________________
વિમુખ છે. સલામ આલેકુમ કહે છે. પરંતુ તેમાં હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કારની પરંપરા જોવામાં આવતી નથી જ્યારે ભારતવર્ષમાં ધર્મ અને નમસ્કાર એક સાથે અનન્ય ભાવે જોડાયેલા છે. નમસ્કાર ન હોય ત્યાં ધર્મનો અભાવ માનવામાં આવે છે. જુઓ તો ખરા ! જૈનદર્શન અને તેના મહામંત્રો નમસ્કારથી જ શરુ થાય છે. જેમ કે “નમો અરિહંતાણં”. અહીં નમસ્કાર કર્યા પછી જ ‘અરિહંત ભગવંતનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. “આત્મસિદ્ધિ ના પહેલા પદમાં પણ કવિરાજે “નમસ્કાર પદ' નો ઉપયોગ કર્યો છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. સદ્ગુરુ ભગવંતને નમસ્કાર કરીને અહંકારનું વિસર્જન કર્યું છે. “નમસ્કાર' નો અર્થ છે કે અહંકાર કે માનકષાયનું વિસર્જન, “સમજાવ્યું” તે પદમાં જે વ્યકિતને આ પદ સમજાયું છે, તેમની સમજ નિર્મળ રહે અને અહંકારથી વિમુકત રહે તે માટે સાથો સાથ “નમસ્કાર પદની” સ્પર્શના કરી છે.
હવે આપણે નમસ્કાર શબ્દના ઊંડાણમાં જઈ તેની વાસ્તવિક વ્યાખ્યા કરીશું. હાથ જોડવા, મસ્તક નમાવવું કે ભકિત ભરેલા શબ્દો બોલવા તે બાહ્ય નમસ્કાર છે. બાહ્ય નમસ્કાર પણ બહુજ વિધિવતુ અને સૌમ્યભાવે પ્રગટ કરવાનો શિષ્ટાચાર છે. બાહ્ય નમસ્કારના ભાવ સામાન્ય, ધાર્મિક સમાજમાં જોવામાં આવે છે. “અષ્ટાંગ નમસ્કાર” અને પંચાગ નમસ્કાર અને તે પણ ત્રિવિધ નમસ્કાર. આમ નમસ્કાર કરવાની બાહ્ય પ્રક્રિયાને તે તે સંપ્રદાયોમાં નિશ્ચિત કરેલી છે, અને તે પણ જોવામાં સૌમ્ય અને સદ્ભાવયુકત સગુણી લાગે છે. પરંતુ એટલા માત્રથી તે નમસ્કાર પર્યાપ્ત થતા નથી. ભાવનમસ્કાર અથવા આંતર નમસ્કાર એક અલૌકિક ચીજ છે. તે ભાવ બાહ્ય નમસ્કાર સાથે કયા ? પ્રગટ થાય છે અને કયારેક અપ્રગટ રહે છે પરંતુ તે જીવાત્માને ખૂબજ કૂણો બનાવી લક્ષ તરફ લઈ જાય છે. જો કે આંતર નમસ્કારને શબ્દોથી પ્રગટ કરવા કઠિન છે, સૂક્ષમ ભાવો શબ્દાતીત હોય છે, છતાં પણ યથાસંભવ રીતે આંતર નમસ્કારને આપણે શબ્દ દેહ આપી સમજવા પ્રયાસ કરીશું.
અહંકારથી નમસ્કારનું વિઘટન : નમસ્કાર એ આંતરિક પરિણામોની વ્યવસ્થા છે. આત્માની અંદર જે કાંઈ અસંખ્ય પરિણતિઓ થાય છે. તે મુખ્યતાએ બે ભાગોમાં વિભકત છે. જ્ઞાનચેતના અને કર્મચેતના.
કર્મચેતના પણ ઘણી ભૂમિકાવાળી છે. જેમાં કૃષ્ણલેશ્યાથી લઈ શુકલલેશ્યા સુધીના પરિણામો સમાયેલા છે. તેવી જ રીતે ઉપશમ ભાવ અથવા ક્ષયોપશમ ભાવવાળી હજારો પરિણતિઓ તારતમ્ય ભાવવાળી છે અને એ જ રીતે ક્ષાયિક ભાવોમાં પણ ભૂમિકા પરત્વે તારતમ્ય ભાવ હોય છે. આપણે નમસ્કારની વ્યાખ્યા કરી રહયા હતા અને તે પણ સૂમ ભાવે. નમસ્કારની આંતરિક ભૂમિકા સ્પર્શવાનો શાબ્દિક પ્રયાસ કરી રહ્યા છીએ. હવે જુઓ !
આત્માની કેટલીક પરિણતિઓ સામ્યતા ધરાવે છે, જ્યારે તેથી વિપરીત પરિણિતીઓ પરસ્પર વિરોધી ભાવ ધરાવે છે અને તેમાંય મુખ્યત્વે અહંકારયુકત માનકષાયવાળી કર્મચેતના રૂ૫ પરિણતિ છે, તે મહાપુરુષોના દર્શન કે તેમના જ્ઞાન ચેતનામય યોગ્ય ભાવોને અથવા મહા વિભૂતિવાળા યોગીને તથા તેમના દર્શનને રોકનારી હોય છે. આ કર્મચેતના પ્રબળ વિનયયોગના પરિણામથી અને પ્રબળ ભાવનાત્મક શાંતિમય ભાવોથી વિલુપ્ત અથવા સર્વથા નામશેષ થઈ જાય
i[
ફાયાદિ III