________________
જો
!
!:00:00:09:
દૃષ્ટિની જરૂર હોય છે. જેમાં કોઈ વસ્તુ સ્કૂલ રીતે ન જોઈ શકાય તો વિશેષ પ્રકારના મંત્રોથી જોઈ શકાય છે.
અધ્યાત્મ જગતમાં જે કાંઈ સગુણો, દુર્ગુણો અર્થાત્ સ્વભાવ – વિભાવના પર્યાયો કેટલાક શબ્દો દ્વારા વ્યકત કરવામાં આવે છે પરંતુ બધાનું અધિષ્ઠાન આત્માજ છે. જીવાત્મા એ કેટલાક પૌદ્ગલિક પિંડોનું અધિષ્ઠાન હોય છે. અધિષ્ઠાન એક હોવાથી આ બધા પર્યાયોને સર્વથા વિભકત કરી શકાતા નથી. સમજવા માટે અલગ અલગ શબ્દોનો પ્રયોગ કર્યો હોય છે. તે બધા પર્યાયો શબ્દનયની દષ્ટિએ ભિન્ન છે, પરંતુ અર્થનયની દષ્ટિએ બધાના મૂળ એક હોય છે. અહીં આ પદમાં બંધ, મોક્ષ અને મોહાવેશનું નિરૂપણ છે. વસ્તુતઃ બંધ એક પ્રકારની ગ્રંથી છે. બંધને ફકત બંધ માનીને ચાલીએ કે તેના ગુણધર્મ ઉપર પૂરો વિચાર ન કરીએ તો બંધ એક કલ્પના બની જાય છે પરંતુ બંધના જે ઘણા આંશિક પરિણામો છે તે અલગ અલગ સમય પર અલગ અલગ રીતે આવિર્ભાવ પામે છે. અર્થાત્ પ્રગટ થાય છે. મૂળમાં બંધ તે કોઈ ભૂતકાલિન કર્મ અવસ્થા કે જીવની મલિન અવસ્થાથી નિષ્પન્ન થયો છે પરંતુ આ બંધ જે રીતે નિષ્પન થયો છે તે જ રીતે બરાબર ટકી શકતો નથી. બંધની નિષ્પત્તિ થયા પછી તે ફળદાયી બને ત્યાં સુધી પ્રત્યેક સમયની પાર્શ્વવર્તી ક્રિયાઓથી તેના ઉપર સંસ્કાર થતા રહે છે. જૈનશાસ્ત્રોમાં આ અવસ્થા ઉપર કોઈ કોઈ જગ્યાએ પ્રકાશ પાથર્યો છે.
બંધ પોતાની લાંબી જીવન યાત્રામાં કે બંધની જ્યાં સુધી સ્થિતિ છે, ત્યાં સુધી ઘણા ગુણધર્મોને સ્વીકારતો રહે છે. તેમાં ક્ષય – અક્ષય થયા કરે છે. તેનો સ્વભાવ અને પ્રકૃતિ પણ મહદ્અંશે બદલાતા રહે છે. આવો બંધયુકત જીવ જે જે યોનિમાંથી પાર થાય છે, ત્યાંના સંસ્કાર પરોક્ષ ભાવે ઉમેરતો આવે છે અને એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી ચોર્યાશી (૮૪) લાખ જીવાયોનિના જીવોમાં જે વિભિન્નતા છે, તે બધા જીવોની પ્રકૃતિના સૂક્ષ્મ અંશો બંધ સાથે જોડાતા હોય છે. આ થઈ બંધની પૂર્વ અવસ્થા અર્થાત્ અનુદિત અવસ્થા અને આમ કરતાં કરતાં જ્યારે બંધ વિપાકની સ્થિતિમાં આવે છે, ફળદાયી બને છે ત્યારે અનુદિત અવસ્થામાં જે સંસ્કારો મેળવ્યા છે, તેનું પ્રાગટય થોડે ઘણે અંશે થવા લાગે છે અને આ બંધ આગ ઉગળતો, પાપના પરિપાકથી સંતાપ પેદા કરતો કે શીતલહરી વહાવી પાપના વિપાકને પુણ્યયોગે મધુરી દષ્ટિ કરતો હોય છે. પરંતુ અહીં ધ્યાન રાખવું જોઈયે કે આ પાપ પુણ્ય બધા સમાન પ્રકૃતિવાળા નથી. પાપના કારણો પણ હજારો પ્રકારના છે અને તેના ફળ દેવાના પણ અસંખ્ય પરિણામો છે. જે જાતના સંસ્કાર બંધમાં છે તે સંસ્કારોને તે જન્મ આપે છે. આમ બંધ તે સમગ્ર જીવરાશિનો એક મહાસ્થંભ છે પરંતુ આ ગૂઢ કારણોના જ્ઞાનના અભાવે નાસ્તિક ભાવને વરેલું મસ્તિસ્ક બંધને કાલ્પનિક માની બંધ તત્ત્વોનો નિષેધ કરે છે અને જો બંધને સ્વીકારે નહિં તો તેમાંથી મુકત થવાનું કે મોક્ષ થવાની વાત જ કયાંથી હોય ? આમ તેને માટે મોક્ષ પણ કાલ્પનિક છે.
મોક્ષ : મોક્ષ એક નિષેધાત્મક અવસ્થા છે. બધા વિભાવોનો, મલિન ભાવોનો અભાવ થતાં સ્વ-દ્રવ્યના સ્વાભાવિક ગુણો અને તેની ઉદયમાન થતી પર્યાયો ખીલી ઉઠે છે. આમ મોક્ષ તે બંધની નિષેધાત્મક અવસ્થા છે. જ્યારે ચૈતન્ય દ્રવ્યનું પ્રાગટય તે વિધેયાત્મક અવસ્થા છે. મોક્ષ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે સામાન્ય મનુષ્ય જીવનમાં દુઃખથી મુકિત માંગતો હોય
૯૦
શseases