________________
કાકા
::
:::
::
::::
પરંતુ સમગ્ર વિશ્વપ્રકૃતિમાં નિશ્ચિત થયેલા શાશ્વત સિધ્ધાંત માંહેનો એક પ્રાકૃતિક સિધ્ધાંત છે. અર્થાત્ નેચરલ પ્રીન્સીપલ છે. પ્રકૃતિ જગતમાં બધુ એક નિશ્ચિત સિધ્ધાંત પર પરિવર્તન થતું હોય છે અને પરિણામ પામતું હોય છે, તે જ વિશ્વનું શાશ્વત સત્ય છે. વિજ્ઞાનમાં પણ કહ્યું છે કે “ નેચર નેચર ! બધા જ સિધ્ધાંતો કે વિશ્વના બધા જ દ્રવ્યો સત્ય પર આધારિત છે. પદાર્થનું અસ્તિત્ત્વ બંને સત્ય બંને એકરૂપે ભાસે છે. જેને આગમમાં પણ કહ્યું છે "સન્ન તોગ નિ સરયૂ" લોકમાં સત્ય સારભૂત છે.
હવે મૂળ વિષય પર આવતા આ પરમાર્થનો પંથ પણ એક શાશ્વત સત્ય છે. ત્રણે કાળમાં તે વ્યાપ્ત છે. કાળ આ પંથનું અતિક્રમણ કરી શકતો નથી.
એક ગૂઢાર્થ મીમાંસા : વ્યકિત કે પદાર્થની પર્યાયો નાશ પામે છે. દ્રશ્યમાન જગત પણ નાશવાન છે. પરંતુ તેમાં રહેલા સિધ્ધાંતો તે શાશ્વત છે. જેને સનાતન સિધ્ધાંત કહેવાય છે. વ્યકિતનું મૃત્યુ થઈ શકે છે પરંતુ સિધ્ધાંત અખંડિત રહે છે, તેથી કાળ પણ તેના પર કરી શકતો નથી, તેમ કહી શાસ્ત્રકારે પરમાર્થના પંથ પર ત્રણે કાળની અસર નથી. તેમ પરોક્ષભાવે કહ્યું છે. કાળ નવાનું જૂનું અને જૂનાનું નવું કરે છે. જન્મ તેને મૃત્યુ આપે છે અને મર્યા તેને જન્મ આપે છે. આમ ભૌતિક રીતે કાળનો પ્રભાવ છે પરંતુ પરમાર્થના પંથ ઉપર કાળનો પ્રભાવ નથી. કાળ તેમાં એક અંશનો પણ ફેરફાર કરી શકતો નથી. આ પંથ ત્રણે કાળમાં સોનાના સિકકાની જેમ સમાન રૂપે સાધકને સરખું ફળ આપે છે અને પરમાર્થના પંથનો સૌથી મોટો મહિમા છે કે તે સાક્ષાત્ પરમાર્થને પણ આપે છે. અહો ! અહો ! આ સૈકાલિક પરમ સત્યરૂપ પરમાર્થ પંથ સદા વિંધ છે અભિવંદ્ય છે ! આદરણીય દેવ મોક્ષનું પરમ સાધન છે ! આ માટે જ કવિ કહે છે કે “એક હોય ત્રણ કાળમાં આ વાકયમાં પરમાર્થની નકકરતા વિશે તેઓશ્રીએ નકકર વાણી ઉચ્ચારી
પરમાર્થ શબ્દ વિશે આપણે પૂર્વમાં કહી ગયા છીએ, અહીં પંથ વિશે આટલું કહ્યા પછી ઉત્તરાર્ધમાં દષ્ટિપાત કરીએ, આ પદમાં હવે પરમાર્થ પંથ તો આંતરિક ફળ પરમાર્થ તો આવે જ છે. પરંતુ તે દિશાસૂચન પણ કરે છે અને વ્યવહારિક દ્રષ્ટિએ જીવ પરમાર્થ તરફ વળે તેવા પ્રેરક ભાવો પણ ઊભા કરે છે. આ વાકયમાં કર્તા અને કર્મ અને અધ્યાહાર છે. માર્ગ પ્રેરે છે તેનો અર્થ એ છે કે માર્ગનો સાધક સ્વયં પોતાને પ્રેરણા આપે છે. એટલું જ નહિ પરંતુ પરમાર્થની સાધનાથી અન્ય જીવોને પણ પ્રેરી શકે છે. અહિં પ્રેરે છે એમ ક્રિયા બતાવી છે. પણ આ ક્રિયાનો કર્તાપ્રેરક કોણ છે તે સમજાય તેવું છે. પરમાર્થના પંથને જે સ્પર્શ કરે તે સાધક સ્વયં પ્રેરક બની જાય છે. માર્ગ તો જ્ઞાનાત્મક અને અણમોલ છે પરંતુ માર્ગના ધારકમાં માર્ગના પ્રભાવથી પ્રેરણાઓ પ્રફુટિત થાય છે. એટલે જે પ્રેરણા કરી શકે છે તે પ્રેરણાનો કર્તા છે અને સામા પક્ષે જેને પ્રેરણા પ્રાપ્ત થાય છે, તે પ્રેરણાનું કર્મ છે, અર્થાત્ લક્ષ છે. આમ આ દિવ્યપંથ બાહ્ય દ્રષ્ટિએ સાધકને પ્રેરક બનાવી અન્ય જીવોને પ્રેરણા આપવાનું એક નિમિત્ત બને છે. તેથી શાસ્ત્રકારે સ્વયં આ વ્યવહારના ઉદરમાં નિશ્ચયરૂપે સૈકાલિક સત્ય પરિપૂર્ણ પરમાર્થનો પંથ અસ્તિત્ત્વ ધરાવે છે, તેમ કહ્યું છે, તેથી જ તે પંથ જાણે બહારમાં પણ પ્રેરણા આપી રહ્યો છે. અને પરમાર્થને લગતા બીજા
સારા શરીર ૩૪૮
કરો