SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે મતિ અજ્ઞાન, વિપરીત જ્ઞાન અથવા બૌધ્ધિક સામર્થ્ય ઉત્પન થાય છે, પરંતુ સાથે સાથે ગાઢ મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય તો ઘણો જ કપરો સંયોગ બને છે. અહીં આપણે કેટલાક ભંગનો વિચાર કરીએ. (૧) ગાઢ મિથ્યાત્વનો ઉદય અને ઘોર અજ્ઞાન દશા તથા વિકળ અવસ્થા એકેન્દ્રિય આદિ અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી જીવોમાં હોય છે. (૨) વિપરીત જ્ઞાનનો ઉઘાડ અને ગાઢ મિથ્યાત્વનો ઉદય આ અવસ્થા મંદ યોગવાળા જીવો, મનુષ્યો અને દેવતાઓમાં પણ સંભવે છે. (૩) અલ્પ જ્ઞાન અને અલ્પરસ મિથ્યાત્વ : આ જીવો ચઢતા ક્રમના હોય છે. મનુષ્યયોનિમાં આવતા સુધી તેઓ ઘણાં લઘુકર્મી હોવાથી તેમની યોગ્યતામાં વૃદ્ધિ થાય છે. (૪) મિથ્યાત્વ મોહનીયનો લય થયા પછી સમ્યકત્વ મોહનીય આદિ પાતળું બની જાય. જે સમભાવને રોકી શકતું નથી, તેનો જ્ઞાનયોગ પણ સમ્યફ બની જાય અને દર્શનયોગ પણ સભ્ય બની જાય છે. આ અવસ્થામાં જીવ સુપાત્ર બની ઉત્તમ વિચારોને ગ્રહણ કરવાની યોગ્યતા ધરાવે છે. મુખ્યત્વે આ ભંગનું દિગ્દર્શન કરાવ્યું છે પરંતુ અહીં બીજા ઘણી જાતના વિકલ્પો થવાથી અર્થાત્ વિભાજન થવાથી નાના-મોટા કેટલાંક ભંગની કક્ષામાં જીવ પસાર થાય છે. મૂળમાં બે જાતના અંકૂરો ફૂટે છે. એક આગ્રહ ભરેલા મિથ્યાત્વના અંકુરો, જે ગાઢ મિથ્યાત્વ મોહનીયનું પરિણામ છે અને બીજા સમવૃત્તિવાળા અંકુરો જેમાં સમ્યકદર્શન પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે અને તેથી તે જીવ આત્મલક્ષી બને છે. હવે તેને સંસારના ભોગ ખારા લાગે છે અને મુકિતની અભિલાષા ઉત્પન્ન થાય છે. ઉપરના વિવેચનથી જાણી શકાય છે કે મુમુક્ષુ થવાની યોગ્યતામાં મૂળ કારણો શું છે અને એથી વિપરીત મતાર્થી કેમ બને છે તેના પણ મૂળ કારણો ઉપર પ્રકાશ પડે છે. આમ આત્યંતર કારણો કર્મજનિત છે જયારે બાહ્ય કારણોમાં કુગુરુ, અસર, મિથ્યા સિધ્ધાંત ભરેલાં શાસ્ત્ર કે સાંસારિક આગ્રહ ઉત્પન્ન કરનારા કાવ્ય નાટક ઈત્યાદિ, જીવને અવળો નિર્ણય કરવામાં કારણભૂત બને છે અને તે મતાર્થીની કોટિમાં આવી જાય છે જયારે મુમુક્ષુને બાહ્ય કારણોમાં સદ્ગરુનો યોગ, સતુશાસ્ત્રનું વાંચન, મુકિતલક્ષી કાવ્યો અને વૈરાગ્યજનક પરિસ્થિતિ જીવને મુમુક્ષુ બનાવે છે. બાહ્ય કારણ અને આત્યંતર કારણોમાં ઘણે અંશે તાલમેલ હોય છે પરંતુ અહીં એ સમજવાનું છે કે આત્યંતર કર્મો પણ ક્ષય, અપક્ષય થાય છે અને તેમાં બહારના ઉત્તમ સંયોગથી પરિવર્તન થાય છે અને ખોટા સંયોગથી અશુભકર્મો વધારે ગાઢ બને છે, જેને જૈન દર્શનમાં સંક્રમણ કહે છે, કર્મોમાં પરિવર્તન થઈ શકે છે. જેથી બાહ્ય સંયોગોનું મૂલ્યાંકન ઓછું નથી. ખોટા નિમિત્તથી મતનો આગ્રહ વધારે ગાઢો થતાં જીવ મતાગ્રહી બની જાય છે, જેમ દોરામાં પડેલી ગાંઠ પ્રથમ ઢીલી હોય છે. પણ બંને બાજુનું ખેંચાણ થતાં તે ગાંઠ વધારે મજબૂત થઈ બેસી જાય છે. ત્યારબાદ તે ગાંઠને ખોલવી કઠણ છે. એ જ રીતે જીવાત્મા પ્રથમ દ્રષ્ટિએ એટલો આગ્રહી હોતો નથી પરંતુ જેમ જેમ તેના વિચારો ઉપર દબાણ પડે તેમ તે આગ્રહી થતા છેવટે મતાગ્રહી બને છે. એથી વિપરીત ગાંઠની પ્રથમ અવસ્થામાં જ તેને ઢીલી કરી દેવામાં આવે અને ખોલી દેવામાં આવે તો દોરો સીધો થતા ગાંઠ નીકળી જાય છે અને દોરો સરળ બની જાય છે. એ જ રીતે સુંદર વાલા ૨પ૯
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy