________________
ભેદજ્ઞાન લગભગ અશકય જ છે. સમયાંતરના હિસાબે ભેદનું કથન કરવામાં આવે છે. પરંતુ એક દ્રવ્યની બે સ્વભાવિક પર્યાયો સર્વથા ભિન્ન હોતી નથી અને ભિન્ન હોય તો પણ તેનું ફળ તો આત્મરૂપી અધિષ્ઠાનમાં જ પ્રગટ થવાનું છે. ત્યાં બંને પર્યાયો ફળની દષ્ટિએ પરસ્પર સફળ કે નિષ્ફળ બને છે અને એક પર્યાયની ગેરહાજરીમાં કાર્યસિધ્ધિ થતી નથી. પાણી ને લોટ બંને સ્વતંત્ર હોવા છતાં બંનેની સહઉપસ્થિતિ હોય ત્યારે જ ભોજનની નિષ્પત્તિ થાય છે. અહીં પણ બધી પર્યાયો સ્વતંત્ર હોવા છતાં ફળની નિષ્પત્તિમાં સૌની હાજરી નિતાંત આવશ્યક છે. અહીં વૈરાગ્ય પણ લક્ષ નથી અને આત્મજ્ઞાન પણ લક્ષ નથી. બંને સાધનરૂપ છે, પર્યાય રૂપ છે. બંનેનું લક્ષ અખંડ આત્મદ્રવ્ય છે અને લક્ષની પ્રાપ્તિ કરવા માટે બંને ઘણા જ ઉપકારી છે. એટલે જ યોગીરાજ કહે છે કે આત્મજ્ઞાનની હાજરીમાં વૈરાગ્ય સફળ છે અને આત્મજ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય પણ પરમ આવશ્યક છે અને બંને ભાવ એક લક્ષરૂપ મોક્ષનો નિર્દેશ કરે છે.
વૈરાગ્ય અને આત્મજ્ઞાનના દૂષણો : અહીં વૈરાગ્ય અને આત્મજ્ઞાન બંને વિધેયાત્મક પદ છે. આપણે સમજવું જોઈએ કે બંને તત્ત્વો અથવા તેના જેવા બીજા કોઈ પણ સાધનામાં સહાયક તત્વો નિર્દોષ હોવા જોઈએ. તેનો અહીં ઉલ્લેખ કર્યો નથી. તે સહજ સમજવા યોગ્ય છે. જેમ કોઈ કહે પીવા માટે પાણી આપો તો અહીં ફકત પાણી શબ્દ બોલાય છે પરંતુ તેના અર્થ છે કે સ્વચ્છ પીવા યોગ્ય પાણી આપો, ગંદુ પાણી ન હોવું જોઈએ, તે બોલાતું નથી પણ સહજ સમજાય છે. તે જ રીતે અહીં વૈરાગ્ય અને આત્મજ્ઞાન, તે બંને ઉજ્જવળ તત્ત્વો દુષણ રહિત હોવા જોઈએ. આપણે જરા આ દુષણ ઉપર દષ્ટિપાત કરીએ. કપડું શરીરની રક્ષા કરે છે. પરંતુ કપડુ મેલું ન હોવું જોઈએ. મેલ તે નિંદનીય છે અને કપડા માટે દોષરૂપ છે. વૈરાગ્ય શબ્દમાં રાગનો અભાવ સૂચિત થાય છે. વિરાગમાંથી વૈરાગ્ય શબ્દ બન્યો છે. અહીં ફકત રાગનો ઉલ્લેખ છે. દ્વેષનો ઉલ્લેખ કર્યો નથી જયારે શાસ્ત્રોમાં “રો ય ટોષો ય જમ્મુનીવ” અર્થાત્ રાગ અને દ્વેષ કર્મના બીજ છે. ભગવાનને વીતરાગ કહ્યા છે પરંતુ તેઓ જેમ વીતરાગ છે તેમ વીદ્વેષ પણ છે. કોઈ જીવ ઉત્તમ વૈરાગ્યને ભજે છે, પરંતુ વૈરાગી જીવ બીજા વિરકત આત્માઓ પ્રત્યે દ્વેષ રાખે, તો વૈરાગ્ય દુષિત થાય છે. વસ્તુતઃ તે વૈરાગ્ય છે જ નહીં. દ્વેષ હોય અને રાગ ન હોય તે કેમ બની શકે ? એક તત્ત્વમાં રાગ હોય ત્યારે જ બીજા તત્ત્વમાં દ્વેષ ઉદ્ભવે છે. વૈરાગ્ય થાય તો રાગ જાય, તેની સાથે દ્વેષ પણ જાય. આ રીતે વૈરાગ્યમાં દ્વેષ એ એક દુષણ છે. એ જ રીતે વૈરાગ્યનો કે ત્યાગનો અહંકાર એ પણ એક ભયંકર દુષણ છે. ઉચ્ચ કોટીના ત્યાગી સંત મહાત્માઓના દાયરામાં પણ દ્વેષની પ્રચુરતા જોવામાં આવે છે. જે તેના ત્યાગને કલંકિત કરે છે. આ રીતે અહંકાર પણ વૈરાગ્યને દૂષિત કરે છે. પોતે ઉચ્ચ કોટીના ત્યાગી છે તેવું અભિમાન વાસ્તવિક ત્યાગથી જીવને દૂર રાખે છે. આમ દ્વેષ, અહંકાર ઈત્યાદિ દૂષણો વૈરાગ્યને દૂષિત કરે છે. “પાંવિાય અવરામયો અવતંત્રનું તેલ તમઃ । ંતિ" અર્થાત્ જે સાધક પરાને છોડી અપરાનું અવલંબન કરે છે તે અંધકારમાં ચાલ્યો જાય છે. પરા તે આંતરિક આત્મશકિત છે. જ્યારે બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ થાય, સન્માન મળે કે વિશેષ પ્રકારના ચમત્કાર થાય તે અપરાશકિત છે. સાધક અપરાતિ પર ધ્યાન ન દેતા પરા કિતનું લક્ષ રાખે છે. અપરા વૈરાગ્યને દુષિત કરે છે. એ જ રીતે આત્મજ્ઞાનમાં પણ આવા દોષનો સંભવ છે. આત્મજ્ઞાનને મહાજ્ઞાન માને. આંશિક આત્મજ્ઞાનને પરિપૂર્ણ માને, અથવા
૧૦૯