SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળખીને સધર્મને વરી શકે છે. કુળગુરુનો એક ઉજજવળ પક્ષ એ છે કે તેઓ ધર્મ પરાયણ હોવાથી શ્રધ્ધાના આધારે ધર્મ પરંપરાઓને તથા પૂજાપાઠને જાળવી રાખે છે. તેને પરિણામે એક ધાર્મિક અનુકુળ વાતાવરણ બની રહે છે તેમના સંગથી જીવ નાસ્તિક બનતો નથી, નીતિમાર્ગનું અવલંબન રાખે છે, વ્રત નિયમોનું આચરણ કરે છે અને તે વર્તુળમાં રહેલા જીવને માટે આત્માર્થ સાધવાનો અવસર ઊભો થાય છે. સારા સંસ્કારવાળા કુળગુરુઓ છે તે ધર્મનું એક ક્ષેત્ર તૈયાર કરે છે. જેમાં આત્માર્થના ઉત્તમ બીજો વાવ્યા પછી અંકુરિત થવાનો યોગ પ્રાપ્ત થાય છે. અહીં શાસ્ત્રકારે એક ઈશારો માત્ર કર્યો છે કે આવી કલ્પિત કુળગુરુની પરંપરામાં જયાં તેઓ સ્વયં આત્માર્થી નથી ત્યાં વધારે કશું પ્રાપ્ત થઈ શકશે નહીં. સ્વયં જે દરિદ્ર છે તે શું દાન દઈ શકશે ? જે સ્વયં આત્માર્થી નથી તે આત્માર્થનો પ્રકાશ કેવી રીતે આપી શકશે? અને તેઓ ખરા અર્થમાં સાચા ગુરુ પણ નથી તેમ ઈશારો કરીને એક આસકિત ભરેલા ભાવોમાંથી મુકત થઈ આત્મજ્ઞાનના શુધ્ધ આકાશમાં ઉડ્ડયન કરે તેવી આ ગાથા પ્રેરણા આપે છે. બાકી કુળગુરુ કલ્પના” : કલ્પના શબ્દ ઉપર આપણે ધ્યાન આપીએ. કલ્પના શબ્દનો અર્થ સ્થાપના અથવા માન્યતા થાય છે, પોતે જ મનથી ધારેલું કે વિચારેલું છે, તે સાચું સમજે છે તે કલ્પના છે. કલ્પના એક પ્રકારનો મતિજ્ઞાનનો વિપરીત પર્યાય છે. મતિજ્ઞાનનો અજ્ઞાનાત્મક પર્યાય છે. મતિઅજ્ઞાન કે શ્રુતજ્ઞાન અથવા કહો કે અજ્ઞાન બે ભાગમાં વિભકત છે. એક જ્ઞાનનો અભાવ તે પણ અજ્ઞાન છે અને વિપરીત જ્ઞાન તે પણ અજ્ઞાન છે. જૈન પરિભાષામાં તેને ઉદયભાવી અજ્ઞાન અને ક્ષયોપશમભાવી અજ્ઞાન કહી શકાય. જયાં સુધી સમ્યગ્રજ્ઞાન થયું નથી ત્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું જ્ઞાન પણ અજ્ઞાન કોટિમાં આવે છે. એક તરફથી કશું જાણતો નથી તે પણ અજ્ઞાની છે અને ઊંઘુ જાણે છે તે પણ અજ્ઞાની છે. પદાર્થ જે સ્વરૂપે છે અને દ્રવ્યની જે સૈકાલિક અવસ્થા છે તેને સત્યરૂપે સ્વીકારે ત્યારે તે જ્ઞાનકોટિમાં આવે છે. સામાન્યપણે વ્યવહાર જગતમાં જે જ્ઞાની કહેવાય છે તે પણ મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાનના વિભાવનો જે વિકાસ થયો છે તેને આધારે જ તે જ્ઞાની કહેવાય છે. અસ્તુઃ સંક્ષેપમાં કલ્પના તે એક પ્રકારના અવાસ્તવિક કલ્પિત ભાવોને ગ્રહણ કરી તે પ્રમાણે ચિંતન કરનાર મતિજ્ઞાનનો પ્રકાર છે. કલ્પના તે અસ્થાયી તત્ત્વ છે. કલ્પનામાં પરિવર્તન થતાં વાર લાગતી નથી. પોતાના સુખદુ:ખના આધારે મનુષ્ય કલ્પનાને જન્મ આપે છે અને આવી હજારો કલ્પનાઓ કે કલ્પિતભાવો માનવ ચિત્તમાં સંસ્કાર પામી જડાઈ જાય છે. આ બધા અનિત્ય અને અસ્થાયી ભાવો જાણે સ્થાયી રૂપ લઈને એક પ્રકારે જડતાને પ્રાપ્ત થઈ, ઘર કરીને, માનસિક સ્તર પર જામી જાય છે. આ છે કલ્પનાનું આંતરિક ચિત્ર અને એ કલ્પનાને આધારે પ્રગટ થતાં બાહ્યભાવો તે એક પ્રકારની સ્થૂળ કલ્પના છે. કાવ્યમાં છાયાવાદ : અધ્યાત્મશાસ્ત્રમાં કલ્પિત ભાવોનું અધિક મૂલ્ય નથી પરંતુ આ કલ્પના કાવ્યશાસ્ત્રનું એક મોટું અંગ છે. કવિ કવિતાઓની રસમય ધારાઓમાં કલ્પનાના સાથિયા પૂરી છાયાવાદના ચિત્ર ઉભા કરી કેટલાંક બોધ પણ આપતા હોય છે અને મનોરંજન પણ આપતા હોય છે. કલ્પનાના આધારે મહાકાવ્યો પણ આજે જ્ઞાનના મહાગ્રંથ બની ગયા છે, તેમાંથી
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy