________________
ગાથા-૩૫
'પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણેપરમ ઉપકાર; 'ત્રણ યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર II
પ્રત્યક્ષની વિશેષતા : જેમ અન્ય સંપ્રદાયોમાં પ્રત્યક્ષ હરિની ચર્ચા છે. તે જ રીતે અહીં પણ પ્રત્યક્ષ સદ્ગુરુ એવો પ્રયોગ કર્યો છે. હકીકતમાં જે અદશ્ય અને શાશ્વત ભાવો છે, ચાહે તે તીર્થકરનું સ્વરૂપ હોય કે સદ્ગુરુનું સ્વરૂપ હોય કે કોઈ મહાપુરુષનું વર્ણન હોય, હૃદયગમ અને ભાવપૂર્ણ હોવા છતાં તેનાથી વધારે ઉપકાર થઈ શકતો નથી. જે ચિત્રો સાંભળ્યા છે ત્યાં જ સ્થગિત થઈ જાય છે. પરંતુ પ્રત્યક્ષ બિરાજિત વ્યકિત વિવિધ પ્રકારે ઉપયોગી અને ઉપકારક બની શકે છે. જેમ કોઈ કેળવણીકાર કારીગરોને કે સુપાત્રોને તૈયાર કરે છે, તેમ પ્રત્યક્ષ સદ્ગુરુ અણુ અણુનો અભ્યાસ કરી, જીવની પાત્રતાનો વિચાર કરી તેના સુષુપ્ત આત્માને જાગ્રત કરવા માટે ઉચ્ચકોટિની પ્રેરણા આપે છે. આ છે પ્રત્યક્ષ સદ્ગુરુનો પ્રભાવ !
આ સામાન્ય રૂપરેખા આપ્યા પછી પ્રત્યક્ષ સદ્ગુરુના બીજા કેટલાંક વિશેષ ગુણોનો પણ વિચાર કરીએ અને તેના ઉપકારી પ્રભાવને નિહાળીએ. અહિ પ્રત્યક્ષ શબ્દ બને તત્ત્વો માટે વિશેષણ રૂપે સાર્થક છે. શિષ્ય માટે ગુરુ પ્રત્યક્ષ છે અને ગુરુ માટે શિષ્ય પણ પ્રત્યક્ષ છે. આંખની સામે સદ્ગુરુ ઉભા છે અને ગુરુની આંખની સામે આ વિનયશીલ શિષ્ય ઊભો છે. આમ બને એકબીજા માટે પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષતા એક પ્રકારનો સંયોગ કરનારો તાર છે અને ગુરુ શિષ્યને પરસ્પર સંયોગી બનાવે છે. ભગવતુ ગીતામાં પણ કહ્યું છે કે “નતિ કુષ્યિ મયુર્થ અર્થાત્ જે ભગવાનથી કે ગુરુથી યુકત નથી, તેમાં જ્ઞાન પ્રવાહિત થતું નથી. વૃક્ષ સાથે જોડાયેલું પાંદડું જીવન ધારણ કરે છે અને કંચન જેવું હર્યું ભર્યું રહે છે. પરંતુ વૃક્ષથી અયુકત થતાં તે પાંદડુ. નિરાધાર બની જાય છે. અહીં આ પ્રત્યક્ષભાવ ગુરુ શિષ્યને એક સૂત્રમાં બાંધે છે. સાક્ષાત્ જ્ઞાન પ્રવાહ કે શકિતપ્રવાહ કે વિશેષ ઉપલબ્ધિનો પ્રવાહ પરસ્પર પ્રવાહિત કરે છે. કૃપાળુ ગુરુદેવે આ પ્રત્યક્ષ શબ્દ ઘણા જ વિચારપૂર્વક મૂકેલો છે અને તે સાધનાનું પ્રથમ અંગ છે તેમ પરોક્ષભાવે કહી ગયા છે. પ્રત્યક્ષ સંબંધ તૂટી જવાથી ઉપકારી પ્રણાલીનો નાશ થાય છે. જેમ પાવર હાઉસ સાથે કનેકશન હોય અને સાક્ષાત્ તે તાર જોડાયેલો હોય તો બધા યંત્રો સજીવ બની જાય છે. તે જ રીતે પ્રત્યક્ષ સગુરુ સિવાય શિષ્યની સાધના સજીવંત થતી નથી. ભૂતકાળના કે ઇતિહાસના ગુરુ નામજપ કરવા કે ભકિત કરવા પૂરતા ઉપકારી છે. પ્રત્યક્ષ સદ્ગુરુ હોય તો જીવાત્મા ધન્ય બની જાય છે.
ગુરુનો દેહાદિકવૈભવ : પ્રત્યક્ષ ગુરુની ઉપસ્થિતિથી તેના આધ્યાત્મિક વૈભવ સિવાય તેમના મન-વચન-કાયાના દૈહિક પવિત્ર પરમાણુઓ છે તે પણ પ્રવાહિત થતા હોય છે અને જેમ કોઈ ગંગાની ધારામાં સ્નાન કરે અને તેના શુકલભાવોથી નિર્મળ બને તે જ રીતે અહીં શિષ્ય સદ્ગુરુના વાણી-વિચાર અને કાયયોગથી નીકળતી પવિત્ર પરમાણુની ધારામાં સ્નાન કરી પાવન બને છે. આધ્યાત્મિક દષ્ટિએ પ્રત્યક્ષ સદ્ગુરુનું જ્ઞાન પ્રવાહિત થાય છે. જ્યારે દેહ દષ્ટિથી તેમના
હ
૩૩૬