________________
બહારના કોઈ પણ નિમિત્તનો આશ્રય લીધા વિના સ્વયં પોતાના જનક એવા ચેતન દ્રવ્યનું તે જ્ઞાનચેતનાની પર્યાયમાં દર્શન થાય છે અને જ્ઞાનચેતના વિપુલ અહોભાવથી ઝૂમે છે, એક પ્રકારે નાચી ઉઠે છે અને તેને એમ લાગે છે કે કોઈ પણ એવા અગૂઢ, સ્પષ્ટ, પ્રગટ ચેતન દ્રવ્યમાંથી મને તે પદનું ભાન થઈ રહ્યું છે અને ભાન કરાવનાર જ્ઞાતા તત્ત્વ પણ તેમાં જ બિરાજમાન છે. આમ પર્યાય સ્વયમ્ ભકત બનીને ચૈતન્ય એવા પદને સમજીને જે જ્ઞાતૃભાવથી આ પદના દર્શન થયા છે તે જ્ઞાતાતત્ત્વને સદ્ગુરુ માની, સ્વયમ્ તેમાં ભકિતથી પ્રવાહિત થઈ તે જ્ઞાતૃતત્ત્વ પ્રત્યે સદ્ગુરુનો ભાવ અભિવ્યકત કરી નમસ્કાર કરે છે, નમી પડે છે. આમ ગુરુ (સમજાવનાર) પદ તે શુધ્ધ ચૈતન્ય દ્રવ્ય અને ભકત એ સમજનાર જીવ પરિણામ આ ત્રિપુટી એક જ અધિષ્ઠાનમાં રહીને પરસ્પર જ્ઞાનયોગ અને ભકિતયોગનો ખેલ કરી પરમ આનંદ પામે છે. આ છે ઉપરના પદનું રહસ્ય. આ રહસ્ય” ના કારણે સમજનાર કે સમજાવનાર કોઈનુંય નામકરણ કયાંથી થઈ શકે ? આ તો સૈકાલિક શુધ્ધ જ્ઞાન પ્રવાહ છે. આ એક પદની વધારે વ્યાખ્યા કરીએ તો ઘણા અધ્યાત્મ શાસ્ત્રોનું મંથન થાય છે. પરંતુ અહીં ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે તે પદને સમજાવનાર અને સમજનાર, બને ધન્ય થયા છે. સમજાવનાર તરીકે સદ્ગુરુ પોતાની સંપતિનું (જ્ઞાનનું) વિતરણ કરી ધન્ય થયા છે જ્યારે ભકત આ જ્ઞાન સંપદાનું દાન મેળવીને મહા ઉપકારના પાત્ર બન્યા છે, તેથી તે પણ ધન્ય છે. પણ આ બન્નેને ધન્ય કરનાર તો તે પદ છે, જે પદ સદ્ગુરુએ સમજાવ્યું છે અને સમજયા પછી, સાંભળ્યા પછી, આપણે બધા પણ નમસ્કાર કરીને તે પદની વિશેષ વ્યાખ્યા સાંભળવા માટે આતુર થયા છીએ.
ઉપરમાં સદ્ગુરુ મહિમાની વ્યાખ્યા કરતા ભકિતયોગ પ્રદર્શિત થાય છે. પરંતુ આગળ વધીને શાસ્ત્રકાર સદ્દગુરુ ભગવંત કહે છે. અહીં સદ્ગુરુને ભગવાન શબ્દની ઉપમા આપવામાં આવી છે, અથવા તેઓ સદ્ગુરુને ભગવાન રૂપે જુએ છે.
ભગવાન શબ્દની સાર્થકતા ઃ અહીં આ આપણે “ભગવાન” શબ્દની થોડી સંક્ષિપ્ત વ્યાખ્યા કરીશું. “ભગવાન” શબ્દ એ ભારતવર્ષનો સૌથી વ્યાપક શબ્દ છે. ફકત ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં પણ “ભગવાન” શબ્દ ભિન્ન ભિન્ન રૂપે પ્રસિદ્ધિ પામ્યો છે. લગભગ બધા જ અવતારો ભગવાન રૂપે જ પ્રસિદ્ધિ પામ્યા છે. જ્યારે કેટલાક ગુરુઓ પણ પોતાને ભગવાન રૂપે પ્રસિદ્ધિ અપાવી ભકતોના મનને સંતોષ અપાવે છે. જેઓ ભગવાન નથી હોતા, તેઓને પણ ભગવાનની ઉપમા આપવામાં આવે છે. સાક્ષાત ભગવાન છે તેમ કહેવામાં આવે છે.
વસ્તુતઃ “ભગવાન” શબ્દનું શું મહત્વ છે? “ભ” શબ્દ “ભાગ્ય’ વાચી છે. “ભ” નો અર્થ ભાગ્ય’ થાય છે. ભાગ્ય શબ્દમાં પણ ભગુ રહેલો છે. ભમ્ નો અર્થ એક પ્રકારનો પુણ્યોદય થાય છે. આવા ઉચ્ચ કોટિના પુણ્ય ધરાવતા વ્યકિતને કોઈ કાળમાં “ભગવાન” તરીકે સંબોધવામાં આવતા હતા. ધીરે ધીરે ભગવાન શબ્દ ઈશ્વરવાદી બન્યો, ઈશ્વરવાદનો ઉદય થતા ભગવાન શબ્દ ઈશ્વરના અર્થમાં રુઢ થઈ ગયો, પરંતુ ભગવાન શબ્દનો “મોહ’ એટલો અધિક હતો કે જેઓ ઈશ્વરવાદી ન હતા, તેઓ પણ પોતાના અવતાર કે ગુરુને ભગવાન કહેવા લાગ્યા. આ રીતે ભગવાન શબ્દ ઘણો દ્રઢમૂળ થયો છે, પરંતુ આ શબ્દની પાછળ એક ભય પણ રહેલો છે જેને
-
૬