________________
લક્ષનું પ્રથમ ઉચ્ચારણ કરે તો મોક્ષ એ કામ્ય બની જાય છે. જ્યારે આધ્યાત્મશાસ્ત્રો મોક્ષની પણ ઈચ્છા રાખવાની મનાઈ કરે છે. ઈચ્છા કરવી તે રાગ ભાવ છે. તેથી કામ્યતત્ત્વનો વિચાર કરવા કરતા સાધનાનો વિચાર કરો. અહીં શાસ્ત્રકારે આ વસ્તુ ઉપર પૂર્ણ ધ્યાન આપી મોક્ષ શબ્દનું પાછળથી ઉચ્ચારણ કર્યું છે. અને તે પણ “જીવ પામે તેવું લખ્યું છે. પ્રાપ્ત કરવા માટે પ્રયાસ નથી. સાધનાના ફળ રૂપે સ્વયં મોક્ષને પામી જાય છે. આ રીતે વિચારતા આ પદ અને તેની વાક્ય રચના બને અતિયોગ્ય ભાવે વ્યકત થયેલા છે.
૧૫મી ગાથાનું પદચ્છેદ સાથે વિવરણ કર્યા પછી આપણ ઉત્તરના બે પદ ઉપર વિવેચન કરશું.
શાશ્વત સૈકાલિક માર્ગ : શાસ્ત્રકાર જે સિધ્ધાંતની સ્થાપના કરે છે અને સ્વચ્છંદ રોકવાથી અવશ્ય મોક્ષ મળે છે તેવી ગેરન્ટી આપે છે. તેઓ શાશ્વત માર્ગને મહત્વ આપી આ પોતાનું વકતવ્ય છે, તેવા અહંકારથી મુકત થઈ આ સિધ્ધાંતને સ્પષ્ટ કરવા ઉચ્ચ કોટિનું પ્રમાણ આપે છે અને એમ કહે છે કે આ કોઈ નવી વાત નથી, પરંતુ આત્મકલ્યાણનો શાશ્વત માર્ગ છે અને તેમાં સમાન સિધ્ધાંત સમાયેલો છે. અત્યારે મોક્ષ પામે તો તે પ્રથમ ઘટના નથી, પરંતુ ભૂતકાળમાં અનંત જીવો અરિહંત પદ પ્રાપ્ત કરી મોક્ષ પામ્યા છે અને આ બધા પવિત્ર આત્માઓ સ્વચ્છંદથી મુકત થયા પછી જ અલૌકિક આત્મકલ્યાણના માર્ગને સ્પર્શ કરી મુકિતમાં બિરાજયા છે. આ જ્ઞાની આત્માઓ ખરેખર સમગ્ર ભૂતકાળના ઉજ્જવળ સિતારાઓ છે અને તેઓએ સંસારના સાધના પથને સ્પષ્ટ કરી આત્મકલ્યાણનો એક ધોરી માર્ગ સ્થાપ્યો છે. તેથી અહીં કવિરાજે તેમના પ્રત્યે માન ધરાવી અનંતા અનંત વંદનીય આત્માઓ ભગવત્સ્વરૂપ પ્રાપ્ત કરી સિધ્ધ સ્વરૂપમાં સમાઈ ગયા છે. અર્થાત્ પરમ બ્રહ્મ પરમાત્મ તત્ત્વને પામ્યા છે.
- આ પદમાં “એમ” શબ્દ વાપર્યો છે. “એમ” શબ્દ અહીં તુલનાત્મક ભાવ પ્રદર્શિત કરે છે. વર્તમાનનો આ માર્ગ અને ભૂતકાળનો માર્ગ, તેમાં ભિન્નતા નથી. તે જ ભાવોથી ભૂતકાળ શુધ્ધ થયો છે. તે જ ભાવથી વર્તમાનકાળ પણ શુધ્ધ થઈ શકે છે. અહીં “એમ” શબ્દ બહુજ નાનો છે. પરંતુ તુલનાત્મક દૃષ્ટિએ અનંત ભૂતકાળની અને વર્તમાનકાળની સમાનતા અંકિત કરી બન્ને રીતે દષ્ટિપાત કરી સામ્યયોગનું પ્રદર્શન કરે છે. “એમ” શબ્દ મુકીને ગુજરાતી ભાષાની જે કથન શૈલી છે, તેનો કાવ્ય દ્રષ્ટિએ ઉત્તમ ઉપયોગ કર્યો છે. ગુજરાતી ભાષામાં “એમ” શબ્દ વપરાય છે. થોડા સુધારા સાથે લોકો “એમ” ની જગ્યાએ “તેમ’ પણ બોલે છે. પરંતુ હકીકતમાં “એમ” અને “તેમ” બન્ને શબ્દોમાં મધુર અંતર છે, જે સમજવા આપણે પ્રયાસ કરીશું.
“તેમ' શબ્દ પરોક્ષવાચી છે. વ્યાકરણમાં પરોક્ષ સર્વનામ અને દર્શક સર્વનામ તેવા ભેદ હોય છે. દા.ત. “તેઅને ‘આ’. ‘તે’ માણસ ઘણો સારો છે. અને ‘આ’ માણસ ઘણો સારો છે. પ્રસંગોપાત બને અક્ષરો પર્યાય રૂપે વાપરી શકાય, પરંતુ તે સર્વનામ પરોક્ષવાચી છે. “આ” સર્વનામ આંગળી ચીંધીને દેખાડી શકાય તેવું દર્શક સર્વનામ છે. આ ઉદાહરણથી સમજી શકાય છે કે તેમ' શબ્દ વ્યાપક રીતે સિધ્ધાંતરિત ઉપયોગમાં આવે તેવો શબ્દ છે. જ્યારે “એમ” શબ્દ સ્પષ્ટ સિધ્ધાંતવાચક નિશ્ચયભાવને પ્રગટ કરે છે. “જે રસ્તો અમે અખત્યાર કર્યો છે, તે જ રસ્તે અનંત જીવો પરમાર્થને પ્રાપ્ત કરી ચૂકયા છે.
વાળા ૨૦૧ શાળા