________________
પરંતુ તેનું સ્વરૂપ પૂર્ણ શત્રુતા ભરેલું છે અને જીવને તે પરાધીન બનાવી રાખે છે જેથી કવિરાજ તેમને શત્રુ શબ્દથી સંબોધ્યા છે. શત્રુ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે શમ એટલે સુખ, ત્રુ એટલે હણનાર; શાંતિ અને સુખને જે હણે તે શત્રુ કહેવાય છે. આ બધા ભાવ શત્રુઓ અરૂપી છે પરંતુ તેના પરિણામ બધી રીતે ભયંકર છે. એટલે બાહ્ય શત્રુઓને મનમાંથી પડતા મૂકી આ અંતરગત સાચા શત્રુને મારવા માટે, હણવા માટે કે નિર્મૂળ કરવા માટે કવિરાજ તેના ઉપાયની વ્યાખ્યા કરે છે. ઈચ્છા માત્રથી આ મરતાં નથી તેમ સ્પષ્ટ કર્યું છે. પોતાના સ્વચ્છંદે તેને હટાવી શકાય તેમ નથી. કારણ કે જે નિજ છંદ છે તે પણ કષાયનું જ સંતાન છે. પરંતુ સાધક જાગૃત ન હોવાથી નિજ છંદનો આધાર લઈ બેવડો માર ખાય છે, માટે અહીં ગુરુદેવ યથાર્થ રસ્તો બતાવે છે કે સદ્ગુરુનું શરણ એકદમ નિર્વિઘ્ન, ભયરહિત સરળ માર્ગ છે, જેમાં સદ્ગુરુ સ્વયં જવાબદારી ધારણ કરી લે છે.
હવે આપણે અંતિમ વ્યાખ્યા કરી આ ૧૮મી ગાથા સમાપ્ત કરશું. શરણ એટલે શું? શરણ લેવું તે એક પ્રકારની પરાધીનતા વાચક શબ્દ છે જયારે જ્ઞાન સાધનામાં કે આત્મસાધનમાં પરાધીનતા આવતી નથી. જીવાત્મા સ્વાધીન બને છે ત્યારે આત્માનો જ આશ્રય કરે છે માટે આપણે શરણનો સાચો અર્થ શું છે તે સમજીએ.
શરણ : એક આશ્રય સ્થાન છે, એક વિરામસ્થાન છે, જેમ સ્ટેશન આવતા મુસાફર ગાડીની ચિંતા મૂકી વિરામનો અનુભવ કરે છે. સ્ટેશનનો અર્થ જ છે વિરામ સ્થાન. આ શરણ એક એવું છે વિરામસ્થાન છે કે જે આધિવ્યાધિ-ઉપાધિથી ભરેલા જીવ માટે પરમ વિશ્રાંતિનું સ્થાન છે. અહીં કવિરાજે પણ “જાતાં સદ્ગુરુ શરણમાં' એમ લખ્યું છે. પરાધીન બનવાની વાત લખી નથી પરંતુ ઉત્તમ જગ્યાએ જવાની વાત લખી છે. જયાં જીવ વિશ્રાંતિ અનુભવે છે, બધા ભારથી હલકો થઈ જાય છે. એક માત્ર ગુરુદેવ તેને સારુ અવલંબન દેખાય છે. શરણનો અર્થ અવલંબન છે, ડૂબતો માણસ નાવને શરણે જાય તો તે આશ્રય પામે છે પરંતુ નાવ તેને પરાધીન બનાવતી નથી પરંતુ આવા તોફાની સાગરમાં યાત્રી માટે એક માત્ર આધારભૂત બને છે તે જ રીતે ગુરુદેવનું શરણ ભવસાગરમાં તડપતાં જીવ માટે આશ્રયસ્થાન છે. ગુરુ તેને પરાધીન કરતાં નથી પરંતુ શરણમાં આવતા તેને સાચી સંપત્તિ અર્પણ કરે છે. જંજાળથી જે પરાધીન હતો તે હવે સ્વાધીન થાય છે, એટલે અહીં આ ગાથામાં શરણ શબ્દનો અર્થ સાચા મોતીની જેમ ઝળકી રહ્યો છે.
ઉપસંહારઃ સંપૂર્ણ ગાથા સરળ રીતે લેવાથી સહજ ભાવે સામાન્ય જીવને પણ સમજાય તેવી છે કે પોતાની હઠ અને અહંકારથી..કષાયો જીતી શકાતા નથી પરંતુ સદ્ગરૂપી આશ્રયનું શરણું લેવાથી વધારે પ્રયાસ કર્યા વિના સહેજે કષાયો ઉપર કાબૂ મેળવી શકાય છે.
આ ગાથાનો આવો સરળ અર્થ હોવા છતાં આપણે જયારે ઉપરમાં શબ્દ શબ્દનું પૃથક્કરણ કર્યું ત્યારે તેમાં કેટલા ગૂઢ ભાવો ભરેલા છે, આ મહાન આત્માની કૃતિમાં કેટલાં બધા આધ્યાત્મિક હીરા, માણેક, મોતી ભરેલા છે અને આ ગાથામાં કષાયોને જીતવા માટે સૂક્ષ્મમાં સૂક્ષમભાવોનું પણ પરોક્ષ રીતે કથન કર્યું છે તે આપણે જોયું. એટલે અહીં કૃપાળુ ગુરુદેવના ચરણોમાં વંદન કરી આ ગાથાના વિવેચનમાં જે કંઈ કહી શકાય તેટલું કહ્યા પછી તેમની મહાનતાના દર્શન કરી હવે
દાદા ૨૩૦ થી