________________
તરીકે કોઈ દૈવીશકિતને પણ માને છે. પરંતુ દેવીશકિત પ્રાપ્ત થવી કે ન થવી તે માટે ફરીથી તકદીરનું અવલંબન લે છે અર્થાત્ હરી ફરીને મનુષ્ય કોઈ એવા કર્મ કે ભાગ્યને જીવનનો આધાર માને છે અસ્તુ.
આ આધાર કેટલા અંશે જીવ ઉપર પ્રભાવ નાંખે છે અને કેટલાં અંશે ભાગ્યનો તેના ઉપર પ્રભાવ છે તેનો પણ થોડો ઘણો વિચાર થયો છે. કર્તવ્ય અને અકર્તવ્યમાં આગ્રહ ન રાખતાં બંને થી દૂર થવાની પણ હિમાયત કરવામાં આવી છે. હવે આપણે જીવન સાથે જોડાયેલું આ વિશ્વનાટકનું જે મુખ્ય કારણ છે અને જીવનતંત્રમાં તેનો પ્રભાવ છે તેનો ઉલ્લેખ કરી “વિચરે ઉદય પ્રયોગ” તે ભાવને ઊંડાણથી સ્પર્શ કરશું. - વિચરે ઉદય પ્રયોગ : વિશ્વતંત્ર કહો કે જીવનતંત્ર કહો જ્યાં ચૈતન્યશકિત છે અને જ્યાં શરીરધારી પ્રાણીઓ વિચરણ કરે છે તેમાં મુખ્યત્વે ભૂતકાલિન કર્મોનો પ્રભાવ છે. સાથે સાથે વર્તમાનકાળના કર્મોનો પણ સંયોગ થતો રહે છે. આ કર્મોનો પ્રભાવ દેહ ઉપર પડે છે. તે જ રીતે જીવાત્માઓ ઉપર પણ પડે છે. જે મોહાત્મક કર્યો છે તેનો પ્રભાવ આત્મા પર પડે છે જ્યારે દેહાદિક કર્મો છે તેનો પ્રભાવ શરીર આદિ ક્ષેત્રોમાં પડે છે. અને આ કર્મોના પ્રભાવો સુખ દુઃખ રૂપે પ્રગટ થાય છે. વર્તમાન અવસ્થામાં મનુષ્યનું મન પ્રભાવિત થવાથી તે ગ્લાનિ અને હર્ષ, રતિ અને અરતિ, આનંદ અને શોક, સંયોગ અને વિયોગ ઈત્યાદિ ભાવોને ભજે છે. આત્મજ્ઞાન જાગૃત ન હોવાથી જીવન મનોયોગથી જ સંચાલિત થાય છે.
અહીં સૂક્ષમ સાધનાની વાત આવે છે અર્થાત્ જ્ઞાનની તે જ ધારાથી મનોયોગને છૂટો પાડી આત્મજ્ઞાનના શુધ્ધ પરિણામોમાં રમણ કરી સુખ દુઃખના ભાવો કર્મજન્ય છે, જેને સિધ્ધિકાર “ઉદય પ્રયોગ” કહે છે અર્થાતુ કર્મના ઉદયથી થાય છે. આમ ઉદયનો પ્રયોગ એક તરફ ચાલે છે
જ્યારે જ્ઞાનની સ્વતંત્ર દ્વારા શુધ્ધ આત્માનું અવલંબન લઈ તેનાથી છૂટી પડી મનોયોગને કે દેહાદિ ભાવોને કર્મ પ્રભાવમાં નિહાળી પોતે જાણે સુખ દુઃખથી અલગ છે. તેવી વિશેષ આનંદાનુભૂતિ કરે
એક સૂક્ષ્મ તર્ક : આ પરિસ્થિતિમાં એક વિશેષ પ્રશ્ન ઊઠે છે કે જીવ દેહાદિક શુભાશુભ કર્મોથી નિર્લિપ્ત રહી જ્ઞાતાદષ્ટ બને પરંતુ તે જ રીતે મોહના પ્રભાવથી જે ક્રોધાદિક અને મોહાદિક પરિણામો છે તેનું શું ? શું તેના જ્ઞાતા-દષ્ટા બની શકે છે ? ખરેખર મોહાદિક પરિણામોમાં પણ જીવ જ્ઞાતા દષ્ટા બને તો આ વિભાવાત્મક પરિણામો તે આત્માના નથી તેમ જાણી તેનાથી દૂર રહે. ત્યારે આ અવસ્થામાં બાહ્યભાવે તે વ્યકિત ક્રોધ, મોહ કે વિષયોમાં આસકત હોય તો તેને સદ્દગુરુ તરીકે શ્રધ્ધા પૂર્વક સ્વીકારવા, તે શિષ્યને થોડું કઠિન લાગે પરંતુ વસ્તુતઃ તે જેમ બીજા કર્મોના ઉદયથી નિર્લિપ્ત છે તેમ ચારિત્રમોહનીયના પરિણામોથી પણ નિર્લિપ્ત રહી શકે તેવો સંભવ છે.
અહીં આ પ્રશ્નોનો બીજો એક સમાધાનકારી તર્ક છે કે જ્યારે જીવ ઉદય પ્રયોગથી નિરાળો થઈ ઉદય પ્રયોગમાં પણ સમભાવ રાખી વિચરણ કરે છે ત્યારે સહેજે તેના કષાયો મંદ થઈ જાય છે અને મોહનીય કર્મોના ક્ષયોપશમ ભાવો વૃધ્ધિગત થવાથી તેના ઉદય પરિણામો ટકી શકતા નથી. જો ટકે છે તો બળેલી દોરી જેવા હોય છે, નિર્બળ હોય છે, કારણ કે જ્ઞાનની ધારાથી
૧પ૧ ના