________________
નિષ્કામ તે જ કામ : વિચારશ્રેણી એટલી બધી સૂક્ષ્મ છે, જીવની અંદર વિષયજન્ય અને સંસ્કારજન્ય હજારો પ્રવાહ વૃત્તિરૂપે કે અધ્યવસાયરુપે પ્રવાહિત થતાં હોય છે. બધા અધ્યવસાયો અને સૂક્ષ્મ પરિણામો વિવેકપૂર્ણ હોતાં નથી, જ્ઞાનજન્ય પણ હોતા નથી, પરંતુ જાગૃત થયેલો જીવ આ બધા પરિણામોનો જ્ઞાતાદ્દષ્ટા બન્યા પછી અપ્રયોજનભૂત એવા બધા વિચાર વમળને પડતા મૂકી એક માત્ર આત્માર્થને પ્રાપ્ત કરવો છે. તે એક જ કામને અર્થપૂર્ણ માની તેનું લક્ષ બનાવી જો આગળ વધે તો પ્રચંડવૃત્તિની જાળમાંથી મુકત થવા પુરુષાર્થશીલ બને છે અથવા વૃત્તિઓ પોતાની જગ્યાએ ઉદયભાવે પ્રવાહિત થતી રહે અને પોતે સ્વભાવ પરિણતિનો તંતુ પકડીને તે વૃત્તિઓથી ઉપર ઊઠી કેવળ એક આત્માર્થનો જ લક્ષ રાખી બીજા બધા ભાવોને પડતા મૂકે તો જીવ સાચા અર્થમાં આત્માર્થી બને છે. આ બધા આત્માર્થીના લક્ષણો પણ અહીં કહેવાઈ રહ્યા છે. આત્માર્થીને એકમાત્ર આત્માર્થનું પ્રયોજન છે. બાકી બધા નિષ્પ્રયોજનો છે.
જો કે અહીં શાસ્ત્રકારે કામ શબ્દ વાપર્યો છે પરંતુ સાચા અર્થમાં આ આખી પ્રવૃત્તિ નિષ્કામ છે ! કામના રહિત છે. કામના છૂટે ત્યારે જ કામ નિષ્કામ બને છે. અહીં આત્માર્થનું જે કામ છે તે પણ એક પ્રકારની નિષ્કામ પ્રવૃત્તિ છે અર્થાત્ કામના રહિત પ્રવૃત્તિ છે. કામ શબ્દ કામનાવાચી છે, પ્રયોજનવાચી તો છે, પરંતુ હકીકતમાં આ આખી પ્રવૃત્તિ જો નિષ્કામ બને તો જ કામ સિધ્ધ થાય અને એટલા માટે જ અહીં શાસ્ત્રકાર સ્વયં કહે છે બીજો નહીં મનરોગ' અર્થાત્ આ પ્રવૃત્તિમાં બીજી કોઈ સાંસારિક વૃત્તિનું લક્ષ ન બને, કામ સકામ ન બની જાય અર્થાત્ આવો યોગ મળ્યો છે તે દૂષિત ન થઈ જાય, તે માટે સાવધાન કરે છે કારણ કે જીવમાં આવા ઘણા બધા માનસિક રોગ પડેલા છે અને તેનો સ્પર્શ થતાં સંપૂર્ણ ભકિત દૂષિત થઈ જાય છે. આત્માર્થ તો પ્રાપ્ત થતો જ નથી અને કુફળ રૂપે બીજા રોગને કે બીજી વાસનાને વચમાં લાવવાથી આખો ખેલ બગડી જતાં કર્મ બંધનનું નિમિત્ત બને છે. આવો સુયોગ મળ્યા છતાં જીવ રોગ મુકત થતો નથી. મન રોગ શું છે એ સમજીને ગાથા પૂરી કરશું.
મનોરોગ : મનોરોગ એટલે શું ? જયાં સુધી કર્મના ઉદયભાવોને સૂક્ષ્મ રીતે ન વિચારવામાં આવે, જયાં સુધી માનસિક પ્રક્રિયાનો વિવેક થઈ શકતો નથી, ત્યાં સુધી શાસ્ત્રકારોએ પાથીએ પાથીએ તેલ નાખ્યું છે એમ કહેવાય છે. એનો અર્થ એ છે કે જીવમાં કર્મજનિત પરિણામો અને આત્મતત્ત્વની સ્વતંત્ર પુરુષાર્થ ભાવે ઉત્પન્ન થતી પરિણતિ, આમ બન્ને પ્રકારના અવસ્થાઓનું
અસ્તિત્ત્વ હોય છે. સમયે સમયે ભિન્ન ભિન્ન પ્રકારની પયાર્ય ઉદયમાન થાય છે અને એ જ રીતે વચ વચમાં ઉદયમાન પર્યાય શાંત થતાં અથવા મંદ થતાં ઉપશમવૃત્તિ પણ પ્રગટ થાય છે. એક પ્રકારનો આ આંતરિક ખેલ છે. કયારેક જીવને તે જ્ઞાનગમ્ય હોય છે અને કયારેય અગમ્ય ભાવે પણ આ તંત્ર ચાલુ રહે છે, તેથી શાસ્ત્રકારોએ અહીં.બધી વૃત્તિઓનો સંશ્લેષ કરી તેનું લેશ્યામાં વિભાજન કરેલું છે. શુભ લેશ્યા અને અશુભ લેશ્યા. તેમાં કૃષ્ણ, નીલ અને કાપોત, ત્રણ અશુભ લેશ્યા છે જયારે તેજો, પદ્મ અને શુકલ, શુભ અને શુધ્ધ એવી ઉત્તમ લેશ્યાઓ છે. આ જ રીતે અન્ય દર્શનોમાં પણ તમોગુણ, સત્ત્વગુણ અને રજોગુણ એમ ત્રણ ગુણોમાં વિભાજન કર્યું છે. તમોગુણ તે હિંસાત્મક ગુણ છે. રજોગુણ તે ભોગાત્મક છે, જયારે સત્ત્વગુણ તે જીવની ઉત્તમ અવસ્થા છે. એ જ રીતે કૃષ્ણ અને નીલ લેશ્યા તે હિંસાત્મક છે. કાપોત અને તેજો લેશ્યા તે
૩૬૦