________________
SER :
રજોગુણી છે. પાલેશ્યા તે પુણ્યમય ભાવ છે અને શુકલેશ્યા તે આત્મસ્પર્શ ભાવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સત્ત્વગુણ અને શુકલ લેણ્યા ઈત્યાદિ ઊંચા ભાવો છોડીને બાકીના બધા ભાવો તે વિકારી ભાવો છે. જેમ અહીં શાસ્ત્રકારે કહ્યું તેમ મનના રોગ છે અર્થાત્ લક્ષવિહિન જે કાંઈ ભાવો છે પછી તે કામ, ક્રોધ, લોભ ઈત્યાદિ દુર્ગુણ ભરેલી કોઈપણ વૃત્તિ હોય, તે બધા માનસિક રોગ છે અને આવા મનરોગથી પીડિત જીવ આત્માર્થને સાધી શકતો નથી. તેને આત્માર્થનું પ્રયોજન પણ હોતું નથી. માટે જ અહીં ત્રીજા, ચોથા પદમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે એક માત્ર આત્માર્થનું કામ હોય અને તે જ લક્ષે સદ્ગુરુની શોધ કરે. બીજો કશો મનમાં રોગ કે અભિપ્રાય ન રાખે. કવિરાજનું હૃદય તેમના સાહિત્યમાં જયાં જયાં પ્રગટ થયેલું છે ત્યાં બધે તેમણે એક સ્પષ્ટ રાહ અપનાવ્યો છે. અપૂર્વ અવસરમાં પણ કહ્યું છે કે “અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ. માત્ર દેહ, તે સંયમ હેતુ હોય જો'. આ પદમાં પણ કવિરાજ એ જ વાત કહે છે અને અહીં આત્મસિધ્ધિમાં પણ નિશ્ચિતરૂપે એક લક્ષવાળી જ્ઞાનધારાનો ઈશારો કરે છે. કહેવાનો ભાવ એ છે કે તેમનું સમગ્ર સાહિત્ય આત્માર્થને સ્પર્શ કરનારું છે. સાધના હોય કે સરુનો યોગ હોય, જે કોઈપણ સ્થિતિ હોય પરંતુ તેમાં લક્ષ નિશ્ચિત હોવું જોઈએ અને બીજા કોઈ પણ હેતુથી આ અધ્યાત્મ સાધનામાં જોડાવું ન જોઈએ. સાધક બધા મનરોગ મૂકીને એક આત્માર્થ પ્રાપ્ત કરવાને લક્ષે જ જોડાય. આખી ગાથાનો આ સારાંશ એક સ્પષ્ટ માર્ગ નિર્દેશન કરે છે કારણ કે જીવ મૂળ માર્ગ મૂકીને ભટકી જાય છે. સ્વયં પોતે પણ ગાયું છે કે “મૂળ મારગ સાંભળો જિનનો રે” અર્થાત જિનેશ્વરોએ આત્માર્થ અને પરમાર્થને પ્રાપ્ત કરવા માટે એક મૌલિક, નિશ્ચિત મૂળમાર્ગની સ્થાપના કરી છે અને તે લક્ષે જ બધી આરાધના કરવાની છે. આખી ગાથાનો સારાંશ એ છે કે લક્ષ નિર્ધારિત કરીને, બાકીના બધા ચેનચાળા મૂકીને આત્મ ઉપાસક બની સદ્ગુરુનો યોગ જે પ્રાપ્ત થયેલો છે તેનો સાચા અર્થમાં લાભ ઊઠાવવાનો છે.
હવે ૩૮ મી ગાથાનો ઉપોદઘાત કરીએ
ઉપોદઘાત : આત્માર્થીના લક્ષણ નિમિતે માનવજીવોનું એક ઊંચું પ્રકરણ આ ગાથામાં સ્પષ્ટ કર્યું છે. માનવ જીવનમાં એવા ગુણ હોય ત્યારે તે એક માનવ તરીકે પણ યોગ્ય શાન પામી શકે છે. અને આત્માર્થી હોય તે તો અવશ્ય ઊચ્ચ કોટિનો માનવી હોય. આ ગાથામાં આધ્યાત્મિક ભાવોની ઉજજવળતા સાથે વ્યવહારિક સદ્ગણોનું પણ વ્યાન કરવામાં આવ્યું છે. જૈનધર્મનો કહો કે સમગ્ર આર્ય સંસ્કૃતિનો કહો એક મુખ્ય સિધ્ધાંત અભયદાન છે. આ ગાળામાં અભયદાનની વ્યાખ્યા પણ સહજભાવે થઈ છે. આત્માર્થીના જે જે લક્ષણો છે તે અને મતાર્થીમાં જે લક્ષણો બતાવ્યા છે તે વિધિ નિષેધભાવે પ્રરૂપ્યા છે. જેનું આપણે આગળ વિવેચન કરશું. અહીં એટલું જ કહેવાનું છે સમગ્ર ગાથા જીવનની એક ઊંચાઈને સ્પર્શે છે અને આ ઊંચાઈ તે અધ્યાત્મ સાધનાનું ઘણા પગથિયા માટેનું એક ખાસ પગથિયું છે. આમ વિકાસ શ્રેણીમાં કવિરાજ આગળ વધીને ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્તમ ગુણોનો સ્પર્શ કરતાં દિવ્યદૃષ્ટિ આપી રહ્યા છે. મૂળ ગાથાનો ભાવ પ્રગટ કરતાં આનંદ થશે.
eas ૩૬૧