________________
અનંત શબ્દ એટલા માટે મહત્વપૂર્ણ છે કે સિધ્ધાંતનો આશ્રય કરી કોઈ પણ જીવ મુકિત માર્ગ સ્પષ્ટ કરી શકે છે. ત્યાં કોઈ પ્રકારની Monopoly અર્થાત્ કોઈ અન્ય વ્યકિતના હાથમાં સત્તા નથી. કાળના પ્રવાહમાં અનંત આત્માઓ તરી ગયા છે. આ “અનંત' શબ્દ જીવની “અનંત’ સંખ્યાનો વાચક છે. તે જ રીતે “અનંત કાળવાચક પણ છે. “અનંત કાળથી અનંત જીવો આ જ રસ્તે મુકિત પામ્યા છે. જૈનશાસ્ત્રમાં “અનંત’ શબ્દ એટલો બધો વપરાયેલો છે કે કોઈ પણ દ્રવ્ય, શ્રેત્ર, કાળ અને ભાવમાં અનંત અનંત પરિણામની વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રાયઃ અન્યદર્શનોમાં “અનંત' શબ્દનો બહુ જ થોડો પ્રયોગ થયો છે. જૈનદર્શનમાં વ્યાપકરૂપે અનંત શબ્દનો ઉપયોગ થયો છે.
અનંત શબ્દ કાળવાચક એટલા માટે છે, કે અનંત જીવનો મોક્ષ થવા માટે અનંતકાળ વ્યતીત થાય છે. સંખ્યાત જીવો સંખ્યાત કાળમાં મોક્ષ પામે છે, જ્યારે અનંત જીવો, અનંતકાળમાં મોક્ષ પામે. આ ગણિતના હિસાબે અનંત જીવો અનંત કાળથી મોક્ષ પામતા આવ્યા છે. પરંતુ અહીં ગંભીર વાત એ છે કે અનંત જીવો મોક્ષ પામ્યા છે તેમ કહેવાથી હજી બધા મોક્ષ પામ્યા નથી, જીવો અનંતા અનંત છે. એટલે ભગવાન મહાવીર કહે છે કે અનંત કાળ સુધી અનંત જીવો મોક્ષમાં જશે તો પણ અનંતા અનંત બાકી રહેશે. આ આખો પ્રશ્ન તર્ક અને બુધ્ધિથી પર છે. અહીં શાસ્ત્રકારે પણ પામ્યા અનંત એમ કહીને હજુ અનંત પામશે તે પરોક્ષ રીતે કહી દીધું છે. જે પામ્યા છે તેની સાક્ષી આપી છે, તેનું પ્રમાણ આપ્યું છે. પરંતુ કહેવાનો આશય, આ મોક્ષ પામવાનું તંત્ર ચાલુ જ છે, અંત વગરનું છે. વ્યકિતગત જીવ સ્વઅપેક્ષાએ પાપનો, મોહનો કે કર્મોનો અંત કરી શકે છે. પરંતુ પ્રવાહની દ્રષ્ટિએ આ પ્રલાણી અનંત કાળથી ચાલી આવે છે. અનંત જીવ મોક્ષ પામ્યા છે અને મોક્ષ પામતા રહેશે. આપણે “અનંત' શબ્દની ચૌભંગી જોઈએ, જેથી સામાન્ય સાધકને “અનંત’ નો ભાવ લક્ષમાં આવે.
(૧) સાદિ સાંત – જેની આદિ છે અને અંત પણ છે. (૨) અનાદિ સાંત – જેની આદિ નથી પણ અંત છે. (૩) સાદિ અનંત – જેની આદિ છે પણ અંત નથી. (૪) અનાદિ અનંત – જેની આદિ નથી અને અંત પણ નથી.
પદાર્થની ગતિશીલતાને લક્ષમાં રાખી આ ભાવો બતાવ્યા છે. તેમાં મોક્ષ જનારો જીવ અનાદિ સાંતના ભંગનો સ્પર્શ કરી ભવિષ્યના અંતરહિત એવા અનંતભાવનો સ્પર્શ કરે છે. અનંતમાં પ્રતિયોગીનો અંત છે. ત્યારે અનુયોગી અનંત છે. અહીં “અનંત’ જીવ પામ્યા, તેનો બીજો ગંભીર અર્થ એ છે કે જેનો અંત ન થાય એવા અંતરહિત કેવળજ્ઞાન આદિ ભાવોને પામ્યા છે. અહીં પામ્યા અનંત’ એમ લખ્યું છે. અર્થાત્ આવા શુધ્ધ જીવો તો અનંતા અનંતને પામ્યા છે. “અનંત’ શબ્દ જીવોની સંખ્યાનો દ્યોતક છે. તે કરતાં પણ તેનો મર્મ એ છે કે “અનંત' એવા તત્ત્વને પામ્યા છે. અહીં પણ ગુરુદેવે “જે પામ્યા અનંત’ એમ લખ્યું છે. તે અર્થાત્ તે જીવો જેમણે મોક્ષની સાધના કરી છે. તેવા જીવો શું પામ્યા? તો કહે છે કે પામ્યા અનંત' અર્થાત્ “અનંતને પામ્યા. આ દ્રષ્ટિએ “અનંત’ શબ્દ દ્વિઅર્થમાં પણ નિહાળી શકાય છે. છે' શબ્દની મહત્તા ? આ ત્રીજા પદમાં “છે' શબ્દ મૂકયો છે. તે અસ્તિત્ત્વવાચી, પ્રત્યક્ષ
તા ૨૦૩