________________
કિIT THI[!|1||
હાથ-પગના આંગળા તથા નખ તે કેવા હોય તે બધુ વિવરણ મળે છે, આ બધું લક્ષણ શાસ્ત્ર કહેવાય છે પરંતુ આ આત્મસિધ્ધિશાસ્ત્રમાં તેવા લક્ષણો કહેવાનું પ્રયોજન નથી. ફકત “તેહ' લક્ષણો અર્થાત્ જે આત્મલક્ષમાં બાધક છે, આત્મસિધ્ધિમાં નડતર રૂપ છે, તે બધા લક્ષણો પ્રગટ કરશું. બાકીના બીજા લક્ષણો અન્યશાસ્ત્રોમાં વર્ણવ્યા હોય તે અહીં ઉલ્લેખ કરવા યોગ્ય નથી. તેની વ્યાવૃત્તિ કરવા માટે જ તે શબ્દ મૂકયો છે. આપણા કવિ તે મહાકવિ છે. એક અક્ષરમાં પણ ઘણા ભાવ ભરી દે છે તો અહીં “તેહ’ શબ્દ પણ ઘણો મર્મવાચી છે અને તેનો મર્મ સમજવાથી કવિનું હૃદય વાંચી શકાય છે.
અત્યાર સુધી ગુરુદેવ સ્વયં વકતા છે તેવો ભાવ પ્રગટ થવા દીધો ન હતો, આખી આત્મસિધ્ધિના પ્રદર્શિતા કોણ છે તે પ્રત્યક્ષ પ્રગટ થતું ન હતું. પાછલી ગાથાઓમાં કોઈ એવો ઉલ્લેખ ન હતો પરંતુ અહીં આ ૨૩મી ગાથા આ દષ્ટિએ ઘણી જ મહત્વપૂર્ણ બની ગઈ છે અને કાવ્ય રચયિતા જે ભાવમાં ઝૂલી રહ્યા છે તે ભાવોને પ્રગટ કરવામાં કર્તા પ્રવાહને રોકી શકયા નથી. વિશેષ શબ્દ મૂકીને તેઓ સ્વયં આવા ન્યાયયુકત કાવ્યમાં વણાઈ ગયા છે. રોમ રોમમાં તટસ્થ ભાવે સચોટ વિચારની પ્રભાવના કરી છે અને ગાથામાં કહ્યું કે “અહીં કહ્યા નિરપેક્ષ' કોણે કહ્યાં છે તે પરોક્ષ ભાવે અભિવ્યકત થાય છે અહીંનો અર્થ “અહી” એટલે કયાં ? જે હૃદયમાં લખાયા છે અને જેનું ઉચ્ચારણ થઈ રહ્યું છે તે કવિતામાં અમે કહ્યાં છે તે સમજાય તેવી વાત છે અને કથન કરનાર અહીં આ શાસ્ત્રમાં નિર્પેક્ષ કહ્યાં છે એમ કહીને સ્વયંનો આભાસ આપે છે.
રચયિતાનો આભાસ : “અહી” શબ્દ સાપેક્ષ ભાવે કહેવાયો છે અર્થાતુ તેમાં ઘણી અપેક્ષાઓ અપ્રગટભાવે પ્રગટ થઈ છે. જે નયથી કહેવી જોઈએ તે નયના વિચારમાં કહ્યાં છે અહી નો અર્થ આ નયવાદ છે. “અહી એટલે આ વિવાદમાં અથવા મુમુક્ષુ અને મતાર્થીની ભેદ રેખામાં નિરપેક્ષભાવે સિધ્ધાંત ઉતાર્યો છે અને લક્ષણો પ્રગટ કર્યા છે. અહીં તે સ્થાનવાચી શબ્દ હોવા છતાં તે કાળવાચી શબ્દ છે. “અહી” એટલે આ વર્તમાન સમયમાં જે જાતના મતાગ્રહો ચાલી રહ્યા છે તેવે સમયે “અહી” આ વાત કરી છે. “અહી” તે ભાવવાચક શબ્દ પણ બની જાય છે. કારણ જે ભાવથી કહેવામાં આવે છે તે ભાવમાં કોઈ પ્રકારના રાગદ્વેષ નથી. પરંતુ નિર્મળ ક્ષેત્રમાં અથવા સ્વચ્છ આકાશમાં જેમ ચંદ્ર પ્રકાશિત થઈ રહ્યો હોય તેમ “અહીં એટલે આત્મપ્રદેશોમાં અથવા શુધ્ધજ્ઞાન પર્યાયોમાં સમાયેલા ભાવો અહીં પ્રગટ કર્યા છે.
જો કે “અહીં આ શબ્દ વિપક્ષને સંબોધીને આવ્યો છે અર્થાતુ વિપક્ષમાં જે કંઈ નાસમજ ચાલી રહી છે તેવે સમયે તેઓને અનુલક્ષીને અહીં એટલે આ કસોટી કાળમાં અમે તટસ્થ ભાવે આ લક્ષણો કહ્યાં છે. “અહી” શબ્દ એક પ્રકારે મર્યવાચી શબ્દ છે તેથી વિશેષ રૂપે પણ તેનું વિવેચન થઈ શકે છે. “અહીં' કહ્યાં છે તેનો અર્થ એ થાય છે કે જયારે જરૂર હતી ત્યારે કહ્યા છે આ અવસરે કહ્યા છે. આવો રૂડો અવસર આવ્યો છે તો જેમ ઘઉંમાં કાંકરા હોય અને કાંકરાને ઓળખીને અલગ કરવા જરૂરી છે. તે જ રીતે અધ્યાત્મશાસ્ત્રમાં મતાર્થી તે કાંકરારૂપે છે, કાંટા રૂપે છે તેને અહીં છૂટા પાડીને, તેના લક્ષણો બતાવીને જ્ઞાનાર્થી જીવોને ચેતવણી આપી છે. તેમ અહીં કહ્યું છે. “અહી” શબ્દ સપક્ષ અને વિપક્ષ બંને વચ્ચેની એક રેખા છે અને રેખાને સ્પષ્ટ
STANDARDISKUSIRGALOS USUARIOS ANAEROBILES ESSERE ATLANULONGONAN RASEHARUSHA RONALE
SU UNHAS