________________
ધર્મ પ્રધાન હોય છે. આ આખા પદમાં જૈનધર્મના અનેકાંતવાદના આધારે વિસ્તારથી વ્યાવહારિક દષ્ટિએ ઉદ્ધોધન કર્યું છે. સમગ્ર સ્યાદવાદ કોઈ એક અપેક્ષાએ જ નિર્ણય કરે છે અહીં પણ યોગ્યતાનો આધાર સ્થાન કે સમયની અપેક્ષાવાળો છે તેથી સ્યાદવાદનું અવલંબન સ્પષ્ટ દેખાય છે. કોઈ પણ પ્રકારના નિર્ણય કરવામાં સ્યાદવાદી મહોર ન લાગી હોય તો તે નિર્ણય અપેક્ષાકૃત અયોગ્ય હોય છે. અહીં આપણે ટૂંકમાં આ પદની સાથે અનેકાંતવાદનો જેવો સુમેળ છે તેને બહુ થોડા શબ્દમાં સ્પષ્ટ કરી બીજા કેટલાક ભાવો પ્રગટ કરશું. અનેકાંતવાદ તે સ્થાન અને કાળની અપેક્ષાએ અલગ અલગ દષ્ટિકોણથી પદાર્થનો નિર્ણય કરે છે. અને જ્યારે તે નિર્ણય યોગ્ય હોય તો તે દષ્ટિને સમજી લેવી અને તે પ્રકારે આચરણ કરવું તેમ અહીં આઠમી ગાથામાં શ્રીમદ્જી કહે છે. સ્થાનવાચી કાળવાચી, દ્રવ્યવાચી અથવા ભાવવાચી જે યોગ્યતાઓ છે તે સ્પષ્ટપણે સાપેક્ષવાદનું સૂચન કરે છે. એક અપેક્ષાએ બધા જ નિર્ણયો થાય તો તે જ્ઞાન પ્રમાણભૂત મનાતું નથી. અને પ્રમાણભૂત ન હોય તે યોગ્ય પણ નથી. યોગ્ય નથી તેમ સમજી લેવું અને તે પ્રકારે આચરણ ન કરવું તે બંને સાપેક્ષવાદનાં મધૂરા ફળ છે. આટલું સાપેક્ષવાદ તરફ સૂચન કર્યા પછી અપેક્ષાવાદ તે પદાર્થ પુરતો સીમિત નથી, પરંતુ શબ્દનયના આધારે પણ નિર્ણય કરવાની તેમાં યોગ્યતા છે. સમગ્ર જૈનદર્શનમાં નયવાદ અને સપ્તભંગીવાદ તે અનેકાંતવાદની બે પાંખો છે. આ વિષયમાં અત્યારે વધારે ઉંડાણમાં ન જતાં યોગીરાજની આ ગાથા બધી રીતે અપેક્ષાવાદની જ પ્રેરક છે. અહીં હવે આપણે આ ગાથાને આધારે જે ચભંગીનો નિર્ણય કર્યો તેનો થોડો વિસ્તાર કરીએ.
દ્રવ્યાશ્રિત યોગ્યતા : ઉચિત દ્રવ્ય સાથે ઉચિત ક્રિયા આ પહેલો ભંગ છે. દ્રવ્ય ભાવે ઘણાં પદાર્થ માંગલિક માનવામાં આવ્યા છે. ચોખા, શ્રીફળ આદિ જ્યારે કેટલાક પદાર્થ અમાંગલિક માનવામાં આવ્યા છે. હાડકાં, રકત અને એવા કોઈ અશુધ્ધ દ્રવ્યો. અશુધ્ધ દ્રવ્યોની સાથે સંપર્ક રાખી યોગ્ય મંત્ર ઉચ્ચારણ ધ્યાન આદિ કરવાનો નિષેધ છે. જ્યારે માંગલિક પદાર્થો સાથે માંગલિક ક્રિયા કરવી તે આવકાર્ય છે. ઉચિત ભાવનાઓ સાથે અમંગલ દ્રવ્ય અને મંગલ દ્રવ્યો સાથે અનુચિત ક્રિયા એ, બંને ભંગ વજર્ય છે. અનુચિત દ્રવ્યો સાથે અનુચિત ક્રિયા કરવી, તે સર્વથા વર્જય છે, ત્યાજય છે. આ પૂલ દ્રવ્યને આધારે ચૌભંગી કહી છે. ભાવ દ્રવ્યને આધારે અંતરઆત્મામાં જ્યારે પરિણામોની વિશુધ્ધિ હોય ત્યારે મનોદ્રવ્ય, વચનદ્રવ્ય કે કાયયોગ આ બધા દ્રવ્યો મંગલકારી બને છે. અને ત્યારબાદ આ મંગલકારી દ્રવ્યનું અવલંબન કરી ઉચ્ચ કોટિના ધ્યાનકક્ષામાં પ્રવેશ થાય ત્યારે મંગલ દ્રવ્યોની સાથે મંગલ ભાવોનું આચરણ થાય છે. આમ આ ભંગ અતિ ઉત્તમ છે. પરંતુ કોઈ પૂર્વ પુણ્યના યોગે મંગલ દેહાદિ મળ્યા હોય અને તેનો દૂરપયોગ કરી અમંગલ કાર્ય કરે તો તે ભંગ આદરણીય નથી. તે પાપ બંધનનું કારણ છે.
મંગલ ભાવ પ્રાપ્ત થયા પછી અમંગલ દ્રવ્યોનું અવલંબન કરે, જેને શાસ્ત્રોમાં ગુણાત્મક અહંકાર કહ્યો છે. જ્ઞાનનો, ત્યાગનો, ધ્યાનનો કે એવા બીજા કોઈ પણ ઉત્તમ આત્મશકિતના આધારે નમ્રતાનો ત્યાગ કરી અહંકારનું સેવન કરે તો મંગલ ભાવોનું અમંગલ દ્રવ્ય સાથે સંયોજન થાય છે. આમ આ ત્રીજો ભંગ પણ આદરણીય નથી. અને કષાય ભાવવાળા જીવો અમંગલ ભાવ દ્વારા પોતાના અમંગલ યોગોનો દુરુપયોગ કરી હિંસાદિ કર્મો કરે છે. તે પણ આદરણીય નથી, મહાપાપનું કારણ છે. સંક્ષેપમાં મંગલ દ્રવ્યો સાથે મંગલ ભાવોનું આચરણ કરવું, તે સર્વ શ્રેષ્ઠ જ
tane ૧૨૫ ઘાયલ