________________
કરીએ. સવ્યવહાર શું છે ? આ શબ્દમાં બે ભાવ રહેલા છે. સદ્ અને વ્યવહાર. જેમ સ્વચ્છ પાણી કહીએ તો તેમાં બે શબ્દ છે. પાણી અને સ્વચ્છતા. સ્વચ્છતા ન હોય તો પાણીના ગુણધર્મો નષ્ટ થઈ જાય છે. વ્યવહાર એ ત્રિયોગોનું હલનચલન છે. માનસિક આસકિત, મમતા, રાગ-દ્વેષ, ઈચ્છા, તૃષ્ણા, તમન્ના, ઝંખના, આ બધો મનોયોગનો વેપાર છે. આ બધા સમાન્ય ગુણધર્મો છે. તેમાં જેમ પાણીને સ્વચ્છતાની જરૂર છે. તેમ આ બધા વ્યવહારમાં સન્ની જરૂર છે. પાણીમાં ટકડી નાંખવાથી જેમ મેલ કપાઈ જાય છે તેમ મનોયોગનો સત્ વેપાર થતાં અનાવશ્યક બધા આવેગો ઘટી જાય છે અને આવશ્યક એવા માનસિક વ્યવહારની સવ્યવહાર રૂપે પરિણતિ થાય છે. આ સદ્ તે શું છે? સત્નો આધાર શું છે? સતુ શબ્દનો એક આધાર સત્યતા છે, અને બીજો આધાર અહિંસા છે. જો માનસિક આવેગો સત્યથી દૂર હોય તો તે ઘાતક બને છે અને અસવ્યવહાર બની મનુષ્યને અનાચારી પણ બનાવી શકે છે. સત્નો બીજો આધાર અહિંસા છે. જે વિચારોમાં હિંસાનો સમાવેશ થાય તો તે કદાચ સાચો હોય તો પણ અહિંસાને અભાવે અસદ્દ વ્યવહાર બની જાય છે. માનસિક વિકૃતિ જયારે વાણીમાં ઉત્તરી આવે ત્યારે વચનયોગ પણ સવ્યવહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને વાણીના દોષનો આરંભ થાય છે. જૈનશાસ્ત્રોમાં કે સમગ્ર નીતિશાસ્ત્રોમાં વચનની કુશળતા ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે અને વાણીના વિકારને મહા અનર્થનું કારણ બતાવ્યું છે. કુતર્ક, કુવચન, અસત્યવચન, અશુધ્ધ વચન, અપશબ્દ અને નીતિ નિયમથી વિરુધ્ધ કષાયવાણી તે વાણીના પ્રધાન દોષ છે. આ હકીકત જગજાહેર છે. એટલે વધારે વિવેચન કરશું નહિ. પરંતુ વાણીનો વ્યવહાર લોપાવાથી તીવ્ર શ્રુતજ્ઞાનાવરણીયનો બંધ પડે છે. આગામી જન્મોમાં જીવ મૂંગો થાય છે, અથવા એવી યોનિઓમાં પરિભ્રમણ કરે છે, જયાં વચનયોગનો અભાવ છે. વચન એ મનુષ્યની બહુ જ મોટી સંપતિ છે. પરંતુ સંપત્તિ મળવી એટલું પર્યાપ્ત નથી. વચનની સાથે સવ્યવહાર જોડાય અને સર્વચનનો ઉદ્ભવ થાય તો જ વચનયોગ લાભકારી બને છે, તે ઉચ્ચકોટીના જન્મ સુધી લઈ જાય છે અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું નિમિત્ત બને છે. કન્યા ખૂબ જ રૂપાળી અને સુંદર હોય, પરંતુ ચારિત્રહીન હોય તો તેની ગણના અધમકક્ષામાં થાય છે. તે જ રીતે વચનશકિત ગમે તેવી પાવરફૂલ હોય પરંતુ સવ્યવહાર ન હોય, વચનમાં સાત્ત્વિકભાવ ન હોય, તમોગુણી અને કામશકિત ભરેલા વચનો હોય, તો તે વચન શકિતને લંકિત કરે છે. આમ વાણીનો અસવ્યવહાર માનસિક અસતુ વ્યવહારથી પ્રગટ થઈને પાપના વૃક્ષનું પોષણ કરે છે. મન-વચન બન્ને યોગ જયારે કુટિલ થાય ત્યારે કાયયોગની વિકૃતિ થતા વાર લાગતી નથી. કાયાથી સવ્યવહાર છોડી જીવ અસતુ કર્મ કરવા લાગે છે, પાપકર્મ કરવા લાગે છે, હિંસાદિ ભાવોનો સાક્ષાત્ ઉદ્ભવ થવાથી પ્રાણતિપાતાદિ શરૂ થઈ જાય છે, કુકર્મમાં જોડાઈ કાયયોગ દ્વારા અસીમ પાપોનું આચરણ કરે છે, મન-વચન દ્વારા અતિક્રમ – વ્યતિક્રમ અને અતિચાર સુધી આગળ વધ્યા પછી અનાચારનો જે ચોથો પાયો છે તે પણ આચરે છે. અનાચાર થયા પછી પાપની પૂર્ણાહૂતી થાય છે.
“લોએ સવ્યવહાર' કહીને શાસ્ત્રકારે સમગ્ર શુધ્ધ આચારકાંડનું વિવેચન આપી જીવ તેનું કેવી રીતે ઉલ્લંઘન કરે છે તેનો ખ્યાલ આપી દીધો છે. આખી ગાથામાં લોપે સવ્યવહાર' એ
જ ૩૦૫
-