________________
ગાથા-૩
'હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; 'તેહ મતાર્થી લક્ષણો અહીં કહા નિરપેક્ષ II
આ ગાથામાં આત્મલક્ષ એ જ મહત્ત્વપૂર્ણ શબ્દ છે. મતાર્થીને કઈ જાતનું આત્મલક્ષ ન હોય? સામાન્ય રીતે મનુષ્યમાત્ર અને પ્રાણીમાત્ર આત્મલક્ષી હોય છે. પોતાને વચમાં રાખીને હિતાહિતનો વિચાર કરે છે. સ્વાર્થ શબ્દ પણ આવા જ અર્થમાં વપરાય છે. પોતાનું ધ્યાન રાખે, પોતાને જ જુએ, પોતાનું જ હિત વિચારે, તે બધા બાહ્ય દષ્ટિએ આત્મલક્ષી છે, પરંતુ આ આત્મલક્ષ સાંસારિક છે તેમાં કેટલુંક જરૂરી હોય છે અને કેટલુંક બિનજરૂરી પણ હોય છે. શું જ્ઞાની આત્માએ પોતાના સ્વાથ્યનો વિચાર કરવો ન ઘટે? પોતાની ઈન્દ્રિયો સંયમિત રહે, તે હાનિકારક ન બને અને ગુણધર્મતાથી નષ્ટ ન થાય તે માટે ઉપયોગ રાખવો જરૂરી છે. જે શાસ્ત્રથી જ્ઞાન થાય છે તે ગ્રંથોને શું સંભાળીને રાખવા ન ઘટે ? આમ બાહ્ય લક્ષ ઘણાં અર્થમાં ઉપકારી છે, પરંતુ તે પોતાની મર્યાદાને છોડી વિષયાસકત થઈ કે કામાસકત બની પોતાના શણગાર કે ભોગ ઉપભોગમાં લક્ષ રાખી પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય તો આ બધા બાહ્ય લક્ષ પણ હાનિકારક છે. એટલે અહીં બાહ્ય લક્ષનાં વિષય મૂકીને જે આત્મલક્ષની વાત કરી છે, તે વ્યાવહારિક આત્મલક્ષ નથી. આ શુધ્ધ આત્મલક્ષ છે. આત્મ શબ્દના બે ભાવ સ્પષ્ટ જોવાય છે. (૧) યોગાત્મા, ઉપયોગાત્મા આત્મા અને (૨) સાંસારિક દ્રષ્ટિમાં પ્રવર્તમાન અને હું ને વચમાં રાખી જે લક્ષ સિધ્ધિ થાય છે. તે આત્મલક્ષ હોવા છતાં બહિરાત્મા છે. થોડો અંતરઆત્મા પણ હોઈ શકે.
પરંતુ અહીં જે દિવ્ય આત્મલક્ષ બતાવ્યું છે, તે પરમાત્માને લક્ષમાં રાખી, પરમ વિશુધ્ધ આત્માને લક્ષમાં રાખી, અરિહંત સ્વરૂપને લક્ષમાં રાખી, જે લક્ષ નકકી કરવામાં આવે છે તે સાચું આત્મલક્ષ છે. આ આત્મલક્ષ પ્રાપ્ત થયા પછી બાહ્યલક્ષ તેની સ્થિતિનો પરિપાક થયા પછી સ્વતઃ તે ખરી પડે છે. શુધ્ધ આત્મલક્ષ થયા પછી ક્રમશઃ બાહ્યલક્ષની સ્થિતિ ઘટતી જાય છે. જેમ બાળ કે ખોટા રમકડાંથી રમે છે, ઘોડાગાડી બનાવીને ખેલે છે તેમાં તેને મોહ પણ બંધાય છે પરંતુ જેમ જેમ બાળકને સાચી સ્થિતિનું ભાન થાય છે, તેમ રમકડાંનો મોહ તૂટતો જાય છે તે સાચા અર્થમાં પદાર્થની પ્રાપ્તિ ઈચ્છે છે. એ જ રીતે આ સંસારી બાળ જીવ જેમ જેમ શુધ્ધ લક્ષને પ્રાપ્ત કરે છે અને કેન્દ્રનો નિર્ધાર કરે છે તેમ તેનું બાહ્ય લક્ષ પીગળી જાય છે.
આ ગાથામાં આત્મલક્ષ એ મોતી હોવા છતાં, સાચું રત્ન હોવા છતાં, મતાર્થી તેને ઓળખતો નથી, આત્મલક્ષથી તે દૂર રહે છે, તેને આત્મલક્ષ થતું નથી અને આત્મલક્ષ ન થવાથી તેની બાળ બુધ્ધિ વધારે આગ્રહી બનતા તે મતાર્થીની કોટિમાં આવે છે. અહીં શ્રી કવિરાજે ખરેખર કાર્ય કારણનો ઉલ્લેખ કરીને કારણનો અભાવ બતાવી કાર્યનો પણ અભાવ બતાવે છે અર્થાત્ આત્મલક્ષના અભાવમાં મતાર્થીને સબુધ્ધિનો પણ અભાવ બની જાય છે. અહીં દાર્શનિક દ્રષ્ટિએ ચૌભંગી સમજવા જેવી છે.
લક્ષ અને સદ્ભાવની ચૌભંગી ઃ (૧) લક્ષનો અભાવ, સદ્દબુધ્ધિનો અભાવ. (૨) લક્ષનો