________________
***
***
*
***
***
**
*
**
“ગુરુડમરી' કહેવામાં આવે છે. ભગવાન રૂપે અસ્તિત્ત્વ પામ્યા પછી ભકતોને સર્વથા પરાધીન રૂપે બનાવી ગુરુની એક આશા માત્ર જ સત્ય છે, તેવું સમજાવી જીવનું જે સ્વતંત્ર તત્ત્વ છે, તેના ઉપર એક પ્રકારે પ્રહાર થઈ જાય છે, જેને માનસિક ગુલામી કહી શકાય. આત્મા સ્વતંત્ર છે. ગુરુ પદ કે અરિહંત પદ એ આત્મામાં જ સમાયેલું છે અરિહંત અને સિદ્ધ એ પણ સ્વપદે આત્મામાં જ નિહિત છે. અન્ય વ્યકિતને ભગવાન કે સગુરુ માની માર્ગદર્શન મેળવવા સુધી અથવા તેમની ભકિત કરવા સુધી સામાન્ય વ્યવહાર દષ્ટિએ આદરણીય ગણી શકાય, પરંતુ પરમ નિશ્ચયની, દષ્ટિએ અંતરમાં બિરાજમાન સદ્ગુરુને કે ભગવાનને ઓળખવા જ જોઈએ અને જેણે પોતાના અંતરમાં બિરાજમાન સરુને આ રીતે ઓળખ્યા છે, તેને બાહ્ય દષ્ટિએ સદ્ગુરુ માની ભગવાન) શબ્દનું સંબોધન કરી વિનયભાવે નમસ્કાર કરવા, તે અયોગ્ય ન કહી શકાય. પરંતુ પોતાનું સ્વચિંતન છોડીને જો કોઈ પરાધીનતાનો સ્વીકાર કરે છે તો તેઓ પોતે જ પોતાનો મુકિત માર્ગ અવરોધે છે.
ભગવાનનો અર્થ સર્વેસર્વા કોઈ વિધાતા છે, તેવો ન કરતા (કલ્પના) કોઈ મહા પુણ્યયોગી જીવ છે, જેના અંતરમાં પ્રકાશ થયો છે. આગળ ચાલીને જેઓ ઘાતી કર્મોથી મુકત થયા છે, તેવા યથાખ્યાત ચારિત્રવાન અરિહંતો કે અવતારી પુરુષો ભગવાન પદને શોભાવે છે.
અહીં આપણે એક દાર્શનિક પ્રશ્નનો પણ વિચાર કરી લઈએ – જૈનો કે જે કોઈ પોતાને અનીશ્વરવાદી કહે છે તે પણ મોટી ભૂલ છે. ઈશ્વરની વ્યાખ્યા પોતાની રીતે કરવી જરૂરી છે. અનીશ્વરવાદી કહેવાથી નાસ્તિકતાની ગંધ આવે છે.
ઈશ્વરની વ્યાપકતા : સામે ચાલીને ઈશ્વર જેવા મહાન તત્વનો અસ્વીકાર કરવો તે પોતાના પગમાં કુહાડો મારવા જેવું છે. જૈનદર્શન ખરેખર શું અનીશ્વરવાદી છે? ઈશ્વરનો અર્થ શકિતમાન અથવા ઐશ્વર્યવાન થાય છે. બધા દ્રવ્યો શકિતથી ભરપૂર છે. છ દ્રવ્યો સ્વયં ઈશ્વર તુલ્ય છે. છ યે દ્રવ્યો મળીને અથવા છયે દ્રવ્યોના પ્રભાવથી વિશ્વનું સંચાલન થઈ રહયું છે. એટલે બધા દ્રવ્યોમાં કે કણકણમાં ઈશ્વર પ્રત્યક્ષ થાય છે. જૈનદર્શન અનુસાર પણ બધા ભૂતમાં (જેવાકે) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં પણ આત્મતત્ત્વ સમાયેલું છે અને એ બધા ઈશ્વર તુલ્ય છે. તો ઈશ્વર કર્તા નથી એમ કહેવું કેટલું નાસમજ છે ! સાચી રીતે ઈશ્વરની વ્યાખ્યા કરી ઈશ્વરનો સ્વીકાર કરવામાં અહંકારનો ત્યાગ થાય છે. અને આસ્તિકતાની સુગંધ ફેલાય છે. અતઃ આત્મવાદી દર્શન આત્માનો સ્વીકાર કરે અને ઈશ્વરનો સ્વીકાર ન કરે એ કેટલો બધો વિરોધાભાસ છે !
અહીં જુઓ ! કેટલું સુખદ આશ્ચર્ય છે કે કવિરાજ સ્વયં સદ્દગુરુમાં ઈશ્વરના દર્શન કરે છે અને તેમને ભગવાન કહીને સંબોધ્યા છે, તેથી આ પદ પણ ધન્ય થઈ ગયું છે.
નમસ્કારનું મહત્વ : અહીં “નમસ્કાર કરવામાં આવે છે. આપણે ટૂંકમાં નમસ્કાર પદની વ્યાખ્યા કરી આગળ પદોને સ્પર્શીશું. નમસ્કાર તે ભારતની અતિ પ્રાચીન પરંપરા છે- જો કે વિશ્વના બીજા દેશોમાં બધી જગ્યાએ નમસ્કારની પરંપરા વ્યાપ્ત નથી. અન્ય દેશોમાં બધી જગ્યાએ ત્યાંની પ્રજા પરસ્પર ભિન્ન ભિન્ન રીતે સદ્ભાવ વ્યકત કરે છે. મુસ્લીમ પ્રજા નમસ્કારથી