________________
છે. પછી ભલે તે સ્થૂલ દ્રવ્ય હોય કે ભાવ દ્રવ્ય હોય. મંગલ દ્રવ્યો આદિ કાળથી આદરણીય માન્યા છે.
સમજવા જેવી વાત છે કે જીવાત્મા પોતે શું છે? અથવા આત્મદ્રવ્ય તે શું છે? તે મતિજ્ઞાન થી કે શ્રુતજ્ઞાનથી સમજાય તેમ નથી પરંતુ આત્મદ્રવ્યના સહારે ઉત્પન થતી શુભાશુભ પરિણામ ની ધારા અથવા અશુધ્ધ કષાય આદિની ધારા કે નિર્મળ જ્ઞાનધારાને મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી સમજી શકાય તેમ છે. મતિ–શ્રુતજ્ઞાન પર્યાયનું જ્ઞાન કરી શકે છે, પરંતુ દ્રવ્યનું અનુમાન કરે છે. કારણ કે અખંડ દ્રવ્ય કેવળીગમ્ય છે. કેવળજ્ઞાન છોડી બાકીના ચાર જ્ઞાનને ખંડ જ્ઞાન કહેવામાં આવ્યા છે. ખંડજ્ઞાન કોઈ એક પ્રદેશ કે પર્યાયનું જ્ઞાન કરે, અસ્તુ. આ વિષય ઘણો જ વિસ્તૃત છે. અહીં આપણે એટલું જ કહેવાનું છે કે જીવાત્મા જો અંતરમુખી બને તો પોતાની અંદર પ્રવર્તમાન ઉદયભાવ અને ક્ષયોપશમ ઈત્યાદિ ભાવોનું ભાન કરી શકે છે. અને જ્ઞાન પણ કરી શકે છે. અને છેવટે ધ્યાન પણ કરી શકે છે. દ્રશ્યમાન જગતથી પર થઈ આંતરિક સૃષ્ટિનું નિરીક્ષણ કરી શકે છે. હવે જુઓ ખેલ પોતાની અંદર પ્રવર્તમાન સ્વભાવ અને વિભાવની જે પર્યાય છે. તેનો સમ્યગુજ્ઞાન દ્વારા નિર્ણય કરી વિભાવને પરભાવ માની સ્વભાવને આત્મભાવ માની આત્મભાવ તરફ વળે તો ત્યાં ભાવના યોગ્ય પરિણામોનો યોગ્ય પરિણામ સાથે યોગ થાય છે. જે આદરણીય ભંગ છે. અને અહીં તે પ્રકારે આચરણ કરવું. સાચું સમજીને, તે પ્રકારે વર્તવું તે આ આઠમી ગાથાની પ્રબળ સૂચના છે.
ક્ષેત્ર-સ્થાન આશ્રિત યોગ્યતા : સ્થાનવર્તી ચૌભંગી પ્રમાણે જે સ્થાને જે યોગ્ય હોય તેની સમજ રાખવી અને આચરણ કરવું. કવિરાજે ટૂંકમાં જ્ઞાન અને ક્રિયા બંને તરફ ધ્યાન આપ્યું છે. સમજવું તે જ્ઞાન છે અને આચરવું તે ક્રિયા છે. જ્ઞાનનો અર્થ એવું પવિત્ર સ્થાન જે ધ્યાનને યોગ્ય હોય ત્યાં ધ્યાન કરવું તે યોગ્ય છે. તેનાથી વિપરીત પવિત્ર મંદિરોમાં સાંસારિક કથાઓને મહત્વ આપે તે અયોગ્ય છે. જેની સમજ સાચી હોય તે આવું કરે જ નહી. સ્થાનનો અર્થ ફકત સ્કૂલ સ્થાન લેવાનો નથી. મંદિર કે ધ્યાનકક્ષ કે જે કંઈ મકાનો છે તે સ્થૂલ સ્થાન છે. પરંતુ અધ્યાત્મદષ્ટિએ આત્મ સ્વયં યોગ્ય સ્થાન છે. આત્માની સાથે કપટપૂર્ણ વ્યવહાર કરવો તે અયોગ્ય છે. જે પોતાના આત્માને છેતરે છે તે ગાઢ મિથ્યાત્વનું ફળ છે. અહીં આત્માનું સ્થાન સમજી લેવું અને તે પ્રકારે યથાશકિત પુરુષાર્થ કરવો. આ ભંગ સૌથી યોગ્ય છે. યોગ્ય સ્થાનમાં યોગ્ય આચરણ.
(૨) અયોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુનો પ્રયોગ કરે છે. જેમ કોઈ સ્મશાન ઘાટમાં મૃતદેહને ઉત્તમ ઉપદેશ આપે તો ત્યાં સ્થાન અયોગ્ય છે. અને યોગ્ય વસ્તુ છે જે આદરણીય નથી.
(૩) યોગ્ય સ્થાનમાં અયોગ્ય વસ્તુનું આચરણ કરે. જેમ કે ધર્મસ્થાનકમાં કોઈ ભોગ વિલાસની વાતો કરે. તેમાં સ્થાન યોગ્ય હોવા છતાં વસ્તુ અયોગ્ય હોવાથી અનાદરણીય છે.
અયોગ્ય સ્થાનમાં અયોગ્ય વ્યવહાર કરનારા મનુષ્ય જીવનને અધન્ય કરે છે. પરંતુ આ ભાંગાને સમજીને તે પ્રમાણે આચરણ ન કરે તો તે જીવ ભારે કર્મી થઈ જાય છે. ટૂંકમાં કહેવાનું એટલું છે કે ઉચિત સ્થાનમાં ઉચિત વ્યવહાર કરવા અને અનુચિત સ્થાનમાં પણ કોઈ પ્રકારની અનુચિત ક્રિયા ન કરવી, એ જ રીતે ઉત્તમ સ્થાનમાં પણ અનુચિત ક્રિયા ન કરવી અને અનુચિત