________________
ઉચ્ચકોટિમાં ધાર્મિક સંસ્કારવાળા પરિવારમાં જન્મ થયો છે, સદ્ગુરુનો સમાગમ થયો છે. તે બધા સાધન જીવ માટે ઘણા ઉપકારી છે. પ્રથમ પક્ષ તરીકે આ પ્રાપ્ત થયેલા સાધનમાં હીનતા આવે છે. સદ્યવહારને લોપવાથી તેમના પુણ્ય ઘટે છે. તેમના યોગો અશુભ બની જાય છે. સંપતિનો પણ દુરુપયોગ થાય છે. તેના પારિવારિક સંબંધોમાં પણ કડવાશ અને રાગ-દ્વેષ ઉભા થાય છે. નૈતિક દષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ અને છેવટે અધ્યાત્મ કક્ષામાં પણ તે જીવ સાધન હીનતાનો ભોગ બને છે. આમ સવ્યવહાર પડતો મૂકવાથી વર્તમાન જીવનમાં મળેલા ઉત્તમ સાધનનો ક્ષય થાય છે. બીજા પક્ષમાં સવ્યવહારને મૂકી દેવાથી અશુભ કર્મ બંધાય છે. જ્ઞાનાવરણીય ઈત્યાદિ ઘાતિ કર્મોનો સંચય થાય છે અને ભવિષ્યમાં આવા કર્મોના ઉદયથી જીવ સાધન વિહીન બને છે. તેને જ્ઞાનયોગ પ્રાપ્ત થતો નથી, મનોયોગ પ્રાપ્ત થતો નથી. ગાઢ કર્મના ઉદયથી આંતરિક સાધન તો ગુમાવી બેસે જ છે. પરંતુ બાહ્ય સાધનમાં અંધ બને, બધીર બને, ખોડ ખાપણવાળા શરીર મળે અને છેવટે વિકસેન્દ્રિય જીવોમાં જન્મ પામતા પામતા અસંખ્યકાળ સુધી એકેન્દ્રિયમાં જઈ સર્વ સાધનશૂન્ય બની કેવળ જન્મમૃત્યુનું તીવ્ર દુઃખ ભોગવે. આ કેટલી બધી સાધન વિહીનતા છે. અસ્તુ . ઉપર્યુકત ભૌતિક બાહ્ય સાધન અને આંતરિક સાધનોની વિહીનતા બતાવી. આ બધા સાધન જીવને બાહ્ય દ્રષ્ટિએ ઉપયોગી છે તે સિધ્ધાંત પણ પ્રસ્તુત થયો છે કારણ કે જીવ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી બહારના પુણ્યોદયજનિત સંયોગો અને સાધનની તેમને આવશ્યકતા છે. કોરી જ્ઞાનની વાતો કરી સવ્યવહારને લોપી સાધનનો નાશ કરે, તે જીવની અવળીગતિ છે, અને તે સાચે રસ્તે નથી, તેમ શાસ્ત્રકારનું સ્પષ્ટ મંતવ્ય છે.
સાધન શબ્દનો આટલો સ્થૂળ અર્થ કર્યા પછી સૂક્ષ્મ અને વાસ્તવિક સાધન શું છે તેનો વિચાર કરીને આ ગાથા સમાપ્ત કરશું. બાહ્ય સાધનો તો કોઈ આંતરિક ક્રિયાનું ફળ છે. જીવાત્મામાં આવી સૂમ આંતરિકક્રિયા ચાલતી હોય છે અને તેનું જીવને જ્ઞાન હોય તો તે સૂક્ષ્મ તત્ત્વોને સાચું સાધન માની તેની હાનિ ન કરે. સર્વ પ્રથમ સૂક્ષ્મ પ્રજ્ઞા જે એક પ્રકારની જયોતિ છે, જે આંતજયોતિ છે, જેના પ્રકાશમાં જીવ સ્વયં પોતે પોતાને નિહાળે છે અને આત્મદર્શન પણ કરે છે. આત્મદર્શન કદાચ ન કરી શકે તો પણ આ સૂક્ષ્મ પ્રજ્ઞા યોગ્ય જગ્યાએ પ્રસ્થાપિત થઈ આગળ ના પ્રકાશમય આત્મતત્ત્વનો આભાસ આપે છે. સૂમિપ્રજ્ઞા તે જીવનું મહાસાધન છે, તે એક પ્રકારના અંતર કિરણો છે. આ અંતરકિરણ કાળ લબ્ધિના યોગે ખીલતા જાય છે. જેમ પુષ્પકલિકા સમયનો પરિપાક થતાં પોતાના રૂપ-રંગ અને સુગંધનો આવિષ્કાર કરે છે, તે જ રીતે આ નાભિકમળ ઉત્ક્રાંતિને પ્રાપ્ત કરી વિકાસ પામી જીવને સ્વતઃ પ્રકાશ આપે છે. કાળલબ્ધિનો પરિપાક તે મુખ્ય સાધન છે પરંતુ આ અંતરજયોતિની પ્રાપ્તિમાં બાહ્ય જીવન સત્કર્મ અને સદ્યવહારથી જોડાયેલું હોય તો આ ઉત્તમ સાધન કરમાઈ ન જતાં ખીલી ઉઠે છે. પણ જો જીવ ગંદો વ્યવહાર કરે, ખોટું આચરણ કરે તો આ અંતરજયોતિ વિલુપ્ત થવા માંડે છે. જેમ દિપકમાં તેલ ઓછું થતાં જયોતિ બુઝાય, તેમ સવ્યવહારના અભાવે સૂક્ષ્મ જયોતિરૂપ સાધન સ્વયં બુઝાવા માંડે છે અને સાથે સાથે સૂક્ષ્મ પ્રજ્ઞા પણ વિલુપ્ત થવા માંડે છે. સૂક્ષ્મપ્રજ્ઞા અને આ અંતર જયોતિ
. ૩૦૭