________________
બીજી રીતે એમ પણ કહી શકાય, જે રસ્તે અનંત જીવો મુકત થયા તે જ રસ્તો અમે અપનાવ્યો છે. એમ કહીને કાવ્યકાર ફરીથી દ્રઢતાપૂર્વક કહે છે. બધાની વચ્ચેનો માર્ગ એક જ છે. જેઓ તે રીતે તત્ત્વને પામ્યા એમ અમે પણ સચોટ માર્ગપ્રાપ્તિનો રસ્તો અખત્યાર કર્યો છે. સાચું કહો તો કવિરાજ આ રીતે પ્રથમ માર્ગને દ્રઢતાપૂર્વક પ્રગટ કરે છે. આ રીતે “એમ” શબ્દ ભૂતકાળ અને વર્તમાન કાળ વચ્ચેની દીવાદાંડી છે. “એમ” ની જગ્યાએ કદાચ શબ્દ તેમ’ વાપર્યો હોત તો કામ ચાલત, પરંતુ “એમનું માધુર્ય, કે દ્રઢતા “તેમ' શબ્દમાં પ્રગટ થવી દુર્લભ હતી. ધન્ય છે રચનાકારને કે જેમણે એક એક શબ્દ તોળી તોળીને મૂકયો છે.
પામ્યા' શબ્દની મીમાંસા : “પામ્યા' શબ્દ પૂર્ણતાવાચી છે. જે જીવાત્માઓએ જીવનની યાત્રા પૂર્ણ કરી છે, અથવા કહો કે અનંતકાળની અને અનંત જન્મોની ભૂતકાળની યાત્રા પૂર્ણ કરી વિરામ પામ્યા છે. “પામ્યા છે. એટલે પામી ગયા છે. સ્વતઃ પામ્યા છે, અને જે તત્ત્વની જરુરત હતી તે તત્ત્વને પણ પામી ગયા છે. આમ પામ્યા” શબ્દ કર્તાવાચક પણ છે અને કર્મવાચક પણ છે. “પામનાર જીવ તે કર્તા છે, જે તત્ત્વને પામે છે, તે કર્મ છે અર્થાત્ સાધક અને સાધ્ય બે હોવા છતાં તદ્રુપ થઈ ગયા છે. “પામ્યા” શબ્દ તદ્રુપતાનો વાચક છે. પ્રાપ્ત થયા છે, પ્રાપ્તિ કરી છે. બીજા કોઈ પણ શબ્દ દ્વૈત વાચક છે, જ્યારે પામ્યા' શબ્દ અદ્વૈતવાચક છે. (૧) પામનાર જીવ (ર) પામ્યા છે, તે તત્ત્વ; (૩) પામ્યા શબ્દ ક્રિયાપદ હોવાથી પામવાની ક્રિયા અને (૪) પામવા માટે જે સાધન છે. આમ ચારે ય અંગ અદ્વૈતવાચી છે. જ્ઞાની અને જ્ઞાન ભિન્ન ભિન્ન હોતા નથી અને જાણવાની ક્રિયા પણ ભિન્ન નથી. પૂર્વના જ્ઞાનના આધારે ઉત્તરવર્તી જ્ઞાનીની પર્યાય ખીલે છે, ત્યાં જ્ઞાન કરણ રૂપે, સાધન રૂપે છે. એટલે ચારેય અંશો જ્ઞાતા, જ્ઞાન, જાણવાની ક્રિયા અને જ્ઞાનનું સાધન. જ્ઞાન માત્રના ચારેય અંશ એક જ દ્રવ્યના અંશ છે, અત છે, પરસ્પર ગુંથાયેલા છે. જાણવા માટે આપણે બૌધ્ધિક ભેદ દષ્ટિ અપનાવીએ છીએ. ત્યારે હકીકતમાં, તે અભેદ, અભિન્ન છે અને આ ભાવને પ્રગટ કરવા માટે “પામ્યા' શબ્દ સર્વોત્તમ છે. “પામ્યા” તે અલંકાર બની ગયો છે. અહીં સિધ્ધભગવંતોનું નામ નથી, કેવળી ભગવંતોનું નામ નથી. તેમ અરિહંત ભગવાનનું નામ પણ નથી, પરંતુ કવિરાજે પામ્યા' કહીને અનંતાનંત સિધ્ધ, અરિહંત કે કેવળી ભગવંતોને સ્મૃતિમાં લીધા છે. આંગળી ચીંધીને કહે છે જુઓ ! તેઓ સ્વરૂપને પામી ગયા છે. યાત્રાની અંતિમ કડી પરિપૂર્ણ કરી લીધી છે. ત્યાર પછી હવે કશું પામવાનું બાકી નથી. આવા દિવ્યભાવને પ્રગટ કરવા માટે “પામનારને વ્યવહારમાં કોઈ ચીજ પામે એટલે બાહ્ય વસ્તુ હોય છે. પરંતુ અહીં કર્તા, કર્મ એક હોવાથી પોતે જ પોતાને પામે છે. પામનાર અને જે પમાય છે, તે બન્ને એક જ વસ્તુ છે. પર્યાયાશ્રિત આ ભેદ કરવામાં આવ્યો છે. જીવ પોતાની જ અવસ્થા શુધ્ધ ભાવે મેળવે છે, તો ત્યાં તેને પામવાપણું શું છે ? વસ્તુતઃ જે છે તે પામે છે. જે તત્ત્વ પામ્યા છે તે હાજર છે. વિકારી ભાવો છૂટા પડતા આત્મસ્વરૂપને કે આત્માને પામી જાય છે. જેમ પાણી નિર્મળપણું પામે, મેલ છૂટો પડી જતા નિર્મળ થાય છે, તો પાણી પાણીને જ પામ્યું છે. આ દ્રષ્ટાંતથી સમજી શકાશે કે અનંત પુણ્યાત્માઓ શું પામ્યા છે? મુકિત પામ્યા છે ઉપરના વાકયમાં મોક્ષનું ઉચ્ચારણ કર્યું છે, તેથી “મોક્ષ પામ્યા તેમ સ્પષ્ટ થાય છે.
અનંતની અનંતતા : આખું વાકય આ પ્રમાણે છે “એમ અનંત જીવ મોક્ષ પામ્યા છે.'