________________
ઉપયુકત દષ્ટિથી બાહ્ય ક્રિયાનું બહુજ વ્યાપક ક્ષેત્ર બની રહે છે. અહીં તો ધર્મક્રિયાને અનુલક્ષીને બાહ્ય ક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. સંસારિક ક્ષેત્રમાં પણ હજારો વિવેક વગરની બાહ્ય ક્રિયાઓ ચાલતી હોય છે. આ બાહ્ય ક્રિયાઓના કારણે સાધારણ ગૃહસ્થનું નીતિમય જીવન પણ હાનિ પામે છે, ખંડિત થાય છે કે તેમાં બીજા દોષોનો ઉદ્ભવ થાય છે. આમ બાહ્ય ક્રિયા દેખીતી રીતે હાનિકારક છે અને આગળ ચાલીને તે જડતાને જન્મ આપે છે. આ થયો બાહ્ય ક્રિયાનો એક પક્ષ, અથવા એક દષ્ટિએ નિરીક્ષણ, પરંતુ જૈનદર્શન એ સ્યાદ્વાદયુકત અનેકાન્તવાદી દર્શન છે. જેથી કોઈપણ ભાવ કે તત્ત્વને એક દષ્ટિથી ન નિહાળતા, અનેક દષ્ટિથી નિહાળવાનું સૂચન કરે છે. અનેક દષ્ટિથી નિહાળવું તે સ્યાદ્વાદ છે. જૈનદર્શનમાં સ્યાદ્વાદ ઉપર સંપૂર્ણ ભાર મૂકવામાં આવ્યો છે. તો બાહ્ય ક્રિયાનો બીજો પક્ષ પણ નિહાળવો રહ્યો. શું બાહ્ય ક્રિયા એકાંત હાનિકારક છે? કે તેમાં કાંઈ ગુણવતા પણ છે ?
કારણ કે સંપૂર્ણ જીવરાશી જે કાંઈ ક્રિયાઓ કરે છે તે બધી ક્રિયાઓ બુદ્ધિપૂર્વકની હોતી નથી. પરંતુ સંસ્કારજન્ય હોય છે. નાનું બાળક જ્યાં સુધી સમજુ ન થાય ત્યાં સુધી તેની બધી ક્રિયાઓ સંસ્કારજન્ય કે આદેશજન્ય હોય છે. પરંતુ તે બધી ક્રિયાઓ બાળકના નિર્માણમાં મોટો ભાગ ભજવે છે. નાનું બાળક રમવાની નાની પાંચ રૂપિયાની રમકડાની મોટર ચલાવે છે. તે મોટર ચલાવવાની બાહ્ય ક્રિયા કરે છે. પરંતુ આ બાહ્ય ક્રિયા તેને સાચી ક્રિયા સુધી પહોંચાડવામાં સહાય રૂપ બને છે. જો આપણે આ દષ્ટિથી નિહાળશું તો બાહ્ય ક્રિયાનો ઉજ્જવળ પક્ષ દષ્ટિગોચર થશે.
ભગવાન બુધે આપેલી શિક્ષા ઃ અહીં એક ભગવાન બુદ્ધના જીવનનો બહુજ નાનો પ્રસંગ લેશું તો તે ઉચિત ગણાશે. ભગવાન બુદ્ધ યાત્રામાં હતા ત્યારે હજારો રાજા-મહારાજાઓ, શેઠ શાહુકાર તેની સાથે ચાલી રહ્યા હતા. તે વખતે રસ્તા ઉપર રમતો એક નાનો બાળક સામે આવ્યો, તેણે ભગવાન બુદ્ધને ભિક્ષા આપવાની ચેષ્ટા કરી અને ધૂળનો એક ખોબો ભરી દીધો. ભગવાન બુદ્ધ પાત્ર ધરવા ગયા, ત્યાં બધા માણસોએ પેલા બાળકને ધમકાવી રોકવાની કોશિષ કરી. ભગવાન બુદ્ધ સૌને રોકયા અને કહ્યું કે તેને આગળ આવવા દો અને પોતાના પાત્રામાં ભિક્ષા રૂપે ધૂળ ગ્રહણ કરી. ત્યારબાદ બુદ્ધ સૌને ઉપદેશ આપતા કહ્યું કે જો આ બાળકને આપવાની વૃતિ થઈ છે, પણ તેને વિવેક નથી, પરંતુ તેની દાન ભાવનાને રોકવી ન જોઈએ, જે બાળક આજે ધૂળ આપે છે તે વિવેક જાગૃત થતાં સોનું પણ આપી શકે છે, તેની દાનશીલતાને ખીલવા દો. આ તેની બાહ્ય ક્રિયા આગળ ચાલીને સાચી ક્રિયાની જનક બની શકે છે. સૌને સત્ય સમજાયું. આ રીતે બાહ્યક્રિયાના અહીં ઉજ્જવળ પક્ષને પણ સ્યાદ્વાદ દષ્ટિએ, ઊંડાણથી તપાસશું, અને ત્યારબાદ ન્યાયબુદ્ધિના તરાજુ પર વજન કરીને ખરેખર કઈ બાહ્યક્રિયા જડતાની જનક છે, તે ઉપર દષ્ટિપાત કરશું.
બાહ્યક્રિયા સ્વયં દોષી નથી, કારણ કે ક્રિયાશીલતા તે પદાર્થનો સ્વભાવ છે. પછી તે બાહ્રક્રિયા હોય કે આંતરક્રિયા હોય. નામ ગમે તે આપો, પરંતુ ક્રિયા તે ક્રિયા છે. જે ક્રિયામાં રાગ –ષ કે ઈર્ષ્યાનો સંબંધ જોડાય છે તેવી બાહ્ય ક્રિયાઓ અનર્થકારી બને છે. દૂષિત આંતરક્રિયાના આધારે જ બાહ્યક્રિયા દૂષિત બને છે. ક્રિયા એક પ્રકારે ચક્રવ્યુહ છે. જેને આજના વિજ્ઞાનની ભાષામાં સાયકલ કહેવામાં આવે છે.
તમામ
૬૫ કી.