________________
શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે અને આત્મજ્ઞાન અને આધ્યાત્મિક ભાવોમાં રમણ કરતા જીવોએ આચરણની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી અને જો તે ઉલ્લંઘન કરતો હોય અને સર્વ્યવહારને લોપતો હોય તો તે નકલી તત્ત્વજ્ઞાનનું વ્યાખ્યાન કરે છે. મૂળમાં કશુ જ તત્ત્વ નથી. ખાલી ઘડો છે, આમ શાસ્ત્રકારે સર્વ્યવહારની મર્યાદાનું ભાન કરાવી સર્વ્યવહારની સીમાઓનું ઉલ્લંઘન કરતા જીવો માટે ખૂબ જ જરૂરી ટકોર કરી છે. સર્વ્યવહાર એ જીવનનું પ્રતિબિંબ છે. સર્વ્યવહારને છોડી દેવાથી જેમ કોઈ ડ્રાઈવર મદ્યપાન કરીને ગાડી આડીઅવળી ચલાવે તો તેનું કેવું ભયંકર પરિણામ આવે તેમ આ જીવનમાં એક સર્વ્યવહાર મૂકીને જેમ ફાવે તેમ વર્તન કરે તો પોતાના જીવનને તો બરબાદ કરે જ, બીજા ઘણાના જીવનને પણ બરબાદ કરે અને અંતે અશુભ વ્યવહારના કારણે દુર્ગતિમાં ચાલ્યો જાય.
અહીં આપણે એક મહત્ત્વપૂર્ણ નોંધ કરીએ : બૌધ્ધ દર્શન એ અનાત્મવાદી અને અનીશ્વરવાદી હોવા છતાં તેની ધર્મદર્શનમાં ગણના થાય છે અને લાખો કરોડો લોકોએ બૌધ્ધ ધર્મ અપનાવી જીવનને પાવન કર્યું છે. તેઓએ હિંસાદિ કર્મથી નિવૃત્ત થઈ દયામય આચરણ કર્યું છે. જો કે પાછળથી બૌધ્ધ દર્શનનો પાયો મજબૂત નહતો, તેથી પુનઃ તેમાં હિંસા અને માંસાહારનો પ્રવેશ થઈ ગયો છે. અસ્તુઃ
અહીં આપણે જે વાત કરી રહ્યા છીએ તે સદ્ વ્યવહારથી સંબંધ રાખનારી વાત છે. બૌધ્ધ ધર્મમાં સાધનાના સત્ અષ્ટાંગ યોગ છે. સદ્ ચિંતન, સદ્ વિચાર, સ ્ વચન, સદ્ભાવ, સદ્ આચરણ, સદદૃષ્ટિ, સત્ કર્મ અને સદ્ અનુષ્ઠાન, આ અષ્ટાંગ યોગમાં જીવનની બધી ક્રિયાને વણી લેવામાં આવી છે, આ એક પ્રકારની સદ્યવહારની સ્થાપના છે. જો સર્વ્યવહાર ન કરે તો તેને અધર્મ ગણવામાં આવે છે. બૌધ્ધ ધર્મની આ સાધના પ્રણાલી સર્વ્યવહાર ઉપર વજન મૂકી જીવનને સરળ, નિષ્કપટ અને યોગ્ય બનાવવા માટે અપીલ કરે છે. આખો સદ્યવહાર તે બૌધ્ધ ધર્મના પ્રાણ છે.
ઉપયુકત કથનથી સમજાય છે કે કોઈ સર્વ્યવહારને લોપે તો તે કોઈપણ રીતે માન્ય નથી, ઉચિત નથી. તે હઠાગ્રહ કે કદાગ્રહનું મૂળ છે. સદ્યવહારના અભાવમાં જ્ઞાનનું, તત્ત્વજ્ઞાનનું કે આત્મજ્ઞાનનું આરાધન થઈ શકતું નથી. માટે શાસ્ત્રકારે “લોપે સદ્યવહાર” ને એમ કહીને આવા વચનવીરોને એક પ્રકારે અયોગ્ય ઠરાવ્યા છે.
‘સાધન રહિત થાય’ : ત્રીજા પદનું પરિણામ ચોથા પદમાં જાહેર કરે છે. ‘સાધન રહિત થાય’, ‘સાધન' શબ્દ અહીં ઘણો વિચારણીય છે. અસવ્યવહારનું પરિણામ તે સાધનહીનતા છે. સારા વ્યવહારના અભાવે આવો વ્યકિત સાધન વિહીન બને છે. અહીં સાધન' શબ્દનો અર્થ શું કરશું ? અથવા શું હોઈ શકે ? તે વિચારીએ. સાધન બંને પ્રકારના છે, બાહ્ય અને આંતરિક. તે જ રીતે તાત્કાલિક પ્રાપ્ત થતાં સાધન અને ભવાંતરમાં આધારભૂત પુણ્યરૂપી સાધન. સાધનહીન થાય તો આ સાધન જે તેને પ્રાપ્ત થયેલા છે તેમાં પણ હીનતા આવે છે. એ એક પક્ષ થયો અને આગળ જે સુસાધન મળવાના છે તેની પ્રાપ્તિ ન થાય તે બીજો પક્ષ છે. વર્તમાનમાં મનુષ્યભવ, મન, વચન, કાયાના યોગો મળ્યા છે. અથવા જે કાંઈ પુણ્યયોગ છે, તે પ્રાપ્ત થયો છે. અથવા
૩૦૬