________________
ઉત્તમ પુદ્ગલ પરમાણુઓની પાવન ધારા પ્રવાહિત થાય છે. આમ વિચાર કરો તો સમજાશે કે પ્રત્યક્ષ સરુ કેવું મંગલમય તત્ત્વ છે. તેથી જ અહીં કવિરાજ કહે છે કે પ્રત્યક્ષ સરુનો પરમ ઉપકાર થઈ રહ્યો છે. શિષ્ય સ્વીકારે તો તેને વિશિષ્ટ લાભ છે અને કદાચ ગુરુ ઉપકારનો સ્વીકાર ન કરે તો પણ પ્રત્યક્ષ સદ્ગુરુ તેને પાવન કરે છે. સદ્દગુરુ તે ઉપકારનું ઝરણું છે. કોઈ કહે કે અહીં આ ઝરણામાં ભૂતકાળમાં પાણી વહેતું હતું તો સાંભળીને સંતોષ થાય છે પણ ત્યાં પ્યાસ બુઝાતી નથી કારણ કે તે પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ તત્ત્વો જ સર્વથા ઉપકારી હોય છે. અહીં પ્રત્યક્ષ નથી, તે તેના ઉપકારી નથી તેમ કહેવાનો ભાવ નથી. અપ્રત્યક્ષ તત્ત્વો પણ યથાસંભવ ઉપકારી થાય છે પરંતુ પ્રત્યક્ષ તત્ત્વો કે પ્રત્યક્ષ સદ્ગુરુ સાર્વભૌમ ઉપકારના અધિકારી છે. તે વસ્તુ સમજવા માટે અને મનમાં ગણતરી કરવા માટે આ ગાળામાં શિષ્યને પ્રેરણા આપવામાં આવી છે ઉપકારી ગમે તેવા પવિત્ર હોય પરંતુ શિષ્યને તેની કદર ન હોય, તેને ઉપકારી ન ગણે તો ઊંધી રાખેલી બાલટીમાં પાણી નાંખવા સમાન છે, શિષ્યની સાચી ગણના જ સરુના ઉપકારને ઝીલી શકે છે. અરિસો સુંદર છે પણ દુષ્ટા આંખ બંધ રાખે, તો તે પોતાનું પ્રતિબિંબ જોઈ શકતો નથી. આ રીતે શિષ્ય જો સદ્ગુરુને પરમ ઉપકારી ન ગણે તો ઉપકારની ધારાથી લાભાન્વિત થતો નથી. આ બધી કથા પ્રત્યક્ષ સદ્ગુરુની સાથે સંબંધ ધરાવે છે અસ્તુ.
પ્રત્યક્ષ એટલે શું? જો કે પૂર્વની ગાથાઓમાં પ્રત્યક્ષ શબ્દની ઘણી મીમાંસા કરી છે અને આત્મસિધ્ધિના પદોમાં ગુરુદેવે મહત્ત્વપૂર્ણ શબ્દોનો વારંવાર પ્રયોગ કર્યો છે જેથી એક વખત થયેલી વ્યાખ્યા સર્વત્ર ઉપકારી થઈ શકે છે. અહીં જરૂર મુજબ પ્રત્યક્ષની વ્યાખ્યા કરશુ. પ્રત્યક્ષ શબ્દ ગાથાના પ્રારંભમાં જ મૂકયો છે, જે પ્રત્યક્ષ ભાવોને સ્પષ્ટ કરવા માટે મૂકયો હોય તેવું જણાય છે. સામાન્ય અર્થ પ્રત્યક્ષ અર્થાતુ નજરની સામે હોય, તે પ્રત્યક્ષ એટલે સાક્ષાત્ પ્રતિ + અક્ષ, આ બે અવ્યય તથા નામથી પ્રત્યક્ષ શબ્દ બન્યો છે. અહીં પ્રતિનો અર્થ સામે છે. અક્ષનો અર્થ આંખ છે. પરંતુ આંખનું ઉચ્ચારણ માત્ર છે. ઉપલક્ષણથી પાંચે ઈન્દ્રિયો અક્ષ ગણાય છે. એકલી આંખ જ આંખ નથી પરંતુ પાંચે ઈન્દ્રિયો જીવની પાંચ આંખ છે અને પદાર્થના પાંચે ગુણ શબ્દ વર્ણ–ગંધ-રસ–સ્પર્શ, આ પાંચે ગુણોને સમજવા માટે પ્રકૃતિ તરફથી અથવા શુભ નામકર્મના ઉદયથી જીવને પાંચ આંખ મળી છે. તે પદાર્થના પાંચે ગુણોને પારખીને તેના શુભાશુભ તત્ત્વનો અથવા હાનિ લાભકારક ગુણોનો નિર્ણય કરે છે અને જ્ઞાનની હાજરીમાં આ પાંચે ઈન્દ્રિયો હેય-ઉપાદેયનો નિર્ણય કરે છે. પદાર્થને જોય ગણી તેનાથી નિરાળો રહી જ્ઞાતા-દ્રષ્ટા પણ બને છે. આ પાંચે આંખનો એક વિરાટ વેપાર ચાલે છે.
આ બધી ઈન્દ્રિયોના વેપારને પ્રત્યક્ષ ગણવામાં આવે છે. જયારે સદ્ગુરુ પ્રત્યક્ષ થાય છે, દ્રષ્ટિથી ઓજલ હોતા નથી ત્યારે તેમની પ્રાપ્તિનો અનન્ય ઉપકાર થાય છે. ફકત દર્શનથી જ નહિ સાક્ષાત શ્રવણથી તેમજ તેના બીજા પવિત્ર દેહાદિક વૈભવથી આ જ્ઞાનેન્દ્રિયો તેમના વિશેષ ગુણોને ગ્રહણ કરી શકે છે. દેહાદિ દર્શનની સાથે સાથે ઉચ્ચકોટિના જ્ઞાન-દર્શનનો પણ ઉદ્ભવ થાય છે અને તેમના પ્રત્યક્ષ શબ્દોથી જીવ શ્રુતજ્ઞાનની ધારામાં સ્નાન કરી શકે છે. સદ્ગુરુ પ્રત્યક્ષ હોવાથી તે પણ શિષ્યની પાત્રતા અનુસાર બોધ આપી શકે છે. આમ પ્રત્યક્ષ પ્રાપ્તિ જાણે મુકિતનું પ્રથમ
મા ૩૩૭