________________
દ્રષ્ટિએ બન્ને અભિન છે, છતાં પણ ગુણીનું કે દ્રવ્યનું મહત્ત્વ કે તેનું મૂલ્યાંકન તેની શુધ્ધ પર્યાયથી પ્રગટ થાય છે, જેમકે કેવળજ્ઞાન તે પર્યાય છે અને કેવળી ભગવાન તેના અધિષ્ઠાતા છે. પૂજ્યતા કેવળી ભગવાનની જ છે, પરંતુ આ પૂજ્યતાનો આધાર કેવળજ્ઞાન જ છે. એટલે સમંતભદ્રચાર્ય કહે છે કે હે પ્રભુ હું તમારા રૂપ રંગથી કે સમોસરણ આદિ અતિશયથી આપને નમી રહ્યો નથી પરંતુ આપની અંદર કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત ચારિત્ર છે જેને કારણે હું આપના ચરણોમાં મસ્તક અર્પણ કરું છું. આ પદથી સમજાય છે કે ગુણી પૂજ્ય હોવા છતાં તેનો આધાર તેમના ગુણ છે.
એટલે જ અહીં શ્રીમદ્જીએ લખ્યું છે કે જે ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન” જે ઉપદેષ્ટા એમ નથી લખ્યું. જે ઉપદેશનું મહત્ત્વ છે અને ઉપદેશ આપનાર ઉપદેષ્ટા ઉપદેશ સાથે જોડાયેલા છે પરંતુ મહત્ત્વ તો ઉપદેશનું જ છે. આ બંને ભાવ સમજાય પછી બંનેનો અદ્વૈતભાવ સ્વીકારી સ્વયં વિનય કરે ભગવાન” એમ કહ્યું છે.
અહીં સઉપદેશથી એમ લખ્યું છે જેમાં એટલે શું? જે ઉપદેશ એટલે કયો ઉપદેશ? આ જે સર્વનામ મૂકયું છે તે કયાં પદમાં મૂકયું છે તેનો ગંભીરભાવ આપણે નીહાળશું.
સઉપદેશ : જે સદ્ધપદેશ એમ લખ્યું છે તો તે ખાસ સદ્ ઉપદેશ માટે ઉલ્લેખ કર્યો છે. ઉપદેશમાં પણ સદ્ વિશેષણ મૂકેલું છે એનો અર્થ એ છે કે સામાન્ય નીતિમાર્ગના ઉપદેશથી આ ઉપદેશ નિરાળો છે અને તે ઉપદેશને સદ્ ઉપદેશ એમ કહેવામાં આવ્યું છે. ગુરુ સાથે જેમ સત જોડેલું છે અને તેનાથી સદ્ગુરુ બન્યું છે તે જ રીતે ઉપદેશમાં પણ સત્ જોડવામાં આવ્યું છે. મૌલિક પ્રશ્ન એ છે કે આ સત્ અને તે સતુ બંને એક જ તત્ત્વ છે કે ભિન્ન ભિન્ન છે. વાસ્તવિક રીતે બે સત્ છે નહીં, સતુ એક તત્ત્વ છે. તે સંપૂર્ણ સત્યનું, યથાર્થ સિધ્ધાંતનું દ્યોતક છે અને તેમાં સતું પ્રતિબિંબ ઉપસ્થિત થઈ શકે છે. આ સત્ ગુરુ સાથે જોડાય તો સત્ ગુરુદેવ બને અને આ સતુ ઉપદેશ સાથે જોડાય તો સત્ ઉપદેશ બને. પરંતુ ખૂબી તો એ જ છે કે ઉપદેશનું અધિષ્ઠાન સદ્ગુરુ છે અને સદ્ગુરુનો ઉપદેશ તે સહજ રીતે સત્ ઉપદેશ થાય છે. આમ ગુરુપદમાં જોડાયેલું સત ઉપદેશમાં પણ નીતરે છે, જેમ દૂધમાં રહેલું માખણ, માખણ રૂપે પ્રગટ થાય અને શુદ્ધ ઘી પણ બને. તે સર્વ દૂધની જ સંપતિ છે એ જ રીતે સત્વગુરુના હૃદયમાંથી નીકળતી વાણી શુધ્ધ ઘી રૂપે બહાર આવે છે ત્યારે તે સત્ ઉપદેશ બને છે. ગુરુમાં જે સતુ હતું તે જ સત્ ઉપદેશમાં પ્રતિબિંબિત થયું છે અને આ સત્ ઉપદેશ એ ખાસ વિશિષ્ટ પ્રકારનો ઉપદેશ છે. સામાન્ય નીતિમાર્ગના ઉપદેશથી ભિન્ન એવો આત્મદર્શી ઉપદેશ છે. નીતિમાર્ગનો ઉપદેશ વ્યાવહારિક હિતાહિતથી જોડાયેલો છે પણ તે શાશ્વત સુખ આપતો નથી. જયારે આ સદ્ ઉપદેશ આત્મદર્શી હોવાથી શાશ્વત સુખનો માર્ગ બતાવે છે અને જે ગુરુની સંપતિ છે તે ઉપદેશ દ્વારા શિષ્યની સંપતિ બની જાય છે, જેમ શેરડીનો રસ ગોળમાં આવી જાય છે તેમ ગુરુની પ્રતિભા અને જ્ઞાનદષ્ટિ શિષ્યમાં પણ પ્રગટ થાય છે. આ ઉપદેશ કોઈ સામાન્ય ઉપદેશ નથી જેથી અહીં કવિરાજ ઊંચા સ્વરથી કહે છે કે સત્ ઉપદેશનો અર્થ જેવો તેવો નહીં, વિશિષ્ટ પ્રકારનો ઉપદેશ, જે ઉપદેશથી ભકતનું કલ્યાણ થયું હતું, તે ઉપદેશને ઈગિત કરે છે. અહીં સત્ ઉપદેશ જેનાથી પ્રાપ્ત થયો છે તે સતગુરુ
બાદ ૨૩૩ ભાગ :