________________
પણ પોતાનું ભાન ભૂલાય છે અને એ જ રીતે પ્રબળ મોહના ઉદયથી પણ જીવ સમજવા છતાં મોહાક્રાંત થઈ આત્મતત્ત્વને ભૂલે છે. પરમાત્માનું શુધ્ધ સ્વરૂપ નજરથી ઓઝલ થઈ જાય છે.
સામાન્ય ભૂલવું તે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. જાણીબુઝીને દુર્લક્ષ કરવું તે મિથ્યત્વનો ઉદય છે અને મોહાક્રાંત થઈને ભૂલવું તે ચારિત્રમોહનો ઉદય છે. અહીં ત્રણ પ્રકારમાંથી બીજા પ્રકારની જે ભૂલ છે તે સિધ્ધિકારને ઈષ્ટ છે, કારણ કે સાધક કયારેક ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પરાશકિત છોડીને અપરામાં અટકી જાય છે. કવિરાજે અટકી જાય છે તે ખાસ ટકોર કરી છે. અટકવાના ઘણા કારણોનો આપણે ઉપર નિર્દેશ કરી ગયા છીએ. તે અટકાવને કારણે નિજ ભાન ભૂલવારૂપ પ્રગટ પરિણામ પ્રગટ થાય છે. પૂર્વાર્ધમાં જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તે અહીં આવીને શૂન્ય થઈ જાય છે. એટલે કવિરાજ અહીં સાવધાન કરીને પોતાનું મંતવ્ય પ્રગટ કર્યા પહેલા આઠમી ગાથામાં સાધકે શું કરવું જોઈએ, તેનો એક નીતિ માર્ગ સ્થાપિત કર્યો છે. અત્યાર સુધી જે વાત કહી છે, તે ભિન્ન ભિન્ન પ્રકારે આવશ્યક અને અનાવશ્યક એમ બંને વાતો કરી છે. સાતે કડી ઉપર આપણે એક સળંગ દષ્ટિપાત કરશું. (૧) સ્વરૂપ સમજયા વિના અનંત દુઃખ પામ્યો, અને (૨) ગુરુએ તે પદ સમજાવ્યું. તેથી તેનો ઉપકાર માન્યો. (૩) વર્તમાન કાળની સમાજિક પરિસ્થિતિનું ચિત્રણ આપ્યું. (૪) મોક્ષમાર્ગ અને મોક્ષ તે જીવનું મુખ્ય લક્ષ છે. (૫) આ માર્ગના મુખ્ય પ્રતિરોધક ક્રિયાજડતા અને શુષ્કશાન. (૬) ક્રિયાજડતાની વ્યાખ્યા, જેમાં બાહ્ય ક્રિયાનો અનાદર. (૭) શુષ્કજ્ઞાનની વ્યાખ્યા, કોરી તત્ત્વની વાત કરવી, તેને સાધના સાથે કશું લેવા દેવા નહી. (૮) વૈરાગ્ય અને બીજા સણોની સફળતા ત્યારે ગણાય. (૯) આત્મજ્ઞાનની કસોટી વૈરાગ્ય અને ચારિત્રથી જ થાય છે. (૧૦) ત્યાગ અને વૈરાગ્યની મહત્તા અર્થાત્ ચિતમાં તેની સ્થાપના થવી જોઈએ. (૧૧) જો ત્યાગ વૈરાગ્ય સ્થાપિત ન થાય તો જ્ઞાનનો દરવાજો ન ખુલે. (૧૨) ત્યાગ વૈરાગ્ય જો પોતાનું લક્ષ છોડે અને ત્યાં જ જીવને અટકાવે, તો પુનઃ જીવ બેભાન
બની જાય છે. અર્થાત્ નિજભાન ભૂલી જાય છે.
અહીં આટલી વ્યાખ્યાઓ સ્પષ્ટપણે આપી છે, જેમાં બધાનો સાર એક જ છે કે જીવે સાચા મોક્ષમાર્ગનું નિર્ધારણ કરવું જોઈએ અને પોતાના સ્વરૂપને ઓળખવું જોઈએ, સ્વરૂપનું લક્ષ રાખ્યા પછી જ જરૂરી ધર્મક્રિયાઓનો સ્પર્શ કરવો જોઈએ. ધર્મક્રિયાઓને પડતી મૂકી દેવાની વાત નથી. ત્યારે અહીં ભકત પ્રશ્ન કરે છે કે આ સાતે કડીમાં બે વાત સાથે સાથે ચાલી છે. ત્યાગ-વૈરાગ્યનું જરુર આચરણ કરવું અને આત્મજ્ઞાન મેળવવું, પરંતુ કયારે શું કરવું તેનો ઉચિત નિર્ણય દેખાતો નથી અને આ માટે કોઈ નીતિ નિર્ધારિત થઈ નથી. આઠમી ગાથામાં સ્વયં સિધ્ધિકાર એક
ભill
liાdulkland Illu ille all ll
lakhill
ll
ll ૧૨૧ દિલી