________________
સામાન્ય જીવો બોધ મેળવતા હોય છે. આમ કલ્પનાનું એક નિરાળું ક્ષેત્ર પણ છે.
પરંતુ અહીં જયાં સોનાનું વજન કરવા માટે જે ઝીણવટ ભરેલો કાંટો છે ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનના આધારે નિર્ણય કરી આત્માર્થ પ્રાપ્ત કરવાની વાત છે. મોતીનું વજન કરવા જેવી સૂક્ષ્મ પ્રજ્ઞાનું પ્રયોજન છે. ત્યાં કલ્પનાને આધારે સ્થાપિત થયેલા કુળગુરુઓ આત્માર્થી નથી અને ત્યાં બહુ જ ઉચ્ચકક્ષાનું જ્ઞાન મળવાની આશા નથી, તેમ જણાવીને શાસ્ત્રકાર કહે છે કે બાકી કુળગુરુ કલ્પના” જે લગભગ આત્માર્થી નથી તેમ જોવામાં આવે છે. બાકી” શબ્દ લખ્યો છે તે આત્મજ્ઞાનનું જે પ્રકરણ ચાલે છે અને જેમાં સાચા ગુરુની વ્યાખ્યા કરવામાં આવી છે તે સિવાયના બાકીના બધા ભાવો સ્થૂળ લક્ષણો કે કુળ પરંપરાઓ, એ કલ્પના માત્ર છે અને આત્મજ્ઞાનના વિચારમાં અનુપયોગી છે. એક પ્રકારે અન્યથા ભાવોનો છેદ ઉડાડવામાં આવ્યો છે. સારભૂત તત્ત્વો ગ્રહણ કરી બાકી બધુ અનર્થરૂપ છે તેમ જણાવી તેને છોડી દેવાની સૂચના આપે છે અને છોડી ન શકે તો સત્ય સમજવાની સૂચના આપે છે.
આ ૩૪મી ગાથાના બે સ્તંભ મુખ્ય છે.
(૧) સાચા ગુરુ અને (૨) બીજા કુળગુરુ. સાચા ગુરુ તો આત્મજ્ઞાનને આધારે મુનિ વ્રતવાળા છે અને સાચા ગુરુ પણ છે. અર્થાત્ સાધુતા પણ છે અને સાચા ગુરુ પણ છે. બીજા સ્તંભના કુળગુરુ આત્મજ્ઞાનને અભાવે કલ્પિત ગુરુ છે અને ભૌતિક સુખના આધારે તે ગુરુ છે. પરંતુ આત્માર્થી ન હોવાથી જીવનું સૈકાલિક કલ્યાણ કરી શકે તેવા સદ્ગુરુ નથી. જન્મ મૃત્યુની જાળમાંથી મુકત કરે, આત્મ સ્વરૂપને ઓળખાવી સાચા અર્થમાં મનુષ્ય જીવનનું ફળ બતાવે તેવા તે નથી. તે માત્ર કુળગુરુ છે એટલે પૂજાય છે. અહિં કહેવાનું તાત્પર્ય છે કે જેને ખરા અર્થમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે અને આત્માર્થી બનવું છે તેને સાચા ગુરુ અને સાચા આત્માર્થીની આવશ્યકતા રહેશે. સાચા ગુરુ અને સાચા શિષ્યની જોડી બની જશે. બાકી કલ્પિત ગુરુ-શિષ્યની જોડી ચાલતી રહેશે. આમ સંપૂર્ણ ગાથા બે પક્ષનું વિભાજન કરી એક સ્વચ્છમાર્ગની ધારણા પ્રગટ કરે છે અને બીજી બાજુ કલ્પનાથી ઉદ્ભવેલી અવધારણા પણ ચાલે છે તેનો ઉલ્લેખ કરે છે.
૩૪મી ગાથાની પરિસમાપ્તિ કરીને ટૂંકમાં તેનો સારાંશ બતાવી આપણે આગળ વધશું.
ઉપસંહાર : આ ગાથાનો સારાંશ ઘણો સ્પષ્ટ છે, મતાર્થમાંથી મુકત થઈ આત્માર્થ તરફ આવવાનું છે અને આત્મજ્ઞાનને આધારે સાચા ગુરુને ઓળખી તેને શરણે જવાનું છે. બાકી કુળ ગુરુઓ છે તેનો કશો વિરોધ નથી, પરંતુ તે આત્માર્થી ન હોવાથી ત્યાં વધારે પ્રાપ્તિની આશા નથી.
ઉપોદઘાત : ગુરુ-શિષ્યની સાચી જોડીનો પ્રભાવ કેવો હોય અને ગુરુ શરણે ગયેલો જીવ કેવી જાતનું વર્તન કરે તેનો સ્પષ્ટ બોધ લેવા ઉપદેશ આપે છે. જગતમાં સૌથી ઉપકારી તત્ત્વ શું છે તેની સાક્ષી આપે છે. એક અદ્દશ્ય ગુરુ અને એક પ્રત્યક્ષ ગુરુ એવું વિભાજન આપી જે પ્રત્યક્ષ ગુરુઓ છે તે અત્યંત ઉપકારી છે તે સિધ્ધાંતને મહત્ત્વ આપે છે. હરિની વ્યાખ્યા કરનાર શાસ્ત્રો એક શાસ્ત્રમાં રહેલા અદ્રશ્ય હરિ અને એક પ્રગટ હરિ એવા બે ભાવ બતાવી " પૂજો પ્રગટ હરિને મળશે સાક્ષાત્ નિદાન" અર્થાત્ પ્રગટ હરિની પૂજા કરો તો તમને ઈશ્વરનો ખજાનો પ્રાપ્ત થશે, તે પ્રમાણે કથન કરે છે. આ ગાથામાં પણ કવિરાજ પ્રગટ હરિના સિધ્ધાંતને અપનાવીને કહે છેઃ
ના ૩૩પ તા