________________
અહીં ગ્રહણ ન કરતાં આપણે સદ્ગુરુ દેવની ઊચ્ચ કોટિની છઘસ્થ અવસ્થાનું ધ્યાન કર્યું છે અને આવી ઉત્તમ છદ્મસ્થ અવસ્થામાં ઝૂલતા ગુરુદેવ કેટલા પરમ સાદરણીય છે તે સ્પષ્ટ જણાય છે અસ્તુ.
છઘસ્થ અવસ્થા વિષે થોડો વધારે વિચાર કરી આપણે ત્રીજા અને ચોથા પદની વચ્ચે રહેલું જે સૌમ્યભાવ છે તેના દર્શન કરશું.
છદ્મસ્થ શબ્દ જેને આચાર્યજીનો સાંકેતિક શબ્દ છે. સામાન્ય સંસ્કૃત શબ્દકોષમાં છવાસ્થનો અર્થ કપટ કરનાર, વેશપરિવર્તન કરનાર વિવિધ છળયુકત ભાષા બોલનાર, છદ્મવેશી, છારૂપી એવા બધા અર્થો મળે છે, જયારે અહીં છઘસ્થ શબ્દ કેવળજ્ઞાન પૂર્વની આરાધક અવસ્થાના ધારક ખાસ કરીને સાધુઓ માટે આ શબ્દપ્રયોગ થયો છે. અહીં પણ કવિરાજે સદ્ગસને છઘસ્થ કહ્યા છે. જેમ “ગુરુ રહ્યા છદ્મસ્થ' સામાન્ય જરૂર પડે તો ગૃહસ્થો માટે પણ આ શબ્દ વપરાય છે. જૈન પરિભાષા અનુસાર છઘનો અર્થ ઢંકાયેલું, રૂપાંતર પામેલું, શુધ્ધ અવસ્થાથી દૂર, આત્મસ્વરૂપને સોળે કળાએ પ્રગટ કર્યા પહેલાં જે કોઈ અવસ્થાઓ છે તે બધી છઘસ્થ અવસ્થા છે. અસ્તુ. અહીં આપણે એટલું જ કહેવાનું તાત્પર્ય છે કે જૈનધર્મનો આ શબ્દ લગભગ સારા અર્થમાં વપરાયો છે.
ચોથા પદમાં ગુરુપદની પ્રધાનતાનું પ્રદર્શન કરતાં અને કેવળજ્ઞાન સાથે અરિહંતોનો ગુરુ પ્રત્યેનો પૂજ્યભાવ નષ્ટ નથી થયો પરંતુ વિકાસ પામ્યો છે અને અરિહંતો માટે પણ ગુરુદેવ વિંદનીય છે. આમ જ્ઞાનયોગની સાથે સંપૂર્ણ ભકિતયોગ જોડાયેલો છે. ભગવાન એ શબ્દ જ્ઞાનવાચી છે. વિનય કરે એ શબ્દ ભકિતવાચી છે. ભગવાન પણ વિનયની મર્યાદાને ઓળંગતા નથી. સનાતન ધર્મના કથાનકોમાં રામ, કૃષ્ણ ઈત્યાદિ ઈશ્વર અવતાર પણ પોતાના ગુરુઓને વંદન કરે છે. વંદન કરવાથી ઐશ્ચર્ય ઘવાતું નથી. એ જ રીતે અહીં પણ અરિહંત ભગવાન છદ્મસ્થ એવા સદ્ગુરુનો વિનય કરે છે તો ત્યાં અરિહંત ભાવ જરા પણ ખંડિત થતો નથી પરંતુ સોળે કળાએ વિકસ્યા પછી આ ભકિતભાવ સંપૂર્ણ જળવાય રહે છે..
અહીં વિનય શબ્દ મૂકયો છે. વિનય શબ્દ ઘણો જ ગંભીર છે. જૈનદર્શનમાં વિનય મૂલો ધમ્મો” એમ કહ્યું છે. વિનય શબ્દ જ્ઞાનની કક્ષાથી લઈ ભાવ અને ભકિતની કક્ષામાં પસાર થઈ વંદન નમસ્કારમાં ઉતરીને અંતે સ્તુતિ રૂપે કે સ્તવન રૂપે પણ પરિણમે છે. અંતર જગતમાં ઉત્પન્ન થયેલો વિનય પ્રથમ જ્ઞાનસ્વરૂપ છે. વિનય શબ્દનો અર્થ વિ + ન = વિનય. વિ' કહેતા વિશેષ પ્રકારનું, “નય” કહેતા જ્ઞાનને વિનય કહે છે. “વિશિષ્ટ વેન ત ત વિન” મનુષ્યને સાચે રસ્તે દોરે અને ઉત્તમ રસ્તે લઈ જાય તેને વિનય કહે છે. આ ઉત્તમ પ્રેરણામાં નિમિત્તરૂપે રહેલા ગુરુજનો પ્રત્યે કે ગુરુદેવ પ્રત્યે સહજ ભકિતભાવ જાગૃત થાય છે. અહીં વિનય ભકિતનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ ભકત પોતાની ભાવનાઓને પ્રગટ કરવા વંદન કરે છે, નમસ્કાર કરે છે, તે વિનયનું ક્રિયાત્મક રૂપ છે અને ત્યારબાદ પોતાની ભાવનાઓને શબ્દમાં કે કાવ્યોમાં મૂકી ભકત જયારે સ્તુતિ કરે છે ત્યારે વિનય કવિતા બની જાય છે. આ રીતે વિનય શુધ્ધ ઉપયોગથી લઈને ત્રણે યોગ સુધી અર્થાતું મન, વચન કાયાના શુભયોગ સુધી વ્યાપ્ત થઈ જાય છે. જૈનદર્શનમાં નમસ્કારમંત્રમાં નમો નમો કહી વિનયપૂર્વક અરિહંતોનું સ્મરણ કરે છે અને આવા
: ૨૩૮