________________
બુધ્ધિની યોગ્યતાના આધારે સમજે છે. આથી નક્કી થાય છે કે સમજવામાં જીવ સ્વતંત્ર નથી. જૈનશાસ્ત્ર પણ કહે છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ થયા પછી ઈન્દ્રિયજ્ઞાનોની તીવ્રતા અને બુદ્ધિની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેટલો ક્ષયોપશમ ઊંચો હોય, તીવ્ર હોય કે વધારે હોય તો તદ્ અનુસાર સમજવાની ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિશેષ પ્રકારનો પુણ્ય યોગ હોય તો લબ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આત્મસિધ્ધિના રચચિતા સ્વયં કવિવર આવા લબ્ધિધારક હતા અને શતાવધાન કરી શકે તેવી અલૌકિક બુધ્ધિસંપદા તેમને પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ બધી શકિત કર્મના યોગ્ય ઉદય કે ક્ષયોપશમના આધારે પ્રવર્તમાન થાય છે. તેનો અર્થ એવો નથી કે જીવ સર્વથા કર્માધીન છે. અહીં વિશેષ વાત એ છે કે કર્મોનો અનુભાગ રસ મંદ થયા પછી જીવને સ્વતંત્ર શકિત પણ પ્રાપ્ત થાય છે. એટલે જ ભગવાને કારણરૂપે પાંચ સમવાયની સ્થાપના કરી છે. જેમાં એક સમવાય પુરુષાર્થ છે. પુરુષાર્થ કરવો તે જીવની સ્વતંત્ર શકિત છે. પ્રવૃતિના પણ ત્રણ કારણ બતાવ્યા છે. સ્વથા, નિશા અને મિસ્રસા. સ્વથા એટલે સ્વેચ્છાથી, સ્વતંત્ર ભાવે. નિશા એટલે સ્વભાવથી, પ્રાકૃતિક ભાવે અને મિસસા એટલે મિશ્રભાવે. અહીં પણ એક સ્વતંત્ર ક્રિયાનો ઉલ્લેખ કર્યો છે.
તાત્પર્ય એ થયું કે સમજવામાં બધા જીવો સ્વતંત્ર નથી. વિશેષ યોગ્યતાવાળા જીવ સમજવાનો પ્રયાસ કરે ત્યારે એક વિશેષ પ્રકારનો ક્ષયોપશમ પણ ઉદ્ભવે છે અને જીવની વિનયશીલતાના આધારે જ્ઞાનપર્યાય ખીલી ઉઠે છે. અહીં જિનસ્વરૂપને સમજવાની જે વાત છે. તેમાં પણ પ્રથમ પદમાં ઉપદેશનું નિમિત્ત છે. જે જીવ ધ્યાનપૂર્વક ઉપદેશ સાંભળે છે, તે સાંભળનારને શ્રવણલબ્ધિ પ્રાપ્ત છે અને સાંભળ્યા પછી જીવ વિચારે છે, કારણ કે તેને નોઈદ્રિય એવા મનોયોગથી મતિ-શ્રત પ્રાપ્ત થયેલું છે. સાંભળતી વખતે સપુરુષાર્થે તે માનકષાયનો ત્યાગ કરી વિનયપૂર્વક સાંભળવા તત્પર થાય છે. વિનયનો અર્થ કેવળ હાથ જોડવા, ઝુકવું તેવો નથી. પરંતુ “વિ.” એટલે વિશેષ પ્રકારે અને “નય” એટલે જ્ઞાન. આમ જાણવાની સદ્ભાવના તે ઊંચો વિનય છે. આ વિનયના પ્રભાવે પણ ક્ષયોપશમ થતાં સમજવાની યોગ્યતામાં વધારો થાય છે અને જીવ જ્યારે જિન સ્વરૂપને સમજે છે, ત્યારે ધન્ય બની જાય છે, ધન્ય બનતા સદ્ગુરુની સાથે સાથે જિનેશ્વર ભગવંતોનો પણ ઉપકાર માને છે અને ચોથા પદમાં લખ્યું છે સમજે જિન સ્વરૂપ. અર્થાત્ જિન સ્વરૂપ સમજવાથી જ ઉપકારની ભાવના પ્રગટ થાય છે. પરંતુ સિધ્ધિકાર સ્વયં કહે છે કે સરુનો ઉપદેશ ન સાંભળ્યો હોય, સાંભળવાની યોગ્યતા ન હોય અને તે અયોગ્યતાના કારણે જિનસ્વરૂપને પણ ન સમજી શકતો હોય અને સમજવાની વિનયશીલતા ન હોય તો ત્યાં ઉપકારનું શું ? એમ કહીને સિધ્ધિકાર આશ્ચર્ય વ્યકત કરે છે અને અભાવની પંરપરાની પૂરી અભિવ્યકિત કરે છે. જેનો આપણે સંક્ષેપમાં ઉલ્લેખ કરશું.
૧૧ મી અને ૧૨ મી ગાથાના ચારેય અભાવ આ રીતે વ્યકત થયા છે. (૧) પ્રત્યક્ષ સદ્ગના ઉપકારનો અભાવ. (૨) પરોક્ષ જિનેશ્વર ભગવંતના ઉપકારનો અભાવ. (૩) સદ્ગુરુના ઉપદેશનો અભાવ. (૪) જિનેશ્વર ભગવંતના સ્વરૂપને સમજવાનો અભાવ.
SEKRETAR RESTAURANGERTIAN RESULTATER
200 PAGINI