________________
ભાવવાચી ચૌભંગી (૧) યોગ્ય ભાવની સાથે બીજા યોગ્ય ભાવ. (૨) યોગ્ય ભાવની સાથે બીજા અયોગ્ય ભાવ. આ ભાવમાં ચૌભંગી ઘટતી નથી એટલે બે જ ભંગ ગ્રહણ કરીએ છીએ.
હવે આપણે મૂળ ગાથા ઉપર આવીએ. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે” અહીં જ્યાં શબ્દ સ્થાનવાચી પણ છે, અને કાળ વાચી પણ છે, અને એક અપેક્ષાએ દ્રવ્યવાચી પણ છે. આમ જ્યાં જ્યાં જે જે યોગ્ય તે ઘણું જ વિસ્તારવાળું પદ છે. અસ્તુ
આખા દોહામાં જે યોગ્ય છે અને જ્યાં યોગ્ય છે, ત્યાં આચરણ કરવું અને ત્યાં તેની સમજ રાખવી. આ રીતે જ્ઞાન અને ક્રિયા બંને અપેક્ષાએ સુંદર પ્રેરણા આપી છે. પરંતુ અહીં મૂળ પ્રશ્ન એ ઊભો થાય છે કે કયાં કયાં શું શું યોગ્ય છે. તેનો નિર્ણય કોણ કરે ? શું આ યોગ્યતા અયોગ્યતા શાસ્ત્ર આધારિત છે? કે ગુરુની આજ્ઞા પ્રમાણે નિર્ણય કરવાનો છે. કે પોતાની બુધ્ધિથી નિર્ણય કરવાનો છે ? અથવા કોઈ વૈજ્ઞાનિક કસોટી કરવાની છે ?
યોગ્યતાનો નિર્ણય : યોગીરાજે સ્વયં “બહુ પૂણ્ય કેરા પુંજથી” આ ભજનમાં પણ “વચન કોનું સત્ય કેવળ માનવું” તેમ સ્વયં પ્રશ્ન કર્યો છે. અને ઉત્તર પણ પોતે જ આપ્યો છે કે આખા પુરુષનું વચન માનો. જેઓએ સિદ્ધાંતને કસોટી ઉપર પારખીને અનુભવ લીધો છે. જેણે સ્વયં અનુભવ્યું છે તેના અનુભવના આધારે નિર્ણય કરો. આમ આખ પુરુષ કહીને કોઈ એક પ્રમાણિક પુરુષની સંજ્ઞા આપી છે. આ બધું હોવા છતાં પુનઃ મૂળ પ્રશ્ન ઊભો જ રહેશે. કે આખ પુરુષને કેવી રીતે પરખવા અને તેનો અનુભવ આપણે કેવી રીતે કરી શકીએ? તે રીતે શંકા બની રહી
અહીં તેઓએ જ્યાં યોગ્ય છે. તહાં સમજવું તેહ આ પદમાં ધ્યાનથી સમજીએ તો કવિરાજ સાધકની પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ કરે છે અને પોતાની મેળે સાધક નિર્ણય કરે. શું યોગ્ય છે ? અને શું અયોગ્ય છે? જે નીતિમાન સાધક છે તે જાણી બુઝીને અયોગ્યને યોગ્ય કહેશે નહી પરંતુ સત્યનો પક્ષપાત કરશે. કદાચ વિવાદ વધે તે વાણીમાં બોલશે નહી. પરંતુ મનથી સમજી જ લેશે કે યોગ્ય શું છે. એટલે કવિશ્રીએ અહીં “સમજવું' એવો શબ્દ વાપર્યો છે. બોલવું તેમ કહ્યું નથી બોલવાથી બીજા કેટલાક અનર્થ પણ ઉદ્ભવે છે. તેથી મનમાં સમજીને સત્યનો નિર્ણય કરવાનો છે. ત્યાર પછી આચરણનો નિર્ણય કરવાનો છે.'
આ એક એવો નૈતિક સિધ્ધાંત છે કે બધી કક્ષામાં ધીરજ રાખીને યોગ્ય અને અયોગ્યનો ભેદ સમજીને જરા પણ ઉતાવળ કર્યા વિના તેના બધા પાસાઓની તપાસ કરીને એક નિશ્ચય ઉપર પહોંચે. જૈનદર્શન સ્વયં અનેકાંતવાદી છે. આ સિવાય પાત્ર ભેદથી પણ એક વસ્તુ એક વ્યકિત માટે યોગ્ય હોય જયારે બીજી વ્યકિત માટે અયોગ્ય હોય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે વાકય મોઘમ વાક્ય છે. વ્યકિતને લાગુ પડે પરંતુ સમગ્ર સમાજને ઘણી વખત લાગુ પડે કે ન પણ પડે.
જ્યારે વ્યકિત વિશેષને તે નિર્ણય કરવાનો છે તે પોતાની યોગ્યતાને, અનુકુળતાને આધારે કરવાનો છે. અનુકૂળતા બે પ્રકારની છે. વિષયાત્મક અને ગુણાત્મક, વિષયને આધારિત જે અનુકૂળતાનો આગ્રહ રખાય છે તે મોહજનિત છે. જ્યારે ગુણાત્મક દૃષ્ટિએ અનુકુળતાનો નિર્ણય થાય ત્યારે તે
લાલા hit Itagrદાવાદ ૧૨૪ શાળા