________________
સામાન્ય નીતિ નિર્ધારિત કરે છે. આ નીતિ એવી છે કે જીવની પોતાની યોગ્યતા પર નિર્ભર કરે છે. અસ્તુ. અહીં આપણે આઠમી કડીની આટલી પૂર્વભૂમિકા વિચાર્યા પછી આઠમી ગાથામાં પ્રવેશ કરશું. આ ગાથા એટલી બધી મહત્ત્વપૂર્ણ છે કે ધર્મનું ક્ષેત્ર તો શું કોઈ પણ વ્યવહારિક ક્ષેત્રમાં કે કોઈ પણ ક્રિયાકલાપમાં, આ નીતિ સાર્વભૌમ નીતિ છે. આ ગાથાની જ્યારે વ્યાખ્યા કરશું, ત્યારે દિપકની જેમ તે સ્પષ્ટ થઈ જશે. આ ગાથા એ એક એવી ચાવી છે કે એક ચાવીથી બધા તાળા ખુલી શકે છે. જડતાના, અવ્યવહારના, અજ્ઞાનના અવતના, આડંબરના અને એવા કોઈ પણ બીજા માનવીય દોષો છે તેને અટકાવવા માટે ચાવી એક અદ્ભુત પણ છે. પરસ્પરના ઝઘડા પણ આ ચાવીથી નિવારણ કરી શકાય છે. જેનું આપણે કણ કણ ખોલીને વિવેચન કરશું.
૧૨૨