________________
રૂપે પ્રવચન કરતા જે કોઈ અસ્તિત્ત્વ ધરાવે છે. તે જીવ પણ જ્યાં સુધી સદ્ગુરુપદ પ્રાપ્ત કર્યું ન હતું અને આત્મજ્ઞાનનો સ્પર્શ થયો ન હતો ત્યાં સુધી પૂર્વમાં જે વાણી ઉદિત થઈ નથી અર્થાત્ પ્રગટ થઈ નથી તેવી વાણી તેના મુખારવિંદમાંથી નીકળે છે માટે તેને સિધ્ધિકાર તેને અપૂર્વ વચન કહે છે.
અહીં ખાસ સમજવાનું એ છે કે પૂર્વમાં કોઈએ નથી કહી તેવી વાણીનો સંભવ નથી. અનંત અનંત તીર્થકરો, કેવજ્ઞાની, અરિહંતો, આત્માર્થી, વ્રતધારી સંતો અને મહાતપસ્વીઓએ પૂર્વમાં આત્મજ્ઞાન અને આત્મસિધ્ધિના ઘણા વચનો કહ્યા હતા. જેને આધારે અસંખ્ય જીવોનો ઉધ્ધાર થયો હતો. તેવી વાણીને સદ્ગુરુ અત્યારે પ્રકાશે છે. તો તેને અપૂર્વ વાણી કેમ કહી શકાય? અહીં સદ્ગના ચોથા લક્ષણમાં “અપૂર્વ વાણી” એમ લખ્યું છે. હવે આપણે જરા અપૂર્વ શબ્દ પર ચિંતન કરીએ.
અપૂર્વ કિયા : જૈન તત્ત્વજ્ઞાનમાં અપૂર્વ શબ્દ અનેક સ્થાને વપરાયો છે. જેમ કે અપૂર્વકરણ, સમ્યગદર્શનની પ્રાપ્તિ પૂર્વે જીવાત્મા અપૂર્વકરણ કરે છે. આ પ્રારંભિક અપૂર્વકરણ છે. ત્યારબાદ આઠમા ગુણસ્થાનમાં જીવ પ્રવેશ કરે છે ત્યારે પણ અપૂર્વકરણ કરે છે અને ત્યાં અપૂર્વ રસધાત, અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ પ્રદેશઘાત કરી પ્રકૃતિબંધમાં પણ અપૂર્વ પરિવર્તન કરે છે. અર્થાતુ એક અલૌક્રિક ક્રિયા ત્યાં થાય છે. મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન આ બધા જ્ઞાન પણ અપૂર્વ જ્ઞાન છે. તે પૂર્વમાં જીવે કયારેય પ્રાપ્ત કર્યા નથી એ જ રીતે મોક્ષગતિને પણ અપૂર્વ ગતિ કહી છે. અપૂર્વનો અર્થ પૂર્વમાં પ્રાપ્ત ન થયેલી સ્થિતિ, પૂર્વમાં પ્રાપ્ત ન કરેલો પુરુષાર્થ, અલૌકિક ઉત્ક્રાંતિ, અનંતાઅનંત પૂર્વ જન્મોમાં જે નથી અનુભવ્યું તેવા આત્મ અનુભવને અપૂર્વ અનુભવ કહેવામાં આવે છે. ખરુ પૂછો તો મિથ્યાત્વના વમન પછી ચોથા ગુણસ્થાનથી લઈ મોક્ષગતિ સુધીનો બધી ક્રિયાઓ લગભગ અપૂર્વ છે. આ જ રીતે જ્યારે જીવાત્મા જ્ઞાનની સ્થિતિમાં રમણ કરે ત્યારે તેની વચનલબ્ધિ, રાગ દ્વેષ ઈત્યાદિ અધ્યાત્મદોષોથી મુકત બની નિર્મળ ઝરણી રૂપે બહાર આવે છે. જેને શાસ્ત્રકાર અપૂર્વ વાણી કહે છે. વચન શકિતને આપણે અલગ અલગ રંગોવાળી સરિતા સાથે સરખાવી હતી પરંતુ હવે અહીં બધા રંગથી મુકત બનેલી નિર્મળ પરિશુધ્ધ દોષ રહિત અમૃત જેવા સ્વચ્છ જળને વહન કરતી સરિતા જેવી આ અપૂર્વ વાણી થઈ ગઈ છે. જ્ઞાનનો પ્રકાશ વચનમાં પ્રગટ થાય છે. મનુષ્યના શુધ્ધભાવો તેના હલન ચલનમાં પણ જોઈ શકાય છે.
__ "कारणानुरूप कार्य' कारणनुगतागुणाः कार्येशु प्रादुर्भवन्ती । અર્થાત્ કારણના બધા ગુણો કાર્યમાં પણ યથા સંભવ પ્રગટ થાય છે. ઉપાદાનની વિશુધ્ધિ વિશુધ્ધ પર્યાયોને જન્મ આપે છે. તે જ રીતે સાધકની જ્ઞાનદશા થતાં અને સદ્ગુરુ પદની પ્રાપ્તિ થતાં તેની વાણી પણ અપૂર્વ બને છે.
આ વાણીમાં શું અપૂર્વતા છે તેના કેટલાક ઉદાહરણ સાથે આપણે આ ચોથા લક્ષણની પરિભાષા પૂર્ણ કરશું.
ઉદાહરણ : (૧) અપૂર્વવાણીનું શું ઉદાહરણ આપી શકાય ? આ જીવે કયારેય પણ સાંભળ્યું નથી કે બધી તારી શકિત તારા અંતરમાં છે. તારે કોઈ પર દ્રવ્યની ગરજ નથી. પરદ્રવ્ય
પાલારા નાણા ૧પપપળા