________________
આપણે ૧૯મી ગાથામાં પ્રવેશ કરશું.
હજુ આ ગાથાઓ પરસ્પર મળતી ઝુલતી હોવાથી એક જ વિષયનું લઢણ કરી ભકતના મનને દ્રઢીભૂત કરી આત્મસન્મુખ થવા માટે ઉત્તમ પ્રેરણા આપે છે.
ઉપોદ્દાત : અત્યાર સુધી પાછલી ૧૦ ગાથાઓમાં શુદ્ધ ભકિતયોગની સ્થાપના કર્યા પછી આ ૧૯મી ગાથા એક પ્રકારે ભકિતયોગનો કશ છે. પાછલી ગાથાઓમાં પુનઃ પુનઃ સદ્ગુરુનો આશ્રય કરી બધા મત-મતાંતર છોડી બુધ્ધિવાદનો ત્યાગ કરી સદ્ગુરુ શરણ ગ્રહણ કરવાની વાત કરી છે. ગીતામાં જેમ કહ્યું છે “મામ્ એકં શરણં વ્રજ” તે જ રીતે અહીં પણ સદ્ગુરુના શરણનો મહિમા પ્રગટ કર્યો છે. સરુના શરણે જવાથી આપો આપ બધા કષાય ટળી જાય છે, દોષો ચાલ્યા જાય છે, અજ્ઞાનનો પરિહાર થાય છે અને સમ્યગુદર્શનનો સૂર્ય ઉદિત થાય છે. આ રીતે પાછલી ગાથાઓમાં સ્પષ્ટ નિર્દેશન કર્યા પછી હવે કવિરાજ સરુના અથવા ગુરુદેવના અદ્ભુત મહિમાને પ્રગટ કરે છે અને મૂળભૂત ઉપકારનો મહિમા કેટલો બધો છે. જેના પરિણામે શિષ્ય સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ મૂળ ઉપકારને ભૂલી ન જતાં ગુરુથી આગળ થવા છતાં ગુરુને મસ્તકે રાખી તેનો સમાદર અને વિનય જાળવી રાખે છે. * વ્યવહારમાં પણ તે જ ખાનદાની ગણાય છે કે જે ગમે તેવી સારી સ્થિતિ થાય તો પણ ખાનદાન મનુષ્ય પોતાના ઉપકારી અને તેના કરેલા ઉપકારને ભૂલતો નથી તો અહીં તો આ પવિત્ર આધ્યાત્મિકક્ષેત્ર છે. જયાં વ્યવહારથી ઉપર ઊઠી આત્મપ્રદેશમાં રમણ કરી જ્ઞાનને પ્રાપ્તિ કર્યા પછી જ્ઞાનના સહયોગી એવો વિનયભાવ અને પૂજ્યભાવ લુપ્ત કયાંથી થાય? એટલે અહીં કહે છે કે જુઓ તો ખરા ! જેણે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ આપનારનો અને તેના ઉપકારનો મહિમા કેટલો સુંદર છે. હવે આપણે શાસ્ત્રકારની વાણીમાં જ દર્શન કરી ૧૯મી ગાથાનો શુભ આરંભ કરશું.
૨૩૧ કી