________________
આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, વાસના તથા લાલસા ઈત્યાદિ ભાવો પણ તેમાં જોડાય છે. ઉપરાંત નોકષાયના કેટલાક ભાવો રતિ—અતિ, હર્ષ–શોક, કરુણા, રુદન ઈત્યાદિ ભાવો પણ વચનમાં ઊતરી આવે છે. આ ઉપરથી લાગે છે કે જ્યાં કષાયભાવોનું મૂળ છે ત્યાં એક જ અધિષ્ઠાનમાં વચન શકિતનું પણ મૂળ છે. જેમ ફળમાં રસ ઉત્પન થાય છે તો સાથે સાથે ગંધ પણ ઉત્પન થાય છે. આ જ રીતે વચન સ્વતંત્ર અને નિર્મળપણે સામાન્ય અવસ્થામાં પ્રગટ થતું નથી પરંતુ સાથે બીજા ભાવોનો પ્રભાવ લઈને તે રૂપાંતર કરે છે. જેમ લીંબડાનું ફળ લીંબોળી પોતાની ઉત્પત્તિ સાથે કડવા શ્રેયને પોતાનું રૂપાંતર કરે છે અને સમયનો પરિપાક થતાં રસનું પણ રૂપાંતર કરે છે. તેમ આ વચનશકિત એક ભાવોથી પ્રભાવિત થઈ બીજા ભાવોનો પ્રભાવ પડતાની સાથે રૂપાંતર પણ કરે છે. વચનની કક્ષા પણ બદલે છે.
એક ગંભીર વાત : વચન એ માનવીની એક શકિત છે પરંતુ તેના ઉપર જ્ઞાનનો પ્રભાવ હોય કે બુધ્ધિનો પ્રભાવ હોય તે નિશ્ચિત નથી પરંતુ સંસ્કારનો પ્રભાવ પડતા વચનશકિત પોતાનું કાર્ય કરે છે. જ્ઞાન અને સંસ્કાર એ બુધ્ધિને જેમ પ્રભાવિત કરે છે તે જ રીતે વચનને પણ પ્રભાવિત કરે છે. વચનમાં જ્ઞાનની સાથે અજ્ઞાનનો અને કયારેક પ્રમાદનો પણ પ્રભાવ હોય છે. આ રીતે શાસ્ત્રકારોએ વચન ઉપર ઘણોજ ભાર મૂકયો છે. નીતિશાસ્ત્રોમાં તો વચન માટે એટલું બધું કહેવાયું છે, જેથી આપણને ખ્યાલ આવે છે કે વચનશકિત કેટલી અમોઘ છે અને કેટલી પ્રભાવશાળી છે ? સમગ્ર શાસ્ત્રો પણ એક પ્રકારે વચનની જ લીલા છે. વાણીનો જ વિસ્તાર છે. બધા કાવ્યશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર એક પ્રકારની વચન શકિતની મહાપલ્લવિત લતા છે. જેમાં અસંખ્ય ફળ લાગેલા છે.
સાર એ છે કે વચન એ એક એવી સરિતા છે કે જેમાં ભિન્ન ભિન્ન પ્રકારના રંગનું પાણી વહે છે. મનુષ્યનો મત વાદ કે વાદવિવાદ કે શાસ્ત્ર એ સમગ્ર મનુષ્યજાતિનાં પુરાણા સંવાદ વચનશિકતમાં જ આબધ્ધ થયેલા છે. હવે અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે આ બધા ભાવોમાંથી મુકત થઈ નિર્મળ ઝરણાં રૂપે વાણીનું પ્રગટ થવું તે શું અતિ દુર્લભ નથી ? પૂર્વની બધી વાણીનો છેદ કરી અપૂર્વ વાણીનો ઉદ્ભવ થાય તે શું એક આશ્ચર્યજનક હકીકત નથી ? અસ્તુ. હવે આપણે અપૂર્વ વાણી વિષે કહીશું.
અપૂર્વ એટલે પૂર્વમાં ન હોય તેવી સ્થિતિને અપૂર્વ કહી શકાય. અહીં સદ્ગુરુની વાણીને અપૂર્વ વાણી એમ શા આધારે કહેવામાં આવ્યું છે ? કારણ કે ભૂતકાળમાં અસંખ્ય સિધ્ધ પુરુષો થયા છે અને એ જ રીતે ઘણાં સદ્ગુરુઓ પણ જીવન ધન્ય કરી ગયા છે અને તેમણે જ આત્મજ્ઞાનની વાત કરી હતી તે જ વાત વર્તમાન સદ્ગુરુ પણ કહે છે. ખરુ પૂછો તો આ સદ્ગુરુની વાણી તે પૂર્વના સિધ્ધ પુરુષોએ કહેલી વાણી છે તો તેને અપૂર્વ કેમ કહી શકાય ? એટલે અહીં અપૂર્વનો સાચો અર્થ સમજવો રહ્યો. અથવા બીજો અર્થ સમજવો રહ્યો. વસ્તુતઃ પરંતપરાની દૃષ્ટિએ આ વાણી અપૂર્વ નથી પરંતુ વ્યકિતની દૃષ્ટિએ શ્રોતા અને વકતા બંનેને માટે અપૂર્વ વચન સિધ્ધ થઈ શકે છે. પ્રથમ જે શ્રોતાઓ અત્યાર સુધી જે વાણી સાંભળતા હતા અને પૂવમાં જે વાણીનું તેણે શ્રવણ કર્યું છે તેનાથી ભિન્ન એવી આત્મતત્ત્વને સ્પર્શ કરનારી વાણી આજે .તેને સાંભળવા મળે છે. શ્રોતા માટે આ જરુર અપૂર્વ વચન છે. તે જ રીતે વર્તમાન જે સદ્ગુરુ
૧૫૪