________________
કે જીવને શુષ્કજ્ઞાનમાં રોકી રાખે છે ? એ વિચારણીય છે. બીજા દુર્ગુણોનું અસ્તિત્ત્વ ન હોય અને જ્ઞાન સંબંધી બીજા દોષો ન હોય તો જ્ઞાન કયારેય પણ મનુષ્યને દગો આપતું નથી. દર્શનશાસ્ત્રમાં ‘બુદ્ધિસ્તુ તત્ત્વ પક્ષપાતિની' અર્થાત્ બુદ્ધિ તો તત્ત્વનો જ પક્ષપાત કરે અર્થાત્ તત્ત્વ અને અતત્ત્વ બન્નેને સ્પષ્ટ કરે. બુદ્ધિનો સ્વભાવ જ કે સારા નરસાનું વજન કરે, ફટકડી મેલા પાણીમાં નાંખવાથી તે મેલ અને પાણીને અલગ કરે અને દંતકથા પણ છે કે માનસરોવરનો હંસ દૂધ અને પાણીનો વિવેક કરી શકે છે. આ રીતે બુદ્ધિ પણ તત્ત્વગ્રાહિણી છે, તેથી સ્પષ્ટ થાય છે કે બીજા કોઈ અન્ય દોષ જ્ઞાનને શુષ્કજ્ઞાન બનાવે છે.
અહીં સિદ્ધિકાર સ્વયં ત્રીજા ચરણમાં કહે છે કે વર્તે મોહાવેશમાં” અહીં આવા શુષ્કજ્ઞાનીની આંતરિક પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. ખૂલંખુલ્લા મોહના આવેશને શુષ્કજ્ઞાનનું કારણ બતાવ્યું નથી, પરંતુ એની આંતરિક સ્થિતિ શુષ્કજ્ઞાનમાં જોડાયેલી છે, તે નિર્વિવાદ છે. મોહ અને મોહનો આવેશ એ મોહના પૂર્વ અને ઉત્તર એવા બે રૂપ છે. મોહ તે સામાન્ય ગૂઢતત્ત્વ છે, જ્યારે તેનો આવેશ તે પ્રત્યક્ષભૂત મોહનો વિકાર છે. તેમ અહીં સિદ્ધિકા૨ે મોહના આવેશને સ્થાન આપ્યું છે. આવેશ ઘણી જાતના હોય છે. આવેશથી હઠાગ્રહ દુરાગ્રહ ઈત્યિાદિ જન્મ પામે છે. ભકિત અને ત્યાગમાં પણ આવેશનો સંભવ છે. આવેશને નીતિકારોએ ગુણકારી બતાવ્યો નથી. છતાં પણ સારા ક્ષેત્રમાં આવેશ હોય તો તેને આપણે શુભ આવેશ કહી શકીએ છીએ પરંતુ અહીં મોહનો આવેશ અથવા ક્રોધનો આવેશ એ બધા આવેશ પ્રબળ અશુભ તત્ત્વો છે અને તે પણ કર્મ જન્ય છે.
—
અહીં આપણે મોહ અને મોહનો આવેશ આ બંનેને શુષ્કજ્ઞાનના કારણભૂત માનવા રહયા. વસ્તુતઃ જ્ઞાનની પર્યાય અને ચારિત્રની પર્યાય બન્ને સ્વતંત્ર છે. પરંતુ અરિસાની સામે રાખેલું લાલ કપડું સ્વતંત્ર હોવા છતાં તે અરિસામાં ગુલાબી ઝાંય પેદા કરે છે. તેમ બધા ગુણો કે મોહ પર્યાયો સ્વતંત્ર હોવા છતાં તે જ્ઞાનમાં ઝળકે છે. કેવળ ઝળકીને અટકતા નથી, પરંતુ જ્ઞાનમાં વિકારી ભાવ ઉદ્ભવે છે. અર્થાત્ જ્યાં જ્ઞાનનો મોહ પર પ્રભાવ પડવો જોઈએ, ત્યાં તેનાથી વિપરીત મોહનો પ્રભાવ જ્ઞાન ઉપર પડે છે અને આવી પરિસ્થિતિમાં કર્મોના પરિણામ સ્વતંત્ર હોવા છતાં સંયુકત ભાવે તેનું પ્રદર્શન થાય છે કારણ કે બધાનું મૂળભૂત અધિષ્ઠાન કર્મયુકત આત્મતત્ત્વ છે. જ્યાં અધિષ્ઠાન એક હોય ત્યાં પરસ્પરના પ્રભાવ ઉદ્ભવે છે. લાકડું સળગે છે ત્યારે અગ્નિનું એક રૂપ હોવા છતાં અગ્નિમાંથી પણ ગંધ આવે છે, કારણ કે બન્નેનું અધિષ્ઠાન કાષ્ઠ છે. જેને તર્કશાસ્ત્રમાં સમાનાધિકરણ કહેવામાં આવે છે. સમાનાધિકરણ તત્ત્વોને સર્વથા છૂટા પાડી શકાતા નથી. એટલે અહીં પણ મોહનો આવેશ એ શુષ્કજ્ઞાન વખતે હાજર હોવાથી જ્ઞાનને સૂકવી નાખે છે. વાઘની હાજરીમાં બકરી ઘાસ ખાઈ શકતી નથી. વાઘની ઉપસ્થિતિ સ્વતંત્ર છે. પરંતુ બકરીના જ્ઞાનમાં તેનું ચિત્ર પ્રતિબિંત થાય છે અને તેનાથી ભયનો જન્મ થાય છે. અસ્તુ આ પ્રક્રિયા સમજી શકાય તેવી છે હવે આપણે બંધ, મોક્ષ અને મોહનો આવેશ એ ત્રિપુટી ઉપર એક સાર્વભૌમ દષ્ટિપાત કરશું. અને ત્યારબાદ શુષ્કજ્ઞાનનો તેની સાથે કઈ રીતે સંબંધ છે તે સૂક્ષ્મ દૃષ્ટિએ પણ નિહાળવા પ્રયાસ કરશું. કેટલાક ભાવો એવા છે કે શબ્દમાં વર્ણિત હોય પરંતુ તેનું લક્ષ ભિન્ન ભિન્ન પ્રકારે જોઈ શકાય તેવું હોય અને તેનું નિરીક્ષણ કરવા માટે એક વિશેષ
ZE