________________
અભાવ અને અવળી બુધ્ધિનો સદ્ભાવ, (૩) લક્ષનો સદ્ભાવ અને અવળી બુધ્ધિનો અભાવ (૪) લક્ષનો સદ્ભાવ અને સવળી બુધ્ધિનો સદ્ભાવ.
આ ચૌભંગીમાં સદ્ભાવ ને અભાવ પરસ્પર વિરોધી છે અને તેના કારણો પણ પરસ્પર વિરોધી છે અર્થાત્ અભાવજન્ય અભાવ અને સદ્ભાવજન્ય સદ્ભાવ. ભાવ એ થયો કે બીજ સાચુ અને વૃક્ષ પણ સાચું. બીજનો અભાવ હોવાથી વૃક્ષનો પણ અભાવ થાય છે. અહીં સદ્ભાવ અર્થાત્ મુમુક્ષુ ભાવના અભાવમાં આત્મલક્ષ થતું નથી અને આત્મલક્ષ ન થવામાં મતાર્થ કારણભૂત પણ છે. આ રીતે કારણનો અભાવ અને પ્રતિયોગીની હાજરી બંને કારણોથી આત્મલક્ષ થતું નથી. ‘હોય મતાર્થી તેહને’ અહીં સામાન્ય કોટિમાંથી અથવા એકેન્દ્રિય આદિ જન્મોમાંથી મનુષ્યગતિમાં પહોંચ્યા પછી કેટલાક વિકારોનો ઉદ્ભવ થાય છે. ઘણાં વિકારો ઉદયમાન થાય છે તેથી અહીં કવિરાજે ‘હોય મતાર્થી’ અર્થાત્ જેની બુધ્ધિમાં મતાર્થ જન્મ્યો હોય તેવા વ્યકિતને ઉદ્દેશીને આગળ નું કથન કર્યુ છે. હોય એમ કહેવાથી કોઈ જીવ મતાર્થી ન પણ હોય શકે અને તેવા જીવને આત્મલક્ષ હોય પણ શકે અને ન પણ હોય શકે, તે વિકલ્પે છે, પરંતુ જો તે વ્યકિતમાં મતાર્થ પ્રવેશી ગયો હોય અને મતાર્થી બન્યો હોય, અહીં ‘બન્યો' શબ્દ અધ્યાહાર છે. હોય મતાર્થીનો મતલબ છે મતાર્થી બન્યો હોય અથવા જે સ્વભાવથી વિપરીત રીતે મતાર્થી બની ગયો હોય, મતાર્થી બનવાના કારણ ઘણાં હોય શકે પરંતુ આ ગાથામાં તેનો ઉલ્લેખ ન કરતાં મતાર્થી આત્મલક્ષથી વંચિત છે. વંચિત રહે છે અને એ રીતે મતાર્થીપણું હોવાથી આત્મલક્ષ વિલુપ્ત રહે છે. આવા મતાર્થી જીવ સહેજે દ્દષ્ટિગોચર થતાં નથી જયાં સુધી તેના પુરા લક્ષણો પ્રગટ ન થાય અથવા આપણે જાણીએ નહીં ત્યાં સુધી મતાર્થને સમજી શકાતો નથી. શાસ્ત્રકાર સ્વયં ત્રીજા પદમાં ઉદ્ઘોષ કરે છે કે હવે મતાર્થીના લક્ષણો બતાવશું અને આ મતાર્થીની વ્યાખ્યા જરા પણ રાગદ્વેષને આધીન થયા વિના પક્ષપાતરહિત તટસ્થ ભાવે જે ન્યાય આપવો ઘટે તે રીતે ન્યાયયુકત લક્ષણ બતાવશું. મતાર્થી પ્રત્યે કોઈ દ્વેષભાવના નથી અને તેના લક્ષણો બતાવવામાં જરા પણ અન્યથા ભાવો નથી. સત્યરૂપે જેમ સાચો વેપારી ત્રાજવાથી સાચી રીતે માલ તોલીને આપે અને ત્રાજવાનો કાંટો બરાબર મધ્યસ્થ રહે તે રીતે કોઈ પણ એક બાજુ પલ્લું નમ્યા વિના મનનો કાંટો મધ્યસ્થ ભાવે રાખી આ લક્ષણો કહેવામાં આવશે. કેટલી સુંદર રીતે અને કેટલા વિનયપૂર્વક સાચી વાત કહેતાં પહેલા ન્યાયબુધ્ધિને કેટલું સન્માન આપ્યું છે અને કોઈપણ નિર્ણય ન્યાયયુકત હોવો જોઈએ તેવો કવિનો અભિપ્રાય અહીં પ્રગટ થાય છે.
આ પદમાં મતાર્થીના લક્ષણો ન કહેતા તેહ લક્ષણો એમ કહ્યું છે ‘તેહ’ શબ્દથી કોઈ ખાસ અંગુલીનિર્દેશ કર્યો છે. મતાર્થીમાં તો ઘણા લક્ષણો હોય શકે પરંતુ અહીં તો જે કહેવા યોગ્ય છે તે લક્ષણો કહેવામાં આવશે. તેમ કહીને ભાષાની મર્યાદા જાળવી છે અને જેટલું કહેવા જેટલું તેટલું કહેશું. અકથ્યભાવોને કે અવધ્ય ભાવોને લક્ષણ રૂપે હોવા છતાં તેનું કથન કરશું નહીં ‘તેહ લક્ષણો' એટલે જેહ લક્ષણો આત્મસિધ્ધિમાં અનર્થકારી છે તેહ લક્ષણોને કહીશું.
શરીરશાસ્ત્ર દ્દષ્ટિએ જે વ્યકિત જેવા હોય તેની આકૃતિમાં પણ તેવો પ્રભાવ દેખાય છે. અંગ શાસ્ત્રોમાં દુર્જન વ્યકિતના ચહેરા કેવા હોય, તેના બોલવા ચાલવાના ઢંગ કેવા હોય તેમના
૨૩૬