________________
કર્મબીજ નિર્જીવ જેવા થઈ ગયા હોય છે ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે જ્ઞાની પોતાની જ્ઞાન અગ્નિથી કર્મબીજને શેકી નાખે છે પછી તે અંકુરિત થઈ શકતા નથી. અહીં પણ ઉદય પ્રમાણે તેના પ્રયોગમાં અપ્રભાવિત રહી વિચરણ કરનાર મહાત્મા મોહાદિ ઉદયમાન કર્મોને પણ નિર્જીવ કરી નાંખે છે એટલે તેની હાજરીમાં અથવા તેની પ્રચંડતામાં જ્ઞાતા—દષ્ટા બની રહેવાની સ્થિતિ લગભગ ઉદ્ભવતી નથી. આ વસ્તુને આપણે અહીં ત્રણ બોલમાં સ્પષ્ટ કરશું.
(૧). શુભાશુભ કર્મોનો ઉદય છે. આત્મજ્ઞાન જાગૃત છે, જેથી તે ઉદયમાન પ્રયોગમાં પણ
સમદષ્ટિ રાખી વિચરણ કરે છે.
(૨) મોહાદિક કર્મો ઉદયમાન છે પરંતુ તેનો રસ ઘણો મંદ થઈ જવાથી ક્ષયોપશમભાવની અધિકતા છે તેથી તે ઉદયમાન પ્રયોગોમાં પણ સમદષ્ટિ રાખીને વિચરણ કરે છે. (૩) કોઈ પ્રબળ કર્મોના ઉદય તીવ્રભાવે વર્તતા હોય ત્યારે તે કર્મના પ્રભાવમાં કષાય આદિને આધીન થવા છતાં તેનું આંતરિક જ્ઞાન જાગૃત છે અને તે ઉદયમાન પરિણામોને નિહાળીને તેનાથી પણ વિમુકત રહે છે.
આ રીતે ત્રણેય વાતમાં સાર એક જ નીકળે છે કે ગમે તે કર્મો ગમે તે રીતે ઉદયમાન હોય છતાં પોતે સમદષ્ટિ રાખી શકે અને તેમાં વિચરણ કરતાં રહે તે સદ્ગુરુના સ્થાનને યોગ્ય છે, અર્થાત્ સદ્ગુરુ બની જાય છે. અહીં ‘વિચરે ઉદય પ્રયોગ' કહ્યું છે તેમાં મિથ્યાત્ત્વનો ઉદય ગ્રહણ કરવાનો નથી. મિથ્યાત્ત્વ મોહનીયનો ઉદય હોય ત્યારે તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને આવૃત કરે છે આર્થાત્ તેમાં આવરણ નાંખે છે અને તેમાં સાથે મિથ્યાજ્ઞાન પણ જોડાય છે. આમ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને અનંતાનુબંધી કષાય, આ બધા જો ઉદયમાન હોય તો તેવા ઉદય ભાવોમાં સમદષ્ટિ રાખી વિચરણ કરવું સંભવ નથી. સ્પષ્ટ એ થયું કે મિથ્યાજ્ઞાન અને અનંતાનુબંધી કષાયથી જે વિમુકત થયા હોય અને બાકીના કર્મો ઉદયમાન હોય તેમાં અર્થાત્ ઉદય પ્રયોગમાં સમદષ્ટિથી વિચરવું સંભવ છે. અહીં ઉદય પ્રયોગનો અર્થ બહુજ સ્પષ્ટતાથી સમજી લેવો જોઈએ. ગીતામાં તે અનાસકતયોગ કહ્યો છે. અનાસકત યોગનો દાવો કરનાર ઘણી આકિતથી સંસકત હોય તો ત્યાં તે વસ્તુતઃ અનાસિકત છે કે કેમ તે પરમાત્મા જાણી શકે છે. કારણ કે અહીં એવી સૂક્ષ્મ વાત છે કે બધા પદાર્થોથી તો આસકિત નથી પરંતુ અનાસિકતમાં પણ આસિત છે કે કેમ તે ગંભીર પ્રશ્ન છે. તર્ક દષ્ટિએ તો જ્યાં આસકિત છે ત્યાં અનાસિકત ન હોય અને આનાસકિત હોય ત્યાં આસકિત ન હોય. આમ વ્યાપ્તિ છે પરંતુ સૂક્ષ્મ જગતમાં આસકિતના પણ બે ભેદ કરી એક મોહાસિકત અને જ્ઞાનાસકિત. આ બે ભાગ પાડયા પછી મોહાસિકતમાં જ્ઞાન આનાસિકત સંભવે છે.
તે જ રીતે ચારિત્ર મોહનીયના પરિણામોમાં અજ્ઞાન ન હોવાથી તે મોહાદિથી જીવ નિર્લિપ્ત રહી શકે છે પરંતુ આ પરિસ્થિતિનો દાવો કરનાર વ્યકિત વસ્તુતઃ સત્યની કસોટી પર પ્રામાણિક છે કે કેમ તે પરમાત્મગમ્ય છે અસ્તુ. અહીં આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે અજ્ઞાન આદિના ઉદય સિવાય બાકીના કોઈ પણ કર્મોના ઉદય ભાવોમાં સમદષ્ટિ રાખવી, પોતે સમભાવોનું સેવન કરી અન્યને પણ તેવો જ અનાસિકતનો પાઠ ભણાવે છે. તે સદ્ગુરુનું આ ત્રીજું ઉત્તમ લક્ષણ છે અને એટલે જ કહ્યું છે કે ‘વિચરે ઉદય પ્રયોગ' આ તો આપણે ભાવાત્મક અર્થ કહ્યો પણ
૧૫૨ મા