________________
ગાથા-૧૯
'જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, 'ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન II
વિનયની પરાકાષ્ટા : આ ગાથામાં પ્રારંભમાં જ કહે છે કે જે સદ્દગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન” અહીં કવિરાજે સંશ્લેષ કરી બંને ભાવને એક જ પદમાં વણી લીધા છે. જે સઉપદેશ” તેનો પરોક્ષ અર્થ એ પણ છે કે જેના ઉપદેશથી એવો ભાવ પણ નીકળે છે અર્થાત્ ઉપદેશ પણ ઉપકારી છે અને ઉપદેશ કર્તા પણ ઉપકારી છે. ગુણ આધારે ગુણીનું ગ્રહણ કર્યું છે, એટલે અહીં બે વસ્તુ દ્રષ્ટિમાં રાખવાની છે, એક ઉપદેશ અને બીજા ઉપદેશકર્તા.
અહીં આપણે આ બંને પદો ઉપર સૂક્ષ્મ વિચાર કરશું. ઉપદેશ તે ગ્રાહ્ય ભાવ છે અર્થાત્ ભકતના આત્મામાં પ્રવિષ્ટ થયેલો શુધ્ધ પર્યાયરૂપ આધ્યાત્મિક જ્ઞાનભાવ છે અને ઉપદેશ કર્તા બાહ્યભાવે નિમિત્ત કારણ છે. ઉપદેશકર્તા નિરાલા રહીને ઉપદેશનું દાન કરે છે. ઉપદેશ ગ્રહણ કરનાર ભકત ઉપદેશને પોતાના અંતરાત્મામાં સ્થાપિત કરી લે છે અને ઉપદેશ્ય પ્રત્યે અહોભાવ લાવી ગુરુભાવ કાયમ રાખી તેમની પૂજ્યતાનો પણ ઉપદેશ સાથે સંચય કરે છે. ઉપદેશ તો છે, તે જ છે પણ ઉપદેશની સાથે જો પૂજ્યભાવ ગ્રહણ ન કરી શકે તો ફૂટેલા ઘડામાં પાણી ભરવા જેવી સ્થિતિ થાય છે. અહીં ઉપદેશ ગ્રહણ કરનાર કેવો સુપાત્ર જીવ હોય કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ તે ઉપદેષ્ટા પ્રત્યેના પૂજ્યભાવનો પરિત્યાગ કરતો નથી તે બતાવ્યું છે. અસ્તુ.
આપણે ઉપદેશ અને ઉપદેણ બંનેનું વિભાજન કરી કવિરાજની કાવ્યશકિત પ્રત્યે નત મસ્તક બની જઈએ છીએ કે જે ઉપદેશથી' એમ કહીને ઉપકારી ઉપદેષ્ટાને સાથે વણી લીધા છે. ઉપદેશ ગ્રહણ કર્યા પછી પાછળના પદમાં કહે છે, “વિનય કરે ભગવાન” તો ત્યાં સ્પષ્ટ ઉપદેષ્ટા પ્રત્યેનો અહોભાવ પ્રગટ થાય છે. જે સદ્ધપદેશ શબ્દ છે તેમાં ઉપકારી સદ્ગુરુદેવનું પ્રતિબિંબ છે. ઉપદેશ એકલો નથી પરંતુ તે સદ્ઘપદેશની અંદર ઉપકારી ઉપદેષ્ટા બિરાજમાન છે.
જેમ સુંદર ઊંચી જાતની કેરીનો સ્વાદ લઈએ ત્યારે એ કેરીના સ્વાદમાં આવા ઉત્તમ ફળ આપનાર એ આમ્રવૃક્ષનો પણ મધુરભાવ પ્રગટ થાય છે. ફળ અને ફળના જનેતા બંને શબ્દ દ્રષ્ટિએ અલગ હોવા છતાં ભાવદષ્ટિએ એકાકાર છે.
આ વિવેચનથી સમજી શકાશે કે ઉપદેશ અને ઉપદેશનો કેવો તાદાત્મય સબંધ છે ! અસ્તુ
ઉપદેષ્ટા મહત્ત્વપૂર્ણ છે તો અહીં પ્રશ્ન એ થાય છે કે કવિરાજે ઉપદેશનો ઉલ્લેખ કરીને ઉપદેશને કેમ મહત્ત્વ આપ્યું અને ઉપદેષ્ટાને કેમ પાછળ રાખ્યા આ પ્રશ્ન બહુ જ ઊંડાઈથી સમજવા જેવો છે. ગુણને આધારે ગુણીનું મૂલ્યાંકન થાય છે. અહીં દ્રષ્ટિ સમક્ષ ગુણ અને ગુણી, પર્યાય અને દ્રવ્ય, તત્ત્વ અને તત્ત્વવેત્તા એવા દ્વૈતભાવ પ્રગટ થાય છે, પરંતુ દાર્શનિક દ્રષ્ટિએ અને અનેકાંતવાદ સિધ્ધાંતના આધારે ગુણ અને ગુણી સર્વથા ભિન્ન નથી, બંનેનું તાદાત્મય છે. જ્ઞાન પર્યાયના આધારે છે. વિશેષજ્ઞાનમાં તેમનો ભેદ દેખાય છે ત્યારે સામાન્ય ધર્મ પ્રમાણે સંગ્રહ
તા
. ૨૩૨
-