________________
ગાથા - ૮ 'જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ
' ત્યાં ત્યાં તેને આચરે, આત્માર્થી જન એહil, આખી ગાથામાં મુખ્ય બે શબ્દ છે. “સમજ અને “આચરણ” સમગ્ર શાસ્ત્રો અને કોઈ પણ ધર્મના ગ્રંથો મુખ્ય બે વાત કહે છે. જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન અને આચરણ, અહીં પૂર્વાર્ધમાં સમજ' એવું લખ્યું, જ્યારે ઉતરાર્ધમાં “આચરે' તેમ લખ્યું છે. એક પદમાં જ્ઞાનની અથવા સમજણની સૂચના છે, જ્યારે બીજા પદમાં આચરણ એટલે ચારિત્રની સૂચના છે. કેવી સમજણ અને કેવું આચરણ, તેનો વિવેક કર્યા પહેલા સમજ અને આચરણની બંનેની મહત્તા શું છે તે સમજી લઈશું.
કોઈ પણ મહત્વપૂર્ણ ચીજ, ગમે તેવી મૂલ્યવાન હોય, પરંતુ તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અનુકૂળ હોવા જોઈએ.
કુપાત્રે પતિત અમૃત અપિ વિષાયતે” અર્થાત્ કુપાત્રમાં રહેલું અમૃત ઝેરનું કામ પણ કરે છે.
“ઉપનદે રક્ષિત, સુઈ = વી ” અર્થાત્ જોડામાં ભરેલું દૂધ પીવાલાયક હોતું નથી. સ્થાનનો, કાળનો, પદાર્થનો તેમજ તેના પોતાના પરિણામોનો ઘણો જ પ્રભાવ પડે છે. આ વસ્તુ આપણે ઉંડાણથી તપાસશું. આઠમી કડીને સ્પષ્ટ કરવા માટે આપણે અહીં કેટલીક ચૌભંગી સામે રાખશું.
દ્રવ્યવાચી ચૌભંગી (૧) યોગ્ય વસ્તુ અને યોગ્ય દ્રવ્ય. (૨) યોગ્ય વસ્તુ અને અયોગ્ય દ્રવ્ય. (૩) અયોગ્ય દ્રવ્ય અને યોગ્ય વસ્તુ. (૪) અયોગ્ય દ્રવ્ય અને અયોગ્ય વસ્તુ. ક્ષેત્ર-સ્થાનવાસી ચૌભંગી (૧) વસ્તુ પણ યોગ્ય અને સ્થાન પણ યોગ્ય. (૨) વસ્તુ યોગ્ય અને સ્થાન અયોગ્ય. (૩) સ્થાન અયોગ્ય અને વસ્તુ યોગ્ય. (૪) અયોગ્ય સ્થાન અને અયોગ્ય વસ્તુ. કાલવાચી ચૌભંગી (૧) યોગ્ય વસ્તુ અને અયોગ્ય સમય. (૨) અયોગ્ય સમય યોગ્ય વસ્તુ. (૩) યોગ્ય સમય અને યોગ્ય વસ્તુ. (૪) અયોગ્ય સમય અને અયોગ્ય વસ્તુ
: ૧૨૩ -