ખેદ ફકત પશ્ચાતાપરૂપ નથી. તેમજ હું ઠગાઈ ગયો છું, તેટલી માત્ર ભાવનાથી પીડિત થાય તેટલો ટૂંકો અર્થ પણ નથી. આત્માર્થીનો આ ખેદ જ્ઞાનાત્મક ખેદ છે. પોતે લૂંટાઈ ગયો છે તેનો પશ્ચાતાપ માત્ર નથી પરંતુ તેનું જ્ઞાનનેત્ર ખુલ્લું છે. એટલે પોતે છૂટો થયો છે, સંસારનું જે કાંઈ નાટકનું ચાલી રહ્યું છે. તેને જોઈને ખેદ થાય છે, પોતે નિરાલો બન્યો છે, પરંતુ બીજા પ્રાણીઓની સાંસારિક દુર્દશાથી કરુણા ઉપજે છે. તેને ખેદ થાય છે કે અરેરે આ બધા માયાવશીભૂત જીવો શું કરી રહ્યા છે? તેથી શાસ્ત્રકારે અહીં ભવે ખેદની સાથે પ્રાણીદયા અર્થાત્ પ્રાણીઓ પ્રત્યે કરુણા થાય છે, તેમાં લખ્યું છે. પ્રાણીઓ પ્રત્યેની કરુણા તે ઘણો જ વિશદ વિષય છે. તેની આપણે મીમાંશા કરશું, તે પહેલા ભવે ખેદની વ્યાપકતા નિહાળી રહ્યા છીએ. આ ખેદ પોતા પૂરતો જ નથી, પરંતુ સમગ્ર સંસારની જે મોહ ભરેલી લીલા છે, સંસાર - સમુદ્રના વમળમાં ફસાયેલા જીવો જે દુર્ગતિ પામે છે તે બધું નિહાળીને આત્માર્થી જીવને ખેદ થાય છે. પોતે તેમાં હતો, હજુ આંશિકરુપે ભવજાળમાં જ છે અને જયાં સુધી દેહ છે ત્યાં સુધી દેહના ભાવો અને દેહાધ્યાસ છે, તેમાં તો પોતાને ખેદ છે જ. ખેદનો અર્થ અણગમો પણ છે. તે કર્તવ્ય કરે છે પણ રસ રહેતો નથી. બેંકનો મેનેજર રાતદિવસ રૂપિયા ગણે છે, પણ તેને પોતાના માનતો નથી, તેમ તે નિરાળો રહીને કર્તવ્ય બજાવે છે, લેશમાત્ર આસકત થાય તો તેમાં તેને ખેદ થાય છે. તેમ જ સમગ્ર ભવસાગરના નાટક પ્રત્યે પણ અને સાંસારિક જીવોના આગ્રહ ભરેલા અભિમાન પૂર્ણ કર્મો જોઈને પણ ખેદ થાય છે. સંસારની દુર્ગધ હવે અસહ્ય થઈ ગઈ છે. આ અસહ્યતા પણ ખેદનો જ પ્રકાર છે. આમ શાસ્ત્રકારે ભવે ખેદ કહ્યો છે તે જ્ઞાનાત્મક ખેદ છે. દિવ્ય પ્રકાશથી પ્રગટ થયેલો સાંસારિક અનુરાગ પ્રત્યે જે વિરાગ થયો છે તે ભવે ખેદનો જ્ઞાનપક્ષ છે. ભવે ખેદમાં જ્ઞાન પણ છે અને નિર્મોહતા પણ છે. ધન્ય છે કૃપાળુ ગુરુદેવને ! આ એક શબ્દમાં કેટલો વિરાટભાવ ભર્યો છે. જેમ મૂલ્યવાન હીરામાં લાખોની સંપતિ સંચિત છે. તેમ ભવે ખેદ એવા એક શબ્દરૂપી હીરામાં હજારો બોધપાઠ જેવી સંપતિ ભરેલી છે. વૈરાગ્ય ભાવનાનું સાચું અધિષ્ઠાન છે, વિરકિતનું સૂક્ષ્મ રૂપ છે. ખેદ શબ્દ પરાવૃત્તિ સૂચવે છે, અર્થાત્ પાછા વળવાની સૂચના આપે છે. : :::: :: :::: ::: :::: Page #382 -------------------------------------------------------------------------- ________________ છે. કારણ કે , '' : : : : : : : : :: :: :: :::: :: આ ખેદનો જન્મ થયા પછી તેની કોઈપણ પ્રવૃત્તિમાં પોતાનો સ્વાર્થ ન હોવાથી પ્રાણીમાત્ર પ્રત્યે દયાનો ભાવ જાગૃત થાય છે. જેમ નીતિશાસ્ત્રમાં લખ્યું છે પરોપકારાય સતામ્ વિભૂતયઃ' અર્થાત સજજનોની સંપતિ પરોપકાર માટે હોય છે. તેમ આ આત્માર્થીને જે કાંઈ યોગ પ્રાપ્ત થયેલા છે કે પુણ્યના ઉદયથી તેમની પાસે બાહ્ય કે આંતરિક પરિબળ છે તે બધાના હવે ઉપયોગ શું? હવે તેમની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કેવી થઈ જાય છે ? આ બધા પ્રશ્નોનો જવાબ શાસ્ત્રકાર એક શબ્દમાં આપે છે કે પ્રાણીદયા. પ્રાણીદયા : પ્રાણીદયા શું છે ? તેનો આપણે વિચાર કરીએ. પ્રાણીદયાના ઘણા પ્રકારો સ્કૂલ અને ભૌતિક રીતે પણ અસ્તિત્વ ધરાવે છે. જયારે એક પક્ષમાં તે કરુણાના ભાવો છે. પ્રાણીદયામાં શું પ્રાણીઓ માટે કાંઈ કરવાનું છે? કે કેવળ પ્રાણીઓ માટે માત્ર સદ્ભાવ રાખવાનો છે? આ દયાભાવ પણ શું છે ?તે પણ ધાર્મિક દ્રષ્ટિએ મોટો વિવાદાત્મક પ્રશ્ન બની ગયો છે. પ્રાણીદયા કરવી કે ન કરવી. બીજા જીવોની બાહ્ય સેવા કરવી કે ન કરવી. ઈત્યાદિ વિષયો ઉપર ઘણા સંપ્રદાયના પણ જન્મ થયા છે. પ્રાણીદયાનો અર્થ કેવળ પ્રાણીઓ પ્રત્યે કરુણા છે કે તેની સેવા પણ કરવાની છે ? દયા શબ્દમાં અહિંસાના ભાવો ભરેલા છે. દયાના પક્ષ છે. કોઈને નુકશાન ન કરવું અને તેના પ્રત્યે કોમળભાવ રાખવો તે અભાવાત્મક દયા છે. જયારે તે જીવો માટે કાંઈક કરવું, સેવા બજાવવી, સુખ શાંતિ આપવી તે દયાનો વિધેયાત્મક અર્થ છે અર્થાતુ તેમાં પુણ્ય પ્રવૃત્તિનો પણ ભાવ ભરેલો છે. અહીં આપણે પ્રાણીદયા વિષે ટૂંકમાં તાત્વિક રીતે વિવેચન કરી પ્રકાશ નાંખવા પ્રયાસ કરશું પ્રાણીદયાનો પ્રશ્ન થોડો આંટીઘૂંટીવાળો છે. આધ્યાત્મિક શાસ્ત્રો એમ કહે છે કે કોઈ પણ પ્રાણીને દુઃખ ન આપવું, તેની હિંસા ન કરવી, તેની દયા પાળવી, તેને ઉપદ્રવ ન કરવો ઈત્યાદિ. કશું ન કરવારૂપ નિષેધાત્મક રીતે અથવા નકારાત્મકરૂપે પ્રાણીદયાની વ્યાખ્યા કરે છે. હિંસાથી દૂર રહેવું, કઠોર ભાવથી દૂર રહેવું તેટલી વ્યાખ્યા કરવાથી અહિંસાને નિષ્ક્રિયતા મળે છે. જયારે પ્રાણીદયાનો બીજો પક્ષ વિધેયરૂપ છે અર્થાત્ બીજા પ્રાણીને સુખ આપવું, તેની સેવા કરવી, તેને દુઃખમાંથી મુકત કરવા માટે પ્રયાસ કરવો, અન્નદાન આપવું કે વસ્ત્ર ઈત્યાદિ સાધનોની સહાય કરવી. આમ અહિંસાને કે પ્રાણીદયાને સક્રિય માને છે અને પુણ્યકર્મો સ્થાપિત કરી ધર્મશાળા કે અન્નશાળા બાંધી માનવ સમાજને સહાયતા કરવાના કેન્દ્ર ઊભા કરે છે અસ્તુ. અહીં પ્રાણીદયાના મૂળમાં શું તત્ત્વ છે ? અને કવિરાજ સ્વયં અધ્યાત્મયોગી છે અને આખું આત્મસિદ્ધશાસ્ત્ર એ પણ અધ્યાત્મશાસ્ત્ર છે અને તેમાં ૩૮ મી ગાથા સ્વરૂપે પ્રાણીદયાનો નિર્દેશ કરે છે. જૈન શાસ્ત્રોમાં જ્યાં અશાતાવેદનીયકર્મ બંધનના કારણોની ચર્ચા કરી છે ત્યાં ન મારવું, ન હિંસા કરવી, ન દુઃખ દેવું તો અશાતાવેદનીયકર્મ બંધાતું નથી, તે પ્રમાણે કથન છે અને તેનાંથી વિપરીત દુઃખ ઈત્યાદિ દેવાથી અશાતાવેદનીયકર્મ બંધાય છે. જયારે આશાતાવેદનીયકર્મનો બંધ પડતો નથી ત્યારે સ્વતઃ શાતાવેદનીય બંધાય છે. શું ન કરવું તેનો સ્પષ્ટ ઉપદેશ છે, પરંતુ શું કરવું તેનો નિર્દેશ નથી. આમતત્ત્વદર્શન હોવા છતાં પુણ્યબંધના કારણોમાં અન્નપુણ્ય, પાણપુણ્ય, & ૩૬૯ હેર Page #383 -------------------------------------------------------------------------- ________________ લયનપુણ્ય, વસ્ત્રપુણ્ય, ઈત્યાદિ પુણ્યક્રિયા કરવાનો ઉલ્લેખ છે પરંતુ તે બહુ જ ગૌણભાવે છે. આટલી તાત્ત્વિક ચર્ચા કર્યા પછી અહીં આપણે શાસ્ત્રકારે જે પ્રાણીદયાની વાત કરી છે તે જીવો પ્રત્યે કોમળ ભાવ રાખવાનો છે, કોઈ જીવને ઠેસ ન પહોંચે તેનો ઉપયોગ રાખવાનો છે, અથવા આત્માર્થીમાં આવી પ્રાણીદયાની ભાવનાઓ સહેજે પ્રગટ થાય છે, તેમ શાસ્ત્રકારનું મંતવ્ય છે. અહીં આપણે થોડી તત્ત્વ મીમાંસા કરીએ. તત્ત્વ મીમાંસા :- કેટલાક તત્ત્વચિંતકો જેમ પાપને બંધન માને છે તેમ પુણ્યને પણ બંધન માને છે. પાપ એક પ્રકારનો અશુભ આશ્રવ છે. જયારે પુણ્ય તે શુભ આશ્રવ છે. બન્ને ક્રિયા આશ્રવ તત્ત્વ હોવાથી અધ્યાત્મદષ્ટિએ કલ્યાણકારી નથી. આ અશુભ અને શુભ ભાવનાઓ, બન્ને વિકારી ભાવનાઓ છે તેમાંથી મુકત થઈ શુદ્ધ અધ્યાત્મદષ્ટિએ સાધના કરવી જોઈએ. જ્ઞાન માર્ગનું અવલંબન કરી આ બધી ક્રિયાઓથી નિવૃત્ત થઈ સ્વરૂપ રમણ કરવું જોઈએ. આ રીતે, પુણ્ય ક્રિયાઓથી દૂર રહી આત્મસાધના કરવી જોઈએ. પરંતુ હકીકતમાં તત્વજ્ઞાન એમ કહે છે કે, જયાં સુધી શરીર છે ત્યાં સુધી અશુભ કે શુભ એ ક્રિયાઓ તો રહેવાની જ છે. અશુભ ક્રિયાથી નિવૃત્ત થાય અને જીવ જ્ઞાનભાવમાં રમણ કરે ત્યારે પણ મન વચન કાયાના યોગ સહેજે શુભ થઈ જવાથી પુણ્યનો આશ્રવ થવાનો જ છે, જયાં સુધી શરીરની અવસ્થા છે અને જયાં સુધી જીવ પુણ્યથી મુકત થયો નથી ત્યાં સુધી તે પુણ્યથી નિરાલો થઈ શકતો નથી. પાપથી નિરાલો થાય ત્યારે પુણ્ય ક્રિયા તો થવાની જ છે. પાપાશ્રવ કે પુણ્યાશ્રવ એ બધાનો સંપૂર્ણ ક્ષય તો તેમાં ગુણાસ્થાનના અંતે થાય છે. ત્યાં સુધી ઉત્તરોત્તર પુણ્ય ક્રિયામાં તારતમ્ય ભાવો આવતા જ રહેશે અને જીવાત્મા સાધનાકાળમાં છે ત્યારે તેને અનુકૂળ પુણ્ય ક્રિયાઓ થતી રહેશે, આવી અવસ્થાઓમાં સાધક જીવદયાના બને પાસાનો સ્પર્શ કરશે અર્થાત્ કોઈને દુઃખ ન આપવું તેવી દયા પણ રહેશે અને સુખ આપવાની પણ લાગણી પ્રવર્તમાન થશે, માટે સાધક તત્ત્વજ્ઞાનની કે આત્મજ્ઞાનની શ્રેણી ઉપર આરૂઢ રહીને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન રાખી યોગોને અર્થાત્ મન વચન કાયાના સાધનોને કે પોતાની જે કોઈ સંપત્તિ ધન પરિગ્રહ ઈત્યાદિ છે, તેનો સદુપયોગ કરવાની પ્રવૃત્તિ પણ કરે જ છે. આ છે આત્માર્થનું સાચું પુણ્યલક્ષણ. હું પુણ્ય ન કરું, તે પણ બંધન છે તેવી રીતે આત્માર્થી ખતવણી કરતો નથી, પરતું હું સદ્ગુરુના ચરણે રહું, આત્મસાધના કરું અને મારી જે કાંઈ બાહ્ય શકિત કે સંપતિ છે તે મારા ભોગ માટે નથી પણ સહુના કલ્યાણ માટે છે આવી ભાવના રાખે, તો આત્મજ્ઞાનની સાથે તેમને સહેજે પુણ્ય પ્રક્રિયા બની રહેશે અસ્તુ. અહીં શાસ્ત્રકારે પ્રાણીદયા કહીને ખરેખર ખૂબજ સુંદર ઈશારો કર્યો છે અને સાત્વિક ભાવો કેળવવા માટે જીવ પ્રયાસ કરે તો તે પણ આત્માર્થીનું લક્ષણ છે. પ્રાણીઓ પ્રત્યે દયા પાળે પછી તે દયા નિષ્ક્રિય હોય કે સક્રિય હોય, બન્ને રીતે દયાનો પ્રવાહ વહેતો રહે, તે આત્માર્થીનું સાચું લક્ષણ છે. આત્મસિધ્ધિમાં સંપૂર્ણ આત્મજ્ઞાનની વાત હોવા છતાં શાસ્ત્રકાર સ્વયં કોમળ છે અને આત્મજ્ઞાનના નિમિત્તે માનવધર્મ કે માનવતાનું જરાપણ ખંડન ન થાય તેનું પૂરેપુરું ધ્યાન રાખી Page #384 -------------------------------------------------------------------------- ________________ ઘણી ગાથાઓમાં વિભિન્ન રૂપે તેઓએ સેવાનો, દયાનો, સદ્યવહાર ચાલુ રાખવાનો નિરંતર ઉપદેશ આપ્યો છે. એકાંત કોરાશાની બની સદવ્યવહારથી દૂર થાય તે જરા પણ ઈચ્છનીય નથી, તેમ ઠેકઠેકાણે બતાવ્યું છે. એ જ રીતે અહીં પણ બન્ને શબ્દો એક સાથે મૂકયા છે ભવખેદ તે જ્ઞાનાત્મક પ્રવૃત્તિ છે અને આત્માનું લક્ષ છે. જયારે પ્રાણીદયા તે જીવનનો ઉચ્ચકોટિનો વ્યવહાર છે, આવશ્યક વ્યવહાર છે. આત્માર્થીનો બધા પ્રાણીઓ પ્રત્યે કેવો ભાવ હોય તેનો ઈશારો કરી માનવધર્મ એ પ્રાણીદયા છે અને પ્રાણીદયા તે માનવધર્મ છે, તેમ જણાવ્યું છે. આત્માર્થી આવી મંગળ ભાવનાથી ભિન્ન હોતો નથી. જેમ ભવખેદ, આત્મજ્ઞાન કે સદ્ગુરુનું શરણ આત્માર્થીનું લક્ષણ છે તે જ રીતે જીવદયા, અહિંસાત્મક પ્રવૃત્તિ અને સેવા પ્રવૃત્તિ તે પણ આત્માર્થીનું એક લક્ષણ છે કવિશ્રીએ બન્ને શબ્દો સાથે ગોઠવી, બન્ને ધારાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ભવેખેદ તે આધ્યાત્મિક શુધ્ધ ઉપયોગની ધારા છે જયારે પ્રાણીદયા તે શુભ પુણ્યમયી યોગ પ્રવૃત્તિની ધારા છે. જીવની મુખ્ય બે શિકિત છે ઉપયોગ અને યોગ. આત્માર્થી જીવ શુધ્ધ ઉપયોગવાળો થાય છે અને તે જ રીતે તેના યોગ પણ નિર્મળ થાય છે. આ ૩૮મી ગાથાના ત્રીજા પદમાં આ વાત પરોક્ષ રીતે સુંદર ભાવે કહેલી છે જે ઘણી જ નોંધ લેવા લાયક હકીકત છે. અહીં ગાથાની પૂર્ણાહુતિ થાય છે અને ગાથાના પ્રત્યેક શબ્દો અને ભાવોનું આપણે વિવરણ કરી તેની મીમાંસા કરી ગયા છીએ. શાસ્ત્રકારે પણ આ ગાથામાં ચોથા પદમાં પુનઃ ભાર પૂર્વક કહ્યું છે કે આ જે કાંઈ કહ્યું છે તે આત્માર્થીની જ વાત કરી છે અને આ વાત ઉપર જો ધ્યાન અપાય તો આત્માર્થીનો માર્ગ સ્વચ્છ બની રહેશે. આ બધા લક્ષણોથી જો દૂર હોય તો ત્યાં આત્માર્થ નથી અને આ બધા લક્ષણોનું અસ્તિત્ત્વ હોય અથવા આ બધા લક્ષણો જો જીવમાં દેખાતાં હોય ત્યાં આત્માર્થ છે, તેમાં આત્માર્થનો સાર છે. ‘વાત’ શબ્દ કહીને એક નક્કર હકીકત ઉપર વજન મૂકયું છે અહીં આડી અવળી કે બીજી કુતર્ક ભરેલી વાત કરવાનો નિષેધ કરી એક સ્પષ્ટ વાત કહી છે. ‘વાત' શબ્દ એક પ્રકારનો વચન બોધ છે, જે કાંઈ ઉપદેશ અને પ્રવચન થાય છે અથવા મનુષ્ય જે કાંઈ ભાષાનો ઉપયોગ કરે છે તે એક પ્રકારની વાત હોય છે અને વાતોમાં આત્મતત્ત્વનો ભાવ સમાયેલો હોય છે. અહીં આપણે જૈનદર્શનનું એક ખાસ મંતવ્ય સ્પષ્ટ કરીએ. ‘વાત' જેટલી જ્ઞાનાત્મક હોય છે તેટલી વ્યર્થ પણ હોય છે. અધિકતર વ્યર્થ વાતોમાં જ માનવજીવન ચાલ્યું જાય છે અને શાસ્ત્રોમાં જે નિષેધ કર્યો છે સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજકથા ઈત્યાદિ વાતોનો નિષેધ કર્યો છે. આ બધી વાતો અકલ્યાણકારી છે, બંધનકર્તા છે, પુણ્યનો નાશ કરનારી છે એટલે વાતોમાંથી શુદ્ધ વાતની તારવણી કરવી જરૂરી છે. જેમ ખેડૂત ખળામાં ધાન્ય કે અનાજ આવ્યા પછી ધાન્ય કે દાણા છૂટા પાડી ફોતરા ઊડાડી દે છે અને સારતત્ત્વને ગ્રહણ કરે છે તે જ રીતે જ્ઞાનીજીવ વ્યર્થ વાતોના ફોતરા ઊડાડી સારતત્ત્વ એવી જ્ઞાનાત્મક વાતને ગ્રહણ કરે છે અને આવી જ્યાં વાત હોય ત્યાં આત્માર્થ છે એમ કવિરાજ કહે છે. આ બધા લક્ષણો જેમાં પ્રવર્તમાન છે ત્યાં જે કાંઈ વાત છે તે બધી ઉપાસનાની સાચી વાતો છે. આ છેલ્લા પદમાં નિરર્થક વાતથી મુકત બની આ જ જ્ઞાનની વાત છે અને ત્યાં જ જ્ઞાનનું લક્ષણ છે. ચોથું પદ અહીં વાતની ભાવનાઓને નિર્મળ કરી વાતોમાંથી પણ સારરૂપ વાત તારવવા માટે પ્રેરણા આપે છે. ૩૭૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ રત્નની પેટીમાં રત્ન ભર્યા હોય ત્યારે જ પેટીની કિંમત છે, આંબામાં જયારે કેરીના ફળ આવ્યા હોય તો જ આંબાનું મહત્ત્વ છે એ જ રીતે વાતોમાં જો રત્નકણિકાઓ હોય તો તે વાત રત્નની પેટી જેવી છે પણ રત્ન વિનાની ખાલી પેટી કોઈ મહત્ત્વ રાખતી નથી. ધન ન હોય તો તે તિજોરી નથી, ખાલી ડબો છે, તેમ વાતોમાં જો આત્માર્થ ન હોય તો, તત્વચિંતન ન હોય તો આ બધી વાતો ખાલી ડબ્બા જેવી વ્યર્થ વાતો છે. વાતચીત એ જીવનનું સૌથી મોટું અંગ છે વાતચીતમાં જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને અહંકાર ભરેલી વાતચીતથી કંકાસ અને ઝગડા પણ ઉદ્ભવે છે. વાત તે બેધારી તલવાર છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે ત્યાં જ સાચી વાત છે જયાં આત્મકલ્યાણનું નિરૂપણ છે અસ્તુ. ઉપસંહાર : અહીં આપણે આ ચોથા પદનો ઈશારો સમજીને ૩૮મી ગાથા પૂરી કરીએ છીએ અને તેનો સારાંશ એ છે કે જીવ ઉપશમ ભાવને વરે, પોતાની ખોટી અભિલાષાઓ મૂકી એક મોક્ષની જ અભિલાષા રાખે, સાંસારિક જે કાંઈ પ્રવૃતિ છે તેમાંથી નિરાળો બને, જયાં સુધી સંસારમાં છે ત્યાં સુધી પણ પોતાનું કર્તવ્ય બજાવે છતાં ખેદનો અનુભવ કરે કે આ બધી માયાજાળ થી કયારે છૂટાય ? આ તત્ત્વશ્રેણીમાં રમણ કરવા છતાં પ્રાણીમાત્ર પ્રત્યે સદ્ભાવ રાખે, કોમળ ભાવનાઓ કેળવી પ્રાણીઓની દયાનો ખ્યાલ રાખે તો આવો વ્યકિત ખરા અર્થમાં આત્માર્થી છે. અહીં આવી હકીકતમાં જ આત્માર્થીની અમે વાત કરી ગયા છીએ અને આ વાતમાં જ આત્માર્થ છે તેવું ભારપૂર્વક કહીને વાતોના નિર્મળ ઝરણામાં સ્નાન કરી પવિત્ર થવા માટે આ ગાથા પ્રેરણા આપી જાય છે. સાચું કહો તો આ ગાથામાં હીરે જડયા છે. ઉપોદઘાત : સમગ્ર શાસ્ત્ર એક પ્રકારની મોક્ષમાર્ગની દીવાદાંડી છે. જેમ વિશાળ સમુદ્રમાં નાવિકો દીવાદાંડીને આધારે જહાજ ચલાવે છે અને જો આધાર મૂકી દે તો વિશાળ સમુદ્રમાં ભટકી જાય છે. માર્ગ નિશ્ચિત હોય તો જ મનુષ્ય લક્ષ સુધી પહોંચી શકે. દેશી ભાષામાં કહીએ, તો ઠેકાણે પહોંચે. એટલે લક્ષ જેટલું મહત્ત્વપૂર્ણ છે તેટલો માર્ગ પણ મહત્ત્વપૂર્ણ છે. માર્ગ જેટલો મહત્વપૂર્ણ છે તેનાથી પણ વિશેષ માર્ગની જાણકારી વધારે મહત્ત્વપૂર્ણ છે. ઠેકાણું શું છે? તેનો માર્ગ શું છે? તેનું ચાલનારને જ્ઞાન હોવું જોઈએ. માર્ગ છે પણ જાણપણું નથી, માર્ગ ન હોય પરંતુ જો જાણપણું હોય કે અહીં માર્ગ નથી, તો તે જ્ઞાનથી જીવ ઠેકાણે પહોંચી શકે છે અથવા ખોટા માર્ગથી બચી શકે છે, ભટકી જતો નથી. માર્ગ વિષે જાણપણું લેવું તે જેટલું મહત્ત્વપૂર્ણ છે તેનાથી પણ એક મહત્ત્વની વાત છે, વ્યકિતની અવસ્થા કે દશા. જેમ કોઈ માણસ રસ્તામાં બીમાર થઈ જાય, બેચેન બની જાય, પોતે ભાન પણ ભૂલી જાય, તેની જો તંદુરસ્ત અવસ્થા ન હોય તો માર્ગ અને માર્ગનું જ્ઞાન, બન્ને વ્યર્થ થઈ જાય છે. - અહીં ત્રિવેણી યોગ છે. માર્ગ હોવો. એક, માર્ગનું જાણપણું હોવું છે અને તંદુરસ્ત અવસ્થા હોવી ત્રણ, આ ત્રિવેણીનો સમાવેશ થાય અથવા સમયોગ બને, તો સાચી રીતે સફળતા મળે છે. મતાર્થી અને આત્માર્થીના ઘણા લક્ષણો બતાવ્યા પછી આ લક્ષણોની પૂર્ણાહુતિ કરતા પહેલા શાસ્ત્રકાર ત્રિવેણી સંગમનો સુંદર શબ્દોમાં ઉલ્લેખ કરીને એક બહુ જરુરી સ્પષ્ટતા કરે છે જે હવે આપણે આ ગાથામાં વાગોળીએ અને આ ત્રિવેણીમાં સ્નાન કરીએ. Page #386 -------------------------------------------------------------------------- ________________ * : " ગાથા૩૯, 'દશા ન એવી જયાં સુધી, જીવ લહે નહીં જોગ, 'મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ | પ્રથમ પદમાં જ પ્રશ્ન ઉદ્ભવે છે “દશા ન એવી” અર્થાત્ કેવી દશા? અહીં દશાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? “જયાં સુધી એ બીજો પ્રશ્ન છે. આ બન્ને પ્રશ્નોમાં એકમાં સ્વરૂપકથા છે અને એકમાં સીમાકથા છે, પ્રથમ પ્રશ્ન દશા કેવી છે તે સમજવાનું છે અને બીજા પ્રશ્નમાં જયાં સુધી એટલે કયાં સુધી ? કઈ સીમા સુધી ? કઈ હદ સુધી ? આ સીમા તે સ્થાનવાચી પણ હોય છે અને કાળવાચી પણ હોય છે. ઝીણવટથી વિચારીએ તો દ્રવ્ય સીમા અને ભાવ સીમા, આ સીમાઓ તેમાં ગર્ભિત છે અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારે બોલથી જયાં સુધી નિર્ણય ન થાય અને આ ચારે ભાવોની સીમા સુધી જે દશાનું વર્ણન કરે છે તે દશા વિસ્તાર ન પામે તો પરિણામ શું આવે તે સ્વયં શાસ્ત્રકાર આગળના પદોમાં કહે છે. આપણે દશાના સ્વરૂપની અને તેની સીમાની બધી રીતે નાડી તપાસી શું મંતવ્ય છે તે જાણવા માટે તત્ત્વસરિતામાં એક ડૂબકી મારશું. | દશા ન એવી જ્યાં સુધી : બીજા પદમાં “જીવ લહે નહીં જોગ” અર્થાતુ જે યોગની જરૂર છે, જીવ માટે જે આવશ્યક યોગ છે, જે સ્થાનની પ્રાપ્તિની જરૂર છે, તેવા સ્થાન સુધી પહોંચી શકતો નથી અને તેના કારણરુપ પ્રથમ પદમાં જ શાસ્ત્રકાર કહે છે કે જયાં સુધી આવી ઉત્તમ દશા પ્રાપ્ત ન થાય અથવા અમે જે દશાનું વર્ણન કરી ગયા છીએ તે દશા ન આવે, જીવની તેવી અવસ્થા ન થાય અને જે પર્યાયો ખીલવી જોઈએ તે પર્યાયો જયાં સુધી ન ખીલે ઈત્યાદિ કારણો બતાવી સ્પષ્ટ કર્યું છે કે જીવની કોઈ એક દશા છે જે દશા પ્રગટ થવાથી જીવ ઉત્તમ યોગ પામે અહીં જયાં સુધી' શબ્દ કહ્યો છે તે આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે કારણકે દશા એક સાથે પ્રગટ થતી નથી. દશા પ્રગટ થવામાં કોઈ એક નિશ્ચિત ક્રમે છે, કોઈ એક નીચેના બિંદુથી લઈ ઉપરના બિંદુ સુધી ક્રમિક પર્યાયો વિશીસ પામતી જાય છે. શૂન્યથી લઈને જેટલા અંકની જરૂર છે તેટલા અંત સુધી એક પછી એક ઉજ્જવળ પર્યાયોનો વિકાસ ન થાય ત્યાં સુધી તે દશા સોળ આના પ્રગટ થતી નથી. ઉદાહરણઃ જેમ કોઈ કહે કે જયાં સુધી ચંદ્રની પૂરી કળાઓ ન ખીલે ત્યાં સુધી તે પુનમ કહેવાતી નથી, જયાં સુધી બાળક યૌવન અવસ્થાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે કોઈ વિશેષ કામ માટે યોગ્ય બનતો નથી, જયાં સુધી વાછરડો પૂરો બળદ ન બને ત્યાં સુધી તે ખેતીને લાયક નથી. આવા બધા ઉદાહરણથી સમજી શકાય છે કે જ્યાં સુધી જે શબ્દ મૂકયો છે તે ક્રમિક વિકાસને સૂચવે છે. એક પછી એક યોગ્ય પર્યાયો પ્રગટ થતી જાય અને તેમાં મોહાદિક અથવા મોહજન્ય પર્યાયોની બાધા ન ઉદ્ભવે અથવા સ્વયં અન્ય મિથ્યાત્વ આદિ પરિણામોથી કુતર્ક કે Page #387 -------------------------------------------------------------------------- ________________ કુભાવનાઓનો શિકાર ન થાય નિરંતર જે યોગ્ય રીતે આગળ વધવું ઘટે તે તેની અધ્યાત્મિક કળાઓ ખીલતી જાય એવી દશા કે જે શાસ્ત્રકારને ઈચ્છનીય છે. અર્થાત્ મોક્ષ માર્ગમાં જે આવશ્યક છે તેવી દશાના બિંદુ સુધી ન પહોંચે તો પ્રગતિ અટકી જાય છે એટલે અહીં તે દશા ન હોવાથી તેના અસ્તિત્ત્વનું શુધ્ધ પ્રાગટય ન થવાથી જીવને જે જોગની જરૂર છે તેવો જોગ તે લઈ શકતો નથી, મેળવી શકતો નથી. “જ્યાં સુધી' એમ કહીને શુધ્ધ દશાની એક રેખા અંકિત કરવામાં આવી છે. જે માર્ગ જયાંથી શરૂ થઈ અંતિમ બિંદુ સુધી જતો હોય અને આ માર્ગ ઉપર આરૂઢ થયેલો યાત્રી માર્ગના અંતિમ બિંદુ સુધી ન પહોંચે તો તે ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત થતો નથી. જયાં સુધી’ શબ્દ એ દશાના એક સૂક્ષ્મ માર્ગની સૂચના આપી જાય છે અને આ દશા આગળના યોગ માટે કારણભૂત છે, વાસ્તવિક કારણ છે. આમ આપણે કાળની દ્રષ્ટિએ જયાં સુધીશબ્દની વ્યાખ્યા કરી. હવે દ્રવ્ય દ્રષ્ટિએ પણ જોઈએ, જયાં સુધી રસોઈના બધા સાધનો એકત્ર ન થાય ત્યાં સુધી રસોઈ બનતી નથી, બનાવી શકાતી નથી. કાર્ય થવામાં ઉપાદાન અને નિમિત્તભૂત બધા દ્રવ્યની ઉપસ્થિતિ આવશ્યક છે. દ્રવ્યનો આ બધો મેળ ન થાય ત્યાં સુધી કાર્ય સંપન્ન થતું નથી. આમ જયાં સુધી દ્રવ્યનો કે સામગ્રીનો સમયોગ ન બને, ત્યાં સુધી વિકાસ અવરૂધ્ધ છે એમ દ્રવ્ય દ્રષ્ટિએ પણ કહ્યું છે. અહીં ખાસ વાત સમજવાની છે કે દ્રવ્યયોગ બે પ્રકારનો છે, ઉપાદાનભૂત અને નિમિત્તભૂત. ઉપાદાન દ્રવ્ય જે પરમ આવશ્યક છે તે સ્વયં કાર્યરૂપે પરિણત થાય છે. જયારે નિમિત્તભૂત દ્રવ્ય કારણ બનીને ક્રિયા કલાપ અર્પણ કરી દૂર થઈ જાય છે, આ બન્ને દ્રવ્યોની ઉપસ્થિતિ કાર્યને પ્રગટ થવામાં આવશ્યક કારણ છે, અહીં “જ્યાં સુધી’ એમ જે કહ્યું છે તે તેમનું આંતરિક આત્મદ્રવ્ય અને બહારમાં તેને પ્રાપ્ત થયેલા સતશ્રવણ, સતગુરુ, સનિમિત, સભાવ કે સત્વ્યવહાર હાજર ન હોય ત્યાં સુધી એવી દશા આવતી નથી કે જે ધાર્યું ફળ આપી શકે. આમ તત્ત્વતઃ વિચાર કરતા “જ્યાં સુધી’ શબ્દ દ્રવ્ય ભાવોની સીમાને પણ સ્પર્શે છે અને આ બધા દ્રવ્યોનો સંયોગ પણ પોતપોતાની યોગ્યતા લઈને હાજર હોય અર્થાત્ દ્રવ્ય પણ સ્વયં યોગ્ય અવસ્થાને પ્રાપ્ત થયેલું હોય તો આવા દ્રવ્યો પણ એવી દશા અર્થાત્ એવી દશા પ્રગટ કરી શકે છે. જેમ જેમ વિચાર કરતા જઈએ છીએ તેમ તેમ “જ્યાં સુધી’ શબ્દ સમુદ્રની ઊંડાઈ જેવો ખૂબ જ ગંભીર શબ્દ છે અને આપણે પ્રારંભમાં પૂછયું છે કે કયાં સુધી? તો તેના પ્રત્યુત્તરમાં આ બધા ભાવો પ્રગટ થઈ રહ્યા છે. હવે આપણે ક્ષેત્રની સીમાને આધારે પણ આ ઉત્તમ દશાની ક્ષેત્રસ્પર્શના કેવી હોય છે તે ઉપર દષ્ટિપાત કરીએ. ક્ષેત્રની મહત્તા : ક્રમિક વિકાસમાં જેમ કાળનું અવલંબન છે તેમ ક્ષેત્રનું પણ અવલંબન છે અને આવી દશા ઉત્પન્ન થવામાં ઉત્તમ ક્ષેત્ર પણ ભાગ ભજવે છે. શાસ્ત્રોમાં અવધિજ્ઞાનનો ઉલ્લેખ કરેલો છે કે અમુક ક્ષેત્રમાં જીવ હોય ત્યારે તેનું અવધિજ્ઞાન પ્રગટ રૂપે પ્રકાશે છે અને તે ક્ષેત્રથી દૂર થતાં અવધિજ્ઞાન અવરોધાય છે અને પુનઃ તે ક્ષેત્રમાં આવતા તે પુનઃ પ્રગટ થાય છે. અહીં ક્ષેત્રનો અર્થ સ્થાન છે, પવિત્ર વાયુમંડળ છે, યોગ્ય જગામાં બેઠેલો જીવ યોગ્ય વૃત્તિને ધારણ કરે છે. લોકાચારમાં પણ બોલાય છે કે માબાપની સેવા કરનારો શ્રવણકુમાર જયારે કુરુક્ષેત્રના હલકા સ્થાનમાં પહોંચ્યો ત્યારે તેની બુધ્ધિ ભ્રષ્ટ થઈ અને મા–બાપની કાવડ ઉપાડવા તા૩૭૪. Page #388 -------------------------------------------------------------------------- ________________ માટે તેણે ભાડુ માંગ્યું. પુનઃ સારા ક્ષેત્રમાં આવતા તેને ઘણો પશ્ચાતાપ થયો. આ બધા લૌકિક ઉદાહરણ પણ સ્થાનનું મહત્ત્વ બતાવી જાય છે. જૈનદર્શન પ્રમાણે અવકાશ એટલે આકાશક્ષેત્ર. કોઈપણ દ્રવ્ય ક્ષેત્રરૂપે પોતપોતાના આકાશ પ્રદેશો સાથે નિશ્ચિતરૂપે અસ્તિત્ત્વ ધરાવે છે. આ બધા આકાશ પ્રદેશો સર્વથા નિર્મળ અપ્રભાવ્ય, એક પ્રકારે સિધ્ધ જેવા શાસ્વત પ્રદેશો છે. તે સ્વયં નિષ્ક્રિય છે તો અન્ય દ્રવ્યો ઉપર ક્ષેત્રનો પ્રભાવ કેવી રીતે આવે? તે ઘણો જ તાત્ત્વિક પ્રશ્ન છે પરંતુ દર્શનશાસ્ત્ર એમ કહે છે કે આ આકાશ દ્રવ્ય ત્યાં એકલું નથી. એક એક આકાશપ્રદેશમાં અનંતાનંત પરમાણુના સૂક્ષ્મ પિંડો સ્પર્શીને રહેલા છે અને તે રીતે ઉચ્ચ અને નીચ અવસ્થાવાળા અન્ય જીવોના આત્મપ્રદેશ પણ આ સૂક્ષ્મ આકાશ પ્રદેશને સ્પર્શેલા છે. તે પુદ્ગલ અને તે જીવોના અવગ્રહણના આધારે તે તે ક્ષેત્રનું ભિન્ન ભિન્ન મૂલ્યાંકન ઉદ્ભવે છે. આવા સંયોગથી જ તીર્થસ્થાનોની રચના થાય છે અને નારીના અયોગ્ય સ્થાનો પણ સ્વયં ઉદ્ભવ્યા છે. આકાશ પ્રદેશ સ્વયં નિર્મળ હોવા છતાં બધા દ્રવ્યો સંયુકત ભાવે સ્થિત થઈને પ્રત્યેક આકાશ પ્રદેશ અલગ અલગ અવસ્થા ધારણ કરી ભિન્ન ભિન્ન ગુણો પ્રદાન કરે છે. આ ક્ષેત્ર સંબંધી અલૌકિક ઘટના અથવા ક્રિયાકલાપ ચાલતો હોય છે. જીવ જ્યાં સુધી આવા ઉત્તમ ક્ષેત્રનો સ્પર્શ ન પામ્યો, હોય ત્યાં સુધી નિમિત્ત ભાવે એવી દશા પ્રગટ થતી નથી. અહીં ગાથામાં જ્યાં સુધી’ એવી દશા ન હોય એમ કહ્યું છે ત્યાં ક્ષેત્રીય આશ્રય સીમાનો વિચાર કરીએ, તો જયાં સુધી આવી ક્ષેત્રીય દશા ન પામ્યો હોય, અથવા ઉત્તમ ક્ષેત્રની અવસ્થા ન પામ્યો હોય ત્યાં સુધી ઉપર્યુકત યોગ મળતો નથી. આપણે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળના ભાવે ઉત્પન્ન થનારી દશાનો વિચાર કર્યો, પરંતુ દશાના આ બધા અંગ પૂલ અંગ છે તેનું સૂક્ષ્મ અને વાસ્તવિક કારણ તે જીવના ભાવ છે. જયાં સુધી આ દશા એમ કહ્યું છે એમાં આત્માના આંતરિક ભાવો અથવા શુદ્ધ પર્યાયો જે ભાવ રૂપે જીવાત્મામાં અસ્તિત્ત્વ ધરાવે છે તેવા ભાવોને ભજનારી દશા જયાં સુધી પ્રગટ ન થાય તેમ કહી કારણભૂત દશાને દષ્ટિગત કરી છે. આ ભાવ તે શું છે ? આવી વાંચ્છનીય દશા માટે ભાવ શું ભાગ ભજવે છે ? તે જાણવા પ્રયાસ કરશું. ભાવ નિક્ષેપનું પ્રાગટય : શાસ્ત્રોમાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર પ્રકારના નિક્ષેપ કહ્યા છે. નિક્ષેપશાસ્ત્ર ઘણું જ વિસ્તાર ભરેલું અને ન્યાય બુધ્ધિ આપનારું શાસ્ત્ર છે. નિક્ષેપનું ઉત્તમ શિખર તે ભાવ નિક્ષેપ છે. કોઈપણ પદાર્થ ગુણધર્મયુકત ગુણક્રિયાકારિત્વમાં સમર્થ થાય ત્યારે તે પદાર્થ ભાવના ક્ષેત્રમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. દ્રવ્યમાં ભાવ તિરોભાવરૂપે પણ રહે છે અને આવિર્ભાવરુપે પણ રહે છે. લાકડાના એક ખંડમાં ગણેશજીની મૂર્તિ સમાયેલી છે. ત્યાં ગણેશજી તિરોભાવ રૂપે અવસ્થિત છે. ઉત્તમ કલાકારનો હાથ લાગે અને બધો કચરો નીકળી જતાં એ કાષ્ટ્રમાં ગણેશજીની મૂર્તિ પ્રગટ થાય છે, તે તેનો આવિર્ભાવ છે. દહીંમાં માખણ ભરેલું છે. મંથન કરવાથી તેનો આવિર્ભાવ થાય છે, જમીનમાં તિરોભાવરૂપે અનાજ ભરેલું છે. ખેતી કરવાથી અને બીજારોપણ કરવાથી તેનો આવિર્ભાવ થાય છે. ભાવ શબ્દ પૂર્ણ ગુણાત્મક ૩૭૫ ટકા Page #389 -------------------------------------------------------------------------- ________________ છે અને તેમાં જ્યારે અર્થક્રિયાકારિત્વ સાક્ષાત્ પ્રગટ થાય ત્યારે તે આવિર્ભાવ પામે છે અર્થાત્ ખરા રૂપમાં પ્રગટ થાય છે જો કે ભાવનું સ્વરૂપ ભાષામાં કે શબ્દોમાં ઉતારવું કઠિન છે, અગમ્ય છે. ભાવની સૂમ અવસ્થા શબ્દાતીત છે, શબ્દથી અગ્રાહ્ય છે પરંતુ શાસ્ત્રકારોએ સૂક્ષ્મ ભાવને સમજવા માટે ઉદાહરણો આપી તેનું બોધાત્મક જ્ઞાન આપ્યું છે અસ્તુ. અહીં આપણે જે દશાની વાત ચાલે છે. જ્યાં સુધી આ દશા પ્રગટ ન થાય એમ જે કહ્યું છે તેમાં એવા ભાવની આવશ્યકતા છે કે જે ભાવો ગુણાત્મકરૂપે પોતાના શુધ્ધ સ્વરૂપ સાથે જો આવિર્ભાવ પામે, તો જીવની જેવી દશાની જરૂર છે તે ઉદ્ભવે છે. જયાં સુધી આવો ભાવ ન આવે ત્યાં સુધી એવી દશા પ્રગટ થતી નથી અને એવી દશા પ્રગટ ન થાય ત્યાં સુધી જીવ ઉત્તમ જોગ પામી શકતો નથી. આવી કારણ પરંપરાનો આ ગાળામાં એક શબ્દમાં જ ભારે ઉલ્લેખ કરીને આવી ગાથાને દાર્શનિક દ્રષ્ટિકોણથી ઘણી જ મહત્ત્વપૂર્ણ બનાવી છે. ખરૂં પૂછો તો દાર્શનિક કસોટી પર જે દષ્ટાંતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આપણે પરીક્ષા કરી રહ્યા છીએ. “જ્યાં સુધી’ એમ કહીને શાસ્ત્રકારે એક જ શબ્દમાં ઘણાં ઘણાં ભાવો સંકેલી દીધા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારેય સીમાઓ નક્કી કરેલી છે અને જયાં સુધી આ સીમાનો સ્પર્શ ન થાય ત્યાં સુધી જેમ ઠંડા તેલમાં પૂરી તળાતી નથી તેમ આ દશાની ઉત્તમ ગુણવત્તાના અભાવે યોગ પ્રગટ થતો નથી, જ્યાં સુધી એ શબ્દ એટલો બધો ગંભીર છે. એની વ્યાખ્યા કર્યા પછી હવે આપણે મૂળ દશા ઉપર પણ ધ્યાન દઈએ. “જ્યાં સુધી” નો ઉત્તર આપ્યા પછી એવી દશાએ પ્રશ્ન ઊભો છે કે એવી એટલે કેવી ? આ શબ્દથી દશાના ઘણા પ્રકારોની પણ સૂચના મળે છે. દશા એક જ પ્રકારની નથી, ઘણા પ્રકારની છે. આગલી ગાથામાં જેમ કહ્યું હતું કે, બીજો નહીં મન રોગ” અર્થાત્ બીજા કોઈ આકર્ષણ અને લોભ કે પરિગ્રહના પરિણામો, જે અવસ્થા સાથે ઊભા હોય તે દશા અહીં વાંચ્છનીય નથી, ગ્રાહ્ય નથી. જે દશા સાથે નિર્મળતા જોડાયેલી ન હોય અને ક્ષણિક અસ્તિત્ત્વવાળી દશા હોય, ઉદ્ભવ પામતાની સાથે શમી જનારી હોય, પાણીના પરપોટાની જેમ ઉત્પન્ન થઈને લય થનારી હોય, તો આવી દશા પણ અગ્રાહ્ય છે. બીજી બધી રીતે પણ જે દશામાં પૂરી ગુણવત્તા ન હોય અર્થાત્ ચાસણી બરાબર ન આવી હોય તો મિષ્ટાન બગડી જાય છે તેમ જીવની એવી દશા અર્થાત્ સંપૂર્ણ શ્રેષ્ઠ ફળ આપી શકે તેવી યોગ્યતાવાળી દશા. જેમ ગંદુ કપડું મેલના કારણે આદરણીય બનતું નથી અને પૂજાને યોગ્ય પણ હોતું નથી, સારા કાર્ય માટે અયોગ્ય બને છે તેમ જે દશામાં વિકારો કે વિભાવો જોડાયેલા હોય તે દશામાં જીવ ઉત્તમયોગ પામી શકતો નથી. શાસ્ત્રકાર જે દશા ઈચ્છે છે તે દશાના અભાવે જીવ જોગ પ્રાપ્ત કરી શકતો નથી. બીજા પદ વિષે ઊંડો વિચાર કર્યા પહેલા આ પ્રથમ પદનું જે હાઈ છે તેનું જે આંતરિક કથ્યમાન તત્ત્વ છે અથવા જે મંતવ્ય છે તે “જયાં સુધી” અને “એવી” આ બે વિશેષણોવાળી ઉત્તમ દશાનો ભાવ અથવા કહેવાનું તાત્પર્ય લક્ષ્યમાં લીધા પછી જ બીજા પદનો વિચાર થઈ શકે તેમ છે. એટલે આ પ્રથમ પદમાં જે ત્રિગુણાત્મક ભાવ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરી આગળ વધશું. ..પાક૩૭૬ Page #390 -------------------------------------------------------------------------- ________________ (૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જયાં સુધી જીવ ઉત્તમ દશા ન પામે, (૨) જે દશાની જરૂર છે તે દશા ગુણાત્મક હોવી જોઈએ, અર્થપૂર્ણ હોવી જોઈએ, (૩) આ દશા નિર્મળ અને વિભાવોથી મુકત હોવી જોઈએ. દર્શનશાસ્ત્રમાં જેમ કહ્યું છે કે “RUT સામગ્રી સમુપસ્થિતે સત પ્રતિયોનો અમાવ વર્તત તાવત્ પર્વતમ્ નુત્પત્તિમ્ ' બધી કારણ સામગ્રી હાજર હોય પરંતુ જયાં સુધી પ્રતિયોગીનો અભાવ ન હોય અર્થાત્ જયાં સુધી પ્રતિયોગી ઊભો હોય ત્યાં સુધી કાર્ય નિષ્પન થતું નથી તેમ અહીં પણ બધા કારણો ઉદ્ભવ્યા પછી પણ વિભાવરૂપ પ્રતિયોગી ઊભો હોય, ત્યાં સુધી જે દશાની જરૂર છે એવી દશા પ્રગટ થતી નથી. ઉપર્યુકત ગાથામાં ત્રિયોની ભાવનું પર્યાલોચન કર્યા પછી આ ગાથા અથવા આ પદ નિષેધાત્મક ભાવે કહ્યું છે તેમ વિધેયાત્મક ભાવે પણ કહી શકાય છે. જુઓ, “દશા ન એવી જયાં સુધી ને છોડીને જો બોલીએ તો જયાં સુધી એવી દશા પ્રગટે ત્યાં સુધી જીવે પુરુષાર્થ કરવો જોઈએ અને જયારે આવી દશા હોય ત્યારે જીવ ઉત્તમ જોગને મેળવે છે. દશા એવી ન હોય ત્યાં સુધી જીવ ઉત્તમ જોગ મેળવતો નથી. આ રીતે અભ્યાસી વ્યકિતએ વિધિ અને નિષેધ ભાવે આ ગાથાનો ઉકત અને અનુકત શબ્દનો વિચાર કરી લેવો જોઈએ તો શાસ્ત્રકારનું આંતરિક મંતવ્ય જાણી શકાશે અને જે દશા ઉપર તે ભાર મૂકે છે એવી દશા સાધક માટે પૂર્ણચન્દ્રની ચંદ્રિકા જેવી છે તે લક્ષમાં લેવું જોઈએ. આ ગાથામાં આત્માર્થીના વિધેય લક્ષણોની સાથે સાથે પુનઃ આત્માર્થી ન બનવાના કુફળની પણ ચેતવણી આપી છે અર્થાત્ આત્માર્થની ઊંચી દશાનો સ્પર્શ ન કરે અને જયાં સુધી જેની જરૂર છે એવી દશા પ્રગટ ન કરે, ત્યાં સુધી જીવ તેને જેવા જોગની જરૂર છે તેવો જોગ ના લહે અર્થાત પામી શકતો નથી, લઈ શકતો નથી. લહે' શબ્દ ગુજરાતી ભાષાનો એક લોકજીવનમાં વપરાતો શબ્દ છે અર્થાત્ તળપદી સાહિત્યનો ભાવ તેમાં ભરેલો છે. પૂર્વાચાર્યો, યતિ મહારાજાઓએ જે રચનાઓ કરી છે અને પૂજાના જે જે સ્તવનો ગાયા છે તેમાં ઘણી જગ્યાએ લહે કે ના લહે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ન લહે એટલે લાભ ન મેળવે, તેવો આ સૈકાલિક સિધ્ધાંત છે એમ શાસ્ત્રકાર કહે છે. સૈધ્ધાંતિક સિધ્ધાંતમાં ભૂત, ભવિષ્ય કે વર્તમાનકાળના પ્રત્યયો હોતા નથી પણ બુધ્ધિવાચક પ્રત્યયો હોય છે. જયાં જયાં બુધ્ધિવાચક પ્રત્યયો હોય ત્યાં ત્યાં સૈકાલિક સિધ્ધાંતની સૂચના હોય છે. જેમ કે “સત્ય બોલવું જોઈએ આ આદેશમાં ભૂત, ભવિષ્ય વર્તમાનકાળનો ઉલ્લેખ નથી પરંતુ સૈકાલિક સૂચના છે. ગમે તે કાળ હોય પણ સૈધ્ધાંતિક સત્ય અકળ હોય છે. અહીં ન લહે એમાં વિધિવાચક ભાવ ભર્યો છે. જો ઉપરોકત દશા ન હોય તો જે જોગનો ઉલ્લેખ કરે છે તે જોગ મળે નહીં અને જો ઉપરોકત દશા પ્રગટ થાય તો જોગ પણ અવશ્ય મળે. આમ સૈકાલિક સત્યનો ઉલ્લેખ કર્યો છે. ‘ન લહે તે ક્રિયાત્મક ભાવ છે. કોઈપણ દ્રવ્યમાં તેના ક્રિયાત્મક ભાવોને જોડવામાં આવે, ત્યારે જ તે દ્રવ્યનો સાક્ષાત્કાર થાય છે. બીજમાં વૃક્ષ છે પરંતુ જયાં સુધી ક્રિયાત્મક પ્રયોગ ન થાય ત્યાં સુધી વૃક્ષનો સાક્ષાત્કાર થતો નથી. દ્રવ્ય જડ હોય કે ચેતન, તેના બધા ગુણો નિશ્ચિત છે પણ તેના આવિર્ભાવ માટે એક ક્રિયા પણ નિશ્ચિત હોય ૩૭૭ Page #391 -------------------------------------------------------------------------- ________________ ક ; ; ; ; ; ; ; ; ; ; છે અને આ ક્રિયાની એક પૂર્વભૂમિકા પણ હોય છે. પૂર્વભૂમિકાનો અભાવ હોય તો ક્રિયા ઘટિત થતી નથી અને ક્રિયા ઘટિત ન થાય તો દ્રવ્યનો કે તેના ગુણધર્મનો યોગ પણ થતો નથી. આ રીતે ક્રિયાની પૂર્વભૂમિકા એક, ક્રિયાત્મક ભાવ બે અને તેનાથી પ્રગટ થતો ગુણાત્મક યોગ, આમ ત્રિવિધ સાંકળ બની જાય છે. જેમ કોઈ વ્યાપારી વેપાર કરવા માંગે, તો પૂર્વમાં સંપતિનું સંકલન કરે છે, ત્યારબાદ વ્યાપારી ક્રિયાનો આરંભ કરે છે અને ત્યાર બાદ અર્થપ્રગતિનો યોગ બને છે. આ રીતે એક સાંકળ જોડાયેલી છે. અહીં પણ જે દશાનું વર્ણન કર્યું છે તે દશાની પૂર્વભૂમિકામાં કષાયનો ઉપશમ ઈત્યાદિ ઘણાં ભાવો બતાવ્યા હતા અર્થાત્ દશા સ્વયં પૂર્વભૂમિકા છે પરંતુ તે જેવી તેવી દશા નથી. દશા એવી એમ કહીને ખાસ દશાનો નિર્દેશ કર્યો છે અને ત્યારબાદ ક્રિયાત્મક ભાવોની અવસ્થા આવે છે. દશાના અભાવમાં ક્રિયાનો પણ અભાવ છે અને ક્રિયાના અભાવમાં જોગનો પણ અભાવ છે. આમ આ ગાથામાં અભાવાત્મક સાંકળનું વર્ણન કર્યું છે. હવે આપણે તેને વિધેય ભાવમાં પણ મૂકીએ તો પૂર્ણ તાત્પર્ય દષ્ટિગત થાય. (૧) જેવી કહી છે તેવી દશા પ્રગટ થાય (૨) દશા પ્રગટ થયા પછી જોગ કહે એટલે તથા પ્રકારનો યોગ પ્રાપ્ત કરવાનો ઉદ્યોગ જેમાં સદ્દગુરુની ભકિત, સતશ્રવણ ઈત્યાદિ ક્રિયાત્મક ભાવો છે અને ત્યાર બાદ જે યોગની જરૂર હતી અર્થાત્ આત્માના જે ઉજ્જવળ પર્યાયોની આવશ્યકતા હતી તેવી ઉજ્જવળ પર્યાયોનો જોગ થાય છે. જે રીતે ભાવ તત્ત્વનો જોગ થાય છે તે રીતે નિમિત્ત કારણોનો પણ યોગ બને છે. અર્થાત્ સશાસ્ત્ર હાથ લાગે છે. સદગુરુના ચરણોનો યોગ બને છે, જે કાંઈ જરુરી છે તે સ્વતઃ ઉદ્દભવે છે, ભકિતશાસ્ત્રમાં જેમ કહ્યું છે કે ભકત જયારે પ્રભુ પરાયણ બની ભકિતયોગમાં જોડાય છે, ત્યારે પરમાત્મા સ્વયં આવીને ઉપસ્થિત થાય છે કે દર્શન આપે છે. સાધના કર્યા વિના ભગવાનના દર્શન માટે જે દોડે છે, તે સફળ થઈ શકતો નથી પરંતુ સાધનાની આરાધના પછી સ્વતઃ જીવ તેવા યોગને અર્થાત્ સાક્ષાત્ પરમાત્માને પણ પ્રાપ્ત કરે છે. “ન લહે' એમ કહ્યું છે. હવે આપણે તેને પલટાવીને લહે તે યોગ' તેની વિધિ રુપ વ્યાખ્યા કરી રહ્યા છીએ. અહીં કહેવાનું તાત્પર્ય છે કે ફકત ઈચ્છા માત્રથી કશું થતું નથી પરંતુ ઈચ્છાની સાથે સપ્રયાસ જોડાય અને તેમાં નિષ્કામ નિષ્ઠા બની રહે તેવી અડોલ અવસ્થામાં સ્વયં પરમાત્માનો યોગ પ્રાપ્ત થાય છે. અથવા જે જોગ વાંચ્છિત છે, તે યોગ સ્વતઃ બની જાય છે. એક પ્રકારે ભાવાત્મક ચમત્કાર રચાય છે. જીવ લહે નહીં જોગ : આ “જોગ” શબ્દ વસ્તુતઃ યોગનો બોધક છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં જોગનો અર્થ અવસર થાય છે, મેળાપ થાય છે, કોઈ વસ્તુની તક મળે છે અથવા કોઈ મહાપુરુષનું મિલન થાય છે, ત્યારે વ્યાવહારિક ભાષામાં બહુ સારો જોગ થયો છે તેમ બોલાય છે. વિપરીત અવસ્થામાં કોઈ હાનિકારક સંયોગ ઊભો થાય ત્યારે હકીકતમાં તે કુજોગ ગણાય છે. જોગ શબ્દ સીધી રીતે સુજોગનો જ વાચક છે પરંતુ આ જોગનો અર્થ જયારે આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ & ૩૭૮ Page #392 -------------------------------------------------------------------------- ________________ વિચારીએ ત્યારે તે યોગ બની જાય છે અને યોગ તે સમગ્ર ભારતવર્ષની સંસ્કૃતિ છે, ભારતમાં હજારો સંપ્રદાય છે પરંતુ બધા સંપ્રદાયોએ ઓછે વત્તે અંશે યોગ માર્ગનો સ્વીકાર કર્યો છે, જેને અષ્ટાંગયોગ કહેવાય છે. એ યોગ બધા ધર્મમાં વ્યાપક છે. આ અષ્ટાંગયોગનો જૈન પરંપરામાં પણ ઘણે અંશે સ્વીકાર કરેલો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ અષ્ટાંગયોગમાં જૈનદર્શનમાં આસન સુધીના ત્રણેય યોગ પૂર્ણ રીતે સ્વીકારવામાં આવ્યા છે. પ્રાણાયામ ઉપર ઓછું વજન આપ્યું છે અને બાકીના ધ્યાન, ધારણા અને સમાધિ, એ તો જૈન ધર્મનું પરમ સાધ્ય છે. ખરું પૂછો તો જૈનધર્મમાં અષ્ટાંગયોગનો પૂરેપૂરો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશેષ રુપે તપશ્ચર્યા ઉપર અધિક ધ્યાન અપાયું છે. સ્વયં હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રની રચના કરી છે અને યોગનું વિધાન પણ કર્યુ છે અસ્તુ. અહીં આપણે યોગમાર્ગ પર આટલો દષ્ટિપાત કર્યા પછી હકીકતમાં યોગ શું છે ? કવિરાજ અહીં જીવ લહે નહીં જોગ' એમ કહીને કયા જોગનો ઉલ્લેખ કરે છે તે સમજવા પ્રયાસ કરીએ. અહીં થોડી સૂક્ષ્મ વાત આવે છે. જૈનદર્શન દ્રવ્ય, ગુણ અને પર્યાયનું વિધાન કરી સમગ્ર વિશ્વના પદાર્થો કઈ રીતે ગતિમાન છે તેનું દિગ્દર્શન કરે છે. દ્રવ્ય તે પદાર્થનો શાશ્વત અંશ છે અર્થાત્ પદાર્થની મૂળભૂત સંપત્તિ છે, પરંતુ આ બધા દ્રવ્યો પોતપોતાના સ્વતંત્ર ગુણોથી વ્યાપ્ત છે, ગુણો અલગ અલગ ક્રિયમણ હોવા છતાં ગુણોને દ્રવ્યોથી છૂટા પાડી શકાતા નથી અને દ્રવ્યને પણ ગુણથી છૂટું પાડી શકાતું નથી. પાંચે આંગળીઓ સ્વતંત્ર હોવા છતાં તે બધી આંગળીઓ હાથ છે, આંગળીઓમાં હાથ છે અને હાથમાં આંગળીઓ છે. વિવેચનને આધારે તેની વિવક્ષા થાય છે પરંતુ જૈનદર્શનનો અનેકાંતવાદ બન્નેને એક અને અનેક રીતે જાણે છે. આ આખો દાર્શનિક સિધ્ધાંત છે, તે સુપ્રસિધ્ધ છે એટલે અહીં ટૂંકો ઉલ્લેખ કરી પદાર્થનું જે ત્રીજું અંગ પર્યાય છે, તેને પણ જાણી લઈએ. દ્રવ્ય અને ગુણ તે પદાર્થની સ્થાયી સંપતિ છે, શાશ્વત સંપત્તિ છે, અખંડ, અવિનાશી, ધ્રુવ અંશ છે. દ્રવ્ય ધ્રુવ હોવાં છતાં શાંત નથી પરંતુ ક્રિયમાણ છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રાકૃતિક ક્રિયા સંચાલિત છે. જૈન ધર્મમાં તેને વિસ્રસા તથા પ્રયોગશા પરિણામ કહેવામાં આવે છે અર્થાત્ આ ક્રિયા સ્વતઃ પણ થાય છે અને પ્રયોગથી પણ થાય છે. સમગ્ર દ્રવ્ય ચેતન અને અચેતન છે, જડ અને ચેતન એવા બે ભાગમાં વિભકત છે. જડ પોતાના ગુણધર્મોથી કે પોતાની ક્રિયમાણ પર્યાયથી પ્રચાલિત થયા કરે છે. જયારે જીવ દ્રવ્ય પોતાની જ્ઞાનાત્મક પર્યાયોથી એક વિશિષ્ટતા ધરાવે છે જે જ્ઞાનતત્ત્વ છે, તે જ ચેતનતત્ત્વ છે. ખરા અર્થમાં તે ફકત જ્ઞાનસ્વરુપ જ છે ભકતામરમાં પણ કહ્યું છે કે, 'જ્ઞાનસ્વરૂપમમત પ્રવત્તિ સન્તઃ સંતોએ આ આત્મતત્ત્વને નિર્મળજ્ઞાન સ્વરુપ બતાવ્યું છે. અહીં હવે આપણે થોડી ઊંડાઈમાં ડૂબકી મારીએ. જીવ દ્રવ્ય અનાદિકાળથી સર્વથા સ્વતંત્ર નથી, કર્મથી આબધ્ધ છે. કર્મ એ પણ જીવની પોતાની જ કૃતિ છે જેને ભાવકર્મ કહી શકાય છે અસ્તુ. અહીં મૂળ વાત પર આવીએ. કર્મની આ ઉદયમાન સ્થિતિમાં જીવની જે પર્યાય છે, તે શુધ્ધ ૩૭૯ Page #393 -------------------------------------------------------------------------- ________________ રહી શકતી નથી અર્થાત્ આધ્યાત્મિક આત્મપ્રદેશોમાં જયારે પરિચાલન થાય છે અને સ્પંદન થાય છે ત્યારે પ્રત્યેક સમયે એક એક પર્યાય અંતઃસ્તલથી નિવૃત થયા પછી ધૂળ રૂપ ધારણ કરે છે અને ત્યારબાદ મનોયોગ, વચનયોગ કે પ્રવૃતિરુપે તે આંતરિક પર્યાયો પ્રગટ થાય છે. સામાન્ય સંજ્ઞામાં સંસારી જીવ છે જે સંસાર માટે જ જીવે છે તે આ બાબતમાં વધારે કશો વિચાર કરતો નથી. ધર્મને એક પુણ્ય પ્રવૃત્તિ રુપે સ્વીકારી સત્કર્મો કરે છે, જો કે તે પણ એક જીવનનું ઉજળું પાસું છે, પરંતુ તેનાથી તે આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી શકતો નથી. અહીં જે સાધક સંસારથી નિવૃત્ત થયા પછી અથવા વ્યાવૃત્ત થવાની ઈચ્છાથી સાધના ક્ષેત્રમાં આવે છે, ત્યારે તે આત્મતત્ત્વના મૂળ સુધી જવા પ્રયાસ કરે છે. એક ખાસ વિશેષ વાત :- આત્મતત્ત્વમાં જયાં પર્યાયનું ઝરણું છે અને સર્વ પ્રથમ સમયે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે કારણ કે લગભગ બધા શાસ્ત્રકારનું મંતવ્ય છે કે નાભિકમળમાં આત્મા દ્રવ્યના આઠ પ્રદેશો શુદ્ધ રૂપે અસ્તિત્ત્વ ધરાવે છે. ફકત આ પ્રદેશો જ કર્મથી સર્વથા અપ્રભાવિત છે. જે શુદ્ધ, શાશ્વત, નિરંજન, સિધ્ધ સમાન છે. મધ્યસ્થાને રહેલા આ શુદ્ધ પ્રદેશો જ તે ચૈતન્ય તત્ત્વોનો મૂળ આધાર છે. જો આઠ પ્રદેશો આવૃત્ત થાય તો સમગ્ર જીવ તત્ત્વ લુપ્ત થાય, પરંતુ અનંતકાળથી પ્રાકૃતિક રુપે આ અષ્ટમંગલ પ્રદેશ સર્વથા નિરાવરણ રહીને આત્મહત્ત્વના અસ્તિત્ત્વને કાયમી જાળવી રાખે છે. તે અષ્ટ પ્રદેશમાંથી જ્ઞાનની શુદ્ધ ધારા વહેતી રહે છે. તે જ્ઞાનધારા જયારે સામાન્યરુપે સમઅવસ્થામાં હોય ત્યારે તે વિશુદ્ધ ધ્યાનરુપે અનંત શાંતિની ધોતક છે. આ સૂક્ષ્મધારા સુધી પહોંચવું અને મનોયોગથી ઉપર જઈ મનોયોગના વિકારથી છૂટાં પડી, મનને પોતાની જગ્યાએ ઊભુ રાખી મનસા પરમ અર્થાત્ મનથી પર એવી જે અધ્યાત્મક શ્રેણી છે તેમનું અવલંબન લઈ શુદ્ધ પર્યાયમાં સ્નાન કરી શકે, તે જે અવસ્થા છે તે જીવનનો ઊંચામાં ઊંચો યોગ છે. હવે આપણે મૂળ ગાથા ઉપર આવીએ. “દશા ન એવી જયાં સુધી’ કવિરાજે જે દશાનું વર્ણન કર્યું છે, જેને આપણે ખૂબ ઊંડાઈથી વિવેચન કર્યું છે, તે દશા પ્રગટ થયા પછી જીવ સ્વયં આ અંતરાત્માનો જોગ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ પર્યાય રુપ, મૂળ ધારા રુપ ચૈતન્યવૃત્તિને જ્ઞાનમાં સ્થાપિત કરે છે અને એક અદભૂત યોગનો લાભ પ્રાપ્ત કરે છે. પરંતુ અહીં કવિરાજે નિષેધ ભાવે કહ્યું છે કે જે દશાની જરુર છે તેવી દશા જયાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આ જીવ આપણે જે અંતરજોગ કહ્યો છે તે જોગને મેળવી શકતો નથી. ગાથાનું તાત્પર્ય છે કે આ જોગ વિશેષ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને આગળ વધીને કહો તો ધ્યાનાત્મક જોગ છે. સૂક્ષ્મ ભાવદષ્ટિએ નિશ્ચિત ૫ અંતરાત્માનો જોગ છે, પરંતુ બાહ્ય દષ્ટિએ આવા સદગુરુ જે આંતરશ્રેણીમાં પ્રવેશ કરાવી શકે છે તેવા વ્યકિતનો જોગ પણ જીવને પ્રાપ્ત થતો નથી. પ્રાપ્ત ન થવામાં દશાનો અભાવ છે અને તેવા પરમ પુણ્યનો પણ અભાવ છે. બન્ને કારણોના અભાવથી આ ઉત્તમ જોગનો પણ અભાવ બની રહે છે. જેમ વ્યકિતનો જોગ છે તેમ ઉત્તમ સ્થાન, ઉત્તમ સંગ અને ઉત્તમ પ્રવચન ઈત્યાદિનો પણ બાહ્ય જોગ અંતરજોગમાં કારણભૂત હોવાથી તે પણ બધા સુજોગના જ અંગ છે. ૩૮૦ Page #394 -------------------------------------------------------------------------- ________________ કવિરાજે અહીં “જે લહે' ન જોગ કહ્યું છે તે ગૂઢાર્થવાળો શબ્દ છે અર્થાત્ જીવ યોગ માર્ગનું અવલંબન કરી શકતો નથી. અષ્ટાંગયોગના એકપણ યોગને સ્પર્શી શકતો નથી, અંતરાત્માને પણ ઓળખતો નથી, અને તેવા સત્ સ્થાન, સદ્વર્તન કે સદગુરુનો યોગ મેળવી શકતો નથી, એ રીતે જોગ' શબ્દ ચોતરફ કલ્યાણના નિમિત્ત માટે સૂચના આપે છે અને જીવ જો ઉત્તમ દશાને પ્રાપ્ત કરે, તો જ આવો જોગ મળે તેમ કહીને હવે ત્રીજા પદમાં જો આવો જોગ ન મળે, તો તેનું પરિણામ શું આવે? તે સ્વયં બતાવે છે. “મોક્ષ માર્ગ પામે નહીં.” મોક્ષ તો સામાન્ય રીતે સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે, પરંતુ આ સાંસારિક, આધિ, વ્યાધિ, ઉપાધિથી મુકત થવું, એ પણ મોક્ષનો એક સાક્ષાત પ્રકાર છે. સર્વથા કર્મક્ષય થયા પછી જે સિધ્ધ અવસ્થા પ્રગટ થશે તે મોક્ષ તો બહુ દૂર છે પરંતુ વર્તમાન અવસ્થામાં પણ જીવ મુકત થાય, અજ્ઞાનથી મુકત થાય, કષાયોથી મુકત થાય, સાંસારિક દુઃખ અને ચિંતાઓથી મુકત થાય તે પણ મોક્ષનો એક પ્રત્યક્ષ પ્રકાર છે અસ્તુ. અહીં જે મોક્ષ શબ્દ વપરાયો છે તે અંતિમ મોક્ષને લક્ષમાં રાખી સિધ્ધ ભગવંતોને દષ્ટિગત રાખી મોક્ષ પ્રાપ્તિનો જે પ્રયાસ થાય છે, તે મોક્ષ આદેય છે, ઉપાદેય છે, આરાધ્ય છે, આદરણીય છે, લક્ષ છે, ગંતવ્ય સ્થાન છે, જન્મ મરણના ચક્રથી મુકત થઈ શાશ્વત શાંતિ મળે અને જીવ પોતાના કેન્દ્રમાં સ્થિત થાય, તે મોક્ષને શાસ્ત્રોમાં કે સાધનોમાં વણી લેવામાં આવે છે. આ મોક્ષનો માર્ગ પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે. પાછળના વિવરણમાં મોક્ષ માર્ગ માટે આપણે ઘણું કહી ગયા છીએ. બહુ જ વિસ્તારથી તેનું વિવરણ કર્યું છે. અહીં હવે ફરીથી પુનઃરુકિત ન કરતા સામાન્ય રીતે દષ્ટિપાત કરી આ ગાથાને પૂર્ણ કરશું. મોક્ષ કરતા મોક્ષ માર્ગનું મહત્ત્વ વધારે છે, મોક્ષ તો મહત્ત્વપૂર્ણ છે જ પરંતુ જો મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તો મોક્ષ દુર્લભ નથી. હકીકતમાં મોક્ષ માર્ગ દુર્લભ છે. સાધન દુર્લભ છે, શુધ્ધ સાધન મળે તો સાધ્ય દુર્લભ નથી. સંપૂર્ણ આત્મસિધ્ધિમાં શાસ્ત્રકારે મોક્ષમાર્ગ શબ્દનો બે ચાર વખત પ્રયોગ કર્યો છે અને માર્ગની ઉપાદેયતાને જ મહત્વ આપ્યું છે. બીજ સારું હોય, સારી ભૂમિ અને પાણી મળે, તો તે અંકુરિત થઈ વૃક્ષનું રુપ પામવાનું છે. સાધનાકાળમાં સાધનની જ પ્રમુખતા છે. જો કે સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધન વ્યાવૃત્ત થઈ જાય છે અથવા સાધ્યમાં વિલીન થઈ જાય છે. મોક્ષમાર્ગના જે ઉપકરણ જ્ઞાન, દર્શન, ભકિત, ઈત્યાદિ સિધ્ધિ પ્રાપ્ત થતાં સોળે કળાએ ખીલી તેમાં વિલીન થઈ જાય છે અર્થાત્ સાધન સાધ્યરુપે પરિણત થઈ જાય છે. દૂધમાં નાખેલું મેળવણ બધા દૂધને દહીં કરી પોતે સ્વયં દહીં રુપે પરિણત થઈ જાય છે. અહીં જે બે વિભાજન કર્યા છે મોક્ષ અને મોક્ષનો માર્ગ, તેમાં પ્રાથમિક અવસ્થામાં માર્ગ ઉપાદેય છે અને અંતિમ ક્ષણે મોક્ષ ઉપાદેય છે. અહીં જે મોક્ષમાર્ગ શબ્દનો પ્રયોગ કર્યો છે, આ માર્ગ નિમિત્ત કારણરુપે નથી પરંતુ મોક્ષનું ઉપાદાન છે. ઉપાદાન કારણ સ્વયં કાર્યરુપે પરિણત થઈ કારણ કાર્યની એકતા પ્રદર્શિત કરે છે તેમ અહીં મોક્ષ અને મોક્ષનો માર્ગ બને ઉપાદાન હોવાથી એકરુપ થઈ જાય છે. અહીં શાસ્ત્રકારે મોક્ષમાર્ગ શબ્દનો ઉપયોગ કર્યો છે. મોક્ષ માર્ગ પામવાની દુર્લભતા બતાવી છે અને જો મોક્ષમાર્ગ ન પામે તો મોક્ષ પણ ન પામે તેવો સ્પષ્ટ ઉપદેશ આપ્યો છે. * * * * , , , , , , , , દાદા ૩૮૧ Page #395 -------------------------------------------------------------------------- ________________ સમજાય છે કે માર્ગનું અવલંબન કરવું તે જીવ માટે પ્રાથમિક આવશ્યકતા છે, માર્ગ પર આરુઢ થવું તે ત્યાર પછીની આવશ્યકતા છે અને ક્રમશઃ મોક્ષમાર્ગમાં ગતિ કરવી, ઉતરોત્તર એક એક ભૂમિકા પાર કરવી અને મોક્ષ માર્ગની સીડીના બધા પગથિયાનું અવલંબન કરી મોક્ષમાં પહોંચવાનું છે પરંતુ જો આ મોક્ષ માર્ગ મળે જ નહીં, મોક્ષમાર્ગના આ સોપાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રથમ પગથિયે જ અટકેલો જીવ મોક્ષ પામી શકતો નથી. મોક્ષ માર્ગ ન પામવામાં ઉપર્યુકત જોગની અપ્રાપ્તિ છે. જ્યાં સુધી એવી દશા ન હોય ત્યાં સુધી જોગ પ્રાપ્ત થતો નથી, અને આવી દશા પણ પૂર્વની ગાથામાં કહેલા ઉતમ લક્ષણો ન આવ્યા હોય તો પ્રગટ થતી નથી. આ રીતે ૩૯ ગાથા સુધી એક સળંગ સાંકળનો બોધ આપ્યો છે. ૧) કષાયની ઉપશમતા આદિ ગુણોનું ન હોવું. ૨) આવા ગુણોના અભાવમાં ઉત્તમ દશા પ્રગટ ન થવી. ૩) જોગ ન મળે તો જીવ મોક્ષ માર્ગ પામતો નથી. ૪) અને જો મોક્ષ માર્ગ ન પામે તો મોક્ષ પ્રાપ્તિ થતી નથી. અર્થાત્ જીવ મુકત થતો નથી. આ રીતે શાસ્ત્રકારે કારણ કાર્યની એક સળંગ સાંકળનો બોધ આપીને જીવ આત્માર્થી કયારે બને અને કયારે તે મોક્ષમાર્ગનો સ્પર્શ કરે તેની ઉતમ કવિતા રજૂ કરી છે. બહુ જ થોડા શબ્દોમાં જ્ઞાનગંગા વહાવી છે. હજી સાંકળની એક કડી બાકી છે. અને તે છે અંતર રોગ મટવાની વાત. પૂર્વની ગાથામાં શાસ્ત્રકારે મનરોગ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આપણે ખૂબ જ સૂક્ષ્મ વિવરણ કરી ગયા છીએ. જયારે આ ગાથામાં અંતરરોગ શબ્દનો ઉપયોગ કર્યો છે. મનરોગ તે માનસિક અને મનયોગ સુધી પહોંચેલા વિભાવનું વર્ણન કરે છે. જયારે અંતરરોગ શબ્દ મનરોગના મૂળિયા સમાન છે. અંતરરોગ તે બહુ જ ઊંડો કાંટો છે. કાંટો અંદરમાં છે અને પીડા ઉપર છે. આધિવ્યાધિ-ઉપાધિ, બાહ્ય જંજાળ વગેરે જે કાંઈ કલેશ ઉત્પન્ન થાય છે અને રાગ-દ્વેષના નિમિત્ત બને છે. તે બધી બિમારીનું મૂળ કોઈ આંતરરોગ છે. વિષપાન કર્યા પછી મનુષ્યનું મૃત્યુ થાય છે. પરંતુ વિષ ની ઉત્પતિ કયાં થઈ છે? વિષાકત ભાવો કેવી રીતે ઉત્પન્ન થયા? તે એક અગમ્ય વિષય છે. જીવ વાસનાથી કે આશા વૃષણાથી દુઃખી થાય છે અથવા અહંકાર કે ક્રોધાદિ કષાયનું નિમિત્ત બને છે. તો તે વાસનાનું મૂળ કયાં છે ? અહીં શાસ્ત્રકાર આ બધા મૌલિક ભાવોને ઉજાગર કરવા માટે અંતરરોગ શબ્દનો પ્રયોગ કરે છે. અંતરરોગ એટલે મૂળમાં ઊંડાઈમાં રહેલી બિમારી, જેમ રોગ છે તેમ રોગના કારણો પણ છે. ભગવાન બુધ્ધ સાધના માર્ગમાં ચાર આર્ય સત્યો મેળવ્યા. તેમાં તેમણે પ્રથમ આર્ય સત્યમાં દુઃખ છે એમ માન્યું. અને બીજા આર્ય સત્યમાં દુઃખનું કારણ શું છે? તે પ્રશ્નના જવાબમાં કહે છે કે દુઃખનું કારણ વાસના છે. વાસના કહીને બૌધ્ધદર્શન ત્યાં અટકી ગયું છે. જ્યારે અહીં આગળ વધીને પૂછવામાં આવે છે કે વાસનાનું મૂળ શું છે ? આત્મસિધ્ધિમાં આ ગાથાનો અંતરયોગ શબ્દ ઘણો જ તત્ત્વપૂર્ણ અને તથ્યપૂર્ણ છે. હકીકતમાં અંતરરોગ તે જ બધી વાસનાનું મૂળ છે અને તા : ૩૮૨ Page #396 -------------------------------------------------------------------------- ________________ અંતરમાંથી ઉદ્ભવેલો આ રોગ બાહ્ય યોગો તથા સંબંધોમાં ફેલાય અને બધા પરિગ્રહોમાં વ્યાપ્ત બની સંપર્કમાં આવતા જીવરાશિ સાથે મોહ ભાવના કે વેરભાવના સંબંધો બાંધી એક વિશાળ સંસાર જાળ ઊભી કરે છે. મટે ન અંતર રોગ” એમ કહીને શાસ્ત્રકાર આ આંતરિક કારણોને વિલય કરવાની વાત કરે છે અને જો આંતરિક કારણ વિલય ન થાય, તો જીવ ઉપાધિથી મુકત થતો નથી. મોક્ષ પામે કે ન પામે પરંતુ જો આ એનો અંતર રોગ મટે તો બધું સરળ થાય અને સહજભાવે જીવ શાંતિનો અનુભવ કરે, પરંતુ આ અંતરરોગ મટતો નથી તો બાકીના બધા ઉપચાર વ્યર્થ છે. એમ પણ ઈશારો કરેલો છે. આ અંતરરોગ શું છે ? અંતરરોગ : આ વિષય ઉપર જરુરી વિવરણ કરી તેને સમજીએ. આપણે ત્યાં ત્રણ શબ્દો પ્રસિધ્ધ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ શબ્દોથી સમજાય છે કે બહારના આ ભૌતિક ઢાંચા સાથે કોઈ આંતરિક જગત જોડાયેલું છે અને આ આંતરિક જગતનો પરમાત્મા સાથે સંબંધ છે. તે જ રીતે સ્થૂલરોગ, અંતરરોગ અને તેનાથી આગળ વધીને કહો તો ચરમરોગ, આવા ભાવો પ્રગટ થાય છે. બાહ્ય ભૂમિકા, તે સ્થૂલ છે. જ્યારે આંતરિક ભૂમિકા તે સૂક્ષ્મ છે. રોગ શબ્દ જીવની વિપરીત દશાનો બોધક છે. અણગમતી પીડાદાયક અવસ્થા તે રોગ છે. આવા સ્કૂલ રોગનું અધિષ્ઠાન શરીર છે, પરંતુ આંતરિક અણગમતા પીડાદાયક અજ્ઞાન ભરેલા જે ભાવો છે, તે આંતરિક રોગ છે. તેનું ભાજન મનથી પર એવું આધ્યાત્મિક ક્ષેત્ર છે. ઉપાધિ પણ ત્રણ પ્રકારની છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આધિદૈવિક ઉપાધિ તે પ્રકૃતિજન્ય છે. અર્થાત સંસારના દ્રવ્યોમાં થતાં ઉલ્કાપાતને કારણે ઉપાધિ કે દુઃખ ઉત્પન્ન થાય છે, તે આધિદૈવિક છે. ખોટા સાધનો અને ખોટી રીતે વર્તાવ કરવાથી અથવા જે સાધન મળ્યા છે તેનો દુરુપયોગ કરવાથી, બિન જરુરી વ્યસનોનું સેવન કરવાથી આધિભૌતિક કષ્ટ ઊભું થાય છે. આ બન્ને ઉપાધિ બાહ્ય છે, પરંતુ ત્રીજી ઉપાધિ તે અંતર્ગત અધ્યાત્મ છે. જીવના વિપરીત પરિણામોથી કે વિભાવોથી અને તેના અજ્ઞાનથી જે આંતરિક પીડા ઊભી થાય છે તે આધ્યાત્મિક ઉપાધિ છે. અહીં શાસ્ત્રકારે જે અંતરરોગ કહ્યો છે તે આ ત્રીજા નંબરની સૂક્ષ્મ આધ્યાત્મિક પીડાને સૂચવે છે, અને આ આધ્યાત્મિક ઉપાધિ તે જીવનો અંતરનો રોગ છે. અંતર રોગની ગહનતા : આ આધ્યાત્મિક પીડા કે આ અંતર રોગનો આરંભ કયાંથી થાય છે ? જયારે ઘાતિકર્મોના વિપાક ઉદયમાન થાય, ત્યારે ઉદય પરિણામો આકાશના વાદળાઓની જેમ અંતરાત્મામાં છવાઈ જાય છે. જીવ જ્ઞાનના અભાવે તે ઉદયમાન પરિણામો સાથે જોડાય છે, તેનાથી દૂર રહી શકતો નથી. તીર્ણજ્ઞાનરુપી કરવત હોય તો જ આ ઉદયમાન કાષ્ટને ચીરી શકે છે. સમયસારના ટીકાકાર અમૃતચંદ્રસૂરીજીએ ઠીક જ કહ્યું છે કે જીવ પરાક્રમ કરી તીક્ષ્ણ આરાવાળી કરવતથી આ ઉદયમાન ભાવો રુપી કાષ્ટને વેરે છે. સ્વયં શાસ્ત્રકાર કવિરાજે કહ્યું છે કે “વિચરે ઉદય પ્રયોગ” અર્થાત્ ઉદય ભાવના પરિણામો સાથે ભળી ન જતાં તેમનો દ્રષ્ટા બની તે કર્મોની નિર્જરા થવા દે, પણ ઉદયમાન કર્મોના કારણે અજ્ઞાનવશ બની તેના પ્રત્યાઘાત રુપે આકૂળતા ઊભી ન કરે, વ્યાકૂળ ન બને, સમભાવે તટસ્થ બની સમતાપે પરિણમે તો આ રોગના ૩૮૩ Page #397 -------------------------------------------------------------------------- ________________ મૂળિયા ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય છે. જેમ પ્રજજવલિત આગને નવા કાષ્ટ ન મળે તો સ્વયં સળગીને ત્યાં જ બુઝાય જાય છે. તેમ ઉદયમાન પરિણામો સ્થિતિ પૂરી થતાં કડવા ફળ આપ્યા વિના ઝરી જાય છે, પરંતુ જો ત્યાં જીવ અજ્ઞાનને આધીન બની આ ઉદયભાવને પોતા પર ઓઢી લે અને તેનાથી આકુળ વ્યાકુળ થઈ વિપરીત ભાવોને પેદા કરે, તો તે મોટામાં મોટો અંતર રોગ છે. શાસ્ત્રકારે અહીં આ અંતરરોગનો ઉલ્લેખ કર્યો છે અને “મટે ન અંતર રોગ' કહીને જો અંતર રોગ ન મટે તો બીજા રોગ તો મટે જ કયાંથી ? તેવો બોધ આપી અંતર રોગને જ ડામી દેવાનો ઉલ્લેખ કર્યો છે અસ્તુ. • ઉપસંહાર : અહીં અંતરરોગ શબ્દની આ સૂક્ષ્મ વિવેક્ષાથી સમજી શકાશે કે અંતરરોગ શું છે, અને તેનો મટાડવો શા માટે મહત્ત્વપૂર્ણ છે? જો તે ન મટે તો મોક્ષમાર્ગ પણ પામે નહીં અને શાંતિ પણ પામે નહીં. અહીં ૩૯મી ગાથાને આપણે સમાપ્ત કરી તેનો સારાંશ મેળવી આગળ વધીએ. પ્રારંભમાં જ આપણે કહ્યું છે કે આ ગાથા ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. એક આખી સાંકળની વિવક્ષા કરે છે. તે સાંકળનો આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. સારાંશ એ છે કે શાસ્ત્રકાર જેવી ઈચ્છે છે તેવી ઉત્તમ દશા જયાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી જીવને સારા તથા ઉતમ ભાવો કે સરુ રુપી ઉત્તમ વ્યકિતનો યોગ ન મળે, તો જીવ મુકિતમાર્ગને પણ ન મેળવી શકે અને તેની ભવ પીડા પણ ન મટે, તેથી આત્માર્થીએ આ સત્યને સમજીને આ બંધનકર્તા સાંકળીની બધી કડીને તોડી નાંખવી જોઈએ, જુદી જુદી કરી નાંખવી જોઈએ. ઉપોદઘાત : ૩૯ મી ગાથા નિષેધાત્મક હતી જયારે શાસ્ત્રકાર સ્વયં આ ૪૦ મી ગાથાના બધા ભાવોને બીજી રીતે પલટાવી આત્માર્થીના લક્ષણના બહાને જીવને શું શાતાકારી છે, શું સુખદાયી બને, સાથે સાથે તેનું કલ્યાણ પણ થાય તેવી ઉતમ સાંકળનો ઉલ્લેખ કરે છે. આ સાંકળ કૂવામાંથી પાણીની બાલટીને જેમ બહાર લાવે તેમ આત્મજ્ઞાનથી જીવને તરબોળ કરી શકે તેવી ઉત્તમ સાંકળ છે. બધા સદ્ભાવ બધા શબ્દોમાં પ્રગટ કર્યા છે. તેમાં વાંછિત દશા, વાંછિત યોગ અને તેનાથી ઉપજતું સુખદાયિક પરિણામ પ્રગટ કરીને એક પ્રકારે જાણે સુંદર ભોજન કર્યા પછી ઓડકાર આવે તે રીતે અહીં આત્માર્થીના લક્ષણો વાગોળ્યા પછી મધુર ઓડકાર આવ્યો હોય તેવી આ ગાથા છે. સહજભાવે જીવ હઠાગ્રહથી મુકત થયેલો હોય તો, કેટલી આનંદદાયક અવસ્થાને સ્પર્શ કરી શકે છે. તેવો બોધ, આપતા શાસ્ત્રકાર સ્વયં હર્ષિત થઈ રહ્યા હોય, તેવો આભાસ આ ગાથાને વાંચતા થાય છે. શાસ્ત્રકારે સ્વયં સુખદ સ્થિતિનો ઉલ્લેખ કરી આ ગાથાનો શુભારંભ કરે છે. હવે આપણે તે સરિતામાં સ્નાન કરીએ. Page #398 -------------------------------------------------------------------------- ________________ કે , ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ગાથા-૪૦ આવે જયાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; 'તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય II આવે જ્યાં એવી દશા : ૩૯ મી ગાથામાં જે અભાવ ભરેલી સાંકળ હતી તેને પલટાવીને ૪૦ મી ગાથામાં સદ્ભાવ સાંકળનો ઉલ્લેખ કરે છે. તે ફકત આત્માર્થીનું લક્ષણ છે. એટલું જ નહીં પરંતુ આ સાંકળ દ્રવ્ય અને ભાવ, બન્ને રીતે સુખદાયી છે. જો જીવ આત્માર્થી હોય તો જ આવી સાંકળને વરેલો હોય. અહીં એવી દશા એમ લખ્યું છે. “એવી દશા” અર્થાત્ કેવી દશા ? પૂર્વમાં આપણે એવી શબ્દનો ઘણો જ વિસ્તારથી અર્થ કહેલો છે. “એવી દશા' એટલે જીવને જે વાંચ્છિત છે એવી દશા. અર્થાત્ પૂર્વ ભૂમિકામાં જે દશા હોવી જોઈએ તેવી દશા'. બીજી રીતે કહીએ તો ગુરુને માન્ય હોય તેવી ભકિતમય દશા, અધ્યાત્મ દ્રષ્ટિએ કહો તો હવે મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા નથી, ફકત શુદ્ધ આત્મતત્ત્વને વરવાની ઈચ્છા છે. તેને અનુકુળ જ જીવ જે સુંદર યોગ ઉપચારોની પ્રવૃતિ કરે છે, તેવી દશા પરંતુ અહીં શાસ્ત્રકારે “આવે તેમ લખ્યું છે. “આવે’ નો અર્થ એવો છે કે સ્વાભાવિક રીતે પ્રગટ થાય. અહંકારપૂર્વક કોઈ કષાયને જીતવા માગે અથવા પોતાની વૃત્તિઓને દબાવીને કઠોર તપ કરે તો બાહ્યમાં ત્યાગ અવસ્થા દેખાય છે, પરંતુ જે દશાની જરુર છે તે દશા આવતી નથી અર્થાત્ પ્રગટ થતી નથી. આવે એવી દશા એમ કહીને શાસ્ત્રકારે એક મહત્ત્વપૂર્ણ વાત કહી છે. આ કથન છે. ક્રમિક વિકાસનું જ્ઞાન, દર્શન કે ચારિત્રની પર્યાયો ક્રમબધ્ધ પ્રગટ થતી હોય છે. ઈચ્છાથી નહીં, કર્તવ્ય પૂરું થયા પછી સ્વતઃ સ્કૂલરુપ ઉદ્ભવે છે. જેમ કોઈ કહે કે આંબામાં મોર આવ્યો છે. ફૂલમાં સુગંધ ઉદ્ભવી છે, આ બધી સ્વતઃ આવનારી ક્રિયાઓ છે. માળી પોતાનો પુરુષાર્થ કરે છે, બાગવાની કરે છે, કર્તવ્ય પૂર્ણ થાય, કારણ સામગ્રી નિર્દોષભાવે એકત્ર થઈ હોય, ઉપાદાન અને નિમિત્ત, અને કારણ શુધ્ધ હોય તો માળી ઈચ્છા કરે કે ન કરે સ્વતઃ સુંદર ફળ આવે છે, સ્વતઃ સૌરભ ફેલાય છે. કર્તવ્ય પરાયણ ન હોય અને કારણ સામગ્રીનો સંયોગ ન હોય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવનો પરિપાક ન થયો હોય તો ઈચ્છા માત્રથી ફળ આવતા નથી. એટલે અહીં કવિરાજ આવે જ્યાં એવી દશા” એમ કહ્યું છે, અર્થાત્ તેની પૂર્વમાં જે આ ઉત્તમદશાનો ધારક જીવ છે, તે કર્તવ્યનિષ્ઠ હોય, મોહનીય આદિ ઘાતકર્મોના ક્ષયોપશમાદિ થયા હોય અને તેના નિર્દોષ પુણ્યનો ઉદય હોય, અર્થાત્ નિર્મળ પુણ્યની પ્રકૃતિ ખીલી હોય, ત્યારે આવી દશા આવે છે, જે દશાની અપેક્ષા છે. તે દશા કારણભૂત છે. દશાનો અર્થ અવસ્થા છે. અવસ્થા એટલે એક પ્રકારની પર્યાય કે સમરુપ ઘણી પર્યાયોનો સમૂહ છે અને ક્રમિક વિકાસથી એક પછી એક ક્રમથી ઉત્તરોઉત્તર વર્ધમાન પરિણામોથી આ દશા પ્રગટ થઈ હોય છે. સામાન્યપણે તે ક્રમબધ્ધ પર્યાય પણ કહેવાય છે. આ દશા તે એક અપૂર્વ ઉપલબ્ધિ છે. માટે કહે છે કે “આવે એવી દશા” “એવી” અર્થાત કેવી? ફરીથી આ પ્રશ્ન પૂછીએ છીએ. જે પૂર્વમાં નથી આવી તેવી અપૂર્વ દશા. જૈનશાસ્ત્રોમાં તેને અપૂર્વકરણ કહે છે. આ અપૂર્વ સ્થિતિ સામાન્ય ક્રમમાં પ્રથમ ગુણસ્થાનથી સમ્યગુદર્શન તરફ છે. ૩૮૫મા Page #399 -------------------------------------------------------------------------- ________________ વળેલા જીવને પ્રાપ્ત થાય છે. ફરીથી અપૂર્વકરણની સ્થિતિ આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અહીં જે દશા છે તે પ્રથમ ઉદ્ભવેલી અપૂર્વદશા છે. અપૂર્વદશામાં ઘાતી કર્મોની સ્થિતિ અને અનુભાગ મંદ પડી જાય છે. ઉદય પ્રવાહ ખંડિત થવાથી વચમાં જ્ઞાન પ્રકાશ ઝબકારા કરે છે. આ છે એક અલૌકિક દશા. સુહાય શબ્દની મીમાંસા : આ દશાની ઉપલબ્ધિ થયા પછી સ્વયં કવિરાજ તેના સુફળ નું વર્ણન કરે છે. સુફળમાં સદ્દગુરુનો બોધ સુહાય તેમ લખ્યું છે, પરંતુ વાસ્તવિક રીતે આ ભાવ બન્નેને લાગુ પડે છે. સદ્ગ પણ ગમે છે અને તેનો બોધ પણ ગમે છે. સદ્ગુરુ વ્યકિતરુપે છે અને તેનો બોધ તેમના જ્ઞાનરુપે છે. દ્રવ્યભાવે વચનરૂપ પણ છે, અને અણકથ્થા ઈગિત ભાવો પણ છે. આમ આ અવસ્થાના એક જ વાકયમાં ત્રણે ફળનું ઉદ્ઘોધન કર્યું છે. ફકત કેરી ગમે છે એમ નહીં, પણ આંબો પણ ગમે છે. અને આંબાની સુરક્ષા પણ ગ્રાહ્ય છે. આમ ત્રિવિધ પ્રકારનો ભકિતમય અનુરાગ થાય તેમ એક જ શબ્દમાં ત્રણેય ભાવ એક સાથે વ્યકત કર્યા છે. અલગ કરીને આ રીતે બોલી શકાય. (૧) સદ્ગુરુ સુહાય (૨) બોધ સુહાય (૩) અણકથ્થા ઈગિત ભાવો પણ સુહાય. “સદ્ગુરુ તે બોધનું અધિષ્ઠાન છે, ઉગાતા છે. વેદમાં કહ્યું છે કે જેટલા વેદ આદરણીય છે તેટલા તેના ઉદ્ગાતાપણ આદરણીય છે કારણ કે તેઓ વેદને કહી શકે છે, વેદના ભાવોને પ્રગટ કરે છે. અહીં પણ બોધ તો ગમે જ છે પરંતુ તેના ઉદ્ગાતા એવા સદ્ગુરુ પણ ગમે છે. સદ્ગુરુ અને બોધ બને રુચિકર થયા પછી તેનું કહેવાનું તાત્પર્ય છે, જે ભાવ છે, જે વાણીમાં ઊતર્યા નથી પરંતુ તે બધા ભાવો સુખપ લાગે છે. સુહાય શબ્દના અને અર્થ થાય છે ગમે છે, અને સુખરુપ થાય છે, આ વિષયને એક ચૌભંગીથી સમજી શકાય છે. (૧) ગમે છે પણ અંતે દુઃખરૂપ છે. (૨) ગમતું પણ નથી અને દુઃખરુપ છે. (૩) ગમતું નથી પણ સુખરૂપ છે. (૪) ગમે છે અને સુખરૂપ છે. આ ચૌભંગીમાં ચોથો ભાંગો સર્વોત્તમ છે. જે ગમે પણ છે અને સુખરૂપ પણ છે. અહીં કવિરાજે સુહાય શબ્દ મૂકીને આ ચોથા ભંગનો ઉપયોગ કર્યો છે. સરુનો બોધ ગમે પણ છે અને સુખદાઈ પણ છે. સુહાય શબ્દમાં ક્રિયા અને પરિણામ બન્નેનો એક સાથે ઉલ્લેખ છે. કેવી છે આ સુંદર સુગમ્ય વાણી ! અસ્તુ. - સદ્ગુરુ બોધ : અહીં “સરુ બોધ સુહાય” એ શબ્દની સામાન્ય ભૂમિકાનું તથા પૂર્વની આવશ્યકદશાનું વર્ણન કર્યા પછી હવે આપણે થોડા વધારે ઊંડા ઊતરીએ. સરુનો બોધ શું છે? જે બોધ સુહાય છે તે બોધનું સ્વરુપ શું છે? બોધનું ભાવાત્મક રુપ શું છે? અને ગુણાત્મક મૂલ્ય શું છે ? બોધ ઉદ્દબોધન, બોધપાઠ એ બધા વ્યવહારમાં સામાન્ય શબ્દો છે પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં બોધ શબ્દ એક વિલક્ષણ ભાવ ધારણ કરે છે. જેમ સાધારણ ખોટા ઘરેણાને પણ ૩૮૬ Page #400 -------------------------------------------------------------------------- ________________ ઘરેણા કહેવાય અને સાચા ઘરેણા પણ ઘરેણા શબ્દથી બોલાય પણ બંને શબ્દમાં ઘણું અંતર છે. માનવ જીવનને ઉપયોગી એવો સામાન્ય નૈતિક બોધ એ પણ બોધ ગણાય છે અને તે પણ વ્યવહારિક જીવનમાં ઉપયોગી હોય છે પરંતુ આ બોધ સામાન્ય સુખ દુઃખના કારણભૂત છે. તે ત્યાં જ સીમિત થઈ જાય છે. દીર્ઘકાળ સુધી આત્મજ્ઞાન રુપે સ્થાયી થઈ જીવને મુકિત પ્રદાન કરવામાં બહુ ઉપયોગી થતો નથી, પરંતુ સાચા ઘરેણા જેવો અથવા સાચા હીરા જેવો સરુનો બોધ તે માનવ જીવનનું એક ઉજજવળ પાસું છે. એટલું જ નહીં પરંતુ તે જન્મ જન્માંતરની કર્મજાળને છેદીને અમર સ્થિતિને પ્રાપ્ત કરાવી શકે તેવો નિત્ય અને શાશ્વત દેવાધિદેવોએ આપેલો વીતરાગ ભાવ ભરેલો બોધ છે. આ બોધ આત્મજ્ઞાનના બીજ જેવો છે. જેને જેને સાહિત્યમાં બોધિબીજ પણ કહે છે અને આ બોધરુપી બીજમાંથી અભૂત જ્ઞાનદશા પ્રગટ થાય છે. બોધનો આવો મહિમા કહ્યા પછી બોધનું સાક્ષાત્ સ્વરુપ વાગોળીએ. પ્રથમ સદ્ગુરુ બોધ લખ્યું છે તેમાં છઠ્ઠી વિભકિત લુપ્ત થયેલી છે, કાવ્યની દ્રષ્ટિએ પરિહાર કર્યો છે, પરંતુ વાકયાર્થ છે કે સદ્ગુરુનો બોધ. જો કે સદ્ગુરુ સ્વયં સાક્ષાત્ બોધરુપ છે, અર્થાત સદ્ગુરુ બોધનું મૂર્તરૂપ છે. છઠ્ઠી વિભકિતનો અધ્યાહાર ન લઈએ તો ગાથાનો સાક્ષાત્ પદ સદ્ગુરુ બોધ એમ ગવાયું છે. સદ્ગુરુ રુપ બોધ, સદ્ગુરુનું જે કાંઈ હલનચલન છે અર્થાત્ એનું જે કાંઈ મૂર્તિમાન રુપ છે, અથવા તેના મુખમંડળ પર જે ભાવ પથરાયા છે, તે બધા ભાવો બોધાત્મક છે. વેદાન્તામાં કહ્યું છે કે “મૌન ઉપથિસતિ' અર્થાતુ સિદ્ધ પુરુષો વણબોલે મૌનથી પણ ઉપદેશ આપે છે. તેમના વચન વાણી તો બોધ છે, સદ્ગુરુ બોધ ફકત વચનાત્મકરૂપ જ નથી પરંતુ ત્રિયોગાત્મક છે અર્થાત્ સદગુરુના મન–વાણી અને કર્મ ત્રણેય યોગ બોધરુપ છે. સદ્ગુરુ શબ્દની વ્યાખ્યા પૂર્વમાં ખૂબ જ વિસ્તારથી કહી ગયા છીએ, તેથી અહીં એટલું જ કહેશું કે સત્ એટલે શુધ્ધ. શુદ્ધ વ્યવહારને પામેલા હોય, તે સગુરુ શબ્દ ઊંચાઈનો દ્યોતક છે. અહીં આપણે સદ્ગુરુ બોધનો સામાન્ય અર્થ જાણી લીધો છે. બોધ શબ્દ ઘણા પાસા ધરાવે છે. સુબોધ, અવબોધ, અંતર્બોધ, પરમબોધ, ઈત્યાદિ બોધના વિવિધ પાસા છે. બોધ કેવળ શ્રવણરુપ નથી પણ શ્રવણ થયા પછી જેમાં અર્થની સમજ છે, તેવું જ્ઞાન કે બુધ્ધિ બોધ બને છે, જો આ બોધ ક્ષણિક હોય તો પૂર્ણ લાભકારી નથી. એટલે શાસ્ત્રકારોએ અવબોધ શબ્દ મૂકયો છે. અવબોધ શબ્દ સીમાવાચી છે. બોધ થયા પછી તે સ્થાયી રહે, ટકી રહે, અંતરમાં ઉતરી જાય અને ઘણા કાળ સુધી, ઘણા ક્ષેત્રમાં કે ઘણા જન્મો સુધી જે જળવાઈ રહે ત્યારે તે અવબોધ બને છે, નિમિત્તભાવે ઉદ્ભવેલો બોધ અને જ્ઞાનવરણીયકર્મના ક્ષયોપશમથી નિર્મળ થયેલું જ્ઞાન અને જયારે એકાકાર થાય છે ત્યારે અંતબેધ બને છે. આ અંતર્બોધ વિશુધ્ધ થયા પછી પરમાત્માના દર્શન કરાવે કે પરમાત્મા પ્રત્યેનો નિર્મળ પરિણામ જાગૃત કરાવે ત્યારે તે પરમબોધ બને છે. પ્રથમ ક્ષણે થયેલો બોધ ક્રમિક વિકાસ કરતાં કરતાં ઘણા પાસામાં પલટાઈને પરમબોધ જેવી કક્ષા સુધી જાય છે અસ્તુ. સામાન્ય બોધમાં ગુણવત્તાનો વિવેક થયા પછી સુબોધની તારવણી થાય છે. જેમ કોઈએ ઘઉં ખરીદ્યા, ત્યારે બધા ઘઉં ગ્રાહ્ય બન્યા, પરંતુ તેમાંથી કચરો, કાંકરા નીકળી જાય ત્યારે ઘઉંની શુધ્ધ કાર: ૩૮૭ ease Page #401 -------------------------------------------------------------------------- ________________ ગ્રાહ્યતા સ્પષ્ટ થાય છે. માખણમાંથી જેમ કટુ નીકળી જાય અને કમોદમાંથી જેમ છલકા નીકળી જાય, તેમ સમગ્ર બોધમાં જે સામાન્ય ભાવો હોય, ઈત્યાદિ ત્યાજય બની જયારે ગ્રાહ્ય ભાવોને ધારણ કરવામાં આવે, ત્યારે તે સુબોધ બને છે. ધર્મનો સમગ્ર ગ્રંથ આદરણીય છે. તેમ વ્યવહારમાં બોલાય પરંતુ સમગ્ર ગ્રંથમાં બધી વાતો ઉપાદેય હોતી નથી. હેય-શય અને ઉપાય ત્રણેયનો વિવેક થાય છે. અહીં સદ્ગુરુ બોધમાં પણ ત્રણેય ભાવોની પ્રમુખતા છે. તેમાં વિભાવનો બોધ અને વિભાવોનું ત્યાજયપણું બતાવે છે તેમજ સ્વરુપનો બોધ અને તે જ્ઞાનરુપ આત્માની ઉપાદેયતા બતાવે છે. બધા દ્રવ્યોનો બોધ તે શેયાત્મક ભાવો હોવાથી જાણવા પૂરતા છે. આ રીતે સદ્ગુરુ બોધમાં સમગ્ર ભાવોનું મંથન થાય છે. તેના અણગમતા ભાવો અર્થાત્ વૈભાવિકભાવો જે ત્યાજ્ય છે, તે વાત ગમે છે. એ જ રીતે ઉપાદયભાવો પણ ગમે છે અને હેય પણ ગમે છે. એટલે અહીં કવિરાજે સુહાય શબ્દ વાપર્યો છે. ગમે છે અર્થાત્ બોધમાં જે તત્ત્વ છે તે તત્ત્વ જીવ સ્વીકારી લે સુવિચારણા : સુહાયનો બીજો અર્થ શાંતિ આપનાર છે. આ વાત ચોથા પદમાં શાસ્ત્રકાર સ્વયં કહી રહ્યા છે. સદ્ગુરુ બોધ સુહાય” એ આખા પદનું વિવરણ વિચાર્યા પછી અને તેનો બોધપાઠ લીધા પછી હવે આ સુબોધનું શું પરિણામ આવે છે, તેની ફળશ્રુતિ ત્રીજા પદમાં સ્પષ્ટ કરી છે. તે બોધે સુવિચારણા અહીં સપ્તમી વિભકિત છે. હકીકતમાં વ્યાકરણમાં સતિ સપ્તમિ કહેવાય છે. તેવો આ પ્રયોગ છે. તે બોધે એટલે તે બોધ પ્રાપ્ત થયા પછી, તે બોધની હાજરીમાં અને તે બોધના પ્રભાવે ઈત્યાદિ પદો મૂકયા છે. એટલે કાવ્યની દષ્ટિએ અહીં સુવિચારણા શબ્દ મૂકયો છે. સુવિચાર તે ભાવવાચક નામ છે, જયારે સુવિચારણા તે ગુણવાચક ક્રિયાપદ છે. વિચારણા શબ્દ ક્રિયાત્મક છે. આમ ક્રિયાત્મક શબ્દનો પ્રયોગ કરી શાસ્ત્રકાર બોધ થયા પછી એક ઉત્પન થતી જ્ઞાન ક્રિયાનો ઉપદેશ આપે છે, અર્થાતુ અહીં સુવિચારણા ઉપજે છે, નિપજે છે એવો અધ્યાહાર પરોક્ષભાવ છે. વિચાર તે માનસિકભાવ છે. જયારે સુવિચારણા તે આધ્યાત્મિક ભાવ છે, આધ્યાત્મિક ક્રિયા છે. એક મહત્ત્વપૂર્ણ વાત : સુવિચારણા શબ્દ કહેવામાં એક અતિ સૂક્ષ્મ કથન થયેલું છે. જે આત્મસિદ્ધિના અભ્યાસીએ સમજવું બહુ જરૂરી છે. અહીં શાસ્ત્રકારે વિચારણાની સાથે “સુ” પ્રત્યય લગાડ્યો છે. સુવિચારણા એટલે સારી વિચારણા એટલું જ નહીં પરંતુ શુધ્ધ વિચારણા, એ અર્થ વધારે ગ્રાહ્ય છે. અધ્યાત્મક્ષેત્રમાં આત્માના સૂક્ષ્મ પ્રદેશોમાં ક્રિયાત્મક સ્પંદન થાય છે અને વિશેષ પ્રકારનું ચરણ અર્થાતુ ચલાયમાન સ્થિતિ થાય છે. વિચારનો અર્થ છે વિશેષ પ્રકારનું ચર કહેતા ચાલવું, ચર કહેતા આગળ વધવું, ચર કહેતા એક એક બિન્દુનો સ્પર્શ કરવો, તેવો વિચાર શબ્દનો આધ્યાત્મિક અર્થ છે. અહીં વિચારનો અર્થ માનસિક વિચાર લેવાનો નથી. પરંતુ આંતરિક વિચરણ અર્થ લેવાનો છે. શાસ્ત્રમાં પણ આવે છે તેવો વેપાળે વિદ અર્થાત્ આવા તપસ્વી સાધુ ભાવ વિચરણ કરતા રહે છે. આ વિચરણ તે વિચારણા છે. મૂળ વાત પર આવીએ. જયારે પ્રદેશોમાં સ્પંદન થાય છે, ત્યારે પ્રદેશના ગુણો સ્થિર હોવા છતાં એક પછી એક પર્યાયોનો ::::::: :::::::: https: ૩૮૮ પાલક Page #402 -------------------------------------------------------------------------- ________________ આવિર્ભાવ થાય છે અને આ પર્યાયોમાં જયાં સુધી કર્મ પ્રભાવનું પ્રતિબિંબ ન પડે ત્યાં સુધી આ જ્ઞાનાત્મક ક્રિયા સુવિચારણા છે, અર્થાત્ સુવિચરણ છે પરંતુ જો તેમાં શુધ્ધતાનો ભાવ ન હોય, શુધ્ધતાનો અંશ ન હોય અને વિભાવરુપ મેલથી આ ક્રિયાભાવ મેલો થયો હોય, તો તે સુવિચારણા રહેતી નથી. જેમ કપડા ઉપર પડેલો મેલ કપડાના સ્વરુપને કલંકિત કરે છે તેમ ઉદયમાન કર્યુ વિચારણાને કલંકિત કરી સુવિચારણા રહેવા દેતા નથી. પરંતુ જો પ્રતિપક્ષમાં સદ્ગુરુના બોધની જીવે અવધારણા કરી છે અને જેને સોળ આના બોધ ગમ્યો છે તે બોધ સામે પક્ષે ઊભો છે, અર્થાત્ બોધની હાજરી છે, તો તે સુવિચારણા બને છે. કારણ કે બોધ સ્વયં એક જ્ઞાનાત્મક ક્રિયાનું રુપ છે. હવે પ્રગટ થતી નવી શુધ્ધ વિચારણાની ધારા જયારે પોતાનું સ્વરુપ જાળવી રાખે છે, ત્યારે પ્રાપ્ત થયેલો બોધ અને પ્રકાશિત થયેલી આ નૂતન પર્યાય, એ બન્નેનું એકાકાર મિલન થતાં વિચારણા સુવિચારણા બની પ્રબળભાવે પ્રવાહિત થાય છે. જેમ નદીની ધારા નદીમાં પડેલા કચરાને કિનારા તરફ ફેંકીને પુનઃ નિર્મળ થઈ વહેતી રહે છે તેવી આ સ્થિતિ છે જેને કવિરાજ અહીં સુવિચારણા કહે છે. બોધ પણ જ્ઞાનાત્મક છે અને સુવિચારણા પણ જ્ઞાનાત્મક પ્રક્રિયા છે. અહીં ‘જ્ઞાનાત્ જાયતે જ્ઞાનાત્' એ સિધ્ધાંત સ્પષ્ટ થયો છે, અર્થાત્ જ્ઞાનથી ઉપજેલી એક પર્યાય બીજી વિશેષ પર્યાયને જન્મ આપે છે એ પર્યાય બીજી પર્યાયનું નિમિત્ત બને છે. જ્ઞાનાત્મક પયાર્યનો ક્રમ ક્ષયોપશમ અનુસાર એક પછી એક ખુલતો જાય છે, પરંતુ આમ થવામાં પૂર્વની પર્યાય ઉત્તર પર્યાયમાં નિમિત્તભૂત થાય છે. દર્શનશાસ્ત્રમાં પ્રત્યાભિજ્ઞાનના વિચાર કરવામાં આવ્યો છે. ગો સદશો ગવયઃ' અર્થાત્ પૂર્વમાં એક સામાન્ય બોધ થયો હોય તો તે બોધ વિશેષ બોધમાં કારણભૂત થાય છે. આમ પ્રત્યાભિજ્ઞાન પણ એક જ્ઞાનનો વિશેષ પ્રકાર છે. સદ્ગુરુ બોધ પરિણત થયો છે અને હવે તે બોધ થયા પછી સુવિચારણા નિપજે છે. અહીં બોધાત્મકજ્ઞાન અને સુવિચારણા રુપ જ્ઞાન, બને નિમિત્તભાવે કાર્ય કારણનો સંબધ ધરાવે છે. ગાથામાં તે બોધે એમ કહ્યું છે અર્થાત્ તે બોધના અસ્તિત્વમાં સુવિચારણા અસ્તિત્ત્વ પામે છે. આમ બન્ને પર્યાય સમકાલીન પણ બની જાય છે. આધ્યાત્મિક સૂક્ષ્મ જગતમાં એક મોટું પરિવર્તન થાય છે. અત્યાર સુધીના વિભાવ વિચારોથી મુકત થઈ એક સુવિચારણાનો ક્રમ નિશ્ચિત થાય છે, આત્મ કલ્યાણની સાંકળ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને તે છે પરમ શાંતિ સાચી, શાંતિ, તે જ્ઞાનની પરીક્ષા છે. જીવને શાંતિનો અનુભવ થાય ત્યારે જે જ્ઞાન તે પામ્યો છે, તેની વાસ્તવિકતા સમજાય છે. ત્યાં પ્રગટે સુખદાય : અહીં શાસ્ત્રકાર ચોથા પદમાં ‘ત્યાં પ્રગટે સુખદાય' એમ કહીને સુવિચારણાનું સુફળ આત્મશાંતિ કહ્યું છે, જે જીવને સુખદાયી છે. ભૌતિક સુખો આકૂળતા પેદા કરે છે, પરંતુ આ આધ્યાત્મિક તત્ત્વો આકૂળતા રહિત નિરામય શાંતિનું અધિષ્ઠાન બને અહીં સુખદાય જે શબ્દ છે તે સ્વભાવજન્ય સુખની ચેતના આપે છે. તેમ ભગવદ્ગીતામાં કહ્યું છે. ‘આત્મન્યાયવ તિષ્ઠ આત્મ' અર્થાત્ હવે કોઈ બાહ્ય ઉપકરણનું અવલંબન લીધા વિના આત્મા સ્વયં આત્માથી જ સંતુષ્ટ છે. બીજા દ્રવ્યનું અવલંબન લેવાની જરુર નથી. ‘સ્વતઃ એવ સ્વસ્તિ રમતે અર્થાત્ પોતે ૩૮૯ Page #403 -------------------------------------------------------------------------- ________________ પોતામાં રમણ કરે છે. આત્મા જેમ જ્ઞાનનો ખજાનો છે તેમ નિરામય સુખનો પણ ખજાનો છે. દુઃખ આપ્યા વગરનું નિર્દોષ સુખ આપે છે. માટે અહીં કહ્યું છે ત્યાં પ્રગટે સુખદાય, અર્થાત્ સુખદાય તત્ત્વો સ્વયં પ્રગટે છે. જેમ ઉપરનો કચરો હટી જતાં વર્ષાકાળે જમીન લીલાછમ થઈ જાય છે. તેમ અહીં કુવિચારણાનો કચરો હટી જતાં અને સુવિચારણાની વર્ષા થતાં સ્વતઃ આત્માની ભૂમિ લીલીછમ અર્થાત્ સુખદાયી બની જાય છે, પ્રગટે છે, પ્રકાશિત થાય છે. પ્રગટ થવાની જે ક્રિયા છે તે પ્રતિયોગીના અભાવની સૂચક છે. કેટલાક ગુણ અને ક્રિયાઓ સ્વયં પોતાના ઉપાદાનથી તૈયાર હોય છે પરંતુ પ્રતિયોગીના સદ્ભાવથી તેનું પ્રાગટય અટકી જાય છે. પ્રતિયોગીનો અભાવ થતાં સ્વતઃ તે પ્રગટ થાય છે. એટલે કવિરાજે અહીં પ્રગટ શબ્દ મૂકીને સુખશાંતિ તે આત્માની પોતાની સંપતિ છે અને તેનો પ્રકાશ પણ સ્વતંત્ર છે જેમ પેટીમાં હીરા ચમકી રહ્યા છે. પેટી ખોલવાથી જ તે દ્રષ્ટિગત થાય છે. પેટીનું ઢાંકણુ તેના દર્શનમાં પ્રતિયોગી છે. પ્રતિયોગીનો અભાવ તે પ્રાગટય થવામાં અભાવાત્મક કારણ છે અસ્તુ. ' અહીં સુખશાંતિનું પ્રાગટય તે કોઈ બનાવટી વસ્તુ નથી પરંતુ સ્વગુણોનું શાંતિમય રુપ છે અને તે સુવિચારણાનો યોગ થતાં પ્રગટ થઈ જાય છે. આત્માના અધિષ્ઠિત ગુણો તો પ્રગટ થવા માટે તલપાપડ હોય છે, પરંતુ પ્રતિયોગીના જાળા, વિકલ્પનો સંભાર અને તર્ક કુતર્કના જાળા આડા આવે છે. આ બધાનો લય થતાં શાસ્ત્રકાર સ્વયં કહે છે કે “ત્યાં પ્રગટે સુખદાય”. જે સાંકળની આપણે વ્યાખ્યા કરી છે. તે સાંકળની આ અંતિમ કડીનો ઉમેરો થયા પછી આ ગાથા હકીકતમાં પૂર્ણ થતી નથી, પરંતુ ૪૧મી ગાથાનો આગળનો ભાગ દર્શાવ્યો છે અને સદ્ગણની સાંકળ નિર્વાણ સુધી સંબંધ સ્થાપિત કરે છે, જેથી આ ગાથાની વ્યાખ્યા ચાલુ રાખી ૪૧ મી ગાથાનો સ્પર્શ કરીએ. સારાંશ એ થયો કે આ ગાથામાં ઉત્તમ દશા, તેને પરિણામે સદ્ગુરુ બોધની સુરુચિ અને બોધ થયા પછીની સુવિચારણા અને તેનાથી ઉપજતી સુખશાંતિ. આમ આ સાંકળમાં ચાર પદની, ચાર ભાવોની વ્યાખ્યા કરી ૪૧મી ગાથામાં પ્રથમ પદમાં કહેવામાં આવ્યું છે કે સુવિચારણાના કારણે જયાં પ્રગટે સુવિચારણા અર્થાત્ જે સુવિચારણા સુખ શાંતિને દેનારી હતી તે સુવિચારણા બીજું પણ એક ઉત્તમ ફળ આપે છે, જેથી શાસ્ત્રકાર સ્વયં સુવિચારણનો ફરીથી ઉલ્લેખ કરે છે. જયાં સુવિચારણ હતી ત્યાં સુખદાયી પ્રગટ થઈ છે અને એ જ રીતે જયાં સુવિચારણા છે ત્યાં નિજ જ્ઞાન પણ પ્રગટ થાય છે. આમ સુવિચારણા નિજજ્ઞાનને પણ પ્રગટ કરવામાં સહાયભૂત છે. મનુષ્યને સુખશાંતિ અને સાચું જ્ઞાન અથવા પોતા વિષેનું જ્ઞાન પરમ આવશ્યક છે. જેથી કવિરાજે અહીં બને ભાવોને પ્રગટ થવામાં સુવિચારણા ઉપર વજન મૂકયું છે. ૪૦ મી ગાથામાં કથિત સુવિચારણાનું જે કાર્ય હતું તે ચાલુ રાખી ૪૧ મી ગાથામાં ફરીથી સુવિચારણાનો ઉલ્લેખ કરી તેનું કાર્ય પુનઃ પ્રગટ કર્યું છે. સુવિચારણા સુખ શાંતિની સાથે નિજજ્ઞાનને પણ પ્રગટ કરે છે. જેમ કોઈ કવિતામાં કહે કે ફૂલ ખીલ્યા છે તો મનોરમ દૃશ્ય દેખાય છે અને ફૂલ ખીલ્યા છે તો ચારે તરફ સૌરભનો અનુભવ થાય છે. આમ બે વખત ફૂલ ખીલવાનો ઉલ્લેખ છે, તેમાં એક જ ના : ૩૯૦ . Page #404 -------------------------------------------------------------------------- ________________ કારણથી બે કાર્ય એકસાથે સંપન થઈ રહ્યા છે. એ જ રીતે અહીં પણ સુવિચારણા જન્મી છે તો ત્યાં સુખદાયી તો પ્રગટ થઈ રહ્યું છે અને સુવિચારણાથી નિજજ્ઞાન પણ પ્રગટ થાય છે. આમ સુવિચારણા રુપી એક કારણથી બે આવશ્યક કાર્યનું સંપાદન થઈ રહ્યું છે અને જીવને આ બંને ફળ પરમ આવશ્યક છે. સુવિચારણાથી શાંતિનો અનુભવ થતાં સમ્યગુદર્શનનો જન્મ થાય છે અને સુવિચારણાથી તત્ત્વોનું ભાન થતાં સમ્યગુજ્ઞાન પણ પ્રગટ થાય છે. સુવિચારણા દર્શન અને જ્ઞાન બન્નેની એક નિમિત્તભાવે ભિસ્તી છે, અર્થાત્ તેનો આધાર છે. સુવિચારણા રુપી સાંકળમાં બે કડી જોડાયેલી છે. એક સુખદાયી શાંતિ અને બીજી નિજજ્ઞાન, આત્મજ્ઞાન, અર્થાત્ દર્શન અને જ્ઞાન બને. ૬ ૨૯૧ % Page #405 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧ જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ આ ઉત્ક્રાન્તિના ક્રમમાં મોહનો ક્ષય થાય છે. અહીં આધ્યાત્મિકદશાનું ઉત્થાન થતાં ક્ષાયિકભાવોનું પ્રાગટય થાય છે. તેવો ઈશારો કર્યો છે, અર્થાત્ સૂક્ષ્મમોહ પણ ક્ષય પામે છે અને ઉત્તમ ગુણશ્રેણી પ્રગટ થાય છે. આ ગુણશ્રેણીમાં તેનું અંતિમ મહાફળ નિર્વાણ છે, મુકિત છે. તે મુકિતને જીવ પ્રાપ્ત કરે છે. પામે પદ નિર્વાણ એમ કહીને અંતિમ દશામાં જીવ આરુઢ થાય છે. તે સ્પષ્ટ કર્યું છે. આપણે અહીં ૪૦ અને ૪૧ બન્ને ગાથાનો સળંગ વિચાર કરી પુનઃ એકવાર આખી સાંકળ પર દ્દષ્ટિપાત કરશું. ૩૯ મી ગાથામાં (૧) આવી દશા (૨) સુયોગની પ્રાપ્તિ (૩) મોક્ષ માર્ગની પ્રાપ્તિ (૪) અંતર રોગનો નાશ, આ ચાર પદનું વિવરણ કરી સાંકળનો શુભારંભ કર્યો અને તેમાં ૪૦ અને ૪૧ મી ગાથામાં સાત પદનો આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. (૨) ઉત્તમ બોધ (૧) ઉત્તમ દશા (૩) સુવિચારણા (૫) નિજજ્ઞાન અને સુવિચારણા બન્નેનો સુયોગ (૭) પદ નિર્વાણ અર્થાત્ નિર્વાણ પદ. આ રીતે ગાથા ૩૯, ૪૦, ૪૧ ના એ બધા ભાવોનું ગણિત અગિયાર કડીની સાંકળને સૂચિત કરે છે. આ સદ્ગુણની સાંકળ આધ્યાત્મિક ભૂમિની ક્રમિક અગિયાર (૧૧) અવસ્થા પાર કરી નિર્વાણ પદને મેળવે છે. (૪) A - સુખ શાંતિ, (૬) B - નિજજ્ઞાન મોહનો ક્ષાયિકભાવ ખરેખર આત્માર્થીના લક્ષણોમાં આ ત્રણ ગાથામાં કવિરાજે મોતી, હીરા, માણેક પાર્થયા છે. એક સુંદર વસ્ત્રમાં ફૂલોનું અદ્ભૂત ભરત કર્યું છે. આત્મજ્ઞાનીની ચાદરને સ્વચ્છ બતાવી તેમાં રહેલા અલગ અલગ ગુણોનું વિવરણ કર્યા પછી આખી ચાદર અખંડભાવે એક છે અને તે જ આત્માર્થ છે. આવા આત્માર્થને વરેલો જીવ તે આત્માર્થી છે અને આત્માર્થી જીવ જ સદ્ગુરુનો આશ્રય લઈ ભકિતયોગમાં રમણ કરી નિર્વાણ પદને મેળવે છે. આ રીતે સચોટ ઉપદેશ આપી અહીં આત્માર્થીનું પ્રકરણ સમાપ્ત કરી ૪૨ મી ગાથામાં પુનઃ ઉપસંહાર કરી અર્ધી ગાથા ઉપસંહારનો ઉલ્લેખ કરે છે, જયારે ૪૨ મી ગાથાનો ઉત્તરાર્ધ હવે પોતે કયા શાશ્વત ભાવોને દાર્શનિક રીતે વિચાર કરશે તે સ્વયં કહેશે અસ્તુ. અહીં આપણે ૪૧ મી ગાથામાં આવેલા જે ભાવો છે તેની થોડી તાત્ત્વિક મીમાંસા કરી ૪૨ મી ગાથાનો ઉપોદ્ઘાત કરશું. ૪૧ મી ગાથામાં ક્ષય મોહ એવો શબ્દ વાપર્યો છે અને તેના પરિણામે પામે પદ નિર્વાણ તેમ કહ્યું છે. મોહક્ષયમાં જ્ઞાનને કારણભૂત માન્યું છે. આ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન નથી. તેમજ સાંભળેલું શાસ્ત્રજ્ઞાન પણ નથી, પરંતુ નિજજ્ઞાન' એવો શબ્દ વાપર્યો છે. જ્ઞાનના બે વિષય છે. પરાઙમુખી અને સ્વમુખી. જ્ઞાન જયારે અન્ય દ્રવ્યોને વિષય કરી તેના ૩૯૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ બજા જ ::: :: : :: : :: : : : : ::::: : : ગુણધર્મોને ઓળખે છે અને ભિન્ન ભિન્ન પ્રકારે બાહ્ય દ્રવ્યની ક્રિયાને વિશેષરૂપે સમજે છે ત્યારે તે જ્ઞાન પરાડમુખી હોય છે, અર્થાત્ પર ભાવોને વાગોળે છે. જો કે જ્ઞાન તે તો જ્ઞાન જ છે. દર્શનશાસ્ત્રમાં તો “વાર છિન તિ પ્રમાણન | જ્ઞાનનો સ્વભાવ જ છે તે સ્વ અને પર બન્નેનું એક સાથે પરિછેદન કરી પ્રમાણભૂત જ્ઞાન પ્રાપ્ત કરે છે. | નિજજ્ઞાન : નિજજ્ઞાનનો અર્થ એ છે કે જેમ બીજા દ્રવ્યોના સ્વભાવનો નિર્ણય કર્યો છે, તે જ રીતે આત્મદ્રવ્યનો પણ સાંગોપાંગ નિર્ણય કરે છે, તે નિજજ્ઞાન કહેવાય છે. નિજજ્ઞાનનો એવો અર્થ નથી કે ફકત પોતાનું જ જ્ઞાન કરે, પરંતુ આત્મજ્ઞાન મેળવે સાથે સાથે અન્ય દ્રવ્યોનું પણ જ્ઞાન હોય જ છે. જો નિજજ્ઞાન ન હોય તો જીવ અંધારામાં રહે છે. અહીં જ્ઞાન તે જ્ઞાની પણ છે અને જ્ઞાન કરનાર તત્ત્વ પણ છે. આત્મદ્રવ્ય તે જ્ઞય છે પરંતુ જે શેય તત્ત્વ છે તે જ જ્ઞાન કર્તા છે. જ્ઞાની-જ્ઞાનmય એ ત્રણેય એકાકાર બની અખંડ તત્ત્વનું ભાન કરે છે. ત્યારે જ તે નિજજ્ઞાન કહેવાય છે. પોતે પોતાથી પોતાને જાણે છે, સ્વયં સ્વથી સ્વને જાણે છે. આત્મા આત્માથી આત્માને જાણે છે. આમ ત્રિયોગ એકસાથે જોડાયેલા છે, તેથી તેને નિજજ્ઞાન કહ્યું છે. જે જ્ઞાન કર્યા છે તે પોતાથી અજાણ્યો નથી. જ્યાં સુધી સમ્યગુદશા ન આવી હોય ત્યાં સુધી સાંસારિક દશાઓને જાણે છે, મોહભાવે નિહાળે છે, સ્વયં અંધારામાં રહે છે અને સમજી શકતો નથી કે આ જાણકાર કોણ છે? જાણકારને જાણે તે નિજજ્ઞાન છે. અહીં નિજજ્ઞાન ભાવ દષ્ટિએ અંતર્મુખી દષ્ટિ ધરાવે છે. પુનઃ જ્ઞાનની વૃત્તિ પાછી ફરી જ્ઞાનનું જે અધિષ્ઠાન છે તેને ઓળખે છે. ત્યારે તે નિજજ્ઞાનરુપે નિજને પ્રગટ કરે છે. હકીકતમાં આ શબ્દ સમસ્ત અધ્યાત્મશાસ્ત્રનો સારભૂત શબ્દ છે. નિજજ્ઞાન ન થાય ત્યાં સુધી એકડા વગરના મીંડા છે. ધન્ય છે ગુરુદેવને ! જેઓએ સરળતાથી નિજજ્ઞાન શબ્દનો ઉપયોગ કરી મોક્ષમાર્ગને પ્રદર્શિત કર્યો છે. ઉપસંહાર : ૪૧ મી ગાથાના બધા ભાવો સમાપ્ત થયા પછી સારાંશ એ છે કે ત્યાં શાસ્ત્રકારે આખી સાંકળ પૂરી કરી છે. ઉત્તમ દશા પામ્યા પછી, ઉત્તમ બોધ મેળવ્યા પછી ક્ષાયિક ભાવોનો સ્પર્શ કરી, મોહના રણપ્રદેશને ઓળંગી લીલાછમ નિર્વાણના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ખરેખર આ ગાથામાં આધ્યાત્મિક ઉચ્ચ ભૂમિકાનો ભાવ પ્રગટ કર્યો છે. જેમ શાસ્ત્રમાં ગુણસ્થાનશ્રેણીનું વર્ણન કરી જયારે જીવ ક્ષાયિક ભાવ સુધી પહોંચે છે. ત્યારે તે આંતર દશાનો ખજાનો મેળવી ઝૂલવા માંડે છે. આનંદની ઊર્મિઓ અનુભવે છે પરંતુ આ આદર્શક્ષેત્ર હજુ સાધકને ભાવ દશામાં સમાયેલું છે. ભાવદશામાં પણ અધ્યાત્મસ્થિતિનો અનુભવ કરી જીવ જાણે પોતે મુકત થયો તેવો આનંદ અનુભવે છે. પામે પદ નિર્વાણ' એક તો હકીકતમાં જીવ નિર્વાણ પામી અનંતકાળ સુધી સ્વ સ્થિતિમાં સ્થિત થઈ શકે તેવા સિધ્ધભાવમાં વર્તે છે. નમો સિધ્ધાણં પદમાં સમાય છે. જયારે ભાવાત્મક સ્થિતિમાં “પામે પદ નિર્વાણ' નો અર્થ જોઈએ તો નિર્વાણ શું છે ? નિર્વાણનું પદ કેવું છે? તે શાશ્વત પદને પામે છે, એટલે જ્ઞાનમાં ઊતારે છે, નિર્વાણ પદનો સંકલ્પ કરે છે. એક રીતે તે નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. આ પદ' શબ્દ એ સ્થાનવાચી કે સ્થિતિવાચી પણ છે અને બીજી રીતે તે જ્ઞાનાત્મક છે અને સ્થિતિરુ૫ નિર્વાણનું ભાન કરાવે છે. નિર્વાણનું જે પદ છે તેની જે દર ૩૯૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા છે અને તેનું જે મૌલિક સ્વરુપ છે, તેને જીવ પ્રાપ્ત કરે છે અને કર્મથી ભિન્ન સમસ્ત ઉદયભાવો રહિત પારિણામિક ભાવમાં સંસ્થિત એવા આત્મતત્વને પ્રત્યક્ષ જુએ છે, ત્યારે તે નિર્વાણપદને પામે છે અસ્તુ. " હકીકતમાં જીવની જે યોગ્યતા છે. તે પ્રમાણે તે નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. નિર્વાણ વિશે પૂર્વેમાં આપણે ઘણું જ કહી ગયા છીએ. તે એક પ્રકારની સમગ્ર વિભાવ રહિત સ્થિતિ છે. બૌધ્ધ દર્શનમાં પણ નિર્વાણ શબ્દ છે. ત્યાં પણ સમગ્ર વાસનાનો ક્ષય થયા પછી જીવ નિર્વાણ પામી જાય છે, અર્થાત્ આખી ખલાઓનો અંત થઈ જાય છે, કશું રહેતું જ નથી. શૂન્યમાં વિલીન થઈ જાય તે બૌધ્ધ દર્શનનું નિર્વાણ છે, જયારે અહીં અનંત શાંતિનું અધિષ્ઠાન અને બાકીના ભાવો શૂન્ય થયા પછી જે નિર્મળ તત્ત્વ બચે છે, તે નિર્વાણપદ છે. નિર્વાણ એ આદિકાળથી સાધકોનું એક માત્ર લક્ષ રહ્યું છે. જેમ બધી નદીઓ સમુદ્ર તરફ વહે છે તેમ બધી ઊંચી સાધનાઓ નિર્વાણ તરફ વહે છે. અહીં આપણે ૪૧ મી ગાથામાં પણ સાર તત્ત્વ નિર્વાણ છે તેનો ઉલ્લેખ કરી હવે ૪૨ મી ગાથાનો ઉપોદ્દાત કરીએ. ઉપોદ્દઘાત ? આ આત્માર્થીના લક્ષણોનો અંતિમ ભાગ ૪૨ મી ગાથામાં પરિપૂર્ણ થાય છે. આત્માર્થીના બધા લક્ષણો સદ્ગુરુના સહવાસથી લઈ મોક્ષ પદ સુધીની એક સાંકળ છે. અને એ આખી સાંકળનું આપણે વિવરણ આપી ચૂકયા છીએ. અહીં શાસ્ત્રકાર સ્વયં એ વાતનો ઉપસંહાર કરી બે પદમાં અર્થાત્ અર્ધી ગાથામાં સંકેત કરે છે અને ત્યારબાદ નવા વિષયનો સ્પર્શ કરશે તેમ સ્વયં જણાવે છે. આ પ્રથમના બે પદમાં જે હકીકત છે તે પાછલી ગાથાઓમાં કહેલા બધા લક્ષણોનો ઉપસંહાર છે, અર્થાત્ શું કહી ગયા છે અને જો તે મેળવે તો શું પ્રાપ્ત થાય. તેમ જણાવી મોક્ષમાર્ગનો પુનઃ ઉલ્લેખ કરે છે. આ ગાથાના પ્રથમ પદમાં સુવિચારણા શબ્દ ત્રીજી વખત આવ્યો છે, એટલે તે પણ વિચારણીય છે કે સુવિચારણા એક અલગ અલગ ભાવોથી ભરેલી રત્નમંજૂષા છે. પેટીનું એક જ નામ હોવા છતાં ત્રણેય પેટીઓમાં ત્રણ પ્રકારનો વિભિન્ન ખજાનો ભર્યો હોય તેવું પ્રતિભાષિત થાય છે. ચાલો ત્યારે ૪૨ મી ગાથાના અર્ધભાગને આપણે પ્રથમ ટટોલીએ. ૩૯૪ Page #408 -------------------------------------------------------------------------- ________________ જજ જ ગાથા-૪ર 'ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; 'ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું ષસ્પદ આંહી II ઉપજે તે સુવિચારણા' એમ કહ્યું છે, “ઉપજે નો અર્થ સ્વતઃ આધ્યાત્મિક ક્રમમાં આ સુવિચારણા પ્રગટ થાય છે. જેમ રોપા વાવ્યા પછી ફળ પોતાની મેળે ઉપજે છે. “ઉપજે શબ્દ દ્રવ્યનો પરિપાક થયા પછી સ્વતઃ વિભિન્ન પર્યાયો પ્રગટ થાય છે, તેમ સૂચિત કરે છે. “ઉપજે તે પ્રાકૃતિક ક્રિયા છે. “નેચરલ પ્રોડકશન' અર્થાત્ પ્રકૃતિના સ્વયં પરિણામ છે. “ઉપજે શબ્દમાં કોઈ અહંકાર નથી. હું ઉપજાવું છું કે કોઈ ઉપજાવે છે તેવો કતૃત્વનો ભાવ નથી, પરંતુ કતૃત્વના અહંકાર રહિત પ્રકૃતિ સ્વયં જેની કર્તા છે અને તેથી ત્યાં સ્વયં પરિણામો ઉપજે છે, પ્રગટ થાય છે, ગુલાબના છોડમાં ગુલાબના ફૂલો સ્વતઃ “ઉપજે છે. ઉપજે શબ્દ બહારની કોઈ ક્રિયા નથી પરંતુ સ્વતઃ આંતરિક ક્રિયાનું પરિણામ છે. “ઉપજે સંસ્કૃતમાં તેને ઉપજન્મ કહેવાય છે. ઉપનો અર્થ સામીપ્ય છે. તે નિજ અર્થમાં છે, અર્થાત્ જે કાર્ય ઉત્પન થયું છે, તેનું કારણ પણ તેનું સામીપ્ય જ છે. અર્થાત્ કારણથી સ્વયં ક્રિયા ઉપજી છે, કારણથી સ્વયં કાર્ય નિપજયું છે. અહીં ઉપજે શબદ ઉપર ખાસ ધ્યાન આપવાની જરુર છે, ઉપજે શબ્દની સાચી મીમાંસા થાય, અથવા જીવ સ્વતઃ પ્રકૃતિના નિર્વાણ ભાવોને જાણે તો આખી દિશા બદલાય જાય છે. જેમ ઉપજે છે તેમ આથમે પણ છે. પર્યાયોનું પ્રગટ થવું ને લય થવું તે સમગ્ર સંસારમાં એક વિલક્ષણ ક્રિયા નિરંતર ચાલતી રહે છે. જડ દ્રવ્યો જેમ વર્ણ–ગંધ, રસ આદિ ભાવના ભૌતિક ગુણો પ્રગટ કરે છે, પરિણામ પામે છે તે રીતે આત્મદ્રવ્ય પણ અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત થતાં ઉત્તમ પરિણામોને ભજે છે અને આવા ઉત્તમ પરિણમના પ્રાગટયને અહીં શાસ્ત્રકાર “ઉપજે શબ્દથી સંબોધે છે. આ ૪૨ મી ગાથામાં બધા પરિપાક થયા પછી જે “ઉપજે આવે છે તેને ઉપજે શબ્દ કહીને સુવિચારણા રુપ ફળ ઉપજયું છે. સુવિચારણારુપ ફળ ઉપજે છે અને ખાસ “તે’ શબ્દ કહીને એક વિશેષ પ્રકારની સુવિચારણાનો ઉલ્લેખ કરે છે. કહે છે કે “ઉપજે તે સુવિચારણા”. અહીં તે' શબ્દ માર્કેબલ અર્થાત્ ખાસ લક્ષ ભરેલો છે, કેટલીક બીજી સુવિચારણાઓને ગણતરીમાં ન લેતા આ ખાસ તે વિચારણા છે કે જે વિચારણા ઉપજે તો જ જીવ મોક્ષમાર્ગ રૂપી ફળ પામે છે. આમ કોઈ ખાસ સુવિચારણા ઉપર ભાર મૂકયો છે. સુવિચારણા શબ્દનો ત્રીજી વખત અહીં ઉલ્લેખ પામ્યો છે. એથી સમજાય છે કે સુવિચારણાની અલગ અલગ કક્ષા છે. એક પછી એક તેમાં ઉત્તમ ભાવો ભર્યા હોય તેવી ત્રિગુણાત્મક સ્થિતિ છે. આપણે કહી ગયા તેમ સુવિચારણાની ત્રણ પેટી છે. સુવિચારણાની ત્રણ ભૂમિકા : (૧) પ્રથમ સુવિચારણા બોધથી ઉત્પન્ન થતી ઉચ્ચ કોટિની વિચાર શ્રેણીનું પ્રથમ પગથિયું છે. (૨) બીજી સુવિચારણાની આપણે આધ્યાત્મિક વિવક્ષા કરી ગયા છીએ, જેમાં મન ઉપર ડોહાડોહાડ ૩૯૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ આત્મ પ્રદેશોથી ઝરતી અમૃતધારા છે. (૩) આ ત્રીજી સુવિચારણા તે આઠમા ગુણસ્થાન પછીની, ક્ષાયિક ભાવોને સમજાવતી, ગુણશ્રેણીના ઉપરના બિંદુઓને પ્રગટ કરતી, મોક્ષમાર્ગ સુધી પહોંચાડનારી સુવિચારણા છે. અહીં જે “મોક્ષમાર્ગ” શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તે અને પૂર્વની ગાથાઓમાં ઘણી જગ્યાએ મોક્ષમાર્ગ શબ્દ કહેવાયો છે, તેમાં આરંભિક માર્ગ અને અંતિમ બિંદુનો માર્ગ, તેમ માર્ગના બે છેડાનું વિવરણ છે. ચોથા ગુણસ્થાને સમ્યગુદર્શનથી શરુ થતું મોક્ષમાર્ગનું આરંભિક બિંદુ છે અને બારમા ગુણસ્થાને ઘાતી કર્મોનો ક્ષય થયા પછી જીવને મુકિત સુધી પહોંચાડે તે મોક્ષમાર્ગનું અંતિમ બિંદુ છે. મોક્ષ સાધનાની આ આખી સાંકળ, તે સંપૂર્ણ મોક્ષમાર્ગ છે. ભિન્ન-ભિન્ન પ્રકારના આધ્યાત્મ પરિણામો બધી જગ્યાએ મોક્ષમાર્ગનો સ્પર્શ કરાવી જીવાત્માને આગળ વધારે છે. જયાં જયાં જે જે બિંદુને જે જે ગુણોથી જીવાત્મા મોક્ષમાર્ગની અનુભૂતિ કરે, ત્યાં જીવ મોક્ષમાર્ગ પામતો જાય છે. “મોક્ષમાર્ગ એ શબ્દોમાં કવિનું હૃદય સ્પષ્ટ રીતે સમગ્ર મોક્ષમાર્ગનો ઉલ્લેખ કરી તેનું મહત્ત્વ બતાવે છે. અહીં આ ત્રીજી સુવિચારણા, જે પેટીમાં ક્ષાયિકભાવો ભરેલા છે, નિર્મોહ દશા ભરેલી છે, તે ખાસ સુવિચારણા મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવામાં આધારભૂત છે. ૪૨ મી ગાથા અહીં આત્માર્થીના લક્ષણોને સમાપ્ત કરી આત્માર્થી માટે આ ત્રીજી સુવિચારણા લક્ષ રુપ છે અને તેનું લક્ષ રાખી જે ચાલે છે તે આત્માર્થી છે. એટલું જ નહીં પણ આત્માર્થીના બધા લક્ષણ પણ ધરાવે છે, તે જાણે આત્માર્થીની પરીક્ષામાંથી પાસ થયેલા અને હવે મોક્ષમાર્ગ મેળવવાના અધિકારી છે તેમ સચોટ કહ્યું છે.. ગાથાનો આ પૂર્વાધ એક પ્રકારનો કળશ છે અને તે કળશ મંદિરના બધા સોપાન ચઢયા પછી કોઈ ઉપરના બિંદુનો સ્પર્શ કરે ત્યારે તેને જે અનુભૂતિ થાય તેવી અનુભૂતિ, તેવી સુવિચારણા આત્માર્થીને પ્રાપ્ત થાય છે. તેમ કળશ ચડાવ્યા પછી અહીં લક્ષણો પૂરા કરે છે. આ બધા લક્ષણો એક પછી એક કહ્યાં છે, તે હકીકતમાં અલગ અલગ લક્ષણો નથી. આત્માર્થ અને આત્માર્થી તેનું સ્વરુપ એક જ છે, પરંતુ અલગ અલગ લક્ષણોથી એક જ પદાર્થના જેમ ઘણા ગુણો હોય, તેમ આત્માર્થીના બધા ગુણોનું આખ્યાન કર્યું છે. પાકેલી કેરી એક જ છે, પરંતુ તેના , રંગ, તેની સુગંધ, તેનો આસ્વાદ, માધુર્ય, તેનું વજન ઈત્યાદિ ગુણોને કહેવાથી તે પાકી કેરીના લક્ષણો બની જાય છે, પરંતુ આ લક્ષણો વિભિન્ન નથી. એક જ દ્રવ્યમાં પરિણામ પામેલા ગુણો છે, તે જ રીતે આત્માર્થીના અત્યાર સુધી જે જે લક્ષણો કહેવાયા છે અને બધા લક્ષણો ઉપર આપણે ઊંડાઈથી ચિંતન કરી તેનું તાત્પર્ય મેળવવા પ્રયાસ કર્યો છે. તે બધા લક્ષણો આત્મદ્રવ્યના અર્થાત્ આત્માર્થના ભાવો છે. એક શુધ્ધ લક્ષણ જયાં પ્રગટ થયું, ત્યાં બધા લક્ષણોનું અસ્તિત્ત્વ હોય છે. આત્માર્થનું એક લક્ષણ હોય અને બીજું ન હોય તે સંભવ નથી બધા લક્ષણો એક સૂત્રમાં જોડાયેલા છે. આ લક્ષણોની એક માળા છે અને કવિરાજે અહીં એક માળના બધા મોતીઓનું ભિન્ન ભિન્ન રુપે આખ્યાન કરી મોક્ષમાર્ગની માળા સમર્પણ કરી છે. - સુવિચારણા ઉપજે છે ત્યારે મોક્ષમાર્ગ સમજાય એમ કહ્યું છે. આ “સમજાય' ક્રિયાપદ પણ સ્વતઃ સ્વભાવિક પ્રાકૃતિક ક્રિયાનો બોધક છે. સમજે છે એમ કહેવાથી કર્તાનો જુદો પ્રતિભાષ થાય છે, જયારે “સમજાય” એમ કહેવાથી આત્મામાં ઉદ્ભવેલી પ્રકાશમય ઉજજવળ અવસ્થા છે. જેમાં પોતાના ૩૯૬ Page #410 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગનું પ્રતિબિંબ છે, એટલે અહીં જ્ઞાનાત્મક શબ્દ મૂકયો છે. “સમજાય એમ કહેવાથી સાધકને આત્માર્થી બન્યા પછી સાચી પરિસ્થિતિ સમજમાં આવે છે, પરતું હજુ મોક્ષમાર્ગની યાત્રા બાકી છે અને તેમાં આરુઢ થવાની સાધનાનો શુભારંભ છે. માર્ગ પર્વતની ટોચ સુધી જાય છે. તે માર્ગને તે નિહાળે છે. આખો માર્ગ તેને સમજાય છે. સમજયા પછી હવે તે માર્ગમાં આરોહણ કરવા માટે શુભારંભ કરે છે. સમજવું તે પહેલી પ્રાથમિક જ્ઞાનાત્મક ક્રિયા છે અને ત્યારપછી મોહનીય કર્મના પડદા જેમ હટતા જાય તેમ તેમ આચારાત્મક, ચારિત્રાત્મક ભાવોનું જાગરણ થતાં ક્રમશઃ તે જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. અહીં કહેવાનું તાત્પર્ય છે કે “સમજાય’ શબ્દ બહુ જ સમજણપૂર્વક મૂકેલો છે. સમજવાથી કાર્યની પૂર્ણાહુતિ થતી નથી, પરંતુ સમજાય છે ત્યારે દિશા નિશ્ચિત થઈ જાય છે. આ ૪૨ ગાથાના પૂર્વાર્ધમાં સુવિચારણા અને મોક્ષમાર્ગની સમજણ, એ બને મહત્ત્વપૂર્ણ ઉપદેશ છે. મોક્ષમાર્ગની સમજણ એ સુવિચારણાનું સુફળ છે. સુવિચારણા તે એક પ્રકારની ગુણશ્રેણી છે. અહીં આ જોડી આત્માર્થીના બે નેત્ર હોય અને તેમાંથી નિર્મળ જયોતિ પ્રગટ થતી હોય એવા ભાવ દર્શાવી જાય છે ૪૧ ગાથા પરિપૂર્ણ અને ૪૨ મી ગાથાનો પૂર્વાધ એ બધાનો સારાંશ : અત્યાર સુધીનો સંપૂર્ણ ઉપદેશ ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાનમાર્ગથી ભરેલો છે. અત્યાર સુધીના આત્મસિધ્ધિના બધા પદોમાં બરાબર વ્યવહાર અને નિશ્ચયનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આધ્યાત્મિક જ્ઞાનશ્રેણીની સાથે વ્યવહારને પણ ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આરંભમાં જ શાસ્ત્રકારે કોઈ ક્રિયાજડ અને કોઈ શુષ્કજ્ઞાની, આમ બને એકાંગી પર આકરી ટકોર કરીને બન્નેનું સમતોલપણું જાળવ્યું છે, તે જ જિનેશ્વરનો આદિકાળથી ચાલ્યો આવતો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. અને જે એકાંગી ભાવની સમાલોચના કરી હતી અને તેની જડતા અને શુષ્કતા બન્નેનું નિવારણ કરતાં કરતાં ઘણું જ સમતોલપણું જાળવ્યું છે. બધા પદોમાં સ્પષ્ટ ઉત્કૃષ્ટ ભાવ તરી આવે છે. સવ્યવહાર તે માનવ જીવનની દાંડી છે. આત્મજ્ઞાન તે જીવનની પરિપકવ દષ્ટિ છે. તેમ જણાવતા બંને અંગો દ્રવ્ય અને ભાવે આદરણીય છે, આવકાર્ય છે, આચરણીય છે. સિધ્ધ શેય ભાવે જાણવા યોગ્ય છે અને તે ધ્રુવ સત્ય છે એમ જણાવતા કવિરાજ ખરેખર સાચા હીરાના પારખી છે. તે રીતે અહીં તેઓ ધર્મ રત્નના પણ પારખી છે. ધન્ય છે તેમની આ વાણી ! પ્રથમ ભાગનો ઉપસંહાર : અહીં ૪૧ ગાથા સુધી એકધારું ધ્યાન આપી અંતે અર્ધી ગાથામાં મોક્ષમાર્ગ સમજાય છે તેમ કહીને આ વિષયને પરિપૂર્ણ કર્યો છે. મતાર્થીના પણ જે લક્ષણો બતાવ્યા છે તે પણ કોઈ ટીકાભાવે અનુચિત ભાવે કથન કર્યું નથી પરંતુ જીવાત્મા સાચે માર્ગે વળે તેવી તેની પૃષ્ટ ભૂમિ છે. મતાર્થના લક્ષણો કે આત્માર્થીના લક્ષણો અને કલ્યાણ સ્વરુપ છે. મતાર્થ તે હેય છે, ત્યાગવા યોગ્ય છે અને આત્માર્થ તે ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. આમ સ્પષ્ટ કરી તેઓએ આ અધ્યાત્મ દર્શનને ઘણું જ પ્રાંજલ બનાવી સરળ ગુજરાતીમાં કવિતારૂપે પ્રગટાવ્યું છે. એક પ્રકારની તે નિર્મળ સરિતા છે. શુધ્ધ આત્મપ્રદેશથી પ્રવાહિત થયેલું ઝરણું છે. તેઓ સ્વયં આ સત્યના ઉજ્ઞાતા છે. આ રીતે વ્યાખ્યાતા, વ્યાખ્યાન અને તેના પાત્ર, 5:53.", Page #411 -------------------------------------------------------------------------- ________________ આમ ત્રિયોને કલ્યાણનો માર્ગ નિર્ધારિત કર્યો છે. સરુ તે વ્યાખ્યાતા છે, આ બધો ઉપદેશ તે વ્યાખ્યાન છે અને જેને ઉપદેશીને કહેવાયું છે તે પાત્ર છે. ત્રણેયના ગુણો એક સરળ રેખામાં આવતા સાક્ષાત્ મોક્ષમાર્ગની પગદંડી સ્પષ્ટ થાય છે. અધિક કહીએ ! અમે અત્યાર સુધી આ બધા પદોને અને તેના એક એક શબ્દને વિવરણ કરી વ્યુત્પત્તિ ભાવોને સામે રાખી જરુર પડે ત્યાં વ્યાકરણના નિયમનો ઉલ્લેખ કરી દાર્શનિક દષ્ટિનો દોર પકડી જે કાંઈ અમારાથી શકય હતું તે કહેવાયું છે. બધી ગાથાઓનું ઝીણવટભર્યું વલોણું કર્યું છે. અભ્યાસીને કલ્પના ન હોય અથવા સમજયા ન હોય અથવા તેમણે ધાર્યા ન હોય 'તેવા અર્થોનું અને ભાવોનું ઉદ્ઘાટન કરી કવિરાજે આ રત્નમાણેકની માળા કેવા ઝીણવટ તારોથી ગૂંથી છે અને કેટલા ગંભીરભાવો અંદર મૂકયા છે. તેને પ્રકાશ્ય કરવા પ્રયત્ન થયો છે. આ રીતે આત્મસિધ્ધિ ૪૧ (સાડી ૪૧) ગાથા તો આ પ્રથમ ભાગ મહાભાષ્ય તરીકે પ્રગટ થશે અને તેના ઉપર જેમ દર્પણમાં શુદ્ધ પ્રતિબિંબ દેખાય એમ પ્રતિબિંબો જોઈને જે કોઈ ઉત્તમ વિવેચનને પચાવશે અને એ જ ભાવથી અને એવી જ નિર્મળ દૃષ્ટિથી તટસ્થ ભાવે જે કાંઈ સૂચન હોય તે પણ આવકાર્ય રુપે અવકાશ પામશે. આટલું અહીં સારાંશરૂપે કહી વિશેષ મંતવ્ય યોગ મળતા પ્રસ્તાવના રૂપે પ્રગટ કરવા પ્રયત્ન કરશું. વાંચતા વિચારતા, ધ્યેય અને ધ્યાનના વિષય તરીકે દર્શન કરતા પળે પળે મન ગદ્ ગદ્ થતું હતું. આ અધ્યાત્મ યોગીરાજે સહજ ભાવે મુમુક્ષુ જીવો માટે જે અમૃત પીરસ્યું છે અને જે શાતાકારી વર્ષા કરી છે, તેનો અંતઃકરણામા સ્પર્શ થતાં અંતઃકરણ પાવન થઈ જતું હતું. કેમ જાણે તેઓ સ્વયં અંદરમાંથી શ્રાવ્ય તત્ત્વોને પ્રતિશ્રવણરુપે કહી રહ્યા હતા. જે અંદરથી સંભળાતું હતું, તે લખાઈ રહ્યું હતું, વચમાં કોઈ જગ્યાએ અંતરની ધારા તૂટતી ત્યારે કેટલાક અધ્યાત્મ મૂલક ભાવો સ્વયં ગોઠવાઈ જતાં અને વ્યવહારિક ભાવો પણ પોતાનું યથાસ્થાન ગ્રહણ કરી લેતા હતાં. આખી ભાવ સૃષ્ટિ તે આ મહાન દિવ્ય દષ્ટાની સૃષ્ટિ છે અને આ સૃષ્ટિના કણકણમાં પરમ દૃષ્ટિ પથરાયેલી છે. ધન્ય છે આ સમગ્ર સાધનાની શ્રેણીને ! એક મુખ્ય વાત તે પણ કથનીય છે કે અધ્યાત્મદષ્ટિએ તો સમગ્ર ગાથાઓનું મૂલ્યાંકન અમૂલ્ય છે અને અધ્યાત્મદષ્ટિએ તો ઊંચું છે જ, પરંતુ મોક્ષની અપેક્ષા વિના પણ સમગ્ર ઉપદેશ એક નીતિમાર્ગની પણ સ્થાપના કરી જાય છે. નૈતિક જીવન કેવું હોય? માનવ જીવન કેવું હોય? માનવતા પરિપૂર્ણ હૃદય સમાજ માટે કેટલું ઉપકારી છે. તે પણ બધા પદોમાં સમાવિષ્ટ કરેલું ચિંતન છે. ક્યાંય માનવધર્મનો કે માનવતાનો જરાપણ પરિહાર કરવામાં આવ્યો નથી. તેમજ નૈતિક સંબંધોને ઠેસ પહોંચાડવામાં આવી નથી અસ્તુ. પાઠકને કે અધ્યતાને જે સંતોષ થશે જ પરંતુ અમને પોતાને આ પદોની વ્યાખ્યાઓથી જે સંતોષ થયો છે અને જે સુખાનુભુતિ થઈ છે, પદમાં જેમ કહેવાયું છે કે સુખદાયી, ખરેખર આ બધી ગાથા અને બધા ભાવો પરમ સુખદાયી થયા છે. હવે સમયના પરિપાક સાથે બાકીની ગાથાઓને સ્પર્શ કરી બીજા ભાગનું વિવેચન કરવાની તક મળે તેવી અભિલાષા સાથે વિરામ પામીએ છીએ. ૩૯૮ - - - Page #412 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ ય કિત્સાલયા पज्य तपस्वी श्री जगजीवनजी महाराज चक्षु चिकित्सालय चन्द्रमणि बेन नचलचन्द्र भाई खारा नेत्रालय देवी नेभवन श्रीमतीउमायब s જ્યોતિનાં જય ચકિરણની સાથે સાથે ભાવકિરણોની પણ ઉર્થ થાય છે.