________________
આત્મામાં પ્રવેશ કરે છે. અહીં એક રહસ્યમય વાત સમજવાની છે તે આ પ્રમાણે છે.
જે પદાર્થનું જ્ઞાન થાય છે તે પદાર્થના ગુણધર્મોની પરિણતિ સાથે સાથે થાય છે જેવી જાતના વિચાર થાય તેવી ઉદયભાવ કે ક્ષયોપશમભાવની પરિણતિ થાય છે. જ્ઞાન સ્વયમ નિષ્ક્રિય હોવા છતાં તેની પાછળ ક્રિયાના ડબ્બા જોડાય છે. આ અનંતકાળની પ્રક્રિયા છે. જેવા વિચાર તેવી પરિણતિ “જ્ઞાનાનુરિતિ ”. “ગતિ જ્ઞાનનું અનુસરણ કરે છે. આ બહુ જ રહસ્યમય સિદ્ધાંત સ્પષ્ટ પ્રગટ નથી પરંતુ શાસ્ત્રકારોએ તે સિદ્ધાંતના આધારે જ દર્શન, વંદન, નમસ્કાર, પૂજા અને ભકિતયોગ ઊભો કર્યા છે. આ સિદ્ધાંતના આધારે પૂર્વપક્ષનું સર્વથા નિરાકરણ થઈ જાય છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. સદ્ગુરુને નમસ્કાર શા માટે ? એ પ્રશ્નનો ઉત્તર આપણે આપી રહ્યા છીએ. અહીં ગુરુ–ગુરુમાં છે અને શિષ્ય-શિષ્યમાં છે. ગુરુ પોતાનું ગુરુત્ત્વ શિષ્યોને આપી શકતા નથી અને શિષ્ય પોતાનું શિષ્યત્વ ગુરુને આપી શકતા નથી. છતાં ગુરુ શિષ્યનો એક અનન્ય ભાવ ઉદ્ભવ્યો છે, તે જ્ઞાનના આધારે છે. જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે તો તે પ્રતિબિંબ દર્પણની સંપત્તિ બને છે, તેમ શિષ્યના વિનય રૂપ જ્ઞાનમાં ગુરુનું પ્રતિબિંબ પડતા ગુરુ સ્વયમ્ શિષ્યમાં પ્રવેશ કરી ગયા અને એ જ રીતે શિષ્યની ભકિત જોઈને ગુરુએ એમને પોતાના જ્ઞાનમાં ગ્રહણ કર્યા, એટલે શિષ્ય ગુરુમાં પ્રવેશ કરી ગયો. આમ જ્ઞાનના માધ્યમથી એક અપૂર્વ ભાવ પર્યાય બને છે જે અવર્ણનીય છે.
જબ જીણું ગર્ભવાસ અવતરીયો; ઉદર્વ ચિનુ મન લાયો (પાયો)” તારણ સ્વામી લખે છે કે “જબ જિનેશ્વર માના ગર્ભમાં (ઉદરમાં) આવ્યા, ત્યારે મારું મન ઊર્ધ્વગતિને પ્રાપ્ત થયું. વસ્તુતઃ ભગવાનના ગર્ભાગમન અને તારણ સ્વામીના કાળને તો મોટું અંતર છે. ત્યારે પોતે જ સ્વયં સ્પષ્ટીકરણ આપ્યું છે કે આ કયો ગર્ભાવાસ ? એક માતાનું ઉદર તે સ્થૂળ ગર્ભાવાસ છે, જ્યારે મનુષ્યનું મન પણ સૂક્ષ્મ ગર્ભાવાસ છે અને આ મનરૂપ ગર્ભાવાસમાં અથવા કહો આ જ્ઞાનમાં જ્યારે જિનેશ્વર પધાર્યા અને મારા જ્ઞાનમાં તેમનું સ્વરૂપ ઝળકયું ત્યારે મારું મન ઊર્ધ્વગતિને પ્રાપ્ત થયું. આ કથનમાં પણ જ્ઞાન શેયનો સિદ્ધાંત સમાયેલો છે. વિશ્વ દ્રવ્યભાવે સ્થૂળ રૂપે બધા દ્રવ્યોમાં જ્યારે ય રૂપે અથવા બધા દ્રવ્યો કે વિશ્વનું સ્વરૂપ જ્ઞાનમાં અર્થાત્ આત્મામાં સમાયેલું છે, એટલે જ્યારે આધ્યાત્મિક શાસ્ત્રોમાં અભેદભાવના શિખર સર કરી યોગી પરમભાવમાં પ્રવેશ કરે છે, ત્યારે જ્ઞાતા, જ્ઞાન અને શેય આ બધા તત્ત્વો એક સ્વરૂપ બની જાય છે અને એક અખંડ દ્રવ્યમાં પરમ નિશ્ચયભાવે સમાયેલા છે. અહો ! અહો ! કેવી છે આ જ્ઞય વ્યવસ્થા ! જોય રૂપે તીર્થકર તમારા અંતઃકરણમાં પ્રગટ રૂપે પ્રગટ થાય છે.
જે ગુરુ કે દેવાધિદેવને નમસ્કાર કરીએ છીએ ત્યારે પદાર્થના સ્વરૂપના આધારે આત્મામાં શુદ્ધ પરિણતિનો પ્રારંભ થાય છે. આ છે જ્ઞાનના ઉત્તરવર્તી ચારિત્ર પર્યાયો. અશુદ્ધ પદાર્થના ચિંતનથી તે જ રીતે અજ્ઞાનના ઉત્તરવર્તી મોહના પરિણામોનો પણ પ્રારંભ થાય છે. સતી સીતાજીના ચારિત્રનો વિચાર કરતા ચારિત્રની ઉજ્જવળ પર્યાય ખીલે છે. એથી વિપરીત કોઈ અશુદ્ધ પાત્રનો વિચાર કરતા કામાદિ વિકારોના ભાવ ખીલે છે. નમન' એ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની પહેલી કડી છે. એટલે જ અહીં આપણા યોગીરાજ
પાપા ૧૨ પાસ